Main Menu

Sunday, July 22nd, 2018

 

મીઠાપુર ગામે ખેતરમાંથી ઝટકા મશીન, બેટરી ચોરી કરી લઈ ગયા

અમરેલી, તા. ર1, જાફરાબાદ તાલુકાનાં મીઠાપુર ગામે રહેતા ચંપુભાઈ ભીમભાઈ વરૂએ પોતાના ખેતરમાં આવેલ ઝુંપડીમાં રાખેલ ઝટકા મશીન તથા પાવર ઝોન બેટરી મળી કુલ રૂા. 17 હજારના મુદામાલની કોઈ અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઉંટવડ ગામે ખેતરમાં રાખેલ સૂર્ય ઉર્જા પ્‍લેટ તસ્‍કરો ચોરીગયા

અમરેલી, તા.ર1
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા અને ઉંટવડ ગામે વાવવા માટે રાખેલ અરજણભાઈ છગનભાઈ માથાસુળીયા નામના ખેતમજૂરે ખેતરમાં સરકાર તરફથી   મળેલ સૂર્ય ઉર્જા પ્‍લેટ કિંમત રૂા. 4 થી પ હજારની કોઈ અજાણ્‍યા તસ્‍કર ગત તા.9ના રોજ દિવસના સમય દરમિયાન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં            નોંધાઈ છે.

અંતે સાવરકુંડલાનાં મોચી યુવકને ન્‍યાય અપાવતાં એસપી

ર વર્ષ સુધી દલખાણીયાથી લઈને દિલ્‍હી સુધી રજુઆત કર્યા બાદ
અંતે સાવરકુંડલાનાં મોચી યુવકને ન્‍યાય અપાવતાં એસપી
ગરીબ પરિવારનાં યુવકને ફરિયાદ ન કરવા માટે મારી નાખવાની ધમકી પણ મળતી હતી
અમરેલી, તા. ર1
ધારી તાલુકાનાં દલખાણીયા ગામનાં અને હાલ સાવરકુંડલા ખાતેરહેતા કમલેશ બાવચંદભાઈ યાદવ નામનાં યુવકની ફરિયાદ ધારી પોલીસ સ્‍ટેશનમાં આપવામાં આવી છે.
ફરિયાદમાં જણાવેલ છે કે, ધારી તાલુકાનું ગામ દલખાણીયા અમારૂ મુળ વતન છે. જમીન અને મકાન તમામ વડીો પાર્જીત છે અને વારસાગત મિલ્‍કત આવેલ છે. તેમાં અમો હિન્‍દુ વારસ ધારા હેઠળના કાયદેસરના સીધી લીટીના વારસદારો છીએ અને 7/1રમાં ચાર વારસદારોના નામ છે. (1) નારણભાઈ શાંતીભાઈ યાદવ (ર) બાવચંદભાઈ શાંતીભાઈ યાદવ (3) મંજુલાબેન શાંતીભાઈ યાદવ (4) અવસાન થયેલ જેન્‍તીભાઈ શાંતીભાઈ યાદવ એમ અમો કાયદેસરનાં વારસદારો છીએ તેમાંથી જેન્‍તીભાઈ શાંતીભાઈ યાદવનું અવસાન તા. ર7/6/ર016નાં રોજ થયેલ છે. પરંતુ તેઓના મરણના દાખલામાં ખોટી તા. ર8/6/16 જણાવેલ છે અને નારણભાઈ શાંતીભાઈ યાદવે ધારી નાયબ કલેકટરની મુદતમાં જવાાબમાં તા. 1પ/પ/ર017ના રોજ જેન્‍તીભાઈની મરણની તારીખ તા. ર6/10/ર016 જણાવેલ છે. તેઓને કોઈપણ વારસદારો નથી. પત્‍ની, પુત્ર કે પુત્રી કોઈ પણ વરસો નથી નીઃસંતાન અવસાન થયેલ છે. જેમાં 7/1રમાંથી ના કમી કરવા માટે જેન્‍તીભાઈનું અમો ફરિયાદીના પિતાજી બાવચંદભાઈ શાંતીભાઈ યાદવ કાયદા નિયમની જોગવાઈ મુજબ ધારી મામલતદારમાં નામ કમીની અરજી કરેલ મરણનો દાખલો સોગંદનામું, પેઢીનામું, 7/1ર, 8(અ) તમામઆધાર પુરાવા સાથે તા. ર8/7/ર016નાં રોજ અરજી કરેલ મરણનો હતી. તો ધારી મામલતદારે કચેરીએ અમારી નામ કમીની અરજી સર્કલ ઓફીસર સી.બી. સોરઠીયાએ નામ કમીની અરજી સીધી કોઈપણ વારસદારને સાંભળ્‍યા વિના નામંજુર કરેલ છે. તેથી મેં પુછતા કયાં કારણોસર નામંજુર કરેલ છે. તેથી તેઓ સી.બી. સોરઠીયાએ તેવું કીધેલ કે તમારા પક્ષકારોની 13પ-ડી નોટીસ બજેલ નથી તેથી નામંજુર કરેલ છે. હકીકતમાં રેકર્ડ ઉપર તમામ વારસદારોને નોટીસ બજેલ છે અને અમોને હેરાન કરવાના મલીન ઈરાદે નામંજુર કરેલ છે. તેથી રૂપિયા 3ની ટીકીટ ચોડી નોંધના કાગળો કઢાવી તો તેમાં રેવન્‍યુ તલાટીના પત્રમાં લખેલ હતું કે ખાતેદાર એકના પુત્રએ (1) રાજેશભાઈ નારણભાઈ યાદવ (ર) દીગુભાઈ નારણભાઈ યાદવ નામ કમીની સામે આ બંનેએ વાંધા અરજી ધારી મામલતદારમાં રજુ કરેલ અને વાંધા અરજી સાથે એક જમીનનું ખોટુ બનાવટી કાયદાની વિરૂઘ્‍ધમાં વીલ રજુ કરેલ. તો આ મુદો મામલતદાર કચેરી નવ મહિના સુધી મુદો છુપાવી તથા દબાવી દેવામાં આવેલ અને સરકારી રેકર્ડ સાથે ચેડા થયેલ છે તે બાબત સાદી અરજીથી મામલતદારે માહિતી આપેલ નથી. તેથી અમોને શંકા લાગતા અને રેકર્ડ સાથે ચેડા હોવાથી મે આરટીઆઈ માહિતી અધિકાર કાયદા મુજબ ધારી મામલતદાર પાસે માહિતી નમૂના ક મુજબતા. 1/1ર/ર016ના રોજ માંગેલ પણ માહિતી હોવા છતાં આપેલ નથી અને રેકર્ડ નવ મહિના સુધી છુપાવી દીધેલ છે અને માહિતી કાયદા પ્રમાણે માહિતી ન આપતા મેં પ્રાંતમાં અપીલ કરેલ છે. અને તેથી કામ ન થતાં માહિતી આયોગમાં અપીલ કરેલ છે. અને પ્રાંત માહિતી આપવા હુકમ કરેલ છે છતાં મામલતદાર કચેરીએ માહિતી આપેલ નથી. તેથી માહિતી કાયદા મુજબ બાર મહિના પછી આ દલખાણીયા ગામે જમીન જેના ખાતા નંબર 90નું ખોટુ વીલ અને વાંધા અરજીની નકલ આરોપીએ રજુ કરેલ માહિતી કાયદા મુજબ મળેલ છે અને દલખાણીયા ગામની જમીન જેના ખાતા નં. 90નો ખોટું વીલ જોતા ગુજરનાર કાકા જેન્‍તીભાઈ શાંતીભાઈ યાદવની બીમારી દરમ્‍યાન એક ખોટુ વીલ તા. 14/6/ર016ના રોજ બનાવેલ જે વીલ નં. 764થી સબ રજીસ્‍ટરમાં નોંધાયેલ. તેમાં કોઈપણ વારસદારોની સહી કે સંમતી લેવામાં આવેલ નથી અને કોઈપણની સહી પણ નથી અને જીવતા વારસદારો છુપાવી દેવામાં આવેલ છે તે રેકર્ડ ઉપર છે અને વીલમાં પાના નં. 7 ઉપર અલગ અલગ સહીઓ વીલ કરનારની છે. જેતીભાઈ અને જેન્‍તીભાઈ અલગ અલગ સહીઓ છે અને દરેક પાના ઉપર અલગ અલગ સહીઓ બોલે છે અને પાના નંબર સતા ઉપર ખખાતેદાર ચારમાંથી એકની સહી છે જે બાબુભાઈ શાંતીભાઈ યાદવની છે અને તેઓના પુત્રએ નારણભાઈના બદલેબાબુભાઈની સહી કરેલી છે. અલગ અલગ નામની સહીના ચેડા થયેલ છે અને મારા કાકા જેન્‍તીભાઈ યાદવે કાયદેસર રીતે વીલ બનાવી આપેલ નથી તેની બીમારીનો દુરઉપયોગ કરી રાજેશભાઈ અને દીગુભાઈએ વીલ બનાવેલ છે. વીલ પાના નં. 1 પેરેગ્રાફ નં. ર માં દર્શાવેલ હીકકત તદન ખોટી છે તેમાં વીલ કરી આપનારે પોતાની ખાતા નંબર 90ની તમામ મિલ્‍કત પોતાની માલીકીની અને પોતાના પૈસામાંથી ઉત્‍પન્‍ન કરેલ સ્‍વ પાર્જીત મિલ્‍કતછે. તમામ મિલ્‍કત તેઓના કબજા ભોગવટા અને તેના માલીકીની છે તેવું દર્શાવેલ છે. હકીકતમાં તેઓના નામે કોઈપણ મિલ્‍કત બોલતી તેઓના કબ્‍જા ભોગટાની માલીકીની નથી અને આ તમામ મિલ્‍કત વડીલોપાર્જીત અને વારસાગત મિલ્‍કત છે જે મિલ્‍કતની જમીનમાં રાજેશભાઈ તથા દીગુભાઈએ આ જમીનનું વીલ બનાવેલ હોય અને તે ખોટુ વીલ સાચા તરીકે મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીમાં બે-બે વાર રજુ કરેલ છે અને ખોટુ વીલ બનાવેલ તેવા ધારી મામલતદારનો હુકમ થયેલ છે. અને ધારી નાયબ કલેકટરમાં ખોટુ વીલ રજુ કરતા તે ખોટુ વીલ સ્‍વીકારેલ નથી તેવો હુકમ થયેલ છે. જેથી ખોટુ વીલ બનાવનાર રાજેશભાઈ તથા દીગુભાઈ તથા વીલમાં સાક્ષી તરીકે સહી કરનાર બાબુભાઈ શાંતીભાઈ યાદવ, મુકેશભાઈ રાઘવજીભાઈ ધોરાજીયા તેમજ લાલજીભાઈ કુરજીભાઈ ઉમરેટીયા રહે. ત્રણેય દલખાણીયાતથા તપાસમાં જે ખુલે તે તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે. તેમજ ખોટા વીલના આધારે અમારી વડીલોપાર્જીત મિલ્‍કતમાં ગેરકાયદેસર રીતે રાજેશભાઈ તથા દીગુભાઈ તથા નારણભાઈએ કબજો કરેલ હોય અને અમોને દલખાણીયા આવો તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. તેમ અંતમાં જણાવેલ છે.

બાબરામાં વડલીવાળી મેલડી માતાજીનાં મંદિરે કૃપા યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ

બાબરામાં આવેલ વડલીવાળી મેલડીમાતાજીનું મંદિર સમગ્ર પંથકની આસ્‍થા સમાન મંદિર છે. અહીં મોટી સંખ્‍યામાં લોકો માતાજીનો તાવો કરવા તેમજ નિયમીત દર્શન કરવા માટે આવે છે. ત્‍યારે મંદિરની શોભા વધે અને પર્યાવરણનું કલ્‍યાણ થાય તેવા શુભ આશય સાથે અહીં મંદિરમાં સેવા કાર્ય કરતા યુવક મંડળ દ્વારા 1પ1 જેટલા વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણકરવામાં આવ્‍યું હતું. બાબરામાં નિલવડા રોડ પર આવેલ વડલીવાળી મેલડી માતાજી મંદિરના વિશાલ જગ્‍યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. જેમાં લીમડો, પીપળો, પીપર, વડલો, સહિત અન્‍ય ફળ ફુલના વૃક્ષો મળી કુલ 1પ0 જેટલા વૃક્ષનું રોપણ કરી જતન કરવાનો સંકલ્‍પ પણ આ ગૃપ દ્વારા કરવામાં આવ્‍યો હતો. માં કૃપા યુવક મંડળના પ્રમુખ જગદીશભાઈ વાવડીયાએ જણાવ્‍યું હતું કે આજે પર્યાવરણમાં ખુબજ પ્રદુષણ વધતું જાય છે. જેના કારણે લોકોને ગ્‍લોબલ વોમિંગનો સામનો કરવાની ફરજ પડી રહી છે. ઋતુચક્રનું સંતુલન ડામાડોળ બન્‍યું છે. ત્‍યારે લોકો વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરે અને પર્યાવરણની રક્ષા કરે તે અતિ આવશ્‍યક છે. જેમાં જગદીશભાઈ વાવડીયા, અશોકભાઈ સાવલિયા, વિપુલભાઈ કરકર, વિનુભાઈ કરકર, રાજુભાઈ સાવલિયા, ભાવેશભાઈ કાસોદરિયા, અરવિંદભાઈ બાવળીયા, રમેશભાઈ માકાણી સહિતનાં સભ્‍યો દ્વારા વૃક્ષારોપણ કરી જતન કરવાનો સંકલ્‍પ પણ કરવામાં આવ્‍યો હતો.

રાજુલાનો ધાતરવડી નદીનો પુલ પડવા વાંકે ઉભો છે

3પ વર્ષ પહેલા કનુભાઈ લહેરીનાં પ્રયાસોથી બનેલ
રાજુલાનો ધાતરવડી નદીનો પુલ પડવા વાંકે ઉભો છે
મહાકાય વાહનોની સતત આવન-જાવન હોવાથી ગંભીર અકસ્‍માતની શકયતાઓ
રાજુલા, તા. ર1
રાજુલાનાં હિંડોરણા ગામ પાસે ધાતરવડી નદી ઉપર આજથી લગભગ 3પ વર્ષ પહેલા કનુભાઈ લહેરીનાંપ્રયાસોથી આશરે 90 મીટર જેટલી લંબાઈમાં અને પચ્‍ચીસેક મીટર જેટલી ઉંચાઈમાં બન્‍યો હતો. તે વખતે રાજુલાથી ઉના-સોમનાથ જવા માટે આ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ એકદમ ઓછુ હતું. આજે આ પુલ પરથી આજુબાજુ સ્‍થાપેલી મહાકાય કંપનીઓમાં માલ-સામાન ભરી લઈ જવા લાવવા માટે 18 વ્‍હીકલનાં મોટા ટ્રકો, નાના ટ્રકો, ટ્રેકટરો, એસ.ટી. બસો, પ્રા.વાહનો સેંકડોની સંખ્‍યામાં આવન જાવન કરે છે. મોટા ભાગનાં વાહનો ઓવરલોડ હોય છે. પરિણામે આ પુલની હાલત દિન-પ્રતિદિન નબળી પડી રહી છે. છાશવારે અહિ આ પુલ ઉપર મોટામસ ગાબડાઓ પડતા હોય કલાકો સુધી બન્‍ને બાજુનો માર્ગ વ્‍યવહાર ઠપ્‍પ થઈ જાય છે. સેંકડોની સંખ્‍યામાં વાહનો થંભી જાય છે. વહીવટી તંત્ર ર્ેારા આ કાયમી સમસ્‍યાનું કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું માત્ર ને માત્ર ઠાગડ-ઠીંગડ કરી માર્ગનેપુનઃ કાર્યરત કરવામાં આવી   રહૃાો છે.
રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીષ ડેર અને માજી ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂએ આ પૂલ અંગે એવું કહૃાું હતું કે ભારેખમ વાહનો આ જર્જરીત ડેમ ઉપરથી રોજનાં સેંકડોની સંખ્‍યામાં લોડીંગ વાહનો પસાર થતા હોય આ પૂલ અત્‍યારનાં આ ભારે વરસાદથી એકદમ જડજડીત થઈ ગયો છે. એટલું જ નહિ બલ્‍કે આ પૂલ ગમે ત્‍યારે ધારાશાયી થાય તેવો ભય ઉભો થયો છે.
પૂર્વ અને વર્તમાનધારાસભ્‍યોએ આ ૂલ નેશનલ ઓથોરીટીના અંડરમાં આવે છે, તેમના અધિકારીઓને તથા સરકારી ઉચ્‍ચ અધિકારીઓને આ પૂલને સત્‍વરે મજબુત બનાવવા માટેની રજૂઆતો કરી છે. અંબરીષ ડેરે સરકારમાં પણ આ પૂલને અત્‍યારે નેશનલ હાઈવે 8 જે ફોરસ્‍ટ્રેક રોડમાં રૂપાંતરીત થઈ રહૃાો છે. તેમાં આ પૂલનાં કામને પ્રાધાન્‍ય આપવા માટેની ઉચ્‍ચસ્‍તરે રજૂઆતો કરી છે. આજે આ અંગે નેશનલ હાઈવે ઓથોરીટીનો સંપર્ક સાધતા તેમણે એવો જવાબ આપ્‍યો હતો કે આ બાબતે અમે કશું જ કરી ન શકીએ. રાજુલા આર એન્‍ડ બી નાં ઈજનેરનો સંપર્ક સાધતા તેમણે પણ એવો જવાબ આપ્‍યો હતો કે આ માર્ગ મારા અન્‍ડરમાં નથી આવતો, આવી ખો-ખો રમી રહેલા સરકારીતંત્રનાં પાપે જો આ પૂલ તૂટી પડશેઅને એમાં મોટી જાનહાની થશે તો કોની જવાબદારી રહેશે ?

ખાખબાઈનાં પ્રૌઢ ધાતરવડીનદીમાં તણાઈ જતાં શોધ-ખોળ શરૂ

રાજુલા, તા.ર1
રાજુલાથી ખાખબાઈ ગામે સાંજનાં સમયે ડેરીનું કામકાજ પુર્ણ કરી પરત ફરી રહેલા ભોજાભાઈ મેરૂભાઈ રાઠોડ (ઉ.વ.4પ) એ બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદથી ધાતરવડી નદીમાં આવેલા ભારે પુરમાં ફસાઈ જતા તેમને શોધવા તેમના પરિવારે તંત્રને જાણ કરતા નાયબ કલેકટર ડાભીએ જિલ્‍લામાંથી એનડીઆરએફની ટીમને બોલાવી હતી. આ ટીમે અને ખાખબાઈ ગામનાં તરવૈયાઓએ ગત દિવસે આખો દિવસ આ નદીના વ્‍હેણમાં દુર સુધી તપાસ કરી હતી. પરંતુ કશો અતોપતો આ લખાય છે. ત્‍યાં સુધીમાં મળેલ નથી. આજે રાજુલાનાં નાયબ કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખાખબાઈ ગામનાં તરવૈયાઓને સાથે લઈ નદીકાંઠે આવેલા વડ, ધારાનેસ ગામના નદી કાંઠે પાણીમાં ગરક થયેલા તે શોધવાની કામગીરી આજ સાંજ સુધી ચાલુ રાખી હતી. પરંતુ કશું મળ્‍યું નથી. તેનું આજે તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીએ જણાવ્‍યું હતું.

રોકડીયાપરામાં રહેતા યુવકે બેકારીથી કંટાળી ઝેરી ટીકડા પી કર્યો આપઘાત

અમરેલી, તા. ર1,
અમરેલી નજીક આવેલ રોકડીયાપરામાં રહેતા પ્રકાશ રમેશભાઈ નામના ર6 વર્ષીય યુવકે ગત તા.4નાં રોજ સવારે અમરેલી નજીક આવેલ કુંકાવાવ રોડ ઉપર જઈ બેકારીથી કંટાળી જઈ પોતાની મેળે અનાજમાં નાંખવાના ઝેરી ટીકડા પી જતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું તાલુકા પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્‍લામાં સોનાગ્રાફી મશીન પર ટે્રકર લગાવો : ડો. જી.જે. ગજેરા

સ્‍ત્રી ભ્રૃણ હત્‍યા અટકાવવા માટે અતિ મહત્‍વનું સૂચન
અમરેલી જિલ્‍લામાં સોનાગ્રાફી મશીન પર ટે્રકર લગાવો : ડો. જી.જે. ગજેરા
આરોગ્‍ય કમિશનરને જનહિતમાં રજુઆત કરી
અમરેલી, તા.ર1
અમરેલીનાં જાણીતા તબીબ જી.જે. ગજેરાએ આરોગ્‍ય કમિશ્‍નરને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, સમગ્ર ભારતમાં ોબ્‍ભ્‍િ ઢ ાભ્‍?બ્‍ભ્‍િ જન્‍મદરનો તફાવત ગુજરાતમાં સૌથી વધુ છે જેનું કારણ બીનકાયદેસર સોનોગ્રાફી અને સ્‍ત્રીભ્રૃણ હત્‍યા છે. આનો રોકવાનો સૌથી સારો ઉપાય દરેક સોનોગ્રાફી મશીન ઉપર ટ્રેકર નામનું એક સાધન આવે છે. જે લગાડવાથી સોનોગ્રાફી મશીન કયારે ખુલે છે. અને કયારે બંધ થાય છે. તેનો રેકોર્ડ હાર્ડડીસ્‍કમાં થઈ જાય અને સાથે-સાથે આરોગ્‍ય અધિકારીની ઓફીસમાં પણ હભ્‍દ્યત્‍ચ્‍બ્‍થ્‍િ નોંધાઈ જાય છે. ખાસ કરીને જે તે સેન્‍ટરમાં આર્યુવૈદિક કે હોમીયોપેથીક ડોકટરો હોસ્‍પિટલ ખોલીને બેઠા છે. અને ત્‍યાં સ્‍ત્રીરોગ નિષ્‍ણાંત ડોકટરો અઠવાડીયે એક કે બે વખત વિઝીટીંગ તરીકે જતા હોયત્‍યાં આ સાધન ખૂબ જ ઉપયોગી થાય તેમ છે. કારણ કે વિઝીટીંગ ડોકટરનાં સમય બાદ આખુ અઠવાડીયું આ હોમીયોપેથીક કે આર્યુવૈદિક ડોકટરો સોનોગ્રાફીનો બિનકાયદેસર ઉપયોગ કરીને સ્‍ત્રીભૃ્રણ હત્‍યા કરતા હોય છે. જો સમગ્ર રાજયમાં આ ટ્રેકર સાધન લગાવવામાં આવે તો કયાં કયાં ગેરકાયદેસર સોનોગ્રાફી થાય છે. તેનો તંત્રને ખ્‍યાલ આવશે. અને એ માટે પગલા પણ લઈ શકાશે.
રાજસ્‍થાનમાં સમગ્ર રાજયમાં આ ટ્રેકર મશીન ફરજીયાત લગાડવામાં આવેલ છે. અને તેનાં ખુબ જ સારા પરિણામ મળેલ છે. ગુજરાતમાં પણ આ સાધન લગાવવાનું ફરજીયાત કરવામાં આવે અને આ રીતે ોબ્‍ભ્‍િ ઢ ાભ્‍?બ્‍ભ્‍િ જન્‍મદરનો તફાવત ઘટાડી શકાય તેમ અંતમાં જણાવેલ છે.

અમરેલી જિલ્‍લામાં રાજય સરકાર રૂપિયા પ00 કરોડ ફાળવે

ભારે વરસાદથી અનેક માર્ગો અને પુલો બિસ્‍માર બની ગયા હોય
અમરેલી જિલ્‍લામાં રાજય સરકાર રૂપિયા પ00 કરોડ ફાળવે
ગરીબો, શ્રમજીવીઓ અને ખેડૂતોને પણ વ્‍યાપક નુકશાન થતાં ચિંતાનો માહોલ ઉભો થયો
અમરેલી, તા. ર1
અમરેલી જિલ્‍લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદથી સેંકડો માર્ગો અને પુલો બિસ્‍માર બની જતાં વાહન વ્‍યવહારને ગંભીર અસર પહોંચી છે. તો ગરીબો, શ્રમજીવીઓ અને ખેડૂતો પણ મુશ્‍કેલીમાં મુકાય હોય રાજય સરકાર તાત્‍કાલીક રૂપિયા પ00 કરોડની આર્થિક મદદ કરે તેવી માંગ જિલ્‍લાભરમાંથી ઉભી થવા પામી છે.
રાજુલા-જાફરબાદ- ખાંભા અને સાવરકુંડલા પંથકમાં વધારે નુકશાની થઈ છે. અનેક માર્ગો અને પુલ બિસ્‍માર બની જતાં સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બની ગયું છે. ગરીબો અને શ્રમજીવીઓનાં મકાનો પડી ગયા છે અને તેઓ બેરોજગાર બની ગયા છે. તો ખેતરોમાં પાણી ભરાતા બિયારણ બળી જતાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.
અમરેલી જિલ્‍લાનાં તમામ ધારાસભ્‍યો અને સાંસદ તેમજ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી સાથે ફોટો સેશન કરવાની આદત ધરાવતાંસત્તાધારી પક્ષનાં આગેવાનોએ મુખ્‍યમંત્રી સમક્ષ જિલ્‍લા માટે રૂપિયા પ00 કરોડની માંગ કરવી જોઈએ.
અતિવૃષ્‍ટિનો ભોગ બનેલ પરિવારો કે વિસ્‍તારની મુલાકાત લઈને ગરીબો અને ખેડૂતોનાં હામી હોવાનો ઢોંગ કરવાને બદલે જરૂરી મદદ આપવામાં આવે તેવી માંગ ઉભી      થઈ છે.

મોટા જીંજુડા ગામની પરિણીતા ઉપર સરપંચ અને પોલીસ કર્મીની મદદથી દુષ્‍કર્મ

સાવરકુંડલા, રાજુલા, ખાખબાઈ, મજાદર અને અમરેલીમાં દુષ્‍કર્મ ગુજાર્યો
અમરેલી, તા.ર1
સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે રહેતી એક પરિણીતા ઉપર આશરે આજથી અઢી માસ દરમિયાન સાવરકુંડલા ગામે રહેતો હિતેશ વિનયચંદ્ર રાઠોડ નામનો શખ્‍સ લલચાવી ફોસલાવી તથા લાગણીના સંબંધો બાંધી વારંવાર સાવરકુંડલા, રાજુલા, ખાખબાઈ, મજાદર અને અમરેલીમાં અલગ અલગ સ્‍થળોએ લઈ જઈ લલચાવી ફોસલાવી તેમજ ભોગ બનનાર પરિણીતાની દીકરીનું જીવનું જોખમ ઉભુ કરી ધમકી આપી તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ ગુજારી તરછોડી દઈ, જાનથી મારી નાખવાની ધમકી તથા બદનામ કરવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં ધવલ રાઠોડ રહે. સાવરકુંડલા (હાલ અમરેલી), ચીકુ ઉર્ફે રણવીર બોરીસાગર (સાવરકુંડલા), રસીક બાબરીયા (રહે. ખાખબાઈ), હિતેશ જીવાભાઈ બાબરીયા (ખાખબાઈ), નાથાભાઈ સરપંચ (રહે. ખાખબાઈ), રાણીબેન રાજાભાઈ (મજાદર), કમીબેન (રહે.અમરેલી) તથા અમરેલી પોલીસમાં નોકરી કરતા રમેશ વાળાએ મદદગારી કર્યાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાવ્‍યું છે. આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પી.એસ.આઈ. ખીમસુરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

આંબરડી નજીક પશુપાલક યુવક પર સિંહોએ કર્યો હુમલો

અમરેલી, તા.ર1
સાવરકુંડલા નજીક આવેલ નવી આંબરડીના દીપડવાવ ધારે બકરા ચરાવતા પશુપાલક યુવક પર 3 સિંહોએ હુમલો કરતા ઈજાગ્રસ્‍ત યુવકને સારવાર અર્થે સાવરકુંડલા ખસેડવામાં આવેલછે.
બનાવની જાણ થતાં ગામના સરપંચ બાબુભાઈ અને ઉપસરપંચ ઈજાગ્રસ્‍ત યુવક ભાવેશ હમીરભાઈ ઝાંપડાની મદદમાં આવ્‍યા હતા. 3 સિંહ નજીકમાં અન્‍ય 4 સિંહ દૂર હતા. 3 ઘેટાનો શિકાર કરવામાં આવ્‍યો હતો.

“અમરેલી એકસપ્રેસ’ દૈનિકનાં અહેવાલ બાદ તંત્ર સક્રીય બન્‍યું અંતે અમરેલીનાં બિસ્‍માર માર્ગોની મરામત શરૂ

“અમરેલી એકસપ્રેસ’ દૈનિકનાં અહેવાલ બાદ તંત્ર સક્રીય બન્‍યું
અંતે અમરેલીનાં બિસ્‍માર માર્ગોની મરામત શરૂ
છેલ્‍લા 4 દિવસથી લોકપ્રિય દૈનિકે વહીવટીતંત્રને ચીંટીયા ભરવાનું શરૂ રાખતાં જનહિતમાં કામ શરૂ
અમરેલી, તા. ર1
અમરેલી શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદથી અનેક માર્ગો બિસ્‍માર બની જતાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ચુકયા હતા. શહેરનાં હાર્દસમા કપોળી બોર્ડિંગથી લઈને ગાંધીબાગ થઈને ચિતલ અને વરસડા તરફ જતાં માર્ગો બિસ્‍માર બની જતાં ભારે પરેશાની ઉભી થઈ હતી.
દરમિયાનમાં “અમરેલી એકસપ્રેસ” દૈનિકે સતત 4 દિવસ સુધી અહેવાલ પ્રસિઘ્‍ધ કરીને કુંભકર્ણની નિંદ્રામાં રહેલા વહીવટીતંત્રને ઢંઢોળતાં આખરે આજે માર્ગની મરામત કરવાની શાસકોને ફરજ પડી હતી.
શહેરનાં રાજકીય આગેવાનો વિકાસકાર્યો કરવામાં વ્‍યસ્‍ત હોવાથી જનહિતની કામગીરી મીડિયા જગતને કરવી પડી હતી. મહત્‍વનાં બન્‍ને માર્ગોને લઈને ધારાસભ્‍ય કે સાંસદે કોઈ કાર્યવાહી કરી ન હોય શહેરીજનોમાં આશ્ચર્ય ઉભું થયું છે.

અમરેલી જિલ્‍લામાં વાવડી રોડ ખાતે પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ

અમરેલી, તા.ર1
અમરેલી જિલ્‍લામાં પાટીદાર શહીદ યાત્રાનો વાવડી રોડ ખાતેથી પ્રવેશ થઈ કુંકાવાવ-મોટા આંકડીયા, અમરેલી, મતિરાળા વગેરે ગામોમાં દબદબા ભેર ફરી હતી અને ચાલુ વરસાદમાં પણ લોકોએ ઠેર-ઠેર બહોળી સંખ્‍યામાં હાજર રહી આવકાર આપ્‍યો હતો.
આ શહીદ યાત્રાનો મુખ્‍ય હેતુ 14-14 શહીદોને ન્‍યાય મળે. પાટીદારો ઉપર થયેલા કેસો પાછા ખેંચવા તથા પાટીદાર અનામત જેવા વિવિધ પ્રશ્‍નોને લઈ ગત તા.ર4/6/18 ના રોજ ઉંઝ)થી પ્રારંભ કરી સમગ્ર રાજયમાં ફરી લોકો જાગૃતિ કરી તા.ર9/7/18 ના રોજ પાટીદારોના આસ્‍થાના પ્રતિક ખોડલધામ, કાગવડ ખાતે પુર્ણાહુતી થશે આ શહીદ યાત્રામાં દિલીપ સાબવા, પારસ સોજીત્રા, ભુપત સાવલિયા વગેરે જોડાયેલહતા.

અમરેલી શહેરમાં વધુ દોઢ ઈંચ વરસાદથી કાદવ-કીચડનું સામ્રાન્નય

ભૈ વાહ : અમરેલી શહેરમાં વધુ દોઢ ઈંચ વરસાદથી કાદવ-કીચડનું સામ્રાન્નય
અમરેલી, તા.ર1
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં બે દીવસ સુધી વરાપ નીકળ્‍યા બાદ વધુ એક વખત શુભ શનિવારનું મુર્હુત સાચવવા મેઘાએ આજે સવારથી જ મંડાણ કર્યા છે. ત્‍યારે સાવરે 7 વાગ્‍યાથી રાત્રિનાં 8 વાગ્‍યે સુધીમાં દોઢ ઈંચ અમરેલી, બાબરામાં દોઢ ઈંચ ધોધમાર પડી ગયો છે. જેને લઈ શહેરનામાર્ગો ઉપર પાણી ફરી વળ્‍યા છે. જયારે અન્‍ય તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ એક ઈંચ વરસાદી પડયો હતો.
અમરેલીમાં છેલ્‍લ બે દિવસથી સંપુર્ણ વરાપ નીકળ્‍યો હતો જેને લઈ તમામ માર્ગો કોરા થયા હતા. અને જગતાત પણ ખેતી કામે લાગી જવા પામેલ હતો. ત્‍યારે આજે સવારે છેલ્‍લા ચાર શનિવારની જેમ અમરેલીમાં આજે મેઘાએ મુકામ        કર્યો છે.
અમરેલી શહેરના તમામ માર્ગોની હાલત અતી બિસ્‍માર છે. વાહન ચાલકો – વાહન કયાં ચલાવે તે મોટો પ્રશ્‍ન છે. ત્‍યારે આ શહેરનાં માર્ગો ઉપર ફરી પાણી ભરાયા છે. સાથો-સાથ નીચાણવાળા વિસ્‍તારોમાં પણ પાણી ભરાયા છે.
અમરેલી શહેરમાં વરસાદી પાણી અને ગટરનાં પાણીના નીકાલની કોઈ વ્‍યવસ્‍થા પણ ના હોય અનેક સોસાયટીના સાર્વજનીક પ્‍લોટ અને ખુલ્‍લા પ્‍લોટમાં પણ પાણી ભરાયા છે. જો કે વરસાદની ગતિ ખુબ ધીમી હોય કોઈ નુકશાનના સમાચાર મળ્‍યા નથી.
અમરેલી જિલ્‍લામાં આજે સવારે સાતથી રાત્રીના 8 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 3ર મીમી, બાબરા – 3ર મીમી, બગસરામાં પ મીમી, ધારી- 3 મીમી, જાફરાબાદ-3 મીમી, ખાંભા – 6 મીમી, લાઠી-18મીમી, લીલીયા -14 મીમી, રાજુલા-પ મીમી, અને વડીયામાં – ર6 મીમી, વરસાદ નોંધાયો છે. હજુ પણ આકાશ ગોરંભાયેલું હોય અને વાતાવરણમાં પણ ભારે બફારો હોય વધુ વરસાદની શકયતા નકારીશકાતી નથી.

અમરેલીની સેવાભાવી સંસ્‍થા સંવેદન ગૃપ ર્ેારા 4પમું ચક્ષુદાન લેવાયું

અમરેલી,તા. ર1
નેત્રદાન માટે સંકલ્‍પબઘ્‍ધ એવાં સંવેદન ગૃપ ર્ેારા અમરેલીનાં ચિતલ રોડે શિવમ્‌ બંગલોઝમાં વસતા હિરેનભાઈ વિઠલાણીનાં પિતાજી ભવાનજીભાઈ પ્રભુદાસભાઈ વિઠલાણી (ઉ.વ. 8પ)નું તા. 17 જુલાઈ મંગળવારનાં રોજ અવસાન થતાં હિરેનભાઈએ આશિષભાઈ ગણાત્રા તથા બી.એમ. જોષીનાં માઘ્‍યમથી સંવેદનગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીનો સંપર્ક કર્યો હતો અને ચક્ષુદાનની ઈચ્‍છા વ્‍યકત કરી હતી. સદગતની તંદુરસ્‍ત આંખોનું દાન સ્‍વીકારવા માટે સંવેદન ગૃપનાં દિલીપ રંગપરા સાથે ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચનાં સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસ તથા ધર્મેશ કારેલિયાએ સેવા આપી હતી. તેમ ગૃપનાં મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.

અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાં દારૂની રેલમછેલ કરનાર શખ્‍સ ઝડપાયો

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચનાથી ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો
અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાં દારૂની રેલમછેલ કરનાર શખ્‍સ ઝડપાયો
અમરેલીનાં સામાન્‍ય પરિવારમાં જન્‍મીને છેલ્‍લા રપ વર્ષથી દારૂનું નેટવર્ક ઉભું કરનાર યોગેશ ખેર સુરતથી ઝડપાયો
અમરેલી, તા. ર1
જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં. 49/ર017, પ્રોહિ કલમ 66 બી, 6પ એ, ઇ, 116 બી વિ. મુજબના ગુન્‍હાલના કામે પ્રોહીબુટલેગર યોગેશ બટુક ખેર, રહે. અમરેલી, ગંગાવિહાર સોસાયટી વાળાને પકડવાનો બાકી હોય જે આધારે હકીકત મેળવતાં અમરેલી જીલ્લાના આ ટોપ લીસ્‍ટેડ પ્રોહી બુટલેગર યોગેશ બટુક ખેરને સને ર01પ માં પાસા      તળે અટકાયત કરી જીલ્લા જેલ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ હતો. અને પાસામાંથી જેલમાંથી છુટયા બાદ પણ યોગેશ બટુક ખેર, રહે. અમરેલી વાળાએ પોતાની પ્રોહિબીશનની પ્રવૃતિ બંધ કરેલ નહીં અને માત્રઅમરેલી જીલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં મોટા પાયે ઇંગ્‍લીશ દારૂ સપ્‍લાય કરવાની અસામાજીક પ્રવૃતિ સતત ચાલુ રાખેલ હતી. સને ર017 માં જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્‍થાના સપ્‍લાયર તરીકે પણ યોગેશ બટુક ખેરનું નામ ખુલવા પામેલ હોય, આ ગુન્‍હામાં પોતાનું નામ ખુલેલ હોવા છતાં યોગેશ છેલ્લા બે વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.
યોગેશ બટુક ખેર હાલ સુરત હોવાની ચોક્કસ બાતમી મળતાં અમરેલી એલ.સી.બી. ટીમે સુરત મુકામેથી યોગેશ બટુકભાઇ ખેરને પકડી પાડેલ. પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં તે અમરેલી જીલ્લાના જાફરાબાદ મરીન પો.સ્‍ટે. ઉપરાંત અન્‍ય જીલ્લાઓઓના પ્રોહિબીશનના ગુન્‍હાાઓમાં પણ વોન્‍ટેડ હોવાનું ખુલવા પામેલ.
આમ, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં યુવાધનને નશાના ગેરમાર્ગે દોરવા અલગ અલગ જીલ્લાઓમાં મોટા પાયે ઇંગ્‍લીશ દારૂના સપ્‍લાયર યોગેશ બટુક ખેર, રહે. મુળ અમરેલી, હાલ સુરત    વાળાને પકડી પાડવામાં                  અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.
આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ. સી.જે.ગોસ્‍વામી, પો.સ.ઇ. એ.વી. સરવૈયા તથા એલ.સી.બી. સ્‍ટાફનાં ભરતબાપુ ગૌસ્‍વામી, કે.સી. રેવર,અજયભાઇ સોલંકી, હિંગરાજસિંહ ગોહિલ, મયુરભાઇ ગોહિલ, સંજયભાઇ મકવાણા, જાવેદભાઇ ચૌહાણ, જીતુભાઇ મકવાણા, મહેશભાઇ મહેરા, હરેશભાઇ બાયલ, દીપકભાઇ વાળા, અજયસિંહ ગોહિલ, રાઘવેન્‍દ્રભાઇ ધાધલ, ભાવિનગીરી ગૌસ્‍વામી વિગેરેએ કરેલ છે.

લ્‍યો બોલો : બગસરા શહેરની મઘ્‍યમાંથી પસાર થતાં સ્‍ટેટ હાઈ-વેમાં મસમોટા ગાબડાઓ

બગસરા, તા. ર1
બગસરાની મઘ્‍યમાંથી પસાર થતા સ્‍ટેટ હાઈવે અતી બિસ્‍માર બની ગયો છે. ઠેર ઠેર મસ મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં પાણી ભરાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમ છતાં નિંભર તંત્ર ર્ેારા મરામતની કોઈ કાર્યવાહી ન થતા લોક રોષ ભભુકી ઉઠયો છે.
વિગત અનુસાર બગસરાનાં પી.ડબલ્‍યુ.ડી.હસ્‍તકનો કુંકાવાવ નાકાથી પોલીસ સ્‍ટેશન સુધીનો માર્ગ અતિ બિસ્‍માર બની જતા આજની એક વર્ષ પૂર્વે શહેરનીસામાજીક સંસ્‍થાઓ ર્ેારા રોડનાં નવીનીકરણની માંગણી સાથે આંદોલન ચલાવેલ. જે અનુસંધાને કુંકાવાવ નાકાથી મામલતદાર કચેરી સુધીનાં રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરેલ. જયારે મામલતદાર કચેરીથી પોલીસ સ્‍ટેશન સુધીનાં રોડનું કામ છેલ્‍લા એક વર્ષથી નિત નવા બહાના હેઠળ હાથ ધરવામાં આવેલ નથી.

22-07-2018