Main Menu

Saturday, July 21st, 2018

 

માર્ગ-મકાન વિભાગ રોડની મરામત નહી કરેતો આંદોલન પાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખનું નિવેદન

અમરેલીનાં ચિત્તલ રોડ અને વરસડા રોડની જવાબદારી માર્ગ-મકાન વિભાગની છે
માર્ગ-મકાન વિભાગ રોડની મરામત નહી કરેતો આંદોલન
પાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખનું નિવેદન
અમરેલી, તા. ર0
અમરેલી શહેરી વિસ્‍તારમાંથી પસાર થતાં ચિતલ રોડ અને લાઠી રોડ શહેરમાં ભારે વરસાદને કારણે ડેમેજ થયેલ છે. હાલ આ સ્‍ટેટ હાઈ-વે પરથી ટુ વ્‍હીલ કે ફોર વ્‍હીલ કે હેવી વાહનો ચાલી ન શકે તેવી પરિસ્‍થિતિનાં નિર્માણ છેલ્‍લાં 6 થી 7 દિવસથી થયેલ છે. આ સ્‍ટેટ હાઈ-વે (રાજમાર્ગો) માર્ગ અને મકાન વિભાગ (રાજય) હસ્‍તકનાં હોય, તાત્‍કાલીક ધોરણે રીપેરીંગ કરી મરામત કરવાની માંગણી જયંતિભાઈ રાણવા તથા શકિલબાપુ સૈયદે કરેલ છે અને આ રસ્‍તાઓ અમરેલી નગરપાલિકાએ સંભાળેલ છે તેવી અફવાઓ પર ઘ્‍યાન નહીં દેવા લોકોને આહવાહન કરવામાં આવે છે.
આ રસ્‍તાઓ અમરેલી નગરપાલિકાએ સંભાળેલ નથી કે ભવિષ્‍યમાં સંભાળવા તૈયાર પણ નથી. આથી આ પ્રકારની અફવાઓને ઘ્‍યાને નહીં લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. ઉપરોકત બન્‍ને રસ્‍તાઓ દિન-3 માં યુઘ્‍ધનાં ધોરણે માર્ગ અને મકાન વિભાગ (રાજય) તરફથી રીપેરીંગ-મરામત નહીં કરવામાં આવે, તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની પ્રમુખ જયંતિભાઈ રાણવા તથા ઉપપ્રમુખ શકિલબાપુ સૈયદે ચિમકી ઉચ્‍ચારેલ છે.

અમરેલી પાલિકાનું તાલુકા શાળામાં સ્‍થળાંતર કરાયું

ગાંધીબાગ ફરવા માટે મુકત કરાયો
અમરેલી પાલિકાનું તાલુકા શાળામાં સ્‍થળાંતર કરાયું
નવી કચેરનૃં બિલ્‍ડીંગ બને ત્‍યાં સુધી કાર્યરત રહેશે
અમરેલી, તા. ર0
અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરની યાદીમાં જણાવ્‍યા અનુસાર અમરેલી નગરપાલિકા કચેરી કામમાં જે ગાંધી બાગ, ચિતલ રોડ ઉપર કાર્યરત હતી તે કચેરીનું સ્‍થળાંતર કરીને અમરેલી નગરપાલિકા તાલુકા કુમાર શાળા બિલ્‍ડીંગ, ગીરધરભાઈ સંગ્રહાલય સામે, જિલ્‍લા લાયબ્રેરી પાસે, અમરેલી મુજબના સ્‍થળે અમરેલીનગરપાલિકાની તમામ શાખાઓ કાર્યરત કરવામાં આવેલ છે. રૂક્ષ્મણીબેન બાલમંદિરમાં કાર્યરત આરોગ્‍ય શાખા તેમજ વેરા શાખા પણ આજ બિલ્‍ડીંગમાં કાર્યરત કરવામાં આવેલ હોય નગરજનોએ નગરપાલિકાના કામ સબબ હવેથી ઉપરોકત દર્શાવેલ સરનામે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

અમરેલી લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ ર્ેારા આગામી દિવસોમાં તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાશે

અમરેલી, તા. ર0
લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ-અમરેલી ર્ેારા સ્‍થાપનાકાળથી જ લેઉવા પટેલ સમાજનાં વિદ્યાર્થીઓનો સત્‍કાર સમારોહનું સફળ આયોજન કરવામાં આવે છે ત્‍યારે ચાલુ સાલે, પ્રમુખ તરીકેનાં ચાર્જ સંભાળતાની સાથે જ સતત બે વર્ષથી લેઉવા પટેલ સમાજનાં બે-બે સમુહ લગ્નોત્‍સવ, સરદાર પટેલ જયંતિ ઉજવણી કરી ચુકેલ ડી. કે. રૈયાણીના માર્ગદર્શન હેઠળ આગામી સપ્‍ટેમ્‍બર-ર018 ના પ્રથમ સપ્‍તાહમાં તેજસ્‍વી વિદ્યાર્થી સત્‍કાર સમારોહનું અદ્યભૂત તથા અવિસ્‍મરણીય આયોજન કરવામાં આવ્‍યું છે.
અમરેલી નગર તથા જિલ્‍લાભરના સંગઠનમાં આગવી ઓળખ ધરાવતા તથા સૌને સાથે રાખી ચાલનારા સરળ સ્‍વભાવના લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ,ઔદ્યોગિક રત્‍ન, એવા ડી. કે. રૈયાણીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનાર જિલ્‍લાનો સૌથી મોટો બારમાં તેજસ્‍વી વિદ્યાર્થી સત્‍કાર સમારોહને સફળ બનાવવા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ- અમરેલીનાં વર્તમાન અને પૂર્વ તમામ પદાધિકારીઓ, સમિતિ તથા કારોબારી સભ્‍યો ર્ેારા તડામાર તૈયારી કરી આખરી ઓપ આપી રહૃાા છે. આ અંગે સમાજનાં પ્રમુખ ડી. કે. રૈયાણીએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે મને બે-બે સમુહ લગ્નોત્‍સવ તથા બે-બે તેજસ્‍વી તારલા સત્‍કાર સમારોહનું આયોજન કરીને સમાજને એક તાંતણે બાંધવાની તક મળી છે ત્‍યારે ચાલુ સાલે ગુજરાતભરનાં લેઉવા પટેલ સમાજનાં રાજસ્‍વી, ઔદ્યોગિક રત્‍નો, સિઘ્‍ધિ પ્રાપ્‍ત મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં લેઉવા પટેલ સમાજનાં ધો.1 થી અનુસ્‍નાતક સુધીનાં 1000 (એક હજાર) કરતા પણ વધારે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિઘ્‍ધીઓને આવકારી સત્‍કારવામાં આવશે જેની સંપૂર્ણ સફળતા માટે મારા સાથી એવા તમામ પૂર્વ અને વર્તમાન પદાધિકારીઓ પોતપોતાની ફરજ સમગ્ર સમાજનાં ગૌરવરૂપ કાર્યક્રમને અવિસ્‍મરણીય બનાવશે.

જાફરાબાદમાં સમસ્‍ત ખારવા સમાજ ર્ેારા સમૂહ લગ્નોત્‍સવ યોજાયો

જાફરાબાદ શહેરમાં સમસ્‍ત ખારવા સમાજ ર્ેારા યોજવામાં આવેલ ર3માં સમુહ લગ્નમાં કુલ 1ર0 વર-કન્‍યાઓએ મંગલફેરા કામનાથ મહાદેવનાં પટાગંગણમાં ફરી પ્રભુતામાં પગલા માંડી પોતાના વૈવાહિક જીવનની શરૂઆત કરેલ. આ સમૂહ લગ્નમાં ગુજરાત રાજયનાં તો અમરેલી જીલ્‍લાનાં ખૂણે-ખૂણેથી વેપારીઓ ધંધાઅર્થે વેપાર કરવા આવે છે. તો દુર દુરની ડિ.જે.નાં તાલે પ્રજાજનો જુમી ઉઠયા હતા. આ સમુહ લગ્નનો વર-ઘોડો કામનાથ મંદિરે થઈ રાજદિપ ચોક, નવી બજાર, મેઈન બજાર, બંદર ચોક થઈને ફરી કામનાથ મહાદેવનાં મંદિરે પહોંચેલ આ 1ર ઘોડામાં જનમેદની ઉમટી પડી હતી. જેમાં વરરાજાઓ અલગ-અલગ પહેરવેશમાં તો કોઈએ ગુલાબના હાર, બદામ-કાજુનાં તો અલગ-અલગ તલવારો, શણગારેલી છત્રીઓ જોવા મળેલ. દિકરીઓને કરિયાવર તેમજ ઈનામોની કરિયાવર રૂપી જાહેરાતો પણ કરવામાં આવી હતી. જેમાં જાફરાબાદ-રાજુલાના ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર, મંત્રી અમરેલી જીલ્‍લા ભાજપ ચેતનભાઈ શિયાળ, તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા, પ્રવિણભાઈ બારૈયા, જયેશભાઈ ઠાકોર, સિદુભાઈ થૈયમ, મજીદભાઈ રાઠોડ, ઘોરી, બોટ એસો. પ્રમુખ માલાભાઈ કાનાભાઈ વંશ, રાજેશભાઈ છનાભાઈ, છનાભઈ બારૈયા, મંગાભાઈ બારૈયા, શંકરભાઈ, ભગાભાઈ,તુલશીભાઈ, અજયભાઈ, વિષ્‍ણુભાઈ, અશ્‍વિનભાઈ તેમજ મોટી સંખ્‍યામાં પુરૂષો, સ્‍ત્રીઓ, બાળકો તેમજ આ તમામ સમૂહ લગ્નની શરૂઆત પ્રથમવાર કરનાર ખારવા સમાજનાં પટેલ નારણભાઈ કલ્‍યાણભાઈ બાંભણિયા તેમજ નરેશભાઈ રાજાભાઈ બારૈયા હસ્‍તક જ આ ભવ્‍ય ર3માં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં જાફરાબાદનાં પી.આઈ. ચિનુરા તેમજ તેમની ટીમ ર્ેારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત 1ર0 જવાનો, ર0 લેડિઝ પોલીસ અને 10 પી.એસ.આઈ. હાજર રહેલ.

તસ્‍કરોનાં ધાર્મિક સ્‍થાન નજીક આંટાફેરા

અમરેલીમાંથી મંદિર નજીકથી બાઈકની ઉઠાંતરી થતાં ફરિયાદ
અમરેલી, તા. ર0
અમરેલીનાં લાઠી રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્ક-1માં રહેતાં હાર્દિકભાઈ જગદિશભાઈ મહેતાનાં મમ્‍મી તથા બહેન ગત તા.10 નાં રોજ સાંજનાં સમયે લીલીયા રોડ ઉપર આવેલ દાદા ભગવાનનાં મંદિરે દર્શન કરવા ગયા હતા ત્‍યારે બહાર પાર્ક કરેલ મોટર સાયકલ નંબર જી.જે. 19 કયુ ર8ર9 કિંમત રૂા.1પ હજારનું કોઈ તસ્‍કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

નીલવડા રોડ ઉપર ખેતરમાં પાળો બાંધવાની ના પાડતા ખેડૂતને માર માર્યો

અમરેલી, તા. ર0
બાબરાનાં અમરાપરા ગામે રહેતાં ભરતભાઈ સનાભાઈ સાંથલપરાએ ફારમથી રાખેલ જમીનમાં પાણી ભરવાથી ખેતીના પાકને નુકશાન કરવાના ઈરાદે પાળો બાંધેલ હોય જે પાળો બાંધવાની ના પાડતાં સામાવાળા બાલાભાઈ મનજીભાઈ મકાણા, મહેશ બાલાભાઈ તથા પ્રતિકબાલાભાઈ મકવાણાએ ઉશ્‍કેરાઈ જઈ પથ્‍થર તથા લાકડી વડે મુંઢમાર મારી, ગાળો આપી, ધમકી આપ્‍યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.

સાવરકુંડલામાં કારમાં ચિત્ર વાળી ફીલ્‍મ લગાવવા જતાં યુવકને માર પડયો

ફીલ્‍મ લગાવવા જતાં પ્‍લાસ્‍ટર લગાવી દીધું
સાવરકુંડલામાં કારમાં ચિત્ર વાળી ફીલ્‍મ લગાવવા જતાં યુવકને માર પડયો
અમરેલી, તા. ર0
સાવરકુંડલા તાલુકાનાં અભરામપરા ગામે રહેતાં મેહુલભાઈ સુરાભાઈ મુંઘવા નામનાં રપ વર્ષિય યુવક ગઈકાલે સાંજે સાવરકુંડલા ગામે લક્કી આર્ટ દુકાન ધરાવતાં ઈમરાન પાસે જતાં અને બોલેરોમાં ચિત્રવાળી ફીલ્‍મ લગાવવાનુંકહેતાં, ચાલુ વરસાદ હોય, તેથી ના પાડી ઉશ્‍કેરાઈ જઈ, ગાળો આપી ધોકા વડે માર મારી હાથમાં ફેકચર કરી દીધાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાઈ છે.

અડતાળા ગામે મોટર સાયકલ ધીમે ચલાવવાનું કહેતા માર પડયો

અમરેલી, તા. ર0,
લાઠી તાલુકાનાં અડતાળા ગામે રહેતાં અને માલઢોર ચરાવવાનો વ્‍યવસાય કરતાં બાબુભાઈ વિહાભાઈ રાતડીયા ગતા તા. 14નાં રોજ બપોરે અવેડે માલઢોરને પાણી પીવરાવી ઘરે જતાં હતા ત્‍યારે તેજ ગામે રહેતાં દિલુભાઈ બાવલાભાઈવેગડ પોતાના હવાલાવાળા મોટર સાયકલ લઈને નીકળતા તેણે મોટર સાયકલ ગાયને અડાડી દેતા આ પશુપાલકે મોટર સાયકલ ચાલકને ધીમે ચલાવવાનું કહેતા સામાવાળાએ ઉશકેરાઈ જઈ લોખંડનાં પાઈપ વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.

અમરેલી જિલ્‍લામાં પરિણીતાઓ પર સાસરીયાઓનો સતત ત્રાસ

અમરેલી, તા. ર0
લીલીયા તાલુકાનાં ભેંસવડી ગામે રહેતી પુષ્‍પાબેન સંજયભાઈ પરમાર નામની પરિણીતાને તેનાં પતિ સંજય વાસુરભાઈ પરમાર નામનાં શખ્‍સે અવારનવાર મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપી મુંઢમાર મારી હેરાન-પરેશાન કરતાં લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જયારે રાજુલાનાં ડોળીના પટ્ટમાં રહેતાં ભારતીબેન મંગળભાઈ શીયાળ નામની પરિણીતાને તેણીનાં પતિ મંગળભાઈ દુદાભાઈ શિયાળ તથા રયાબેન ભાણાભાઈ શિયાળ શારીરિક, માનસિક ત્રાસ આપી,જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં મહત્‍વનાં ર માર્ગોધણીધોરી વગરનાં

પાલિકા અને માર્ગ-મકાન વિભાગ વચ્‍ચે ટકરાવથી
અમરેલીનાં મહત્‍વનાં ર માર્ગોધણીધોરી વગરનાં
કલેકટરે મઘ્‍યસ્‍થી કરીને બન્‍ને માર્ગને લઈને ચાલતો વિવાદ પુર્ણ કરાવવો જોઈએ
અમરેલી, તા. ર0
અમરેલી શહેરમાં નેતૃત્‍વનો અભાવ હોવાથી સરકારી વિભાગો વચ્‍ચે ચાલતા વિવાદથી શહેરીજનો પરેશાન થઈ રહૃાા છે.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલી શહેરનાં હાર્દસમા ગણાતાં ચિતલ રોડ અને વરસડા રોડની હાલત તાજેતરમાં પડેલ વરસાદથી અતિ બિસ્‍માર બની ગઈ છે અને માર્ગની મરામત પાલિકા કે માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા કરવામાં આવતી નથી.
આ અંગે માર્ગ-મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર રાઠોડે ભભઅમરેલી એકસપ્રેસભભ સાથેની વાતચીતમાં જણાવ્‍યું કે, રાજય સરકારની સુચના મુજબ બાયપાસ માર્ગ બની ગયા બાદ શહેરનાં માર્ગોની જવાબદારી પાલિકાને ર મહિના પહેલા સોંપી દેવામાં આવી છે.
વધુમાં જણાવેલ છે કે, ભુગર્ભ ગટરની કામગીરી બાદ એજન્‍સીએ નાણા જમા કરાવ્‍યા નથી અને તેના કારણે જ માર્ગની હાલત કફોડી બની છે. બન્‍ને માર્ગની મરામતની જવાબદારી પાલિકાની છે. પરંતુ પાલિકાનાં શાસકો માર્ગની જવાબદારી સ્‍વીકારતાં નથી. જો કે તેઓએ અંતમાં માર્ગની સમસ્‍યા ટૂંક સમયમાં દુર કરવાની ખાત્રી આપી હતી.
હવે પાલિકાનાં શાસકો માર્ગની જવાબદારી સંભાળતાં ન હોવાથી હાલ આ બન્‍ને માર્ગ ધણીધોરી વગરનાં બન્‍યા હોય કલેકટરે મઘ્‍યસ્‍થી કરીનેકોઈ વ્‍યવહારૂ ઉકેલ શોધીને બન્‍ને માર્ગની મરામત કરાવવાનો આદેશ આપવો જોઈએ તેવી માંગ શહેરીજનો કરી રહૃાાં છે.
બીજી તરફ પાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખે દિવસ-3માં બન્‍ને માર્ગોની મરામત માર્ગ-મકાન વિભાગ નહી કરે તો આંદોલનની ચીમકી આપી છે.

આલેલે : દામનગર શહેરમાં કોઈ કારણ વગર પુલ બનાવવાનું શરૂ થતાં શહેરીજનોમાં આશ્ચર્ય

જેમાં ખર્ચ કરવાની જરૂર છે તેમાં રૂપિયા ફાળવતા નથી
આલેલે : દામનગર શહેરમાં કોઈ કારણ વગર પુલ બનાવવાનું શરૂ થતાં શહેરીજનોમાં આશ્ચર્ય
દામનગર, તા. ર0
દામનગર શહેરમાં આવેલ ર1 નાળા પુલની જગ્‍યાએ નવોપુલ બનાવવા માટે મંજુરી અપાવેલ. અગાઉ જે પુલ હતો તે કયાંયથી તૂટેલો ન હોવા છતાં લોકોનાં દિમાગમાં સારી છાપ ઉભી કરવા અને લુંટયા તેટલું લુંટવા રૂપિયા અધધ સાડા ત્રણ કરોડના ખર્ચે પુલ બનાવવા અધીરા બનેલા નેતા આગેવાનો લોકોએ કામ શરૂ કરાવ્‍યું. ચોમાસા પહેલાં કામ પુરૂ કરવાનું હોય તેમ છતાં હજુ ર1 નાળાનું કામ પૂર્ણ થયેલ નથી. જે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તે પટ્ટમાં વરસાદને કારણે કાદવ કીચડથી વાહનચાલકો પરેશાન છે. તેમ છતાં ર વ્‍હીલરોની ગાડીઓ સ્‍લીપ થઈ જાય છે. અને કાદવ-કીચડમાં પડે છે. તો આ વાહન ચાલકોને કોઈ પણ જાતની ઈજા કે ભાંગતોડ થાય તો જવાબદાર કોણ ? દામનગરની પ્રજા પુછી રહી છે. જે પુલનું કામ કોન્‍ટ્રાકટરોએ રાખેલ છે, તેમના પેટમાં તો પાણીયે હલતુ નથી. દામનગરની પ્રજા ઉપર જુલમ ગુજારવામાં આવતો હોય તેવું ચર્ચાઈ રહૃાું છે. આમાં કોઈ તંત્ર પણ ઘ્‍યાન દેતું નથી. તે પણ જાણવા મળી રહૃાું છે. જેમ બને તેમ વહેલી તકે પુલ ચાલુ કરવા દામનગરની જનતાએ માંગ કરી છે. સાથે સાથે એમ પણ કહૃાું છે કે આ ડાયવર્ઝનમાંથી મુખ્‍યમંત્રીને ચલાવવા જોઈએ જેથી ખબર પડે કે અચ્‍છે દિન છે કે બુરે તેમ છતાં સ્‍થાનિક તંત્ર પણ ચુપ છે.

કુંકાવાવ ગામની સીમમાં પાણી પીવાનાં બહાને સોનાના ચેઈનની લૂંટ

અમરેલી, તા. ર0
વડિયા તાલુકાનાં મોટી કુંકાવાવ ગામે રહેતાં રામજીભાઈ જીવરાજભાઈ વેકરીયા નામનાં ખેડૂત ગત તા.14/6 રાત્રે પોતાની વાડીએ બેઠા હતા ત્‍યારે બે અજાણ્‍યા ઈસમો મોટર સાયકલ ઉપર આવી અને ભગત છીએ, પાણી પીવું છે તેમ કહી વાડીમાં પ્રવેશ કરી, આ ખેડૂત પાણીભરવા જતાં આ બે અજાણ્‍યા પૈકી એક ઈસમે ખેડૂતને પકડી રાખી બીજાએ છરીથી ભય બતાવી ખેડ્રતે ગળામાં પહેરેલ રૂા.60 હજારની કિંમતનો ચેઈનની લૂંટ ચલાવી નાશી ગયા હતા.

ક્રાંકચ ગામે ઝેરી દવાવાળા વાટકામાં પાણી પીતાં યુવકનું મોત

અમરેલી, તા.ર0
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે રહેતા મહેશભાઈ પ્રતાપભાઈ ખુમાણ નામના 39 વર્ષીય યુવકે ગઈકાલે સાંજના ભૂલથી ઝેરી દવાવાળા વાટકામાં પાણી પી લેતાં તેમને ઝેરી અસર થતાં પ્રથમ અમરેલી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવતાં રસ્‍તામાં જ તેમનું મૃત્‍યુ થયાનું લીલીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીનાં બિસ્‍માર માર્ગને લઈને કોંગી નગરસેવકોનું ચકકાજામ

શહેરનાં મહત્‍વનાં માર્ગો બિસ્‍માર બની જતાં પાલિકા અને આર એન્‍ડ બી વચ્‍ચે ટકરાવ
અમરેલીનાં બિસ્‍માર માર્ગને લઈને કોંગી નગરસેવકોનું ચકકાજામ
શહેરનાં ચિતલ રોડ, વરસડા રોડ સહિતનાં અનેક માર્ગો બિસ્‍માર બની જતાં શહેરીજનો ત્રાહીમામ
અમરેલી, તા. ર0
ચાલું ચોમાસામાં પડેલા વરસાદનાં કારણે શહેરના તમામ માર્ગોની હાલત અતિ ખરાબ હોય તમામ માર્ગોની હાલત જાણે ગાડા માર્ગ કરતા પણ દયનીય હોય અને વાહન ચાલકો જાણે દેડકા ગાડીમાં બેસી નીકળ્‍યા હોય તેવો અનુભવ કરી રહૃાા છે. તેમાં ખાસ કરી લાઠી રોડ અને ચિતલ રોડ તો સ્‍ટેટ હાઈવેની જવાબદારી સરકારના માર્ગ અને મકાન વિભાગની હોય તો પણ સરકારી બાબુ આ રોડની જવાબદારી સ્‍થાનિક પાલિકા ઉપર ઢોળી રહી છે.
ગત વર્ષે વડાપ્રધાન મોદી અમરેલીના પ્રવાસે આવ્‍યા ત્‍યારે આ બન્‍ને માર્ગ ચાલું વરસાદી અને રાતના અંધારામાં પણ બની ગયા હતા. તે માર્ગ બનાવવા માટે હવે પાલિકા અને માર્ગ અને મકાન વિભાગ જવાબદારીની ફેંકાફેંકી કરે છે. ત્‍યારે આ માર્ગને બનાવવા માટે થઈ આજે સવારે ચિતલ રોડ ઉપર પાલિકાનાં ચૂંટાયેલા કોંગી સદસ્‍યોએ અચાનક જ ચકકાજામ કાર્યક્રમ કરી દઈ વાહનોની લાંબી લાઈનો કરી દેતા સ્‍થાનિક પોલીસ દોડી આવી હતી અને ટ્રાફીક કલીયર કરાવવા સંઘર્ષ કરવો પડયો હતો.
અમરેલીશહેરના તમામે માર્ગની હાલત ચોમાસાને લઈ અતિ ખરાબ છે. આ અંગે અખબારોએ પણ ફોટા સાથે અહેવાલો પ્રસિઘ્‍ધ કરવા છતાં પણ વહિવટી તંત્રએ કોઈ પગલા ના ભરતા આ ગાડામાર્ગને લઈ લોકોમાં ભારે નારાજગી ઉભી થવા પામી હતી. જેને લઈ સ્‍થાનિક લોકોએ પાલિકાને રજુઆત કરી હતી. પરંતુ અમરેલી શહેરનાં ચિતલ રોડ અને લાઠી રોડ તો સ્‍ટેટ હાઈવેના હોય તે માર્ગ બનાવવાની જવાબદારી તો રાજય સરકારનાં માર્ગ અને મકાન વિભાગની બને છે. તેમ જાણવા છતાં માર્ગ અને મકાન વિભાગે પોતાની જવાબદારી ખંખેરીને આ માર્ગ તો બે માસ પહેલા જ પાલિકાને ફરી સોંપી દીધાનું જણાવી દેતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો હતો.
ગત વર્ષે વડાપ્રધાન મોદી અમરેલીનાં પ્રવાસે આવ્‍યા ત્‍યારે આ બંને માર્ગ ચાલું વરસાદે અને રાતના અંધારામાં બની ગયા હતા તે માર્ગ બનાવવા માટે હવે પાલિકા અને માર્ગ અને મકાન વિભાગ પોતાની જવાબદારીની ફેંકાફેંકી કરે છે. ત્‍યારે આ માર્ગને બનાવવા માટે થઈ આજે ચિતલ રોડ ઉપર પાલિકાના ચૂંટાયેલા કોંગી સદસ્‍યો સંદિપ ધાનાણી, પ્રકાશ કાબરીયા, હંસાબેન જોષી સહિતના આગેવાનોએ અચાનક જ કાર્યક્રમ કરી દઈ વાહનોની લાંબી કતારો લાગી જતાં સ્‍થાનિક પોલીસ દોડી આવી હતી અને પોલીસને ટ્રાફીક કલીયર કરાવવા સંઘર્ષ કરવો પડયોહતો.

દામનગર શહેરમાં ગંદકીનાં માહોલથી શહેરીજનો પરેશાન

આ છે ભારત દેશનાં દામનગર શહેરનાં વિવિધ વિસ્‍તારો સ્‍થિર થયેલ ગંદકી, કાદવ, કીચડ અને રોગચાળો ફેલાવે તેવા માખી મચ્‍છરોથી ઉભરાયેલ મસમોટા ખાડાઓમાં ભરાયેલ પાણીથી શહેરીજનોમાં રોષ ઉભો થયો છે. દામનગરમાં ભલે એન.સી.પી. સત્તા પર હોય ભાજપ વાળા એમ કહેતા હોય ફોટો સેશન કરીને ગુજરાત જેવો વિકાસ કયાંય જોવા મળે નહિં. અમરેલી જીલ્‍લામાં એટલી હદે ભ્રષ્‍ટાચાર ખદબદી રહૃાો છે કે અધિકારીઓ માત્ર નામનાં જ છે ? લોકો ચૂંટાતા હોય છે પ્રજાનાં કામ કરવા પણ અહિંયા ઉધું ચિત્ર જોવા મળે છે. પ્રજાનું ભલે જે થવું હોય તે થાય માંડ સત્તા મળી છે. દામનગર શહેર સ્‍વચ્‍છની બદલે ગંદકીનગર બની ગયું છે. ભ્રષ્‍ટ લોકોનાં પાપે જયા નજર નાખો ત્‍યાં ગંદકી-ગંદકી.અહિંયા વિવિધ વિસ્‍તારોમાં સર્કલ, છભાડીયા રોડ, સહકારી મંડળી રોડ, નગરપાલીકા નજીક, ટેલીફોન એક્ષચેન્‍જ પાસે, શાળા નં.1 અને ર પાસે ગંદકી-ગંદકી છે. કાદવ કીચડનાં સામ્રાજયથી લોકો કહે છે હવે એન.સી.પી.નાં પાંચ વર્ષ પુરા થાય તો સારું.

ઉના પંથકનાં અસરગ્રસ્‍તોની મુલાકાત લેતા પરેશ ધાનાણી

ઉના પંથકનાં અસરગ્રસ્‍તોની મુલાકાત લેતા પરેશ ધાનાણી
વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીએ આજે ઉના તાલુકાના લેરકા, સિમાસી અને કાણકીયા ગામની મુલાકાત લઈને પુરગ્રસ્‍ત લોકોને રૂબરૂ મળ્‍યા હતા. મોટાભાગના ગામવાસીઓએ તંત્રની મદદ મળી ન હોવાની ફરિયાદ કરી હતી. વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ગામના લોકોને સરકાર પાસેથી તમામ પ્રકારની વધુને વધુ મદદ આપવાની ખાતરી આપી હતી. ઉનાના કાણકીયા ગામની નજીક આવેલ નવાપરા વિસ્‍તારમાં વરસાદ બંધ થયા પછી પણ આજે લોકોના ઘરમાં ઘુંટણસમા પાણી ભરાયેલા છે. નેતાએ ઘુટણસમા પાણીમાં થઈને આ ગામના લોકોની મુલાકાત લીધી હતી. સ્‍થાનિક વહીવટીતંત્ર પુરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પહોંચ્‍યું નથી. હજારો લોકો માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્‍થિતિમાં ભગવાન ભરોશે વીતાવી રહૃાા છે. પરેશભાઈ ધાનાણીએ સરકાર સમક્ષ માંગણી કરી હતી કે પુરગ્રસ્‍ત વિસ્‍તારોનાં લોકોના જનજીવનને થાળે પાડવા માટે ઝડપથી પુનઃવસનની કામગીરી શરૂ કરવામાં આવે સાથોસાથજે જે જિલ્‍લાઓમાં પુરના પાણી ફરી વળ્‍યા છે તેવા તમામ જિલ્‍લાના ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પાકવીમાનું વળતર તાત્‍કાલીક ચુકવવામાં આવે, ગરીબ અને પુરના પાણીનો ભોગ બનેલા લોકોની ઘરવખરી તણાઈ ગઈ હોવાથી તેમને ઘરવખરીની સહાય આપવામાં આવે અને ઢોરમાલનું નુકશાન પણ ઝડપથી ચુકવવામાં આવે. વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના ઉનાના ગામડાઓની મુલાકાતમાં ધારાસભ્‍ય પુંજાભાઈ વંશ પણ જોડાયા હતા.

ભૈ વાહ : બાબરામાં ભારે વરસાદથી પવિત્ર કુંડ ભરાઈ જતાં દર્શનાર્થીઓ ઉમટયા

પાંડવ કાલીન પંચકુંડ ભરાતા આનંદની લાગણી
બાબરા, તા. ર0
બાબરામાં આવેલ પવિત્ર પંચ કુંડ ચોમાસાની સીઝનમાં આવેલ વરસાદમાં ભરાય જતાઅહીં દર્શન કરવા આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
અમરેલી જિલ્‍લાનો સૌથી ઓછો વરસાદ આમતો બાબરામાં પડયો છે. અહીં તાલુકાનાં અનેક જળાશયો હજુ ખાલી છે. પણ શહેરમાં આવેલ વરસાદના કારણે પંચકુંડમાં પાણીના સરવાનાથી કુંડ ભરાયને વહેતા થયા છે.
બાબરામાં નીલકંઠ મહાદેવનાં મંદિરે આવેલ પાંડવ કાલીન આ પંચ કુંડ ખૂબજ પવિત્ર અને આસ્‍થા સમાન છે. અહીં શ્રાવણ માસ દરમિયાન ભૂદેવો નૂતન જનોય ધારણ કરે છે તેમજ ભાદરવી અમાસમાં સમગ્ર પંથકની જનતા અહીં પિતૃ તર્પણ કરવા આવે છે ત્‍યારે અહીં કુંડ ભરાય જતાં ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયનાં બાળકોને ઓરી અને રૂબેલાનું રસીકરણ

ચલાલામાં શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે આઈ.ઈ.સી. યુનિટ, આરોગ્‍ય શાખા તથા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ગોપાલગ્રામ દ્વારા આયોજિત ઓરી અને રૂબેલા (એમ.આર.) રસીકરણ અભિયાનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. જેમાં સંસ્‍થાના વડા રતિદાદા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા તથા આરોગ્‍ય શાખાના ડો. હિરલબેન સરવૈયા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. સાથે બધા મહેમાનોનું તિલક કલાવા તથા મંત્રપટ્ટા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં શાળામાં અભ્‍યાસ કરતા 7પ0 બાળકોમાંથી 600 જેટલા બાળકોને આ ઓરી રૂબેલા (એમ.આર.) અભિયાન અંતર્ગત રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં સંસ્‍થા વતી રતિદાદા, હેલ્‍થ સેન્‍ટરના કર્મચારી ડો. હિરલબેન સરવૈયા, મુકેશભાઈ ડોબરીયા, પ્રવિણાબેન દેસાઈ, પ્રવિણભાઈ બુહા, કિશોરભાઈ વાડદોરીયા, શાંતાબેન ચાવડા, પી.બી. મુંગળા, એસ.બી. ગોંડલીયા, એમ.સી. જોષી, એમ.કે. પલાસ, આર.આર. ટાંક તેમજ આશાવર્કર બહેનો સહિતની ટીમે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સંચાલક મહેશભાઈ મહેતા તથા આચાર્યા શિતલબેન, પુજાબેન તથા સ્‍ટાફગણે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ રીતે સંપન્‍ન કર્યો હતો.

સાવરકુંડલા વી.વી. વઘાસીયાના કાર્યાલયની મુલાકાત લેતા પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણી

સાવરકુંડલા ગુજરાત રાજયનાં પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસીયાની પોતાના મત વિસ્‍તાર સાવરકુંડલા ખાતે આવેલ કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લેતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં અઘ્‍યક્ષ જીતુભાઈ વાઘાણીએ શુભેચ્‍છા લઈ સાવરકુંડલા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મહેનત કરી ભારતીય જનતા પાર્ટીનું કમળ અમરેલી જીલ્‍લામાં ખીલે તેવી કામગીરી કરવાનું આહવાન કરવામાં આવ્‍યું હતું. આ તકે પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, જીલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા, અશ્‍વિનભાઈ સાવલીયા, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, યુવા ભાજપ અગ્રણી મિલન રૂપારેલીયા, ન.પા.સદસ્‍ય પ્રતીક નાકરાણી, જયસુખભાઈ નાકરાણી, જયસુખભાઈ ઠુમ્‍મર, જીતુભાઈ ભટ્ટ વગેરે સાવરકુંડલા શહેર તથા તાલુકા ભાજપ અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.

21-07-2018