Main Menu

Friday, July 20th, 2018

 

20-07-2018


અમરેલીમાં રવિવારે અનાજ-કરિયાણા એસોસિએશનનો વાર્ષિક સમારોહ

રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્‍થિતિમાં
અમરેલીમાં રવિવારે અનાજ-કરિયાણા એસોસિએશનનો વાર્ષિક સમારોહ
દર વર્ષની જેમ આ વર્ષે પણ કરાયું આયોજન
અમરેલી, તા.19
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરેલી અનાજ કરિયાણા રીટેઈલ મરચન્‍ટ એસોસિએશન તથા ઈન્‍દિરા શોપીંગ સેન્‍ટર એસોસિએશનના સંયુકત ઉપક્રમે આગામી તા.રર/7ને રવિવારના રોજ સાંજના 6 કલાકે અત્રેની પટેલ વાડી, ગજેરાપરા ખાતે વાર્ષિક સમારોહ તથા સન્‍માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં આયોજિત સંસ્‍થાઓ દ્વારા રાજકીય આગેવાનો દિલીપભાઈ સંઘાણી, નારણભાઈ કાછડીયા, પી.પી. સોજીત્રા, ડો. ભરતભાઈ કાનાબાર, કૌશિકભાઈવેકરીયા, પરેશભાઈ ધાનાણી, બાવકુભાઈ ઉંઘાડ, અશ્‍વિનભાઈ સાવલીયા સહિતના આગેવાનોને સન્‍માનીત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં નિમંત્રીત આગેવાનો તથા બન્‍ને સંસ્‍થાના તમામ સદસ્‍યોને ઉપસ્‍થિત રહેવા માટે ચતુરભાઈ અકબરી, યોગેશભાઈ કોટેચા સહિતના તમામ હોદેદારોએ એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

રોમિયોરાજ : અમરેલીની વિદ્યાર્થીનીને છેલબટાઉ યુવકે સરાજાહેર માર્ગ પર ધમકી આપી

શહેરમાં ખુલ્‍લેઆમ રોમિયોગીરીનાં માહોલથી રોષ
અમરેલી, તા. 19
અમરેલી શહેરનાં એસ.ટી.ડેપો, શાળા, કોલેજ તથા ટયુશન કલાસીસ પાસે છેલ્‍લાં કેટલાંક સમયથી રોમીયો સીન સપાટા કરતાં હોય, અને છાસવારે આવા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાય છે ત્‍યારે આવા શખ્‍સોને જાહેરમાં દાર્થ પાઠ ભણાવવા લોકોમાંથી માંગ ઉઠવા પામી છે. ત્‍યારે વિદ્યાર્થીનીની છેડતી                 કરતી વધુ એક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાંગજેરાપરા વિસ્‍તારમાં રહેતી અને અભ્‍યાસ કરતી એક 16 વર્ષિય તરૂણી ગઈકાલે સાંજે પોતાની સહેલી સાથે ટયુશન કલાસમાં જતી હતી ત્‍યારે શીવકુ કાઠી નામનો શખ્‍સ છેલ્‍લા ત્રણેક દિવસથી આ તરૂણી પાછળ પાછળ ફરતો હોય, તેણીને રોકી તું મારી નથી થઈ તો કોઈની થવાની નથી, હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી, મોટર સાયકલ સાથે નાશી ગયો હતો અને આ તરૂણીનાં ઈન્‍સ્‍ટ્રાગ્રામમાં પણ મેસેજ કરી ધમકી આપતાં આ અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની તપાસ સીટી પી.આઈ. એન.જી. ગોસાઈ ચલાવી રહૃાાં છે.

અમરેલી એસ.ટી.નાં વિભાગીય નિયામકની તાત્‍કાલીક અસરથી બદલી કરવામાં આવી

વિવાદાસ્‍પદ કામગીરી કરીને અળખામણા થયેલ
અમરેલી એસ.ટી.નાં વિભાગીય નિયામકની તાત્‍કાલીક અસરથી બદલી કરવામાં આવી
રાજયનાં વાહનવ્‍યવહાર મંત્રી સુધી ફરિયાદ પહોંચી હતી
અમરેલી, તા. 19
અમરેલીમાં વિવાદાસ્‍પદ કામગીરી કરનાર વિભાગીય નિયામક માત્રેજાની અંતે ભરુચખાતે બદલી કરવામાં આવી છે. અને તેની જગ્‍યાએ 3 વર્ષ અગાઉ અમરેલીમાં ફરજ બજાવી ગયેલ બી. એન. ચારોલાને ભૂજથી અહિં ફરજ સોંપવામાં         આવી છે.
બદલી પામેલ વિભાગીય નિયામક માત્રેજા તેમની આગવી કાર્યશૈલીનાં કારણે કર્મચારીઓ અને આગેવાનોમાં અળખામણા બની ગયા હોય વાહન વ્‍યવહાર મંત્રી સુધી રજૂઆત થતાં તેઓની તાત્‍કાલીક અસરથી બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે સત્તાનાં મદમાં જનતાનાં સેવક ગણાતા અધિકારીઓ જનતા અને જનતાનાં પ્રતિનિધિ સાથે ગેરવર્તન કરતાં હોય છે અને અંતે તેને રાજકીય આગેવાનો ઔકાત બતાવી દેતાં હોય છે કે તેઓ સર્વેસર્વા નથી.

શેખપીપરીયાનાં ખેડૂત અને તેના પુત્રને વ્‍યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી

જિલ્‍લામાં રોમિયોગીરી બાદ હવે વ્‍યાજખોરોનો ત્રાસ
શેખપીપરીયાનાં ખેડૂત અને તેના પુત્રને વ્‍યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી
ખેડૂતે 1પ વ્‍યાજખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી
અમરેલી, તા. 19
લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે રહેતાં અને ખેતિકામ કરતાં વિનુભાઈ ઉર્ફે કાળુભાઈ પુનાભાઈ બોદરનાં પુત્રએ ત્રણેક વર્ષ પહેલા સુરત ગામે રહેતાં ભરતભાઈ ભીખુભાઈ મિયાત્રા પાસેથી દુકાનમાં જરૂરીયાત પડતાં રૂા.3 લાખ રૂપિયા ર0 ટકાનાં માસિક વ્‍યાજે લીધા હતા અને બાદમાં, સુરત ગામે રહેતાંસુરેશ બાબુભાઈ ધાનાણી, મીતેષભાઈ પટેલ, કાળુભાઈ પટેલ સહિત 1પ જેટલા શખ્‍સો પાસેથી 49,46,000 માસીક વ્‍યાજે લીધા હતા જે પૈકી રૂા.પ6,ર0,000 ચુકવવાનાં હોય, અમુક ટકા રકમ ચુકવી આપી હતી. બાકીનાં ચુકવવાનાં બાકી રહેતાં આ શખ્‍સો ર્ેારા આ ખેડૂત તથા અન્‍યને ફોનમાં ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી રૂપિયા ભરપાઈ કરવાનું કહેલ અને બાદમાં 8 જેટલા લોકો શેખપીપરીયા ગામે આવી બળજબરીથી વ્‍યાજે આપેલ રૂપિયા ચુકતે કરવા ખેડૂત તથા તેમનાંપુત્રને ધમકાવતા હોય, અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય, આ અંગે વિનુભાઈ બોદરે લાઠી પોલીસમાં 1પ જેટલાં શખ્‍સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સાવરકુંડલામાં પરિણીતાને ફીનાઈલ પીવરાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાશ કરનાર પતિ-સાસુને 7 વર્ષની સજા

સાવરકુંડલામાં પરિણીતાને ફીનાઈલ પીવરાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાશ કરનાર પતિ-સાસુને 7 વર્ષની સજા
4 વર્ષ પહેલા નોંધાયેલ ફરિયાદ બાદ કેસ ચાલી ગયો
અમરેલી, તા. 19
સાવરકુંડલા ગામે 4 વર્ષ અગાઉ પરિણીતાને મારી નાખવાનાં ઈરાદે પકડી રાખી ફિનાઈલ પીવડાવી દેવાનાં બનાવમાં સગા માતા-પુત્રને 7-7 વર્ષની કેદ અને રૂા. 9-9 હજારનાં દંડની સજાનો હુકમ અત્રેની એડી. સેશન્‍સ કોર્ટે ફટકાર્યો હતો.
આ બનાવમાં ગત તા. રપ/8/14નાં રોજ સાવરકુંડલા ગામે રહેતાં રેશ્‍માબેન ફિરોજભાઈ બાવનકા નામની રપ વર્ષીય પરિણીતા પોતાનાં પતિ તથા સાસુ સાથે રહેતી હોય ત્‍યારે તેણી પોતાનાં કરીયાવરની ચીજ વસ્‍તુઓ અનાજ ભરવાની પેટીમાં રાખી તેને તાળુ મારતી હોય.જેથી તેણીનાં પતિ ફિરોજ હબીબભાઈ બાવનકા તથા તેણીની સાસુ આયશાબેનને સારૂ નહી લાગતાં તેણીની સાસુએ પકડી રાખી તથા પતિએ બળજબરીથી મારી નાખવાનાં ઈરાદે ફિનાઈલ પીવડાવી દીધેલ હતી.
આ અંગે ભોગ બનનાર પરિણીતાએ પતિ તથા સાસુ સામે આઈપીસી 307, 3ર3, 498(3), પ04 અને 114 મુજબ સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ અત્રેની એડીશ્‍નલ સેન્‍શસ કોર્ટમાં ચાલી જતાં આરોપી ફિરોજ હબીબભાઈ બાવનકા તથા તેમની માતા આયશાબેનને આ બનાવમાં કસુરવાન ઠરતાં બન્‍ને માતા-પુત્રને આઈપીસી કલમ 307માં 7 વર્ષની કેદ અને રૂા. પ-પ હજારનો દંડ, આઈપીસી કલમ 3ર3માં છ માસની સાદી કેદ તથા રૂા. 1-1 હજાર દંડ, આઈપીસી કલમ 498(3) માં 1 વર્ષની સાદી કેદ તથા રૂા. ર હજાર દંડ તથા આઈપીસી કલમ પ04માં છમાસની સાદી કેદ તથા રૂા. 1 હજારનો દંડની સજા એડી. સેશન્‍સ જજશ્રી એન.પી. ચૌધરીએ ફટકારી હતી. આ બનાવમાં સરકારી વકીલ મગનભાઈ સોલંકીએ ધારદાર દલીલો પણ કરી હતી.

અજાણી કારે બાઈક સવાર દંપતિને હડફેટે લેતાં પત્‍નિની નજર સામે પતિનું મોત

મૃતક યુવકનાં હજુ 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા
અજાણી કારે બાઈક સવાર દંપતિને હડફેટે લેતાં પત્‍નિની નજર સામે પતિનું મોત
બાબરાનાં કરીયાણા ગામ નજીક થયો અકસ્‍માત
અમરેલી, તા. 19
બાબરા તાલુકાનાં કરીયાણા ગામે રહેતાં એક ખેડૂત દંપતિ મોટર સાયકલ લઈ અને ગોખલાણા ગામે જતાં હતા ત્‍યારે એક અજાણી કાર અને મોટર સાયકલ વચ્‍ચે કોઈ કારણોસર અકસ્‍માત થતાં મોટરસાયકલ ખેડૂત દંપતિને ગંભીર ઈજા થતાં પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયા હતા જયાં યુવકનું મોત થયું હતું.
આ બનાવમાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ બાબરાનાં કરીયાણા ગામે રહેતાં સંજયભાઈવાઘજીભાઈ રાઠોડ તથા તેમનાં પત્‍નિ વર્ષાબેન પોતાના હવાલાવાળા મોટરસાયકલ ઉપર ગોખલાણા ગામે જતા હતા ત્‍યારે એક અજાણી કાર અને આ બાઈક વચ્‍ચે અકસ્‍માત થતાં મોટર સાયકલ ઉપર જઈ રહેલ ખેડૂત દંપતિને ઈજા થતાં સારવાર માટે પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયેલ જયાં સંજયભાઈ વાઘજીભાઈ રાઠોડ (ઉ.વ. રપ)નું ગંભીર ઈજાથી મોત થયાનું જાણવા મળેલ છે.
મૃતક યુવાનનાં લગ્ન હજુ છ માસ પહેલાં જ થયા હતા આ બનાવને લઈ ભારે અરેરાટી ફેલાય જવા પામી હતી.

સાવરકુંડલાનાં ખડસલી ગામની મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

6 વર્ષ પહેલા ઈલે.શોક લાગતા લો બીપીની બીમારી હતી
અમરેલી, તા. 19
સાવરકુંડલા તાલુકાનાં ખડસલી ગામે રહેતાં ગંગેશ્રીબેન છગનભાઈ માલાણી નામનાં પ4 વર્ષિય મહિલાને છ વર્ષ પહેલા ઈલેકટ્રીક શોક લાગેલ હતો જેને કારણે અવારનવાર લો બીપી થઈ જતું હોય, જેનાં કારણે હંમેશા માનસિક તણાવમાં રહેતા હતા જેનાં કારણે તેઓએ ગઈકાલે પોતાની મેળે કોઈ ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલાની ભગીરથ વાડી ખાતેમુખ્‍યમંત્રી અમૃત્તમ્‌ યોજનામાં કાર્ડ કાઢવાનો કેમ્‍પ યોજાયો

સાવરકુંડલા ખાતે ભગીરથ વાડી સગર સમાજની વાડીમાં મુખ્‍યમંત્રી અમૃતમ યોજના માં વાત્‍સલ્‍ય કાર્ડ કાઢવાનો કેમ્‍પ યોજાયો હતો. જેમાં સગર સમાજનાં 80 પરિવારે લાભ લીધો હતો. આ કેમ્‍પને સફળ બનાવવા માટે સમાજનાં પ્રમુખ દિલીપભાઈ ગોહિલ, નીતિનભાઈ કારેણા, કમલેશભાઈ ગોહિલ, રસમીનભાઈ કારેણા, કપિલભાઈ કારેણા વગેરે સભ્‍યોએ મહેનત કરી હતી.

સાવરકુંડલા ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રોગોનો વિના મૂલ્‍યે નિદાન કેમ્‍પ યોજાયો

સાવરકુંડલા ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા તા.1પ/7ને રવિવારના રોજ ડો. પીપળીયાની સેવામેઘ હોસ્‍પિટલ મહુવા રોડ ખાતે રાજકોટની પ્રખ્‍યાત સદભાવના હોસ્‍પિટલના નિષ્‍ણાંત ડો. જીગેન દ્વારા કિડની, પથરી, પ્રોસ્‍ટેટ અને મૂત્રાશયને લગતા તમામ રોગો માટેનો ફ્રી નિદાન કેમ્‍પ યોજાયો હતો. આ તકે સાવરકુંડલા તાલુકામાંથી 6ર જેટલા દર્દીનારાયણે ફ્રી નિદાન કેમ્‍પનો લાભ લીધો હતો. સાવરકુંડલા ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો. જે.બી. વડેરા, સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસ વગેરે અગ્રણી ઉપસ્‍થિત રહયા હતા.

બગસરા, ઝરખીયા, જાળીયા અને લુંધીયામાં નવા નીરની આવક

અમરેલી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલીજિલ્‍લામાં જળસંગ્રહ માટેનાં સઘન કાર્યો કરવામાં આવ્‍યા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે, મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ, તા.1ર મે-ર018ના રોજ લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશગંગા જલધારા ટ્રસ્‍ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવર’ તળાવનું ખાત મુહૂર્ત અને તકતીનું અનાવરણ કર્યુ હતું. આ ઉપરાંત મુખ્‍યમંત્રીએ લાઠી સ્‍થિત માનસરોવર તળાવ અને દૂધાળા ખાતે ધોળકીયા પરિવાર ર્ેારા નિર્મિત તળાવોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્‍લામાં ર60 કામો પૈકી ર39 કામો શરૂ કરવામાં આવ્‍યા હતા. આ કામોમાંથી 17ર કામો પૂર્ણ કરવામાં આવ્‍યા છે. જે પૈકી 134 કામો પ0 ટકા લોકભાગીદારી સાથેનાં કામો છે. અમરેલી જિલ્‍લામાં સર્વત્ર વરસાદની મહેર થતાં અમરેલીજિલ્‍લાના નવા નીર ઉમેરાતા ખેડૂતો અને નાગરિકોની ખુશીમાં ઉમેરો થયો છે. જિલ્‍લાના ઝરખીયા, જાળીયા અને લુંધીયા ખાતેના તળાવો-જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. બગસરા સ્‍થિત ચેકડેમમાં પણ નવા નીર આવ્‍યા છે.

કોંગી આગેવાનોએ અસરગ્રસ્‍ત ગામોની મુલાકાત લીધી

રાજયમાં સૌરાષ્ટ્ર સહિતનાવિસ્‍તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્‍તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્‍યા છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ, રસ્‍તા અને નાના પુલો ધરાશાયી થયા છે. સમગ્ર રાજયમાં વરસાદના કારણે રસ્‍તા અને પુલોમાં થયેલ મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્‍કેલીમાં મુકાયા છે. ત્‍યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, ધારાસભ્‍ય કનુભાઈ બારૈયા, ધારાસભ્‍ય પ્રવિણભાઈ મારૂ, ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ, રાજ મહેતા, વિજયભાઈ બારૈયા, લાલભા ગોહિલ સહિત કોંગ્રેસ પક્ષના સ્‍થાનિક આગેવાનોએ અસરગ્રસ્‍ત વિસ્‍તારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓની હાલાકી-પરેશાની અંગે ચિતાર મેળવ્‍યો હતો અને પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં અસરગ્રસ્‍તોને સહાય પહોંચાડવાનું આયોજન કર્યું હતું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા સ્‍થાનિક આગેવાનો અતિવૃષ્ટિના કારણે સ્‍લેબ તૂટવાથી મૃત્‍યુ પામેલ સ્‍વ. યુ. એન. માંડવીયાના પરિવારજનોને સાંત્‍વના પાઠવી એજ ગામના અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલ 9 જેટલા બાળકોના પરિવારજનોની મુલાકાત લઈ ખબર અંતર પુછી ત્‍યાંથી ભાદરોડ-મફતપુરા ખાતે અસરગ્રસ્‍તો અને જરૂરિયાતમંદ કુદરતી આફતનો ભોગ બનેલા પરિવારજનોને કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરેલ કીટ વિત્તરણ કરવામાં આવ્‍યુંહતું. તેમજ વાઘનગર, કતપર ગામોના અસરગ્રસ્‍ત પરિવારો અને ગ્રામજનોની મુલાકાત લઈ તેઓની તકલીફો – લાગણીઓનો ચિતાર મેળવીને તેઓના દુઃખમાં સહભાગીદાર બન્‍યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્‍યું હતું કે, અતિવૃષ્ટિમાં અસરગ્રસ્‍તોને મદદ કરવા રેસક્‍યુ ઓપરેશન અને રાહત કામગીરીમાં ભાજપ સરકાર નબળી સાબિત થઈ છે. જયારે ભાજપ પોતાના કાર્યક્રમો સરકારી ખર્ચે મોટા પાયે ભીડ એકત્ર કરવા માટે સરકારી તંત્રનો દુરપયોગ કરે પણ અતિવૃષ્ટિમાં ભોગ બનેલાં અસરગ્રસ્‍તોને સલામત સ્‍થળે ખસેડવા સાથો સાથ ભોગ બનનાર પ્રજાની પડખે ઉભા રહેવામાં ભાજપ સરકાર સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં કેમ પાછળ રહે છે? અતિવૃષ્ટિને કારણે હજારો હેક્‍ટર ખેતી લાયક જમીનનું ધોવાણ થયું છે. તેવા સમયે સરકારે ખેડૂતોના હિતમાં વળતર તાત્‍કાલિક ચુકવવું જોઈએ. કુદરતી આપદામાં નાગરિકોને મદદ કરવી માનવધર્મ છે ત્‍યારે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સ્‍થાનિક કક્ષાએ અતિવૃષ્ટિને કારણે મુશ્‍કેલીમાં મુકાયેલા પરિવારોને શક્‍ય મદદ કરે તેવી અપીલ કરતાં ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારને વિનંતી છે કે, મોટી મોટી જાહેરાતો કરવાને બદલે જે વિસ્‍તારમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા નાગરિકો-પરિવારને તાત્‍કાલિક અસરથી યોગ્‍ય સલામત જગ્‍યાએ ખસેડવામાં આવે અને તાકીદે રાહત સામગ્રી પહોંચાડવામાં આવે. સરકાર અને વહીવટી તંત્ર જે કઈ કામ કરે કે ના કરે પણ અતિવૃષ્ટીમાં મુકાયેલા અને ફસાયેલા નાગરિકોને માનવીય અભિગમથી મદદ કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા અસરગ્રસ્‍તોને સહાય કરવા માટે તાકીદે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને રાજકોટ, સુરત તેમજ અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્‍યા છે.

જાત-જાતનાં ટેક્ષ ભરીને જનતા જનાર્દનની આર્થિક કમર તુટી જાય છે તો પણ સુવિધા મળતી નથી

દર વર્ષે સરકારી તિજોરીમાં લાખો કરોડો રૂપિયાનો
જનતા જનાર્દન ટેક્ષ ભરે છતાં પણ સુવિધા મળે નહી
જાત-જાતનાં ટેક્ષ ભરીને જનતા જનાર્દનની આર્થિક કમર તુટી જાય છે તો પણ સુવિધા મળતી નથી
અમરેલી, તા. 19
અમરેલી જિલ્‍લાની જનતા જનાર્દશન દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ સરકારની તિજોરીમાં જમા કરાવતી હોવા છતાં પણ સરકાર તરફથી જરૂરી સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી  રહી છે.
અમરેલી જિલ્‍લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદથી જિલ્‍લાનાં મુખ્‍ય મથક અમરેલી શહેરનાં લગભગ તમામ માર્ગો બિસ્‍માર બની ગયા છે. શહેરમાં ગંદકીનાં ગંજ ખડકાયા છે. સ્‍ટ્રીટ લાઈટનાં ઠેકાણા નથી, જાહેર શૌચાલયો ગંદકી ઉછેર કેન્‍દ્ર બન્‍યા છે, શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહૃાો છે, ટ્રાફીકની સમસ્‍યા વિકરાળ બની ચુકી છે.
જો જિલ્‍લાનાં મુખ્‍ય મથકની હાલત કફોડી હોય તો અન્‍ય શહેરો કે ગ્રામ્‍ય વિસ્‍તારોની શું હાલત હશે તે સમજી શકાય તેમ છે. રાજકીય તમાશા પાછળ લખલુંટ ખર્ચ થાય અને જાહેર ખબર પાછળ જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાનો ધુમાડો થાય અને જનસુવિધા માટે સરકારની તિજોરીમાં નાણાનો અભાવ જોવા     મળી રહૃાો છે.
સત્તાધારી પક્ષની નિષ્‍ફળતા સામે વિપક્ષે અવાજ ઉઠાવવો જોઈએ પરંતુ તમામ રાજકીય પક્ષો માસીયાઈ ભાઈઓ હોવાથી જનતાની હાલત સુડી વચ્‍ચેસોપારી જેવી બની ચુકી છે.

લીલીયામોટામાં જળપૂજન કાર્યક્રમમાં આગેવાનો જોડાયા

લીલીયા ગમ અને જલધારા સમિતિની મહેનત રંગ લાવી. ગુજરાત સરકારનાં મંત્રી ભુપેન્‍દ્રસિંહજી ચુડાસમાનાં હસ્‍તે જળપૂજન કરાવવામાં આવ્‍યું. આ તકે નારણભાઈ કાછડીયા સાથે ઉપસ્‍થિત રહૃાા. લીલીયાનાં અગ્રણીઓ બાબુભાઈ ધામત, મગનભાઈ વિરાણી, અરુણભાઈ પટેલની દિર્ઘદ્રષ્‍ટિનું સુંદર પરીણામ. જલધારા સેવા સમિતિનાં સેવકો તથા અગ્રણીઓ બટુકભાઈ ધામત, ગોરધનભાઈ ભાલાળા, રમેશભાઈ બચુભાઈ ભાલાળા, તથા તમામ સભ્‍યોનાં સતત ત્રણ મહિનાનાં રાત દિવસનાં પરિશ્રમનું પરિણામ મળ્‍યું. ગામમાં આનંદ છવાયો. નિલકંઠ સરોવરમાં અત્‍યારે 1પ ફૂટ પાણી ભરાયા ને સરોવર ઓવરફલો થયું. સમગ્ર ગામ આ નજારો જોવા ઉમટી પડયું. અને જલધારાની કામગીરીનાં બે મોઢે વખાણ કર્યા. હીટાચીનાં દાતા જે. પી. ઠેસીયા અને જળયજ્ઞમાં જે કોઈએ તન, મન, ધનથી સહયોગ આપ્‍યો છે તેવા તમામ નાના મોટા દાતાઓનું દાન લેખે લાગ્‍યું.જલધારા સેવા સમિતિનાં સૌ સેવકો જેવાકે ચૂનિલાલ ધામત, ઘનશ્‍યામ મેઘાણી, વીનુભાઈ ધામત, મનસુખભાઈ ગાંગડીયા, યોગેશભાઈ દવે, મુકેશભાઈ ધામત, મુકેશ હપાણી, ગોવિંદભાઈ ચાવડા, ભીખાભાઈ શીળોજા, મુકેશ શેખલીયા, અરવિંદ વિરાણી, અરવિંદ ભાલાળા, મગનભાઈ શીંગાળા, લીલીયાનાં ટે્રકટર ધરાવતા ખેડૂતો અને વિશાળ સંખ્‍યામાં ખેડૂતો તેમજ નગરજનો જળદેવતાને વધાવવા મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની સાથે ઉપસ્‍થિત રહૃાાં. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા અને ઉપસરપંચ બાબુભાઈ ધામતે જલધારા સેવા સમિતિની ત્રણ મહિનાની રાત દિવસની મહેનતની વિગતોથી મંત્રીને અવગત કર્યા. સમગ્ર તળાવ છલોછલ ભરાતા ગામમાં હરખની હેલી છવાય ગઈ છે. અને લીલીયા ગામને 1 વર્ષનાં પાણીનો પ્રશ્‍ન હલ થઈ ગયો.

ભારે વરસાદથી અનેક માર્ગો અને પુલો બિસ્‍માર બન્‍યા

માર્ગ-મકાન વિભાગ અને કોન્‍ટ્રાકટરની મિલીભગત ઉજાગર થઈ
ભારે વરસાદથી અનેક માર્ગો અને પુલો બિસ્‍માર બન્‍યા
જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાનો ખુલ્‍લેઆમ દુરૂપયોગ થઈ રહૃાો છે
અમરેલી, તા. 19
અમરેલી જિલ્‍લામાં તાજેતરમાં પડેલ વરસાદથી અનેક માર્ગ, મકાનો અને પુલો બિસ્‍માર બની ગયા હોય રાજય સરકારે સતવરે જિલ્‍લાનાં નુકશાનનાં વળતર પેટે રૂપિયા 100 કરોડની ફાળવણી કરવી જોઈએ તેવી માંગ જનતા જનાર્દનમાંથી ઉભી થઈ રહી છે.
જિલ્‍લાનાં ખેડૂતો, ગરીબ પરિવારો અનેશ્રમજીવીઓને પણ આર્થિક બેહાલી સહન કરવી પડી રહી છે. તો ખેતીપાકોને પણ નુકશાન થયું છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, અતિવૃષ્‍ટિ બાદ રાજકીય આગેવાનો ફોટો સેશનમાં વ્‍યસ્‍ત બન્‍યા છે અને અધિકારીઓ બેઠકો કરી રહૃાાં છે. પરંતુ અસરગ્રસ્‍તોને હજુ સુધી કોઈ સહાય મળી નથી તે કડવી વાસ્‍તવિકતા છે.

જાફરાબાદનાં અસરગ્રસ્‍તોની મદદ કરતાં હિરેન હિરપરા

અમરેલી જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને મહામંત્રી કમલેશ કાનાણી અમરેલી જિલલાના જાફરાબાદ તાલુકાના રોહીસા અને ધારાબંદર પુર અસરગ્રસ્‍ત અને સંપર્ક વિહોણા ગામની મુલાકાત લઈને લોકોને પડતી મુશ્‍કેલીઓ અંગેની માહિતી લીધી અને તંત્રને લોકોની સમસ્‍યા તાત્‍કાલિક નિકાલ કરવાનું અને રોહીસા ગામે અતિવૃષ્‍ટિ દરમિયાન ગરીબ ખેતમજૂરનું મકાન પડી જતા ર ગાયોના મોત થયા હતા. કુદરતનો કરીશ્‍મા તો જુઓ 1 દિવસ પહેલા જન્‍મેલી વાછરડીનો બચાવ થયો હતો. સમવેદના સાંભળી મુલાકાત લેતા અમરેલી જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, મહામંત્રી કમલેશભાઈ કાનાણી અને અમરેલી જિલ્‍લા યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ જાફરાબાદ તાલુકા ભાજપના પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી, મહામંત્રી જીતુભાઈ મકવાણા અને ભાજપના કાર્યકરો સાથે મુલાકાત લીધી હતી.

બાબરા તાલુકામાં મિઝલ્‍સ-રૂબેલા રસીકરણ ઝુંબેશને સારો પ્રતિસાદ

સરકારની ગાઈડલાઈન મુજબ અને જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જયેશ પટેલ તથા તાલુકા હેલ્‍થ ઓફિસરડો. વિરાટ અગ્રાવતની આગેવાની હેઠળ બાબરા તાલુકામાં મિઝલ્‍સ રૂબેલા વેકસીનેશન કાર્યક્રમ જોરશોરથી ચાલી રહેલ છે. 16 જુલાઈથી શરૂ કરેલ આ કાર્યક્રમમાં ત્રણ દિવસમાં પ37પ બાળકોને શાળાઓમાં ઈન્‍જેકશન દ્વારા રસી આપવામાં આવેલ છે. આજદિન સુધી દરેક ગામોની દરેક શાળાઓમાં જયાં કામગીરી થઈ ગઈ છે અને ચાલુ છે ત્‍યાંથી કોઈપણ બાળકને કોઈપણ પ્રકારની આડઅસર થયેલ નથી. તમામ બાળકોને સુરક્ષિત રીતે રસીકરણ થયેલ છે. વાલીઓને નમ્ર અપીલ છે કે કોઈપણ પ્રકારના મેસેજનો ખોટો અર્થ કર્યા વગર નિશ્ચિંત રહેવું અને બાળકને જમાડીને કે હળવો નાસ્‍તો કરાવીને જ શાળાએ મોકલવા તેમજ બાળકના મનમાંથી ખોટો ભય દૂર કરવા વાલીઓએ પોઝીટીવ પ્રયાસો કરવા. આ રસી બિલકુલ સુરક્ષિત છે અને તેની કોઈ જ આડઅસર થતી નથી. જેથી તમામને ઓરી અને રૂબેલાના વાયરસજન્‍ય રોગથી બાળકોને સુરક્ષિત કરવા આ ઝુંબેશ કાર્યક્રમમાં સહભાગી થવા તા.19/7ના રોજ મોટા દેવળીયા પ્રા.આ. કેન્‍દ્ર ખાતે ઉપસરપંચ અશ્‍વિનભાઈ ઓડીયાના હસ્‍તે દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવેલ છે. મેડિકલ ઓફિસર ડો. અશ્‍વિન ઠાકર તથા તેની ટીમ જોરશોરથી કામગીરી કરી રહેલ છે.