Main Menu

Thursday, July 19th, 2018

 

બગસરાનાં નટવરનગરમાં બિસ્‍માર માર્ગોથી પરેશાની

ભુગર્ભ ગટર બનાવાયા બાદ માર્ગ બનાવવામાં ન આવતાં ભારે પરેશાની
અમરેલી, તા. 18
બગસરાનાં નટવરનગરનાં રહેવાસીઓએ ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવીને બિસ્‍માર માર્ગોની મરામત શરૂ કરવા માંગ             કરી છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, ભુગર્ભ ગટર કર્યા બાદ રોડ તોડી નાખવામાં આવેલ છે. તેમજ લાલપુલથી વીરાવાળાનાં ઘર સુધી રસ્‍તાનું દબાણ કરવામાં આવતા રસ્‍તો સાંકડો બનેલ છે જે પણ દબાણ દુર કરાવવાની જરૂર છે. તેમજ ચોમાસાનો સમય હોય રસ્‍તા ઉપર ખાડા પડી ગયેલ હોવાથી જીવજંતુ, મચ્‍છરનો ઉપદ્રવ થયેલ છે અને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હોય. આ રસ્‍તે થઈ કોઈ પોતાનું વાહન ભાડે લઈ રીક્ષા ભાડે પણ મળતી ન હોય બિમાર વ્‍યકિતની હાલત ખરાબ થઈ જાય છે અને ડીલેવરીના કેસોમાં પણ બૈરાઓને હોસ્‍પીટલ લઈ જવાની મોટી સમસ્‍યા ઉભી થાય છે. સમસ્‍યાથી કંટાળી ગયેલ હોય અને અમારી સહનશકિતની હદ આવી ગયેલ હોય દિન-1પમાં કોઈ નિકાલ નહી આવે તો અમારે નાછુટકે ગાંધી ચિંઘ્‍યા માર્ગે બગસરા નગરપાલિકા સામે ભુખ હડતાલ કરવી પડશે. તેની સંપૂર્ણ જવાબદારી બગસરા નગરપાલિકાના અધિકારીની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

રાજુલાની પરિણીતાને ત્રાસ આપી તેણીનાં પિતાને પણ ધમકી આપી

અમરેલી, તા. 18
રાજુલા તાલુકાનાં ધારેશ્‍વર ગામે રહેતાં દક્ષાબેન કનુભાઈ સોલંકી નામની પરિણીતાને તેણીનો રાજુલા ગામે રહેતો પતિ કનુ નકાભાઈ સોલંકી અવારનવાર શારીરિક, માનસિક ત્રાસ આપતાં હોય, ત્‍યારે ગત તા.13 નાં રોજ સામેવાળા કનુભાઈ કાંતિભાઈ નકાભાઈ સોલંકી તથા દિપકભાઈએ આરોપી શાન્‍તુબેનની ચડામણીથી ધારેશ્‍વર ગામે જઈ તેણીનાં બાપુજીને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.

બગસરામાં વરલી મટકાનો જુગાર રમતાં 3 ઝડપાયા : 1 નાશી ગયો

અમરેલી, તા. 18
બગસરા ગામે રહેતાં રફીક ઉર્ફે અબા ઉંમરભાઈ મકારીમા મેહુલ સુરેશભાઈ માંગરોળીયા, કાદરઅબ્‍દુલભાઈ સહેરી તથા ઈમરાન સાલમભાઈ હેદર નામનાં 4 ઈસમો ગઈકાલે રાત્રીનાં સમયે બગસરા ગામે જાહેરમાં વરલી મટકાનાં આંકડાનો જુગાર રમી રમાડતા હોય, બગસરા પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.48160, તથા મોટર સાયકલ નંગ-ર, મોબાઈલ ફોન-1 મળી કુલ રૂપિયા 7ર160નાં મુદ્યામાલ સાથે 3ને ઝડપી લીધા હતા જયારે એક ઈસમ નાશી ગયો હતો.

રબારીકા ગામે બોલેરોમાં આગળ બેસવાની ના પાડતાં ઝપાઝપી

લ્‍યો કરો વાત….
રબારીકા ગામે બોલેરોમાં આગળ બેસવાની ના પાડતાં ઝપાઝપી
જુની. એન્‍જીનીયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમરેલી, તા. 18
ખાંભા ગામે પીજીવીસીએલમાં જુનીયર એન્‍જીનીયર તરીકે ફરજ બજાવતાં સંજયભાઈ ભુપતભાઈ કાનાણી ગઈકાલે સવારે ભારે વરસાદનાં કારણે વીજપોલ પડી ગયા હોય, તેની કામગીરીમાં ખાંભાનાં રબારીકા ગામે ગયેલ હતા ત્‍યારે તે જ ગામે રહેતાં શાંતિભાઈ, સાહેબની ગાડીમાં આગળ બેસી જતાં જુનીયર એન્‍જીનીયરે તેમને કારમાં આગળ બેસવાની ના પાડતાં આ શાંતિભાઈ ઉશ્‍કેરાઈ જઈ જુનીયર એન્‍જીનીયરને ગાળો આપી, ઝપાઝપી કરી, ફરજમાં રૂકાવટ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પુત્રનું બનાવટી પ્રમાણપત્ર બનાવનાર પિતાની અટકાયત

ખોટુ જન્‍મનું પ્રમાણપત્ર બનાવનાર આરોપીની અટકાયત કરવામાં આવી
પુત્રનું બનાવટી પ્રમાણપત્ર બનાવનાર પિતાની અટકાયત
અમરેલી, તા.
રાજુલા તાલુકાના જુના દેવકા ગામના ડુંગર પોલીસ સ્‍ટેશનમાં પો. સ્‍ટે. 1 ગુ.ર.નં. 16/18 આઈપીસી કલમ 376, કલમ 4-8 મુજબના ગુન્‍હાના કામે આરોપી ઘનશ્‍યામભાઈ હમીરભાઈ વાવડીયાના પિતા હમીરભાઈ નાથાભાઈએ પોતાના પુત્ર ઘનશ્‍યામના જન્‍મ અંગેનો ખોટો દાખલો જે તે સમયના તલાટી મંત્રી અથવા કોઈપણ પાસેથી મેળવી રજૂ કરેલ હતો. તે દાખલો ખોટો હોવાનું જાણવા છતાં ગુન્‍હાહિત કાવતરૂ કરેલ હતું. જેથી પોલીસ અીધક્ષકની સુચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ડુંગર પીએસઆઈ કે.જે. વાળાએ આરોપી હમીરભાઈ નાથાભાઈ વાવડીયા વિરૂઘ્‍ધ ગુન્‍હો દાખલ કરી અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.

વીકટર ગામે કપડા સુકવતી મહિલાને અકસ્‍માતે શોર્ટ લાગતા મોત

કપડા સુકવવાના તાર ઉપરથી હેવી લાઈન નિકળતા બન્‍યો બનાવ
અમરેલી, તા.
રાજુલા તાલુકાનાં વીકટર ગામે રહેતાં રેશ્‍માબેન મહમદભાઈ ઉનડજામ નામનાં 40 વર્ષિય મહિલા ગઈકાલે સવારે પોતાના ઘરે ધોયેલા ભીના કપડા ફળીયામાં લોખંડનાં તાર ઉપર સુકવવા જતાં ત્‍યાં ઉપરથી પસાર થતાં ઈલેકટ્રીકની હેવી લાઈન નીકળતી હોય જેના કારણે તેણીને ઈલેકટ્રીક શોક લાગતા મોત થયેલ છે.

જાંબાળ ગામે લાઈટ રીપેરીંગ કરતાં યુવાનને અકસ્‍માતે શોર્ટ લાગતા મોત

ઘરે લાઈટ ન હોવાથી રીપેરીંગ કરતાં બન્‍યો બનાવ
અમરેલી, તા.
સાવરકુંડલા તાલુકાનાં જાબાળ ગામે રહેતાં રામજીભાઈ લખમણભાઈ શિણવીયા નામના 37 વર્ષિય યુવક ગઈકાલે સવારે પોતાના ઘરે લાઈટ ના હોવાથી મીટર પાસે લાઈટ રીપેરીંગ કરતાં હતા ત્‍યારે અચાનક જ વિજવાયરને અડી જતાં વીજ શોક લાગ્‍યો હતો જેથી સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

છભાડીયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં 9 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.
લાઠી તાલુકાનાં છભાડીયા ગામે રહેતાં ખોડાભાઈ રમેશભાઈ કઠેવાડીયા, માલપરા ગામનાં જીગ્નેશ પાંચાભાઈ રાઠોડ, સહિત 9 જેટલાં ઈસમો ગઈકાલે સાંજનાં સમયે છભાડીયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોય, દામનગર પોલીસ સ્‍ટેશનનાં પ્રોબે. પી.એસ.આઈ. જી.જે. મોરીએ દરોડો પાડી તમામને રોકડ રકમ રૂા.16ર00ની મતા સાથે ઝડપીલઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હીંડોરણા ગામેથી ચોરી કરાયેલ રેતી 1પ0 ટન પોલીસે ઝડપી લીધી

અમરેલી, તા.
રાજુલા તાલુકાનાં હીંડોરણા ગામે રહેતાં આતાભાઈ લુંભાભાઈ પટાટ તથા બુધાભાઈ ભગવાનભાઈ વાઘે હીંડોરણા પુલથી આગળ આવેલ રાધિકા હોટલ પાસે ગૌચર જમીનનાં પેટાળમાંથી કોઈ વાહન ર્ેારા આશરે 80 ટન રેતી કિંમત રૂા.40 હજારની ચોરી કરી રાખી તથા હીંડોરણા ચોકડી પાસે આવેલ ઠાકરધણી હોટલની પાછળથી પણ કોઈ ડેલામાં આશરે 70 ટન રેતી કિંમત રૂા.3પ હજાર મળી કુલ રૂા.7પહજારનાં મુદ્યામાલ પોલીસે ઝડપી લઈ બન્‍ને આરોપીની શોધખોળ આદરી છે.

રાજુલામાં ર8 ઈંચ, વડીયામાં ર0 ઈંચ કરતાં વધારે વરસાદ જાફરાબાદમાં કુલ વરસાદ 36 ઈંચ થયો

જિલ્‍લામાં સૌથી ઓછો વરસાદ લાઠી અને બાબરા પંથકમાં માત્ર 9 ઈંચ
અમરેલી પંથકમાં 1ર, બગસરામાં 1પ, ધારીમાં 10, સાવરકુંડલામાં 16 ઈંચ વરસાદ
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લાને છેલ્‍લા એક અઠવાડીયાથી ધમરોળતાં મેઘરાજાએ જાફરાબાદ પંથકમાં સૌથી વધુ 36 ઈંચ વરસાદ વરસાવેલ છે. તો સૌથી ઓછો વરસાદ લાઠી અને બાબરા પંથકમાં 9 ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું આપત્તિ વ્‍યવસ્‍થાપન વિભાગની યાદીમાં જણાવાયું છે.
આજે સવારે 7 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં ર83, બાબરામાં રર7, બગસરામાં 377, ધારીમાં ર60, જાફરાબાદમાં 900, ખાંભામાં 433, લાઠીમાં રર7, લીલીયામાં 339, રાજુલામાં 706, સાવરકુંડલામાં 399 અને વડીયામાં પ16 મીમી વરસાદ પડેલ છે.
જિલ્‍લામાં સતત વરસાદથી અનેક માર્ગો, પુલો અને મકાનો બિસ્‍માર બની જતાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે. હવામાન વિભાગની બુધવારે વરસાદ પડવાની આગાહી પોકળ સાબિત થઈ છે.

અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મેલીવિદ્યાનાં નામે છેતરપીંડી કરનાર ગેંગ ઝડપાઈ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી એસઓજીનો સપાટો
અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મેલીવિદ્યાનાં નામે છેતરપીંડી કરનાર ગેંગ ઝડપાઈ
ઘરમાં પાણી પીવાનાં નામે ઘુસીને નાટકબાજી કરાતી હતી
અમરેલી, તા.
સૌરાષ્‍ટ્રમાં છેલ્‍લા ઘણાં જ સમયથી લોકોને અંધશ્રઘ્‍ધા અને ઘરમાં મેલુ છે તેની વિધી કરવાનાં બહાને વાતામાં ફસાવી છેતરપીંડી કરતી નાથ બાવાજીની ગેંગનાં બે સભ્‍યોને અમરેલી એસ.ઓ.જી.એ ઝડપી લીધેલ છે. અને આ ગેંગનાં અલગ અલગ સભ્‍યોએ સૌરાષ્‍ટ્રનાં રાજકોટ, મોરબી, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ જિલ્‍લામાં 10પથી પણ વધુ સ્‍થળોએ આવી રીતે છેતરપીંડી કર્યાની કબુલાત આપી છે. જેમાં રાજકોટ જિલ્‍લાનાં પડધરીગામે રહેતાં રાયધન ઉર્ફે ભુરી કાનાભાઈ રાઠોડ, (નાથબાવાજી) તથા અરવિંદ ઉર્ફે અન્‍નો ઉર્ફે અનીલ બાબુભાઈ માંગરોળીયા રે. આજી ડેમ ચોકડી, રાજકોટવાળાને ઝડપી લેવાયા છે.
આ ગેંગનાં હજુ સૌરાષ્‍ટ્રભરમાં 1ર જેટલાં આરોપીનાં નામ પણ અમરેલી પોલીસને મળ્‍યા હતા જયારે જુનાગઢનાં પંકજભાઈ સોની, રાજકોટનાં હીતેશભાઈ સોની તથા રાજકોટનાં રાજપરા જવેલર્સ વાળા મિલનભાઈ ભાષ્‍કરભાઈ રાજપરા આ ગેન્‍ગ ર્ેારા સોનાનાં દાગીનાં ખરીદતાં હતા તેમનો પણ પર્દાફાશ થયો છે.
અમરેલી જિલ્‍લા ઉપરાંત આખા સૌરાષ્‍ટ્રની પોલીસની ઉંઘ હરામ કરી દેનારો આ ગેન્‍ગનો પર્દાફાશ કરવાની સાથે પોલીસે આરોપી પાસેથી 1 મોટરસાયકલ, મોબાઈલ ફોન-ર, તથા રૂા.ર08પ0ની રોકડ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

સિંહ યુગલ માણી રહૃાું છે વરસાદની મોજ

ખાંભા વરસાદી વાતાવરણમાં સિંહ બેલડી આવી રોડ પર. સોશ્‍યલ મીડિયામાં સિંહ બેલડીનો વિડીયો થયો વાઈરલ. જંગલમાં માખી મચ્‍છરના ત્રાસથી બચવા સિંહ બેલડી ડામર રોડ પર કર્યું વોકીંગ. ધોળા દિવસે રોડ પર બે સિંહ સિંહણ વિહરતા હોવાનો વિડીયો થયો સોશ્‍યલ મીડિયામાં થયો વાઈરલ. ખાંભા ગીરના પીપળવાથી ભાણીયા જંગલ તરફનો વિડીયો હોવાનું અનુમાન.

અરેરાટી : કેરિયાનાગસમાં ર ભૂલકાઓ અકસ્‍માતે પાણીમાં પડી જતાં કમકમાટીભર્યુ મોત

શ્રમિક પરિવાર પર આફતનું આભ તૂટી પડયું
અરેરાટી : કેરિયાનાગસમાં ર ભૂલકાઓ અકસ્‍માતે પાણીમાં પડી જતાં કમકમાટીભર્યુ મોત
નાના એવા ગામમાં અરેરાટીનો માહોલ ઉભો થયો
અમરેલી, તા.
અમરેલીતથા આજુબાજુનાં વિસ્‍તારમાં મેઘાએ મહેર કરી છે, ત્‍યારે અમરેલી નજીક આવેલ કેરીયાનાગસ ગામે એક શ્રમિક પરિવારનાં નાના નાના બે ભુલકા રમતાં રમતાં પાણી ભરેલા ખાડામાં પડી જતાં આ બન્‍ને બાળકોનાં કરૂણ મોત થતાં પરિવારમાં કલ્‍પાંત છવાયો છે. ચાર ભાઈઓ પૈકી બન્‍ને નાના ભાઈઓનાં મોતથી કરૂણાતફીંકા છવાય જવા  પામી છે.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલી નજીક આવેલ કેરીયાનાગસ ગામે રહેતાં અને ત્‍યાં જ આવેલ શિવકૃા જીનીંગમાં મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં ગીતાબેન મનોજભાઈ શેખલીયા નામની મહિલાને ચાર પુત્રોછે. જેમાં સૌથી મોટો પુત્ર અજય, બીજો નંબર વિજય જયારે ત્રીજા નંબરનો પુત્ર કાર્તિક અને સૌથી નાનો પુત્ર સાહિતલ છે.
આજે આ ગીતાબેન પોતાના પુત્રોને ઘરે મુકી જીનીંગ મિલમાં કામે ગયા હતા અને જીનીંગ મીલ પાછળ જ તેઓ રહેતાં હોય, ત્‍યારે હાલનાં ચોમાસાનાં કારણે જીનીંગ મિલ પાછળનાં ભાગે પાણીનાં ખાડા ભરાયેલા હતા ત્‍યારે કાર્તિક (ઉ.વ. પ) તથા સાહીલ (ઉ.વ. 4) સાંજે પોતાના ઝુંપડા પાસે રમતાં રમતાં પાણીનાં ખાડામાં નહાવા જતાં આ બન્‍ને સગાભાઈઓ પાણી નિચે રહેલાં માટીનાં કાપમાં ખુંચી જતાં બન્‍નેનાં કરૂણ મોત નિપજયા હતા.
બાદમાં આ મૃતક કાર્તિક, તથા સાહીલનાં મૃતદેહનેપોસ્‍ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડાયા છે.

ખાંભા પંથકમાં ભારે વરસાદથી ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્‍યા

રાયડી જળાશયનાં ર દરવાજા ખોલાયા
ખાંભા પંથકમાં ભારે વરસાદથી ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્‍યા
ખાંભા, તા.
ખાંભા તેમજ ગીરનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં ખાંભામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડવાથી ધર્મશાળામાં પાણી ભરાયા હતા તેમજ ગીરનાં ભાણીયા, ગીદરડી, તાતણીયા, લાસા, નાનુડી, ઈંગોરાળા, મોટા સમઢીયાળા, ડેડાણ, ખડાધાર, બોરાળા, રાયડી, મોટા સરાકડીયા સહિતનાં ગામમાં અવિરત ત્રણથી ચાર ઈંચ કરતા વધારે વરસાદ પડવાથી ખાંભાની ધાતરવડી નદીમાં સવારે પુર આવ્‍યં હતું અને ખાંભાનો જીવાદોરી ગણાતો મોભણેશ ડેમ ઓવરફલો થઈ જતા ખાંભાવાસી ખુશખુશાલ થઈ ડેમને જોવા નીકળી પડયા હતા. ત્‍યારે રાયડી નદીમાં પણ પુર આવ્‍યું અને રાયડી ડેમનાં બે દરવાજા ખોલવામાં આવ્‍યા હતા. તેમજ મોટા સરાકડીયામાં ભારે વરસાદનાં કારણે નદીમાં બે કાંઠે પુર આવ્‍યું હતું અને પાંચ વર્ષ બાદ મોટા સરાકડીયાનો ડેમ ઓવરફલો થયો હતો. ખાંભાની ધર્મશાળામાં પાણી ભરાઈ ગયેલ હતા. ત્‍યારે ખાંભા-નાગેશ્રી રોડ પર નાના બારમણ ગામ પાસે પુલ તૂટી જવાથી બે દિવસથી ખાંભા-નાગેશ્રી રોડ બંધ થઈ વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ ગયો હતો અને વાયા ટીમ્‍બી રોડ ચાલુ કરવામાં આવ્‍યો હતો.

સુરતમાં રઘુવંશી સમાજનાં તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

અખિલ ગુજરાત લોહાણા સમાજ ર્ેારા
સુરતમાં રઘુવંશી સમાજનાં તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે
સતત બે દિવસ સુધી કાર્યક્રમનું આયોજન
અમરેલી, તા.
અખીલ ગુજરાતલોહાણા સમાજ ર્ેારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી સમાજનાં તેજસ્‍વી તારલાઓને સન્‍માનિત કરવા માટેનો કાર્યક્રમ સુરત પટેલ વાડી ખાતે આગામી તા. 8/9 અને 9/9 શનિ-રવિવારે બે દિવસ સુધી યોજવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં જોડાવા માંગતા વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાની માર્ચ-એપ્રિલ ર018માં પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ તથા જરૂરી માહિતી નિયત કરેલ ફોર્મમાં ભરી મોકલી આપવા માટે અખીલ ગુજરાત લોહાણા સમાજનાં પ્રમુખ ધનવાનભાઈ કોટક તથા ભરતભાઈ વસાણી ર્ેારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. આ અંગે વધુ વિગત માટે આયોજક કાર્યાલયનાં ફોન નંબર 0ર61-રપ40989 ઉપર સંપર્ક કરવા અને તમામ વિગતો આગામી તા.1પ ઓગષ્‍ટ સુધીમાં સુરત ખાતેનાં કાર્યાલય પહોંચાડી દેવા યાદીમાં જણાવાયું છે.

અમરેલી જિલ્‍લામાં અતિવૃષ્‍ટિનો ભોગ બનેલને મદદ કરવા આદેશ

જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુ દોડી આવ્‍યા
અમરેલી જિલ્‍લામાં અતિવૃષ્‍ટિનો ભોગ બનેલને મદદ કરવા આદેશ
ડો. ખુંટનાં નિવાસસ્‍થાને ચા-પાણી પી ફરી કામે વળગ્‍યા
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લાના રાજુલા- જાફરાબાદ વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિનું નિરીક્ષણ કરવા અમરેલી આવેલા રાજયના કૃષિ- વાહન વ્‍યવહાર વિભાગના કેબીનેટ મંત્રી અને અમરેલી જિલ્‍લાના પ્રભારી મંત્રી આર.સી. ફળદુ જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર સાથે પૂર્વ નગરસેવક ડો. ચંદ્રેશખુંટ, ડો. નિલેશ ભીંગરાડીયા તથા સ્‍થાનિક આગેવાનો પાસેથી માહિતી મેળવી હતી અને વરસાદને કારણે થયેલા નુકશાન અંગે ચર્ચા કરી હતી. તેમજ રાજય સરકાર અસરગ્રસ્‍તોને માટે તાત્‍કાલિક પગલા લેશે તેમ જણાવ્‍યું હતું. વહેલી સવારે તાબડતોબ આવી પહોંચેલા મંત્રી આર.સી. ફળદુએ નાસ્‍તો કરતા-કરતા જ ડિઝાસ્‍ટર માટે તંત્રને ટેલિફોનિક સૂચનાઓ આપી હતી.

બાબરા પંથકમાં ભારે વરસાદનાં કારણે ફુલજર અને બળેલ પીપળીયામાં વ્‍યાપક નુકશાન

બાબરામાં પંથકનાં સાત ગામડાઓમાં સોમવારે ભારે વરસાદ પડતા ગામમાં ઘોડાપુર આવ્‍યા હતા જેનાં કારણે નીચાણ વાળા વિસ્‍તારોમાં પુરનાં પાણી ઘુસી જતાં લોકોનાં ઘરનેઅને ઘર વકરીને વ્‍યાપક પ્રમાણમાં નુકશાની થઈ છે. ત્‍યારે બાબરા તાલુકા વિકાસ અધિકારી બી. જી. સોલંકીએ જણાવ્‍યા અનુસાર જે સાત ગામડાઓમાં વરસાદ પડયો હતો. તેમાં ફુલજર અને બળેલ પીપળીયા ગામમાં વધુ નુકશાની હોવાનો અંદાજ છે. માટે ગ્રામ તલાટી મંત્રીને સર્વે કરી રિપોર્ટ કરવા જણાવ્‍યું છે. બાબરા તાલુકાનાં બળેલ પીપળીયા, ખીજડીયા કોટડા, અને ફુલજરમાં ભારે વરસાદ પડતા ગામની ફુલજરી નદીમાં ઘોડાપુર આવ્‍યા હતા. જેના કારણે લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જતા તમામ ઘરવકરી પાણીનાં પુરમાં તણાય ગઈ છે. તેમજ મકાનોને પણ મોટું નુકસાન થયું છે. ભારે વરસાદનાં કારણે અહીં રોડ રસ્‍તાઓનું પણ ધોવાણ થયું છે. ફુલજર ગામનાં સરપંચ નાગરાજભાઈ વાળા ર્ેારા નીચાણવાળા વિસ્‍તારોમાંથી તાત્‍કાલિક અસરથી લોકોનું સ્‍થળાંતર કરી પોતાના ઘરે આશરો આપી માનવતા મહેકાવી હતી. અહીં દેવીપૂજક વિસ્‍તાર તેમજ દલિત વિસ્‍તારમં રહેતાં લોકો સૌથી વધુ પાણીનાં પુરથી અસરગ્રસ્‍ત થયા છે. તેમજ ફુલજર ગામની સિમ વિસ્‍તારમાં પણ ધોવાણ થયું છે. અહીં ખેતરમાં ઉભા પાકનું ધોવાણ થતાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્‍યો છે. ત્‍યારે તાત્‍કાલિક અસરથી સર્વે કરી લોકોને મકાનની સહાય તેમજ અન્‍ય જરૂરી મદદ મળે તેવી માંગ ફુલજર ગામનાં સરપંચ ર્ેારાકરવામાં આવી છે.

ખાંભા-ઉના માર્ગ બંધ થતાંબસ સ્‍ટેન્‍ડમાં 9 મુસાફરો ફસાયા

મુસાફરો માટે સુંદર વ્‍યવસ્‍થા કરાઈ
ખાંભા, તા. 18
ખાંભા પંથકમાં અવિરત વરસાદ પડવાનાં કારણે ખાંભાની તમામ નદી-ડેમ છલકાઈ ગયા હોય અને ભારે વરસાદનાં કારણે ખાંભા-ઉના માર્ગ બંધ થઈ ગયો હોવાથી દાહોદ ગોધરાનાં નવ જેટલા પરપ્રાંતીય મુસાફરો ફસાય ગયા હોય આ તમામને ખાંભા મામલતદાર સ્‍ટાફ ર્ેારા જમવાની અને ખાંભા જે. એન. મહેતા હાઈસ્‍કૂલ ર્ેારા રહેવા-સુવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી.
ખાંભા તાલુકામાં છેલ્‍લા આઠ દિવસથી ધોધમાર વરસાદ પડવાથી રાયડી ડેમ ઓવરફલો થઈ ગયો હોય અને નાના બારમણ ગામ પાસે કોઝવે તૂટી જવાથી ખાંભા-ઉના માર્ગ બંધ થઈ જતા ગોધરા-દાહોદનાં પરપ્રાંતીય નવ જેટલા મુસાફરો ફસાયા હતા અને ખાંભા બસ સ્‍ટેશનમાં બેઠેલ હતા અને ખાંભા વાયા ધોકડવા રોડ પણ બંધ થઈ જતા ઉના તરફનો તમામ વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ ગયો હતો અને ઉના તરફ જતી તમામ એસ.ટી. બસ બંધ કરી દેવામાં આવી હતી અને ઉનાથી આવતી એસ.ટી.બસને પણ રોકી રાખવામાં આવી હતી. જેથી આ તમામ મુસાફરો ખાંભામાં ફસાયા હતા જેની જાણ ખાંભા મામલતદારને થતા તેઓના સ્‍ટાફ ર્ેારા તમામ નવ મુસાફરની બે દિવસ સુધી જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી ત્‍યારે તમામને રહેવા સુવા માટે ખાંભા જે. એન. મહેતા હાઈસ્‍કૂલનાં આચાર્યર્ેારા ખાંભાની હાઈસ્‍કૂલમાં વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી અને તમામ ફસાયેલ મુસાફરોની વહારે ખાંભાની વહીવટી તંત્ર આવ્‍યું હતું અને આમ આ પરપ્રાંતીય મુસાફરોએ કાઢીયાવાડી ભોજનની મજા માણી હતી.

19-07-2018