Main Menu

Tuesday, July 17th, 2018

 

નાના માચીયાળા ગામે ઈલેકટ્રીક શોક લાગતાં ભેંસનું મોત

ભેંસ ચરતા-ચરતાં ટીસી પાસે પહોંચી જતા બન્‍યો બનાવ
અમરેલી, તા. 16
અમરેલી તાલુકાનાં નાના માચીયાળા ગામે રહેતાં આંબાભાઈ મેરામભાઈ સરસીયા નામનાં પશુપાલક ગઈકાલે બપોરે નાના માચીયાળા ગામે ભીમનાથ મહાદેવ મંદિરપાછળ પોતાની ગાય ભેંસ ચરાવી ઘેર પરત ફરતા હતા ત્‍યારે એક ભેંસ ચરતા-ચરતાં ઈલેકટ્રીક ટીસી પાસે પહોંચી જતાં ભેંસને ઈલેકટ્રીક શોક લાગતાં મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ચાંચ ગામે ઈલેકટ્રીક શોક લાગતાં યુવકનું સારવાર દરમિયાન મોત

ઈલેકટ્રીક પોલ પાસે મોબાઈલ ચાર્જ કરવા જતાં લાગ્‍યો શોક
અમરેલી, તા. 16
રાજુલા તાલુકાનાં ચાંચ ગામે રહેતાં ગોબરભાઈ રામજીભાઈ શિયાળ નામનાં ર8 વર્ષિય યુવક ગત તા.13 નાં રોજ સાંજે પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે થઈ પીટાભાઈની વાડીએ ગયેલ ત્‍યાં ઈલેકટ્રીક પોલ હોય ત્‍યાં મીઠા લીમડાનાં ઝાડ પાસે કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતાં સારવાર દરમિયાન મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીનાં ગાવડકા માર્ગ પર ટ્રકે બાઈક ચાલક યુવકને હડફેટે લીધો

આશાસ્‍પદ યુવકનું સારવાર દરમિયાન મૃત્‍યુ
અમરેલી, તા. 16
અમરેલી નજીક ગાવડકા રોડ ઉપર આવેલ ઓમકાર સ્‍કૂલ પાસે એક ગેસના બાટલા ભરેલ ટ્રકના ચાલકે એક મોટર સાયકલને હડફેટે લઈ મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્‍યું હતું.
આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર અમરેલીમાં આવેલ જેસીંગપરા વિસ્‍તારમાં રહેતા વસંતભાઈ નારણભાઈ પોકળ નામના 30 વર્ષીય યુવક રવિવારે સવારે પોતાના હવાલાવાળા મોટર સાયકલનંબર જી.જે.-14-એચ 608ર લઈ અમરેલીથી ગાવડકા તરફ જતાં હતા ત્‍યારે ઓમકાર સ્‍કૂલ સામે એક ગેસના સિલિન્‍ડર ભરેલ ટ્રક નંબર જી.જે.-01-સીવી 6પ8પનાં ચાલકે મોટર સાયકલને હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી દેતા આ અંગે બનાવ અંગે મૃતક યુવકના કાકા રાજેશભાઈ પોકળે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રાજુલાનાં વીસળીયા ગામમાં નદીનાં પાણી ઘૂસી જતાં અફડાતફડી

અમરેલી જિલ્‍લાના દરિયાકાંઠા વિસ્‍તારમાં છેલ્‍લા એક અઠવાડિયાથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહયો છે. તેના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે અને નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ઘૂસી ગયા છે. આવી જ ઘટના રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના વીસળીયા ગામમાં બની હતી. વીસળીયા ગામથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવ્‍યું હતું. ગામ બે વિસ્‍તારમાં વહેંચાયેલું છે. આથી બંને વિસ્‍તાર વચ્‍ચેનો સંપર્ક તૂટયો હતો. નદીમાં આવેલો કોજ-વે પણ ધસમસતા પાણીના પ્રવાહમાંવહી ગયો હતો. તેમજ પૂર સંરક્ષણ દિવાલનું પણ ધોવાણ થઈ ગયું હતું. પૂર સંરક્ષણ દિવાલ તૂટવાના કારણે પ્‍લોટ વિસ્‍તારમાં પાણી રહેણાંક મકાનમાં પાણી ઘૂસી ગયા હતા. વીસળીયા પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી. તેમજ ધોધમાર વરસાદના કારણે બે મકાનો પણ પડી ગયા હતા. પરંતુ કોઈને જાનહાની થઈ નહોતી તેમજ અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોને પાક નિષ્‍ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે સરપંચ વિક્રમભાઈ શિયાળને જાણ થતાં તુરંત ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને લોકોને નદી કિનારે જવા માટે ના પાડી હતી તેમજ ગામની પરિસ્‍થિતિ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી.

નવા ગીરીયા ગામે ઝેરી જનાવરે દંશ મારતાં યુવતિનું મોત નિપજયું

અમરેલી, તા. 16
અમરેલી નજીક આવેલ નવા ગીરીયા ગામે રહેતાં પ્રતિક્ષાબેન કનુભાઈ સોલંકી નામની યુવતિ ગઈકાલે પોતાનાં ઘરે હતી ત્‍યારે તેણીને કોઈ ઝેરી જનાવરે દંશ મારતાં, ઝેરી અસરનાં કારણે સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલી જિલ્‍લામાં સૌથી વધુ વરસાદ જાફરાબાદ અને સૌથી ઓછો વરસાદ લાઠી પંથકમાં પડયો

સાર્વત્રિક વરસાદથી જળ સમસ્‍યા દુર થઈ ગઈ
અમરેલી, તા. 16
અમરેલી જિલ્‍લા પર મેઘરાજાની અમીદ્રષ્‍ટિ વરસી રહી છે. જિલ્‍લામાં સાર્વત્રિક વરસાદથી જળ સમસ્‍યા દુર થઈ ગઈ છે. જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા- જાફરાબાદમાં રરથી રપ ઈંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્‍થિતિ જોવા મળી રહી છે. અમરેલીમાં મૌસમનો કુલ વરસાદ 11 ઈંચ, બગસરામાં 14 ઈંચ, બાબરામાં 8 ઈંચ, ધારીમાં 9 ઈંચ, જાફરાબાદમાં ર4 ઈંચ, રાજુલામાં રર ઈંચ, ખાંભામાં 14 ઈંચ, સાવરકુંડલામાં 1પ ઈંચ, વડીયામાં 16 ઈંચ વરસાદ પડેલ છે.

અમરેલી જિલ્‍લામાં અર્ધાથી લઈને 11 ઈંચ વરસાદથી જળબંબાકાર

નદીઓ, ચેકડેમ, તળાવોમાં નવા નીરની આવક
અમરેલી, તા. 16
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં આજે પણ મેઘસવારી યથાવત રહેતાં જિલ્‍લામાં અર્ધા ઈંચથી લઈ 8 ઈંચ જેટલો વરસાદ પડી જતાં જનજીવનને અસર થવા પામી છે. ત્‍યારે જિલ્‍લાનાં બે જેટલાં ડેમ ઓવરફલો થતાં દરવાજા પણ ખોલવામાં આવ્‍યા છે. અને નિંચાણવાળા વિસ્‍તારનાં લોકોને એલર્ટ કરવામાં આવ્‍યા છે. જયારે એન.ડી.આર.એફ.ની ટીમ સતત કામગીરી કરી રહી છે.
અમરેલી જિલ્‍લામાં આજે સતત વરસાદ શરૂ રહેવા પામેલ છે. દરીયામાંકરંટ હોવાના કારણે રાજુલામાં 6 ઈંચ અને જાફરાબાદમાં 8 ઈંચ વરસાદ પડી ગયો છે. જયારે ભારે વરસાદનાં કારણે બાબરીયાધાર પાસે એક ખાનગી બસ પાણીમાં ફસાઈ હતી જેને લોકોએ બહાર કાઢી હતી.
જાફરાબાદમાં પણ અનરાધાર વરસાદનાં કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા હતા.
રાજુલા ગામે આવેલ ધાતરવડી ડેમમાં નવા નીર આવતાં ધાતરવડી-ર નાં 8 દરવાજા 1 ફુટ જેટલાં ખોલવામાં આવ્‍યા હતા. જયારે ચૌત્રા ગામે પણ નદીમાં ભારે પુર આવ્‍યું હતું. રાયડી ડેમ પણ ઓવરફલો       થયો છે.
જયારે ખાંભા પંથકમાં પણ અનરાધાર વરસાદ પડી રહૃાો હતો જયાં અનેક નદી નાળામાં પાણી વહેતા થયા હતા.
અમરેલી જિલ્‍લામાં સવારે 7 થી રાત્રીનાં 8 વાગ્‍યા સુધીમાં અમરેલી 30 મી.મી. (ર71), બાબરા 9 મી.મી. (19પ), બગસરા 11 મી.મી. (3પ1), ધારી-37 મી.મી. (ર39), જાફરાબાદ 198 મી.મી. (666), ખાંભા 88 મી.મી. (3પ0), લાઠી 16 (171), લીલીયા ર9 મી.મી. (308), રાજુલા 137 મી.મી. (610), સા.કુંડલા 37 (374) અને વડીયા ર4 મી.મી. (431) વરસાદ પડયો હતો.
અનેક ગામો બેટમાં ફેરવાયા તો માર્ગ તુટી જતાં અફડાતફડી
રાજુલા-જાફરાબાદમાં મેઘતાંડવથી ભારે પરેશાની
કોવાયા, ટીંબી, ધારાબંદર, બાબરીયાધાર, વઢેરા, હિંડોરણા, પિપાવાવ સહિતનાંગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે વરસાદ : નદીઓ ગાંડીતુર બની જતાં સર્વત્ર ભયનો માહોલ જોવા મળી રહૃાો છે
રાજુલા, તા. 16
રાજુલા શહેર તથા તાલુકાનાં લગભગ તમામ ગામોમાં આજે સવારનાં 8થી ધીમીધારે અને પાછળથી ધોધમાર વરસાદ વરસ્‍યો હતો. શહેરમાં 6 ઈંચ જેટલો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં 4 ઈંચથી પણ વધુ વરસાદ થયાનાં વાવડ છે.
રાજુલા શહેરમાં એકધારા 4 દિવસથી વ્‍યાપકપણે વરસી રહેલા વરસાદથી શહેરભરમાં પાણી ભરાયા હતા. હવેલી ચોક વિસ્‍તારની મેઈન બજારની દુકાનોમાં પાણી ભરાયા હતા. શહેરના કાનજીબાપાનગર, સવિતાનગર, શ્રીજીનગર, ગોકુલનગર, રેઈનબો, આંબેડકરનગર, ઘનશ્‍યામનગર, પુનિતનગર જેવી હાયફાઈ સોસાયટી વિસ્‍તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને આ વિસ્‍તારોની ભુગર્ભ ગટરો ઉભરાતા ગંદકી ફેલાઈ હતી.
રાજુલાનો ધાતરવડી-ર ડેમ છલકાતા સવારનાં 11 કલાકે બે દરવાજા ખોલાયા હતા. પાણીની આવક ઉપરવાસમાંથી સતત ચાલું રહેતા બપોરે 8 દરવાજા ખોલ્‍યા હતા. જેની જાણ તંત્ર તરફથી ડેમ નીચે આવતા નીચાણવાળા ગામોનાં રહીશોનેકરાઈ હતી. આથી જાનહાની થઈ ન હતી. આજે આ ડેમમાંથી પાણી છોડાતા રામપરા-ર, ઉચૈયા સહિતનાં ગામોમાં પાણી ભરાયા હતા. જયારે ભારે વરસાદથી રાજુલા તાલુકાનાં ભેરાઈ, વિકટર, કડીયાળી, સાજણવાવ સહિતના ઘણા બધાગામોમાં પાણી ભરાયા હોવાના વાવડ મળી રહૃાા છે.
નેશનલ હાઈવે રોડનું કામ ચાલું હોય રાજુલા-મહુવા નેશન હાઈવે રોડ ઉપર કોન્‍ટ્રાકટર ઘ્‍વારા રોડ વચ્‍ચે અને સાઈડમાં માટી સહિતનો માલ-સામાનના ઢગલા કર્યા હોવાથી દાતરડી, કડીયાળી, નિંગાળા, જોલાપુર, પીપાવાવ સહિતના આ રોડ ઉપર આવતાં ગામોનાં ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્‍યા હતા. રાજુલા તાલુકાના મોટાભાગનાં ગામો અને જમીનો પાણીથી તરબોળ થઈ છે. અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીની કોલોની અને પીપાવાવ પોર્ટમાં પણ પાણી ભરાયા હોવાના વાવડ છે.
જાફરાબાદમાં સવારથી શરૂ થયેલો શહેર અને તાલુકાનાં ગામોમાં વરસાદ ર00 મી.મી. એટલે કે 8 ઈંચ જેટલો વરસાદ ખાબકય ો છે. જાફરાબાદ શહેરમાં પણ ઠેર-ઠેર પાણી ભરાયા છે. જયારે તાલુકાનાં ધારાબંદર, વઢેરા, સોખડા, કડીયાળી, ભાડા, ચિત્રાસર, લોઠપુર સહિતનાં ગામોમાં પણ પાણી ભરાયા હતા. સૌથી વધારે કફોડી સ્‍થિતિ ધારાબંદ અને         વઢેરા ગામની હતી. ગામ લોકોએ કહૃાું હતું કે આવી કફોડી સ્‍થિતિમાં જો કોઈ ધારાસભ્‍ય મદદે આવ્‍યા હોય તો માત્ર એક અંબરીષભાઈ ડેર છે. પ્રત્‍યુતરમાં અંબરીશ ડેરે ગ્રામજનોને કહૃાું હતું કે, હું તો સેવક છું આપનો ઋણી છું. વઢેરા ગામમાં છાતીડુબ પાણી ભરાયા હતા અને વધુ પાણી આવકમાં હતું. જીએચસીએલકંપની ઘ્‍વારા બાંધવામાં આવેલા પાળાઓના કારણે સ્‍થિતિ બગડી હતી. ગામ આખું ન ડુબે એ માટે સરપંચ સહિતનાં ગામોલોકોએ પાળા તોડવાની કામગીરી કરી વધુ પાણી આવતું અટકાવ્‍યું હતું. કંપની ઘ્‍વારા પાળા બંધાતા હતા તે વખતે સરપંચ સહિતનાંઓએ આ પાળા ન બાંધો ચોમાસાનાં પાણીના નિકાલ માટે આ એક જ માર્ગ છે જો બાંધશો તો ગામમાં પાણી ભરાસે. પણ રાજકીય ઓથ ધરાવતી આ કંપનીએ પોતાનું જ ધાર્યુ કર્યુ હતું.
રાજુલા તાલુકાનાં બાબરીયાધાર ગામે આજે મીના ટ્રાવેર્લ્‍સની લકઝરી બસ 3પ જેટલા પેસેન્‍જરોને લઈને આવી હતી. ત્‍યારે આ ગામનાં નદી ઉપરનાં પુલ ઉપર ઘોડાપુર વહી રહૃાું હતું તે ઘોડાપુરમાં આ બસ ફસાતા બસમાં બેઠેલા પેસેન્‍જરોના જીવ તાળવે ચોંટયા હતા. સદનસીબે ગામનાં સરપંચ અનિલભાઈ લાડુમોર ત્‍યાંથી પસાર થઈ રહૃાા હતા તેમણે પળનો પણ વિલંબ કર્યા વિના ટેલીફોનીક સંપર્કથી પોતાની ટીમ અને ગ્રામ્‍યજનોને સ્‍થળ ઉપર બોલાવી ઘોડાપુરમાં ફસાયેલ બસના પેસેન્‍જરોને મહામહેનતે બચાવ્‍યા હતા. જીવના જોખમે સરપંચ ખનિલ લાડુમોર અને ગ્રામ્‍યજનોએ કરેલી આ માનવ સેવાને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ સરપંચને માનવ જીંદગી બચાવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. જાફરાબાદ પંથકમાં પણ ભારે વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયાછે.
રાજુલાનાં રાભડા ગામે તળાવ તૂટી જતાં ગામમાં પાણી ઘુસી જતાં પશુઓ મોતને ભેટયા
જવાબદાર તંત્ર ગામજનોને મદદ કરવામાં ટૂંકું પડી રહૃાું છે
વીકટર, તા. 16
રાજુલા પંથકમાં છેલ્‍લા દસ દિવસથી પડી રહેલા વરસાદને લઈને કયાંક મેઘ મહેર તો કયાંક મેઘ કહેર જેવી પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામ્‍યું છે.
રાજુલા તાલુકાનાં વીકટર, ડુંગર, દાતરડી, માંડલ સહિતનાં પંથકમાં છેલ્‍લા દસ દિવસથી મેઘ રાજા મન મુકીને વરસી રહૃાા છે. જેમાં ધીમી ધારેથી લઈને ધોધમાર વરસાદ દરરોજ એક ઈંચથી પાંચ ઈંચ સુધી જુદા જુદા વિસ્‍તારમાં પડી રહૃાા છે ત્‍યારે અનેક નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે અને તળાવો તેમજ બંધારાઓ પણ ઓવરફલો થયા છે. ત્‍યારે રાજુલાનાં રાભડા ગામે આવેલ બંધારો ઓવરફલો થયો હતો અને આજે અચાનક ઉપરવાસમાં પડેલ વરસાદને લીધે નવા નીરની આવક થતાં બંધારો તૂટયો હતો જેમાં રાભડા ગામ સહિત વાડી ખેતરોમાં પાણી ભરાયા હતા અને પૂરની સ્‍થિતિનું નિર્માણ થયુ હતું. જેમાં અચાનક જ પૂરનું પાણી આવી જતા અનેક માલઢોર જેવા કે ગાય ભેંસ, બકરાઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા તેમાં અનેક પશુઓનાં મોત થયા હતા. અહીં પૂર હોનારત જેવી પરિસ્‍થિતિ સર્જાતા અહીં તંત્ર પણ વામણું પુરવાર થયું હતું. અહીં આવીસ્‍થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર પહોંચ્‍યું ન હોવાના સ્‍થાનિકો ર્ેારા આક્ષેપ કરવામાં આવી રહૃાા છે. ત્‍યારે આજુબાજુનાં લોકો ર્ેારા મદદરૂપ થવા માટે જરૂરી સામગ્રી પહોંચતી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહૃાું છે.
સાવરકુંડલાનાં ઘોબા અને પીપરડી, જેસરમાં 8 થી 10 ઈંચ વરસાદ પડતા ગામ સંપર્ક વિહોણા બન્‍યા
સાવરકુંડલા તાલુકામાં છેલ્‍લા બે દિવસથી ધીમીધારે પડી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. સાવરકુંડલામાં ર થી 3 ઈંચ વરસાદ પડયો હતો. સાવરકુંડલા શહેર ઉપરાંત ધોબા, પીપરડી, વંડા, ઝીંઝુડા, આંબરડી, ઓળીયા, ગાધકડા, વીજપડી, થોરડી, જુનાસાવર વગેરે ગામડાઓમાં સતત બે દિવસના વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત શહેરનો ગાયત્રી મંદિરનો ડેમ અને બોધરયાણી ડેમ ભરાઈ જવા પામ્‍યો હતો તથા હાથસણી ડેમમાં પણ નવા પાણીની આવક થઈ હતી.ઉપરાંત સાવરકુંડલા પાસે આવેલ શેલ દેદુમલ ડેમમાં પાણીની આવક થઈ હતી.
મોટા બારમણનો રાયડી જળાશય ઓવરફલો : 3 દરવાજા ર ફુટ ખોલાયા
લાખો લીટર પાણીને છોડી દેવામાં આવ્‍યું
મોટા બારમણ, તા.16
ખાંભા પંથકમાં અનરાધાર વરસાદથી મોટા બારમણ નજીક આવેલ રાયડી જળાશય ઓવરફલો થતાં 3 દરવાજા ર ફુટ ખોલી નાખવામાં આવ્‍યા છે. અને લાખો લીટર પાણી છોડી દેવામાં આવ્‍યું છે. ખાંભા પંથકમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન હોય તેવું લાગી રહયું છે.
છેલ્‍લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસતા સમગ્ર પંથક જળબંબાકાર બની        ગયો છે. જો કે વધારે વરસાદથી સમગ્ર પંથકમાં માર્ગો બિસ્‍માર બની ગયા છે. તો ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોય આનંદ સાથે આઘાતની પણ લાગણી જોવા   મળી રહી છે.

સિંહણ ર બચ્‍ચા સાથે પાણીથી બચવા ટેકરી પર ચડી

ખાંભા પંથકમાં અનરાધાર વરસાદથી પ્રાણીઓ પરેશાન
સિંહણ ર બચ્‍ચા સાથે પાણીથી બચવા ટેકરી પર ચડી
સામાન્‍ય માનવી તો કુદરતી આફતમાં સલામત સ્‍થળે જતાં રહે પણ પ્રાણીઓ શું કરે
જવલ્‍લે જ જોવા મળતો કિસ્‍સો કેમેરામાં કેદ થઈ ચુકયો છે
ખાંભા, તા. 16
અનરાધાર વરસાદ ખાબકે ત્‍યારે માનવી તો પોતાની જાતને સુરક્ષિત જગ્‍યાએ પહોંચાડી દે છે પરંતુ જંગલ વિસ્‍તારમાં વસતા પક્ષીઓ અને પ્રાણીઓ શું કરતા હશે ? આવો પ્રશ્‍ન સહુ કોઈનાં મનમાં ઉપસ્‍થિત થતો જ હોય. એ ગાંડી ગીરનાં રેવન્‍યુમાં વનરાજો વરસતા વરસાદમાં પુરના પાણીના પ્રવાહથી બચવા કેવી સલામત જગ્‍યા પસંદ કરી.
અમરેલી જીલ્‍લાનાં ખાંભા તાલુકામાં છેલ્‍લા ર4 કલાકથી ભારે વરસાદ પડી રહૃાો છે. આ વિસ્‍તારની તમામ નદીઓ અને નાળા બે કાંઠે વહી રહૃાા છે. ત્‍યારે આ વિસ્‍તારમાં વસતા સાવજો પોતાના પરિવાર સાથે કયાં રહેતા હશે ? આ દ્રશ્‍યો જુઓ જમીનથી લગભગ પ0 મીટર ઊંચા ટેકરા પર આ સિંહણ પોતાના બે બચ્‍ચા સાથે બેઠી છે.
એવું કહેવાય છે કે, ચોમાસાનીઋતુમાં સાવજો પોતાનું રહેઠાંણ ઊંચા ટેકરા પર બનાવી લેતા હોય છે પરંતુ આવા દ્રશ્‍યો જોવા દુર્લભ હોય છે. વરસતા વરસાદમાં ખાંભા ગીર અને બૃહદ ગીરના રેવન્‍યુંમાં વસતાં સિંહો પોતાના પરિવારની કેવી કાળજી લઈ રહૃાા છે તે ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમના છે. લાખાભાઈ વાળા નામના ખેડૂતની વાડીમાં આ સિંહણ પોતાના બે બચ્‍ચા સાથે સુરક્ષિત ટેકરા પર બેઠી છે. સિંહણ પોતાના બે પાઠડા સિંહબાળને લઈને કોદીયાની સીમમાં ઊંચા ટેકરા પર વરસાદી પાણીના પ્રવાહથી બચવા આવી હતી. વરસતા વરસાદમાં સિંહો પર નજર રાખીને અતિ દુર્લભ કહી શકાય તેવો અદભૂત નજારો કેમેરામાં કેદ થયો છે.

અમરેલીમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો રેશનિંગનો જથ્‍થો ઝડપાયો

અમરેલી, તા. 16
અમરેલીમાં સસ્‍તા અનાજનાં દુકાનદારોને અનાજનો જથ્‍થો પુરો પાડતા કોન્‍ટ્રાકટર ર્ેારા રેશનીંગનો જથ્‍થો બારોબાર લઈ જવાનો હોવાની હકીકત અમરેલીનાં મામલતદાર અને ઈન્‍ચાર્જ ડી.એસ.ઓ.ને મળતાં અમરેલી નજીકથી ટ્રક નં. જી.જે.0પ વાય વાય 6836ને રોકી તલાશી લેતાં તેમાં ગેરકાયદેસર રીતે રેશનીંગ જથ્‍થો લઈ જવાતો હોવાનું માલુમ પડતાં આ ટ્રકમાંભરેલ અનાજનાં કટ્ટા નંગ-40 તથા ટ્રક સહિતનો મુદ્યામાલને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરવામાં     આવી છે.

વડીયા ખાતે સુરવો ડેમ છલકાતા નવા નીરને આવકારતાં બાવકુભાઈ ઉંઘાડ

ગુજરાત રાજય કૃષિ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે ત્‍યારે કૃષિ વિકાસ માટે સૌથી મોટી અગત્‍યતા એટલે પાણી. જગતનો તાત એટલે ખેડૂતના હૈયામાં ચોમાસામાં વરસાદનાં આગમન સાથે નવા નીરની આવકથી હરખની હેલી ચડે છે. રાજયનાં ખેડૂતની આર્થિક ઉન્‍નતિ માટે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ રહી છે. આ માટે અનેક યોજનાઓ તથા પાણીની સિંચાઈ યોજનાઓ કાર્યરત કરી છે. સૌરાષ્‍ટ્રમાં સિંચાઈની ઓછી ઉપલબ્‍ધ તકો અને ક્ષારયુકત જમીનને કારણે ખેત ઉત્‍પાદનમાં ખેડૂતને પારાવાર મુશ્‍કેલીઓ પડે છે. આ મુશ્‍કેલીમાંથી ખેડૂતને ઉગારવા રાજય સરકારે સૌરાષ્‍ટ્રમાં નાની મોટી અનેક સિંચાઈ યોજનાઓઅમલી બનાવી છે. જેમાં તાલુકાઓ અને જિલ્‍લાઓમાં બંજર જમીનને નવસાઘ્‍ય અને ઉપજાઉ બનાવી છે. ચાલુ વર્ષે આ સુરવો ડેમમાં વરસાદનાં અમીસમા પાણીની અનરાધાર આવકને કારણે આ ડેમ 16.પ0 ફુટની મહત્તમ સપાટીએ ઓવરફલો થાય છે ત્‍યારે 14 ફુટ સુધી ઠસોઠસ ભરાયો છે. આ વિસ્‍તારનાં લોકોમાં હરખની હેલી ચડી છે. આ આનંદના ભાગીદાર બની માજી ધારાસભ્‍ય બાવકુભાઈ ઉઘાડ અને તેમના પત્‍નીએ વિધિવત નવાનીરની આવકને શ્રીફળ અને પુષ્‍પ વધાવી હતી. આ જળસીંચાઈયોજના વિશે વિશેષમાં જણાવતાં તેઓએ કહૃાું હતું કે જમીનમાં પાણીના ઉંડા તળ અને ક્ષારયુકત જમીનને કારણે સિંચાઈ માટે પાણીની સુવિધા ખેડૂતો માટે આશીર્વાદ સમાન અને આ વિસ્‍તારનાં લોકોની જીવાદોરી સમાન ગણાય છે. સુરવો ડેમ કુવાનાં પાણીના તળ રિચાર્જ થતાં ઉપર આવવાથી પીવાના પાણી અને અન્‍ય નાની સિંચાઈ માટે પણ પુરતું પાણી ઉપલબ્‍ધ બનશે. આમ આ યોજના ખેડૂતો અને અન્‍ય લોકો માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. આ તકે નવા નીરને વધાવતા તેઓએ નવા પાણીની આવકનોહર્ષ વ્‍યકત કર્યો હતો. ડેમની પરિસ્‍થિતિ જાણી બોટમાં બેસીને નવાનીરમાં ચક્કર લગાવી વધામણા કર્યા હતા. આ વિસ્‍તારનાં લોકોને આ યોજનાથી સિંચાઈની સુવિધા મળવાથી ખેત ઉત્‍પાદનમાં અનેકગણો વધારો થશે. તેમણે વધુમાં જણાવ્‍યુંહતું કે આ ડેમને કારણે આસપાસની જમીનને નવસાઘ્‍ય કરવામાં સહાયતા જશે. આ ઉપરાંત ખેતઉત્‍પાદન વધતાં ખેડૂત આર્થિક સઘ્‍ધર બનશે. સુરવો ડેમ યોજના વિશે વાત કરતાં જળસિંચાઈ વિભાગનાં અધિકારીએ જણાવ્‍યું હતું. આ સિંચાઈ યોજનાથી આસપાસનાં ચાર થી પાંચ ગામોને સિંચાઈ યોજનાનો લાભ મળશે જયારે અન્‍ય દશથી બાર ગામોમાં પાણીના તળ ઉંચા આવતા સિંચાઈ યોજનાનો લાભ મળશે. ઉલ્‍લેખનીય છે કે આ ડેમમાં પાણીનીઆવક થતાં આસપાસનાં ગામના લોકો હૈયે ટાઢક થતાં હર્ષ છલકાઈ રહૃાો છે. આ ડેમની પાણીની આવકનો સિંચાઈનો લાભ મળતાં ખેડૂતોની કૃષિ ઉત્‍પાદન ક્ષમતા લગભગ બમણી કરતાં વધુ થવાની સંભાવના છે.

ખાંભા ગ્રામ્‍ય વિસ્‍તારમાં અભ્‍યાસ કરતાં 160 વિદ્યાર્થીઓ ર્ેારા બોરાળા ગામે 3 કલાક સુધી બસ રોકો આંદોલન

બીજી બસ ચાલુ કરવા ઉઠેલી માંગ ન સંતોષાતા બસ રોકો આંદોલન કરાયું
ખાંભા, તા. 16
ખાંભા અભ્‍યાસ અર્થ ગામડેથી આવતા વિદ્યાર્થીઓને અભ્‍યાસ પૂર્ણ કરી બપોરે ઘરે જવા માટેની એક જ બસ ઉના-ખાંભા રૂટની હોય અને 160થી વધારે વિદ્યાર્થી ર્ેારા આજે સવારે બોરલા ગામે બસ રોકો આંદોલન કરવામાં આવ્‍યું હતું અને બસોનો ત્રણ કલાક સુધી ચક્કાજામ થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓની મુશ્‍કેલી એસ.ટી. તંત્ર ર્ેારા યોગ્‍ય ન કરતા વિદ્યાર્થીઓને એક જ બસમાં ઠાસોઠાસ ભરાય જવાથી અકસ્‍માત થવાની ભીતિ સેવાય રહી હતી ત્‍યારે ખાંભા તાલુકાનાં બોરાળા, બાબરપરા, ચકરાજા, ઘૂંઘવાના, કંટાળા, પચપચીયા સહિતનાં 160 થી વધારે વિદ્યાર્થીઓ અભ્‍યાસ અર્થખાંભા આવતા હોય છે ત્‍યારે વિદ્યાર્થીઓને સવારની બે થી ત્રણ બસ મળતી હોય છે. પરંતુ બપોરે અભ્‍યાસ પૂર્ણ કરી ઘરે જવા માટેની એક જ બસ હોય અને વિદ્યાર્થીઓ આ બસમાં સમાય શકતા ન હોવાથીના છૂટકે વિદ્યાર્થીઓ આ બસમાંઠાસોઠાસ ભરાયને બેસે છે. ત્‍યારે વિદ્યાર્થી પર અકસ્‍માતનો ભય ઉભો થયેલ છે. જવાબદારી કોની તેવો વેધક સવાલ ઉભો થયો છે. ત્‍યારે અન્‍ય બીજી બસ બપોરે 1ર.30એ અગાઉ ચાલતી સાવરકુંડલા-ઉના રૂટની બસ એસ.ટી. તંત્રએ બંધ કરી દીધેલ છે, આ બસ કયાં કારણોસર બંધ કરી દેવામાં આવી છે અને આ બસ ચાલુ કરાવવા વિદ્યાર્થીઓ ર્ેારા અનેકવાર ચાલુ કરાવવા લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી ત્‍યારે વિદ્યાર્થીઓ ર્ેારા ચીમકી ઉચારવામાં આવી હતી અને આજે વિદ્યાર્થીઓ ર્ેારા ત્રણ કલાક સુધી ચકાજામ કર્યુ હતું અને એસ.ટી. તંત્રનાં અધિકારીઓ સ્‍થળ પર આવી વિદ્યાર્થીઓની માંગણી સંતોષતા આ આંદોલન સમેટયુ હતું.

વાંકીયામાં પેથાણી પરિવાર દ્વારા તૈયાર થયેલ પ્રવેશદ્વારનું આર.સી. ફળદુનાં હસ્‍તે લોકાર્પણ

અમરેલી તાલુકાના વાંકીયા ગામે વતનના રતન, નિજાનંદ સેવા સંઘ અમદાવાદ તથા વાંકીયા ગામ કેળવણી મંડળના પ્રમુખ અને પેથાણી બિલ્‍ડકોન પ્રા.લી.ના માલિક પેથાણી પરિવાર દ્વારા બનાવાયેલ માતુશ્રી સ્‍વ. ગલાલબા રામજીભાઈ પેથાણી પ્રવેશદ્વારનો લોકાર્પણ સમારોહ ગુજરાત રાજયના કેબિનેટ કૃષિમંત્રી આર.સી. ફળદુના અઘ્‍યક્ષસ્‍થાને તથા વરદ હસ્‍તે યોજાયો હતો. આ લોકાર્પણ સમારોહમાં મુખ્‍ય મહેમાન પદે સાંસદ નારણભાઈ કાછડીયા, મ્‍યુ.ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, જિલ્‍લા ભાજપ અઘ્‍યક્ષ હિરેનભાઈ હિરપરા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા સંઘના ચેરમેન શરદભાઈ લાખાણી, પૂર્વ મંત્રી વી.વી. વઘાસીયા, બાવકુભાઈ ઉંઘાડ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા. સમારોહના પ્રારંભે શબ્‍દોથી સ્‍વાગત મ્‍યુ. કોર્પો. અમદાવાદના કાઉન્‍સીલર અશ્‍વિનભાઈ પેથાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું. વાંકીયા ગામમાં રામદેવજી મંદિર, સ્‍વા. વિદ્યાલય તથા ગુજરાત ભરમાં દેવાલયો, પટેલ વાડી, જરૂરિયાતમંદ લોકોને આર્થિક તથા તબીબી સહાય કરવા બદલ અને વતન કાઠિયાવાડમાં રજવાડી પ્રવેશદ્વારનું નિર્માણ કરવા બદલ બાબુભાઈ પેથાણીનું અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ સમાજ, ખોડલધામ સમિતિ, ડાયનેમિક ગૃપ, ગ્રામ પંચાયત વાંકીયા, સ્‍વા. વિદ્યાલય વાંકીયા, રામદેવજી મંદિર ટ્રસ્‍ટ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, બાવાજી સમાજ તથા આસપાસના ર0 ગામોના આગેવાનો દ્વારા ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી, ખોડલધામના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ નીરજભાઈ અકબરી, પટેલ સંકુલના કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, લાયન્‍સ કલબના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ વઘાસીયા, શરાફી મંડળીનાચેરમેન રશ્‍મિનભાઈ ડોડીયા, યાર્ડના ડાયરેકટર ધીરૂભાઈ ગઢીયા, જયેશભાઈ નાકરાણી, પૂ. જેરામબાપુ, પૂ. ઘુસાભગત, હિરેનભાઈ બાંભરોલીયા, સંજય રામાણી, ડો. દિલીપ પેથાણી, શંભુભાઈ રાદળીયા, વલ્‍લભભાઈ રામાણી, પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદ ધાનાણી, દલસુખભાઈ દુધાત, એડવોકેટ મનિષ દવે, બકુલભાઈ પંડયા, જયકાંત સોજીત્રા વિગેરે જિલ્‍લા ભરમાંથી આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. આ તકે કાર્યક્રમના અઘ્‍યક્ષ આર.સી. ફળદુ, ધનસુખભાઈ ભંડેરી, શરદભાઈ લાખાણી તથા અશ્‍વિનભાઈ સાવલીયાએ પ્રાસંગિક પ્રવચન કરીને બાબુભાઈ પેથાણીને અભિનંદન આપ્‍યા હતા. વાંકીયા ગામે પેથાણી પરિવાર દ્વારા આયોજિત પ્રવેશદ્વાર લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ગામના આગેવાનો દિનેશભાઈ પેથાણી, મહેશભાઈ પેથાણી, લાભુભાઈ અકબરી, દિલુભાઈ વાળા, અમીત રાદળીયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશ બાવીશી તથા આભારવિધિ દિલુભાઈ વાળાએ કરી હતી.

17-07-2018