Main Menu

Sunday, July 15th, 2018

 

બાબરામાં સમસ્‍ત ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા પૂજય વેલનાથબાપુની જન્‍મ જયંતિનીઉજવણી

બાબરામાં પૂજય સંતશ્રી વેલનાથબાપુની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણીનું ભવ્‍ય આયોજન બાબરા તાલુકાના સમસ્‍ત ચુવાળીયા ઠાકોર સમાજ અને વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવ્‍યું હતું. અહીં શહેરમાં આવેલ ચિતલ રોડ ખાતે પૂજય સંતશ્રી વેલનાથ બાપુના મંદિરે પૂજન, અર્ચન કર્યા બાદ ભવ્‍ય શોભાયાત્રા પૂજય વેલનાથબાપુની નીકળી હતી. જેમાં ચુવાળીયા ઠાકોર સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. પૂજય સંતશ્રી વેલનાથબાપુની ભવ્‍ય શોભાયાત્રા વાજતે ગાજતે શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી અને શોભાયાત્રાના રૂટ દરમિયાન બાબરા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. શોભાયાત્રા બપોરે નિજ મંદિરે પરત ફરી હતી અને અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો લાભ મોટી સંખ્‍યામાં ભાવિકો દ્વારા લેવામાં આવ્‍યો હતો.

લ્‍યો બોલો : અમરેલીનાં ક્ષય કેન્‍દ્રમાં એકપણ તબીબ જોવા મળતા ન હોય આશ્ચર્ય

ર0રપમાં દેશને ટીબીમુકત કરવાનો છે તેવા જ સમયે
લ્‍યો બોલો : અમરેલીનાં ક્ષય કેન્‍દ્રમાં એકપણ તબીબ જોવા મળતા ન હોય આશ્ચર્ય
આઈએમએનાં પ્રમુખે આરોગ્‍ય કમિશ્‍નરને પત્ર પાઠવ્‍યો
અમરેલી, તા. 14
કેન્‍દ્ર સરકારનાં નિર્ણય મુજબ સમગ્ર ભારતને ર0રપ સુધીમાં ટી.બી. મુકત કરવાનું અભિયાન ચાલે છે. એના અનુસંધાને સમગ્ર ગુજરાતનું આરોગ્‍ય તંત્ર ખંતપૂર્વક આ કામ કરી રહૃાું છે. આ મિશન માટે જિલ્‍લા ક્ષયનું માળખું પૂર્ણ હોવું જોઈએ. ખાસ કરીને જિલ્‍લા કક્ષાએ ડોકટરો હોવા જોઈએ. અમરેલી જિલ્‍લામાં જિલ્‍લા ક્ષય કેન્‍દ્રમાં એક જિલ્‍લા ક્ષયઅધિકારી અને બે મેડીકલ ઓફીસરની જગ્‍યા છે. એમાં અત્‍યારે જિલ્‍લા ક્ષય અધિકારી અને એક મે.ઓ.ની જગ્‍યા ખાલી છે. એક મે.ઓ. કાયમી ડેપ્‍યુટેશન ઉપર બહાર છે. એટલે હાલ જિલ્‍લા ક્ષય કેન્‍દ્રમાં એક પણ ડોકટર છે નહિ. આથી સરકારમાં આ મીશનને અમરેલી જિલ્‍લામાં ફટકો પડે તેમ છે. છેલ્‍લા ચારથી પાંચ મહિનાથી આ પરિસ્‍થિતિ છે.
આ પરિસ્‍થિતિનાં ઉકેલ માટે જયાં સુધી સરકારી ડોકટરોની ભરતી ન થાય ત્‍યાં સુધી આઈ.એમ.એ. અમરેલી રેગ્‍યુલર ઓ.પી.ડી. માટે ર ડોકટરો માનદસેવા આપવા તૈયાર છે. જેથી આ મીશનનું કામ અટકે નહિ. આ બંને ડોકટરો ટી.બી.નાં અનુભવી છે અને વરસોનાં અનુભવી છે. આ બંને ડોકટરો કોઈ પણ પગાર વગર સેવા આપવા તૈયાર છે. તો આ બાબતે ગંભીર પણે વિચાર કરીને યોગ્‍ય કરવા અંતમાં માંગ કરેલ છે.

લીલીયા પંથકમાં 4 ઈંચ જેટલા વરસાદથી નદી, નાળાઓ અને ચેકડેમ છલોછલ

લીલીયા, તા. 14
લીલીયા શહેર સહીત સમગ્ર પંથકમાં બપોરના 1ર-30 કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરનાં 3-00 કલાક સુધીમાં બેથી ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ખેતરોમાં પાણી ભરાયા હતા અને લીલીયા નાવલી નદીમાં ઘોડાપૂર આવ્‍યા હતા. અને અંટાળીયા લુવારીયા વચ્‍ચે સિંહોનાં રહેઠાણમાં જમકુડી નદી અને ગાગડીયો નદીનાં ઘોડાપૂર ફરી વળ્‍યા હતા. આ વિસ્‍તારમાં સિંહબાળની સંખ્‍યા મોટી હોય તે વરસાદી પાણીમાં ફસાયા હોવાની સંભાવના હોવાનું મનાય રહૃાું છે. અંટાળીયા, જાત્રોડા, કૃષ્‍ણગઢ, સાંજણટીંબા વિસ્‍તારમાં ધોધમાર વરસાદ પડતા અંટાળેશ્‍વર સરોવર છલકાય ગયુ હતું. અને થોડાવાર માટે લીલીયા- લાઠી અને અંટાળીયા- સાંજણટીંબા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્‍યવહાર બંધ થઈગયેલ. લીલીયા જલધારા સેવા સમિતિ ર્ેારા બનાવવામાં આવેલ નિલકંઠ સરોવરમાં નવા નીર આવતા લીલીયાનાં શહેરીજનોમાં આનંદ જોવા મળેલ.

અમરેલીમાંથી વિદેશી દારૂની હેરફેર કરતાં ર શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા. 14
અમરેલીનાં હનુમાનપરા રોડ ઉપર આવેલ પાઠક સ્‍કૂલની પાછળનાં ભાગે રહેતાં વિજય ઉર્ફે બાલો રમેશભાઈ સોલંકી તથા જશોદાનગરમાં રહેતાં લાલજી ઉર્ફે લાલો જયંતિભાઈ સોલંકી નામનાં બે ઈસમો ગઈકાલે સાંજના સમયે હનુમાનપરા, પાઠક સ્‍કૂલ પાસે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે. 14 એએફ 6834માં વિદેશી દારૂની બોટલ નંગ પ કિંમત રૂા.3 હજારની લઈને નિકળતાં એલ.સી.બી. પોલીસે બાતમીનાં આધારે બન્‍ને ઈસમોને રૂા.33 હજારનાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ સીટી પોલીસને હવાલે કર્યાહતા.

બાબાપુર નજીક સાતલડી નદીમાં ભેંસ પુરમાં તણાઈ

અમરેલી, તા. 14
ધારી ગામે રહેતા ધનજીભાઈ મંગાભાઈ દાફડા ગત તા.1ર નાં રોજ રાત્રીનાં સમયે પોતાના હવાલાવાળા બોલેરો પીકઅપ વાન નં. જી.જે. 11 ટી 3ર0પમાં ભેંસ ભરી અને બાબાપુર નજીક આવેલ સાતલડી નદીનાં પુલ ઉપરથી પસાર થતાં હતા ત્‍યારે અચાનક જ નદીમાં પુરનું પાણી આવી જતાં આ બોલેરો કાર ભેંસ સાથે તણાય જવા પામી હતી અનેબાદમાં બોલેરો કાર મળી આવી હતી અને ભેંસ પુરમાં તણાય જવા પામ્‍યાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ધારીનાં યુવકે અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી અંતિમવાટ પકડી

અમરેલી, તા. 14,
ધારી ગામે રહેતાં પ્રભાતભાઈ પ્રતાપભાઈ રાઠોડ નામનાં રપ વર્ષિય યુવકે ગઈકાલે બપોરે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયાનું કાંગસા ગામે રહેતાં અશ્‍વિનભાઈ જેસાભાઈ સુરેલાએ ધારી પોલીસમાં જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે ધારી પોલીસે ધોરણસરકાર્યવાહી હાથ ધરી છે.

બાબાપુર પાસે બોલેરા સાથે પુરમાં તણાય ગયેલા યુવકનો મૃતદેહ મળ્‍યો

એન.ડી.આર.એફ.ની ટીમે સતત શોધખોળ કરી હતી
અમરેલી, તા.14
અમરેલી નજીક આવેલ બાબાપુર ગામ પાસે શેતલડી નદીનાં ઘસમસતા પુરમાં ગત તા.1રનાં રાત્રીના સમયે ભેંસ ભરેલ બોલેરા કાર તણાય ગયેલા યુવકનો મૃતદેહ ગાવડકા નજીક શેત્રુંજી નદીના પટ્ટમાંથી મળી આવ્‍યો હતો. આ યુવકને શોધવા માટે સતત બે દિવસથી એન.ડી.આર.એફની ટીમ તપાસ કરી રહી છે.
ધારી ગામે રહેતા અને ડ્રાયવીંગનો વ્‍યવસાય કરતાંધનજીભાઈ મંગાભાઈ દાફડા નામના 3પ વર્ષિય યુવકે અમરેલીથી ધારી તરફ પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપવાન લઈ જતાં હતા. ત્‍યારે ગત તા.1રનાં રાત્રે બાબાપુર નજીક પાણીમાં તણાય ગયા હતા. ત્‍યારે આ યુવકનો મૃતદેહ આજે મળી આવ્‍યો હતો.

ભૈ વાહ : અમરેલીમાં વગર મંજૂરીએ ધમધમતી માંસની દુકાનોનાં શટર પડી ગયા

નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની લાલ આંખ
અમરેલી, તા.14
અમરેલી જિલ્‍લાની જનતામાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે. નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી ગેરકાયદેસર રીતે ધમધમતી માંસ- મટનની દુકાનોનાં શટર પડી ગયા છે.
જિલ્‍લામાં એક મહિનામાં બુટલેગરો, જુગારીઓ, ખનીજ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જિલ્‍લામાંદાદાગીરી અને લુખ્‍ખાગીરી કરનાર શખ્‍સોમાં એસ.પી.ની ધાક બેસી ગઈ છે.
જિલ્‍લામાં છેલ્‍લા એકાદ દાયકાથી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ દિનપ્રતિદિન કથળી રહી હતી. અને ગૃહ વિભાગે નિષ્ઠાવાન અધિકારીને જવાબદારી સોંપી હોય તેઓ જિલ્‍લામાં જનહિતમાં ઉમદા કાર્ય કરી રહયા છે તે હકીકત છે.

ચલાલા પંથકનાં 30 ગામની જનતા ગંદુ પાણી પીવા મજબુર

વિકાસ, વિકાસ અને વિકાસની ગુલબાંગો ફેંકનાર રાજકીય આગેવાનો ઘ્‍યાન આપે
ચલાલા પંથકનાં 30 ગામની જનતા ગંદુ પાણી પીવા મજબુર
ખોડીયાર જળાશયમાં તાજેતરમાં આવેલ પાણી અતિ ડહોળુ અને આરોગ્‍ય માટે હાનીકારક છે
ચલાલા, તા. 14
સમગ્ર વિશ્‍વ આજે એકવીસમી સદી એટલે ઉજજવળ ભવિષ્‍ય તરફ પ્રયાણ કરી રહૃાા છે ત્‍યારે પૃથ્‍વીનો માનવી મંગળ ઉપર વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી પાણીનાં સ્‍ત્રોત ગોતવામાં સફળ રહૃાો છે. તેમજ પુરા ગુજરાતમાં નર્મદાના નીર અપાઈ રહૃાા છે. તેવા અતિ સાનુકુળ સમયમાં પણ ચલાલા તેમજ ધારી તાલુકાનાં અંદાજે 30 ગામ જે અમરેલી જીલ્‍લાની મોટામાં મોટા જળાશય ખોડીયાર ડેમના કિનારા ઉપર વસતા અંદાજે ર લાખ લોકોને તંત્રની ઉદાસીનતા તથા આજ દિવસ સુધીનાં જાગૃતતાનાં નાટક કરનારા રાજકીય મહાપુરૂષોની દિશાહીનતા તથા નિષ્‍ક્રીયતાના કારણે શુઘ્‍ધ પાણીનું એક ટીપુ મેળવવું મુશ્‍કેલ બન્‍યું છે. ત્‍યારે જીવન ટકાવવાની ઔષધી સમાન જળ એ હાલ ખોડીયાર ડેમમાં છેલ્‍લે વધેલું તળીયાનું ડહોળુ-અશુઘ્‍ધ અને દુર્ગંધયુકત પાણી ડેમમાં ડાયરેકટ પમ્‍પીંગ કરી બેથી ત્રણ લાખ લોકોનાં ઉપયોગ માટે વિતરણ કરવામાં આવે છે. તયારે આ ગંદુ પાણી હતું તેમાંય હાલ ચોમાસાની સીઝનમાં પુરમાં ઢસડાઈ આવેલ ગામે ગામનો કચરો, મરેલા પશુઓનીખાલ તથા હાડપીંજરો તથા તમામ પ્રકારનો ખરાબ કચરો તથા ગટરનાં પાણી તથા મળ-મુત્ર ડેમના પાણી સાથે ભળતા પાણી ભયંકર અશુઘ્‍ધ પાણી કે જે સરકારે બનાવેલ ફિલ્‍ટરમાં શુઘ્‍ધ થવું મુશ્‍કેલ છે. આટલી હદ સુધીનું અશુઘ્‍ધ પાણીનું છેલ્‍લા કેટલાય વરસોથી તાલુકાના ઘણા ગામોમાં વિતરણ થતું હોવાથી આરોગ્‍ય ઉપર ગંભીર ખતરો થવાની દહેશત છે. ત્‍યારે ચલાલા તેમજ ધારી તાલુકાની જનતાએ તાજેતરમાં તથા આગામી દિવસોમાં સત્તા સોંપી છે તેવા રાજકીય આગેવાનો આટલા ગંભીર પ્રશ્‍ને કાંતો આંખ આડા કાન કરી રહૃાા છે. ત્‍યારે 3 લાખ લોકોના પ્રાણ પ્રશ્‍ને મૌન ધારણ કરનાર નેતાઓ ખરેખર લોકશાહીમાં લાંછન સમાન છે. ત્‍યારે આ વિસ્‍તારના 3 લાખ લોકોને હાલમાં તથા આગામી દિવસોમાં શુઘ્‍ધ અને પુરતા પ્રમાણમાં પાણી મળે તે બાબતે સત્તાને સેવાનું માઘ્‍યમ ગણી જવાબદારીનાં ભાગરૂપે નહિ તો માનવતાનું કાર્ય સમજી લોકો મંગળ ઉપર જળ ગોતવામાં સફળ રહૃાા છે. ત્‍યારે આપણે આપણી નજર સામે ખોડીયાર ડેમનાં પેટાળમાં અખુટ જળભંડાર છે જેનો સદઉપયોગ કરવા સરકારમાં યોગ્‍ય રજુઆત કરી આઝાદીના 70 વર્ષના પ્રાણ પ્રશ્‍નોનું નિરાકરણ કરવા સૌ રાજકીય મહાપુરૂષો યથા યોગ્‍ય પ્રયત્‍નો કરી આ ભગીરથી કાર્યમાં રાષ્‍ટ્રીયતા દાખવે તેવી અખબારી યાદીમાં બાપા સીતારામ ગૃપ ચલાલાનાંઅશોકસિંહ તલાટીયા જણાવે છે.

અમરેલીમાં ર ઈંચ, સાવરકુંડલા, લાઠી અને વડીયામાં 1 ઈંચ અને ધારીમાં સવા ઈંચ વરસાદ

ધીમી ધારે સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા
અમરેલી, તા. 14
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં આજે બપોરનાં સમયે અનરાધાર વરસાદ શરૂ થયો છે અને સાંજ સુધી અમરેલી શહેરમાં પણ વરસાદ શરૂ રહેવા પામેલ છે. જેનાં કારણે શહેરની મુખ્‍ય બજારોમાં પાણી વહેતાં થયા હતા. નિંચાણવાળા વિસ્‍તારોમાં પણ પાણી ભરાયા છે.
જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તાલુકાનાં કડીયાળી, વડેરા, ટીંબી, બલાળા, હેમાળ રોહીશામાં પણ વરસાદ પડી રહૃાો છે. જેને લઈ કડીયાળીથી ટીંબી જવાનાં માર્ગ ઉપર પાણી ભરાયા છે.
સોમનાથ જવાનો નવો માર્ગ ઉંચોથઈ જતાં રાજુલા-જાફરાબાદનાં રોડ ઉપરનાં ખેતરમાં પાણી ભરાયા છે. જયારે નાગેશ્રી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી રહૃાો છે. અંદાજીત સાડા ત્રણ ઈંચ જેટલો આ પંથકમાં વરસાદ પડી ગયાનું અનુમાન થઈ રહૃાું છે.
જયારે લાઠી, લીલીયા, વડીયા, કુંકાવાવ, બાબરા, ચલાલા, ધારી, સાવરકુંડલા સહિતનાં વિસ્‍તારોમાં પણ 1 ઈંચ જેટલો વરસાદ પડી ગયાનું જાણવા મળેલ છે.
અમરેલી જિલ્‍લામાં સવારે 7 વાગ્‍યાથી લઈ સાંજનાં 8 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 1 ઈંચથી લઈ 3 ઈંચ જેટલોગ્રામ્‍ય પંથકમાં વરસાદ પડી રહૃાાનું જાણવા મળેલછે.
અમરેલી ફલડ કંટ્રોલ રૂમનાં જણાવ્‍યા અનુસાર સવારે 7 વાગ્‍યાથી રાત્રીનાં 8 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં પર મી.મી. બાબરા ર મી.મી., બગસરા પ મી.મી. ધારી 30 મી.મી., જાફરાબાદ 10 મી.મી., ખાંભા 6 મી.મી., લાઠી ર4 મી.મી., લીલીયા 38 મી.મી., રાજુલા 48 મી.મી. સા.કુંડલા ર4 મી.મી. અને વડીયામાં રપ મી.મી. વરસાદ નોંધાયો છે.

અમરેલીમાં વરસાદે વહીવટીતંત્રની પોલ ખોલી નાખી

શહેરનાં મોટાભાગનાં માર્ગો બિસ્‍માર બની જતાં રોષનો માહોલ
અમરેલીમાં વરસાદે વહીવટીતંત્રની પોલ ખોલી નાખી
પ્રિ-મોન્‍સુનની કામગીરી માત્ર કાગળ પર જ કરનાર તંત્રની સામે નારાજગીનો માહોલ
અમરેલી, તા. 14
અમરેલીનાં પ્રવેશદ્વાર સમા ચિતલ રોડ ઉપર પ્રથમ વરસાદના આગમનથી જ રોડ ઉપર ઠેર-ઠેર ગાબડા પડી જતાં આ સ્‍ટેટ હાઈવે રોડ ગાડા માર્ગ બની જતાં આ શહેરનાં ચિતલ રોડ ઉપર વસતા હજારો પરિવારો તથા માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે. ત્‍યારે આ માર્ગને તાત્‍કાલીક ધોરણે રીપેર કરવો જરૂરી બન્‍યો છે.
અમરેલીનાં હાર્દસમા ચિતલ રોડ ઉપર વરસાદના પ્રથમ રાઉન્‍ડથી જ માર્ગ ઉપર નાના-મોટા અનેક ગાબડા પડી ગયેલા છે. આ માર્ગ ઉપર કેટલીય સોસાયટીઓ, સ્‍કૂલો, કોલેજો તથા અનેક નાની-મોટી હોસ્‍પીટલ આવેલી છે.
આ માર્ગ ઉપરથી દિવસમાં અનેક વખત એમ્‍બ્‍યુલન્‍સ પણ દર્દીઓને લઈ ગોળ દવાખાને અથવા તો રાજકોટ રીફર કરેલા દર્દીઓને લઈ પસાર થતી હોય છે. ત્‍યારે આ ખાડા-ખબડા વાળામાર્ગનાં કારણે વાહન પણ ચાલી ન શકે તેવી સ્‍થિતિમાં હોવાથી દર્દીઓ અને એમ્‍બ્‍યુલન્‍સ ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
બીજી તરફ આ માર્ગ ઉપર અનેક સ્‍કૂલો, કોલેજો આવેલી હોય આ ગાબડાવાળા માર્ગ .પરથી પસાર થતાં વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહૃાા છે. ત્‍યારે યુઘ્‍ધનાં ધોરણે આ માર્ગની મરામત કરવી જરૂરી બની છે.
તદઉપરાંત શહેરનાં હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં ભુગર્ભ ગટરનાં કામને અધુરૂ છોડી દેવાતાં ભારેખમ ટ્રક પ્રદિપ મહેતનાં ઘર પાસે ફસાઈ ગયો છે. તો બ્રાહ્મણ સાોસયટી વિસ્‍તારમાં, ખુલ્‍લા પ્‍લોટમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્‍થાનિકોને વ્‍યાપક પરેશાની ઉભી થઈ રહી છે.
ચોમાસા પહેલા અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રિ-મોન્‍સુનની કામગીરી અંતર્ગત વાતાનુકુલીન કચેરીમાંબેઠકો કરે છે પરંતુ વાસ્‍તવમાં ચોમાસામાં પડતી તકલીફો ઘટવાને બદલે વધી રહી છે.

મહિલા કોલેજ, બી.એડ. કોલેજ, લો કોલેજ માર્ગ ઉપર ગોઠણડુબ પાણી ભરેલા હોય વિદ્યાર્થીઓ ભારે મુશ્‍કેલી

અમરેલીનાં ચિતલ રોડ ઉપર આવેલ મહિલા કોલેજ, બી.એડ. કોલેજ, લો કોલજે તથા મહિલા હોસ્‍ટેલ જવા માટે એકમાત્ર આ માર્ગ હોય આ માર્ગ ઉપરથી દરરોજ સેંકડો વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીઓ પસાર થાય છે. ત્‍યારે ચોમાસા દરમિયાન આ માર્ગ ઉપર ગોઠણડુબ પાણી ભરેલા હોય વિદ્યાર્થીઓ ભારે મુશ્‍કેલી અનુભવી રહૃાા છે. ત્‍યારે આ માર્ગની મરામત કરાવી વિદ્યાર્થીઓની મુશ્‍કેલી ઘટાડવા માટે કોઈ પ્રયત્‍ન કરશે કે કેમ ? તેવો સવાલ ઉઠવા પામેલ છે.


રાજુલાનાં ઉચૈયા ગામ : રેલ્‍વેનો પુલ બનતાં ગળાડુબ પાણી ભરાઈ જાય છે

રેલ્‍વે અને માર્ગ-મકાન વિભાગ જવાબદારી લેવા તૈયાર નથી
રાજુલાનાં ઉચૈયા ગામ : રેલ્‍વેનો પુલ બનતાં ગળાડુબ પાણી ભરાઈ જાય છે
અમરેલી, તા.14
રાજુલાનાં ઉચૈયા ગામની જનતા છેલ્‍લા 1પ દિવસથી રેલ્‍વે પુલમાં વરસાદી પાણી ભરાઈ જતાં મુશ્‍કેલીનો સામનો કરી રહૃાાં હોય રેલ્‍વે અને માર્ગ-મકાન વિભાગ જવાબદારીની ફેકા-ફેંકી કરી રહી છે.
ગામના સરપંચ પ્રતાપભાઈ છેલ્‍લા 1 વર્ષથી મામલતદારથી લઈને મુખ્‍યમંત્રી સુધી અને રેલ્‍વે વિભાગથી લઈને માર્ગ-મકાન વિભાગને રજુઆત કરી રહૃાાં હોય જવાબદાર વિભાગો માત્ર ખાત્રી આપી રહૃાાં હોય ચોમાસામાં ગામનાં દર્દીઓ, વિદ્યાર્થીઓ અને મહિલાઓને ભારે મુશ્‍કેલી થતી હોય સ્‍થાનિક ધારાસભ્‍યએ આ પ્રશ્‍ને ગંભીરતા દાખવીને તેનો ઉકેલ લાવવો જોઈએ તેવું લાગી રહૃાું છે.

અમરેલીનાં ‘શ્રી વિશ્‍વકર્મા ભવન’ કડીયા નાકાની મુલાકાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણી

અમરેલી ભભશ્રી વિશ્‍વકર્મા ભવનભભ કડીયા નાકાની મુલાકાત લઈ દરેક કારીગર વર્ગની રજૂઆત સાંભળી દરેક પ્રશ્‍નનો તાત્‍કાલિક ધોરણે નિકાલ કરી આપવાની ખાતરી આપતા કારીગરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અને ગુજરાત વિધાનસભા પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીનો આભાર માન્‍યો હતો.

અમરેલીમાં બાવકુભાઈ ઉંઘાડનાં નિવાસ સ્‍થાને પ્રભારી મંત્રી આર. સી. ફળદુએ મહેમાનગતી માણી

અમરેલી મુકામે બાવકુભાઈ ઉંઘાડનાં નિવાસસ્‍થાને ભભઅયોઘ્‍યાભભમાં ભોજન માટે પધારેલ મહાનુભાવો કૃષિમંત્રી આર.સી.ફળદુ, નારણભાઈ કાછડિયા, વી. વી. વઘાસીયા, હિરેનભાઈ હિરપરા, મયુરભાઈ હિરપરા, કમલેશભાઈ કાનાણી, મહેન્‍દ્રભાઈ ચાવડા, જીતુભાઈ ડેર, રવુભાઈ ખુમાણ, રીતેશભાઈ સોની, શીલ્‍પાબેન રાવળ, શુકલભાઈ બલદાણીયા, જયાબેન ગેલાણી, ભોળાભાઈ લાડુમોર સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાાં હતા.

અમરેલીનાં પટેલ સંકુલ ટ્રસ્‍ટનાં મંત્રી બાબુભાઈ સાકરીયાએ લીધેલ મુલાકાત

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત પટેલ સંકુલમાં શૈક્ષણિક વર્ષ-18/19 શરૂ થતા સંસ્‍થાના મંત્રી બાબુભાઈ સાકરીયાએ સંસ્‍થાની મુલાકાત લીધેલ. મુલાકાત દરમિયાન દરેક વિભાગના સ્‍ટાફ સ્‍ટુડન્‍ટસ સાથે મિટીંગો યોજી દરેકના પ્રશ્‍નો સાંભળેલ અને તેનો નિકાલ કરવાની ખાત્રી આપેલ. આઉપરાંત સંસ્‍થામાં ચાલતા કામોનું જાતે નિરીક્ષણ કરી જરૂરી સુધારા વધારાઓ સૂચવેલ. તેમજ સ્‍પોર્ટસમાં નેશનલ કક્ષાએ નંબર પ્રાપ્‍ત કરનાર તમામ ખેલાડીઓને અમેરિકા સ્‍થિત તેમના સુપુત્રી દ્વારા ખેલાડીઓને પ્રોત્‍સાહન માટે દસ ગ્રામ સોનાનો સિકકો આપવામાં આવશે તેવી જાહેરાત કરેલ. સંસ્‍થાના ડાયરેકટર મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી, બ્રિજેશભાઈ પલસાણા, મગનભાઈ વસોયા વગેરેએ સાથે પણ મિટીંગ કરેલ. સંસ્‍થાના પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી તેમજ તમામ ટ્રસ્‍ટી મંડળે આ મુલાકાતને આવકારેલ.

15-07-2018