Main Menu

Saturday, July 14th, 2018

 

અમરેલીનાં રાજસ્‍થળી ગામે છોકરી સામે જોવા બાબતે સશસ્‍ત્ર અથડામણમાં વૃઘ્‍ધનું મોત

નાના એવા ગામમાં સમી સાંજે બઘડાટી બોલી
અમરેલીનાં રાજસ્‍થળી ગામે છોકરી સામે જોવા બાબતે સશસ્‍ત્ર અથડામણમાં વૃઘ્‍ધનું મોત
તાલુકા પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
અમરેલી, તા. 14
અમરેલી નજીક આવેલ રાજસ્‍થળી ગામે ગત તા.11 સાંજના સમયે છોકરી સામે જોવા બાબતે અને તે અંગે ઠપકો આપવા બાબતે બે જુથ વચ્‍ચે સશસ્‍ત્ર મારામારી થતાં બન્‍ને જુથોએ જીવલેણ હુમલો કરવા અંગે મોડી રાત્રીનાં અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા અને આ બનાવમાં એક વૃઘ્‍ધનું સારવાર દરમીયાન મોત થતાં બનાવ હત્‍યામાં પલટાયો હતો. પીએસઆઈ એચ.એચ. સેગલીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાનાં રાજસ્‍થળી ગામે રહેતા અને ડ્રાયવીંગનો ધંધો કરતાં કાઝમઅીલી હુસેનઅલી બુખારી નામનાં ર8 વર્ષીય યુવકને તેમનો ભાઈ જમાલભાઈ કરીમભાઈ ચૌહાણની દિકરીની સામે જોતો હોવાનું મનદુઃખ રાખી હુસેન કરીમભાઈ ચૌહાણ, આદીલ જમાલભાઈ ચૌહાણ તથા જમાલભાઈ કરીમભાઈ ચૌહાણે ગત તા.11 સાંજના સમયે રાજસ્‍થળી ગામે લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા કરી. જયારે સાહેદ હુસેનઅલી વચ્‍ચે પડતાં તેમને કુહાડી, લોખંડના પાઈપ તથા કોદાળી વડે આડેધડ જીવલેણ ઘા મારી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ નોંધાવીહતી.
તો સામાપક્ષે જમાલભાઈ કરીમભાઈ ચૌહાણે પણ પોતાની દિકરીની સામે જોવા બાબતે ઠપકો આપવા જતાં સામાવાળા હુસેનઅલી સૈયદઅલી બુખારી, કાઝમઅલી હુસેનઅલી બુખારી, શહેરનાઝબેન તથા નઝમાબેને પાઈપ ઘા મારી તથા સાહેદ હુસેનભાઈને જમણા પગે ફેકચર કરી તથા માથાના ભાગે જીવલેણ ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવી હતી.આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા હુસેનઅલી સૈયદઅલી બુખારી (ઉ.વ. 73)નું ભાવનગર ખાતે સારવાર દરમીયાન મોત ગયાનું પોલીસમાં જાહેર થતાં આ બનાવ હત્‍યામાં પલટાયો છે.

દેવરાજીયા ખાતે આજે દ્રોણેશ્‍વર પેટ્રોલીયમનો વિધિવત્‌ પ્રારંભ

અમરેલી, તા.13
અમરેલી-ચલાલા માર્ગ પર આવેલ દેવરાજીયા ખાતે શનિવારે જિલ્‍લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયાના નવા સાહસ દ્રોણેશ્‍વર પેટ્રોલીયમનો પ્રારંભ કરવામાં આવી રહયો છે.
આ તકે કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, પ્રભારી મંત્રી આર.સી. ફળદુ, દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, ધનસુખ ભંડેરી, દિનેશ હિરપરા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.
પૂ. સદ્‌ સ્‍વામી નિત્‍યસ્‍વરૂપદાસજી આશિર્વચન પાઠવશે.

સાવરકુંડલામાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

અમરેલી, તા. 13
સાવરકુંડલા ગામે આવેલ જેસર રોડ ઉપરની મંગલમ સોસાયટીમાં રહેતાં શશીકાંત ધીરજલાલ જોષી નામનાં ઈસમે પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી પૈસા-પાનાથી હારજીતનો જુગારરમાડવાની પ્રવૃતિ કરતો હોય, આ અંગે સાવરકુંડલા પી.આઈ. જાડેજાને બાતમી મળતાં દરોડો કરી મકાન માલિક, વનરાજ ભગવાનભાઈ કલાડીયા, રે. નાના જીંજુડા, નીકુંજ અશોકભાઈ મંગાણી, રે. સાવરકુંડલા તથા શૈલેશ બાબુભાઈ બેલડીયાને રોકડ રકમ રૂા.ર9910, મોબાઈલ ફોન-4 કિંમત રૂા.ર7 હજાર મોટરસાયકલ-1 કિંમત રૂા. 4પ હજાર મળી કુલ રૂપિયા 1,01,910 નાં મુદ્યામાલ સાથે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડેડાણમાં વિવિધ પ્રશ્‍ને બંધનું એલાન અપાતા આગેવાનો સક્રીય

ખાંભા, તા. 13
ડેડાણ ગામ બંધ રહેતા આજુબાજુના 30 જેટલા ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તંત્ર ર્ેારા કોઈ પગલા ન લેવાતા ગામજનોમાં રોષ ફેલાયો હતો.
રાજુલા જાફરાબાદ ખાંભાનાં ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર તથા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા સુધી ફોન રણકતા એસ.ટી. વિભાગ તથા જીઈબીના અધિકારીઓ દોડતા થયા હતા.
કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે ખાંભા પી.એસ.આઈ. સોલંકી તથા ડેડાણ આઉટ પોસ્‍ટનાં જમાદાર બરજોડ સહિતનાં પોલીસ સ્‍ટાફ ર્ેારા બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો.
એસ.ટી. વિભાગનાં અધિકારી સાવરકુંડલા ડેપો મેનેજર મકવાણા તેમજ જીઈબી કાર્યપાલક ઈજનેર ખરેડયા સહિતનો સ્‍ટાફ ડેડાણ દોડી આવતાં ડેડાણ ગામનાંરાજકીય આગેવાનો તથા વેપારીઓ એસોસિએશન પ્રમુખ મહેશભાઈ કોટીલા, રજનીકાંતભાઈ દત્તેશ જાની, તથા બાબુભાઈ મકવાણા, નીજામખાન પઠાણ, આદમભાઈ ટાંક, મણિશંકરભાઈ જોષી, બહાદુરભાઈ હિરાણી તથા મોહસીન પઠાણ સહિતનાં સાથે બેઠક યોજી તમામ પ્રશ્‍નોનો નિકાલ કરવા માટે એસ.ટી. વિભાગનાં અધિકારી મકવાણા તથા જીઈબીના કાર્યપાલક ઈજનેર ર્ેારા ખાત્રી આપી હતી.
અને જો આવનારાં દિવસોમાં જો ડેડાણ ગામનાં લોકોનાં પ્રશ્‍નોનો નિકાલ કરવામાં નહી આવે તો રસ્‍તા રોકો આંદોલન તથા એસ.ટી. રોકવામાં આવશે.
ખાંભા પી.એસ.આઈ. સોલંકી ર્ેારા ડેડાણ ગામનાં આગેવાનો તથા વેપારીઓ તથા એસ.ટી. વિભાગના અધિકારીઓ અને જીઈબીનાં કાર્યપાલક ઈજનેર ખરેડયાને ડેડાણ આઉટ પોસ્‍ટ ખાતે સમજાવટથી સમગ્ર મામલો થાળે પાડયો હતો અને આ આંદોલનનો સુખદ અંત આવ્‍યો હતો.

દલખાણીયામાં ધોરીયો કરવાની ના પાડતા ઢીકાપાટુનો માર માર્યો

અમરેલી, તા. 13
ધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતાં દીનેશભાઈ મનજીભાઈ હીરપરા નામનાં 37 વર્ષિય વેપારીની દુકાન પાસે તે જ ગામે રહેતાં ભીખુભાઈ સવજીભાઈ સુખડીયા,તથા ચતુરભાઈ સવજીભાઈ સુખડીયા ગઈકાલે ધોરીયો કરતાં હોય, જેથી વેપારીએ ના પાડતાં સામાવાળા બન્‍ને ભાઈઓએ ઉશ્‍કેરાઈ જઈ પાવડાની મુંઘરાટીનો એક ઘા માથામાં મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવી છે.

બગસરા ગામે મહિલા સહિતનાઓને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી

જમીન અંગેનાં ચાલતાં મનદુઃખનાં કારણે બન્‍યો બનાવ
અમરેલી, તા. 13
બગસરા ગામે આવેલ ગોકળપરામાં રહેતાં હંસાબેન જયંતિભાઈ ભુવાનાં પતિ જયંતિભાઈ જસમતભાઈ ભુવાનું અગાઉ તે જ ગામે રહેતાં અને તેમનાં જ કૌટુંબિક ગોવિંદ પુનાભાઈ ભુવાએ હત્‍યા કરેલ હતી તે વાતનું તથા જમીન અંગે ચાલતા મનદુઃખનાં કારણે ગત તા.9 નાં રોજ સામાવાળા ગોવિંદભાઈ પુનાભાઈ તથા અશોક ગોવિંદભાઈએ આ મહિલા તથા તેમનાં કુટુંબનાં સભ્‍યોને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.

લીલીયા મોટામાં આવતીકાલે નવી કોર્ટ બિલ્‍ડીંગનું લોકાર્પણ કરાશે

અમરેલી, તા.13,
શિક્ષણ, કાયદો અને ન્‍યાયતંત્ર, વૈધાનિક સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન અને નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અમરેલી જિલ્‍લાના પ્રવાસે આવનાર છે. તેમના પ્રવાસ કાર્યક્રમ મુજબ તા.1પ જુલાઈને રવિવારના રોજ સવારે 10:30 વાગ્‍યે લીલીયા ખાતે નવી કોર્ટ બિલ્‍ડીંગનું લોકાર્પણ કરશે.

કોર્ટમાં હાજર નહી રહેનારા 9 જેટલા આરોપીનું પક્કડ વોરંટ નિકળ્‍યું : આરોપીઓને જેલમાં મોકલ્‍યા

ર8 વર્ષ પહેલાનાં કેસમાં
કોર્ટમાં હાજર નહી રહેનારા 9 જેટલા આરોપીનું પક્કડ વોરંટ નિકળ્‍યું
ચીફ જયુ. મેજીસ્‍ટે્રટે 9 આરોપીઓને જેલમાં મોકલ્‍યા
અમરેલી, તા. 13
અમરેલી ચીફ જયુ. મેજીસ્‍ટે્રટ સા.ની કોર્ટમાં સને 1990ની સાલનો 49 નંબરનો કેસ ચાલતો હોય, આ કેસની મુદતમાં 9 જેટલાં આરોપીઓ કોર્ટ મુદતમાં હાજર રહેતાં ના હોવાના કારણે ચીફ જયુ. મેજીસ્‍ટ્રેટ સા. ર્ેારા આ તમામ 9 ઈસમો સામે પક્કડ વોરન્‍ટ ઈસ્‍યુ કરવામાં આવ્‍યા બાદ આજે દિવ્‍યેશ એચ. ભાવસાર, બાલકેશભાઈ કે. પટેલ, આબીદઅલી નુરમામદભાઈ મોમીન, યાકુબઅલી નુરમહમદ મોમીન, નટવરસિંહ પ્રતાપસિંહ પઢીયાર, જીતેન્‍દ્ર એમ. પટેલ, ઈશ્‍વરભાઈ ડાયાભાઈ પટેલ, ભરત લક્ષ્મણભાઈ વાધરોલ, કોટડીયા મનુભાઈ ગોરધનભાઈ વિગેરે આજે કોર્ટમાં પક્કડ વોરન્‍ટ રદ કરાવવા માટે આવતા ચીફ જયુ. મેજીસ્‍ટ્રેટ શ્રી એમ. એસ. પાંડેએ તમામનાં પક્કડ વોરન્‍ટ રદ નહી કરીજેલમાં મોકલી આપ્‍યા હતા.
આમ કોર્ટ મુદતમાં વારંવાર વોરન્‍ટ કાઢવા છતાં અને પક્કડ વોરંટ કાઢવા છતાં પણ હાજર નહી રહી કોર્ટનાં હુકમનો અનાદર કરતાં શખ્‍સોમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો છે.

અમરેલી પાલિકાના ચીફ ઓફિસર તરીકે એલ.જી. હુણની નિમણૂંક

અમરેલી, તા.13,
અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવાની વલસાડના ચીફ ઓફિસર તરીકે અને સાવરકુંડલાના ચીફ ઓફિસર એલ.જી. હુણની અમરેલીના ચીફ ઓફિસર તરીકે શહેરી વિકાસ વિભાગેનિમણૂંક કરી છે. જયારે, સાવરકુંડલાના ચીફ ઓફિસર તરીકે પી.જી. ગોસ્‍વામીની નિમણૂંક કરવામાં આવી છે.

વીજપડીનાં આશાસ્‍પદ યુવકે વ્‍યાજખોરનાં ત્રાસથી ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી લીધી

અમરેલી, તા. 1ર
અમરેલી જિલ્‍લામાં કેટલાક શખ્‍સો માસિક 10 ટકાથી લઈ 30 ટકા સુધી વ્‍યાજે નાણાધિરવાનો ધંધો કરે છે. મુદલ કરતાં અનેકગણું વ્‍યાજ વસુલી લીધા પછી પણ મિલ્‍કત પડાવી લેવાના કારસા પણ થતા હોય છે. અને આવા વ્‍યાજખોરો ગરીબોના લોહી ચુસતા હોવા છતાં રાજકીય આગેવાનો તથા પોલીસ વિભાગ તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરતા હોવાના કારણે વ્‍યાજના બોજ નીચે આવી ગયેલા કેટલાંક લોકો આપઘાત કરે છે. અથવા તો દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્‍યારે આવો જ એક બનાવ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બનવા પામેલ છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વીજપડી ગામે રહેતા અને હોટલનો ધંધો કરતા ઈરફાનભાઈ ઈકબાલભાઈ ચૌહાણ નામના ર1 વર્ષીય યુવાનના પિતાજીએ રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેતા પ્રકાશભાઈ સાવજભાઈ ચાંદુ પાસેથી દોઢેક વર્ષ પહેલા ઈરફાનભાઈ તથા તેમની બહેનની સગાઈ કરવા માટે રૂા. 1 લાખ લીધેલા. જેમનું વ્‍યાજ દરરોજ રૂા. 1 હજાર આપવાની શરતે લીધા હતા.
બાદમાં આ પુત્ર-પુત્રીના લગ્ન કરવા માટે પાંચેક માસ પહેલા ફરી રૂા. 4 લાખ વ્‍યાજે લીધા હતા. અને બાદમાં દુકાનો બનાવવા માટે રૂા. 1 લાખ વ્‍યાજે લીધા હતા. અને આ તમામ રૂપિયા દુકાનો વેચીને આપવાની શરતે દરરોજ રૂપિયા 6પ00 જેટલું વ્‍યાજ ચુકવતા હતા.
પરંતુ કયારેક ઈકબાલભાઈ ચૌહાણ પાસે વ્‍યાજના નાણા ચુકવવાનાન હોય તો પણ ઉછીના લઈ વ્‍યાજની રકમ ચુકવતા હતા.
હાલમાં મંદીનો માહોલ હોય, જેથી તેઓ હપ્‍તા અને વ્‍યાજ ચુકવવાના ચુકી ગયા હતા. જેના કારણે વ્‍યાજ અને મુદલ રકમ મળી કુલ રૂા. 1પ લાખની ઉઘરાણી સામાવાળા પ્રકાશભાઈ ચાંદુએ કરતા તેમજ દરરોજ આ ઈકબાલભાઈ ચૌહાણને મોબાઈલ ફોનમાં જેમ ફાવે તેમ બોલી ધાક-ધમકી આપી વ્‍યાજ સહિતની મુદલ રકમની ઉઘરાણી કરતા અને દુકાન વેચી મારે તો પણ પૈસા પુરા થઈ શકે તેમ ન હોય અને લેણદાર દબાણ કરતા હોવાથી આ ઈકબાલભાઈ હબીબભાઈ ચૌહાણ નામના 4ર વર્ષીય આધેડે ગત તા.11/7ના રોજ સાંજે 4:30 કલાકે વીજપડી-છાપરી જવાના રસ્‍તે ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમિયાન મોત થતા ઈરફાનભાઈ ચૌહાણે વાવેરા ગામનાં પ્રકાશ સાવજભાઈ ચાંદુ સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં 306, પ07, મની લેન્‍ડર્સ એકટ (બિલ) ર011ની કલમ પ, 40, 4ર મુજબ ફરિયાદ નોંધાવતા સાવરકુંડલા રૂરલ પી.એસ.આઈ. ડી.કે. સરવૈયાએ વધુ તપાસ હાથ ધરી છે.

આર.સી. ફળદુ સંગ ગોપાલભાઈ વસ્‍તરપરા

અમરેલી જિલ્‍લાનાં પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ શુક્રવારે રાત્રીનાં તેમના અંગત મિત્ર અને ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાનાં ભભરાધે ફાર્મભભમાં મહેમાનગતિ માણી હતી. અને બંને આગેવાનોએ જિલ્‍લાનાં વર્તમાન પ્રવાહો અંગે વિસ્‍તૃત ચર્ચાઓ કરી હતી.

આગ હી આગ : બાબરાનાં જીઆઈડીસીમાં આવેલ બારદાનનાં કારખાનામાં આગ

અમરેલી, તા.
બાબરામાં નિલવડા રોડ પર આવેલ જીઆઈડીસી-ર માં બારદાન બનાવતા કારખાનામાં અચાનક આગ લાગતા અહીં કામ કરતા મજૂરોમાં નાસભાગ મચી હતી. જોકે અહીં તાત્‍કાલિક અસરથી સ્‍થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુજાવવાનો પ્રયત્‍ન કર્યો હતો. ત્‍યારબાદ અહીં કારખાનાના માલિક મેહુલભાઈ ત્રિવેદી આવી પહોંચતા તેઓ દ્વારા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્‍થળે તાબડતોબ પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયત્‍ન હાથ ધર્યો હતો. અહીં કારખાનામાં આગના કારણે તમામ બારદાન (કોથળા) સળગી જતા લાખો રૂપિયાનું નુકશાન થયાનું જાણવા મળ્‍યું છે.
અહીં બાબરામાં નિલવડા રોડ પર જીઆઈડીસી-રમાં આવેલ મહાદેવ ટ્રેડિંગ નામના બારદાનના કારખાનામાં વહેલી સવારે ઈલેકટ્રીક શોટસર્કીટના કારણે આગ લાગતા રૂપિયાનું નુકશાન થયું હતું. અહીં કારખાનાના માલિક મેહુલભાઈ ત્રિવેદી દ્વારા બાબરાપોલીસમાં આશરે 1પ લાખ રૂપિયાનું નુકશાન થયાનું જણાવ્‍યું હતું.

વિસળીયા ગામમાં માલધારીનાં જોકમાં સિંહોએ ત્રાટકીને 3પ બકરાનો કર્યો શિકાર

એક તરફ મેઘરાજ અને બીજી તરફ વનરાજ
વિસળીયા ગામમાં માલધારીનાં જોકમાં સિંહોએ ત્રાટકીને 3પ બકરાનો કર્યો શિકાર
રાજુલા, તા. 13
રાજુલા તાલુકાનાં વિસળીયા ગામના એક માલધારીની જોકમાં વરસાદનાં કારણે પાંચ જેટલા સિંહોએ જોક તોડી પડયા હતા અને માલધારી જોકમાં ન હોવાથી સિંહો આ 3પ જેટલા નાના-મોટા બકરાને મોતને ઘાટન ઉતાર્યા હતા.
પ્રાપ્‍ત વિગત અનુસારભારે વરસાદના કારણે પાંચ જેટલા સિંહોને જંગલમાં કોઈ શિકાર ન મળતા ભૂખના કારણે ગત રાત્રીના એક કલાકે જંગલ છોડી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઘુસી ગયા હતા અને વિસળીયા ગામના માલધારી અતુભાઈ બીજલભાઈ શિયાળે પોતાના બકરા ગામની બહાર નદી કિનારે એક જોક બનાવી રાખ્‍યા હતા. ત્‍યારે ગત રાત્રીના સમયે ભારે વરસાદના કારણે આતુભાઈ પોતાના ઘરે આવતા રહૃાા હોય અને ફરી રાત્રે જોકમાં ગયા ન હતા અને જોક રેઢી હોવાથી પાંચ જેટલા સિંહો જોક તોડીને ત્રાટકયા હતા અને જોકમાં રહેલા 6ર બકરામાંથી 3પ જેટલા નાના-મોટા બકરાને સિંહોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બકરા અને સિંહો ઉંચા વિસ્‍તારમાં સાથે ફસાયા હતા અને ચારે બાજુ પાણી ફરી વળ્‍યા હતા. જેથી બાકીના બકરાઓમાં સિંહોથી ડરી નાશભાગ મચી ગયો હતો. અને વરસાદના કારણે બાજુની નદીમાં પુર આવવાથી બકરા પુરમાં તપાયા હોવાનું જાણવા મળેલ હતું. ત્‍યારે માલધારી આતુભાઈનાં 3પથી વધારે પશુના મોતથી ભારે અરેરાટી ફેલાઈ હતી.
માલધારી આતુભાઈ શિયાળે જણાવ્‍યું હતું કે ધોધમાર વરસાદ પડવાના કારણે નદીમાં ભારે પુર આવ્‍યું હતું જેના કારણે સામાકાંઠે આવેલી મારી જોક સુધી રાત્રીનાં હું ન પહોંચી શકયો અને જેના કારણે આ સિંહો મારા માટે આભ તુટયું હોય તેમ ત્રાટકયા હતા અને મારા3પ કરતાં વધારે બકરાને મોતને ઘાટ ઉતારી દીધા અને મને બકરા વગરનો આ સિંહોએ કરી દીધો છે. વન વિભાગ ઘ્‍વારા વહેલીતકે યોગ્‍ય સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરેલ હતી.
રાજુલા વનવિભાગના આરએફઓ રાજલ પાઠકે જણાવ્‍યું હતું કે, વિસળીયા ગામના માલધારી આતુભાઈ શિયાળના 3પ જેટલા બકરાને પ જેટલા સિંહોએ મારી નાખ્‍યા હતા અને અમોને ઘટનાની જાણ થતાં જ અમારો સ્‍ટાફ ઘટના સ્‍થળ પર જવા માટે નદી ક્રોસ કરી સ્‍થળ તપાસ કરવા ગયેલ હતો અને માલધારી આતુભાઈને વહેલામાં વહેલી તકે વન વિભાગ ઘ્‍વારા સહાય ચુકવવામાં આવશે.
માલધારી ઘ્‍વારા નદીકાંઠે યોગ્‍ય રક્ષણ આપેલ ન હોવાથી આવી ઘટના બનેલ છે. ફેચિંગ પણ યોગ્‍ય બનાવેલ ન હતી. આ અગાઉ પણ બે વખત આ જ માલિકનાં બકરાનું થોડા વર્ષો પહેલાં મારણ કરેલ છતાં પણ વાડામાં ફેચિંગ મજબુત કરવામાં આવેલ નથી. ટૂંકમાં સિંહોની વસ્‍ીતવાળો વિસ્‍તાર હોય તો સ્‍થળ બકરાનાં વાડા માટે યોગ્‍ય ન હતું જેથી કરીને સિંહોને આવો મોકો મળી ગયો હતો.

વડીયાનાં બાવળ બરવાળા ગામનાં યુવકનો મૃતદેહ મળી આવતાં શોકનો માહોલ

ટિફિન લેવા જતાં કોઝ-વે પર તણાઈ ગયા બાદ
વડીયાનાં બાવળ બરવાળા ગામનાં યુવકનો મૃતદેહ મળી આવતાં શોકનો માહોલ
વહીવટીતંત્રની અણઆવડતનાં કારણે કોઝ-વે બિસ્‍માર
અમરેલી, તા. 13
બાવળ બરવાનાં વતની અને હાલ વડીયાના જમાઈ જીતેન્‍દ્ર લિંબાભાઈ પાનસુરીયા (ઉ.વ. 3ર) ગઈકાલે સાંજે વડીયામાં પોતાની દુકાન બંધ કરી બાવળ બરવાળા ગામે જઈ રહેલ ત્‍યારે ગામનાં પટાંગણમાં કોઝવેના પાણીમાં પોતાનું ટિફિન પડી જતાં લેવામાં પોતે બાઈક સહિત ખેંચાતા પોતાનું બેલેન્‍સ ગુમાવતા પાણીમાં ગરકાવ થયેલ. જે બીજા દિવસે સવારે 8 કલાકથી સતત એમડીઆરએફની ટીમે રેસ્‍કયુ ઘ્‍વારા 6થી 7 કલાકની મહેનત બાદ લાશ મળી આવેલ. બાવળ બરવાળાથી જે શોધખોળ શરૂ કરી તે અમરનગર દેવળકીની ધાબી પાસે બાવળ બરવાળા 8થી 10 કિ.મી. દુર થાય છે જે એમડીઆરએફનીટીમ ઘ્‍વારા રેસ્‍કયુ ઘ્‍વારા મળી. હજુ બાઈકની શોધખોળ શરૂ છે. મામલતદાર, ટીડીઓ, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો તથા બરવાળા ગામના લોકોબહોળી સંખ્‍યામાં ઘટના સ્‍થળે સતત ખડેપગે છે.
બાવળ બરવાળા ગામે કોઝવેમાં અવાર-નવાર ગ્રામજનોની મુશ્‍કેલી હોવાથી રજુઆત કરવા છતાં આ કોઝવેમાં તંત્રએ ઘ્‍યાન આપ્‍યું ન હોવાનો આક્ષેપ કરી રહૃાા છે. આ કોઝવેમાં ર વર્ષ આસપાસ ખાતુમુર્હત થઈ ગયું છે પણ તંત્ર ઘ્‍વારા કયાં રોકાયું છે. એક યુવની જિંદગી દાવ પર લાગી હવે તંત્ર ઘ્‍વારા ઘ્‍યાન અપાય તેવી લોકમાંગ ઉઠી છે.

સાવરકુંડલા-અમરેલી માર્ગ બંધ થતાં વાહનચાલકો પરેશાન

અમરેલી, તા. 13
અમરેલી પીપાવાવ પોર્ટ હાઈવે સાવરકુંડલા નજીક ઓળીયા અને લાપાળીયા વચ્‍ચે નવો બની રહેલો પુલનું કામ શરૂ હોવાથી ઉપરવાસમાં ભારે વરસાદનાકારણે પાણીનો પ્રવાહ વધારે હોવાથી ડાયવર્ઝનનો માર્ગ હટી જવા પામ્‍યો હતો. છેલ્‍લા ચાર દિવસથી અમરેલી સાવરકુંડલા હાઈવે બંધ હોવાથી વાહનોને વાયા ચલાલા થઈને ચલાવી રહયા છે. તો બીજી તરફ સાવરકુંડલા તરફ જતા વાહનોને રસ્‍તો બંધ હોવાની જાણ પોલીસ કે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કે માર્ગ બંધ અને ડાયવર્ઝનના બોર્ડ પર મુકવામાં આવેલ ન હોવાથી ભારે વાહનોના થપ્‍પા લાગી જવા પામ્‍યા છે.

14-07-2018


અમરેલી જિલ્‍લામાં સતત વરસાદથી જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક

જિલ્‍લાનાં અનેક પૂલો અને માર્ગોની હાલત કફોડી
 અમરેલી, તા.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ગઈકાલે આખો દિવસ પણ મેઘસવારી યથાવત રહેવા પામેલ હતી. જેને લઈ અનેક નદી નાળા છલકાયા છે. જયારે રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે જોલાપરી નદી ઉપરનો પુલ તુટી ગયાનું જાણવા મળેલ છે. જયારે ગઈકાલે બાબાપુર નજીક બોલેરો કાર પુરમાં તણાય હતી તેમાં કાર મળી આવી હતી જયારે તેમાં બેઠેલ વ્‍યકિત અંગે હજુ સુધી કોઈ વિગત મળી નથી. આજે સવારથી અમરેલી શહેરમાં ઝાપટા સ્‍વરૂપે વરસાદ વરસી રહૃાો છે. અને આજે સવાર સુધીમાં અમરેલીમાં 14  મી.મી. પાણી પડી ગયું છે. અને હજુ પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. ખાંભા તાલુકામાં ગઈકાલે રાત્રીનાં સમયે અને આજે પણ ધીમી ધારે વરસાદ વરસી રહૃાો હતો. જેને લઈ રબારીકા અને સાળવા ગામે આવેલ માલણ નદી ઉપરનો ચેકડેમ ઓવરફલો થયો હતો. રાજુલા- જાફરાબાદમાં પણ છેલ્‍લા ર4 કલાક દરમિયાન પડેલા અનરાધાર વરસાદનાં કારણે ટીંબી ગામે આવેલ રૂપેણ નદીમાં પુર આવ્‍યું હતું. અને અનેક નદી-નાળા છલકાયા હતા. સતત અને સારા વરસાદનાં કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.
આ ઉપરાંત અમરેલી જિલ્‍લામાંસાર્વત્રિક વરસાદનાં કારણે મુંજીયાસર ડેમ (બગસરા)માં 11.40 ફુટ પાણીની આવક થવા પામી છે. વડિયા ગામે આવેલ સુરવો ડેમમાં 1પ.7પ ફુટ પાણીની આવક થવા પામી છે. રાજુલાનાં ધાતરવડી-1માં 0.98 ફુટ આવક થવા પામી છે. ધાતરવડી-રમાં 3.ર8 ફુટ આવક થવા પામી છે. ખાંભાનાં રાયડી ડેમ દરવાજો 1 ફુટ ખોલવામાં આવ્‍યો છે.
અમરેલી જિલ્‍લામાં ગઈકાલે સવારે 7 વાગ્‍યાથી આજે સવારે 7 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 14 મી.મી. (161), બાબરા પ6 મી.મી. (179), બગસરા 38 મી.મી. (3ર3), ધારી 30 મી.મી. (160), જાફરાબાદ 3પ  મી.મી. (318), ખાંભા 1ર મી.મી. (ર3પ), લાઠી 1પ મી.મી. (11પ), લીલીયા 19 મી.મી. (રર7) રાજુલા 1પ મી.મી. (387), સા.કુંડલા 11 (ર89), વડીયા પ1 મી.મી. (370) મી.મી. નોંધાયો છે.
સૌથી ઓછો વરસાદ લાઠી અને સૌથી વધુ રાજુલામાં વરસાદ
અમરેલી જિલ્‍લામાં 4થી લઈને 1પ ઈંચ વરસાદ
અમરેલી જિલ્‍લામાં ચાલું મૌસમમાં 4 ઈંચથી લઈને 1પ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુરૂવાર સવારથી શુક્રવાર સવાર સુધીમાં મેઘાએ જિલ્‍લાની પાણીની સમસ્‍યા દુર કરી દીધી છે.
અમરેલીમાં ગુરૂવાર સવારથી શુક્રવાર સવાર સુધીમાં 3 ઈંચ, બાબરામાં ર ઈંચ, બગસરામાં સાડા છ ઈંચ, ધારીમાં 3 ઈંચ, જાફરાબાદમાં પાંચ ઈંચ, ખાંભામાં 4ઈંચ, લાઠીમાં દોઢ ઈંચ, લીલીયામાં  અઢી ઈંચ, રાજુલામાં 6 ઈંચ, સાવરકુંડલામાં પ ઈંચ, વડીયામાં 7 ઈંચ વરસાદ પડયો છે. જો કે શુક્રવારે પણ અનેક વિસ્‍તારોમાં વરસાદ પડતાં જિલ્‍લામાં લગભગ પાણીની સમસ્‍યા દુર થવા પામી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ચમારડી, મોટા દેવળીયા, કરિયાણા સહિતનાં ગામોમાં દે ધનાધન
બાબરા પંથકમાં છેલ્‍લા એક મહિનાથી જગતના તાત સહિત સૌ કોઈ સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા. સારો વરસાદ વર્ષે તે માટે સમગ્ર પંથકમાંથી વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી.
ત્‍યારે સમગ્ર પંથકમાં ગુરૂવાર રાતથી મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કરતાં સવાર સુધીમાં ચાર ઈંચ વરસાદ પડી જતાં સમગ્ર વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.
બાબરા તાલુકાનાં ચમારડી, મોટા દેવળીયા, કરીયાણા, નિલવડા, નાની કુંડળ, જામબરવાળા, દરેડ, ગળકોટડી, ખંભાળા, ત્રંબોડા સહિતના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારમાં સાર્વત્રીક વરસાદ પડયો હતો. જેના કારણે ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
બાબરા શહેરમાં 1ર કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા શહેરની બજારો તેમજ રોડ પર પાણી ફરી વળ્‍યા હતા તેમજ મુખ્‍ય બજારો અને શોપિંગ સેન્‍ટરમાં વેપારીઓને ભારેમુશ્‍કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી. કારણ કે અહી ભુગર્ભ ગટરનાં ઢાંકણા જામ થઈ જતાં વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો અને દુકાનો, કેબીનો તેમજ શોપિંગ સેન્‍ટરમાં પાણી ઘુસ્‍યા હતા અને વેપારીઓ ઘ્‍વારા જાત મહેનત કરી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. જો કે નગરજનોની ફરિયાદના કારણે નગરપાલિકા ઘ્‍વારા તાબડતોબ જેસીબીની મદદથી વરસાદી પાણીનો વૈકલ્‍પિક નિકાલ કરવામાં આવતાં વેપારીઓએ રાહત અનુભવી હતી.
બગસરામાં રાત્રીનાં સમયે અનરાધાર 9 ઈંચ જેટલા વરસાદથી જળબંબાકાર
મુંજીયાસર જળાશયમાં 17 ફુટ નવા નીરની આવક
બગસરામાં ગઈ કાલનાં 4 ઈંચ વરસાદ બાદ રાત્રીના વધુ 9 ઈંચ વરસાદ પડી જતાં ઠેર-ઠેર જળબંબોળની સ્‍થિતિ સર્જાઈ હતી. નદી નાળાના ઘોડાપુરના કારણે મુંજીયાસર ડેમમાં 17 ફુટ નવા નીર સાથે હજુ પણ જોરદાર આવક ચાલુ છે.
ગત રાત્રીનાં ભારે વરસાદથી શહેરનાં મોટા ભાગના માર્ગો પર જાણે નદીઓ વહેવા લાગી હતી. જયારે શહેરનાં ઉપરવાસનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે વરસાદથી સાતલડી નદી તેમજ વોકળાઓ ગાંડા તુર બની ગયા હતા. જેનાં લીધે ર4ભભ ફુટની સપાટી ધરાવતા મુંજીયાસર ડેમમાં એક જ રાતમાં 17 ફુટ નવા નીરની આવક થયેલ છે. રજુ પણ સતત પાણીની આવક ચાલુ છે.
સાતલડી નદીનાં ઘોડાપુરનાં લીધે સાપર – સુડાતેમજ લુંઘીયા સાથેનો સંપર્ક તુટી ગયો હતો. જયારે માવજીંજવા – ડેરી પીપરીયા માર્ગમાં ભારે વરસાદનાં કારણે બસ ફસાઈ જતા વાહન વ્‍યવહાર ઠપ્‍ત થઈ ગયો હતો.
ભારે વરસાદનાં કારણે શહેરભરની શાળા- કોલેજ બંધ રહી હતી.
વીકટર, દાતરડી, ચાંચબંદર, ડુંગરમાં દે ધનાધના
ભુમાફીયાઓનાં પાપે અનેક સ્‍થળોએ પાણી ભરાતા અફડાતફડી
રાજુલા પંથકનાં વીકટર, દાતરડી, ચાંચ બંદર, ડુંગર સહિતનાં વિસ્‍તારમાં સતત છઠ્ઠા દિવસે પણ મેઘરાજા મહેરબાન પ થી 7 જેટલો વરસાદ વરસ્‍યો જેને લઈને ઠેર ઠેર પાણી ભરાણા હતા.
ત્‍યારે રાજુલાનાં વીકટર ગામે આવેલ લેબર કવાટર વિસ્‍તાર બેટમાં ફેરવ્‍યો હતો. અહીં સતત બપોરથી ધીરી ધારે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે બાર વાગ્‍યા બાદ વીજળીનાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં માત્ર 3 કલાકમાં જ પ ઈંચ જેટલો વરસાદ વરસતા અહીં નીચાણ વાળા વિસ્‍તારોમાં 3 વાગ્‍યા બાદ દરિયામાં ભરતી હોવાનાં લીધે અહીં વરસાદી પાણીનો નિકાલ ન થતાં અને આજુબાજુમાં વરસાદ સારો હોવાથી અહીં લોકોનાં ઘરમાં વરસાદનાં પાણી ભરાયા હતા જેને લઈને લોકો રાત્રિ નાં જ બાળકો સાથે પાણીની બચવા અગાશીઓ પર ચડી ગયા હતા અહીં લોકોનાં ઘરમાં પણ રાત્રિનાં સમયે કમર ડૂબ પાણી ઘૂસી ગયા હતા.
અહીં પાણીભરાવાનું મુખ્‍ય ારણ અહીં આવેલ જી.એચ.સી.એલ. કંપનીનું દબાણ તેમજ આડેધડ બનાવામાં આવેલ જિંગા ફાર્મને લઈને અહીં વરસાદી પાણીનો નિકાલ અશકય બન્‍યો છે. જેને લઈને અહીં વારંવાર પાણી ભરવાનો પ્રશ્‍ન સર્જાય છે ત્‍યારે આ અંગે ગ્રામજનો ર્ેારા સરપંચ મહેશભાઈ મકવાણાને જાણ કરતા તેઓ ર્ેારા જાતે સ્‍થળ તપાસને ઉંચ કક્ષાએ રજૂઆત કરીને યોગ્‍ય કરવા તંત્રને જાણ કરી હતી. પરંતુ તંત્ર અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં લોકો રોષે ભરાયા હતા. તો બીજી તરફ રાજુલાના ડુંગર પંથકમાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે કુમભરીયા અને દેવકાની વચ્‍ચે આવેલ જોલાપરી નદીમાં ઘોડાપુર આવતા અહીં રાજુલા ડુંગરને જોડતો પૂલ ધરાશાયી થયો હતો. અહીં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોએ પણ પાક      બળી જવાની ભીતિ સતાવી રહી છે.
કુંકાવાવ પંથકમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર
કુંકાવાવ વિસ્‍તારમાં છેલ્‍લા ત્રણ દિવસથી મેઘરાજાની અવીરત મેઘ સવારીથી અનેક વિસ્‍તારમાં પાણી ભરાયા છે. તો તમામ નદી નાળા નાના મોટા ચેક ડેમ છલકાયા છે. ત્‍યારે ગુરૂવારનાં રોજ દિવસભર ધીમીધારે વરસાદ બાદ રાત્રે ભારે વરસાદ વરસતા કુંકાવાવ શહેરમાં ચોવીસ કલાકમાં છ ઈંચથી વધારે વરસાદ વરસી જતાં શહેરનાં નીચાણ વાળા વિસ્‍તાર જેવા કે ઘનશ્‍યામનગર અને આંબેડકરનગર, મેઈનબજાર, નાજાપુર દરવાજા સહીતનાં વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. જયારે કુંકાવાવની સૌથી મોટો ચેક ડેમ સોનલ ડેમ છલકાઈ જતાં કુંકાવાવની પાણીની સમસ્‍યા દૂર થઈ હતી. સાથે સાથે રાત્રે વધુ વરસાદ વરસતા ઘનશ્‍યામનગર અને આંબેડકરનગરનાં રહેવાસીઓએ ઉચક જીવે રાત વીતાવી હતી અને સતત વરસાદ વરસતા ચિંતામાં ગરકાવ થયા હતા અને વરસાદ બંધ થાય તેવી પ્રાર્થના કરતા હતા. જયારે કુંકાવાવનાં આ વિસ્‍તારોનાં નીચાણ વાળો ભાગ હોય અને ડેમનું ઓવરફલો પાણી તેમજ ગામનું પાણી અને અમરાપુર સહીતની સીમ વિસ્‍તારનું પાણી આ નીચાણવાળા વિસ્‍તાર માટે વધુ જોખમી બની રહૃાું છે. જેનાં કારણે લોકોમાં વધુ ભય જોવા મળે છે. ત્‍યારે કુંકાવાવ ધીમી ધારે ચોવીસ કલાકમાં છ ઈંચની વધુ વરસાદ વરસતા હવે તમામ નાના મોટા ચેક ડેમ છલકાયા છે. ત્‍યારે વધુ વરસાદ વરસીને ખેતીનાં પાક સહીત લોકો માટે નુકશાનકારક સાબીત થાય તેવું લાગી રહૃાું છે. ત્‍યારે આજે બપોર બાદ વરસાદે વીરામ લેતાં લોકોએ રાહતનો શ્‍વાસ લીધો છે. ત્‍યારે કુંકાવાવ અને આસપાસનાં તમામ ગામડા જેવાકે અમરાપુર, બરવાળા, નાજાપુર વાઘણીયા નવા જુના ઉજળા સહીતનાં ગામડામાં ભારે વરસાદ ર થી છ ઈંચ જેટલો વરસ્‍યો છે. ત્‍યારે હવે વરસાદ વીરામ લે તેવી સૌકોઈ પ્રાર્થના કરી રહૃાા છે.
ટીંબીમાંધોધમાર વરસાદ પડતાં રૂપેણ નદી ગાંડીતૂર બની
ટીંબી ગામે વરસાદ સતત ત્રીજા દિવસ સુધી ધોધમાર પડી રહૃાો છે. ત્રણ દિવસનાં રૂપેણ નદીમાં બે વાર ઘોડાપુર આવી ગયું છેલ્‍લા ર4 કલાકમાં એકથી પાંચ ઈંચ સુધીવરસાદ પડી જતાં નીચાણ વાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. જેથી એ વિસ્‍તારનાં રહીશોને ઘની બહાર નીકળવામાં તકલીફ થઈ રહી છે. જેમાં સ્‍વામિનારાયણનગર, નવાપરા, હાઈવેની બાજુમાં. કારણ કે ટીંબીનું હાઈવે રોડ ઉંચો બનતા રોડની આજુબાજુનાં વિસ્‍તાનાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયા છે. જયારે ટીંબી ગામમાં પણ રોડનું કામ શરૂ હોવાથી અને આ રોડ પણ ઉંચો બનવાથી ટીંબીનાં મેઈન રોડની આજુબાજુમાં પાણી ભરાયા છે. જયારે રોડ ઉચો થવાથી ભાલાળા શેરી બબે ફુટ પાણી ભરાયા છે. છતાં ટીંબીનું તંત્ર ર્ેારા કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. વરસાદ હજુ પણ ચાલુ હોય આ બાબતમાં તુરંતમાં યોગ્‍ય કરવામાં ન આવે તો એ વિસ્‍તારનાંરહીશો ખુબજ તકલીફ અને જાનમાલને નુકસાન થવાનો સંભવ છે.
વીકટર ગામે ગ્રામ પંચાયતનાં અધૂરા કામને કારણે નેસડા વિસ્‍તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા
રાજુલા તાલુકાના વીકટર ગામમાં સૌથી મોટી સમસ્‍યા ગટરની છે. આ અંગે અહીંયાના જાગૃત યુવાન અજય શિયાળ દ્વારા આ અંગે જિલ્‍લા કલેકટર, રાજુલા પ્રાંત અધિકારી,મામલતદાર, રાજુલા તાલુકા વિકાસ અધિકારી, અમરેલી જિલ્‍લા વિકાસ અધિકારી તથા વીકટર ગ્રામપંચાયતને આ અંગે અનેકવાર લેખિત રજૂઆતો આપી હતી કે ચોમાસામાં વીકટરના નેસડા વિસ્‍તારની શેરી નં.-1 પાણી નિકાલની યોગ્‍ય વ્‍યવસ્‍થા નથી તેના કારણે વરસાદી પાણી તથા ગટરના પાણીનો નિકાલ થતો નથી. અને અહીંયા જ ભરાઈ રહે છે. વારંવાર રજૂઆતોને પગલે વીકટર ગ્રામપંચાયત દ્વારા આજથી એક મહિના પહેલા પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ આજદિન સુધી પૂર્ણ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. ગટરના પાણી અને વરસાદી પાણી એક સાથે શેરીમાં ભરાતા લોકોને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ ગોઠણ ડૂબ પાણી ભરાતા લોકો પોતાના નાના નાના બાળકોને ઘરોની બહાર જવા દેતા પણ ડરી રહયા છે. તેમજ ગટર બાબતે આ વિસ્‍તારની મહિલાઓ દ્વારા સરપંચને રજૂઆત કરવા તેમના ઘરે પહોંચ્‍યા હતા પરંતુ તેમને ફકત આશ્‍વાસન જ આપવામાં આવ્‍યું. આ વિસ્‍તારના સ્‍થાનિક રહીશ અજય શિયાળ દ્વારા જણાવાયું હતું કે વીકટર ગ્રામપંચાયતમાં 300 મીટર ગટર નાણા પંચમાંથી મંજૂર થઈ ગઈ છે તેમજ હમણા થોડા દિવસો પહેલા એટીવીટી આયોજનમાંથી પણ ગટર માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે. પરંતુ ગ્રામપંચાયતના સતાધીશોનેવિકાસના કામો કરવામાં રસ નથી તેવું લાગી રહયું છે. વિકાસની ફકત વાતો કરી રહયા છે પરંતુ અમુક વિસ્‍તારો પ્રત્‍યે ભેદભાવ રાખી રહયા છે. ગ્રામસભામાં સતાધીશો દ્વારા એમ કહેવાય છે કે સરકાર દ્વારા ઓછી ગ્રાન્‍ટ મળે છે પરંતુ જે ગ્રાન્‍ટો મળે છે તેના સમયસર કામો તો પૂરા કરો.
અમરેલી જિલ્‍લામાં આવેલ વરસાદથી શેત્રુંજીમાં નવા નીરની આવક
અમરેલી જિલ્‍લામાં ભારે વરસાદને કારણે સાવરકુંડલાનાં ફિફાદ પાસે આવેલ શેત્રુંજી નદી બે કાંઠે વહેવા લાગી.
ખાંભા તેમજ ગીરનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ધોધમાર વરસાદ વરસતા રાયડી, કંટાળા સહિતનાં ડેમો ઓવરફલો
ખાંભા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ જોરદાર મેઘ સવારી યથાવત રહી હતી અને ખાંભા તેમજ ખાંભાના ગીરના ભાણીયા, રાયડી, કોદિયા, ડેડાણ, ત્રાકુડા, ભુંડણી, મોટા બારમણ સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગત રાત્રી દરમિયાન ચારથી છ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા સ્‍થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્‍યા હતા અને રાયડી નદી ગાંડીતુર આવી હતી. જેના કારણે ખાંભાના મોટા બારમણ નજીક આવેલો રાયડી ડેમ વહેલી સવારે પ કલાકે ઓવરફલો થઈ જતા ડેમનો એક દરવાજો એક ફુટ ખોલી એક લાખ વીસ હજાર કયુસેક પાણી છોડવામાં આવ્‍યું હતું અને નીચેના નાના બારમણ, ચોતરા સહિતના ગામોને હાઈએલર્ટ કર્યાહતા તેમજ ખાંભા તાલુકાના ધુંધવાણા, પચપચીયા, કંટાળા, સાળવા, રબારીકા, પીપળીયા સહિત ગામને પાણી પુરૂ પાડતો કંટાળા ડેમ પણ ઓવરફલો થયો હતો. જેના કારણે નીચેના વિસ્‍તારને એલર્ટ કરવામાં આવ્‍યા હતા. અને ખાંભાના મોભનેશ ડેમમાં નવા નીર આવ્‍યા હતા. જેના કારણે લોકો અને ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.
સાવરકુંડલા પંથકમાં વધુ ર ઈંચ વરસાદથી સર્વત્ર પંથક ઝુમી ઉઠયો
ગઈ રાત્રીના ધીમી-ધારે સવાર સુધીમાં ર ઈંચ વરસાદ પડી ગયેલ કુલ 1રભભ મોસમનો વરસાદ પડેલ છે. આજ સવારથી સાવરકુંડલા તાલુકાનાં દરેક ગામડાઓમાં વરસાદનાં વાવડ છે. નદી-નાળામાં નવા નીરની આવક શરૂ થયેલ છે. ઉપરવાસ આવેલ સુકનહેરૂ ચેક-ડેમ ઓવર-ફલો થયેલ છે. અનારાધાર વરસાદથી સાવરકુંડલા અને તાલુકામાં ખેતીના પાકને રાહત મળેલ છે. ખેડૂતો વેપારીઓ – ખુશ જોવા મળે છે.
સાવરકુંડલા-અમરેલી માર્ગ બંધ થતાં વાહનચાલકો પરેશાન
અમરેલી પીપાવાવ પોર્ટ હાઈવે સાવરકુંડલા નજીક ઓળીયા અને લાપાળીયા વચ્‍ચે નવો બની રહેલો પુલનું કામ શરૂ હોવાથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધારે હોવાથી ડાયવર્ઝનનો માર્ગ હટી જવા પામ્‍યો હતો. છેલ્‍લા ચાર દિવસથી અમરેલી સાવરકુંડલા હાઈવે બંધ હોવાથી વાહનોને વાયા ચલાલા થઈને ચલાવી રહયા છે.તો બીજી તરફ સાવરકુંડલા તરફ જતા વાહનોને રસ્‍તો બંધ હોવાની જાણ પોલીસ કે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કે માર્ગ બંધ અને ડાયવર્ઝનના બોર્ડ પર મુકવામાં આવેલ ન હોવાથી ભારે વાહનોના થપ્‍પા લાગી જવા પામ્‍યા છે.