Main Menu

Friday, July 13th, 2018

 

કોંગી અઘ્‍યક્ષ રાહુલ ગાંધી ગીરનાં નેસડામાં મુલાકાત લેશે

મંગળવારે ગીરકાંઠાનાં નેસડાની મુલાકાત લઈને દિવ તરફ રવાના થશે તેવું જાણવા મળેલ છે
કોંગી અઘ્‍યક્ષ રાહુલ ગાંધી ગીરનાં નેસડામાં મુલાકાત લેશે
ધારી ખાતે રાજયનાં તમામ કોંગી ધારાસભ્‍યો સાથે વન ટુ વન બેઠક કરે તેવી શકયતાઓ
અમરેલી, તા.
કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ આગામી સોમવારે ભાવનગર અને અમરેલી જિલ્‍લાના ર દિવસનાં પ્રવાસે આવી રહયા હોય જિલ્‍લાના કોંગી રાજકારણમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.
રાહુલ ગાંધી સોમવારે સવારે ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચશે. બાદમાં તેઓ અલંગ, બગદાણા થઈને સાવરકુંડલા આવી પહોંચશે. જયાં તેઓ રાજયભરનાજિલ્‍લા-તાલુકા પાલિકાના સદસ્‍યો સાથે બેઠક કરશે.
બાદમાં તેઓ ધારી ખાતે એશિયાડ હોટેલ ખાતે રાજયભરના ધારાસભ્‍યો સાથે બેઠક કરી સફારી પાર્કની મુલાકાત લઈને રાતવાસો ધારી ખાતે કરે તેવું જાણવા   મળેલ છે.
મંગળવારે સવારે જંગલ માર્ગે દિવ જવા રવાના થશે. અને જંગલમાં નેસડાની મુલાકાત લઈને વિકાસના ફળ કેવા મળ્‍યા તે અંગે ચર્ચા-વિચારણા કરશે તેવું જાણવા    મળેલ છે.
રાહુલ ગાંધીની સાથે પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો જોડાશે.

મોટી કુંકાવાવમાં જુગાર રમતા પ શખ્‍સો રૂા. ર0 હજાર સાથે ઝડપાયા

બાતમીનાં આધારે પોલીસે દરોડો કરી કાર્યવાહી કરી
અમરેલી, તા.
વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા તાલાળી ગામના સુભાષ મનસુખભાઈ પડાયા, જાળીયા ગામના ધીરૂ વનમાળીભાઈ ડોડીયા, ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામના વિવેક લાલજીભાઈ પદમાણી, ગોપાલ જગુભાઈ તથા વાવડી રોડ ગામના મુકેશ કનુભાઈ દેવાણી વિગેરેને પોલીસે દરોડો પાડી રોકડ રકમ રૂા. 19,680ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરેરાટી : સાવરકુંડલામાં અજાણ્‍યા શખ્‍સોએ ખુંટને કુહાડી વડે ઈજા કરતાં જીવદયાપ્રેમીઓમાં રોષ

નિર્દોષ પશુ પર અત્‍યાચાર કરનાર સામે ફીટકારની લાગણી
અરેરાટી : સાવરકુંડલામાં અજાણ્‍યા શખ્‍સોએ ખુંટને કુહાડી વડે ઈજા કરતાં જીવદયાપ્રેમીઓમાં રોષ
ક્રુર હુમલાખોરને શોધીને કડક કાર્યવાહી કરવાની માંગ
અમરેલી, તા.
સાવરકુંડલા ખાતે ગાંધી ચોકમાં આજરોજ એક ખૂંટ ઘાયલ હાલતમાં જોવા મળેલ. જેને કોઈક ઘાતકી ઘ્‍વારા કુહાડીનો ઘા મારવામાં આવેલ હોવાનું જાણવામાં આવેલ છે. આ બાબતની જાણ થતાં ગૌસેવકો દોડી ગયા અને તુરંત ગૌશાળનો સંપર્ક કરી પશુ ડોકટર ઘ્‍વારા સારવાર અપાવેલ. આવા ક્રુર ઈસમોને પકડીને તેની સામે ધોરણસર કાર્યવહી કરવાની માંગ ગૌસેવકોમાં ઉઠવા પામેલ છે. મુંગા અને અબોલ પશુઓ ઉપર થતાં અત્‍યાચાર બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવાની પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે. અને ગૌવંશ રક્ષા કરવા માટે પણ કડક કાર્યવાહી થવીજોઈએ તેવી પણ માંગ ઉઠી છે.

સાવરકુંડલાનાં પીયાવા ગામે કોદાળી મારી યુવકનો પગ ભાંગી નાખ્‍યો

અમરેલી, તા.
સાવરકુંડલાતાલુકાના પીયાવા ગામે રહેતા સંજયગીરી હિંમતગીરી ગૌસ્‍વામી નામના 36 વર્ષીય યુવક ગઈકાલે સવારે પોતાની વાડીએ મજૂરોને મૂકી ઘરે આવતા હતા ત્‍યારે તે જ ગામે રહેતા પ્રતાપગીરી મનુગીરી સનેડો લઈ જતા હતા ત્‍યારે તે કેમ સાઈડ ન આપી તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ ગાળો બોલી કોદાળી વડે હુમલો કરી પગમાં ફેકચર કરી દેતા આ અંગે વંડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલી જિલ્‍લામાં મેઘમહેરથી ખુશીનો માહોલ

સાવરકુંડલા, ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદ
અમરેલી જિલ્‍લામાં મેઘમહેરથી ખુશીનો માહોલ
અમરેલી શહેરમાં અઢી ઈંચ જેટલો મૌસમનો સૌથી વધુ વરસાદ રાત સુધીમાં પડયો
બગસરામાં સવા બે ઈંચ, ધારીમાં બે ઈંચ, ખાંભામાં ર ઈંચ જેટલો વરસાદ
અમરેલી, તા. 13 (ફોટા ઈમેલમાં છે.)
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ગઈકાલે અર્ધા ઈંચથી લઈ 6 ઈંચ થી પણ વધુ વરસાદ પડયો છે. જેને લઈ અનેક નદી-નાળાઓમાં પાણી વહેતા થયા છે. બગસરા અને વડીયા પંથકમાં અનરાધાર વરસાદ પડયો છે. જયારે ગઈકાલ સુધી અમરેલી શહેરમાં હાથતાળી આપતો વરસાદ પણ અમરેલી શહેરનો મહેમાન બન્‍યો છે અને આજે પણ ધીમી ધારે વરસાદ શરૂ રહેવા પામેલ છે.
અમરેલી શહેરમાં ગઈકાલ સવારથી જ મેઘો ઓળઘોળ બન્‍યો હતો. બપોરે એકદમ જોરદાર વરસાદ પડયા બાદ સાંજ સુધી વિરામ લીધો હતો અને સાંજે ફરી મંડાણ કરેલ હતું અનુ આખી રાતમાં ટપક ટપક વરસાદ પડયો હતો.
આ ઉપરાંત વડીયાનાં અહેવાલ મુજબ વડીયામાં અનરાધાર વરસાદનાં કારણે નદી-નાળા છલકાયા હતા અને વડીયા પંથકમાં 1 પુરૂષ તણાયો હોવાની ઘટના બન્‍યાનું પણ જાણવા મળી રહૃાું છે.
અમરેલી જિલ્‍લામાં ગઈકાલે સવારે 7થી આજે સવારે 7 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 70 મી.મી. (147), બાબરા43 મી.મી. (1ર4), બગસરા 1પ9 મી.મી. (ર8પ), ધારી 8ર મી.મી. (130), જાફરાબાદ 117 મી.મી. (ર83), ખાંભા 97 મી.મી. (રર3), લાઠી 39 મી.મી. (100), લીલીયા પપ મી.મી. (ર08), રાજુલા 1પ4 મી.મી. (37ર), સાવરકુંડલા 1ર1 મી.મી. (ર7પ), વડીયા 179 મી.મી. (319) વરસાદ નોંધાયો છે.
રાજુલા, સાવરકુંડલા, ચલાલા પંથકમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર
બાબાપુર નજીક બેઠાપુલમાં બોલેરો તણાઈ જતાં 3 વ્‍યક્‍તિતઓ તણાઈ ગયાની આશંકા
અમરેલી જિલ્‍લામાં વ્‍યાપક વરસાદથી અફડા તફડી
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લામાં ગઈકાલેસર્વત્ર વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવતાં અફડા-તફડીનો માહોલ ઉભો થયો છે. બાબાપુર નજીક પુલ પરથી પસાર થઈ રહેલ બોલેરો જીપ તણાઈ જવાથી અંદાજિત 3 વ્‍યક્‍તિતઓ તણાઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.
બરવાળા બાવળનો યુવક સાંજે તણાઈ ગયા બાદ રાત્રીનાં બાબાપુર નજીક પુલ પરથી પસાર થઈ રહેલ બોલેરો તણાઈ જતાં એન.ડી.આર.એફ. ની ટીમે બચાવવાનો પ્રયાશ કર્યો જે નિષ્‍ફળ  રહૃાો છે.
મોડી રાત્રીએ સાવરકુંડલા, રાજુલા, ચલાલા, પંથકમાં ભારે વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારનો માહોલ જોવા મળી રહૃાો છે.
અંતે બાબરાનાં કોટડાપીઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી
બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે આજે મેઘરાજાએ મહેર કરતાં ગઈકાલે સાંજે પ .1પ કલાકે શરૂ થયેલ વરસાદ સાંજના સાત કલાક સુધીમાં બે ઈંચ  મોસમનો પ્રથમ સારો વરસાદ પડેલ છે. છેલ્‍લા ઘણાં સમયથી મેઘરાજાએ મહેર કરતાં ખેડૂતોમાંહર્ષની લાગણી વ્‍યાપેલ છે. આ વરસાદ આજુબાજુનાં ગામડામાં પણ છે. મુરઝાતી મોલાતને જીવનદાન મળેલ છે. અને આ લખાય છે ત્‍યારે હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે.
એક તરફ ખુશીનો માહોલ અને બીજી તરફ ભયનું વાતાવરણ
વડીયા પંથકમાં પાંચ ઈંચ વરસાદ : એક યુવક તણાયો
મૌસમનો સૌથી વધુ વરસાદ પડતાં નદીઓ અને તળાવોમાં પાણીની ભરપુર આવક
વડીયામાં ગઈકાલે સવારે 11 કલાકેથી મેઘાની મહેર શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વરસાદ ન રહેતા બીજી તરફ ભયનો માહોલ સર્જાયો હતો. વડીયામાં દિવસ દરમ્‍યાન પ ઈંચ વરસાદ ખાબકી ગયેલ. નીચાણવાળા વિસ્‍તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા તથા વડીયાનાં સુરવો ડેમમાં પ ફૂટ નવા નીરની આવક થયેલ છે. વડીયા પંથકમાં સાવરે 11 વાગ્‍યાથી હજુ આ લખાઈ છે ત્‍યાં સુધી ધોધમાર વરસાદ પડી રહેલ છે. વડીયા પંથકના તોરી, રામપુર, અનિડા, ખાખરીયા, બરવાળા બાવળ, ખજૂરી, બાટવા દેવળી, ઢુંઢીયા પીપળીયા સહિતના ગામોમાં મેઘતાંડવ જેવી સ્‍થિતિ સર્જાઈ રહી છે. ત્‍યારે લોકોમાં એક તરફ ખુશી અને એક તરફ મુશ્‍કેલી જેવો ઘાટ સર્જાઈ રહૃાો છે. બીજી તરફ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. વડીયાવાસીઓ રાત્રીના સમયે જાગતા રહી વરસાદને ખમૈયા કરોની પ્રાર્થના કરે છે. આ વરસાદ વચ્‍ચે વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે એક બાઈક સવાર તણાયો હતો. વડીયામામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍ય હતો અને મુળ બરવાળા બાવળનો વતની અને વડીયા સાબુ, પાવડરની દુકાન ધરાવતો જીતેન્‍દ્ર લિંબાભાઈ પાનસુરીયા જાતે પટેલ (ઉ.વ. 33) તે પોતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જઈ રહૃાો હતો ત્‍યારે ગામના પાદરમાં કોઝવે પર પોતાનું ટિફીન નીચે પડતા ટિફીન લેવામાં કોઝવે પર પાણીમાં બાઈક સહિત ખુદ તણાયો હતો. ઘટના સ્‍થળે મામલતદાર તથા પોલીસ સહિતનો કાફલો પહોંચ્‍યો હતો અને યુવકની શોધખોળ શરૂ કરી છે.
હરખની હેલી : સાવરકુંડલા પંથકમાં અસહૃા બફારા બાદ 3 ઈંચ વરસાદ
સાવરકુંડલા અને તાલુકામાં અઢી થી 3 ઈંચ જેટલો ધીમી ધારે વરસાદ પડી ગયેલ.
સવારથી જ બફારો ખૂબ જ હતો. 11 વાગે શરૂ થયેલ વરસાદ સાંજના પ સુધીમાં  અઢીથી 3 ઈંચ જેટલો વરસાદ પડી ગયેલ.
આજનો વરસાદ દરેક ગામડામાં પડયાના વાવડ છે. બાઢડા, ગાધકડા, નેસડી, વંડા, પીઠવડી, ધજડી, કાનાતળાવ વગેરે ગામડામાં વરસાદ પડયાના વાવડ છે. આજના વરસાદથી નાવલી નદીમાં નવા નીર આવેલ. ખેડૂતોએ કરેલ વાવેતરમાં ખૂબ જ ફાયદો થશે હજુ વધારે વરસાદ પડે તેવી પૂરી શકયતા છે.
ભાણીયા, ગીદરડી, ધાવડીયા, લાસા, ભાડમાં લીલાલ્‍હેર
અચ્‍છે દિન : ખાંભા પંથકમાં 4 કલાકમાં ર ઈંચ વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાયા
ગીરકાંઠાનીનદીઓમાં પાણીનાં પૂરથી હરખની હેલી
અમરેલી, તા.
ગઈકાલે ખાંભામાં બપોર બાદ બે વાગ્‍યાથી સાંજના છ વાગ્‍યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જયારે ગીરને અડીને આવેલા ભાણીયા, ગીદરડી, ઘાવડીયા, લાસા, ભાડ, વાંકીયા સહિતના ગામોમાં ધોધમાર 3 ઈંચ કરતાં વધારે વરસાદ પડેલ છે. ગીદરડી અને ભાણીયા ગીરની નદીમાં પૂર આવ્‍યા હતા.

અરે વાહ : બગસરા પંથકમાં 1થી લઈને 7 ઈંચ વરસાદથી હર્ષોલ્‍લાસ

અમરેલી, તા.
બગસરામાં ગઈકાલે સવારનાદસ વાગ્‍યાથી શરૂ થયેલ હળવા-ભારે વરસાદ બાદ બપોરના ધીમી ધારે વરસાદ શરૂ થતા સાંજના 6 સુધીમાં 9ર મી.મી. વરસાદ નોંધાઈ ચૂકયો છે. હજુ પણ વરસાદ સતત વરસી રહયો છે. મુંજીયાસર ડેમ સાઈટ પર 119 મી.મી. વરસાદ નોંધાયેલ છે.
આ ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ ગયા હતા. જયારે શહેરના નીચાણ વાળા વિસ્‍તાર જેવા કે કુંકાવાવ નાકા, શાકમાર્કેટ વિસ્‍તારમાં કેડ સમા પાણી ભરાતા વાહન વ્‍યવહારને અસર થઈ હતી.
બગસરા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તાર મુંજીયાસર, રફાળા, સુડાવડ, પીપરીયા, સમઢીયાળા, શાપર, હળીયાદ, માણેકવાડા, માવજીંજવા, બાલાપુર સહિતના ગામડાઓમાં 4 થી 6 ઈંચ જેટલો અનરાધાર વરસાદ પડી જતા મુંજીયાસર ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ભારે વરસાદથી શાપરની સુડાવડી નદી બે કાંઠે વહી રહી છે. સમયસરના સારા વરસાદથી જગતાતમાં ખુશીની લહેર વ્‍યાપી ગઈ છે. ભારે વરસાદથી નદી-નાળામાં ઘોડાપુર ઉમટી પડતા લોકો લ્‍હાવો લેવા ઉમટી પડયા હતા.

બાબરાનાં વેપારીઓએ બંધ રાખીને પાલિકા સામે રોષ વ્‍યકત કર્યો

તમામ ભ્રષ્‍ટાચારની તટસ્‍થ તપાસ નહી થાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપી
બાબરાનાં વેપારીઓએ બંધ રાખીને પાલિકા સામે રોષ વ્‍યકત કર્યો
વિપક્ષોને બદલે વેપારીઓએ પાલિકા સામે કર્યુ આંદોલન
અમરેલી, તા.
બાબરા નગરપાલિકા ઘ્‍વારા કથિત ભ્રષ્‍ટાચારના વિરોધમાં ચેમ્‍બર ઓફ કોમર્સનાં બાબરા બંધનાં એલાનને જબ્‍બરૂ સમર્થન મળતા શહેર સંપૂર્ણ બંધ રહૃાું હતું.
સવારથી જ શહેરની તમામ દુકાનો અને શોપિંગ સેન્‍ટરોનાં વેપારીઓએ સ્‍વયંભુ ધંધા-રોજગાર બંધ રાખી બંધના એલાનમાં જોડાયા હતા અને ઉગ્ર રોષ વ્‍યકત કર્યો હતો.
બાબરા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઈ મલકાણ ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, શહેરમાં નગરપાલિકા ઘ્‍વારા બજારોમાં    નબળા રોડ બનાવી ગેરરીતિ આચરવામાં આવી છે. જેની અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર ઘ્‍વારા યોગ્‍ય તપાસ કરવામાં આવતી નથી. જેથી વેપારીઓ ઘ્‍વારા એક દિવસ બંધ પાળી રોષ વ્‍યકત કરવામાં આવ્‍યો છે. જો આગામી દિવસોમાં હજુ પણ નબળા રોડની તપાસ તંત્ર ઘ્‍વારા કરવામાં નહિ આવે તો હજુ ઉગ્ર આંદોલનકરવાની ફરજ પડશે.
તો સામે નગરપાલિકાનાં પ્રમુખ ખીમજીભાઈ મારૂ અને ઉપપ્રમુખ વનરાજભાઈ વાળાએ ચેમ્‍બર ઓફ કોમર્સના ગેરરીતિનાં આક્ષેપોને પાયાવિહોણાના ગણાવી ચેમ્‍બરના પ્રમુખ વેપારીઓને ઉંધા ચશ્‍મા પહેરાવી રહૃાા હોય તેવું જણાવ્‍યું હતું.
તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, જે રોડ નબળા બન્‍યા છે તેમાં જવાબદાર કોન્‍ટ્રાકટ વિરૂઘ્‍ધ કાર્યવાહી કરવામાં આવી છે અને નોટીસ પણ આપી છે. આ સિવાય અન્‍ય કામો નિયમ મુજબ કરવામાં આવી રહૃાા છે.
બાબરા બંધના એલાનનાં પગલે કોઈ બનાવ ન બને તે માટે બાબરા પોલીસ ઘ્‍વારા પુરતો બંદોબસ્‍ત જાળવ્‍યો હતો. શહેરની બજારોમાં પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્‍યા હતા તેમજ ર પીએસઆઈ ઘ્‍વારા સતત રાઉન્‍ડ લગાવવામાં આવી રહૃાા હતા.
બાબરામાં વિવિધ વિકાસનાં કામોમાં નગરપાલિકા ઘ્‍વારા ભ્રષ્‍ટાચાર આચરવામાં આવતા ચેમ્‍બર ઓફ કોમર્સ ઘ્‍વારા આજે બંધનું એલાન આપવામાં આવ્‍યું હતું જેનું જબ્‍બરૂ સમર્થન મળ્‍યું હતું. શહેરના તમામ નાના-મોટા વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી નાગરિક બેન્‍ક ચોકમાં એકઠા થયા હતા અને અહીથી રેલી સ્‍વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવી નબળા કામોની યોગ્‍ય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, પાલિકામાં રૂપિયા દોઢ કરોડનો ટેકસ ભરવાનોશહેરીજનોનો બાકી હોવાથી વિકાસ કાર્યોમાં વિક્ષેપ ઉભો થઈ રહૃાો હોવાનું શાસકો જણાવી રહૃાાં છે.

ધારીનાં ખાડીયા વિસ્‍તારમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતાં ર બળદનાં કમકમાટીભર્યા મોત

એક દંપતિ ગાડુ લઈને પસાર થતું હોય તે સમયે
ધારીનાં ખાડીયા વિસ્‍તારમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતાં ર બળદનાં કમકમાટીભર્યા મોત
સદ્યનસીબે ખેડૂત દંપતિનો આબાદ બચાવ થયો
અમરેલી, તા.
ધારીનાં ખાડીયા વિસ્‍તારમાં બળદ ગાડુ લઈ પસાર થતા હતા ત્‍યારે પાણીમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા બે બળદનાં ઘટના  સ્‍થળે મોત નીપજયા હતા તો દંપતિનો બચાવ થયો હતો.
પ્રાપ્‍ત વિગતો મુજબ ખાડીયા વિસ્‍તારમાં વાડી ધરાવતાં મગનભાઈ ડાયાભાઈ રૂડાણી અને તેના પત્‍ની વાડીએથી ઘરે પરત ફરી રહૃાા હતા ત્‍યારે બળદગાડુ રસ્‍તા પર રહેલા પાણીમાંથી પસાર થયું ત્‍યારે જબરદસ્‍ત વિજ કરન્‍ટ લાગતા તે અને તેના પત્‍ની ફેંકાઈ ગયા હતા જયારે બે બળદનાં ઘટના સ્‍થળે જ મોત નીપજયા હતા.

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે સીએસઆર પ્રોજેકટ અંતર્ગત રામપરા ચેક-ડેમનું ઉદ્યઘાટન કર્યું

પિપાવાવ, પોર્ટની આસપાસના સ્‍થાનિક ગ્રામજનોનું જીવન સુધારવાના સતત પ્રયાસના ભાગરૂપે એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે ઇન્‍ટીગ્રેટેડ વોટર રિસોર્સિસ મેનેજમેન્‍ટ પ્રોજેક્‍ટ ‘પ્રવાહ અંતર્ગત ગુજરાતમાં રામપરા-ર ગામ ખાતે ચેક-ડેમનું બાંઘકામ અને તેનું ઉદઘાટન કર્યું હતું. રામપરા ચેક-ડેમને કારણે 300 એકર કૃષિ જમીનને પૂરતી સિંચાઇ મળવાથી રામપરા અને કોવાયા ગામડાંઓના નિવાસીઓને લાભ થશે અને તેને કારણે 7000 સભ્‍યો ધરાવતા 683 ઘરોને ચોખ્‍ખું પાણી મળશે, ઢોરઢાંખરને પાણી મળશે અને એકર દીઠ ઉત્‍પાદન વધશે. એપીએએમ ટર્મિનલ્‍સ પિપાવાવનાકોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી (સીએસઆર) પ્રોગ્રામના હિસ્‍સા ‘પ્રવાહથી અમરેલી જિલ્લાનાં રાજુલા બ્‍લોકના 33 ગામોના સ્‍થાનિક નિવાસીઓને લાભ થશે. આ પ્રસંગે અમરેલી જિલ્લાના રાજુલા બ્‍લોકના કમો અને પ્રાંત અધિકારી (નબક) કે એસ ડાભીએ જણાવ્‍યું હતું કે, પોતાની સીએસઆર પ્રવૃત્તિ, ખાસ કરીને વોટર મેનેજમેન્‍ટ દ્વારા એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ નજીકનાં ગામડાંઓના લોકોનું જીવનધોરણ સુધારવા પ્રશંસનીય પ્રયાસ કરતી રહી છે. વોટર મેનેજમેન્‍ટ પ્રવૃત્તિની લાંબા ગાળાની અસરો હોય છે અને તેનાથી સમાજનો સામાજિક આર્થિક વિકાસ વધે છે. રામપુરા ચેક-ડેમ વોકવેને કારણે રામપરા અને કોવાયા ગામને લાભ થશે. તેનાથી ખેડૂતો વર્ષે બેથી ત્રણ પાક લઇ શકશે અને તેનાથી કુવાઓ પણ રીચાર્જ થશે.ઉદઘાટન સમારોહમાં હર્ષા મશેલકર, હેડ (એચઆર, સીએસઆર અને એડમિન), કેપ્‍ટન રવિન્‍દ્રનાથ પિલ્લારીસેટ્ટી, હેડ (પોર્ટ-ઇન્‍ફ્રા અને ડેવલપમેન્‍ટ) ઉપરાંત રામપરા, કોવાયા અને નજીકના ગામડાંઓના સભ્‍યો હાજર રહ્યા હતા. પ્રોજેક્‍ટ પ્રવાહમાં વ્‍યૂહાત્‍મક ભાગીદારીઓ દ્વારા તમામ હિસ્‍સેદારો સાથે મળીને સર્વગ્રાહી અભિગમ સામેલ છે. આ પ્રોજેક્‍ટમાં 10થી વધુ સંગઠનો, શાળાઓ, પ્રોજેક્‍ટની સાતત્‍યતા માટે લોકોની ભાગીદારી અને પ્રદાન અને ખેડૂતો, ગામડાં અને યુવાનોની ક્ષમતા નિર્માણ સાથેસંકળાયેલો છે. આ પ્રોજેક્‍ટ એક્‍સ્‍પોઝર વિઝિટ, ટ્રેનિંગ સેશન્‍સ અને એમક્રિશી સોફટવેર દ્વારા કામ કરે છે. તેનો હેતુ જમીનની ખારાશ તથા ઊંચા ટીડીએસ લેવલ સાથે ભૂગર્ભ જળના પ્રદૂષણની સમસ્‍યા ડામવાનો છે. ગુજરાતના કાંઠાળા પ્રદેશોમાં જમીનની ખારાશની સમસ્‍યા છે અને દરિયાને કારણે તેનું ધોવાણ થવાથી કુદરતી સંસાધનો ખાસ કરીને ભૂગર્ભ જળના સ્‍તર નીચે ગયા છે. આને પરિણામે, ખારા પાણીએ કૃષિના સામાન્‍ચ પ્રવાહનો ખોરવી નાખ્‍યો છે. ઊંચા ટીડીએસને કારણે પીવાના શુઘ્‍ધ પાણીની અછત ઊભી થઇ છે.

સોમનાથ મંદિરમાં દર્શન-ઘ્‍વજાપૂજા કરી ધન્‍ય થતા આરએચએસનાં પ્રધાન સ્‍વયં સેવક મોહન ભાગવત

મોહન ભાગવતજી સોમનાથ મંદિરે વહેલી સવારે પહોંચેલ જયાં ટ્રસ્‍ટના અઘ્‍યક્ષ કેશુભાઈ પટેલે બુકેથી તેમનું સ્‍વાગત કરેલ હતું. સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક તથા મહાપૂજાની સામગ્રી મહાનુભાવો ઘ્‍વારા અર્પણ કરવામાં આવેલ હતી. ભાગવતજીએ ટ્રસ્‍ટના અઘ્‍યક્ષ સાથે ઘ્‍વાજપૂજા, મહાપૂજાનો લ્‍હાવો લીધો હતો. મુલાકાત સમયે મંદિર પર મેઘરાજાના અમીછાંટણા થયા હતા. સરદાર વલ્‍લભભાઈ પટેલને સૌ મહાનુભાવોએ પુષ્‍પવંદના કરવામાં આવી હતી. પૂજા બાદ પુષ્‍પહારથી પૂજાચાર્યએ સન્‍માન કરેલ તેમજ શાલ, ફોટોફ્રેમ તથા શિવજીની ઝાંખી સ્‍મૃતિ ચિન્‍હ સ્‍વરૂપે આપી ટ્રસ્‍ટના અઘ્‍યક્ષકેશુભાઈ પટેલે મોહન ભાગવતજીનું સન્‍માન કરેલ હતું. આ પ્રસંગે ટ્રસ્‍ટના કોર્ડિનેટર ડો. યશોધર ભટ્ટ તથા બિપીનભાઈ સંઘવી પણ ઉપસ્‍થિત રહૃાા હતા.

13-07-2018