Main Menu

Thursday, July 12th, 2018

 

અચ્‍છે દિન : અમરેલીનાં પોલીસ અધિક્ષકે નિરાધાર મા-દીકરીને ન્‍યાય અપાવી દીધો

14 વર્ષથી ન્‍યાય ન મળ્‍યો અને ગણતરીની કલાકોમાં ન્‍યાય
અચ્‍છે દિન : અમરેલીનાં પોલીસ અધિક્ષકે નિરાધાર મા-દીકરીને ન્‍યાય અપાવી દીધો
અમરેલી, તા.11
બગસરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતી એક તરૂણી કે જેના પિતાની ગેરહાજરી હોય અને આ તરૂણીની માતા છેલ્‍લા 14 વર્ષથી પોતાની બગસરા ખાતે આવેલી જમીન ખોટું સોગંધનામું તથા ખોટું કુલમુખ્‍ત્‍યાર નામું તથા ખોટું પેઢીનામાના આધારે આ કામનાઆરોપીઓએ પચાવી પાડેલ હતી. અને આ મિલ્‍કતમાં આ વિધવા બહેન તથા તેની તરૂણ વયની દિકરીનો પણ સરખો હકક હિસ્‍સો હોય પરંતુ આ કામના આરોપીઓએ આ મિલ્‍કતના કાયદેસરના વારસદાર હયાત ન હોય અને તેની વિધવા પત્‍ની અને એક તરૂણવયની દિકરી હોય જેનો કોઈ આસરો ન હોય અને નિરાધાર હોવાનો લાભ લઈ આરોપીઓએ જમીનનું ખોટું સોગંધનામું તથા ખોટું કુલમુખ્‍ત્‍યારનામું તથા ખોટું પેઢીનામાના આધારે પચાવી પાડેલ અને આ જમીનમાં પોતાનો હકક હિસ્‍સો મેળવવા વિધવા બહેન તેની તરૂણવયની દિકરી સાથે છેલ્‍લા 14 વર્ષથી વિવિધ સરકારી કચેરીઓમાં ધકકા ખાતા હતા. પરંતુ આ કામના સામાવાળ આરોપીઓ ખુબ જ શ્રીમંત તેમજ રાજકીય વગ ધરાવતાં હોય જેથી 14 વર્ષ સુધી તેઓની કોઈ રજુઆત સાંભળવામાં આવેલ નહી.
ઉપરોકત વિધવા બહેન તથા તેની તરૂણવયની દિકરી સાથે તેઓ પોલીસ અધિક્ષક રૂબરૂમાં મળવા માટે આવેલ અને પોલીસ અધિક્ષક આ વિધવા મહિલા અને તેની દીકરીની વ્‍યથા સાંભળી તેને ખાત્રી આપેલ કે આ બાબતે તપાસ કરવામાં આવશે અને તેઓની રજુઆતમાં તથ્‍થ જણાઈ આવ્‍યેથી આરોપીઓ વિરૂઘ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી અરજદાર બહેનને ખાત્રી આપવામાં આવેલ તે અન્‍વયે સદરહું બહેનની રજુઆત સંદર્ભની અરજીની તપાસ સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમઅમરેલીના પોલીસ સબ ઈન્‍સ. પી.એન. મોરી તથા એસ.એસ.વાવૈયાએ આ અંગેની તપાસ કરતા રજુઆતમાં તથ્‍ય જણાઈ આવતાં આ બાબતે કુલ – 9 આરોપીઓ વિરૂઘ્‍ધ બગસરા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજીસ્‍ટર કરવામાં આવેલ છે. આમ, એક વિધવા મહિલા તથા તેની તરૂણ વયની દિકરી છેલ્‍લા 14 વર્ષથી પોતાની વડીલોપાર્જીત જમીનમાં પોતાનો હકક હિસ્‍સો મેળવવા માટે વિવિધ કચેરીઓના ધકકા ખાતા હતા તેમ છતાં પણ તેઓને ન્‍યાય મળેલ નહી. પોલીસ અધિક્ષકની સુચના અન્‍વયે સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમએ આ બાબતે તપાસ કરી કાયદેસર ગુન્‍હો રજીસ્‍ટર કરાવી અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રએ એક વિધવા મહિલાના આંસુ લુછવાનો નાનો પ્રયાસ કરેલ છે.
ઉપરોકત રજુઆત અન્‍વયે આ જમીન મેટરની પ્રાથમિક તપાસ કરનાર સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમના પોલીસ સબ ઈન્‍સ. પી.એન. મોરી તથા એસ.એસ.વાવૈયા તથા ટીમના એ.એસ.આઈ. પી.ડી.પરમાર તથા હેડ કોન્‍સ. મુકેશભાઈ તથા કલ્‍પેશભાઈ કુવાડીયા નાઓએ સદર રજુઆતની પ્રાથમિક તપાસ કરી અરજદાર કિશોરીની ફરિયાદ લઈ બગસરા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છે. આગળની વધુ તપાસ બગસરા પોલીસ સબ ઈન્‍સ. એમ.એ.મોરી ચાલાવી રહેલ છે.

ડો. કનુભાઈ કળસરીયાનો રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્‍યો

મહુવાનાં પૂર્વ ભાજપી ધારાસભ્‍ય
ડો. કનુભાઈ કળસરીયાનો રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્‍યો
નવી દિલ્‍હી ખાતે પૂર્વ ધારાસભ્‍યએ રાહુલગાંધી સાથે મુલાકાત કરી
રાજુલા, તા. 11
આગામી લોકસભાની ચૂંટણી ગણત્રીના મહિનાઓમાં યોજાવાની છે ત્‍યારે મૂળભૂત કેટલાક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ એક યા બીજા કારણોસર કોંગ્રેસ છોડીને ભા.જ.પ.માં ગયા છે, તેવા રીસાયેલાઓને અને કોંગ્રેસી જુના જોગીઓને પુનઃ સક્રિય કરવા ફરી કોંગ્રેસનો ખેસ પહેરાવી રાજયભરમાં કોંગ્રેસનો જળહળતો વિજય કરાવવા અમરેલીનાં ધારાસભ્‍ય અને વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીએ સક્રિયતા દાખવી આવા આગેવાનોને પુનઃ જોડાવા નિમંત્રીત કરી રહૃાા છે. આવા રાજકિય વાતાવરણ વચ્‍ચે સમગ્ર અમરેલી અને ભાવનગર જિલ્‍લાનાં રાજકારણમાં અને આમ પ્રજામાં એક ચર્ચાએ જોર પકડયું છે કે સાચા અર્થનાં સેવાભાવી તબીબ અને મહુવાનાં પૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઈ કળસરીયા કોંગ્રેસમા જોડાય રહૃાા છે ? ડો. કનુભાઈ કોંગ્રેસમાં આવે તો કેટલો રાજકિય ફાયદો, ડો. કનુભાઈ પ6 ઈંચથી પણ વધુ રાજકિય છાતી ધરાવે છે. તેઓ મહુવાનાં ભા.જ.પ.નાં ધારાસભ્‍ય પદે હતા ત્‍યારે ગુજરાત સરકાર અને ભા.જ.પ. પાર્ટીમાં એકહથ્‍થુ સતા તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી પાસે હતી. સરકાર કે પાર્ટીમાં ભા.જ.પ.નાં ધારાસભ્‍યો કે સાંસદો ગમે તેવા ર્નિયો લેવાયા હોય તેમની સામે હરફ પણ ઉચ્‍ચારી ન શકતા મોદીજી કહે તેમજ બધાએ અનુસરવુપડતુ, મોદીજી સાથે જો કોઈને વાકુ પડી જાય તો ભા.જ.પ.માંથી તેનું રાજકારણ પૂર્ણ થઈ આવા એક હથ્‍થુ શાસનમાં મહુવા ખાતે નિરમા સિમેન્‍ટ પ્‍લાન્‍ટ મંજુર થયો. આ પ્‍લાન્‍ટ ચાલુ કરવા વિજળીગતીએ સરકારી કામગીરી શરૂ થઈ ગઈ. જો આ સિમેન્‍ટ પ્‍લાન્‍ટ શરૂ થાય તો મહુવા અને રાજુલા પાસે આવેલા પાણીનાં બંધારા ડુબમાં જાય. જેથી રાજુલા અને મહુવાનાં એ તરફનાં ખેડૂતોને પારાવાર નૂકશાન સહન કરવું પડે, આ માંથી ખેડૂતોને બચાવવા ડો. કનુભાઈ કળસરીયાએ નિરમા પ્‍લાન્‍ટ વિરૂઘ્‍ધ અને નહિ સ્‍થાપવા સરકારમાં રજૂઆતો કરી વારંવારની રજૂઆતો પછી પરીણામ ન મળતાં કનુભાઈએ નિરમા પ્‍લાન્‍ટ વિઘ્‍ધની આગેવાની લીધી, મોરચા માંડયા, ઉપવાસો આદર્યા તેમાં હજારોની સંખ્‍યામાં ખેડૂતો જોડાયા. નરેન્‍દ્રભાઈ અકળાયા, તેમણે કનુભાઈને મનાવવા સરકારી મંત્રીઓ, સંગઠન પાંખના વિરષ્ઠોને દોડાવ્‍યા, પણ કનુભાઈ ન જ માન્‍યા ત્‍યારે કેન્‍દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી, મુખ્‍યમંત્રી મોદીજી સામે તેના જ પક્ષનાં ધારાસભ્‍યો લડતનાં મંડાણ કર્યા. આ ઘટનાથી ગુજરાત અને દિલ્‍હીનાં કોંગ્રેસી આગેવાનો મુડમાં આવી ગયા અને કનુભાઈ ભા.જપ.માં સરકાર વિરૂઘ્‍ધમાં આવી તે વખતની સ્‍થિતિમાં નિરમા કંપની સામે પર્યાવરણના મુદ્યે રાહુલ ગાંધીએ તેમને મદદ કરી અને કનુભાઈ તેની લડતમાં ફાવ્‍યા. આવાસતા માટે સિઘ્‍ધાંતોમાં બાંધછોડ ન કરનાર કનુભાઈને અમે પુછયું કે તમે કોંગ્રેસમાં જોડાવ છો ? પ્રત્‍યુતરમાં ડો. કનુભાઈએ કહૃાું કે આગામી દિવસોમાં રાહુલજી ગુજરાત આવી રહૃાા છે. તેમની સાથે બેઠક કરીશું. જો સાનુકુળતા જણાશે તો નિર્ણય કરીશું, રાજકિય નિષ્‍ણાંતોના મતે જો કનુભાઈ કોંગ્રેસમાં જોડાય તો અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરતનાં મત વિસ્‍તારોમાં ઘણી બધી અસર થાય, સરવાળે કોંગ્રેસનો ફાયદો થાય. અમરેલી લોકસભા બેઠકમાં સાત ધારાસભાની બેઠકનો સમાવેશ છે. જેમાં પાંચ અમરેલી જિલ્‍લાની અને બે ભાવનગર જિલ્‍લાની. જેમાં મહુવા અને ગારીધારની બેઠકો સમાવિષ્‍ટ છે. આથી જિલ્‍લાનાં કોંગ્રેસમાં એવી ભડકણ છે કે કનુભાઈ કોંગ્રેસમાં આવે અને લોકસભાની બેઠક માંગે તો ? જોઈએ છીએ આવતા વિકમાં શું થાયછે ભળે છે કે નહિં ?

વરસાદમાં નથી ભીંજાવું રે મારે…

જંગલ વિસ્‍તારમાં પડી રહેલા વરસાદમાં જંગલની મહારાણી સિંહણ વર્ષારૂતુનું સ્‍વાગત કરવા ભીંજાઈ હતી. તે તસ્‍વીર વાયરલ થયા બાદ જંગલનો રાજા ગણાતો સિંહ વરસાદમાં ભીંજાવું ના પડે તે માટે થઈ એક ઝુંપડામાં જઈ બેઠો હતો. ત્‍યારે તે જાણે કહેતો હોય કે “વરસાદમાં નથી ભીંજાવું રે મારે…”

વિપક્ષી નેતા ધાનાણીનાં આંગણામાં કોબ્રા

અમરેલીનાં યુવા ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગાંધીનગર ખાતેનાં નિવાસ સ્‍થાને અત્‍યંત જેરી ગણાતા રસેલ્‍સ વાઈપર (ખડચીતરો) આવી ચડતાં તેઓએ તેમના એરૂ પકડવાનાં દિવસોને યાદ કરીને ઝેરી કોબ્રાને ઝડપી લઈને સલામત સ્‍થળે ખસેડતા ઉપસ્‍થિત સૌ કોઈને વિપક્ષીનેતાની એરૂ પકડવાની કળાનો અનુભવ થયો હતો.

અમરેલી પાલિકાનાં સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરાતા ચકચાર

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ એસપીને પત્ર પાઠવ્‍યો
અમરેલી પાલિકાનાં સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરાતા ચકચાર
તત્‍કાલીન પ્રમુખ, ચીફ ઓફીસર સામે કર્યા ગંભીર આક્ષેપો
અમરેલી, તા. 11
અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, ચીફ ઓફીસર ઓવરશીયર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ આર.ટી.આઈ. એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરી છે.
તેઓએ પોલીસ અધિક્ષકને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, રાજય સરકારની સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍ય શહેરી વિકાસ યોજના (એસ.જે.એમ.એમ. એસ.વી.વાય.) નાં વર્ષ ર016-17 નાં ડુડા/વશી/ર004/ર017, તા. 11/08/ર016 અને ડુડા/વશી/ યુડીપી88/3પ4/ર017, તા. 31/01/ર017 ના મંજુર થયેલ કામો પૈકીનાં સરકારનાં વખતો વખતનાં આદેશો અને ઠરાવો અનેશરતોનું સરેઆમ ઉલ્‍લંઘન કરી એસ.જે.એમ.એમ.એસ.વી.વાય.નાં ગ્રાન્‍ટનાં રાષ્‍ટ્રીય નાણાનો સ્‍વ હિતાર્થે અને આર્થિક લાગતા વળગતાને ફાયદો કરાવવા ખાનગી અને જમીનોમાં મોટી રકમ વાપરી અને તેમાં પણ કવોલીટી પહોળાઈ જાડાઈ અને એકસ્‍ટ્રા આઈટમો અને છાપામાં જાહેરાત વગરનાં કન્‍સલ્‍ટન્‍ટ એજન્‍સી નીમી સરકારની યોજનાનાં નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ છે. જે (1) પૈકીનાં અમરેલી કુંકાવાવ જકાતનાકા વડેરા ગામેનો રોડ બતાવેલ છે. તે જગ્‍યા પર નકશામાં રોડ જ નથી અને સ.નં. 907/ર સરકાર ગૌચર જમીન રેકર્ડમાં છે અને તે જમીન 7-67-10 હે.આરે. છે. તેનાં બાજુમાં ખાનગી ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટોને ફાયદો કરાવવા રૂા. 61,1પ,600 નો રોડ બનાવી આપેલ છે. જયારે માનવ વસાહત નથી. (ર) નવી હૈયાત કમ્‍પોસ્‍ટ યાર્ડ સા.કુંડલા રોડ પરની જમીન પર બીન જરૂરી રૂા.3પ,પ7,ર00 ના સી.સી. રોડ તેમજ રૂા.14,90,800 નાં બે પોલ ઉભા કરેલ છે. જે સદંતર ખોટો ખર્ચ કરી નબળુ કામ કરી કુલ રૂા. પ0,48,000ની રકમ ગેરવ્‍યાજબી ઉપયોગ કરેલ છે. (3) સ.નં. 47પ/1 એન પૈકીની ખાનગી સોસાયટી મન રેસીડેન્‍સી-ર નો સી.સી. રોડ રૂા. 43,1પ,300 હજુ ઓપન પ્‍લોટીંગ છે અને વર્ષ ર01પ ની સ.નં. 47પ/1 હે. ર-64-06 એકવાળી જમીન પર તા. 03/03/ર01પ થી તા. 03/09/ર01પ નાં બાંધકામની મુદત પુરીથયેલ અને તે જમીન ખેડૂત અમૃતબેન ડાયાભાઈનાં નામે ચાલે છે. તો મન રેસીડેન્‍સી-ર ના નામે ખર્ચ રૂા. 43,1પ,300 નો ખોટી રીતે ગેરરીતિ નિયમ વિરૂદ્ધ કામગીરી આચરેલ છે. (4) તેમજ મન રેસીડેન્‍સી-1 ના સ.નં. પર4/1 (બ) પૈકી-1 નાં 0-9પ-16 ની બીનખેતી પર ધાનાણી શાંતિલાલ પોપટભાઈ ખેડૂતનાં નામે છે. તો, મન રેસીડેન્‍સીમાં રૂા. ર4,98,700 ના સી.સી.રોડ બનાવી નાંખેલ છે. તથા વરસડા રોડ પર આવેલ સેન્‍ટ મેરી ખાનગી સ્‍કૂલને પણ રૂા. 9,14800 નાં સી.સી. રોડ બનાવી આપી આર્થિક લાભ-લાગતા વળગતાને આપેલ છે. જે રાષ્‍ટ્રીય નાણાંને સ્‍વહિતાર્થે અને નિયમ વિરૂઘ્‍ધ વાપરી નગરપાલિકા, ચીફ ઓફીસર ન.પા., અમરેલી, પ્રમુખ ન.પા., બાંધકામ શાખાનાં સુપરવાઈઝર વિગેરે જવાબદાર તમામ સામે સરકારનાં નાણાનો દૂરપયોગ કરનાર સામે ગુન્‍હાહિત કૃત્‍ય જવાબદારો સામે સત્‍વરે તપાસ થવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવી જરૂરી છે.
ઉપરોકત આરોપીઓએ સરકારી નાણાંનો સત્તાનાં જોરે દુરઉપયોગ કરી ભ્રષ્‍ટાચાર કરેલ છે. જેની સામે આઈ.પી.સી. કલમ 114, 418, 419, 4ર0, 403, 406, 468, 409, 46પ, 466, 467, 468, 471, 477-ક તથા 488 તેમજ સરકારી નાણાનો દુરઉપયોગ સબબ ગુન્‍હો દાખલ કરવા અંતમાં માંગ કરેલ છે.

હદ થઈ : સાવરકુંડલામાં ગટરનાં ગંધાતા પાણી ઘરે પહોંચી રહૃાા છે

ભાજપ શાસિત પાલિકાની ગુનાહિત બેદરકારી સામે આવી
હદ થઈ : સાવરકુંડલામાં ગટરનાં ગંધાતા પાણી ઘરે પહોંચી રહૃાા છે
ગૃહિણીઓ ફરિયાદ કરે તો શાસકો કહે છે કે ફોલ્‍ટ તમે શોધી લાવો તો દુર કરીએ
આઝાદ ચોક વિસ્‍તારમાં ઘણા મહિનાઓથી પાણીની પાઈપલાઈનમાં ગંધાતા પાણી ભળી રહૃાા છે
સાવરકુંડલા, તા. 11
વડોદરામાં દુષિત પાણી વિતરણને કારણે બે બાળકો મોતને ભેટયા હોવાની ઘટના બાદ સાવરકુંડલા નગરપાલિકા ઘ્‍વારા થતું પીવાનું પાણી દુષિત આવી રહૃાું છે. પાલિકાના અમુક વિસ્‍તારોમાં ગટરના પાણી પીવાનાં પાણી સાથે ભળી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ તેવી દહેશત ઉભી થઈ છે. મહી નદીનું આપવામાં આવતું પાણી ટાંકામાં સ્‍ટોરેજ કરીને લોકોના ઘર સુધી પહોંચતા એકદમ કાળુ ગટરનું પાણી આવી રહૃાું છે અને લોકોના આરોગ્‍ય માથે ગંભીર ખતરો ઉભો થયો છે.
નગરપાલિકા ઘ્‍વારા લોકોના ઘર સુધી નળ વડે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે પણ આ પાણી પીવાને લાયક જ નથી હોતું. પણ લોકો જાયે તોજાયે કહાની માફક આરોગ્‍યને અતિ ગંભીર નુકશાન થાય તેવું પાણી પીવા મજબુર હોય તેમ એક કલાકનાં પાણી વિતરણમાં અડધી કલાક સુધી નળમાંથી ગટરનું પાણી આવી રહૃાું છે જે લોકો ભરી રહૃાા છે. અડધી પોણી કલાક ગટરનું પાણી આવ્‍યા બાદ ચોખ્‍ખુ પાણી થાય છે પણ ત્‍યાં કલાકનો પાણી ભરવાનો ટાઈમ પૂર્ણ થઈ જતો હોવાથી ના છુટકે લોકોને આવું પીવાનું પાણી પાલિકા તંત્ર તરફથી મળી રહૃાું છે. જયારે આ પીવાના પાણી આપવાનો ટાઈમ પણ પાલિકા તંત્ર તરફથી ફિકસ નથી હોતો. કયારેક રાત્રીનાં દોઢ તો કયારેક રાત્રીના 3-4 વાગ્‍યે પાલિકા તંત્ર પીવાનું આવું દુષિત પાણી વિતરણ કરી રહી હોવાની વાસ્‍તવિકતા ચેક કરવા અમરેલી એકસપ્રેસની ટીમ વહેલી સવારે પ વાગ્‍યે સાવરકુંડલાના આઝાદ ચોક વિસ્‍તારના ગૃહિણીઓના ઘરે જઈને પીવાના દુષિત પાણી મામલે ખરાઈ કરી ત્‍યારે આંખો ચાર થઈ જાય તેવી કડવી વાસ્‍તવિકતા જોવા મળી હતી. વહેલી સવારે વાલ્‍મેન ઘ્‍વારા ગોંદરાચોકના પાણીના અતિ જર્જરીત ટાંકામાંથી પાણી છોડવામાં આવ્‍યું ત્‍યારે પ્રથમ તો ધીમે ધીમે નળમાંથી પીળા કલર જેવું પાણી જોવા મળ્‍યું બાદ આ પાણીએ કલરનો રંગ બદલ્‍યો ને કાળુમશ પાણી નળમાંથી આવી રહૃાું હતું. પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જતું હોવાની અનેક રજુઆતો છેલ્‍લા એકાદ વર્ષથીગૃહિણીઓ પાલિકા તંત્રને કરી રહી છે પણ પાલિકા તંત્ર ધૃતરાષ્‍ટ્રની ભૂમિકા ભજવી રહૃાું હોવાનું ફલિત થઈ રહૃાું છે. આજે જ વહેલી સવારે પાલિકા તંત્રએ પાણી છોડયા બાદ જાત તપાસ માટે પાલિકાના વાલ્‍મેનને બોલાવીને આ દુષિત પાણી છે કે કેમ તે અંગે પણ ટીમે ખરાઈ કરાવીને પાલિકાના વાલમેને પાણી ચાખ્‍યું હતું. એક કલાકમાંથી અડધી પોણી કલાક આ રીતે ગટરનું ગંધાતું ગોબરૂ પાણી ના છુટકે આઝાદ ચોક વિસ્‍તારના લોકો પી રહૃાા છે અને પોતાના આરોગ્‍ય પર જોખમ લઈ રહૃાા હોવાની વાસ્‍તવિકતા જોવા મળી રહી છે.
ત્‍યારે આજ વિસ્‍તારની ગૃહિણીએ પીવાના પાણી અંગે જણાવ્‍યું હતું કે, પાલિકા તંત્રને અવારનવાર રજુઆતો કરવા છતાં પાલિકા તંત્રના અધિકારીઓ આ દુષિત પાણી નિવારણને બદલે ગૃહિણીઓને ગટરનું પાણી ન આવે તે માટે ફોલ્‍ટ ગૃહિણીઓને જાતે ગોતીને લાવો તો ગટરના પાણી ન આવે તેવો ઉડાઉ જવાબ છેલ્‍લા એકાદ વર્ષથી મળી રહૃાો છે. જેથી ના છુટકે આવું ગટરનું દુષિત પીવાનું પાણી પીવાની મજબુરી છે.
ત્‍યારે જયાંથી આ પીવાના પાણીનું વિતરણ થાય છે તે ગોંદરાચોક ખાતે આવેલા સાડા બાર લાખ લીટરના સંપે જઈને ટીમે ખરાઈ કરી ત્‍યારે ફરજ પરના મહી નદી પાણી વિતરણના ઈન્‍ચાર્જે જણાવ્‍યું હતું કે, સાવરકુંડલાના આઝાદચોક અને નેરડીવિસ્‍તારમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી ગયું હોવાનો એકરાર ખુદ પાલિકા તંત્રના પાણી ઓપરેટરે જાત તપાસ કરીને સ્‍વીકાર્યુ છે. ત્‍યારે નીચાણવાળા વિસ્‍તારોમાં આવું ગટરનું દુષિત પાણી વિતરણ એકાદ વર્ષથી થઈ રહૃાું છતાં ભાજપ શાસિત પાલિકાનું નિંભર તંત્ર લોકોના આરોગ્‍ય સાથે રમત કરી રહૃાું છે અને વડોદરા જેવી જ ઘટના આગામી દિવસોમાં અમરેલી જિલ્‍લાના સાવરકુંડલામાં નિર્માણ પામે તેવી ગંભીર દહેશત જોવા મળી રહી છે.

ગરીબોનું પ0 ચો.મી.નું જમીન દબાણ તોડવા બહાદુરી દેખાડતું તંત્ર લાખો એકર જમીન પરનું દબાણ દુર કરાવતું નથી

ભ્રષ્‍ટ અધિકારીઓ અને બેઈમાન નેતાઓનાં આશિર્વાદથી
રાજુલા પંથકમાં ભુમાફીયાઓનો વાળ વાંકો થતો નથી
ગરીબોનું પ0 ચો.મી.નું જમીન દબાણ તોડવા બહાદુરી દેખાડતું તંત્ર લાખો એકર જમીન પરનું દબાણ દુર કરાવતું નથી
રાજુલા, તા. 11
રાજુલા તાલુકામાં ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી અધિકારીઓ, રાજકારણીઓ અને જમીન માફીયાઓ ઘ્‍વારા દબાણ કરીને સરકારી પડતર, ગૌચરની જમીનોમાં ઝીંગાફાર્મો ઉભા કરીને કરોડોની કાળી કમાણી કરી રહૃાા છે. જેની સામે અનેક ફરિયાદો, આવેદનપત્રો તથા છેલ્‍લે પીપાવાવનાં ગ્રામજનો ઘ્‍વારા 7પ દિવસ સુધી આંદોલન કરવા છતાં પણ આ તાલુકાના ઉચ્‍ચ અધિકારીઓ ઘ્‍વારા દેખાડા ખાતર થોડું દબાણ હટાવીને જમીન માફીયાઓની લાજ કાઢતા હોય તેવો દેખાવ થયો છે. એક બાજુ સરકાર ગરીબો ઘ્‍વારા ઝૂંપડા બનાવવામાં આવેલા હોય તો તે તોડી પાડવામાં આવે છે. જયારે ભુમાફીયાઓ ઘ્‍વારા હજારો એકર જમીન ઉપર દબાણ કરવા છતાં એનો વાળ પણ વાંકો થતો નથી શા માટે ? લોકમુખે ચાલી રહેલ ચર્ચા મુજબ આ ઝીંગાફાર્મમાં શું અધિકારીઓની મીલીભગત છે ? આ જમીનો પચાવી પાડનારાઓ સામે સરકારે ભભલેન્‍ડ ગ્રેબીંગભભનો કાયદો બનાવ્‍યો છે ? જો કાયદાઓનો અમલ અધિકારીઓ ન કરે તો આવા અધિકારીઓનાં પગાર કાપી લેવાની જોગવાઈકરવામાં આવે તેવી લોક માંગણી ઉઠેલ છે.
સરકાર ઘ્‍વારા કાયદાઓ એટલા માટે બનાવવામાં આવે છે કે, તે લોકોને ઉપયોગી થાય. પરંતુ રાજુલાના સરકારી અધિકારીઓ ઘ્‍વારા જાતે જઈને સ્‍થળ નિરીક્ષણ કરવું જોઈએ અને દબાણો દુર કરવા જોઈએ. પરંતુ આવું થતું નથી ઉલ્‍ટાનું લોકો દબાણ થયાની ફરિયાદો કરે છતાં પણ દબાણ નહી હટાવીને શું સાબિત કરવા માંગે છે ? આ લોકશાહીમાં લોકો આંદોલન કરે છતાં પણ દબાણો શા માટે હટાવવામાં આવતા નથી ?
જયારે બીજી બાજુ જીએચસીએલ જેવી કંપની ઘ્‍વારા છડેચોક શરતભંગ કરવામાં આવે છે અને સરકારી અધિકારીઓ જ શરતભંગના કેસો કરે છે. ર011થી લીઝની મંજુરી વગર હજારો એકર જમીનમાં મીઠાનું ઉત્‍પાદન કરવામાં આવે છે અને છેલ્‍લે ર018માં આવી લીઝ મંજુર કરવાની વાતો વહેતી થતાં સરકારના ઉચ્‍ચ અધિકારીઓ સામે ચોકકસ આંગળી ચીંધી શકાય અને અનેક પ્રશ્‍નો પણ ઉદભવે શા માટે ? ર011થી લીઝ મંજુર ન કરવામાં આવી અને જો શરતભંગ હોય જ તો પછી આવી લીઝ શા માટે મંજુર થઈ ? આવા બધા પ્રશ્‍નોની ન્‍યાયીક તપાસ કરવા માંગણી ઉઠેલ છે.
બીજી બાજુ જો 1પથી ર0 દિવસમાં આ તમામ દબાણો દુર નહી કરવામાં આવે તો રાજુલા વિસ્‍તારના જાગૃત્ત નાગરિકો હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવાની પણ તૈયારીઓ કરી રહૃાાનું જાણવામળેલ છે.

લાઠીનાં પીપળવા ગામે ખનીજ ચોરી કરનાર સામે પ્રાંત અધિકારી અને મામલતદારની લાલ આંખ

પોલીસ વિભાગ બાદ હવે મહેસુલી વિભાગ ખનીજ ચોરી સામે સક્રીય
લાઠીનાં પીપળવા ગામે ખનીજ ચોરી કરનાર સામે પ્રાંત અધિકારી અને મામલતદારની લાલ આંખ
રૂપિયા 3.ર0 લાખનો દંડ ફટકારતાં ખનીજચોરોમાં ફફડાટ
લાઠી, તા. 11
લાઠી તાલુકાનાં પીપળવા ગામે આંબરડી તરફનાં રસ્‍તા ઉપર નદીમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી પ્રાપ્‍ત થતાં લાઠી પ્રાંત અધિકારી બોડાણા તથા મામલતદાર આર. કે. મનાત તેમજ ના.મા. વિજય ડેર અને કર્મચારી ર્ેારા રેઈડ કરતાં સ્‍થળઉપરથી એક જે.સી.બી. અને ડમ્‍પરમાં ભરેલ ખનીજ સહિત પકડી પાડેલ અને ત્રણ લાખ ર0 હજારનો દંડ કરેલ હોય, સાધન-સામગ્રી, વાહન પોલીસ સ્‍ટેશનમાં સોંપેલ છે. આ કાર્યવાહીથી લાઠી પંથકમાં ખનિજ ચોરોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

પાકી શાકમાર્કેટ હોવા છતાં ગંદકીમાં વેચાઈ છે શાકભાજી

સા.કુંડલામાં શાકમાર્કેટની ફેર બદલી કરવાની તાતી જરૂરીયાત
પાકી શાકમાર્કેટ હોવા છતાં ગંદકીમાં વેચાઈ છે શાકભાજી
સાવરકુંડલા, તા.11
સાવરકુંડલામાં હાલમાં દેવળા ગેઈટ અને જેસર રોડ પર નગરપાલિકા દ્વારા પાકિ શાકમાર્કેટ બનાવેલ છે. જેનો દુરઉપયોગ થઈ રહયો હોય ઉપરાંત શાકમાર્કેટ હાલ નદિ બજારમાં શાક વેચવા બેસતા વેપારીઓ પોતાના જીવના જોખમ ધંધો કરતા હોઈ ત્‍યાં અવાર-નવાર પાણી આવી જતાં શાક – બકાલા સહિતની ચીજ વસ્‍તુઓ તણઈને જતી રહેતી હોય છે. હાલચોમાસાની ઋતુમાં ઉપરવા વરસાદને કારણે ગમે ત્‍યાર નદિમાં પાણી આવવાની શકયતા હોઈ નગરપાલિકા દ્વારા ત્‍યાંથી પાકિ શાકમાર્કેટમાં શાક વેચવા માટે બેસવાની ફરજ પાડવામાં આવે તવી જરૂરીયાત ઉભી થઈ છે. ત્‍યારે નદિ વિસ્‍તારમાં બેસતા શાકના વેપારીઓની આજુ-બાજુમાં પુષ્‍કળ પ્રમાણમાં ગંદકી અને કચરો ઉપરાંત ગટરનું ખરાબ પાણી પસાર થતું હોઈ તેવામાં રાખેલ શાક ખાવાથી લોકોમાં સ્‍વાસ્‍થ્‍યને પણ ગંભીર અસર થઈ શકે તેમ છે ત્‍યારે ઉપરોકત વિષયે ઘટતું કરવા નગરપાલિકાની ફરજ બને છે.

જાફરાબાદમાં નેશનલ હાઈ-વેને લઈને ખેડૂતોને વ્‍યાપક નૂકશાન

જિલ્‍લા પંચાયતા બાંધકામ ચેરમેન ટીકુભાઈ વરૂની ફરિયાદ
અમરેલી, તા. 11
જાફરાબાદ તાલુકામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ 7 થી 8 ફૂટ ઉંચો લેતા અને જે જગ્‍યાએ મોટા પાઈપ નાખવાના હોય તે જગ્‍યાએ નાના પાઈપ નાખતા પાણીનો પૂર્ણ નિકાલ ન થતા હેમાળ, ટીંબી, શેલણા સહીત ગામોનાં ખેડૂતોનાં ખેતરના પાકમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નૂકશાન થયેલ છે. તો તેનો તાકીદે સર્વે કરાવી સરકાર અથવા નેશનલ હાઈવે રોડ ઓથોરીટી પાસે ખેડૂતોને નૂકશાનનું વળતર ચૂકવવા બાંધકામ સમિતિનાં ચેરમેન ટીકુભાઈ વરૂએ કલેકટરને પત્ર પાઠવીને માંગ કરેલ છે.

આનંદો : વનવિભાગે સિંહોની સુરક્ષા માટે ટેકરા બનાવ્‍યા

શેત્રુંજી નદી આસપાસ 3પ જેટલા સિંહોનો વસવાટ હોવાથી સુરક્ષા વધારવી જરૂરી હતી
આનંદો : વનવિભાગે સિંહોની સુરક્ષા માટે ટેકરા બનાવ્‍યા
સિંહપ્રેમીઓની સિંહોની સુરક્ષા મામલે થયેલ રજુઆત બાદ વનવિભાગ સક્રીય
3 વર્ષ પહેલાં નદીમાં ઘોડાપુર આવતાં અંદાજિત 9 સિંહો પુરમાં તણાઈ ગયા હતા
અમરેલી, તા. 11
અમરેલી જિલ્‍લામાં ખાસ કરીને શેત્રુંજી નદી કાંઠાના વિસ્‍તારોમાં જે અમરેલીનો બૃહદગીર વિસ્‍તાર છે તેમાં મોટી સંખ્‍યામાં સિંહોનું વિચરણ છે અને ગરમીને કારણે સિંહો શેત્રુંજી નદીમાં જ બેસી રહેછે અને અહીનાં ઠંડા વિસ્‍તારમાં જ તેનો કાયમી નિવાસ છે. ત્‍યારે ચોમાસામાં સિંહોને અહીથી દુર કરવા જરૂરી છે પરંતુ સિંહોને આ વિસ્‍તાર છોડવો ન હોય તેમ અહી જ પડયા અને પાથર્યા રહેતા હોવાથી વનવિભાગ અમરેલી ઘ્‍વારા અહી નદીમાં આસપાસ પુર આવે તો સિંહોની સલામતી માટે અમરેલી રેન્‍જ ઘ્‍વારા માઉન્‍ટ બનાવી નવતર પ્રયોગ              કરાયો છે.
અમરેલી અને લીલીયા વિસ્‍તારમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટ્ટમાં આશરે 3પ જેટલા સિંહ પરિવારો વિચરણ કરી રહૃાા છે. આ નદીનો પટ્ટ સિંહોનું કાયમી રહેઠાંણ બની ગયું છે. ઉપરાંત બાવળોની ઝાડીઓમાં પણ સિંહોની અવર-જવર કાયમી હોય છે. ત્‍યારે ચોમાસા દરમિયાન સિંહોની સલામતી જોખમાય નહી એ માટે વનવિભાગ ઘ્‍વારા ખાસ આયોજન કરી માઉન્‍ટ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્‍યો છે. અમરેલી જિલ્‍લાનાં શેત્રુંજી નદીમાં 3 વર્ષ પહેલા પુરપ્રકોપના કારણે હજારો પશુઓ તણાઈ મોતને ભેટયા હતા. જેમાં આશરે 9 જેટલા સિંહોના પણ મૃત્‍યુ થયા હતા. ત્‍યારે અમરેલી વન વિભાગ ઘ્‍વારા આ વિસ્‍તારોમાં સિંહોની સલામતી માટે ચાર જેટલા માઉન્‍ટ બનાવવામાં આવ્‍યા છે અને ત્રણ વનવિભાગની ટુકડી સતત ખેદરેખ રાખી રહી છે. ત્‍યારે પર્યાવરણપ્રેમીઓની સિંહો બચાવવાની માંગણી સાકાર થઈ છે.
સ્‍થાનિક પ્રકૃતિની સંસ્‍થા સાથેજોડાયેલા લોકોની અનેક રજુઆત હતી કે, ગત ર01પમાં અમરેલીમાં થયેલ જળહોનારતતથી 10 ઉપરાંતના એશિયાટીક સિંહો શેત્રુંજી નદીમાં આવેલ પુરનાં કારણે મોતને ભેટયા હતા. જેથી ચોમાસા દરમિયાન સિંહોને અહીથી સ્‍થળાંતર કરવા અથવા તેમની સેફટી માટે ઊંચા સિમેન્‍ટ કોન્‍ક્રેટનાં ઓટલા-માઉન્‍ટ બનાવવા જેથી અનાયાસે આવેલ પુરમાં સિંહો તે નદી આસપાસનાં ઓટલા પર ચડી બેસે જેથી સિંહો સેઈફ રહી શકે. તેથી હાલ વન વિભાગ ક્રાંકચ બૃહદ ગીર ઘ્‍વારા અહી રેન્‍જ ઘ્‍વારા માઉન્‍ટ બનાવી નવતર પ્રયોગ કરાયો છે. જેથી કદાચ સિંહો સહિતના વન્‍ય જીવો ઓચિંતા આવેલ પુરમાં બચી શકે તેવી પ્રર્યાવરણ પ્રેમીની માંગણીઓ પર સિંહો માટે પ્રિમોન્‍સુન પ્‍લાન મુજબ ટેકરા બનાવ્‍યા છે જે વનવિભાગના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, અમરેલી રેન્‍જના લીલીયા ક્રાંકચના શેત્રુંજી નદીના વિસ્‍તારોમાં સિંહોની સલામતી માટે પ્રિ મોન્‍સુન પ્‍લાનમાં માઉન્‍ટ બનાવાયા છે. ત્‍યારે આ સિંહો બચાવવાનાં નવતર પ્રિ મોન્‍સુન પ્‍લાનના નવતર પ્રયોગથી ચોમાસામાં આવતા પુરથી સિંહોને બચાવવામાં કેટલો કારગત નિવડે છે તે તો આવનારો સમય જ બતાવશે.

માર્કેટયાર્ડમાં ખેતજણસોની આવક ઘટતા શ્રમજીવીઓ બેકાર

જગતાત ગણાતા ખેડૂતો ખેતીકાર્યમાં જોતરાયા હોવાથી
માર્કેટયાર્ડમાં ખેતજણસોની આવક ઘટતા શ્રમજીવીઓ બેકાર
ખેતજણસોની આવક વગર યાર્ડનાં વેપારીઓ અને દલાલો પણ વેકેશનનાં મૂડમાં
સા.કુંડલા યાર્ડમાં નિયમિત રૂપિયા 1 લાખની આવક સામે હાલમાં માત્ર રૂપિયા 1 હજાર આવક
અમરેલી, તા. 11
એકતરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી ની હૈયાવરાળ ખેડૂતો ઠાલવી રહૃાા હતા ત્‍યારે હાલ અમરેલી જીલ્‍લાનાં માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો ચોમાસાને કારણે ખેતજણસો લાવતા ન હોવાથી યાર્ડની શેષની આવકમાં જંગી ઘટાડો થયો છે. તો યાર્ડનાં મજુરો બેકારીના ભરડામાં સપડાઈ ગયા છે જયારે અમરેલી જીલ્‍લાનાં મોટાભાગનાં એ.પી.એમ.સી. ખેતજણસો અને ખેડૂત વિહોણા ખાલીખમ ભાસી રહૃાા છે.
હજુ થોડા દિવસો પહેલા જ આ એ.પી.એમ.સી.માં ખેત જણસોથી યાર્ડનાં શેડ ભરચક રહેતા હતા પણ હાલ ચોમાસાની સીઝન ચાલુ થઈ હોવાથી ખેડૂતો ખેતજણસો લઈને આવતા નથી આથી આખું એ.પી.એમ.સી. ખાલીખમ ભાસી રહૃાું છે કે જાણે મીની વેકેશન જોવા મળતું હોય તેમ એ.પી.એમ.સી.માં કાગડા ઉડી રહૃાા છે.
આજ એ.પી.એમ.સી.માં મજુરી કરીને જીવનનું ગુજરાન ચલાવતા મજુરોની હાલત વધુકફોડી બની છે. સાવરકુંડલાનાં એ.પી.એમ.સી.માં ર00 જેટલા મજુરો મજુરી કામ કરીને પોતાનો રોટલો રળી રહૃાા હતા પણ હાલ ખેડૂતો જ ખેત જણસો લઈને આવતા ન હોવાથી મજુરો બેકાર બન્‍યા છે અને જીવન નિર્વાહ માટે પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્‍કેલ થયું હોવાની સ્‍થિતિ મજૂરોની થઈ છે.
એ.પી.એમ.સી.માં કોથળા ઉપાડતા મજુરોથી લઈને કોથળા શીવતા મજુરો હોય કે પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા મજુરો પગે અપંગ હોવા છતાં બે પૈસા કમાવવા માટે યાર્ડમાં પડેલા કોથળાઓ ફેરવીને બે પૈસા મળે તે માટે મહેનત કરી રહૃાા છે પણ મજુરીકામ મળતું નથી નો વસવસો અપંગ મજુરે વ્‍યકત કર્યો હતો.
છેલ્‍લા દસ બાર દિવસથી યાર્ડમાં ખેત જણસો ન આવતી હોવાથી મજુરો બેકાર બન્‍યા છે તો યાર્ડની મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી રહી છે. ખેડૂતોની ખેત જણસો વિના મજુરો સાથે વેપારીઓએ પણ વેકેશન જેવા માહોલને કારણે 80% દુકાનો બંધ રહે છે.
એ.પી.એમ.સી.ની મોટાભાગની દુકનો ખેડૂતો વિના બંધ રહે છે. તો દર ચોમાસે એ.પી.એમ.સી.ની આવી જ હાલત હોવાનું યાર્ડના વાઈસ ચેરમેને જણાવ્‍યું હતું કે, અમરેલી જીલ્‍લામાં ખરીફ પાકોની મોસમ ખેડૂતો મગફળી, કપાસ, તલનું વાવેતર વધુ કરતા હોવાથી જુન જુલાઈ અને ઓગસ્‍ટ સુધી એ.પી.એમ.સી.ની આવકમાંધરખમ ઘટાડો થતું હોવાનું એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન સ્‍વીકારી રહૃાા છે ત્‍યારે એ.પી.એમ.સી.ના સેક્રેટરી આર.વી.રાદડિયાએ જણાવ્‍યું હતું કે, સાવરકુંડલા એ.પી.એમ.સી.માં દરરોજ 1 લાખ જેવી શેષની આવક અને દોઢેક કરોડનું ટનઓવર ધરાવતી એ.પી.એમ.સી.માં હાલ 1 હજારથી 1પ00 રૂપિયા જેવી નજીવી રકમ શેષની આવતી હોવાનો સ્‍વીકાર સેક્રેટરી કરી રહૃાા છે. ત્‍યારે ખેત જણસો વિના એ.પી.એમ.સી. ખાલીખમ શેષની આવક ઓછી થઈ ગઈ છે તો મજુરો બેકારીના ખપ્‍પરમાં ધકેલાયા છે.

ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્‍મદિવસે રેકોર્ડ બ્રેક રક્‍તતદાન

રકતએ અમુલ્‍ય વસ્‍તુ છે, પૈસા આપવા છતા રકત મળી શકતું નથી. ત્‍યારે ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્‍મદિવસે રકતદાન કેમ્‍પનું આયોજન કરીને દરીદ્ર નારાયણની સેવા કરવામાં આવે છે. દરેક સમાજનાં લોકોને મુશ્‍કેલીના સમયમાં રકત મળી રહે તે માટે સદજયોતા ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા મેગા રકતદાન કેમ્‍પનું નરેશભાઈ પટેલના જન્‍મદિવસે આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વર્ષના રકતદાન કેમ્‍પમાં રેકોર્ડ બે્રક રકતદાન થયું હતું. લેઉવા પટેલ સમાજનાં હૃદય સમ્રાટના જન્‍મદિવસને વધાવી લેવા માટે સમાજના ભાઈ-બહેનો અને યુવાનોમાં ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. રાજકોટ ખાતેયોજાયેલા રકતદાન કેમ્‍પમાં ર800 રકતની બોટલ એકત્રીત કરવામાં આવી હતી. નરેશભાઈ પટેલના જન્‍મદિવસે લેઉવા પટેલ સમાજના ભાઈઓને બહેનો સેવાકાર્ય થકી ઉજવીને સમાજના મોભીને એક અનેરી શુભેચ્‍છા પાઠવે છે. આ વર્ષે ફરી છઠ્ઠી વખત નરેશભાઈના જન્‍મદિવસે રકતદાન કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો. આ પહેલા વર્ષ ર016માં રકતદાન કેમ્‍પમાં 1100 યુનિટ અને વર્ષ ર017માં 1પ00 યુનિટ રકત એકત્ર થયું હતું. જયારે આ વર્ષે બધા રેકોર્ડ તોડીને ર800થી વધારે યુનિટ રકત એકત્ર કરવામાં આવ્‍યું છે. આજે ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલના પ4 માં જન્‍મદિવસ નિમિતે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ઠેર-ઠેર સેવાકાર્ય કરવામાં આવ્‍યાહ હતા. નરેશભાઈ પટેલની પહેલેથી જ ઈચ્‍છા રહી છે કે તમામ વર્ગના લોકોને અમુલ્‍ય ભેટ આપવી. રકતએ એવી વસ્‍તુ છે. જે પૈસા ખર્ચાવા છતા યોગ્‍ય સમયે મળી શકતું નથી. રકતએ મૃત્‍યુની પથારી પર સુતેલી વ્‍યકિતને નવજીવન આપે છે. ત્‍યારે રાજકોટમાં આજે સવારે 8 વાગ્‍યાથી સત્‍યમ પાર્ટી પ્‍લોટમાં સદજયોતા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત મેંગા રકતદાન કેમ્‍પમાં ર800 થી વધુ બોટલ એકત્રીત કરી હતી. આ રકતદાન કેમ્‍પમાં મહિલા સમિતિની બહેનોએ પણ બહોળી સંખ્‍યામાં રકતદાન કરી નરેશભાઈ પટેલના જન્‍મદિવસે સેવાની જયોત જલાવી હતી. બપોર સુધી સતતરકતદાતાઓને ઘસારો રહયો હતો. સમયની મર્યાદા હોવાથી ઘણા લોકો રકત કર્યા વગર પાછા ફર્યા હતા. રાજકોટમાં આયોજિત રકતદાન કેમ્‍પમાં સિવીલ હોસ્‍પિટલ બ્‍લડ બેંક સહિતની બ્‍લડ બેંકનો સહયોગ મળ્‍યો હતો. રકતદાન કેમ્‍પના સ્‍થળ પર સમાજના મોભીઓએ પણ નરેશભાઈ પટેલને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી હતી. સર્વ સમાજ તરફથી ઠેર-ઠેરથી ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલને જન્‍મદિવસની શુભેચ્‍છા મળી રહી છે. સદજયોતા ચેરિટેબલ ટ્રસ્‍ટ છેલ્‍લા 18 વર્ષથી અલગ-અલગ સેવાકિય પ્રવૃતિ થકી લોકઉપયોગી કાર્યો કરી રહયું છે. વર્ષ ર000 થી વિવિધ સ્‍થળો પર રકતદાન કેમ્‍પનું આયોજન કરીને જીવનમાં રકતનું કેટલું મૂલ્‍ય છે. એ સાર્થક કરી રહયું છે. અત્‍યાર સુધીમાં સદજયોતા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રપ થી વધુ મેગા રકતદાન કેમ્‍પ કરવામાં આવ્‍યા છે. જેમાં 10 હજારથી વધુ રકતથી બોટલ એકઠી કરવામાં આવી છે. નરેશભાઈના માર્ગદર્શન હેઠળ અગાઉ આ ટ્રસ્‍ટના માઘ્‍યમથી વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવતું હતું. આ ટ્રસ્‍ટના માઘ્‍યમથી નરેશભાઈના જન્‍મદિવસે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. જેમાં અત્‍યારસુધીમાં હજારોની સંખ્‍યામાં રકતદાતાઓએ રકતદાન કરીને જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને નરેશભાઈના માઘ્‍યમથી રકત પહોંચાડે છે. ખોડલધામ ટ્રસ્‍ટના સ્‍થાપકનરેશભાઈ પટેલની અત્‍યાર સુધીમાં 1રપ કરતા પણ વધુ વખત રકતતુલા કરવામાં આવી છે. આ રકતતુલા કર્યા બાદ તમામ રકત સરકારી હોસ્‍પિટલમાં ગરીબ દર્દીઓને અર્પણ કરવામાં આવે છે. નરેશભાઈના જીવનનો ઘ્‍યેય જરૂરિયાત મંદ અને ગરીબ પરિવારને મદદ કરવાનો હંમેશા રહયો છે.

12-07-2018