Main Menu

Wednesday, July 11th, 2018

 

બાબરામાં આવતીકાલે વેપારીઓ દ્વારા બંધનું એલાન

પાલિકાનાં શાસકોનાં કથિત ભ્રષ્‍ટાચાર સામે નારાજગી
બાબરામાં આવતીકાલે વેપારીઓ દ્વારા બંધનું એલાન
વિપક્ષી નગરસેવકો શાસકોને ઘેરી શકતા ન હોય વેપારીઓને આંદોલન કરવું પડે છે
જિલ્‍લાકક્ષાનાં અધિકારીઓને કરવામાં આવેલ રજુઆત એળે જતાં બંધનું અપાયું એલાન
અમરેલી, તા.
બાબરામાં નગરપાલિકાના વિવિધ પડતર પ્રશ્‍નો અને ભ્રષ્‍ટાચારના વિરોધમાં ચેમ્‍બર ઓફ કોમર્સ ઘ્‍વારા આવતી કાલે ગુરૂવારનાં રોજ બાબરા બંધનું એલાન આપ્‍યું છે. અગાઉ મામલતદારને આવેદનપત્ર આપી પ્રાદેશીક નિયામક મારફત તપાસ માંગી હતી પણ તંત્ર ઘ્‍વારા યોગ્‍ય કાર્યવાહી નહિ કરવામાં આવતા ચેમ્‍બર ઓફ કોમર્સ ઘ્‍વારા બંધનું એલાન આપી આંદોલનનો માર્ગ અપનાઝયો છે.
બાબરા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઈ મલકાણ ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, નગરપાલિકા ઘ્‍વારા શહેરના લોકોને મૂળભૂત સુવિધાઓ કે અન્‍ય કોઈ સુખાકારી સુવિધા પુરી પાડવામાં આવતી નથી. તેમજ રોડ-રસ્‍તાઓ અને ડસ્‍ટબીનમાં મહાકાય કૌભાંડ આચરવામાં આવ્‍યું છે. અનેકવાર મામલતદાર, કલેકટર અને પાલિકા નિયામકને રજુઆત કરેલ છે પણ યોગ્‍ય કાર્યવાહી નહિં કરવામાં આવતા હવે ચમત્‍કાર વિના નમસ્‍કાર નહિ એ ઉકિતને સાર્થક કરી જલદ આંદોલન કરવાની ફરજ પડી છે. અને તે માટેગુરૂવારે બાબરા સજજ બંધનું એલાન આપવામાં આવ્‍યું છે.
વધુમાં મુનભાઈ મલકાણ ઘ્‍વારા જણાવ્‍યું છે કે, આવતી કાલે ગુરૂવારે શહેરના તમામ વેપારીઓ પોતાનો ધંધો-રોજગાર બંધ રાખી ચેમ્‍બરના આંદોલનને ટેકો આપશે અને સવારે 10 કલાકે તમામ વેપારીઓ નાગરીક બેન્‍ક ચોકમાં એકઠા થઈ નગરપાલિકાના શાસકો વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કરશે.
બાબરા નગરપાલિકા ઘ્‍વારા શહેરની બજારોમાં આરસીસી રોડ નબળો બનાવી ભ્રષ્‍ટાચાર આચરતા વેપારીઓમાં ભારે નારાજગી છે. તેમજ સ્‍વચ્‍છતા અભિયાનમાં વેપારીઓને ડસ્‍ટબીનનું વિતરણ કર્યા વિના પાલિકા ઘ્‍વારા બારોબાર બિલ ચૂકવી દીધા છે તેમજ શહેરમાં યોગ્‍ય સફાઈ અને યુરિનલ પણ નહી બનાવતા વેપારીઓ વધુ રોષે ભરાયા છે. ત્‍યારે આગામી ગુરૂવારે ચેમ્‍બર ઘ્‍વારા નગરપાલિકાની સામે શહેર બંધનું એલાન આપી લડત આપી છે.

ચકચાર : અમરેલી તાલુકા પંચાયતમાં બળવો કરનાર અર્ધો ડઝન કોંગી સદસ્‍યોને પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરાયા

અમરેલી, તા.
અમરેલી તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદ્યત પૂર્ણ થતાં તાજેતરમાં ચૂંટણી પ્રમુખ/ઉપપ્રમુખ માટે યોજાયેલ હતી. જે ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં સત્તાવાર ઉમેદવારનાં આદેશનુંઉલ્‍લંઘન કરનારા સામે અમરેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનાં નિશાન ઉપર ચૂંટાયેલા (1) માંગવાપાળ સીટ ઉપરથી ચૂંટાયેલ અરવિંદભાઈ કાછડીયા (ર) જશવંતગઢ સીટ ઉપરથી કંચનબેન જયસુખભાઈ દેસાઈ (3) વડેરા સીટ ઉપરથી વિશાલભાઈ માંગરોળીયા (4) ગાવડકા સીટ ઉપરથી લાભુબેન મનજીભાઈ રાખોલીયા (પ) નાના આંકડીયા સીટ ઉપરથી હરેશભાઈ દેવાભાઈ ભાસ્‍કર તથા (6) મોટા આંકડીયા સીટ ઉપરથી વિજયાબેન મોહનભાઈ સોલંકીએ પાર્ટી વિરૂઘ્‍ધ પ્રવૃતિ કરી કોંગ્રેસ પાર્ટીનાં આદેશોનું ઉલ્‍લંઘન કરેલ તેમજ મેન્‍ડેન્‍ટ વિરૂઘ્‍ધ મતદાન કરેલ જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા ર્ેારા શિસ્‍તભંગનાં પગલાં લઈને કોંગ્રેસ પ્રદેશ સમિતિનાં પ્રવકતા ડો. મનિષભાઈ એમ. દોશી ર્ેારા તાત્‍કાલીક અસરથી કોંગ્રેસ પક્ષનાં નિશાન ઉપર ચુંટાયેલા ઉપરોકત છ સભ્‍યોને 6 વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.

દામનગરમાંથી પોલીસે વિદેશી દારૂની 6 બોટલ સાથે 1 શખ્‍સને ઝડપી લીધો

અમરેલી, તા.
લાઠી તાલુકાનાં ચભાડીયા ગામે રહેતાં કિશોરભાઈ વલ્‍લભભાઈ કાકડીયા નામનો ઈસમ ગઈકાલે સવારે દામનગર ગામે પોતાના કબજામાં વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા.1800ની લઈ નિકળતાં પોલીસે બેગ રૂા.પ0 મળી કુલ રૂા.18પ0નાં મુદ્યામાલ સાથેપોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાફરાબાદના ભાડા, વડલી, માણસા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદથી નદીઓ ગાંડીતુર બની

મોડો પણ સારા વરસાદથી જગતાત ગણાતા ખેડૂતો ખુશ
જાફરાબાદના ભાડા, વડલી, માણસા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદથી નદીઓ ગાંડીતુર બની
દરિયાકાંઠા વિસ્‍તારમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી
અમરેલી, તા.
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ બપોરના ત્રણ વાગ્‍યાથી સાડા પાંચ વાગ્‍યા સુધીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકી જતાં રૂપેણી નદીમાં ઘોડા પુર આવ્‍યા હતા. તેમજ ભાડા, વડલી, માણસા, સાણા-વાંકિયા, મોલી, છેલણાં, હેમાળ વગેરે ગામોમાં 1 થી 3 ઈંસ સુધી વરસાદ ખાબકતા નિચાણ વાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા. જોકે મોડો-મોડો છતાં સારો વરસાદ વરસી જતાં જગતનો તાત ખુશનુમાં જોવા     મળે છે.

લાઠીની મહાદેવ ગૌ-શાળામાંથી વાછરડાની ચોરી કરનાર એક આરોપી ઝડપાયો

સમગ્ર પંથકમાં ભારે રોષ ઉભો થયા બાદ
લાઠીની મહાદેવ ગૌ-શાળામાંથી વાછરડાની ચોરી કરનાર એક આરોપી ઝડપાયો
કોર્ટ દ્વારા ર દિવસનાં રિમાન્‍ડ મંજૂર કરાયા
અમરેલી, તા.
ગઈ તા.7/7ની રાત્રીના લાઠીમાં આવેલ મહાદેવ ગૌશાળામાંથી વાયર ફેન્‍સીંગની જાળી તોડી ગૌશાળામાં અપ-પ્રવેશ કરી ગૌશાળાના શેડમાં પ્રવેશ કરી વાછરડા જીવ-1રની ચોરી થયેલ હતી.જે ચોરીની તપાસના કામે ત્રણ કિશોર સંડોવાયેલ હોવાનું બહાર આવતા તેમની પૂછપરછ આધારે આરોપી આસીફ સુભાનભાઈ સેતા (ઉ.વ.રપ) રહે. લાઠી સેતાપાટી, જિ. અમરેલી વાળાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં આરોપીના તા.1ર/7 સુધીના રિમાન્‍ડ મંજૂર થયેલ છે. અને આ ગુન્‍હાની આગળની તપાસ અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચને સોંપવામાં આવેલ છે. આરોપીના ઘરેથી શંકાસ્‍પદ સેમ્‍પલો લઈ એફ.એસ.એલ. તપાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે. આ કામે સંડોવાયેલ અન્‍ય આરોપીઓ અને ચોરી થયેલ વાછરડાઓ શોધી કાઢવા તજવીજ શરૂ છે.

બાબરાનાં સુખપુર ગામની પ્રાથમિક શાળામાંથી  રૂા. 4 હજારનાં કોમ્‍પ્‍યુટર પાર્ટસની ચોરી

અમરેલી, તા.
બાબરા તાલુકાનાં સુખપુર ગામે આવેલ પ્રાથમિક શાળાનાં કોમ્‍પ્‍યુટર રૂમનું તાળુ તોડી કોઈ તસ્‍કરોએ ગત તા.6નાં રાત્રીનાં સમય દરમિયાન તેમાં પડેલ કોમ્‍પ્‍યુટરનું સીપીયુ-1 કિંમત રૂા.3 હજાર તથા યુ.પી.એસ. નંગ-ર કિંમત રૂા.1 હજાર મળી કુલ રૂા.4 હજારનાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં દર્શનાબેન ત્રિવેદીએ નોંધાવતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

અમરેલીનાં નાના બસ સ્‍ટેન્‍ડ પાસે કાર ચાલકે મહિલાને હડફેટે લેતા ઈજા

અકસ્‍માત કરી ચાલક કાર મુકી નાશી ગયો
અમરેલી, તા.11
અમરેલીનાં ચિતલ રોડ ઉપર આવેલ વેસ્‍ટર્નપાર્કમાં રહેતાં ઈલાબેન પીઠાભાઈ સોંદરવા નામનાં 4પ વર્ષિય મહિલા ગઈકાલે સાંજે અત્રેનાં ગર્લ્‍સ સ્‍કૂલ પાસે આવેલ નાના બસસ્‍ટેન્‍ડ પાસેથી ચાલીને જતાં હતા ત્‍યારે કાળા કલરની ફોરવ્‍હીલ નંબર એમ.એચ.04 9103નાં ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઈજા કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નાના લીલીયા ગામનાં દુષ્‍કર્મનાં બનાવમાં મદદગારી કરનારનાં જામીન નામંજુર

અમરેલી, તા. 11
લીલીયા તાલુકનાં નાના લીલીયા ગામે રહેતા પ્રકાશ ઉર્ફે પંકજ ઉર્ફે સોમાભાઈ નામનાં ઈસમે ગત તા. 4/4/18નાં રોજ તેજ ગામે રહેતી એક તરૂણીને ભગાડી જવાનાં બનાવમાં મદદગારી કરી હોય જેથી તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટનાં હુકમ મુજબ જેલમાં મોકલી આપેલ હોય. આ ઈસમે જામીન ઉપર મુકત થવા માટે સેશન્‍સ કોર્ટમાં અરજી કરતાં ન્‍યાયધીશ એન.પી. ચૌધરીએ આરોપીની જામીન અરજી નામંજુર કરી હતી.

કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં ગયેલ તમામ આગેવાનો માટે કોંગ્રેસનાં દરવાજા ખુલ્‍લા : પરેશ ધાનાણીએ

લોકસભાની ચૂંટણી નવેમ્‍બર-ડિસેમ્‍બરમાં યોજાવવાની શકયતાઓ
કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં ગયેલ તમામ આગેવાનો માટે કોંગ્રેસનાં દરવાજા ખુલ્‍લા
વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આમંત્રણ પાઠવ્‍યું
ગાંધીનગર, તા. 10
આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પત્રકાર તથા મીડીયાનાં મિત્રોને સંબોઘ્‍યા અને તેઓનાં પ્રશ્‍નોનાં જવાબ આપ્‍યા હતા.
પરેશ ધાનાણીએજણાવ્‍યું હતું કે, 1રપ વર્ષથી એક વિચારધારા જેણે દેશને જોડવાનું કામ કર્યુ, જેણે દેશને આઝાદી અપાવવાનું કામ કર્યુ, જેણે દેશને દરેક પડકારોની સામે સંઘર્ષની રાહે આગળ ધપાવવાનું કામ કર્યુ એ કોંગ્રેસ પક્ષનાં પાયાનાં આગેવાનો, કાર્યકર્તાઓ સાથે પરામર્શમાં આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષમાં જેમણે વર્ષો સુધી યોગદાન આપ્‍યું હોય અને કોઈને કોઈ કારણોસર રાહ ભટકયા હતા એવા મિત્રો જેમને પસ્‍તાવો થતો હોય અને આવતા દિવસોમાં ફરી પાછા કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્થન આપીને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જોડાવા માંગતા હશે તો જિલ્‍લા અને તાલુકા સ્‍તરનાં આગેવાનો દરેક સંસદ અને વિધાનસભા સ્‍તરનાં મુખ્‍ય આગેવાનો સાથે પરામર્શમાં આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષમાંથી ભૂતકાળમાં વિમુખ થયેલા અને ભાજપથી પસ્‍તાઈને પાછા ઘરે આવવા માંગતા દરેક આગેવાનો-કાર્યકર્તાઓ માટે અમે ભઘરવાપસીભનો કાર્યક્રમ શરૂ કરી રહૃાા છીએ. અમારા વિવિધ સ્‍તરનાં આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્‍થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા, દેશમાં લોકતંત્રનું પુનઃસ્‍થાપના કરાવવા, બંધારણનું રક્ષણ કરવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષનાં પ્‍લેટફોર્મ પર એમને આવકારવાના છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, ગત અઠવાડિયેકોંગ્રેસ પક્ષનાં પ્રદેશ સ્‍તરીય શ્રેષ્ઠ નેતૃત્‍વએ ખૂબ ઉંડાણપૂર્વકની ચર્ચાઓ કરી અને ભાજપની નીતિ-રીતિઓથી નિષ્‍ફળતાથી નારાજ થઈ અને સત્તા પરિવર્તનમાં સમર્થન આપવા, આ દેશમાં લોકતંત્રને બચાવવા, બંધારણને રક્ષણ પુરૂં પાડવા માટે જે કોઈ મિત્રો સમર્થન આપવા માંગતા હશે તેવા કેટલાય પૂર્વ ધારાસભે, સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાનાં વિવિધ સ્‍તરે ભૂતકાળમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનનાં વિવિધ પદ અને સહકારી માળખામાં નેતૃત્‍વ કરતા ઘણા મોટા ગજાનાં આગેવાનો કોંગ્રેસ પક્ષનાં વિવિધ આગેવાનોનાં સંપર્કમાં છે. સરકરની નિષ્‍ફળતાઓ અંગે પોતાની વ્‍યથાઓ ઠાલવી રહૃાા છે અને આવા બધા જ મિત્રોને ભવિષ્‍યમાં કોંગ્રેસ પક્ષના પ્‍લેટફોર્મ પર આવીને તમામ મોરચે નિષ્‍ફળ ગયેલ ભાજપને સબક શીખવાડવા માટે અમે આમંત્રણ પાઠવવાના છીએ.
વધુમાં જણાવ્‍યું હતું કે, કુંવરજીભાઈ બાવળીયાને એક જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કોંગ્રેસમાંથી રાજીનામું અપાવવું, એની એ જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં ભાજપનો ખેસ પહેરાવવો, એની એ જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કેબિનેટ ખાતાની ભેટ ધરવી એ મને લાગે છે કે ગુજરાતમાં ભાજપનું ખોખલાપણું પ્રજા સમક્ષ ખોખલું થયું છે. કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસને નુકસાન કર્યુ તેના કરતા ભાજપમાં નારાજ લોકોને સરકાર વિરુદ્ધ સંગઠિત કરવામાં ખૂબ મોટુંયોગદાન આપ્‍યું હોય તેમ હું જોઉ છું. આજ સુધી ભાજપમાં વિવિધ સ્‍તરે સરકારી નીતિ-રીતિઓ, કાર્યક્રમો અને પાયાનાં લોકોની અવગણનાથી કેટલાય લોકો નારાજ હતા, પરંતુ તેમની નારાજગીને કેન્‍દ્રિત કરવાનું-સંગઠિત કરવાનું કામ કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈ સીધા કેબિનેટ પદની ફાળવણીથી એ અવસર કોંગ્રેસ પક્ષને અને ગુજરાતની પ્રજા સામે પૂરો પાડયો છે. કુંવરજીભાઈનું જસદણનાં ધારાસભ્‍ય તરીકે રાજીનામું આપવું અને ફરી પાછા છ મહિનામાં ચૂંટાવાની અવધિ મુજબ આવતી 3 જાન્‍યુઆરી, ર019 પહેલાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી કરવી પડે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની સરકારે ત્‍વરિત જાહેરાત કરવી જોઈએ. મને વિશ્‍વાસ છે કે ગુજરાતની પ્રજા અને જસદણનાં મતદારોનો કુંવરજીભાઈએ જે દ્રોહ કર્યો છે, તેનાથી તેઓ મોટા માર્જીનથી ચૂંટણી હારવાના જ છે. ભાજપ કુંવરજીભાઈની હાર અને ભાજપની નિષ્‍ફળતાઓને છૂપાવવા માટે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી, રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓ અને દેશની લોકસભાની ચૂંટણીઓને કેલેન્‍ડર વર્ષ ર018માં વહેલીતકે પૂર્ણ કરી ભાજપની નુકસાનીને ઓછી કરવાનો પ્રયાસ કરી શકે એવું મારું માનવું છે. 7 નવેમ્‍બરે દિવાળી અને રર નવેમ્‍બરે દેવદિવાળી છે એટલે હું વ્‍યકિતગત રીતે માનું છું કે રરનવેમ્‍બર અને 31 ડિસેમ્‍બર વચ્‍ચે જસદણની પેટા ચૂંટણી, રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ, છત્તસગઢની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ સાથે થશે અને તેના માટે ગુજરાત કોંગ્રેસ આજથી જ તૈયાર છે.
કોંગ્રેસ પક્ષે એના પાયાના આગેવાનો, કાર્યકરો અને નેતાઓ સાથે ગયા અઠવાડીયે લોકસભાવાઈઝ પરામર્શ શરૂ કર્યો છે અને આવતા દિવસોમાં પાયાના કાર્યકર્તાઓની લાગણી-માંગણીને ઘ્‍યાને લઈ રાષ્‍ટ્રીય નેતૃત્‍વ લોકસભામાં યોગ્‍ય ઉમેદવારોની પસંદગી કરશે.
ગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનોનું પ્રતિનિધિત્‍વ કરતા કોઈ વ્‍યકિત, વર્ગ કે સમૂહે આમરણાંત ઉપવાસ પર બેવું પડે તે સરકારની નિષ્‍ફળતાને ઉજાગર કરે છે. આ સંવેદનહીન સરકાર લોકોની સમસ્‍યાઓથી મોઢું ફેરવી માત્ર સત્તાની ગલીયારીઓમાં ભય, ભ્રમ અને ભ્રષ્‍ટાચારથી શાસન ચલાવી રહી છે. સામાન્‍ય માણસની પીડાઓ વધી છે, સમસ્‍યાઓ વધી છે, પ્રશ્‍નો વઘ્‍યા છે ત્‍યારે કોઈ વર્ગનું પ્રતિનિધિત્‍વ કરતા વ્‍યકિતએ જો ઉપવાસ આંદોલન પર બેસવું પડે તે ભાજપ સરકાર માટે શરમજનક બાબત હશે અને આનો પ્રત્‍યુત્તર ગુજરાતની પ્રજા આવતા દિવસોમાં ચૂંટણીઓમાં સરકાર વિરોધી રોષ ઠાલવીને બતાવશે.
કોંગ્રેસ પક્ષની નીતિ- રીતિ-સિદ્ધાંતો સ્‍વયંસ્‍પષ્‍ટ છે. આ દેશમાંથી ગુલામીની જંજીરો તોડવા, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા, આદેશમાં જાતિ, ભાષા, વર્ગ અને પ્રાંત વચ્‍ચે વહેંચાયેલા લોકોને જોડવામાં સંવિધાનના તાંતણે સ્‍વાભિમાનની યાત્રા આગળ ધપાવવા માટે કોંગ્રેસ પક્ષે હંમેશા નેતૃત્‍વ લીધું છે. આ લોકતંત્રની અંદર સંવિધાન એ જ ગીતા અને એ જ કુરાન છે ત્‍યારે દેશના સંવિધાન ઉપર જયારે સવાલો ઉભા થાય, દેશના સંવિધાનને તોડવાના સત્તામાં બેઠેલા લોકો ર્ેારા પ્રયાસ થાય ત્‍યારે સંવિધાનથી મળેલા અધિકારોનું રક્ષણ કરવા કોઈ પણ વ્‍યકિત, વર્ગ કે સમૂહ એ અધિકારનું આંદોલન ઉભું કરશે તો કોંગ્રેસ પક્ષ જનસામાન્‍યના અધિકારના આંદોલનનાં સમર્થનમાં હશે તેમ અંતમાં ધાનાણીએ જણાવ્‍યું હતું.

અમરેલી જિલ્‍લામાં રાહુલ ગાંધીનાં આગમનને લઈને ધમધમાટ

યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં નેતૃત્‍વમાં સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે
અમરેલી જિલ્‍લામાં રાહુલ ગાંધીનાં આગમનને લઈને ધમધમાટ
આગામી સોમ-મંગળવારે જિલ્‍લાનું રાજકારણ ગરમ રહેશે
અમરેલી, તા.10
અમરેલી જિલ્‍લામાં આગામી અઠવાડિયે કોંગ્રેસના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીને લઈનેકોંગીજનોને માર્ગદર્શન આપવા માટે પધારી રહયાનું જાણવા મળેલ છે. જો કે સતાવાર કાર્યક્રમ એકાદ-બે દિવસમાં જાહેર થાય તેવું લાગી રહયું છે.
જિલ્‍લાના ખેડૂતો, પશુપાલકો ઉપરાંત મહુવા ખાતે પૂ. મોરારિબાપુની મુલાકાત લેશે. તેમજ મહુવાના પૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઈ કળસરીયાને પણ કોંગ્રેસમાં સામેલ કરશે તેવું જાણવા મળેલ છે.
તુલસીશ્‍યામ, દુધાળા, ધારી, અમરેલી, સાવરકુંડલા, વીજપડી સહિતના શહેરો અને ગામોની પણ મુલાકાત લઈને અમરેલીમાં કોંગીજનો સાથે સંવાદ કરે તેવું જાણવા મળેલ છે. સતાવાર કાર્યક્રમ આગામી કલાકોમાં જ જાહેર થઈ શકે તેમ છે.

ધારી ખાતે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્‍માન સમારોહ

અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયાના અઘ્‍યક્ષ સ્‍થાનેથી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અતિથિ ધારી સ્‍વામીનારાયણ મંદિરના કોઠારી સ્‍વામી દિનબંધુ સ્‍વામી તેમજ સંતશ્રી વિશ્રામદાસ બાપુના વરદ હસ્‍તેથી આમંત્રિત મહેમાનોમાં ઉપસ્‍થિત કોકીલાબેન કાકડીયા, અતુલભાઈ કાનાણી, ધારી સરપંચ જીતુભાઈ જોષી, બજરંગ ગૃપ ધારીના પ્રમુખ પરેશભાઈ પટણી, વી.પી.જી. ગર્લ્‍સ હાઈસ્‍કૂલના આચાર્ય જે.જે. હરિયાણી તેમજ વિવિધ શાળા કોલેજોના આચાર્યોના યુવક મંડળ દ્વારા સ્‍વાગતથી આમંત્રિત મહેમાનો તેમજ જ્ઞાતિના વડીલ અગ્રણીઓના વરદ હસ્‍તે ઉચ્‍ચ ગુણવતા પ્રાપ્‍ત કરેલ 1, ર, 3 ક્રમનાકેજીથી લઈને કોલેજ સુધીના 60 વિદ્યાર્થીની સાથે ર018ના પાસ થયેલા મળીને 160 વિદ્યાર્થીઓને ભેટ પુરસ્‍કાર શિલ્‍ડ મોમેન્‍ટ પ્રદાનથી સન્‍માન કરવામાં આવેલ. જેમાં કાર્યક્રમની સફળતામાં લાભાર્થી વિદ્યાર્થીઓના ફોર્મ પ્રક્રિયાથી લઈને કાર્યક્રમના અંત સુધીની સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ જ્ઞાતિના મહામંત્રી વિનોદ બી. સરવૈયાનું પણ જ્ઞાતિ તરફથી અભિનંદન સ્‍વરૂપે ટ્રોફી પ્રદાનથી સન્‍માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ ઝાંઝમેરાએ કરેલું.

અમરેલી જિલ્‍લામાં ભારે વરસાદથી અનેક માર્ગો તુટી જતા વાહન વ્‍યવહારને અસર

અમરેલી, તા.10
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 3 દિવસથી સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ પડી રહયો હોય માર્ગો, કોઝ-વેને વ્‍યાપક નુકશાન થતાં વાહન વ્‍યવહારને ગંભીર અસર પહોંચી છે.
અમરેલી, સાવરકુંડલા, વચ્‍ચે ડાયવર્ઝન માર્ગ તુટી જતાંવાહન વ્‍યવહારને ગંભીર અસર પહોંચી છે. અને અમરેલીથી સાવરકુંડલા જવા માટે વાયા – ચલાલા થઈને જવું પડે છે.
તેવી જ રીતે અમરેલી – સાવરકુંડલા માર્ગ પર આવેલ ચાંદગઢ માર્ગ પર કોઝ-વે તુટી જતાં ગામજનોને ગામમાં અવર-જવર કરવી મુશ્‍કેલી બની રહી છે.
તદ્‌ઉપરાંત, દરિયાકાંઠાનાં અનેક ગામોનાં માર્ગો બિસ્‍માર બની જતાં ગ્રામ્‍ય જનતાને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.

લીલીયા નજીક સિંહોનું ટોળું જોવા મળ્‍યું

અમરેલી, તા.
લીલીયા તાલુકાનાં ટીંબડી નજીક એક મોટું સિંહનું ટોળું મુખ્‍ય માર્ગ ઉપર આવી જતાં આ માર્ગ ઉપર પસાર થતાં વાહનચાલકોએ સિંહદર્શનનો લાભ લીધો હતો. બાદમાં આ જ સિંહોનું ટોળું અંટાળીયા ગામ નજીક પણ દેખાયું હતું. ત્‍યારે ત્‍યાંથી પસાર થતી ખાનગી લકઝરી બસમાં બેઠેલા કોઈ મુસાફરોએ આ સિંહના ટોળાને મોબાઈલ ફોનનાં કેમેરાથી શુટીંગ કરી તેનો વિડીયો ફરતો કર્યો હતો.

ખાંભાનાં રબારીકા, સાળવા, પીપળવા સહિતનાં ગામોમાં ર થી પ ઈંચ

જિલ્‍લાનાં ગીરકાંઠાનાં વિસ્‍તારમાં 3 દિવસથી અનરાધાર વરસાદ
ખાંભાનાં રબારીકા, સાળવા, પીપળવા સહિતનાં ગામોમાં ર થી પ ઈંચ વરસાદથી નદીઓ ગાંડીતૂર
સમગ્ર પંથકની જનતામાં વર્ષાનાં આગમનથી હરખની હેલી
અમરેલી, તા.
ખાંભાનાં ગીર પંથકનાં રબારીકા, સાળવા, પીપળીયા, પચપચીયા, કંટાળા, ચકરાવા, ધુંધવાના સહિતના ગામોમાં ધોધમાર ર થીપ ઈંચ વરસાદ. માલણ નદીમાં ઘોડાપુર આવતા સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી ફરી      વળી છે.

ભૈવાહ : જુની દીવાલ પર નવી દીવાલ બનાવી દેવાઈ

દેશનાં પ્રધાનમંત્રીની જેમ જ ભ્રષ્‍ટાચારીઓની પણ પ6 ઈંચની છાતી
ભૈવાહ : જુની દીવાલ પર નવી દીવાલ બનાવી દેવાઈ
અમરેલી, તા.
ધારી તાલુકાના ફતેગઢ (નવાગામ)માં બનતી સુરક્ષા દીવાલમાં રેતીના બદલે ધુળ વાપરી જુની દીવાલ પર નવી દીવાલ બનાવી દેવાતા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી તપાસ કરવા માંગ કરી છે. તેમજ અહિના જાગૃત્ત યુવાને તમામ પુરાવા ટીડીઓને આપ્‍યા છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો હતો.
આ અંગેની વિગતો મુજબ ધારીનાં ફતેગઢ ગામનાં પરેશભાઈ દવેએમુખ્‍યમંત્રી, કલેકટર, ડીડીઓ સહિતનાને રજુઆત કરી જણાવ્‍યું હતું કે, અહિ બનતી સુરક્ષા દીવાલમાં કોન્‍ટ્રાકટરે રેતીના બદલે ધુળ વાપરી જુની દીવાલ પર નવી દીવાલ ચણી લીધી છે. આ અંગે ટીડીઓને વિડીયોગ્રાફી સહિતના પુરાવાઓ આપ્‍યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તપાસ કરી કોન્‍ટ્રાકટર વિરૂઘ્‍ધ પગલા લેવા માંગ કરી હતી.
શું કહે છે ટીડીઓ : આ અંગે ધારી ટીડીઓ વેગડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, ફરિયાદ મળતા સ્‍થળ તપાસ કરી હતી. જુની દીવાલ પર નવી દીવાલ બનાવી હોય તેનું બીલ મંજુર કરાશે નહિ નવી દીવાલ બનાવવા આદેશ આપેલ છે.
આ અંગે અરજદારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્‍યું હતું કે, ટીડીઓને પુરાવા રૂપે વિડીયો મોકલ્‍યા બાદ તે તપાસ કરવા આવેલા અને થોડીવાર ઠપકો આપ્‍યા બાદ ચા-પાણી પીવા ગયા હતા અને ઠંડા પડી ગયા હતા. કોન્‍ટ્રાકટર સામે કાર્યવાહી કરી નથી.

વિદ્યાસભાનાં વિદ્યાર્થીઓની દીકરાનું ઘર (વૃદ્ધાશ્રમ)ની શુભેચ્‍છા મુલાકાત

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી ંિજલ્‍લા વિદ્યાસભા સંચાલિત માઘ્‍યમિક/ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાના હોસ્‍ટેલના વિદ્યાર્થીઓએ આજરોજ દિકરાનું ઘર(વૃઘ્‍ધાશ્રમ)ની શુભેચ્‍છા મુલાકાત લઈ વડિલોના આર્શીવાદપ્રાપ્‍ત કરી ધન્‍યતાની લાગણી અનુભવી હતી. વિદ્યાર્થીઓએ દિકરાના ઘરની સાફ સફાઈ કરી અને વડીલો પાસે આત્‍મીયતાથી મળીને તેમના સુખ દુઃખની લાગણીસભર વાતો અને અનુભવોની વાતો સાંભળી અત્‍યંત આનંદનો અનુભવ કર્યો હતો પેઢીઓ વચ્‍ચેનું અંતર ઓછુ થાય અને બાળકો અને વડીલો પ્રત્‍યેનો ભાવ નિર્માણ થાય તેવા શુભ આશયથી વિદ્યાસભાના બાળકો અવાર નવાર આવી મુલાકાતો ગોઠવે છે. જેથી વડીલોને બાળકોનો સંગાથ મળે અને બાળકોને વડીલો પ્રત્‍યેનો ભાવ-પ્રેમ પ્રાપ્‍ત થાય લાગણીસભર વાતાવરણમાં બાળકો મળ્‍યા હતા અને જીવનના આ મધુર સ્‍મરણોને સ્‍મૃતિપટ પર હંમેશ માટે અંકિત કર્યા હતા. શિક્ષકો અશ્‍વિનભાઈ ખુંટ, હસમુખભાઈ વાઘેલા આ મુલાકાત વખતે સાથે રહયા હતા. આ પ્રકારનું આયોજન
બદલ સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલે સ્‍ટાફ તથા બાળકોને શુભકામના પાઠવી હતી.

અમરેલીનાં પટેલ સંકુલમાં પ્રથમ વાલી સ્‍નેહ મિલન યોજાયું

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત પટેલ સંકુલમાં શૈક્ષણિક વર્ષ18/19માં હોસ્‍ટેલમાં રહીને અભ્‍યાસ કરતી સ્‍કૂલ અને કોલેજની 4પ00 જેટલી દીકરીઓ માટે પ્રથમ વાલી સ્‍નેહ મિલન યોજાયું હતું. જેમાં લગભગ દસેક હજાર જેટલા વાલીઓએ સંકુલની મુલાકાત લીધેલ અને સંકુલની હોસ્‍ટેલમાં રહીને અભ્‍યાસ કરતી પોતાની દીકરીઓને મળેલ ત્‍યારે ત્રિવેણી સંગમ જેવો માહોલ સર્જાયેલ. દરેક વાલી સંકુલના શૈક્ષણિક, હોસ્‍ટેલ, ભોજનાલય, સ્‍પોર્ટસ જેવા જુદા જુદા તમામ વિભાગોના સ્‍ટાફ સાથે મુલાકાત લઈ પોતાની દીકરીઓનોશૈક્ષણિક રિપોર્ટ મેળવી કારકિર્દી વિશેની ચર્ચાઓ કરેલ અને સંસ્‍થાની દરેક વિભાગની કામગીરીઓ ખૂબ જ સારી રીતે ચાલે છે તેવો સંપૂર્ણ સંતોષ વ્‍યકત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના ડાયરેકટર મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી, બ્રિજેશભાઈ પલસાણા, મગનભાઈ વસોયા વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવેલ. સંસ્‍થાના પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા તેમજ તમામ ટ્રસ્‍ટી મંડળે તમામ વાલીઓને હૃદય પૂર્વક આવકાર આપી શુભેચ્‍છા પાઠવેલ.

જાફરાબાદના નેશનલ હાઈ-વેની બગલમાં પાણી ભરાયું

જાફરાબાદ પંથકમાં સતત વરસાદથી ભવનગર – વેરાવળ નેશનલ હાઈ-વેની બગલમં ગળાડુબ પાણી ભરાતાં ખેતરો છલોછલ થતાં ખેતી પાકોને વ્‍યાપક નુકશાન થવાની શકયતાઓ ઉભી થઈ છે. નેશનલ હાઈ-વે પ થી 6 ફુંટ ઉંચાઈનો બનતા વરસાદી પાણીનો નિકાલ જતો ન હોય ખેડૂતોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે.

11-07-2018