Main Menu

Tuesday, July 10th, 2018

 

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જીવ માત્રનું સ્‍વસ્‍થ સ્‍વાસ્‍થ્‍ય પ્રકૃતિ સાથે જોડાયેલું છે. પ્રકૃતિ એટલે આપણી આસપાસની કુદરતી હરિયાળી. પર્યાવરણ જેટલું તંદુરસ્‍ત રહેશે એટલું જન જીવન ખુશખુશાલ રહી શકશે. આ પર્યાવરણનો મુખ્‍ય આધાર વૃક્ષો છે. એક વખત હતો જયારે કહેવાતું કે ભારત દેશ એ પ્રકૃતિનો દેશ છે. પરંતુ આ પર્યાવરણનો દેશ પ્રદૂષણનો દેશ બનવા લાગ્‍યો છે. પ્રદૂષણને નાથવું હશે તો તેનો એકમાત્ર ઉપાય વૃક્ષો છે. વૃક્ષો વાવવાની સાથે તેને ઉછેરવાની પણ જવાબદારી આપણી છે. આ જ હેતુ સાથે લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલીના ચિતલ રોડ સ્‍થિત ગુરૂજીની વાડી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં પ્રમુખ વસંત મોવલીયા, લાયન સદસ્‍ય મુકેશ કોરાટ, રમેશ કાબરીયા, દિપક ધાનાણી, અરૂણ ડેર, અમિત સોજીત્રા, જીતુ સુવાગીયા, દિવ્‍યેશ વેકરીયા હાજર રહયા હતા. ઉલ્‍લેખનીય છે કે લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વૃક્ષોની જાળવણી માટે ટ્રી ગાર્ડ પ્રોજેકટ પણ કરવામાં આવ્‍યો છે. લાઠી રોડ પર આવેલ કલ્‍યાણનગર અને મધુવન પાર્કમાં ટ્રી ગાર્ડ વિતરણ સાથે ટ્રી ગાર્ડનું ફાઉન્‍ડેશન પણ કર્યું હતું.

અમરેલી નહેરૂ યુવા કેન્‍દ્ર ર્ેારા વૃક્ષારોપણ કરાયું

ભારતસરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્‍દ્ર અમરેલી ર્ેારા તા.07-07-ર018ને શનિવારનાં રોજ અમરેલી ખાતે સમર ઈન્‍ટરશિપ સ્‍વચ્‍છ ભારત મીશન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમરેલીનાં ગંગાવિહાર લાઠી રોડ ખાતે આદિત્‍ય નારાયણ યુવા મંડળનાં સહયોગથી વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. જેમાં નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન ગાંધીનગરથી પધારેલ સ્‍ટેટ ડાયરેકટર અનિલકુમાર કૌશીક અને એ.સી.ટી. ભાનુભાઈ શાહ તેમજ આદિત્‍ય નારાયણ યુવા મંડળનાં પ્રમુખ નાથુભાઈનાં વરદ હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યુ હતું. જયારે આ કાર્યક્રમમાં મંડળનાં તમામ સભ્‍યો તેમજ ગંગાવિહારનાં રહિશો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેહરૂ યુવા કેન્‍દ્ર અમરેલીનો સ્‍ટાફ ભાર્ગવ ત્રિવેદી, પ્રવિણ જેઠવા અને યુવા મંડળનાં સદસ્‍યો ધવલ જોષી, રાજેન્‍દ્રભાઈ ધાધલ, ધર્મેન્‍દ્રભાઈ, મોહીતભાઈ, હાર્દિકભાઈ ભવદિપભાઈ, નીતાબેન, આશાબેન, દિપાલીબેન વગેરે ર્ેારા ભારે જહેમત ઉઠાવાઈ હતી.

બાબરામાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા પર્જન્‍ય યજ્ઞ યોજાયો

બાબરાના સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા પર્જન્‍ય યજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.આ યજ્ઞમાં 11 ભૂદેવો પાણીનાકુંડામાં બેસી વરૂણદેવને રીઝવવા આ યજ્ઞ કર્યો હતો. બાબરા કાળુભાર નદી કાંઠે આવેલ ગાયત્રી મંદિર ખાતે આ પર્જન્‍ય યજ્ઞનું 11 ભૂદેવો પાણીના કુંડામાં બેસી સવારે 8 વાગે યજ્ઞ શરૂ કર્યો હતો અને સાંજના 6:30 વાગે બીડુ હોમી યજ્ઞનું  સમાપન કર્યું હતું. આખા ગુજરાતમાં હાલ મેઘરાજા રીસાયા હોય અને જગતના તાત સહિત હર કોઈ પર ચિંતાનું મોજુ ફરી વળ્‍યું છે. ત્‍યારે બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા સારો વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસે તેવા હેતુથી11 ભુદેવો પાણીના કુંડામાં બેસી પર્જન્‍ય યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ દરમિયાન બાબરા બ્રહ્મસમાજના જુના શાસ્‍ત્રી અરૂદાદા ત્રિવેદી તેમજ રાજુભાઈ તેરૈયા, નરૂભાઈ ત્રિવેદી, બાવકુભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી સહિત બ્રહ્મસમાજના વડીલો તેમજ ગામના અન્‍ય જ્ઞાતિના વડીલો તેમજ યુવાનો ઉપસ્‍થિત રહી હવનના દર્શનનો લાભ લઈ તેઓએ પણ સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી હતી. અગાઉ બાબરાના ચમારડી ખાતે ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરા દ્વારા પણ આ પર્જન્‍ય યજ્ઞનું આયોજન સારા વરસાદ માટે ચમારડી ખાતે કર્યું હતું. બાબરા ખાતે ચાલુ કરાયેલ પર્જન્‍ય યજ્ઞ દરમિયાન વરૂણદેવે પણ હાજરી આપી હતી અને વરસાદનું સારૂ એવું ઝાપટુ પડી ગયું હતું. અને વરસતા વરસાદે ભુદેવોએ યજ્ઞનું કામ શરૂ જ રાખ્‍યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા બાબરા બ્રહ્મસમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

પત્‍નિ પિયરથી પરત ન આવતાં 6 બહેનનાં એકનો એક ભાઈએ કરી આત્‍મહત્‍યા

ધારી નજીક આવેલ ત્રંબકપુર ગામની ઘટના
પત્‍નિ પિયરથી પરત ન આવતાં 6 બહેનનાં એકનો એક ભાઈએ કરી આત્‍મહત્‍યા
અમરેલી, તા. 9
ધારીનાં ત્રંબકપુર ગામમાં રહેતાં મનોજ સવજીભાઈ ભેડા (ઉ.વ. રપ) નામનાં દલિત યુવાને ગઈકાલે સવારે દસેક વાગ્‍યે એસિડ પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું સાંજે મોત નિપજયું હતું.
કરૂણતા એ છે કે મનોજ છ બહેનનો એકનો એક વચેટ ભાઈ હતો. તે ટોરસ ગાડી હંકારી ગુજરાન ચલાવતો હતો. બનેવી મુકેશભાઈનાં કહેવા મુજબ મનોજનાં લગ્ન પરબ નજીકના  ં ખંભાળીયાની કૈલાસ સાથે થયા હતા. બે મહિના પહેલા  જ કૈલાસે દિકરીને જન્‍મ આપ્‍યો છે. તે સુવાવડ કરવા માવતરે ગયા બાદ હવે પરત આવતી ન હોઈ અને તેના પરિવારજનોએછૂટાછેડાની વાત કરતાં મનોજ ચિંતામાં ડુબી ગયો હતો.
કૈલાસને અને તેના પરિવારજનોને સમજાવવા પોતે (મુકેશભાઈ) સહિતનાં લોકો શનિવારે રાત્રે ખંભાળીયા ગયા હતાં. રવિવાર સવાર સુધી ચર્ચાઓ ચાલી હતી.પરંતુ કૈલાસે પરત સાસરે આવવાની ના પાડી દેતાં આ બાબતે મનોજને ફોનથી જાણ કરાઈ હતી. એ પછી તેણે એસિડ પી લીધું હતું. એકના એક દિકરાનાં મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. હોસ્‍પિટલ ચોકીનાં સ્‍ટાફે ધારી પોલીસને જાણ કરી હતી.

રાજુલા પંથકમાં એકી સાથે ર6 ગીધ નજરે ચડતાઆશ્ચર્ય

સિંહે કરેલ મારણ પર ગીધનો મેળાવડો
રાજુલા પંથકમાં એકી સાથે ર6 ગીધ નજરે ચડતાઆશ્ચર્ય
વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષ
ખાંભા, તા.9
સમગ્ર ગીર અને ગુજરાતમાં લુપ્‍ત થતી ગીધ રાજુલા વિસ્‍તારમાં એકી સાથે ર6 જેટલા ગીધ જોવા મળ્‍યા હતા. આજે રાજુલા વન વિભાગને એક રેવન્‍યુ વિસ્‍તારમાં સિંહ દ્વારા નીલગાયનું મારણ કરેલ હોય અને વન વિભાગના સ્‍થાનિક સ્‍ટાફના ફેરણા દરમિયાન નીલ ગાયના મારણ પર એકી સાથે ર6 જેટલા ગીધ જોવા મળ્‍યા હતા. ત્‍યારે સમગ્ર ગીર અને જંગલમાં ગીધ લુપ્‍ત થઈ ગયા છે અને ગીરમાં ભાગ્‍યે જ અમુક વિસ્‍તારમાં ગીધ જોવા મળે છે. ત્‍યારે રાજુલા વિસ્‍તારમાં નાગેશ્રી અને ખાંભાના હનુમાન ગાળા વિસ્‍તારમાં ગીધ જોવા મળે છે. ખાસ કરીને ગીધોના રહેણાંક વિસ્‍તારમાં ખતરો વધી ગયો છે. મુખ્‍યત્‍વે આ ગીધ ઉંચી નાળીયેરી પર અને ઉંચા ડુંગર પર જ માળો બનાવે છે. અને ગીધ અલગ અલગ ચારથી પાંચ પ્રકારમાં જોવા મળે છે. ત્‍યારે રાજુલા વિસ્‍તારમાં એક સાથે ર6 જેટલા શ્‍વેત પીઠ ગીધ જોવા મળતા વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.
ગીધ ગણતરી કરી મોનીટરીંગ રાખવામાં આવ્‍યું છે : વન વિભાગ : રાજુલા રેવન્‍યુ વિસ્‍તારમાં સિંહ દ્વારા નીલ ગાયનું મારણ કરવામાં આવ્‍યું હતું અને ત્‍યાં આજે સવારે સ્‍થાનિક સ્‍ટાફના ફેરણા દરમિયાન નીલ ગાયના મારણ પર શ્‍વેત  પીઠ પ્રકારના ર6 જેટલા ગીધજોવા મળ્‍યા હતા અને આ ગીધની ગણતરી કરી તમામ ગીધ પર ખાસ નજર રાખી મોનીટરીંગ રાખવામાં આવ્‍યું હોવાનું રાજુલા વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.
રાજુલા અને ખાંભા વિસ્‍તારમાં ગીધ જોવા મળે છે : ગીરમાં ગીધ લુપ્‍ત થવાની આરે છે ત્‍યારે રાજુલાના નાગેશ્રીમાં ગીધ જોવા મળે છે. અહીંના નારીયેળી પર ગીધનો વસવાટ છે અને ખાંભાના હનુમાન ગાળા વિસ્‍તારમાં ડુંગરની ભીતારમાં હાલમાં ગીધનો વસવાટ છે અને જોવા મળે છે.

વીકટરમાં સેંકડોની સંખ્‍યામાં માછલીઓને બચાવતાં યુવાનો

રાજુલા, તા. 9
રાજુલાનાં વીકટર ગામે યુવાનોની અનોખુ સેવાકીય કાર્ય કરી પ0 થી 60 જેટલી નાની મોટી માછલીઓને બચાવીને નવજીવન આપતા વીકટર સેવાભાવી યુવકો.
સામાન્‍ય રીતે દરિયા કાંઠે વસતા 70% લોકો માછીમારીનાં વ્‍યવસાય સાથે જોડાયેલા હોય છે અને માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. અથવા તો શોક ખાતર જાતે જ તાજી જીવતી માછલીઓ પકડીને આરોગતા હોય છે.
ત્‍યારે વિકટરનાં સેવાભાવી યુવકો ર્ેારા અનોખું સેવાકીય કાર્ય કરવામાં આવ્‍યું હતું. અહીંગઈ કાલે પડેલા ધોધમાર વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા તેવામાં જી.એચ.સી.એલ. ઓફિસ પાસે આવેલ ગટરમાંથી વધુ પાણી હોવાને લીધે અનેક નાની મોટી માછલીઓ પાણીમાં વહી ગઈ હતી અને બાદ પાણી જતુ રહેતા માત્ર નજીવા પાણી ભરેલા ખાબોચિયામાં પ0થી પણ વધુ માછલીઓ જીવન મરણ વચ્‍ચે તરફડીયા મારતી હતી ત્‍યારે આ જોઈ જતા જ ડાયાભાઈ મકવાણા (કમાન્‍ડો), ઘનશ્‍યામ ડી. જે.રાકેશ શિયાળ, શાહિદ ભટ્ટી, સુનીલગાહા, મંગાભાઈ ધાપા ફોરેસ્‍ટ તખુભાઈ સહિતનાં યુવાનો જોઈ જતાં આ તમામ માછલીઓને સલામત રીતે પકડીને તળાવમાં મૂકવાનો વિચારીને રાત્રે તેમજ સવારમાં એમ બે વાર અહીં ખાબોચિયા માંથી તમામ માછલિયોને પકડીને ટાવર પાસે આવેલા તળાવમાં મુકત કરીને નવજીવન આપ્‍યું હતું.

અમરેલી એસઓજીએ હત્‍યા કેસમાં ફરાર આરોપીને જેલ હવાલે કર્યો

અમરેલી, તા.9
પોલીસ મહાનિરીક્ષક તરફથી તા.ર6/6/ર018 થી તા.10/07/ર018 નાસતા-ફરતાં આરોપીઓ પકડવા અંગેની ખાસ ડ્રાઈવરનું આયોજન કરવામાં આવેલ જે અન્‍વયે પોલીસ અધિક્ષકએ નાસતા-ફરતાં આરોપીઓ પકડવા માટે જરૂરી સૂચનાઓ કરેલ હતી.
ગઈ તા.ર1/01/ર01પ ના રોજ રાજુલા તાલુકાના હિંડોરાણા ગામે રહેતાં જીતુભાઈ બટુકભાઈ કવાડને હિંડોરણામાં રહેતા લખમણભાઈ કવાડ તથા જીવણભાઈ કવાડ તથા ચાર અજાણ્‍યા માણસોએ લુંટ કરવાના ઈરાદે તલવાર , લોંખડના પાઈપ વતી માથામાં તથા હાથે-પગે તથા પેટના ભાગે માર-મારી ગંભીર ઈજાઓ કરી ફરી.નો સોનાનો બે તોલાનો ચેઈન કિ.રૂા.3પ000 નો લુંટ કરેલાની ફરીયાદ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ અને આ કામના ફરીયાદી સારવારમાં હોય દરમ્‍યાન ગઈ તા.31/1/ર01પ ના રોજ આ કામના ફરીયાદી જીતુભાઈ બટુકભાઈ કવાડનું મૃત્‍યુ નિપજેલ હતું. જેથી સદરહું બનાવ લુંટ વિથ મર્ડરમાં પલટાયો હતો.
સદરહું ગુન્‍હની તપાસ દરમ્‍યાન કુલ – 0પ આરોપીઓની ધરપકડકરવામાં આવેલ હતી. અને આ ગુન્‍હામાં પકડવાનો બાકી આરોપી મહેશ ઉર્ફે હપલો ડાયાભાઈ ચૌહાણ, રહે. કાગવદર વાળો સને-ર01પ થી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો-ફરતો હતો. મજકુર આરોપી પોતાના ગામમાં આવેલ હોવાથી ચોકકસ હકિકત મળતાં આ કામના આરોપી મહેશ ઉર્ફે હપલો ડાયાભાઈ ચૌહાણ, રહે. કાગવદરવાળાની ધરપકડ કરવામાં આવેલ છે. અને આગળની વધુ તપાસ થવા સારૂ પોલીસ ઈન્‍સ. રાજુલાનાઓને સોંપવામાં આવેલ છે.
આમ, અમરેલી એસઓજીના પોલીસ સબ ઈન્‍સ., આર.કે. કરમટા તથા ટીમ એસઓજીને હત્‍યાના ગુન્‍હામાં છેલ્‍લા અઢી વર્ષથી નાસતો – ફરતો આરોપીને શોધી કાઢવામાં સફળતા   મળેલ છે.

વાવડા ગામે સર્પદંશથી મહિલાનું મોત

અમરેલી, તા. 9
કોટડાપીઠા બાજુનાં વાવડા ગામે તા. 7/7નાં રોજ સવારે વાડીએ પશુઓને પાલાની નીરણ નાખવા જતાં નીમુબેન વિઠલભાઈ જાદવ                (ઉ.વ. પ0) નામની કોળી પ્રૌઢાને હાથની આંગળી પર ઝેરી સર્પ દંશ મારતા સારવાર માટે સરકારી હોસ્‍પીટલ જસદણ ખાતે લઈ જતાં હતાત્‍યારે રસ્‍તામાં જ તેમણે અંતિમ શ્‍વાસ લીધેલ. ત્‍યારબાદ જસદણ ખાતે હોસ્‍પીટલમાં પીએમ કરવામાં આવેલ હતું. આમ વાવડા ગામમાં આ કરૂ બનાવ બનતા ગામમાં શોકની લાગણી વ્‍યાપેલ છે.

રાજુલા ગામે રહેતી પરિણીતાનું અકસ્‍માતે દાજી જતાં સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. 9
રાજુલા ગામે રહેતાં અંજલીબેન જતીનભાઈ ભટ્ટ નામની પરિણીતા ગત તા.4/7 નાં રોજ રાત્રે પોતાના ઘરે પ્રાયમસ ઉપર દુધ ગરમ કરતાં હોય, તે વખતે અચાનક જ પ્રાયમસ ફાટતાં તેણી સખત રીતે દાજી જતાં પ્રથમ રાજુલા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

વેસ્‍ટર્નપાર્ક સોસાયટીમાં રહેતી યુવતિએ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાધો

અમરેલી, તા. 9
અમરેલીમાં આવેલ વેસ્‍ટર્નપાર્ક સોસાયટીમાં રહેતી મોનીકાબેન કળદેવભાઈ સોહલીયા નામની યુવતિએ ગઈકાલે સાંજનાં સમયે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધાનું હરજીભાઈ મકવાણાએ સીટી પોલીસમાં જાહેર કર્યુ છે.

મેઘરાજાની પધરામણીથી સિંહણ ખુશ

આજે ધારી નજીક આવેલ આંબરડી પાર્કમાં એક સિંહણ રિમજિમ વરસાદમાં કેમેરામાં કેદ થઈ હતી જાણે સિંહણ વરસાદની મજા લૂંટી રહી હોય એવા અંદાજમાં જોવા મળી રહી હતી.

ભૈ વાહ : જિલ્‍લામાં અનેક સ્‍થળોએ મેઘાની એન્‍ટ્રી

રાજુલા, ખાંભા, ધારી, કુંકાવાવ, ચલાલા, સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદ
ભૈ વાહ : જિલ્‍લામાં અનેક સ્‍થળોએ મેઘાની એન્‍ટ્રી
અનેક નદીઓમાં ઘોડાપુર આવ્‍યા તો નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા
અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લાનાં રાજુલા-જાફરાબાદ પંથકમાં મેઘો મહેરબાન થયો. રાજુલામાં મુશળધાર સવા ચાર ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં પાણી પાણી જોવા મળતું હતું. તો ગ્રામ્‍ય વિસ્‍તારમાં ધોધમાર વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. તો જાફરાબાદના દરિયાકાંઠે દરિયામાં કરંટ જોવા મળ્‍યો હતો અને દરિયામાં દસ દસ ફૂટના મોજા       ઉછળી રહૃાા હતા. અમરેલી જીલ્‍લાના 11 તાલુકા મથકોમાંથી 7 તાલુકા મથક પર વરસાદે આગમન કરતા ખેડૂતો રાજી થઈ ગયા છે.
અમરેલી જિલ્‍લામાં ગઈકાલે સતત ત્રીજા દિવસથી મેઘરાજા બપોર બાદ ધમાકેદાર એન્‍ટ્રી મારે છે. ગઈકાલે રાજુલા-જાફરાબાદના દરિયાઈ વિસ્‍તાર અને રાજુલા શહેરમાં અનરાધાર વરસાદથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજુલા શહેરમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબકતા શહેરની મુખ્‍ય બજાર સહિત નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા સાથે સાથે લોકો મેઘાના આગમનથી ખુશખુશાલ બન્‍યા હતા. કાળઝાળ ગરમીના કારણે લોકોને રાહતનો શ્‍વાસ મળ્‍યો હતો તો ગ્રામીણ વિસ્‍તારનામોટાભાગના ગામડામાં વરસાદનું પ્રમાણ જોવા મળ્‍યું હતું. વીજળીના કડાકાભડાકા સાથે મેઘમહેર અવિરત હજુ પણ જોવા મળી રહૃાો છે. રાજુલા-જાફરાબાદ સાથે ધારી, ચલાલા, સાવરકુંડલા, ખાંભા પંથકમાં વરસાદ સારો થયો છે. ત્‍યારે કુંકાવાવમાં પણ વરસાદે આગમન કરી દીધું છે. ત્‍યારે વહીવટીતંત્રને પણ આ વરસાદમાં એલર્ટ થવાની જરૂર છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાના દરિયાકાંઠે દરિયામાં કરંટ જાફરાબાદનો દરિયો તોફાની બન્‍યો. જાફરાબાદ પીપાવાવ પોર્ટના દરિયામાં કરંટ જોવા મળ્‍યો. વરસાદનાં માહોલ વચ્‍ચે વરસાદ અવિરત વચ્‍ચે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહૃાા છે. અંદાજે 10 ફૂટ મોજા દરિયાના પાણીમાં ઉછળી રહૃાા છે. આ પ્રકારે જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ વિસ્‍તારના દરિયામાં કરંટના કારણે કાંઠા વિસ્‍તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમરેલી તાલુકાનાં વાંકીયા, બાબાપુર, સાજીયાવદર, વડેરા સહિતનાં ગામોમાં મેઘ તાંડવ. 3 કલાકમાં આશરે 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેને લઈ ચૌમેર પાણી પાણી થઈ જવા પામ્‍યું હતું. અને અનેક નદી-નાળામાં ભારે પાણી આવતાં ખેતરો પણ પાણી પાણી થઈ ગયા હતા.
જયારે ધારી તાલુકાનાં ઝર, મોરઝર, ચલાલા, દેવરાજીયા સહિતનાં ગામોમાં પણ ધોધમાર વરસાદ પડતાં અનેક નદી-નાળા પાણીથી છલકાયા હતા.
જયારે રાજુલા શહેરઉપરાંત કુંભારીયા, હડમતીયા, દેવકા ડુંગરમાં પણ સાબેલાધારે વરસાદ પડયાનાં અહેવાલો મળ્‍યા હતા.
સાવરકુંડલા પંથકમાં પણ ધીમીધારે વરસાદ પડયો હતો. જયારે જાફરાબાદમાં પડેલા વરસાદનાં કારણે ફાચરીયા, લોર સહિતની નદીઓમાં નવા નીરની આવક થવા પામી હતી.
આમ અમરેલી જિલ્‍લાભરમાં ગઈકાલે પણ મેઘો મહેરબાન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ગઈકાલે સાંજે આઠ વાગ્‍યા સુધીમાં અમરેલી જિલ્‍લાનાં બાબરામાં 1ર મી.મી. (79), ધારીમાં 10 મી.મી. (40), જાફરાબાદમાં 31 મી.મી. (1પ1), ખાંભામાં 63 મી.મી. (116), લાઠીમાં 6 મી.મી. (61), લીલીયામાં 4 મી.મી. (1પ3), રાજુલા 106 મી.મી. (ર18), સાવરકુંડલામાં 39 મી.મી. (1પ4) અને વડીયામાં ર0 મી.મી. (107) વરસાદ નોંધાયો છે. જિલ્‍લામાં ગઈકાલે માત્ર બગસરા અને અમરેલી શહેર કોરા રહેવા પામ્‍યા હતા.

ડો. કાનાબારની આગેવાનીમાં અમરેલી જિલ્‍લામાં ઉભી થયેલ રેતીની સમસ્‍યા દૂર કરવા રજૂઆત

ડો. કાનાબારની આગેવાનીમાં સીએમને
અમરેલી જિલ્‍લામાં ઉભી થયેલ રેતીની સમસ્‍યા દૂર કરવા રજૂઆત
શેત્રુંજી સિવાયની અન્‍ય નદીમાં લીઝ ફાળવો
અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લામાં રેતી ઉપાડવા માટે છેલ્‍લાં ઘણાં જ સમયથી લીઝ આપવાની કામગીરીઅટકી પડી છે. જેને લઈ અમરેલી જિલ્‍લામાં ગરીબ અને શ્રમિક વર્ગને રોજીરોટી મળતી ન હોય, જેથી અમરેલી જિલ્‍લા વિશ્‍વકર્મા કારીગર મંડળનાં હોદ્યેદારોએ અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને જાણીતા તબીબ ડો. ભરતભાઈ કાનાબારને રજૂઆત કરતાં તેઓ આ વિશ્‍વકર્મા કારીગર મંડળનાં હોદ્યેદારો તથા ભાજપનાં આગેવાનો સાથે રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ખાણ ખનિજ વિભાગનાં કમીશ્‍નર રૂપસીંગ સાથે મુલાકાત કરી હતી.
ડો. કાનાબારે મુખ્‍યમંત્રી તથા ખાણ ખનિજ વિભાગનાં કમિશ્‍નરને રજૂઆત કરતાં જણાવ્‍યું હતું કે, શેત્રુંજીનાં ઈકોઝોનનાં પ્રશ્‍નનો નિકાલ ના આવે ત્‍યાં સુધીનાં  વચ્‍ચગાળામાં અમરેલી જિલ્‍લાની નાની-નાની અન્‍ય નદીનાં પટ્ટમાંથી રેતી ઉપાડવાની મંજુરી આપવા માટે તાત્‍કાલિક કાર્યવાહી કરવા પણ ડો. ભરતભાઈ કાનાબારે વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં ડો. કાનાબાર સાથે યુવા ભાજપનાં પૂર્વ મહામંત્રી દિપકભાઈ વઘાસીયા, પૂર્વ કોષાઘ્‍યક્ષ જયેશભાઈ ટાંક, જિલ્‍લા કોન્‍ટ્રાકટર એસોસીએશનનાં પ્રમુખ હસુભાઈ સતાણી, તેમજ વિશ્‍વકર્મા કારીગર મંડળનાં ભાવેશભાઈ પરમાર, કનુભાઈ ટાંક, વિજયભાઈ ચોટલીયા, વિગેરે પણ મુખ્‍યમંત્રીને મળી રજૂઆત કરી હતી.

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં લાયસન્‍સ રદ કરાતાં વેપારીઓનું હલ્‍લાબોલ

થોડીવાર માટે ખેતજણસની હરરાજી અટકી
સાવરકુંડલા, તા. 9
સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની આગામી દિવસોમાં બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી યોજાઈ રહી છે, ત્‍યારે હાલનાં સત્તાવાળા અને સેક્રેટરી ર્ેારા 33 જેટલા વેપારીઓનાં લાયસન્‍સ યેનકેન પ્રકારે રદ કરી તેઓનાં નામ યાર્ડની મતદાર યાદીમાંથી રદ કરી દેવાતા આજે સવારે યાર્ડનું કામકાજ ચાલુ થતા જ યાર્ડનાં રદ કરાયેલા લાયસન્‍સ ધારકો સાથે અન્‍ય વેપારી મિત્રોએ પણ યાર્ડનાં સેક્રેટરીને ઘેરાવ કરી રદ કરાયેલા લાયસન્‍સો બુધવાર સુધીમાં ચાલુ કરવા ચિમકી આપી છે. વેપારીઓએ યાર્ડની તમામ હરરાજીનું કામકાજ અટકાવી દીધેલ. જોકે ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ખેતજણસ લઈ આવેલાખેડૂતો હેરાન ન થાય તે માટે ફરી પાછી હરરાજી ચાલુ કરી દઈ ખેડૂતોની અગવડતા ન પડે તેનો ખ્‍યાલ રાખ્‍યો હતો. બુધવાર સુધીમાં જો લાયસન્‍સો રીન્‍યુ નહીં થાય તો ગુરૂવારથી યાર્ડનું કામકાજ બંધ કરવાની વેપારી મંડળે ચિમકી આપી છે.
જયારે વેપારીઓનાં ટેકામાં યાર્ડની વેપારી પેનલનાં બે ડીરેકટરો શ્‍યામ રૂપારેલ અને મુકેશ નાગ્રેચાએ પોતાનાં રાજીનામાં આપી દેવાની ચિમકી આપેલ. આજે યાર્ડ ખાતે વેપારીનાં પ્રશ્‍ને સુખદ સમાધાન થાય તે માટે અમરેલી જીલ્‍લા  ચેમ્‍બરના મંત્રી રાજુભાઈ શિંગાળા અને સાવરકુંડલા ચેમ્‍બરનાં મંત્રી દિપકભાઈ મશરૂ પણ યાર્ડખાતે દોડી આવ્‍યા હતા. દરમિયાન વેપારીઓનું મંડળ અમરેલી ખાતે જીલ્‍લા રજીસ્‍ટ્રારને આ પ્રશ્‍ને લેખીત રજૂઆત કરવા દોડી ગયાનું જાણવા મળે છે.

આનંદો : ભુમાફીયાઓ વિરૂઘ્‍ધનું આંદોલન સમેટાયું

નાયબ કલેકટર દ્વારા જરૂરી કાર્યવાહીની લેખિત બાંહેધરી અપાઈ
આનંદો : ભુમાફીયાઓ વિરૂઘ્‍ધનું આંદોલન સમેટાયું
અનેક સમસ્‍યાઓનો સામનો કરીને ગરીબ પરિવારોએ લડત શરૂ રાખી હતી
રાજુલા, તા. 9
રાજુલા તાલુકાના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 76 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા હતા. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમીટેડ અને ભુમાફીયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે આંદોલન કરી રહૃાા હતા. ત્‍યારેજયારે તંત્ર ઘ્‍વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ભુમાફીયાઓ ઘ્‍વારા કરવામાં આવેલ દબાણ દુર કર્યા હતા અને વરસાદના કારણે બાકી રહી ગયેલા દબાણો એક અઠવાડીયામાં દુર કરવામાં આવશે અને ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમીટેડ કંપનીની જમીન માપણી સર્વે વિભાગ ઘ્‍વારા ચાલું છે. જમીન માપણીની માપણી સીટ આવી જાય એટલે કંપનીનું પણ દબાણ દુર કરવામાં આવશે અને તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી લેખિત બાંહેધરી નાયબ કલેકટર ઘ્‍વારા આપવામાં આવી. તેમજ આંદોલનકારીઓ ઘ્‍વારા પણ લેખિત રજુઆત કરવામાં આવી હતી કે આપવામાં આવેલી બાંહેધરી મુજબ તંત્ર કાર્યવાહી નહી કરે તો ફરીથી આંદોલન કરીશું. મનુભાઈ ચાવડા, દિવ્‍યેશભાઈ ચાવડા, કાન્‍તીભાઈ શિંગડ, લખનભાઈ સન્‍નીભાઈ, કોળી પટેલ ચિરાગભાઈ ગાલા, રણજીતભાઈ સોલંકી, જયોતિબેન રાઠોડ ઘ્‍વારા આંદોલનકારી અશોકભાઈ ભાલિયા, પ્રવિણભાઈ બારૈયા, મુકેશભાઈ કામ્‍બડ, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, હિતેશભાઈ વાળા, રણછોડભાઈ બાંભણીયા, મધુભાઈ સાંખટ, પીપાવાવધામના સરપંચ હંસાબેન ગુજરીયા સહિતના લોકોને પારણા કરાવવામાં આવ્‍યા હતા અને આંદોલનપૂર્ણ કરવામાં આવ્‍યું હતું.

લાઠીની ગૌ-શાળામાંથી ગાયની તસ્‍કરી કરનારને ઝડપવા માંગ

ગૌ-પ્રેમીઓએ સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલી, તા. 9
લાઠીમાં આવેલ ગૌશાળામાંથી થયેલ બાર ગાયોની તસ્‍કરીમાં પોલીસે અટક કરેલ ત્રણ આરોપી સામેઉંડાણપૂર્વક તપાસ કરી તસ્‍કરીમાં સંડોવાયેલા અન્‍ય શખ્‍સો સામે પણ પગલા ભરવાની માંગ સાથે પ00 જેટલા ગૌ-પ્રેમીઓ ર્ેારા આજે મામલતદાર અને લાઠી પોલીસને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
પ્રાપ્‍ત વિગત મુજબ લાઠીમાં અમરેલી રોડ ઉપર આવેલ મહાદેવ ગૌશાળામાં બિમાર લુલી-લંગડી ગાયોની સેવા કરવામાં આવી રહેલ છે. નિરાધાર અકસ્‍માતમાં ઘવાયેલ તેમજ પર્યાવરણનાં દુશ્‍મન પ્‍લાસ્‍ટીકનો ભોગ બનેલી ગાયોને ગૌ-પ્રેમીઓ ર્ેારા નિભાવણી કરવામાં આવી રહેલ છે. આ ગૌશાળામાંથી બે દિવસ પહેલા 1ર ગાયોની તસ્‍કરી થતાં પોલીસને જાણ કરવામાં આવતાં લાઠી પી.એસ.આઈ. તુવર તેમજ સ્‍ટાફ ર્ેારા સીસી ટીવી ફુટેજનાં  આધારે ત્રણ શંકમંદોની અટક કરી પુછપરછ કરવામાં આવી રહેલ છે. ત્‍યારે ગાયોની તસ્‍કરી અંગે ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશનાં માહોલ છવાતાં ગાયોની તસ્‍કરી કરનારાઓએ ગાયોને વહેચી દીધેલ છે કે ગાયોની હત્‍યા કરવામાં આવેલ છે, તેવી આશંકા સાથે આજે પ00 જેટલા ગૌપ્રેમીઓ ર્ેારા તકસીરવારો સામે ભવિષ્‍યમાં આવુ કૃત્‍ય ન આચરે તેવા કડક પગલા ભરવા અને આમાં તપાસમાં અન્‍ય લોકોની સંડોવણી પણ ખુલે તો કડક કાર્યવાહી કરવામાં ન આવે તો લાઠી ગામ બંધની ચિમકી સાથે મામલતદાર અને લાઠી પી.એસ.આઈ.ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

10-07-2018