Main Menu

Sunday, July 8th, 2018

 

અમરેલીમાં ભર ચોમાસે પીવાના પાણીની સમસ્‍યા

પાલિકા દ્વારા અઠવાડીયે એક વખત થતું પાણી વિતરણ
અમરેલીમાં ભર ચોમાસે પીવાના પાણીની સમસ્‍યા
સ્‍થાનિક સ્‍ત્રોત ખુટી ગયા અને મહી પરિએજ યોજનાનું પાણી પુરતું મળતું નથી
શહેરમાં ગંદકી, બંધ સ્‍ટ્રીટલાઈટ અને રખડતા પશુઓને લઈને પણ નારાજગીનો માહોલ
અમરેલી, તા. 7
અમરેલી શહેર સહિત જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં જુલાઈનાં પ્રથમ વીક પછી પણ પુરતા પ્રમાણમાં વરસાદ નહી પડતાં પાણી માટે બુમ ઉઠવા પામી છે. ત્‍યારે દોઢ લાખથી પણ વધારે વસ્‍તી ધરાવતા અમરેલી શહેરમાં પાલિકાનાં પાણીનાં સ્‍ત્રોત ખુટી જતાં અને મહી યોજનાનું પાણી પણ અનિયમિત અને અપુરતું આવતું હોવાના કારણે અમરેલી પાલિકા શહેરમાં અઠવાડીયે માત્ર એક જ વખત પાણી વિતરણ કરી શકતી હોય અમરેલી શહેરમાં ભર ચોમાસાએ પાણીનાં બેડા માટે મહિલાઓ દોડાદોડી કરી રહી છે.
ચાલું વર્ષે ચોમાસાની ઋતુમાં પુરતા પ્રમાણમાં વરસાદ નહી પડતાં અમરેલીમાં પીવાનાં પાણીની મોકાણ શરૂ થઈ જવા પામી છે. પાલિકાનાં સ્‍થાનિક સ્‍ત્રોતમાં પાણી ખૂંટી જતાં અમરેલી શહેરની દોઢ લાખથી પણ વધુ વસ્‍તી ધરાવતાં શહેરને પાણી માટે હવે માત્ર મહી પરીએજ યોજનાનો જ આધાર રહૃાો છે.
ત્‍યારે આ યોજનાનાં અધિકારીઓ અમરેલી શહેરને પુરતાં પ્રમાણમાં અને નિયમિત પાણી પુરવઠો પુરો પાડી શકતા નથી.જેને લઈ સ્‍થાનિક પાલિકા પણ શહેરીજનોને પાણી વિતરણ કરી શકતી નથી જેન લઈને પાણી માટે ભારે દેકારો જોવા મળી રહૃાો છે.
સ્‍થાનિક નગરપાલિકા વેરા વસુલવા માટે શહેરીજનો ઉપર આકરૂ દબાણ લાવે છે. પત્રીકાઓ તથા જાહેર માર્ગ ઉપર વેરાની બાકી રકમ રહેલ ઈસમોનાં નામ પ્રસિઘ્‍ધ કરવા સુધીની ચીમકી આપી મસ મોટા વેરાઓ ઉઘરાવે છે. ત્‍યારે જે પાણી વેરો, મિલ્‍કત વેરો, સાફઈ કર, સ્‍ટ્રીટલાઈટ સેવા કર વિગેરે વેરા ઉઘરાવી લોકોને સેવા આપવાનાં બદલે માત્ર ઠાલા વચન જ મળે છે.
સ્‍ટ્રીટ લાઈટ રીપેરીંગ કરવા માટે પણ પાલિકાનો કોન્‍ટ્રાકટર ઠાગાઠૈયા કરે છે અને 8 દિવસ પછી માત્ર રીપેરીંગ કરવા આવું છું તેવો ઘાટ અમરેલી પાલિકામાં જોવા મળ્‍યો છે.
જો આગામી દિવસોમાં અમરેલી શહેરમાં પીવાના પાણીની સમસ્‍યા સહિતનાં પ્રશ્‍નો હલ નહી થાય તો લોકો આંદોલન કરવા માટે થઈ માર્ગ ઉપર ઉતરી આવે તો પણ નવાઈ જેવું નહી રહે.

સગીરાની છેડતી અને મારા-મારીનાં બનાવમાં આરોપીઓને 6 માસથી લઈને 3 વર્ષની સજા

સાવરકુંડલાના સીમરણ ગામે 3 વર્ષ પહેલા
સગીરાની છેડતી અને મારા-મારીનાં બનાવમાં આરોપીઓને 6 માસથી લઈને 3 વર્ષની સજા
ન્‍યાયાધીશ એન.પી. ચૌધરીએ સજા જાહેર કરતા સન્‍નાટો
અમરેલી, તા.7
સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે ત્રણ વર્ષ પહેલા વડલાના થડમાં પાણી નાખવા બાબતે સર્જાયેલ મારા-મારી તેમજ સગીરાનીછેડતી કરવા અંગેનો કેસ આજ રોજ સ્‍પે. પોકસ્‍કો કોર્ટમાં ચાલી જતાં જજે એક જ પરિવારની એક મહિલા સહિત ત્રણને અલગ-અલગ કલમમાં 3 વર્ષથી છ માસ સુધીની કેદ અને રોકડ રકમનાં દંડની સજાનો હુકમ કરેલ હતો.
પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલા તાલુકાનાં સીમરણ ગામે રહેતા ઈરફાન અલારખ કુરેશી (ઉ.વ.ર4), અલારખ જીવણભાઈ કુરેશી અને મદિનાબેન અલારખભાઈ કુરેશીએ ગત તા. ર3/9/ર01પના રોજ તેમના પાડોશી અને ઘર સામે રહેતા એક પરિવારની એક મહિલા સાથે વડલાના થડમાં પાણી નાખવા બાબતે માથાકુટ કરી માર-મારતા તેને બચાવવા પડેલ તેમજ પરિવારના એક વૃઘ્‍ધને પણ ગાળો અપી ઢીકા-પાટુનો માર મારી રહેલ હતા. ત્‍યારે આજ પરિવારની એક સગીરા બચાવવા વચ્‍ચે પડતા ઈરફાન કુરેશીએ તેનું બાવડુ પકડી છેડતી કરેલ તેમજ અવાર-નવાર સગીરા સામે બિભત્‍સ ઈશારા પણ કરતો હોવાની ફરિયાદ અંગેનો કેસ આજરોજ સ્‍પે.પોકસ્‍કો કોર્ટમાં ચાલી જતા ન્‍યાયાધિશ એમ.પી. ચૌધરીએ ઈરફાન કુરેશીને પોકસ્‍કોની કલમમં 3 વર્ષની કેદ અને 3 હજારનાં દંડ, તેમજ અલારખ કુરેશી અને મદિનાબેનને કલમ 3ર3 મુજબ છ માસની કેદ અને રૂા. એક – એક હજારનાં દંડની સજાનો હુકમ કરેલ હતો. સરકારી વકિલ એમ.બી. સોલંકીની ધારદાર દલીલોથી આરોપીઓને સજાનો હુકમ થતાં કોર્ટ પરિસરમાંસન્‍નાટો છવાઈ ગયેલ હતો.

અમરેલીની ચીફ કોર્ટમાં કેફી પીણું પી આવનારને જેલ હવાલે કરાયા

કોર્ટમાં જુબાની આપવા જતા ફસાયા
અમરેલીની ચીફ કોર્ટમાં કેફી પીણું પી આવનારને જેલ હવાલે કરાયા
અમરેલી, તા.7
અમરેલીની ચિફ ન્નયુ.મેજી.ની કોર્ટમાં બપોરના સમયે કેફી પીણું પી નશો કરેલ હાલતમાં કોર્ટમાં આવેલા અમરેલીના એક શખ્‍સને જજે આગમી તા.18 સુધી જેલ હવાલે કરવાનો આદેશ કરતા નશાખોરો અને શિસ્‍તનું ઉલ્‍લંઘન કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયેલ હતા.
પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી શહેરના હનુમાનપરા રોડ ઉપર સહજાનંદ નગરમાં રહેતા નાજાભાઈ વાસીમભાઈ આહિર ગઈકાલે બપોરના સમયે અમરેલી ચિફ ન્નયુડી સ્‍પેલ મેજીસ્‍ટ્રેટની કોર્ટમાં સાહીદી આપવા આવેલ ત્‍યારે જજને આ શખ્‍સ કેફી પીણું પીધેલ હોવાની શંકા જતાં સીટી પી.આઈ. આર.બી. દેસાઈને સોંપી લેબોરેટરી કરાવવાનું જણાવતાં લેબોરેટરી ટેસ્‍ટમાં કેફી પીણું પીધાનું ફલિત થતાં જજે નશાખોર શખ્‍સને આગામી તા.18 સુધી જેલ હવાલે કરવાનો આદેશ કરેલ હતો.

લાઠીની ગૌશાળામાંથી વાછરડી, વાછરડા ત્રણ શખ્‍સો ચોરી ગયા

રૂા. 36 હજારની કિંમતનાં ગૌવંશ ચોરાઈ જતા ફરિયાદ
અમરેલી, તા. 7,
લાઠી ગામે આવેલ મહાદેવ ગૃપની ગૌશાળામાંથી ગત તા.પના રાત્રીના સમયે તે જ ગામે રહેતા સુનિલ નજુભાઈ તથા બે અજાણ્‍યા મળી ત્રણ શખ્‍સોએ ગૌશાળાનાશેડમાં બાંધેલા રાખેલા વાછરડી-વાછરડા જીવ નંગ-1ર કિંમત રૂા. 36 હજારની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતાં જ 33 વેપારીઓનાં નામ મતદાર યાદીમાંથી ગાયબ

સત્તા મેળવવા માટે આગેવાનોએ નવો માર્ગ અપનાવ્‍યો
સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતાં જ 33 વેપારીઓનાં નામ મતદાર યાદીમાંથી ગાયબ
અન્‍યાયનો ભોગ બનેલ વેપારીઓ કોર્ટનાં ર્ેાર ખખડાવશે
અમરેલી, તા. 7
સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતાં જ બહાર પાડવામાં આવેલ મતદાર યાદીમાં 33 જુનાં વેપારીઓનાં નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં 30-40 વર્ષથી કમિશન એજન્‍ટનો વેપાર કરી રહેલાં વેપારીઓમાંભારે વિરોધ ઉઠતાં કોર્ટનાં ર્ેાર ખખડાવવા કાર્યવાહી હાથ ધરાતાં રાજકારણમાં ભારે ગરમાવો આવેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલા માર્કેટયાર્ડનાં 14 ડિરેકટરોની મુદ્યત પુરી થતાં જીલ્‍લા રજીસ્‍ટ્રાર ર્ેારા આગામી તા. 18/9/ર018 નાં રોજ માર્કેટયાર્ડની ચૂંટણી યોજવાની જાહેરાત કર્યા બાદ પમી જુલાઈનાં રોજ માર્કેટયાર્ડનાં નોટીસ બોર્ડ ઉપર મતદારોની યાદી પ્રસિઘ્‍ધ કરવામાં આવતા માર્કેટયાર્ડનાં કુલ ર13 મતદારોમાંથી 33 નામો કમી કરી નાખવામાં આવતાં આવા વેપારીઓ 30-40 વર્ષથી યાર્ડમાં વેપાર કરી રહેલ હોવા છતાં પણ નામ કયાંકારણે કમી કરી નાખવામાં આવેલ છે ? તે અંગે એક મીટીંગનું આયોજન ગઈકાલે સાંજનાં માજી ધારાસભ્‍યનાં ઘરે કરવામાં આવેલ. જેમાં હાલ માર્કેટયાર્ડમાં કોંગ્રેસનું શાસન છે અને કોંગ્રેસનાં દિપકભાઈ માલાણી પ્રમુખ છે, ત્‍યારે આગામી ચૂંટણીમાં વિરોધમાં મતદાન કરવાની આશંકાથી આવા વેપારીઓનાં નામ કમી થયા હોવાની વેપારીઓમાં દહેશત ફેલાતાં મળેલ મીટીંગમાં સોમવારે જીલ્‍લા રજીસ્‍ટ્રારને રજૂઆત કર્યા બાદ ન્‍યાય ન મળે તો નામદાર હાઈકોર્ટનાં ર્ેાર ખખડાવવાનું નક્કી થતાં સાવરકુંડલા તાલુકાનાં રાજકારણમાં ભારે ગરમાવો આવેલ છે. હાલ ચાલુ બે ડિરેકટરોનાં નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયેલ છે.

હાલરીયા ગામની સીમમાંથી રેતીની ચોરી કરતો શખ્‍સ રૂા. ર લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયો

અમરેલી, તા. 7
બગસરાતાલુકાનાં હાલરીયા ગામે રહેતાં અને ડ્રાયવીંગનો વ્‍યવસાય કરતાં રમેશ હરીભાઈ આશોદરા નામનાં ઈસમ ગઈકાલે સવારે હાલરીયા ગામની સીમમાં પોતાના હવાલાવાળા ટ્રેકટર નંબર જી.જે. 14 એમ ર01 માં હાલરીયા ગામની નદીમાંથી રોયલ્‍ટી ભર્યા વગર રેતી ટન-3, તગારા, પાવડા, ચારણો તથા ટ્રેકટર સાથે નિકળતાં પોલીસે તેમને રૂા.ર,0ર,6પ0નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આલેલે : સાવરકુંડલાનાં આરોગ્‍ય ભવનમાં કુતરાએ રહેઠાંણ બનાવતાં ભારે આશ્ચર્ય

વાત્‍સલ્‍ય કાર્ડ કઢાવવા આવતાં અરજદારો પરેશાન
આલેલે : સાવરકુંડલાનાં આરોગ્‍ય ભવનમાં કુતરાએ રહેઠાંણ બનાવતાં ભારે આશ્ચર્ય
એકપણ સરકારીબાબુને કુતરાને હટાવવામાં રસ નથી
સાવરકુંડલા, તા. 7
ગુજરાત સરકાર જયારે લોકોનાં સારા સ્‍વાસ્‍થ્‍ય માટે કટીબઘ્‍ધ છે ત્‍યારે સામાન્‍ય જનતા માટે ગુજરાત સરકાર એ મોટી બીમારીમાં ગરીબ દર્દીઓને સમયસર મળી રહે અને ઓછા ખર્ચે વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી સાવરકુંડલામાં તાલુકા હેલ્‍થ સેન્‍ટરનું અદ્યતન બિલ્‍ડીંગ સરકારે બનાવી આપ્‍યું છે. પણ ત્‍યાં ફરજ બજાવતા સરકારી બાબુઓને તેની જાળવણીની કોઈ જ ચિંતા ના હોઈ તેમ ઓફિસમાં કુતરાઓ આરામ ફરમાવી રહૃાા છે. તાલુકા એલ્‍થ ઓફિસના બીજા અન્‍ય કર્મચારીઓ હાજર હતા છતાં પણ તેઓ પણ આરામથી સુતા કુતરા ઉઠાડવાની કોશિષ કરતા નથી. જયારે આ જઓફિસમાં સરકારની યોજના અંતર્ગત માં કાર્ડ તથા માં વાત્‍સલ્‍ય કાર્ડ કઢાવવા માટે સ્‍ત્રીઓ અને બાળકો પણ હાજર હતા પણ કર્મચારીઓના પેટનું પાણી હલતું નહોતું. કદાચ આ કુતરૂ કોઈને કરડી જાય તો તેની જવાબદારી કોના શીરે આ એક પ્રશ્‍ન છે.

દરિયાકાંઠે આવેલ મહાકાય જીએચસીએલ કંપનીની જમીનની લીઝ રીન્‍યુ ન કરવાં ગામજનોની માંગ

રાજુલા, તા. 7
રાજુલા તાલુકાનાં પીપાવાવ ધામનાં સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 74 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ અને ભૂમાફિયાઓનાં કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે આંદોલન કરી રહૃાા છે, ત્‍યારે પીપાવાવ ગ્રામપંચાયત ર્ેારા ગુજરાતહેવી કેમિકલ્‍સ લિમિટેડ વિકટર કંપનીની લીઝ રિન્‍યુ ન કરવા માટે વાંધા અરજી મુકવામાં આવી. જીલ્‍લા કલેકટર ર્ેારા અગાઉ ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ સામે શરતભંગનો કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. આમ આંદોલનકારીઓની મહેનત ધીરે ધીરે રંગ લાવી રહી છે ત્‍યારે આંદોલનકારીઓ ર્ેારા જણાવાયું હતું કે બાકી રહેલા દબાણો દૂર થાય એટલે અમો આંદોલન પૂર્ણ કરીશું અને સરકાર પાસે જમીન ફાળવણીની માંગણી મુકીશું હવે તંત્ર ર્ેારા દબાણ દૂર કરાઈ એટલે આંદોલનકારીઓની અડધી માંગણી પૂર્ણ થઈ જાય છે અને જમીન ફાળવણી વાળી માંગણી બાકી રહેશે. નાયબ કલેકટચર ર્ેારા આંદોલકારીઓ બાંહેધરી પત્ર આપ્‍યો છે કે ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ વિકટર કંપનીની અમરેલી સર્વે વિભાગ ર્ેારા માપણી કરવામાં આવે ત્‍યારબાદ દબાણ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. દિવસના અંતે આંદોલનકારી અશોકભાઈ ભાલિયા, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણિયા, મધુભાઈ સાંખટ, મુકેશભાઈ કામ્‍બડ, દેવદાનભાઈ સાંખટ સહિતનાં લોકોએ બહોળી સંખ્‍યામાં આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

ધારીનાં ભાડેર ગામેથી તરૂણીને લલચાવી ફોસલાવી ભગાડી જતાં ફરિયાદ

અમરેલી, તા. 7
ધારી તાલુકાનાં ભાડેર ગામે રહેતીએકતરૂણીને વિસાવદર તાલુકાનાં દાદર બરડીયા ગામે રહેતાં અશોક ગેડીયા નામનો શખ્‍સ ગત તા. 3/7 નાં રોજ લલચાવી ફોસલાવી, બદકામ કરવાનાં ઈરાદે ભગાડી જતાં આ અંગે તરૂણીનાં પિતાએ ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સી.પી.આઈ. પી. પી. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

ટીંબી-મૌલી ગામ વચ્‍ચે ઉના પંથકનાં ર શખ્‍સો વિદેશી દારૂ સાથે ઝડપાયા

અમરેલી, તા. 7,
ઉના તાલુકાનાં નાદરખ નેહડા ગામે રહેતાં વિક્રમ જગુભાઈ વાળા તથા જીતુ વિરાભાઈ ગોહિલ નામનાં બે ઈસમો ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર ટીંબીથી મૌલી ગામનાં જવાનાં રસ્‍તે વિદેશી દારૂની બોટલ નંગ-18 કિંમત રૂા.3600 લઈ નિકળતાં નાગેશ્રી પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ. એ. વી. પટેલે તેમને મોટર સાયકલ સહિત રૂા.ર8600નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.

મોટા ખુંટવડા પોલીસે છરી સાથે નીકળેલ આરોપીને ઝડપી લીધો

મહુવાનાં ઉગલવાણ ગામ નજીકથી
મોટા ખુંટવડા પોલીસે છરી સાથે નીકળેલ આરોપીને ઝડપી લીધો
અમરેલી, તા. 7
મોટા ખુંટવડા પોલીસ મથકનાં પી.એસ.આઈ. એમ. કે. ગોહીલ તથા પો.સ્‍ટાફનાં હેડ કોન્‍સ. આર. એલ. રાઠોડ પો.કોન્‍સ. નાજાભાઈબોળીયા એ રીતેનાં તા.06/07/ર018 ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન ઉગલવાણ ગામેથી આરોપી સલીમભાઈ ઉર્ફે ડફેર એસ/ઓ હુસેનભાઈ જમાલભાઈ લાડક જાતે સંધી, ઉ.વ. રર છરી સાથે મળી આવી જીલ્‍લા મેજી. ભાવનગરનાં હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરતા તેના વિરૂઘ્‍ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે, અને મજકુરને વિશ્‍વાસમાં લઈ મોટા ખુટવડા પો.સ્‍ટે. તથા આજુબાજુનાં પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સંબંધી ચોરીનાં ગુન્‍હા બનેલ હોય તે ચોરીઓ સબબ પુછપરછ કરતા અમરેલી જીલ્‍લાનાં સાવરકુંડલાનાં મોટા જીંજુડા ગામની સીમમાંથી આજથી ર0 થી રપ દિવસ પહેલા રાત્રીનાં સમયે તેના મિત્ર અબ્‍બાસભાઈ ઉર્ફે ગીલ્‍લી એસ/ઓ કાદરભાઈ ગાજીભાઈ અગવાન સાથે મળી ફરિયાદી પરશોત્તમભાઈ ઉર્ફે દાસભાઈ પોપટભાઈ પડસાળા રહે. વિજયાનગર તા. સાવરકુંડલા જી. અમરેલીવાળાની વાડીમાં બનાવેલ ઓરડી તોડી તેમાંથી ઈલેકટ્રીક ઝટકા મશીન તથા બેટરી તથા સોલાર પ્‍લેટ તથા એક ઈન્‍ટેક્ષનો મોબાઈલ ફોન તથા એક હાથબત્તી (ટોર્ચ) કુલ કિ.રૂા.11રપ0 ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.
જે અંગે અમરેલી જીલ્‍લાનાં સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.ફર્સ્‍ટ ગુ.ર.નં.47/ર018 ઈ.પી.કો.કલમ 447,380મુજબનો ગુન્‍હો દાખલ થયેલ હોય જેથી મજકુર બન્‍ને ઈસમોને તે ગુન્‍હાનાં કામે આજરોજ તા. 6/7/18 નાં રોજ સીઆરપીસીકલમ 41(1) (આઈ) મુજબ ધોરણસર અટક કરી સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.ની ચોરીનો ગુન્‍હો ડીટેકટ કરેલ છે. અને બન્‍ને ઈસમોને સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.ને સોંપી આપેલ છે.

સાવરકુંડલા પાલિકામાં રૂપિયા પાંચ લાખ ઉપરનો ખર્ચ ટેન્‍ડરથી કરજો

ચૂંટાયેલ સદસ્‍યોએ શાસકોને જાણ કરી
અમરેલી, તા.7
સાવરકુંડલાના નગર સેવકોએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, સાવરકુંડલા નગરપાલિકા દ્વારા દર વર્ષ દરમિયાન દરેક માલ સામાનની ખરીદીના ભાવ બંધ કવરમાં મંગાવામાં આવે છે તે ખરેખર યોગ્‍ય નથી. આવતા દિવસોમાં દરેક માલસામાન ખરીદીનો ખર્ચ માસિક રૂપિયા પાંચ લાખથી ઉપર થતો હોય અને તે પણ ખર્ચ સરકારની મળવાપાત્ર થતી ગ્રાન્‍ટ 14માં નાણાપંચ સહિતની ગ્રાન્‍ટમાંથી આ ખર્ચ પાડવામાં આવતો હોય તેવા માલસામાન ખરીદી માટે વાર્ષિકભાવો ઓનલાઈન ટેન્‍ડરો માહિતી ખાતા દ્વારા અખબારોમાં જાહેરાત પ્રસિઘ્‍ધ કરી સરકારના હુકમ મુજબ પ્રક્રિયા કરવામાં આવે. વધુમાં જણાવે છે કે, તેમ છતાં જો ઓનલાઈન પ્રક્રિયા કરવામાં નહીં આવે અને બંધ કવરોમાં ભાવ મંગાવી વાર્ષિક ખરીદીનો વર્કઓર્ડર કોઈ જાણીતા અને માનીતાને આપી ખરીદી કરી 14માં નાણાપંચમાંથી જો બીલ ચુકવવામાં આવશે તો ચોકકસપણે નાણા ઉચાપત ગણાશે.જેથી આ તમામ પ્રક્રિયા ઓનલાઈન મંગાવવા અંતમાં માંગ કરેલ છે.

વંડાની કોલેજનાં સંચાલનમાં ફેરફાર બાદ વિવાદ

સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ બગડી રહૃાું હોય રોષ
વંડાની કોલેજનાં સંચાલનમાં ફેરફાર બાદ વિવાદ
38 વિદ્યાર્થીઓનાં ડોકયુમેન્‍ટ પણ ગાયબ થઈ જતાં ભારે આશ્ચર્ય
વંડા, તા.7
17 વર્ષથી ચાલતી વંડાની જી.એમ. બિલખીયા કોલેજ ઓફ આર્ટસની યેનકેન પ્રકારે બંધ કરવા પ્રયાસ કરી રહયા છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના 3પ ગામના લોકોનું ઉગ્ર જન આંદોલન થતા લાગ્‍યું કે હવે જાહેરાત આપ્‍યા વિના છુટકો નથી. આ સંજોગોમાં તા.3/7ના રોજ કોલેજના નોટીસ બોર્ડ ઉપર એફ.વાય. બી.એ.ના પ્રવેશની જાહેરાત કરી અને તા.4/7ના રોજ પત્રિકામાં જાહેરાત આવી. જેને સંસ્‍થા ભાડે આપીને રોકડી કરવા માગે છે એવા ગારીયાધારના સંચાલક જેઓ ભાજપ દ્વારા ચુંટાયેલા છે તે વિચાર્યું કે જાહેરખબરનો સ્‍ટન્‍ટ કરીએ જેથી વધુમાં વધુ માંડ 1પ થી ર0 વિદ્યાર્થીઓ આવશે પરંતુ સૌના આશ્ચર્ય વચ્‍ચે કોલેજમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા 91 થતા હંગામી ધોરણે નીમેલા આચાર્ય અરજણભાઈ બોરીચા 11:30 કલાકે વિદ્યાર્થીઓના ભવિષ્‍યની પરવા કર્યા વગર જ પોબારા ગણી નાસી છુટયા. જેથી થયેલ અન્‍યાયથી ઉશ્‍કેરાયેલા વિદ્યાર્થીઓએ સાવરકુંડલા મામલતદારને બોલાવી પોતાની હાજરી નોંધાવેલ. જયારેહંગામી આચાર્ય અને વી.ડી. સોરઠીયા જવાબદાર પદે હોવા છતાં 38 વિદ્યાર્થીઓના ડોકયુમેન્‍ટ લઈને ભાગી જઈને સાવ ખોટી રજૂઆત કરી રહયા છે કે માત્ર 3ર જ વિદ્યાર્થીઓ છે જયારે વાસ્‍તવમાં વિદ્યાર્થીઓની સંખ્‍યા તેમજ આચાર્યનો જવાનો સમય સહિત સઘળું કેમેરામાં કેદ છે.
વિશેષમાં આ સંસ્‍થા સંભાળી ત્‍યારથી જ તેઓનો બદઈરાદો કોલેજ બંધ કરી ધંધાકીય ઉપયોગ કરવાનો હતો જે સ્‍પષ્‍ટ સાબિત થાય છે. કારણ કે આ કોલેજ લગભગ 17 વર્ષથી ચાલતી હતી અને તેમાં આસપાસના 3પ ગામોના છાત્રો શિક્ષણનો લાભ મેળવતા હતા. જેમાંના અમુક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે ગોલ્‍ડ મેડલ મેળવી સંસ્‍થાનું નામ રોશન કરેલ છે. પરંતુ સંસ્‍થા સંભાળ્‍યાનાથોડા સમયમાં જ કોલેજ બંધ છે એવું જિલ્‍લા શિક્ષણાધિકારીને લખીને કોલેજના જ વર્ગખંડોમાં પ/પ/17ના રોજ રાજકીય દબાણ લાવીને ગેરકાયદેસર સ્‍કૂલ શરૂ કરેલ અને અચરજની વાત તો તે છે કે તેમાં પણ જિલ્‍લા શિક્ષણાધિકારીએ આપેલ મંજૂરી મુજબની કોઈપણ શરતનું પરીપાલન થયું નથી. આજે પણ કોલેજના બિલ્‍ડીંગના રૂમ નં.11, 1ર, 13, 14 પચાવી પાડીને ગેરકાયદેસર સ્‍કૂલ ચાલે છે. બીજી તરફ એક વર્ષ પહેલા જ કોલેજ બંધ છે એવી ખોટી વિગતો આપીને સ્‍કૂલની ગેરકાયદેસર મંજૂરી મેળવીને સરકારને તથા ઉચ્‍ચ અધિકારીઓને છેતરવાનું કૌભાંડઆચરેલ છે. ગ્રામ વિસ્‍તારમાં ઉચ્‍ચ શિક્ષણ સેવા વ્‍યાજબી ફીથી મળે એવી દાતાની ભાવનાને મારી નાખીને સ્‍વામી એનો ધંધાદારી વેપાર કરવા માગતા હોવાથી તા.11/પના રોજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સમક્ષ કોલેજ બંધ કરવાની અરજી કરી છે. જેમાં આવક અને પર્યાપ્‍ત વિદ્યાર્થી નથી એવું સાબિત કરવા એચ.એસ.સી.નું પરિણામ જાહેર થયાના 3પ દિવસ સુધી વિદ્યાર્થીઓને ધકકા ખવરાવ્‍યા બાદ પણ ખોટી જાહેરાતો આપીને આ વિસ્‍તારના વિદ્યાર્થીઓ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સતાધિશો અને વાલીઓને છેતરવાનો કે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.છેલ્‍લા ત્રણ દિવસથી એફ.વાય. બી.એ.માં પ્રવેશ મેળવવા ઈચ્‍છતા વિદ્યાર્થીઓ આવીને આખો દિવસ રોકાય છે પણ જવાબદાર વ્‍યકિતઓ કોઈ હાજર નથી. આ અંગે રોજ રોજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને જાણ કરવા છતાં સંચાલકો સામે કોઈ નિયમાનુસાર પગલા ભરાતા નથી. જેથી આસપાસના 3પ ગામોના લોકો પરેશાની ભોગવી રહયા છે. આ કોલેજ બિલ્‍ડીંગમાં શરૂ થયેલ સ્‍કૂલ અંગે ઉંડી તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી બાબતો બહાર આવશે.

અમરેલી જિલ્‍લામાં પ્‍લાસ્‍ટિકરૂપી રાક્ષસનો નાશ જરૂરી

33 કરોડ દેવતાનો વાસ ધરાવતી ગૌ-માતા પણ પરેશાન
અમરેલી જિલ્‍લામાં પ્‍લાસ્‍ટિકરૂપી રાક્ષસનો નાશ જરૂરી
પ્‍લાસ્‍ટિકનાં પાપે પર્યાવરણને પણ જબ્‍બર નુકશાન થઈ રહૃાું છે
અમરેલી, તા.7
અમરેલી જિલ્‍લામાં પ્‍લાસ્‍ટિકને લઈને પર્યાવરણને જબ્‍બરૂ નુકશાન થઈ રહયું છે અને 33 કરોડ દેવતાઓનો જેમનામાં વાસ છે તેવી ગૌ-માતાનાં પેટમાં પ્‍લાસ્‍ટિક જતું હોવાથી ગૌ-માતાને અકાળે મોતને ભેટવું પડે છે.
અમરેલી જિલ્‍લામાં અમુક માઈક્રોનથી નીચેના પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. છતાં પણ ખુલ્‍લેઆમ તેવા પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ થાય છે. અને બાદમાં તે પ્‍લાસ્‍ટિકને જયાં ત્‍યાં ફેંકી દેવામાં આવે છે. અને પ્‍લાસ્‍ટિક વસ્‍તુ જ એવી છે કે તેનો નાશ થઈ શકતો નથી.
આ પ્‍લાસ્‍ટિકથી જળ, જમીનને પણ વ્‍યાપક નુકશાન થઈ રહયું છે. અને ઉકરડા ફેંદતી ગૌ-માતાનાં પેટમાં પ્‍લાસ્‍ટિક જવાથી ગૌ-માતા મોતને ભેટતી હોય છે.
હવે પ્‍લાસ્‍ટિકની સમસ્‍યા વિકરાળ બની ગઈ હોય રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોએ જનજાગૃતિશરૂ કરવી પડશે તો વહીવટી અધિકારીઓએ કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે.
આ અંગે બાબરાની ચેમ્‍બર ઓફ કોમર્સે પ્‍લાસ્‍ટિક વિરૂઘ્‍ધ અભિયાન શરૂ કરવાનો મહત્‍વનો નિર્ણય કર્યો છે.

અમરેલીનાં નાના આંકડીયામાં ગૌ-શાળાનું દબાણ દુર કરવાને બદલે ગૌ-શાળાને દુર કરવાની કાર્યવાહીથી રોષ

અમરેલીનાં નાના આંકડીયામાં શાસકો અને ગામજનો વચ્‍ચે ધમાસાણ
વહીવટીતંત્રએ ગૌ-શાળા તોડવાનું શરૂ કરતાં દેકારો
ગૌ-શાળાનું દબાણ દુર કરવાને બદલે ગૌ-શાળાને દુર કરવાની કાર્યવાહીથી રોષ
અમરેલી, તા. 7
અમરેલી તાલુકાનાં નાના આંકડીયા ગામે આવેલ મહિલા મંડળ સંચાલિત કામધેનું ગૌશાળાનું શનિવારે પોલીસ બંદોબસ્‍ત સાથે વહીવટી તંત્ર હટાવવા જતાં સમસ્‍ત ગામના લોકો અને મહિલાઓએ દબાણ હટાવવા અંગેના નિર્ણયનો સામુહિક વિરોધ કરતા અને પોલીસે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે 18 જેટલી મહિલાઓને અટક કરીઅમરેલીના પોલીસ હેડ કવાર્ટર ખાતે લાવવામાં આવેલ હતી. જયારે અન્‍ય મહિલા અને ગામના આગેવાનો કલેકટરને રજુઆત કરવા માટે બે ટ્રેકટર ભરી કલેકટરને ડિમોલેશનના વિરોધમાં રજુઆત કરવા અમરેલી પહોંચી ગયા હતા. પરંતુ કલેકટર સહિતના અધિકારીઓ મીટીંગમાં વ્‍યસ્‍ત હોવાના કારણે મળી શકે તેમ ના હોય નાના આંકડીયા ગામની મહિલાઓને પોલીસ હેડ કવાર્ટર ખાતે લઈ જવામાં આવી હતી.
આ બનાવ અંગે અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામે આવેલ મહિલા મંડળ સંચાલિત કામધેનુ ગૌશાળા આવેલ છે. તે ગૌશાળાની બાજુનો પ્‍લોટ સરકારે તે ગામના કોઈ વ્‍યકિતને ફાળવી દીધો હતો. જેમાં ગૌશાળાનું થોડું ઘણું બાંધકામ આવેલું હોય તે બાંધકામ હટાવવાના બદલે વહીવટીતંત્ર આખી ગૌશાળા હટાવવા માટે પોલીસ બંદોબસ્‍ત સાથે જતાં સમસ્‍ત ગામના લોકો અને મહિલાઓએ દબાણ હટાવવા અંગેના નિર્ણયનો સામુહિક વિરોધ કર્યો હતો.
બાદમાં ગામના કેટલાંક આગેવાનોએ ગૌશાળાનું જેટલું દબાણ છે તે ગામ લોકો સ્‍વયંમ રીતે દુર કરી આપશે તેમ જણાવ્‍યું હતું. પરંતુ આખી ગૌશાળા પાડી નાખવામાં આવે તો આ ચોમાસામાં આ નિરાધાર ગાયો કયાં જશે તે વાત લઈ મહિલા અને ગામના આગેવાનો કલેકટરને રજુઆત કરવા માટે બે ટ્રેકટર ભરી કલેકટરને ડિમોલેશનનાં વિરોધમાંરજુઆત કરવા અમરેલી પહોંચી ગયા હતા. પરંતુ કલેકટર સહિતના અધિકારીઓ મીટીંગમાં વ્‍યસ્‍ત હોવાના કારણે મળી શકે તેમ ના હોય નાના આંકડીયા ગામની મહિલાઓને પોલીસ હેડ કવાર્ટર ખાતે લઈ જવામાં આવી હતી.
આ બનાવની જાણ ગુજરાત વિધાનસભા વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને થતાં તેઓ પોલીસ હેડ કવાર્ટર ખાતે દોડી આવ્‍યા હતા અને નાના આંકડીયા ગામના લોકોને સાંભળી અને જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારી સાથે ટેલીફોનીક વાતચીત પણ કરી હતી પરંતુ કોઈ માર્ગ નીકળ્‍યો ન હતો.
નાના આંકડીયા ગામે આવેલ આ ગૌશાળામાં 70 જેટલી નિરાધાર ગાયો રહે છે અને તેમાંથી કેટલીક વૃઘ્‍ધ અને બિમાર ગાયોનો પણ સમાવેશ થાય છે અને આ ગાયોનું ભરણ પોષણ પણ ગામ લોકો કરે છે. ત્‍યારે આ કહેવાતી ગૌભકત સરકારમાં પણ નિરાધાર ગાયોની ગૌશાળા હટાવવાની નીતિનો લોકોમાં ભારે વિરોધ જોવા મળ્‍યો હતો.
અંતે વહીવટી તંત્રએ બપોર સુધી દબાણ હટાવની કામગીરી કર્યા બાદ વધુ દબાણ હટાવવા માટે 3 દિવસનો સમય આપી આખી ગૌશાળા અને ગાયો હટાવવાની મહેતલ આપી છે. બાદમાં અટકાયત કરેલ તમામ મહિલાઓને મુકત કરી હતી.

અમરેલીની વિદ્યાસભામાં ‘‘સાહિત્‍ય સ્‍પર્ધા” કાર્યક્રમ યોજાયો

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલીત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા કોમર્સ અને આર્ટ્‍સ વિભાગ તેમજ શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા અને અંગ્રેજી માઘ્‍યમ તથા પ્રાથમિક શાળાના સંથુકત ઉપક્રમે સાહિત્‍ય સ્‍પર્દ્યાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ-પ થી 1રના વિદ્યાર્થીઓએ ભાગલીધો હતો. આ સ્‍પર્દ્યામાં વકતૃત્‍વ, લોકવાર્તા કથન, સંગીત સ્‍પર્દ્યા, કિવઝ કોમ્‍પિટીશન, સુલેખન સ્‍પર્દ્યા, નિબંધ લેખન, ચિત્ર સ્‍પર્દ્યા જેવી સ્‍પર્દ્યાનુ આયોજન થયુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક તેમજ યુવા કેળવણીકાર એવા હસમુખભાઈ પટેલ અને આચાર્ય તથા સ્‍ટાફગણ દ્વારા દિપ પ્રાગટય કરી થઈ હતી. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક દ્વારા પોતાના પ્રાસંગીક ઉદ્‌બોધનમાં વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભાને જાગૃત કરવા અને પ્રોત્‍સાહન આપવા માટે આવી સ્‍પર્દ્યાઓ અત્‍યંત માર્ગદર્શક સાબિત થશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો.આ સ્‍પર્દ્યાઓ વિદ્યાર્થીઓને કલા ખિલવવા માટે યોગ્‍ય વાતાવરણ પુરૂ પાડે છે.
વિદ્યાર્થીઓએ પોતાની આવડત મુજબ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. જેમાં શ્રેષ્ઠ કૃતિઓને નિર્ણાયકો દ્વારા પ્રથમ,દ્વિતિય અને તૃતિય નંબર આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. અને વિવિધ ઈનામો દ્વારા તેમની કલાઓને પ્રોત્‍સાહન પુરુ પાડવામાં આવ્‍યું હતું આમ આ કાર્યક્રમ ખુબજ સફળતા પુર્વક પુરો થયો હતો.

બાબરા પંથકની સમસ્‍યા સાંભળતા સાંસદ કાછડીયા

ગ્રામ સ્‍વરાજ અભિયાન-ર018 અંતર્ગત અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ તા. 6 જુલાઈ ર917ના રોજ બાબરા તાલુકાના લુણકી, હાથીગઢ, વાંડળીયા, અમરાપરા,ગળકોટડી, ખાખરીયા, દરેડ, જામબરવાળા, નાની કુંડળ, શીરવાણીયા, કીડી, ઈશ્‍વરીયા, ખંભાળા, કરીયાણા, સુખપર, વાંકીયા અને લાલકા ગામોનો જિલ્‍લા આગેવાનો અને કાર્યકરો સાથે પ્રવાસ કરી સરકારની સિઘ્‍ધિઓ અને જનકલ્‍યાણકારી યોજનાઓ અંગે લોકોને જાણકારી આપી માહીતગાર કર્યા હતા અને સ્‍થાનિક કક્ષાએથી લોકો દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ પ્રશ્‍નોનું સ્‍થળ ઉપર નીરાકરણ કરેલ હતુ. પ્રવાસ સમયે સાંસદ સાથે પૂર્વ ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ રીતેશભાઈ સોની, ંિજલ્‍લા ભાજપ મંત્રી ભરતભાઈ વેકરીયા, બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, મહામંત્રી મહેશભાઈ ભાયાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ વીરોજા, મહીલા મોરચા પ્રમુખ જયાબેન ગેલાણી, બીપીનભાઈ રાદડીયા, શહેર ભાજપ પ્રમુખ લલીતભાઈ આંબલીયા, હીંમતભાઈ દેત્રોજા, મધુભાઈ ગેલાણી, જિલ્‍લા યુવા ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા, નગર પાલીકાના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ નાકરાણી, કાંતિભાઈ દેત્રોજા, દિપકભાઈ કાવઠીયા, કુમારસિંહ સોલંકી, કિશોરભાઈ માધડ, દિપુભાઈ કનૈયા, તખુજીભાઈ, હસનભાઈ અગવાન, રાવતભાઈ વાળા, રમેશભાઈ ચાવડા સહીત સરપંચો તથા સ્‍થાનિક આગેવાનો જોડાયા હતા.

બગસરા શરાફી મંડળી ર્ેારા બાજપાઈ વિમા નિધીની રકમ ચૂકવાઈ

બગસરા, તા. 7
બગસરા નાગરિકશરાફી સહકારી મંડળી લી.ના સભાસદ સ્‍વ. વિઠલદાસ માણેકચંદ ધિનોજાનાં વારસદાર દિપકભાઈ વિઠલભાઈ ધિનોજાને તથા સ્‍વ. કાન્‍તાગૌરી ભુપતભાઈ રાઠોડનાં વારસદાર રસીકભાઈ ભુપતભાઈ રાઠોડને મંડળી તરફથી ભભબાજપાઈ સભાસદ વિમા નિધીભભની રકમ રૂા.રપ,000 નો ચેક અર્પણ કરવામાં આવેલ આ વેળાએ મંડળીના એમ. ડી. નિતેષભાઈ ડોડીઆ, જનરલ સેક્રેટરી ડી. જી. મહેતા, સહિતના સર્વે હાજર રહેલા છે તે વેળાની તસ્‍વીરમાં દ્રષ્‍ટિગૌચર થાય છે.

અમરેલી પટેલ સંકુલમાં કલબ એકટીવીટીઝનો શુભારંભ

અમરેલી જીલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત પટેલ સંકુલમાં શૈક્ષણિક વર્ષ ર018/19ના માં કલબ એકટીવીટીઝનો શુભારંભ કરવામાં આવેલ જેમાં આર્ટ એન્‍ડ ક્રાફટ, ડાન્‍સીંગ, પબ્‍લીક સ્‍પીકીંગ, ડ્રોઈંગ, મેનેજમેન્‍ટ, ગાર્ડનીંગ, રાઈટર, સીંગીંગ જેવી અલગ અલગ કલબો ચાલુ કરવામાં આવેલ જેનો હેતુ વિદ્યાર્થીનીઓની અંદર પડેલ સુષુપ્‍ત શકિતઓને બહાર લાવી જીવન ઉપયોગી પ્રવૃતિ તરફ વાળવાનો નમ્ર પ્રયાસ છે. સ્‍કૂલ/કોલેજની કુલ પ00 જેટલી વિદ્યાર્થીનીઓ આ એકટીવીટીઝમાં જોડાયેલ. આ પ્રસંગે સંસ્‍થાના ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા, મગનભાઈ વસોયા તેમજ હર્ષિતાબેન રાખોલીયા વગેરે ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્‍સાહન પુરૂ પાડેલ. સંસ્‍થાના પ્રમુખ મનુભાઈ કાકડિયા,ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા તેમજ તમામ ટ્રસ્‍ટી મંડળે કલબ એકટીવીટીઝ પ્રવૃતિમાં જોડાયેલ. તમામ વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

અવસાન નોંધ

અવસાન નોંધ
કુંકાવાવ મોટી : મોટી કુંકાવાવ નિવાસી હાલ સુરત દિલિપભાઈ નટવરલાલ ગઢીયાનાં પુત્ર કિશનભાઈ,( ઉ.વ. ર0) તે રાજેશભાઈ ગઢીયા (કુંકાવાવ મોટી)નાં ભત્રીજાનું તા.7/7 ના સુરત મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું મોટી કુંકાવાવ મુકામે તા. 9/7 ને સોમવારે સાંજે 4 થી 6 લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.
વીજપડી : મર્હુમ રહીમભાઈ ભુરાભાઈ ખોખર (ભા.ડી.કો. બેન્‍ક)ના ઔરત રહેમતબેન, (ઉ.વ. 70) અલ્‍લાની રહેમતમાં પહોંચી ગયેલ છે. મર્હુમા તે અમીનભાઈ ખોખર (ભા.ડી.કો. બેન્‍ક)નાં તેમજ સમીર ખોખર (પત્રકાર)નાં વાલીદા થાય છે. તેમની જીયારત તા.9/7 ને સોમવારે પુરૂષોની જુમ્‍મા મસ્‍જીદ વીજપડી તેમજ ઔરતોની તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.
દામનગર : જલદિપભાઈ હસમુખભાઈ રાવલ (ઉ.વ. 44) તે હસમુખભાઈ અમૃતલાલ રાવલનાં પુત્ર, ભરતભાઈ રાવલ (આંબરડી-દામનગર)નાં ભત્રીજા, સ્‍વ. કિશોરભાઈ, પ્રવિણભાઈનાં ભત્રીજા, ત્‍થા જીગ્નેશભાઈ, મોહિતભાઈ, પ્રદિપભાઈ, સાગરભાઈ, સુનિલભાઈ, હિરેનભાઈ, વિશાલભાઈ, કેવલભાઈ, બ્રીજેશભાઈનાં ભાઈનું તા. 6/7ને શુક્રવારનાં રોજ જરોદ (વડોદરા) મુકામે અવસાન થયેલ છે. સ્‍વ.નું બેસણું તા.9/7 ને સોમવારનાં રોજ બપોરનાં 3 થી6 આંબરડી (તાલુકો લાઠી) મુકામે રાખેલ છે.
બાબરા : વિજયભાઈ નંદલાલભાઈ બગથળીયા,(ઉ.વ. 44) તે નંદલાલભાઈ ત્રિકમજીભાઈ બગથલીયાનાં પુત્ર તેમજ પ્રણયનાં પિતાશ્રી તથા રાજુભાઈ, દીપકભાઈ, કમલેશભાઈ, દિનેશભાઈનાં ભાઈનું તા. 7/7 ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 9/7 ને સોમવારનાં રોજ જીવનપરા વિસ્‍તાર નિજ નિવાસસ્‍થાને સમય સવારનાં 9 થી સાંજના પ વાગ્‍યા સુધી રાખેલ છે.
રાજુલા : રાજુલા નિવાસી જતીનભાઈ ભરતભાઈ મહેતા (મહેતા પ્રિન્‍ટીંગ પ્રેસ) (ઉ.વ.ર6) તે બાબાશંકરભાઈના પૌત્ર તથા સ્‍મિતાબેન વિરેન્‍દ્રકુમાર દવે તેમજ નિતીનભાઈ તેમજ સ્‍વ. તુષારભાઈના ભત્રીજા તેમજ અતુલભાઈ તથા ઉપેનભાઈના ભાણેજનું તા.7/7ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.9/7ને સોમવારના રોજ મનમંદિર-3, બ્‍લોક નં-94, છતડીયા રોડ ખાતે સાંજના 4 થી 6 રાખેલ છે.

ચલાલા શિવ બાલાશ્રમમાં રહેતા અનાથ બાળકો તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કપડા અપાયા

ચલાલા ખાતે આવેલ શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ભશિવ બાલાશ્રમભમાં રહેતા મા-બાપ વિહોણા 19 અનાથ બાળકોને બબ્‍બે જોડી જીન્‍સ ટી-શર્ટ તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કપડા સિવડાવી અપાયા. જેમાં સાવરકુંડલાના સુરત દોરડાના વેપારી મે. હરજીવનદાસ સવજીભાઈ પેઢીના શાંતિબાપા તથા તેમના ભાઈ દિલીપભાઈ તથા મહેશભાઈ દ્વારા તમામ બાળકોને જીન્‍સ, ટી-શર્ટ ર-ર જોડી લઈ આપેલ તથા વૃઘ્‍ધોને કપડા સિવડાવી આપેલ અને સાથે સાથે પોતાના ઘરે તમામ બાળકો અને બધા વૃઘ્‍ધોને ભોજન કરાવ્‍યું હતું. બધા બાળકો તથા વૃઘ્‍ધો ખૂબ ખુશ થયા હતા અને અંતરના આશિર્વાદ આપ્‍યા હતા. આવા ભગીરથ કાર્યમાં સહયોગ આપી શાંતિબાપાએ સમાજને એક નવી રાહ બતાવી છે. તે બદલ સંસ્‍થા વતી રતિદાદાએ શાંતિબાપાનો આભાર વ્‍યકત કર્યો હતો.

08-07-2018