Main Menu

Saturday, July 7th, 2018

 

લ્‍યો બોલો : જળસિંચન કચેરીનું ફરનીચર જપ્‍ત કરવામાં આવ્‍યું

લ્‍યો બોલો : જળસિંચન કચેરીનું ફરનીચર જપ્‍ત કરવામાં આવ્‍યું
9 ખેડૂતોની ફરિયાદ બાદ કાર્યવાહી
અમરેલી, તા. 6
અમરેલી તાલુકાનાં સાંગાડેરી તેમજ વડિયા તાલુકાનાં નવ ખેડૂતોની ડેમમાં ડૂબમાં ગયેલ જમીનનાં વળતરની રૂા.40 લાખ જેવી રકમ અમરેલી જળ સિંચાઈ વિભાગ ર્ેારા છેલ્‍લા સાત વર્ષથી ચૂકવવામાં ન આવતાં ગઈકાલે જળ સિંચાઈ વિભાગ સામે કોર્ટનાં જપ્‍તી વોરંટ મુજબ ત્રણ કાર અને ઓફિસનું ફર્નિચર જપ્‍ત કરવામાં આવતાં ખળભળાટ મચી ગયેલ હતો.
પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી તાલુકાનાં સાંગા ડેરી ગામનાં ખેડૂત સ્‍વ. જેરામભાઈનાં વારસદારની જમીન અમરેલીની ઠેબી સિંચાઈ યોજનામાં ડૂબમાં જતાં સરકારનાં ધારાધોરણ મુજબ જળ સિંચાઈ વિભાગ ર્ેારા ખેડૂતનાં વારસદારોને રૂા.10 લાખ (મુદ્યલ તેમજ વ્‍યાજ સહિત) ચૂકવવામાં આવેલ ન હતા. તેમજ વડિયા તાલુકાનાં ઢુંઢીયા          પીપળીયા ગામ સહિત કુલ આઠ ખેડૂતોને રૂા.30 લાખ જેટલી રકમ ચૂકવવામાં ન આવતાં ર011 થી9 ખેડૂતો પોતાની ડૂબમાં ગયેલ જમીનનાં પૈસા પરત મેળવવા જજુમી રહેલ હતા અને જળ સિંચાઈ વિભાગનાં અધિકારીઓ ખેડૂતની વાત કાને ધરતાં ન હોવાનાં કારણે નામદાર કોર્ટ ર્ેારા ગઈકાલે બપોરે જપ્‍તી વોરંટ ઈસ્‍યુ કરવામાં આવતાં જળસિંચાઈ વિભાગની એક ટાટા સુમો, બીજી બે કાર તેમજ ઓફિસનું ફર્નિચર જપ્‍તકરવામાં આવેલ હોવાનું વકિલ સેંજલીયાએ જણાવેલ હતું.

અમરેલીની નવજીવન હોસ્‍પિટલ ખાતે અકસ્‍માત અને નવજાત શિશુની વિનામૂલ્‍યે સારવાર

રાજય સરકારની અકસ્‍માત વીમા યોજનાઅંતર્ગત
અમરેલીની નવજીવન હોસ્‍પિટલ ખાતે અકસ્‍માત અને નવજાત શિશુની વિનામૂલ્‍યે સારવાર
અમરેલી, તા.6
અમરેલી નાગરીક ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત નવજીવન જનરલ હોસ્‍પિટલ અમરેલી જિલ્‍લાની સૌથી આધુનિક મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ છે. જયા અલગ-અલગ વિભાગમાં 8 ડોકટર ફુલ ટાઈમ સેવા આપી રહયા છે. વળી હોસ્‍પિટલ પણ અતિ આધુનિક સાધનોથી સુસજજ હોવાથી તમામ પ્રકારની ઈમરજન્‍સી સારવાર, ગંભીર રોગોની સારવાર હવે અમરેલીમાં નવજીવન જનરલ હોસ્‍પિટલમાં જ મળી રહે છે. જેથી રાજકોટ, ભાવનગર જવાની ચિંતા રહી નથી. આ તમામ પ્રકારની સારવાર રાહત દરે હોસ્‍પિટલમાં આપવામાં  આવે છે.
રાજય સરકારની અકસ્‍માત વીમા યોજના અંતર્ગત રોડ અકસ્‍માતમાં થતી ઈજાઓની સારવાર હવે નવજીવન જનરલ હોસ્‍પિટલમાં નિયમાનુસાર વિનામૂલ્‍યે આપવામાં આવશે.
રાજય સરકારશ્રીની બીજી યોજના બાલસખા-3 અંતર્ગત નવજાતશિશુ જેમાં ઓછા વજન સાથે (1.પ કિગ્રા કરતા ઓછુ) જન્‍મ હોય, અથવા ઓકસીજનનું પ્રમાણ ઓછું હોય, શ્‍વાસની તકલીફ, સેપ્‍સીસ, મગજનો સોજો, મેટાબોલીક કોમ્‍પ્‍લીકેશન વગેરે તમામ નવજાત શિશુની સારવાર વિનામૂલ્‍યે નિયમાનુસાર કરવામાં આવશે.
ઉપરોકત બન્‍ને યોજનાનો લાભ કોઈપણ દર્દી લઈ શકે છે. આ યોજના અંતર્ગત વધુમાં વધુ દર્દીઓને લાભ મળે અને ઉત્તમ આરોગ્‍ય પ્રાપ્‍ત કરેતે માટે નવજીવન જનરલ હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ તરફથી અનુરોધ વ્‍યકત કરવામાં આવ્‍યો છે.

સાવરકુંડલા લક્ષ્મીનારાયણ મંદિરનાં 87માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવની ઉજવણી

સાવરકુંડલા નદી કાંઠે આવેલ લુહાર જ્ઞાતિ વાડી ખાતે સમસ્‍ત લુહાર સમાજ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો 87મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પૂજનવિધિ, ઘ્‍વજારોહણ, મહાપ્રસાદ, જ્ઞાતિભોજન વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ તકે સાવરકુંડલા શહેરમાંથી મોટી સંખ્‍યામાં લુહાર જ્ઞાતિ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

રાજુલામાં તીનપતીનો જુગાર રમતા 7 શકુનીઓ ઝડપાયા

રૂપિયા 96 હજારનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો
રાજુલા, તા. 6,
અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર.કે. કરમટા તથા એસ.ઓ.જી. ટીમએ રાજુલા હિંડોરાણા ચોકડીની પાસે આવેલ હોટેલ સિઘ્‍ધીના પાછળના ભાગે પૈસા-પાના વડે હારજીનો તીનપતીનો જુગાર રમતા 1) રમેશભાઈ રામભાઈ પરમાર, ર) બુધાભાઈ ભગવાનભાઈ વાઘ, 3) લાલાભાઈ જીલુભાઈ પટ્ટાટ, 4) બાબુભાઈ હરસુરભાઈ વાઘ, પ) હરેશભાઈ રામભાઈ હાડગડા, 6) રામભાઈ સમાતભાઈ પટ્ટાટ, 7) ભુપતભાઈ સાર્દુળભાઈ વાવડીયા સહીત 7 શખ્‍સોની જુગારની રેઈડમાંથી રોકડા રૂા.6,130 તથા મોબાઈલ નંગ-07, કિ.રૂા. પ,પ00 તથા મોટર સાયકલ -3, કિ.રૂા.8પ,000 તથા જુગાર લગત સાહિત્‍ય મળી કુલ રૂા.96,630 નો મુદામાલ કબ્‍જે કરી જુગારીઓ સામે જુગાર ધારા તળે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

અંટાળીયા ગામની ગાગડીયા નદીમાંથી રેતી ચોરી કરતાં 3 શખ્‍સો ઝડપાયા

રૂા. 9.89 લાખનો મુદ્યામાલ પણ કબ્‍જે લેવાયો
અમરેલી, તા. 6
લીલીયા તાલુકાનાં અંટાળીયા ગામે રહેતાં વિજય મનસુખભાઈ પીપળીયા, ઉમેશ દિલુભાઈ ખુમાણ, અજય દિનેશભાઈ પીપળીયા ગઈકાલે સાંજે અંટાળીયા ગામે આવેલ ગાગડીયા નદીમાંથી વગર લીઝે તથા ટ્રેકટર ચલાવવાનાં લાયસન્‍સ તથા આર.ટી.ઓ. લગત કાગળો પણ સાથે નહીં રાખતાં લીલીયા પોલીસે ત્રણેય ઈસમોને રૂા.9,89,000 ના મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.

ટીંબા-જશવંતગઢ ગામ પંચાયત દ્વારા થયેલ નાણાકીય ગેરરીતિની તપાસ કરો

તાલુકા પંચાયતના પુર્વ સદસ્‍ય બાબુભાઈ માંગરોળીયાએ કરી માંગ
ટીંબા-જશવંતગઢ ગામ પંચાયત દ્વારા થયેલ નાણાકીય ગેરરીતિની તપાસ કરો
તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરવી જરૂરી બની
અમરેલી, તા.6
ટીંબા જશવંતગઢ ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરીતીનું થયેલ કૌભાંડ અંગે તાલુકા પંચાયતના માજી સદસ્‍ય બાબુભાઈ માંગરોળીયા દ્વારા તા.14/6/18 ના રોજ લેખિત ફરીયાદ જીલ્‍લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીને આધારો સાથે કરેલ છે. તેમ છતાં નાણાંકીય ગેરરીતિ જણાતી હોય, રાજકીય દબાણને વશ થઈ અધિકારીઓ તપાસને રોળી- ટોળી નાખી અને ગેરરીતિ આચરનારને બચાવ કરતા હોય તેમ જણાય છે જો તપાસ તત્‍વરીત કરવામાં નહી આવે તો તપાસ નહી કરનારા સામે ન્‍યાયકીય કાર્યવાહી કરવી જોઈએ તેવું તેમજ ગેરરીતી આચરનાર સામે તત્‍વરીત પગલાં ભરવા લોકમુખે ચર્ચાય રહેલ છે. તેમજ ટીંબા જશવંતગઢ ગ્રામ પંચાયતમાં ધણી મોટી ગેરરીતીઓ થયેલ છે. જો તાલુકા વિકાસ અધિકારી ન્‍યાયકીય તપાસ કરે તોબિન અધિકૃત ખર્ચાઓની વિગતો બહાર આવે તેમ છે. જેથી ગેરરીતી આચરનારની સામે તત્‍વરીત પગલાં ભરવા જણાવેલ છે. તેમ બાબુભાઈ માંગરોળીયાએ એક નિવેદનમાં જણાવેલ છે.

દામનગરમાં ચાની લારી ધરાકને પથ્‍થરનો ઘા મારી ઈજા

ચા નાં પૈસા માંગતા સારૂ ન લાગ્‍યું
અમરેલી, તા. 6
મુળ ગારીયાધાર તાલુકાનાં મેસણકા ગામે રહેતાં દાદુભાઈ મુસાભાઈ સીરવાણ હાલમાં દામનગર ગામે પોતાની ચાની લારીએ ચા બનાવી વેંચતા હોય, ત્‍યારે દામનગર ગામે રહેતાં ગજેન્‍દ્ર ઉર્ફે લાલો ભીખુભાઈ રાઠોડ નામનો શખ્‍સ ગઈકાલેબપોરે ચા પીધા બાદ પૈસા નહી આપતાં ચા વાળાએ પૈસા માંગતાં તેમને સારૂ નહી લાગતા ગાળો દેવા લાગતાં અને ઢીકાપાટુનો માર મારી, છૂટા પથ્‍થરનો ઘા મારી દાદુભાઈને માથામાં ઈજા કર્યાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાઈ છે.

અરેરાટી : વડીયાનાં દેવગામમાં કૂવામાં ડૂબી જવાથી યુવકનું મોત

અમરેલી, તા.6
વડીયા તાલુકાના દેવગામે રહેતા દિનેશભાઈ ભીમાભાઈ ચાવડા નામના 3ર વર્ષીય યુવક ગઈકાલે સાંજે ગામ પંચાયતના ખુલ્‍લા કૂવા પાસે ગાય ચરતી હોય તેને હાકવા જતા કૂવા પાસે પહોંચતા કૂવા પાસેની ભેખડ પડી જતાં અકસ્‍માતે તેઓ પણ કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયાનું વડીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીમાં આગામી દિવસોમાં રાહુલ ગાંધીનું આગમન ?

જિલ્‍લાનાં કોંગી આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપશે ?
અમરેલીમાં આગામી દિવસોમાં રાહુલ ગાંધીનું આગમન ?
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ
અમરેલી, તા. 6
લોકસભાની ચૂંટણીને આમ તો હજુ 10 મહિનાનો સમય બાકી છે. પરંતુ ભાજપ-કોંગ્રેસનાં દિગ્‍ગજો જે પ્રમાણે સક્રીય થયા છે તે જોતા લોકસભાની ચૂંટણી ડીસેમ્‍બર/ જાન્‍યુઆરીમાં યોજાઈ શકે તેવું લાગી રહૃાું છે.
ભાજપનાં સર્વે સર્વા ગણાતાં અમિત શાહ ત્‍યારબાદ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીજુલાઈમાં ગુજરાતનાં પ્રવાસે આવી રહૃાા છે. કોંગ્રેસ પક્ષનાં અઘ્‍યક્ષ રાહુલા ગાંધી પણ 16-17 જુલાઈનાં રોજ ગુજરાતનાં પ્રવાસે આવી રહૃાા હોય તેઓ સંભવત અમરેલી શહેરની પણ મુલાકાત લઈ શકે છે તેવું જાણવા         મળેલ છે.
તેઓ જિલ્‍લાનાં તમામ કોંગીજનો સાથે સંવાદ કરે તો નવાઈ પામવા જેવું નહી રહે. જો કે સત્તાવાર કાર્યક્રમ આગામી કલાકોમાં જાહેર થાય તેવું લાગી રહૃાું છે.

રોમિયોરાજ : અમરેલીનાં એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીનીની છેડતી કરીને હુમલો કરાતા ભારે ચકચાર મચી

શહેરમાં રોમિયોગીરી સામે કડક પગલા જરૂરી બન્‍યા
રોમિયોરાજ : અમરેલીનાં એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીનીની છેડતી કરીને હુમલો કરાતા ભારે ચકચાર મચી
પોલીસે રોમિયોગીરી કરનારની શાન ઠેકાણે લાવવી જરૂરી
અમરેલી, તા. 6
અમરેલી એસ.ટી. ડેપોમાં કેટલાંક અસામાજિક તત્‍વો સવાર,બપોર અને સાંજે પોતાના અડ્ડાઓ જમાવીને બેસી રહે છે. જેમકે તેઓ આ એસ.ટી. ડેપોનાં માલીક હોય તેમ મોટર સાયકલ ઉપર બેસી ભણવા આવતી કેટલીક વિદ્યાર્થીનીઓ સામે ર્ેિઅર્થી ભાષામાં ઠઠ્ઠા મશ્‍કરી પણ કરવામાં આવે છે. ત્‍યારે દરરોજ મુઠ્ઠીભર લુખ્‍ખાનાં ત્રાસને હળવો કરવો જરૂરી બન્‍યો છે.
ત્‍યારે ગાવડકા ગામે રહેતી હીનાબેન હાદાભાઈ હેલૈયા નામની યુવતિ પોતાની ફરજ ઉપર જવા માટે અમરેલી એસ.ટી.ડેપોમાં આવેલ ત્‍યારે સાવરકુંડલા તાલુકાનાં નાની વડાલ ગામનાં વિજય સુરેશભાઈ પરમાર નામનાં શખ્‍સે અવારનવાર પરેશાન કરતો હોય, તેણીને ગાળો આપી લાફો મારી બાવડું પકડી લીધાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

શેત્રુંજી નદીમાંથી રેતી ચોરવામાં પોલીસને હંફાવતા ખનીજ માફીયાઓ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની ધાક હોવા છતાં પણ રેતી ચોરી કરે છે
શેત્રુંજી નદીમાંથી રેતી ચોરવામાં પોલીસને હંફાવતા ખનીજ માફીયાઓ
રૂપિયા 10 લાખ ઉપરાંતનો મુદ્‌ામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો
અમરેલી, તા. 6
અમરેલી પંથકમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ હોવાથી રેતી ચોરી કરતાં 4 શખ્‍સોની 3 ટ્રેકટર સાથે સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપે અટકાયત કરી છે. શેત્રુંજી નદીમાં એશિયાટીક ગૌરવ ગણાતાં સિંહોનો વસવાટ હોવાથી જાહેર હિતની અરજીને લઈને હાઈકોર્ટે રેતી ઉપાડવા સામે મનાઈ હુકમ આપેલ હોવા છતાં પણ રોકડીયાપરાનાં મનોજભાઈ ડાંગર, ફતેપુરનાં ગુણો રાણાવાડીયા, રાજુ ઉર્ફે ભગત રાઠોડ અને બાવકુ જાદવ નામનાં 4 શખ્‍સોની 3 ટ્રેકટર સાથે અટકાયત કરીને રેતી, 3 ટ્રેકટર મળી કુલ રૂપિયા 10 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે. અને નાશી છુટેલ મગનભાઈ વાળાની શોધખોળ તાલુકા પોલીસે શરૂ કરેલ છે.

અમરેલીનાં મહિલા વિકાસ ગૃહની બાળાઓને છત્રી દાન

અમરેલીનું મહિલા વિકાસ ગૃહ પ્રશંસનીય સેવા પ્રવૃતિ કરી રહેલ છે. સંસ્‍થાની બાળાઓને પરિવારનો પ્રેમ પુરી પાડતી આ સંસ્‍થા અનેકવિધ સેવા પ્રવૃતિની કામગીરી કરી રહેલ છે. સંસ્‍થાની સેવા પ્રવૃતિથી પ્રભાવિત ગ્‍લોરી કંપની તરફથી હિતેશભઈ પરમારએ સંસ્‍થાની બાળાઓને ચોમાસામાં શાળાએ જવામાં અગવડતા ન રહે તે માટે છત્રી વિતરણ કાર્યક્રમ યોજાયેલ આ તકે આગેવાનો અશ્‍વિનભાઈ સાવલીયા, ચંદુભાઈ સંઘાણી, કૌશીકભાઈ વેકરીયા, બાલાભાઈ વઘાસીયા, સંજયભાઈ (ચંદુ) રામાણી, જીજ્ઞેશભાઈ (ડેની) રામાણી સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા તેમ સંસ્‍થાકીય યાદીમાં જણાવાયેલ છે.

અમરેલીનાં સિનિયર સિટીઝન પાર્કમાં પાલિકા દ્વારા તોડફોડ શરૂ

આયોજન વગર પાર્ક બનાવાતા મુશ્‍કેલી
અમરેલીનાં સિનિયર સિટીઝન પાર્કમાં પાલિકા દ્વારા તોડફોડ શરૂ
વરસાદી પાણી ભરાતા પુનઃ કામ શરૂ કર્યું
અમરેલી, તા.6
અમરેલી નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે તાજેતરમાં જ બનાવેલા સિનિયર સિટીઝન પાર્કમાં વરસાદી પાણીના નિકાલના અભાવે લાખોના ખર્ચે બનાવવામાં આવેલ સીસી પાર્કનું તોડફોડ કરી પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહેલ છે.
પ્રાપ્‍ત વિગતો મુજબ અમરેલી નગર પાલિકામાં સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાંટનો સુવ્‍યવસ્‍થિત આયોજન બઘ્‍ધ ઉપયોગ કરવાના બદલે ગમે તેવું કામ કરી ગ્રાંટનો નિકાલ કરવાની વૃતિ આજે શહેરના સિનિયર સિટીઝન પાર્કમાં સામે આવેલ છે. સિનિયર સિટીઝન પાર્કથી મુખ્‍ય રોડ નીચે હોવાથી અહીંયા વરસાદી પાણીનું તળાવ ભરાતું હોવા છતાં પણ પાલિકાના અધિકારી દ્વારા ફકત કામ પુરૂ કરવાના આશયે વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં ન આવતા રાહદારીઓ તેમજ સાંજના અહીંયા આવતા શહેરીજનો પારાવાર મુશ્‍કેલીમાં સપડાતા હોવાનું ચીફ ઓફિસર જે.યુ. વસાવાના ઘ્‍યાને આવતા પાણીના નિકાલ માટે સીસીથી મઢેલ પાર્કને તોડવા સિવાય કોઈ વિકલ્‍પ ન હોવાના કારણે પાલિકા દ્વારાબે દિવસથી પાર્કને તોડવાની કાર્યવાહી હાથ ધરાતા શહેરીજનોમાં પાલિકાના અધિકારીઓની આયોજન વગરની નીતિ સામે પૈસાના વેડફાટ અને ભસાંધા તેટલા વાંધાભ સામે ભારે રોષની લાગણી છવાયેલ છે.

અમરેલી-બાબરા માર્ગ ભારે વરસાદમાં થશે બંધ

માર્ગમાં ર પુલ બનતાં હોય જેની ગતિ ગોકળગાય જેવી હોવાથી
અમરેલી-બાબરા માર્ગ ભારે વરસાદમાં થશે બંધ
ભારે વરસાદ આવશે તો ડાયવર્ઝન માર્ગ બંધ થવાની શકયતાઓ જોવા મળે છે
બાબરા, તા. 6
બાબરા-અમરેલી હાઈવે પર ભીલડી-ભીલા વચ્‍ચે ઘણા મહિનાઓથી નવો પુલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્‍યું છે તો હજુ પણ આ પુલનું કામ ઘણું બાકી હોય તેવું પણ તસ્‍વીરમાં દેખાય રહૃાું છે. તો અહીં દરરોજ પસાર થતાં વાહનચાલકો પણ કહી રહૃાા છે કે, જો એક વરસાદ સારો આવશે અને નદીમાં પુરનું પાણી આવશે તો બાબરા-અમરેલી હાઈવે થશે બંધ અને ના છુટકે જવું પડશે વાયા લાઠી થઈને અમરેલી. તો ભીલા ગામનાં રહિશો પણ ત્‍યાંથી ખાલી પાંચ-છ કી.મી. દુર પડતું ચિતલ ગામે હટાણું કરવા માટે આવન-જાવન કરતા હોય છે તો તેને જયારે નદીમાં પુરનું પાણી આવે તો તેને કયો રસ્‍તો લેવો તેવું પણ કહી રહૃાાં છે. તો તેનાથી થોડા દુર કિ.મી. ચિતલ અને ટીંબા ગામ વચ્‍ચે પણ આવી જ રીતે નવો પુલ બનાવવાનું કામ શરૂ હોય ત્‍યાં પણ વિશાળ નદી નીકળતી હોય ત્‍યાં પણ થોડું ઘણું પુરનું પાણી વાહન પસાર કરવામાં નડેતેવું લોકો કહી રહૃાા છે. ભીલા-ભીલડી વચ્‍ચે જે પુલ બનાવવાનું કામ શરૂ છે તેનું ડાઈવર્ઝન પણ લોટ, પાણી ને લાકડા જેવું બનાવ્‍યું છે. મોટી કપચીમાં ડામર નાંખી રોડવી દેવામાં આવ્‍યું છે. તો આ ડાઈવર્ઝન પણ પાકુ બને તેવું અહીથી પસાર થતાં વાહનચાલકો ઈચ્‍છી રહૃાા છે.

અમરેલીની પટેલ સંકુલમાં એન.એસ.એસ. પ્રવૃત્તિનો પ્રારંભ

શ્રી અમરેલી જીલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત પટેલ સંકુલમાં શૈક્ષણિક વર્ષ ર018/19નાં શ્રીમતિ ડી.એચ. કાબરીયા આર્ટસ મહિલા કોલેજ તેમજ શ્રી બી.એન. વિરાણી ઉચ્‍ચતર માઘ્‍યમિક કન્‍યા શાળામાં ચાલતી એન.એસ.એસ. પ્રવૃતિનો પ્રારંભ કરેલ. જેમાં સ્‍કૂલ-કોલેજની કુલ ર00 વોલીયન્‍ટર્સ ઘ્‍વારા અમરેલી કૈલાસ મુકિતધામ ખાતે સ્‍વચ્‍છતા કાર્યક્રમ યોજી કૈલાસ મુકિતધામ કેમ્‍પસને સંપૂર્ણ સ્‍વચ્‍છ કરેલ અને આ રીતે ખુબ સારી એવી મહેનત કરી સ્‍વચ્‍છતા પ્રત્‍યે લોકજાગૃતિ વધે અને પ્રવૃતિને વેગ મળે તેવા તમામ પ્રયત્‍નો સંકુલની દિકરીઓ ઘ્‍વારા કરવામાં આવેલ. પ્રવૃતિ વખતે સંસ્‍થાના ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા તેમજ મગનભાઈ વસોયાએ મુલાકાત લઈ તમામ સ્‍ટુડન્‍ટસને પ્રોત્‍સાહિત કરેલ. સંસ્‍થાના પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખપરશોતભાઈ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા તેમજ તમામ ટ્રસ્‍ટી મંડળે એન.એસ.એસ. પ્રવૃતિમાં જોડાયેલ તમામ વિદ્યાર્થીનીઓને ખૂબ જ બિરદાવેલ.

અમરેલી જિલ્‍લા ભાજપ ટીમે આરોગ્‍ય મંત્રીને રજૂઆત કરી

માં અમૃતમ્‌ યોજનાનાં કાર્ડ અંગે
અમરેલી જિલ્‍લા ભાજપ ટીમે આરોગ્‍ય મંત્રીને રજૂઆત કરી
ઝડપથી કાર્ડ મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા માંગ
અમરેલી, તા.6
અમરેલી જિલ્‍લાનાં આરોગ્‍યને લગતા પ્રશ્‍નો બાબત અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાની આગેવાનીમાં જિલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા દ્રારા રજુઆત કરવામાં આવેલ.
આ રજુઆતમાં અમરેલીમાં છેલ્‍લા 7 (સાત) દીવસથી સરકારની અતી મહત્‍વની પ્રજાલક્ષી યોજનામાં અમૃતમ યોજના જે કોન્‍ટ્રાકટ બેઈઝથી ચાલે છે જે બંધ થવાથી જિલ્‍લાનાં લોકોને ખૂબ જ મુશ્‍કેલી હોય તે તાત્‍કાલીક સેન્‍ટર શરૂ થાય તે અંગે ગાંધીનગર રાજય આરોગ્‍ય મંત્રી કુમારભાઈ કાનાણીને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવેલ મંત્રી દ્રારા તાત્‍કાલીક જિલ્‍લામાં આ યોજનાનાં કાર્ડ સરળતાથી મળી રહે છે. અને શરૂ કરવા માટે જરૂરી સુચના આપવામાં આવેલ અને તાત્‍કાલીક શરૂ કરવાની ખાત્રી આપવામાં આવેલ તેમ જિલ્‍લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે.

આંદોલનકારીઓએ ભૂમાફીયાઓનાં દબાણનાં સ્‍થળની મુલાકાત કરી

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠાવિસ્‍તારનાં પીપાવાવ ધામનાં સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 73 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. જયારે રાજુલા મામલતદાર તથા પ્રાંત અધિકારી ર્ેારા ભૂમાફિયાઓના દબાણ દૂર કરી દીધાના દાવાઓ કરવામાં આવ્‍યા છે. પરંતુ વાસ્‍તવિક પરિસ્‍થિતિ કાંઈ અલગ જ છે. ઝીંગા ફાર્મનાં તળાવોમાં ફકત એક જગ્‍યાએ નાનું એવું ગાબડું પડયું છે જયારે પ એવા તળાવો છે કે ત્‍યા તંત્ર ર્ેારા કાંઈ જ કામગીરી કરવામાં આવી નથી અને આ તળાવોમાં હજુ પણ બેરોકટોક બિનકાયદેસર ઝીંગા ઉછેર કેન્‍દ્રો ચાલે છે. તંત્ર ર્ેારા એમ કહેવામાં આવે છે કે દબાણો બધા દૂર કરી અમે કબજો લઈ લીધો છે તો જે ઝીંગા ફાર્મ ચાલી રહૃાા છે તે શું તંત્ર ર્ેારા ચલાવવામાં આવી રહૃાા છે આવા પ્રશ્‍નો આંદોલનકારીઓ ર્ેારા કરવામાં આવ્‍યા હતા. આંદોલનકારી અશોકભાઈ ભાલિયા, ભાણાભાઈ ગુજરીયા, મુકેશભાઈ કામ્‍બડ, ચકુરભાઈ ગુજરીયા, ભાવેશભાઈ ગુજરીયા, રમેશભાઈ ગુજરીયા સહિતનાં લોકોએ આ બિનકાયદેસર ઝીંગા ઉછેર કેન્‍દ્રોની સ્‍થળ તપાસ કરી ત્‍યારે તંત્રની મીલીભગત સામે આવી રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓના ઝીંગા ફાર્મ હજુ ચાલી રહૃાા છે. જયારે નાના માણસોના ઝીંગા ફાર્મ તંત્ર ર્ેારા સપાટો બોલાવી દીધો. આ તે કેવો ન્‍યાય એવા પ્રશ્‍નો ઉપસ્‍થિત થઈ રહૃાા છે. હવે તંત્રનાઅધિકારીઓ કયારે જાગશે અને માનવતાની દૃષ્‍ટિએ આંદોલનકારીઓને કયારે ન્‍યાય આપશે આવી લોકચર્ચા ઉઠી છે. જયારે આંદોલન દરમિયાન એક 7પ વર્ષનાં સોનાબેન નારણભાઈ બારૈયાની તબિયત લથડતા સારવાર અર્થે એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. આ આંદોલનકારીઓમાં મોટા ભાગનાં પરિવારોની આર્થિક પરિસ્‍થિતિ અત્‍યંત નબળી હોય રાત્રે પોતાના ઘરે ચુલો પણ કેમ જગે છે ? એ તો આ પરિવારનાં સભ્‍યો અને આંદોલનકારીઓ જ જાણે કારણ કે પોતાના બાળકોનાં ભવિષ્‍ય માટે અને સ્‍થાનિક સ્‍તરે રોજગારી માટે આ ગ્રામજનો આંદોલન કરી રહૃાા છે. ત્‍યારે સોશ્‍યલ મીડિયામાં આ આંદોલનમાં બેઠા પરિવારોને આર્થિક તથા ચીજ વસ્‍તુઓ આપી મદદ કરવાની અવાજ ઉઠી છે. ત્‍યારે કોઈ વ્‍યકિત પોતાની શકિત પ્રમાણે આ આંદોલન કરી રહેલા ગરીબ પરિવારોને મદદ કરી શકે છે. તેના માટે અશોકભાઈ ભાલિયા 98રપ14ર918, અજય શિયાળ 76ર10પ48ર4 નો સંપર્ક કરી શકે છે. અથવા તો કોઈ પણ વ્‍યકિત રાજુલા પ્રાંત કચેરીએ 10 થી 6 ના સમયે રૂબરૂ પણ આવી શકે છે.

07-07-2018