Main Menu

Friday, July 6th, 2018

 

અમરેલીના લાયબ્રેરી માર્ગ પર કુખ્‍યાત શખ્‍સે રઘુવંશી વેપારી ઉપર જીવલેણ હુમલો કરતાંદોડધામ

વેપારીને ઈજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયા
અમરેલી, તા. 6
અમરેલીનાં કાશ્‍મીરા ચોક નજીક આવેલ જૈન મહાજન વાડી સામે ભર બજારમાં દુકાન ધરાવતાં એક રઘુંવંશી વેપારીને ગઈકાલે સાંજના સમયે અગાઉનાં મનદુઃખનાં કારણે નામચીન શખ્‍સે છરી જેવા હથીયાર વડે આડુધડ મારી મારી હુમલો કરી ઈજાગ્રસ્‍ત કરી દેતાં ઘવાયેલ વેપારીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતાં શહેરનાં વેપારી અગ્રણીઓ પણ દવાખાને ધસી ગયા હતા. આ બનાવ અંગે સીટી પી.આઈ. દેસાઈ તથા સ્‍ટાફ ફરિયાદલેવા દવાખાને દોડી ગયા હતા.જયારં વેપારીએ પોતાના ઉપર થયેલ હુમલાની ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલીમાં ભર બજારમાં જૈન મહાજન વાડી સામે આવેલ જલારામ નોવેલ્‍ટી નામની દુકાન ધરાવતાં હર્ષદભાઈ શાંતિલાલ કારીયા નામનાં 6ર વર્ષિય વેપારી ગઈકાલે સાંજના સમયે પોતાની દુકાને હતા ત્‍યારે અમરેલીનાં નામચીન શખ્‍સ ભરત હુદડ નામનાં શખ્‍સે અગાઉનાં મનદુઃખમાં થયેલ ખર્ચની રકમ માંગતા આ વેપારીએ પૈસા આપવાની ના પાડતાં આ નામચીન શખ્‍સે પોતાની પાસે રહેલ ધારદાર છરી જેવા હથીયારથી આડે ઘા કરી જીવલેણ હુમલો કરી દેતાં આ વેપારી ગંભીર રીતે ઘાયલ થતાં નિચે પડી ગયા હતા.
આ અંગે શહેરનાંવેપારીઅગ્રણીઓને જાણ થતાં તેમને અત્રેના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતા. અને વેપારી આલમમાં આ બનાવને લઈ ઘેરા પ્રત્‍યાઘાત પડતા સીટી પોલીસે વેપારીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીનાં હીરા બજારમાં આવેલ આંગડીયાપેઢીમાંથી રૂા. 11.રપ લાખનાં મુદ્યામાલની ચોરી

આંગડીયા પેઢીમાંથી સંમતિ વગર કર્મચારી લઈ જતાં ફરિયાદ
અમરેલી, તા.
અમરેલી ખાતે આવેલ પટેલ મહેન્‍દ્ર અરવિંદભાઈની કાું.માં નોકરી કરતા અને પાટણ જિલ્‍લાનાં રાંદેર ગામે રહેતા રમેશ મોહનભાઈ પટેલ ગત તા.4ના રોજ સવારે 8 થી 9:30ના સમયગાળા દરમિયાન અમરેલી ખાતે આવેલ આંગડીયા       પેઢીમાં પડેલા રોકડા રૂા.11,0પ,000 તથા ઓફિસની આગળ પાર્ક કરેલ મોટર સાયકલ નંબર જી.જે.14 એસ. 0970 કિંમત રૂા. ર0 હજાર મળી કુલ રૂા. 11,રપ,000 અમરેલી પેઢીના કર્મચારી લાભશંકરભાઈ ત્રિવેદી અને પેઢીના શેઠની સંમતિ વગર અપ્રમાણિકપણે ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાભશંકરભાઈ ત્રિવેદીએ અમરેલી સીટી પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આગામી દિવસોમાં દવાઓનાં ભાવમાં તોતીંગ વધારો થશે : ધારાસભ્‍ય વિરજી ઠુંમર

ચીનમાં એકપછી એક લાખો ફાર્માસ્‍યુટીકલ ફેકટરીઓ બંધ થતાં
આગામી દિવસોમાં દવાઓનાં ભાવમાં તોતીંગ વધારો થશે : ધારાસભ્‍ય વિરજી ઠુંમર
ગરીબ અને મઘ્‍યવર્ગીય પરિવારોનાં દર્દીઓ માટે મુશ્‍કેલીનાં દિવસો આવી રહૃાાનાં સંકેત
અમરેલી, તા. 6
ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્‍યું હતુ કે, પર્યાવરણ સંબંધી સમસ્‍યાઓના કારણે ચીનમાં એક પછી એક લાખો ફાર્માસ્‍યુટીકલફેકટરીઓ બંધ થઈ ચુકી છે તેની ગંભીર અસર આગામી દિવસોમાં ભારતીય ફાર્માસ્‍યુટીકલ ઉદ્યોગ ઉપર પડયા વગર રહેશે નહીં અને તેથી દેશમાં હાલ રોજગારીની જે ગંભીર સમસ્‍યા પ્રવર્તી રહેલ છે તે વધુ ગંભીર બનશે તેમાં શંકાને કોઇ સ્‍થાન નથી.
વધુમાં જણાવ્‍યું છે કે, વર્ષ ર014માં લોકસભાની ચૂંટણી દરમિયાન દેશના કરોડો યુવાનોને રોજગારીના સોનેરી સપનાઓ દેખાડનાર મોદીજી દેશમાં નવી રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં તદ્ર નિષ્‍ફળ નિવડયા છે. એટલુ જ નહીં મોદીજીએ તેના ચાર વર્ષના શાસનમાં આર્થિક સુધારાઓના નામે નોટબંધીનું મુર્ખામીભર્યું પગલું ભર્યુ અને ત્‍યારબાદ જીએસટીનું ઉતાવળીયું પગલું ભરીને દેશના મેન્‍યુફેકચરીંગ ક્ષેત્રને જે મરણતોલ ફટકા માર્યા છે તેના કારણે દેશની નાના અને મઘ્‍યમ કદની સંખ્‍યાબંધ ફેકટરીઓ બંધ પડતાં દેશના લાખો યુવાનોના હાથમાંથી રોજગારી છીનવી લેવાનું મોદીજીએ જે મહાપાપ કર્યું છે તેને આ દેશના યુવાનો કયારેય નહીં ભુલે.
વધુમાં જણાવ્‍યું છે કે, ફાર્માસ્‍યુટીકલ સેકટરના જાણકાર લોકોના જણાવ્‍યા મુજબ ચીનમાં ફાર્માસ્‍યુટીકલ ફેકટરીઓ બંધ થવાથી ભારતમાં દવાઓની આપુર્તિ ઉપર તેની ઘણી મોટી અસર પડશે અને તેના કારણે દવાઓની કિંમતોમાં વધારો થઈ શકે છે. જે ગરીબ અને મભ્‍યમવર્ગના દર્દીઓની અનેતેમના પરિવારની કમ્‍મર તોડી નાંખશે.
વધુમાં એમ પણ જણાવ્‍યું કે, ભારતીય ફાર્માસ્‍યુટીકલ કંપનીઓ દવાઓ બનાવવા માટે 8પ ટકા એકિટવ ફાર્માસ્‍યુટીકલ ઇન્‍ગ્રેડિયન્‍ટસની આયાત ચીનમાંથી કરે છે. તે જોતાં આગામી દિવસોમાં ચીન ઉપર નિર્ભર ભારતીય ફાર્માસ્‍યુટીકલ કંપનીઓએ ઘણાં જ વિપરીત સંજોગોનો સામનો કરવો પડે એવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય તે પહેલા મોદી સરકારે ભારતીય ફાર્માસ્‍યુટીકલ ઉદ્યોગનું રક્ષણ કરવા આવશ્‍યક તમામ પગલાંઓ ભરવાની જરૂર છે. પરંતુ મને લાગે છે કે વિકટ સમય પસાર કરવામાં માનતી મોદી સરકારને પોતાની સત્તા ટકાવી રાખવામાં જેટલો રસ છે તેટલો રસ દેશના હિતોનું રક્ષણ કરવામાં કે દેશના ફાર્માસ્‍યુટીકલ ઉદ્યોગને રક્ષણ પુરૂ પાડવામાં રસ હોય તેમ જણાતું નથી.
વધુમાં જણાવ્‍યું છે કે, છેલ્‍લા એક વર્ષમાં એન્‍ટી ડાયાબીટીક, કાર્ડોવસ્‍કુલર, સેન્‍ટ્રલ નર્વસ સિસ્‍ટમ, વિટામીન્‍સ અને એન્‍ટીબાયોટીકસ સહિત મોટાભાગની દવાઓ બનાવવામાં વપરાતો કાચો માલ મોંઘો થઈ ગયો છે અને સૌથી વધારે ભાવ વધારો કેન્‍સર સંબંધી દવાઓમાં થયો છે. કેન્‍સરની દવાઓ માટે મહત્‍વની એપીઆઈ, પ – ફલુરોસાઇટોસિન અને એચએમડીએસમાં ક્રમશઃ 60 અને 484 ટકા જેટલો તોતિંગ વધારો થઈ ચુકયો છે અને હજુ કેટલો વધારો થશે તે કોઇ કહી શકે તેમ નથી.
અંતમાંજણાવ્‍યું છે કે, દિવસેને દિવસે દેશનું અર્થતંત્ર જે રીતે ખરાબ થતું જાય છે તે જોતાં દેશની પ્રજાને જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓનો ભાવ વધારો હોય કે જીવન રક્ષક દવાઓનો ભાવ વધારો હોય તે સહન કર્યે જ છુટકો છે.

આલે લે : જાફરાબાદના ગામડાદીઠ એટીવીટી યોજનામાં માત્ર રૂપિયા પ0 હજારની ફાળવણી

અમરેલી, તા. 6
આજે સમગ્ર ગુજરાતમાં વિકાસના ગાણા ગવાઈ રહયા છે. તેવા જ સમયે અમરેલી જિલ્‍લાના દરિયાકાંઠે આવેલ જાફરાબાદના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગામદીઠ માત્ર રૂપિયા પ0 હજાર જેવી મામૂલી રકમ એટીવીટી યોજના તળેફાળવવામાં આવતા ગ્રામ્‍ય વિસ્‍તારની જનતામાં નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે.
આ અંગે બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરૂએ કલેકટરને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, જાફરાબાદ તાલુકાના તા.3/7ના રોજ એ.ટી.વી.ટી.ની ગ્રાંટ ફાળવવામાં મિટીંગ મળી. જેમાં જાફરાબાદ તાલુકાના ગામડાને અન્‍યાય થયેલ તેવી સરપંચની રજૂઆત અમારા ઘ્‍યાને આવેલ છે.
તો અમુક ગામના માત્ર રૂા. પ0 હજાર જેવી નજીવી રકમ ફાળવી ગામડાની મજાક ઉડાવવામાં આવેલ છે. અને આ મિટીંગમાં પ્રાંત કલેકટરની ગેરહાજરી મળી છે. તો તાકીદે સુચના આપી ગામડાને અન્‍યાય ન થાય તેવી રીતે ગ્રાંટ ફાળવવાની વ્‍યવસ્‍થા કરવા અંતમાં માંગ કરેલ છે.

મોણપુર ગામની તરૂણીનાં ફોટા પાડી બળજબરીથી દુષ્‍કર્મ કર્યાની ફરિયાદ

અમરેલી, તા.
અમરેલી તાલુકાનાં મોણપુર ગામે રહેતી એક તરૂણીનાં ફોટા મોબાઈલમાં પાડી લઈ, બીજાને બતાવી દેવાની ધમકી આપી ગત તા.1 નાં રોજ બાબરાનાં વલારડી ગામે રહેતાં અજય પ્રેમજીભાઈ પરમારે બળજબરીપૂર્વક તરૂણી સાથે શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ ગુજાર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે. વધુ તપાસ ઈન્‍ચાર્જ સી.પી.આઈ. એન.જી. ગોસાઈએ હાથ ધરી છે.

રાજુલામાં સામાન્‍ય બાબતને લઈને મારામારીની ઘટના બની

અમરેલી, તા.
રાજુલા તાલુકાના કડલીયાળા ગામે રહેતા નાગજીભાઈ ગાંગાભાઈ બારૈયાના મિત્રની વિરૂઘ્‍ધમાં અગાઉ રાજુલા ગામે રહેતા મુકેશભાઈ શામજીભાઈ સિઘ્‍ધપુરાએ ફરિયાદ નોંધાવેલ હોય, ગઈકાલે બપોરે તે પોતાના મિત્ર લાલાભાઈને રાજુલા કોર્ટમાં મળવા જતા સામાવાળા મુકેશભાઈ તથા પાર્થ મુકેશભાઈને સારૂ નહીં લાગતા તેમણે નાગજીભાઈને ગાળો આપી,                  ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ અંગે અપમાનીત કરી, જાનથી મારી નાખવાની ધમકીઆપ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.

કડીયાળી ગામે પતિને પ્રશ્‍ન કરતાં પત્‍નિને હોકી વડે માર માર્યો

અમરેલી, તા.
રાજુલા તાલુકાનાં કડીયાળી ગામે રહેતાં મનિષાબેન અશોકભાઈ બારૈયા નામની 3ર વર્ષિય પરિણીતાએ ગત તા.ર નાં રાત્રે તેણીનાં પતિ દારૂ પી ઘરે આવતાં તેણીએ પુછેલ કે કેમ મોડું થયું, જેથી તેણીનાં પતિ અશોક રવજીભાઈ બારૈયાએ ઉશ્‍કેરાઈ જઈ લાકડીની હોકી વડે માર મારી ઈજા કરી અવાજ સાંભળી તેણીનાં સાસરીયા વાળાઓએ પણ ઢીકાપાટુનો માર મારતાં 4 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલી જિલ્‍લા પંચાયતની ખેતી નિયામકની કચેરીમાંથી 4 પંખાની ચોરી

કચેરીની ચાવીથી તાળુ ખોલી કામ પાર પાડયું
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લા પંચાયતની મદદનીશ ખેતી નિયામક કચેરીની ઓફીસમાં આવેલ કોન્‍ફરન્‍સ રૂમમાં લગાવેલા સીલીંગ ફેન નંગ-4 કિંમત રૂા.ર800ની કિંમતનાં કોઈ અજાણ્‍યા ઈસમ ગત તા.પ/પ થી તા.7/પ દરમિયાન કીબોર્ડમાં રાખવામાં આવેલ ચાવી લઈ તાળું ખોલી પંખા કાઢી લઈ ગયાની ફરિયાદ પરેશભાઈ નારોલાએ અમરેલી સીટી પોલીસમાં નોંધાવતાં પી.એસ.આઈ. એન. જી. ગોસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્‍લામાં ‘‘બાંકડા”કૌભાંડે બોકાસો બોલાવ્‍યો

‘‘અમરેલી એકસપ્રેસ”નાં અહેવાલથી જનતા જનાર્દન ખુશ
અમરેલી જિલ્‍લામાં ‘‘બાંકડા”કૌભાંડે બોકાસો બોલાવ્‍યો
સોશ્‍યલ મીડિયામાં લાખો મોબાઈલ ધારકોએ સ્‍પષ્‍ટ અહેવાલને સમર્થન જાહેર કર્યુ
અમરેલી, તા. પ
અમરેલી જિલ્‍લાનાં અધિકારીએ અને પદાધિકારીએ મિલી ભગત રચીને કરેલ “બાંકડા” કૌભાંડ અંગેનો અહેવાલ ભભઅમરેલી એકસપ્રેસભભમાં પ્રસિઘ્‍ધ થતાં જ જે કોઈએ ભભબાંકડાભભ કૌભાંડ કરેલ છે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને આ અહેવાલને સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી વ્‍યાપક પ્રમાણમાં વાયરલ કરવામાં આવતાં તેના ઘેરા પ્રત્‍યાઘાતો સમગ્ર રાજયમાં પડયા છે.
અમરેલી જિલ્‍લામાં ધારાસભ્‍યોને દર વર્ષે મળતી રૂપિયા 1 કરોડ અને સાંસદને મળતી રૂપિયા પાંચ કરોડની ગ્રાન્‍ટમાંથી પાંચ વર્ષમાં અંદાજિત રૂપિયા 10 કરોડની ગ્રાન્‍ટ જયાં ત્‍યાં ભભબાંકડાભભ લગાવવામાં વાપરી નાખવામાં આવી છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે બાંકડો એક જ પ્રકારનો અને વહીવટીતંત્રનાં ભ્રષ્‍ટ  બાબુઓ રૂપિયા 17પ0થી લઈને રૂપિયા ર0 હજાર સુધીની રકમ ભભબાંકડાભભ પાછળ ખર્ચી હોય તેને લઈને નેતાઓ અને અધિકારીઓ શંકાનાં દાયરામાં આવી ચૂકયા છે.
જિલ્‍લામાં શિક્ષણ, આરોગ્‍ય, પાણી જેવી મહત્‍વની સુવિધા પાછળ ધારાસભ્‍ય કે સાંસદને ગ્રાન્‍ટ ફાળવાનું યાદ આવ્‍યું નહી અને અત્‍યંત બિનજરૂરી બાંકડા પાછળ લાખો રૂપિયા શા માટે ફાળવી દીધા તેવો વેધક પ્રશ્‍ન જિલ્‍લાનીજનતામાં ઉભો             થયો છે.
છેલ્‍લા પાંચ વર્ષથી ચાલતાં આ કૌભાંડનો સૌપ્રથમ પર્દાફાશ ભભઅમરેલી એકસપ્રેસભભ ર્ેારા કરવામાં આવતાં જિલ્‍લાની જનતાએ પણ આ કૌભાંડનાં અહેવાલને વાયરલ કરવામાં મહત્‍વની ભૂમિકા સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી ભજવીને મહત્‍વનું કાર્ય    કર્યુ છે.

અમરેલી રોટરી કલબને જુદી-જુદી 8 કેટેગરીમાં એવોર્ડ એનાયત

અમરેલી, તા.પ
ભાવનગર મુકામે ડિસ્‍ટ્રીક 3060નું એવોર્ડ ફંકશન રાખવામાં આવ્‍યું હતું. તેમાં ડિસ્‍ટ્રીક 3060ની બધી જ કલબનું આખા વર્ષના પ્રોજેકટનું નિરીક્ષણ કર્યા બાદ તે કલબને ગવર્નર રુચિરભાઈ ર્ેારા એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા. જે એવોર્ડ સેરેમનીમાં રોટરી કલબ ઓફ અમરેલી સિટીને જુદી જુદી 8 કેટેગરીમાં 8 એવોર્ડ મેળવ્‍યા હતા. જેમાં ર પ્‍લેટિનમ, ર ગોલ્‍ડ, 3 સિલ્‍વર અને 1 બ્રોન્‍ઝ મેડલનો સમાવેશ થાય છે. બ્રેઈન નિન્‍ઝા અને પોલિયો બૂથના પ્રોજેકટની નોંધ ઈન્‍ટરનેશનલ રોટરી સુધી લેવાયેલ હતી. જે કલબ માટે ખૂબ ગર્વની વાત કહેવાય. આ બંને પ્રોજેકટના ચેરમેનોનો પણ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો હતો. કલબ વતી પ્રેસિડેન્‍ટ પીયુષભાઈ અજમેરા (બંટીભાઈ) તથા સેક્રેટરી ત્રિલોકભાઈ ભટ્ટ (રઘુભાઈ) અને રોટરી કલબનાં મેમ્‍બર્સ કમલેશભાઈ જોશી, પ્રકાશભાઈ સોની, મનીષભાઈ વાકોતેર, મેહુલભાઈ દેસાઈ, આશીષભાઈ ગોહિલ અને ચંદ્રેશભાઈ જીંજુવાડીયાએ એવોર્ડ સ્‍વીકાર્યા હતા. રોટરી સિટીનાં પ્રમુખ અને સેક્રેટરીએ તમામ કલબનાં સભ્‍યોનો આભાર સાથે હર્ષ વ્‍યકત કર્યો હતો.

જેસર તાલુકા વિકાસ અધિકારી ગોસાઈ વયમર્યાદાથી નિવૃત્ત થતાં કેન્‍દ્રીય મંત્રી દ્વારા સન્‍માન

જેસર તાલુકાના નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા તાલુકા વિકાસ અધિકારી આર.એસ. ગોસાઈ વયમર્યાદાથી નિવૃત્તથતાં હોવાથી જેસર તાલુકામાં અલગ-અલગ ચાર વયમર્યાદા નિવૃત્તિનાં કાર્યક્રમો જેસર તાલુકા પંચાયત સ્‍ટાફ તથા સહકારી તંત્ર ઘ્‍વારા યોજાય હતા. જેમાં ગોલ્‍ડન સ્‍કૂલ જેસર ખાતે યોજાયેલ કાર્યક્રમ કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનાં હસ્‍તે તાલુકા વિકાસ અધિકારી ગોસાઈને શાલ ઓઢાડી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. તથા જેસર તાલુકા પંચાયત સ્‍ટાફ ઘ્‍વારા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણીનાં હસ્‍તે ગોસાઈને ફુલહાર કરી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. તથા જેસર તાલુકા તલાટી મંત્રી મંડળ ઘ્‍વારા કાળીયા ઠાકરની જગ્‍યા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર જિલ્‍લા વિકાસ અધિકારી બરનાવલનાં હસ્‍તે શ્રીફળ અને સાકર પડો આપી વિદાય આપી હતી. તથા ગંગાસતી આશ્રમ રાજપરા ખાતે જેસર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ ઘ્‍વારા વિવિધ અધિકારીઓ અને રાજકીય તથા સામાજિક અગ્રણી ઘ્‍વારા તાલુકા વિકાસ અધિકારી રમેશગીરી એસ. ગોસાઈનું સન્‍માન કરી વિદાય આપી હતી.

પીપાવાવ ધામનાં આંદોલનકારીઓએ 7રમાં દિવસે પણ આંદોલન શરૂ રાખ્‍યું

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામનાં સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 7ર દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડઅને ભૂમાફિયાઓનાં કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા અને ખાલીજમીનોમાં ગામનાં લોકોને રોજીરોટી માટે જમીન ભાડાપટ્ટે ફાળવવામાં આવે તે માટે આંદોલન કરી રહૃાા છે. બહાર પેટીયું રળવા ના જવું પડે અને સ્‍થાનિક સ્‍તરે રોજગારી માટે ચાલતું આંદોલન સરકાર ગણકારતી પણ નથી લોક દ્રઢ મનોબળ સાથે સરકાર પર આશા રાખીને ન્‍યાય માટે ઝઝુમી રહૃાા છે જયારે તંત્ર ર્ેારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્‍યારે ગ્રામજનોને આશાનું કિરણ બંધાયું હતું. પરંતુ તંત્ર ર્ેારા ફકત નાના માણસોના ઝીંગા ફાર્મ જ દૂર કર્યા જયારે આજે પણ રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ બેરોકટોક બિનકાયદેસર ઝીંગા ઉછેર કેન્‍દ્રો ચલાવી રહૃાા છે અને તંત્રના અધિકારીઓ છાવરી રહૃાા છે. આવું આંદોલનકારીઓ ર્ેારા જણાવાયું હતું દિવસના અંતે આંદોલનકારી અશોકભાઈ ભાલિયા, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ગુજરીયા અજયભાઈ શિયાળ મુકેશભાઈ કામ્‍બડ, રણછોડભાઈ બાંભણિયા, મધુભાઈ સાંખટ, ભાવેશભાઈ ગુજરીયા, સંતોષભાઈ ગુજરીયા, આતુભાઈ ભાલિયા સહિતના લોકો ર્ેારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્‍યું હતું.

અમરવેલી નાગરિક શરાફી મંડળીનો દબદબાભેર પ્રારંભ

અમરવેલી નાગરિક શરાફી સહકારીમંડળી લી. અમરેલીનું નવી બ્રાંચનું તથા ગોલ્‍ડ ધીરાણનાં મંગલ પ્રારંભ પ્રસંગનાં ઉદ્યઘાટક દિલીપભાઈ સંઘાણીનાં વરદ હસ્‍તે કરેલ છે. જેમાં ઉપસ્‍થિત શરદભાઈ લાખાણી, અશ્‍વિનભાઈ સાવલીયા, ધીરૂભાઈ ગઢીયા, અમીત રાદડીયા, વી. ડી. યાર્ડ ડીરેકટર, જેન્‍તીભાઈ પાનસુીરયા એમ.ડી. કોઠીયા, અરૂણભાઈ પટેલ, ધીરૂભાઈ વાળા એ. પી. બોરડ, કિશોરભાઈ આમરસેડા, મગનભાઈ વાઝા, મધુભાઈ ભરખડા, રોહિતભાઈ દવે, દીલીપભાઈ વઘાસિયા, વિપુલભાઈ વ્‍યાસ, નરૂભાઈ મહેતા, વીરેન્‍દ્રભાઈ સોની, જયેશ માવદીયા, રાજેશ ભરખડા, મગનભાઈ માવદીયા, જેન્‍તીભાઈ માવદીયા, મંજુલાબેન જોષી, અનસુયાબેન શેઠ, પ્રેમીલાબેન આમરસેડા, ભાવના ગોંડલીયા, કિરણબેન વામજા નગરપાલિકા સભ્‍ય મીનાબેન ચૌહાણ, વિપુલભાઈ વ્‍યાસ નૂતન સ્‍કૂલ પ્રિન્‍સીપાલ આર.ટી.ઓ. ઓફીસર ભરતભાઈ સોલંકી તેમજ ઈશ્‍વરિયા મહીલા મંડળની બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યને દિપાવેલ.

જાફરાબાદ, પીપાવાવ સહિતનાં વિસ્‍તારોમાં 10 ફૂટનાં મોટા મોજા ઉછળી રહૃાાં છે

અમરેલી, તા. પ
આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી સાથે અરબી સમુદ્રમાં ભારે કરન્‍ટ જોવા મળી રહૃાો છે. જેને લઈ અમરેલી જિલ્‍લાનાં દરીયા કાંઠાનાં જાફરાબાદ, પીપાવાવ સહિતનાં વિસ્‍તારમાં આવેલ સમુદ્રમાં 10-10 ફૂટનાં મોટા મોટા મોજા ઉછળી  રહૃાાં છે.
ભારે વરસાદની આગાહીનાં કારણે માછીમારોને દરીયો ન ખેડવા ચેતવણીપણ આપવામાં આવી છે.
દરીયા કાંઠાનાં વિસ્‍તારોમાં ભારે પવન ફુંકાય રહૃાા છે. ત્‍યારે વહીવટી તંત્ર અને જાફરાબાદ મરીન પોલીસ પણ એલર્ટ થઈ રહેલ છે.

ફફડાટ : જુના સાવરમાં સિંહોએ 3 ગાયનું મારણ કરતાં ભયનો માહોલ

અમરેલી, તા. 6
સાવરકુંડલાના જુના સાવર ગામે મોડી રાત્રીના સમયે સિંહે 3 ગાયોના મારણ કરતા જુના સાવર ગામમાં ફફડાટ વ્‍યાપી જવા પામેલ હતો.
સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગળાબેન દાવરાના પતિ મનુભાઈ દાવરાએ જણાવેલ હતું કે રાત્રીના દોઢથી બે વાગ્‍યાના મોડી રાત્રે સિંહ જુના સાવર ગામમાં આવ્‍યા અને 3 ગાયોના મારણ કરેલ છે. તેથી નાના એવા ગામમાં ફફડાટ વ્‍યાપી જવા પામેલ હતો. ગરીબ ખેડૂતના માલઢોરના રક્ષણ માટે વન વિભાગે યોગ્‍ય કરવું જોઈએ તેમ અંતમાં મનુભાઈ દાવરાએ જણાવેલ હતું.

દરિયાકાંઠેથી રેતીની ભરપુર ચોરી થતાં આશ્ચર્ય

જાફરાબાદનાં ધારાબંદર ગામમાં ખનીજ માફીયાઓ બેખૌફ
દરિયાકાંઠેથી રેતીની ભરપુર ચોરી થતાં આશ્ચર્ય
નદીને કોરી ધાખડ બનાવીને હવે ખનીજ માફીયાઓ દરિયો ઉલેચવા નીકળી પડયા છે
અમરેલી, તા. 6
અમરેલી પંથકમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી લાખો ટન રેતીની ચોરી કરીને નદીને કોરી ધાખડ બનાવનાર ખનીજ માફીયાઓ હવે દરિયો ઉલેચવા નીકળી પડયા છે.
અમરેલી જિલ્‍લાનાં જાફરાબાદ તાલુકાનાં ધારાબંદર ગામે દરિયાકાંઠેથી ખનીજ માફીયાઓ વિના રોકટોક કોઈપણ વહીવટી મંજુરી વગર નિયમિત 40થી પ0 ટન રેતીની ચોરી કરીને દિવસમાં મસમોટી રકમ લઈને વેચાણ કરી રહૃાાનું જાણવા મળેલ છે.
રેતી ચોરીનાં કારનામા ઘણા વર્ષોથી ચાલી રહૃાા હોવા છતાં પણ ખાણ-ખનીજ, મહેસુલ કે પોલીસ વિભાગ મુકપ્રેક્ષક બની રહેતા સમગ્ર પંથકની જનતામાં ભારે આશ્ચર્ય ફેલાયું હોય કલેકટર ઘ્‍વારા રેતી ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે.

અમરેલી જિલ્‍લામાં વરસાદનાં અભાવે ચિંતાનો માહોલ

જિલ્‍લાનાં વેપાર-ધંધામાં ભયાનકપણે મંદી છવાઈ
અમરેલી જિલ્‍લામાં વરસાદનાં અભાવે ચિંતાનો માહોલ
જિલ્‍લાનું સમગ્ર અર્થતંત્ર કૃષિ અને વરસાદ આધારિત હોવાથી બજારોમાં કાગડા ઉડે છે
અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લામાં થોડા દિવસો પહેલા એકથી લઈને ચાર ઈંચ જેટલો પ્રાથમિક વરસાદ નોંધાયા બાદ છેલ્‍લા ચારથી પાંચ દિવસથી મેઘરાજા અદ્રશ્‍ય થઈ જતાં સૌ કોઈનાં જીવ તાળવે ચોંટી ગયા છે.
છેલ્‍લા ર0 દિવસથી હવામાન વિભાગ અને વરસાદનાં વર્તાશા કરનારાઓ વરસાદ અંગેની આગાહી કરી રહૃાા હોય ખેડૂતોએ કોરી જમીનમાં કપાસનું વાવેતર કરી દેતા અનેક ખેડૂતોનું બિયારણ બળી જતાં આર્થિક બેહાલી ઉભી થઈ છે.
સામાન્‍ય રીતે જુન-ર0થી લઈને સમગ્ર જુલાઈ મહિનો વરસાદ માટે અતિ મહત્‍વનો હોય છે અને જુલાઈનાં પાંચ દિવસ કોરા જતાં સૌ કોઈમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.
અમરેલી જિલ્‍લાનું આથિકતંત્ર માત્ર કૃષિ આધારિત અને કૃષિ વરસાદી પાણી પર નિર્ભર હોવાથી જિલ્‍લાની વેપારીઆલમ સહિત સૌ કોઈમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે. વરસાદ ખેંચાઈ જતાં જિલ્‍લાનાં વેપાર-ધંધામાં પણ મંદીનો માહોલ જોવા મળી રહૃાો છે.

06-07-2018