Main Menu

Thursday, July 5th, 2018

 

મોટા ખૂંટવડા પોલીસે પાંચ જુગારીઓને ઝડપી લેતા ચકચાર

અમરેલી, તા. 4
મોટા ખુંટવડા પોલીસ મથકનાં પી.એસ.આઈ. એમ. કે. ગોહીલ તથા પો. સ્‍ટાફનાં હેડ કોન્‍સ. આર. એલ. રાઠોડ પો.કોન્‍સ. નાજાભાઈ બોળીયા, જસાભાઈ શિયાળએ રીતેનાં તા.0ર/07/ર018 ના રોજ કોમ્‍બીંગ ના.રા.પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હકિકત આધારે મોટા ખુંટવડા ગામમાં રહેતા હરગોવિંદભાઈ ત્રંબકલાલ જાની પોતાના ઘરે ગે.કા.રીતે જુગારનો અખાડો ચલાવતા હોય બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતા તીનપતીના પૈસા પાના વતી ગોળ કુંડાળુ વાળી જુગાર રમતા (1) હરગોવિંદભાઈ ત્રંબકલાલ જાને, જાતે બ્રાહ્મણ, રહે. મોટા ખુંટવડા (ર) ધીરૂભાઈ ટપુભાઈ ગીયડ, જાતે ગઢવી, રહે. અમુલી તા.રાજુલા (3) રવિભાઈ દલપતભાઈ જાની, જાતે બ્રાહ્મણ રહે. મોટા ખુંટવડા (4) ભોપાભાઈ ભગાભાઈ નકુમ જાતે પંચોળી આહીર રહે.ઉગલવાણ તા.જેસરવાળો (પ) મનુભાઈ  દેવાયતભાઈ હડીયા જાતે પંચોળી આહીર રહે. કીકરીયા તા.મહુવાવાળો પાંચેય ઈસમો પકડાઈ ગયેલ તેઓ પાસેથી રોકડ રૂા.36ર00 તથા મોબાઈલ નંગ-1 કિં.રૂા.3પ00 મળી કુલ કિ.રૂા.39,700 નો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવેલ છે. અને પાંચેય ઈસમો વિરૂઘ્‍ધ જુગાર ધારા કલમ 4,પ મુજબ ગુન્‍હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલછે.

બાંકડો એકનો એક ને ભાવ રૂપિયા 17પ0થી રૂપિયા ર0 હજાર

જિલ્‍લાનાં ધારાસભ્‍યો અને સાંસદોએ ફાળવેલ ગ્રાન્‍ટમાં લોલમલોલ
બાંકડો એકનો એક ને ભાવ રૂપિયા 17પ0થી રૂપિયા ર0 હજાર
બાંકડાનાં ભાવ ફેરની મલાઈ અધિકારીઓએ તારવી કે પદાધિકારીઓએ તેતપાસનો વિષય
જિલ્‍લામાં છેલ્‍લા પાંચ વર્ષમાં રૂપિયા 10 કરોડનો બિનજરૂરી ખર્ચ બાંકડા પાછળ કરાતા આશ્ચર્ય
અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લાનાં ધારાસભ્‍યો અને સાંસદે છેલ્‍લા પાંચ વર્ષમાં બાંકડા પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવી દેતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. અને આશ્ચર્યજનક બાબત એ છે કે, બાંકડો એક જ પ્રકારનો અને તેની ખરીદીનો ભાવ રૂપિયા 17પ0થી લઈને રૂપિયા ર0 હજાર સુધી.
ગોંડલ ખાતે બે-ચાર વેપારી જ સિમેન્‍ટ બાંકડાનું વેચાણ કરે છે અને અમરેલી જિલ્‍લામાં તમામ બાંકડા ગોંડલથી આવેલ છે. અને ધારાસભ્‍ય પરેશ ધાનાણીની ગ્રાન્‍ટમાંથી બાંકડાની ખરીદી રૂપિયા 17પ0માં થાય તો અન્‍ય ધારાસભ્‍યો વી.વી. વઘાસીયા, હીરાભાઈ સોલંકી, બાવકુભાઈ ઉંઘાડ અને સાંસદ કાછડીયાની ગ્રાન્‍ટમાંથી તે જ બાંકડા માટે રૂપિયા રપ00થી લઈને રૂપિયા ર0 હજાર ચુકવવામાં આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે. હવે એક જ પ્રકારનાં બાંકડાનો જુદો-જુદો ભાવ હોય બાંકડા ફાળવણીમાં જબરદસ્‍ત કૌભાંડ થયું છે તે હકીકત છે. ત્‍યારે બાંકડાનાં ભાવ ફેરની મલાઈ અધિકારીઓ જમી ગયા કે પદાધિકારીઓ તેની તટસ્‍થ તપાસ થવી જરૂરી બની છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનાં મહિનાઓ જ બાકી રહૃાા છે. તેવા જ સમયે અમરેલી જિલ્‍લામાં કરોડો રૂપિયાનું બાંકડા કૌભાંડ માથુ ઊંચકીરહૃાું હોય સત્તાધારી ભાજપ માટે બાંકડાની બેઠક કરવા જતાં લોકસભાની બેઠક ગુમાવવી પડે તો નવાઈ પામવા જેવું નહી રહે.

સરસીયા રોડ ઉપર ભાર રીક્ષાને બોલેરોએ હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત

અમરેલી, તા.4,
ધારી તાલુકાના સરસીયા ગામે રહેતા અને રીક્ષા ચલાવતા નારણભાઈ ગાભાભાઈ દાફડા નામના રપ વર્ષીય યુવક પોતાના હવાલાવાળી ભાર રીક્ષા લઈ સરસીયા ગામે જતા હતા ત્‍યારે પાછળ આવી રહેલ બોલેરો કાર નં. જી.જે. 3  એ.વી. 99રપના ચાલક મુકેશભાઈ છગનભાઈ દાફડાએ ભાર રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષા ફંગોળાઈ જતાં રીક્ષા ચાલકનું ગંભીર ઈજાથી મોત થયું હતું. અકસ્‍માત કરી બોલેરો કાર ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે ભીખાભાઈ ઉગાભાઈ દાફડાએ ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હડાળા ગામે રહેતા આધેડનું અકસ્‍માતે કુવામાં પડી જતાં મોત નિપજયું

ખેતરમાં પાથરેલ ટપક પાઈપમાં પગ આવી જતાં કુવામાં પડયા
અમરેલી, તા. 4
બગસરાતાલુકાનાં હડાળા ગામનાં વતની અને હાલ સુરત ગામે રહેતા રમેશભાઈ મનસુખભાઈ બોરડ નામના 4ર વર્ષીય આધેડ ગત તા. રનાં સાંજનાં સમયે મોટર સાયકલ લઈ અને પોતાની વાડીએ આંટો મારવા જતાં વાડીમાં કુવા પાસે આવેલ ડ્રીપ (ટપક પાઈપ)માં અકસ્‍માતે પગ આવી જતાં તેઓ કુવામાં પડી જતાં તેમનું મોત થયાનું બગસરા પોલીસમાં મનસુખભાઈ બોરડે જાહેર કર્યુ છે.

બાબરા પાલિકાનાં શાસકોએ વિકાસકાર્યોનાં નામે લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કર્યાનો આક્ષેપ

ચેમ્‍બર ઓફ કોમર્સે મામલતદાર સમક્ષ તપાસની કરી માંગ
બાબરા પાલિકાનાં શાસકોએ વિકાસકાર્યોનાં નામે લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કર્યાનો આક્ષેપ
વિજીલન્‍સ તપાસ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી
બાબરા, તા. 4
બાબરામાં નગરપાલિકા ઘ્‍વારા શહેરનાં વિવિધ વિકાસનાં કામોમાં આચરેલ ભ્રષ્‍ટાચારની યોગ્‍ય તપાસ અર્થે ચેમ્‍બર ઓફ કોમર્સ ઘ્‍વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરેલ છે.
બાબરામાં નગરપાલિકા ઘ્‍વારા શહેરની બજારોમાં આરસીસી રોડ નબળો બનાવી મોટો ભ્રષ્‍ટાચાર આચરેલ છે તેમજ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ડસ્‍ટબીનનું કૌભાંડ કરવામાં આવ્‍યું છે. ત્‍યારે નગરપાલિકાનાં વહીવટની વિજીલન્‍સ ઘ્‍વારા તપાસ કરવામાં આવે તેવી માંગ શહેરના વેપારી મંડળ ઘ્‍વારા કરવામાં આવી છે.
રાજયના પ્રાદેશિક કમિશનરને બાબરા મામલતદાર એન.કે. ખીમાણી મારફત વેપારીઓ ઘ્‍વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું છે. વેપારીઓ ઘ્‍વારા આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે, નગરપાલિકા ઘ્‍વારા શહેરની કાળુભાર નદીને સાફ કરવામાં આવી નથી. જેના કારણે ચોમાસાની સીઝનમાં નદીમાં વરસાદી પાણી ભરાઈ જાય તેની ભીતિ નીચાણવાળા રહિશોને અને વેપારીઓને સતાવી રહી છે. આ સિવાય શહેરમાં એકપણ મુખ્‍ય બજારોમાં નગરપાલિકા ઘ્‍વારા યુરિનલબનાવવામાં આવ્‍યું નથી જેના કારણે ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી હટાણું કરવા આવતા લોકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.
ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઈ મલકાણે જણાવ્‍યું હતું કે, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને અનેકવાર રજુઆત કરવામાં આવી તેમ છતાં નબળા કામની યોગ્‍ય તપાસ કરવામાં આવતી નથી કે અન્‍ય કોઈ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવતી નથી.
વધુમાં વેપારીઓ ઘ્‍વારા ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે કે, જો આ બાબતે ગંભીરતાથી કોઈ નકકર કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં બાબરા બંધનું એલાન સહિત ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
બાબરામાં નગરપાલિકા ઘ્‍વારા વિવિધ વિકાસનાં કામોમાં ગેરરીતિ બાબતે અનેકવાર પાલિકાના સભ્‍યો પણ અવાજ ઉઠાવી ચુકયા છે અને લોકોમાં પણ ભારે ચર્ચાઓ છે. ત્‍યારે વેપારીઓ ઘ્‍વારા પાલિકાનાં વિવિધ કામોની તટસ્‍થ તપાસની માંગ કરવામાં આવી છે.
ત્‍યારે જોવાનું એ રહૃાું કે, અગાઉ અનેક રજુઆતનું સુરસુરીયું થયું છે ત્‍યારે વેપારીઓની માંગ કેટલા અંશે સંતોષાય છે તે આવનારો સમય કહેશે.

બાબરા પંથકમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્‍ચ

પોલીસ અધિક્ષકની સૂચનાથી બુટલેગરોમાં ફફડાટની લાગણી
અમરેલી, તા. 4
બાબરા પંથકમાં એલસીબીએ વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગ કરીને દેશીદારૂની ભઠ્ઠી અને દેશીદારૂનો જથ્‍થો ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
બાબરાનાં ગળકોટડી ગામે હિરજી બાલા ખટાણા, રેખાબેન ખટાણા, બહાદુરભાઈ ખટાણા, ગનુબેન વાઘેલા નામનાં રહેણાંક મકાનમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
તદ્યઉપરાંત, કોટડાપીઠા વિસ્‍તારમાં ચેકીંગ દરમિયાન ઉંટવડનાં વિક્રમ ડાભીને બાઈક પર દેશીદારૂ લઈ જતો હોય તેની પણ અટકાયતકરવામાં આવી છે.

ખેડૂતોને ખરીફ પાકોનાં દોઢથી બે ગણા ટેકાનાં ભાવો મળશે : સાંસદ કાછડીયા

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ખેડૂતોને આપેલ વચન પૂર્ણ કર્યું
ખેડૂતોને ખરીફ પાકોનાં દોઢથી બે ગણા ટેકાનાં ભાવો મળશે : સાંસદ કાછડીયા
પહેલા પાક વીમા યોજના અને હવે ટેકાનાં ભાવો માટેનાં મોદી સરકારનાં નિર્ણયથી ખેડૂતોને સીધો જ ફાયદો થશે
અમરેલી, તા.4
મોદી સરકારે આજ કેબીનેટની બેઠકમાં ખેડૂતોને 14 ખરીફ પાકો માટે દોઢથી બે ગણા ટેકાના ભાવો આપવા બાબતે ઐતિહાસિક નિર્ણય કરતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્ર સરકારનો અમરેલી જિલ્‍લાના ખેડૂતો વતી આભાર વ્‍યકત કરેલ છે.
સાંસદે જણાવેલ છે કે, નરેન્‍દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે ટેકાના ભાવ વધારવા કરેલ કિસાન હીતલક્ષી નિર્ણયને હું આવકારૂ છું અને આ પગલુ કિસાનો માટે સોનાના સુરજ સમાન છે અને મોદી સરકારના આ નિર્ણયથી દેશના 1ર કરોડથી પણ વધુખેડૂતોને સીધો જ ફાયદો થશે.
પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી જયારે અમરેલી આવેલા ત્‍યારે ખેડૂતોને તેમની આવક બમણી કરવા માટે સરકાર કટીબઘ્‍ધ છે તેવું વચન આપેલ અને તેના નિર્ધાર સાથે  નરેન્‍દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને એમ.એસ.પી. (ટેકાના ભાવ) જેવા નિર્ણયો કરી છેલ્‍લા 4 વર્ષમાં ખેડૂત અને ગામડાને એકમ બનાવી દેશના ખેડૂતોની મહેતન એળે ન જાય અને ખેડૂતોને તેમની પેદાશના પુરતા ભાવો મળી રહે તેવા અનેક નિર્ણયો કર્યા છે. પહેલાની કોંગ્રેસની યુ.પી.એ. સરકાર ફકત જાહેરાતો, ઘોષણાઓ જ કરતી જયારે મોદી સરકાર તેમની યોજનાઓ જમીની સ્‍તર સુધી પહોચાડવામાં સફળ રહી છે તેમ સાંસદે જણાવેલ છે.

હવે ભાજપની નજરમાં ધારાસભ્‍ય અંબરીશ ડેર ?

પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, દુધાત અને કાકડીયામાં દાળ ગળે તેમ ન હોય
હવે ભાજપની નજરમાં ધારાસભ્‍ય અંબરીશ ડેર ?
જોકે ધારાસભ્‍ય ર્ેારા હજુ સુધી આ બાબતે કોઈ ગતિવિધિ શરૂ થઈ નથી તે હકીકત છે
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ ર્ેારા તડજોડનું રાજકારણ વેગવંતુ બની રહૃાું છે
અમરેલી, તા. 4
ભાજપે રાજકોટ જિલ્‍લાનાં કદાવર કોંગી ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયાની વિકેટ ખેડવીને કોંગ્રેસ પક્ષને દોડતો કરી દીધો છે અને હવે ભાજપનીનજર અમરેલી જિલ્‍લાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેર પર હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી જિલ્‍લાની વિધાનસભાની તમામ પાંચ બેઠકો પર ભાજપનો કારમો પરાજય થયો છે. તો લોકસભા વિસ્‍તારમાં આવતી ગારિયાધાર બેઠક મામુલી મતોથી     મળેલ હોય અમરેલી લોકસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્‍વ હોય આગામી ચૂંટણીમાં આ બેઠક ભાજપ માટે અતિ મુશ્‍કેલ માનવામાં આવી રહી છે.
અમરેલી જિલ્‍લામાં 4 ધારાસભ્‍યો પાટીદાર સમાજનાં છે. જેમાં પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, પ્રતાપ દુધાત અને જે. વી. કાકડીયામાં ભાજપની દાળ ગમે તેમ ન હોયભાજપમાંથી રાજકીય કારકીર્દી શરૂ કરનાર રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેર પર ભાજપની નજર ઠરી હોય આગામી દિવસોમાં કડાકા-ભડાકાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.
જોકે ધારાસભ્‍ય અંબરીશ ડેર અમુકબાબતોમાં કોંગી હાઈકમાન્‍ડથી નારાજ ચાલી રહૃાા છે તે હકીકત છે. પરંતુ, તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહૃાાની બાબતને માત્ર અફવા માની રહૃાા હોય તેવું લાગી રહૃાું છે.

બાબરાનાં ધરાઈ ગામે બીમારીથી કંટાળીને યુવકે ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી

અમરેલી, તા. 4
બાબરા તાલુકાનાં ધરાઈ ગામે રહેતાં જયંતિભાઈ ગોવિંદભાઈ મારૂ નામનાં ર3 વર્ષિય યુવકને છેલ્‍લા 1 વર્ષથી પેટમાં દુઃખાવો હોય, જે અંગેદવા કરાવવા છતાં પણ સારૂ નહી થતાં આ બિમારીથી કંટાળી જઈ પોતાની વાડીએ જઈ ગરેડામાં લુંગી બાંધી ગળાફાંસો આપઘાત કરી લીધાનું બાબરા પોલીસમાં જાહેર થવા         પામેલ છે.

કાર ચાલકે સ્‍કૂટરને હડફેટે લેતાં પત્‍નિની નજર સામે પતિનું મોત

અકસ્‍માત કરી કાર ચાલક નાશી છૂટયો
અમરેલી, તા. 4
ગોંડલ તાલુકાનાં મોટા સુખપુર ગામે રહેતાં વલ્‍લભભાઈ નાનજીભાઈ બોરડ તથા તેમના પત્‍નિ આજે રાંદલનાં દડવા ગામ તરફ જતાં હતા ત્‍યારે સામેથી આવી રહેલ કાર નં. જી.જે.3 ઈ.એન.869રનાં ચાલકે સ્‍કૂટર નંબર જી.જે.3 એસ રર69ને હડફેટે લઈ આ પતિ પત્‍નિને પછાડી દઈ ગંભીર ઈજા પહોંચાડી નાશી ગયો હતો જેમાં પતિ વલ્‍લભભાઈનું મોત નિપજયું હતું જયારે કંકુબેનને પણ ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા આ બનાવ અંગે પંકજભાઈ બાવચંદભાઈ બોરડે વડિયા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઈશ્‍વરીયા-વરસડા ગામ વચ્‍ચે લકઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી જતાં આધેડનું મોત

પત્‍નિની નજર સામે પતિનું કમકમાટીભર્યું મોત
અમરેલી, તા.4
જૂનાગઢ જિલ્‍લાના વિસાવદર ગામે રહેતા હંસાબેન અરવિંદભાઈ ભુવા તથા તેમના પતિ અરવિંદભાઈ ભુવા સાથે અમદાવાદ ખાતે એક રીયલ ટ્રાવેલ્‍સની લકઝરી બસ નંબર જી.જે.પએ.ઝેડ. 6363માં બેસીને જતા હતા ત્‍યારે અમરેલીથી થોડે દૂર ઈશ્‍વરીયાથી આગળ શિવમ ઈન્‍ડસ્‍ટ્રીઝ નજીક પહોંચતા આ લકઝરી બસના ચાલકે પોતાનાહવાલાવાળી બસ આગળ રોડ ઉપર ઉભેલા ટ્રક નંબર જી.જે. 4 એકસ. 94પ6 સાથે પાછળથી ધડાકાભેર અથડાવી દેતા લકઝરી બસમાં બેઠેલા અરવિંદભાઈ ભુવાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જયારે અન્‍ય લોકોને ઈજા થવા પામતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

આલે લે : રાજુલાનાં ર પોલીસ કર્મીઓ દીવમાં છાંટો પાણી કરતાં ઝડપાતા સસ્‍પેન્‍ડ કરાયા

પીવાના શોખીન પોલીસકર્મીઓમાં ફફડાટનો માહોલ
આલે લે : રાજુલાનાં ર પોલીસ કર્મીઓ દીવમાં છાંટો પાણી કરતાં ઝડપાતા સસ્‍પેન્‍ડ કરાયા
એસપી નિર્લિપ્‍ત રાયે નિયમાનુસાર ફરજમોકૂફ કર્યા
અમરેલી, તા.4
રાજુલા પોલીસ મથકનાં બે પોલીસ કર્મીઓ વગર રજાએ દીવ સહેલગાહે જઈ ત્‍યાં નશામાં ધૃત બની છાકટા વેડા કર્યાની ઘટના અમરેલી એસ.પી.ને ઘ્‍યાને આવતા આજે બંને કર્મચારીઓને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં સન્‍નાટો મચી ગયેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ પાંચ દિવસ પહેલા રાજુલાપોલીસ મથકના બે અનાર્મ પોલીસ કોન્‍સ. પરેશ લખમણભાઈ બારૈયા તેમજ મેહુલ ભુપતભાઈ પંડયા વગર રજાએ દીવની સહેલગાહે ઉપડી ગયેલા હતા. દીવમાં બંને પોલીસ કર્મીઓએ દારૂના નશામાં ધૃત બની જાહેર રોડ ઉપર છાકટા વેડા કરતા દીવ પોલીસે બંનેની કલમ 1પ1 હેઠળ અટક કરી દારૂનો નશો ઉતારી દીધેલ હતો. અમરેલી એસ.પી. નિર્લિપ્‍ત રાયને આ ઘટના ઘ્‍યાને આવતા આજે બંને પોલીસકર્મીને સસ્‍પેન્‍ડનું ગડગડીયું પકડાવી દેવામાં આવતા પોલીસ બેડામાં ભારે સન્‍નાટો છવાઈ ગયેલ હતો.
અત્રે ઉલ્‍લેખનીય છે કે તાજેતરમાં ફરજમાં બેદરકારી દાખવનારા અમરેલી સીટી પી.આઈ. ચૌધરીને સસ્‍પેન્‍ડ કર્યા બાદ વધુ બે પોલીસ કર્મીઓને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવતા ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયેલ છે.

શાળા સંચાલકો શિક્ષણ ફીમાં ઉઘાડી લૂંટ કરી રહૃાાનો આક્ષેપ

યુવા અગ્રણી શરદ ધાનાણી, પરેશ ભુવાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ જિલ્‍લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર
શાળા સંચાલકો શિક્ષણ ફીમાં ઉઘાડી લૂંટ કરી રહૃાાનો આક્ષેપ
વિદ્યાર્થીઓ અને વાલીઓની વ્‍યાજબી માંગને શિક્ષણ માફીયાઓ ગણકારતાં નથી
અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર રાજયમાં ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણને ધંધો બનાવીને શિક્ષણનાં સેવાકાર્યને પ્રોફેશનલ બનાવીને ઉઘાડી લૂંટ શરૂ કરતાં ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારનાં બાળકો શિક્ષણથી વંચિત બન્‍યા હોય અને રાજય સરકાર બેઠા-બેઠા તમાશો જોયા કરે છે.
જેના વિરોધમાં આજે અમરેલી જિલ્‍લા યુવક કોંગ્રેસનાં પ્રમુખ પરેશ ભુવા અને યુવા અગ્રણી શરદ ધાનાણીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ જિલ્‍લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, રાજય સરકાર ઘ્‍વારા પસાર કરવામાં આવેલ ફી અધિનિયમ બીલનો સરેઆમ ઉલ્‍લંઘન કરીને ગુજરાતની ખાનગી શાળાનાં સંચાલકો ઘ્‍વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહૃાા છે. છેલ્‍લા ર વર્ષથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન કરી રહૃાા છે છતાં ખાનગી શાળાનાં માફીયા સંચાલકો ઘ્‍વારા વાલીઓને ડરાવીને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. રાજય સરકાર ઘ્‍વારા એફઆરસીની રચના કરવામાં આવી છે પરંતુ ખાનગી શાળા સંચાલકોએફઆરસીનાં નિયમોને ઘોળીને પી ગયા છે. એફઆરસી ઘ્‍વારા જો ખાનગી શાળા સંચાલકો ફી વધારે ઉઘરાવતા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, રાજય સરકાર ઘ્‍વારા આરટીઈ એકટ ખાનગી શાળાનાં સંચાલકો આરટીઈ એકટ હેઠળ પ્રવેશ ફાળવવામાં આવ્‍યો હોવા છતાં શાળા સંચાલકો ઘ્‍વારા પ્રવેશ આપવામાં આવતો નથી. આરટીઈ હેઠળ 4પ હજાર બાળકોને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્‍યા છે જે પ્રવેશ આપવામાં આવે. જો ફી અધિનિયમ બીલનો અમલ નહી કરવામાં આવે અને આરટીઈ એકટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ નહી આપવામાં આવે તો યુથ કોંગ્રેસ ઘ્‍વારા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.

દામનગરમાં યોજાયેલ રાસલીલાનો લાભ લેતા કૃષ્‍ણભકતો

દામનગરમાં વ્રજવાસીઓદ્વારા ક્રિષ્‍ન ભગવાનના જીવન વિશે યોજાઈ રહેલ રાસલીલાનો લાભ ભાવિક ભકતોએ લીધો હતો. ગત રવિવારથી શરૂ થયેલ રાસલીલાની મદનમોહન લાલજીની હવેલીથી શરૂઆત થઈ છે. શહેરના વિવિધ વિસ્‍તારોમાં રાસલીલાના આયોજન થઈ રહયા છે. વ્રજવાસીઓ દ્વારા વિવિધ વેશભૂષાથી રાસલીલા કરી રસતરબોળ કરી રહયા છે. આ કાર્યક્રમ દસ દિવસ ચાલશે.

પીપાવાવધામનાં આંદોલનકારીઓને આંદોલન પૂર્ણ કરવા વહીવટી તંત્રની સૂચના

પ્રાંત કલેકટરે દબાણ દૂર કરાવ્‍યું હોવાની બાબતો જણાવી
પીપાવાવધામનાં આંદોલનકારીઓને આંદોલન પૂર્ણ કરવા વહીવટી તંત્રની સૂચના
આંદોલન પૂર્ણ નહીં થાય તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાની ચીમકી  આપવામાં આવી
રાજુલા, તા.4
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 71 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહયા છે. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ અને ભૂમાફીયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા અને ખાલી જમીન પર ગામના લોકોને રોજીરોટી માટે જમીન ફાળવવા માટે આંદોલન કરી રહયા છે. તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની ઔપચારિકતા પુરી કરી છે હજુ પણ બેરોકટોક ઝીંગા ફાર્મ ધમધમી રહયા છે. આંદોલનકારીઓ નાયબ કલેકટરને નોટીસ આપી જણાવ્‍યું હતું કે આપની માંગણી મુજબદબાણ દૂર કરવામાં આવ્‍યા તેમજ જો આપ હવે આંદોલન ચાલુ રાખશો તો કલેકટરના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા દ્વારા જણાવાયું આંદોલન શરૂ થયું ત્‍યારે અમો દ્વારા મામલતદાર પાસેથી મંજૂરી લેવામાં આવી હતી અને ત્‍યારબાદ નાયબ કલેકટર દ્વારા મંજૂરી રદ કરવામાં આવી હતી અને અમો દ્વારા નવા નિયમો મુજબ મંજૂરી માંગેલ પરંતુ આજદિન સુધી પ્રાંત અધિકારી દ્વારા અમોને મંજૂરી આપવામાં આવેલ નથી અને અમારી માંગણી હજુ પણ પૂર્ણ કરવામાં આવી નથી. આથી અમો આ આંદોલન ગાંધી ચિંઘ્‍યા માર્ગે ચાલુ રાખીશું.
નાયબ કલેકટરને અચાનક જ 70 દિવસો બાદ કેમ મંજૂરીની વાત યાદ આવી ? તેમજ આંદોલનકારીઓ દ્વારા એક મહિનાથી વધુ સમયથી મંજૂરી માંગવામાં આવેલી તો આજદિન સુધી મંજૂરી કેમ આપવામાં ના આવી તેવા પ્રશ્‍નો ઉપસ્‍થિત થઈ રહયા છે. દિવસના અંતે આંદોલનકારી અશોકભાઈ ભાલીયા, પ્રવિણભાઈ બારૈયા, અજયભાઈ શિયાળ, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા સહિતના લોકો દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્‍યું હતું.

દહીંથરા ગૌ-શાળામાં ભામાશા ગોપાલ શેઠનું અદકેરૂ સન્‍માન

દહીંથરા મુકામે ગોવિંદ ભગત ટ્રસ્‍ટ સંચાલિત અલખધણી ગૌશાળામાં અબોલ, અશકત,વિકલાંગ, અકસ્‍માતનો ભોગ બનેલ તેમજ બીમાર ગાયો માટેની ગૌશાળામાં ગૌમાતાની સુવિધા માટે દરીયા દિલ દાતાઓ થકી, ઘાસ ગોડાઉન, એમ્‍બ્‍યુલન્‍સ, પતરાના શેડ, ઓપરેશન રૂમ, આજીવન દવાઓ વગેરેનું દાતાઓ દ્વારા નામકરણ સાથે અર્પણ વિધિ કરવામાં આવી હતી. આ તકે ગૌશાળા સંચાલકોએ દાતાઓને સન્‍માનીત કર્યા હતા. ગૌ-શાળામાં કરોડોનું દાન આપનાર જીવદયા રત્‍ન વિજેતા પ્રકાશભાઈ ગાંધી પુરા પરિવાર સાથે એટલે એમનો પરિવાર વિશ્‍વમાં જુદા જુદા દેશમાં પથરાયેલો છે. તે તમામ સભ્‍યો પધારેલ અને બાબરા-લાઠીમાં દાન માટે જેમનું નામ ભામાશા તરીકે ભાવપૂર્વક લેવામાં આવે છે તેવા ગોપાલભાઈ ચમારડી આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહી પ્રસંગને દીપાવેલ. સાથે સાથે ભામાશાને શોભે તેવા દાનની પણ જાહેરાત કરેલ છે. આ તબકકે દાનવીર પ્રકાશભાઈ ગાંધીએ ગોપાલભાઈને સન્‍માનીત કરતા આનંદની લાગણી વ્‍યકત કરેલ છે. જીગ્નેશદાદા તેમજ ભારતીબાપુ ગોપાલભાઈ વસ્‍તરપરાને ધન્‍યવાદ સાથે આશીર્વાદ પણ આપેલ છે. ગાય અને ગૌરી એટલે ગાયોની સેવા કરતા રહો સાથે સાથે દીકરીઓને યોગ્‍ય કરિયાવર સાથે વિદાય આપવાનું કામ કરો છો તે પણ કરતા રહો કારણ કે દીકરીને ગાય દોરે ત્‍યાં જાય. જેમનું જીવન બીજાના સુખ માટે ભગવાને બનાવ્‍યું છે એવી ગાયમાતા અને આપણી દીકરીઓઆ બન્‍નેની ખૂબ સેવા કરો.

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરે રત્‍નકલાકારોની સમસ્‍યા જાણી

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેર ર્ેારા કડીયાળી ગામનાં હિરાનાં કારખાના વાળા શિવાભાઈનાં કારખાને જઈને હિરા ઘસતાં કારીગરોનાં પ્રશ્‍નોથી વાકેફ થયા. હાલમાં હિરાના ધંધામાં ખૂબ જ મંદીનો માહોલ છે. આ અંગે કારીગરો ર્ેારા ધારાસભ્‍ય સાથે ચર્ચા દરમ્‍યાન જણાવેલ કે, હીરામાં નબળો સમય છે. જેથી અંબરીશભાઈ ડેર ર્ેારા હિરાનાં કારીગરોને આશ્‍વાસન આપેલ હતું અને જણાવેલ કે નબળા સમયમાં વધુ સારૂ કઈ રીતે થઈ શકે તે અંગે ચર્ચાઓ કરેલ હતી અને હિરાના કારીગરોનાં પ્રશ્‍નને વાચા આપવા જણાવેલ અને સૌને ખૂબ જ આશ્‍વાસન આપીને હિરા કંઈ રીતે ઘસાઈ અને કંઈ રીતે તૈયાર થાય તેની સમજ પણ કારીગરો પાસેથી મેળવેલ હતી. આમ સાચા અર્થમાં લોકસેવક તરીકે લોકોની વચ્‍ચે જઈને લોકોનાં પ્રશ્‍નો જાણીને તે કઈ રીતે સૌ સાથે મળીને હલ થઈ શકે તે રીત અપનાવીને પ્રશ્‍ન હલ કરવાનો સારો પ્રયત્‍ન ડેર કરી રહૃાા હોય તેને લોકોએ આવકારેલ છે.

દામનગરના મૂકસેવકનો અનોખો પક્ષીપ્રેમ

મનુષ્‍ય મનુષ્‍ય માટે મદદરૂપ થાય તે સામાન્‍ય વાત ગણાય. જયારે અબોલ પશુ પક્ષીઓની સેવા કરવી તે સમજશકિતથી થઈ શકે. દામનગરમાં એક મૂકસેવક ચંદુભાઈ બચુભાઈવાઘેલા છેલ્‍લા ચાર વર્ષથી અહીંના જુના પોલીસ સ્‍ટેશનની આસપાસની જગ્‍યામાં ચણ નાખી તેમજ પાણીના કુંડાઓ સવારના સમયે ભરીને ધન્‍યતા અનુભવે છે. ચંદુભાઈ રાઠોડને બજારના વેપારી મિત્રો સહકાર આપતા હોય સેવા કરવા માટે ઉત્‍સાહ વધારી રહયા છે.

05-07-2018