Main Menu

Wednesday, July 4th, 2018

 

આલે લે : કુંકાવાવમાં નાયબ મામલતદારની જગ્‍યા ભરવામાં રાજય સરકારની ઉદાસીનતા

ગામજનોને રોજબરોજનાં કાર્યોમાં મુશ્‍કેલી ઉભી થઈ રહી છે
કુંકાવાવ, તા.3
કુંકાવાવ ગામ તાલુકા કક્ષાનું હોવા છતાં પણ નાયબ મામલતદારની જગ્‍યા ખાલી હોવાથી ગામજનોને રોજબરોજના કાર્યોને લઈને મુશ્‍કેલી ઉભી થતી હોય તાલુકા પંચાયતની ન્‍યાય સમિતિના ચેરમેન હંસાબેન ધાધલે કલેકટરને પત્ર પાઠવીને નાયબ મામલતદારની ખાલી જગ્‍યા ભરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, કુંકાવાવ પંથકના 4પ ગામોની જનતાને પ્રમાણપત્ર મેળવવા સહિતની કામગીરીમાં વિક્ષેપ ઉભો થઈ રહયો હોય તાકીદે ખાલી જગ્‍યા ભરવા માંગ કરી છે.

ધારાસભ્‍યો અને સાંસદ દ્વારા બાંકડાઓનો વરસાદ

છેલ્‍લા પાંચેક વર્ષમાં રૂપિયા 10 કરોડ જેવી રકમનો ખર્ચ થયો
ધારાસભ્‍યો અને સાંસદ દ્વારા બાંકડાઓનો વરસાદ
પાણી, શિક્ષણ, આરોગ્‍ય પાછળ ખર્ચ કરવાને બદલે ગ્રાન્‍ટનો દુરૂપયોગ નો ઉત્તમ નમૂનો
અમરેલી, તા. 3
અમરેલી જિલ્‍લામાં વરસાદ પડે કે નાં પડે પરંતુ જિલ્‍લાનાં ધારાસભ્‍યો અને સાંસદે પોતાને મળતી ગ્રાન્‍ટમાંથી છેલ્‍લા પાંચ વર્ષમાં બાંકડાઓનો વરસાદ વરસાવીને ભારે આશ્ચર્ય ઉભુ કરી દીધું છે.
જિલ્‍લામાં શિક્ષણ, આરોગ્‍ય, માર્ગો, પીવાનું શુઘ્‍ધ પાણી જેવી અત્‍યંત જરૂરી સુવિધા માટે રાજય સરકાર પાસે નાણાનો અભાવ જોવા મળી રહૃાો છે. અને ધારાસભ્‍યોને દર વર્ષે 1 કરોડ રૂપિયા અને સાંસદને દર વર્ષે રૂપિયા પાંચ કરોડ જેવી અધધ રકમ તેમના મત વિસ્‍તારનાં વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવે છે અને તે રૂપિયા જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસા છે તેનો ઉપયોગ બાંકડા જેવી નકામી વસ્‍તુઓ પાછળ કરવામાં આવી રહૃાો હોય તે બાબત અતિ દુઃખદાયક છે.
હવે પ્રશ્‍ન એ ઉભો થાય છે કે, ધારાસભ્‍યો અને સાંસદ લાખો રૂપિયા બાંકડા જેવી નકામી ચીજવસ્‍તુઓ પાછળ શું કામ ખર્ચ કરે છે તે અંગે જાણવાનો પ્રયાશ કરાતાંચોંકાવનારી વિગતો બહાર આવેલ છે.
જેમાં અમુક ધારાસભ્‍યો અને સાંસદે ફાળવેલ બાંકડાની રકમમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળી રહૃાો છે. જેમાં મસમોટું કૌભાંડ થયાની પ્રાથમિક વિગતો જાણવા  મળેલ છે.
આ અંગે જવાબદાર વિભાગ પાસેથી સઘળી હકીકતો માંગવામાં આવી રહી છે. અને સમગ્ર ગ્રાન્‍ટનો હિસાબ જાહેર કરીને કયાં નેતાએ કયાં કૌભાંડ કર્યા છે તેને પ્રકાશમાં લાવવામાં આવશે.

શહેરનાં રાજમાર્ગો અને બાયપાસ માર્ગ પર અઠવાડીયાથી લાઈટ બંધ

અમરેલી શહેરમાં સ્‍ટ્રીટલાઈટને લઈને નારાજગી
ખાનગી કંપનીનાં કર્મચારીઓને સ્‍ટ્રીટલાઈટ શરૂ કરવાની કોઈ ઉતાવળ હોતી નથી
અમરેલી, તા. 3
અમરેલી શહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી સ્‍ટ્રીટલાઈટને લઈને શહેરીજનોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે. શહેરનાં અંતરિયાળ વિસ્‍તારથી લઈને રાજમાર્ગો અને બાયપાસ માર્ગ પર અઠવાડીયાથી સ્‍ટ્રીટ લાઈટ બંધ જોવા મળે છે.
અમરેલી શહેરમાં પાલિકાનાં શાસકો સ્‍ટ્રીટલાઈટની સુવિધા કરવામાં સદંતર નિષ્‍ફળ સાબિત થઈ રહૃાા છે. સ્‍ટ્રીટલાઈટની જાળવણી ખાનગી કંપનીને સોંપી દેવામાં આવી હોવાથી તે કંપનીનાં હંગામી કર્મચારીઓ અપુરતા પગારથી ગંભીરતાથી કામગીરી કરતા નથી.
શહેરીજનો સ્‍ટ્રીટલઈાટની ફરિયાદ પાલિકામાં કરે અને પાલિકા ખાનગી કંપનીને જાણ કરે અને દિવસો સુધી સ્‍ટ્રીટલાઈટ શરૂ થવાનું નામ લેતી નથી. અમરેલીનાં ધારાસભ્‍ય અને સાંસદને પણ સ્‍ટ્રીટલાઈટ, બિસ્‍માર માર્ગો, ટ્રાફીક જેવી સમસ્‍યાનેલઈને કોઈ ગંભીરતા જોવા મળતી ન હોય શહેરીજનોમાં સ્‍ટ્રીટલાઈટને લઈને ભારે નારાજગીનો માહોલ જોવા       મળી રહૃાો છે.

લ્‍યો બોલો : ધારીનાં શિક્ષક સામે તપાસ શરૂ હોવા છતાં પુનઃ નિયુકિત કરાતા રજૂઆત

અમરેલી, તા. 3
ચલાલાનાં કોંગી અગ્રણી કોકીલાબેન કાકડીયાએ ધારીનાં શિક્ષક હરેશકુમાર મકવાણાની પૂનઃ નિયુકિત સામે વેધક પ્રશ્‍નો ઉભા કરીને શિક્ષણાધિકારીની કાર્યશૈલીની ઝાટકણી કાઢી હતી.
તેણીએ એક નિવેદનમાં જણાવેલ છે કે, ધારી તાલુકાનાં શિક્ષક હરેશકુમાર બી. મકવાણાની સામેનીતપાસ ચાલુ હોવા છતા પુનઃ નિયુકિત કરાતા તાલુકામાં રોષની લાગણી ફેલાણી છે. તેમની સામે નીચે મુજબની કાર્યવાહી કરવાની બાકી હોવા છતાં તેમને છાવરવામાં આવે છે જે નીચે મુજબ છે (1) મજકુર કર્મચારી તા. ર4/11/17 ના રોજ સ્‍વે. નિવૃતિ થયેલ હોય નિવૃતિ હુકમ પણ બજાવેલ હોય અને તેમની અમલવારી શાળા કક્ષાએ પણ થઈ ગયેલ હોવા છતાં મજકુરની ઓફિસને જાણ કર્યા વગર અરજીના આધારે તા.ર9/11/17 થી ચૂંટણી આચાર સંહિતા લાગુ હોવા છતા પુનઃ નિયુકિતનો હુકમ જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ેારા કરવામાં આવેલ છે, જેની તપાસ આજદિન સુધી થયેલ નથી. (ર) મજકુર કર્મચારીની નોકરી ર0 વર્ષ ઉપરાંત થતી હોય પુનઃ નિયુકત કરવા માટે ગુજરાત મુલ્‍કિ સેવા નિયમો ર00ર ના નિયમ-48 ના બદલે જી.સી.એસ.આર. પેન્‍શનના નિયમો ર00ર પ્રમાણે ચૂંટણી આચાર સંહિતામાં કરેલ જે વહીવટી શંકા ઉપજાવે છે. (3) મજકુર કર્મચારી ચૂંટણી દરમ્‍યાન સતત રજા પર, ખુલ્‍લેઆમ આચાર સંહિતાનો ભંગ, સસ્‍પેન્‍ડ કર્યા પછી તાલુકા અને જિલ્‍લાની ઓફિસમાં આર.ટી.આઈ. તથા નનામી અરજી કરવાની પ્રવૃતિઓ કરતા હોવા છતાં જિલ્‍લાની ઓફિસે તેમની સામે કોઈ જ પગલા લીધા નથી. (4) મજકુર કર્મચારી સામે આવક કરતા વધારે સંપત્તિ ધરાવતા હોવાની વારંવાર અરજીઓ થયેલ છતાં કોઈ તપાસકરવામાં આવેલ નથી.
છેલ્‍લે પ્રમુખ કોકિલાબેને મજકુર કર્મચારી સામે તાત્‍કાલીક તપાસ કરાવી સરકારનાં નિયમોનુસાર કાર્યવાહી કરાવવા જણાવેલ છે. તેમજ તેમની નિમણુંકથી તે શાળાનાં બાળકોનાં ભવિષ્‍ય પર અસર પડી રહી છે તેમ જણાવે છે.

સાવરકુંડલા અને રાજુલામાંથી બાઈકની ચોરી થતાં ફરિયાદ

અમરેલી, તા.
રાજુલા ગામે રહેતાં ઉમેશભાઈ મનજીભાઈ વાઘેલાએ પોતાના હવાલાવાળા બાઈક નંબર જી.જે. 14એ.એલ. 9637 કિંમત રૂા.10 હજારનું ઘર પાસે પાર્ક કરેલ ત્‍યારે કોઈ અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.
જયારે બીજા બનાવમાં સાવરકુંડલા કોર્ટ પાસે વીજપડી ગામનાં સુરેશભાઈ રમેશભાઈ સોલંકીએ પાર્ક કરેલ જી.જે. પ જી.એચ.491ર કિંમત રૂા.1પ હજારનું કોઈ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

મોટા ઝીંઝુડા ગામ નજીકથી રેતી ચોરી કરતાં 3 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.
સાવરકુંડલા તાલુકાનાં મોટા ઝીંઝુડા ગામે મેલડીમાં ના મંદિર પાસેથી પસાર થતી સીમાડાની નદીનાં પટ્ટમાં વગર લીજે વગર પરમીટે ખોદકામ કરી વગર રોયલ્‍ટીએ નંબર પ્‍લેટ વગરનાં ટે્રકટર તથા ટ્રોલીમાં રેતી ભરતા બે ઈસમો જેમાં ટ્રેકટરનો ચાલક અશોકભાઈ રવજીભાઈ ગુજરવાડીયા (ઉ.વ. ર9) ધંધો, ડ્રાઈવીંગ તથા અન્‍ય એક મજુર અશોકભાઈ પાંચાભાઈ દેલાણીયા, ઉ.વ. રપ, ધંધો મજુરી, રહે. બન્‍ને મોટા ઝીંઝુડા વાળાઓ ટે્રકટર તથા રેતી ભરેલ ટ્રોલી સાથે મળી આવતા ટ્રેકટર તથા ટ્રોલીની કિ.રૂા.1,પ0,000 તથા તેમા ભરેલ આશરે એક ટન રેતીની કિ.રૂા.પ00 એમ કુલ કિ.રૂા.1,પ0,પ00 ના મુદ્યામાલ સાથે બન્‍નેઈસમો સામે આઈ.પી.સી. કલમ 379,114 મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે. તથા ટ્રેકટરનાં માલીક જયસુખભાઈ ભદુભાઈ દેલાણીયા, રહે. મોટા ઝીંઝુડા વાળા બનાવ સ્‍થળે હાજર મળી આવેલ ન હોય, જેની બાદમાં ઉપરોકત ગુન્‍હામાં પોલીસ ર્ેારા અટક કરાયેલ છે.

અમરેલીમાં રોમિયોએ વિદ્યાર્થીનીનાં પરિવારને મારી નાખવાની ધમકી આપી

શહેરનાં રોમિયો પોલીસને ગણકારતા નથી
અમરેલી, તા.
અમરેલીની સર્વોદય સોસાયટીમાં રહેતી અને અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીનાં પપ્‍પાએ અગાઉ સામાવાળા ઉપર ફરિયાદ કરેલ તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે સાંજે આ વિદ્યાર્થીની સ્‍કુટીલઈને નિકળતાં તે જ વિસ્‍તારમાં રહેતાં જયરાજ રોહીતભાઈ હેલૈયા તથા યુવરાજ રોહીતભાઈ હેલૈયાએ તેમની છેડતી કરી આખા ઘરને મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

અમરેલી જિલ્‍લામાં અર્ધા ઈંચથી લઈને 4 ઈંચ જેટલા વરસાદથી

જિલ્‍લાનાં તમામ તાલુકા મથકો અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ
અમરેલી જિલ્‍લામાં અર્ધા ઈંચથી લઈને 4 ઈંચ જેટલા વરસાદથી નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાઈ ગયા
જિલ્‍લાનાં ખેડૂતો, વેપારીઓ, ગૃહિણીઓ સહિત સૌ કોઈમાં આનંદનો માહોલ જોવા મળી રહૃાો હતો
હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લામાં ચોમાસાનાં દિવસોથી ત્રુટક ત્રુટક વરસાદ પડી રહૃાો હતો. ત્‍યારે અગાઉ માત્ર લીલીયા અને સાવરકુંડલા પંથકમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયા બાદ આજે અમરેલી જિલ્‍લામાં અર્ધા ઈંચથી લઈ 4 ઈંચ જેટલો વરસાદ પડી જતાં લોકો વરસાદથી હરખઘેલા બન્‍યા હતા. જયારે જિલ્‍લાની નાની-મોટી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ રહૃાાનું પણ જાણવા મળી રહૃાું છે.
રાજુલા-જાફરાબાદમાં આજે સતત પડેલા વરસાદનાં કારણે ખેડૂતોમાં ભારે ઉતસાહ છવાયો હતો અને સતત ગરમીનો સામનો કરતાં લોકોએ વરસાદ પછી ઠંડકનો અનુભવ કર્યો હતો.
ધારી, ચલાલા, બગસરા વિસ્‍તારમાં પણ મેઘાએ આજે ધમાકેદાર એન્‍ટ્રી મારી હતી. પરંતુ આ લખાય છે ત્‍યારે ખોડીયા ડેમમાં નવા નીરની કોઈ આવક થયાનું જાણવા મળ્‍યું નથી.
વડીયા-કુંકાવાવમાં પણ આજે મન મુકી અને હેત વરસાવ્‍યું હતું. જના કારણે ખેડૂતો અને લોકોમાંભારે હરખ જોવા મળી રહૃાો હતો અને શહેરનાં રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્‍યા હતા.
બાબરા-ચમારડી સહિતનાં વિસ્‍તારમાં પણ મેઘાએ શાનદાર એન્‍ટ્રી મારતાં ખેતરોમાં પાણી નીકળી ગયાનું પણ જાણવા મળી રહૃાું છે.
આ ઉપરાંત સાવરકુંડલા, વીજપડી, ખાંભા, મોટા બારમણ સહિતનાં વિસ્‍તારોમાં પણ વરસાદે હેત વર્તાવ્‍યું હતું. જેને લઈ અર્ધા ઈંચથી 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયાનું જાણવા મળેલ છે.
અમરેલી જિલ્‍લા ફલ્‍ડ કંટ્રોલરૂમનાં જણાવ્‍યા અનુસાર અમરેલી જિલ્‍લામાં આજે સવારે 7 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 18 મી.મી. (70), બાબરામાં 18 મી.મી. (6પ), બગસરામાં 63 મી.મી. (11ર), ધારીમાં 1પ મી.મી. (ર9), જાફરાબાદમાં 99 મી.મી. (117), ખાંભામાં 3ર મી.મી. (4ર), લાઠીમાં 17 મી.મી. (પ1), લીલીયામાં 4પ મી.મી. (1ર6), રાજુલામાં 71 મી.મી. (93), સાવરકુંડલામાં 31 મી.મી. (109) અને વડીયામાં 34 મી.મી. (87) મી.મી. વરસાદ નોંધાયો છે.

અરેરાટી : બાબરામાં એસ.ટી. બસ, ટ્રક અને ડબલ સવારી બાઈક વચ્‍ચે ત્રિપલ અકસ્‍માત

બસનાં ચાલક અને મુસાફરો સહિત અનેકને ઈજાઓ
અરેરાટી : બાબરામાં એસ.ટી. બસ, ટ્રક અને ડબલ સવારી બાઈક વચ્‍ચે ત્રિપલ અકસ્‍માત
વીરનગરનાં ર વ્‍યકિતનાં ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત
અમરેલી, તા.
બાબરામાં ગઈકાલે બપોરે ચાલુ વરસાદે ત્રીપલ અકસ્‍માત સર્જાયો હતો જેમાંભુજ તરફથી આવતી અને ભાવનગર તરફ જતી એસ.ટી. બસ અકસ્‍માતે એક ટ્રેકટેલર પાછળ ઘુસી ગઈ હતી તો વચ્‍ચે બાઈક દબાયુ હતું. બાઈકના બંને ચાલકોનાં ઘટના સ્‍થળે મોત નીપજયા હતા આ બંને બાઈક ચાલકો રાજકોટ જીલ્‍લાનાં વિરનગર ગામે રહેતા દેવશીભાઈ ભવાનભાઈ કાપડીયા (ઉ.વ. 40) તેમજ અરવિંદભાઈ ભીમભાઈ બરવાળીયા (ઉ.વ. પપ) હોવાનું બહાર આવ્‍યું હતું.
જયારે એસ.ટી. બસના ચાલક વિરેન્‍દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા (ઉ.વ. 36) રહે. ભાવનગર વાળાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તો બસમાં બેઠેલા મુસાફરો પરવિન રમજાનભાઈ મઘરા (ઉ.વ. ર1) રહે. રાજકોટ  રમજાનભાઈ રહીમભાઈ મઘરા (ઉ.વ. 48) રહે. રાજકોટ, જતીનભાઈ રાજસુરભાઈ ડેર (ઉ.વ. ર1) રહે. ચાવંડ, જી. અમરેલી, પંકજ ગોરધનભાઈ બલર (ઉ.વ. 3પ) રહે. બથકડા, તળશીભાઈ મેઘજીભાઈ જાસલીયા (ઉ.વ. 6ર) રહે. આંબલા લાભુભાઈ ધનજીભાઈ ગોહીલ (ઉ.વ. 6ર) રહે. આંબલા, બલવીરસિંહ પરવેજસિંહ (ઉ.વ. 4ર) રહે. રાજકોટ અને મહેન્‍દ્ર પ્રવિણભાઈ પરમાર (ઉ.વ. ર6) રહે. કચ્‍છ આ તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમા અમુકને ભાવનગર તો અમુકને રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્‍યા હતા.
ચર્ચાતી વિગત અનુસાર ટ્રક પણ ભાવનગર તરફ જઈ રહૃાો હતો અને તેની પાછળ મોટરસાયકલ જતુ હતું. ટ્રક ચાલકે બ્રેક મારતા મોટરસાયકલચાલકે પણ બ્રેક મારી હતી પણ પાછળ કાળનો કોળીયો બની આવી રહેલ એસ.ટી. બસમાં બ્રેક ન લાગતા આ અકસ્‍માત સર્જાયો હોવાનું ચર્ચાય રહૃાું છે.
ટ્રક અને બસ વચ્‍ચે મોટરસાયકલ ચગદાયુ હતું અને બંને આધેડનાં કમકમાટી ભર્યા મોત સ્‍થળ પર જ થયા હતા.
મરનાર અરવિંદભાઈને એક નાની દિકરી હોવાનું જાણવા મળ્‍યું છે. અરવિંદભાઈને સંતાન ન થતા હોય અને બહુ જાજા વર્ષે ભગવાને દિકરી આપીતો તેની સામે નાની દિકરીનાં પિતાને ઉપરવાળાએ ઉપર બોલાવીલીધા.
અકસ્‍માતનો બનાવ બન્‍યો ત્‍યારે અમરેલી ડી.વાય.એસ.પી. મોણપરા તેમજ બાબરા પીએસઆઈ મોરી ત્‍યાથી પસાર થતા હોય તાત્‍કાલીક ગાડી ઉભી રાખી મદદે દોડયા હતા. તો ડીવાયએસપી મોણપરા અને પીએસઆઈ મોરી અકસ્‍માત થયેલ મોટર સાઈકલ સળગવાનીતૈયારીમાં હતું તો તાત્‍કાલીક પાણીની ડોલો પોતે બંનેએ ભરી પાણીનો મારો કરી મોટરસાયકલને સળતું અટકાવ્‍યું હતું. બનાવની જાણ થતાં જ  બાબરા શહેરનાં સેવાભાવી યુવાનો પણ મદદે લાગ્‍યા હતા.
તો તેની સામે બાબરાની પંજાએ સ્‍પીડબ્રેકર મુકવાની પણ માગણી કરી હતી. લોકોના કહેવા મુજબ એસ.ટી. બસની બ્રેક ફેલ થઈ હોય તેના હીસાબે આ અકસ્‍માત સર્જાયો હોવાનું પણ ચર્ચાય રહૃાું છે. સાચું કારણ તો એસ.ટી. અને આર.ટી.ઓ. તપાસ બાદ બહાર આવશે. એસ.ટી.બસનાં ચાલકનેપણ મહામુસીબતે બહાર    કાઢવામાં આવ્‍યો હતો.

કોળી સમાજનાં યુવાનો સરકાર સામે અસહકાર આંદોલન કરશે

પીપાવાવધામનાં આંદોલનકારીઓને ન્‍યાય મળે તે માટે
કોળી સમાજનાં યુવાનો સરકાર સામે અસહકાર આંદોલન કરશે
ધોધમાર વરસાદમાં પણ આંદોલનકારીઓ ન્‍યાય માટે લડત ચલાવી રહૃાા છે
અમરેલી, તા.
રાજુલા તાલુકાના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 70 દિવસથી સતત ધોમધખતા તાપ હોય કે ધોધમાર વરસાદ હોય અવિરત રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન ચલાવી રહૃાા છે. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ કંપની અને ભુમાફિયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા અને સરકારી નિયમો મુજબ ગ્રામજનોને રોજીરોટી માટે જમીન ભાડાપટ્ટે ફાળવવામાં આવેતે માટે ગ્રામજનો આંદોલન કરી રહૃાાં છે પણ તંત્ર ઘ્‍વારા ફકત 7 દબાણો દુર કરી ફકત ઔપચારિકતા જ પૂર્ણ કરવામાં આવી. તંત્ર ઘ્‍વારા જે દબાણો પર કબ્‍જો લઈ લેવાની વાત કરવામાં આવે છે તે દબાણો દુર કરેલી જગ્‍યા પર હજુ પણ રાજકીય વગ ધરાવતા ભુમાફીયાઓ બેરોકટોક ઝીંગાફાર્મ ચલાવી રહૃાા છે છતાં પણ તંત્ર ઘ્‍વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રના અધિકારીઓ દબાણ દુર કરવાના દાવાઓ કરી રહૃાા છે. જયારે સોશ્‍યલ મિડીયા પર ઝીંગા ફાર્મ ચાલું હોય અને ઝીંગાઓને ખોરાક નાખતા વિડીયો તથા ફકત ઉપર ઉપરથી પાળા તોડવામાં આવેલાના વિડીયો વાઈરલ થઈ રહૃાા છે. તેમજ આ અંગે આંદોલનકારીઓ ઘ્‍વારા નાયબ કલેકટરને મૌખિક રજુઆતો કરી વિડીયો દેખાડવામાં આવતા નાયબ કલેકટરે આંદોલનકારીઓને કહૃાું કે હમારા પર વિશ્‍વાસ ના હોય તો તમે જાતે જ પોતાના ખર્ચે દબાણ દુર કરી લ્‍યો પરંતુ આ ગ્રામજનોને આ ભુમાફીયાઓ તેમની ગામની જમીન પર ચાલવા નથી દેતા ત્‍યાં આંદોલનકારીઓ દબાણ કેવી રીતે દુર કરવાનાં અને જયારે ગામના લોકો આ જમીન પર કબ્‍જો લેવા ગયા હતા ત્‍યારે આ જ અધિકારીઓ અને પોલીસ તંત્ર ઘ્‍વારા અટકાવ્‍યા હતા. 70 દિવસથી ગરીબ પરિવારોના લોકો રોજીરોટી માટે લડી રહૃાા છે છતાં પણ આ સરકારને શરમ નથી આવતી. આદોલનો એ લોકશાહી અનેસરકાર માટે શરમની વાત કહેવાય. પરંતુ આ સરકારે કયાં આંદોલનનો ફર્ક પડે. પીપાવાવધામના આંદોલનકારીઓની મકકમતાને દાદ આપવી પડે કે પોતાના ઘરમાં મુઠ્ઠીભરી નથી ઘરના અમુક લોકો પેટીયું રળી સાંજે ઘરે આવે ત્‍યારે ઘરનો ચુલો સળગે છે તો પણ આવી પરિસ્‍થિતિમાં પોતાની આવનારી પેઢી માટે આંદોલન કરી રહૃાા છે. તેમણે તો પોતાની જીંદગી નાખી છે બહાર ગામ ભટકી ભટકીને પણ પોતાના બાળકોના શિક્ષણ માટે આજે પણ રાજુલા પ્રાંત કચેરી બહાર આજે ન્‍યાય મળશે કાલે ન્‍યા મળશેની રાહ જોઈને બેઠા છે. આ ગરીબ પરિવારો આજે પણ સરકાર પાસે પોતાના હકક-અધિકાર માટે ઝઝુમી રહૃાા છે.
ત્‍યારે આંદોલનકારીઓની વેદના જોઈને ગુજરાતભરના કોળી સમાજના યુવાનો રોષે ભરાયા હતા અને વિવિધ 43 સ્‍થળો પર તાલુકા અને જિલ્‍લા કક્ષાએ આવેદનપત્ર આપી સરકારને તાકીદ કરી હતી કે જો પીપાવાવધામના ગામજનોને વહેલતકે ન્‍યાય નહી મળે તો ભહવે હદ થઈ છેભ ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સરકાર સામે અસહકાર આંદોલન ચલાવવામાં આવશે તેવું યુવા કોળી સમાજ ગુજરાત ઘ્‍વારા આવેદનપત્રમાં જણાવ્‍યું હતું.
આ સરકાર સામે આંદોલન કરવામાં કોળી સમાજ જ બાકી હતો પરંતુ આગામી સમયમાં સરકાર તેમની માંગણી નહીં સ્‍વીકારે તો તે પણ સરકાર સામે આંદોલન કરશે.પીપાવાવધામના આંદોલનકારીઓ ધોધમાર વરસાદમાં પણ આંદોલન ચલાવી રહૃાા છે. આંદોલનના મંડપમાં પાણી ભરાયું હતું છતાં પણ કોઈ છત્રી તો કોઈ રેઈનકોટ અને ઘણા લોકો પ્‍લાસ્‍ટીકના કાગળનો સહારો લઈ વરસાદમાં પણ આંદોલન છાવણીમાં બેસ્‍યા હતા. આવા ધોધમાર વરસાદમાં પણ આંદોલનકારીઓની સાથે રહૃાા એવા અશોકભાઈ ભાલીયા, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવધામનાં સરપંચ હંસાબેન ગુજરીયા, મુકેશભાઈ કામ્‍બડ સહિતનાં લોકો વરસાદી માહોલ વચ્‍ચે પણ આંદોલન ચાલું રાખ્‍યું હતું.

ડુંગરમાં યંગ મુસ્‍લિમ એજયુ. ગૃપ ર્ેારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજુલાનાં ડુંગર ગામે યંગ એજયુકેશન ગૃપર્ેારા ઈનામી વિતરણ કાર્યક્રમનું આયોજન થયેલ. જેમાં ધો.8 થી 1રનાં બાળકો તેમજ સમાજનાં વિવિધ ક્ષેત્ર નામનાં પામેલા યુવાનોને મુવમેન્‍ટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા. આ તકે ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, વેરાવળ મામલતદાર, જેતુબેન કનોજીયા, પી.એસ.આઈ. સલમાબેન સુમરા, નિવૃત બી.આર.સી. રહિમભાઈ કનોજીયા, બીલા હાઈસ્‍કૂલનાં પ્રિન્‍સીપાલ યાકુબભાઈ ગાહા, અબ્‍દુલભાઈ સેલોત, જુસબભાઈ ભોકીયા, સાંઈદાસભાઈ ગાહા, મેજર આર્મી નિવૃત જામનગર, બાબાજાન બાપુ સદસ્‍ય તા.પં. રાજુલા બાબુભાઈ જાલંધરા, દિપકભાઈ જાલંધરા વિગેરે મહેમાનોએ પોતપોતાની આગવી સ્‍ટાઈલમાં એજયુકેશન અંગે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસેલ. આ તકે ધારાસભ્‍યએ શિક્ષણ બાબતે પૂરેપૂરો સહકાર આપવા ખાત્રી આપેલ. તેમજ પી.એસ.આઈ. સલમાબેન સુમરાએ, મુસ્‍લિમ સમાજમાં શિક્ષણ અંગે બાળાઓને ભણાવવા પર પૂરેપૂરો ભાર મુકેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા યંગ એજયુકેશન ગૃપનાં પ્રમુખ મુસ્‍તાકભાઈ ગાહા, રફીકભાઈ આર્દવા, આબીદભાઈ જે, અશરફશા પઠાણ, જાકીર એમ. ગાહા, મજીદભાઈ એમ. ગાહા, ઈનાયત આલીયાણી, અકબરશા પઠાણ, અલ્‍તાફભાઈ તેલી, શબ્‍બીર એમ. ગાહા, એઝાઝબાપુ સૈયદ, શફીભાઈ બી. ગાહા, હુસેન એમ. ગાહા, શબ્‍બીર બોસ, જાવીદ યુ. ગાહા, આમીર ટી. ગાહા વિગેરેએ પૂરેપૂરી જહેમતઉઠાવેલ.

દોઢ મહિના પહેલા સરકારે ટેકાનાં ભાવે ખરીદી કર્યા બાદ ખેડૂતોને ચણાની રકમ ન મળતાં નારાજગી

દોઢ મહિના પહેલા સરકારે ટેકાનાં ભાવે ખરીદી કર્યા બાદ
ખેડૂતોને ચણાની રકમ ન મળતાં નારાજગી
જગતાત ગણાતા ખેડૂતોની હાલત અતિ દયનીય બની હોય સરકારે માનવતા દાખવવી જરૂરી
સાવરકુંડલા, તા.3
સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરી પણ ચણાની રકમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા ન થતા અમરેલી જિલ્‍લાના ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે. સાવરકુંડલામાં નાફેડ દ્વારા ટેકાના ભાવના ચણાની ખરીદીને આજે દોઢેક માસ જેવો સમય વીતવા છતાં પૈસાના અભાવે ખેડૂતો વાવણી વિના ટળવળી રહયા છે.
અમરેલી જિલ્‍લામાં સરકાર નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવના ચણાની ખરીદી દોઢેક માસ પહેલા સાવરકુંડલાના એ.પી.એમ.સી.માં ખરીદી કરવામાં આવી હતી. 1ર00 જેટલા ખેડૂતોએ ઓનલાઈન ટેકાના ભાવના ચણા વેચવાની નોંધણી કરાવ્‍યા બાદ આજે દોઢેક માસ જેવો સમયગાળો વીતી ગયો છે. માથે ચોમાસુ આવી ગયું છે. મોટાભાગે ખેડૂતોએ વાવણી કરી દીધી છે પણ ટેકાના ભાવના ચણાનું વેચાણ કરનાર ખેડૂતની હાલત સૂડી વચ્‍ચે સોપારી જેવી નિર્માણ પામી છે. સાવરકુંડલાના વિજય રાઠોડ નામના ખેડૂતે 80 મણ ચણા ટેકાના ભાવે વેચ્‍યા હતા પણ હજુ સુધી ટેકાના ભાવના પૈસા ખેડૂતને મળ્‍યા ન હોવાથી ર0 વિઘાની જમીન પર ખેડૂત વાવણીવિહોણા જોવા મળી રહયો છે. અને સરકાર સામે પૈસા ચૂકવવાની કાકલુદી કરી રહયા છે.
પ વીઘામાં પશુ માટે રજકાનું વાવેતર ઉભુ છે અને ર0 વીઘા હજુ વાવેતર કર્યા વિના ખેડૂત જમીન ખેડાણ નથી કરી શકયો. 80 મણ ચણા સરકારને ટેકાના ભાવના વેચ્‍યા બાદ પૈસા વિના ખેડૂત વાવણી કરવા અસમર્થ છે. પ વીઘામાં રજકાનું વાવેતર કરીને બીજી ર0 વીઘાની વાવણી ન કરતા હવે ખેડૂતના ભાગીયા પણ પૈસા વિના ખેતી કામો છોડવાની વાતો કરતા ખેડૂત વધુ મુશ્‍કેલીમાં મુકાયો છે. ત્‍યારે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદ કરાયેલા ટેકાના ભાવના ચણા અંગે સાત બાર આઠ-અ ની કરીને ઉપર લેવલે ડોકયુમેન્‍ટ રવાના કરવાની કામગીરી વેગવંતી બનાવી છે પણ હજુ ટેકાના ભાવના ચણાની ચુકવણી થવામાં એક દોઢ માસ જેવો સમયગાળો વીતે તેવું ખરીદ વેચાણ સંઘના મેનેજરે જણાવ્‍યું હતું. 1ર00 ખેડૂતોમાંથી 6ર6 ખેડૂતોની ર4 હજાર નવસો એંશી ગુણી સરકારે ખરીદ કરી છે. બીજા બાકી રહી ગયેલા ખેડૂતોએ બીજા ખેડૂતોના સાત બાર આઠ-અ લઈને પોતાના ચણા ટેકાના ભાવે વેચ્‍યા હોવાનું સંઘના મેનેજર જણાવે છે. જયારે હજુ ટેકાના ભાવના પૈસા એક દોઢ માસ જેવા સમયગાળા બાદ    મળે તેવું જણાવ્‍યું હતું પણ 6ર6 ખેડૂતોમાંથી ઘણા ખરા ખેડૂતો ટેકાના ભાવના ચણાના પેમેન્‍ટનીરાહે હોવાથી વાવણી વિના ખેડૂતો ટળવળી રહયા છે અને ચોમાસામાં વાવણી વિના ખેડૂત વધુ મુશ્‍કેલીમાં મુકાઈ તે પહેલા સરકાર ટેકાના ભાવનું પેમેન્‍ટ ચુકવે તેવી લાગણી અને માંગણી વ્‍યકત કરી રહયા છે.

ચલાલા સાંઈ મંદિરે વિદ્યાર્થીઓને કિટબેગ-નોટબુક વિતરણ

ચલાલામાં સાંઈબાબા એજયુ. ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત શ્રી સાંઈ ધૂન સેવા મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી સાંઈ મંદિરના સાનિઘ્‍યમાં બે રાઉન્‍ડમાં 111 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કિટબેગ, ચોપડા-નોટબુક વિનામૂલ્‍યે તા.ર9/6ના રોજ આમંત્રિત મહેમાનો હસ્‍તે આપવામાં આવેલ હતા. દરેક જ્ઞાતિના તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્‍સાહન મળે એ હેતુથી જ આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને કિટબેગ, ચોપડા આપવામાં મુખ્‍ય સહયોગ ચલાલા દેનાબેંક સ્‍ટાફ, મુર્તુઝાભાઈ ટી. હથિયારી, રોશની ઈલેકટ્રીકસ, દિનેશ સ્‍ટોર, શિવસાંઈ ડી.જે. સાઉન્‍ડ, પૂ. મંગળામાં તથા આમંત્રિત મહેમાનોએ સહયોગ આપેલ હતો. સાંઈ મંદિરના સેવાકાર્યને બિરદાવવા માટે અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, ચલાલા નગરપાલિકા પ્રમુખ હિંમતભાઈ દોંગા, ચલાલા ખેડૂત અગ્રણી જયંતિભાઈ પાનસુરીયા, ભીમનાથ મહાદેવના મહંત મયુરગીરી બાપુ તથા દરજી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખબાલાભાઈ જેઠવા, જીતુભાઈ ચૌહાણ, વિક્રમભાઈ ભરાડ, લોક સાહિત્‍યકાર ભીખુભાઈ માળવીયા, ગોવિંદભાઈ નગવાડીયા, સાધુ સમાજના અગ્રણી દિનેશગીરી નિમાવત તેમજ દરેક જ્ઞાતિના મહાનુભાવો ઉપસ્‍થિત રહીને ચલાલા સાંઈ ધૂન સેવા મંડળની સતત સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. આ સેવા કાર્યને સફળ બનાવવા ટ્રસ્‍ટના લલીતભાઈ મહેતા, પૂજારી રાજુભાઈ જાની, તુષાર ચૌહાણ, ધર્મેન્‍દ્ર જાની, પિયુશ વિભાણી, મિતેશ ભટ્ટ, સદામ હથિયારી, જીતેન્‍દ્ર જાની, જીતુભાઈ મહેતા, જગાભાઈ રબારી, જયદીપ મહેતા વિગેરે તમામ ભકતોએ સહયોગ આપેલ હતો. તેમ ચલાલાના પત્રકાર પ્રકાશભાઈ કારીયાની યાદીમાં જણાવાયું છે.

04-07-2018