Main Menu

Tuesday, July 3rd, 2018

 

ભાડેર ગામે વલોણા યંત્ર શરૂ કરવા જતાં ઈલેકટ્રીક શોકથી મોત

અમરેલી, તા.
ધારી તાલુકાનાં ભાડેર ગામે રહેતાં મંજુબેન જેન્‍તીભાઈ રફાળીયા નામનાં પપ વર્ષિય મહિલા આજે સવારે 6 વાગે પોતાના ઘરે છાસ બનાવવા માટે ઈલેકટ્રીક વલોણા યંત્ર શરૂ કરવા જતાં અકસ્‍માતે તેમને ઈલેકટ્રીક શોક લાગતાં તેમનું મોત નિપજયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

છેલ્‍લા એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર આર.આર. સેલ ટીમ

અમરેલી, તા.
ભાવનગર રેન્‍જ આઈ.જી.પી. અમિતકુમાર વિશ્‍વકર્માની સૂચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ સ્‍ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સૂચના આપેલ. જે સૂચના મુજબ ભાવનગર આરઆરસેલ સ્‍ટાફનાં એ.એસ.આઈ. વી. ડી.  ગોહિલ તથા હેડ કોન્‍સ. કિરણભાઈ સોલંકી અમરેલી ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એ.એસ.આઈ. વી. ડી. ગોહિલને બાતમી મળેલ કે અમરેલી તાલુકા પો.સ્‍ટે.ફર્સ્‍ટ ગુ.ર.નં.38/ ર017 ઈ.પી.કો. કલમ 3ર6, પ04 જી.પી. એકટ કલમ-13પ મુજબનાં ગુન્‍હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી પ્રવીણ આલાભાઈ ચાવડા, રે. મોટા માંડવડા, જી.અમરેલી વાળો જે બાતમી આધારે બાતમીવાળી જગ્‍યાએ આવતાં પ્રવિણ આલાભાઈચાવડા રે. મોટા માંડવડા, જી. અમરેલી વાળો મળી આવતાં તનાં વિરૂઘ્‍ધ કાયદેસર કાર્યવાહી કરી તેને અમરેલી તાલુકા પો.સ્‍ટે.માં સોંપી આપવામાં આવેલ છે. આમ, અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનનાં ગુન્‍હામાં છેલ્‍લા એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર આર.આર.સેલ ટીમને સફળતા મળેલ છે.

ગોપાલગ્રામનાં ખેડૂતને વીજ શોક લાગતાં સારવારમાં ખસેડાયા

અમરેલી, તા.
ધારી તાલુકાના ચલાલા તાબાના ગોપાલગ્રામ ગામના ખેડૂત કનુભાઈ લવાભાઈ સાવલીયા (ઉ.વ.6પ) પોતાની માલીકીની વાડીમાં વીજ સબસ્‍ટેશન પાસે કામ કરતા હોય ત્‍યારે વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થયેલ છે. તેમજ સારવાર માટે તાત્‍કાલિક અમરેલી લઈ ગયેલ છે. અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડેલ છે. તેવી પ્રાથમિકત જાણવા મળેલ છે.

રાજુલાના ભાક્ષી-1 ગામનાં બાવ ચારોલાને પેરોલ ફર્લો સ્‍કોર્ડ ઝડપી લીધો

અમરેલી, તા.
પેટ્રોલ ફર્લો સ્‍કોર્ડના પો સબ ઈન્‍સ. એસ.આર.શર્મા તથા શ્‍યામકુમાર બગડા, જયદિપસિંહ ચુડાસમા, જીજ્ઞેશભાઈ પોપટાણી દ્વારા છેલ્‍લા છ વર્ષથી વંડા પોસ્‍ટે. ફ.ગુ.ર.નં.14/1ર આઈ.પી.સી.ક.363, 366, 380, 114 ના કામે નાસતો ફરતો આરોપી બાવચંદભાઈ ઉર્ફે બાવ કનુભાઈ ચારોલા રહે. ગામ -ભાક્ષી-1, તા.રાજુલા, જિ.અમરેલી વાળાને તા.0ર/07/ર018ના રોજ ચોકકસ બાતમી આધારે પકડી પાડી વંડા પો.સ્‍ટે. ખાતે આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ સોંપી આપેલ છે.

ખાંભા માલકનેશ ગામે ખેડૂતને 1ર જેટલા શખ્‍સો માર મારવા આવ્‍યા

અમરેલી, તા.
ખાંભા તાલુકાનાં નવા માલકનેશ ગામે રહેતાં પ્રવિણભાઈ હરીભાઈ સોલંકી નામનાં યુવક તથા તે જ ગામે રહેતાં અરવિંદભાઈ રાઘવભાઈ સોલંકી વચ્‍ચેજમીનનાં રસ્‍તા અંગે વિવાદ ચાલતો હોય, તે વાતનું મનદુઃખ રાખી આ અરવિંદભાઈ સહિત 1ર જેટલાં લોકો પ્રવિણભાઈને મારવા માટે આવતાં તે તથા તેમનો પરિવાર જીવ બચાવવા બાજુની વાડીમાં જતાં રહેલ. ત્‍યારેઆ 1ર જેટલાં ઈસમોએ ગાળો બોલી, જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.

ચતુરી ગામે સામાન્‍ય બાબતનું મનદુઃખ રાખી લાકડી વડે માર માર્યો

અમરેલી, તા.
ખાંભા તાલુકાનાં ચતુરી ગામે રહેતાં દાનુભાઈ દાદભાઈ બુધેલા નામનો ર1 વર્ષિય યુવક ગત તા.ર9નાં રોજ સાંજે તેમના પિત્રાઈ ભાઈનાં ઘરે જતો હતો ત્‍યારે તે વાતનું મનદુઃખ રાખી તે જ ગામે રહેતાં માણાભાઈ જુડાભાઈ સહિત 4 ઈસમોએ કુવાડા, લાકડી, પાવડા વડે માર મારી મુંઢ ઈજા કર્યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.

દરેક પોલીસ સ્‍ટેશનમાં એન્‍ટી રોમિયો સ્‍કવોર્ડની જરૂર

શાળા-કોલેજો, મંદિરો અને બહેનોની બજાર પર નજર રાખવા માટે
દરેક પોલીસ સ્‍ટેશનમાં એન્‍ટી રોમિયો સ્‍કવોર્ડની જરૂર
બાઈક પર પગ ચડાવીને આરામ ફરમાવતાં અને જાહેરમાર્ગ પર સીનસપાટાનાં દ્રશ્‍યો રોજીંદા બન્‍યા
અમરેલી, તા. ર
અમરેલી જિલ્‍લાનાં દરેક શહેરોમાં શાળા-કોલેજો, મંદિરો અને બહેનોની બજારમાં રોમિયોગીરીએ હદ વટાવી દીધી હોય નિષ્ઠાવાન પોલીસ અધિક્ષકે દારૂ, જુગાર અને રેતીચોરી પર કાબુ મેળવી લીધો હોય હવે રોમિયોગીરીને કડક હાથે ડામી દે તેવી માંગ જિલ્‍લાભરમાંથી ઉભી  થઈ છે.
અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ધારી, બગસરા સહિતનાં લગભગ તમામ શહેરોમાં શાળા-કોલેજો આસપાસ તેમજ મંદિરો કે બહેનોની અવર-જવર માર્ગ પર રોમિયો બાઈક પર પગ લંબાવીને આરામ ફરમાવતાં હોય છે. ચિત્ર વિચિત્ર વેશભુષા, ફિલ્‍મી હીરો જેવી   દાઢી, હાથમાં મોબાઈલ સાથે હીરોગીરી કરતાં શખ્‍સોનું દ્રશ્‍ય સામાન્‍ય થઈ ગયું છે. રોમિયોનાં બાઈકમાં કાનફાડી નાખે તેવા હોર્ન, આંખ આંજી દે તેવી લાઈટ અને ત્રિપલ સવારીમાં ધુમ સ્‍ટાઈમાં બાઈક ચલાવીને દરેક શહેરોની શાંતિનો ભંગ કરનાર રોમિયો સામે લાલ આંખ કરવાનો સમય આવી ચુકયો છે.
અમરેલીનાં સરદાર સર્કલ, કોલેજ ચોક, સુર્યા ગાર્ડન, નાગનાથ ચોક, લાયબ્રેરી રોડ, હરિરોડ, ભીડભંજન ચોક, બસ સ્‍ટેન્‍ડ સહિતનાં વિસ્‍તારોમાં રોમિયોનાં ઠેકાણા બન્‍યા છે. રાત્રીનાં સમયે 9થી 1ર સુધી સરકીટ હાઉસ, ઓમનગર કોર્નર, બસ સ્‍ટેન્‍ડ, કોલેજ ચોકમાં રોમિયો દ્રશ્‍યમાન થઈ રહૃાા હોય પોલીસ અધિક્ષકે દરેક પોલીસ સ્‍ટેશનમાં એન્‍ટી રોમિયો સ્‍કવોર્ડની રચના કરીને રોમિયોગીરીનાં દુષણને કડક હાથે ડામી દેવું જોઈએ તેવી માંગ ઉભી થવા પામી છે.

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે બિઝનેસ ઓપરેટર્સ સાથે નવી દિલ્‍હીમાં ટ્રેડ મીટનું આયોજન કર્યું

પિપાવાવ, ભારત – એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે તાજેતરમાં નવી દિલ્‍હીમાં તેનાં ગ્રાહકો અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે ટ્રેડ મીટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્‍ટમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રકારનાં હિતધારકો ઉપસ્‍થિત રહ્યાં હતાં, જેમાં કાર્ગો માલિકો, શિપિંગ લાઇન્‍સ, કન્‍ટેઇનર ટ્રેન ઓપરેટર્સ, ડ્રાઈ પોર્ટ્‍સ અને ફ્રેઇટ ફોરવર્ડર્સ મેનેજમેન્‍ટનાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયાં હતાં. આ ઇવેન્‍ટનો મુખ્‍ય ઉદ્‌ેશ કાર્ગો સંચાલન કરવા પિપાવાવ બંદરની ક્ષમતાઓ પ્રદર્શિત કરવાનો તથા ગ્રાહકો અને પાર્ટનર્સને એકમંચ પર લાવીને બિઝનેસ નેટવર્ક વધારવાનો અને તેમને એકબીજા સાથે ઇન્‍ટરેક્‍ટિવ સેશન માટે તક પ્રદાન કરવાનો હતો. એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવનાં મેનેજિંગ ડિરેક્‍ટર કેલ્‍ડ પેડરસેને આંતરરાષ્ટ્રીય સ્‍તરે એપીએમટર્મિનલ્‍સ સાથે કામ કરવાનાં પોતાનો અનુભવો વહેંચ્‍યાં હતાં તથા બંદર પર તાજેતરમાં નવી કામગીરીઓ વિશે ટૂંકમાં જાણકારી આપી હતી. પેડરસેને એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ પર ાયઘ (મઅર્સ્‍ક લાઇન) અને હયણ (કોસ્‍કો અને વેન હાઈ) સેવાઓ શરૂ કરવાની બાબત પર ભાર મૂક્‍યો હતો. અત્‍યારે એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ .કઘ સર્વિસ (વન) દ્વારા અમેરિકાનાં પશ્ચિમ કિનારે સીધું જોડાણ ધરાવે છે. તાજેતરમાં તેને બભફઢીફ સર્ટિફિકેટ મળ્‍યું હતું, જેનાં મારફતે એક્‍ઝિમ ગ્રાહકો (આયાત-નિકાસ કરતાં ગ્રાહકો) બભફઢતઘ સર્ટિફિકેશન મેળવી શકે છે અને વિવિધ પ્રકારનાં લાભ લઈ શકે છે, જેમાં કસ્‍ટમ દ્વારા પ્રેફરેન્‍શિયલ ટ્રીટમેન્‍ટ, ઝીરો કન્‍ટેઇનર સ્‍કેનિંગ (ચોકકસ ઇન્‍ટેલિજન્‍સને બાદ કરતાં) વગેરે સામેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રેડ મીટ અમારાં ગ્રાહકો, પાર્ટનર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને એકમંચ પર લાવવાનો અને તેમની વ્‍યાવસાયિક જરૂરિયાતો પર ચર્ચા કરવાનો તેમજ કોમન પ્‍લેટફોર્મ પર વિવિધ અનુકૂળ સોલ્‍યુશન ઓફર કરવાનો પ્રયાસ છે. આ અમારાં પાર્ટનર્સને એકબીજા સાથે જાણકારી વહેંચવાની અને મહવપૂર્ણ મુદ્‌ાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવાની તક આપે છે. હું તમામ સર્વિસ પ્રોવાઇડર્સનો તેમનાં સતત સાથસહકાર માટે આભાર માનું છું. એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ આયાતમાટે કાનપુર, ડોમેસ્‍ટિક લોડ માટે મોદી નગર, નિકાસ માટે એસીટીએલ ફરિદાબાદ, સીડબલ્‍યુસીએન પાણીપત, પિયાલા જેવા મહવપૂર્ણ આઇસીડી   સ્‍થળો સાથે સારી રીતે જોડાયેલ છે. અત્‍યારે પોર્ટ પર અઠવાડિયે 7 ડેડિકેટેડ બ્‍લોક કન્‍ટેઇનર ટ્રેનની સેવા સુલભ છે (જે અગાઉ અઠવાડિયે 3 ટ્રેન કન્‍ટેઇનરની સેવાની સુલભતા ધરાવતું હતું). આ ઇવેન્‍ટ દરમિયાન કંપનીએ ન્‍યૂઝલેટર અને શિપિંગ લાઇન પર કેન્‍દ્રિત પર્ફોર્મન્‍સ રિપોર્ટ જેવી નવી પહેલો શરૂ કરવાની જાહેરાત કરી હતી. રેફર સિઝન માટે કંપનીએ સૂચવ્‍યું હતું કે, પોર્ટ ટૂંક સમયમાં કસ્‍ટમ પરીક્ષણો માટે ટેમ્‍પરેચર કન્‍ટ્રોલ એન્‍ક્‍લોઝર અને રોડ મારફતે આવતાં રેફર કાર્ગોની સુવિધામાં ડેડિકેટેડ એક્‍સપ્રેસ ગેટ પણ ઊભો કરશે

ભીંગરાડમાં 100 વિઘા ગૌચર જમીનમાં ખોદાણ

કહેવાતા દાતાએ ગરીબ પરિવારોને કર્યો અન્‍યાય
ભીંગરાડમાં 100 વિઘા ગૌચર જમીનમાં ખોદાણ
100 વિઘા ગૌચરમાંથી માટી કાઢીને પોતાની ખેતીની જમીનમાં ઠાલવી દીધી
લીલીયા, તા.ર
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એકાદ માસ પહેલા ગામના પાદરમાં આવેલ સરકારી ગૌચરની જમીન એકસો વિઘા કરતા વધુ જમીનમાં તળાવ બનાવવાના ડોળ તળે જમીન ખોદી માટી નીકળી તે દાતા હોવાનો દેખાવ કરતા એક દાતાએ તેમના મળતીયાઓ સાથે મળી પોતાના ખેતરોમાં માટી પુરી દીધી. જેને લઈ મોટા પ્રમાણમાં ગૌચરની જમીનને નુકશાન પહોંચાડી લાખો રૂપિયાની માટી ચોરી કરી લઈ ગયા હોવાની સ્‍થાનિક પૂર્વ સરપંચ વિનુભાઈ સોલંકી, મનસુખભાઈ રામાવત, હરપાલ રાઠોડે અગાઉ જિલ્‍લા કલેકટર લાઠી પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના લોકોને મૌખિક, લેખિત રજૂઆતો કરેલ હોવા છતાં રાજકીય વગ ધરાવતા કહેવાતા દાતા સામે કાર્યવાહી કરવામાં જવાબદાર અધિકારીઓ અચકાઈ રહયા છે.
કહેવાતા દાતા સામે વિકાસના નામે ગામના ગરીબ પરિવારો માટે ખડાવાળમફત પ્‍લોટ માટે નકકી થયેલ જમીન પોતાના બંગલા પાસે આવેલ હોવાથી પોતાના બંગલા પાસે આર્થિક અને સામાજિક રીતે કોઈ પછાત જ્ઞાતિ જાતિના લોકો રહેવા ન આવે તે માટે ખળાવાડ મફત પ્‍લોટ માટે નકકી થયેલ જમીન પર બિનકાયદેસર રીતે સમાજની વાડી અને પ્‍લે ગ્રાઉન્‍ડના રૂપકડા નામ આપી કમ્‍પાઉન્‍ડ હોલ બનાવી તાળા લગાવી દઈ સરકારી જમીન પચાવી પાડવા પેરવી હાથ ધરી છે. તેની સામે ગ્રામજનોમાંથી ફરિયાદ ઉઠતા પોતાના ગળામાં ગાળીયો ના આવી જાય તે માટે ગામના ભોળા અને સારા લોકોને    ભોળવી ભીંગરાડ ગોકુળ ગામ સેવા સમિતિની કાગળ પર રચના કરી પોતે દાન આપી રહયા છે. કામની રીતો ગોકુળ સેવા સમિતિ કરી રહી છે. પણ ગ્રામ પંચાયત પાસે તમામ કામગીરી કરી રહયા હોવાના ઠરાવો લેવામાં આવ્‍યા છે. આ અંગે તટસ્‍થ તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ગેરરીતિ બહાર આવે તેમ છે.

પુંજાપાદરગામે તીનપત્તીનો જુગાર રમતાં 4 મહિલા સહિત 6 ઝડપાયા

બાઈક, મોબાઈલ ફોન સહિત ર7 હજારનો મુદ્યામાલ ઝડપાયો
અમરેલી, તા.
લીલીયા તાલુકાનાં પુંજાપાદર ગામે રહેતાં મહેશ હીંમતભાઈ વેકરીયા, કાજલબેન ઘનશ્‍યામભાઈ વેકરીયા, દયાબેન જગદિશભાઈ વેકરીયા, તથા લીલીયા ગામે રહેતાં મહેશ રમેશભાઈ ડુંગરીયા, કાજલબેન મહેશભાઈ ડુંગરીયા તથા જયોત્‍સનાબેન કિશોરભાઈ પરમારે રે. ચિતલ વાળા ગઈકાલે લીલીયા તાલુકાનાં પુંજાપાદર ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, લીલીયા પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.1790, મોટર સાયકલ-ર કિંમત રૂા.ર0 હજાર તથા મોબાઈલ ફોન નંગ-ર કિંમત રૂા.પ000 મળી કુલ રૂા.ર6790નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.

સાવરકુંડલા પંથકમાં આર્થિક રીતે પાયમાલ થયેલ ખેડૂત નાની બાળકી પાસે ખેતી કાર્ય કરાવે છે

અરેરાટી : સાવરકુંડલા પંથકમાં આર્થિક રીતે પાયમાલ થયેલ ખેડૂત નાની બાળકી પાસે ખેતી કાર્ય કરાવે છે
જગતાત ગણાતા ખેડૂતોની મદદ કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ
સાવરકુંડલા, તા. ર
ગુજરાત સરકાર ખેડૂતોના હીત માટે અવનવી વાતો કરે છે. પરંતુ ગુજરાત સરકાર ર્ેારા ખેડૂતો માટે કશું જ ન કરતી હોવાનું તસ્‍વીરમા પ્રતિત થઈ રહૃાું છે.
જગતનો તાત ગણાતા અને ખેતીપ્રધાન દેશ તરીકે આપણો ભારત દેશ પ્રચલીત હોવાનું લોકો કહી રહૃાા છે. પરંતુ નગ્ન સત્‍યવાત એવા પ્રકારની છે કે ગુજરાતના અમરેલી જીલ્‍લાનાં સાવરકુંડલાનાં ખેડૂતો એટલી મુશ્‍કેલીમાં દિવસો વીતાવી રહૃાા છે, તે તો ખેડૂતો જ જાણે છે. ખેડૂતોને પોતાની જમીનમાં ખેડવા માટેનાં ટ્રેકટર કે બળદ જેવા સાધનો હોવા જોઈએ પરંતુ તે નથી તો તેની જગ્‍યાએ ખેડૂતો પોતાના ખેતરમાં ખેતકામ કરવા માટે ટ્રેકટર અને બળદની જગ્‍યાએ સાતથી દસ વર્ષની છોકરીનો ખેતકામ કરવામાં ઉપયોગ કરી રહૃાા છે, તે કેટલા અંશે વ્‍યાજબી ગણાય. એક બાજુ સરકાર ખેડૂતો અને ખેતીને સમૃઘ્‍ધ બનાવવાની ગુલબાંગો ફેંકી રહી છે, ને બીજી બાજુ બેટી પઢાવો  બેટી બચાવોનાં બુંગ્‍યાથી ગુજરાત ગુંજી ઉઠયું છે, તેનો અમલ ખરો ? ગરીબ ખેડૂત પાસે ખેતી કરવાના પુરતાં ઓજારો નથી એટલે તે ઓજારની જગ્‍યાએ નાની નાનીબાળકીઓનો ઉપયોગ કરી બળદ જેવું કામ કરાવે છે. એ તો ઠીક પરંતુ આ ગરીબ ખેડૂત પોતાની છોકરીઓને અભ્‍યાસ પણ નથી અપાવી શકતા. તેનીપાછળ જવાબદાર કોણ ? ખેડૂત કે ખેડૂત હીતની વાતો કરનારી સરકાર ? ખરા અર્થમાં સરકારે ખેડૂતોને અને ખેતરોને સમૃઘ્‍ધ બનાવવા હોય તો સરકાર ર્ેારા ખેતી કામ કરતા ખેડૂતોને પુરતા પ્રમાણમાં સહાય કરવાની તાતી જરૂરીયાત છે. તેમજ બેટી બચાવો ને બેટી પઢાવોનાં સપનાને સાકાર કરવા ખૂણે ખૂણે માં ગોતી ગોતીને બેટી પઢે તેવું અભિયાન હાથ ધરવું જોઈએ. ખેડૂતો પોતાનો રોટલો રળી ખાવા ખેતીઓનાં પુરા ઓજાર નથી છતાં પણ તે ઓજારની જગ્‍યાએ નાની નાની બાળકીની પાસે કાળી મહેનત મજુરી કરાવે છે, છતાં પણ ખેડૂતોને પુરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવો ન મળે અને પાક વીમાની રકમ પણ સમયસર ન મળે તો ખેડૂતોની હાલત કેવી થતી હશે તો સરકારએ ખરા અર્થમાં બેટી પઢાવોનાં સપનાને સાકાર કરવા ગરીબ ખેડૂતોને ખેતીકામ કરવા માટેનાં ઓજારની તાત્‍કાલીક સહાય કરવી જોઈએ. જેથી કરી નાની નાની બાળકીઓ કાળી મહેનત મજુરી ન કરે અને અભ્‍યાસમાં લાગી જાય તો જ સાચી રીતે કહેવાય કે મેરા ભારત મહાન.

અમરેલીમાં ખેડૂત અને કોળી સમાજે રોષ વ્‍યકત કર્યો

કલેકટર મારફત રાજયપાલ અને વનમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલીમાં ખેડૂત અને કોળી સમાજે રોષ વ્‍યકત કર્યો
ખેડૂત અને કોળી સમાજની જનસંખ્‍યા સૌથી વધારે હોવાથી ન્‍યાય આપવો જરૂરી
અમરેલી, તા.
અમરેલીમાં ગઈકાલે બહુમાળી ભવન ખાતે એકઠા થયેલા આગેવાનો પૈકી એક ખેડૂતે જમીન ઉપર આળોટતા આળોટતા આવી અને સુત્રોચ્‍ચાર કરી કલેકટર મારફત રાજયપાલ, વનમંત્રીને આવેદનપત્ર પાઠવીને વિવિધ પ્રશ્‍નો અંગે ન્‍યાય આપવા માંગ કરી છે.
આ આવેદનપત્રમાં ખેડૂત સમાજે જણાવેલ છે કે, ભાવનગર અને અમરેલી જીલ્‍લાનાં તળાજા, પાલીતાણા, જેસર, રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, બગસરા, ખાંભા, ધારી, લાઠી, લીલીયા વગેરે તાલુકાનાં ખેડૂતો, પશુપાલકો, ખેતમજુરો વિગેરેને વિશ્‍વાસમાં લીધા વગર થોડા દિવસ પહેલા સરકાર અને જંગલ ખાતાએ સાથે મળીને આશરે બન્‍ને જીલ્‍લાની 1પ00 થી ર000 ચોરસ કિલો મીટર જમીન જંગલી પ્રાણીઓના વસવાટનું બાનુ બતાવીને બન્‍ને જીલ્‍લાનાં ખેડૂતો, ખેતમજુરો અને પશુપાલકોને હેરાન પરેશાન કરીને ખેતી, ખેડૂત, પશુપાલક, પશુધન, ખેતમજુરો વિગેરેને ખતમ કરવાના પેંતરા રચાઈ રહૃાા છે. આ બન્‍ને જીલ્‍લાની જમીન જંગલખાતાને કોઈપણ કાર્ય માટે એક પણ ઈંચ જમીન આપવા ખેડૂતો તૈયાર નથી. તેથી યુઘ્‍ધનાં ધોરણેકાયમી બંધ રાખવામાં નહી આવે તો ભાવનગર અને અમરેલી જીલ્‍લા ખેડૂત સમાજ બન્‍ને જીલ્‍લાના ખેડૂતોને સાથે રાખીને સરકાર અને જંગલભાતું હચમચી જાય તેવું આંદોલન કરશે. તેથી કોઈપણ જાતનો અઘટીત બનાવ બનશે તો તેની તમામ જવાબદારી સરકાર અને જંગલખાતાને રહેશે.
કોળી સમાજે પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, પીપવાવ જમીન મુકિત ઉપવાસ આંદોલનના ગામજનોને વહેલામાં વહેલી તકે માત્ર ચાર દિવસમાં ન્‍યાય કરવામાં આવે તેમની માંગણીઓ સંતોષી પારણા કરાવવામાં આવે.
દરીયાકાંઠે વસતા ખેડૂતોની જમીનો ઉદ્યોગના નામે સંપાદિત કરી પાયમાલ કરી દેવામાં આવે છે તેવા ખેડૂતોને તેની જમીનમાં સ્‍થપાતા ઉદોગમાં શેર હોલ્‍ડર તરીકે ભાગીદાર બનાવવામાં આવે.
ગુજરાતભરમાં વસતા જમીન વિહોણા કોળી સમાજનાં ખેતમજુર પરિવારોને જીવન નિર્વાહ માટે પડતર જમીનોમાંથી ખેતી કરવા માટે, મીઠા ઉત્‍પાદન માટે, શાકભાજી પકવવા માટે જમીનોના પટ્ટા ફાળવવામાં આવે.
કોળી સમાજનાં લોકો સાથે થયેલ અત્‍યાચારો, ગુનાઓ આચરવામાં આવ્‍યા છે તેની વહેલી તકે ઉચ્‍ચ અધિકારીઓ ઘ્‍વારા યોગ્‍ય તપાસ કરી ન્‍યાય કરવામાં આવે. આવી ઘટનાઓ ફરી ના બને તે માટે પગલા લેવામાં આવે.
દારૂબંધીનો સખત અને પારદર્શક અમલ કરવામાં આવે તે માટે જવાબદારો પર કાર્યવાહીકરવામાં આવે.
કાંઠા વિસ્‍તારમાં લોકોને રોજગારી માટે દુર-દુર પેટીયું રળવા જવું પડે તેને ઘર આંગણે રોજગારીની વ્‍યવસ્‍થા કરવામાં આવે.
ગ્રામ્‍ય વિસ્‍તારમાં પાયાના પ્રાથમિક શિક્ષણને સુદ્રઢ કરી બાળકોને શ્રૈષ્ઠ અને ઉચ્‍ચ શિક્ષણ અપાવવા આયોજન કરવામાં આવે.
ગુજરાતનો સમસ્‍ત કોળી સમાજ એક છે તળપદા કોળી, ઘેડીયા કોળી કે દક્ષિણના કોળી પટેલ કે મઘ્‍ય ગુજરાતના પાટણવાડીયા વગેરે કોળી સમાજ પણ રોજી રોટી માટે દુર દુર પેટીયું રળવા વિસ્‍થાપીત જીવન જીવતા હોય રાજય સરકાર તમામ કોળી સમાજને વિચરતી વિમુકત જાતીમાં સમાવી તેને શિક્ષણ માટે વિશેષ લાભ આપવામાં આવે.
રાજકીય પક્ષો ઘ્‍વારા થઈ રહેલ રાજકીય-સામાજીક ઉપેક્ષા સામે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે. જનપ્રતિનિધીઓના પ્રશ્‍નો સાંભળવામાં આવે.
પોલીસતંત્ર, અધિકારીઓ ઘ્‍વારા કારણ વગરનાં ગુનાઓ નોંધી ધાક-ધમકી આપી ખોટી રીતે થતી હેરાનગતી પરેશાની બંધ કરવામાં આવે.
જયારે જયારે કોઈ ઘટના બને કે આંદોલનો દરમ્‍યાન એવા પ્રશ્‍નોને લઈ વખતો વખત સરકારને આવેદનપત્ર પાઠવી યોગ્‍ય કાર્યવાહી અને ન્‍યાય માટે રજુઆતો કરવામાં આવે છે પરંતુ આજ સુધી થયેલ રજુઆતોનો સંતોષકારક .કેલ મળેલ નથી. ત્‍યારે ઉપરોકત માંગણીઓનું વહેલામાં વહેલી તકે નિવારણ થાય અને યોગ્‍ય કાર્યવાહીકરવામાં આવે તેવી માંગણી સાથે આપને આવેદનપત્ર પાઠવીએ છીએ. ન્‍યાય કરવાની શરૂઆત પીપાવાવ જમીન મુકિત આંદોલનનો સુખદ અંત લાવી કરી આપશો એવી વિનંતી સાથે તાકીદ કરીએ છીએ કે, જો અમારી માંગણીઓ સંતોષવામાં વિલંબ થશે, આપેલ આવેદનની નોંધ લઈ યોગ્‍ય કાર્યવાહી થશે નહી તો અમો ગુજરાતભરમાં જાગૃત્ત કોળી સમાજનાં યુવાનો હવે હદ થઈ છે એ સુત્ર સાથે જન આંદોલનને બળ આપી ગુજરાત સરકાર સામે તમામ બાબતોમાં અસહકારની ચળવળ ચલાવીશું. અમારા અસરકાર આંદોલનને રાજયના ખૂણે-ખૂણે લઈ જઈશું અને સમગ્ર ગુજરાતનાં કોળી સમાજને ન્‍યાય અપાવીને જ ઝંપીશું અને આ બાબતે જે કાંઈ પણ થાય તેની તમામ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે.

ચિંતા : વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતો પરેશાન : સૌનો શ્‍વાસ અઘ્‍ધર થઈ રહૃાો છે

હવામાન વિભાગ, વરસાદનાં વર્તારા કરનારાઓ ગાયક થઈ ગયા
ચિંતા : વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતો પરેશાન : જુલાઈ મહિનાનાં રદિવસ પસાર થઈ ગયા  : સૌનો શ્‍વાસ અઘ્‍ધર થઈ રહૃાો છે
વરસાદ પહેલા જ વાવેતર કરનાર ખેડૂતનું બિયારણ પણ બળી જતાં આર્થિક સંકટ
અમરેલી, તા. 3
બાબરામાં ગઈકાલે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો અને મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યુ. જો કે થોડીવારમાં વરસાદ ધીમો બંધ થતાં માત્ર અડધો ઈંચ વરસાદ પડયો હતો. જો કે વરસાદનાં હળવા ઝાપટાથી શહેરનાં રસ્‍તાઓમાં પાણી વહેતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
બાબરા પંથકમાં એક સપ્‍તાહ પૂર્વે સારો વરસાદ પડી જતાં મોટા દેવળીયા, ચરખા, રાયપર, નિલવડા, ઉંટવડ, નવાણીયા, થોરખાણ સહિતની આસપાસની સીમમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. જો કે ત્‍યાર પછી  ત્રણ વાર ધીમીધારે અહીં વરસાદ વરસી પડતા આ વિસ્‍તારમાં આવેલ સીમમાં ખેડૂતોને સારૂ છે. પણ બાકી ખાખરીયા, દરેડ, ચમારડી, વાવડી, કરીયાણા અને પંચાલના મોટાભાગના ખેતરો કોરા રહેતા ખેડૂતોમાં ભારે નિરાશાની લાગણી જોવા મળી રહી છે.
બાબરાનાં ખેડૂત અગ્રણી દિનેશભાઈ પોકીયાનાં જણાવ્‍યા અનુસાર અહીં તાલુકામાં 70 ટકા સીમમાં ખેડૂતોએ વરસાદની રાહમાં કોરામાં કપાસનું બિયારણ રોપી દીધું હતું પણ વરસાદ નહી પડતા હાલ બિયારણ નિષ્‍ફળ ગયું અને બીજીવાર ખેડૂતો બિયારણની ખરીદી કરી  રહૃાાંછે.
દિનેશભાઈ પોકીયાએ વધુમાં જણાવ્‍યું હતું કે, હવે વરસાદની તાતી જરૂરીયાત છે. જો હવે વરસાદમાં મોડું થશે તો ખેડૂતો માટે આર્થિક સંકટ ઉભુ થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
બાબરામાં સારો વરસાદ થાય તે માટે શહેરમાં અનેક ગ્રુપ ઘ્‍વારા શ્‍વાનને લાડુ સહિતની અન્‍ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્‍યારે હવે ખેડૂત સહિત સૌ કોઈ સારા વરસાદની મીટ માંડીને બેઠા છે.

સાવરકુંડલા ખાતે મેઘરાજાને મનાવવા માટે માર્કેટિંગ યાર્ડનાં મજૂરો ર્ેારા ખોડિયાર માતાજીને લાપસી કરવામાં આવી

અમરેલી, તા.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના મજૂર એસોસિએશનનાં હિન્‍દુ મુસ્‍લિમ સમાજનાં યુવાનો ર્ેારા વરસાદ ન થતા મેઘરાજાને મનાવવા માટે કેવડાપરા પાસે આવેલ આંબલશીંગા ખોડિયાર માતાજી ખાતે લાપસી કરવામાં આવી હતી. આ તકે મહાપ્રસાદ લેવા માટે સાવરકુંડલા તાલુકા માંથી મોટી સંખ્‍યામાં હિન્‍દુ મુસ્‍લિમ યુવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતરહૃાા હતા. આ તકે માર્કેટિંગ ર્યા મજૂર એસોસિએશનનાં વિજયભાઈ રાઠોડ, ભૂપતભાઈ ચુડાસમા, કાસમભાઈ સંધી, આસિફખાન પઠાણ, ગોકુલભાઈ વગેરે ર્ેારા છેલ્‍લા 30 વર્ષથી માતાજીને લાપસીનો પ્રસાદ ધરવામાં આવી રહૃાો છે.

બાબરા પોલીસ સ્‍ટેશનનાં હેડ કોન્‍સ્‍ટેબલ વયમર્યાદાથી નિવૃત્ત થયા

બાબરા પોલીસમાં નોકરી કરતા ઉદેસીંહ સોલંકી નિવૃત થતાં ડી.વાય.એસ.પી. એલ.બી. મોણપરા તેમજ એલસીબી પી.આઈ. સી. જે. ગોસાઈ અને બાબરા પી.એસ.આઈ. પી. એલ. મોરી તથા બાબરા પોલીસ સ્‍ટાફ વિગેરેઓ ર્ેારા શ્રીફળ પડો આપી વિદાય આપવામાં આવી હતી. બાબરા પોલીસમાં ફરજ બજાવતા અને નોનકરપટેડની છાપ ધરાવતા જમાદાર ઉદેસીંહ સોલંકી પોતાની નોકરી ખાલી 440 રૂપીયાના પગારથી શરૂ કરી હતી અને આજે નિવૃત્તવેળાએ તેમનો પગાર 4પ000 એ પહોંચ્‍યો હતો. બાબરા તેમજ જીલ્‍લાનાં ઘણા તાલુકાઓમાં ઉદેસીંહભાઈએ સારી એવી નોકરી કરી હતી. નોકરી દરમિયાન પ્રમોશન પણ મેળવ્‍યા હતા. તો તેની સામે આખા જીલ્‍લાના પોલીસ બેડામાં એક નોનકરપટેડની છાપ પણ ઉદેસીંહભઈએ મેળવી હતી અને નિવૃત્તી દરમિયાન પોતાનું વતન બાબરા બનાવ્‍યું હતું. જમાદાર ઉદેસીંહભાઈ નોકરી દરમિયાન કોઈને નડતરરુપ પણ નહી થયા હોય તેના હીસાબે હાલ તેમના મોટા પુત્ર વિરેન્‍દ્રસિંહને બે સરકારી નોકરી મળી હતી જેમાં પહેલા શિક્ષક અને તે પણ પોતાનું વતન ગણતા બાબરામાં ત્‍યાર બાદ તેણે તેમના પિતાની જેમ ખાખી વર્દી પહેરીન તેના પિતાથી પણ ઉંચી પોસ્‍ટ પર જવાનો વિચાર આવ્‍યો તો તેમાં પણ વિરેન્‍દ્રસિંહ સફળ રહૃાા અને બન્‍યા પી.એસ.આઈ. તો ઉદેસીહભાઈના નાના ુત્ર રવિસિંહ પણ સારી મહેનત કરતા અને તેણે પણ તેમના પિતા અને ભાઈની જેમ મહેનત કરી અને બન્‍યા પોલીસ. હાલ પરીવારમાં બે ભાઈઓ છે બંને ભાઈઓએ પિતાની જેમ ખાખી વર્દી પહેરી અને પિતા નિવૃત થતા તે પોતાના બંને પુત્રને પોલીસમાં જોતા દિલ ભરાય ગયુ હતું. વિદાય સમારંભ ર્ેારા ડી.વાય.એસ.પી. મોણપરા ર્ેારા જમાદારઉદેસિંહભાઈને શુભેચ્‍છા આપવામાં આવી હતી. તો એલ.સી.બી. પી.આઈ. ગોસાઈ ર્ેારા પણ જમાદારને શુભેચ્‍છા પાઠવી હતી. તો બાબરા પી.એસ.આઈ. મોરી ર્ેારા જમાદારને નિવૃત જીવન સારુ ગુજરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. આ વિદાય સમારંભમાં મોટી સંખ્‍યામાં બાબરા પોલીસ સ્‍ટાફ તેમજ અમરેલી એલ.સી.બી.નાં જવાનો પણ ઉપસ્‍થિત રહૃાા હતા.

બગસરામાં શાંતાબા મેડિકલ કોલેજ અને શિવબાબા માનવ સેવા ગૃપ ર્ેારા નિદાન કેમ્‍પ યોજાયો

શાંતાબા મેડીકલ કોલેજઅને હોસ્‍પિટલ – અમરેલી ર્ેારા બાળ કેળવણી મંદિર, બગસરા ખાતે તા. 01/07/ર018 ને રવિવારનાં રોજ સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં હૃદય રોગ, ડાયાબિટિસ, પગ અને કમ્‍મરના દુખાવા, વિગેરે રોગોનાં 300 જેટલા દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવેલ. આ ઉપરાંત જરૂરીયાત વાળા દર્દીઓનાં એકસ-રે, કાર્ડિયોગ્રામ, ઈ.સી.જી., લેબોરેટરી, વિગેરે તપાસ કરવામાં આવેલ અને તમામ દર્દીઓને વિનામૂલ્‍યે દવાઓ આપવામાં આવેલ. આ કેમ્‍પમાં ડો. આર.સી. બઢીયા, ડો. કે. બી. દેશાણી, ડો. એસ. કે. ગોંડલીયા અને મેડીકલ કોલેજની ટીમે સેવાઓ આપેલ. સિવિલ હોસ્‍પિટલ-અમરેલી ખાતે લોકભાગીદારીથી નવી મેડીકલ કોલેજની સ્‍થાપના માટે સંસ્‍થા ર્ેારા હોસ્‍પિટલમાં સુધારા-વધારા સાથે નવીનિકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેથી આવનારા દિવસોમાં સિવિલ હોસ્‍પિટલ-અમરેલી ખાતે ઉપલબ્‍ધ થનાર નવી સુવિધાઓ વિશે લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને લોકોને સિવિલ હોસ્‍પિટલ-અમરેલી ખાતે સારવાર લેવા અનુરોધ કરવામાં આવેલ. કેમ્‍પમાં બગસરાના સામાજિક આગેવાનો, વેપારીઓ, મનસુખભાઈ શંભુભાઈ રાદડીયા, રામભાઈ નરસીભાઈ અમરેલીયા અને શિવબાબા માનવ સેવા ગૃપનાં પ્રમુખ પંકજભાઈ ગાંગડીયા ઉપસ્‍થિત રહેલ. આ કેમ્‍પની સંપૂર્ણ વ્‍યવસ્‍થાશિવબાબા માનવ સેવા ગૃપ ર્ેારા કરવામાં આવેલ.

03-07-2018