Main Menu

Sunday, July 1st, 2018

 

અમરેલી, બાબરા, લાઠી અને લીલીયામાં હળવો વરસાદ પડયો : હરખની હેલી

અમરેલી, તા.30
અમરેલી શહેર સહિત જિલ્‍લામાં ચાર તાલુકા તથા આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હળવો વરસાદ પડતા લોકોમાં વધુ વરસાદ પડશે તેવી આશા બંધાઈ છે. ત્‍યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
અમરેલી, જાળીયા, બાબરા, લાઠીમાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે લીલીયામાં ગઈકાલે પડેલા ર ઈંચ વરસાદ બાદ આજે ફરી 3 મી.મી. વરસાદ પડતા લોકોમાં હરખની હેલી જોવા મળી    રહી છે.

હાહાકાર : ભાડનાં ગામજનોને દીપડાએ પરેશાન કરી દીધા

રહેણાંક મકાનમાં ઘૂસીને ગાય-ભેંશનું કરે છે મારણ
હાહાકાર : ભાડનાં ગામજનોને દીપડાએ પરેશાન કરી દીધા
છેલ્‍લા ર દિવસથી દીપડાએ અર્ધો ડઝન મકાનમાં શિકાર કરતા ભયનો માહોલ
ગામનાં સરપંચ નવનીતભાઈ અકબરીએ વન વિભાગને લેખિતમાં જાણ કરી
ખાંભા, તા.30
ખાંભા તાલુકાના ભાડ ગામ તદન ગીર અને મિતીયાળા અભ્‍યારણની નજીક આવ્‍યું હોવાથી અવાર નવાર સિંહ અને દીપડા ગામે ચડી આવે છે અને ગામમાં જ પશુ સહિત પ્રાણીના શિકાર કરે છે. ત્‍યારે એક દીપડાએ તો ભાડ ગામમાં આતંક મચાવ્‍યો છે. અને બે દિવસમાં સાત જેટલા ઘરમાં રાત્રીના ઘૂસી અને બે પશુના શિકાર કર્યા તેમજ અન્‍ય ત્રણ પશુને ગંભીર ઈજા પહોંચાડતા ગામલોકો દીપડાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જેમાં ગામના ગોવિંદભાઈ કાલાભાઈ સવરાના ઘરમાં ઘૂસી વાછરડાને ઈજા કરેલ. બાદ ગોબરભાઈ ગોકુલભાઈ અલગોતરનાઘરમાં ઘૂસી વાછરડીનો શિકાર કર્યો તેમજ લાલજીભાઈની બકરી પર હુમલો કરી ઈજા કરેલ હતી અને ગામના જ ધીરૂભાઈ હિરપરા અને કરસનબેન દરબારના ઘરમાં ઘૂસી જતા ભાડ ગામ લોકો ભયભીત થઈ જતા આ દીપડાને પકડવા વન વિભાગને રજૂઆત કરેલ છે. અને ભાડ ગામ લોકોને રાત્રીના ઘરની બહાર નીકળવું પણ મુશ્‍કેલ બન્‍યું છે.
ભાડ ગામના સરપંચ નવનીતભાઈ અકબરીને પૂછતા તેઓએ જણાવ્‍યું હતું કે સિંહ તો ગામમાં અવાર નવાર ઘૂસી જાય છે પરંતુ એક દીપડાએ છેલ્‍લા બે દિવસથી ગામમાં આતંક મચાવ્‍યો હોય તેમ ગામના રહીશ છ થી સાત જેટલા ઘરમાં ઘૂસી દીપડાએ બે પશુઓના શિકાર કર્યા છે અને અન્‍ય ત્રણ પશુઓને નાની મોટી ઈજા કરેલ છે. અમે આજે ખાંભા વનવિભાગને લેખિત રજૂઆત કરી છે અને આ દીપડો અન્‍ય કોઈ માણસ પર હુમલો કરે તે પહેલા દીપડાને પકડવા પાંજરૂ મુકવા વન વિભાગ પાસે માંગ        કરેલ છે.

સાવરકુંડલા એસ.ટી.ની બસો જુના બસ સ્‍ટેન્‍ડ ખાતે ન આવતા મુસાફરોને પડી રહેલી મુશ્‍કેલીઓ

અમરેલી, તા. 30
સાવરકુંડલા શહેરની મઘ્‍યમાં આવેલ નાનું બસસ્‍ટેન્‍ડ ખાતે અમરેલી જીલ્‍લા વિભાગીય નિયામક ર્ેારા ર01રમાં જાહેર પરિપત્ર બહાર પાડવામાં આવ્‍યો છે. સાવરકુંડલા ખાતે આવતી જતી તથા સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતેથી ઉપડતી તમામ બસોએ જુના બસસ્‍ટેન્‍ડ ખાતે મુસાફરો લેવા તથા ઉતારવા જવા. આમ છતાં સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજર તથા એ.ટી.આઈ. ર્ેારા આ પરિપત્રનો અમલ ન કરતા સાવરકુંડલા શહેરની મઘ્‍યમાં આવેલ જુના બસ સ્‍ટેન્‍ડ ખાતે એક પણ બસ ન આવતા શહેરીજનોને બહારગામ જવા માટે છેક મહુવા રોડ ખાતે આવેલ નવા બસસ્‍ટેન્‍ડ ખાતે રીક્ષામાં જવું પડી રહૃાું છે.
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ રમેશભાઈ હીરાણી ર્ેારા તારીખ ર6/11/1ર નાં રોજ પત્ર પાઠવી આ બાબતની ફરિયાદ કરતા અમરેલી વિભાગીય નિયામક ર્ેારા સાવરકુંડલાનાં જૂના બસસ્‍ટેન્‍ડ ખાતેથી એસ.ટી. બસ ન ચલાવતા ડ્રાયવર કન્‍ડકટર પર કાર્યવાહી કરવા માટે બે ઈન્‍સ્‍પેકટરોને મુકવામાં આવ્‍યા હતા અને સાવરકુંડલા ખાતેથી પસાર થતી તમામ બસો નાનાબસસ્‍ેન્‍ડ ખાતેથી ચાલતી થઈ ગઈ હતી. હાલમાં મહુવા, રાજુલા, ઉના, ખાંભા, વેરાવળ તરફથી આવતી જતી તમામ બસો નાના બસ સ્‍ટેન્‍ડ ખાતે આવતી ન હોવાથી લોકોને ના છૂટકે નવા બસસ્‍ટેન્‍ડ ખાતે જવું પડી રહૃાું છે. આ અંગે લોકો ર્ેારા વિભાગીય નિયામક તથા એસ.ટી. ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે.

મા અમૃતમ્‌ યોજનાનાં કાર્ડ આપવામાં ઠાગાઠૈયા

આઉટસોર્સનાં કર્મચારીઓની દાદાગીરી અંગ્રેજોને પણ શરમાવે છે
મા અમૃતમ્‌ યોજનાનાં કાર્ડ આપવામાં ઠાગાઠૈયા
ખાંભામાં 1પ-1પ દિવસથી કામગીરી બંધ થઈ છતાં પણ ઉચ્‍ચ અધિકારીઓને ચિંતા નથી
ખાંભા, તા. 30
ખાંભા તાલુકામાં માં અમૃતમ યોજનાની ઓફીસ છેલ્‍લા 1પ દિવસથી બંધ હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા ગરીબ લોકો અને દર્દીઓને પોતાના કામ-ધંધા મુકીને ધરમનાં ધકકા ખાવા પડે છે. ત્‍યારે સરકાર ઘ્‍વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને ગરીબ દર્દીને સરકાર ઘ્‍વારા 3 લાખની સહાય આપવામાં આવી છે પણ ખાંભા તાલુકામાં 1પ દિવસથી માં અમૃતમ યોજનાની ઓફીસ બંધ હોવાથી ઈમરજન્‍સી દર્દીઓને આ યોજનાથી વંચિત રહી જાય છે. ત્‍યારે માં અમૃતમ યોજનાની ઓફીસના ઓપરેટર ઘ્‍વારા બહાર બોર્ડમારવામાં આવ્‍યું છે કે, માં અમૃતમ યોજનાનું લેપટોપ બગડયું હોવાથી બે દિવસ ઓફીસ બંધ રહેશે. ત્‍યારે આ બોર્ડ માર્યાનાં 1પ દિવસ વીતવા છતાં માં અમૃતમ યોજનાની ઓફિસ ખોલવામાં નથી આવી. ત્‍યારે ગરીબ દર્દઓ પોતાનો સમય અને ધંધો મૂકી આવી ખાંભા ધરમનાં  ધકકા ખાવા પડે છે અને કેન્‍સર જેવા ગંભીર રોગના દર્દીઓ પરેશાન થાય છે અને સરકાર ઘ્‍વારા 3 લાખ સુધીની સહાય જાહેરાત કરવામાં આવી છે અને ગરીબ દર્દીને આ સહાય મળતી નથી. ત્‍યરે વહેલી તકે માં અમૃતમ યોજનાની ઓફીસ શરૂ થાય તેવી લોક માંગણી ઉઠવા પામી છે.
ખાંભા તાલુકાની માં અમૃતમ યોજનાની ઓફીસ છેલ્‍લા 1પ દિવસથી બંધ હોય ત્‍યારે ભાડ ગામના માજી સરપંચમાં માં અમૃતમ કાર્ડ કઢાવવા અર્થે ખાંભા ઓફીસ આવેલ ત્‍યારે આ ઓફીસ બંધ હોવાથી માજી સરપંચ રસીકભાઈ ભંડેરી ઘ્‍વારા અમરેલી હેલ્‍થ ઓફીસરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્‍યું હતું કે, ઓફીસનું લેપટોપ બગડયું હોવાથી હજુ એક માસ માં અમૃતમ યોજનાની ઓફીસ બંધ રહેશે.
ખાંભામાં છેલ્‍લા 1પ દિવસથી માં અમૃતમ યોજનાની ઓફીસ બંધ છે ત્‍યારે ખાંભામાં માં અમૃતમની ઓફીસના ઓપરેટર ઘ્‍વારા ઓફીસની બહાર બોર્ડ લગાડવામાં આવ્‍યું છે. જેમાં લખ્‍યું છે કે માં અમૃતમ યોજનાની સિસ્‍ટમ બંધ છે તેથી આ મુખ્‍ય અમૃતમ યોજનાનીઓફીસ બે દિવસ બંધ રહેશે. આ બોર્ડ માર્યાનાં 1પ દિવસ થઈ ચુકયા હોવા છતાં આ ઓફીસ ખોલવામાં આવી નથી.

બગસરામાં ફિલ્‍મી ગીતોનો વિડીયોગ્રાફીમાં ઉપયોગ કરાતા ફરિયાદ

રૂપિયા 1ર હજારનો મુદ્યામાલ કબ્‍જે કરાયો
અમરેલી, તા. 30
બગસરાગામે પટેલ વાડી પાછળ રહેતાં રાજેશ વલ્‍લભભાઈ હીરાણી નામનાં વેપારી પોતાના કબજાનાં મકાનનાં ટી-સીરીજ કંપનીના હક્કોવાળી ીફલ્‍મનાં ગીતોનાં ઓડીયોનું ગેરકાયદેસર રીતે લગ્ન પ્રસંગ તથા પ્રિવીડીંગ વીડીયોનાં ડેટામાં મિકસીંગ કરી ગેરકાયદેસર વેપાર કરતાં હોય, આ અંગે મહુવાનાં કુલદીપપરી ભરતપરી ગૌસ્‍વામીએ ફરિયાદ નોંધાવતાં કોમ્‍પ્‍યુટર સહિતનાં સાધનો મળી રૂા. 1ર હજારનો મુદ્યામાલ કબજે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોટા દેવળીયા ગામે અકસ્‍માતે પડી જતાં ઈજા થતાં મોત

અમરેલી, તા. 30
બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે રહેતાં રાજેશભાઈ કરશનભાઈ ભાલાળા નામનાં 4પ વર્ષિય ખેડૂત ગઈકાલે પોતાના ખેતરે કામ કરવા ગયેલા ત્‍યારે કોઈ પણ સમયે તેની વાડી ખેતરનાં મકાનનાં દાદરા પાસે અકસ્‍માતે પડી જતાં માથાનાં ભાગે ઈજા થતાં તેમનું મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ભેંસવડીમાં પિતા પર હુમલો કરનાર યુવકને દબોચી લેવાયો

ર મહિનાથી નાશતો-ફરતો હોય પોલીસે પકડી લીધો
અમરેલી, તા. 30
લીલીયા તાલુકાનાં ભેંસવડી ગામે રહેતાં ચંદુ ઉર્ફ સંજય વાસુરભાઈ પરમાર નામનાં શખ્‍સે બે માસ અગાઉ પોતાના પિતા ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઈજા કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાતાં આરોપી તે સમયથી નાસતો ફરતો હતો ત્‍યારે લીલીયાનાં પી.એસ.આઈ. સહિતનો સ્‍ટાફ પુંજાપાદર ગામ તરફ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે આ આરોપીની શંકાસ્‍પદ હાલતમાં જોવા મળતા આરોપીની પુછપરછ કરતાં બે માસથી નાસતો ફરતો આરોપી હોવાનો ભેદ ખુલી જતાં તેમની પોલીસે અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

ખાંભામાં એસ.ટી. નાં અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન

બોરાળા, બાબરપરા, ચક્રાવા, કંટાળા સહિતનાંગામનાં વિદ્યાર્થીઓ પરેશાન
ખાંભામાં એસ.ટી. નાં અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન
ઘેટા-બકરાની જેમ ભુલકાઓને મુસાફરી કરવી પડી રહી હોય મામલો ગંભીર
ખાંભા, તા. 30
ખાંભા અભ્‍યાસ અર્થે ગામડેથી આવતા વિદ્યાર્થીઓલને અભ્‍યાસ પૂર્ણ કરી બપોરે ઘરે જવા માટેની એક જ બસ ઉના-ખાંભા રૂટની હોય અને 160થી વધારે વિદ્યાર્થીઓ હોવાથી બસ ઠસઠસ ભરાય જવાથી અકસ્‍માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્‍યારે ખાંભા તાલુકાના બોરાળા, બાબરપરા, ચક્રાવા, ધુંધવાણા, કંટાળા, પચપચીયા સહિતનાં 160થી વધારે વિદ્યાર્થીઓ અભ્‍યાસ અર્થે ખાંભા આવતા હોય છે. ત્‍યારે વિદ્યાર્થીઓને સવારની બેથી ત્રણ બસ મળતી હોય છે પરંતુ બપોરે અભ્‍યાસ પૂર્ણ કરી ઘરે જવા માટેની એક જ બસ હોય અને વિદ્યાર્થીઓ આ બસમાં સમાઈ શકતા ન હોવાથી ના છુટકે વિદ્યાર્થીઓ આ બસમાં ઠસોઠસ ભરાયને બેસે છે. ત્‍યારે વિદ્યાર્થી પર અકસ્‍માતનો ભય ઉભો થયેલ છે. જવાબદારી કોની તેવો વેધક સવાલ ઉભો થયો છે. ત્‍યારે અન્‍ય બીજી બસ બપોરે 1રઃ30 વાગ્‍યે અગાઉ ચાલતી સાવરકુંડલા-ઉના રૂટની બસ એસ.ટી. તંત્રએ બંધ કરી દીધેલ છે. આ બસ કયાં કારણોસર બંધ કરી દેવામાં આવી છે અને આ બસ ચાલું કરાવવા વિદ્યાર્થીઓ ઘ્‍વારા અનેકવાર ચાલું કરાવવા લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતુંનથી. ત્‍યારે વિદ્યાર્થીઓ ઘ્‍વારા ચીમકી ઉચારવામાં આવી છે કે જો 10 દિવસમાં સાવરકુંડલા-ઉના રૂટની બસ શરૂ કરવામાં નહીં આવે તો બસ રોકો તેમજ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

લાખાપાદર ગામેથી ટ્રેકટરમાં રેતી ભરી નિકળેલા ર શખ્‍સો ઝડપાયા

રૂા. ર,પર,પ00નો મુદ્યામાલ કબ્‍જે લેવાયો
અમરેલી, તા. 30
ધારી તાલુકાનાં લાખાપાદર ગામે રહેતાં મુન્‍ના શ્‍યામજીભાઈ પરમાર તથા ઉદય મંગળુભાઈ શેખવા નામનાં ર ઈસમો ગઈકાલે બપોરે લાખાપાદર ગામે ગેરકાયદેસર રીતેચોરી કરી ટ્રેકટર-ટ્રોલીમાં દોઢ ટન રેતી ભરીને નિકળતાં ચલાલા પોલીસે રૂા.ર,પર,પ00નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નાગેશ્રી ગામની રાયડી નદીમાંથી રેતી ભરતા શખ્‍સો ઝડપાયા

રૂા. 3,0ર,000નાંમુદ્યામાલ ઝડપી લઈ કરી કાર્યવાહી
અમરેલી, તા. 30
જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામે રહેતાં છગનભાઈ કછાભાઈ ડોડીયા તથા રાજુભાઈ રણછોડભાઈ ડોડીયા નામનાં બે ઈસમો ગઈકાલે બપોરે નાગેશ્રી ગામે આવેલ રાયડી નદીનાં પટ્ટમાંથી લીઝ વગર ખોદકામ કરી તથા રોયલ્‍ટી વગર ટે્રકટર-ટ્રોલીમાં આશરે ર ટન ભરેલ હોય, પોલીસે દરોડો કરી ટ્રેકટર સહિત રૂા.3,0ર,000નાં મુદ્યામાલ સાથે 1 ને ઝડપી લીધો હતો જયારે 1 આરોપી નાશી છૂટયો હતો.

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની સાથે છેતરપીંડી કરનાર શખ્‍સોને જેલ હવાલે કરવામાં આવ્‍યાં

નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનું ઐતિહાસીક કાર્ય
અમરેલી, તા.30
પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય, નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઈ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણીનાં માર્ગદર્શન હેઠળ જાફરાબાદ પો.સ્‍ટે.પો.ઈન્‍સ. આર.ટી.ચનુરાએ જાફરાબાદ પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં. 1પ/18 આઈ.પી.સી. કલમ 406, 4ર0, 46પ,467,471, 477 (ક), 114 મુજબના ગુન્‍હાની તપાસ સંભાળેલ જે ગુન્‍હો વાંઢ ગામે સર્વે નં.રપ0 વાળીજમીનમાં આવેલ ઓટોમેટીક વે-બ્રિજમાં તા.રર/6/18 થી 6 માસ અગાઉના સમયગાળા દરમ્‍યાન બનવા પામેલ જે સબબ આ ફરિયાદી વિનય શરદ ચિતલે (ઉ.વ.4પ) ધંધો, પ્રાઈવેટ નોકરી, રહે.જીસીડબલ્‍યુ કોલોની, બી-7 અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની કોવાયા, તા.રાજુલા, જિ.અમરેલી વાળાએ જાફરાબાદ પો.સ્‍ટે. આવીને ફરીયાદ આપેલ કે અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની કોવાયા દ્વારા માઈન્‍સમાંથી મટીરીયલનું પ્રોડકશન થાય છે. તેના વજન માટે કંપની દ્વારા વે-બ્રિજ લગત ભભઓટો પ્‍લાન્‍ટ સોફટવેરભભની ખરીદી કરેલ હોય જેના મેન્‍ટેનસનો કોન્‍ટ્રાક ભભઓટો પ્‍લાન્‍ટ ઈન્‍ડીયા સીસ્‍ટમ પ્રાઈવેટ લીમીટેડ, નવી મુંબઈને આપેલ છે. જે કંપનીના કર્મચારી (ઓપરેટર) સદામ યુસુફભાઈ મન્‍સુરી દ્વારા છેલ્‍લા 6 માસથી ભઓટો પ્‍લાન્‍ટ ઈન્‍ડીયા સીસ્‍ટમ પ્રાઈવેટ લીમીટેડ, નવી મુંબઈ દ્વારા આપવામાં આવેલ યુઝર આઈ.ડી. તથા પાસવર્ડથી ભભઓટો પ્‍લાન્‍ટ સોફટવેરભભમાં છેડ -છાડ કરીને માઈન્‍સમાંથી ટીપર ટ્રક અને ટોરસ ટ્રક દ્વારા લાવવામાં આવતા મટીરીયલના વજનમાં વધારો કરીને ટીપર ટ્રક અને ટોરસ ટ્રકના કોન્‍ટ્રાકટરોના બીલમાં આર્થિક ફાયદો કરાવી અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની કોવાયાને આર્થિક નુકશાન કરાવતો હોય જેથી ઓટો પ્‍લાન્‍ટ ઈન્‍ડીયા સીસ્‍ટમ પ્રાઈવેટ લીમીટેડ – નવી મુંબઈના કર્મચારી (ઓપરેટર) સદામ યુસુફભાઈ મન્‍સુરી તથાટીપર ટ્રક અને ટોરસ ટ્રકના કોન્‍ટ્રાકટરો તથા તપાસ દરમ્‍યાન ખુલતા ઈસમોએ એક બીજાને મદદગારી કરી ગુન્‍હો કરેલ હોય જેના વિરૂઘ્‍ધમાં ફરીયાદ આપતા આ કામના મુખ્‍ય આરોપી સદામભાઈ યુસુફભાઈ મન્‍સુરી (ઉ.વ.ર4) ધંધો. પ્રા.નોકરી રહે. મુળ રોહિસા, તા.જાફરાબાદ હાલ. કોવાયા, જીસીડબલ્‍યુ કોલોની, એફ.ર43 તા.રાજુલા વાળાને તા.ર3/6/18 ના ક.18/30 વાગ્‍યે ધોરણસર અટક કરી ગુન્‍હાના કામે પુછપરછ કરતા ટોરસ ટ્રક તથા ટ્રીપર ટ્રકના માલીકોના કહેવાથી વે-બ્રિજના ઓટોપ્‍લાન્‍ટ સોફટવેરમાં છેડ-છાંડ કરીને વાહનોમાં આવેલ મટીરીયલ્‍સના વજનમાં વધારો કરી આપતો હતો. અને આ કામ માટે ટોરસ ટ્રક તથા ટ્રીપર ટ્રકના માલીકો આ કામના આરોપીને એક વાહન દીઠ મહીને રૂા.3,000 રૂપિયા આપતા હોવાની કબુલાત કરી ટ્રક માલીકોનો નામો જણાવતો હોય અને આરોપીની દીન – ર ની રીમાન્‍ડ મેળવી પુછપરછ કરતા આ કામે તપાસ દરમ્‍યાન કુલ રૂા. 10,9પ,000 ની રકમ છેતરપીંડી કરી ટોરસ ટ્રક તથા ટીપર ટ્રકના માલીકોએ અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની કોવાયા પાસેથી છળકપટ કરી વધુ મેળવેલ હોય જેથી આ કામે એસ.પી.અમરેલીઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાઓના માર્ગદર્શન આધારે અમો તથા પોલીસ ઈન્‍સ. રાજુલા પો.સ્‍ટે. તથા પો.સ.ઈ.પ તથા પોલીસ કર્મચરી -60 દ્વારા અલ્‍ટ્રાકેટ સિમેન્‍ટ કંપની કોવાયાના માઈન્‍સ વિભાગમાં સર્ચ ઓપરેશન કરી ગુન્‍હામાં સંડોવાયેલ ટોરસ ટ્રક તથા ટ્રીપર ટ્રક મળી કુલ -30 વાહનોને કબ્‍જે કરી તેની કુલ કિંમત રૂા. 6,00,00,000 (છ કરોડ પુરા) ગણી તપાસ અર્થે કબ્‍જે કરવામાં આવેલ છે. તેમજ આ કામે ટ્રાન્‍સપોર્ટ કોન્‍ટ્રાકટરો કે જેઓ ઉપરોકત ટં્રકોના માલીક છે. તેઓ જબરાભાઈ ટપુભાઈ વાઘ, સોમાતભાઈ નથુભાઈ લાખણોત્રા, ભગતભાઈ લખમણભાઈ વાઘ, નનાભાઈ ભાણાભાઈ લાખણોત્રા, અરજણભાઈ સાર્દુળભાઈ લાખણોત્રા, ભાણાભાઈ અમરાભાઈ રમ, લાભુભાઈ બાલુભાઈ વાઘ, રાજેશભાઈ મેઘાભાઈ મકવાણા, કનુભાઈ વેલજીભાઈ સાખંટની તા.ર9/6/18 ના.ક.ર0:00 વાગ્‍યે અટક કરેલ છે. તથા તેઓને આ ગુન્‍હામાં ઓટોમેટીક વે-બ્રિજ લગત “ઓટો પ્‍લાન્‍ટ સોફટવેર” માં છેડ – છાડ કરી વિશ્‍વાસઘાત કરીને મેળવેલ કુલ રૂા.10,9પ,000 (દસ લાખ પંચાણું હજાર) ની રકમ ઉપરોકત તમામ આરોપીઓ પાસેથી કબ્‍જે કરવામાં આવેલ છે. અને આરોપીઓને અમરેલી જેલ હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં જાફરાબાદ પો.સ્‍ટે.ના હેડ. કોન્‍સ. આઈ.એલ. ગોહીલ તથા પી.ડી.કલસરીયા તથા વી.વી. ડાભી તથા પો.કોન્‍સ. અજયભાઈ તથા પ્રવિણભાઈ વિગેરે જોડાયેલ હતા.

અંતે અમરેલીની રેડક્રોસ બ્‍લડ બેન્‍ક પુનઃ શરૂ

ટેકનીકલ મુદા્‌ઓને લક્ષમાં રાખીને તાજેતરમાં બંધ કરાયા બાદ
અંતે અમરેલીની રેડક્રોસ બ્‍લડ બેન્‍ક પુનઃ શરૂ
સમગ્ર પંથકમાં સૌથી ઓછા દરે દર્દીઓને બ્‍લડ પુરૂ પાડવામાં આવે છે
અમરેલી, તા. 30
માર્ચના પ્રથમ સપ્‍તાહમાં ફુડ એન્‍ડ ડ્રગ દ્ધારા રૂટીન ઈન્‍સ્‍પેકશન પછી કેટલીક ટેકનીકલ ક્ષતિઓને ઘ્‍યાનમાં રાખી અમરેલી રેડક્રોસ સંચાલિત બ્‍લડ બેંક તા. 16 જુનથી બંધ કરેલ. જો કે બ્‍લડ બેન્‍કમાં એ વખતે સ્‍ટોકમાં રહેલ 134 બોટલ બ્‍લડ થેલેસીમિયાના બાળકો અને ઈમરજન્‍સી કેઈસમાં આપવાનું ચાલું રાખવામાં આવેલ. ત્‍યારબાદ તા. રપ/6/ર018ના રોજ કરાયેલ રીપીટ ઈન્‍સ્‍પેકશન બાદ તા. ર8/6/ર018થી અમરેલી બ્‍લડ બેન્‍ક ફરી પૂર્વવત ચાલું થઈ ગઈ છે. બ્‍લડ બેન્‍કની કામગીરી ખુબજ ગંભીર પ્રકારની હોય છે. જેમ કોઈ પ્‍લેનમાં જરાપણ યાંત્રિક ખામી હોય તો તેને નીચે ઉતારી લેવામાં આવે છે. આ લેવલની સાવચેતી બ્‍લડ બેન્‍કના ઓપરેશનમાં રાખવામાં આવતી હોય છે. અમે પણ કોઈ ગફલતમાં રહેવા માંગતા ન હોવાથી 1ર દિવસ માટે બ્‍લડ બેન્‍ક બંધ રાખેલ.
બ્‍લડ બેન્‍ક બંધ રહી તે દિવસોદરમ્‍યાન અમરેલીના સૌ તબીબ મિત્રો, સામાજીક સંસ્‍થાઓ, ડાયનામિક ગૃપના હરેશ બાવીશી સહિતના જાહેર જીવનના આગેવાનોએ ખુબજ સહકાર આપ્‍યો હતો. બ્‍લડ બેન્‍કના ચેરમેન ડો. ભરતભાઈ કાનાબારે જણાવેલ કે, રેડક્રોસ સોસાયટી સંચાલિત, હંસાબેન શામળદાસ ગાંધી બ્‍લડ બેન્‍ક 1997થી કાર્યરત છે. આજ સુધીમાં સવા લાખથી પણ વધુ બોટલ બ્‍લડ દર્દીઓને પુરૂ પડાયું છે. છતાં એકપણ દર્દીને બ્‍લડ ભભમીસમેચભભ થવાના કારણે કોઈ મેજર રીએકશન આવ્‍યું હોય કે અન્‍ય કોઈ ગંભીર મુશ્‍કેલી ઉભી થઈ હોય તેવો એકપણ બનાવ બનેલ નથી. આ સંસ્‍થાને તેના કાર્યકાળ દરમ્‍યાન અમરેલીના તમામ પક્ષોના રાજકીય આગેવાનો પરશોત્તમભાઈ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, નારણભાઈ કાછડીયા, હનુભાઈભાઈ ધોરાજીયા, વીરજીભાઈ ઠુંમર, પરેશભાઈ ધાનાણી, બાવકુભાઈ ઉંઘાડ, પી.પી. સોજીત્રા, મદદ કાર્યાલય, ઈફકો સંસ્‍થા સેવા ટ્રસ્‍ટ, નાગરિક બેંક, સંવેદન ગૃપ અમરેલી તેમજ બ્‍લડ કેમ્‍પોનું આયોજન કરતી અમરેલી, સાવરકુંડલા, બગસરા, રાજુલા સહિતની જીલ્‍લાભરની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનો ખુબજ સહકાર મળતો આવ્‍યો છે. અમરેલી બ્‍લડ બેંકની ઉત્તમ કામગીરીના કારણે, રેડક્રોસની ગુજરાત શાખા દ્ધારા ગત વર્ષે જ લગભગ 30 લાખની રકમનું એક અદ્યતન બ્‍લડ બેંક વાન અમને મળ્‍યું છે. સંસ્‍થામાં શહેરના અગ્રગણ્‍ય એમ.ડી. પેથોલોજીસ્‍ટો ડો. ભુવાતથા ડો. કચ્‍છી સેવા આપે છે. જયારે સંસ્‍થામાં એકપણ રૂપિયાનું વેતન લીધા વિના મધુભાઈ આજગીયા બ્‍લડ બેન્‍ક સી.ઈ.ઓ. તરીકે છેલ્‍લા પ વર્ષથી માનદ સેવા આપી રહયા છે. અમરેલી રેડક્રોસ સોસાયટી બ્‍લડ બેન્‍કના સંચાલનમાં તબીબો તેમજ સામાજીક આગેવાનો પ્રારંભથી જ સંકળાયેલા છે. ર1 વર્ષ પહેલાં શામળદાસ ગાંધીના ધર્મપત્‍નિ સ્‍વ. હંસાબેનના સ્‍મરર્ણાર્થે અપાયેલ દાનથી ઉભી થયેલ બ્‍લડ બેન્‍કના નિર્માણમાં ડો. હરીશ ગાંધી, ડો. પી. પી. પંચાલ, ડો. ગજેરા, ડો. લલિતભાઈ પટેલ, ડો. એન. એન. દેસાઈ, ડો. કે. એન. શાહ, સ્‍વ. ડો. બી.ડી. સાવલિયા, ડો. બી. એસ. પટોળીયા, ડો. એસ.જે. વઘાસિયા, ડો. ડબાવાલા, ડો. મસરાણી, કૃષ્‍ણ પેટ્રોલ પંપવાળા પરીખ પરિવાર, પ્રો. એમ. એમ. પટેલ, દડુભાઈ ખાચર, પરેશભાઈ આચાર્ય, ભુપેન્‍દ્રભાઈ ઝીંઝુવાડીયા વિગેરેએ પાયાના પત્‍થર તરીકે કામ કર્યુ છે. હાલ પણ સંસ્‍થાના પ્રેસીડેન્‍ટ તરીકે બાળ રોગ નિષ્‍ણાંત ડો. એસ.આર. દવે અને વાઈસ પ્રેસીડેન્‍ડ તરીકે પિયુષભાઈ ગોસાઈ સેવા આપી રહયા છે.
સંસ્‍થામાં અમરેલીના કોઈપણ પ્રતિષ્ઠિત સામાજીક કે રાજકીય આગેવાનની ભલામણ આવે એટલે કોઈપણ જાતના વિલંબ વિના ગરીબ દર્દીને વિનામૂલ્‍યે બ્‍લડ મળી જાય છે. આગામી દિવસોમાં અમરેલી જીલ્‍લામાં સ્‍વૈચ્‍છિક રકતદાન કેમ્‍પોના આયોજનમાંજીલ્‍લામાં સૌથી વધુ આગળ રહી સૌથી વધુ લોહી પુરૂં પાડનાર સાવરકુંડલા શહેરમાં ત્‍યાંની સામાજીક સંસ્‍થાઓને આગળ રાખી સાવરકુંડલામાં જીલ્‍લાની બીજી બ્‍લડ બેન્‍ક ઉભી થાય તે માટે અમરેલી રેડક્રોસ તમામ પ્રયત્‍નો કરવા ધારે છે. અમરેલી જીલ્‍લાના વિસ્‍તાર અને વસ્‍તીને ઘ્‍યાનમાં રાખતાં જીલ્‍લામાં બીજી બ્‍લડ બેન્‍ક જરૂરી બની છે. ત્‍યારે આગામી દિવસોમાં સાવરકુંડલામાં ડો. વડેરાના માર્ગદર્શન નીચે બીજી બ્‍લડ બેન્‍ક શરૂ થાય તે માટે અમરેલી બ્‍લડ બેન્‍ક પ્રયત્‍નો કરી રહી છે. આ માટે તમામ ટેકનીકલ અને અન્‍ય આનુષંગિક મદદ અને સહકાર અમરેલી રેડક્રોસ સોસાયટી તરફથી સાવરકુંડલાને મળી રહેશે. તેવી ખાત્રી સંસ્‍થાના ચેરમેન ડો. ભરતભાઈ કાનાબારે આપી હતી.

સરસ : સોશ્‍યલ મીડિયામાં ખોટા સમાચાર વાયરલ કરનાર વિરૂઘ્‍ધ ગુન્‍હો નોંધાયો

ગમે તે મેસેજને ફોરવર્ડ કરનારાઓમાં ફેલાયો ફફડાટ
સરસ : સોશ્‍યલ મીડિયામાં ખોટા સમાચાર વાયરલ કરનાર વિરૂઘ્‍ધ ગુન્‍હો નોંધાયો
અમરેલી, તા. 30,
રાજુલા ગામે ગત તા.ર6/6 નાં રોજ સરદાર સમાચાર/ એસ.એસ.ન્‍યુઝ ઈન્‍ડિયા ગૃપનાં એડમીને રાજુલા શહેરમાં બાળકોને પકડવા વાળી ગેંગ/ટોળકી આવેલ છે, જેથી બાળકોનું ખાસ ઘ્‍યાન રાખવું અને રાજુલા પોલીસે જાહેરનામું બહાર પાડેલ છે. તેવો જાહેર જનતા ભયમાં મુકાય તેમજ લોકોમાં ગભરાટ પેદા થાય તેવો અને જાહેર શાંતિવિરૂઘ્‍ધ કોઈ ગુનો બને એવા ઈરાદાથી મેસેજ વાયરલ કરી ખોટી અફવા ફેલાવી, ખોટો મેસેજ સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરતાં આ અંગે રાજુલા પોલીસમાં પી.આઈ. જાડેજાએ ફરિયાદ દાખલ કરેલ છે.

અમરેલીમાં આવતીકાલે ખેડૂતોની વિશાળ રેલી

અમરેલી અને ભાવનગર જિલ્‍લામાંથી ખેડૂતો ઉમટી પડશે
અમરેલીમાં આવતીકાલે ખેડૂતોની વિશાળ રેલી
જંગલ વિભાગને જમીન નહી આપવાનો નિર્ણય કરીને વિવિધ માંગ સરકાર સમક્ષ કરાશે
અમરેલી, તા. 30
ભાવનગર અને અમરેલી જીલ્‍લાનાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસર, રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, બગસરા, ખાંભા, ધારી, લાઠી, લીલીયા વિગેરે ગામનાં ખેડૂતો, પશુપાલકો, ખેતમજુરો વિગેરેને વિશ્‍વાસમાં લીધા વગર થોડા દિવસ પહેલા સરકાર અને જંગલ ખાતાએ સાથે મળીને આશરે બન્‍ને જીલ્‍લાની 1પ00થી ર000 ચોરસ કીલો મીટર જમીન જંગલી પ્રાણીઓના વસવાટનું બહાનું બતાવીને બન્‍ને જીલ્‍લાના ખેડૂતો, ખેતમજુરો અને પશુપાલકોને હેરાન પરેશાન કરીને ખેતી, ખેડૂત, પશુપાલક, પશુધન, ખેતમજુરો વિગેરેને ખતમ કરવાના પેતરા રચાઈ રહૃાા છે. તે યુઘ્‍ધના ધોરણે કાયમી બંધ રાખવામાં માટે ભાવનગર અને અમરેલી જીલ્‍લા ખેડૂત સમાજ તા. ર/7/18નાં રોજ અમરેલી જીલ્‍લા કલેકટરને બન્‍ને જીલ્‍લાના ખેડૂતો, પશુપાલક, ખેતમજુરો વિગેરે જંગલખાતાને એક પણ ઈંચ જમીન કોઈપણ સંજોગોમાં આપવાના નથી કે આપવી નહી તેવી રજુઆત કરશે. સાથે સાથે ખેડૂતોના તમામ લેણા માફ કરો, ખેત પેદાશના ખેડૂતોની માંગણી પ્રમાણે ઉંચા ભાવ કરી આપો, ખેડૂતોને ખેતીવાડીમાં રોજ, ભુંડ, સિંહ,દીપડા, ખુંટીયા, રાનીપશુ, રખડતા ઢોર વિગેરે ખેડૂતોની ખેતીવાડીમાં ભયંકર નુકશાન કરે છે તે બંધ કરાવો. વીજળી 18 કલાક આપો અને વીજબીલ કાયમી ધોરણે માફ કરો. ડીઝલમાં પ0 ટકા ખેડૂતોને સબસીડી આપો, ખેડૂતોને સરકારી અને સહકારી બેન્‍કો ખુલ્‍લેઆમ લુંટે છે તે બંધ કરાવો, સિંચાઈ ઘ્‍વારા મળતુ પાણી મફત આપો તેમજ છેલ્‍લા ર0 વર્ષથી ખેડૂતોના અટવાયેલા વિવિધ પ્રશ્‍નોની જાહેરમાં ચર્ચા કરીને કાયમી ધોરણે ઉકેલ આવે તેવી સરકારમાં રજુઆત કરાશે. અને ખેડૂત, પશુપાલક, ખેતમજુર વિગેરેનું એક સંગઠન બનાવીને માંગણીઓ કરાશે તોજ ઉકેલ આવશે તેવી જાહેરમાં ચર્ચા થશે. ઉપરોકત બાબતે જીલ્‍લા કલેકટર કચેરીના મેદાનમાં જાહેરમાં ચર્ચા થશે. આ મેદાનમાં ગુજરાત અને દેશભરમાં પ્રસિઘ્‍ધિ પામેલ મેથળા બંધારાના મુખ્‍ય આગેવાન ભરતસિંહ પી. વાળા, પ્રતાપભાઈ એન. ગોહિલ, મનુભાઈ ચાવડા, અશોકભાઈ ભાલીયા, અમરેલી જીલ્‍લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશભાઈ વીરાણી, કેતનભાઈ કસવાલા, મહેશભાઈ સોરવડીયા, પીપાવાવ ગામના સરપંચ ભાણાભાઈ વિગેરે આગેવાનો જાહેર વકતવ્‍ય આપશે. તેમાં અમરેલી જીલ્‍લાનાં તમામ ખેડૂતો, પશુપાલકો, ખેતમજુરોને પોતાના હકક અને અધિકાર માટે મોટી સંખ્‍યામાં હાજરી આપવા જણાવાયું છે.
તેમજ રાજુલા તાલુકાના પીપાવાવ ગામનીજમીન જીએચસીએલ કંપની અને ભુમાફીયાઓએ પચાવી પાડેલ છે તે મુકત કરાવવા 70 દિવસથી પીપાવાવ ગામના લોકો પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. તેનો આજદિન સુધી ઉકેલ નહી આવતા તે લોકો તા. ર/7/18નાં રોજ અમરેલી જીલ્‍લા કલેકટરને રજુઆત કરીને પીપાવાવ ગામની કંપનીને ફાળવેલ જમીન તથા ભુમાફીયાઓએ દબાવેલ જમીન ટુંક સમયમાં ગામલોકોને સાથે રાખીને ભાવનગર અને અમરેલી જીલ્‍લા ખેડૂત સમાજ તથા ગુજરાતના વિવિધ સંગઠનો સાથે મળીને સવિનય કાયદાનો ભંગ કરીને ઉપરોકત જમીનો ઉપર કંપની તથા ભુમાફીયાઓની જમીન ઉપરની તમામ મિલ્‍કત તથા જમીનો કબજો ગામ લોકો સંભાળી લેશે. તેવી જીલ્‍લા કલેકટરને સાથે મળીને લેખીતમાં રજુઆત કરીને આવેદન આપશે.

ડુંગરમાં વરસાદથી દવાખાનાનો માર્ગ ધોવાઈ ગયો

રાજુલા તાલુકાના ડુંગર ગામે સરકારી દવાખાના પાસે આવેલ પુલ જે છેલ્‍લા બે વર્ષથી તૂટી ગયેલ છે. આ બાબતે અનેક વખત ઉચ્‍ચ કક્ષાએ રજૂઆતો થવા પામેલ છે. પરંતુ ડુંગર ગ્રામ પંચાયત દ્વારા થોડી ઘણી ધૂળ નાખી મસમોટા બીલ બનાવી સગેવગે કરવામાં આવે છે. આ પુલ ડુંગર ગ્રામ પંચાયત માટે દુજણી ગા સમાન બની ગયેલ છે. આ બાબતે એમ.એલ.એ.થી માંડી મંત્રીઓ સુધી રજૂઆતો થવા પામેલ છે. પરંતુ ગામના અમુક કાર્યકરો આ બાબતે જસ લઈ ન જાય તે માટે ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી આ નાળુ ન બને તેવા જ પ્રયત્‍નો કરતા હોય છે. જેના કારણે સરકારી અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા અન્‍યાય કરવામાં આવી રહયો છે. આ અંગે ડુંગરના જાગૃત નાગરિક અને એડવોકેટ મંજુર ગાહા દ્વારા કોર્ટમાં રીવીઝન દાખલ કરવામાં આવેલ છે. જેનું પરિણામ પેન્‍ડીંગમાં છે. આ નાળુ તે કારણે હાલતો દર્દીઓ, રાહદારીઓ તેમજ બાળકો પસાર થઈ શકતા નથી. જેથી યોગ્‍ય થાય તેમ ગામજનો ઈચ્‍છી રહયા છે.

અમરેલીમાં મીઝલ્‍સ તથા રૂબેલા વેકસીન અંતર્ગત બેઠક યોજાઈ

જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. શ્રી જે.એચ. પટેલ તથા જિલ્‍લા ઈમ્‍યુનાઈઝેસન અધિકારી ડો. આર.કે. જાટની સુચનાથી સરકાર દવારા મીઝલ્‍સ રૂબેલા વેકસીનેશન કેમ્‍પેઈનમાં 9- માસથી 1પ વર્ષના બાળકોને આપવાનું હોય તે માટે આજ રોજ બીજા તાલુકા સંકલન સમીતીની મીટીંગમાં પ્રાંત અધિકારી ડી.એન.સતાણીના અઘ્‍યક્ષતામાં મામલતદાર તથા જુદી-જુદી કચેરીના અધિકારીને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અપીલ કરેલ તેમજ ખાસ કરીને ખાસ કરીને માઘ્‍યમીક, પ્રાથમીક શીક્ષણ વિભાગના શીક્ષકોને માઈક્રોપ્‍લાન પ્રમાણે વેકસીનેશન કામગીરી વ્‍યવસ્‍થીત રીતે પૂર્ણ થાય તે માટે સમજણ આપેલ તાલુકા હેલ્‍થ ઓફીસર ડો. આર.કે. સિન્‍હા તથા તાલુકા હેલ્‍થ સુપરવાઈઝર જે.બી. જોષીના સંયુકતથી અમરેલી તાલુકાના તમામ મેઈલ/ફીમેલ કર્મચારી, આશા, આશા ફેલીટેટર, આંગણવાડીના બહેનો, તમામ સ્‍કુલના શિક્ષક, પ્રિન્‍સીપાલ, નિમવામાં આવેલ નોડલ ઓફીસરો, ઉપરોકતને તમામને મીઝલ્‍સ, રૂબેલા વેકસીનની ટ્રેનીંગ આપવામાં આવેલ હાલમાં દરેક સ્‍કુલમાં વાલી મીટીંગ યોજવાની હોય અને તમામ બાળકોના વાલીને આ વેકસીન શુ છે અને તે વેકસીનથી થતા ફાયદા વિશે દરેક સ્‍કુલોમાં વાલી મીટીંગો કરવામાં આવે છે અને બાકી રહેતી સ્‍કુલોમાં પણ વાલી મીટીંગો કરવામાં આવશે. સરકાર દવારા 9-માસથી 1પ-વર્ષના સુધીના બાળકોને મીઝલ્‍સ તથા રૂબેલાના વેકસીનથી રક્ષીત કરવાનો કાર્યક્રમ હાથ ધરવાનો હોય તેના ભાગરૂપે આ કેમ્‍પેઈન તા.1પ-મી જુલાઈ ર018થી તા.14-8-18 સુધી ચાલુ રહેશે આ મહા અભિયાનમાં 9- માસથી 1પ -વર્ષના સુધીના તમામ બાળકો જેવા કે વાડી વિસ્‍તાર, રખડતી ભટકી જાતીના બાળકોતથા વિસ્‍તારના બાળકો એક પણ બાળક બાકી ન રહે તે માટે પણ નમ્ર અપીલ કરવામાં આવે છે  આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ તથા શિક્ષણ વિભાગના તથા તમામનો સહયોગથી સફળતા મળે તેવી અપીલ કરવામાં આવેલ વાલી મીટીગમાં અમરેલી શહેરી વિસ્‍તારમાં બાળકોના ડો. નીતીનકુમાર ત્રીવેદીએ મીઝલ્‍સ તથા રૂબેલા કેમ્‍પેઈન વીશે લોકોને માહીતગાર કરેલ અને અમરેલી તાલુકા હેલ્‍થ કચેરી દવારા પસાર-પ્રચાર માટે વાલી માટે પત્રીકાઓનું સ્‍કુલ વાઈઝ વિતરણ પણ કરેલ આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર તથા સ્‍ટાફ દવારા ભારે જહેમત ઉઠાવી હતી.

હેરામ : પીપાવાવધામ જમીન મુકિત આંદોલન પૂર્ણ થતું નથી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 67 દિવસોથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ કંપની વીકટર અને ભુમાફીયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા અને સરકારી નિયમો મુજબ ગ્રામજનોને રોજીરોટી માટે ફાળવવામાં આવે તેવી માંગણી સાથે આંદોલન કરી રહૃાા છે. આ આંદોલનકારીઓની રજુઆતના કારણે ફકત 8 ઈસમોના દબાણ દુર કરવાની કામગીરી તંત્ર ઘ્‍વારા ચાલું કરવામાં આવી છે. પરંતુ ગામજનોમાં લોક ચર્ચા ઉઠી છે કે નાના માણસોના ઝીંગા ફાર્મ તોડીનાખ્‍યા પણ જે રાજકીય વગ ધરાવતા ભુમાફીયાઓ હતા તેમના ઝીંગા ફાર્મ ઉપર ઉપર જ તોડી રહૃાા છે. આંદોલનકારીઓની મુખ્‍ય માંગણી રોજીરોટી માટે જમીન ફાળવવામાં આવે તે માંગ મુખ્‍ય છે. તંત્ર ઘ્‍વારા હજી સુધી જીએચસીએલ કંપની વિરૂઘ્‍ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તંત્રના અધિકારીઓ કંપનીને છાવરી રહૃાાં છે. આ જમીન પરથી દબાણ દુર કરવામાં મહિના જેટલો સમય લાગ્‍યો હોય તો આ ગામજનોને જમીન ફાળવવામાં કેટલો સમય લાગશે તેવા પ્રશ્‍નો ઉપસ્‍થિત થઈ રહૃાા છે. આંદોલન છાવણીમાં હાજરી આપતા ગુજરાત જન ચેતના પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડા, અશોકભાઈ ભાલીયા, પીપાવાવધામના સરપંચ હંસાબેન ગુજરીયા, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા સહિતના લોકો હાજર રહૃાા હતા અને દિવસનાં અંતે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

લાઠી પંથકમાં સાંસદ કાછડીયાનો ઝંઝાવાતી પ્રવાસ

ગ્રામ સ્‍વરાજ અભિયાન-ર018 અંતર્ગત અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ તા.ર9 જુન ર018નાં રોજ લાઠી તાલુકાનાં શેખપીપરીયા, હરસુરપુર દેવળીયા, અડતાળા, ગોવિંદપરા, જરખીયા, ટોડા, દુધાળા, કેરાળા, માલવીયા પીપરીયા, અલીઉદેપુર, મતીરાળા અને દુધાળાબાઈ ગામોનાં કાર્યકરો સાથે  પ્રવાસ કરી સરકારની સિદ્ધિઓ અને જનકલ્‍યાણકારી યોજનાઓ અંગે લોકોને જાણકારી આપી માહિતગાર કર્યા હતા અને સ્‍થાનિક કક્ષાએથી લોકો ર્ેારા રજૂ કરવામાં આવેલ વિવિધ પ્રશ્‍નોનું સ્‍થળ ઉપર નીરાકરણ કરેલ હતું. પ્રવાસ સમયે સાંસદ સાથે જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ હીરપરા તથા જીતુભાઈ ડેર, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ કાનાણી, મહામંત્રી ભરતભાઈ ગઢવી તથા જગદીશભાઈ ખુંટ, ઉપપ્રમુખ લાલજીભાઈ સાબલપરા તથા ધરમશીભાઈ એવીયા, મંત્રી મનોજભાઈ દેવમુરારી, તાલુકા પંચાયતનાં વિરોધપક્ષનાં નેતા પ્રવિણભાઈ કાકડીયા, ઘનશ્‍યામભાઈ સાવલીયા, ભરતભાઈ સુતરીયા, ભરતભાઈ બોદર, રાજુભાઈ ભુતૈયા અને સરપંચો તથા સ્‍થાનિક આગેવાનો જોડાયા હતા.

ગોપાલગ્રામમાં આરોગ્‍ય વિભાગ ર્ેારા દવા છંટકાવ કરાયો

ધારીતાલુકાનાં ગોપાલગ્રામમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ર્ેારા ડેન્‍ગ્‍યું મેલેરીયા જેવા તાવોને અટકાયત કરવા દવાનો છંટકાવ કરવામાં આવ્‍યો. તેમજ આજુબાજુનાં ગામડાઓમાં વિગેરે છંટકાવ કરવામાં આવશે. તેમજ ચોમાસાની સ્‍થિતિ બેસવાની સાથે રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્‍ય કેન્‍દ્ર કટીબઘ્‍ધ છે. સુપરવાઈઝર કાકડીયાભાઈ તથા હરેશભાઈ સરપંચ સુપરવાઈજર વાડદોરીયાભાઈ તથા વિવિધલક્ષી આરોગ્‍ય કાર્યકર ચાવડાભાઈ તથા આશાબેન અને નીર્મળાબેન રાઠોડ ઉપસ્‍થિત રહૃાાં હતા.

01-07-2018