Main Menu

July, 2018

 

બાબાપુરની સાંતલી સિંચાઈ યોજના માટે રાજય સરકારે રૂપિયા 707 કરોડ મંજૂર કર્યા

એક દાયકાથી ચાલતી કાર્યવાહી હવે આગળ વધશે
બાબાપુરની સાંતલી સિંચાઈ યોજના માટે રાજય સરકારે રૂપિયા 707 કરોડ મંજૂર કર્યા
અમરેલી અને લીલીયા પંથકનાંખેડૂતોને ફાયદો થશે : સાંસદ
અમરેલી, તા. 30
અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયા ર્ેારા સરકારમાં કરવામાં આવેલ અસરકારક રજૂઆતોનાં અનુસંધાને રાજય સરકારનાં નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ, ગાંધીનગર ર્ેારા સાંતલી યોજના માટે રૂા. 707.4 કરોડની સુધારેલ વહીવટી મંજુરીની દરખાસ્‍તને સેઘ્‍ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે અને આ યોજનાને સેન્‍ટ્રલ વોટર કમિશ્‍નર, ગાંધીનગરને જરૂરી મંજુરી અર્થે મોકલી આપવામાં આવેલ છે. જેની મંજુરી મળ્‍યેથી જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સાંતલી સિંચાઈ યોજના કાર્યરત થવાથી અમરેલી અને લીલીયા તાલુકાનાં ગામોનાં ખેડૂતોને નહેર વાટે સિંચાઈનું પાણી મળી રહેશે તથા પાણીનાં તળ પણ ઉંચા આવવાથી ખેડૂતોનાં ઉત્‍પાદનમાં વધારો થશે તેમ સાંસદે જણાવેલ છે.

રાજય સરકારે કોંગ્રેસનાં આંદોલન બાદ પાકવીમાની રકમ મંજૂર કરવી પડી : પરેશ ધાનાણી

વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાં નેતાઓની આગેવાનીમાં
રાજય સરકારે કોંગ્રેસનાં આંદોલન બાદ પાકવીમાની રકમ મંજૂર કરવી પડી : પરેશ ધાનાણી
અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાં પાકવીમા માટે કોંગ્રેસ પક્ષે કર્યુ હતું આંદોલન
અમરેલી, તા. 30
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો માટે પાકવીમાની રૂપિયા ર18 ની રકમ રાજય સરકારે મંજૂર કરી છે. અને તે માટે કોંગ્રેસ પક્ષનું આંદોલન જવાબદાર છે, તેમ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવેલ છે.
તેઓએ “અમરેલી એકસપ્રેસ” સાથેની વાતચીતમાં જણાવેલછે કે ચાલુ વર્ષમાં 6-7-8 જૂનનાં રોજ કોંગ્રેસ પક્ષે રાજયભરમાંપાકવીમો, દેવામાફી વિગેરે ખેડૂતોનાં પ્રશ્‍ને સમગ્ર રાજયમાં જનઆંદોલન કરતાં રાજય સરકારને ખરીફ- ર017નો પાકવીમો મંજૂર કરવા મજબુર થવું પડયું છે અને સત્તાધારી પક્ષનાં અનેક કહેવાતા ખેડૂત આગેવાનો લાજ કાઢી રહૃાા  હતા અને કોંગ્રેસ પક્ષ હંમેશા  ખેડૂતોનાં પ્રશ્‍ને ભાજપ સરકાર સામે લડત ચલાવીને ખેડૂતોને પોતાનો હક્ક અપાવી રહી છે તેમ અંતમાં જણાવેલ છે.

આનંદો : કપાસનાં વીમા પેટે રૂપિયા ર18 કરોડ મંજુર

પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડની રજુઆત સફળ રહી
આનંદો : કપાસનાં વીમા પેટે રૂપિયા ર18 કરોડ મંજુર
ખેતી આધારિત જિલ્‍લાનાં આર્થિક તંત્રને મોટી રાહત મળતા હાશકારો
પાકવીમાની રકમ માત્ર 9 થી 10 મહિનામાં જ મંજુર થતાં ખેડૂતો ખુશ
અમરેલી, તા. 30
અમરેલી જિલ્‍લામાં ખરીફ ર017માં કપાસનો પાક નિષ્‍ફળ જતાં વીમા કંપની ઘ્‍વારા જિલ્‍લાનાં ખેડૂતો માટે રૂપિયા ર18 કરોડ જેવી અધધ રકમ મંજુર થતાં જિલ્‍લાનાં ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી છે.
પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડે ખરીફ પાક ગત વર્ષે નિષ્‍ફળ જતાં રાજય સરકાર સમક્ષ પાકવીમો મંજુર કરવા રજુઆત કરતાં આજે અમરેલી જિલ્‍લા માટે રૂપિયા ર18 કરોડ જેવી અધધ રકમ મંજુર કરવામાં આવતાં જિલ્‍લામાં આર્થિકતંત્ર કૃતિ આધારિત હોવાથી મસમોટી રકમ ખેડૂતોને મળતાં હાશકારાની લાગણી ઉભી થઈ છે.
પાકવીમાની રકમ 9 થી 10 મહિનામાં જ મંજુર થતાં જિલ્‍લાનાં ખેડૂતોમાં પણ હરખની હેલીનું વાતાવરણ જોવા મળી રહૃાું છે.

લાઠીનાં આસોદર ગામની સગીરાએ અગમ્‍ય કારણોસર ઝેર પી લીધું


પત્‍નિનાં ત્રાસથી કંટાળીને પતિએ આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી

પોલીસે પત્‍નિ અને તેના પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધી
અમરેલી, તા.30
ખાંભામાં ભગવતીપરામાં રહેતા એક યુવાને ગત તા.ર6ના રોજ સાંજે પોતાની મેળે શરીર ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દઈ આપઘાત કરી લેતા આ બનાવમાં મૃતકને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાતા વિભાગીય પોલીસ વડાએ વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં ખાંભા ગામે રહેતા દેવશીભાઈ વીરાભાઈ જોગદીયા નામના યુવકને તે જ ગામે રહેતી મંગુબેન દેવશીભાઈ જોગદીયા, નનુપરી ઉર્ફે મુંડીયો ઉર્ફે કિશોરપરી તથા સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે રહેતા મુકેશ નામના ઈસમે મારી નાખવાની ધમકી આપેલ. જેથી મરણ જનારને લાગી આવતા પોતાની મેળે આપઘાત કરી લઈ મૃતકના પત્‍નિ, તેના પ્રેમી સહિતનાઓએ મરી જવા મજબૂર કર્યાનીફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાતા વિભાગીય પોલીસ વડાએ વધુ તપાસ હાથ ધરી છે.

શેલડાનાં ખેડૂતને આત્‍મહત્‍યા કરવા મજબુર કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર

અમરેલી, તા. 30
સાવરકુંડલા તાલુકાનાં શેલણા ગામનાં ખેડૂતે ગત તા.30/4 નાં રોજ વ્‍યાજખોરોનાં ત્રાસનાં કારણે આપઘાત કરી લેવાની ફરજ પાડવા સબબ 3 શખ્‍સો સામે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને કોર્ટનાંહુકમ મુજબ અમરેલી જિલ્‍લા જેલ હવાલે કરાતાં એક આરોપીએ જામીન ઉપર મુકત થવા અત્રેની સેસન્‍સ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
આ બનાવમાં શેલણા ગામે રહેતાં ઘનશ્‍યામભાઈ ઉકાણીએ રાજકોટ ગામે રહેતાં અજય મેરામભાઈ મકવાણા સહિત 3 શખ્‍સો પાસેથી વ્‍યાજે નાણાં લીધેલા હતા જેમાં આ અજય મકવાણા પાસેથી રૂા.ર4 લાખ વ્‍યાજે લીધે હતાં. જેની સામે આરોપીએ ર4 વિઘા જમીન લખાવી લઈ વ્‍યાજનાં નાણાંની પઠાણી ઉઘરાણી કરતાં ઘનશ્‍યામભાઈને મરી જવા મજબુર કર્યાની ફરિયાદ મૃતકનાં પુત્રએ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે મજકુર આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા. આથી તેમણે જામીન ઉપર મુકત થવા માટે થઈ અત્રેની સેસન્‍સ કોર્ટમાં અરજી કરતાં એડી. સેસન્‍સ જજ શ્રી એન. પી. ચૌધરીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરીહતી.

ગુજરાતનાં ટોચનાં બુટલેગર કાળુ રાઠોડનાં પ દિવસનાં રિમાન્‍ડ મેળવતી એલસીબી

રિમાન્‍ડ દરમિયાન ચોંકાવનારી અનેક વિગતો બહાર આવે તેવી શકયતાઓ
અમરેલી, તા.30
જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેવશનના પ્રોહી ગુ.ર.નં.- 49/ર017 પ્રોહિ કલમ-66 બી, 6પ એ,ઇ, 116 બી વિગેરે મુજબના ગુન્‍હાસના કામે કાળુ ઉર્ફે જેસીંગભાઇ છગનભાઇ રાઠોડ (મારવાડી) રહે. ધંધુકા વાળાની અમરેલી એલ.સી.બી. પ્રવારા ગઇ તા.ર7/07/ર018 ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી. આરોપી અમરેલી જીલ્લોમાં જ નહીં પરંતુ ગુજરાત ભરમાં મોટા પ્રમાણમાં ઇંગ્‍લીશ દારૂ સપ્‍લાાય કરવાની અસામાજીક પ્રવૃતિ સતત ચાલુ  હતી. સને-ર017 માં જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્‍થાના સપ્‍લા્‌યર તરીકે પણ કાળુ ઉર્ફે જેસીંગભાઇ છગનભાઇ રાઠોડ (મારવાડી)નું નામ ખુલેલ હતુ.
પકડાયેલ આરોપી ગુજરાત રાજયના સરકાર દ્વારા બહાર પડેલ કુખ્‍યાત ટોપમોસ્‍ટ બુટલેગર્સની યાદીમાં ચોથા નંબરનું સ્‍થાન ધરાવતો હોય જેથી પોલીસ અધિક્ષકે સદરહું ગુન્‍હાના મુળ સુધી જઇ આ ગુન્‍હામાં સંડોવાયેલ તમામ આરોપીઓ સપ્‍લાયર્સ તથા ફાયનાન્‍સર તથા અન્‍ય કોણ-કોણ આ ગુન્‍હામાં સંડોવાયેલ છે.જે બાબતની તપાસ કરવા સારૂ સી.જે. ગોસ્‍વામી પોલીસ ઇન્‍સ. એલ.સી.બી. તથા બાબરાના પોલીસ સબ ઇન્‍સ.ડી.કે. વાધેલા તથા પોલીસ સબઇન્‍સ. પી.એન. મોરીને આ ગુન્‍હાની તપાસ કરવા સ્‍પેશીયલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમની રચના કરી તેમાં નિમણુંક આપવામાં આવેલ હતી.
પકડાયેલ આરોપીને આજ રોજ કયતના પોલીસ સબ ઇન્‍સ. ડી.કે. વાધેલાએ આ આરોપીને જાફરાબાદ કોર્ટમાં આરોપી કોની-કોની પાસેથી દારૂ મંગાવતો તેમજ પૈસાની લેવડ દેવડ કઇ રીતે કરતો હતો તેમજ કયા વાહનોમાં દારૂ મંગાવતો હતો અન્‍ય કોણ-કોણ ઇસમો આ આરોપીની સાથે સંકડાયેલ છે.તેમજ તેને દારૂ ના ધંધામાંથી કેટલી સ્‍થાવર/ જંગમ  મિલ્‍કતની ખરીદ કરેલ છે. તેની સાથે અન્‍ય બીજા કેટલા ઇસમો સંડોવાયેલ છે.તેમજ ગુજરાત રાજયમાં અન્‍ય કયા-કયા સ્‍થળે દારૂ સપ્‍લાય કરેલ છે. તેમજ તેની બેંક એકાઉન્‍ટ વિગેરેની તપાસ કરવા સારૂ દિન-1રના રીમાન્‍ડની માંગણી કરવામાં આવેલ હતી. અને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીના દિન-0પ ના ઉપરોકત કારણોસર રીમાન્‍ડ મંજુર કરેલ હતા.

ધાતરવડી નદીનાં પટ્ટમાંથી રૂપિયા બાવન કરોડની રેતી ચોરી કરનાર 7 શખ્‍સોની જામીન અરજી નામંજૂર

જિલ્‍લાનાં ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાવતી ઘટના
અમરેલી, તા. 30
રાજુલા તાલુકાનાં મોજે વડ થી મોજે ખાખબાઈ સુધીનાં વિસ્‍તારમાં ધાતરવડી નદી પટ્ટમાં વ્‍યાપક પ્રમાણમાં રેતી ચોરીની ફરિયાદો મળતા આ વિસ્‍તારની માપણી નક્કી કરેલ.જે અન્‍વયે ભુસ્‍તરશાસ્‍ત્રીનીકચેરી ર્ેારા ટીમો બનાવી તા. 4/07/18 અને 0પ/07/18 ના રોજ જી.પી.એસ. મશીનથી માપણી કરવામાં આવેલ હતી. આ માપણીનાં કુલ 3ર જી.પી.એસ. કોર્ડિનેટ ઘ્‍યાને લઈ કુલ 768063.64 સ્‍કવેર મીટરમાં સરેરાશ ર મીટર રેતી ખનીજનું ખોદકામ ઘ્‍યાને આવેલ. જે મુજબ કુલ 768063.64 મે.ટન રેતી ખનીજનો જથ્‍થો ચોરી થયેલ માલુમ પડેલ. જેની પ્રતિ મે.ટન રૂા.ર40 લેખે ખનીજ કિંમત રૂા.પ1,98,રપ,47ર પુરાની ફરિયાદ રાજુલા પોલીસ સ્‍ટેશને એફઆઈઆર નં. 1/69/ર018 તા. ર6/07/ર018 થી દાખલ કરેલ હતી.
આ એફ.આર.આઈ. અન્‍વયે (1) ધીરૂભાઈ દડુભાઈ ધાખડા, રે. વડલી (ર) મનુભાઈ ખીમાભાઈ ડાભી રે. છતડીયા (3) મનુભાઈ સુખાભાઈ ભીલ, રે. લોઠપુર (4) ગોપાલભાઈ બચુભાઈ સાંખટ, રે. લોઠપુર (પ) ઉલ્‍લાસભાઈ લાભુભાઈ રે. કોડીનાર (6) જસુભાઈ શેલારભાઈ ધાખડા, રે. વડ (7) વિરમભાઈ કાળાભાઈ ઓડેદરા રે. રાજુલા (8) કિરણભાઈ વીરાભાઈ ધાખડા રે. લોઠપુર (9) મધુભાઈ દાનુભાઈ ધાખડા રે. વડની ધરપકડ કરવામાં આવી હતી.
ઉપરોકત ઈસમો સામે એમ.એમ.ડી.આર. એકટ 19પ7ની કલમ 4-એ(1) તથા મીનરલ પ્રીવીેન્‍શન ઓફ ઈલીગલ માઈનીંગ, સ્‍ટોરેજ, વહન નિયમ – ર017 ના કલમ – ર1(1) થી (પ) મુજબ ગુનો નોંધાવતા રાજુલાના એડી. ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટે્રટનીકોર્ટમાં તા.30/07/ર018નાં રોજ ચાલતા આરોપીઓને જામીન મંજુર કરેલ નથી.

લુણસાપુરમાં કચરો વીણતી મહિલા પર ર શખ્‍સોનો હુમલો

અમરેલી, તા.30
ધારી તાલુકાનાં સરસીયા ગામના વતની અને હાલમાં રાજુલા ગામે રહેતા કચરો વીણવાનું કામ કરતી જમનાબેન હસુભાઈ વાઘેલા નામની 38 વર્ષીય મહિલા ગઈકાલે બપોરે જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સિન્‍ટેક્ષ કંપનીમાં કચરો વીણતા હતા ત્‍યારે ત્‍યાંની કોલોનીમાં બે અજાણ્‍યા ઈસમોએ ત્‍યાં આવી આ લોખંડના સળીયા અહીંથી કેમ લીધા છે ? તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ આ મહિલાને ગાળો આપી, રસના પાઈપ વડે મહિલાને આડેધડ માર મારી ઈજા કર્યાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ   ધરી છે.

અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચે વઢેરા ખાતે જુગાર રમતા 9 શકુનીઓને ઝડપી લીધા

અમરેલી, તા. 30
અમરેલી એલસીબી ટીમે જીલ્‍લાનાં સરહદે આવેલ જાફરાબાદ તાલુકાનાં વઢેરા ગામની સીમમાં જાહેરમાં તીનપતી નામનો જુગાર રમતા ભાવેશ ભીખાભાઈ બારૈયા, બાલા નાગરભાઈ ચૌહાણ, ધીરૂ રાજાભાઈ ભાલીયા, જગા ગોવિંદભાઈ સોલંકી, દિનેશ નારણભાઈ વાજા, સરમણ સાંગાભાઈ વાજા, ચંદુ નનાભાઈ વાઘેલા, શામજી સાંગાભાઈ વાજા, કરશન ભીખાભાઈ ડાભી રહે. તમામ વઢેરાની રોકડા રૂપિયા 17060તથા મોબાઈલ ફોન નંગ-પ કિંમત રૂા. 4પ00 મળી કુલ રૂા. ર1પ60નાં મુદામાલ સાથે અટકાયત કરેલ છે.
પોલીસ અધિક્ષકે આપેલ સુચના અને એલસીબી અમરેલીનાં ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એ.વી. સરવૈયા તથા એએસઆઈ બી.એલ. ગોસ્‍વામી, પ્રફુલ્‍લભાઈ જાની તથા હેડ કોન્‍સ્‍ટેબલ કે.સી. રેવર, સંજયભાઈ મકવાણા, જાવેદનભાઈ શેખ, હિંગળાજસિંહ ગોહીલ, જીતુભાઈ મકવાણા, મયુરભાઈ ગોહીલ, અજયભાઈ સોલંકી, મહેશભાઈ મહેરા, હરેશભાઈ બાયલ, અજયસિંહ ગોહીલ, દીપભાઈ વાળા, જગદીશભાઈ પોપટ, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, ભાવિનભાઈ ગોસ્‍વામી વિગેરેનાંઓએ વહેલી સવારમાં જીલ્‍લાનાં છેવાડાનાં અંતરિયાળ વિસ્‍તારમાં જામેલ જુગારનાં રંગમાં ભંગ પાડી કુલ 9 શકુનીઓને ઝડપી પાડી જાફરાબાદ પોલીસ સ્‍ટેશનનાં લોકઅપમાં ધકેલી કામગીરી કરેલ છે.

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા સાત ફેરા સમૂહ લગ્નમાં સહાય મેળવેલ દીકરીઓને પ્રમાણપત્ર અર્પણ

ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાંભાગ લીધેલ નવયુગલો પૈકી ર4 નવયુગલોને સમાજ કલ્‍યાણ અધિકારી કચેરી (વિકસતી જાતિ) મારફતે સાત ફેરા સમૂહ લગ્નમાં પ્રોત્‍સાહક સહાય રૂપે રૂા. 10,000 મંજૂર કરી કન્‍યાના બેન્‍ક ખાતામાં જમા કરી આપેલ છે. જે અંતર્ગત આજે ગાયત્રી સંસ્‍કાર કેન્‍દ્ર ચલાલા મુકામે સમાજ કલ્‍યાણ અધિકારી બી.ટી. ભાલાળાની ઉપસ્‍થિતિમાં આ યોજનાનો લાભ મેળવેલ નવયુગલોને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટયથી થયો હતો. જેમાં સંસ્‍થાના વડા રતિદાદા તથા સમાજ કલ્‍યાણ અધિકારી ભાલાળા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ રતિદાદા દ્વારા ભાલાળાનું તિલક, કલાવા તથા મંત્ર પટ્ટા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થા વતી રતિદાદાએ તમામને સંસ્‍થામાં ચાલતી પ્રવૃતિની ઝાંખી કરાવી હતી. તથા ભાલાળાએ તેમની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓની માહિતી આપી તેમનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્‍યું હતું. ત્‍યારબાદ આવેલ નવયુગલોને આ યોજનાનો લાભ લેવા બદલ સંસ્‍થા તથા કચેરીના સંયુકત ઉપક્રમે રતિદાદા તથા ભાલાળાના હસ્‍તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્‍યા હતા.

અમરેલી લોકસભા માટે ભાજપનાં પ્રભારીઓની વરણી

લોકસભાની ચૂંટણી ડિસેમ્‍બર-જાન્‍યુઆરીમાં યોજાવવાની શકયતા વચ્‍ચે
અમરેલી લોકસભા માટે ભાજપનાં પ્રભારીઓની વરણી
લોકસભા બેઠક પર પુનઃ વિજય મેળવવા માટેની રણનીતિ તૈયાર કરાશે
અમરેલી, તા. 30
લોકસભાની ચૂંટણી નિયત સમય કરતાં 3-4 મહિના પહેલા યોજાવવાની શકયતાઓ વચ્‍ચે ભાજપ ઘ્‍વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત અમરેલી લોકસભા બેઠક માટે ભાજપ ઘ્‍વારા 4 આગેવાનોની પ્રભારી તરીકેનિમણુંક કરવામાં આવી છે. જેમાં નિમુબેન બાંભણીયા, જયંતીભાઈ કવાડીયા, શંકરભાઈ વેગડ અને જનકભાઈ બગદાણાનો સમાવેશ કરાયો છે.
ઉપરોકત તમામ પ્રભારીઓ આગામી થોડા જ દિવસોમાં અમરેલી જિલ્‍લાની મુલાકાત લઈને પક્ષનાં કાર્યકરો, આગેવાનો અને હોદેદારો સાથે ચર્ચા-વિચારણા કરશે અને લોકસભા બેઠક પર વિજેતા થવાનો મંત્ર આપશે. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, અમરેલી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠકમાંથી પ બેઠકો પર કોંગી ધારાસભ્‍યો તેમજ તમામ 11 તાલુકા પંચાયતો અને જિલ્‍લા પંચાયતમાં કોંગી શાસન હોવાથી ભાજપ માટે બેઠક જાળવવા ભારે જહેમત કરવી પડશે.

પાંચ માસમાં બાળકનું માતા સાથે સુખદ મિલન થયું

અમરેલી મહિલા હેલ્‍પલાઈન 181 અભયમ્‌નું સરાહનિય પગલું
પાંચ માસમાં બાળકનું માતા સાથે સુખદ મિલન થયું
માતા માટે બાળકનું રૂદન સાંભળી પિતા ભાંગી પડયો
બાબરા, તા. 30
જાફરાબાદ તાલુકાનાં માણસા ગામે કુટુંબીક તકરારનાં કારણે શ્રવસુર ગ્રહ છોડી પાંચ માસનાં પુત્ર સાથે પરિણીતા ર્ેારા માવતરનાં ગામ રાજુલા આશરો લીધા બાદ પિતાનાં ઘેર લાડકી પુત્રી અને દોહીત્ર ખુશીથી રહેતા હતા આજથી 10 દિવસ પહેલા રીસાયેલી પત્‍નીને મનાવવા અને નાના બાળને મળવા આવેલો પિતા બાળકને રમાડતા રમાડતા પાંચ માસનાં ભૂલકાને લઈ પોતાના ઘેર માણસા, તા. જાફરાબાદ જતા રહેવાપામેલ હતા.
બાદ પુત્ર વિયોગે અધીરી બનેલી માતા ર્ેારા 181 મહીલા હેલ્‍પલાઈનનાં કો-ઓડીનેટર મિતાબેન દામોદરાનો સંપર્ક સાધી સઘળી વિગત વર્ણાવી બાળક સાથે મિલન કરાવવા કાકલુદી કરવા લાગી હતી.
181 અભયમ્‌ ટીમનાં નીતાબેન દામોદરા, કોન્‍સ. અલ્‍પાબેન પાઈલોટ, દિવ્‍યેશભાઈ સહીતે બાળકનાં પિતા તથા મહીલાનાં સાસુનો સંપર્ક કરી કુટુંબીક તકરારનો ભોગ પાંચ માસનું બાળક બની રહૃાાનું જણાવી નાના ભૂલકાને માતાની જરૂર હોવાની શીખ આપી હતી. આ જ સમયે બાળકનું માતા માટે રૂદન સાંભળી બાળપ્રેમ કારણે સ્‍વાર્થી બનેલો પિતા પીગળી જતા રાજીખુશીથી બાળક તેની માતાને સોંપી આપ્‍યુ હતું.
181 અભયમ્‌ ટીમ કાઉન્‍સીલર નિતાબેન દામોદરા, અલ્‍પાબેન સહીતનાં પ્રયાસોથી માતા પુત્રનાં મિલન થતી વખતે ઉપસ્‍થિતોની આંખમાં હર્ષમાં આંસુ આવ્‍યા હતા.

દામનગરનાં મણીભાઈ પુસ્‍તકાલયની મુલાકાતમાં સ્‍વામી માર્ગીયસ્‍મિતજી

સ્‍વામી માર્ગીયસ્‍મિતજી સહિત અગ્રણીઓ દામનગરની સાહિત્‍ય સંસ્‍થા મણીભાઈ સાર્વજનિક પુસ્‍તકાલય નિહાળી પ્રભાવિત થયા. સૌરાષ્‍ટ્રના પાણી પ્રશ્‍ને સૌરાષ્‍ટ્રની મુલાકાતે મિશન કલ્‍પસર યોજના સંદર્ભ વિચાર ગોષ્ઠિઓ કરતા સ્‍વામી ભુરખીયા ટ્રસ્‍ટના અગ્રણી જીવનભાઈ હકાણી, હરજીભાઈ નારોલા સાથે વિચાર વિર્મશ કર્યો. સ્‍વામી માર્ગીયસ્‍મિતજી સાથે અગ્રણીઓ ઘનશ્‍યામભાઈ મેટલર, દેવચંદભાઈ નાવડીયા, મનસુખભાઈ પટેલ સહિતના અગ્રણીઓ સૌરાષ્‍ટ્રના પાણી પ્રશ્‍ને વિવિધ સંસ્‍થાઓના અગ્રણીઓ સાથે વિચાર ગોષ્ઠિ યોજી હતી. સૌરાષ્‍ટ્રના પાણી પ્રશ્‍ને મિશન કલ્‍પસર કાર્યરત કરવા ઠેર ઠેર મિટીંગો શરૂ કરતા અગ્રણીઓ દ્વારા અમરેલી જિલ્‍લાનો પ્રવાસ અમરેલી જિલ્‍લાની સ્‍વૈચ્‍છિક સામાજિક ધાર્મિક સંસ્‍થાઓના અગ્રણીઓ સાથે મિશન કલ્‍પસર અંગે જાગૃતિ વધે તે માટે રૂરલ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગૃપ મિટીંગો કરવા શેરી નાટકો, પોસ્‍ટર, બેનરો, મોટીવેશન સેમિનાર, શિબિરો કરવી અને સરકાર દ્વારા વહેલી તકેકલ્‍પસર યોજના કાર્યરત કરવા તૈયાર થયા તે માટે સ્‍વયં જાગૃતિ માટે સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવેલ સ્‍વામી માર્ગીયસ્‍મિતજી સાથે અનેકો અગ્રણીઓ દામનગર, લાઠી, બાબરા, અમરેલીનો પ્રવાસ કર્યો હતો.

અમરેલી જિલ્‍લા બેન્‍કનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પુનઃ બિનહરીફ ચૂંટાયા

અમરેલી જિલ્‍લા બેન્‍કના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતા આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સતત સાતમી ટર્મમમાં પ્રમુખ તરીકે દિલીપ સંઘાણી અને ચોથી ટર્મના ઉપપ્રમુખ તરીકે અરૂણ પટેલ બિનહરીફ વરાયા છે. આ અંગેની વિગતો મુજબ અમરેલી જિલ્‍લાની સૌથી મોટી સહકારી સંસ્‍થા અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી.ની અગાઉ તા.1/ર/17ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ર1 ડિરેકટરો ચૂંટાયા હતા અને જે તે સમયે પ્રમુખ તરીકે દિલીપ સંઘાણી અને ઉપપ્રમુખ અરૂણ પટેલ ચૂંટાયા હતા. તા.1/1ર/16 થી તા.31/7/18 સુધી અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ રહયો હોવાથી આજે જિલ્‍લા બેન્‍ક ખાતે ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેકટર ડી.એમ. સતાણીના અઘ્‍યક્ષપદે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બન્‍ને માટે માત્ર એક જ ફોર્મ ભરાતા જિલ્‍લા બેન્‍કના પ્રમુખ તરીકે સતત સાતમી વખત દિલીપ સંઘાણી અને ઉપપ્રમુખ તરીકે સતત ચોથી વખત અરૂણભાઈ પટેલની વરણી કરવામાં આવીહતી. તેઓ તા.31/8/18 થી તા.31/1/ર1 સુધી અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ રહેશે. નવા વરાયેલા બન્‍ને હોદેદારોનું જિલ્‍લાના સહકારી આગેવાનો દ્વારા હારતોરા કરીને સન્‍માન કરાયું હતું.

સાવરકુંડલાનાં ગૌ પ્રેમી યુવાનો દ્વારા સતત 1પ વર્ષથી કરવામાં આવતી ગૌ સેવા

સાવરકુંડલામાં છેલ્‍લા 1પ વર્ષથી રખડતી ગાયને કોઈપણ પાસે ફાળો લીધા વગર સ્‍વૈચ્‍છિક રીતે નિયમિત અલગ અલગ જગ્‍યાએ ગાયોને લીલો ચારો નાખવામાં આવે છે. આ સતકાર્ય શ્રીજી ગૌ સેવા ગૃપ દ્વારા કરવામાં આવે છે. આ ગૃપમાં ચિરાગ ગોરડીયા (મુન્‍નાભાઈ), હકાભાઈ દોશી, ધ્રુવભાઈ વૈષ્‍ણવ, જીજ્ઞેશદાદા ઓઝા, રાહુલભાઈ ગોહિલ, ભરતભાઈ પરમાર (કબાટવાળા), દામજીભાઈ ચોટલીયા, ચન્‍દ્રકાંતભાઈ જોષી, ભાવીક ગોરડીયા તેમજ પીયુષભાઈ બોરીસાગર સેવા આપે છે. જાફરાબાદમાં અતિવૃષ્‍ટિથી ખેતરોમાં પાણી ભરાયા છે અને ગાયો માટે ઘાસચારાની અછત છે. આ વાત વીરેન્‍દ્રભાઈ વૈષ્‍ણવ (અલ્‍ટ્રાટેક સિમેન્‍ટમાં ઉંચી પોસ્‍ટ ધરાવતા અનેસેવાભાવી વ્‍યકિત)એ શ્રીજી ગૌ સેવા ગૃપને કહેતા તુરંત જ ગૃપના સભ્‍યોએ 1 ટ્રક ભરીને અંદાજે રપ,000 રૂપિયાનો લીલો ચારો રૂબરૂ જાફરાબાદથી 7 કિલોમીટર દૂર આવેલ વાઢેર ગામ અને બલાણા ગામમાં જઈને ગાયોને લીલો ચારો ખવડાવ્‍યો.

અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ઘટાટોપ વૃક્ષનું છેદન કરાતાં નારાજગી

જાગૃત્ત નાગરિકોએ મામલતદારને ફરિયાદ કરી
અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ઘટાટોપ વૃક્ષનું છેદન કરાતાં નારાજગી
વૃક્ષ છેદનની મંજુરી લીધી ન હોય તો કાર્યવાહી કરવા માંગ
અમરેલી, તા. 30
અમરેલીનાં જાગૃત નાગરિકોએ મામલતદારને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, અમરેલી મુકામે આવેલ સમર્થ વ્‍યાયામ મંદિર (અખાડા)માં વન સંરક્ષણ નિયમ અનુસાર રક્ષિત અને અંદાજીત વીસેક વર્ષ જુનો તેમજ કયારેય કોઈપણ બાબતે કોઈ જાતની અડચણ રૂપ નહિ હોવા છતાં અને અમરેલીનાં અખાડાનાં વ્‍યાયામ વીરો ર્ેારા સાર સંભાળ લઈ સમય અનુસાર પાણી અને રક્ષણ પૂરું પાડી ઉછરેલ જેને વટ વૃક્ષ કહી શકાય તેવો વડલો સમર્થ વ્‍યાયામ મંદિરનાં (અખાડા) ટ્રસ્‍ટનાં પ્રમુખ અને સંસ્‍થાનાં સંચાલક ર્ેારા ટ્રસ્‍ટી મંડળને વિશ્‍વાસમાં લીધા વગરઅથવા જાણ કર્યા વગર અને કોઈ કારણ વગર વડલાનું વૃક્ષ કાપી નાખેલ છે. અને આ બાબતે રોકવા માટે પ્રયત્‍ન કરતા જેને જે કરવું હોઈ તે કરી લેવાની ખુલ્‍લી ધમકી ઉચ્‍ચારેલ છે.
વધુમાં જણાવે છે કે આ બાબતે નૈતિકતાથી તપાસ કરી અખાડાનાં ટ્રસ્‍ટનાં પ્રમુખ તેમજ મહેતાજી/સંચાલક ર્ેારા જુનો વડલો કાપવાની પરમીશન લીધી હતી કે કેમ ? અને લીધી હતી તો આવી પરમીશન શા માટે અને કેવા કારણોસર આપેલી છેતે બાબતે સ્‍પષ્‍ટતા કરવી અને પરમીશન આપેલી નથી અને એક જૂના વડલાનું છેદન થયેલ હોઈ તો કાયદેસરની કાર્યવાહી કરી કડક હાથે કામ લેવા જાહેર પર્યાવરણ હિતમાં અંતમાં માંગ કરેલ છે.

સી.એમ. રૂપાણી સંગ ભામાશા ગોપાલ શેઠ

રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લઈને જિલ્‍લા ભાજપનાં અગ્રણી અને ભામાશા ગોપાલ શેઠે જિલ્‍લાનાં વિકાસલક્ષી અનેક બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

પ્રભારી મંત્રી ફળદુની અઘ્‍યક્ષતામાં ભાજપીઓની બેઠક યોજાઈ

પ્રદેશ ભાજપની સુચના અનુસાર આજ રોજ જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્‍લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુ અને જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાની અઘ્‍યક્ષતામાં જિલ્‍લામાં બુથ સુધીના આગામી કાર્યક્રમો અંગેની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્‍લા ભાજપના હોદેદારો, જિલ્‍લા મોરચાના હોદેદારો, જિલ્‍લા મંડલના પ્રભારીઓ, જિલ્‍લા મંડલના વાલીઓ, જિલ્‍લા સેલઅને પ્રકલ્‍પના કન્‍વીનરો હાજર રહયા હતા. આ બેઠકમાં આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને જિલ્‍લામાં પ્રદેશ દ્રારા લોકસભા સીટનાં પ્રભારીઓનો પ્રવાસ કાર્યક્રમ આગામી તા.8, 9, 10 ઓગષ્‍ટના રોજ જિલ્‍લાનાં તમામ મંડલ સ્‍તર સુધી અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક મળનાર હોય જે અંગે ઉપસ્‍થિત કાર્યકર્તાઓને આ અંગે પ્રભારીમંત્રી આર.સી. ફળદુ દ્રારા માર્ગદર્શન આપવામાં આવેલ. જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા દ્રારા જિલ્‍લાની બુથ સમીતી, શકિત કેન્‍દ્રો, મોરચાનાં હોદેદારો તેમજ કારોબારી આગામી તા.પ સધીમાં પૂર્ણ કરવી. તેમજ નવા ર0 % મુજબ સદસ્‍યતા અભિયાન ચલાવવું તેમજ આગામી પાર્ટી દ્રારા આપવામાં આવેલ કાર્યક્રમો સત્‍વરે પૂર્ણ કરવા જે અંગે સુચનાઓ આપવામા આવેલ. તેમજ મંડલના પ્રભારી / વાલીઓને પોત પોતાનાં પ્રભાર ક્ષેત્રમાં પ્રવાસ કરી સંગનની અધુરી રહેલ નિમણુંક સત્‍વરે પૂર્ણ કરવા સુચના કરવામાં આવેલ આ બેઠકમાં પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, જિલ્‍લા કિસાન મોરચાના પ્રભારી વિનુભાઈ કથીરીયા, જિલ્‍લાનાં મહામંત્રી કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, ઉપપ્રમુખ મયુર હીરપરા, જિતુભાઈ ડેર, રીતેષ સોની, રંજનબેન ડાભી, વંદનાબેન મહેતા, જયોત્‍સનાબેન અગ્રાવત, મંત્રી રાજુભાઈ ગીડા, ચેતન શીયાળ, જિલ્‍લા કિસાન મોરચાના પ્રમુખ ઘનશ્‍યામભાઈસાવલીયા, મહામંત્રી પરેશભાઈ લાડુમોર, વિનુભાઈ ડોબરીયા,  બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ મકાવાણા, મહામંત્રી ડો. હીતેશભાઈ હડીયા, જયરાજભાઈ વાળા, યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટૃ, મહામંત્રી કેતનભાઈ ઢાંકેચા, મેહુલભાઈ ધોરાજીયા,  અનુ.જાતી મોરચાના પ્રમુખ શાંતીભાઈ રાણવા, મહામંત્રી સોમભાઈ બગડા, વાલજિભાઈ વિજુડા, લઘુમતી મોરચાના મહામંત્રી યુનુસભાઈ ચુડેસરા, આસીફભાઈ મલેક, સહીતના તમામ કાર્યકર્તાઓ તથા તમામ હોદેદારો હાજર રહયા હતા.

અમરેલીમાં વિદ્યાસભા સ્‍કૂલમાં ‘સાહિત્‍ય ઉત્‍સવ’ કાર્યક્રમમાં સાહિત્‍યની જમાવટ

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત સ્‍કૂલમાં બે દિવસનો સૌરાષ્‍ટ્ર સાહિત્‍ય મંચનો કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્‍કૃતિક હોલમાં તા.ર8/07/ર018ને શનિવારે સવારે 9:00 વાગ્‍યે સૌરાષ્‍ટ્રના ઉગતા કવિઓ, સાહિત્‍યકારો ખૂબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆત માતા સરસ્‍વતીની હૃદયંગમ પ્રાર્થનાથી થઈ ત્‍યારબાદ હાજર કવિઓ અને સંસ્‍થાના ડાયરેકટર અને સૌરાષ્‍ટ્ર સાહિત્‍ય મંચના સ્‍થાપક હસમુખભાઈ પટેલ તથા જીજ્ઞેષભાઈ અઘ્‍યારુ, ગુણવંતભાઈ ઉપાઘ્‍યાય, હર્ષદભાઈ ચંદારાણા, તરુણભાઈ મહેતા, ડૉ. રાકેશ વણકર, ડૉ. રોહિતભાઈ ગઢવી વગેરેના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કાર્યક્રમને ખૂલ્‍લો મુકયો હતો. સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી પધારેલા સાહિત્‍યકારોએ પોતાની રચનાઓની ઉપસ્‍થિતી 300 જેટલા શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા. જેમાં ડૉ. રાજેશભાઈ વણકરે ટુંકી વાર્તાની સંરચના વિશે વિસ્‍તૃત વકતવ્‍ય આપ્‍યુ હતું. ગુણવંતભાઈ ઉપાઘ્‍યાયે ગઝલનું સ્‍વરૂપના વિકાસ અંગે માર્ગદર્શનઆપ્‍યું હતું. મહેન્‍દ્રભાઈ ઉપાઘ્‍યાયે છંદશાસ્‍ત્ર વિશે વિસ્‍તૃત સમજ આપી હતી. વિવિધ કાવ્‍યો, સર્જનોથી શ્રોતાઓને ભાવ તરબોળ કર્યા હતા. જેમા ભારતીબેન બારડ, હેતલબેન મકવાણા, દિપકભાઈ સોલંકી, તરુણભાઈ મહેતા, જીતુભાઈ વાઢેર, પ્રવિણભાઈ સરવૈયા વગેરે કવિઓએ પોતાના કાવ્‍યો રસાળ શૈલીમાં રજુ કરી વાતાવરણને આહલાદક બનાવ્‍યું હતું. સાહિત્‍ય વિશે ઉંડાણથી ચર્ચાઓ પણ યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ કલસરીયા તથા જલ્‍પેશભાઈ કાલેણાએ સુચારુ રીતે સંભાળ્‍યું હતુ.ં કાર્યક્રમમાં ઉપસ્‍થિત સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ સાહિત્‍યકારોને પોતાના આ પ્રયાસ બદલ અભિનંદન પાઠવી સાહિત્‍યક્ષેત્રે હજુ વધુ પ્રગતિ કરે તેવી શુભકામના વ્‍યકત કરી હતી. ખૂબ જ આનંદદાયક વાતાવરણમાં સાહિત્‍ય સંમેલનના સંભારણાને વાગોળતા સૌ મિત્રો ભાવભીના નેત્રે કાર્યક્રમને સંપન્‍ન કર્યો હતો.

31-07-2018


વડીયાની સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી જવાઈ

અમરેલી, તા. ર8
વડીયાનાં ગોપાલભાઈ મોરવાડીયાએ તેમનાં કાકાની સગીર વયની દીકરીને હાલ   હામાપુર રહેતો કાનો ચાવડા નામનો આરોપી લલચાવી-ફોસલાવી બદકામ કરવાનાં ઈરાદે ભગાડી ગયાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાવેલ છે.

સાવરકુંડલાની પરિણીતાં ર બાળકો સામે ગુમ થતાં ચકચાર

અમરેલી, તા. ર8
સાવરકુંડલાનાં રમેશભાઈ વાઘમસીની પત્‍નિ ર બાળકોને લઈને કયાંક ચાલી જતાં તે અંગેની જાણ પોલીસમાં કરાતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ધારીનાં નાના સમઢીયાળામાંથી રેતી ચોરી કરનાર શખ્‍સોને ઝડપી લેવાયા

ર બનાવમાં રૂપિયા 6 લાખનો મુદ્યામાલ કબ્‍જેઅમરેલી, તા. ર8
ધારીનાં નાના સમઢીયાળા ગામે અલગ-અલગ ર શખ્‍સોએ ટ્રેકટર ભરીને રેતી ચોરી કરતાં હોય ચલાલા પોલીસે ચલાલાનાં રામભાઈ બાંભણીયા અને હસનભાઈ બ્‍લોચ વિરૂઘ્‍ધ ગુન્‍હો નોંધીને બન્‍નેનો રૂપિયા ર.પ6 લાખનો મુદ્યામાલ કબ્‍જે કર્યો છે.

અનીડાની પરિણીતાને પતિએ ઢીકાપાટુનો માર માર્યો

અમરેલી, તા. ર8
ખાંભા નજીક આવેલ અનીડા ગામની લીલાબેન દાફડા નામની પરિણીતા પર તેનાં પતિ હિંમતભાઈ દાફડા સહિત 4 વ્‍યકિતએ હુમલો કર્યાની ફરિયાદ સ્‍થાનિક પોલીસમાં નોંધાતાં પોલીસે તપાસ શરૂકરી છે.

અરેરાટી : રાજુલાનાં વાવેરા ગામનાં સગીરનું પાણીમાં ડૂબી જવાથી મોત

પાળાની ભેખડ ધસી પડતા પાણીમાં ડુબ્‍યો
ધારાસભ્‍ય ડેર, મામલતદાર પણ ઘટના સ્‍થળેદોડી ગયા
રાજુલા, તા.ર8
રાજુલા તાલુકાના વાવેરા ગામનો ધો.9માં અભ્‍યાસ કરતો અને માલઢોર પણ ચારતો સાગર ભૂપતભાઈ ચૌહાણ (ઉ.વ.રપ) આજે બપોરના ત્રણથી ચાર વાગ્‍યાના સુમારે માલ-ઢોર ચારતો હતો. ત્‍યારે તે વાવેરા ગામે માઘ્‍યમિક સ્‍કૂલ પાસે આવેલ ચેકડેમમાં ભારે વરસાદના કારણે ચેકડેમ ઉપરનો પાળો ઢીલો પડી ગયો હતો. ત્‍યાંથી પસાર થતી વખતે પાળાની ભેખડ પડતા આ યુવાન ભેખડ સાથે ચેકડેમમાં પડી ગયો હતો. આ બનાવની જાણ વાવેરા ગામનાં ચંપુભાઈ ધાખડા (ડીસવાળા)એ સરકારી તંત્ર અને ધારાસભ્‍ય ડેરને જાણ કરતા ગણત્રીના જ સમયમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્‍ય ડેર બનાવના સ્‍થળે પહોંચી ગયા હતા. અને ગામ લોકોએ આ ડુબી ગયેલા યુવાનની ડેડ-બોડી પાણીમાંથી બહાર કાઢી હતી. અને ત્‍યાંથી પી.એમ. માટે રાજુલા લાવવામાં આવી હતી. આ ગરીબ યુવાનને સરકારમાંથી સહાય મળે તે માટે સબંધીતોને ધારાસભ્‍ય અંબરીષ ડેર રજુઆત કરશે તેમ તેમણે જણાવ્‍યું હતું.

અમરેલી એલસીબીએ મોબાઈલ ચોર શખ્‍સને દબોચી લીધો

મોબાઈલ ચોરીના અનેક ગુન્‍હાઓનો ભેદ ખુલશે
અમરેલી, તા.ર8
અમરેલીપોલીસ અધિક્ષકે અમરેલી જિલ્‍લામાં બનતાં મિલ્‍કત સબંધી ગુન્‍હાઓ પૈકી જે ગુન્‍હાઓનો ભેદ ન ઉકેલાયો હોય તેવા ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી જે વ્‍યકિતની મિલ્‍કત ચોરાયેલ હોય તે મુળ માલિકને તેની મિલ્‍કત મળી જાય તેમજ જિલ્‍લાની જનતા પોતાના મકાન, દુકાન, વિગેરે માલ મિલ્‍કતની સુરક્ષા બાબતે ચિંતિત ન રહે તે હેતુથી અને જિલ્‍લામાં બનતા ચોરીનાં ગુન્‍હાઓ ઉપર અંકુશ આવે તે આશયથી તે રીતે કામગીરી કરવા તમામને સૂચના અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને તે રીતે તમામને કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્‍વયે અમરેલી જિલ્‍લાના વડીયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કુંકાવાવ તથા દેવગામ ગામે મોબાઈલની દુકાનોમાં ચોરીઓ થયેલ હોય અને તે ચોરીઓનો ભેદ ઉકેલવાનો બાકી હોય જે અન્‍વયે આજરોજ અમરેલી એલ.સી.બી.ની ટીમએ પુર્વે બાતમી આધારે પેટ્રોલીંગ દરમ્‍યાન અમરેલી શહેર ખાતેથી નીચે મુજબના ઈસમથી ધરપકડ કરેલ અને વડીયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કુંકાવાવ તથા દેવગામ ગામે મોબાઈલની દુકાનોમાં ચોરીઓ થયેલ હોય તેનો ભેદ ઉકેલવામાં સફળતાં મળેલ છે.
આરોપીની વિગત :- પીઢ ઝવેરસિંગ માવડા (ઉ.વ.3પ) રહે. ગુટીયાદેવ, તા.કુક્ષી, જિ.ધાર હાલ – ઠીકરીયા, તા.ધારીવાળાને આજરોજ તા.ર8/7/18 નાં કઃ17 વાગ્‍યે અમરેલીના નાનાબસસ્‍ટેન્‍ડ ખાતેથી પકડી પાડેલ છે. જે આરોપી છેલ્‍લા સાતેક વર્ષથી મધયપ્રદેશથી ગુજરાતમાં મજુરી કામે આવેલ અને ગુજરાતના મોરબી તથા અમરેલી જિલ્‍લામાં મજુરી કામ કરવાના બહાને અલગ-અલગ વાડી વિસ્‍તારમાં રોકાતો અને રાત્રી દરમ્‍યાન પોતે તથા તેના અન્‍ય સાગરિત સાથે મળી ચોરી કરતો હતો.
આરોપી પાસેથી મળી આવેલ ચોરીનો મુદ્‌ામાલ : – આરોપી પાસેથી ચોરીમાં ગયેલ બે મોબાઈલ રયફશ કંપનીનો સાદો મોબાઈલ કિ.રૂા.1,000 તથા કાર્બન કંપનીનો મોડલ નંબર બ,ડ નો મોબાઈલ ફોન કિ.રૂા.4000 નો      મળી આવેલ હતો.
આમ, અમરેલી એલસીબી  ટીમને બે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે. અને ઉપરોકત કામગીરી એલ.સી.બી.ના પો.સ.ઈ., એ.વી.સરવૈયા તથા એલસીબી સ્‍ટાફના ભરતબાપુ ગૌસ્‍વામી, કે.સી. રેવર, અજયભાઈ સોલંકી, હિંગરાજસિંહ ગોહિલ, મયુરભાઈ ગોહિલ, જગદિશભાઈ પોપટ, સંજયભાઈ મકવાણા, જાવેદભાઈ ચૌહાણ, જીતુભાઈ મકવાણા, મહેશભાઈ મહેરા, હરેશભાઈ બાયલ, તુષારભાઈ પાંચાણી, દિપકભાઈ વાળા, અજયસિંહ ગોહિલ, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, ભાવિનગીરી ગૌસ્‍વામી વિગેરેએ કરેલ છે.

ધારીની યોગી વિઝન સ્‍કૂલ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્‍ય ઉજવણી

ધારી મઘ્‍ય સ્‍થિત અને ગુણવત્તા સભર શિક્ષણ માટે કટિબદ્ધ શ્રી યોગી વિઝન ઇન્‍ટરનેશનલ સ્‍કૂલમાં તા.ર7/07/ર018 ને શુક્રવારના રોજ અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમાની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. સવારના શાળાના પ્રારંભે જ સુંદર મજાની પ્રાર્થના સહ ગુરુવંદના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પૂજય યોગીજી મહારાજ તેમજ ગુરુઓનું પૂજન થયું. તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આપણા જીવનમાં ગુરુના મહત્‍વ અંગેના વક્‍તવ્‍યો અપાયા હતા. ગુરુની પરંપરા દર્શાવતું સુંદર નાટ્‍ય પ્રદર્શિત કરવામાં આવ્‍યું હતું. થોડી વાર રાસગરબાની રમઝટ બાદ વિશાળ વાલી સમુદાયની હાજરી વચ્‍ચે વેદોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે પવિત્ર વાતાવરણમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓ તથા શિક્ષકગણ દ્વારા યજ્ઞમાં આહુતી આપવામાં આવી હતી. તમામ વાલીઓ દ્વારા ભારતીય સંસ્‍કૃતિનાસંવર્ધનના સમા આ કાર્યક્રમને બિરદાવવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્‍થાના ટ્રસ્‍ટી ગીરીશભાઈ ડ્રેસવાલા, ધીરુબાપા રૂપારેલ, ચારુબેન, ઉષાબેન તથા સંસ્‍થાના સંવાહક એ.ડી.રૂપારેલના માર્ગદર્શન હેઠળ કેમ્‍પસ ડાયરેક્‍ટર કમલેશભાઈગાદેશા તથા સમગ્ર સ્‍ટાફે ખુબ જહેમત ઉઠાવેલ હતી. આ શુભ પ્રસંગે ધારી લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ પોપટ, કોલેજના પ્રિન્‍સીપાલ રાજુભાઈ આચાર્ય, વિરલભાઈ દવે, મુકેશભાઈ ચંદારાણા, પ્રો. ઉનડકટ, ડો. બીપીનભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ કાર્યક્રમની સફળતા માટે શુભેરછા પાઠવેલ હતી. મુંબઈ લોહાણા મહાજન અગ્રણી અષ્ટકાન્‍તભાઈ સૂચક તથા શાળા વ્‍યવસ્‍થા સમિતિના અગ્રણી ભીખુભાઈ વડેરા દ્વારા પ્રસાદ માટે આર્થીક સહયોગ આપવામાં આવેલ હતો,

ધારીની બેંક ઓફ બરોડા ‘સ્‍થાપના દિન’ની ચલાલાનાં વૃદ્ધો સાથે અનોખી ઉજવણી

ચલાલા, તા.ર8
ચલાલા યુજ્ઞ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત માતા-પિતાનું ઘર (વૃઘ્‍ધાશ્રમ)નાં વુઘ્‍ધો સાથે બેંક ઓફ બરોડા, ધારી શાખાનાં 111 માં સ્‍થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મેનેજર અમીતકુમાર, સ્‍ટાફમાંથી સંજયભાઈ, લક્ષ્મણભાઈ તથા યશભાઈ ઉપસ્‍થિત રહયા હતા. આ તમામ મહેમાનોનું સ્‍વાગત સંસ્‍થાના વડા રતિદાદા દ્ધારા તિલક, કલાવા તથા મંત્ર પટ્ટાથી કરવામાં આવ્‍યુંહતું.
આ પ્રસંગે બેંક ઓફ બરોડા, ધારી શાખા તરફથી મેનેજર અમીતકુમાર તથા સ્‍ટાફગણ દ્ધારા સંસ્‍થામાં રહેતા 9 વૃઘ્‍ધોને છત્રી, ચપ્‍પલ, આપી સાથે ચલાલાની હોટલ, વનવગડામાં ભોજન કરાવી બેંકના સ્‍થાપના દિનની ખુબજ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
મહેશભાઈ દ્ધારા બેંકના આ સ્‍થાપના દિનને આવી સુંદર જગ્‍યાએ ઉજવવાના અમિતકુમારના ખ્‍યાલને બિરદાવ્‍યો હતો. અને રતિદાદાએ આભાર વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે આવા સુંદર વિચારો થકી બીજાને પણ આવા સુંદર કાર્યની પ્રેરણા મળે છે.

દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્‍તકાલયને પુસ્‍તકો અર્પણ કરતા સ્‍વામી નિગમાનંદપુરીજી

સુરતગીરી બંગલા કનખલ (હરદ્વાર) લેખિત પત્રકાર બાબાના નામથી પ્રસિઘ્‍ધ સ્‍વામી નિગમાનંદપુરીજી સ્‍વયં દામનગર શહેરની મણીભાઈ સાર્વજનિક પુસ્‍તકાલયની મુલાકાતથી પ્રભાવિત થયા. ખૂબ ખુશી વ્‍યકત કરી સંસ્‍થાના બંને ગ્રંથપાલ ગણેશભાઈ નારોલા અને મીનાબેન મકવાણાને સંસ્‍થા માટે પુસ્‍તકો અર્પણ કર્યા. હિન્‍દુ ધર્મ સંસ્‍કૃતિ આચાર વિચાર આહાર તહેવાર પરંપરા અને સંશોધક વિષયો પર પ્રકાશ પાડતા વૈદિક પરંપરાને ઉજાગર કરતા પુસ્‍તકો બનારસ યુનિ.ના વિદ્વાન વિવેચકો પણ સંદર્ભ માટે ઉપયોગકરી શકે તેવા પ્રબુઘ્‍ધ લેખક સ્‍વામી નિગમાનંદપુરીજી દામનગર સાહિત્‍ય મંદિરની મુલાકાત લીધી અને પુસ્‍તકો અર્પણ કર્યા.