Main Menu

Friday, June 29th, 2018

 

દહીંથરાની અલખધણી ગૌ-શાળામાં સત્‍કાર સમારોહ યોજાશે

બિનવારસી પીડિત અબોલ જીવો પશુ, પક્ષીની સેવા સારવાર અને નિભાવ કરતી સંસ્‍થામાં દાતાઓના આર્થિકથી નવનિર્મિત સંકુલો સહિત પશુ એમ્‍બ્‍યુલન્‍સ, ચબુતરા, અવેડા, ગોડાઉન પરબ, ઓવરહેડ વર્મિકમ્‍પોસ્‍ટ કમ્‍પાઉન્‍ડ વોલ 1ર વિઘા જમીન અને તારફેન્‍સીંગ પશુ હોસ્‍પિટલ વિવિધ વોર્ડ ઓપરેશનવિભાગ સહિતની સુવિધાઓનું દાતાઓના વરદ હસ્‍તે લોકાર્પણ થશે. પાંચો કરતા વધુ બીમાર અબોલ જીવોની સેવા કરતી સંસ્‍થા અલખધણી ગૌશાળા ભગવાન શ્રી મહાવીર સ્‍વામી જેન પાંજરાપોળમાં લોકાર્પણ સત્‍કાર સમારોહના મુખ્‍ય દાતા ડાયમંડ કિંગ ઓર્શિયા જેમ્‍સ પ્રા. લી.ના જૈન વણિક ધાનેરા વાસી પ્રકાશભાઈ સૂરજમલ ગાંધી પરિવાર દ્વારા પશુ એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરાશે. બિલ્‍ડર્સ એસોસિએશન ઓફ ઈન્‍ડિયા નેશનલ હાઈવે કમિટી મેમ્‍બર પટેલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરના અરવિંદભાઈ વાવીયા દ્વારા જનરલ વોર્ડ અર્પણ કરશે. મિટીંગ હોલ અને રસોઈ ઘર શિવધારા ગૃપ સોમજીભાઈ ઢોલરીયાના હસ્‍તે અર્પણ કરાશે. બાર વિઘા જમીન તારફેન્‍સીંગ ઓવરહેડ સહિત સુવિધા સભર સંકુલ સરદાર ગૌ સેવા ધૂન મંડળ અવેડા ચબુતરા સહિત મોટી સુવિધાઓ વિવિધ ગોડાઉનો સહિત દાતા સંસ્‍થા સનાતન ધૂન મંડળ, ઢસા ગામ સુરત સૂર્યમુખી ધૂન મંડળ દામનગર સુરત અલખધણી ગૌશાળામાં આગામી તા.3/7ને મંગળવારે જીવદયાને પરોપકારના કાર્ય કરતા અનેક મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અબોલ જીવો માટે ઉતમોતમ સુવિધાઓનું લોકાર્પણ એવમ સત્‍કાર સમારોહ યોજાશે.

સાવરકુંડલામાં શાકમાર્કેટ બનાવવાનો ખર્ચ પાણીમાં ગયો

13 વર્ષ પહેલા બનેલ શાકમાર્કેટ કાર્યરત કરાતી નથી
સાવરકુંડલામાં શાકમાર્કેટ બનાવવાનો ખર્ચ પાણીમાં ગયો
જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાથી તૈયાર કરવામાં આવેલ માર્કેટ શોભાનાં ગાંઠીયા સમાન
એક માર્કેટ સાવરમાં અને બીજી માર્કેટ કુંડલામાં બનીને તૈયાર થયા બાદ કાર્યરત કરવામાં આવી નથી
સાવરકુંડલા, તા. ર8
સાવરકુંડલા બે વિભાગમાં વહેંચાયું છે. એક તરફ સાવર અને એક તરફ કુંડલા. સાવરકુંડલા વચ્‍ચે નાવલી નદી નીકળતી હોવાથી ગામ બે ભાગમાં વહેંચાયું છે. જયારે ગામની વચ્‍ચે ચોમાસામાં વહેતી નાવલી નદીનાં પટ્ટમાં વર્ષોથી બેસી રહી છે શાકમાર્કેટ. આખા સાવરકુંડલા શહેર/તાલુકાની જનતા આ ગંદી ગોબરી શાકમાર્કેટમાં શાકભાજી લેવા મજબુર બનયા છે. ત્‍યારે આજથી ર000/ર001માં સાવર અને કુંડલા વિભાગમાં નગરપાલિકા ઘ્‍વારા બે શાકમાર્કેટ નિર્માણ પામવાની શરૂઆત થઈ અને ર00પ/ર006માં આ બંને વિભાગોમાં પૂજય શામજીબાપુ શાકમાર્કેટ અને પૂજય ભોજલરામબાપાના નામકરણ સાથે પાણી પુરવઠા પ્રધાન હરજીવન પટેલે લોકાર્પણ કર્યુ હતું પણ આજે 13 13 વર્ષના વ્‍હાણા વીતવા છતાં હજુ પણ આ બંને શાકમાર્કેટો બંધ હાલતમાં છે જેનોકોઈ ઉપયોગ નથી થતો જેનો વસવસો જનતા જનાર્દન કરી રહી છે.
ભાજપનાં રાજમાં ર00પ/06માં બનેલી શાકમાર્કેટો હાલ હજુ બંધ હાલતમાં જોવા મળી રહી છે. સ્‍વચ્‍છતા સફાઈની જવાબદારી નિભાવતા પાલિકા તંત્રની શાકમાર્કેટમાં ગંદકીના ગંજ જોવા મળી રહૃાા છે. તો બંધ પડેલી શાકમાર્કેટોમાં પશુઓનો ઘાસચારો મુકીને દબાણ પણ થયું હોવાનું જોવા મળી રહૃાું છે. ત્‍યારે હાલ જે વર્ષોથી બેસતી નાવલી નદીના પટ્ટમાં શાકમાર્કેટ ચારો તરફ ગંદકી વચ્‍ચે બેસી છે છતાં લોકો શાકભાજી લેવા આજ નાવલી નદીમાં આવી રહૃાા છે અને શાકભાજીના વેપારીઓને પણ આજ જગ્‍યા પર ધંધો રોજગાર મળતો હોવાનું જણાવી રહૃાાં છે.
આશરે પાંચ દસકાથી નાવલી નદીમાં બેસીને વેપાર ધંધો કરતા શાકભાજી ને વેપારીઓને નવી શાકમાર્કેટમાં બેસવું નથી તો પાલિકા તંત્રે લાખોનાં ખર્ચે બનાવેલી નવી શાકમાર્કેટો તૈયાર થઈ ગયાના તેર તેર વર્ષ વીતી જવા છતાં હજુ પણ શોભાના ગાંઠીયા સમાન બની રહી છે તે વાસ્‍તવિકતા છે. ત્‍યારે ભાજપના રાજમાં બનેલી આધુનિક શાકમાર્કેટ હાલ પણ ભાજપનાં શાસનમાં ચાલું નથી થઈ તેવી કડવી સચ્‍ચાઈ વચ્‍ચે પાલિકા તંત્રના ચીફ ઓફીસરે જણાવ્‍યું હતું કે, પાલિકા તંત્ર ઘ્‍વારા અમુક સ્‍ટોલ હરરાજી કરીને વેચાણ દસ્‍તાવેજો પણ કરી નાખ્‍યા છે. પણ શાકભાજીના વેપારીઓ ત્‍યાંબેસીને ધંધો-રોજગાર કરતા નથી હોવાનું પાલિકાના ચીફ ઓફીસર જણાવી રહૃાા છે. પણ ગંદકીમાંથી આધુનિક શાકમાર્કેટમાં ફેરવવાની કામગીરી નથી કરાતી. ત્‍યારે સ્‍વચ્‍છતા જાળવવાનાં બદલે જયાંથી હજારો લોકો શાકભાજી આરોગે છે તે નાવલી નદીનાં વહેણમાં બેસતી શાકમાર્કેટ ગંદકીનાં ખપ્‍પરમાં ધકેલાઈ છે તે સફાઈ પણ પાલિકા તંત્ર કરાવી શકતી નથી અને હજુ નવી શાકમાર્કેટ જે બંધ હાલતમાં છે ત્‍યાં ફેરવી શકવામાં પાલિકાતંત્ર અસમર્થ સાબિત થઈ રહી છે ને સરકાર ઘ્‍વારા લાખોનો ખર્ચ નિરર્થક સાબિત થઈ રહૃાો છે.

લ્‍યો બોલો : પતિ સમક્ષ પત્‍નિની માંગ કરીને ધમાલ મચાવી દીધી

લ્‍યો બોલો : પતિ સમક્ષ પત્‍નિની માંગ કરીને ધમાલ મચાવી દીધી
વિજય ચારોલાએ પતિ-પત્‍નિ બન્‍ને પર કર્યો જીવલેણ  હુમલો
અમરેલી, તા. ર8
ખાંભા તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે રહેતાં અને ઘરકામ કરતાં પરશનબેન અબ્‍બાસભાઈ ચારોલાનાં ઘરે તે જ ગામે રહેતાં વિજય પોપટભાઈ ચારોલા જઈ અને તેણીનાં પતિને કહેલ કે તું તારી પત્‍નિ મને સોંપી દે મારે તેણીને ઘરમાં બેસાડવી છે તેમ કહેતાં તેણીના પતિ અબ્‍બાસભઈએ આરોપીને કહેલ કે તું મારી પત્‍નિ સાથે આવું શા માટે કરે છે અને તેણીને હેરાન કરવાનું બંધ કર તેમ કહેતાં આરોપી વિજયે ઉશ્‍કેરાઈ જઈ લાકડાનાં કડીયા વડે પરશનબેનને આડેધડ માર મારી તેમજ માથાનાં ભાગે જીવલેણ હુમલો કરી તથા તેણીનાં પતિને પણ આડેધડ માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઆપતાં આ અંગે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દામનગર ગામે 33 વર્ષીય પરિણીતાને પતિએ ઈલેકટ્રીક વાયર વડે માર માર્યો

અમરેલી, તા. ર8,
દામનગર ગામે આવેલ રાભડા રોડ ઉપર રહેતા સોનલબેન મેહુલભાઈ રાઠોડ નામની 33 વર્ષીય પરિણીતાને ગત તા.ર6ના રોજ બપોરે તેણીના પતિ મેહુલ પ્રવિણભાઈ રાઠોડે ઈસ્‍ત્રી કરવાના ઈલેકટ્રીક વાયરથી શરીર ઉપર ચાબખા મારી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાઈ છે.

પોલીસ વિભાગને ગેરમાર્ગે દોરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી

અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ખોટી ફરિયાદ કરનારને પણ છોડશે નહી
નિર્દોષ વયકિતને ફસાવી દેવાનો પ્રયાશ કરનાર સામે ફરિયાદ
પોલીસ વિભાગને ગેરમાર્ગે દોરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી
અમરેલી, તા. ર8
પોલીસ અધિક્ષક અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ પ્રવૃત્તિઓ બંધ થાય અને અમરેલી જિલ્‍લાના સજજન વ્‍યકિતઓને કોઇ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે તટસ્‍થ રહી અને કોઇ નિર્દોષ નાગરીકો ઉપર કોઇ ખોટા કેસો ન થાય કે અન્‍ય કોઇ રીતે હેરાન ન થાય અને ન્‍યાય મળે તે શુભ આશયથી તે રીતેની કામગીરી કરવા સુચનાઓ કરેલ હતી.
ધારી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્‍સ. મહેન્‍દ્રભાઇ મેરામભાઇ વાળાને ગઇ તા. ર6/6/ર018ના રોજ પોલીસના બાતમીદાર સીરાજભાઇ વલીભાઇ ઓઠ્ઠા રહે. ધારી નવી વસાહત             વાળાએ બાતમી આપેલ કે ધારી નવી વસાહતમાં રહેતાં રમેશભાઇ બાબુભાઇ મકવાણાના મકાનના ધાબા ઉપર ઇંગ્‍લીશ દારૂ સંતાડેલ છે. તે જે તારીખે નાઇટ રાઉન્‍ડમાં રહેલ ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ. ઉમેશભાઇ ભાણકુભાઇ માંજરીયાનાઓને પોલીસના બાતમીદાર સતીષભાઇ ડેડાણીયા રહે. ધારી વેકરીયા પરાવાળાએ પણ રમેશભાઇ બાબુભાઇ મકવાણાના ઘરે છત ઉપર ઈંગ્‍લીશ દારૂ હોવાની બાતમી પોલીસને આપેલ હતી.
ધારી પોલીસ સ્‍ટેશનના બે પોલીસ કોન્‍સ.ને એકજ વ્‍યક્‍તિતના ઘરે ઇગ્‍લીશ દારૂ હોવાની અલગ-અલગ બાતતીદારોએ માહિતી આપેલ હતી. જે બાતમી આધારે ધારી નવી વસાહત ખાતે રહેતાં રમેશભાઇ બાબુભાઇ મકવાણાનાં રહેણાંક મકાને પંચો સાથે રેઇડ કરતાં મકાનના ધાબા (છત) ઉપરથી રોયલ સ્‍ટાઇલ જીનની પ્રરપ્રાંતના દારૂની કુલ બોટલ-19 કિંમત રૂા. 7600/-નો મુદામાલ    મળી આવેલ હતો. જેથી સદરહું મકાનના માલીક રમેશભાઇ બાબુભાઇ મકવાણા રહે. ધારી નવી વસાહત વાળાની પુછપરછ કરતાં તેઓ કયારેય કોઇ પ્રકારનો દારૂ લાવેલ નથી કે દારૂ પીતા પણ નથી અને આગલી રાત્રે મારી છત ઉપર કાંઇક અવાજ આવતો હતો પરંતુ ચોમાસા જેવું વાતાવરણ હોય હું જોવા ગયેલ નથી. આ દારૂ મને ખોટા કેસમાં ફીટકરવા માટે કોઇ મુકી ગયેલ છે તેવી વિગત જણાવેલ હતી.
જેથી ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. કે.ડી. ગોહિલનાઓને મકાન માલીકની વાતમાં સત્‍ય જણાયેલ અને ખરેખર ઈંગ્‍લીશ દારૂ અન્‍ય કોઇનો હોઇ શકે તેવું જણાઇ આવતાં પોલીસના બાતમીદારો (1) સીરાજભાઇ વલીભાઇ ઓઠ્ઠા રહે. ધારી નવી વસાહત (ર) સતીષભાઇ ડેડાણીયા રહે. ધારી વેકરીયા બોલાવી યુક્‍તિત -પ્રયુકિતીથી પુછપરછ કરતાં આ ઈંગ્‍લીશ દારૂ પોતે જ ત્‍યાં મુકેલાની હકિકત જણાવેલ. જેથી વધુ કડક પુછપરછ કરતાં નીચે મુજબની હકિકત જાણવા મળેલ.
આરોપીઓ (1) ઇલીયાસ મુસાભાઇ સૈયદ રહે. ધારી ખોજાપા  શેરી તા. ધારી.(ર) સીરાજભાઇ વલીભાઇ ઓઠા રહે. નવી વસાહત ધારી (3) સતીષભાઇ કરશનભાઇ ડેડાણીયા રહે. વેકરીયાપરા ધારી (4) નીતીનભાઇ પુનાભાઇ બાભણીયા રહે. ઉના મોદસર હજરતશાહપીરની દરગાહ પાછળ તા. ઉના જી. ગીર સોમનાથ હાલ ધારી વેકરીયાપરાવાળાઓને ધારી નવી વસાહતમાં રહેતાં રમેશભાઇ બાબુભાઇ મકવાણા સાથે મિલકત બાબતે વાંધા ચાલતા હોય અને રમેશભાઇ મકાન ખાલી ન કરતાં હોય જેથી ઉપરોકત ચારેય ઇસમોએ ઇંગ્‍લીશ દારૂ મંગાવી રમેશભાઇ મકવાણાની છત ઉપર મુકી ગુન્‍હાહીત કાવતરૂ રચી પોલીસને ખોટી બાતમી આપી ખોટા કેસમાં ફીટ કરી દેવાનો પ્‍લાન બનાવેલ. જેથી રમેશભાઇ મકવાણા તેના મકાનનોકબ્‍જો ખાલી કરી આપે તેવી વિગત જણાયેલ.
જેથી આરોપી (1) ઇલીયાસ મુસાભાઇ સૈયદ રહે. ધારી ખોજાપા શેરી તા. ધારી. (ર) સીરાજભાઇ વલીભાઇ ઓઠા રહે. નવી વસાહત ધારી (3) સતીષભાઇ કરશનભાઇ ડેડાણીયા રહે. વેકરીયાપરા, ધારી (4) નીતીનભાઇ પુનાભાઇ બાભણીયા રહે. ઉના મોદસર હજરતશાહપીરની દરગાહ પાછળ તા. ઉના, જી. ગીર સોમનાથ હાલ ધારી વેકરીયાપરાવાળા વિરૂઘ્‍ઘ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ અને ઉપરોકત ચારેય ઇસમોની ધરપકડ કરવામાં આવેલ હતી.
હાલની તપાસમાં આરોપીઓએ ઇંગ્‍લીશ દારૂ જુનાગઢથી ભાર રીક્ષામાં મંગાવેલાની હકિકત જણાવેલ હોય તે ભાર રિક્ષા તથા અન્‍ય ગુન્‍હામાં વપરાયેલ વાહનો તથા દારૂ આપનાર તથા સદરહું ગુન્‍હાની તપાસ હાલ શરૂ છે. અને અન્‍ય આરોપીઓના નામ ખુલવાની શકયતા હોય જે બાબતે  આગળની વધુ તપાસ ધારીના પોલીસ સબ ઇન્‍સ. કે.ડી. ગોહિલનાઓ ચલાવી રહેલ છે.
આમ, પોલીસના બાતમીદારોએ પોલીસને ખોટી માહિતી આપી નિર્દોષ નાગરીકને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાના કાવતરાનો પર્દાફાસ થયેલ છે. અને પોલીસને ખોટી બાતમી આપી નિર્દોષ વ્‍યકતિને ફસાવી દેવાનું વિચારતાં લોકો માટે આ એક દાખલારૂપ કિસ્‍સો છે. અને ભવિષ્‍યમાં આવી રીતે પોલીસને કોઇ ખોટી બાતમી આપી નિર્દોષ વ્‍યક્‍તિતઓને ફસાવી દેવા ખોટી બાતમી આપનારવિરૂઘ્‍ઘ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

વાવેરા ગામેથી રેતીની ચોરી કરતાં ટ્રેકટર ચાલકને પોલીસે ઝડપી લીધો

અમરેલી તા. ર8
રાજુલા તાલુકાનાં બર્બટાણા ગામે રહેતાં દાનુભાઈ કાળુભાઈ ભુંકણ નામનો ર9 વર્ષિય યુવક ગઈકાલે રાત્રે વાવેરા ગામેથી પોતાના હવાલાવાળા ટ્રેકટર નંબર જી.જે. 14 એ.એ. 8ર70માં આશરે 3 ટન રેતીની ચોરી કરતાં ઝડપાઈ જતાં પોલીસે રૂા. 3,01,000 નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી પેરોલ ફર્લો સ્‍કોર્ડપોલીસે ર વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો

અમરેલી, તા. ર8
પેરોલ ફર્લો સ્‍કોર્ડના પો. સબ ઈન્‍સ. એસ.આર. શર્મા તથા એ.એસ.આઈ. બળરામભાઈ વી. પરમાર, હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા, હેડ કોન્‍સ. સુરેશભાઈ દાફડા, પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા, પો. કોન્‍સ. જીજ્ઞેશભાઈ પોપટાણી, પો.કોન્‍સ. જનકભાઈ કુવાડીયા, પો.કોન્‍સ. દિક્ષીતભાઈ રામાણી ર્ેારા બે વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં જાવેદબાપુ ઉર્ફે જાહીદબાપુ અબ્‍દુલામીયા કાદરી તથા અશરફબાપુ, જુનેદબાપુ, અકીલબાપુ વાળાઓ ઉપર અમદાવાદ શહેર કારંજ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.46/16 આઈ.પી. સી. ક. 376, 366, 144, પ06(1), પ07 તથા એટ્રોસીટી એકટ ક.3(1) (ડબલ્‍યુ)(આઈ) તથા સેકન્‍ડ તથા 3(ર)(પ) તથા 3(1)(એ) તથા આઈ.ટી. એકટ ક.67(એ) મુજબ રજી. થયેલ. જે કામે છેલ્‍લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી જાવેદબાપુ ઉર્ફે જાહીદબાપુ અબ્‍દુલામીયાને આજરોજ તા.ર8/6/18 નાં રોજ મજકુર આરોપીને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી અમરેલી સીટી પો.સ્‍ટે. ખાતે અમદાવાદશહેરને જાણ કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ સોંપીઆપેલ છે.

અમરેલીનાં મફતપરામાં રહેતાં શખ્‍સને 6 જિલ્‍લામાંથી તડીપાર કરવા હુકમ કરાયો

તાલુકા પોલીસની દરખાસ્‍તનાં આધારે
અમરેલીનાં મફતપરામાં રહેતાં શખ્‍સને 6 જિલ્‍લામાંથી તડીપાર કરવા હુકમ કરાયો
એસ.ડી.એમ.નાં હુકમ મુજબ પોલીસે કરી કાર્યવાહી
અમરેલી, તા. ર8
અમરેલી નજીક આવેલ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર મફતપરામાં રહેતાં અને અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ ધરાવતાં લખુ મનુભાઈ માથાસુળીયા નામનાં શખ્‍સ વિરૂઘ્‍ધ પોલીસે તડીપાર કરવા માટે અત્રેનાં સબ ડીવીઝનલ મેજીસ્‍ટે્રટને કરેલ દરખાસ્‍તનાં આધારે એસ.ડી.એમ. ર્ેારા લખુમનુભાઈ નામનાં ઈસમને અમરેલી, જુનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્‍લામાંથી તડીપાર કરવા હુકમ કરતાં અમરેલી તાલુકા પોલીસે હુકમની બજવણી કરી આરોપીને ઝડપી લઈ 6 જિલ્‍લાની હદપાર કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

આલે લે : કુંકાવાવ પંથકમાં એલઈડી બલ્‍બ બદલવાનું 3 મહિનાથી બંધ કરાતા રોષ

જનતા જનાર્દન પીજીવીસીએલમાં ધક્કા ખાઈને થાકી ગઈ
કુંકાવાવ, તા.ર8
કુંકાવાવ તાલુકામાં સરકાર દ્વારા આપેલા ઉજાલા યોજનાની એલ.ઈ.ડી. લેમ્‍પ બદલવા માટે છેલ્‍લા ત્રણ માસથી લોકો પી.જી.વી.સી.એલ. કચેરીના ધકકા ખાઈ રહયા છે. ત્‍યારે કચેરીને આ યોજનાના લેમ્‍પ અંગે કોઈ જવાબદારી નથી થાતી કોન્‍ટ્રાકટ બેજ ઉપર હોય છે. જેથી ઉપરથી આવશે ત્‍યારે ચાલુ થશે  તેવો જવાબ આપવામાંઆવી રહયો છે. ત્‍યારે અનેક પરિવારોએ આ સરકારી યોજનાના ગેરન્‍ટી વાળા બલ્‍બ ખરીદ્યા છે. અને હવે તે ઉડી ગયા છે પણ કોઈ બદલાવી દેવા તૈયાર નથી અને ઉચ્‍ચ કક્ષાના અધિકારીઓ પણ ઉદાસીનતા દાખવી રહયા છે. જેથી કોન્‍ટ્રાકટરો પણ બદલાવી દેવાની નીતિન ઘોળીને પી જઈ રહયા છે. અને છેલ્‍લા ત્રણ માસથી કુંકાવાવ કચેરીએ આ યોજનાના કોન્‍ટ્રાકટરો ફરકયા જ નથી. અને કચેરીના અધિકારીઓ માટે પણ હવે આ એલ.ઈ.ડી. બલ્‍બ માથાનો દુઃખાવો બન્‍યા છે. અને ગામડાના સરપંચો મોટી સંખ્‍યામાં બદલાવા માટે કચેરીએ ધકકા ખાઈ રહયા છે. ત્‍યારે સસ્‍તા લેમ્‍પ હવે ગરીબ મજૂર લોકો માટે મોંઘા સાબિત થઈ રહયા છે. ત્‍યારે રાજય સરકાર ફરીવાર યોજના રિપીટ કરે તો લોકોને રાહત મળે તેવી સૌ કોઈ માંગ કરી રહયા છે.

જિલ્‍લા જેલમાંથી ઝડતી સ્‍કવોર્ડ ર્ેારા ચેકીંગ કરાતાં મોબાઈલ ફોન મળી આવ્‍યો

છાસવારે જેલમાંથી પ્રતિબંધિત વસ્‍તુઓ મળી આવે છે
અમરેલી તા. ર8
અમરેલી જિલ્‍લા જેલ ખાતે ગઈકાલે અમદાવાદની ઝડતી સ્‍કવોર્ડ ર્ેારા ચેકીંગ હાથ ધરવામાં આવતાં આ જેલનાં યાર્ડ નં.6 અને બેરેક નંબર-1રની પાછળનાં ભાગે દિવાલ પાસે જમીનમાં ખાડો ખોદી પીળા કલરની કોથળીમાંથી સીમ કાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવતાં આ અંગે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઈ. જેતપરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

રાંઢીયા ગામે પત્‍નિ બાળકો સાથે પિયરમાં જતી રહેતાં ખેડૂતે ઝેરી દવા પીધી

સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયા
અમરેલીતા. તા. ર8
અમરેલી તાલુકાનાં રાંઢીયા ગામે રહેતાંતુલશીભાઈ ગોરધનભાઈ કથીરીયા નામનાં ખેડૂતનાં પત્‍નિ છેલ્‍લા 3 માસથી તેમને તરછોડી અને પિયરમાં જતી રહેલ હોય, જેથી તેને લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવા પી લેતાં સારવાર માટે દવાખાને ખસેડાયા છે.

સાવરકુંડલા, રાજુલા પંથકમાં મેઘાની ધમાકેદાર એન્‍ટ્રી

ઝડકલા, વીજપડી, હાડીડા, ભમોદરા, ડુંગર, મોરંગી સહિતનાં ગામોમાં અનરાધાર વરસાદ
સાવરકુંડલા, રાજુલા પંથકમાં મેઘાની ધમાકેદાર એન્‍ટ્રી
સામાન્‍ય ઝાપટાથી લઈને 3 ઈંચ જેટલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમરેલી, તા. ર8
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 10 દિવસથી સૌ કોઈ વરસાદની કાગડોળે રાહ જોઈ રહૃાું છે અને સાર્વત્રિક ને બદલે છુટો છવાયો વરસાદ પડવાનાં વાવડ મળી રહૃાા છે.
દરમિયાનમાં આજે સાવરકુંડલા અને રાજુલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી થઈ હતી. અને સામાન્‍ય વરસાદથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો.
સાવરકુંડલાનાં ઝડકલા, વીજપડી, હાડીડા, દાધીયા, ભમોદરા પંથકમાં અર્ધાથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. રાજુલાનાં ડુંગર, મોરંગી, માંડલ, દેવકા, હડમતીયા સહિતનાં ગામોમાં પણ ભારે વરસાદ પડયાનાં અહેવાલ મળેલ છે. રાભડા ગામની નદીમાં ઉપરવાસનાં વરસાદથી ભારે પુર આવતાં ગામજનો પુરનાં દર્શને ઉમટી પડયા હતા.

દેવળા પ્રાથમિક શાળામાં વાલીઓએ કરી તાળાબંધી

શાળા પ્રવેશોત્‍સવનાં માહોલમાં શાળામાં શિક્ષકોનો અભાવ
દેવળા પ્રાથમિક શાળામાં વાલીઓએ કરી તાળાબંધી
શિક્ષકની ખાલી જગ્‍યા નહી ભરાઈ ત્‍યાં સુધી તાળાબંધી રાખવાનો નિર્ણય
ધારી, તા. ર8
પ્રાથમિક શાળામાં ત્રણ શિક્ષકોની ઘટ હોય જે અંગે અવાર-નવાર રજુઆત કરવા છતાં તથા 3પ0 વિદ્યાર્થીઓમાંથી 1પ6 વિદ્યાર્થી ધારી ખાનગી શાળામાં એડમીશન લઈ લેતા વાલીઓ, ગ્રામજનો અને આગેવાનોએ કંટાળીને આજે શાળાને તાળાબંધી કરી જયાં સુધી યોગ્‍ય ન થાય ત્‍યાં સુધી તાળાબંધી રાખવા જાહેર કર્યુ હતું.
પ્રાપ્‍ત વિગતો મુજબ ધારી તાલુકાનાં દેવળા ગામની પ્રાથમિક શાળામાં પાંચ શિક્ષકો ફરજ બજાવે છે. જેમાંથી એક પાસે પે સેન્‍ટરનો ચાર્જ હોય તે ચાલ્‍યા જાય છે. જેથી માત્ર ચાર શિક્ષકો ધો. 1થી 8નો અભ્‍યાસ કરાવે છે જે અપુરતા છે. અહિં આઠ શિક્ષકો ઓછામાં ઓછા હોવા જરૂરી છે. પરંતુ નિમવામાં આવતા નથી. અહિં 3પ0 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરતા હતા પરંતુ શિક્ષક ઓછા હોવાના કારણે 1પ6 વિદ્યાર્થીઓ ધારીની ખાનગી શાળામાં ચાલ્‍યા ગયા હતા. જેના પગલે આજે ગ્રામજનો તથા આગેવાનોએ તાળાબંધી કરી હતી અને જયાં સુધી નિર્ણય ન આવે ત્‍યાં સુધી તાળાબંધી કરવા જાહેર કર્યુ છે. પ્રવેશોત્‍સવ વખતે વાલીઓએ વિરોધ કરતા અધિકારીઓ એક શિક્ષકલાવ્‍યા હતા જે કાર્યક્રમ પુરો થતાં પાછો લઈ ગયા હતા. આમ પ્રવેશોત્‍સવનાં મસમોટા તાયફા વચ્‍ચે અહિ ડોપ આઉટ રેસીયો વઘ્‍યો છે તથા શિક્ષકો ઓછા હોવાનું સામે આવ્‍યું છે.

અમરેલીમાં કોંગી નેતા સૈફુદીન વિરૂદ્ધ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું

અમરેલી, તા.ર8
કોગ્રેસ નેતા સૈફુદીન સોઝ દ્વારા સાર્વભોમ રાષ્‍ટ્રનું નિર્માણ કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઈ પટેલ ઉપર કરવામાં આવેલ અશોભનીય નિવેદનના વિરોધમાં આજ રોજ અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે અમરેલી જિક્ષ્લા ભાજપ દ્રવારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયેલ હતો.
આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરાએ જણાવેલ હતુ કે, ભારત દેશમાં સરદાર વલ્‍લભભાઈ પટેલે પ6ર રાજા રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું છતા સરદાર વલ્‍લભભાઈ પટેલનું વારંવાર અપમાન કરતી આ કોગ્રેસ પાર્ટી દ્વારા હજુ પણ તેમને બદનામ કરવામાં આવી રહયા છે. જયારે ભારત દેશ આઝાદ થયો ત્‍યારે દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે બહુમત લોકો સરદાર વલ્‍લભભાઈ પટેલની તરફેણ કરતા હતા ત્‍યારે પણ કોંગ્રેસે જવાહરલાલ નહેરુને દેશના વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કરેલ અને જેથી આ દેશની સમગ્ર જનતા આશ્‍ચર્ય પામી હતી અને સરદાર વલ્‍લભાઈ પટેલ આઅપમાનનો ઘુંટડો હસતા મોઢે પી ગયા હતા છતા કોંગ્રેસ પાર્ટી લાજવાને બદલે આવા અશોભનીય નીવેદનો કરી ગાજી રહી છે.
જિલ્‍લા ભાજપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી તથા કૌશિકભાઈ વેકરીયા, ઉપપ્રમુખ રીતેશભાઈ સોની અને જીતુભાઈ ડેર, મંત્રી ભરતભાઈ વેકરીયા, અલ્‍કાબેન દેસાઈ, રંજનબેન ડાભી, શિલ્‍પાબેન રાવળ, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપ પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના સેનેટ સભ્‍ય વિજયભાઈ ડોબરીયા, શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, મહામંત્રી રસિકભાઈ પાથર, ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, રણજીતભાઈ વાળા, દેવેન્‍દ્રભાઈ ધાધલ, ધીરૂભાઈ માયાણી, મગનભાઈ કાનાણી, ધીરૂભાઈ કોટડીયા, પ્રિતેશભાઈ નારોલા, સંજયભાઈ વીરડીયા, અમરશીભાઈ નારોલા, વિજયભાઈ ગજેરા, ભનુભાઈ ડાભી, હસમુખભાઈ હપાણી, ભીખાલાલ ધોરાજીયા, બાલભાઈ પડસારીયા,  જિલ્‍લા યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, યુવા ભાજપના કેતનભાઈ ઢાંકેચા, મેહુલભાઈ ધોરાજીયા, રામદેવસિંહ ગોહીલ, મંથન કાછડીયા, મુકેશભાઈ તેરૈયા, વિપુલ કાચેલા, હીતેષ જોગાણી, દિગનભાઈ ભટ્ટ, ચંદુભાઈ રામાણી, દિનેશ વસાણી સહીત શહર-તાલુકા ભાજપના હોદેદારો અને યુવા ભાજપના કાર્યકરો જોડાયા હતા.

વડીયાનાં સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તબીબ વગરની બધી સુવિધા

શાળામાં શિક્ષકો નથી, દવાખાનામાં તબીબ નથી છતાં પણ વાયબ્રન્‍ટ ગુજરાત
વડીયાનાં સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તબીબ વગરની બધી સુવિધા
ર તબીબ હોય એકને બાબરાનો ચાર્જ સોંપાતા કામના ભારણથી બીજા તબીબ જતા રહૃાા
વડીયા, તા.ર8
વડીયામાં આવેલ સીએચસીમાં ર ડોકટરની નિમણૂંક થઈ છે. જેમાં અચાનક એક ડોકટરને ડેપ્‍યુટેશનમાં બાબરા સિવિલ હોસ્‍પિટલમાં 3 મહિના માટે મુકવામાં આવ્‍યા. જોકે બાબરા ખાતે ર ડોકટર તો છેજ છતાં વડીયાથી ડેપ્‍યુટેશન માટે વધારાના ડોકટરને મુકવામાં આવેલ છે અને તેની જગ્‍યા પર બીજા ડોકટરને મુકવામાં આવ્‍યા નહીં. ફકત એક જ ડોકટર ઉપર તમામ કામગીરી આવી પડી. વડીયા સીએચસીમાં રોજની ઓપીડીર00 ઉપરની રહે છે. બીજા ડોકટરની નિમણૂંક થશેની આશા સાથે બીજા ડોકટરે થોડો સમય માટે રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા રહયા. આરામ હરામ થઈ ગયો અને અંતે બીજા કોઈ ડોકટરની નિમણૂંક ન થતા નિસાસો નાખી ડોકટરને લાગ્‍યું કે અહીં કોઈ બીજા ડોકટર નહીં આવે ને હું રાત દિવસ દર્દીઓની સેવામાં કયાંક બીમારીનો ભોગ બનીશ એવું વિચારીને રાજીનામુ આપીને વિદાય લીધી જેથી વડીયા સીએચસીમાં દર્દીઓ હેરાન પરેશાન થવા લાગ્‍યા. ડોકટરના અભાવથી લોકોને ફરજિયાત પ્રાઈવેટ દવાખાનાનો સહારો લેવો પડે છે. તેમજ વડીયા સીએચસીનું વહીવટી તંત્ર ખોરંભાવાના કારણે રોગી કલ્‍યાણની મિટીંગ યોજાઈ. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, સરપંચપતિ તેમજ પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા. જેમાં મુખ્‍ય મુદો વડીયા સીએચસીમાં ડોકટરની નિમણૂંક કરવાનો બન્‍યો હતો. સીએચસીમાં પ્રાંત અધિકારીએ તપાસ કરતા બીજી કોઈ જાતની તકલીફ જોવા મળી નહીં અને બેડ સેટના કલર વાર પ્રમાણે રાખવાની સુચના આપી જેથી વડીયા તાલુકાના લોકોને ખબર પડે કે બેડ રોજેરોજ સફાઈ અને ચોખ્‍ખાઈ વડીયા સીએચસીમાં છે પણ ડોકટર વગરની સીએચસી માત્ર વરરાજા વગરની જાન હોઈ તેવું લોકો જણાવી રહયા છે. તો ત્‍યારે લોકો એવી પણ માંગણી કરી રહયા છે કે વડીયાથી બાબરાડેપ્‍યુટેશનમાં મુકેલ ડોકટરનું ડેપ્‍યુટેશન રદ કરી તાત્‍કાલિક ફરી વડીયા મુકો અથવા વડીયાની ગ્રામ્‍ય જનતાની માંગણી છે કે અહીં સારા ર ડોકટરની નિમણૂંક કરવામાં આવે. જેથી કરીને દર્દીને દર્દની પીડાથી રાહત થાય.

ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં જુના વિદ્યાર્થીઓને વિદાય તથા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમ યોજાયો

ચલાલા – યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના જુના વિદ્યાર્થીઓને વિદાય તથા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ શરૂઆત દિપ પ્રાગટય ર્ેારા કરવામાં આવી હતી. સંસ્‍થાનાં વડા રતિદાદા, ચલાલા પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ. બોરીસાગર તથા એસ.પી.સી.ના વિદ્યાર્થીઓને દિપ પ્રાગટય કર્યુ હતું. સુરક્ષા સેતુ અંતર્ગત આવતા આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. બોરીસાગરે એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. અને નવા પ્રવેશ મળવેલ બાળકોને પણ ઉત્‍સાહ પૂર્વક આ સ્‍કાઉટ પોલીસ કેડેટમાં જોડાઈ શાળા પરિવાર તથા સમાજમાં પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. અને શાળાનાં તમામ બાળકોને પોલીસ સ્‍ટેશન ચલાલાની મુલાકાતે આવવા આમંત્રણ પાઠવ્‍યું હતું. ત્‍યારબાદ વર્ષ પૂર્ણ કરેલ તમામ બાળકોનેપી.એસ.આઈ. બોરીસાગર, રતિદાદા, સંગીતાબેન, આચાર્ય શિતલબેન ર્ેારા પ્રમાણપત્ર આપી બાળકોને સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. સંસ્‍થા વતી રતિદાદાએ બધા બાળકો વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઈ તેજસ્‍વી બને ખૂબ આગળ વધે તેવા આશિર્વાદ આપ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક મહેશભાઈ, પોલીસ કેડેટના સંગીતાબેન, શાળાનાં આચાર્ય શિતલબેન તથા સ્‍ટાફગણે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

પીપાવાવ ધામ જમીન મુકિત આંદોલન 6પમાં દિવસે ચાલુ વરસાદમાં પણ યથાવત

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો ર્ેારા છેલ્‍લા 6પ દિવસથી ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. સરકાર ર્ેારા આજદિન સુધી આ આંદોલનકારીઓને કોઈ પ્રત્‍યુતર આપવામાં આવ્‍યો નથી. મમલતદાર કચેરી ર્ેાા ભૂમાફિયાઓને દબાણ દૂર કરવા અંગે આપેલી મુદ્યત પણ પૂરી થઈ ગઈ પરંતુમામલતદાર કચેરી ર્ેારા આજદિન સુધી દબાણ દૂર કરવામાં આવ્‍યું નથી. આ સરકારી બાબુઓ દબાણ દૂર માટે સારા મુહુર્તની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહૃાું છે. આંદોલનમાં આજે શાળાનાં બાળકો પણ જોડાયા હતાં. પ્રાંત કચેરી ખાતે ધોધમાર વરસાદમાં આંદોલનકારીઓ ર્ેારા સરકાર વિરુદ્ધ નારા લગાવી રોષ વ્‍યકત કર્યો હતો. ધોધમાર વરસાદમાં પણ આંદોલન ચાલુ રાખ્‍યું હતું. માનવતા મરી પડી હોય તેવી રીતે સરકાર આ આંદોલનકારીઓની વાત નથી સાંભળતી. બાળકો મહિલા સહિતના લોકોએ ધોધમાર વરસાદમાં ભીંજાયેલા કપડાંએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. સરકાર આંદોલનકારીઓની માંગણી ના સ્‍વિકારવાના કારણે ગુજરાત ભરના કોળી સમાજનાં જાગૃત યુવાનો રોષે ભરાયા છે. આ અંગે જીલ્‍લા કક્ષા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી સરકારને એક અઠવાડિયાનું અલ્‍ટિમેટમ આપવામાં આવશે અને જો એક અઠવાડિયામાં આંદોલનકારીઓની માંગણી સ્‍વિકારવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં રસ્‍તા રોકો આંદોલન પુતળા દહન રેલીઓ સભાઓ યોજી રાજય સરકારનો વિરોધ કરવામાં આવશે.

અમરેલીની આર્ટસ કોલેજનાં વિદ્યાર્થીઓએ પોલીસ અધિક્ષકની શુભેચ્‍છા મુલાકાત લીધી

અમરેલીતા. તા. ર8
કમાણી સાયન્‍સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલીનાહિન્‍દી વિભાગનાં પ્રો. ડો. આર.એમ. રાઠોડ, સંસ્‍કૃત વિભાગનાં ડો. જી.કે. સોલંકી અને રાજયશાસ્‍ત્ર વિભાગનાં ડો.દિનેશ પરમારનાં માર્ગદર્શન નીચે કોલેજનાં વિદ્યાર્થીઓની અમરેલીનાં સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ (એસ.પી.) નિર્લિપ્‍ત રાયની સાથે શુભેચ્‍છા મુલાકાતનું આયોજન હાથ ધરાયું હતું.
કોલેજનાં વિદ્યાર્થીઓએ એસ.પી.ની મુલાકાત લઈ કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીમાં પોલીસની ભૂમિકા વિશે માર્ગદર્શન મેળવ્‍યું હતું. વધુમાં, વિદ્યાર્થીઓએ એસ.પી. સાથે પ્રશ્‍નોતરી ર્ેારા લોકોની સલામતીની જાળવણી બાબતે જાણકારી પ્રાપ્‍ત કરી હતી. તેઓએ વિદ્યાર્થીઓને સ્‍વચ્‍છતાની જાળવણી અને કાયદાનું પાલન કરી જવાબદાર નાગરીક બનવાની સલાહ આપી હતી.
મહેફૂજા, મહેશ મકવાણા, સ્‍વાતિ, નિધિ, ચાંદની, નિશિલ, વિવેક, ઋત્‍વિક, સુરેશ,કુમાર, હર્ષદ, પાર્થ ક્રિષ્‍ના અને અરૂણા વગેરે વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં સક્રિય જવાબદારી નીભાવી હતી.

29-06-2018