Main Menu

Thursday, June 28th, 2018

 

ગજેરાપરામાં રહેતા યુવકે બીમારીની દવા એકી સાથે પી જતાં મૃત્‍યુ

અમરેલી, તા. ર7
અમરેલીના ગજેરાપરામાં રહેતા મુકેશભાઈ કનુભાઈ ચૌહાણ નામના 40 વર્ષીય યુવકને જૂની બીમારી હોય, દવા ચાલુ હોય, ચામડીના રોગ તથા ડાયાબીટીસના રોગના કારણે શરીરમાં રસી થઈ જતાં ગત તા.રપના રોજ રાત્રે બીમારીથી કંટાળી જઈ બીમારીના તમામ દવા એક સાથે પી જતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

રીકડીયાનાં રેશનિંગ દુકાનધારકની પીબીએમ હેઠળ અટકાયત કરી નડીયાદ જેલ હવાલે કરાયા

રેશનિંગ કાર્ડનો જથ્‍થો બારોબાર વેંચી મારવાનું ભારે પડયું
રીકડીયાનાં રેશનિંગ દુકાનધારકની પીબીએમ હેઠળ અટકાયત કરી નડીયાદ જેલ હવાલે કરાયા
અમરેલી જિલ્‍લામાં કાળા બજારીયા તત્‍વોમાં ફફડાટ ફેલાયો
અમરેલી, તા. ર7
રીકડીયા ગામની વ્‍યાજબી ભાવની દુકાનનો ચાર્જ ધરાવતાં ત્રિકમભાઈ કાળાભાઈ શેલડીયા, રહે. શેડુભાર, વ્‍યાજબી ભાવની દુકાનનાં સંચાલન દરમ્‍યાન પુરવઠા વિભાગની તપાસ દરમ્‍યાન મોટા પ્રમાણમાં ગેરરિતી થયેલાનું જણાઈ આવેલ. અને બોગસ રેશનકાર્ડ ધારકો મળી આવેલ જેમનાં નામેબોગસ બીલો બનાવી મોટા જથ્‍થાનું વેચાણ બતાવી આ આવશ્‍યક ચીજવસ્‍તુઓ જેવી કે ઘઉં, ખાંડ, ચોખા, કેરોસીન અને તહેવાર ખાંડ તથા તહેવાર તેલનો જથ્‍થો વગે કરેલ હોવાનું તપાસ દરમ્‍યાન જણાઈ આવતાં મજકુર ઈસમને આવશ્‍યક ચીજવસ્‍તુઓનાં કાળા બજાર અટકાવવા અને પુરવઠો જાળવવા બાબતો અધિનિયમ 1980ની કલમ 3 ની પેટા કલમ ર હેઠળ જીલ્‍લા મેજીસ્‍ટ્રેટએ અટકાયતમાં લેવા પી.બી.એમ. (પ્રિવેન્‍શન ઓફ બ્‍લેક માર્કેટીંગ) વોરંટ ઈસ્‍યુ કરતાં જે વોરંટ આધારે અમરેલી એલ.સી.બી. ટીમ ર્ેારા ત્રિકમભાઈ કાળાભાઈ શેલડીયાની ગઈ કાલ તા.ર7/06/ર018 નાં કલાક ર1/00 વાગ્‍યે અમરેલી મુકામેથી અટકાયત કરી નડીયાદ જીલ્‍લા જેલ ખાતે અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવેલ છે. અને આવી સમાજ વિરોધી પ્રવૃતિ કરતાં ઈસમો સામે ચેતવણી રૂપે કડક કાર્યવાહી કરેલ છે.

અરેરાટી : સાવરકુંડલાનાં યુવકે ચિંતામાં અને યુવતિએ મોબાઈલ નહી મળતા અંતિમવાટ પકડી

સામાન્‍ય બાબતને લઈને યુવાઓ અમૂલ્‍ય જીંદગી બરબાદ કરે છે
અરેરાટી : સાવરકુંડલાનાં યુવકે ચિંતામાં અને યુવતિએ મોબાઈલ નહી મળતા અંતિમવાટ પકડી
આત્‍મહત્‍યાનું પ્રમાણ સતત વધી રહૃાું હોય સભ્‍ય સમાજ ચિંતિત
અમરેલી, તા. ર7
સાવરકુંડલા ગામે રહેતાં હરી (હરેશ) કાનાભાઈ નાગર નામનાં 30 વર્ષિય યુવકને મગજમાં ટેન્‍શન હોય, જેથી કંટાળી જઈ પોતાની મેળે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતાં સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં સાવરકુંડલા ગામે ભુવા રોડ ઉપર રહેતી રૂષાલીબેન જગદીશભાઈ જયાણી નામની ર0 વર્ષિય યુવતિને આઈકોન મોબાઈલ લેવો હોય, પરંતુ તેણીનાં પિતાએ લઈ નહી દેતાં તેણીને લાગી આવતાં ગત તા.7/6 નાં રોજ ઝેરી દવા પી લેતાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સરસીયાનાં યુવકે મોબાઈલ ખરીદતા પિતાએ આપ્‍યો ઠપકો : દવા પીધી

અમરેલી, તા.ર7
ધારી તાલુકાના સરસીયા ગામે રહેતા શૈલેષ ભનુભાઈ પરસુંડાનામના 18 વર્ષીય યુવકે નવો મોબાઈલ ફોન લીધેલ હોય, આ અંગે તેમના બાપુજીએ ઠપકો આપતાં તેને લાગી આવ્‍યું. જેથી ગઈકાલે સાંજે ખોખરા જવાના રસ્‍તે કોઈ ઝેરી દવા પી લેતાં પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અત્રેના દવાખાને ખસેડાયેલ છે.

દામનગરમાં પશુ દવાખાના સામે જાહેરમાં 6 ઈસમો જુગાર રમતા ઝડપાયા

અમરેલી, તા.ર7
દામનગર ગામે રહેતા સાહીલ જાફરભાઈ સૈયદ, પરેશ પ્રાગજીભાઈ જયપાલ સહિત 6 ઈસમો ગઈકાલે રાત્રે દામનગર ગામે આવેલ પશુ દવાખાના સામે, ગીરીરાજ કોમ્‍પ્‍લેક્ષ પાસે જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતાં હોય, દામનગર પોલીસને બાતમી મળતા દરોડો પાડી તમામ 6 ઈસમોને રોકડ રકમ  રૂા. 3140ની મતા ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આલેલે : બાબરા પાલિકાની સામાન્‍ય સભામાં સત્તાધારી પક્ષનાં 7 નગરસેવકો જ ગેરહાજર રહૃાા

કોંગ્રેસ પક્ષમાં ટોપ ટુ બોટમ સુધી જુથબંધીનો માહોલ ?
આલેલે : બાબરા પાલિકાની સામાન્‍ય સભામાં સત્તાધારી પક્ષનાં 7 નગરસેવકો જ ગેરહાજર રહૃાા
પાલિકાની સામાન્‍ય સભામાં વિવિધ કામો મંજૂર કરાયા
બાબરા, તા. ર7
બાબરા નગરપાલિકની સામાન્‍ય સભામાં કોંગ્રેસનાં 7 જેટલા સભ્‍યો વિવિધ પ્રકારનાં બહાના હેઠળ રજા રિપોર્ટ મૂકી સભામાં ગેરહાજરી બતાવી પોતાની નારાજગી દર્શાવી હતી. અગાઉ આજ સભ્‍યો ર્ેારા પાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્‍વાસનીદરખાસ્‍ત મુકાઈ હતી. જોકે પસાર ન થતા વિરોધી જૂથનાં સભ્‍યોના દાંત ખાટાં થયા હતા.
બાબરામાં નગરપાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂંના અઘ્‍યક્ષ સ્‍થાને અને ચીફ ઓફિસર બી. ડી. સેજુની ઉપસ્‍થિતિમાં સામાન્‍ય સભાની બેઠક બોલાવી હતી પણ અહીં પાલિકાનાં કોંગ્રેસનાં સભ્‍ય અરવિંદભાઈ મેવાડા, બાવકુભાઈ બસિયા, મંથનભાઈ આંબલિયા, નટુભાઈ જાસલિયા, ઉષાબેન તેરૈયા, મનીષાબેન કાલરીયા, રસીદાબેન સૈયદ સહિત ભાજપનાં પણ 4 જેટલા સભ્‍યો ગેરહાજર રહી કુલ અગિયાર જેટલા સભ્‍યો ગેરહાજર રહૃાા હતા. જોકે પાલીકા પ્રમુખ ખીમજીભાઈ મારુ પાસે 13 સભ્‍યોની બહુમતી હોવાથી કોરમ પૂરું કરીને વિવિધ કામોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
નગરપાલિકાની સામાન્‍ય સભામાં પાલિકાનું રીનોવેશન, કારોબારી સમિતિની રચના કરવી પાલીકા શોપિંગ સેન્‍ટરનાં ભાડા વધારવા, ચીફઓફિસરની ચેમ્‍બરમાં એસીની સુવિધા, અને કોન્‍ટ્રાકટ બેજ પર કામકર્તા કર્મચારીઓનાં પગાર વધારવા સહિત આવક જાવકનાં હિસાબોને મંજૂર કરવામાં આવ્‍યા હતા.
બાબરા નગરપાલિકામાં પાંચ વર્ષ બાદ કારોબારીની રચના કરવામાં આવશે. અગાઉ વર્ષ ર01ર/13 માં ડો. ચૌહાણે કારોબારી ચેરમેનની જવાબદારી સંભાળી હતી.
બાબરા નગરપાલિકા પ્રમુખની ચૂંટણીને ત્રણ મહિનાનો ગાળો બાકી રહૃાો છે ત્‍યારે કોંગ્રેસનાંનારાજ જૂથ પોતાના માનીતાને પક્ષ પ્રમુખ બનાવે તેની મથામણ કરવા લાગ્‍યા છે. હાલ નગરપાલિકાની સામાન્‍ય સભામાં કોંગ્રેસનાં નારાજ જૂથનાં સભ્‍યો ગેરહાજર રહેતાં આગામી દિવસોમાં કોંગ્રેસનો જૂથવાદ સપાટી પર આવે તો નવાઈ નહિ.

1.3ર કરોડ વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે રમત રમે છે રાજયસરકાર : ડો. મનિષ દોશી

પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા ડો. મનિષ દોશીનાં શાબ્‍દિક પ્રહારો
1.3ર કરોડ વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે રમત રમે છે રાજયસરકાર
ફી માં બેફામ વધારો કરીને શિક્ષણને ધંધો બનાવી દેવામાં આવ્‍યો છે
અમદાવાદ, તા. ર7
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જેટલું અંધેર પ્રવર્તે છે એટલું કદાચ બીજા કોઈ ક્ષેત્રે નથી. રાજય સરકારે જાણે કે શિક્ષણ ક્ષેત્રે તેની કોઈ જ જવાબદારી જ ન હોય એ રીતે વર્તવાનું કામ કર્યું છે. શાળા, કોલેજો અને યુનીવર્સીટીઓમાં શિક્ષણ એટલું મોંઘુદાટ કરી દેવાયું છે કે મહિને રૂા. રપ,000 ની આવક ધરાવનારાં માં-બાપ માટે સંતાનોના શિક્ષણ માટે દેવું કર્યા વિના છૂટકો રહેતો નથી. ત્‍યારે રાજયમાં મોંઘા શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તાના અભાવને લીધે પ્રવર્તતી અરાજકતા અને અજંપાની સ્‍થિતિ માટે ભાજપ સરકારની સંચાલકો સાથેની ભાગબટાઈ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્‍તતા ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયના અહેવાલ મુજબ પ્રાથમિક શિક્ષણમાં 18 ટકા બાળકો શાળા અધવચ્‍ચે જ છોડી દે છે. એટલે કે, તેઓ આઠ ધોરણનું શિક્ષણ પણ પૂરું કરતાં નથી. તાજેતરમાં રાજય સરકારે જાહેર કરેલ આંકડા મુજબ 140 કરતાં વધુ તાલુકામાં રર ટકા થી 4પ ટકા ડ્રોપઆઉટ રેશિયો છે, ગુજરાતમાં કુલ પ્રાથમિક શાળાઓ 40,746 છે અને તેમાં ખાનગી 7,191 અને સરકારી 33,પ18 છે અને તેમાં 7ર.પ1 ટકા શાળાઓ જ ધોરણ-1 થી ધોરણ-8ધરાવે છે. એટલે કે, ર7.49 ટકા       શાળાઓમાં આઠ ધોરણ છે જ નહિ કે જે શિક્ષણ અધિકારના કાયદા મુજબ હોવા જોઈએ. આમ, ચોથા ભાગ કરતાં     પણ વધુ પ્રાથમિક શાળાઓમાં         પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું આપવામાં આવતું જ નથી. જયારે રાજય સરકાર ડ્રોપ આઉટ રેશિયો બે ટકા જ હોવાનું ગપ્‍પું મારે છે.
ગુજરાતમાં માર્ચ- ર017માં 10માં ધોરણની પરિક્ષામાં 11.80 લાખ અને 1રમાં ધોરણની પરીક્ષામાં પ.30 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. ર006-07 માં 1પ.83 લાખ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થયા હતા. એનો અર્થ એ છે કે, પહેલા ધોરણ અને દસમાં ધોરણની વચ્‍ચે આશરે ર6 ટકા વિદ્યાર્થીઓ       શાળા અધવચ્‍ચે છોડીને જતા રહે છે. બીજા પ6 ટકા વિદ્યાર્થીઓ દસમાં અને બારમાં ધોરણ વચ્‍ચે શાળા છોડી દે છે. પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા ર013- 14 માં 9ર.ર9 લાખ હતી અને તે ર014-1પમાં ઘટીને 91.4ર લાખ થઈ હતી. આમ, એક જ વર્ષમાં 87,000 વિદ્યાર્થીઓ ઘટી ગયા !! બીજી તરફ, માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્‍યા ર014-1પ માં ર7.3ર લાખ હતી. એટલે કે, 64.10 લાખ વિદ્યાર્થીઓ આઠ અને બાર ધોરણ વચ્‍ચે ઘટી ગયા! શું આ વિકાસ છે ?
એક તરફ શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના નાણા ફાળવણી હકીકતમાં જુદાં જુદાંઉત્‍સવોમાં નાણા વેડફાઈ રહ્યા છે ત્‍યારે સૌનું શિક્ષણ અને તે પણ વ્‍યાજબી ફી માં ઉપલબ્‍ધ કરાવવામાં નિષ્‍ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્‍તતા ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થી પાછળ ર01ર-13 માં રૂા. 14,607 નું ખર્ચ થતું હતું, પણ કેરળમાં રૂા. 33,667 નું ખર્ચ થતું હતું. જો ર017-18 ના શિક્ષણ પાછળના કુલ રૂા. ર1,909 કરોડના ખર્ચને અને કુલ 1.3ર કરોડ વિદ્યાર્થીઓને ઘ્‍યાનમાં લઈએ તો વિદ્યાર્થીદીઠ સરેરાશ ખર્ચ રૂા. 16,પ98 થાય છે. બીજી તરફ, રાજયની જીડીપીના સંદર્ભમાં તો આ ખર્ચ ર013-14 માં અને ર01પ-16 માં માત્ર 1.93 ટકા હતું અને ર014-1પ માં 1.98 ટકા હતું કે જયારે કોઠારી પંચે 1967માં તે 6 ટકા કરવું જોઈએ તેવી ભલામણ કરી હતી. આમ, ગુજરાતમાં સરકાર દ્વારા કેટલું બધું ઓછું ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવે છે.
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા જેવું કશું ભાગ્‍યે જ છે. ર017 ના સરકારી અહેવાલ અનુસાર 34,ર37 પ્રાથમિક શાળામાંથી માત્ર 8પ8 શાળાઓ જ એ+ ગ્રેડ અને 11,134 શાળાઓ એ ગ્રેડમાં આવી છે, બાકીની બધી સી અને ડી ગ્રેડમાં છે. ર01પ-ર016માં 44.પ6 ટકા માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓમાં વિજ્ઞાનની પ્રયોગશાળાઓ નથી. આબાબતમાં ગુજરાતનો ક્રમ ભારતનાં તમામ રાજયોમાં 18મો છે. સરકાર શિક્ષકોની ખાલી જગ્‍યાઓ સમયસર ભરતી નથી. પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ર0,000 શિક્ષકોની જગ્‍યાઓ ખાલી છે. સરકારે ફી પર નિયમન કરતો જે કાયદો ગુજરાત સ્‍વનિર્ભર શાળા (ફી) નિયમન ધારો-ર017 કર્યો છે તે જ છેતરપીંડીવાળો છે.
ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નેશનલ અચિવમેન્‍ટ સર્વેમાં ગુજરાતમાં શિક્ષણ નીતિ          કથળી છે. ધોરણ 3 ના 41 ટકા વિધાર્થીઓ 999 સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ પ ના 41 ટકા વિધાર્થીઓ એક હજારથી મોટા આંકડા લખી વાંચી શકતા નથી. ધોરણ 3ના 30 ટકા વિધાર્થીઓ ગણિત એન્‍વાયરમેન્‍ટ સાઈન્‍સ અને ભાષાના લગતા પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. ધોરણ પ અને 8 ના 40 ટકા વિધાર્થીઓ ગણિત ભાષા અને એનવારમેન્‍ટ સાઇન્‍સને લગતા પ્રશ્નોનો જવાબ આપી શકતા નથી. ધોરણ 3 ના પ0 ટકા અને ધોરણ પ મા પ3 ટકા શિક્ષકો પોતે ઉચ્‍ચ અભ્‍યાસક્રમ કર્યો છે તેના કરતા અન્‍ય વિષય ભણાવે છે

સાવરકુંડલામાં નિર્દોષોને જનતાએ ઝુડી નાખ્‍યા

સોશ્‍યલ મીડિયાનો મેસેજ ફોરવર્ડ કરતાં પહેલા ચકાસણી જરૂરી
પોલીસ વિભાગે પણ ખરાઈ કરવાનો આગ્રહ રાખ્‍યો
સાવરકુંડલા, તા. ર7
ગઈકાલે સોશીયલ મીડિયામાં સાવરકુંડલાનાં જેસર રોડપર છોકરાવને ઉપાડી જનાર ગેંગ પકડાઈ હોવાના વાયરલ થયેલા વિડીયોથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. પરંતુ પકડાયેલા બન્‍ને શખ્‍સો બગસરાનાં બાવાજી હોવાનું ખુલ્‍યું હતું અને મહિલાના કપડા પહેરીને ભિક્ષાવૃતિ કરતા હોવાનું બહાર આવતા પોલીસે રાહતનો શ્‍વાસ લીધો હતો.
સોશીયલ મીડિયામાં વાયરલ થયેલો આ મેસેજ અમરેલી જીલ્‍લાનાં વોટસઅપ પર ફરી રહૃાો છે જેસર રોડ સાવરકુંડલાથી છોકરા ઉપાડતી ગેંગ ઝડપાઈ. સોશીયલ મીડિયાનાં આ મેસેજ પહેલા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી ચુકી હતી પોલીસ પહોંચે તે પહેલા સ્‍થાનિકો ર્ેારા આ બન્‍ને શખ્‍સોની ધોલાઈ કરી હતી પણ પોલીસ પહોંચી જતા બન્‍ને શખ્‍સો વધુ મારથી બચી ગયા હતા. સાવરકુંડલા પોલીસે પોલીસ મથકે લાવીને બન્‍ને શખ્‍સોની પૂછપરછ કરી ત્‍યારે બન્‍ને શખ્‍સો બગસરાનાં બાવાજી હોવાનું ખુલ્‍યું હતું અને ભિક્ષાવૃત્તિ માટે સાવરકુંડલા આવ્‍યા હોવાનું સામે આવ્‍યું હતું. માર ખાનાર બન્‍ને શખ્‍સો કાકા ભત્રીજો હોય અને સ્‍ત્રીના કપડા પહેરીને સાવરકુંડલાની જેસર રોડની સોસાયટીમાં ભીખ માંગતા હતા ત્‍યારે જ લોકોએ છોકરા ઉપાડનારી ગેંગ સમજીને માર માર્યો હતો.
ભિક્ષાવૃતિ કરવા આવ્‍યા ત્‍યારે સ્‍થાનિકોએ સોશીયલ મીડિયાની આવનારીઅફવાઓથી પ્રેરાઈને આ બાવાજી શખ્‍સોને છોકરા ઉપાડનારી ગેંગ સમજયા હતા પણ હકીકતે કમલેશભૂરા ગોહિલ અને તેનો ભત્રીજો સુનીલ રમેશ ગોહિલ બન્‍ને રહે. બગસરા હોવાનું ખુલ્‍યું હતું અને પોલીસે સી.આર.પી.સી. 109 મુજબની કાર્યવાહી કરી હતી.
ભિક્ષાવૃત્તિ કરતા લોકોને પણ સોશીયલ મીડિયામાં ખોટા મેસેજોથી મારનો ભોગ બની રહૃાા છે ત્‍યારે કાયદો હાથમાં લેવાને બદલે ખોટા મેસેજો સોશીયલ મીડિયામાં ફેલાવીને અરાજકતા ફેલાવવા કરતા પહેલા ખરાઈ કરવા પોલીસ તંત્રે અનુરોધ કર્યો હતો.

હૈડા ડુંગર આગળથી બાઈક ઉપર બીયર સાથે ર શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.ર7
વડીયા ગામે રહેતા રમેશ ઉર્ફે ભુરો ભીખુભાઈ ધામેશા તથા મેહુલ માધાભાઈ બદાણીયા નામના ર શખ્‍સો ગઈકાલે સાંજે વડીયા નજીક આવેલ હૈડા ડુંગર આગળ પોતાના હવાલા   વાળા બાઈક નં. જી.જે.3 જે.ડી. 3409ની ડેકીમાં બીયર નંગ-પ કિંમત રૂા. પપ0ના લઈને નીકળતા વડીયા પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ બાઈક સાથે રૂા. ર0,પપ0નો મુદામાલ કબ્‍જે લીધો હતો.

બાબાપુરમાં પીજીવીસીએલ વિભાગ ર્ેારા વૃક્ષછેદન કરાયાનો આક્ષેપ

અમરેલી, તા. ર7
અમરેલીનાં બાબાપુર ગામનાં ખેડૂત નિકુંજભાઈ સાવલીયાએ મામલતદારને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, બાબાપુર ગામે ખેતીની જમીન ખાતા નંબર 307, જેના સર્વે નંબર 107/1 અ પૈકી 1, થી ખેતીની પિયત જમીન બાબાપુર-તરવડારોડ પર આવેલ છે. જે ખેતીની જમીનમાં આશરે કુલ 10 લીમડાનાં વર્ષો જુના વૃક્ષો આવેલ છે. જે લીમડાનાં વૃક્ષોથી દૂર પી.જી.વી.સી.એલ. કંપનીની વીજ લાઈન નીકળેલ છે. જે વીજ લાઈનને ખેતીની જમીનમાં આવેલ લીમડાનાં વૃક્ષો કોઈ પણ રીતે નડતર રૂપ ન હોય તેમ છતાં સરકારની પર્યાવરણ ઉજવણીનાં દિવસોમાં પી.જી.વી.સી.એલ. કંપનીનાં ફરજ પરના અધિકારીઓ અને તેની સાથેનાં મજુરો ર્ેારા ખેતીની જમીન અને શેઢા પર રહેલ લીમડા વિગેરે વૃક્ષોની નડતર વગરની મોટી મોટી ડાળીઓ કાપી નાંખેલ છે અને જમીન પર આવેલ બે લીમડાનાં વૃક્ષો થડ માંથી નડતર રૂપ ન હોવા છતાં કાપી નાંખેલ છે. સરકાર પાસેથી વૃક્ષો કાપવાની મંજુરી પણ લીધેલ નથી. આમ પી.જી.વી.સી.એલ. કંપનીનાં ફરજ પરના અધિકારીઓએ વગર મંજુરીએ અને સંમતિ મેળવ્‍યા વગર પર્યાવરણને ખુબ જ નુકશાન પહોંચાડેલ છે. તેમજ બાબાપુર ગામની સીમનાં પર્યાવરણને નુકશાન થાય તેવી રીતે અને મનસ્‍વી રીતે વર્ષો જુના વૃક્ષો આડેધડ કાપી નાંખેલ છે. જેની તપાસ કરાવી જવાબદાર તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.

સાવરકુંડલાનાં ગરીબ પરિવારોને રપ ચો.મી.નો પ્‍લોટ સોંપી દો

ર0-ર0 વર્ષથી સનદ તો આપી દીધી કબ્‍જો સોંપાતો નથી
સાવરકુંડલાનાં ગરીબ પરિવારોને રપ ચો.મી.નો પ્‍લોટ સોંપી દો
સરકારે ફાળવેલ જમીન પરમાથાભારે શખ્‍સોનો કબ્‍જો હોવાથી તંત્ર લાજ કાઢે છે
સાવરકુંડલા, તા. ર7
અમરેલી જીલ્‍લાનાં સાવરકુંડલામાં છેલ્‍લા ર1-ર1 વર્ષથી ગરીબોને રપ ચોરસ મીટરનાં પ્‍લોટની સનદો ફાળવી દીધા બાદ પણ હજુ સુધી તંત્રએ ગરીબોને પ્‍લોટો ફાળવ્‍યા નથી. જયારે આ ગરીબોને ફાળવવાનાં પ્‍લોટોની સરકારી ખુલ્‍લી જગ્‍યા પર માથાભારે શખ્‍સોએ દબાણ કરી લેતા ગરીબો પ્‍લોટ વિહોણા બનીને લાચારી ભોગવી રહૃાા છે. તો તંત્ર ધૃતરાષ્‍ટ્રની ભૂમિકા ભજવી રહૃાું છે.
સાવરકુંડલાનાં હાથસણી રોડ વિસ્‍તારમાં સરકારી 14 હજાર પ76 મીટરની ખુલ્‍લી જગ્‍યા પર આજથી ર1 વર્ષ પહેલા ગરીબોને રપ ચોરસ મીટરના પ્‍લોટ ફાળવવા સરકારે કાઢેલી યોજના માટે સાવરકુંડલા તાલુકો જયારે 1997માં ભાવનગર જીલ્‍લામાં હતું ત્‍યારે યોજના અમલમાં આવી હતી. 1997થી લઈને ર00પમાં કુલ પર4 જેટલા ગરીબોએ સરકારી જમીનો પર રપ ચોરસ મીટરનાં પ્‍લોટ માટે અરજી આવી તેમાંથી 4ર4 જેટલા લાભાર્થીઓને 10 રૂપિયે ચોરસ મીટરથી 4ર4 વ્‍યકિતઓને આ હાથસણી રોડ પર પ્‍લોટની ફાળવણી કરવાનું સરકારે ફરમાન કરી દીધું ને 400 જેટલા લાભાર્થીઓને સરકારે સનદ પણ ફાળવી દીધી હતી. પણ ર00પથી લઈને ર018નાં આજદિન સુધી આ ગરીબોને ફાળવવાના પ્‍લોટની ફાળવણી સરકારે કરી નથી અને લાભાર્થીઓ સરકારી પ્‍લોટોની સનદો લઈને ફરીરહૃાાં છે. ને સરકારી આ જમીન પર અસામાજિક તત્‍વોએ ગેરકાયદેસર બાંધકામ કરીને મકાનો બનાવી દીધા છે પણ સરકારી બાબુઓ પ્‍લોટ વિહોણા ગરીબોને પ્‍લોટ ફાળવતા ન હોવાનો વસવસો છે.
પ્‍લોટ વિહોણા લાભાર્થી દેવજી બાબરીયા જણાવે છે કે, ર007માં વિધાનસભામાં ગરીબોને રપ ચોરસ મીટરનાં પ્‍લોટ ફાળવવાની માંગણી પૂર્વ ધારાસભ્‍યએ કરી હતી. મહેસુલ તંત્રથી લઈને જીલ્‍લા કલેકટર સુધીના બાબુઓએ હુકમ કરી દીધા બાદ પણ છેલ્‍લા 13 વર્ષથી સનદ લઈને ફરતા લાભાર્થીઓને પોતાના પ્‍લોટ મળ્‍યા નથી.
ત્‍યારે આ નગરપાલિકા વિસ્‍તારના નગરસેવકે જણાવ્‍યું કે, ર4 હજાર ચોરસ મીટર પર ફાળવેલા સનદ ધારક પ્‍લોટ વિહોણા લોકો પ્‍લોટ વિના ટળવળી રહૃાા છે. તો 3પ જેટલા દબાણકર્તાઓએ સરકારી જગ્‍યા પર ગેરકાયદેસર મકાનો બનાવી લીધા છે છતાં તંત્ર ફીફા ખાંડી રહૃાું છે.
199પથી સરકારી ખુલ્‍લી જગ્‍યા પર ગરીબોને પલોટ ફાળવવાની કામગીરી કરવાની સુચના મળ્‍યા બાદ આજે ર3 વર્ષે પણ આ સરકારી જગ્‍યા પર જમીન સમતોલ કરવાની કામગીરી તંત્ર કરી શકયું નથી અને હાલ 13 વર્ષથી અસામાજિક તત્‍વોએ દબાણ કરી લીધું છે તે ખુલ્‍લુ તંત્ર કરાવી શકયું નથી. ત્‍યારે નગરપાલિકા માથે સમતોલ જમીન કરવાની વાત કરતા સરકારી બાબુ આ સરકારી જમીન નગરપાલિકા વિસ્‍તારની બહારની હદ હોવાથી કામકરતું નથી ને પ્‍લોટ વિહોણા લાભાર્થીઓ છેલ્‍લા ર3 વર્ષથી સનદો લઈને આંટા મારી રહૃાા છે તે વાસ્‍તવિકતા છે.

અમરેલી ખાતે જિલ્‍લાની સૌપ્રથમ સંસ્‍કૃત માઘ્‍યમની શાળાનો પ્રારંભ

પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
અમરેલી ખાતે જિલ્‍લાની સૌપ્રથમ સંસ્‍કૃત માઘ્‍યમની શાળાનો પ્રારંભ
સંસ્‍કૃતપ્રેમી વાલીઓ અને વિદ્યાર્થીઓએ લાભ લેવો
અમરેલી, તા.ર7
અમરેલીમાં આવેલી જિલ્‍લાની એકમાત્ર સંસ્‍કૃત માઘ્‍યમની સરકારી પાઠશાળામાં ધોરણ-9 થી કોલેજ સુધીના શિક્ષણ માટે પ્રવેશની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્‍યો છે. હાલના વર્તમાન યુગમાં અંગ્રેજી શિક્ષણની આંધળી દોટ તરફ આકર્ષાયેલ લોકો માતૃભાષા અને ભારતીયભાષાઓનું શિક્ષણ ભૂલી રહયા છે. ભારતીય સંસ્‍કૃતિનું મોટા ભાગનું સાહિત્‍ય જેમાં લખાયેલું છે તે સંસ્‍કૃત ભાષા જીવંત રહે અને લોકો સ્‍થાનિકે જ સંસ્‍કૃત ભાષાના શિક્ષણનો લાભ મેળવી શકે એ માટે અમરેલીમાં બહાર ગામના બાળકોને હોસ્‍ટેલમાં રહેવા જમવાની સુવિધા સોની સંસ્‍કૃત પાઠશાળા કાર્યરત છે. અમરેલીમાં ગાવડકા રોડ પર આવેલી આ જાન્‍હવી સંસ્‍કૃત પાઠશાળામાં ધોરણ-9થી કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. એસએસસી, એચએસસી અને કોલેજ સ્‍નાતક કક્ષાનું શિક્ષણ સંસ્‍કૃત માઘ્‍યમમાં સ્‍થાનિકે જ ઉપલબ્‍ધ છે. આ શાળામાં હાલ પ્રવેશની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્‍યો છે. જેનો અમરેલી જિલ્‍લાના સંસ્‍કૃતિ પ્રેમી વાલીઓ, વિદ્યાર્થીઓએ લાભ લેવા શાળાના પ્રધાન આચાર્ય કપીલભાઈ જોષીએ જણાવ્‍યું છે.

અમરેલી જિલ્‍લાનાં કાઠીયાવાડી અશ્‍વોની નોંધણી કરાઈ

અમરેલી જિલ્‍લાનાં કાઠીયાવાડી અશ્‍વનોી નોંધણી અંગે કાઠીયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસીએશન ઘ્‍વારા અમરેલી ખાતે અશ્‍વોની નોંધણી ચકાસણી કરીને કાઠીયાવાડી સ્‍ટડ બુક રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં 30 ઉપરાંતનાં અશ્‍વોની ઊંચાઈ, ઈંચ, કપાળ, કાન, પૂંછનાં ખાસ નિરીક્ષણ નિરીક્ષકો ઘ્‍વારા કરવાનો પ્રથમ અવસર અમરેલી ખાતે થયો હતો.
કાઠીયાવાડી પશુપાલકો માટે પશુપાલક ખાતાઘ્‍વારા એક કાઠીયાવાડી સ્‍ટડ બુક નોંધણી માટે સ્‍પેશીયલ કાઠીયાવાડી અશ્‍વો, મારવાડી અશ્‍વોનો નિરીક્ષણ કરવાનો કાર્યક્રમ અમરેલી ખાતે યોજવામાં આવ્‍યો હતો. મારવાડી અશ્‍વોની સાથે કાઠીયાવાડી અશ્‍વોમાં લાલા, માકંડો, રોજો, કયાડો, બાવળો જેવી મુખ્‍ય જાતોના કાઠીયાવાડી અશ્‍વો જેની ઊંચાઈ, અશ્‍વોની પ્રજાતિના અશ્‍વોની તપાસ કરવામાં આવી હતી.
અશ્‍વો પર સરકાર ઘ્‍વારા એક સ્‍ટડ બુક તૈયાર થઈ રહી છે. અશ્‍વ રજીસ્‍ટ્રેશનની શરૂઆત 198પમાં આરંભ થઈ હતી. બાદ 1991માં અશ્‍વોના રજીસ્‍ટ્રેશન બાદ છેક ર018માં ફરીવાર કાઠીયાવાડી અશ્‍વોની આખી સ્‍ટડ બુક પર સરકારના પશુપાલક વિભાગ ઘ્‍વારા ર7 વર્ષ બાદ ફરી એક કાઠીયાવાડી અશ્‍વો પર એક સ્‍ટડ બુક તૈયાર કરીને આગામી અશ્‍વ રમોત્‍સવને ઘ્‍યાને રાખીને અમરેલી જીલ્‍લાનાં પપ ઉપરાંતના અશ્‍વોની ખાસ તપાસ સાથેની કામગીરી જોવા મળી હતી.

પતિનાં દીર્ધાયુની પ્રાર્થના કરતી મહિલાઓ

બાબરામાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી પૂર્ણ શ્રઘ્‍ધા અને ભાવપૂર્વક શહેરની મહિલાઓ ઘ્‍વારા કરવામાં આવી હતી. પતિ પરમેશ્‍વરને નિરોગી અને લાંબુ આયુષ્‍યની પ્રાપ્‍તિ થાય તે માટે મહિલાઓ વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરે છે. અહીં બાબરામાં પંચ કુંડે શ્રી નીલકંઠ મહાદેવનાં મંદિરે, તાપડીયા આશ્રમ સહિની ધાર્મિક જગ્‍યાઓમાં કે જયાં વડલાનાં વૃક્ષો આવેલા છે તેનું પૂજન અર્ચન પૂર્ણ શ્રઘ્‍ધાપૂર્વક મહિલાઓ કરે છે. અહીં વહેલી સવારે વિધિ વિદ્યાન સાથે વડની પૂજા આરાધના અને પ્રદક્ષિણા કરવામાં આવે છે. એક માન્‍યતા અનુસાર સતી સાવિત્રીએ પોતાના પતિ સત્‍યવાનના પ્રાણ આ વ્રતના પ્રતાપે યમરાજ પાસે પરત મેળવ્‍યા હતા અને ત્‍યારબાદ આ સતી સાવિત્રીનું આ વ્રત સંસારમાં શોભાગ્‍ય સ્‍ત્રીઓ પોતાના પતિના આયુષ્‍યની મંગળ કામના સાથે કરી રહી છે.

અમરેલીનાં પટેલ સંકુલમાં ‘સત્ર શુભારંભ’ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત પટેલ સંકુલમાં ટ્રસ્‍ટના પ્રમુખ મનુભાઈ કાકડીયાના અઘ્‍યક્ષ સ્‍થાને ભભસત્ર શુભારંભભભ કાર્યક્રમ યોજાયેલ. કાર્યક્રમમાં ટ્રસ્‍ટી પુનાભાઈ તળાવીયા, કમિટી મેમ્‍બર વસંતભાઈ મોવલીયા, કાળુભાઈ રૈયાણી, ડાયાભાઈ ગજેરા, મનસુખભાઈ બોદર, અરજણભાઈ કોરાટ, ખોડાભાઈ સાવલીયા તથા ડાયરેકટર મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, બ્રિજેશભાઈ પલસાણા, વલ્‍લભભાઈ રામાણી, મગનભાઈ વગેરે ઉપસ્‍થિત રહેલ. પ્રમુખે વિદ્યાર્થીઓને આવતા દિવસોમાં તનતોડ મહેનતકરી તમામ મા-બાપના સપના સાકાર કરવા આહવાન આપેલ. અગવડતા ને સગવડતામાં ફેરવી અભ્‍યાસ પર ફોકસ કરવા કહેલ.

દરિયાકાંઠે ખનીજ માફીયાઓએ વીજપોલની હાલત કફોડી બનાવી

રાજુલા-જાફરાબાદ પંથકમાં ખનીજ માફીયાઓ બેખૌફ
દરિયાકાંઠે ખનીજ માફીયાઓએ વીજપોલની હાલત કફોડી બનાવી
ખનીજ માફીયાઓનાં કારનામાથી વરસાદી માહોલમાં વીજ સમસ્‍યા ઉભી થવાની શકયતાઓ
ખાંભા, તા. ર7
રાજુલાનાં પીપાવાવ ટર્મીનલ નેશનલ હાઈવે ઉપર આવેલ જેટકોનાં સબ સ્‍ટેશન પાસે ખનીજ માફીયાઓએ વીજપોલ આસપાસ ખોદકામ કરતાં આગામી ચોમાસામાં વીજ લાઈન ઉપર જોખમ ઉભું થયું છે.
નેશનલ હાઈવે નં. 8-ઈનાં પહોળાઈના કામમાં વાપરવાની માટી કામ માટે સરકાર જવાબદાર વિભાગની મંજુરી વગર ખનીજ માફીયાઓએ પીપાવાવ ટર્મીનલ રોડ નજીક આવેલ જેટકો સબ સ્‍ટેશન આસપાસનો વિસ્‍તાર પ00 ફુટના પરીઘમાં ખોદી નાખતા આ વિસ્‍તારમાં પડેલા 10 ફુટ ઉંડા ખાડા પડી જતાં આગામી ચોમાસામાં આ ખાડાઓમાં જો પાણી ભરાશે તો પોચી જમીનમાં ઉભેલા વીજપોલ ધરાશયી થશે. આ વિસ્‍તારના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અંધારા છવાવા સાથે પાણી ભુગર્ભમાં ઉતરવાના કારણે 66 કેવી જેટકો સ્‍ટેશનમાં પાણી ભરાતા સબ સ્‍ટેશનમાં શોર્ટ સર્કીટ થવાથી સબ સ્‍ટેશનમાં પણ ભારે નુકશાન થવાથી સરકારને પણ લાખો રૂપિયાનું નુકશાન થાય તેમ હોય.
અમરેલી-રાજુલાનાંજવાબદાર વિભાગો ઘ્‍વારા ખનીજ માફીયાઓ સામે પોલીસ કાર્યવાહી કરી દંડનાત્‍મક પગલા ભરાઈ તેવું પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ અને સ્‍થાનિક ગ્રામજનો ઈચ્‍છી રહૃાા છે.

બાબરાનાં નીલવડા પંથકમાં ખનીજ ચોરી કરનાર સામે લાલઆંખ

એસપીની સૂચનાથી પીએસઆઈનો સપાટો
અમરેલી, તા.ર7
અમરેલી જિલ્‍લામાં નવનિયુકત એસપી નિર્લિપ્‍ત રાયની વરણી થતા ખનીજ માફીયા સહિતના બેનંબરના ધંધાર્થીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્‍યારે બાબરામાં પણ નવનિયુકત પીએસઆઈ પી.એન. મોરી કાયદો અને વ્‍યવસ્‍થાને કામગીરી કરી રહયા છે. બાબરા શહેર અને તાલુકામાં સતત પેટ્રોલીંગ કરી         રહયા છે.
ત્‍યારે બાબરાના નિલવડા ગામે આંબલીવાળા વોકળામાં ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતા હોવાની બાતમી મળતા પીએસઆઈ પી.એન. મોરી તથા સ્‍ટાફના ભગીરથસિંહ ગોહિલ, હર્ષદભાઈ ગોહિલ, એન.બી. સિંધવ સહિતના સ્‍ટાફ દ્વારા દરોડા પાડી ખનન કરતા ઈસમો તેમજ વાહનોને ઝડપી પાડયા હતા.
નિલવડા ગામના વોકળામાં પીએસઆઈ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં જેસીબીના ચાલક શૈલેષભાઈ ચનાભાઈ ચાવડા રહે. ઢોકળવા, તા.જસદણ તેમજ ટ્રેકટરના ચાલક મુકેશભાઈ ડાયાભાઈ ડોડીયા તેમજ અન્‍ય એક ટ્રેકટરના ચાલક મનસુખભાઈ સોમાભાઈ સાદડીયા રહે. દેવપરા, તા.જસદણ વિરૂઘ્‍ધ ગેરકાયદેસર માટી ચોરીનો ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

અવસાન નોંધ

ચલાલા : પ્રભાબેન લક્ષ્મણભાઈ મકવાણા (ઉ.વ.49) તે લક્ષ્મણભાઈ કરશનભાઈ મકવાણાના ધર્મપત્‍નિ અને ભાવેશભાઈ, હસમુખ, શોભાબેન, જલ્‍પાબેન, દયાબેનના માતુશ્રી તથા ભીખુભાઈ, અશોકભાઈ, ઉમેશભાઈના સાસુમાનું તા.ર6/6ના રોજ અવસાન થયેલ છે. તેમનું          પાણીઢોળ તા.ર/7ના રોજ તેમના નિવાસ સ્‍થાન દેવળા મુકામે રાખેલ છે.
રાજુલા : ઠા. શાંતિલાલ નાનાલાલ સોમૈયા(મનહરલાલ એન્‍ડ કાું. ખાંભાવાળા)નાં જમાઈ સુરત નિવાસી ઠા. મહેશકુમાર ધીરજલાલ માધવાણી (ઉ.વ.પર) તે નયનાબેનના પતિ ને દિલીપભાઈના બનેવી તથા મિલન તેમજ જયદીપના ફુઆ તા.ર6/6ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામ્‍યા છે. તેમની સાદડી જૈન આરાધના ભવન (ઉપાશ્રય) બસ સ્‍ટેન્‍ડ પાસે, રાજુલા ખાતે તા.30/6ને શનિવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.
સાવરકુંડલા : નારણભાઈ લાવજીભાઈ મોરી (ઉ.વ.76) તેઓ નરેશભાઈ (પીજીવીસીએલ) તથા વિપુલભાઈના પિતાજીનું તા.ર4/6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર8/6ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 નિવાસસ્‍થાન હાથસણી રોડ, મહાકાળી ચોક, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : ચંપાબેન બાબુભાઈ પરમાર (ઉ.વ.પપ)નું તા.ર7/6ના રોજ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.ર9/6ને શુક્રવારના રોજ 4 થી 6 નિવાસસ્‍થાન શ્રીજીનગર, હાથસણી રોડ, રામનાથ મહાદેવ મંદિર સામે, સાવરકુંડલા ખાતે રાખેલ છે. તથા પિયર પક્ષની સાદડી તા.ર8/6ને ગુરૂવારના રોજ 4 થી 6 નિવાસસ્‍થાન મારૂતિનગર, જકાતનાકા સામે, અમરેલી રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

અમરેલીમાં વડસાવિત્રી પૂનમનાં પૂજનવેળા જ મેઘરાજાની પધરામણી

અમરેલી, તા. ર7
અમરેલી શહેરમાં સવાર સવારમાં વડસાવિત્રી પૂનમનું મેઘાએ મુહુર્ત સાચવવા માટેઆવી પહોંચતા જ શહેરમાં 3 મી.મી. જેટલો વરસાદ પડી જતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
અમરેલી શહેરમાં છેલ્‍લા કેટલાંક સમયથી મેઘો લોકોને કાગડોળે રાહ જોવરાવી રહૃાો હોય, જગતાત સહિતનાં લોકો આભ તરફ નજર કરી કયારે મેઘો કૃપા કરશે તેની રાહ જોતાં હતા. તેવા સમયે ભીમ અગીયારસે પણ શુકન સાચવી મેઘાએ વિદાય લીધી હોય તેમ બાદમાં ડોકાયો ન હતો.
ગઈકાલે આખો દિવસ તડકો રહૃાો અને આકાશમાં વાદળો વિખરાઈ જતાં લોકોનાં ચહેરા ઉપરથી વરસાદની આશા પણ વિખરાઈ જવા પામી હતી.
ત્‍યારે આજે વડસાવિત્રી પૂનમનાં પવિત્ર દિવસે સવાર સવારમાં અચાનક જ એન્‍ટ્રી મારી દેતાં અને લોકો આનંદથી ઝુમી ઉઠયા હતા તો બીજી તરફ વડસાવિત્રીનાં વ્રતનું પૂજન કરતી મહિલાઓએ પણ વરસાદનાં આગમનને વધાવવા માટે ચાલુ વરસાદે પૂજન શરૂ રાખી મેઘાને સતત કૃપા વરસાવવા આહવાન કર્યુ હતું.

28-06-2018