Main Menu

Wednesday, June 27th, 2018

 

ખાંભા પંથકનાં વિદ્યાર્થીઓને એસ.ટી. બસની સુવિધા આપવા માંગ

ખાંભા તા. ર6
સરકાર ર્ેારા બેટી બચાવો બેટી પઢાવો અને શાળા પ્રવેશોત્‍સવ ર્ેારા બાળકોને અભ્‍યાસ કરવામાટે આંગણવાડી કક્ષાની પ્રોત્‍સાહીત કરવા સાથે વિના મૂલ્‍યે એસ.ટી. બસનો પાસ કાઢી આપવાની યોજનાથી બાળકો અભ્‍યાસ કરવા પ્રેરાય છે. પરંતુ ખાટલે મોટી ખોટ કે અમરેલી એસ.ટી. ડીવીઝન ર્ેારા ખાંભા તાલુકા સાથે કાયમી ઓરમાયુ વર્તન રખાતું હોય તેમ ખાંભા તાલુકાનાં છેવાડાનાં ભાણીયા- ગીદરડી- ધાવડીયા- તાતણીયા- ઉમરીયા- પીપળવા-ભાડ- વાંકીયા સહીત ખાંભા તાલુકાનાં વિસ્‍તાર અને વસ્‍તી વેપાર ધંધામાં બીજા ક્રમનાં ડેડાણ ગામ સહીતનાં અન્‍ય રર ગામો તેમજ ખાંભા નજીક પડતા સાવરકુંડલાના ગીણીયા- બગોયા- દાઢીયાળી ગામોને શાળા સમયે અપડાઉન કરવાની પૂરતી સુવિધા ન હોવાથી રીક્ષા-છકડો જેવા ખાનગી વાહનોમાં ખચાખચ બેસી જીવનાં જાખમે મુસાફરી કરવી પડતી હોય તેમ ગત સાલ પીપળવા ગામનાં વિદ્યાર્થીઓ રીક્ષામાં અભ્‍યાસ માટે ખાંભા આવતા હતા ત્‍યારે રીક્ષા પલ્‍ટી મારી જવાના કારણે અનેક વિદ્યાર્થીઓને નાની/મોટી ઈજાઓ અને એક વિદ્યાર્થીનીનો ગોળો ભાંગી જવાથીઅભ્‍યાસ કરવો હોવા છતાં અધુરો અભ્‍યાસ છોડવાની ફરજ પડેલ તે પ્રમાણે જ ગત સાલ ખાંભા તાલુકાનાં છેવાડાનાં ગામ એવા માલકનેસ ગામેથી 3પ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ ખાંભાની જે.એન. મહેતા હાઈસ્‍કૂલમાં એડમીશન મેળવી 3પ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ રીક્ષામાં જીવના જોખમે અપડાઉન કરી અભ્‍યાસ કરતાવિદ્યાર્થીઓએ એસ.ટી. બસની સુવિધાનાં અભાવે જીવના જોખમે રીક્ષામાં કરવું પડતું અપડાઉન કરવા કરતા ચાલુ અભ્‍યાસ છોડવા મજબુર બન્‍યા હોય તેમ ખાંભા હાઈસ્‍કૂલમાં લીવીંગ સર્ટી કઢાવવાથી અધુરો અભ્‍યાસ છોડી મજુરી કે અન્‍ય કામોમાં   જોડાયા છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે ખેતી અને પશુપાલન ઉપર નભતા ખાંભા તાલુકાના ભાણીયા ગામની સરકારી  શાળાનો તાજેતરમાં નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ શાળાનો એકથી દસ શાળામાં સમાવેશ થયેલહોય, ખાંભા તાલુકાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ખાંભા તાલુકા મથકે અભ્‍યાસ કરવા વહેલી સવારે ધાવડીયા- પીપળવા- ઉમરીયા- ગીદરડી- ખાંભા તથા ડેડાણ વિસ્‍તારનાં ગ્રામ્‍ય વિસ્‍તારોને ખાંભા સાથે જોડતી તેમજ સાવરકુંડલાના ગ્રામ્‍ય વિસ્‍તારને ખાંભા સાથે જોડતી વહેલી સવારે 6-00 વાગ્‍યે અને બપોરના 1-4પ કલાકે વિદ્યાર્થીઓને પોત પોતાના ગામોમાં પરત જવા એસ.ટી. બસની સુવિધા આપવા આરટીઆઈ એકટીવીસ્‍ટ બાંટાવાળાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને માંગ કરેલ છે.

બગસરાનાં મોટા મુંજીયાસરનાં રમેશ સતાસીયાએ પંચાયતનાં સદસ્‍યોનાં રાજીનામા મંજૂર કરી દીધા

સ્‍થાનિક પોલીસે ગુન્‍હો નોંધી કાર્યવાહી શરૂ કરતાં ચકચાર
અમરેલી, તા. ર6,
બગસરા તાલુકાનાં મોટા મુંજીયાસર ગામે રહેતાં અને તે ગામની ગ્રામ પંચાયતનાં સદસ્‍ય રમેશભાઈ વલ્‍લભભાઈ ાનસુરીયા તથા અન્‍ય સદસ્‍યોનાં ગ્રામ પંચાયતનાં સભ્‍ય તરીકે ખોટા રાજીનામા તૈયાર કરી ખોટી સહીઓ કરી તે જ ગામે રહેતાં આરોપી કૈલાસબેન રમેશભાઈ સતાસીયા, રમેશ કાળુભાઈ સતાસીયા તથા દિનેશ રવજીભાઈ કયાડાએ તેને સાચા તરીકે ગત તા.17/3/17 નાં રોજ સરપંચ સામેની અવિશ્‍વાસ દરખાસ્‍તમાં ઉપયોગ કર્યાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાવતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

લીલીયા મોટા પંથકનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવવા માંગ

લીલીયા, તા. ર6
લીલીયામોટા ગામ અને તેની આસપાસનાં ગામડાઓમાં ગત વર્ષ ર017-18 દરમ્‍યાન શરૂઆતમાં બે થી ત્રણ વાર ઓછો વરસાદ પડવાથી કપાસનાં બિયારણ ઉગીને બળી જવા પામેલ હતા. તેમજ ત્‍યારબાદ પાછોતરા વરસાદ પણ ખુબજ ઓછા પડવાથી કપાસનો પાક નિષ્‍ફળ જવા પામેલ. લીલીયામોટા ગામે ખેતીવાડી વિભાગ તરફથી પિયત કપાસ અને બિન પિયત કપાસ બંનેનાં નિયમાનુસાર ક્રોપ કટિંગનાં ઉતારા લેવામાં આવેલ. જે ખૂબજ નીચા (લગભગ વિઘે પ થી 6 મણ) જેટલોજ ઉતારો મળેલ હતો જેથી ખેડૂતોને ખેતિખર્ચ પણ માથે પડેલ હતો. ખેડૂતોએ કપાસનાં પાક વીમાનાં પ્રીમીયમ સમયસર ભરેલ હોય ખેડૂતોને વર્ષ ર017-18 નો કપાસનાં પાકનો પાકવીમો મળે તેવી માંગ ઉપસરપંચ બાબુભાઈ ધામતે કૃષિમંત્રી રૂપાલાને પત્ર પાઠવીને કરીછે.

દામનગરમાં સગીરાનાં ઘરમાં ઘુસી જઈને અડપલા કરાતાં ફરિયાદ

અમરેલી, તા. ર6
દામનગર ગામે રહેતી એક 14 વર્ષની તરૂણીપોતાના ઘરે હતી ત્‍યારે ગારીયાધાર તાલુકાનાં માંડવી ગામનો વતની અને હાલ દામનગર ગામે રહેતો વિક્રમ કરશનભાઈ ડાભી નામનાં શખ્‍સે આ તરૂણી ઉપર જાતિય હુમલો કરી, છેડતી કરી અને બિભત્‍સ ચેનચાળા કરેલ અને જો આ અંગે કોઈને વાત કરશે તો તરૂણીને તેના પિતાને મારી નાંખશે તેવી ધમકી આપ્‍યાની ફરિયાદ તરૂણીનાં પિતાએ પોલીસમાં નોંધાવી છે.

વડીયામાં જુગાર રમતા પ બાજીગરો ઝડપાયા

અમરેલી, તા. ર6
વડીયા ગામે આવેલ મફતપરામાં રહેતાં વિનુ જેરામભાઈ સાવલીયા સહિત પ ઈસમો ગત તા.ર4નાં રાત્રીનાં સમયે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.પ670ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધારી પોલીસે વિદેશી દારૂની 19 બોટલ ઝડપી લીધી

અમરેલી, તા. ર6
ધારી ગામે રહેતાં રમેશ બાબુભાઈ મકવાણા તથા અજાણ્‍યા ઈસમોએ વિદેશી દારૂ છુપાવ્‍યો હોવાની બાતમી ધારી પોલીસને મળતાં પોલીસે વહેલી સવારે પ વાગ્‍યાનાં સમયે બાતમી વાળા સ્‍થળે દરોડો પાડી વિદેશી દારૂનીબોટલ નંગ-19 કિંમત રૂા.7600નો ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બાંટવા દેવળકી ગામે કેસ પરત ખેંચી લેવા પ શખ્‍સોએ મુંઢમાર માર્યો

અમરેલી, તા. ર6
વડીયા તાલુકાનાં બાંટવા દેવળકી ગામે રહેતાં દેવજીભાઈ સવજીભાઈ મોવલીયા નામનાં ખેડૂત ગત તા. રપ/6 સવારે 10 વાગે પોતાનાં ખેતરમાં કામ કરતાં હોય, ત્‍યારે તે જ ગામે રહેતાં રસિક દેવશીભાઈ નાગાણી, યતિન જયસુખભાઈ નાગાણી તથા પ્રવિણ મનજીભાઈ પદમાણી મોટર સાયકલ ઉપર આવી તેમની વિરૂઘ્‍ધ કરેલ કેસ પાછો ખેંચી લે તેમ કહી ગાળો આપી ઈજાકરી તથા બાદમાં પરેશ મનજીભાઈ પદમાણી તથા મનજી ગોવિંદભાઈ પદમાણી આવી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાઈ છે.

જેસર તાલુકાનાં તાતણીયા ગામે બાળક ચોર સમજીને ગામજનોએ યુવકને ધોઈ નાખ્‍યો

સોશ્‍યલ મીડિયાથી જાગૃત્તિ વધી રહી છે
વીકટર, તા. ર6
તાજેતરમાં સોશિયલ મીડિયામાં છોકરા ચોરતી ગેંગ ગુજરાતભરમાં સક્રીય હોય અને 300 જેટલા લોકો આમાં સામીલ હોય તેવા મેસેજ થયા છે.ત્‍યારે અનેક જગ્‍યા પરથી શંકાસ્‍પદ ગતિવિધિ કરતાં જાગૃત્ત લોકો ઘ્‍વારા ઝડપીને માર મારી પોલીસને હવાલે કરવાનાં બનાવોમાં વધારો જોવા મળી રહૃાો છે. ત્‍યારે આવો જ એક બનાવ મહુવા-જેસર તાલુકાનાં તાતણીયા ગામે બનવા પામ્‍યો છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ આજ રોજ તાતણીયા ગામે બપોરનાં એક વાગ્‍યાનાં સુમારે બે શંકાસ્‍પદ યુવકો બે કલાકથી ગામમાં આંટાફેરા કરતા નજરે પડયા હતા. ત્‍યારે એક દુકાનદાર ઘ્‍વારા આ બંને યુવકોને પુછવામાં આવ્‍યું કે ભાઈ તમે શું કામ ગામમાં આંટાફેરા કરો છો અને તમારે કોનું કામ છે. એવું પુછતાની સાથે બંને યુવકો કઈપણ જવાબ આપ્‍યા વગર જ ભાગવા લાગ્‍યા. ત્‍યારે ગ્રામજનો એકઠા થઈ જતાં એક યુવક ઝડપાયો અને બીજો નાશી છુટવામાં સફળ રહૃાો હતો. તેવામાં પકડાયેલ યુવક છોકરા ચોરતી ગેંગનો હોવાનું સમજીને લોકોએ ઢોર માર માર્યો હતો અને લોકો ઘ્‍વારા પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્‍યો ન હતો. ત્‍યારે લોકો ઘ્‍વારા તેને ખૂંટવડા પોલીસને હવાલે કર્યો હોવાની માહિતી ગ્રામજનો પાસેથી મળી હતી.
આ અંગે અમારા પ્રતિનિધિ ઘ્‍વારા ખૂટવડા પોલીસનો સંપર્ક પણ કરાયો હતો પણ ત્‍યાં કોઈ વાતચીત થઈ ન હતી. ત્‍યારે આ અંગે પોલીસ અને સુત્ર પાસેથી એવું જાણવા મળ્‍યું હતું કે આ યુવક ઉના તાલુકાના ધોકડવા ગામનોરહેવાસી અને ભાવેશ હરિયાણી હોવાનું ખુલ્‍યું હતું. હાલ યુવકના પરિવારજનો ઘ્‍વારા બગદાણા પગપાળા જતા હોવાનું જણાવીને યુવકને ખૂટવડા પોલીસ સ્‍ટેશનમાંથી મુકત કરાવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે. પોલીસ ઘ્‍વારા બનાવની ગંભીરતા ઘ્‍યાને લઈને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

સેંજળ, વાસીયાળી ગામની સીમમાં જુગાર રમતાં 1પ શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. ર6
સાવરકુંડલા તાલુકાનાં સેંજળ ગામની સીમમાં ગઈકાલે તે જ ગામે રહેતાં વિનુ કરશનભાઈ ડુભાણીયા સહિત 7 ઈસમો જાહેરમાં પૈસા પાના વડે તીનપતીનો જુગાર રમતાં હોય, વંડા પોલીસને બાતમી મળતાં દરોડો પાડી 7 ઈસમોને રોકડ રકમ રૂા.8740 ની મતા સાથે ઝડપી લીધા હતા. જયારે વાસીયાળી ગામની સીમમાં પણ તે જ ગામે રહેતાં ભરત વિનુભાઈ રાઠોડ સહિત 8 ઈસમો જુગાર રમતાં હોય તેમને પણ વંડા પોલીસે રૂા.4380ની મતા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રાજસ્‍થળીની નદીમાંથી રેતી ભરતાં 3 શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા. ર6,
ધારી તાલુકાનાં રાજસ્‍થળી ગામે આવેલ નદીમાં ગઈકાલે બપોરેધર્મેશ દીલુભાઈ પરમાર પોતાના હવાલાવાળા ટ્રેકટર નં. જી.જે. પ સી 83ર8માં તથા ટ્રોલી નંબર જી.જે.પ એકસ રર11માં ગેરકાયદેસર રીતે રણજીત દિલુભાઈ પરમાર તથા ચતુર કનુભાઈ દાતવડીયાની મદદથી 3 ટન રેતી ભરતાં હોય, ધારી પોલીસને બાતમી મળતાં પોલીસે ટ્રેકટર, ટ્રોલી, રેતી સાથે ત્રણેય ઈસમોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીમાં રૂપિયા 1.88 કરોડનું મહાકાય કૌભાંડ ?

પાલિકાનાં શાસકો અને ઉચ્‍ચ અધિકારીઓની મિલીભગતથી
અમરેલીમાં રૂપિયા 1.88 કરોડનું મહાકાય કૌભાંડ ?
જયાં માનવ વસાહત નથી તેવા વિસ્‍તારમાં માર્ગો બનાવી દીધાનો કર્યો આક્ષેપ
અમરેલી, તા. ર6
અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, રાજય સરકારની સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍ય શહેરી વિકાસ યોજના (એસ.ટી.એમ.એમ.એસ.વી.વાય.)નાં વર્ષ ર016-17નાં ડુડા/વશી/ર004/ર017, તા. 11/08/ર016 અને ડુડા/વશી/પડીડી88/3પ4/ર017, તા. 31/01/ર017નાં મંજૂર થયેલ કામો પૈકીનાં રૂા. 1,88,9ર,400નાં કામે સરકારનાં વખતો વખતનાં આદેશો અને ઠરાવો અને શરતોનું સરેઆમ ઉલ્‍લંઘન કરી એસ.જે.એમ.એમ.એસ.વી.વાય.નાં ગ્રાન્‍ટનાં રાષ્‍ટ્રીય નાણાનો સ્‍વ હિતાર્થે અને આર્થિક લાગતા-વળગતાને ફાયદો કરાવવા ખાનગી અને જમીનોમાં મોટી રકમ વાપરી અને તેમાં પણ કવોલીટી,પહોળાઈ, જાડાઈ અને એકસ્‍ટ્રા આઈટમો અને છાપામાં જાહેરાત વગરનાં કન્‍સલ્‍ટન્‍ટ એજન્‍સી નીમી સરકારની યોજનાનાં નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ છે. જે (1) પૈકીનાં અમરેલી કુંકાવાવ જકાતનાકા વડેરા ગામેનો રોડ બતાવેલ છે તે જગ્‍યા પર નકશામાં રોડ જ નથી અને સ.નં. 907/ર શ્રી સરકાર ગૌચરની જમીન રેકર્ડમાં છે અને તે જમીન 7-પ6-10 હે.આરે. છે તેના બાજુમાં ખાનગી ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટોને ફાયદો કરાવવા રૂા. 61,1પ,600ને રોડ બનાવી આપેલ છે જયાં માનવ વસાહત નથી. (ર) નવી હૈયાત કમ્‍પોસ્‍ટ યાર્ડ સાવરકુંડલા રોડ પરની જમીન પર બીનજરૂરી રૂા. 3પ,પ7,ર00ના સી.સી. રોડ તેમજ રૂા. 14,90,800નાં બે પોલ ઉભા કરેલ છે જે સદંતર ખોટો ખર્ચ કરી નબળુ કામ કરી કુલ રૂા. પ0,48,000ની રકમ ગેરવ્‍યાજબી ઉપયોગ કરેલ છે. (3) સ.નં. 47પ/1 એન પૈકીની ખાનગી સોસાયટી મન રેસડેન્‍સી-રનો સી.સી. રોડ રૂા. 43,1પ,300 હજુ ઓપન પ્‍લોટીંગ છે અને વર્ષ ર01પની સ.નં. 47પ/1 હે. ર-64-06 એકરવાળી જમીન પર તા. 03/03/ ર01પથી તા. 03/9/ર01પનાં બાંધકામની મુદત પુરી થયેલ અને તે જમીન ખેડૂત અમૃતબેન ડાયાભાઈનાં નામે ચાલે છે. તો મન રેસીડેન્‍સી-રનાં નામે ખર્ચ રૂા. 43,1પ,300નો ખોટી રીતે ગેરરીતિ નિયમ વિરૂઘ્‍ધ કામગીરી આચરેલ છે. (4) તેમજ મન રેસીડેન્‍સી-1નાં સ.નં. પર4/1(બ) પૈકી-1 નાં 0-9પ-16ની બિનખેતી પર ધાનાણી શાંતિલાલ પોપટભાઈ ખેડૂતનાં નામે છે. તો મન રેસડેન્‍સીમાં રૂા. ર4,98,700નાં સી.સી. રોડ બનાવી નાંખેલ છે. તથા વરસડા રોડ પર આવેલ સેન્‍ટરમેરી ખાનગી સ્‍કૂલને પણ રૂા. 9,14,800નાં સી.સી. રોડ બનાવી આપી આર્થિક લાભ લાગતા વળગતાને આપેલ છે. જેના કુલ રૂા. 1,88,9ર,400નાં એસ.ટી.એમ.એમ.એસ.વી.વાય.નાં રાષ્‍ટ્રીય નાણાને સ્‍વહિતાર્થે અને નિયમ વિરૂઘ્‍ધ વાપરી નગરપાલિકા અમરેલીનાં ડુડા શાખાનાં નિવાસી અધિક કલેકટર, ચીફ ઓફીસર, નગરપાલિકા અમરેલી પ્રમુખ, નગરપાલિકા અમરેલી અને ઠરાવમાં સહી કરી ખોટી મંજૂરી મેળવવામાં જવાબદાર બાંધકામ ઈજનેર નગરપાલિકા, અમરેલી તથા કન્‍સલ્‍ટ આ કામે જે તે સમયનાં અધિકારી અને પદાધિકારી જવાબદાર તમામ સામે સરકારનાં નાણાનો દુરૂપયોગ કરનાર સામે ગુન્‍હાહિત કૃત્‍યનાં જવાબદારો સામે સતવરે તપાસ થવા અને નાણાની રીકવરી કરી સભ્‍યપદ રદ કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરી. તો આ બાબત ગંભીરતાથી ઘ્‍યાને લેવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં જાહેર હિતમાં સુઓમોટો દાખલ કરીશ તેમ અંતમાં જણાવેલ છે.

બાબરામાં માર્ગ બનાવવામાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લૂંટથી રોષ
બાબરામાં માર્ગ બનાવવામાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ
બાબરા, તા.ર6
બાબરામાં નગરપાલિકા દ્વારા નીતિનિયમો નેવે મુકી રોડનું કામ કરી ભ્રષ્‍ટાચાર આચરવામાં આવી રહયો હોય તેવો આક્ષેપ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્‍યો છે. તેઓ દ્વારા શહેરના તમામ રોડની યોગ્‍ય તપાસ કરી જવાબદાર વિરૂઘ્‍ધ યોગ્‍ય કાર્યવાહી કરવા નગરપાલિકાના નિયામકને રજૂઆત કરી છે.
બાબરા શહેરમાં આમ તો મોટાભાગના વિસ્‍તારોમાં રોડના   નબળા કામની ફરિયાદ લોકોમાંથી અવાર-નવાર ઉઠવા પામી હતી. પણ જે ને વિસ્‍તારમાં યોગ્‍ય પ્રતિનિધિ દ્વારા વિરોધ નહીં કરવામાં આવતા પાલિકા દ્વારા કોન્‍ટ્રાકટરના ઈશારે કામ પૂર્ણ કરી રૂપિયાની ચૂકવણી કરી દીધી છે.
ત્‍યારે બાબરા શહેરમાં હજુ એક મહિના પૂર્વે આરસીસી રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્‍યો છે. ત્‍યાં અહીં રોડ પરથી કપચી દેખાવા લાગી છે. મોટાભાગના રોડ તૂટવા લાગ્‍યા છે. જે સાબિત કરે છે કે નગરપાલિકાની મિલીભગતના કારણે અહીંરોડના કામકાજમાં ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો છે.
નગરપાલિકાના ભાજપના સભ્‍ય અને વિરોધ પક્ષના નેતા ખોડલભાઈ મકવાણાએ નગરપાલિકા નિયામક અને કલેકટરને રજૂઆત કરી શહેરના તમામ રોડની તપાસ કરી કસુરવાન અધિકારી અનેકોન્‍ટ્રાકટર વિરૂઘ્‍ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
વિરોધ પક્ષના નેતાએ જણાવ્‍યું છે કે શહેરની જનતાની પરસેવાની કમાણી પાલિકાના સતાધીશો ભ્રષ્‍ટાચાર આચરી ખિસ્‍સા ભરી રહયા છે. જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો જન આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી અંતમાં ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે.

વડીયાનાં ભાયાવદર ગામે ભય વગર ભ્રષ્‍ટાચાર

ગામ પંચાયતનાં સદસ્‍યોએ સરપંચ પતિ અને મંત્રી સામે કર્યા આક્ષેપો
વડીયાનાં ભાયાવદર ગામે ભય વગર ભ્રષ્‍ટાચાર
એક મહિનામાં ભ્રષ્‍ટાચારની તપાસ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી
વડીયા, તા. ર6
વડીયાનાં ભાયાવદર ગામ પંચાયતનાં સદસ્‍યો ચીમનભાઈ અંટાળા, સુરેશભાઈ કાછડીયા અને ભાવનાબેન બસીરાએ તાલુકા અને જિલ્‍લા વિકાસ અધિકારી અને મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, વડીયા તાલુકાનાં મોજે ભાયાવદર ગામે ગામ પંચાયતનાં સરપંચ તરીકે કંચનબેન કિશોરભાઈ લુણાગરીયા ફરજ બજાવે છે. જેઓનાં પતિ કિશોરભાઈ બચુભાઈ લુણાગરીયા છેલ્‍લા ઘણા સમયથી ગામ પંચાયતનો મોટાભાગનો વહીવટ તેઓ જાતે જ કરે છે અને કોઈ વિકાસનાં કામમાં સદસ્‍યને કોઈ બાબતે વિશ્‍વાસમાં લઈને પુછવામાં આવતું નથી કે મીટીંગમાં પણબોલાવતા નથી. અને ગામ પંચાયત કચેરીમાં જઈએ તો અપમાનીત કરીને કાઢી મુકવામાં આવે છે. આ સરપંચ પતિની સાથે તલાટી મંત્રી વિનુભાઈ દાફડાની સાથે મિલાપીપણું કરીને બહુ જ મોટો ભ્રષ્‍ટાચાર કરે છે.
હાલ ભાયાવદર ગામે વોર્ડ નં. 6માં બે વર્ષ પહેલા સીસી રોડ તથા ભુગર્ભ લાઈન નાખેલ છે. જેવું રેકર્ડ ઉપર હોવા છતાં આ સરપંચ પતિએ ભ્રષ્‍ટાચાર આચરી ખોટા બિલો લઈને નાણાની ઉચાપત કરેલ છે.
વધુમાં જણાવેલ છે કે, અગાઉ ત્રણ-ચાર વખત લાગતા વળગતા અધિકારીઓને લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાં ભાયાવદર ગામે કોઈ જ અધિકારી આવીને તપાસ કરેલ નથી કે આ સરપંચ પતિ સામે પગલા લેવાયેલ નથી. હાલ ભાયાવદર ગામનાં સદસ્‍યોની માંગણી છે કે ભાયાવદર ગામે થયેલ તમામ કામોની તટસ્‍થ અને સ્‍વતંત્ર તપાસ કરવી. આમ છતાં દિન-30માં ભાયાવદર ગામના સરપંચ પતિ ઘ્‍વારા થયેલ ભ્રષ્‍ટાચારની તપાસ કરી ઘટતું કરવામાં નહી આવે તો ગામ પંચાયતનાં સદસ્‍યો તાલુકા પંચાયત કચેરી મોટી કુંકાવાવ સામે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. જેનાથી થનાર અને આવનાર પરિણામની જવાબદારી આપની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

સાવરકુંડલામાં ‘હિન્‍દ યુવા સેના’ દ્વારા હિન્‍દુ સામ્રાજયદિનની ઉજવણી

સાવરકુંડલામાં “હિન્‍દ યુવા સેના” દ્વારા ભવ્‍ય રીતે ભભહિન્‍દુ સામ્રાજય દિવસભભની ઉજવણી કરવામાં આવી. હિન્‍દુ સામ્રાજય દિવસ એટલે છત્રપતિ શિવાજી મહારાજનો રાજય અભિષેક. આ તકે શિવાજીમહારાજને તિલકપૂજા કરવામાં આવી હતી. જેમાં દીપ પ્રાગટય પરમ વંદનીય ઉષામૈયા, પ.પૂ. ભકિતરામ બાપુ, પ.પૂ. કરશનગીરી બાપુ, પ.પૂ. નારાયણદાસ તેમજ સંતો મહંતોના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે સમગ્ર કાર્યક્રમની જહેમત હિન્‍દુ યુવા સેના પ્રમુખ અજયભાઈ ખુમાણ, મહામંત્રી ધર્મેન્‍દ્રસિંહ ચૌહાણ, મહામંત્રી નિકુંજભાઈ સોંડાગર, ઉપપ્રમુખ લાલભાઈ દેગમા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ નથવાણી, ઉપપ્રમુખ વિપુલભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.

ઉપરાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ સાથે દિલીપ સંઘાણીની મુલાકાત

ભારતને સહકારી ક્ષેત્રનુ મોડેલ બનાવવા, પારદર્શકતા લાવવા, રોજગારીની વિપુલતકો સર્જવા અને ખેડૂતોને સારા ખાતરો પુરા પાડવા જેવી બાબતોને આવરી સહકારી ક્ષેત્રએ સ્‍પર્ધાત્‍મક અભિગમ અપનાવવા અને દેશનુ સહકારી માળખુ સુદ્રધ બનાવવા આત્‍મવિશ્‍વાસ ભરી હાકલ દિલ્‍હી ખાતે ભારતીય રાષ્‍ટ્રિય સહકારી સંઘ આયોજીત વૈકુંઠ મહેતા વ્‍યાખ્‍યાન માળામા બોલતા ઉપરાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ જણાવેલ હતું. દિલ્‍હી ખાતે યોજાયેલ વ્‍યાખ્‍યાન માળામા બોલતા ઉપ રાષ્‍ટ્રપતિએ સ્‍પષ્‍ટ મત વ્‍યકત કરેલ કે, દેશની સ્‍કૂલોમા ભસહકારભ ને અભ્‍યાસક્રમમા દાખલ કરી તેને  વિષય તરીકે સામેલ કરવો જોઈએ જેથી સહકારી ચળવળનો અભ્‍યાસ પાયામાથી વિદ્યાર્થી મેળવતો થાય. ઉપરાષ્‍ટ્રપતિએ ભારપૂર્વકજણાવેલ કે, જેટલો સહકારી પાયો મજબૂત એટલી કૃષિ પ્રવૃતિ મજબૂત બની શકે કારણ કે મંડળીઓ મારફત ખેડૂતોને ખેતપેદાશના પોષણક્ષમ ભાવો મળી શકે, અમુલ તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનુ જણાવેલ. આ તકે ઉપરાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ સાથે દિલીપ સંઘાણીની વિશેષ મૂલાકાત પણ યોજાયેલ. વૈકુંઠ મહેતા વ્‍યાખ્‍યાનમાળામા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, કેન્‍દ્રીય કૃષિમંત્રી ગજેન્‍દ્રસિંહ શેખાવત, એન.સી.યુ.આઈ.ના ડો. ચંદ્રપાલસિંહ યાદવ, ડો. બિજેન્‍દ્રસિંહ, વાઘજીભાઈ બોડા, બલવિંદરસિંહ નઈક સહિત દેશભરના સહકારી આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા તેમ કાર્યાલયની અખબારી યાદીમા જણાવાયેલ છે.

અમરેલીનાં કવિ હર્ષદ ચંદારાણાનાં 7રમાં જન્‍મદિવસની ઉજવણી

અમરેલીનાં લાડકવાયા કવિ હર્ષદ ચંદારાણાને 71 વર્ષ પૂર્ણ થતાં રાજકોટનાં ઉદ્યોગપતિ સુરેશભાઈ મોરઝરિયા અને મોરઝરિયા પરિવારનાં ભવ્‍યાતિભવ્‍ય આયોજન પૂર્વક 7રમાં જન્‍મદિનની ઉજવણી કવિ હર્ષદ જન્‍મોત્‍સવનો ભભલોટસ બેન્‍કવેટ હોલભભ રાજકોટ ખાતે લોકપ્રિય તંત્રી કૌશિકભાઈ મહેતાનાં અઘ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવ્‍યો. પ્રારંભમાં સુવિખ્‍યાત સંગીતકાર બ્રીજેન ત્રિવેદીએ “પથ્‍થર થયા છે ગાતા નદીને મળ્‍યા પછી” કવિની રચનાનું કર્ણપ્રિય રાગથી સંગીતનાં સથવારે ગાન કર્યુ. કવિની રચનાઓવિષે કવિ સ્‍નેહી પરમાર અને કવિ હરેશ વડાવીયાએ રસાસ્‍વાદ કરાવી વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત સાહિત્‍યકારો, કવિઓ, લેખકો, લોકસાહિત્‍યકારોને ડોલાવી દીધા. કવિ હર્ષદ ચંદારાણા સાથેના સંભારણા પોતપોતાની આગવી શૈલીમાં વર્તમાનપત્રનાં નિવાસી તંત્રી, વર્િેાન, સાહિત્‍યકાર જયેશભાઈ ઠકરાર સુવિખ્‍યાત શિક્ષણવિદ ભદ્રાયુભાઈ વચ્‍છરાજાનીએ વકતવ્‍ય આપી તાલીઓનાં ગગડાટ જીલ્‍યા. અઘ્‍યક્ષસ્‍થાનેથી કૌશિકભાઈ મહેતાએ હર્ષદ ચંદારાણા સાથેની વર્ષાની અનુભૂતિ આગવી હળવી શૈલીમાં રજૂ કરી એક અનોખુ વાતાવરણ નિર્માણ કર્યુ.
આ પ્રસંગે યોજાયેલ કવિ સમેલનમાં જાજરમાન કવયિત્રીઓ સર્વ કાલિન્‍દીબેન પરીખ, પારૂલબેન ખખ્‍ખર અને લક્ષ્મીબેન ડોબરિયા દેદિપ્‍યમાન કવિઓ ગુજરાતની આવતી કાલસમાં ગૌરવ વધારનાર પ્રવણ પંડયા, ઉર્વિશ વસાવડા અને હર્ષદ ચંદારાણાએ પોતપોતાની શ્રેષ્ઠ રચનાઓનું પઠન કરી સૌને મોજ કરાવી કોઈ ભેટ કે ચાંદલાના અસ્‍વિકાર પ્રાર્થવા છતાં અનેક મહાનુભાવોએ કવિ હર્ષદને વધાવ્‍યા. આવું અભૂતપૂર્વ ઐતિહાસિક ભાવથી આયોજન કરવા બદલ કવિ હર્ષદ ચંદારાણા અને ચંદારાણા પરિવારે સુરેશભાઈ મોરઝરિયા અને મોરઝરિયા પરિવારનું ઉત્‍કૃષ્‍ટ ભેટ સોગાદોથી સન્‍માન કર્યુ. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આગવી શૈલીમાં જાણીતા કવિ, લેખક, ઉદ્યઘોષક પરેશ મહેતાએ સંચાલનકર્યુ. આવા સમારોહમાં સર્વ નિરંજન રાજયગુરૂ, મનોજ જોષી(મજો) લાઠી રાજવી મહેન્‍દ્રસિંહજી, સંવાદનાં પંકજભાઈ જોશી, અરોમા ફાઉન્‍ડેશન અમરેલીનાં સ્‍વાતીબેન જોષી, અમરેલી જિલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવારનાં ઉત્‍સાહી તાન્‍કાનરેશ ઉમેશભાઈ જોષી, હસુભાઈ જોષી, ગોરધનભાઈ સુરાણી, અમદાવાદ દૂરદર્શનનાં નિવૃત્ત પ્રોગ્રામ ઓફીસર કિશોરભાઈ જોશી, અમરેલી બાલભવનનાં નિયામક નિલેશભાઈ પાઠક, નાયબ નિયામક દિનેશભઈ ત્રિવેદી, સુભાષભાઈ વ્‍યાસ, ઈતેશભાઈ મહેતા, તરૂલતાબેન વ્‍યાસ, જૂનાગઢથી બિન્‍દુબેન ત્રિવેદી, ચલાલા એમ.કે.સી.નાં પ્રિન્‍સિ. મુમતાજબેન મકરાણી, દિવ્‍યાબેન પટેલ, દેવકુભાઈ વાળા, રવજીભાઈ કાચા, યોગેશ શુકલ, સુરેશભાઈ શેખા, સુરેશભાઈ વેકરિયા, રામભાઈ વામજા, ચંદુભાઈ છનીયારા (ઈશ્‍વરિયા) હરગોવિંદભાઈ પંડયા, કનુભાઈ લીંબાસિયા, સુરેશભાઈ શાસ્‍ત્રી, કેતન કાનપરિયા, શીલાબેન મહેતા, વિપુલભાઈ વ્‍યાસ સમેત વિશાળ સંખ્‍યામાં સાક્ષીભાવે ઉપસ્‍થિત રહૃાા.

અવસાન નોંધ

અમરેલી : વિલાસબેન અશ્‍વિનભાઈ સોરઠીયા (ઉ.વ.44)નું તા.ર6/6ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર8/6ને ગુરૂવારના રોજ સવારે 9 થી સાંજના 6 સુધી કેરીયા રોડ, ભોજલપરા, શેરી નં.10 ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : કુરેશીરૂકસારબાનુ જાહીદભાઈ, (ઉ.વ. 18), તા. ર6/6 મંગળવારનાં રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. મર્હુમની જીયારત તા.ર8/6 ગુરૂવારે સવારે 10 કલાકે નુરાનીનગર – મદ્રાસામાં રાખેલ છે. ઔરતો માટે તેમના નિવાસ સ્‍થાને સાધના સોસાયટીમાં રાખેલ છે. તે રસુલભાઈ (તવક્કલ ટી , નવા બસસ્‍ટેન્‍ડ)ની પૌત્રી થાય.
સાવરકુંડલા : છબીલભાઈ વિઠ્ઠલભાઈ બોરીસાગર, (ઉ.વ.73)નું તા.રપ/6 સોમવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ચંપકભાઈ તથા કીશોરભાઈ તેમજ પ્રભાબેન (દહેગામ), મનીષાબેન (રાજકોટ), નીલુબેન (રાજકોટ), વર્ષાબેન (ગાંધીધામ)ના પિતાશ્રી થાય. સદગતનું બેસણું તા.ર8/6 ગુરૂવારે સાંજે 4 થી 6 રાજગોર બ્રાહ્મણ બોર્ડીંગ, દેવળાગેઈટ, કૃષ્‍ણપ્‍લોટ, સાવરકુંડલા રાખેલ છે. તેમજ તેઓ ચિરાગ તથા જયદીપનાં દાદા થાય.

સાવરકુંડલા ભાજપ શાસિત પાલિકા દ્વારા નાવલી નદીની સફાઈ કરવામાં આવી

સાવરકુંડલા ભાજપ શાસિત નવનિયુકત નગરપાલિકા દ્વારા શહેરની મઘ્‍યમાંથી પસાર થતી નાવલી નદીની સફાઈ કરવામાં આવી હતી. સાવરકુંડલા શહેરની મઘ્‍યમાં આવેલ નાવલી નદી ખાતે શાકમાર્કેટ ભરાતી હોવાથી સમગ્ર શહેરના લોકો શાકભાજી લેવા માટે આવતા હોય છે. વર્ષોથી નાવલી નદીની સફાઈ ન થતા ગંદકી અને કચરાનો ભરાવો થતા રોગચાળાની શહેરીજનો પર ભીતિ થાયતેમ હતી. સાવરકુંડલા શહેર ભાજપ શાસિત પાલિકા દ્વારા તાત્‍કાલિક ધોરણે નાવલી નદીની સફાઈ કરી શહેરીજનોના દિલ જીતી લીધા હતા. નાવલી નદીમાં ગટરના પાણીના નિકાલ માટે જે.સી.બી. દ્વારા પાણી નિકાલ માટે ખાળ કરી પાણી નિકાલની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ તકે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ વિપુલભાઈ ઉનાવા, ઉપપ્રમુખ ભાવેશભાઈ હિંગુએ જાતે ઉભા રહી કામગીરી કરવામાં આવી હતી. આ તકે ભારતીય જનતા પાર્ટીના તમામ સદસ્‍યો ઉપસ્‍થિત રહી નાવલી નદીની સુંદર સફાઈ કરી હતી. નાવલી નદીમાં વરસાદના પુરના પાણીના હિસાબે વેપારીઓને નુકશાન ન થાય તે માટે નાવલી પોલીસ ચોકીથી લઈ ભુવા રોડ સુધીની સફાઈ કરવામાં આવી હતી.

બાબરામાં વેપારીઓ દ્વારા શ્‍વાનને લાડુ વિતરણ

બાબરામાં દર વર્ષે શ્રીજી કોમ્‍પ્‍લેકસના વેપારીઓ દ્વારા શહેર તાલુકામાં સારા વરસાદની આશાએ લોકફાળો કરી પંદર મણ જેટલા લાડુ બનાવી શહેરના તમામ શ્‍વાનને વિતરણ કરી સેવાનું ઉતમ કાર્ય કર્યું હતું. બાબરા પંથકમાં હજુ ખેડૂત સહિત સૌ કોઈ સારા વરસાદની આશા રાખીને બેઠા છે. જોકે બે દિવસ પહેલા બાબરા પંથકમાં અમુક ગામડાઓમાં સારો વાવણી લાયક વરસાદ પડી ગયો છે પણ હજુ મોટાભાગના ગામડાઓ કોરા છે અને લોકો વરસાદની રાહ જોઈ રહયા છે. ત્‍યારે સારોવરસાદ પડે અને સમસ્‍ત લોકો સહિત પશુ, પંખી સૌ કોઈનું કલ્‍યાણ થાય તેવા હેતુ સાથે અહીંના શ્રીજી કોમ્‍પ્‍લેકસના વેપારીઓ દ્વારા લોકફાળો કરી પંદર મણ જેટલા લાડુ બનાવી શ્‍વાનને વિતરણ કરવામાં આવ્‍યા હતા. અહીં શ્રીજી કોમ્‍પ્‍લેકસના રપ જેટલા વેપારીઓ લારીમાં લાડુ ભરી શહેરના અલગ અલગ વિસ્‍તારોમાં શ્‍વાનને લાડુનું વિતરણ કરી માનવ સેવાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

27-06-2018