Main Menu

Tuesday, June 26th, 2018

 

શેખપીપરીયા ગામે ર શખ્‍સોએ રાંધણ ગેસનાં સીલીન્‍ડરની લૂંટ ચલાવી

અમરેલી, તા. રપ
લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે રહેતાં કિશોરભાઈ રમણીકભાઈ જોષી નામનાં પ7 વર્ષિય વેપારીએ અગાઉ લાઠી ગામે રહેતાં મહેશ રમેશભાઈ સાકરીયા પાસેથી રૂા.1 હજાર હાથ ઉછીના લીધેલા જેની ઉઘરાણી કરવા ગઈકાલે સાંજે પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર સતિષ વિનુભાઈ બાવળીયા સાથે વેપારીનાં ઘરે આવી રૂા.1 હજારની ઉઘરાણી કરતાં વેપારીએ પૈસાની સગવડ ન હોય જેથી ના પાડતાં આ બન્‍ને ઈસમોએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી, જાનથી મારી નાંખવા ધમકી આપી છરી વડેઈજા કરી રસોડામાં જઈ રાંધણ ગેસનો સિલિન્‍ડર કિંમત રૂા.ર હજારનાં મુદ્યામાલની લૂંટ ચલાવી નાશી ગયાની ફરિયાદ લાઠીપોલીસમાં નોંધાઈ છે.

અમરેલી જિલ્‍લામાંથી ચોરી થયેલ દાગીનાની ખરીદી કરનાર વેપારી ઝડપાયો

વડોદરાનાં જસવંતભાઈ પાટડીયાની અટકાયત : રૂપિયા 6પ હજારનો મુદ્યામાલ કબ્‍જે કરાયો
અમરેલી, તા. રપ
અમરેલી શહેર તથા લીલીયા તથા સાવરકુંડલા વિસ્‍તારમાં ભુતકાળમાં અનેક ચોરીઓ થયેલ હતી અને આ ચોરીઓમાં ચીખલીકર ગેંગ ના સતનામ ટાંક તથા સતપાલ ટાંક તથા મનજીતસીંગ તીલપીતીયા નાઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોકત આરોપીઓની રીમાન્‍ડ દરમ્‍યાનની પુછપરછ આરોપીઓએ ચોરીનો માલ વડોદરા મુકામે સોનીની દુકાનમાં વેચેલાની કબુલાત આપેલ હતી. જે અન્‍વયે પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ સદરહું ગુન્‍હાના કામે ચોરીનો માલ રાખનાર સોનીની ધરપકડ કરવાની સુચના આપેલ તે અન્‍વયે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. એમ.એચ. જેતપરીયા  તથા એસ.ઓ.જી.ટીમ સદર ગુન્‍હાની તપાસમાં વડોદરા મુકામે ગયેલ અને સોનીની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરાયેલ સોનીનું નામઃ- જસવંતભાઇ લાલજીભાઇ પાટડીયા ઉ.વ.પ9 રહે.ગેંડી ગેઇટ રોડ વડોદરા દુકાનનું નામઃ- લાલજીભાઇ હરજીવનભાઇ (અને) સન્‍સ ન્‍યાય મંદિર સામે. કબ્‍જે કરવામાં આવેલ મુદામાલઃ- સોનાનો ર6 ગ્રામનો ઢાળીયો કિ.રૂા.6પ000/- નો મુદામાલ કબ્‍જેકરવામાં આવેલ છે.
ગઇ તા.ર1/06/ર018 ના રોજ એસ.ઓ.જી.ટીમ એ પકડેલ આરોપી મનજીતસીંગ ઉર્ફે સતનામસીંગ રણજીતસીંગ ઉર્ફે ગીડ્ડાસીંગ તીલપીતીયા ઉ.વ.ર8 ધંધો.ફુગ્‍ગા વેચવાનો રહે. વડોદરા, આજવા રોડ એકતાનગર પોલીસ સ્‍ટેશન સામે રામદેવમંદિર વાળાના ચોરીના ગુન્‍હામાં સીટી પોલીસ સ્‍ટેશન ખાતે સોપતાં અમરેલી સીટી પો.સ્‍ટે.ના તપાસ કરનાર અમલદાર એ રીમાન્‍ડ માંગતાં આરોપીના  દિન-03 ના રીમાન્‍ડ નામદાર કોર્ટ ર્ેારા મંજુર કરવામાં આવેલ હતા.અને આજ રોજ સદરહું આરોપીના રીમાન્‍ડ પુરા થતાં વધુ રીમાન્‍ડની માંગણી કરતાં વધુ દિન-0ર ના નામદાર કોર્ટ ર્ેારા રીમાન્‍ડ મંજુર કરવામાં આવેલ છે.

ગોઝારા અકસ્‍માતમાં નેશનલ હાઈ-વે ઓથોરીટીની જવાબદારી નકકી કરો

અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરની મિલીભગત હોવાથી ચાલે છે દે ધનાધન
ગોઝારા અકસ્‍માતમાં નેશનલ હાઈ-વે ઓથોરીટીની જવાબદારી નકકી કરો
પોલીસ અધિક્ષકે સૌ અમરેલીના ઈતિહાસમાં પ્રથમ વખત કોન્‍ટ્રાકટરની ધરપકડ કરી
અમરેલી, તા. રપ
રાજુલા નજીક 4 દિવસ પહેલા એક ટ્રક પુલ પરથી નીચે ખાબકતાં નિર્દોષ વયકિતઓ અકાળે અવસાન પામી અને સેંકડો વ્‍યકિતઓ ઈજાગ્રસ્‍ત બનતા પોલીસે ટ્રક ચાલક, ટ્રા માલીક અને માર્ગનાં કોન્‍ટ્રાકટરની અટકાયત કરવામાં આવી છે. અને માર્ગ અકસ્‍માતમાં કોન્‍ટ્રાકટરની જવાબદારી સૌપ્રથમ નકકી કરવામાં આવતાં માર્ગ કોન્‍ટ્રાકટરમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
અમરેલી જિલ્‍લામાં દર વર્ષે સેંકડોની સંખ્‍યામાં વાહન અકસ્‍માત થાય છે. અનેક નિર્દોષ જીંદગી    અકાળે અવસાન પામે છે. પંચાયત, સ્‍ટેટકે રાષ્‍ટ્રીય હાઈવે ઓથોરીટીનાં અધિકારીઓ આ બાબતે ગંભીર જોવા મળતાં નથી.
અમરેલી જિલ્‍લાનાં માર્ગો પર નજર નાખીએ એટલે ખ્‍યાલ આવે છે કે, વળાંક આવતો હોય ત્‍યાં કોઈ દિશા સુચક બોર્ડ જોવા મળતા નથી. માર્ગ કરતાં પુલ સાંકડા હોય છે. જયારે માર્ગ કે પુલનું કામ શરૂ હોય ત્‍યારે ડાયવર્ઝન યોગ્‍ય રીતે કાઢવામાં આવતાં નથી માર્ગની બગલમાં રહેલ વૃક્ષો કે નડતર ચીજવસ્‍તુઓ હટાવાતી નથી.
માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓને માત્ર કોન્‍ટ્રાકટર પાસેથી મલાઈ મેળવવામાં જ રસ જોવા મળે છે. સૌથી વધુ બેઈમાની માર્ગ-મકાન વિભાગમાં જ થતી જોવા મળે છે. હવે માર્ગ અકસ્‍માતની ઘટના બને એટલે માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરની જવાબદારી નકકી કરવાનો સમય આવી ચુકયો છે.
તદઉપરાંત જિલ્‍લા ટ્રાફીક પોલીસ અને આરટીઓ વિભાગ પણ જવાબદાર હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તો જમાર્ગ અકસ્‍માતનું પ્રમાણ અટકી શકે તેમ છે.

અમરેલી જિલ્‍લામાં ભીમ અગિયારસનાં દિવસેજુગાર રમતાં ર16 જુગારીઓની અટકાયત થઈ

રૂપિયા 9 લાખ ઉપરાંતનો મુદ્યામાલ કબ્‍જે કર્યો
અમરેલી, તા. રપ
અમરેલી પોલીસ અધિક્ષકે જિલ્‍લાનાં તમામ પોલીસ સ્‍ટેશન તથા એલ.સી.બી./એસ.ઓ.જીએ ટીમ વર્કથી કામગીરી કરવા જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલ જેમાં ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં ભીમ અગીયારસનાં તહેવાર ઉપર જાહેરમાં જુગાર રમવાની છુટ હોય તેવી માનસિકતા સૌરાષ્‍ટ્રમાં લોકોમાં રહેલી છે. અને ભીમ અગીયારસનાં તહેવાર ઉપર પોલીસ ર્ેારા કેસો કરવામાં નહી આવે તેવી માનસિકતાનાં કારણોસર ઉતરોતર યુવાધન જુગારની બદી તરફ વળી રહૃાું હોય જે કારણોસર સમાજમાંથી આ બદી દૂર થાય અને લોકો ભીમ અગીયારસનાં તહેવાર ઉપર જુગાર રમતાં અટકે અને જુગાર રમવાથી થતી મોટીઆર્થિક નુકશાનથી તેના પરિવારનો બચાવ થાય અને પરિવારમાં આર્થિક કારણોસર ઝઘડા મોટુ સ્‍વરૂપ ધારણ ન કરે પરિવારો સુખ-શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે આ જુગારની બદી ઉપર પુરતો અંકુશ રહેતે શુભ આશયથી અમરેલી જિલ્‍લા પોલીસ તંત્ર ર્ેારા તા.ર3/06/ર018 થી તા. ર4/06/ર018 સુધી જુગારના કેસો કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
ભીમ અગીયારસનાં તહેવાર ઉપર બે દિવસની ખાસ ઝૂંબેશ દરમ્‍યાન અમરેલી જિલ્‍લા પોલીસ તંત્ર ર્ેારા અમરેલી જિલ્‍લામાં અલગ- અલગ પોલીસ સ્‍ટેશનોમાં જુગાર ધારા હેઠળના કુલ-34 કેસો કરવામાં આવેલ અને 34 કેસોમાં કુલ-ર16 જુગારીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ આ જુગારની રેઈડો દરમ્‍યાન પકડાયેલ જુગારીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂા.પ,3ર,440 નો મુદ્યામાલ મળી આવેલ હતો. તેમજ મોબાઈલ, વાહનો તથા અન્‍ય જુગાર લગત સાહિત્‍ય તથા રોકડ રકમ મળી આ બે દિવસમાં અમરેલી જિલ્‍લા પોલીસ તંત્ર ર્ેારા કુલ રૂા.9,ર1,630 (નવ લાખ એકવીસ હજાર છસો ત્રીસ)નો મુદ્યામાલ કબ્‍જે કરેલ હતો.

ખાંભાનાં કોટડા ગામ પાસે એસ.ટી. બસે બાઈક ચાલકને હડફેટે લઈ પગ ભાંગી નાંખ્‍યો

અમરેલી, તા. રપ
સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે રહેતાં અરવિંદભાઈ વિનુભાઈ વાઘેલા નામનાં રપ વર્ષિય યુવક ગત તા.ર1નાં રોજ બપોરે ત્રણેક વાગ્‍યાના સમયે પોતાના મિત્રને મળવા ધારી ગામે જતાં હતા ત્‍યારે ખાંભાનાં કોટડા ગામ પાસે વળાંકમાં સામેથી આવતી એસ.ટી. બસનાં ચાલકે મોટર સાયકલને હડફેટે લઈ યુવકને ઈજા કરી ડાબા પગે ફેકચર કરી દેતાં આ અંગે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વરસડા-દુધાળા માર્ગ પર બાઈક સવારને આંતરીને રૂપિયા 31 હજારની લૂંટ કરાઈ

ર મોબાઈલ અને બાઈક લઈને લુટારૂઓ ફરાર થઈ ગયા
અમરેલી, તા.રપ
અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતા અતુલ મગનભાઈ બગડા નામના ર4 વર્ષીય શ્રમિક યુવાન ગત તા.ર3ના રોજ રાત્રે અમરેલી તાલુકાના વરસડા ગામેથી દુધાળા ગામે જવાના રસ્‍તે પોતાના મોટર સાયકલ ઉપરથી પસાર થતા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા ઈસમે તેમને રોકી ડબલ સવારી બાઈક ચાલકનાં બન્‍ને મોબાઈલ ફોન કિંમત રૂા. 1 હજાર આંચકી લઈ અને ત્રણ લાફા મારી ઈજા કરી મોટર સાયકલ નંબર જી.જે. 14એ.જે. 3147 કિંમત રૂા. 30 હજાર મળી કુલ રૂા. 31 હજારની લૂંટ ચલાવી નાશી ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

ભમ્‍મર ગામે આધેડને માર મારવાનાં બનાવમાં ત્રણ વર્ષની સખત કેદ

અમરેલી, તા. રપ
સાવરકુંડલા તાલુકાનાં ભમ્‍મર ગામે રહેતાં અને પશુ ચરાવવાનો વ્‍યવસાય કરતાં આરોપી હીપા જીવાભાઈ આહીર નામનાં 4પ વર્ષિય આધેડે ગત તા.ર0-9-13 નાં રોજ સવારે હમીરભાઈ કાનાભાઈ વાળાનાં ખેતરનાં શેઢે માલઢોર ચરાવતાં હોય, અને ભેંસ હમીરભાઈનાં ખેતરમાં વાવેલ કપાસમાં ભરવા લાગતાંતેમને પોતાની ભેંસ ખેતરની બહાર કાઢવાનું કહેતાં આરોપી હીપાને સારૂ નહી લાગતાં ગાળો આપવા લાગેલ અને લોખંડનાં પાઈપ વડે માર મારી ફેકચર કરી દઈ તથા અન્‍ય 3 સહીતનાં સામે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
આ અંગેનો કેસ અત્રેની ફોર્થ એડી. સેસન્‍સ અને સ્‍પે. કોર્ટ એટ્રોસીટી કોર્ટમાં ચાલી જતાં જજ શ્રી બી. ડી. ગૌસ્‍વામીએ આ કામનાં આરોપી હીપા જીવાભાઈને તકસીરવાન ઠરાવી કલમ 3રપમાં 3 વર્ષની સખત કેદ રૂા.પ હજાર દંડ, કલમ 3ર3માં છ માસની કેદ અને રૂા.1 હજાર દંડ તથા 447માં 1 માસની સખત કેદ રૂા.પ00 દંડની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એડવોકેટ એમ. બી. સોલંકીએ દલીલો કરી હતી.

અમરેલીનાં ગોખરવાળાનાં દીપક કથીરીયા અને બાબરાનાં ચરખાનાંકિશન વિકાણી સામે બળાત્‍કારની ફરિયાદ

નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય સૌને ન્‍યાય અપાવવા કટિબદ્ધ
અમરેલી, તા.રપ
અમરેલી પંથકમાં બળાત્‍કારની બે ઘટના સામે આવતાં મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બનાવની ગંભીરતા લઈ આગળની તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મુળ અમરેલીના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતી એક 36 વર્ષીય મહિલા સાથે ગોખરવાળા ગામે રહેતા દીપક ઉર્ફે દેવ માલાભાઈ કળસરીયા ગત તા.1/1/08થી તેણીને વિશ્‍વાસમાં લઈ લીવ ઈન રીલેશનશીપનો કરાર કરી અને આરોપી દીપકે પોતાની પત્‍નિને છુટાછેડા નહીં આપી, ભોગ બનનાર મહિલા સાથે લગ્ન નહીં કરી વિશ્‍વાસઘાત કરેલ હતો. અને આ ભોગ બનનાર મહિલાની ઈચ્‍છા વિરૂઘ્‍ધ શરીર સંબંધ બાંધી તથા સૃષ્‍ટિ વિરૂઘ્‍ધનું કૃત્‍ય કર્યાની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ અમરેલી મહિલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા આ બનાવ અંગે વિભાગીય પોલીસ વડા એલ.વી. મોણપરાએ વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજા બનાવમાં અમરેલીના ચરખા ગામના વતની અને હાલ અમરેલી રહેતી એક યુવતીની મરજી વિરૂઘ્‍ધ બાબરા તાલુકાના ચરખા ગામે રહેતા કિશન દેવરાજભાઈ વિકાણી નામના શખ્‍સે ગત તા.1/6/1પ થી તા.19/6/18 સુધી 3 વર્ષ સુધી તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ અવાર-નવાર સંભોગ કરી બળાત્‍કાર ગુજારેલ હતો.અને ભોગ બનનાર યુવતીને ધમકી આપી તેણીના નગ્ન ફોટા પડાવી અને તેણીના ભાઈ અને પાપાને જાનથી મારી નાખવા ધમકી આપેલ અને ભોગ બનનારના ગામમાં, શેરીમાં તથા તેણીના ઘરના પાસે પાડેલા ફોટા નાખી દઈ બદનામ કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પણ મહિલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે. આ બનાવની તપાસ મહિલા પોલીસ સ્‍ટેશનના પી.આઈ. આર.વી. દેસાઈ ચલાવી રહયા છે.
અત્રે ઉલ્‍લેખનીય છે આ બન્‍ને ફરિયાદ પોલીસમાં નોંધાવવા માટે ભોગ બનનાર અવાર-નવાર રજૂઆત કરવા માટે આવતી હોય, પરંતુ પોલીસ ફરિયાદ નોંધતી ન હોય, ત્‍યારે અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય અમરેલીમાં નિમણૂંક પામતા અને ફરજમાં બેદરકારી દાખવવા સબબ એક પી.આઈ.ને ફરજ મોકૂફ કરી દેતાં અમરેલી પોલીસ અધિકારી અગાઉની પેન્‍ડીંગ ફરિયાદો દાખલ કરી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ચાંચમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી સામે મહિલાઓમાં રોષ

નાના એવા ગામમાં મહિલાઓએ મદીરા વિરૂઘ્‍ધ મોરચો સંભાળ્‍યો
ચાંચમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી સામે મહિલાઓમાં રોષ
રાજુલાનાં નાયબ કલેકટરને રોષભેર આવેદનપત્ર પાઠવીને ધગધગતી રજુઆત કરી
પોલીસ વિભાગ દારૂ-જુગાર બંધ નહી કરાવે તો મહિલાઓએ દરોડો પાડવાની ચીમકી આપી
રાજુલા, તા. રપ
અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ અનેક ગામોમાં વર્ષોથી વિના રોકટોક દારૂ-જુગારનો ધમધમાટ જોવા મળે છે અને શ્રમજીવી અને ગરીબ પરિવારો બરબાદ થઈ રહૃાા છે. છતાં પણ સ્‍થાનિક પોલીસ કે રાજકીય આગેવાનો દારૂ-જુગારનાં દુષણને ડામવા કોઈ પ્રયાશ કરતાં નથી. આથી હવે જનતા જનાર્દનને આ દુષણને ડામવા આગળ આવવું પડે છે.
દરમિયાનમાં રાજુલાનાં ચાંચ ગામની મહિલાઓએ મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં નેજા હેઠળ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવીને ચાંચ ગામમાં ચાલતાં દેશીદારૂ અને જુગારનાં અડ્ડાઓ બંધ કરવાની માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, ગામનું યુવાધન દારૂ અને જુગારને લઈને બરબાદ થઈ રહૃાું છે. તો અનેક પરિવારો પણ મુશ્‍કેલીમાં મુકાયા છે. જો પોલીસ વિભાગ દારૂ-જુગારનાં અડ્ડા બંધ નહી કરાવે તો જનતા રેડ પાડવાની ચીમકી અંતમાં આપવામાં આવી છે.

અમરેલીનાં 67 વર્ષનાં દુલ્‍હા અને મુંબઈની પ7 વર્ષની દુલ્‍હન જીવનસાથી બની ગયા

અમદાવાદની ‘સથવારા’ સંસ્‍થાનાં માઘ્‍યમથી
અમરેલીનાં 67 વર્ષનાં દુલ્‍હા અને મુંબઈની પ7 વર્ષની દુલ્‍હન જીવનસાથી બની ગયા
દુલ્‍હા-દુલ્‍હન કુટુંબ ધરાવે છે છતાં પણ એકલતાથી કંટાળીને પ્રભુતામાં પગલા પાડયા
અમરેલી, તા. રપ
તા. રપ માર્ચે ગોવામાં મુલાકાત થઈ અને પછી જૂનના ગયા રવિવારે અમદાવાદમાં વાસણા મુકામે સિનિયર સિટીઝનના એક યુગલે લગ્ન કર્યા. અમરેલીના રહેવાસી રિટાયર્ડ સાયન્‍સ ટિચર, ભસથવારાભ ગૃપના મંત્રી લેખક, કવિ, સાહિત્‍યકાર એવા 67 વર્ષના અરવિંદભાઈ દવે પ7 વર્ષની મુંબઈ નિવાસી ગીતાભાટીયા સાથે લગ્નથી જોડાતા સથવારો મળી ગયો. બંને કુટુંબ સુખી પરિવાર પુત્ર-પુત્રવધૂ ધરાવે છે. પરંતુ બંનેને જીવનમાં જીવનસાથીનો ખાલીપો દેખાતો હતો. બંને ઘણા સમયથી એકલું જીવન પસાર કરતા હતા. એમાં અમદાવાદ વાસણામાં રહેતા નટુભાઈ પટેલ જે અનુબંધ ફાઉન્‍ડેશન નામનું વૃઘ્‍ધે ભજીવનસાથી મેળાભનું આયોજન કરે છે. જેમાં આફ્રિકાવાળા રિઝવાન આડતીયા ખૂબ જ મોટુ આર્થિક યોગદાન આપે છે. આ ગૃપ દ્વારા દર મહિને જુદા-જુદા રાજયોમાં જાણીતા સ્‍થળોએ 3-4 દિવસની ભવિના મૂલ્‍ય-મૂલ્‍યવાન શિબિરભભ થાય છે. જેમાં વિધવા, વિધુર, છુટાછેડાવાળા સિનિયર સિટીઝન ભારતભરમાંથી આવે છે. પ્રવાસમાં સાથે રહે એક બીજાનો પરિચય કેળવે અને મનગમતા પાત્રની શોધ કરે. પાત્ર પસંદ થતા પ્રમુખ નટુભાઈ પટેલ (સત્‍યમેવ જયતે ફેઈમ)ના માર્ગદર્શન દ્વારા પતિ-પત્‍નિ તરીકે જોડાયા.
અરવિંદભાઈ દવે અને ભાટીયાની મુલાકાત ગોવામાં સૌ પ્રથમ થઈ અને પ્રભાવિત થયા અને જીવનસાથી બનવાનું નકકી કર્યું. બંનેના પરિવાર, સ્‍વજનો, સૌની સંમતિ તથા ખુશી સાથે તા.10/6ના રોજ અમદાવાદ મુકામે રજિસ્‍ટર મેરેજ કર્યા. આ ટ્રસ્‍ટ દ્વારા સિનિયર સિટીઝનના 14રમાં રજિસ્‍ટર લગ્ન છે એમ પ્રમુખે જણાવ્‍યું.
દવે પર વિશાળ મિત્ર મંડળ, શિક્ષણ પ્રેમીઓ, મહાનુભાવો, સાહિત્‍યકારો, સિનિયરસિટીઝન, આગેવાનો તરફથી શુભેચ્‍છા અને અભિનંદનની વર્ષા થઈ. તેઓ સહૃદયી, સરળ, શિક્ષણપ્રેમી, સેવાભાવી વ્‍યકિતત્‍વ ધરાવે છે. ગીતાબેન ભાટીયાએ એક પ્રશ્‍નનો ઉતર પાઠવતા કહયું કે, ભજીવનમાં એકલતા મોટી ઉંમર ખૂબ વસમી છે. પુરૂષોને સ્‍નેહ અને સ્‍ત્રીઓને એ વખતે સહારાની જરૂર છે. હવે અમારી બંનેની એકલતા દૂર થઈ. હવે ભવિષ્‍યમાં અમે સિનિયર સિટીઝન મહિલા માટે ભદીકરીની ઘરભ બનાવવું સ્‍વપ્‍ન ધરાવીએ છીએ.

બગસરાનાં પૂ. આપાગીગાનાં મંદિરમાં થાળ ધરાવવાની વિધિ સંપન્‍ન

બગસરામાં સુપ્રસિઘ્‍ધ પૂ. શ્રી આપાગીગાના ગાદી મંદિરના સાનિઘ્‍યમાં જૂનાગઢ નિવાસી પોલીસ તાલીમ ભવનના એ.એસ.આઈ. છેલભાઈ નાડ તરફથી પૂ. આપાગીગાદેવણે થાળ ધરાવવાની વિધિ રાખવામાં આવેલ. આ પ્રસંગે જગ્‍યાના પ.પૂ. મહંત શ્રી જેરામબાપુ તેમજ સતાધાર લઘુ મહંતશ્રી વિજયબાપુની વિશેષ ઉપસ્‍થિતિ તેમજ ગધઈ સમાજના પ્રમુખ દાઉદભાઈ લલીયા તથા ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, પૂર્વ ધારાસભ્‍ય હેમેન્‍દ્રભાઈમહેતા, મોટાભાઈ સંવટ, બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ નિતીનભાઈ ડોડીયા, કોકીલાબેન કાકડીયા, ચંદ્રહાસભાઈ બસીયા, રશ્‍વિનભાઈ ડોડીયા, અનકભાઈ વાળા તેમજ બગસરા શહેરના અગ્રણીઓ તેમજ સમગ્ર ગધઈ સમાજની વિશેષ ઉપસ્‍થિતિ હતી. આ અવસરે બગસરા પૂ. આપાગીગાનું ગાદી મંદિર જીર્ણોઘ્‍ધારનું કામ શરૂ હોય તો સમગ્ર ગધઈ સમાજ તરફથી રૂા. 6,પ1,000નું આ મંદિરમાં દાન પૂ. જેરામબાપુને અર્પણ કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યમાં જગ્‍યાના કોઠારી શ્રી હરિબાપુ તેમજ જગ્‍યાના સેવક પરિવારે જહેમત ઉઠાવી હતી.

અમરેલીનાં મણિનગરને શહેરને જોડતો માર્ગ એક મહિનાથી બંધ

પાલિકાનાં શાસકોએ ગંભીરતા દાખવવી જરૂરી
અમરેલી, તા.રપ,
અમરેલીમાં નગરપાલિકા દ્વારા વિકાસના બણગા ફુંકવામાં આવે છે. ત્‍યારે અંદાજિત એક મહિનાથી પણ વધારે સમયથી મણિનગરને ગામમાં જોડતો રસ્‍તો બંધ થઈ ગયો છે. મણિનગરમાં આરસીસી રોડનું કામ ચાલુ હતું ત્‍યારે માલસામાન માટે ટ્રક આવ્‍યા ત્‍યારે મણિનગર રોડ ઉપર આવેલ મેઈન ગટર તૂટી ગયેલ. જેથી લોકો વાહનો તારવાડી પાસે પાર્કીંગ કરીને ચાલીને જવું પડે છે. ત્‍યારે રહીશો દ્વારા ચીફ ઓફિસરને અને કોન્‍ટ્રાકટરને અનેક ફરિયાદ કરવામાં આવી પણ મિલીભગતથી કોઈ સાંભળતું નથી.

દામનગરમાં બગીચા કૌભાંડમાં શાસકોની શંકાસ્‍પદ ભૂમિકા

નિવૃત્ત બેન્‍ક કર્મચારીએ ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરીને તપાસની માંગ કરતાં કૌભાંડ પ્રકાશમાં આવ્‍યું
દામનગરમાં બગીચા કૌભાંડમાં શાસકોની શંકાસ્‍પદ ભૂમિકા
જરૂરી મંજુરી વગર દલા તરવાડીની જેમ શાસકોએ લાખો રૂપિયા ઘરભેગા કરી દીધાનો આક્ષેપ
અમરેલી, તા. રપ
દામનગર શહેરમાં ગુજરાત સરકાર ઘ્‍વારા વર્ષ ર013/14માં સ્‍વર્ણિમ ગુજરાત હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવી શહેરના ગારીયાધાર રોડ પર આવેલ જમીન પર બગીચો બનાવવા આપેલ. ગ્રાન્‍ટમાં ખૂબ મોટી રકમની ઉચાપત કરી એજન્‍ડા આઈટમો વગર મોટી રકમો ચૂકવી પૂર્વ નગરપાલિકા શાસકોએ મોટું કૌભાંડ કરતા દામનગરનાં નિવૃત્ત બેન્‍ક કર્મચારીએ બગીચાની તપાસ માંગતા 3 વર્ષ કરતાં વધુ સમય વારંવાર સરકારની તપાસ વિઝીટ થઈ તપાસકર્તાઓ અને અરજકર્તાને સમજાવી અરજ પરત કહેવાનાં દબાણો કર્યા પણ અંતે મકકમ અરજદાર પુરાવા સાથે રજુઆતોકર્તા રહૃાા અને સરકારને કંઈક ખોટું થયાનું પુરવાર થયું જે બગીચો બનાવવા માટે પુરાણ દર્શાવી 16 લાખ ચુકવ્‍યા તે માટી એજન્‍ડા આઈટમાં છે નહિ 70 લાખ જેવી રકમબગીચામાં વાપરવાની હતી તેની જગ્‍યાએ માત્ર ચારથી પાંચ લાખ જેવો ખર્ચ કર્યાનું સ્‍થળે પુરવાર થાય છે. કામ કરતી એજન્‍સીને નાણાં ચુકવી દેનાર પૂર્વ પાલિકા શાસકોએ ભુગર્ભ ગટરમાં પણ ખૂબ મોટું કામ બાકી હોવા છતાં કમ્‍પ્‍લીશન સર્ટી પણ આપી          દીધું છે.
દામનગર બહુચર્ચિત બગીચાના કૌભાંડ સરકારે ખોટું થયાનું ઘ્‍યાને આવ્‍યું. કુલ 49 લાખના બગીચામાં માટી પુરાણના, રર લાખ અલગ મળી કુલ 71 લાખના બગીચામાં 43 લાખની રકમ ચુકવી દેનાર પૂર્વ પાલિકાનાં શાસકોએ બગીચામાં વધુ નાણાકીય લાભ માટે ખાનગી અભિપ્રાય મેળવી માટી પુરાણનાં નામે રૂપિયા રર લાખની વધુ જરૂરીયાતની દરખાસ્‍ત કરી એજન્‍ડા આઈટમમાં ન હોય તેવી આઈટમનાં નાણા પણ ચુકવી આપ્‍યા અને તે પણ કોઈ તાંત્રીક મંજુરી વગર.
દામનગર શહેરનાં ગારીયાધાર રોડ પર સ્‍વર્ણિમ ગુજરાત શહેરી વિકાસ વિભાગ તરફથી વર્ષ ર013/14માં મંજુર થયેલ ભગીચાની ગ્રાન્‍ટમાં મોટી નાણાકીય ઉચાપત કરનાર પૂર્વ નગરપાલિકા દામનગર વિરૂઘ્‍ધ તપાસ માંગતી રજુઆત દામનગરના જ નિવૃત બેન્‍ક કર્મચારીએ માંગતા આ મહાકૌભાંડમાં તપાસની જવાબદારીની ધીમીગતિ બાદ વારંવાર જવારદારીઓની ફેંકાફેંકી કરી ત્રણ વર્ષનાં અંતે સરકારને ખૂબ મોટા પ્રમાણમાં ખોટું થયાનું ઘ્‍યાને આવ્‍યું.
બગીચામાં સ્‍થળફેર અનેમાટી પુરાણના નામે મોટી નાણાકીય ઉચાપત કરનાર પૂર્વ પાલિકા શાસકોએ એજન્‍ડા આઈટમમાં ન હોય તેવી આઈટમોના પણ તાંત્રીક મંજુરીઓ વગર ચુકવી આપ્‍યા. આ બગીચાની સુગંદધ દામનગરની પ્રજાને આવે ત્‍યારે ખરી પણ પૂર્વ પાલિકાએ સુગંધ મેળવી તે વાત નકકી. આ બગીચાના કૌભાંડની ગેરરીતિઓ સામે શહેર વિકાસ વિભાગમાં અમરેલી જિલ્‍લા કલેકટરે રિપોર્ટ તો કર્યો પણ પગલાં લેવાશે કે કેમ ? ધારાસભ્‍ય પણ ઘ્‍યાન આપી જવાબદારી સામે કાયદેસર કાર્યવાહી કરે તે જરૂરી છે. તેમ શહેરીજનો ઈચ્‍છી રહૃાાં છે.

અમરેલી નાગરિક સહકારી બેન્‍કની ગ્રાહકલક્ષી બેઠક યોજાઈ

રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની ગાઈડલાઈન મુજબ ભદરેક બેંક દ્વારા પોતાના ગ્રાહકો સાથે મિટીંગ યોજી તેમને બેંકની નવી નવી યોજનાની માહિતી પુરી પાડવી તેમજ બેંકના ગ્રાહકોને કોઈપણ પ્રશ્‍નહોય તો તેનું યોગ્‍ય નિરાકરણ થાય તેવા પ્રયત્‍નો કરવા.ભ રિઝર્વ બેંકની આ ગાઈડલાઈન અંતર્ગત અમરેલી નાગરિક સહકારી બેંક લી. દ્વારા બેંકના સભાસદો અને વેપારીઓના વેપારને પ્રોત્‍સાહન આપવા માટે તા.1/7થી ધિરાણના તમામ વિભાગમાં વ્‍યાજદરમાં વ્‍યાપક ઘટાડો કરેલ હતો. જેનો સંતોષકારક પ્રતિસાદ મળતા તેમજ બેંકના સભાસદો અને વેપારીઓની રજૂઆત મુજબ બેંક દ્વારા તા.1/પ/18થી બેંક દ્વારા કેશ ક્રેડીટહાઈપોથીકેશન, હાઉસીંગ લોન તેમજ બેંકની બાંધી મુદતની થાપણ સામે લોનના વ્‍યાજદરમાં ઘટાડો કરવામાં આવેલ છે. જેની તમામને સરળ સમજણ મળી રહે તે માટે તેમજ બેંકનો ઉતરોતર વિકાસ થાય તે માટે જરૂરી હોય તેવા સલાહ સૂચનો કે પ્રશ્‍નોની રજૂઆત કરવા માટે ગ્રાહક મિટીંગનું આયોજન બેંકના ચેરમેન ભાવિનભાઈ સોજીત્રા તેમજ બેંકના ડિરેકટર પી.પી. સોજીત્રાની અઘ્‍યક્ષતામાં તા.ર4/6ના રોજ હોટલ એન્‍જલ ખાતે રાખવામાં આવેલ હતું. આ તકે બેંકના ડિરેકટર પી.પી. સોજીત્રા દ્વારા અમરેલી નાગરિક સહકારી બેંક લી.નો ગ્રાહકલક્ષી કામગીરીનો સવિસ્‍તાર ચિતાર આપ્‍યો અને તેમણે બેંકનો ઉતરોતર વિકાસ થાય તે માટે જે રીતે તમામ સભાસદો તથા વેપારીઓનો સાથ અને સહકાર મળતો રહયો છે અને આગળ પણ મળતો રહેશે તેવી અભ્‍યર્થના વ્‍યકત કરી. આ તકે અમરેલના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ એ.ડી. રૂપારેલ તથા બેંકના માજી. મેનેજર જી.બી. માંગરોળીયાએ અન્‍ય બેંકોની સરખામણીમાં અમરેલી નાગરિક સહકારી બેંકની કામગીરીને બિરદાવી હતી. ગ્રાહક મિટીંગમાં હાજર રહેલ તમામ સભાસદો તથા વેપારી મિત્રોને નવા ઘટાડેલ વ્‍યાજદર બાબતે સવિસ્‍તાર સમજ બેંકના જનરલ મેનેજર આવિષ્‍કાર ચૌહાણ દ્વારા પુરી પાડવામાં આવેલ હતી. તેમજ બેંક દ્વારા હાલમાં જ શરૂ કરવામાં આવેલ એટીએમની સેવામોબાઈલ એપ્‍લીકેશન (વ્‍યૂ ફેસેલીટી)ની સેવા વિશે પણ માહિતી પુરી પાડવામાં આવેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન બેંકના આસી. મેનેજર દિલીપ ધોરાજીયા દ્વારા કરવામાં આવ્‍યું. ભવિષ્‍યમાં પણ આવી ગ્રાહકલક્ષી મિટીંગનું આયોજન કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્‍યું.

બાબરામાં નવજીવન હોસ્‍પિટલનો ઉત્‍સાહભેર પ્રારંભ થયો

બાબરામાં નવજીવન હોસ્‍પિટલનો ઉત્‍સાહભેર પ્રારંભ થયો
બાબરા ખાતે અમરેલી નાગરિક ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત નવજીવન જનરલ હોસ્‍પિટલનો મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં અમરેલી નાગરિક ચેરીટેબલ ટ્રસ્‍ટ પ્રમુખ પી.પી. સોજીત્રા, અમરેલી જિલ્‍લા સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, અમરેલી નાગરિક સહકારી બેંક ચેરમેન ભાવીનભાઈ સોજીત્રા તથા મેનેજીંગ ડિરેકટર જયેશભાઈ નાકરાણી, ટ્રસ્‍ટી અર્જુનભાઈ તથા જે.પી. સોજીત્રા, એ.પી.એમ.સી.બાબરાના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ તથા ડિરેકટર બીપીનભાઈ રાદડીયા, બાબરા નગરપાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ, અગ્રણી ઉદ્યોગરત્‍ન મનુભાઈ દેસાઈ તથા લાલજીભાઈ દેસાઈ, નવજીવન જનરલ હોસ્‍પિટલ ડોકટર ટીમ વગેરે હાજર રહયા હતા. જેમની ઉપસ્‍થિતિમાં આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.  અને આ શુભ પ્રસંગે ઈશ્‍વર કૃપાની અમીવર્ષા પણ ખૂબ જ સારી થતા બાબરા તાલુકાના લોકોમાં ભારે અનેરો ઉત્‍સાહ અને આનંદ જોવા મળ્‍યો હતો. કેમકે બાબરામાં આધુનિક હોસ્‍પિટલની શરૂઆત થતા લોકોને રાહત દરે ઉતમ આરોગ્‍ય સેવાઓ પ્રાપ્‍ત થશે તથા લાંબા સમયના વિરહ બાદ મેઘમહેર થતા લોકો પણ હોસ્‍પિટલ શુભારંભ માટે ખૂબ જ ઉત્‍સાહીત હતા. બાબરામાં નવજીવન જનરલ હોસ્‍પિટલનો શુભારંભ થતા ફુલ ટાઈમ ગાયનેકોલોજીસ્‍ટ (સ્‍ત્રીરોગ નિષ્‍ણાંત) તથા જનરલ સર્જન સેવા આપશે. રાહત દરે સામાન્‍ય કે જોખમી પ્રસૂતિ, સિઝેરીયન, એપેન્‍ડીકસ, સારણગાંઠ, વંધરાવળ વગેરે તમામ પ્રકારના ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશે. હોસ્‍પિટલમાં જ ર4 કલાક ઈમરજન્‍સી સારવાર, મેડિકલ સ્‍ટોર, લેબોરેટરી, સ્‍પેશ્‍યલ રૂમ, જનરલ રૂમ, એકસ-રે, સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્‍ધ છે. બાબરા શહેર તથા આસપાસના તમામ વિસ્‍તારના લોકોને આ આધુનિક હોસ્‍પિટલનો લાભ મળે તથા ઉતમ આરોગ્‍ય પ્રાપ્‍ત થાય તે જ શુભેચ્‍છા.

અવસાનનોંધ

અવસાનનોંધ
અમરેલી : લાઠી નિવાસી, હાલ અમરેલી સ્‍થા. જૈન સંઘના માજી પ્રમુખ જયંતિલાલ વનમાળીદાસ કાપડી (ઉ.વ.80) તેઓ નિર્મળાબેન ગાંડાણીના ભાઈ, સંજયભાઈ, કલ્‍પેશભાઈ, અંકુરભાઈ કાપડી, શિલ્‍પાબેન શાહના પિતાજી તથા જૈનીલ, દર્શીલ, કલ્‍પ તથા કિંજલના દાદા તા.ર4/6ને રવિવારના રોજ અરીહંત શરણ પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા.1/7ને રવિવારના રોજ સવારના 10 કલાકે જૈન મહાજન વાડી, ચાવંડ ગેઈટ પાસે, લાઠી મુકામે રાખેલ છે.
રાજુલા : અતુલકુમાર દિનકરરાય વ્‍યાસ (ઉ.વ.પ0)નું તા.ર4/6ના રોજ અવસાન થયેલ છે. તે અખિલકુમાર અતુલકુમાર વ્‍યાસ, હેતલબેન વિવેકકુમાર પંડયા (અમદાવાદ)ના પિતાજી થાય. તેમજ મધુભાઈ જોષી, બાબુભાઈ જોષી, ભુપતભાઈ જોષી, કિશોરભાઈ જોષીના ભાણેજ થાય તેમની સાદડી તા.ર8/6ને ગુરૂવારના રોજ 3 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.પ/7ના રોજ તેમના નિવાસ સ્‍થાન ગોકુળનગર, બાયપાસ બાજુમાં, રાજુલા રાખેલ છે.
ચલાલા : દરબાર દડુભાઈ રાણીંગભાઈ જેબલીયાના ધર્મપત્‍નિ તેમજ નાની ગરમલીના શિક્ષક જકાભાઈ જેબલીયા, કમીકેરાળાના આચાર્ય હરેશભાઈ જેબલીયા અને સુર્પાડીશવાળા નિલેશભાઈ જેબલીયાના માતુશ્રી ઈન્‍દુબેન જેબલીયા (ઉ.વ.7ર)નું ચલાલા ખાતે તા.ર3/6ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા (કારજ) તા.3/7નેમંગળવારના રોજ બ્રહ્મસમાજની વાડી, ચલાલા ખાતે રાખેલ છે.

બાબરામાં બ્રહ્મસમાજે જાગૃત્ત ખેડૂતનું શૌર્ય સન્‍માન પત્ર અર્પણ કરી સન્‍માન કર્યુ

બાબરામાં થોડા દિવસો પહેલા બ્રહ્મસમાજની દીકરીને બે ઈસમોએ અપહરણ કર્યુ હતું પણ હજુ અપહરણકારો કિશોરીને શહેરથી દૂર લઈ ને જાય તે પહેલાં જાગૃત્ત ખેડૂત લાભુભાઈ પાંભરે અપહરણકારોને પડકારતા તેઓ દીકરીને મુકી નાસી છૂટયા હતા. બાદમાં આ ખેડૂતે તે કિશોરીને પોતાના ઘરે સુરક્ષિત પહોંચાડેલ. જાગૃત ખેડૂત લાભુભાઈ પાંભર ર્ેારા માનવતાનું ઉત્તમ કાર્ય કરવા બદલ બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજ ર્ેારા ગૌરવની લાગણી વ્‍યકત કરી તેઓનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અહીં શહેરમાં ગાયત્રી મંદિર ખાતે સમસ્‍ત બ્રહ્મસમાજનાં આગેવાનો ર્ેારા શૌર્ય સન્‍માન પત્ર આપી ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે વર્િેાન ભૂદેવો ર્ેારા વેદોકત મંત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજનાં અગ્રણી અરુભાઈ શુકલ, રાજુભાઈ તેરૈયા, ઉદયનભાઈ ત્રિવેદી, નરૂભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ ત્રિવેદી, મનોજભાઈ કનૈયા, જીતુભાઈ ત્રિવેદી, નરેન્‍દ્રભાઈ રાવલ, અતુલભાઈ ત્રિવેદી, કિરીટભાઈ ઈન્‍દ્રોડીયા, નરેશભાઈ ઉપાઘ્‍યાય, વસંતભાઈ ભટ્ટ, શાંતિભાઈ ત્રિવેદી, બાવકુભાઈ ત્રિવેદી, મુકેશભાઈ મહેતા, જીતુભાઈ જાની, ભાર્ગવભાઈ જોષી, મહેશભાઈરાજયગુરુ સહિત મોટી સંખ્‍યામાં સમસ્‍ત બ્રહ્મસમાજનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ દવે ર્ેારા કરવામાં આવ્‍યું હતું તેમજ આભારવિધિ અરવિંદભાઈ ત્રિવેદી ર્ેારા કરવામાં આવ્‍યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત બ્રહ્મસમાજનાં યુવાનો ર્ેારા ભારે જહેમત ઉઠાવી હતી.

26-06-2018