Main Menu

Saturday, June 23rd, 2018

 

અમરેલી શહેરમાં રખડતા પશુઓને ઝડપવા માટે પાલિકા દ્વારા જુદી-જુદી ટીમની રચના કરવામાં આવી

પોલીસ અને પાલિકાનાં શાસકો દ્વારા આજથી કાર્યવાહી શરૂ
અમરેલી શહેરમાં રખડતી ગાયોનો પ્રશ્‍ન ભુતકાળ બની જશે
રખડતા પશુઓને ઝડપવા માટે પાલિકા દ્વારા જુદી-જુદી ટીમની રચના કરવામાં આવી
અમરેલી, તા. રર
અમરેલી શહેરમાં રખડતી-ભટકતી ગાયો અને વિકરાળ બનેલ ટ્રાફીક સમસ્‍યા હવે દુર થવાની શકયતાઓ ઉભી થઈ છે. અને નવનિયુકત એસ.પી. નિર્લિપ્‍ત રાયે શહેરીજનોની વર્ષો જુની સમસ્‍યા દુર કરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળેલ છે.
અમરેલીનાં લાયબ્રેરી માર્ગ પર દર રવિવારે ભરાતી ગુજરી બજારનું સ્‍થળાંતર ગાંધીબાગ સામે કરાશે, ભીડભંજન મંદિર નજીક સવારે ટ્રાફીકજામ કરતાં શ્રમજીવીઓને વિશ્‍વકર્મા ભવન નજીક ઉભા રહેવાની તાકીદ કરાશે અને શાકમાર્કેટમાંથી પાથરણાવાળાને પણ હટાવી લેવાનો નિર્ણય થયાનું જાણવા મળેલ છે.
દરમિયાનમાં શહેરમાં છેલ્‍લા ર દાયકાથી માથાનાં દુઃખાવારૂપ બનેલ રખડતી-ભટકતી ગાયોનો પ્રશ્‍ન પણ પાલિકા અને પોલીસે હાથ પર લીધો છે અને આવતીકાલથી પાલિકા ઘ્‍વારા જુદી-જુદી ટીમની રચના કરવામાં આવેલ છે. અને કોઈપણની શેહશરમ રાખ્‍યા વગર કડક કાર્યવાહી કરવાનાં જરૂરી આદેશો આપી દેવામાં આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે.
જો શહેરની વર્ષો જુની ટ્રાફીક અને રખડતા પશુઓની સમસ્‍યા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય દુરકરશે તો શહેરની દોઢ લાખની જનતા તેમનું ઋણ કયારેય નહી ભુલે તે હકીકત છે.

અમરેલી જિલ્‍લાની એકમાત્ર બ્‍લડ બેન્‍કને બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવા માંગ

ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝ દ્વારા
અમરેલી જિલ્‍લાની એકમાત્ર બ્‍લડ બેન્‍કને બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવા માંગ
અમરેલી, તા.રર
અમરેલીની બ્‍લડ બેન્‍કને બંધ કરવાનો નિર્ણય કરાતાં ડાયનેમિક ગૃપનાં પ્રમુખ હરેશ બાવીશીએ રાજયનાં મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે,અમરેલી જિલ્‍લાની આશરે સોળ લાખ વસ્‍તી છે. તથ સમગ્ર જિલ્‍લામાં દર મહિને સાતસો (700) કરતા પણ વધારે રકતના યુનિટની જરૂરીયાત રહે છે. જે અત્‍યાર સુધી ઈન્‍ડિયન રેડક્રોસ સંચાલિત બ્‍લડબેંક પુરૂ પાડતી હતી. જિલ્‍લામાં લગભગ સો(100) કરતા પણ વધારે દર્દીઓ તથા બાળકો થેલેસેમિયાના દર્દી બિમારીથી પીડાય છે. જેની નિયમિત લોહીની જરૂરીયાત હોય છે. જે અમરેલીની એકમાત્ર બ્‍લડબેંક પુરૂ પાડતી પરંતુ અમરેલીની બ્‍લડબેંક બંધ કરવાના સરકારના નિર્ણયથી વર્તમાન સમયે જિલ્‍લાના દર્દીઓ તથા હોસ્‍પિટલ ધરાવતા તબીબોને ડીલીવરી, અકસ્‍માત તથા ઈમરજન્‍સીન કિસ્‍સામાં રાજકોટ, ભાવનગર, વડોદરા કે અમદાવાદ સુધી બ્‍લડ મેળવવા પ્રયત્‍નો કરવા પડે છે.
વધુમાં જણાવેલ છે કે, રકતદાતાઓમાં રકતદાનની જાગૃતિ આવે તથા જરૂરીયાતમંદને નિયમિત તથા સમયસર રકત મળી જાય તેવા આશરે 14 જુનથી ર1 જુનસુધી વિશ્‍વ રકતદાન દિન તથા પખવાડિયુ ઉજવાય છે. પરંતુ 16 જુન થી અમરેલીની બ્‍લડબેંક બંધ કરવાના સરકારના એકા એક નિર્ણયથી હાલ સમગ્ર જિલ્‍લો રકત વગર પારાવાર મુશ્‍કેલીઓ અનુભવી રહયો છે.
વધુમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લાની ગરીબ તથા મઘ્‍યમવર્ગન દર્દીઓને જરૂરીયાતના સમયમાં લોહી સરળતાથી તથા ઝડપથી મળી રહે તે માટે જિલ્‍લાની સ્‍વૈચ્‍છીક તથા સેવાભાવી સંસ્‍થાઓ રકતદાન શિબિરોનું આયોજન કરીને જિલ્‍લાની એકમાત્ર બ્‍લડબેંકની જરૂરીયાત પુરી કરે છે. પરંતુ સરકારના આવા એકપક્ષીય નિર્ણયથી છેલ્‍લા એક સપ્‍તાહથી જિલ્‍લાની બ્‍લડબેંક રકતદાન શિબિરો યોજે છે. પરંતુ એકઠું થતું લોહી રાજકોટવાળા આવીને લઈ જાય છે. જે બાબતની જાણ સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓને પણ નથી અને ઉદારદિલથી રકતદાન કરતા રકતદાતાને પણ નથી. અમરેલી જિલ્‍લાના દર્દીઓ માટે જિલ્‍લાની સંસ્‍થાઓ રકતદાન શિબિરોનું આયોજન કરીને જિલ્‍લાના રકતદાતાઓ રકતદાન કરે અને સંચાલકો આવેલું રકત રાજકોટવાળાને પધરાવે તે કેટલું વ્‍યાજબી ???
વધુમાં જણાવેલ છે કે, જિલ્‍લાની એકમાત્ર ઈન્‍ડિયન રેડક્રોસ બ્‍લડબેંકના ઈન્‍સપેકશન દ્વારા જે ટેકનીકલ ક્ષતિ જણાઈ આવી હોય અને તેના માટે સંચાલકો, ડોકટર, ટેકનિશયન જે કોઈ જવાબદાર હોય તેના પર કડક પગલા લેવા જોઈએ પરંતુ સંચાલકોની બેદરકારીનો ભોગજિલ્‍લાની 16 લાખ વસ્‍તી શા માટે બને ??? અમરેલી જિલ્‍લામાં જાહેર સુખાકારીના સંશોધનોનો આમેય પહેલેથી અભાવ છે. એક માત્ર જિલ્‍લાના દર્દીનારાયણની સેવા કરતી બ્‍લડબેંક હતી તે પણ બંધ કરવાના નિર્ણયથી હાલ તો જિલ્‍લાના દર્દીઓ દર – દર ભટકી રહયા છે. જિલ્‍લામાંથી સમયસર લોહી ન મળવાથી દર્દીનું મૃત્‍યુ થાય ત્‍યાં સુધી નિર્ણયના લેવાય એવો ઘાટ જિલ્‍લાનો ઘડાયો છે. ત્‍યારે સમગ્ર જિલ્‍લાની સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ વતી બ્‍લડબેંકના સંચાલનમાં જણાય આવેલ ક્ષતિઓ માટે જવાબદારો સામે કડક પગલા લઈને તાત્‍કાલીક અસરથી અમરેલીની બ્‍લડબેંક બંધ કરવાના સરકારશ્રીના નિર્ણયને પાછો ખેંચીને જિલ્‍લાના દર્દીઓની તરફેણમાં આરોગ્‍યલક્ષી નિર્ણય લેવા અંતમાં માંગ કરી છે.

અમરેલી જિલ્‍લાનું મહાકાય રેશનિંગ કૌભાંડ ભીનું સંકેલાયું

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાનો આક્ષેપ
અમરેલી જિલ્‍લાનું મહાકાય રેશનિંગ કૌભાંડ ભીનું સંકેલાયું
સુરતમાં કૌભાંડ કરનાર મહિનાઓથી જેલમાં અને તેવું જ કૌભાંડ અમરેલીમાં કરનારનો વાળ વાંકો
થતો નથી
અમરેલી, તા. રર
અમરેલી જિલ્‍લાનાં બહુચર્ચિત રેશનીંગ કૌભાંડને ભીનું સંકેલવામાં આવ્‍યું હોવાનાં આક્ષેપ સાથે આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કલેકટર અને એસપીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લામાં વિવિધ તાલુકાની ર4થી વધુરેશનીંગની દુકાન સામે 3પ0થી વધુ રેશનીંગની દુકાનથી ખોટા ફિંગર આપી બીજાના નામોથી માલ ઉપાડી ગયાની વિગતો પુરવઠા વિભાગ અમરેલીને આપેલ જેને 6 માસ જેવો સમય થયો તે પૈકી માત્ર 11 દુકાનદારો સામે જ પોલીસ ફરિયાદ કરેલ અને તેમાં પણ 10 ફરિયાદમાં તપાસનીશ અધિકારી તેના રાઈટર અને પુરવઠાના અધિકારી, કર્મચારીઓએ ગોઠવણ કરી ફરિયાદ દાખલ કરી સરકારના અને ગરીબોનાં રેશનીંગ ચોરો-કાળા બજારીયા અને જેના સોફટવેરથી આ બધી કરોડોનાં રેશનીંગનાં સરકારના ઘઉં, ચોખા, ખાંડ, મીઠુ અને કેરોસીનનો જથ્‍થો બારોબાર વેચી મારી રાજય સરકારની તિજોરીને કરોડોનું નુકશાન પહોંચાડી સરકારની ગરીબલક્ષી યોજના રફેદફે કરી નાંખેલ છે.
વધુમાં જણાવેલ છે કે, અમરેલીમાં રેશનીંગ સબબ પોલીસ ફરિયાદ દાખલ થયેલ તેવી જ સુરત પોલીસમાં 8 ફરિયાદ દાખલ થયેલ. જેમાં હાલ સુધી કોઈ આરોપીને જામીન થયેલ નથી. તો એક જ રાજયનાં બે જિલ્‍લામાં આવી બાબત પાછળ તપાસમાં આર્થિક-નાણાકીય કે રાજકીય દબાણ સિવાઈ શકય નથી જે બાબત અતિગંભીર છે.
વધુમાં જણાવેલ છે કે, (1) જે મૃતક લોકોનાં રેશનીંગ કાર્ડ ચાલું કરનાર પુરવઠા અને તલાટી અભિપ્રાય હોય તેની તપાસ થવી. રેશનકાર્ડ એપીએલમાંથી બીપીએલ કે એએવાય બન્‍યું તો તેના અભિપ્રાય કરનારકર્મચારી અને મંજૂર કરનાર મામલતદારની તપાસ થવી. (ર) રેશનીંગની દુકાનો અગાઉ અનેકવાર માત્ર લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરી ભીનું સંકેલી દેવાયું છે તેની તપાસ થવી. (3) અમોએ જે દુકાનમાં ખોટા કાર્ડ કે લાભાર્થીની હાજરી વગર જથ્‍થો અપાયો હતો તેમાં 4થી 10 કાર્ડ ધારકનાં નામ-પુરાવા આપ્‍યા તેટલી જ તપાસ કેમ કરી ? આખી દુકાનમાં રહેલ તમામ કાર્ડની તપાસ કેમ ના કરી ? તેની તપાસ થવી. (4) અમરેલી જિલ્‍લાની પોલીસ ઘ્‍વારા પકડેલ સરકારનો રેશનીંગનો જથ્‍થો અમરેલી પુરવઠાના છેલ્‍લા ર વર્ષમાં લાખોનો પુરવઠાને ઘઉં, ચોખા, કેરોસીન વિગેરે સોંપેલ તેની તપાીસમાં પોલીસ ફરિયાદ કેમ દાખલ ના કરાવી તેની તપાસ થવી. (પ) અમરેલી તાલુકાનાં રીકડીયા ગામનાં રેશનીંગમાં તા. 31/7/17નાં ગેરરીતિ મળી તેમાં પોલીસ ફરિયાદ શા માટે દાખલ ના કરી ? તેની તપાસ થવી. (6) રેશનીંગની 10 પોલીસ ફરિયાદમાં એકપણ આરોપીની પોલીસે ધરપકડ ના કરી તેના કોર્ટમાં આગોતરા જામીન થવા દીધા અને આરોપીના જવાબોમાં ભભઅમોએ રેશનીંગ ચોરી કરી પણ પક્ષીને ચણ નાખી દેતાભભ તેવા જવાબ આપેલા. તેવા જવાબ છતાં પુરવઠાને ના ખુલાસો પુછાયો તેની તપાસ થવી. (7) સુરત કેસમાં આવી જ ફરિયાદમાં સોફટવેર વેંચનાર, તમામની ધરપકડ થઈ તો અમરેલીના કેસમાં કેમ પગલા નથી ?તેની તપાસ થવી. (8) અમરેલી જિલ્‍લામાં કરોડોની ચોરી રેશનીંગનાં જથ્‍થાની થઈ તો પુરવઠા અધિકારી-પુરવઠા ઈન્‍સ., પુરવઠા મામ., તાલુકા સામે કોઈ ખાતકીય તપાસ કે પગલા નથી ભરાયા તેની તપાસ થવી. (9) અમરેલી પુરવઠા વિભાગમાં વર્ષોથી ઘણા અધિકારી / કર્મચારી ફરજ બજાવે છે તેની પણ તપાસ થવી અને જવાબદારી નકકી કરી પગલા ભરવા. (10) રેશનીંગની 10 ફરિયાદમાં તપાસને રફેદફે કરનાર અધિકારી અને વર્ષોથી આજ કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મી સામે ખાતાકીય તપાસ કરવા આ બાબતની તપાસ કામે સઘળી હકીકત આપ સમક્ષ મુકીએ છીએ. તો આ કામે મારી જયાં પણ પોલીસ કે તપાસનીશ અધિકારીને તપાસનાં કામે જરૂર જણાય ત્‍યારે પુરાવા સાથે સહકાર આપવા હાજર રહીશ. તો આ બધી જ બાબત અત્‍યંત ગંભીરતાથી લઈ સત્‍વરે પગલા ભરી ગરીબોનાં રેશનીંગ ચોર સામે પગલા ભરવા અંતમાં માંગ કરેલ છે.

ભુખલીસાથળી અને લુણીધારમાં જુગાર રમતા શખ્‍સો ઝડપાયા

વડીયા, તા.રર
વડીયા તાલુકાના ભુખલીસાથળી ગામે સ્‍ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા અશ્‍વિન વિઠલ વઘાસીયા, રાજેશ રવજી દુધાત, અનિલ શામજી ઠુમર, મનસુખ હરદાસ આહીર, સુધીરવજુ વઘાસીયા, હરેશ પરશોતમ પેથાણી, પંકજ મનુ દેસાઈ, સુભાષ ધીરૂ પેથાણી, અભય ધીરૂ ભેસાણીયા, કેશુ કરમસિંહ પેથાણી સહિતના જાહેરમાં કુંડાળુ વળી જુગાર રમતા 33,380 રોકડ રકમ અને 4 મોટર સાયકલ જેની કિંમત રૂા. 70 હજાર મળી કુલ 1,03,380ના મુદામાલ સાથે ઝડપી પાડેલ તેમજ વડીયા તાલુકાના લુણીધાર ગામે જાહેરમાં જુગાર રમતા ભરત કરસન શીંગાળા, હિતેશ ધીરૂ ગોહિલ, ધનજી પોપટ બાવળીયા, અશોક જીતુ ડેર સહિતનાઓ જાહેરમાં જુગાર રમતા 6630ની રોકડ રકમ સાથે ઝડપી પાડેલા તેમજ વડીયા તાલુકાના ભુખલીસાથળી ગામે જુગાર રમતા ત્રીજા શકુનીઓને ઝડપી પાડેલ વિઠલ બાવા, ભીખા નાનજી, શંભુ કલ્‍યાણ અને ગોવિંદ ભીખાને 6પ40 રોકડ રકમ અને એક મોટર સાયકલ મળી કુલ રૂા. ર1પ40ના મુદામાલ સાથે ઝડપી પાડેલ. ત્રણેય રેડની કુલ રકમ રૂા. 1,31,પપ0ના જુગારધામ પર રેડ કરી ઝડપી પાડેલ નવનિયુકત પીએસઆઈ જી.ડી. આહીરે જણાવેલ કે વિસ્‍તારમાં જુગાર, દારૂ કે કોઈ કેફી પીણું કે ટ્રાફિક જેવા અને આવારા તત્‍વો સાનમાં સમજી જાય નહીંતર તેઓની ખેર નથી.

અમરેલી જિલ્‍લામાં ભીમ અગિયારસને લઈને પોલીસ દ્વારા જુગારીઓ પર બાજનજર

અમરેલી, તા.રર
આવતીકાલ તા.ર3/6ના રોજ ભીમ અગિયારસનો તહેવાર હોય ઉપરાંત શનિ-રવિની જાહેર રજાઓ આવતી હોયજેથી જુગારીઓ દ્વારા મોટા પ્રમાણમાં જુગાર રમવાની, રમાડવાની પ્રવૃતિ કરવામાં આવે તેવી શકયતાઓ હોય જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા ખાસ એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ છે. જે અન્‍વયે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ચુનંદા ટીમો બનાવી જિલ્‍લામાં અલગ અલગ જગ્‍યાએ આવી ટીમો દ્વારા જુગારની પ્રવૃતિ કરતા ઈસમો પર વોચ રાખી, જુગારના વધુમાં વધુ કેસો કરી આવી પ્રવૃતિ કરતાં જુગારીઓને પકડી કાયદાનો અહેસાસ કરાવવાનું આયોજન કરવામાં      આવેલ છે.

અમરેલી જિલ્‍લા જેલમાંથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસમાં ફરિયાદ

અમરેલી, તા. રર
અમરેલી જિલ્‍લા જેલમાં ગઈકાલે સાંજે ચેકીંગ હાથ ધરવામાં આવતાં જિલ્‍લા જેલમાં યાર્ડ નં.6 નાં બેરેક નં.1રમાં લાદી નિચે બિનવારસી રાખેલ મોબાઈલ ફોન મળી આવતાં આ અંગે ઋતુરાજસિંહ પી. રાણાએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્‍લા પંચાયતનાં પ્રમુખપદે જેનીબેન ઠુંમરની ફરી વરણી થઈ શકે ?

હાઈકોર્ટ અઢી-અઢી વર્ષનો કાર્યકાળ રદ કરે તો
જિલ્‍લા પંચાયતનાં પ્રમુખપદે જેનીબેન ઠુંમરની ફરી વરણી થઈ શકે
અરજીકર્તાએ રાજય સરકારનો અઢી-અઢી વર્ષનો નિયમ કાયદા વિરૂઘ્‍ધ હોવાનું જણાવ્‍યું છે
અમરેલી, તા. રર
રાજય સરકારે ર01પમાં તાલુકા અને જિલ્‍લાપંચાયતોનાં પ્રમુખો અને ઉપપ્રમુખોની પ વર્ષની મુદત ઘટાડી એઢી-અઢી વર્ષની કરી નાખેલ. તેની સામે કોંગ્રેસ શાસિત અમુક જિલ્‍લા પંચાયતના સુકાનીઓએ હાઈકોર્ટમાં રીટ કરેલ. જેમાં અરજદારે પ વર્ષની મુદત યથાવત રાખવાની માંગણી કરેલ. હાઈકોર્ટે આ મુદે જવાબ રજૂ કરવા સરકારને નોટીસ આપી છે અને આગળની સુનાવણી ર6 જુલાઈએ રાખી છે. બે દિવસ પહેલા જ મોટાભાગની તાલુકા-જિલ્‍લા પંચાયતોમાં અઢી વર્ષની મુદત પુરી થતાં નવા સુકાનીઓની વરણી કરવામાં આવી છે. અમુક પંચાયતોમાં રાજકીય ઉથલ-પાથલ થઈ ગઈ છે. જો હાઈકોર્ટ અઢી-અઢી વર્ષનો કાર્યકાળ રદ કરી પ વર્ષની મુદત યથાવત રાખતો ચુકાદો આપે તો નવા ચૂંટાયેલા તમામ પ્રમુખોએ સત્તા છોડવી પડે અને જૂના સુકાનીઓ મૂળ સ્‍થાને ફરીથી સ્‍થાપિત થાય તેવી સંભાવના જાણકારો    નિહાળી રહૃાા છે. આવા સંજોગોમાં કાનૂની જંગ જામવાની શકયતા રહે છે.
અરજીકર્તાઓએ સપ્‍ટેમ્‍બર ર01પમાં જિલ્‍લા પંચાયતોના પદાધિકારીઓની મુદત ઘટાડવા રાજય સરકાર ઘ્‍વારા કરવામાં આવેલા ફેરફારોની બંધારણીય માન્‍યતા પર પ્રશ્‍ન ઉઠાવ્‍યો છે. સરકારે નગરપાલિકા અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખોની મુદતમાં વધારો કર્યો છે અને તેને પંચાયતો માટે ઘટાડી દીધો છે.
અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે, રાજય સરકારમ્‍યુનિસિપાલિટી માટે આવા કાનૂન બનાવી શકે છે, પરંતુ પંચાયતો માટે નહીં. સરકાર પાસે પંચાયતમાં આ પરિવર્તન લાવવાની સત્તા નથી કારણ કે, પંચાયત અધિનિયમ ચૂંટાયેલા સભ્‍ય અને પદાધિકારીઓની પદ પાંચ વર્ષની છે. પંચાયતના પદાધિકારીઓની મુદતમાં ઘટાડો, બંધારણીય જોગવાઈઓથી સ્‍પષ્‍ટ અસ્‍થાને છે. ર0 રાજયો હજુ પણ પંચાયતોના પદાધિકારીઓને પાંચ વર્ષ માટે પદ સંભાળવાની પરવાનગી આપે છે. રાજય સરકાર ઘ્‍વારા કરાયેલો સુધારો રાજકીય પ્રેરીત છે અને તે બંધારણીય ચૂંટાયેલા પંચાયતોનો દુરૂપયોગ કરશે તેમ અરજીકર્તાઓએ દલીલ કરી છે.

દામનગર પાલિકાનાં શાસકોએ જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાનો કર્યો દુરૂપયોગ

નગર સેવિકા પ્રફુલાબેન હાંસડે કરી કલેકટરને ફરિયાદ
અમરેલી, તા. રર
દામનગર પાલિકાનાં નગર સેવિકા પ્રફુલાબેન સુરેશભાઈ હાંસડે કલેકટરને પત્ર પાઠવીને પાલિકાનાં શાસકોએ કરેલ કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, દામનગર નગરપાલિકાના અત્‍યારના શાસકોએ વખતોવખત ગ્રાન્‍ટનો દુરૂપયોગ કર્યાની ફરિયાદ થતી રહે છે. આમાં બગીચાના કામની ગેરરીતિની તપાસ શરૂ જ છે. ઉપરાંત ભુગર્ભ ગટર તથા પાણીની લાઈન અને સ્‍ટ્રીટલાઈટનાં કામમાં થયેલ ગોલમાલની ફરિયાદો તો ઉભી છે. પરંતુ તાજેતરમાં જ નગરપાલિકાના સત્તાધિશો ઘ્‍વારા સરકારની ગાઈડલાઈનમાં ન આવતા કામો પણ નગરપાલિકાના આયોજનમાં ન સુચવેલા કામો પણ કરી નાખ્‍યા છે.
વધુમાં જણાવેલ છે કે, દામનગર સ્‍મશાનમાં તાજેતરમાં જ રપ લાખના પેવર બ્‍લોકના રસ્‍તા બનાવ્‍યા છે. સ્‍મશાનમાં કામનોવિરોધ નથી પણ તે માટે સરકારની મળતી ગ્રાન્‍ટનો જ ઉપયોગ થઈ શકે. પરંતુ પેવર બ્‍લોકના રસ્‍તાનું કામ સ્‍મશાનમાં વાપરવા ગાઈડલાઈનમાં નથી તો કયાં હેડેથી આ રકમ વપરાણી છે ? તેની તપાસ થવી જરૂરી છે.
વધુમાં જણાવેલ છે કે, કુંભનાથ સોસાયટીમાં કોમન પ્‍લોટ સહિત વચ્‍ચેનું તમામ ખુલ્‍લું ગ્રાઉન્‍ડ અંદાજે ર0000 ચો. ફુટ પેવર બ્‍લોકથી મઢી લીધું છે. શું જરૂરીયાત અને શા માટે ? આવી રીતે ગામનાં કયાં વિસ્‍તારમાં પેવર બ્‍લોક નાખ્‍યા છે ? કારણ કે અહીંયા નગરપાલિકાના વગદાર સભ્‍ય હિંમતભાઈ આલગીયા રહે છે. તેના ઘરની સામે જ આટલું મોટું કામ કરવામાં આવ્‍યું છે. હજુ શહેરનાં પછાત અને ગરીબ લોકો રહેતા હોય તેવા ઘણા જ વિસ્‍તારમાં પેવર બ્‍લોકનું કામ બાકી છે અને અહીંયા ખુલ્‍લા ગ્રાઉન્‍ડને મઢી લેવામાં આવ્‍યું છે. માત્ર અહીંયા જ નહીં પરંતુ ગામના ઘણા વિસ્‍તારો એવા છે કે જયાં જરૂરીયાત નથી. પરંતુ માત્ર ભ્રષ્‍ટાચાર કરવાના ઈરાદાથી પેવર બ્‍લોક નાખી દીધા છે. માટે આખા ગામમાં સર્વે કરી તપાસ કરવામાં આવે તો ખ્‍યાલ આવી જશે કે બિનજરૂરી કેટલા પેવર બ્‍લોકના કામ થયા છે. વધુમાં જણાવેલ છે કે, કુંભનાથ સોસાયટીના ગ્રાઉન્‍ડમાં બિનજરૂરી પેવર બ્‍લોક હિંમતભાઈ આલગીયાના ઘર પાસે જ તેમની દોરવણી હેઠળ નિયમ વિરૂઘ્‍ધ નાખવામાં આવ્‍યા છે જે બિનજરૂરીછે તે તપાસ દરમ્‍યાન જ જણાઈ આવશે. આ રકમ આલગીયા પાસેથી જ વસુલ કરવામાં આવે    તેવી માંગણી છે. તેમ અંતમાં જણાવેલ છે.

જરખીયા ગામનાં બસ સ્‍ટેન્‍ડ પાસેથી પોલીસે વિદેશી દારૂ સાથે કારને ઝડપી લીધી

અમરેલી, તા. રર,
લાઠી તાલુકાનાં જરખીયા ગામે રહેતાં હરેશ ધીરૂભાઈ કાકડીયા, રાજુ મેરામભાઈ હેલૈયા તથા જસકુ અમરાભાઈ ભુવા નામનાં ત્રણ ઈસમો ગઈકાલે સાંજનાં સમયે પોતાના હવાલાવાળી કાર નંબર જી.જે.પ સી.પી.ર038ની પાછળની ડીકીમાં વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા.1800 લઈને નિકળતાં લાઠીનાં પી.એસ.આઈ. ડી.એ. તુવરને બાતમી મળતાં જરખીયા ગામનાં બસ સ્‍ટેન્‍ડ પાસેથી ત્રણેય ઈસમોને કાર સમેત રૂા.પ01800નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જરખીયા ગામનાં બસ સ્‍ટેન્‍ડ પાસેથી પોલીસે વિદેશી દારૂ સાથે કારને ઝડપી લીધી

અમરેલી, તા. રર,
લાઠી તાલુકાનાં જરખીયા ગામે રહેતાં હરેશ ધીરૂભાઈ કાકડીયા, રાજુ મેરામભાઈ હેલૈયા તથા જસકુ અમરાભાઈ ભુવા નામનાં ત્રણ ઈસમો ગઈકાલે સાંજનાં સમયે પોતાના હવાલાવાળી કાર નંબર જી.જે.પ સી.પી.ર038ની પાછળની ડીકીમાં વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા.1800 લઈને નિકળતાં લાઠીનાં પી.એસ.આઈ. ડી.એ. તુવરને બાતમી મળતાં જરખીયાગામનાં બસ સ્‍ટેન્‍ડ પાસેથી ત્રણેય ઈસમોને કાર સમેત રૂા.પ01800નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડાંગાવદર ગામે યુવતિને છરી બતાવી રૂા. 49 હજારનાં દાગીના કઢાવી લીધા

અમરેલી, તા. રર
ધારી તાલુકાનાં ડાંગાવદર ગામે રહેતી મીનાબેન મનસુખભાઈ પરમાર નામની ર0 વર્ષિય યુવતિ ગત તા. 6 ના રોજ બપોરે અઢી વાગ્‍યાનાં સમયે પોતાના ઘરે એકલી હતી ત્‍યારે તે જ ગામે રહેતાં ચંદુ હીંમતભાઈ ચાવડા નામનો શખ્‍સ ઘરની દિવાલ ટપી ઘરમાં આવી તેણીને છરી બતાવી બળજબરી કરી સોનાની બુટી જોડી-1 કિંમત રૂા.1પ હજાર, સોનાની વીટી-ર કિંમત રૂપિયા રપ હજાર, સોનાનાં દાણા નંગ-ર કિંમત રૂા.4 હજાર, તથા સોનાનું પેંડલ કિંમત રૂા.પ હજાર મળી કુલ રૂા.49 હજારનાં દાગીના કઢાવી લઈ, અને જો કોઈને વાત કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.

રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક ટ્રક 1પ ફૂટ ઉંડા પુલ ઉપરથી નીચે ખાબકતા 60 પણ વધુ લોકો આ ટ્રક નીચે દબાયા : 7 લોકોના ઘટના સ્‍થળે મોત

અમરેલી તા.
ભાવનગર જીલ્‍લાના રંઘોળા ગામ નજીક થયેલ ગમખ્‍વાર અકસ્‍માતની હજુ શાહી સુકાઈ નથી ત્‍યાં અમરેલી જીલ્‍લાના રાજુલાના નીગાળા ગામ નજીક ગઈકાલે મોડી રાત્રીના સમયે ભાવનગર સોમનાથ સ્‍ટેટ હાઇવે પર 1પ ફૂટના એક પુલ પરથી રાત્રીના અંધારામાં ટ્રક નિચે ખાબકતા 7 વ્‍યક્‍તિઓના ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યા મોત નીપજયા હતા અને રપ જેટલા વ્‍યક્‍તિઓને નાના મોટી ઈજાઓ થતા સેવાભાવીઓ અને તંત્ર દોડતું થયું હતું
રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક ઉના તરફથી મહુવા તરફ જઈ રહેલ એક ટ્રક નંબર જી.જે3 વી9388ના ચાલકે કોઈકારણોસર સ્‍ટરેીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રક 1પ ફૂટ ઉંડા પુલ ઉપરથી નીચે ખાબકતા આ ટ્રકમાં બેઠેલા 60 પણ વધુ લોકો આ ટ્રક નીચે દબાય ગયા હતા.
આ બનાવ સ્‍થળે ઇજાગ્રસ્‍થ લોકોએ બચાવો બચાવોની ચિચિયારી બોલાવી દીધી હતી અને થોડા સમયમાં તો વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટી સંખ્‍યામાં લોકો ટ્રકની નીચે દબાય જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી તમામ લોકોને જેસીબી તથા અન્‍ય સાધનો વડે બહા કાઢી ધવાયેલાઓને દવાખાને ખસેડાયા હતા.
આ બનાવમાં ભોગ બનેલા તમામ લોકો મહુવા તાલુકાના જાદરા ગામના રહેવાસી છે અને ગઈકાલે ઉના તાલુકાના સોખડા ગાએ એક પરિવારસગાઈના પ્રસંગે ગયા હતા અને ત્‍યાંથી પરત ફરતા સમયે રાજુલાના નિંગાળા ગામ પાસે ગમખ્‍વાર અકસમાત સર્જાતા કેસરબેન શામજીભાઈ બારૈયા (ઉ.વ.પ0), જયસુખ રમેશભાઈ સિંધવ (ઉ.વ.17),સમજીબેન અરજણભાઈ કોળી(ઉ.વ.પ0), સમજીબેન અરજણભાઈ કોળી(ઉ.વ.પ0), ભાનુબેન રમેશભાઈ સિંધવ, શોભાબેન રમેશભાઈ સિંધવ, હરેશ રમેશભાઈ સિંધવ, ભરત લાખાભાઈ કોળી સહીત 7 લોકોના ઘટના સ્‍થળે મોત નિપજયા હતા જેમાં એકજ ઘરના ચાર વ્‍યક્‍તિઓના મોત નીપજય હતા જેમાં બે ભાઈ એક બહેન અને માતાનો સમાવેશ થયો હતો તો અન્‍ય ત્રણ સહીત કુલ સાતના ઘટના સ્‍થળે મોત નીપજયા હતા
  છ જેટલી 108  સહીત સામાજિક સંસ્‍થાની અહીં આવેલ ઔદ્યોગિક કંપનીઓની 8 જેટલી એમ્‍બ્‍યુલન્‍સ વડે તમામ મૃતકોના મૃતદેહ તથા ઇજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સારવાર માટે રાજુલા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા જયાં રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્‍ટરો અને ખાનગી હોસ્‍પિટલોની ટિમો સેવા આપવા માટે દોડી આવ્‍યા હતા અને હોસ્‍પિટલ આખી સેવાભાવી લોકોના અને ઈજાગ્રસ્‍ત લોકોના ટોળાથીથી ઉભરાઈ ગઈ હતી તમામને તાત્‍કાલીક સારવાર આપવામાં આવી હતી અને મૃતકોના પી.એમ.ની કાર્યવાહી રાતોરાત ડોકટરોએ કરી હતી
  આ ઘટનાની જાણ થતા રાજુલા જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશ ડેર સહીતના લોકો પણ હોસ્‍પિટલે દોડી આવી દર્દીઅને ઇજાગ્રસ્‍તોની જરૂરી તમામ મદદ કરી હતી.
રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી પણ પોતાના ટેકેદારો અને ભાજપના હોદેદારો કાર્યકરો સાથે હોસ્‍પિટલમાં પહોંચી ઇજાગ્રસ્‍તોને મદદ પુરી પાડી હતી અને પૂર્વ ધારાસભ્‍યએ જણાવ્‍યું હતું એક જ પરિવારના 4 લોકોના મોત નિપજયા તે ખુબ દુઃખદ ઘટના ગણાવી અને સરકાર એ જે ગરીબ લોકો માટે સસ્‍તા દરે એસ.ટી. સુવિધા જાહેર કરી છે તેનો લોકો ઉપયોગ કરે તો આ પ્રકારના ગમખ્‍વાર અકસ્‍માતમાંથી બચી શકાય તેવું જણાવ્‍યું હતું
  ઘટનાની જાણ થતા અમરેલી જિલ્‍લા એસપી નિર્લિપ્ત રાય એડીશનલ કલેક્‍ટર એ.બી. પાંડે સહીત જિલ્‍લાભરનું  પોલીસ તંત્ર સેવાભાવી લોકો યુવાનો રાજુલા શહેરની વિવિધ સંસ્‍થાના લોકો હોદેદારો રાજકીય વિવિધ પાર્ટીના લોકો આ સેવા માં જોતરાયા હતા અને જિલ્‍લાનું વહીવટી તંત્ર આ ગમખ્‍વાર અકસ્‍માતની ઘટનાની તમામ ગતિવિધિ પર સવાર સુધી નજર રાખી રહ્યું હતું
  અમરેલી જિલ્‍લામાં ભાવનગરના રંઘોળા બાદ આ સૌથી મોટી ઘટના હોય ઘટના સ્‍થળે જ 7 લોકોના મૃત્‍યુ થયા હોય રપ ઉપરાંતના વ્‍યકતિઓને નાની મોટી ઇજાઓ થઈ હોય તમામને સારવાર માટે ખસેડાયા બાદ પોલીસે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેનો ટ્રાફીક ક્‍લિયર કરાવી અને પોલીસ તંત્ર હોસ્‍પિટલે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી
એકજ ઘરનાચાર વ્‍યક્‍તિઓના મોત નીપજય હતા જેમાં બે ભાઈ એક બહેન અને માતાનો સમાવેશ થયો હતો તો અન્‍ય ત્રણ સહીત કુલ સાતના ઘટના સ્‍થળે મોત નીપજયા હતા
  ઉનાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાં ગયેલ ટ્રક પરત ફરતી વેળાએ નિંગાળાના પુલ પર થી 1પ ફૂટ નીચે ખાબકતા ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો જયારે ઇજાગ્રસ્‍તોને જેસીબી અને ક્રાઇન વડે ટ્રક ઉંચો કરવાની કામગીરી કપરી હોવા છતાં પણ અડધી રાત્રે વહીવટી તંત્રએ કરી બતાવી અને વધુ મોતનો આંકડો અટકવવા માટે સરાહનીય કાર્ય કર્યું હતું પરંતુ ભાવનગર જિલ્‍લામાં અકસમાતની ર ઘટના બાદ અમરેલી જિલ્‍લાની ઘટનાથી રાત્રીના ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મોતની ચિચિયારી થી ગુંજી ઉઠ્‍યું હતું

અમરેલીની સામાજિક સંસ્‍થાઓ ર્ેારા મહા રકતદાન કેમ્‍પ યોજાયો

અમરેલી જિલ્‍લાની ર9 સામાજિક સંસ્‍થાઓએ સાથે મળીને મહા રકતદાન કેમ્‍પનું આયોજન કર્યુ હતું. કેરિયા રોડ સ્‍થિત સંજોગ કેમ્‍પસમાં આયોજિત આ રકતદાન કેમ્‍પમાં રપ1 રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું. આ રકતદાતાઓને રકતદાન કરવાની પ્રેરણા અમરેલી શહેરની વિવિધ પ્રતિષ્ઠિત સામાજિકસંસ્‍થાઓએ આપી હતી. આ દરેક સંસ્‍થાઓનો એક જ ઉદેશ્‍ય હતો કે વધુમાં વધુ લોકો આ કેમ્‍પમાં સહભાગીદારી નોંધાવે અને જરૂરિયાતમંદ લોકોને રકત મળી રહે. આ મહા રકતદાન કેમ્‍પને સફળ બનાવવા માટે સંસ્‍થાઓ ર્ેારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્‍યું હતું. સંસ્‍થાઓના સંનિષ્ઠ પ્રયાસોનાં પરિણામે એકસાથે આટલી મોટી સંખ્‍યામાં રકતદાતાઓ ભેગા થયા હતાં. અમરેલી પ્રાંત માટે આ ઐતિહાસિક ઘટના છે. અમરેલીની દરેક સંસ્‍થાઓ આ કાર્યમાં સહભાગી બને તે માટેના સંકલનનો પ્રયાસ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલિયાએ કર્યો હતો. વસંત મોવલિયાએ જણાવ્‍યું હતું કે, રકત એ કુદરતી છે. તેને કોઈ લેબોરેટરીમાં બનાવી શકાતું નથી. ભારતમાં દશ વર્ષે 30 લાખથી વધુ યુનિટ બ્‍લડની અછત રહે છે. આ અછતને પૂરી કરવા સૌએ આગળ આવવું જોઈએ અને તબીબી માર્ગદર્શન અનુસાર રકતદાન કરવું જોઈએ. મહા રકતદાન કેમ્‍પને સફળ બનાવવા માટે દરેક સામાજિક સંસ્‍થાઓ અને રકતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્‍યા હતા. મહારકતદાન કેમ્‍પમાં સહભાગી બનેલી સંસ્‍થાઓ : લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી) રોટરી કલબ ઓફ અમરેલી -મેઈન, લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ – અમરેલી, અમરેલી સમસ્‍ત બ્રહ્મ સમાજ – અમરેલી, આહિર સમાજ -અમરેલી, શ્રી વિસા શ્રીમાળી સોની યુવા ગૃપ – અમરેલી, અમરેલી જિલ્‍લા ખોડલધામ સમિતી, અમરેલી જિલ્‍લા ખોડલધામ સમાધાન પંચ, અમરેલી જિલ્‍લા યુવા ખોડલધામ સમિતી, અમરેલી જિલ્‍લા મહિલા ખોડલધામ સમિતી, અમરેલી તાલુકા ખોડલધામ સમિતી, અમરેલી શહેર ખોડલધામ સમિતી, અમરેલી તાલુકા યુવા ખોડલધામ સમિતી, અમરેલી જિલ્‍લા એગ્રો ઈન્‍પુટસ એસોસીએશન, અમરેલી તાલુકા એગ્રો ઈન્‍પૂટસ એસોસીએશન, વ્રજ કન્‍સ્‍ટ્રકશન કાું., અમરેલી, વ્રજ સીમેન્‍ટ પ્રોડકટસ, બાબરા, વ્રજ પેટ્રોલીયમ, બાબરા, ખોડલધામ કર્મચારી ટીમ, લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલી 400 કે.વી. ઝેટકો, નાના માચીયાળા, નીકુંજ એન્‍ટરપ્રાઈઝ – અમરેલી, ડાયનેમીક ગૃપ ઓફ અમરેલી, જિલ્‍લા ક્ષય કેન્‍દ્ર, અમરેલી, રેડ ક્રોસ સોસાયટી – અમરેલી, વ્રજ ફાઉન્‍ડેશન, વ્રજ એજયુકેશન ટ્રસ્‍ટ સંચાલીત – વ્રજવિદ્યાલય કુંકાવાવ મોટી.

અમરેલી જિલ્‍લામાં બાઈક ચોરી કરનારને ઝડપી લેવાયો

અમરેલી, તા. રર
અમરેલી જીલ્‍લાનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાંઓએ અમરેલી જિલ્‍લામાં મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓનો વધુમાં વધુ ભેદ ઉકેલવા તેમજ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલવા સૂચનાઓ કરેલ હોય જે અન્‍વયે અમરેલી વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક એલ. બી. મોણપરા તથા સર્કલ પો.સબ ઈન્‍સ. આય. વી.રબારીના માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટાફે તા.રર/06/ર018 ના સાંજના સમયે રાઢીયા ગામે ખોડીયાર મંદિર પાસે પાકી બાતમી આધારે વોચમાં ગોઠવી ચીતલ ગામ તરફથી રાઢીયા ગામ તરફ એક શંકાસ્‍પદ ઈસમ જગદીશ ઉર્ફે જગો હરીભાઈ ધાધલ, ઉ.વ. ર7, ધંધો મજુરી, રહે. દહીડા, પ્રાથમિક શાળા સામે, તા.જી.અમરેલી વાળો શંકાસ્‍પદ હાલતમાં સ્‍પલેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ સાથે મળી આવતા ચોર ઈસમ પાસે મો.સા.ના સાધનીક કાગળો માગતા ગલ્‍લા તલ્‍લા કરતા તેની પુછપરછ કરતા પોતે ગઈ તા.ર0/06/ર018 ના બપોરનાં સમયે ચીતલ ગામની મેઈન બજાર એસ.બી.આઈ. એ.ટી.એમ. પાસેથી સ્‍પલેન્‍ડર મોટરસાયકલ ચોરી કરેલની કબુલાત કરેલ તેમજ સદરહું ઈસમે આ સીવાય તા.ર1/06/ર018 નાં બપોરના સમયે ચીતલ ગામની મેઈન બજાર નાગરીક બેંક પાસેથીસ્‍પલેન્‍ડર મોટર સાયકલ ચોરી કરેલ તે બન્‍ને મોટર સાયકલો સાથે મજકુર ઈસમની અમરેલી તાલુકા પો.સ્‍ટે. ધોરણસર કાર્યવાહી કરેલ છે.

સાવરકુંડલા અને બાબરામાં બાયોડિઝલ એલ.ડી.ઓ. જેવા ઈંધણના સંગ્રહની આકસ્‍મિક તપાસ કરતું પુરવઠા તંત્ર

અમરેલી, તા. રર
અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલ – એલ.ડી.ઓ. જેવા ઈંધણના સંગ્રહ અને વેંચાણ બાબતની બાતમીઓના આધારે બાબરા તથા સાવરકુંડલા મુકામે તા.18 થી તા.રરજુન-ર018 દરમિયાન આકસ્‍મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન અનઅધિકૃત રીતે લાયસન્‍સ કે પરમીટ વગર સંગ્રહ કરેલ બાયોડિઝલ – એલ.ડી.ઓ.નો જથ્‍થો અન્‍ય મુદ્‌ામાલ સાથે મળી આવતા તેમજ આ જથ્‍થા બાબતે કોઈપણ પ્રકારના હિસાબો નહિ નિભાવતા, ગેરકાયદેસર પ્રવૃતિ આચરેલ હોય તેવી પેઢીઓ જથ્‍થો સીઝ કરવામાં          આવેલ છે.
જથ્‍થો સીઝ કરવામં આવેલી પેઢીઓના આવા જથ્‍થાના નમૂના લઈને લેબોરેટરી માટે મોકલવામાં આવ્‍યા છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભરતભાઈ મસરાણી – માર્કેટ યાર્ડ રોડ, બાબરા પાસેથી રૂા.96,1ર0 – રાજેશકુમાર ગોહિલ, જીઆઈડીસી, બાબરા પાસેથી રૂા.6,86,300 , ઈમરાનભાઈ હેદરા – જીઆઈડીસી, બાબરા પાસેથી રૂા.7,93,8પ0 મહાદેવ બાયોડિઝલ, સા.કુંડલા પાસેથી રૂા.93,8પ0 અને ભવાની ટ્રેડર્સ – સા.કુંડલા પાસેથી રૂા.94.8પ0 રકમનો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો હતો. તેમ જિલ્‍લા પુરવઠા અધિકારી, અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

આલે લે : ભુમાફીયાઓ વિરૂઘ્‍ધની આંદોલન છાવણીમાં શ્રમજીઓએ રોજી-રોટી માટે ગૃહઉદ્યોગ શરૂ કર્યો

બબ્‍બે મહિનાથી મહેસુલી વિભાગે ન્‍યાય ન આપ્‍યો
રાજુલા, તા.રર
તા.ર6 એપ્રિલથી ચાલતા પીપાવાવ જમીન મુકિત આંદોલનનો કોઈ નિર્ણય આવતો જણાતો નથી. ગામના સર્વે નં.ની જમીન ઉપર દબાણ કરનારા કંપની અને ભુમાફીયાઓ સરકારની ઓથ નીચે બિંદાસ પોતાન ધંધાઓ ચલાવી રહયા છે. બે મહિનાથી રોજી-રોટીથી વંચિત પીપાવાવ અને અન્‍ય ગ્રામજનો ઉપવાસી છાવણીમાં બેઠા છે. સરકારી બાબુઓ નિર્દયતાથી તમાશો નિહાળી રહયા છે. ત્‍યારે ગરીબ આંદોલનકારીઓની આર્થિક કટોકટીનો પ્રશ્‍ન અને પોતાના બાળકોના શિક્ષણ,ભરણ-પોષણ માટે ઉપવાસી છાવણીમાં જ ચીજ વસ્‍તુઓ બનાવી નિભાવ ખર્ચ ઉભો કરવાનો ઉપવાસીઓએ નિર્ધાર કર્યો છે. અને ગ્રામ્‍ય તથા શહેરીજનો આ ચીજ વસ્‍તુઓ ખરીદી આંદોલનને સમર્થન બળ આપે એવી અપીલ કરાશે એમ આંદોલન સમિતિના સદસ્‍ય અશોક ભાલિયની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

ધારીનાં નિવૃત્ત એએસઆઈ વિજય દવેની ધરપકડ કરવામાં આવી

અમરેલી, તા.રર
જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાં બનતા વિઝીટેશન તથા ભારે ગુન્‍હાના આરોપીઓને તુરંત પકડી પાડવા આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 41/ર018 આઈ.પી.સી. કલમ 379, 46પ, 468, 471, ર01, ર18, 1ર0(બી) મુજબનો ગુન્‍હો ગઈ તા.17/6/18ના રોજ દાખલ થયેલ. આ ગુન્‍હાના કામના આરોપી નિવૃત એ.એસ.આઈ. વિજયકુમાર બાબુલાલ દવે રહે. ધારી, તા. ધારી વાળાએ ટ્રેકટર નંબર જી.જે.14 જે.એમ. 3384માં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરનારને પ્રથમ કાયદેસરનો મેમો આપ્‍યા બાદ દંડ વધુ થતો હોવાથી આપેલ પ્રથમ મેમો ફાડી નાખી હળવો દંડ થાય તેવો ખોટો મેમો તૈયાર કરી પો.સ્‍ટે.ના રેકર્ડ રજિસ્‍ટર્ડમાં છેડછાડ કરી ગંભીર પ્રકારનો ગુન્‍હો કરી નિવૃત એ.એસ.આઈ. આરોપી તરીકે નાશતો ફરતો હોય જેને તા.ર1/618ના  18:1પ કલાકે પકડી પાડીકાયદેસર કાર્યવાહી કરાવેલ અને જેમાં તટસ્‍થ તપાસ કરી ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઈ આરોપી તરીકે નિવૃત પોલીસ કર્મચારીની આ ગુન્‍હામાં સંડોવણી હોય જેથી તેની સત્‍વરે ધરપકડ કરાવડાવી પ્રજામાં એક તટસ્‍થ ન્‍યાય પ્રણાલિકાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડી પ્રશંસનીય તેમજ ઉમદા કામગીરી કરેલ છે.

23-06-2018