Main Menu

Friday, June 22nd, 2018

 

અમરેલીની નવજીવન હોસ્‍પીટલ ટ્રસ્‍ટ ર્ેારા આવતીકાલે બાબરા ખાતે હોસ્‍પીટલ શરૂ કરાશે

સાંસદ કાછડીયા સહિતનાં આગેવાનોની ઉપસ્‍થિતિમાં
અમરેલીની નવજીવન હોસ્‍પીટલ ટ્રસ્‍ટ ર્ેારા આવતીકાલે બાબરા ખાતે હોસ્‍પીટલ શરૂ કરાશે
સમગ્ર પંથકની જનતાને સ્‍થાનિક કક્ષાએ આરોગ્‍યલક્ષી સેવા મળશે
અમરેલી, તા. ર1
અમરેલી જિલ્‍લામાં દર્દીનારાયણની અનેરી સેવા કરનાર નાગરિક ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત નવજીવન જનરલ હોસ્‍પીટલની બાબરા શાખાનો રવિવારે સાંસદ કાછડીયાનાં વરદ હસ્‍તે પ્રારંભ કરવામાં આવી        રહૃાો છે.
રવિવારે સવારે 9 કલાકે આરોગ્‍ય કેન્‍દ્ર સામે પ્રારંભ કરવામાં આવશે. જયાં અનેક રોગનાં નિષ્‍ણાંતોની સેવા મળી રહેશે.
આપ્રારંભ કાર્યક્રમમાં સમગ્ર પંથકની જનતાને ઉપસ્‍થિત રહેવા બેન્‍કનાં પ્રમુખ પી. પી. સોજીત્રાએ અનુરોધ કરેલ છે.

તરવડાનાં સ્‍વામિનારાયણ ગુરૂકુળ ‘‘વિશ્‍વ યોગ દિવસ”ની ઉજવણી

તા.ર1/06/ર018 ને ગુરુવારનાં રોજ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ-તરવડા સંચાલિત શ્રી ધર્મજીવન સ્‍વામી પ્રાથમિક, માઘ્‍યમિક અને ઉચ્‍ચત્તર માઘ્‍યમિક શાળા તથા બી.એડ., બી.એસ.સી. તેમજ બી.સી.એ. કોલેજમાં ભભવિશ્‍વ યોગ દિવસભભની ઉજવણીકરવામાં આવેલ. સંતો, બે હજાર વિદ્યાર્થીઓ તથા પચાસ શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

વાંકીયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પ શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.ર1
અમરેલી તાલુકાના વાંકીયા ગામે રહેતા દિનેશ કનુભાઈ દાંતેવાડીયા, શૈલેષ કાનજીભાઈ મહિડા, અતુલ જાગાભાઈ રાધનપરા, તુષાર મનુભાઈ પરમાર તથા ભરત રમેશભાઈ કુવાદરા વિગેરે ગઈકાલે રાત્રીના સમયે વાંકીયા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોય, અમરેલી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો કરી રોકડ રકમ રૂા. 10630 સાથે તમામને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ભાવરડી ગામે આવેલ આંગણવાડીમાં રસીકરણ બાદ 1 વર્ષનાં બાળકનું મોત

અમરેલી, તા. ર1
રાજુલા તાલુકાનાં મોટી ખેરાળી ગામે રહેતાં આઈબાબેન ઉકાભાઈ જાજડા નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધાનાં ખાંભા તાલુકાનાં ભાવરડીપરા ગામે રહેતાં જીલુભાઈ નામનાં 1 વર્ષનાં ભત્રીજાને ગઈકાલે ખાંભાના ભાવરડી ગામે આવેલ આંગણવાડી ખાતે રસીકરણ કરવા લઈ ગયેલા અને બાદમાં ઘરે પરત આવ્‍યા બાદ આ બાળકનાં મોઢા તથા નાકમાંથી લોહી નિકળવા લાગેલ અને કાંઈ બોલતો ન હોય, ખાંભા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાતાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કરેલ. બાળકનું પોસ્‍ટમોર્ટમ ભાવનગર ખાતે કરવા માટે લઈ જવાયેલ છે.

આસોપાલવ સોસાયટીનાં ખુલ્‍લા મકાનમાંથી મોબાઈલ ફોન, રોકડ રકમની ચોરી

નિવૃત્ત પોલીસ કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમરેલી, તા. ર1
સાવરકુંડલા ગામે આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા અને નિવૃત એ.એસ.આઈ. ઈશ્‍વરભાઈ વેલજીભાઈ સિઘ્‍ધપુરા નામના 6પ વર્ષીય વૃઘ્‍ધના ખુલ્‍લા મકાનમાંથી ગત તા.1રના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મોબાઈલ ફોન કિંમત રૂા. 13,998 તથા રોકડ રકમ રૂા. 4પ00 મળી કુલ રૂા. 18,498ના મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાવી છે.

અમરેલી એસઓજીએ અઢી વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો

અમરેલી, તા. ર1
એસ.ઓ.જીના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા એસ.ઓ.જી. ટીમ ર્ેારા મઘ્‍યસ્‍થ જેલ રાજકોટનાં પાકા કામનાં કેદી વિઠ્ઠલ ઉર્ફે ઉકો સોમજીભાઈ સોલંકી રહે. જાનબાઈની દેરડી તા. લાઠી જી. અમરેલી વાળાને જસદણ પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં. 9ર/ર009 ઈ.પી.કો. કલમ 30ર, ર01, 498, 13પ વિ. મુજબનાં ગુન્‍હાનાં કામે કોર્ટે આજીવન કેદ તથા દંડ કરેલની સજા કરેલ આ કામે મજકુર આરોપી રાજકોટ મઘ્‍યસ્‍થ જેલખાતે પાકા કામનાં કેદી તરીકે સજા કાપતો હોય અને મજકુર કેદી તા.0પ/03/ર016 ના રોજ રાજકોટ મઘ્‍યસ્‍થ જેલ ખાતે પાકા કામનાં કેદી તરીકે સજા કાપતો હોય અને મજકુર કેદી તા.0પ/03/ર016 ના રોજ રાજકોટ મઘ્‍યસ્‍થ જેલ ખાતેથી ફર્લો રજા મેળવેલ પરંતુ હાજર થયેલ નહી અને ફરાર થઈ ગયેલ આરોપી વિઠ્ઠલ ઉર્ફે ઉકો સોમજીભાઈ સોલંકી, રહે. જાનબાઈની દેરડી, તા. લાઠી, જી. અમરેલી વાળાને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી રાજકોટ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

અમરેલી,સાવરકુંડલા,લીલીયા પંથકમાં ચોરી કરનાર સતનામસીંગની ધરપકડ

અમરેલી, તા.ર1
ગુજરાત રાજયમાં નાસતા-ફરતં આરોપીઓને પકડવાની તા. 18/6 થી તા.ર8/6 સુધીની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ તે અન્‍વયે પોલીસ અધિક્ષકે ગુન્‍હાની તપાસનાં કામે પકડવાના બાકી અને નાસતા-ફરતા આરોપીઓને તુરંત પકડી પાડવ જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ., આર.કે. કરમટ તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા અગાઉ અમરેલી શહેરમાં તથા લીલીયા, સાવરકુંડલા, મહુવા, અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનના ચોરીઓના ગુન્‍હામાં છેલ્‍લા કેટલા સમયથી નાસતો-ફરતો આરોપી મનજીતસીંગ ઉર્ફે સતનામસીંગ ઉર્ફ ગીહાસીંગ તીલપીતીયા (ઉ.વ.ર8) ધંધો, ફુગ્‍ગા વેચનાનો રહે. વડોદરાની અટકાયત કરીછે.

નીલવડા ગામની સીમમાં વાડીનાં ફરજામાં જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.ર1
બાબરા તાલુકાના નીલવડા ગામે રહેતા રમેશ લીંબાભાઈ ગાંભડીયા, મુન્‍ના માધાભાઈ  મેટાળીયા, દિપક સનાભાઈ મેટાળીયા, અશોક હીરાભાઈ મેટાળીયા વિગેરે ગઈકાલે રાત્રીના સમયે વલ્‍લભભાઈ મેટાળીયાના ખેતરના ફરજામાં તીનપતીનો જુગાર રમતા હોય, બાબરા પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. 1પ,160 તથા મો. ફોન નંગ-3 કિંમત રૂા. 9પ00 મળી કુલ રૂા. ર4,660નાં મુદામાલ સાથે ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી શહેરમાં આવેલ બિનાકા ચોકમાં રહેણાંક મકાનમાંથી રૂા. 83,3પ0નાં મુદ્યામાલની ચોરી

અમરેલી, તા.ર1
અમરેલીમાં રહેતા વિજયભાઈ કાંતિભાઈ ગોહેલના બિનાકા ચોકમાં આવેલ રહેણાંક મકાનનાં બીજા માળે પતરાવાળી રૂમમાં ગત તા.19 થી તા.ર0ના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ કબાટમાં રાખેલા સોનાનો ચેઈન, બુટી તથા પેડલ કિંમત રૂા. પ7,3પ0, સોનાની બુટી, સોનાનું પેડલ કિંમત રૂા. ર0 હજાર, ચાંદીના પાટલા-ર, ચાંદીની કડલી-ર કિંમત રૂા. 3 હજાર તથા રોકડ રકમ રૂા. 3 હજાર મળી કુલ રૂા. 83,3પ0ના મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા ચોરીનો ભેદ ઉકેલવાપી.એસ.આઈ. એમ.એચ. પરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

સાકરપરા ગામે તીનપત્તીનો જુગાર રમતાં 11 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. ર1
સાવરકુંડલા તાલુકાનાં સાકરપરા ગામે જાહેર રોડ, કુંડાળું    વળી જુગાર રમી રહેલાં તે જ ગામે રહેતાં સુરેશ ધીરૂભાઈ દેલવાણીયા, જગદિશ બાબુભાઈ સુતરીયા, રૂખડ ઉર્ફે ટીડો હમીરભાઈ ઝાપડા સહિત 11 જેટલાં ઈસમોને સાવરકુંડલા રૂરલ પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.ર3070 મોબાઈલ ફોન નંગ-10 કિંમત રૂા.31 હજાર મળી કુલ રૂા.પ4670નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રામપરા-ર ગામે લોજીક પાર્ક પાસે જુગાર રમતાં 9 ઝડપાયા

અમરેલી, તા. ર1
રાજુલા તાલુકાનાં રામપરા-ર ગામે ગઈકાલે સાંજના સમયે પંજાબનાં જગતારસિંહ હરભજનસિંહ જાટ, ઉત્તરપ્રદેશનાં અભિષેક ચુન્‍નીલાલ પાલ, બિહારનાં વશી અહેમદ અંસારી, વડોદરાનાં પાન્‍નુ ચરણસિંહ બદવિરસિંહ, તથા પંજાબના ગુરૂદિપસિંહ બાલકારસિંહ જાટ સહિત 9 શખ્‍સો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોય, પીપાવાવ મરીન પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.3પપ00ની મતા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

લુવારીયા ગામની ગાગડીયા નદીમાંથી ગેરકાયદેસર 7 ટન રેતી ભરેલા ર ટ્રેકટર ઝડપાયા

પોલીસે રૂા. 6.93 લાખનાં મુદ્યામાલ સાથે પાંચને ઝડપી લીધા
અમરેલી, તા.ર1
લાઠી ગામે રહેતા દિલીપ દીનાભાઈ ભુરીયા, અર્જુન કાઝીભાઈ ડામોર, અનિલ જંગલસિંહ ડામોર ગઈકાલે લુવારીયા ગામની ગાંગડીયા નદીમાંથી ગેરકાયદેસર પોતાના હવાલાવાળા ટ્રેકટર-ટ્રોલી નંગ-ર માં 7 ટન રેતી ભરી, વગર લાયસન્‍સે ટ્રેકટર ચલાવી અને અકાળા ગામ પાસેથી નીકળતા લાઠી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી.એ. તુવરે તેમને ઝડપી લઈ રૂા. 6.93 લાખનો મુદામાલ કબ્‍જે કરી ટ્રેકટર માલીકો નિલેશ વશરામભાઈ ગોહિલ તથા ભરત કાળુભાઈ કટારા સહિત પાંચ સામે ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલીમાં માથાનાં દુઃખાવારૂપ બનેલ ગુજરીબજારનું સ્‍થળાંતર કરો

દર રવિવારે લાયબ્રેરી માર્ગ પર જંગલરાજનો અનુભવ થાય છે
અમરેલીમાં માથાનાં દુઃખાવારૂપ બનેલ ગુજરીબજારનું સ્‍થળાંતર કરો
શાકમાર્કેટમાંથી પાથરણાવાળાને પણ હટાવવાની માંગ ઉભી થઈ રહી છે
ભીડભંજન મંદિર નજીક સવારનાં સમયે ભેગા થતાં શ્રમજીવીઓને વિશ્‍વકર્મા ભવનમાં ફેરવવાની જરૂર
અમરેલી, તા. ર1
અમરેલી શહેરમાં ટ્રાફીકનો પ્રશ્‍ન દિનપ્રતિદિન વિકરાળ બની રહૃાો હોય નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય શહેરીજનોની વર્ષો જુની સમસ્‍યાનું નિરાકરણ કરે તો શહેરીજનો વર્ષો સુધી તેમનું ઋણ ભુલશે નહી.
સૌપ્રથમ શહેરનાં લાયબ્રેરી માર્ગ પર છેલ્‍લા એક દાયકાથીદર રવિવારે ભરાતી ગુજરી બજારથી ટ્રાફીક સમસ્‍યા વિકરાળ બની જાય છે. શહેરીજનોને લાયબ્રેરીમાં જવા કે રામજી મંદિરે તેમજ આ માર્ગ પર પસર થવામાં ભરે મુશ્‍કેલી થઈ રહી હોય ગુજરી બજારનું સ્‍થળંતર અન્‍યત્ર કરવાની માંગ ઉભી થઈ છે.
તદઉપરાંત શાકમાર્કેટમાં નીચે બેસીને પાથરણાાવાળા શાકભાજીનો વેપાર કરતાં હોવાથી મહિલાઓને ભારે પરેશાની ભોગવવી પડે છે અને શાકમાર્કેટમાં પણ અંધાધુંધીનો માહોલ જોવા મળે છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, ટ્રાફીક પોલીસકર્મી પાથરણાવાળા, રેંકડીવાળા કે ગુજરીબજારમાંથી પણ હપ્‍તાની રકમ ઉઘરાવતાં હોવાથી આ સમસ્‍યાનું નિરાકરણ થતું ન હોય એસપીએ આ બાબતે જરૂરી કર્યવાહી કરવી જરૂરી બની છે.
તદઉપરાંત પાલિકાએ શ્રમજીવીઓ માટે નાગનાથ ચોકમાં વિશ્‍વકર્મા ભવન બનાવેલ હોવા છતાં પણ શ્રમજીવીઓ અકળ કારણોસર ભીડભંજન મંદિર નજીક સવારનાં સમયે ટોળાનાં સ્‍વરૂપમાં એકત્ર થઈ રહૃાા હોય જેથી ટ્રાફીક સમસ્‍યા થઈ રહી હોય નવનિયુકત એસપીએ ઉપરોકત સમસ્‍યા અંગે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ શહેરીજનોમાંથી ઉભી થઈ રહી છે.

અમરેલી જિલ્‍લામાં ‘‘વિશ્‍વ યોગ દિન”ની ઉજવણી

પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્‍થિતિમાં
અમરેલી જિલ્‍લામાં ‘‘વિશ્‍વ યોગ દિન”ની ઉજવણી
ઉત્‍કૃષ્ઠ દેખાવ કરનાર યોગાભ્‍યાસાર્થીઓને સન્‍માનિત પણ કરવામાં આવ્‍યા
અમરેલી, તા. ર1
સંયુકત રાષ્‍ટ્ર સંઘ ઘ્‍વારા તા. ર1મી જુનને વિશ્‍વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. સમગ્ર રાષ્‍ટ્રની સાથોસાથ અમરેલી સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે વિશ્‍વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજય બીજ નિગમ અઘ્‍યક્ષ રાજસીભાઈ જોટવા, સાંસદ નારણભાઈ કાછડીયા, કલેકટર આયુષકુમાર ઓક, જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય સહિત મહાનુભાવો સહિત વિશાળ જનસમુદાયે યોગસનો કર્યા હતા.
પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત રાજય બીજ નિગમ અઘ્‍યક્ષ રાજસીભાઈ જોટવાએ કહૃાું કે, યોગાસન એ ભારતનીપ્રાચીન સંસ્‍કૃતિ છે. પહેલાના સમયમાં ઋષિઓ યોગઘ્‍યાન કરતા હતા. યોગ આંતરિક ચેતના ઉજાગર કરાવે છે.
તેમણે વધુમાં કહૃાું કે, અત્‍યારના સમયમાં યોગભ્‍યાસનું ઘણું જ મૂલ્‍ય છે ત્‍યારે યોગ અને તેના મહત્‍વને સમજીને ભારત સરકારે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. યોગને રોજિંદા જીવનમાં કેળવીને સારું સ્‍વાસ્‍થ્‍ય હાંસિલ થઈ શકે છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રવચન-સંદેશનું પણ પ્રસારણ કરવામાં આવ્‍યું હતું.
ધારી-બગસરા વિસ્‍તારના પૂર્વ ધારાસભય મનસુખભાઈ ભુવા, કાર્યકારી જિલ્‍લા વિકાસ અધિકારી પી.એમ. ડોબરીયા, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એ.બી. પાંડોર, પ્રાંત અધિકારી ડી.એન. સતાણી, પીજીવીસીએલ કાર્યપાલક ઈજનેર ભટ્ટ, જિલ્‍લા ખેતીવાડી અધિકારી કે.કે. પટેલ, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.એમ. જાદવ, નાયબ માહિતી નિયામક બી.એસ. બસીયા, સિવિલ સર્જન ડો. કિશોર રાઠોડ, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી માંકડ, જિલ્‍લા તિજોરી અધિકારી સુવા, જિલ્‍લા રમતગમત અધિકારી વસાવા સહિત મહાનુભાવોએ યોગાસનો કર્યા હતા.
આ પ્રસંગે વિવિધ કચેરીઓના અધિકારીઓ- કર્મચારીઓ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપરાંત જુદી-જુદી સંસ્‍થાઓના પ્રતિનિધિઓ- સભ્‍યો તથા મહાનુભાવો પણ યોગમાં જોડાયા હતા.
આ .પરાંત અમરેલી જિલ્‍લાનાતમામ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં અલગ-અલગ સ્‍થળો પરના કેન્‍દ્રો પર વિશ્‍વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિન ઉજવણીમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સહિત જિલ્‍લાભરમાં શાળા-સંસ્‍થાઓ-કેન્‍દ્રો પર લોકો યોગ દિન ઉજવણી માટે સરકારી અધિકારી-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, બાળકો, સિનીયર સીટીઝન, મહિલાઓ અને નગરજનો જોડાયા હતા.
યોગ સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્ઠ દેખાવ કરનાર યોગાભ્‍યાસાર્થીઓને સન્‍માનિત પણ આ તકે કરવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ જોષીએ અને યોગનિદર્શન યોગાશિક્ષક અશરફભાઈ પરમાર તેમજ વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલા યોગગુરૂઓએ કર્યુ હતું.

સુરેશ શાહ હત્‍યાકેસનાં મુખ્‍ય સુત્રધાર રાજુ શેખવાની ક્રાઈમ બ્રાન્‍ચે કરી ધરપકડ

સુરેશ શાહ હત્‍યાકેસનાં મુખ્‍ય સુત્રધાર ઝડપાયા
અંતે રાજુ શેખવાની ક્રાઈમ બ્રાન્‍ચે કરી ધરપકડ
રૂપિયા પપ લાખની સોપારી રાજુ શેખવાએ આપી હોવાની આશંકા
અમરેલી, તા. ર1
અમરેલીનાં સરંભડા ગામનાં વતની અને સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં કુખ્‍યાત ગણાતા રાજુ શેખવાની આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે ધરપકડ કરી લીધી છે.
અમદાવાદમાં જાણીતા વેપારી અને થોડા વર્ષો પહેલા રાજુ શેખવા પર ફાયરીંગ કરનાર સુરેશ શાહ અને રાજુ શેખવા વચ્‍ચે એફસીઆઈનાં કોન્‍ટ્રાકટરને લઈને ઘણા વર્ષોથી દુશ્‍મની ચાલી રહી હતી. અને બન્‍ને એકબીજાને મોતને ઘાટ ઉતારવાની પેરવી કરી રહૃાા હોય તેવા જ સમયે રાજુ શેખવાએ રૂપિયા પપ લાખની સોપારી આપીને સુરેશ શાહની હત્‍યા કરાવીને ફરાર થઈ ગયા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે સુરેશ શાહ હત્‍યાકેસમાં રવુ ખાચર સહિત 3 વયકિતની ધરપકડ કર્યા બાદ હત્‍યા કેસનાં મુખ્‍ય સુત્રધાર રાજુ શેખવા અને ઘનશ્‍યામની ધરપકડ આજે કરીને સમગ્ર હત્‍યાકેસનો ઉકેલ શોધવા કવાયત શરૂ કરી છે.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, રાજુ શેખવાએ અગાઉ સાવરકુંડલા અને બગસરા માર્ગ પર એક એક વ્‍યકિતની હત્‍યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બન્‍ને કેસમાં તેઓ નિર્દોષ પુરવાર થયા હતા અને વધુ એકહત્‍યાનો આરોપ તેમની સામે લાગતાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજુ શેખવાએ અપહરણ, ખંડણી સહિતનાં અનેક ગુન્‍હાઓ કરીને સમગ્ર ગુજરાતમાં ધાક જમાવી છે.

અમરેલીનાં વિદ્યાસભા સંકુલમાં ‘‘વિશ્‍વ યોગ દિન”ની ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અને અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક ઉ. માઘ્‍યમિક,અંગ્રેજી માઘ્‍યમ, એન્‍જિનીયરીંગ કોલેજ, કે. કે. પારેખ કોલેજ, કમાણી સાયન્‍સ એન્‍ડ આર્ટસ કોલેજનાં સંયુકત ઉપક્રમે આજરોજ વિદ્યાસભા કેમ્‍પસમાં યોગ દિવસની ખૂબ ઉલ્‍લાસ અને ઉત્‍સાહ સાથે ઉજવવામાં આવ્‍યો. ઉપસ્‍થિત નગરજનો, ટ્રસ્‍ટીઓ, વ્‍યવસ્‍થાપક, બી.આર.સી. સ્‍ટાફગણ, વિદ્યાસભા સ્‍ટાફગણ, એન.સી.સી. કેડેટસ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ યોગ દિવસ નિમિત્તે વિવિધ પ્રાણાયામ અને આસનો કરી શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે કટિબઘ્‍ધ થયા હતા. યોગ ર્ેારા માણસની શારીરિક અને માનસિક બિમારી દૂર થાય છે. ભારતીય સંસ્‍કૃતિનાં ભવ્‍ય વારસાને જયારે વિશ્‍વ આખુ અનુસરતું હોય ત્‍યારે આ ગૌરવમાં સહભાગી થઈ સર્વેએ યોગ કરી ધન્‍યતાનો અનુભવ કર્યો હતો.

બાબાપુરમાં ‘એનડીઆરએફ’ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

દેશમાં પૂર, ભૂકંપ જેવી કુદરતી આફતો સમયે જાન-માલની સુરક્ષા માટે ભારે જહેમત ઉઠાવતી ભભએનડીઆરએફભભની ટીમ દ્વારા અમરલીના બાબાપુર ગામે બાળકો અને ગામજનોની જાગૃતિ અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અનેકવિધ પ્રયોગો રજૂ કરવામાં આવ્‍યા હતા.

અમરેલીની અમરડેરીમાં ડિઝીટલ સોફટવેર સિસ્‍ટમનો પ્રારંભ થયો

અમરેલી, તા.ર1
અમરેલી જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લી. અમર ડેરી ખાતે દિલીપભાઈ સંઘાણીન વરદ્‌ હસ્‍તે ડિઝિટલ સોફટવેર સિસ્‍ટમની શરૂઅત કરવામાં આવી, આ પ્રસંગે તેમણે જણાવ્‍યુ કે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનં ડિઝિટલ ઈન્‍ડીયાના સ્‍વપ્‍નને સાકાર કરવાની શરૂઆત અમરેલી જિલ્‍લાની અમર ડેરી દ્વારા આ પહેલ કરવામાં આવેલ છે. આ સોફટવેર લગાવવાથી અમરેલી દૂધ સંઘ અમુલ સાથે લાઈવ જોડાય ગયેલ છે. આ સોફટવેરથી અમર ડેરીને રિયલ ટાઈમ ડેટા મળતો થશે જેથી વહીવટી પારદર્શકતા વધી જશે જે આ સિસ્‍ટમનો મોટો ફાયદો છે. આ સોફટવેર સિસ્‍ટમ વિશ્‍વની નામાંકિત કંપની પર લગાવવામાં આવેલ છે. આ પ્રસંગે ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, ડિરેકટરઓ અને જી.સી.એમ.એમ.એફ.ન અધિકારીઓએ હાજર રહેલ હતા. તેવું અમર ડેરીના મેનેજીંગ ડિરેકટર ડો.આર.એસ.પટેલની યાદીમાં જણાવેલ છે.

22-06-2018