Main Menu

Thursday, June 21st, 2018

 

આસ્‍થા ગૃપનો ભોગ બનનારે એસપી નિર્લિપ્‍ત રાયની મદદ માંગી

પોલીસવડાએ ન્‍યાય આપવાની ખાત્રી આપી
અમરેલી, તા. ર0
અમરેલીનાં નવનિયુકત એસ.પી. નિર્લિપ્‍ત રાયની કામગીરીથી જિલ્‍લાની જનતામાં ન્‍યાય મળવાની આશા ઉભી થઈ છે. અને જુદા જુદા ક્ષેત્રમાં અન્‍યાયનો ભોગ બનનાર પીડિતો હવે એસ.પી.ને રજૂઆત કરીને મદદ માંગી રહયા છે.
દરમિયાનમાં આજથી 6 વર્ષ પહેલા અમરેલીમાં આસ્‍થા ગૃપ દ્વારા નાની બચત, વીમા સહિતની કામગીરીકરીને કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને તેમના સંચાલક શૈલેષ ત્રિવેદી ફરાર થઈ ગયા છે. અને હાલ તેઓ જામીન ઉપર મુકત થઈને કોર્ટમાં હાજર રહેતા નથી ને હજારો પરિવારોની હાલત અત્‍યંત કફોડી બની ચૂકી છે. તેવા જ સમયે એસ.પી. સમક્ષ આજે યોગેશ ઠાકર, જયેશ ઉપાઘ્‍યાય સહિતના પીડિતોએ સમગ્ર ઘટનાની રજૂઆત કરીને ન્‍યાય અપાવવા માંગ કરતા એસ.પી.એ તમામ પીડિતોની રજૂઆત નિરાંતે સાંભળીને ન્‍યાય અપાવવાની ખાત્રી આપતાં પીડિતોમાં ન્‍યાય મળવાની આશા ઉત્‍પન્‍ન થઈ છે.

ગાધકડામાં લીમડાફળીમાં તીનપત્તીનો જુગાર રમતા પ શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. ર0
સાવરકુંડલા તાલુકાનાં ગાધકડા ગામે રહેતાં વિપુલ ધીરૂભાઈ દાદરેસા, મનિષ મગનભાઈ કલાણીયા નાગજી ખોડાભાઈ નવાડીયા, રાહુલ જયસુખભાઈ દાદરેસા તથા ધાર્મિક ધીરૂભાઈ ખીમાણીયા વિગેરે ગાધકડા ગામે લીમડા ફળીમાં  જાહેરમાં પૈસા-પાના વડે તીનપત્તીનો જુગાર રમતાં હોય, પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.13ર0 તથા મોબાઈલ ફોન-3 કિંમત રૂા.7પ00 મળી કુલ રૂા.88ર0નાં મુદ્યામાલ સાથે તમામને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

લોઠપુરમાં નાનાભાઈએ જમીન બાબતે મોટાભાઈને પથ્‍થર માર્યા

અમરેલી, તા. ર0
જાફરાબાદ તાલુકાનાં લોઠપુર ગામે રહેતાં અને ખેતિકામ કરતાં કરશનભાઈ મકવાણા પોતાનાં પ્‍લોટનાં કાંટાની વાડ કરતાં હોય, ત્‍યારે તેમના નાના ભાઈ રાજુ નાનજીભાઈ મકવાણા, ભાનુબેન મકવાણા તથા શૈલેશ મકવાણાએ ત્‍યાં આવીકહેલ કે, અમારા ભાગની ખેતીની જમીન અમારા ખાતે ચડાવી આપો તેમ કહી ગાળો આપી છૂટા પથ્‍થરનો ઘા મારી કપાળનાં ભાગે ઈજા થવા પામી હતી. આ બનાવ અંગે ગીતાબેન પ્રવિણભાઈ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પતિએ ઉશ્‍કેરાઈ પત્‍નિને ઢીકાપાટુંનો માર માર્યો

ડીવોર્સ બાબતે વાતચીત ચાલતી હોય
પતિએ ઉશ્‍કેરાઈ પત્‍નિને ઢીકાપાટુંનો માર માર્યો
અમરેલી, તા. ર0
સાવરકુંડલા ગામે રહેતાં પારૂલબેન ધનંજય ઉર્ફે ધનજીભાઈ રામાણી નામની ર8 વર્ષિય પરિણીતાને તેના પતિ ધનંજય સાથે ગત તા.6 નાં રોજ ડીવોર્સ બાબતે વાતચીત ચાલતી હોય, તે દરમિયાન પતિ ધનંજય તથા કેતન ઉર્ફે રમકડું નામનાં બે ઈસમોએ ઉશ્‍કેરાઈ જઈ તેણીને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલી પાલિકામાં રૂપિયા ર6 લાખની રકમ પટેલ સંકુલે જમા કરાવી

પાલિકાનાં શાસકોની ચીમકી કામ કરી ગઈ
અમરેલી, તા. ર0
અમરેલી શહેરનાં નગરજનો પાસેથી 7 કરોડથી વધુ મિલ્‍કત વેરાની રકમનાં લ્‍હેણાં બાકી હોય, આથી પ્રમુખ જયંતિભાઈ રાણવા અને ચીફ ઓફિસર જગતસિંહ વસાવાએ વેરા શાખામાં મોટી રકમનાં બાકીદારોની યાદી મંગાવી, બાકી વેરો ભરવા દૈનિક વર્તમાન પત્રોનાં માઘ્‍યમથી બાકી વેરાની રકમ ભરી આપવા તાકીદ કરેલ. જે પ્રેસનોટથી અમરેલી શહેરમાં બાકી લ્‍હેણદારોમાં ફફડાટ વ્‍યાપેલ. જે પૈકી પટેલ સંકુલની બાકી વેરાની રકમ રૂા.ર6.00 લાખ જેવી રકમ તાકીદે તા.19/06/ર018 નાં રોજ રૂબરૂ સંકુલનાં વહીવટદારો સર્વ ચતુરભાઈ ખુંટ અને પલસાણાએ અમરેલી નગરપાલિકામાં રૂબરૂ પ્રમુખ જયંતિભાઈ રાણવા, ઉપપ્રમુખ શકિલભાઈ સૈયદ, ચીફ ઓફિસર જગતસિંહ વસાવાની હાજરીમાં ચેકથી તા. 31/03/ર019 સુધીનો બાકી તમામ વેરાની રકમ ભરપાઈ કરી આપેલ અને શહેરમાં તેમણે એક નવી પહેલ ઉભી કરેલ.
અંતમાં નગરપાલિકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફઓફિસરએ મોટી રકમનાં બાકીદારો અમરેલી નગરપાલિકાની બાકી વેરાની રકમ તાત્‍કાલીક ભરપાઈ કરવા ફરી વખત તાકીદ કરેલ છે, તેમ છતાં જો શહેરનાં નગરજનો વેરાની મોટી બાકી રકમ ભરપાઈ કરવા તસ્‍દી નહીં લે, તો અમરેલી નગરપાલિકા તરફથી નગરપાલિકા અધિનિયમનાં કાયદા-જોગવાઈ મુજબ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે તેમ એક યાદીમાં    જણાવેલ છે.

અમરેલીપીજીવીસીએલનાં ખાનગી વાહન ચાલકોએ ભાડા વધારવા માંગ કરી

છેલ્‍લા 6 વર્ષથી ભાડામાં વધારો થયો નથી
અમરેલીપીજીવીસીએલનાં ખાનગી વાહન ચાલકોએ ભાડા વધારવા માંગ કરી
અમરેલી, તા.ર0
અમરેલી પી.જી.વી.સી. એલ. ના અધિક્ષક ઈજનેરને ખાનગી વાહન ચાલકોએ આવેદનપત્ર પાઠવેલ છે.આવેદનપત્રમાં જણાવેલ છે કે, હાલ પેટા વિભાગીય કચેરીમાં જુદા જુદા કામ માટે 3થી 4 વાહનો ફાળવવામાં આવેલ હોય છે. જુદી જુદી કચેરી માટે જયારે વાહન ભાડે મંગાવવામાં આવે ત્‍યારે, વાહન ભાડે મુકનાર કોન્‍ટ્રાકટર દ્વારા ગમે તે ભાવ રજૂ કરવામાં આવે તો પણ પી.જી.વી.સી.એલ. લીમીટેડના હાલના નિયમ મુજબ સંબંધીત અધિકારી દ્વારા ર4 કલાક માટે 3000 કી.મી. સુધી વધુમાં વધુ રૂા. 318પ0 વધારાના કી.મી. માટે રૂા. 9.0પ પ્રતિ કી.મી. ભાવ આપવામાં આવે છે. તેમજ 1ર કલાક માટે 3000 કી.મી. સુધી વધુમાં વધુ રૂા. ર8,પ10 અને વધારાના કી.મી. માટે રૂા. 9.0પ પ્રતિ કી.મી. ભાવ આપવામાં આવે છે. અમારી જાણ મુજબ કંપની દ્વારા નકકી કરવામાં આવેલા ઉપરોકત ભાવ ર01રથી અમલમાં છે, પરંતુ ર01રથી ર018 સુધીમાં મોંઘવારીમાં સતત વધારો થયેલ છે. અને ડીઝલના ભાવ રોજ રોજ વધતા રહે છે. ર01રની સરખામણીએ જોઈએ તો હાલ ડીઝલમાં 1 લીટરે રૂા. 30થી પણ વધારેનો વધારો થયેલ છે, વળી મોંઘવારીના કારણે ગાડીના મરામત ખર્ચ, વીમાના પ્રિમીયમનો ખર્ચ, ટાયરોના ઘસારાનો ખર્ચ વિગેરેતમામ ખર્ચાઓમાં સતત વધારો થયેલ છે. આ તમામ બાબતોને ઘ્‍યાનમાં લેતા કંપની દ્વારા ર01રમાં નકકી કરવામાં આવેલ ભાવમાં હવે સુધારોકરવાની તાકીદે જરૂરિયાત છે. તેમ અંતમાં          જણાવેલ છે.

સાવરકુંડલા, લીલીયા, ખાંભા, રાજુલા, જાભબાદ સહિતનાં પંથકમાં સિંહોની અવર-જવર વધી છે

સિંહોની સંખ્‍યામાં સતત વધારો અને સુરક્ષાનો અભાવ જોવા મળતાં
અમરેલી જિલ્‍લામાં સિંહોનાં રહેણાંકને અનામત જંગલ જાહેર કરાશે
સાવરકુંડલા, લીલીયા, ખાંભા, રાજુલા, જાભબાદ સહિતનાં પંથકમાં સિંહોની અવર-જવર વધી છે
અમરેલી, તા. ર0
એક સમયે માત્ર ગીર જંગલની શાન ગણાતા સાવજો હાલમાં અમરેલી જિલ્‍લાનાં રેવન્‍યુ વિસ્‍તારની પણ શાન છે. કારણ કે વસતી વધતા ખુબ મોટી સંખ્‍યામાં સાવજો અહીં વસી રહૃાા છે. હવે રાજય સરકારે અમરેલીમાં વનતંત્રનું નવું ડિવીઝન ઉભું કરવાનો મહત્‍વનો નિર્ણય કર્યો છે. જેમાં અમરેલી ઉપરાંત ભાવનગર જિલ્‍લાને પણ આવરી લેવાશે. અમરેલી જિલ્‍લામાં વસતા સાવજોની દેખરેખ, સુરક્ષા અને પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અમરેલી ખાતે વનતંત્રનું એક નવું ડિવીઝન ઉભું કરવા રાજય સરકારની ગઈ કાલે મળેલી એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્‍યો છે. ઉચ્‍ચ અધિકારીઓ અને વનમંત્રીની ઉપસ્‍થિતિમાં મુખ્‍યમંત્રીની અઘ્‍યક્ષતામાં આ બેઠક મળી હતી. ગીર અભ્‍યારણ બહાર વસતા સાવજો પર દેખરેખ માટે હવે નવા ડિવીઝનની આવશ્‍યકતા  જણાય છે. અમરેલીડીવીઝનમાં અમરેલી જિલ્‍લાનાં અમરેલી, લીલીયા, કુંકાવાવ, જાફરાબાદ, રાજુલા તથા ભાવનગર જિલ્‍લાનાં મહુવા, જેસર, પાલીતાણા અને તળાજા તાલુકા વિસ્‍તારને આવરી લેવામાં આવશે. અભ્‍યારણ સિવાયનાં આ વિસ્‍તારમાં નવા થાણા-નવા નાકા ઉભા કરવામાં આવશે. અને વાયરલેસ નેટવર્ક પણ ઉભુ કરવામાં આવશે. આ વિસ્‍તારમાં વન્‍યપ્રાણી મિત્રો અને ટ્રેકર્સની નિમણૂંક કરવામાં આવશે. વન્‍ય અધિકારીઓને વધુ સગવડતા આપી સાવજોની સુરક્ષા સુદ્રઢ કરાશે.
રેવન્‍યુ વિસ્‍તારમાં સાવજોની સંખ્‍યા વધી રહી છે. અને હવે આવનારો વધારો પણ રેવન્‍યુ વિસ્‍તારમાં જ હશે. ત્‍યાં સિંહ સંરક્ષણ પ્રત્‍યે લોકોમાં જાગૃતિ કેળવવા પણ અનેકવિધ પગલાઓ લેવામાં આવશે.
આ માટે નેચર એજયુકેશન કેમ્‍પ જેવા પગલા લેવામાં આવશે. અને વનમંત્રીના અઘ્‍યક્ષ સ્‍થાને સાવજોની રક્ષા માટે સ્‍ટીયરીંગ કમીટીની રચના કરવામાં આવશે. જીલ્‍લા સ્‍તરે આ માટે કલેકટરની અઘ્‍યક્ષતામાં મોનીટરીંગ કમીટી બનાવાશે.
ગીર પૂર્વનાં અમરેલી વિસ્‍તાર હેઠળ આવતા ચિખલકુવા વિસ્‍તારમાં નવો ટુરીઝમ ઝોન વિકસાવવામાં આવશે. સાસણની જેમ અહીં વધુ ને વધુ પ્રવાસીઓ ખેંચવા પ્રયાસ થશે. આવી જ રીતે ગીર પર્વત અભ્‍યારણમાં પણ સિંહ દર્શન શરૂ કરાશે.
સરકાર ર્ેારા ધારી આંબરડીપાર્ક તથા સાસણ દેવળીયા પાર્કમાં માળખાગતસુવિધાઓ અને પ્રવાસીઓ માટે વધુ સગવડતા ઉભી કરવા 30 કરોડનો ખર્ચ કરાશે. પ્રવાસન વિભાગ ર્ેારા આ માટેના કામો ઝડપથી પૂર્ણ કરાશે.
અમરેલી તથા ભાવનગર જીલ્‍લાનાં 109 ચો.કી.મી. વિસ્‍તારમાં સાવજોની રક્ષા મહત્‍વની છે. સિંહોના રહેઠાણ અને અવરજવર વાળા જંગલ તથા સફારી પડતર વિસ્‍તારને કન્‍ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવશે.
અમરેલી-ભાવનગરનાં પડતર વિસ્‍તારને કન્‍ઝર્વેશન રીઝર્વ કરવાનો સરકારનો નિર્ણય વન્‍ય પ્રાણીઓની સુરક્ષા અને સલામતી માટે મહત્‍વનો બની રહેશે. ગ્રેટર ગીર નેચર ટ્રસ્‍ટ, ટ્રસ્‍ટી રાજન જોષીએ જણાવેલ છે.
સરકારી પડતર જમીનને કન્‍ઝર્વેશન રીઝર્વ કરવાના સરકારનાં નિર્ણયથી સિંહો સહિતનાં વન્‍ય પ્રાણીઓની પજવણી પર રોક લાગશે અને રેવન્‍યુ વિસ્‍તારનાં ખુલ્‍લા દરવાજાઓને તાળુ મારવા જેવી બાબત ગણાશે.

પુત્રીએ ઘરેથી ભાગી લગ્ન કરી લેતા માતાએ આત્‍મહત્‍યા કરી

ઝેરી દવા પી અંતિમવાટ પકડી લેતા અરેરાટી
અમરેલી, તા.ર0
ખાંભાના જીનવાડીમાં રહેતા ભાવનાબેન સામતભાઈ રાઠોડ નામની 40 વર્ષીય પરિણીતાની પુત્રી આઠેક દિવસ પહેલા ઘરેથી કોઈને કાંઈ પણ કહયા વગર જતી રહેલ અને જેના લગ્ન થઈ ગયાનો પત્ર આવતા ભાવનાબેનને જાણ થતા આઘાત લાગતા તેના કારણે ગઈકાલે બપોરેકોઈ ઘરે હાજર ન હોય ત્‍યારે ઝેરી દવાના ટીકડા પી લેતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું ખાંભા પોલીસમાં જાહેર થવા  પામેલ છે.

ગળકોટડીમાં પરપ્રાંતીય પરિણીતાનું ઝેરી સર્પે દંશ મારતા મોત

વાડીએ પાણી ભરવા જતા બન્‍યો બનાવ
અમરેલી, તા. ર0
મૂળ મઘ્‍યપ્રદેશના વતની અને હાલ બાબરા તાલુકાના ગળકોટડી ગામે રહેતા જમકુબેન વસ્‍તાભાઈ દુધવા નામની ર6 વર્ષીય પરિણીતા ગત તા.18ના રાત્રે ભાગવી રાખેલ વાડીમાં આવેલ ટાંકામાંથી પાણી ભરવા જતા તે વખતે જમણા પગના અંગુઠાની બાજુમાં સાપે દંશ મારતાતેણીનું મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા  પામેલ છે.

અમરેલી જિલ્‍લામાં ‘‘મનરેગા” યોજનામાં કૌભાંડની આશંકા

અનેક ગામોમાં માત્ર કાગળ પર જ યોજના ચાલતી હોવાની ફરિયાદ
અમરેલી જિલ્‍લામાં ‘‘મનરેગા” યોજનામાં કૌભાંડની આશંકા
ગરીબ પરિવારોનાં નામે ગોલમાલની આશંકાનો મામલો અતિ ગંભીર માનવામાં આવે છે
અમરેલી, તા. ર0
અમરેલી જિલ્‍લાનાં અનેક ગામોમાં મનરેગા યોજનામાં વ્‍યાપક પ્રમાણમાં ગેરરીતિ થતી હોવાની ચર્ચાએ જોર પકડેલ હોય આ અંગે તાત્‍કાલીક તટસ્‍થ તપાસ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.
ગામડામાં ગરીબ પરિવારોને સ્‍થાનિક સ્‍તરે જ કામ પુરૂ પાડીને વેતન આપતી મનરેગા યોજનામં સમયાંતરે ભ્રષ્‍ટાચારનાં આક્ષેપો થતાં રહૃાા છે. ત્‍યારે ખાંભા પંથકનાં 1પથી ર0 ગામોમાં લાખોરૂપિયાનો ભ્રષ્‍ટાચાર થઈ રહૃાાની ચર્ચાએ જોર પકડેલ છે.
અ મહાકાય કૌભાંડમાં તલાટી મંત્રીથી લઈને ઉચ્‍ચ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત રચાઈ હોવાનું અને માત્ર કાગળ પર જ યોજના ચલાવવામાં આવી રહૃાાની ચોંકાવનારી ચર્ચા શરૂ થયેલ છે.
જેમાં લાગતા-વળગતા શ્રમજીવીનાં નામે જોબકાર્ડ બનાવીને બેન્‍ક ખાત ખોલીને ભાગબટાઈથી દર પંદર દિવસે વેચન જમા કરાવીને સરકારની આંખમાં ધુળ નાખવાનો પ્રયાાશ થઈ રહૃાો છે. જેમાં જિલ્‍લા ગ્રામ વિકાસ વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં અવી રહી છે.
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક વર્ષમાં ભભમનરેગાભભ યોજના હેઠળ થયેલ તમામ કામગીરીની તટસ્‍થ તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનાં કૌભાંડનો પર્દાફાશ થવાની શકયતઓ હોય રાજય સરકાર ભ્રષ્‍ટાચાર વિરૂઘ્‍ધ ખરેખર કામ કરવા રાજી હોય તો તપાસ કરાવશે નહી તો મેરા ભારત મહાન.

ચાવંડ ચેક પોસ્‍ટથી એલસીબીએ રૂપિયા ર3.રપ લાખની રદ્ય થયેલ નોટ ઝડપી

ઉખરલાનાં અનિરૂદ્ધસિંહ અને રાજપરાનાં રાજુ સોલંકી પાસેથી
ચાવંડ ચેક પોસ્‍ટથી એલસીબીએ રૂપિયા ર3.રપ લાખની રદ્ય થયેલ નોટ ઝડપી
સમગ્ર જિલ્‍લામાં ખળભળાટ મચાવતી ઘટના
અમરેલી, તા.
અમરેલી એલ.સી.બી.એ ચાવંડ નજીકથી રૂપિયા પ00નાં દરની રદ થયેલી નોટ કિંમત રૂપિયા ર3.રપ લાખની સાથે ર શખ્‍સોની અટકાયત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
ભાવનગર તરફથી બે ઈસમો જી.જે.4 એ.કે. 1ર3પ નંબરના મો.સા. ઉપર બાબરા તરફ જાય છે અને તેમની પાસે રદ થયેલી ચલણી નોટો છે. તેવી ચોકકસ બાતમી આધારે ચાવંડ ચેક પોસ્‍ટ પર વોચ ગોઠવી ભાવનગર તરફથી આવતા મો.સા. ચેક કરતા મળેલ બાતમી        વાળા મો.સા. ઉપર બે ઈસમો આવતા તેમને રોકી ચેક કરતા તેમના નામ અનિરૂઘ્‍ધસિંહ ઉર્ફે મુન્‍નાભાઈ ખુમાનસિંહ ગોહિલ રહે. ઉખરલા, તા. ઘોઘા, જિ. ભાવનગર તથા રાજુભાઈ મોહનભાઈ સોલંકી રહે. રાજપરા, તા. શિહોર, જિ. ભાવનગર વાળા હોવાનું જાણવા મળેલ અને તેમની પાસે એક સ્‍કૂલબેગ જેવો થેલો હોય જે થેલો ચેક કરતાં થેલામાંથી રૂા. 1000ના દરની ભારતીય ચલણી નોટ નંગ-1પ00 કિંમત રૂા. 1પ,00,000 તથા રૂા. પ00ના દરની નોટ નંગ-16પ0 કિંમત રૂા. 8,રપ,000 મળી કુલ રૂા. ર3,રપ,000ની કિંમતની જુની રદ થયેલ ભારતીય ચલણીનોટો મળી આવતા આ નોટો પોતાના કબજામાં રાખવા અંગે કોઈ આધાર-પુરાવો કે રિઝર્વ બેંકનો કે કોર્ટનો કોઈ ઓથોરીટી લેટર હોય તો રજૂ કરવા કહેતા બંને ઈસમોએ પોતાની પાસે આવો કોઈ આધાર-પુરાવો કે કોઈ બેંક કે કોર્ટનો ઓથોરીટી લેટર નહીં હોવાનું જણાવતા આ જુની રદ થયેલ નોટો, કિંમત રૂા. ર3,રપ,000ની તથા મો.સા. કિંમત રૂા. ર0,000તથા બે મોબાઈલ કિમત રૂા. પપ00 તથા સ્‍કૂલબેગ જેવો થેલો મળી કુલ કિંમત રૂા. ર3,પ0,000નો મુદામાલ શક પડતી મિલકત તરીકે કબ્‍જે લઈ પકડાયેલ બંને ઈસમો સામે ધોરણસર કાર્યવાહી કરી લાઠી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.

વાહ સરકાર વાહ : આંદોલનકારીઓને પણ હંફાવી દીધા

રાજુલામાં ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત પ7માં દિવસે આંદોલન યથાવત
વાહ સરકાર વાહ : આંદોલનકારીઓને પણ હંફાવી દીધા
ગરીબ પરિવારોનું જે થવું હોય તે થાય સરકારને ગરીબોની કોઈ ચિંતા નથી
રાજુલા, તા. ર0
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા પ7 દિવસથી ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમીટેડ કંપની અને ભુમાફિયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. પીપાવાવધામનાં ગ્રામજનો બાળકો, વૃઘ્‍ધા, મહિલા સહિતના લોકો તા. રપ/4/18થી અવિરતપણે આંદોલન કરી રહૃાા છે. સરકાર આજે ન્‍યાય આપશે કલે ન્‍યાય આપશેની આશાએ આજદિન સુધી લોકો ન્‍યાય માટે ઝઝુમી રહૃાા છે પરંતુ સરકારનાં પેટનું પાણી પણ હલતું નથી. સરકારી અધિકારીઓ ભુમાફિયાઓ અને જીએચસીએલ કંપનીને છાવરી રહૃાા છે. સરકારી બાબુઓ ભુમાફિયાઓના ઝીંગા મોટા થઈ જાય પછી દબાણ દુર કરવાના હોય તેવું લાગી રહૃાું છે. જયારે જીએચસીએલ કંપની ઘ્‍વારા ર007માં સરેન્‍ડર કરવામાં આવેલી પીપાવાવધામની પ7 એકર જમીન આજદિન સુધી સરકારી અધિકારીઓ ખુલ્‍લી કરાવી શકયા નથી કે પ7 એકર જમીન પરથી કબ્‍જોછોડવા નોટીસ પણ નથી આપી. અધિકારીઓ દબાણ દુર કરવાનાં બદલે આંદોલનકારીઓની ભૂલો શોધી રહૃાા છે અને ભીંસમાં લેવનો પ્રયાસ કરી રહૃાા છે તેવું આંદોલનકારીઓ ઘ્‍વારા જણાવાયું હતું. હવે સરકારી બાબુઓ ભુમયિાઓને છાવરવાનાં બદલે મનવતાની દ્રષ્‍ટિએ આંદોલનકારીઓને ન્‍યાય આપે તો આંદોલનકારીઓ વહેલી તકે પારણા કરી ઘરે જાય.
આંદોલન છાવણીમાં હાજર રહેતા અશોકભાઈ ભાલિયા, દેવદાનદાદા સાંખટ, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવધામના સરપંચ હંસાબેન ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા, મધુભાઈ સાંખટ, ધીરૂભાઈ મકવાણા સહિતના લોકો બહોળી સંખ્‍યામાં આંદોલન કરી રહૃાાં છે. દિવસનાં અંતે આંદોલનકારીઓ ઘ્‍વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવી રજુઅત કરવામાં આવી હતી. પરંતુ તંત્રના કાને કદાચ આ ગરીબ લોકોનો અવાજ નહીં પહોંચતો હોય.

ચમારડીમાં ‘રાધે ફાર્મ’માં ગોપાલ શેઠની ભાજપીઓ સાથે બેઠક

બાબરાના ચમારડી ગામે આવેલ ભાજપ અગ્રણી અને ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાના “રાધે ફાર્મ” સ્‍થાનિક પ્રશ્‍નોને લઈને સતાધારી પક્ષ ભાજપના કાર્યકરો અને આગેવાનોની મહત્‍વની બેઠક યોજાઈ હતી. જેમાં બાબરા, લાઠી અને દામનગર પંથકમાંથી પ00થી વધારે કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

અમરેલી જિલ્‍લા પંચાયતનાં નિવૃત્ત થતાં શાસકોને શુભેચ્‍છા પાઠવતું આઈટી સેલ

અમરેલી, તા.ર0
અમરેલી જિલ્‍લા પંચાયત ભાજપ પાસેથી આંચકી કોંગ્રેસ દ્વારા જિલ્‍લા પંચાયતના પ્રમુખ તરીકે જેનીબેન ઠુંમર તથા ઉપપ્રમુખ તરીકે કેશુરભાઈ ભેડાની પસંદગી કરવામાં આવી હતી. જેના આજે અઢી વર્ષ પૂર્ણ થયા છે.
પ્રમુખ તથા ઉપપ્રમુખે પોતાના શાસનકાળ દરમિયાન અમરેલી જિલ્‍લાના તમામ ગામડાઓ અને આમ જનતા માટે, જિલ્‍લાના વિકાસ માટે હંમેશા લડત આપી છે. હંમેશા લોકોના પ્રશ્‍નોને વાચા આપી પ્રજા હિત માટે સતત લડત ચલાવી છે. જિલ્‍લાના નાનામાં નાના વ્‍યકિતને સાંભળી તેમના પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા તત્‍પર રહયા છે. ખેડૂત, કરાર આધારીત કર્મચારી, આંગણવાાડી વર્કર,વિદ્યાર્થી તમામના હકકની લડાઈમાં હંમેશા સાથે ઉભા રહી આમ જનતા માટે સતત કાર્યશીલ રહેનાર જિલ્‍લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર તથા ઉપપ્રમુખ કેશુરભાઈ ભેડાનું અમરેલી જિલ્‍લા કોંગ્રેસ આઈ.ટી. સેલ ટીમ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

અમરેલીમાં ડાયનેમિક ગૃપ અને જીવનતીર્થ વિદ્યાલય ર્ેારા યોગ સેમિનાર યોજાયો

અમરેલીની જાણીતી યુવા સંસ્‍થા ડાયનેમિક ગૃપ-અમરેલી તથા જીવનતીર્થ વિદ્યાલયનાં સંયુકત ઉપક્રમે ડાયનેમિક ગૃપનાં પ્રમુખ હરેશ બાવીશીનાં માર્ગદર્શન હેઠળ આંતરરાષ્‍ટ્રીય યોગા દિન ઉજવણી અંતર્ગત યોગા નિદર્શન તથા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં મુખ્‍ય મહેમાન પદે ખોડલધામનાં ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, સમસ્‍ત આહિર સમાજનાં પ્રમુખ જીતુભાઈ ડેર, લાયન્‍સ કલબ મેઈનનાં પ્રમુખ કાંતીભાઈ વઘાસિયા, પૂર્વ પ્રમુખ જગદીશ તળાવિયા, અગ્રણી બિલ્‍ડર હિરેન બાંભરોલીયા, એપેક્ષ ગૃપનાં પ્રમુખ વડાલીયા, ડાયરેકટર મનિષ ભંડેરીની ઉપસ્‍થિતિમાં ચારસો વિદ્યાર્થી ભાઈ-બહેનોને યોગા-નિદર્શન- માર્ગદર્શન અપાયુ હતું. સેમિનારનાં પ્રારંભે એપેક્ષ ગૃપનાં પ્રમુખ વડાલીયાએ સૌનું શબ્‍દોથી સ્‍વાગત કર્યુ હતું તથા ડાયરેકટર મનીષ ભંડેરી, ગિરીશ ઝાલાવાડીયાએ સન્‍માન કર્યુ હતું. પંદરસો વર્ષ જુની યોગા પરંપરાનાં ઈતિહાસથી લઈને વર્ષ ર018ના આંતરરાષ્‍ટ્રીય યોગા સુધીની માહિતી તથા શારિરીક,માનસિક, આઘ્‍યાત્‍મિક સહિત ઉજાગર કરવામાં યોગાનું મહત્ત્યવ સમજાવી મુખ્‍યવકતા પદેથી હરેશ બાવીશીએ મંત્રમુગ્‍ધ વ્‍યાખ્‍યાન આપ્‍યુ હતું તથા વસંતભાઈ મોવલીયા તથા જીતુભાઈ ડેરે વિદ્યાર્થીઓને શુભેચ્‍છા સંદેશો આપ્‍યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થી ભાઈ બહેનોએ નિયમિત યોગા કરવાના સંકલ્‍પ લઈને પાંચ વ્‍યકિતને નિયમિત યોગા કરવા પ્રેરણા આપવા શપથ લીધા હતા. ડાયનેમિક ગૃપ તથા જીવનતીર્થ વિદ્યાલય આયોજિત યોગ નિદર્શન, માર્ગદર્શન, તથા સંકલ્‍પ સેમિનાર તથા અભિયાનને સફળ બનાવવા ધડૂક, ઉપાઘ્‍યાયએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સેમિનારનું સફળ સંચાલન જોષીએ કર્યુ હતું તથા આભારદર્શન ડાયરેકટર મનીષભાઈ ભંડેરી તથા ગિરીશભાઈ ઝાલાવાડીયાએ કર્યા હતા.

અવસાન નોંધ

અવસાન નોંધ
અમરેલી : સ્‍વ. ઈચ્‍છાશંકર પ્રભાશંકર ત્રિવેદીના ધર્મપત્‍ની મંજુલાબેન (ઉ.વ.7પ)નું તા.19/6ને મંગળવારના રોજ અમરેલી મુકામે અવસાન થયેલ છે. તે દામનગરના પત્રકાર અતુલ શુકલના મામી થાય. સ્‍વ.ની સાદડી તા.ર1ને ગુરૂવારના રોજ સહજ હોલ, ચકકરગઢ રોડ, ફાટક ઉતરતા, અમરેલી ખાતે સાંજના 4 થી 7 રાખેલ છે.
સાવરકુંડલા : દુધીબેન લાલજીભાઈ રાઠોડ (ઉ.વ.80)નું તા.16/6ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.ર1/6ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાક સુધી નિવાસ સ્‍થાનકાંતિભાઈ લાલજીભાઈ રાઠોડ, ગીતાંજલી સોસાયટી, પાણીના ટાંકા આગળ, જેસર રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : મોટાભમોદરા નિવાસી નર્મદાશંકર હરિલાલભાઈ ત્રિવેદી (ઉ.વ.80)નું તા.1પ/6ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ રસિકલાલ હરગોવિંદ વ્‍યાસના સાળા, નાનાલાલ નારણભાઈ વ્‍યાસના ભાણેજ, જયેશકુમાર હસમુખરાય ઉપાઘ્‍યાયના સસરાજી, હર્ષદરાય ઉપાઘ્‍યાયના વેવાઈ થાય. કાળીદાસભાઈ જે. ત્રિવેદીના ભત્રીજા થાય. સદગતની સંયુકત સાદડી તા.ર1/6ને ગુરૂવારના રોજ સાંજે પ થી 7 કલાકે રસિકલાલ હરગોવિંદ વ્‍યાસ, ગુજરાત હાઉસીંગ, 16/એ, કાણકીયા કોલેજ પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
બાબરા : મર્હુમા શાહબાનુબેન પ્‍યારઅલીભાઈ કેશવાણી (ઉ.વ.73) જેઓ રમજાનઅલી, સીરાજઅલી તથા અકબરઅલીના માતુશ્રીનું તા.14/6ના રોજ અવસાન થયેલ છે. તેમની ચેહલુમની દુભઆ તા.ર4/6ને રવિવારના રોજ સાંજના 4 કલાકે બાબરા ખોજા જમાતખાના ખાતે રાખેલ છે.
ભેરાઈ : ભુપતભાઈ નાનજીભાઈ ગઢાદરા (ઉ.વ.6ર) તા.19/6ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ છગનભાઈ, જયંતિભાઈ, અનુભાઈ, હિંમતભાઈના મોટા ભાઈ થાય અને ગોપાલભાઈ, અલ્‍પેશભાઈના પિતાજી થાય. તેમની ઉત્તરક્રિયા તા.ર9/6ના રોજ રાખેલ છે.

અમરેલીમાં મીઝલ્‍સ રૂબેલા વેકસીન માટેશિક્ષણ વિભાગનો વર્કશોપ યોજાયો

જિલ્‍લા વિકાસ અધિકારીનાં રાહબરી હેઠળ તેમજ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જે. એચ. પટેલ તથા જિલ્‍લા ઈમ્‍યુનાઈઝેશન અધિકારી ડો. આર. કે. જાટની સૂચનાથી અમરેલી તાલુકાનાં આરોગ્‍ય અધિકારી ડો. આર. કે. સિંહાનાં સીધા માર્ગદર્શન હેઠળ તા. 18-6 તથા તા. 19-6 તાલુકા હેલ્‍થ ઓફીસ -અમરેલી તથા બી.આર.સી. ભવન-અમરેલી ખાતે પ્રાથમિક શાળાનાં આચાર્યો, શિક્ષકોનો એક વર્કશોપ યોજાયો. આ વર્કશોપમાં સરકાર ર્ેારા 9 માસથી 1પ વર્ષ સુધીના બાળકોને મીઝલ્‍સ તથા રૂબેલાના વેકસીનથી રક્ષીત કરવાનો કાર્યક્રમ હાથ ધરવાનો હોય તેના ભાગરૂપે આ વર્કશોપનું આયોજન કરેલ. આ કેમ્‍પેઈન તા.1પમી જુલાઈ ર018થી તા. 14-8 સુધી ચાલુ રહેશે. તો આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ તથા શિક્ષણ વિભાગનાં સહયોગથી સફળતા મળે તેવી અપીલ કરવામાં આવેલ. સરકારનાં આ મહા અભિયાનમાં 9 માસથી 1પ વર્ષના એક પણ બાળક બાકી ન રહે તે માટે આ વર્કશોપમાં શિક્ષકોને વાલીઓમાં જનજાગૃતિ આવે તે માટે સહકાર આપવા અનુરોધ કરેલ. આ વર્કશોપમાં પ્રાંત અધિકારી ડી. એન.સતાણી, અમરેલી સિવિલ હોસ્‍પિટલના સિવિલ સર્જન ડો. રાઠોડ, તાલુકાનાં આરોગ્‍ય અધિકારી ડો. આર. કે. સિંહા, રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમનાં અમરેલીનાં શહેરી વિસ્‍તારના 3ટીમનાં તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારનાં ર ટીમના તમામ ડોકટરોએ તાલીમ આપેલ અને માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. આ કાર્યક્રમમાં અર્બન હેલ્‍થ ઓફીસર ડો. એસ.બી. સતાણી, આર.બી.એસ.કે. ફાર્માસીસ્‍ટ, અમરેલી તાલુકાનાં તમામ પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્રોનાં મેડીકલ ઓફીસરો તથા કર્મચારીગણ આ વર્કશોપમાં હાજર રહેલ હતા. ઉપરોકત મહા અભિયાનને સફળ બનાવવા માટે વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગોનાઈઝેશન સંસ્‍થામાંથી ડો. જય નિમાવતે ઉપસ્‍થિત તમામ સ્‍ટાફને મીઝલ્‍સ રૂબેલા વેકસીન વિશે સમજુતી આપેલ હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગમાંથી જિલ્‍લા શાસનાધિકારી ચુડાસમા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીમીષાબેન દવેએ શિક્ષણ વિભાગનાં દરેક આચાર્યોને તેમજ નોડલ શિક્ષકોને સરકારનાં મહા અભિયાનમાં સહકાર આપવા હાકલ કરેલ.

21-06-2018