Main Menu

Wednesday, June 20th, 2018

 

ખીજડીયા (ખારી) ગામે બળદ ગાડામાંથી પડી જતાં ખેડૂત આધેડનું મોત

અમરેલી, તા.
અમરેલી તાલુકાનાં ખીજડીયા(ખારી) ગામે રહેતાં અને ખેતિકામ કરતાં બાલુભાઈ ખોડાભાઈ રામાણી નામનાં પ4 વર્ષિય આધેડ ખેડૂતનાં ખેતરમાં રોજનો ત્રાસ હોય, જેથી ગાડું લઈ ગાંડાબાવળ કાપી ગાડામાં ભરીને આવતાં હતા ત્‍યારે અચાનક જ બળદ ભડકતાં તેઓ ગાડામાંથી નિચે પડી જતાં ઈજા થવા પામેલ હોય, જેથી તેઓ બેભાન થઈ જતાં સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાતાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કરેલ હતા.

અચ્‍છે દિન : અમરેલીનાં એસ.પી.  નિર્લિપ્‍ત રાયની કામગીરી પ્રશંસાપાત્ર

છેલ્‍લા 10 વર્ષથી જનતા જનાર્દનમાં ચાલતો ભયનો માહોલ દુર થયો
અચ્‍છે દિન : એસ.પી.  નિર્લિપ્‍ત રાયની કામગીરી પ્રશંસાપાત્ર
જિલ્‍લાનાં માફીયાઓ, માથાભારે શખ્‍સો, બુટલેગરોએ ધંધા બંધ કરવાનું શરૂ કર્યુ
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક દાયકાથી કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ દિનપ્રતિદિન કથળી રહી હતી. જિલ્‍લામાં માથાભારે શખ્‍સોમાંથી ખાખી વર્દીનો ડર ગાયબ થઈ રહૃાો હતો. જિલ્‍લાનાં લાખો પરિવારોમાં ડરનો માહોલ જોવા મળતો હતો અને હવે શું થશે તેની ચિંતા સૌ કોઈને સતાવતી હતી. તેવા જ સમયે રાજયસરકારે અમરેલીનાં પોલીસ અધિક્ષક તરીકે આઈપીએસ નિર્લિપ્‍ત રાયને જવાબદારી સોંપી અને તેઓએ ફરજ પર હાજર થયા બાદ તુરત જ તાબાનાં પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીને જરૂરી માર્ગદર્શન અને કડક સુચના આપતાં એક જ અઠવાડીયામાં દારૂ, જુગાર અને ખનીજ ચોરી જેવી ઘટનાઓ પર પ્રતિબંધ લાગી ગયો અને અનેક જુગારીઓ, બુટલેગરો અને ખનીજ માફીયાઓ વિરૂઘ્‍ધ આકરી કાર્યવાહી શરૂ કરતાં જિલ્‍લાની જનતામાં હરખની હેલીનો માહોલ જોવા મળી રહૃાો છે.
અમરેલીનાં એસપી તરીકે નિર્લિપ્‍ત રાયે સાબિત કરી દીધુ કે જનકલ્‍યાણ કરવા માટે સ્‍ટાફની કે સાધનોની કમી નડતી નથી માત્ર ઈચ્‍છાશકિતની કમી નડે છે. જો ઈચ્‍છાશકિત હોય તો ટાંચા સાધનોથી પણ જનસુરક્ષા થઈ શકે છે.
આઈપીએસ અધિકારી નિર્લિપ્‍ત રાયની કામગીરીથી જે અધિકારીઓ સ્‍ટાફ નથી, સાધનો નથી જેવા રોદણા રોઈ રહૃાા છે તેઓએ પ્રેરણા લેવાની જરૂર હોવાનું જિલ્‍લાની જનતા ઈચ્‍છી રહી છે.

રાજુલા-જાફરાબાદ તાલુકા પંચાયતમાં બળવો કરનાર સદસ્‍યોને ભાજપે સસ્‍પેન્‍ડ કરી દીધા

કુલ પાંચ સદસ્‍યોને પક્ષનો દરવાજો બતાવી દેવાયો
અમરેલી, તા.
રાજુલા તાલુકા પંચાયતની પ્રમુખ, ઉપપ્રમુખની મુદત પુરી થતા યોજાયેલી પ્રમુખ, ઉપપ્રમુખ પદની ચુંટણીમાં ભાજપના રાજુલા તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્‍ય દયાબેન રમેશભાઈ ધાખડા,  ગીતાબેન જગુભાઈ ધાખડા, અને હુસેનભાઈ જમાલભાઈ મકવાણાએ ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસને સમર્થન કરતા આ ત્રણેય સભ્‍યોએ પાર્ટીના મેન્‍ડેડની વિરૂઘ્‍ધમાં મતદાન કરતા. તેમજ તે રીતે જાફરાબાદ તાલુકા પંચાયતની પ્રમખુ,ઉપપ્રમુખની મુદત પુરી થતા યોજાયેલી પ્રમુખ, ઉપપ્રમુખ પદની ચુંટણીમાં ભાજપના જાફરાબાદ તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્‍ય કરણભાઈ ભગવાનભાઈ બારૈયા, બાઘુબેન મનુભાઈ મકવાણા ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસને સમર્થન કરતા આ બંને સભ્‍યોનએપાર્ટીના મેન્‍ડેડની વિરૂઘ્‍ધમાં મતદાન કરતા ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ ભાજપની સુચના મુજબ તાત્‍કાલીક અસરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે.

અમરેલી તાલુકા કોંગી પ્રમુખ અરવિંદ કાછડીયાનું કોંગ્રેસે રાજીનામુ સ્‍વીકારી લીધું

તાલુકા પંચાયતમાં બળવો કરવાની સજા મળી
અમરેલી, તા.
અમરેલી તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ અને તાલુકા કોંગી પ્રમુખ અરવિંદભાઈ કાછડીયાએ કોંગ્રેસ પક્ષમાંથી આપેલ રાજીનામાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સ્‍વીકાર કરી લીધો છે. અને તેના સ્‍થાને મનિષ ભંડેરીને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ બનાવવામાં આવ્‍યા છે.
તાલુકા પંચાયતમાં અઢી વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે કામગીરી કરનાર અરવિંદ કાછડીયા છેલ્‍લા થોડા મહિનાઓથી કોંગ્રેસથી વિમુખ ચાલી રહૃાા હતા અને ધારાસભ્‍ય પરેશ ધાનાણીને નૂકશાન કરવાનો પ્રયાશ કરી રહૃાા હતા.
છેલ્‍લે તેઓએ તાલુકા પંચાયતનાં પ્રમુખ બનવા બળવો કરતાં તેનાં ઘેરા પ્રત્‍યાઘાતો પડયા હતા અને અરવિંદ કાછડીયાએ થોડા દિવસો પહેલા પ્રમુખ તરીકે આપેલરાજીનામાનો આજે પ્રદેશ પ્રમુખે સ્‍વીકાર કરી લીધો છે.
આમ, તાલુકા પંચાયતનું પ્રમુખપદ લેવા જતાં અરવિંદ કાછડીયાને તાલુકા પંચાયતનું ઉપપ્રમુખપદ અને તાલુકા કોંગી પ્રમુખપદ બન્‍ને ગુમાવવા પડયા છે.

રાજુલા-જાફરાબાદ તાલુકા પંચાયતમાં વર્ષો બાદ કોંગી શાસન

ભાજપનાં ગઢમાં ગાબડા પાડતાં ધારાસભ્‍ય અંબરીશ ડેર
વિધાનસભાની ચૂંટણીમાં જવલંત સફળતા બાદ પુનઃ કોંગ્રેસનો વિજય થયો
રાજુલા, તા. 19
આજરોજ અમરેલી જીલ્‍લામાં રાજુલા-જાફરાબાદ અને ખાંભાની એમ ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી હતી. જેમાં રાજુલામાં જાફરાબાદમાં ઘણા વર્ષોથી ભાજપ સત્તા પર હતું, જયારે ખાંભામાં તો કોંગ્રેસ જ સત્તા પર હતી. આ વખતે રાજુલા અને જાફરાબાદમાં ભાજપની જગ્‍યાએ કોંગ્રેસ સત્તા પર આવતા અને ભાજપની રાજયમાં સરકાર હોવા છતાં આજરોજ યોજાયેલ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં બન્‍ને જગ્‍યાએ રાજુલા-જાફરાબાદમાં મેદાન મારી જતા ભાજપને જબ્‍બરો આંચકો સહન કરવો પડેલ છે. એકબાજુ ભાજપ ર્ેારા નગરપાલિકાઓ કોંગ્રેસમાં તોડફોડ કરતા કોંગ્રેસ ર્ેારા તાલુકા પંચાયતમાં ભાજપમાં તોડફોડ કરવા કરતા રાજુલા-જાફરાબાદમાંથી સત્તાથી દૂર થઈ ગયેલ છે.
આજરોજ સવારે 11 કલાકે રાજુલા-જાફરાબાદમાં ચૂંટણી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવેલ હતી.જેમાં રાજુલા તાલુકા પંચાયતમાં ભાજપનાં ત્રણ સભ્‍યો ર્ેારા કોંગ્રેસનાં પ્રમુખ, ઉપપ્રમુખનાં ઉમેદવારને ટેકો આપવાની વાત થતા જ ભાજપનાં સભ્‍યો ર્ેારા હો-હા દેકારો મચાવી દેવામાં આવેલ હતો. અને જોરજોરથી હાકોટા પડકારા કરવામાં આવી રહેલા હતા અને ચૂંટણી પ્રક્રિયામાં બાધાઓ નાખતા હોય તેવું લાગતા ચૂંટણી અધિકારી તથા પીઆઈ ર્ેારા ચાલુ પ્રમુખ વલ્‍કુભાઈ બોસ તથા કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ અને ભાજપનાં કેટલા સભ્‍યોને શાંત રહેવા સૂચના આપવા છતા નહિ પાલન કરતાં તેઓને કડક સૂચના આપેલ. તેમ છતાં દેકારો થતાં પોલીસ ર્ેારા તોફાન થતું અટકાવવા તથા કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ભાજપનાં આક્રોશિત સભ્‍યોને પોલીસ વાનમાં બેસાડીને સલામત સ્‍થળે લઈ જવામાં આવેલ હતા. અને બાકી તમામ ભાજપનાં સભ્‍યો ર્ેારા નારાઓ સાથે વોકઆઉટ કરતાં તમામને બહાર લઈ જવામાં આવેલ હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં કોંગ્રેસના ધારાસભ્‍ય ર્ેારા પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પીઆઈ જાડેજાને કરવામાં આવેલ હતી. જોકે પીઆઈ જાડેજા તથા સમગ્ર પોલીસ ર્ેારા ખૂબ જ સરાહનીય અને પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ હતી.
ભાજપનાં સભ્‍યોનાં વોકઆઉટ બાદ કોંગ્રેસનાં 8 અને ભાજપનાં 3 સભ્‍યો જેમાં (1) ભેરાઈ સીટ (ર) ધારેશ્‍વર સીટ અને (3) મોરંગી સીટના સભ્‍યો ર્ેારાકોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવતા રાજુલામાં કોંગ્રેસનાં પ્રમુખ તરીકેનાં ઉમેદવાર બચીબેન બળવંતભાઈ લાડુમોર તથા ઉપપ્રમુખનાં ઉમેદવાર ગીતાબેન જગુભાઈ ધાખડાને ચૂંટણીમાં જીતેલા જાહેર કરવામાં આવેલ હતાં.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 11 વાગ્‍યે શરૂ થયેલી પ્રક્રિયામાં સાંજના પ કલાકે પ્રોસીડીંગ લખાયેલ હતું.
આ અંગે રાજુલા- જાફરાબાદ ખાંભાના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર ર્ેારા એવું નિવેદન આપેલ છે કે, રાજુલા વિધાનસભાની ચૂંટણીથી લઈને આજની તાલુકા પંચાયતની ચૂંટણી સુધીમાં રાજુલાનાં નાયબ કલેકટર ડાભી ર્ેારા ભાજપને અને હિરાભાઈ સોલંકીને લાભ કેવી રીતે થાય તેવી પ્રક્રિયા કરવામાં રસ દાખવતા હોય ડેર ર્ેારા એવું જણાવેલ છે કે જો ભાપનું કામ કરવું હોય તો ભાજપનો ખેસ પહેરીને ઓફિસમાં બેસવું જોઈએ. નાયબ કલેકટર ડાભીને આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કંઈ લેવા દેવા ન હોવા છતાં તેઓ આ ચૂંટણીનાં ચૂંટણી અધિકારી નહી હોવા છતાં કોંગ્રેસનાં પ્રમુખ ઉપપ્રમુખ ઘોષિત થઈ ગયા બાદ તાલુકા પંચાયતની મુલાકાત લઈને ટીડીઓ અને મામલતદારને દબાવીને ચૂંટણીની નવી તારીખો કંઈ રીતે થઈ શકે તેવી કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ ડેર ર્ેારા કરવામાં આવેલ છે. ડેર ર્ેારા એવો પણ આક્ષેપ નાયબ કલેકટર ડાભી સામે કરેલ છે કેતેઓ ભુમાફીયાઓની ફેવર કરી રહૃાા છે અને આંદોલનકારીઓની વિરૂઘ્‍ધ કાર્યવાહી કરી રહૃાા છે અને તેઓને ન્‍યાય નથી મળી રહૃાો જે ડાભીનાં વલણને કારણે બનેલ છે.
આમ, રાજુલામાં થોડી ઘણી કરમકશ બાદ બચીબેન બળવંતભાઈ લાડુમોર પ્રમુખ તરીકે જયારે ગીતાબેન જગુભાઈ ધાખડા ઉપપ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર થયેલા છે.
જયારે જાફરાબાદમાં કોંગ્રેસના રખમાઈબેન ભીમભાઈ કવાડ પ્રમુખ તરીકે જયારે કરણભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર થયેલા છે. જેમાં કરણભાઈ પટેલ     મુળુ ભાજપના સભ્‍ય છે. અને તેઓ પ્રમુખ તરીકે હતા. તેઓ ર્ેારા ભાજપના સત્તાવાર ઉમેદવાર મનુભાઈ વાજા સામે ફોર્મ ભરેલ અને તેઓ 10 મતે વિજેતા પણ બનેલ છે. આમ રાજુલા- જાફરાબાદમાં ધારાસભા બાદમાં તાલુકા પંચાયતો પણ કોંગ્રેસ ર્ેારા આંચકી લેવામાં આવેલ છે. જેમાં ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર અને કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ તથા સમગ્ર કોંગ્રેસનાં યુવાનો અને આગેવાનો ર્ેારા ચાણકયનીતી અને એકસંપથી કામ કરતા ભાજપનાં 17 વર્ષની સત્તાનો અંત આવેલ છે.

સનાળી ગામે પ0 વર્ષિય મહિલાનું બાવડું પકડી છેડતી કરતાં ફરિયાદ

કૌટુંબિક દિયરે કરતુત કરતાં મામલો પોલીસમાં
અમરેલી, તા. 19
વડિયા તાલુકાનાં સનાળી ગામે રહેતાં પાંચીબેન ગણપતભાઈ મકવાણાં નામની પ0 વર્ષિય મહિલા ગત તા.1પનાં રાત્રીનાં સમયે પોતાના ઘરે હતા ત્‍યારે તેણીનાં કૌટુંબિક દીયર રમેશ અરજણભાઈ મકવાણાએ ત્‍યાં આવી બારણું ખખડાવી બારણું ખોલાવતાં મહિલાનું બાવડું પકડી છેડતી કરી નિર્લજજ હુમલો કર્યાની ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં યુવકે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

ગળાની બીમારીથી દવા શરૂ હોય, સારૂ નહી થતાં પગલું ભર્યુ
અમરેલી, તા. 19
અમરેલીનાં બહારપરા વિસ્‍તારમાં રહેતાં અતુલ રામજીભાઈ સમાણવા નામનાં ર0 વર્ષિય યુવકને તંબાકુંનું વ્‍યસન હોય, ખાધેલું અન્‍ન ગળામાંથી નિચે ઉતરતું ન હોય,જેથી પુરી રીતે જમી શકતો ન હોય, બે વર્ષથી બીમારીની દવા શરૂ હોય છતાં સારૂં નહી થતાં ગઈકાલે પોતાની મેળે પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયાનું અમરેલી સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

પાલિકાનાં કર્મચારીઓને રાજય સરકારનો અન્‍યાય

7માં પગારપંચને બદલે ચોથા અને પાંચમાં પગારપંચનો પગાર આપીને
પાલિકાનાં કર્મચારીઓને રાજય સરકારનો અન્‍યાય
પાલિકાનાં કર્મચારીને ઘરનું ગુજરાન ચલાવવામાં ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડેછે
અમરેલી, તા. 19
અમરેલી જિલ્‍લા પાલિકા કર્મચારી મંડળે પ્રધાનમંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, ગુજરાત રાજયની નગરપાલિકનાં કર્મચારીઓને ચુકવવામાં આવતાં પગાર ધોરણમાં ગુજરાત રાજય સરકારનાં કર્મચારીઓની સરખામણીએ ખૂબ જ વિસંગતતા રહેવ પામેલ છે. ગુજરાત રાજયની નગરપાલિકામાં ગુજરાત રાજય સરકાર ઘ્‍વારા મહેકમ ખર્ચની ટકાવારી મુજબ નગરપાલિકાનાં કર્મચારીઓનું પગાર ધોરણ નકકી કરવામાં આવેલ હોય. આ કારણોસર ઘણી નગરપાલિકાઓમાં હજુ સુધી કર્મચારીઓને ચોથા પગારપંચ, પાંચમાં પગાર પંચ મુજબનાં પગાર ધોરણ ચૂકવવામાં આવી રહેલ છે.
વધુમાં જણાવેલ છે કે, ગુજરાત રાજયની ઘણી નગરપાલિકાનાં કર્મચારીઓ હજુ સુધી ચોથા પગાર પંચ, પાંચમાં પગાર પંચની ભલામણ મુજબનાં પગાર ધોરણ મેળવતા હોય અને એમાં પણ સમયાંતરે મળવાપાત્ર મોંઘવારી નિયત ન થવાનાં કારણે પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરવું અત્‍યંત મુશ્‍કેલ થઈ ગયેલ છે. જે ખરેખર નગરપાલિકાનાં કર્મચારીઓની અત્‍યંત નિષ્ઠાપૂર્વકની કામગીરીની અવગણનાં સમાન અને અન્‍યાયકર્તા ગણાય. આ અંગે ગુજરાત સરકાર ઘ્‍વારા તા. 1/7/16થી તા. 1/1/18 સુધીનાં મોંઘવારીનાં દરો નિયત કરવાનાં બાકી છે. આમ ગુજરત સરકારનાં કર્મચારીઓને સતમાં પગારપંચની ભલામણ મુજબનાંમોંઘવારીનાં દર નિયમિત મંજૂર કરી ચૂકવવામાં આવે છે. ગુજરાત રાજયની નગરપાલિકાનાં કર્મચારીઓ પ્રથમથી જ ગુજરાત રાજય સરકર ઘ્‍વારા શોષ્‍તિ અને પીડિત કર્મચરીઓ હોય, ચોથા પગારપંચ, પાંચમાં પગારપંચ મુજબની નિયમિત મળવાપાત્ર મોંઘવારી પણ બંધ કરવામાં આવેલ હોય. આમ નગરપાલિકાનાં કર્મચારીઓ કાયમી કર્મચારીઓ હોવા છતાં ફિકસ પગાર કર્મચરીઓની માફક જીવન ગુજરાન ચલાવે છે. આ કારણોસર ગુજરત રાજયની નગરપાલિકાનાં કર્મચારીઓમાં ગુજરાત સરકાર પ્રત્‍યે નારાજગી સાથે વ્‍યાપક રોષની લાગણી ફેલાયેલ છે. આથી નગરપાલિકાઓનાં કર્મચારીઓનું માન સન્‍માન જળવાય રહે તે પણ જરૂરી છે. ગુજરાત રાજયની નગરપાલિકાનાં કર્મચારીઓને અજની કાળઝાળ મોંઘવારીનાં સમયમાં નિયમિત મળવાપાત્ર ચોથા પગારપંચ, પાંચમાં પગારપંચની ત. 1/7/16 થી તા. 1/1/18 સુધીનાં મોંઘવારીનાં દરો સત્‍વરે નિયત કરવા હુકમ કરવામાં આવે તેમ અંતમાં જણાવેલ છે.

ગોવિંદપુરમાં જુગાર રમતાં 8 શખ્‍સો રૂા.1.7પ લાખ સાથે ઝડપાયા

અમરેલી, તા. 19,
ધારી નજીક આવેલ ગોવિંદપુર ગામે રહેતાં જયરાજભાઈ દાદભાઈ વીકમા, સહિત 8 ઈસમો ગઈકાલે રાત્રીનાં સમયે ગોવિંદપુર ગામે જાહેરમાં પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, ધારી પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂપિયા 83470 મોબાઈલ ફોન નંગ-6 તથા વાન-1 મળી કુલ રૂા.1,7પ,470નાં મુદ્યામાલ સાથે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોંગ્રેસની દાદાગીરીથી ભાજપનાં 9 સભ્‍યોને મતદાનથી વંચિત રખાયા

રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં
કોંગ્રેસની દાદાગીરીથી ભાજપનાં 9 સભ્‍યોને મતદાનથી વંચિત રખાયા
અમરેલી, તા.19
મતદાનમાં લોકશાહીને કલંક રૂપ ઘટના રાજુલા મુકામે રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણીમાં મતદાન યોજાતા ઘટી. જેમાં ચુંટણી શરૂ થતા ભાજપનાં 9 સભ્‍યો રજિસ્‍ટરમાં હાજરી પુરી બેઠા હતા ત્‍યારે કોંગ્રેસનાં ચુંટાયેલા 8 સભ્‍યો સાથે ભાજપનાં બળવા ખોર ત્રણ સભ્‍યો મીટીંગ રૂમમાં આવતા કોંગ્રેસતરફથી લોભલાલચ અને નાણા આપીને ખરીદાયેલા ભાજપના બળવાખોર સભ્‍યોને ભાજપના ચુંટાયેલા સભ્‍યોએ સમજાવવા જતા કોંગ્રેસના સભ્‍યો દ્વારા મામલો ગરમી પકડી ગયો. ભાજપના સભ્‍યોએ કહયું કે, લોકોના મતોથી લોકપ્રતિનીધી તરીકે સભ્‍ય તરીકે તમને ચુટયા પછી માત્ર સત્‍તા લાલચ અને નાણા માટે લોકોએ મતરૂપી મુકેલા વિશ્‍વાસનો વિશ્‍વાસઘાત ન કરાય. આવી સમજાવટ ચાલુ હતી ત્‍યારે કોંગ્રેસ-ભાજપના સભ્‍યોની સામ સામે બોલાચાલી થતા ફકત ભાજપના ચુંટાયેલા 9 સભ્‍યોને બોર્ડ મીટીંગમાંથી દુર કરવા ચુંટણી અધિકારીએ પોલીસ બોલાવી આ તમામ સભ્‍યોને મીટીંગ રૂમમાંથી લઈ જવા સુચના આપી.
જાણે કે સમગ્ર મામલાની સ્‍ક્રીપ્‍ટ તૈયાર હોય અને એક પછી એક એપીસોડ આવે તે  રીતે ચુંટણી અધિકારીની સુચના મળતા જ સ્‍થળ ઉપરના પોલીસ કર્મીઓએ ભાજપના સભ્‍યોને પોલીસ સ્‍ટેશને લઈ ગયેલ. આ મામલાની આગેવાનોને જાણ થતા જ પૂર્વ ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી, જિલ્‍લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ વગેરે સ્‍થળ ઉપર પહોચી ચુંટણી અધીકારીને ભાજપના સભ્‍યોને છોડવા અને મતદાન કરવા વિનંતી કરી હતી પરંતુ જાણે કે, કોંગ્રેસના એજન્‍ટ તરીકે ચુંટણી અધિકારી કામ કરતા હોય તે રીતે આગેવાનોને સંતોષકારક જવાબ પણ ન આપ્‍યો કે, ભાજપના સભ્‍યોને છોડવા માટે પોલીસ કર્મીઓને સુચના પણ નઆપી, એટલેથી ન અટકતા આ ચુંટણી અધિકારીએ ભાજપના સભ્‍યોની ગેરહાજરીમાં જ ચુંટણી યોજી એક તરફી માહોલ બનાવી કોંગ્રેસનાં પ્રમુખ, ઉપપ્રમુખને વિજેતા જાહેર કરી દીધેલ. આ સમગ્ર મામલાની ઉચ્‍ચ કક્ષાએ સરકારમાં રજુઆત કરવામાં આવી છે. તેમજ આગામી દીવસોમાં સભ્‍યોને મતદાનથી વંચીત રાખી ચુંટાયેલા લોકપ્રતીનીધી તરીકે તેમના મતાધીકારનો હનન કરતા આ કિસ્‍સામાં યોગ્‍ય રજુઆત કરવામાં આવનાર છે.

અમરેલીમાં પ્રિ-મોન્‍સુનની કામગીરી માત્ર કાગળ પર

ગટર સાફ કરવી, બિસ્‍માર મકાનો કે નબળા વૃક્ષો દૂર કરાતા નથી
અમરેલીમાં પ્રિ-મોન્‍સુનની કામગીરી માત્ર કાગળ પર
આગોતરૂ આયોજન કરવાને બદલે આગ લાગશે ને કૂવો ખોદવાનું તંત્ર શરૂ કરશે
અમરેલી, તા.19
સરકાર દ્વારા પ્રિ-મોન્‍સુન કામગીરી ચોમાસા અગાઉ કરવાની સુચનાઓ હોય છે પણ સુચનાના અમલીકરણ થતા નથી. ચોમાસા દરમ્‍યાન રોડ રસ્‍તા પર વૃક્ષો જે નડતર રૂપ હોય, વૃક્ષો સાવ સુકાઈ ગયા હોય ને પડવાના વાંકે ઉભા હોય કે પછી મસમોટી ડાળીઓ છેક નીચે નમેલી હોય તેવી કરવાની કામગીરીના અભાવે મોટી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં પ્રિ-મોન્‍સુન કામગીરી સાવ જીરો ટકા અમરેલીમાં જોવા મળી રહી છે.
અમરેલી શહેરમાંથી પસાર થતા નાગનાથ મહાદેવ મંદિરથી લઈને કોલેજ સર્કલ સુધીમાં મસમોટા વૃક્ષોની ડાળીઓ સાવ નીચેનમી ગયેલી છે. ભારે વાહનો કે નાના વાહનો પણ આ વૃક્ષ નીચેથી ફરજીયાત નીકળી રહયા છે. પણ પ્રિ-મોન્‍સુન કામગીરી સંગાથે વૃક્ષોની કામગીરી અમરેલીમાં એકપણ જગ્‍યાએ જોવા મળતી નથી. અમરેલીના ન્‍યાયાલય નજીક જ મસમોટું વૃક્ષ પડું પડું થઈ રહયું છે. તો અમરેલી જિલ્‍લા સેવા સદન કચેરી બહાર સુકાઈ ગયેલ વૃક્ષ પણ મોટી જાનહાની સર્જી શકે તેવી દહેશત હોવા છતાં તંત્ર દ્વારા પ્રિ-મોન્‍સુન કામગીરીના અભાવે જાનહાનીની સંભાવના વધુ પ્રબળ જણાઈ રહી છે. ત્‍યારે સ્‍થાનિકો પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહયા છે.
અમરેલી શહેરમાં રાજકમલ કેમ્‍પસમાં તમામ સરકારી કચેરીઓ આવી છે ત્‍યાં પણ આટલા જ વૃક્ષો રસ્‍તાઓ પર છે જેમાંથી ઘણા વૃક્ષો ચોમાસાના પવનને કારણે ધરાશાઈ થવાની શકયતાઓ વધી છે છતાં પાલિકા તંત્રની પ્રિ-મોન્‍સુન નથી કરતું ને પ્રિ-મોન્‍સુનની જીરો ટકા કામગીરી હોવાનું સ્‍થાનિક કહી રહયા છે. પણ મસમોટા વૃક્ષો ચોમાસા દરમ્‍યાન ધરાશાઈ થવાથી રસ્‍તાઓ બંધ, જાનમાલને નુકશાનની ભીતિ પેદા કરતા હોવા છતાં અમરેલીમાં પ્રિ-મોન્‍સુનની કામગીરી સાથે વૃક્ષોના ત્રિનીંગની કામગીરી પણ ચાલુ હોવાનું ચીફ ઓફિસર જણાવે છે પણ વાસ્‍તવિકતા અમરેલી શહેરની આખી અલગ જ જોવા મળે છે. ચોમાસાનો હજુ પણ આરંભ નથી થયો ત્‍યારે કામગીરી પાલિકા તંત્રવેગવંતી બનાવે તો આગામી ચોમાસામાં વૃક્ષોથી થતા નુકશાનનો ભય લોકોનો દૂર થાય.

કોંગ્રેસ પક્ષે સામાન્‍ય ખેડૂતને જિલ્‍લાનાં પ્રથમ નાગરિક બનાવ્‍યા

કોંગ્રેસ પક્ષે સામાન્‍ય ખેડૂતને જિલ્‍લાનાં પ્રથમ નાગરિક બનાવ્‍યા
અમરેલી જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ તરીકે રવજીભાઈ વાઘેલા, ઉપપ્રમુખપદે હાર્દિક કાનાણી
આજે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવશે
અમરેલી, તા. 19
અમરેલી જિલ્‍લા પંચાયતનાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખપદની જવાબદારી કોંગ્રેસપક્ષે ખેડૂત દલિતને સોંપવાનો નિર્ણય કર્યો છે. અને ઉપપ્રમુખપદે હાર્દિક કાનાણીની વરણી કરવામાં આવી રહી છે.
જિલ્‍લા પંચાયતનું પ્રમુખપદ આગામી અઢી વર્ષ માટે દલિત સદસ્‍ય માટે અનામત હોય, કોંગી હાઈકમાન્‍ડે હામાપુર બેઠકનાં સદસ્‍ય અને હાલરીયા ગામનાં વતની અને માત્ર ર એકર જમીન ધરાવતાં અને સરકારી સહાયથી મકાન બનાવનાર નિષ્ઠાવાન કાર્યકર રવજીભાઈ વાઘેલાને જિલ્‍લાનાં પ્રથમ નાગરિક બનાવ્‍યા છે. અને ઉપપ્રમુખપદે સાવરકુંડલાનાં ભુવા ગામનાં હાર્દિક કાનાણીની નિમણૂંક કરી છે.
આજે પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી નોંધાવાઈ છે. ભાજપ તરફથી દાવેદારી રજૂ કરવામાં આવી ન હોય બુધવારે ઔપચારિકતા પૂર્ણ થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખચાર્જ સંભાળી લેશે.
નવનિયુકત પ્રમુખ રવજીભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ હાર્દિક કાનાતણીએ “અમરેલી એકસપ્રેસ”ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી, અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિકાસ કાર્યો કરવાની ખાત્રી આપી હતી.

અમરેલી જિલ્‍લાની તમામ 11 તાલુકા પંચાયતમાં કોંગી શાસન

કોંગ્રેસે રાજુલા-જાફરાબાદ તાલુકા પંચાયત ભાજપ પાસેથી ઝુંટવી લીધી
અમરેલી જિલ્‍લાની તમામ 11 તાલુકા પંચાયતમાં કોંગી શાસન
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પાંચ દિવસ અમરેલીમાં ધામા નાખીને બદલો વાળી દીધો
જિલ્‍લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને તમામ ધારાસભા વિસ્‍તારમાં કોંગ્રેસનું શાસન
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લાની 11 તાલુક પંચાયતનાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ગઈકાલે ચૂંટણી યોજાતા તમામ 11 તાલુક પંચાયતમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને વિજયી બનાવ્‍યા છે. અગાઉ 11 તાલુકા પંચાયત પૈકી ર તાલુકા પંચાયત ભાજપ પાસે હતી તે પણ કોંગ્રેસે કબ્‍જે કરી લેતાં ગુજરાત વિધાનસભાની અમરેલી જિલ્‍લાની તમામ બેઠકો મેળવ્‍યા બાદ હવે તમામ તાલુકા પંચાયત તથા અમરેલી જિલ્‍લા પંચાયતમાં  પણ કોંગ્રેસનો દબદબો જોવા મળી રહૃાો છે.
અમરેલી તાલુકા પંચાયતમાં વર્તમાન તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ કાછડીયાએ બળવો કરી કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી કરતાં અરવિંદભાઈ કાછડીયાનો પરાજય થવા પામ્‍યો હતો.
અમરેલી જિલ્‍લાની 11 તાલુક પંચાયત કે જેમાં અમરેલી, કુંકાવાવ, બગસરા, ધારી, લાઠી, લીલીયા, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને બાબરા તાલુકા પંચાયતમાંપ્રમુખ-ઉપપ્રમુખની મુદત પુરી થતાં ગઈકાલે નવી ટર્મ માટે ઉમેદવારી નોંધાવવાની હતી. જેમાં કોંગ્રેસ પક્ષે ગઈકાલે જ 7 તાલુકા પંચાયત બિનહરીફ કબ્‍જે કરી લીધી હતી. જયારે આજે 4 તાલુકા પંચાયતમાં ભાજપે પોતાના ઉમેદવારો ઉભા રાખતાં ચૂંટણી યોજાઈ હતી. પરંતુ 4 તાલુકા પંચાયતમાં ચૂંટણીનાં અંતે તમામ તાલુકા પંચાયતમાં કોંગીએ કબ્‍જો જમાવી દીધો હતો.
આજે તા. ર0નાં રોજ અમરેલી જિલ્‍લા પંચાયતની પણ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. જેમાં ગઈકાલે ઉમેદવારીપત્ર રજુ કરવાનું હોય  અમરેલી જિલ્‍લા પંચાયતનાં વર્તમાન પ્રમુખ જેનીબેન ઠુંમર, ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, બાંધકામ સમિતિનાં ચેરમેન ટીકુભાઈ વરૂ વિગેરેની ઉપસ્‍થિતિમાં નવા જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ તરીકે રવજીભાઈ વાઘેલાએ તથા ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ કાનાણીએ અમરેલી જિલ્‍લા વિકાસ અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે ઉમેદવારી સામે બીજા કોલએ ઉમેદવારી નહી નોંધાવતા અમરેલી જિલ્‍લા પંચાયત પણ કોંગ્રેસે બિનહરીફ જીતી લીધી છે.
અમરેલી જિલ્‍લા પંચાયતમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકે માત્ર એક-એક ઉમેદવારીપત્રો ભરાયા હોય અમરેલી જિલ્‍લા પંચાયતમાં આજે માત્ર ઓપચારીકતાથી પ્રમુખ તથા ઉપપ્રમુખ કોંગ્રેસનાં બિનહરીફ જાહેર થયાહતા.
અમરેલી જિલ્‍લામાં ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી છેલ્‍લા ચાર દિવસથી અમરેલીમાં ધામા નાંખી હાજર રહૃાા હતા અને જિલ્‍લાની તમામ 11 તાલુકા પંચાયત અને જિલ્‍લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન જળવાઈ રહે તે માટે થઈ વ્‍યુહ રચના ગોઠવી હતી.

રાજુલામાં વીજધાંધીયાનાં વિરોધમાં કોંગીજનોએ પીજીવીસીએલને તાળાબંધી કરી

7 થી વધુ આગેવાનોની અટકાયત કરવામાં આવી
રાજુલા, તા.
રાજુલા પીજીવીસીએલ કચેરીમાં વિજ પુરવઠો અને વીજળીના પ્રશ્‍ને યુથ કોંગ્રેસ અને કોંગ્રેસનાં કાર્યકરો ર્ેારા ગઈકાલે પીજીવીસીએલ કચેરીમાં તાળાબંધ કરીને રોષભેર આવેદનપત્ર આપી સુત્રોચ્‍ચાર સાથે  આવતાં પોલીસે 7 થી 8  કોંગી કાર્યકરોની ધરપકડ કરવામાં આવેલ હતીે જેને લઈ વાતાવરણ તંગ બન્‍યું હતું.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં અને ખાસ કરીને ખેડૂતોને અવાર-નવાર વિજપુરવઠો કાપી નાખવામાં આવે છે. જેને લઈને આજરોજ રાજુલા યુથકોંગ્રેસ અને રાજુલા કોંગ્રેસનાં કાર્યકરો અને શહીરજનો ર્ેારા રાજુલા પીજીવીસીએલ કચેરીને તાળાબંધી કરવામાં આવેલ હતી. અને ભારે હોબાળા વચ્‍ચે આવેદનપત્ર પણ આપવામાં આવેલ હતું. જેમાં વીજપુરવઠો નિયમિત રીતે મળે તેવી માંગણીકરવામાં આવેલ હતી અને લોકો ર્ેારા એવી પણ માંગણી કરવામાં આવેલ હતી કે, મેન્‍ટેનન્‍સ પણ સવારે 7 થી 10 અને સાંજના 4 થી 7 કરવાની પણ માંગણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં જયેશ દવે, કનુભાઈ ધાખડા (સદસ્‍ય) મહેશ ટાંક, હિતેષવાળા, સાગર રાદડીયા વિગેરે મોટી સંખ્‍યા કોંગી કાર્યકરો ઉપસ્‍થિત રહેલ હતા.

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમયે રાજુલા તાલુકા પંચાયતમાં ડખ્‍ખો કરનાર 1ર વ્‍યકિતની અટકાયત

ભાજપનાં 9 સદસ્‍યો સામે કાર્યવાહી
અમરેલી, તા.
રાજુલા ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં આજે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપનાં 9 સદસ્‍યો તથા 3 કાર્યકરો મળી કુલ1ર જેટલાં ઈસમો પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ખલેલ પહોંચાડતા હોય, તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ 1ર જેટલાં લોકોને પોલીસે અટકાયત કરી પોલીસ સ્‍ટેશન ખાતે લઈ જવામાં આવ્‍યા હતા.
પોલીસ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ અટકાયત કરાયેલાઓમાં વલકુભાઈ હીરાભાઈ ઝાઝંડા, પ્રતાપભાઈ વલકુભાઈ મકવાણા, અરજણભાઈ ભીમાભાઈ વાઘ, ઘનશ્‍યામભાઈ રાજાભાઈ સાવલીયા, રાજાભાઈ રણછોડભાઈ શિયાળ, નાનબેન રવજીભાઈ કુંજડીયા, માલુબેન આલાભાઈ વિગેરે 1ર ભાજપી કાર્યકરો અને સદસ્‍યોને પોલીસે અટકાયત કરી તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સંપન્‍ન થયા બાદ તમામને મુકત કરી દેવામાં આવ્‍યા હતા.

સાવરકુંડલામાં રેલ્‍વે ફાટક શહેરીજનો માટે ત્રાસદાયક

દરરોજ સેંકડો વખત બંધ-ખોલ થતું હોય પરેશાની
સાવરકુંડલામાં રેલ્‍વે ફાટક શહેરીજનો માટે ત્રાસદાયક
ફાટક નજીક હોસ્‍પીટલ, માર્કેટયાર્ડ અને રહેણાંક વિસ્‍તાર હોવાથી ભારે મુશ્‍કેલી
સાંસદ કાછડીયા પણ સાવરકુંડલાનાં વતની હોવા છતાં પણ ન્‍યાય મળતો નથી
સાવરકુંડલા, તા. 19
સાવરકુંડલામાં આવેલ મહુવા રોડઉપરનું રેલ્‍વે ફાટક હજારો લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ છે. અહીં 10થી વધારે સોસાયટીમાં હજારો લોકો રહે છે. આ ફાટક લોકોના જનજીવનને બ્રેક મારી દે છે. રોજની ર0થી 30 ગુડસ ટ્રેન પીપાવાવથી અમદાવાદ તરફ જાય છે. ત્‍યારે 1પથી રપ મિનીટ જેટલું ફાટક બંધ રહે છે. આમ દિવસે મોટાભાગે ફાટક બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરતા રેલ્‍વેતંત્ર ટસનું મસ થતું નથી. અહીં આરોગ્‍ય મંદિર નામની મફત સેવા આપતી હોસ્‍પીટલ આવેલ છે. જયાં પ6 જેટલા ગામડાના લોકો સારવાર માટે આવે છે. ત્‍યારે ફાટક બંધ રહેતા દર્દીઓને પણ ભારે હાલકી ભોગવવી પડે છે. બાજુમાં જ તાલુકનું મોટુ મર્કેટયાર્ડ આવેલું છે. અહીં હજારો ખેડૂતો પોતાનો માલ વેચવા આવતા હોવાથી ખેડૂતોને પણ આ ફાટક પરેશાન કરી રહૃાું છે.
સાવરકુંડલનુ આ ફાટક જુઓ લગભગ રપથી 30 ગુડજ ટ્રન્‍ પીપાવાવથી નીકળી અમદાવાદ જાય છે. ત્‍યારે આ ફાટક ઓછામાં ઓછું ર0થી રપ મિનીટ બંધ રહે છે. અહીં પાછળના વિસ્‍તારમાં 10 જેટલી સોસયટીઓ આવેલી છે. આના હજારો લોકોને આ ફટકથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્‍થાનિકો ઘ્‍વારા અનેકવાર રેલ્‍વે તંત્રને રજુઆત કરવામાં આવી છે પરંતુ રજુઆતને ઘ્‍યાને નથી લેવાતી. જેન કારણે લોકોનેઆવન-જાવનમાં અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહૃો છે.
ફાટકની સામે વિસ્‍તારની સોસાયટીના 30 હજાર લોકોની જીંદગી ફાટક બંધ-ચાલુમાં ચાલી જતી હોવાનું સ્‍થાનિકો કહી રહૃાા છે. ત્‍યારે આ ફાટક એક હોસ્‍પીટલમાં જનારા દર્દીઓ મટે પણ કયારેક મુસીબત ઉભી કરી દે છે. આરોગ્‍ય મંદિર નામની એક મફત સારવાર આપતી હોસ્‍પીટલમાં અનેક દર્દીઓ આવે છે આના લીધે પણ કેટલીકવાર મુશ્‍કેલી ઉભી થાય છે. એમ્‍બ્‍યુલન્‍સ હોય કે 108ની સેવા હોય તે માટે ફાટક પાસે ફરજીયાત રોકઈ જવું પડે છે.
આ ફાટક દર્દીઓ માટે પરંશાનીનું કારણ બની જાય છે. અહીં તાલુકાનું મોટું યાર્ડ આવેલુ છે. આ યાર્ડ ફાટકને અડીને જ આવેલું છે જયાં હજારો ખેડૂતો 70 ગમના ખેડૂતો પોતાનો મલ વેચવા આવે છે તે લોકો માટે પણ અ ફાટક બાધારૂપ થાય છે. ખેડૂતોની માંગ છે કે અહીં ઓવરબ્રીજ કે ગરનાળુ બનાવવામાં આવે.
આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી છે. ચેમ્‍બર ઓફ કોમર્સ હોય કે સ્‍થાનિક સોસયટીના ચેરમેનો હોય કે રાજકીય અગ્રણીઓ પરંતુ અત્‍યાર સુધી ઓવરબ્રીજની માંગણી સંતોષાણી નથી. અહીં 10થી પણ વધારે સોસાટીઓ આવેલ છે. લોકો પોતાન કામ ઉપર જવા માટે 1 કિલોમીટર દૂર નાળા નીચેથી જવું પડે છે. તો અહીં નજીક આરોગ્‍ય મંદિર આવેલું છે. અહીંથીદર્દીઓને બહાર લઈ જવા માટે ફરજીયાત ફાટક ખુલવા માટેની રાહ જોવી પડે છે. કયારેક કોઈ સિરીયસ દર્દી માટે મહામુસીબત થાય છે. અહીં માર્કેટયાર્ડ પાછળ ખાદી કાર્યાલય સોસાયટી આવેલ છે તે લોકોનો મોટાભાગનો સમય ફાટક કયારે ખુલશે તેમાં જાય છે.
મીટરગેજ ટ્રેઈનમાંથી બ્રોડગેજ ટ્રેઈન માટે આંદોલનો ચેમ્‍બર ઓફ કોમર્સે કર્યા છે. રાજકીય નેતાઓ કશું કરતા નથી. ત્‍યારે હાલ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ રાજયના ર7 ફાટકો પર અન્‍ડરબ્રીજ, ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત કરી છે. જો સાવરકુંડલાનાં આ ફાટક પર બ્રીજ નિર્માણ થાય તો અનેક લોકોની સમસ્‍યાનું નિરાકરણ થાય એમ છે. ત્‍યારે તંત્ર ઘ્‍વારા ઓવરબ્રીજ કે કોઈ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવે તો સ્‍થાનિક લોકો, બહારથી આવતા ખેડૂતોને રાહત થાય તેમ છે.

બગસરા પાલિકાનાં ઉપપ્રમુખ ડોડીઆને શુભેચ્‍છા પાઠવતા સંઘાણી

બગસરા પાલિકાના ઉપપ્રમુખ નિતેષ ડોડીઆએ તેમનાં રાજકીય ગુરૂ અને પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીના આશિર્વાદ મેળવ્‍યા હતા. આ તકે કાંતીભાઈ સતાશીયા, ધીરૂભાઈ કોટડીયા, ભગીરથ ત્રિવેદી, મનોજ મહિડા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહૃાાં હતા.


20-06-2018