Main Menu

Tuesday, June 19th, 2018

 

સત્તાધારી પક્ષનાં આગેવાનોને વિકાસનાં બણગા ફુંકવામાં જ રસ છે

દામનગરની સરકારી ઈમારતો બિસ્‍માર હાલતમાં
દામનગર, તા. 18
આમ જોઈએ તો સરકારી તંત્ર જાહેરાતો કરવામાં પાવરધું હોય છે. તેમાં સ્‍થાનિક લોકોને (પદાધિકારીઓ) વધુ રસ હોય છે. તેમાં ભ્રષ્‍ટ લોકોની નજર કટકટાવવામાં વધુ હોય છે.
દામનગરમાં જીલ્‍લા તંત્રએ તો હવે હદ કરી નાખી છે. જુનું પોલીસ સ્‍ટેશન, ના. મામલતદાર કચેરી, હોમગાર્ડસ ઓફિસ, સીટી સર્વે ઓફિસ, અને ગ્રામ પંચાયત ઓફિસ આ બધી ઈમારતો 1રપ વર્ષ જુની છે તે ઘણાં સમયથી જર્જરીત છે. આ બધી ઓફિસો પૈકી હોમગાર્ડસ ઓફિસ અને સીટી સર્વે ઓફિસ આજ બિલ્‍ડીંગોમાં કામકાજ કરે છે. આ ઈમારતોમાંથી બારી બારણા ગુમ થઈ રહૃાાં છે. જેમાં વહીવટદાર ઓફિસ ના.કા.ઈ. મા.મ. પે.વિ.નં.ર અમરેલી હસ્‍તકનું છે તેવું બોર્ડ મુકયું છે.
આ ઈમારતો એટલી બધી મજબુત છે કે રીનોવેશન થાય તો હજુ પ0 વર્ષ અડીખમ રહી શકે પણ તંત્રને રસ નથી છે તો ફકત પ્રજાનાં પૈસા હડપ કરવામાં.
જયારે ભુરખીયા રોડ ચોકડી પર બનાવેલ પીકઅપ બસસ્‍ટેન્‍ડ જર્જરીત છે. આમાં એક જુનો પટારો કોઈ મુકી ગયું છે. છે ને ભ્રષ્‍ટ સરકારી તંત્રનો જીવતો જાગતો દાખલો. કલેકટર તંત્ર રસ લઈઆ બાબતો ઉકેલે તેવી માંગ ઉભી થઈ રહી છે.

નીલવડા ગામે રહેણાંક વિસ્‍તારમાં ખાળકુવામાં સ્‍ફોટક પદાર્થ વડે ધડાકો

અમરેલી, તા.
બાબરા તાલુકાનાં નીલવડા ગામે રહેતાં વલકુભાઈ ભીમભાઈ ધાધલે પોતાની માલીકીનાં મકાનનાં ફળીયામાં શૌચાલયનો ખાડો ખોદતા હોય, જેમાં કોઈપણ અનધિકૃત રીતે સ્‍ફોટક પદાર્થ અથવા ટોટા મેળવી કોઈ પણ જાતની મંજુરી મેળવ્‍યા સિવાય ખાળકુવા ઉપર કોઈ જાતનીઆડશ કર્યા વગર બેદરકારીથી રહેણાંક વિસ્‍તારમાં ઘર પાસે ખાસકુવામાં સ્‍ફોટક પદાર્થથી ધડાકો કરી પથ્‍થર ઉડાડી લાભુબેન વિઠ્ઠલભાઈને શરીરે ઈજા કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં જસવંતગઢ ગામે વેપારી યુવક ઉપર જીવલેણ હુમલો

છરી વડે પડખામાં તથા શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ
અમરેલી, તા.
અમરેલી તાલુકાનાં ચિતલ નજીક આવેલ જસવંતગઢ ગામે રહેતાં અને વેપાર કરતાં હર્ષિતભાઈ ધીરૂભાઈ અસલાલીયા નામનાં ર9 વર્ષિય યુવકનાં મોબાઈલ ફોન ઉપર ગત તા.16 નાં રોજ તે જ ગામે રહેતાં મંથન રમેશભાઈ મેશીયાનો ફોન આવેલ અને ફોનમાં કહેલ કે તુ મારા પિતાને કેમ ગાળો આપે છે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને જસવંતગઢ ગામનાં સ્‍વામિનારાયણ ચોકમાં બોલાવી જાનથી મારી નાંખવાનાં ઈરાદે મંથન મેશીયા, રમેશભાઈ ભીમજીભાઈ મેશીયા તથા મંથનની માતાએ છરી વડે હુમલો કરી વેપારીયુવકને પડખાના ભાગે તથા ડાબા કાન, ગાલ ઉપર ગંભીર ઈજા કરી હતી. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ. જી.પી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

બગસરાનાં ખારી ગામ નજીકથી વધુ બે ટ્રેકટરો ખનિજ ચોરી કરતાં ઝડપાયા

રૂા. 3.પ1 લાખનાં મુદ્યામાલ સાથે શખ્‍સોને ઝડપી લીધા
અમરેલી, તા.
બગસરા તાલુકાનાં જુના વાઘણીયા ગામે રહેતાં દિનેશ દેવજીભાઈ ચાવડા તથા વિભાભાઈ રાણાભાઈ ડવ નામનાં બે ઈસમો ગઈકાલે સાંજનાં સમયે ખારી ગામથી હડાળા જવાનાં રસ્‍તે પોતાના હવાલાવાળા ટ્રેકટર નં. જી.જે.14, ડી પ63રની ટ્રોલીમાં રોયલ્‍ટી કે ખાણ ખનિજનાં આધાર-પુરાવા વગર રેતી ટન-4 કિંમત રૂા.3 હજાર સાથે નિકળતાં બગસરા પોલીસે તેમને ઝડપી લઈ ટ્રેકટર તથા ટ્રોલી મળી કિંમત રૂા. 1,6પ,000 તથા તગારા પાવડા જેવા સાધનો મળી કુલ રૂા.1,68,140નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.
જયારે  જુના વાઘણીયા ગામનાં મનોજ દેશભાઈ ડાંગર તથા તાંગુભાઈ ડવ પણ તે જ રસ્‍તેથી પોતાના હવાલાવાળા ટ્રેકટર નંબર જી.જે. 14 એ.કે. પ63રની ટ્રોલીમાં રેતી ટન-4 કિંમત રૂા.3 હજારની ભરીને નિકળતાં તેમને પણ બગસરા પોલીસે ટ્રેકટર, ટ્રોલી, સાધનો વગેરે મળી કુલ રૂા.1,83,140નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્‍લેખનીયછે કે હજુ બે દિવસ પહેલાં પણ બગસરા પોલીસે બે ટ્રેકટરમાં ગેરકાયદેસર રેતી ભરીનેનિકળતાં ત્રણ ઈસમોને રૂા.ર.88 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નેસડી ગામ નજીકથી ગેરકાયદેસર રેતી ભરેલ ભાર રીક્ષાને પોલીસે ઝડપી લીધી

રૂા. 604પ0નાં મુદ્યામાલ સાથે રીક્ષાચાલક ઝડપાયો
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લામાં ખનિજ માફીયાઓ બેફામ બન્‍યા હોય, ગેરકાયદેસર રીતે ડમ્‍પરો, ટ્રેકટર, રીક્ષાઓમાં રેતી જેવી કીંમતી ખનિજની બેફામ ચોરી થતીહતી ત્‍યારે અમરેલી જિલ્‍લામાં પોલીસ અધિક્ષક તરીકે નિર્લિપ્‍ત રાયની નિમણુંક થતાંની સાથે જ ખનિજ માફીયાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરેલ છે. ત્‍યારે બગસરા, ધારી, સાવરકુંડલા પંથકમાં ખનિજ ચોરી કરતાં શખ્‍સોમા વ્‍યાપક ફફડાટ ફેલાયો છે. ત્‍યારે સાવરકુંડલા તાલુકાનાં નેસડી ગામ પાસેથી ભાર રીક્ષાને ખનિજ ચોરી કરી રેતી લઈ જતાં ઝડપી લીધી હતી.
આ બનાવમાં કરજાળા ગામે રહેતાં હરીભાઈ બાબુભાઈ વાઘેલા નામના 4પ વર્ષિય આધેડ ગઈકાલે સાંજનાં સમયે નેસડી ગામ નજીક ચલાલા રોડ ઉપરથી ભાર રીક્ષામાં શેલ નદીનાં પટ્ટમાંથી ખોદકામ કરી રોયલ્‍ટી ભર્યા વગર નિકળતાં સાવરકુંડલા રૂરલ પોલીસે ઝડપી લઈ ભાર રીક્ષાસહિત રૂા.604પ0નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધારી તાલુકા પંચાયતનું મકાન બનાવવામાં દે ધનાધન

પંચાયતનાં પ્રમુખ જે.ડી. મકવાણાએ ઉચ્‍ચકક્ષાએ કરી ફરિયાદ
ધારી તાલુકા પંચાયતનું મકાન બનાવવામાં દે ધનાધન
વિજીલન્‍સ કમિશનરને રજુઆત કરવામાં આવી હોય નવા-જુનીનાંએંધાણ
અમરેલી, તા.
ધારી તાલુકા પંચાયતનું મકાન બનાવવામાં વ્‍યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ તાલુકા પંચાયતનાં પ્રમુખ જે.ડી. મકવાણાએ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
તેઓએ વિજીલન્‍સ કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, ધારી તાલુકા પંચાયતનું નવું બનેલ બિલ્‍ડીંગ હજુ એક મહિના જેવો સમય ગયો હોય ત્‍યાં જ ખૂબ જ મોટ પ્રમાણમાં નાની-મોટી ક્ષતીઓ ઘ્‍યાને આવેલ છે. જેમાં (1) દીવાલોમાં તીરાડો પડેલ છે (ર) ડોર વિન્‍ડોમાં યોગ્‍ય ફિટીંગ થયેલ નથી (3) ઈલે. આઈટમોમાં પણ ખૂબ જ મોટ પ્રમાણમાં ટેન્‍ડર પ્રમાણે એસ્‍ટીમેન્‍ટ મુજબ આઈટમ ઓપરેટ થયેલ નથી (4) ફલોરીંગમાં તેમજ સેનેટરીમાં (પ) પીવાના પાણીના આરઓ પ્‍લાન્‍ટમાં પણ ખૂબ જ મોટ પ્રમાણમાં ક્ષતીઓ છે.
આ બાબતે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) અમરેલીને લેખીત રજુઆત કરતાં અ બિલ્‍ડીંગનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. રહેલ ક્ષતીઓ તેઓ આવીને જોઈ જશે. તેમજ નવા બનેલા બિલ્‍ડીંગના પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ પ્રમાણે કામ થયેલ નથી. આ બિલ્‍ડીંગમાં રહેલ મોટા પ્રમાણે ક્ષતીઓના કારણે આ બિલ્‍ડીંગ કયારે પડે તે પણ નકકી નથી તેમજ આ બિલ્‍ડીંગમાં થયેલ વાયરીંગના કારણે શોર્ટ સક્રીટ થવાની પણ સંભાવના છે. નવા બિલ્‍ડીંગના પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ કોપી આપવામં પણઆવતી નથી તો કેવા કારણસર હાલ તાલુકા પ્રમુખે હોઈ તેમ છતાં અમોને યોગ્‍ય જવાબ કે રહેલ ક્ષતીઓ બાબતે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ઘ્‍વારા તપાસ કે ક્ષતીઓ દુર કરવા કોન્‍ટ્રાકટરને સુચના આપવામાં આવતી નથી. તેમ અંતમાં માંગ કરેલ છે.

આંસોદર ગામે મગજની બીમારીથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં

અમરેલી, તા.
લાઠી તાલુકાના આંસોદર ગામે રહેતાં જયાબેન દેવશીભાઈ ચૌહાણ નામની 3પ વર્ષિય મહિલાને મગજની બિમારી હોય, તે અંગેની દવા પણ ચાલુ હોય, ત્‍યારે ગઈકાલે બપોરે વાગ્‍યાના સમયે તેણીએ પોતાના મેળે ગળાફાંસો ખાઈ આપઘાતના પ્રયાસ કરતાં તેણીને પ્રથમ લાઠી અને વધુ સારવાર માટે અત્રેના દવાખાને ખસેડાયેલ છે.

રાજુલાની પરિણીતાએ ભુલમાં ઉંદર મારવાની દવા પી લીધી

અમરેલી, તા.
રાજુલા ગામે આવેલ ગોકુળનગરમાં રહેતા રીજાનાબેન સુલતાનભાઈ જામકા નામની ર7 વર્ષિય પરીણીતા બિમાર હોય, અને આ બિમારીની દવા માટે ભુલથી ઉંદર મારવાની દવાપલાળેલ ગ્‍લાસમાં પાણી ભરીને પી લેતાં તેણીને ઝેરી અસર થતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમીયાન મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા  પામેલ છે.

અમરેલી એસ.પી. કચેરીનાં કલાર્કને લાંચ લેવાનાં બનાવમાં 3 વર્ષની સાદી કેદ

સરકારી વકીલ એમ.બી. સોલંકીની ધારદાર દલીલો માન્‍ય રહી
અમરેલી, તા.
જુનાગઢજિલ્‍લાનાં વંથલી ગામે રહેતાં અને અમરેલી ખાતે આવેલ પોલીસ અધિક્ષક કચેરીમાં હીસાબી શાખામાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં દિનેશભાઈ મંગળદાસ સુખાનંદી નામનાં પ1 વર્ષિય કર્મીએ ગત તા.ર3-1-1ર નાં રોજ સાવરકુંડલા તોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવી નિવૃત થયેલા પ્રભાશંકરભાઈનાં ત્રીજા હપ્‍તાની ર0 ટકા રકમ મેળવવા માટે અલગ પગાર બીલ બનાવી એસ.પી. કચેરીની હીસાબી શાખામાં મોકલ્‍યા બાદ તે રકમ આપવાનાં બદલામાં બે કર્મીઓ પાસેથી રૂા.300 લેખેરૂા.600ની લાંચની માંગણી કરેલ. જે અંગે લાંચ રુશ્‍વત વિરોધી બ્‍યુરોમાં ફરિયાદ કરતાં તેમને રંગે હાથ ઝડપી લીધા હતા.
આ અંગેનો કેસ અત્રેની સ્‍પે. કોર્ટમાં ચાલી જતાં આરોપી દિનેશભાઈ મંગળદાસ સુખાનંદીને સ્‍પે. જજ શ્રી એન.પી. ચૌધરીએ કસુરવાન ઠરાવી કલમ-7માં 3 વર્ષની કેદ અને રૂા.ર હજાર દંડ તથા કલમ 13(ર)માં પણ 3 વર્ષની સાદી કેદ તથા રૂા.ર હજારનાં દંડનાં હુકમ કરેલ હતા. આ કેસમાં સરકારી વકીલ એમ.બી. સોલંકીએ ધારદાર રજૂઆત કરી હતી.

તોડકાંડ : ધારીનાં ખનીજ ચોરી પ્રકરણમાં નિવૃત્ત એએસઆઈ સહિત 4 સામે ફરિયાદ

રેકર્ડમાં ચેડા કરીને ર મેમો આપ્‍યાની ફરિયાદ : બે ઝડપાયા
અમરેલી, તા.
ધારીમાં રેતીચોરી કરતા ટ્રેકટરને ઝડપી લઈ એક જ બનાવના બે મેમો આપી રેકર્ડ સાથે ચેડા કરવાના બનાવમાં પોલીસે એ.એસ.આઈ. સહિત ચાર સામે ગુનો નોંઘ્‍યો છે. ટ્રેકટર ચાલક બન્‍ને ભાઈઓને પણ પોલીસે આરોપી બનાવ્‍યા હતા.
આ અંગેની પ્રાપ્‍ત વિગતોઅનુસાર ધારીમાં રેતી ચોરી (ખનીજ)ના બનાવમાં ધારીના એ.એસ.આઈ. વિજય દવે (હાલ નિવૃત) એ ટ્રેકટર નં. જી.જે.14 એમ. 3384ના ચાલક લક્ષ્મણ કમાભાઈ મેર (રહે. ધારી)ને ઝડપી લીધેલ હતો. જેથી ટ્રેકટર ચાલકે રાજુભાઈ નામના શખ્‍સ મારફત એ.એસ.આઈ.ને ભલામણ કરાવી હતી અને ટ્રેકટરને માત્ર આર.ટી.ઓ. કચેરી મારફત હળવો દંડ કરાવી ટ્રેકટર છોડાવી લીધુ હતું. તેમજ એ.એસ.આઈ.એ આ બનાવનો બીજી વખત મેમો આપી પોલીસના રજિસ્‍ટર્ડમાં ચેકચાક કરી અસલ તથા ઓફિસ કોપીનો મેમો ફાડી નાખી પુરાવાનો નાશ કરી ખોટુ રેકર્ડ ઉભુ કરેલ હતું. ચારેય આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી સરકારને રોયલ્‍ટીની આવક ન ભરી ગુનો કરેલ હતો. આ મામલે પોલીસને ટ્રેકટરના માલીક અને લક્ષ્મણભાઈના ભાઈ રામ કમાભાઈ વિરૂઘ્‍ધ પણ ગુનો નોંધી બન્‍ને ભાઈઓની ધરપકડ કરી હતી. તો એ.એસ.આઈ. ફરાર થઈ ગયાનું પોલીસ જણાવી રહી છે. તો ભલામણ કરનાર શખ્‍સ પણ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આઈ.પી.સી. કલમ 379, 409, 46પ, 467, 468, 431, ર01 (પુરાવાનો નાશ), ર18, 1ર0 બી મુજબ ગુનો નોંધેલ હતો. તપાસ કે.ડી. ગોહિલ પી.એસ.આઈ. ચલાવી રહયા છે. સમગ્ર મામલે પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ગોહિલ ફરિયાદી બન્‍યા છે.

સાવરકુંડલાનાં કરજાળાથી અમરેલી સુધીની રેલી યોજીને ખેડૂતોએ ખનીજ માફીયાઓ વિરૂઘ્‍ધ લડત શરૂ કરી

સાવરકુંડલાનાં કરજાળાથી અમરેલી સુધીની રેલી યોજીને
ખેડૂતોએ ખનીજ માફીયાઓ વિરૂઘ્‍ધ લડત શરૂ કરી
શેત્રુંજી નદીમાંથી ખુલ્‍લેઆમ રેતીની ચોરી થતી હોય કડક કાર્યવાહી કરવાની માંગ કરી
કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોએ તેમની આક્રમકતાનો પરચો તંત્રને દર્શાવ્‍યો
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લામાં ખનિજ માફીયાઓ બેફામ બન્‍યા હોય, ગેરકાયદેસર રીતે ડમ્‍પરો, ટ્રેકટર, રીક્ષાઓમાં રેતી જેવી કીંમતી ખનિજની બેફામ ચોરી થતી હોય ત્‍યારે અમરેલી જીલ્‍લાની નદીઓમાં રેતીની ચોરી કરતા ખનીજ માફીયાઓ વધુ સક્રીય બન્‍યા હોય ત્‍યારે ગામડાઓમાં ખનીજ માફીયાઓ સામે સાવરકુંડલાનાં કરજાળાથી અમરેલી સુધી ર0 કિલોમીટરની ટ્રેકટર, ફોર વ્‍હીલોમાં ખેડૂતોએ રેલી કાઢીને કલેકટર કચેરી બહાર ધરણા કરીને કલેકટરને ખનીજ માફીયાઓ વિરૂઘ્‍ધ ધગધગતી રજુઆત ખેડૂતોએ કરી હતી.
સાવરકુંડલાનાં ગ્રામ્‍ય પંથકમાંથી નીકળતી શેત્રુંજી નદીમાંથી બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. બેફામ બનેલા ખનીજ માફીયાઓએ થોડા દિવસ અગાઉ કરજાળાનાં સ્‍થાનિક આગેવાન પર હિચકારો હુમલો કર્યો તેના વિરોધમાં આજે 10 ગામોનાં સરપંચો અને ખેડૂતો, મહિલાઓ સહિતના પ00 જેટલ ખેડૂતો ટ્રેકટર, ફોર વ્‍હીલોમાં અમરેલી સુધી ર0 કિલો મીટર સુધી ટ્રેકટર રેલી યોજીને અમરેલીકલેકટર કચેરી સુધી આવી પહોંચ્‍યા હતા પણ પોલીસ તંત્રએ કલેકટર કચેરી બંધ કરતાં ખેડૂતો રોષિત બન્‍યા હતા અને કલેકટર કચેરી બહર ધરણા શરૂ કર્યા હતા. બાદ 10 ખેડૂત આગેવાનો, સરપંચો કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખનીજ માાફીયઓ વિરૂઘ્‍ધ રજુઆત કરી હતી.
કરજાળા ગામના અગ્રણી આગેવાન પર ખનીજ માફીયએ હુમલો કર્યો હતો. અવાર-નવાર ખનીજ ચોરો ઘ્‍વારા ગમડઓમાં રેતી ચોરી કરવાની ઘટનના પડઘ અજે ઘેરા પડયા હતા અને કલેકટરને ધગધગતી રજુઆતો કરીને ખનીજ ચોરી ડામવા તંત્રને ખેડૂતોએ ખખડાવ્‍ય હતા. ત્‍યારે કલેકટર કચેરી બહાર પોલીસ કર્મી સાથે ખેડૂતોને ચકમક જરતા પોલીસકર્મીને ખેડૂતની માફી માંગવાની નોબત આવી હતી. ત્‍યારે ખનીજ ચોરી રોકવા તંત્ર કરતા ખેડૂતો વધુ આક્રમક બન્‍યા હોવાનું જણાય છે.

ચલાલાનાં ત્રિવેણી સંગમમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

પુરૂષોત્તમ મહિનાના છેલ્‍લા સોમવારે તા.11/6 ના રોજ ચલાલાની બહેનોએ ભજનની રમઝટ બોલાવી ખુબ આનંદ કર્યો તેમજ કરાવ્‍યો અને ગામના એક ડોનરે મંદિરમાં ચાલતા સદાવ્રતમાં પોતાના તરફથી બ્રાહ્મણો જમાડયા. રવિવાર, તા.17/6 ના રોજ લંડનના ડોનર તરફથી શ્રી સત્‍ય નારાયણ ભગવાનની કથા તેમજ મહાપ્રસાદની યોજનામાં 3પ0 થી 400 લોકોએ ભાગ લીધો ગામના લોકોને આજે ત્રિવેણી સંગમ માનવ મંદિર પોતાનું લાગે છે. અને લાગવું જોઈએ તેથી તો તેનું નામ માનવ મંદિર રાખ્‍યું છે.

અમરેલી તાલુકા પંચાયતમાં બળવો થતાં રાજકીય ધમાસાણ

કોંગ્રેસનાં જ એક સદસ્‍યએ પ્રમુખની દાવેદારીકરી
અમરેલી તાલુકા પંચાયતમાં બળવો થતાં રાજકીય ધમાસાણ
પક્ષનાં આદેશની અવગણનાં કરી તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખે કરતાં નવા-જુનીનાં એંધાણ
અમરેલી, તા. (ફોટા ઈમેલમાં છે)
અમરેલી જીલ્‍લાની 3 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ પદે કોંગ્રેસનાં બળવાખોરો બાજી મારી ગયા બાદ હવે અમરેલી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ માટે કપરી સ્‍થિતિનું નિર્માણ થયું છે. અમરેલી જીલ્‍લાની કુલ 11 તાલુકા પંચાયત પૈકી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન અમરેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોર સભ્‍યો ઘ્‍વારા પાર્ટીના આદેશનું ઉલ્‍લંઘન કરીને દાવેદારી નોંધાવતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની શાખ દાવ પર લાગી છે.
કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જીલ્‍લામાં પાલિકાની ચૂંટણીમાં પોતાના જ બળવાખોરોના હાથે મહાત થયા બાદ હવે કોંગ્રેસ માટે વધુ એક મુશ્‍કેલી આવીને ઉભી છે. અમરેલી જીલ્‍લાની કુલ 11 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે આજે ઉમેદવરી નોંધવવામાં આવી હતી. જેમાં અમરેલી જીલ્‍લા કોંગ્રેસ અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી માટે પ્રતિષ્ઠાભરી અમરેલી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો જુથવાદ સામે આવ્‍યો છે અને બળવાખોર જુથ ઘ્‍વારા પાર્ટીના આદેશ વિરૂઘ્‍ધ પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે દાવેદારી નોંધવી છે.
અમરેલીનાં ધારાસભ્‍ય અનેવિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડા પડી રહેલા પોતાના જ પક્ષના બળવાખોરો સામે પાલિકમાં હાર સહન કરનાર કોંગ્રેસ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોઈ કચાશ રાખવા માગતી ન હોય તેમ અમરેલી તાલુકા પંચાયતમાં પાર્ટીના મેન્‍ડેડ મુજબ નરેશ અકબરી અને રમેશ કોટડીયાએ ઉમેદવારી નોંધાવી છે.
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રુમખ પદ માટે કોંગ્રેસના જ બે જૂથ ઘ્‍વારા દાવેદારી નોંધાવવામાં આવતા આજે 19 તારીખે સવારે 11 વાગ્‍યે મતદાન યોજાશે. જીત કોઈપણ જુથની થાય પરંતુ અંતે નુકસાન તો કોંગ્રેસને જ ભોગવવું પડશે. આવા સંજોગોમાં પરેશ ધાનાણી શું રણનીતિ અપનાવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ત્‍યારે અમરેલીની 11 તાલુકા પંચાયતોમાંથી 6 તાલુકા પંચાયતો કોંગ્રેસ બિનહરીફ કરવામાં સફળ રહી છે. પાંચ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપ સામે જંગ છે તો અમરેલીમાં કોંગ્રેસના બળવાખોર સામે કોંગ્રેસનો સીધો જંગ છે. ત્‍યારે આજે 11 વાગ્‍યે કોંગ્રેસ પોતની શાખ બચાવવામાં સફળ થાય છે કે કેમ તે તો સમય જ કહેશે.

સા.કુંડલાનાં વંડા ગામની કોલેજ બંધ કરવાની હિલચાલ સામે ગામજનોમાં રોષનું વાતાવરણ

દાનવીરે ધાર્મિક ટ્રસ્‍ટને સંચાલન સોંપ્‍યુને મુસીબત આવી
સા.કુંડલાનાં વંડા ગામની કોલેજ બંધ કરવાની હિલચાલ સામે ગામજનોમાં રોષનું વાતાવરણ
ગામની તમામ દુકાનો સન્નજડ બંધ રહેતા તંત્ર હરકતમાં
અમરેલી, તા. (ફોટા ઈમેલમાં છે)
અમરેલી જીલ્‍લાના વંડા ગામે આજે સજ્જડ બંધ પાળીને એક વર્ષ પહેલા દાનવીર દ્વારા દાનમાં      મળેલી કોલેજ બંધ કરવાની હિલચાલ સામે ર0 જેટલા ગામોમાં શિક્ષણનું કાર્ય બંધ કરવાની નીતિરીતી સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે અને રેલી સ્‍વરૂપે કોલેજ બહાર પ00 વ્‍યક્‍તિતઓ ધરણા કરી રહી છે.
આજે આખું વંડા ગામસજ્જડ બંધ રહ્યું છે એકપણ દુકાનો વંડાની ખુલી નથી….  હજુ એક વર્ષ પહેલા પ મેં ર017 ના રોજ વંડાના દાનવીર ગફુલ બિલખીયા દ્વારા મુખ્‍યમંત્રી  વિજય રૂપાણી ના વરદ હસ્‍તે લાખો રૂપિયાના ખર્ચે બનેલી જી.એમ.બિલખીયા કોલેજ સ્‍વામી નારાયણ સંપ્રદાયને સંચાલન કરવા માટે સોપેલી પણ વંડા સહિતના ર0 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બનેલી કોલેજને તાળું મારવાની થઇ રહેલી ગતિવિધિ સામે આજે વંડા ગામે સજ્જડ બંધ પાળીને રેલી સ્‍વરૂપે હાથમાં પ્‍લેકાર્ડ, બેનરો લઈને એક કિલોમીટરની રેલી કોલેજના ગેટ પાસે આવીને ધરણા કરવા પ00 જેટલા સ્‍થાનિકો બેસી ગયા હતા.
આ કોલેજમાં ભણતા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન ભરત સાટીયાએ જણાવ્‍યું હતું કે 30 જેટલા ગામોને આ કોલેજ આશીર્વાદરૂપ છે હજુ એક વર્ષ થયું છે ત્‍યાં આ સ્‍વામી નારાયણ સંપ્રદાય દ્વારા એફ.વાય.નું પ્રથમ વર્ષ બંધ કર્યું છે બીજા વર્ષે બીજું વર્ષ બાદ કોલેજ જ બંધ કરવાની હિલચાલ શરૂ થઇ ગઈ છે જેનો વિરોધ 30 ગામના સરપંચ સહિતના ગ્રામજનો કરી રહ્યા છે ત્‍યારે ધરણા પર બેસેલ વંડાના કેળવણીકાર મનજીબાપા તળાવીયાએ જણાવ્‍યું હતું કે, પ મેં ર017 ના દિવસે મુખ્‍યમંત્રીના વરદહસ્‍તે ફક્‍તત તુલસીના પાન પર આખી કોલેજ દાનમાં આપીને ગ્રામ્‍ય કક્ષાનાવિદ્યાર્થીઓનું ભવિષ્‍ય ઉજવળ બને તેવા હેતુનું એક વર્ષમાં બાળમરણ થઇ ગયું જણાઈ છે.
જયારે મુખ્‍યમંત્રી વિજય રૂપાણી ર017 માં વંડા કોલેજના સમર્પણ સમારોહમાં પધાર્યા ત્‍યારે દાનવીર ઉઘોગપતિ ગફુલ બિલખીયા વિષે જણાવ્‍યું હતું કે, ગફુલ બિલખીયાએ ગામડાઓની જનતા માટે અદભુત કાર્ય કર્યું છે પણ એક વર્ષમાં આ બિલખીયા કોલેજનું બાળ મરણ કરાવીને  સ્‍વામી નારાયણ સંપ્રદાય દ્વારા કોલેજનું પ્રથમ વર્ષ બંધ કરી દીધું છે ત્‍યારે બિલખીયા કોલેજના પ્રિન્‍સીપાલ વિજય ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લા 17 – 18 વર્ષથી આ બિલખીયા કોલેજ ચાલે છે એક વર્ષથી સ્‍વામીનારાયણ સંપ્રદાયને ગફુલ બિલખીયાએ કોલેજ સોપી છે પણ એકવર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્‍યા ઘટી અને મેનેજમેન્‍ટને ખર્ચો નીકળતો ન હોવાનો એકરાર ખુદ પ્રિન્‍સીપાલ કરી રહ્યા છે ત્‍યારે વંડા ગામ સહિતના આસપાસના આગેવાનો, વિદ્યાર્થીઓ, સરપંચો કોલેજ બહાર ધરણા કરી રહ્યા છે ત્‍યારે આગામી દિવસોમાં કોલેજ ચાલુ રખાવવા માટે ગામડાઓમાં ગાંધીજીના અહિંસાના માર્ગે આંદોલનો ઉગ્ર બને તેવા સમીકરણો સાકાર થઇ રહયા છે

બાબરા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ધમુબેન વહાણી, ઉપપ્રમુખ તરીકે કિશોર દેથળીયા બિનહરીફ ચુંટાય તેવી શકયતાઓ

બાબરા, તા.18
બાબરા તાલુકા પંચાયતમાં વર્તમાન પ્રમુખ તરીકે અશ્‍વિનભાઈ સાકરીયાની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા કોંગ્રેસના સભ્‍ય ધકુબેન ધીરૂભાઈ વહાણીએ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ દેથળીયાએ ફોર્મ ભર્યુ છે. જોકે અન્‍ય કોઈ સભ્‍ય દ્વારા ફોર્મ નહિ ભરતા બિનહરીફ થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
વર્તમાન પ્રમુખ અશ્‍વિનભાઈ સાકરીયાએ અઢી વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદ કે આક્ષેપ વગર તાલુકાના વિકાસના કામો કરી પોતાની પ્રમુખ તરીકેની મુદત પુર્ણ કરતા ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અભિનંદન પાઠવ્‍યા હતા.
બાબરા તાલુકા પંચાયતના આજે વાવડા બેઠકના ધકુબેન ધીરૂભાઈ વહાણીએ પ્રમુખ તરીકે ફોર્મ રજુ કર્યુ છે. તેમજ ઉપ પ્રમુખ તરીકે વલારડી બેઠકના કિશોરભાઈ દેથળીયાએ ફોર્મ રજુ કર્યુ છે. હાલ કોઈ કોંગ્રેસ કે ભાજપના સભ્‍ય દ્વારા ફોર્મ રજુ નહિ કરવામાં આવતા બાબરા તાલુકા પંચાયત બિનહરીફ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
બાબરાતાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકેની સીટ સ્‍ત્રી સામાન્‍ય હતી ત્‍યારે અહી કોળી ઉમેદવારને કોંગ્રેસ દ્વારા પ્રમુખ તરીકે રજુ કરી ઓબીસી કાર્ડ ખેલવામાં અવી રહયું છે. તેવી સ્‍થાનિક રાજકારણમાં ચર્ચાઓ થવા લાગી હતી. આમ બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા ગત ટર્મમાં પ્રમુખ તરીકે લેઉવા પટેલ સમાજને અને ઉપ પ્રમુખમાં કાઠી ક્ષત્રિય સમાજને પ્રભુત્‍વ આપ્‍યું હતું અને હવે આગામી ટર્મ માટે પ્રમુખ તરીકે કોળી સમાજનું પ્રભુત્‍વ અને ઉપપ્રમુખ તરીકે કડવા પાટીદાર સમાજને પ્રભુત્‍વ આપી ધારાસભ્‍ય પોતાની રાજનીતિનો પરિચય કરાવ્‍યો હતો.

વાલીઓને જાગૃત્ત થવા અનુરોધ કરતા જિલ્‍લા કલેકટર આયુષકુમાર ઓક

અમરેલી તા.18
રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ યોજવામાં આવે છે. રાજયની તમામ શાળાઓમાં ધો.1માં અને આંગણવાડીઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.
જિલ્‍લા કલેકટર આયુષકુમાર ઓકે, શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકાના થોરડી ખાતે બાળકોને મોં મીઠું કરાવી કીટ આપી હતી. તેમણે 6 કુમાર અને 4 કન્‍યાઓ સહિત કુલ10ને ધો.1માં અને ર કુમારને આંગણવાડીમાં પ્રવેશ આપ્‍યો હતો.
આયુષકુમારે કહ્યું કે, રાજય સરકાર શિક્ષણલક્ષી અભિગમ ધરાવે છે. રાજય સરકાર શિક્ષણ માટે સકારાત્‍મક પગલાઓ લઇ રહી છે ત્‍યારે વાલીઓએ જાગૃત્ત બની બાળકોના ઉજ્જવળ ભાવિ માટે શિક્ષણ અપાવવું જોઇએ. તેમણે શાળામાં અભ્‍યાસ કરતા બાળકો અભ્‍યાસ ન છોડે તેની કાળજી રાખવા માટે અનુરોધ કર્યો હતો.
કલેકટરએ બાળકના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણની ભૂમિકા વિશે, કન્‍યા કેળવણીનું મહત્‍વ, શિક્ષણની અનિવાર્યતા વિશે પણ જણાવ્‍યું હતુ. તેમણે જળ બચાવો અને બેટી બચાવો પર ભાર મૂકતા તે અંગે સવિશેષ કહ્યું હતુ. કલેકટરએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતુ.
તેમણે શાળાના વર્ગખંડો અને આંગણવાડીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્‍યા હતા.
શાળાના બાળકોએ અભિનય ગીત મનુષ્‍ય તું બડા મહાન હૈ, દેશભક્‍તિત ગીત તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃત વચન સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભૂતા રજૂ કર્યા હતા. પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનિએ કર્યુ હતુ.
કાર્યક્રમમાં સરપંચ મનુભાઇ વાળા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિમિષાબેન દવે, સીડીપીઓ નયનાબેન શેઠ, લાયઝન રસિકભાઇ મહેતા, બીઆરસી ભાવેશભાઇ પટેલ, વાલી સમિતિના અઘ્‍યક્ષશિલ્‍પાબેન કસવાળા, બીઆરપી દમયંતીબેન ભગત, આચાર્ય મોહનભાઇ ડાભી, અધિકારી, પદાધિકારીઓ, વાલીગણ તથા શિક્ષકઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

19-06-2018