Main Menu

Sunday, June 17th, 2018

 

અમરેલીમાં આગામી ર1 જુનથી ર7 જુન સુધી સ્‍વાસ્‍થય માર્ગદર્શન શિબિર યોજાશે

રોટરી કલબ અને આયુર્વેદ હોસ્‍પીટલ દ્વારા
અમરેલીમાં આગામી ર1 જુનથી ર7 જુન સુધી સ્‍વાસ્‍થય માર્ગદર્શન શિબિર યોજાશે
પ00થી વધારે શહેરીજનો લાભ લેશે
અમરેલી, તા. 16
તા. ર1 જુનને વિશ્‍વ યોગ દિવસ જાહેર કરેલ છે. આ નિમિતે અમરેલીમાં સૌ પ્રથમવાર રોટરી કલબ ઓફ અમરેલી (સીટી) તથા સરકારી આયુર્વેદ હોસ્‍પીટલ અમરેલીનાં સંયુકત ઉપક્રમે યોગ સપ્‍તાહ તથા સ્‍વાસ્‍થ્‍ય માર્ગદર્શન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્‍પનું ભવ્‍ય આયોજન સરકારી આયુર્વેદ હોસ્‍પીટલનાં પટાંગણમાં તા. ર1 જુનથી તા. ર7 જુન સુધી કરવામાં આવેલ છે. આ શિબીરમાં અંદાજીત પ00થી 600 નગરજનો એકી સાથે ભાગ લેશે. રોટરી કલબ ઘ્‍વારા 7 દિવસ દરમિયાન સુંદર ગ્રાઉન્‍ડ વ્‍યવસ્‍થા સાથે યોગ પૂર્ણ થયા બાદ અલ્‍પાહારની સુંદર વ્‍યવસ્‍થા પણ રાખેલ છે. આ યોગ શિબીરમાં યોગગુરૂ શ્રીમદ રિટાબેન કાનાબાર (લવ યોર સેલ્‍ફ યોગા કલાસીસ ગર્વમેન્‍ટ યોગશિક્ષિકા) તેમની માનવ સેવા આપશે. સાથો સાથ સરકારી આયુર્વેદ હોસ્‍પીટલનાં આરએમઓ ડો. ભાવેશ મહેતા ઘ્‍વારા સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે આયુર્વેદનાં આધાર સાથે સમજણ આપશે. સાથે ડો. હરીશગીરી ગૌસ્‍વામી ઘ્‍વારા સર્વરોગ નિદાન કેમ્‍પ અંતર્ગત અમરેલીમાં સૌપ્રથમવાર અગ્નિ કર્મ (પેઈન મેનેજમેન્‍ટ) ઘ્‍વારા દુઃખાવામાં તત્‍કાલ રાહતનું નિદાન કરી આપવામાં આવશે. માર્ગદર્શન હેઠળ કલબ પ્રેસીડેન્‍ટ પિયુષ અજમેરા, સેક્રેટરી ત્રિલોક ભટ્ટ, પ્રોજેકટ ચેરમેન કમલેશ જોષી, મયુર કાનાબાર સાથે મેમ્‍બર્સ ચંદ્રેશ ઝીંઝુવાડીયા, અનિલ આડતીયા, મનીષ વાકોતેર, અંબરીશ રાજયગુરૂ તથા સાથી મેમ્‍બરો આ પ્રોજેકટ સુધી બનાવવા હિંમત ઉઠાવી રહૃાા છે. જે સરકારી આયુર્વે હોસ્‍પીટલના આરએમઓ ડો. ભાવેશ મહેતાની યાદી જણાવે છે.

સંવેદન ગૃપ ર્ેારા એકી સાથે ર ચક્ષુદાન લેવાયા

અમરેલી, તા. 16
અમરેલી નિવાસી સ્‍વ. ભાવનાબેન સુરેશભાઈ કાત્રોડીયા ઉ.વ. 63નું અવસાન થતાં આજ રોજ તેમની અંતીમ ઈચ્‍છા મુજબ તેમના પરિવારજનો ર્ેારા ચક્ષુદાન કરેલ. તેઓએ સીવીલ હોસ્‍પિટલના નીકીભાઈ સોનીનાં માઘ્‍યમથી સંવેદનગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી તા.10-6-ર018 રવિવાર સ્‍વ. ભાવનાબેનની તંદુરસ્‍ત આંખોનું દાન કરેલ.
તેમજ તે જ સમયે સાવરકુંડલાના કુ. ઋષાલીબેન જગદીશભાઈ જયાણી, ઉ.વ. 18નું અકાળે અવસાન થતાં તેઓ અમરેલી સીવીલ હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ માટે આવેલ ત્‍યારે તેમના પરિવારજનો ર્ેારા ચક્ષુદાન કરવાનો નિર્ણય કરેલ. આ ચક્ષુદાન સ્‍વીકારવા માટે અમરેલીનાં સેવાભાવી યુવા સતીષભાઈ ડાભી તથા સીવીલ હોસ્‍પિટલનાં મીતાબેન પાઠકે સેવા આપી હતી.
સ્‍વ. ભાવનાબેનનાં વારસદાર સંતાન હાર્દિકભાઈ કાત્રોડીયા તથા કુ. ઋષાલીબેનનાં ભાઈ નિકુંજ જયાણીની સમયસરની જાગૃતિએ અંધજનોના જીવનમાં રોશની લાવવાનું આ બંને પરિવારે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું હતું.
વહેલી સવારે નેત્રદાન માટે સંવેદન ગૃપનાં ટ્રસ્‍ટી મુકેશભાઈ મંડોરાએ ખુબજ જહેમત ઉઠાવી હતી. આ સાથે સંવેદન ગૃપ ર્ેારા ટુંક સમયમાં 44 ચક્ષુદાન લેવાયા તેમ સંવેદન ગૃપના મંત્રીમેહુલ વાઝાની યાદીમાં જણાવેલ છે.

કાઠીયાવાડી સવાણી ફાર્મની કેસર કેરીનો સ્‍વાદ બ્રિટન રાજવી પરિવારની સારાહ ફરગ્‍યુસને માણ્‍યો

સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામની
કાઠીયાવાડી સવાણી ફાર્મની કેસર કેરીનો સ્‍વાદ બ્રિટન રાજવી પરિવારની સારાહ ફરગ્‍યુસને માણ્‍યો
લીલીયા મોટા, 16
સાવરકુંડલા તાલુકાના નાનકડા એવા મોટા ભમોદ્રા ખાતે આવેલ સવાણી ફાર્મ હાઉસની આર્ગોનીક કેસર કેરી રાજાપુરી કેરીનો સ્‍વાદ ભારત સહીત અમેરીકા દક્ષીણ કોરીયા સહીતના દેશના લોકો માણી રહયા છે. તેવા સમયે તાજેતરમાં સવાણી ફાર્મના માલિક મધુભાઈ સવાણીના પુત્ર હાલ અમેરીકા રહેતા ડો.ભાસ્‍કરભાઈ સવાણીએ ન્‍યુપોર્ક ખાતે બ્રિટનની રાણી એલીઝાબેથની પુત્ર વધુ અને પ્રિન્‍સ આડ્રુની ધર્મપત્‍નિ રોયલ ફેમીલીના સારાહ ફરગ્‍યુસન ડચીઝ ઓફ યાર્ડેને આપણી કાઠીયાવાડી અને આપણી ધરતીની કેસર કેરીનો સ્‍વાદ રાખાડયો હતો. સારાહ ફરગયુસને આપણી કેસર કેરીનો સ્‍વાદ માણી ખુબજ પ્રભાવીત થયા હતા. સવાણી ફાર્મની કેસર કેરી રાજાપુરી કેરીએ અનેક દેશમાં પોતાનું સામ્રાજય પ્રસ્‍થાપિત કરી સમગ્ર વિશ્‍વમાં સવાણી ફાર્મએ આપણા જીલ્‍લાનું ગૌરવ વધાર્યુ છે. તેવા સમયેઆપણા દેશના સતાધારીઓ આપણી રીયલ બ્રાન્‍ડને વિશ્‍વના ફલક પર લઈ જવા હમેશા નિષ્‍ક્રીય અને અસરફ રહે છે. જયારે વિદેશીઓ વિશ્‍વમાંથી રીયલ બ્રાનડ એના દેશના લોકો સુધી પહોંચાડવા હમેંશા પ્રયત્‍નશીલ જોવા મળી રહયા છે. આપણા દેશના સતાધારીએ આપણા દેશની રીયલ બ્રાન્‍ડને વિશ્‍વનાં ફલક પર લઈ જઈ આપણા ખેડૂતો વેપારીઓને પુરતી આમદની અપાવવા પ્રયાસ કરે તેવું ડો.ભાસ્‍કર સવાણીએ માંગણી કરી છે.

રાજુલા-જાફરાબાદમાં અનેક સમસ્‍યાઓ વિકરાળ બની

સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદનાં એચ.એમ. ઘોરીનો પત્ર
રાજુલા-જાફરાબાદમાં અનેક સમસ્‍યાઓ વિકરાળ બની
દરિયાકાંઠે અનેક ઉદ્યોગોનું આગમન થયું હોય માળખાકીય સુવિધા જરૂરી
અમરેલી, તા.16
અમરેલી જિલ્‍લાના દરિયાકાંઠે આવેલ રાજુલા જાફરાબાદ પંથકમાં ઔદ્યોગિક વિકાસ તો થયો છે પરંતુ રાજય સરકાર માળખાકીય સુવિધાઓ ઉભી કરી શકી ન હોય સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદનાં એચ.એમ. ઘોરીએ એક ખુલ્‍લો પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લો એ પછાત જિલ્‍લા તરીકે છે અને દરિયાકાંઠાએ મુખ્‍ય શહેરોથી ખૂબ જ દૂર અને રિમોટ એરિયામાં દુનિયાને છેડે આવેલ છે. જેમાં વિભાગ મુજબ કારણોસર નીચે મુજબનો વિકાસની કામગીરી જરૂરી છે.
મેડિકલ સુવિધા : રાજુલા ખાતે જનરલ હોસ્‍પિટલ છે. તેમાં નિષ્‍ણાંત ડોકટરની મંજૂરી લાંબા સમયથી અપાયેલ છે. અહીંથી હાર્ટપેશેંટ, ઓર્થો પેશેંટ વગેરેની અહીંથી 14પ કિમી દૂર ભાવનગર ખાતે લઈ જવા પડે છે. આ વિસ્‍તારમાં સ્‍વતંત્રતા પછી સારો રસ્‍તો કોઈએ જોયેલ નથી. રસ્‍તાઓની હાલત ખરાબ હોય પ્રેગનન્‍સ સ્‍ત્રીઓને રસ્‍તામાં તકલીફો પડે છે. દર્દીઓ સમયસર સારવાર મળતી નથી. આ માટે અહીં હોસ્‍પિટલમાં એમ.ડી. ફીઝીશ્‍યન, ઓર્થો સર્જન, ઈ.એન.ટી. અને સર્જન ડોકટરોની જગ્‍યાઓ જે ખાલી છે તેમાં શકય પૂર્તતા કરાવવાની જરૂર છે. અહીં ફીઝીયોથેરાપીસ્‍ટ છે પરંતુ તેને લગતા સાધનો કોઈ હજુ આવ્‍યા નથી જેથી સાધનોની જરૂર છે. જાફરાબાદમાં પણ પૂરતા ડોકટરોની જરૂર અને ફીઝીયોથેરાપીસ્‍ટ અને સાધનોની જરૂર છે. દર 40 કિમીએ એક સારૂ દવાખાનુ હોવું જોઈએ તે વ્‍યવસ્‍થાની જરૂર છે. અહીંના જનરલ મેડિકલ સ્‍ટોર્સમાં પૂરતી દવાઓ મળી રહે એ જરૂરી છે. સરકારી હોસ્‍પિટલમાં હાર્ટ પેશેન્‍ટની તપાસ થાય એ માટેના ઈ.સી.જી. યુનીટ વગેરે સાધનોની જરૂર છે.
રસ્‍તાઓ : જાફરાબાદ- રાજુલા બંને તાલુકાને જોડતો રસ્‍તો 10 વર્ષથી બનેલ નથી. જોબ નંબર હજુ મળેલ નથી. રોડ પર મોટા મોટા ખાડાઓ છે. ઉદ્યોગોના હેવી વાહનો પસાર થાય છે. જેથી એ મુજબના મજબુત રોડની ડીઝાઈન બનાવીને રસ્‍તો કરવાની જરૂર છે. રાજુલાથી સાવરકુંડલા અમરેલીનો રસ્‍તો ફોર ટ્રેક કરવાની જરૂર છે. જેમાં રાજુલાથીસાવરકુંડલાનો રસ્‍તો 10 વર્ષ પહેલા બનેલ છે. જેનો જોબ નંબર મળે અને વ્‍હેલો શરૂ થાય એ જરૂરી છે. આ રોડ પર સિમેન્‍ટ ઉદ્યોગોના અને પીપાવાવ પોર્ટના હેવી કન્‍ટેનરોની અવર જવર હોય જેનો અભ્‍યાસ કરી મજબુત રોડ બનાવવાની જરૂર છે. રાજુલા પાસે જે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે તેમાં દબાણો હટાવાયા નથી. પુલો અને ઓવરબ્રિજનું કામ ખૂબ જ ધીમે ચાલે છે. અને રાજકીય દબાણના કારણે નબળુ કામ થઈ રહેલ છે. આમાં એકાદ વર્ષથી કામ ચાલે છે. જેમાં સ્‍પીડ લાવવાની જરૂર છે. રોડ પર પાર્કિંગ પ્‍લેસ બનાવવાની જરૂર છે.
ઉદ્યોગોમાં સ્‍થાનિક રોજગારી : રાજુલા જાફરાબાદ આવેલ અલ્‍ટ્રાટેકના બે પ્‍લાન્‍ટ, સિન્‍ટેક્ષ વિગેરેમાં સ્‍થાનિક રોજગારીના માત્ર ડ્રાઈવર, પટાવાળા જેવી જગ્‍યાઓએ લેવામાં આવે છે. સ્‍થાનિક ઈજનેરો વગેરેને પ્રાથમિકતા અપાતી નથી. અને જે સ્‍થાનિક છે તેઓની રાજય બહાર બદલીઓ કરાયેલ છે. જેથી સ્‍થાનિકો નોકરી છોડી રહેલ છે. ઉચ્‍ચ હોદાઓ પર બિન ગુજરાતી મોટા અધિકારીઓ છે. જેઓ ગુજરાતી કર્મચારીઓને હેરાન કરે છે ભેદભાવ રાખે છે.
ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટ : આ વિસ્‍તારમાં 60થી 70 જેટલા સિંહોએ વસવાટ કરેલ છે. જેની સામે ફોરેસ્‍ટનો સ્‍ટાફ ખૂબ જ ઓછો છે. તેઓ પાસે પુરતા વાહનો, સાધનો નથી.
દરિયાઈ પરિવહન : આ જિલ્‍લાનાં 36કિ.મી.નો દરિયાકાંઠો છે. જેમાં સરકેશવર તેમજ શિયાળબેટ પણ આવે છે.પીપાવાવ- વિકટર બંદરથી દરિયાઈ બોટ સર્વિસ સતવરે ચાલુ કરવી જોઈએ અને દિવ સુધીની ફેરી સર્વિસ ચાલુ કરવી જોઈએ. મેરી ટાઈમ બોર્ડ આ માટે લોકેશન પસંદ કરી જેટી વગેરેની કામગીરી કરાવે એ જરૂરી છે. પીપાવાવ પોર્ટ અને બંદર પાસે વોટર એરપોર્ટ બનાવાથી આ દૂરના વિસ્‍તારમાં સી-પ્‍લેનની સુવિધા ઉભી કરી શકાય.
ફુડ એન્‍ડ ડ્રગ્‍સ ખાણ ખનીજ : આ બંને ઓફિસ આ વિસ્‍તારમાં ચાલુ કરવાની જરૂર છે.
ઉદ્યોગ વિસ્‍તારની માફીયાગીરી : આ વિસ્‍તારમાં 7થી 8 મોટા ઉદ્યોગો દરિયાકાંઠે છે અને બારેમાસી બંદર અને રિલાયન્‍સ ડિફેન્‍સ ઉદ્યોગ પણ છે. ઉદ્યોગોમાં આયોજન બઘ્‍ધ અને અંડરગ્રાઉન્‍ડ માફીયાગીરી ચાલુ છે અને માફીયાઓની દાદાગીરી છે. જે કાબુમાં કરવા માટે ઉદ્યોગો વાળાનું સુચનો મેળવી મિટીંગ કરી અસરકારક પ્‍લાનિંગ કરી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવાની જરૂર છે.
રેલ્‍વે સુવિધા : રાજુલા સિટી રેલ્‍વે સ્‍ટેશનથી ડેઈલી રાત્રે 8-9 વાગે અમદાવાદ સુરતની ડેઈલી પેસેન્‍જર ટ્રેનની સુવિધાની જરૂર છે. હાલમાં રાજુલા જંકશન (બર્બટાણા)ને બદલે રાજુલા સિટી (મફતપરા) રેલ્‍વે સ્‍ટેશન સુધી આવે એ જરૂરી છે. ધોળા જંકશન, બોટાદ, અમદાવાદ બ્રોડગેજ ટ્રેનનું કાામ વહેલું પુરૂ થાય એ  જરૂરીછે.
પોલીસ વિભાગ : રાજુલા ખાતે ડી.વાય.એસ.પી.ની પોસ્‍ટીંગની જરૂર છે. રાજુલા સિટી અને ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશન અલગ કરવાની જરૂર છે. અને રાજુલા ડિવીઝન માટે મહિલા પોલીસ સ્‍ટેશન અને ટ્રાફિક પોલીસ સ્‍ટેશનની સુવિધા ઉભી કરવાની જરૂર છે.

અમરેલી જિલ્‍લાનાં માઘ્‍યમિક શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને સરકારની નીતિનો વિરોધ કરશે

7મું પગારપંચ,ફીકસ વેતનમાં ઓછો વધારો સહિતનાં પ્રશ્‍ને
અમરેલી જિલ્‍લાનાં માઘ્‍યમિક શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને સરકારની નીતિનો વિરોધ કરશે
અમરેલી, તા. 16
ગુજરાત રાજય ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષક સંઘ મહામંડળ ર્ેારા ઉચ્‍ચતર શિક્ષકોનાં પડતર પ્રશ્‍નોને લઈને સરકાર સામે નવતર આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
જેમાં આગામી 18 જુનથી ર3 જુન સુધી જિલ્‍લાનાં સારસ્‍વત શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કરી સરકારની અન્‍યાયી નીતિનો વિરોધ કરશે.
ફીકસ પગારનો ઓછો આપેલ વધારો, સળંગ નોકરી ગણવી, 7મો પગારપંચનો તફાવત વિગેરે પ્રશ્‍નોને લઈને શિક્ષકોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો હોય સંઘનાં પ્રમુખ તુલસીભાઈ મકવાણાએ જણાવેલ છે.

બહારગામ જવાનાં બહાને કાર માંગી અને ગીરવે મુકી દઈ વિશ્‍વાસઘાત કર્યો

અમરેલી શહેરમાં બન્‍યો બનાવ
અમરેલી, તા. 16
અમરેલીનાં માણેકપરા વિસ્‍તારમાં રહેતાં મનિષભાઈ અરવિંદભાઈ અમરેલીયા પાસેથી ગઈ કાલે સાંજનાં સમયે અમરેલીનાં કેરીયા રોડ ઉપર રહેતાં હિતેષ ઉર્ફે લાલો વિનુભાઈ પરમાર તેમનાં ઘરે આવી બહારગામ જવું છે તેમ કહી તેમની કાર નંબર જી.જે.14 એ.એ. પ99પ લઈ ગયેલ હતો અને તે કાર પરત આપવાનાં બદલેતેમણે તે કાર સાવરકુંડલા ગામે રહેતાં જોરૂભાઈ પાસે ગીરવે મુકી દઈ તેમની સાથે વિશ્‍વાસઘાત, છેતરપીંડી કર્યાની ફરિયાદ મનિષભાઈએ અમરેલી સીટી પોલીસમાં નોંધાવતાં પી.એસ.આઈ. એન.જી. ગોસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખપદે કાછડીયા અને ઉપપ્રમુખપદે રંજનબેન સાવલીયા ?

પંચાયતનાં ઉપપ્રમુખે બળવો કરીને 7 સદસ્‍ય બાજુ પર લીધા
અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખપદે કાછડીયા અને ઉપપ્રમુખપદે રંજનબેન સાવલીયા ?
ભાજપનાં ર સદસ્‍યોની મદદથી શાસન મેળવવાં તૈયારી
અમરેલી, તા. 16
અમરેલી પાલિકામાં કોંગ્રેસનાં 1પ નગરસેવકોએ બળવો કરીને ભાજપ અને અપક્ષનાં સહયોગથી શાસન મેળવીલીધા બાદ હવે અમરેલી તાલુકા પંચાયતમાં પણ બળવાખોરોએ ભાજપનાં સહયોગથી સત્તા મેળવવાની તૈયારી કરી હોવાનું જાણવા મળેલ છે.
કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં અઢી વર્ષ સુધી ઉપપ્રમુખે કામગીરી કરનાર અરવિંદ કાછડીયા કોંગ્રેસનાં 7 સદસ્‍યો સાથે સહેલગાહે ઉપડી ગયા છે. તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી કોંગ્રેસનાં 16 અને ભાજપનાં ર સદસ્‍યો વિજેતા બન્‍યા છે. બહુમતી માટે 10 સદસ્‍યોની જરૂર હોય 8 કોંગી બળવાખોરોએ ભાજપનાં ર સદસ્‍યોનાં સમર્થનથી સત્તા હાંસલ કરવાની દોડધામ શરૂ કરી છે. બદલામાં ભાજપને ઉપપ્રમુખ પદ મળે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
પ્રમુખપદે બળવાખોર જુથનાં આગેવાન અરવિંદ કાછડીયા અને ઉપપ્રમુખપદે ભાજપનાં રંજનબેન સાવલીયાને સ્‍થાન મળે તો નવાઈ પામવા જેવું નહીં રહે.

રાજુલાનાં ગોરાણા ગામનાં યુવક પર અજાણ્‍યા શખ્‍સો દ્વારા હુમલો

રાજુલા, તા.16
રાજુલા નજીક આવેલ ગોરાણા ગામના યુવાનને બારપટોળી ગામ પાસે રસ્‍તામાં આંતરીને કેટલાક શખ્‍સો દ્વારા હુમલો કરવામાં આવેલ હતો. આ હુમલામાં ગોરાણાના મેરામણભાઈ વાલેરાભાઈ રામ (ઉ.વ.3પ)ને ગંભીર ઈજા થયેલ હોય 108માં રાજુલા લાવવામાં પાયલોટ બાલુભાઈ ગોહિલ તથા ઈએમટી રાણાભાઈ બાંભણીયા દ્વારા રાજુલા હોસ્‍પિટલમાં લાવવામાં આવેલ હતા. જયાં તેઓને હાથના, પગના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ હોય મહુવા રીફર કરવામાં આવેલ છે. જયારે મારનારા લોકો ફરાર થઈ ગયેલ છે. જે અંગેની એફ.આઈ.આર. થયા બાદ માલુમ પડશે કે હુમલાખોરો કોણ હતા.

એસ.ટી. બસનાં અભાવે બાળકો શિક્ષણથી વંચિત રહે છે

શાળા પ્રવેશોત્‍સવનાં માહોલમાં અતિ કડવી વાસ્‍તવિકતા
એસ.ટી. બસનાં અભાવે બાળકો શિક્ષણથી વંચિત રહે છે
ખાંભા, તા. 16
ખાંભા તાલુકામાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં સ્‍કુલ સમય માટેની બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અભ્‍યાસ છોડી રહૃાા છે.
એક તરફ સરકાર ઘ્‍વારા બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત શાળા પ્રવેશોત્‍સવના તાયફામાં કરોડો રૂપિયા વેડફી રહી છે અને વિદ્યાર્થીનીઓનેમફત બસના પાસની સુવિધા આપવાની જાહેરાતો કરવામાં આવે છે. ત્‍યારે સામે પક્ષે ગ્રામ્‍ય વિસ્‍તારમાં બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરવો હોવા છતાં માઘ્‍યમિક શિક્ષણ સ્‍કુલના સમયે બસ સુવિધાનાં અભાવે અધુરો અભ્‍યાસ છોડવા મજબુર બન્‍યા છે.
ખાંભા તાલુકાનાં પ7 ગામો પૈકી 7 ગામો એવા છે કે જયાં એસ.ટી.ની બસ જતી જ નથી. ખાંભાની જે.એન. મહેતા હાઈસ્‍કુલમાં ગત ટર્મમાં માલકનેસ ગામના 3પ વિદ્યાર્થીઓ ખાનગી રીક્ષામાં ખીચોખીચ ભરાઈને અભ્‍યાસ માટે આવતા હતા. પરંતુ જીવના જોખમે અને ચોમાસામાં પલળતા ઉનાળામાં ગરમી અને શિયાળામાં કડકડતી ઠંડીમાં મુસાફરી કરવી પડતી હોવાથી તમામ વિદ્યાર્થીઓએ અભ્‍યાસ છોડવાની ફરજ પડી છે.
જો સરકાર વિદ્યાભ્‍યાસમાં ગંભીર હોય અને વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને અભ્‍યાસ કરાવવા માંગતી હોય તો ખાંભા તાલુકાના ખાંભા, પીપળવા, તાતણીયા, ઉમરીયા તેમજ માઘ્‍યમિક શિક્ષણની સુવિધા વગરના ખાંભાના ડેડાણ નીચે આવતા માલકનેસ સહિતનાં ગામોને તેમજ સાવરકુંડલાનાં ગીણીયા, બગોયા તથા ઘુંઘવાણાથી ખાંભાને જોડતી અને સવારે સ્‍કુલ સમય પહેલા 6 વાગ્‍યે અને સ્‍કુલ છુટવાના 1રઃ30 વાગ્‍યાનાં સમયે એસ.ટી. બસની સુવિધા કરવામાં આવે તો ખાંભા તાલુકાનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાનો અભ્‍યાસ પુરો કરીશકે. જો ખાનગી શાળાઓ ખાનગી બસ સુવિધા પુરી પાડતી હોય તો સરકારે પણ સરકારી અને અર્ધ સરકારી સ્‍કુલોમાં બસ સુવિધા આપવી જોઈએ એવું વિદ્યાર્થીઓ અને વાલીઓ ઈચ્‍છી રહૃાા છે.

લીલીયામોટા ખાતે શ્રી બાલકૃષ્‍ણ લાલજી હવેલીમાં અધિક માસ નિમીત્તે વિવિધ દર્શનોનું સુંદર આયોજન

લીલીયામોટા ખાતે આવેલ શ્રી બાલકૃષ્‍ણ હવેલી ખાતે અધિક માસ નિમીતે આખો માસ વિવિધ દર્શનો (મનોરથો)નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ચંપારણ ધામ, યમુનાજી પ્રાગટય, ગીરીરાજ પ્રાગટય, ઈન્‍દ્રમન ભંગ, નાગ દમન, વિવાહ ખેલ વિગેરેજેવા વિવિધ દર્શનોનું આયોજન હવેલીનાં મુખ્‍યાજી રવિભાઈ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. જેમાં મોહિત ભરડવા, જય ગોહિલ, વિકેન ભડકોલીયા, નમન દોશી, હર્ષિલ ચૌહાણ, દર્શન ચૌહાણ, નિકુંજભાલાળા, દેવમ દવે, દિગંત વોરા, આર્યન બુહા, નિરાલી દોશી, કૃપાલી દોશી, જાનકી ભાલાળા, ખુશી ભાલાળા, જીયા ભટ્ટ, દિપ્‍તીબેન દવે વિગેરેએ આ જહેમત ઉઠાવેલ હતી. છેલ્‍લે અધિક માસનાં છેલ્‍લા દિવસે શ્રી બાલકૃષ્‍ણ ઓરકેસ્‍ટ્રા ગૃપ ર્ેારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્‍યાજીની નાની પુત્રી-આન્‍વીબેન સહીતનાં વૈષ્‍ણવો જુમી ઉઠયા હતા. આ મનોરથ (ઉત્‍સવો)માં હવેલીના પ્રમુખ તથા ટ્રસ્‍ટી તથા વૈષ્‍ણવોએ સહકાર આપેલ હતો. તેમજ આ આયોજનમાં વ્‍યવસ્‍થા જાળવવા માટે લીલીયાનાં પી.એસ.આઈ. તથા તમામ પોલીસ કર્મીનો સારો સહકાર મળેલ હતો.

દામનગર નજીક આવેલ ભાલવાવ ગામની સીમમાં નીલગાય અને ભૂંડનો બેહદ ત્રાસ

ખેડૂતે નીલગાયનાં ત્રાસથી ચંદનનો બગીચો ઉજજડ બનાવ્‍યો
દામનગર નજીક આવેલ ભાલવાવ ગામની સીમમાં નીલગાય અને ભૂંડનો બેહદ ત્રાસ
ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીએ વ્‍યથા ઠાલવી
અમરેલી, તા. 16
ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીએ રાજય સરકારને ખેડૂતો કરતા વન્‍ય પ્રાણીઓ વધારે વ્‍હાલા હોવાનું જણાવીને નીલગાય અને ભૂંડનાં ત્રાસથી ખેડૂતો ખેતી છોડી રહૃાાનું આશ્ચર્યજનક નિવેદન આપેલ છે.
તેઓએ જણાવેલ છે કે, અમરેલીજિલ્‍લાનાં ભાલવાવ ગામની સીમમાં એક ખેડૂતે નીલગાય અને ભૂંડના ત્રાસથી પોતાના 10 વિઘાના ઉભા ચંદનના બગીચામાં ચવડું મારી દીધું. કારણ કે નિલગાયોનો ઉપદ્રવ એટલે બધો વધી ગયો છે કે અહીંયા દરરોજ પ0 થી 60 ટોળા રૂપી નિલગાયો આવીને બગીચામાં આડેધડ હઠિયાપાટી કરીને જે ડીપ પદ્ધતિ ગોઠવી હોઈ તે અને ઉભા ચંદનને ભાંગી નાખે છે અને જયારે આ નિલગાયોને કોઈ ખેડૂત પોતાના પરિવારનું ભરણ પોષણ માટે ખેતીની ઉપજને બચાવવા માટે આ નિલગાયોનું હનન કરે છે. તો વન્‍ય વિભાગ વાળા ખેડૂતોની પાછળ હાથ ધોઈને પડી જાય છે. સરકારને લગાતાર કહી રહૃાા છીએ કે તમે જો આ વન્‍ય પ્રાણીઓને તમે રાજનાં રત્‍નો કહી રહૃાા છો તો તમે આ રાજનાં રમકડા રૂપી રત્‍નો તમારા રાજમાં રાખો અમારા રાજમાં તમારા રત્‍નો આવશે તો હવે અમારા પરિવારનાં જીવ ખાતર તમારા રત્‍નોનો જીવ લેવો પડશે તો અમે અચકાશું નહીં.

સાવરકુંડલા અને ડેડાણમાંથી એલસીબીએ વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધો

અમરેલી, તા. 16
અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે. ગોસ્‍વામી એલ.સી.બી. સ્‍ટાફ સાથે ખાંભાનાં ડેડાણ મુકામે રમજાન ઈદ નિમીત્તે બંદોબસ્‍ત અને પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે ડેડાણમાં રાયડી રોડ, પટેલ પરામાં રહેતાં અબ્‍દુલભાઈ ભીખાભાઈ નાગરીયા અને તેનો દિકરો રાજુઅબ્‍દુલભાઈ નાગરીયા પોતાના રહેણાંક મકાને ગે.કા. ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો રાખે છે અને તેનું વેચાણ કરે છે આવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં રેઈડ દરમ્‍યાન રાજુ અબ્‍દુલભાઈ નાગરીયા નાસી ગયેલ. અને અબ્‍દુલભાઈ ભીખાભાઈ નાગરીયા, ઉ.વ. પપ, રહે. ડેડાણ, રાયડી રોડ વાળો ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-પ, કિં.રૂા.1પ00 તથા એક મોબાઈલ ફોન કિં.રૂા.પ00 મળી કુલ રૂા.ર000 ના મુદ્યામાલ સાથે મળી આવતાં બંને બાપ-દિકરા વિરૂઘ્‍ધ પ્રોહી ધારા તળે કાર્યવાહી કરી પકડાયેલ ઈસમ તથા મુદ્યામાલ ખાંભા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. અને નાસી જનાર રાજુ અબ્‍દુલભાઈ નાગરીયા, રહે. ડેડાણ વાળાને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે.
આ ઉપરાંત ગઈ કાલ તા.1પ/6/18 ના રાત્રિનાં બાતમી મળેલ કે સાવરકુંડલા ટાઉનમાં હાથસણી રોડ ઉપર આવેલ ગાયત્રી કાર કેર (ગેરેજ) માં ઈંગ્‍લીશ દારૂ વેચાણ થવા માટે લાવવામાં આવેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે ગાયત્રી કાર કેર (ગેરેજ)માં રેઈડ કરતાં ભાવિન પ્રકાશભાઈ અર્ઘ્‍વયુ, ઉ.વ.ર8, રહે. સાવરકુંડલા, હાથસણી રોડ વાળાનાં કબજામાંથી ગેરેજમાંથી ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-3, કિં.રૂા.900 ની મળી આવતાં અને આ દારૂ રાજુભાઈ વરૂ, રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, હુડકો સોસાયટી વાળો રાખવા માટે મુકી ગયેલ હોવાનુંતપાસ કરતાં જણાઈ આવતાં બંને ઈસમો વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી મુદ્યામાલ તથા આરોપી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે અને આરોપી રાજુભાઈ વરૂને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે. ગોસ્‍વામી, તથા એલ.સી.બી. સ્‍ટાફનાં ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી. રેવર, હિંગરાજસિંહ ગોહિલ, ભગવાનભાઈ ભીલ, મયુરભાઈ ગોહિલ, કિશનભાઈ હાડગરડા, સંજયભાઈ મકવાણા, જીતેન્‍દ્રભાઈ બગડા, અજયસિંહ ગોહિલ, તુષારભાઈ પાંચાણી, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, મહેશભાઈ હિમાસીયા, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, અર્જુનભાઈ રોજીયા, અશોકભાઈ કલસરીયા, દીપકભાઈ વાળા, સંજયભાઈ મારૂ વિ.એ કરેલ છે.

શેલણા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં 8 શખ્‍સો ઝડપાયા

પટ્ટમાંથી રોકડ રકમ રૂા. 7960ની મત્તા કબ્‍જે લીધી
અમરેલી, તા. 16
સાવરકુંડલા તાલુકાનાં શેલણા ગામે રહેતાં પરેશ ઉર્ફે પીન્‍ટુ મગનભાઈ પરમાર, વાલજી ઉર્ફે વિજય ગોરધનભાઈ બારૈયા, વિનુ ધીરૂભાઈ સાવલીયા સહિત 8 ઈસમો ગઈકાલે જાહેરમાં પૈસા-પાના વડે તીનપત્તીનો જુગાર રમતાં હોય, વંડા પોલીસને બાતમી મળતાં દરોડો કરી તમામ આઠેય બાજીગરોને રોકડ રકમ રૂા.7960ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાબરાનાં ભગવતપરામાં ઓટલા બાબતે ર પરિવારો વચ્‍ચે બઘડાટી

બાબરા, તા.16
બાબરામાં ભગવતપરા વિસ્‍તારમાં બે પરિવારો વચ્‍ચે મારામારી થતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો અને ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક અસરથી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.
બાબરામાં રહેતા ચાંપરાજભાઈ વાળા અને યાસીનખાન પઠાણ વચ્‍ચે ઘરની આગળ ઓટલા દુર કરવા જેવી બાબતો પર માથાકુટ થતા બે પરિવારો સામસામે આવી ગયા હતા અને તલવાર અને પાઈપ વડે સામસામે હુમલો કરતા બંને પરિવારની ચાર વ્‍યકિતઓને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.
આ બનાવની પ્રાથમિક વિગત અનુસાર અહીં ભગવતપરા વિસ્‍તારમાં નગરપાલિકા દ્વારા બ્‍લોકરોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને રોડ બનાવવા માટે અડચણરૂપ ઓટલા હટાવવા જરૂરી હોય આ બાબતે ર પરિવાર સમાજ વચ્‍ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી.
બાબરામાં મારામારી થતા મોટી સંખ્‍યામાં લોકોનું ટોળુ ભગવતપરા અને દવાખાને દોડી આવ્‍યું હતું. બાબરા પોલીસ દ્વારા પુરતો બંદોબસ્‍ત જાળવવામાં આવ્‍યો છે.
ઘટનાની જાણ થતા ડીવાયએસપી પણ બાબરા દોડી આવ્‍યાહતા. હાલ વધુ પરિસ્‍થિતિ તંગ ન બને તે માટે બાબરા પી.એસ.આઈ. પી.એન. મોરી દ્વારા ભગવતપરા, મોટા બસસ્‍ટેન્‍ડ અને સરકારી દવાખાને પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. બાબરા પી.એસ.આઈ. પી.એન. મોરી દ્વારા બંને પરિવારની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અમરેલી, સાવરકુંડલા, બગસરામાં બળવો કરનાર ર4 નગરસેવકો સસ્‍પેન્‍ડ

કોંગ્રેસે રર અને ભાજપે ર નગરસેવકોને પક્ષમાંથી હાંકી કાઢયા
અમરેલી, સાવરકુંડલા, બગસરામાં બળવો કરનારર4 નગરસેવકો સસ્‍પેન્‍ડ
વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગઢની ત્રણેય પાલિકામાં કોંગ્રેસ સત્તા વિહોણી બનતા પક્ષ આક્રમક મિજાજમાં
અમરેલી, તા. 16
અમરેલી જિલ્‍લાની 3 નગરપાલિકાઓનાં પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીઓ તાજેતરમાં યોજાયેલ. જેમાં કોંગ્રેસ પક્ષનાં રર તથા ભજપનાં ર સભ્‍યો મળી કુલ ર4 ચૂંટાયેલા સભ્‍યોએ પાર્ટીની સુચનાઓ વિરૂઘ્‍ધ મતદન કરતાં કોંગ્રેસે તેમના રર ચૂંટાયેલા સદસ્‍યોને અને ભજપ ર સદસ્‍યોને પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કર્યા છે.
તાજેતરમાં અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કુલ 44 બેઠકો પૈકી કોંગ્રેસ પક્ષ પાસે 3પ સદસ્‍યો છે. જેમાંથી 1પ સદસ્‍યોએ પક્ષનો વ્‍હીપ લેવાનો ઈન્‍કાર કરી અને વ્‍હીપની વિરૂઘ્‍ધમાં મતદાન કર્યુ હતું. આ પક્ષની સુચનાથી વિરૂઘ્‍ધમં મતદન કરતાં નગરપાલિકાનાં ચૂંટાયેલ પ્રમુખ જયંતિભાઈ રાણવા, ઉપપ્રમુખ શકિલભાઈ સૈયદ તથા નિવૃત્ત થતાં પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા અને નિવૃત્ત થતાં ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા સહિત 1પ કોંગ્રેસનાં નિશાન ઉપર ચૂંટાયેલા સદસ્‍યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કર્ય છે.
જયારે સવરકુંડલા નગરપાલિકમાં કોંગ્રેસનાં ચૂંટાયેલા 4 સદસ્‍યોએ પણ પક્ષ સમે બળવો કરી અને કોંગ્રેસપક્ષનાં આદેશનો અનાદર કરતાં વિપુલભાઈ ઉનાવા, ગીતાબેન ભુપતભાઈ દેગામા, નયનાબેન અતુલભાઈ કાપડીયા તથા કૈલાસબેન ડાભીને પણ 6 વર્ષ્‍ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરેલ છે.
તેવી જ રીતે બગસરા નગરપાલિકામાં પણ કોંગ્રેસ પક્ષમાંથી મુકતાબેન નળીયાધા, ભાવનાબેન કટેસીયા તથા દિલુભાઈ મકવાણાને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરેલ છે.
આ અંગે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબારે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પક્ષનાં નિશાન ઉપર ચૂંટાયેલા આ રર સદસ્‍યોને તેમનું નગરપાલિકા સદસ્‍ય પદ રદ શા માટે ન કરવું તેવી કારણદર્શક નોટીસ પણ ફટકારી છે અને આગામી દિવસોમાં અ તમમ સામે પાલિકાનાં સદસ્‍યપદ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.
તેવી જ રીતે બગસરા નગરપાલિકામાં ભાજપનાં નિશાન ઉપર ચૂંટાયેલા ફર્જાનાબેન બીલખીયા તથા નર્મદાબેન હડીયલને જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ પાર્ટીનાં મેન્‍ડેડની વિરૂઘ્‍ધમાં જઈ મતદાન કરતાં તાત્‍કાલીક અસરથી ભાજપમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યાનું જણાવ્‍યું હતું.
આમ તાજેતરમાં અમરેલી જિલ્‍લાની 3 નગરપાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓમાં પાર્ટી વિરૂઘ્‍ધ જઈ મતદાન કરતાં કુલ ર4 સદસ્‍યોને કોંગ્રેસ અને ભાજપે પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરતાં અમરેલી જિલ્‍લાનાં રાજકરણમાંગરમાવો આવી જવા પામેલ છે.

ખોડીયાર જળાશયમાં ન્‍હાવા પડેલ ર યુવકનાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત

ધારીનાં મીઠાપુર(ડુંગરી) ગામમાં શોકનો માહોલ
અમરેલી, તા. 16
ધારી તાલુકાનાં મીઠાપુર ડુંગરી ગામે રહેતાં ત્રણ મિત્રો આજે ધારી ગામ નજીક આવેલ ખોડીયાર ડેમ ઉપર ફરવા ગયા હતા ત્‍યારે પાણી જોઈ નહાવાનું મન થતાં ખોડીયાર ડેમનાં ધુનામાં બે મિત્રો નહાવા પડતાં ડુબવા લાગતા તેમની સાથે રહેલ ત્રીજા મિત્રએ આ બન્‍ને બચાવવાનાં પ્રયાસરૂપે લોકોની તથા પોલીસની મદદ માંગી હતી. પરંતુ આ બન્‍ને પિત્રાઈ ભાઈઓનું ડુબી જતાં મોત થતાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ બનાવમાં જાણવા    મળતી વિગત મુજબ ધારી તાલુકાનાં મીઠાપુર ડુંગરી ગામે રહેતાં પિયુષ વિનુભાઈ ચૌહાણ (ઉ.વ. 17), વિશાલ વિપુલભાઈ ચૌહાણ (ઉ.વ. 18) તથા રોહીત ત્રિવેદી (ઉ.વ. 16) આજે ધારી નજીક આવેલ ખોડીયાર ડેમ ઉપર ગયા હતા ત્‍યારે ડેમમાં આવેલ ધુનામાં પિયુષ તથા વિશાલે ઝંપલાવી દેતાં આ બન્‍ને ડુબવા લાગતાં તેમની સાથે રહેલા રોહીતે આ બન્‍નેને બચાવવા માટે લોકોની અને પોલીસની મદદ માંગી હતી પરંતુ તે બન્‍નેને બચાવી શકાયા ન હતા.
આ બનાવની જાણ ધારી પોલીસને થતાં પોલીસ સ્‍થાનિક તરવૈયાની મદદ લઈ ડુબી ગયેલા બન્‍નેનાં મૃતદેહોને બહારકાઢી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

કુંકાવાવનાં સાંથલી ગામે પીવાનાં પાણીની હાડમારી

આબાલ-વૃઘ્‍ધ સૌ કોઈ પાણી માટે ભટકી રહૃાા છે
કુંકાવાવનાં સાંથલી ગામે પીવાનાં પાણીની હાડમારી
વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં મત વિસ્‍તારનાં ગામની સમસ્‍યાનું નિરાકરણ કરવું જરૂરી
અમરેલી, તા. 16
એક તરફ ઉનાળાનો અંત આવી રહૃાો છે ને ચોમાસાની શરૂઆત થવાની છે છતાં પીવાના પાણી માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્‍તારમાં પોકાર ઉઠી રહૃાો છે. અમરેલી જિલ્‍લાનાં કુંકાવાવ તાલુકાનાં અનેક ગામડાઓમાં લોકો પાણીના એક ટીપા માટે વલખા મારી રહૃાા છે. સરકારી તંત્રની હજી આગામડાઓ તરફ નજર નથી પહોંચી ત્‍યારે વિપક્ષના નેતા ધાનાણીના છેવાડાના ગામડાઓનો ગ્રાઉન્‍ડ જીરો રીપોર્ટ કંઈક અલગ જ જોવા મળ્‍યો હતો. પાણી માટે દર દર ભટકતી મહિલાઓની વેદનાઓ અલગ જ હતી.
કુંકાવાવ તાલુકાનાં સાંથલી ગામની વસ્‍તી 1ર00 આસપાસની છે પણ પીવાના પાણી માટે આ ગામમાં કોઈ સ્‍ત્રોત કામ નથી કરતા. અહિંયા ગામના ચોકમાં એકમાત્ર અવેડો છે. સ્‍થાનિક વાડીઓમાંથી પશુઓ માટે અવેડામાં પાણી ભરાઈ છે તેમાંથી જ લોકો પણ પાણી ભરીને સંતોષ મેળવે છે. અહિંયા ખરા બપોરે કાળા તડકામાં કયારેક પાણી આવી જાય છે જે પાણી એક સ્‍થાનિક કુવામાં દુર દુરથી ઠાલવવામાં આવે છે અને એ પણ નિયમિત આવતું નથી. કારણ કે એ સ્‍ત્રોતમાં પણ મર્યાદિત પાણીનો સ્‍ટોક છે દુર દુરથી આવી રહેલી આ મહિલાઓ ઘરના કામ મુકીને એક બેડુ શુઘ્‍ધ પાણી મળશે એ હેતુથી કાળો તડકો સહન કરી રહી છે.
છેલ્‍લા ર0-ર0 દિવસથી પીવાના પાણી માટે મહિલાઓ રજળી રહી છે. એક અવેડામાં સ્‍થાનિક સોર્સ કુવામાંથી પાણી અવેડા સુધી માંડ માંડ પહોંચ છે જયાં પશુઓ પાણી પીવે છે એ જ અવેડામાં મહિલઓ પાણી ભરવા મજબુર થઈ છે. બીમાર મહિલા તો પાણી માટે ફરજીયાત ગાગર લઈને ધકકો ખાતા જણાવ્‍યું હતું કે, એક કીડની છે લાભાર છે ઘરમાં બીજું કોઈ નથી પાણી માટેઅવેડા સુધી આવીને પશુઓને પીવાના પાણીમાંથી સ્‍થાનિક પાણી ભરીને સંતોષ માની રહૃાા છે. ત્‍યારે સ્‍કુલે જવાની ઉંમરે નાના મુલકાઓ પાણીની હેલ, ડોલ લઈને મહિલાઓને મદદ કરી રહૃાા છે.
સ્‍કુલમાં ભણવાની ઉંમરે પીવાના પાણી માટે વિદ્યાર્થીને માં-બાપને મદદરૂપ થવા પાણીની હેલ લઈને નીકળવું પડતું હોવાની હૈયાવરાળ નાના ભુલકા કાઢી રહૃાા છે. ત્‍યારે ગામની વયોવૃઘ્‍ધ મહિલા નાનકડી ગાગર લઈને પાણી માટે અવેડે સુધી પહોંચીને એક બેડુ પાણી માંડ મળ્‍યું ત્‍યારે તુટતા ગદગદિત સ્‍વરે કાશીમાંએ જણાવ્‍યું હતું કે, કાશીમાં (સ્‍થાનિક-સાંથલી) ઘરે બેસીને માળા જપવાની વયોવૃઘ્‍ધ ઉંમરે કાશીમાં પીવાના પાણી માટે વિપક્ષના નેતા ધાનાણીના મત વિસ્‍તારના સાંથલી ગામમાં ભટકી રહૃાા છે.
8-8 દસકાઓ વટાવી ચુકેલ વૃઘ્‍ધ માને જોઈને સૌ કોઈની આંખમાં પાણી આવી જાય તેવા દ્રશ્‍યો સર્જાયા હતા. તયારે આ ગામની મહિલાઓ આ તડકામાં અશુઘ્‍ધ પાણી ભરવા મજબુરીથી આવવું પડે છે. પાણી એ માનવીય જીવનની અનિવાર્ય જરૂરીયત હોવા છતાં સરકારી તંત્ર આ ગામડાઓ પ્રત્‍યે હંમેશા બેદરકાર       રહૃાું છે.
અમે આ ગામના સરપંચને આ સમસ્‍યા બાબતે પુછયું તો એમણે જણાવ્‍યું કે, 113પની વસ્‍ચી ધરાવતા સાંથલી ગામમાં સ્‍થાનિક કુવા કે બોર ન હોવાથી પીવાના પાણીનો પોકારવિપક્ષનાં નેતા પરેશ ધાનાણીના મત વિસ્‍તારમાં ઉઠી રહૃાો છે. ઉનાળાના અંતે પણ સ્‍થિતિ પીવાના પાણીની વિકટ જોવા મળી રહી છે. પાણીના પ્રશ્‍ને જિલ્‍લામાં અનેકવાર રજુઆતો કરવા છતાં આજ સુધી નિકાલ આવ્‍યો નથી તેવી વાસ્‍તવિકતા જોવા મળતી હોવા છતાં વિપક્ષના નેતા ધાનાણી અને સરકારી બાબુઓ પીવાના પાણીનો પોકર સમાવી નથી શકયા તે વાસ્‍તવિકતા ઉડીને આંખે વળગી રહી છે.

પીપાવાવ જમીન મુકિત આંદોલનનાં પ3માં દિવસે આંદોલનકારીઓએ ચાલુ વરસાદે પણ આંદોલન ચાલુ રાખ્‍યું

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગામજનો છેલ્‍લા પ3 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ગુજરાત હેવી કેમીકલ્‍સ લિમિટેડ અને ભૂમાફીયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે ઉપવાસ આંદોલન કરી રહયા છે. અધિકારીઓ શનિ-રવિ રજા ભોગવી રહયાા છે. પરંતુ આંદોલનકારીઓ રજાના દિવસોમાાં પણ સરકાર પાસે ન્‍યાય માટે ઝઝુમી રહયા છે. જયારે રાજુલામાં વરસાદની શરૂઆત થઈ છે. ત્‍યારે ચાલુ વરસાદમાં પણ આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ લોકોની સમજાવટથી આંદોલનકારીઓ પ્રાંત કચેરીની અંદર બેસ્‍યા હતા અને આંદોલન ચાલુ રાખ્‍યું હતું. આંદોલન છાવણીની મુલાકાત લેતા રાજુલાનાસામાજિક કાર્યકર્તા અરવિંદભાઈ ખુમાણ  તથા તેમના સાથી મિત્રો તેમજ અશોકભાઈ ભાલીયા, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા, પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા, મધુભાઈ સાંખટ સહિતના ર00 જેટલા લોકો ઉપવાસ આંદોલન કરી રહયા હતા.

‘‘સંવાદ” અને ‘‘બાલભવન” ર્ેારા કવિ કલાપીને શબ્‍દાંજલિ

લાઠીનાં રાજવી કવિ કલાપીની 118મી પૂણ્‍યતિથિ અવસરે ગિરધરભાઈ સંગ્રહાલય, બાલભવન અમરેલી ખાતે તા. 10 જૂન ર018ને રવિવારનાં રોજ અમરેલીની જાણીતી સાહિત્‍ય સંસ્‍થા ભસંવાદભ અને બાલભવન અમરેલીનાંસંયુકત ઉપક્રમે શબ્‍દાંજલિ અર્પિત કરવાનો ભાવસભર કાર્યક્રમ સંપન્‍ન થયો હતો. પ્રારંભે ભસંવાદભનાં સંયોજક પરેશ મહેતાએ પૂર્વભૂમિકા રજૂ કરી હતી. ગિરધરભાઈ સંગ્રહાલય, જિલ્‍લા લોકવિજ્ઞાન કેન્‍દ્ર અને બાલભવનનાં ડાયરેકટર નિલેશભાઈ પાઠક ર્ેારા સહુને આવકાર અને સંસ્‍થાકિય પ્રવૃતિઓ તથા આવાં ઉપક્રમો આયોજીત કરતા રહેવા લાગણી વ્‍યકત કરી હતી. ગુજરાતી કવિતામાં અમર એવાં કવિ કલાપીને શ્રઘ્‍ધાંજલિ રૂપ કાવ્‍યગોષ્ઠિ બેઠકમાં સુપ્રસિઘ્‍ધ કવિ હર્ષદ ચંદારાણા સહિત બાલકિશન જોગી, પ્રકાશ મકવાણા, મુકેશ જોગી, પંકજ ચૌહાણ, શીલા મહેતા, બિન્‍દુ જોશી, સુરેશ મહેતા, ધાર્મિક ભડકોલિયા, અને પરેશ મહેતાએ કાવ્‍યપાઠ કરી ભાવકોને રસતરબોળ કર્યા હતા. આ પ્રસંગે લાઠીનાં રાજવી કવિ કલાપી પરિવારનાં સભ્‍ય મહેન્‍દ્રસિંહજી ગોહિલે ખાસ હાજરી આપી હતી. બાલભવન પરિવાર વતિ તેમને શાલ-પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્‍યું હતું. તેમને પણ પ્રાસંગિક લાગણી વ્‍યકત કરી હતી. ઉપરાંત જાણીતા વાર્તાકાર, વાસુદેવ સોઢા, કવિ હર્ષદ ચંદારાણા, બાલભવનનાં ડેપ્‍યુટી ડાયરેકટર દિનેશભાઈ ત્રિવેદી, બાબાપુર સર્વોદય સંસ્‍થાનાં હરગોવિંદ પંડયા વિગેરેએ પ્રાસંગિક વકતવ્‍યમાં શ્રઘ્‍ધાંજલિ આપી હતી. આ તકે નારણભાઈ ડોબરિયા, શરદભાઈ વ્‍યાસ,રજનીભાઈ ભટ્ટ મુકેશ ભટ્ટ, ઈતેશ મહેતા, યુગ ટી.વી. ન્‍યૂઝનાં ભરતભાઈ વિષ્‍ણુસ્‍વામી, પંકજભાઈ જોશી સહિતનાં ભાવકો હાજર રહૃાાં હતા. બાલભવન પરિવારનાં મોભી જવાહરભાઈ મહેતા, હેમેન્‍દ્રભાઈ મહેતા, મોટાભાઈ સંવટ, સાજીદભાઈએ શુભેચ્‍છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશ મહેતાએ કર્યુ. આભારવિધી દિનેશભાઈ ત્રિવેદી ર્ેારા કરવામાં આવી હતી.

અમરેલી જિલ્‍લલામાં શાનો શૌકતથી રમજાન ઈદની ઉજવણી

અલ્‍લાહની બંદગીનો મુસ્‍લિમોનો મુબારક મહિનો રમજાન માસનાં 30 રોઝા પુણ થયા છે અને આજે રમજાન ઈદની ઉજવણી અમરેલી જિલ્‍લલામાં શાનો શૌકતથી મનાવવામાં આવી. રમજાન માસનાં મુબારક મહિનાનાં મુસ્‍લિમો રોઝા રાખે છે અને પાંચ ટાઈમની નમાજ સાથે અલ્‍લાહની બંદગી સમા મુબારક મહિનાનાં આવેલ 30 રોઝા પૂર્ણ થયેલા છે. ત્‍યારે આજે અમરેલી સહિત સાવરકુંડલામાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્‍લીમ સમાજના અબાલ-વૃઘ્‍ધ સૈ કોઈમાંઅનેરો ઉતસહ જોવા મળતો હતો. નવા ડ્રેસ, શુઝ અને મુસ્‍લીમ પરિવરોએ રોશનીનો ઝગમગાટ ઉભો કરેલ હતો અને હિન્‍દુઓ સાથે ભાઈચારાથી ઈદ મુબારક બાદી પાઠવવામાં આવેલ હતી. ત્‍યારે અજે સાવરકુંડલા, અમરેલી સહિત જિલ્‍લાભરનાં ઈદગાહ પર ઈદ ઉલ ફિત્રની ઉજવણી મુસ્‍લીમોએ શાનો શૌકતથી ઉજવી હતી અને સાવરકુંડલા જામા મસ્‍જીદના પેશ ઈમામ હાફિઝ સાદિક સાહેબ ઘ્‍વારા લોકોની સુખાકારી માટે દુઆ ગજારીશ કરી હતી અને ત્‍યારે તમમ સમાાજના લોકોએ પણ મુસ્‍લીમ બિરાદરોને ઈદની શુભેચ્‍છાઓ પાઠવી હતી. જેમાં અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયા, નાગરિક બેન્‍કનાં ચેરમેન પરાગભાઈ ત્રિવેદી, હસુભાઈ સુચક, હિતેશભાઈ સરૈયા, સંજય પટેલ, અશોક સુદાણી, ભુપેન્‍દ્રભઈ ખુમાણ સહિત આગેવાનો ઘ્‍વારા ખાસ ઈદની મુસ્‍લીમ બિરાદરોને શુભેચ્‍છા પાઠવાઈ હતી. અમરેલીમાં આજે મુસ્‍લીમ બિરાદરો ઘ્‍વારા ઈદુલ ફીત્રની ઉજવણી કરેલ હતી. રમજાન મહિનાના ખરા તાપમાં 1પ કલાકના 30 રોજા રાખી આજે શનિવારે સવારે ઈદુલફીત્રની ખુશી મનાવેલ હતી. સવારે 10 વાગ્‍યે ઈદગાહ મસ્‍જિદ ખાતે મુસ્‍લીમ બિરાદરો પોતાના બાળકો સાથે નમાજ પઢી હતી અને નમજ બાદ તમામ મુસ્‍લીમ બિરાદરોએ એકબીજને ગળે લાગી ઈદની ખુશીની મુબારકબાદી અપી હતી. મુસ્‍લીમ બિરાદરોની ઈદની ખુશી પ્રસંગે હિન્‍દુ ભાઈઓએ પણ રૂબરૂ તેમજટેલીફોન અને સોસીયલ મીડિયા મારફત ઈદ મુબારક પાઠવી હતી.

હાશ : રાજુલા શહેરમાં વરસાદનાં અમી છાંટણાથી માર્ગ ભીના થયા

ભારે પવન સાથે મેઘરાજાએ કર્યું ડોકીયું
હાશ : રાજુલા શહેરમાં વરસાદનાં અમી છાંટણાથી માર્ગ ભીના થયા
રાજુલા, તા.16
રાજુલા શહેરમાં આજરોજ બપોરના 1:30 કલાકે જોરદાર પવન સાથે 1પ થી ર0 મિનિટ સુધી વરસાદ પડયો હતો. અને થોડીવાર માટે ગરમીમાં રાહતનો અનુભવ થયેલ હતો. પરંતુ બાદમાં બફારામાં ખૂબ જ વધારો થયેલ હતો. આ ઝાપટુ ફકત રાજુલા શહેરમાં હતું. જયારે આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહયા છે અને ખેડૂતો વરસાદ થાય તો વાવણી શરૂ કરે તેની પૂરતી તૈયારી કરી લેવામાં આવેલ છે. પરંતુ મેઘરાજા હજુ સુધી મન મૂકીને વરસતા નથી.

17-06-2018