Main Menu

Saturday, June 16th, 2018

 

પ્રધાનમંત્રી પાકવીમા યોજના અંતર્ગત દેશના 10 કરોડ ખેડૂતોને લાભ થયો છે : કાછડીયા

અમરેલી, તા. 1પ
મોદી સરકારના સુશાસનના 4 વર્ષ પૂર્ણ થયા છે ત્‍યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી ઘ્‍વારા ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા પ્રધાનમંત્રી પાકવીમા યોજના અમલમાં મુકેલ હોવાનુ અને આ યોજના અંતર્ગત દેશના 10 કરોડ ખેડૂતોને લાભ મળ્‍યો હોવાનું જણાવેલ છે.
સાંસદેપ્રધાનમંત્રી પાકવીમા યોજના અંગે વધુ જણાવેલ છે કે, આ યોજના અંતર્ગત જે ખેડૂતોને અણધાર્યા સંજોગો-ઘટનાના કારણે પાકને નુકશાન થયુ હોય તેવા ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે છે તથા ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેકનીક અપનાવવા પણ પ્રોત્‍સાહન મળી રહે છે. આ યોજનાનો લાભ ભાગીયા, ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નોટીફાઈડ વિસ્‍તારમાં પાક પકવતા હોઈ તેવા તમામ ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ ખેડૂતો ઘ્‍વારા ખરીફ પાક માટે બે ટકા, રવી પાક માટે 1.પ0 ટકા તેમજ વાર્ષિક વાણીજિયક અને વાર્ષિક બાગાયતી પાકો માટે પાંચ ટકા સુધીનું પ્રિમીયમ ભરવાનું થાય છે.
ગુજરાત સરકાર ઘ્‍વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં વધુને વધુ ખેડૂતો લાભ લેવા જોડાય તે માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્‍યુ છે. ગુજરાત રાજયમાં આ યોજના અંતર્ગત ખરીફ પાકો જેવા કે, ડાંગર (પિયત), ડાંગર (બિન પીયત), બાજરા, મકાઈ, જુવાર, રાગી, તુવેર, મગ, અડદ, મગફળી, તલ, કપાસ (પિયત), કપાસ (બિન પિયત), દિવેલા અને કેળનો સમાવેશ થાય છે તથા રવિપાકો અંતર્ગત ઘઉં (પિયત), ઘઉં (બિન પિયત), બટાટા, ડુંગણી, લસણ, જીરૂ, રાઈ, સરસવ, વરીયાળી, ચણા અને ઈસબગુલનો સમાવેશ થાય છે. જયારે ઉનાળુ પાકોમાં ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળીને આવરી લેવામાંઆવેલ છે.
ગુજરાત રાજયમાં વર્ષઙ્ઘર016-17 ખરીફ ઋતુમાં 18.1ર લાખ ખેડૂતોને રપ.67 લાખ હેકટર વાવેતર વિસ્‍તાર અને રવિ ઉનાળુ ઋતુમાં 1.3ર લાખ ખેડૂતોનો ર.7પ લાખ હેકટર વાવેતર વિસ્‍તાર વિમા હેઠળ આવરી લેવામાં આવેલ છે તથા વર્ષ ર016-17માં કુલ 6 લાખ 79 હજાર ખેડૂતોને રૂા. 1ર61.8પ કરોડના દાવાઓની ચુકવણી કરવામાં આવી છે અને વર્ષ ર017-18 ખરીફ ઋતુમાં 1પ.10 લાખ ખેડૂતોનો ર3.14 લાખ હેકટર વાવેતર વિસ્‍તારનો 3.ર7 લાખ હેકટર વાવેતર વિસ્‍તાર વિમા હેઠળ આવરી લેવામાં આવ્‍યો હોવાનું સાંસદે જણાવેલ છે.

રાજુલામાં ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ ચાલતા આંદોલનને ધારાસભ્‍ય કાકડીયાનું સમર્થન

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવધામનાં સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા પર દિવસથી ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ અને ભુમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસઆંદોલન કરી રહૃાા છે. અધિકારીઓ કાર્યવાહી કરવાનાં આંદોલનકારીઓને વચનો આપી રહૃાાં છે પરંતુ હજુ સુધી ભુમાફિયાઓ તથા કંપનીનું દબાણ કરવામાં આવ્‍યું નથી. આંદોલનકારીઓ દબાણ દુર કરે તેની રાહ જોઈને બેઠા છે. હવે જોવાનું એ રહૃાું કે, અધિકારીઓ કયારે દબાણ દુર કરે છે અને આંદોલનકારીઓ કયારે પારણા કરે એ તો હવે આવનારો સમય જ કહી શકે છે. આંદોલનકારીઓ મકકમતાથી લડાઈ લડી રહૃાા છે. જયાં સુધી ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી પારણા નહી કરવાનો સંકલ્‍પ લઈ બેઠા છે. આંદોલન છાવણીની મુલાકાત લેતા ધારીના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, જાફરાબાદ કોળી સમાજના આગેવાન પ્રવિણભાઈ બારૈયા, રાજુલાનાં કોંગી અગ્રણી બાબુભાઈ રામ, જન ચેતના પાર્ટીનાં મહામંત્રી અશોકભાઈ ભાલિયા, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવધામના સરપંચ હંસાબેન ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા, મધુભાઈ સાંખટ, કુંડલીયાળાના સરપંચ ગાંગાભાઈ હડિયા સહિતના લોકો હાજર રહૃાા હતા અને દિવસના અંતે આંદોલનકારીઓ ઘ્‍વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

બળેલ પીપરીયાની યુવતિને બદનામ કરવા ફોટા સોશ્‍યલ મીડિયામાં અપલોડ કર્યા

અગાઉ આરોપી ભગાડી ગયેલ ત્‍યારે યુવતિનાં પાડયા હતા ફોટા
અમરેલી, તા. 1પ
બાબરા તાલુકાનાં બળેલ પીપરીયા ગામે રહેતાં એક આધેડની દીકરીને અગાઉ લાઠીનાં મતિરાળા ગામે રહેતો અરવિંદ આલાભાઈ રાઠોડ નામનો ઈસમ ભગાડી ગયેલ હતો. બાદમાં હાઈકોર્ટનાં હુકમ પછી આ યુવતિ પોતાના વિના સાથે રહેતી હોય, અને તેણીની સગાઈ પણ કરેલ હોય, આવતા વર્ષે તેણીનાં લગ્ન કરવાના હોયજેથી આ અરવિંદને સારૂ નહી લાગતાં અગાઉ તેણી સાથે કપલ ફોટા પાડેલ ને ફોટા સોશ્‍યલ મીડીયામાં અપલોડ કરી વાયરલ કરી આ યુવતિને તથા તેના પિતાને બદનામ કરવાની કોશીષ કરતાં આ અંગે બાબરા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ. મોરીએ વધુ તપાસ હાથ ધરી છે.

ધારી પંથકમાં ગુન્‍હો કરીને નાશતાં ફરતાં આરોપીને ઝડપી લેવાયા

અમરેલી, તા. 1પ
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ર્ેારા અમરેલી જીલ્‍લાના ગુન્‍હાના કામે નાસતા ફરતાઆરોપીઓ પકડી પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ગઈકાલ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે. ગૌસ્‍વામીનાઓને બાતમી રાહે હકીકત મળેલ કે (1) ધારી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ર44/ર01પ, પ્રોહી એકટ કલમ 66(1)બી, 6પ ઈ, 116 બી તથા (ર) ધારી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 37/ર01, ઈ.પી.કો. કલમ 498(ક) વિ. મુજબના ગુન્‍હાના આરોપી રાજકોટ શહેરમાં પ્રદ્યુમનનગર વિસ્‍તારમાં છે તેવી ચોક્કસ બાતમી આધારે રાજકોટ શહેરનાં પ્રદ્યુમનનગર વિસ્‍તારમાંથી નાસતા ફરતા આરોપી પ્રતાપભાઈ ભાભલુભઈ વાળા, ઉ.વ. 4પ,રહે. કુબડા, તા.ધારી, જી. અમરેલી, હાલ રાજકોટ, રેલનગર, શેરી નં.ર વાળાને પકડી પાડી તેના વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી ધારી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.

બગસરાનાં કડાયામાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયુ

અમરેલી, તા. 1પ
અમરેલી અલ.સી.બી. ટીમ કોમ્‍બીંગ નાઈટ રાઉન્‍ડમાં હતા અને નાઈટ રાઉન્‍ડ દરમ્‍યાન બગસરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવતાં બાતમી રાહે હકીકત મળેલ  કે બગસરા તાલુકાનાં કડાયા ગામે રહેતો અમરૂભાઈનાનાભાઈ ધાધલ પોતાના રહેણાંક મકાને પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી તીન-પત્તીનો જુગાર રમી રમાડે છે. તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં કડાયા ગામે અમરૂભાઈ નાનાભાઈ ધાધલનાં રહેણાંક મકાનમાં જુગાર રમતાં (1) અમરૂભાઈ નાનાભાઈ ધાધલ, ઉ.વ. પર, રહે. કડાયા, તા. બગસરા, જી. અમરેલી (ર) અર્જુનભાઈ પોપટભાઈ ગાગીયા, ઉ.વ. ર1, રહે. ભટ્ટ વાવડી, તા. વિસાવદર (3) જયમતભાઈ વાસુરભાઈ વાળા, ઉ.વ. 4પ, રહે. ભટ્ટ વાવડી, તા. વિસાવદર (4) બોઘાભાઈ દામજીભાઈ ધારૈયા, ઉ.વ. 40, રહે. કડાયા, તા.બગસરા (પ) રઘુવીરભાઈ ભરતભાઈ વાળા, ઉ.વ. ર7, રહે. ભટ્ટ વાવડી, તા. વિસાવદર તથા (6) જયેશભાઈ ભીખુભાઈ ધાધલ, ઉ.વ. ર9, રહે. કડાયા, તા. બગસરા વાળાઓ તીન-પત્તીનો હાર-જીતનો જુગાર રમતાં રોકડા રૂા.ર1,670 તથા ગંજીપત્તાના પાના નંગ-પર, કિં.રૂા. 00/00 તથા મોટર સાઈકલ નંગ-ર, કિ.રૂાં.4પ,000 તથા મોબાઈલ ફોન નંગ-પ, કિં.રૂા.17,પ00 તથા પાથરણું વિ. મળી કુલ રૂા.84,ર70 ના મુદ્યામાલ સાથે પકડાઈ ગયેલ હોય તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઈસમોને બગસરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.
જુગારની આ રેઈડ દરમ્‍યાન સદરહું રહેણાંક મકાનનાં ફરજામાંથી પરપ્રાન્‍તના ઈંગ્‍લીશ દારૂની બોટલનંગ-6, કિંમ.રૂા.1800 નો પ્રોહી મુદ્યામાલ પણ મળી આવતાં અહીં પોતાનો દિકરો નિકુંજ અમરૂભાઈ ધાધલ, રહે. કડાયા વાળો ઈંગ્‍લીશ દારૂનું વેચાણ કરતો હોવાનું જુગાર રમાડતાં આરોપી અમરૂભાઈ નાનાભાઈ ધાધલની પુછપરછ દરમ્‍યાન જાણવા મળતાં નિકુંજ અમરૂભાઈ ધાધલ સામે પ્રોહી ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પ્રોહી મુદ્યામાલ બગસરા પો.સ્‍ટે. હવાલે કરેલ છે. અને હાજર નહીં મળી આવનાર આરોપી નિકુંજ અમરૂભાઈ ધાધલને હસ્‍તગત કરવા ચક્રો ગતિમાન કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે.ગોસ્‍વામી, પો.સ.ઈ. એ.વી. સરવૈયા તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી. રેવર, મયુરભાઈ ગોહિલ, હિંગરાજસિંહ ગોહિલ, કિશનભાઈ હાડગરડા, સંજયભાઈ મકવાણા, ભગવાનભાઈ ભીલ, જીતેન્‍દ્રભાઈ બગડા, અજયસિંહ ગોહિલ, તુષારભાઈ પાંચાણી, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, મહેન્‍દ્રભાઈ ભુવા, મહેશભાઈ હિમાસીયા, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, અર્જુનભાઈ રોજીયા, અશોકભાઈ કલસરીયા, દીપકભાઈ વાળા, સંજયભાઈ મારૂ વિ.એ કરેલ છે.

અમરેલી, સા.કુંડલા અને બગસરા પાલિકામાં બળવો કરનાર નગરસેવકોને શો-કોઝ નોટીસ

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દ્વારા સસ્‍પેન્‍ડ કરવાનાં ભાગરૂપે
અમરેલી, સા.કુંડલા અને બગસરા પાલિકામાં બળવો કરનાર નગરસેવકોને શો-કોઝ નોટીસ
અમરેલી, તા.1પ
અમરેલી, સાવરકુંડલા અને બગસરા પાલિકામાં પક્ષનાં વ્‍હીપનો અનાદર કરનાર કુલ-રર કોંગી નગરસેવકોને પક્ષમાંથી કેમ સસ્‍પેન્‍ડ ન કરવા તે અંગેની શો-કોઝ નોટીસ પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા દ્વારા રવાના કરવામાં આવતાં બાગી નગરસેવકોમાં ફફડાટ   ફેલાયો છે.
વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીના હોમ ગ્રાઉન્‍ડમાં બળવાની ઘટના બનતા પ્રદેશ કોંગ્રેસ પણ ચોંકી ઉઠયું છે. અમરેલીના 1પ, સા.કુંડલાના 4 અને બગસરાના 3 મળી કુલ રર નગરસેવકોને નોટીસ પાઠવવામાં આવી છે. અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી તમામ નગરસેવકોને હોદા પરથી દુર કરવા મક્કમ બન્‍યા હોય તેવું લાગી રહયું છે.

ગુંદરણ ગામે સસલા મારવાની ના પાડતા મારી નાંખવાની ધમકી

મોટર સાયકલ પણ સાયકલ સાથે અથડાવી પછાડી દીધા
અમરેલી, તા. 1પ
લીલીયા તાલુકાનાં ગુંદરણ ગામે રહેતાં ભીખુભાઈ પ્રભુદાસભાઈ મસરાણીને તે જ ગામે રહેતાં લાલા ટીણાભાઈ નામનાં શખ્‍સે કહેલ કે તારા ખેતરની બાજુમાં હું સસલા મારવા જવાનો છું. તેમ કહેતાં આ ભીખુભાઈએ તેમ ન કરવાનું કહેતાં આ લાલાએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી ઈજા કરતાં તેઓ સાયકલમાં ભાગવા જતાં આરોપીએ મોટર સાયકલનેસાયકલ સાથે અથડાવી દઈ પછાડી દઈ ગળુ દબાવી, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અમરેલી નજીક આવેલ જસવંતગઢમાં રસ્‍તા બાબતે ખેડૂત ઉપર જીવલેણ હુમલો

અમરેલી, તા.1પ
અમરેલી તાલુકાના ચિતલ નજીક આવેલ જસવંતગઢ ગામે રહેતા અને ખેતી કામ કરતા પરશોતમભાાઈ વલ્‍લભભાઈ સાવલીયા નામના 40 વર્ષીય ખેડૂત આજે સવારે 7 વાગ્‍યાના સમયે પોતાના સનેડા લઈ અને ખેતરે જતા હતા ત્‍યારે રસ્‍તામાં તે જ ગામે રહેતા અશોક મધુભાઈ તથા પ્રવિણ મધુભાઈ પોતાનું મોટર સાયકલ લઈ આવી સનેડાને ઉભો રખાવી, અને તે આ રસ્‍તો કેમ બંધ કરેલ છે તેમ કહી ગાળો આપેલ તે સમયે આ ખેડૂત સનેડો લઈ ખેતરે જતા રહેતા આ બન્‍ને શખ્‍સોએ મોટર સાયકલ લઈ પાછળ જઈ ઉશ્‍કેરાઈ જઈ મારી નાખવાના ઈરાદે આ ખેડૂત ઉપર છરી વડે આડેધડ ઘા મારી પેટના જમણા ભાગે ગંભીર ઈજા કરી દેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ છે. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. જી.પી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

ચિત્રાસર ગામે વાડીની સફાઈ કરવા ગયેલ બે મહિલા ઉપર છરી વડે હુમલો

અમરેલી, તા.1પ
જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે રહેતા લક્ષ્મીબેન નારણભાઈ ડાભી નામના 49 વર્ષીય મહિલા દેવુબેન સાથે ગઈકાલે સવારે આગામી ચોમાસાની સિઝનની પૂર્વ તૈયારી રૂપે પોતાની માલિકીના વાડામાં સાફ સફાઈ કરવા માટે ગયેલા ત્‍યારે તે જ ગામે રહેતા ભાયાભાઈ બચુભાઈ બાંભણીયા, આતુભાઈ બચુભાઈ બાંભણીયા, હિંમતભાઈ ભાયાભાઈ તથા રાજુબેન ભાયાભાઈને સારૂ નહીં લાગતા બન્‍નેએ ગાળો આપી અને દેવુબેનને છરી વડે ઈજા કરી, ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યાનીફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાવી છે.

સુખપુર ગામે વીજ કંપનીનાં મહિલા કર્મચારીની ફરજમાં રૂકાવટ

કલેકશન બુક ફેંકી દઈ ગેરવર્તન કર્યાની ફરિયાદ
અમરેલી, તા. 1પ
બાબરા ગામે રહેતાં અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા ઘ્‍વનીબેન ધીરજલાલ પનારા નામની ર6 વર્ષિયમહિલા કર્મચારી અન્‍ય સ્‍ટાફ સાથે ગઈકાલે બાબરાનાં સુખપુર ગામે ઉપલા અધિકારીની સૂચના મુજબ કેશ કલેકશન કરવા જતા અને પોતાની ફરજ બજાવતાં હતા ત્‍યારે તે જ ગામે રહેતાં મહીપતભાઈ કોઠીવાળ તેણી પાસે આવી કેશ કલેકશન બુક ફેંકી દઈ અને ગેરવર્તન કરી તેણીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.

રાજુ શેખવાની ગમે તે ઘડીએ ધરપકડ કરી લેવાશે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચની પાંચ ટીમો સૌરાષ્‍ટ્ર ખૂંદી રહી છે
રાજુ શેખવાની ગમે તે ઘડીએ ધરપકડ કરી લેવાશે
અમરેલી, તા. 1પ
અમદાવાદનાં વેપારી સુરેશ શાહની હત્‍યાને લઈને સમગ્ર રાજયમાં ચકચાર મચી હતી. અને આ હત્‍યા કેસમાં સૌરાષ્‍ટ્ર-ગુજરાતનાં ડોન ગણાતાં રાજુ શેખવાનું નામ ઉછળતાં આ પ્રકરણ વધુ તેજાબી બની ગયું હતું.
દરમિયાનમાં આજે અમદાવાદ એલસીબીને હત્‍યા કેસના મુળ સુધી પહોંચવાની મહત્‍વની કડી મળી ગઈ છે. ક્રાઈમ બ્રાન્‍ચે બાતમીનાં આધારે બાબરા પંથકનાં વતની અને રાજુ શેખવાનાં ભાણે રવુ ખાચરની આજે ચોટીલા ખાતેથી ધરપકડ કરી લીધી હતી.
ક્રાઈમ બ્રાન્‍ચની પ્રાથમિક પુછપરછમાં રવુ ખાચરે જણાવ્‍યું હતું કે, સુરેશ શાહની હત્‍યા તેમણે અને તેના સાથીદાર ઘનશ્‍યામ સગર કે જે મર્ડર કેસમાં અમરેલી જેલમાં હતો અને બનાવનાં સમયે પેરોલ પર બહાર હોય તેઓ બન્‍નેએ રાજુ શેખવાએ આપેલ સોપારીને લઈને સુરેશ શાહની હત્‍યા કરી હોવાનું જણાવેલ હતું.
ક્રાઈમ બ્રાન્‍ચે આરોપીને કોર્ટમાં રજુ કરીનેરિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ હત્‍યા કેસમાં રાજુ શેખવા તેમજ અન્‍ય કોઈ વ્‍યકિતની ભુમિકા છે કે કેમ તે અંગે તપાસ કરવાની તૈયારી શરૂ કરી છે.
બીજી તરફ સુરેશ શાહ હત્‍યા કેસમાં રાજુ શેખવાની ભુમિકા હોવાનું સ્‍પષ્‍ટ થઈ રહૃાું હોય રાજુ શેખવાની ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાન્‍ચની પાંચ ટીમો સૌરાષ્‍ટ્રભરમાં ફરી રહી હોય આગામી કલાકોમાં જ રાજુ શેખવાની ધરપકડ થવાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.

રાજુલામાં યુવકે માનસિક બીમારીથી ઝેરી દવા પીધી

અમરેલી, તા.1પ
રાજુલા ગામે આવેલ મફતપરામાં રહેતા નરેશ જાડીયો પરશોતમ સોલંકી નામના રર વર્ષીય યુવકનેછેલ્‍લા આઠેક વર્ષથી માનસિક બીમાર હોય, અવાર નવાર ગાંડપણ કરતો હોય, ત્‍યારે ગઈકાલે પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું જીતુભાઈ ગોબરભાાઈ સોલંકીએ રાજુલા પોલીસમાં જાહેર કર્યું છે.

બાબરાની કિશોરીનું અપહરણ કરનાર આરોપીના બચાવમાં કોઈ એડવોકેટ રોકાશે નહી

જિલ્‍લાના તમામ એડવોકેટને કરાયો અનુરોધ
બાબરાની કિશોરીનું અપહરણ કરનાર આરોપીના બચાવમાં કોઈ એડવોકેટ રોકાશે નહી
ગુન્‍હેગારોને શબક શીખવાડવાનો નવતર પ્રયોગ
બાબરા, તા.1પ
બાબરામાં બે દિવસ પહેલા અહીં શહેરના નાના બસ્‍ટેન્‍ડ નજીક એક ધાર્મિક સ્‍થળ પર સગીરવયની વિપ્ર બાળાનું કોઈ અજાણ્‍યા શખ્‍સો અપહરણ કરી ગયા હતા. જોકે હજુ અપહરણકારો બાળાને લઈને જાય તે પહેલા રસ્‍તામાં એક જાગૃત ખેડૂતના કારણે બાળા બચી ગઈ હતી.
આ બનાવના ઘેરા પડઘા સમસ્‍ત બ્રહ્મસમાજ અને બાબરા અમરાપરામાં પડયા હતા. આરોપીને પકડવા પણ જોરદાર માંગ કરવામાં આવી હતી. ત્‍યારે બાબરા પોલીસ સ્‍ટેશનમં નવનિયુકત પી.એસ.આઈ., પી.એન.સોલંકી દ્વારા ફરિયાદ દાખલ કરી ગણતરીના કલાકો આરોપીને ઝડપી લીધા છે.
ત્‍યારે બાબરા વકીલ મંડળ દ્વારા ઠરાવકરી આરોપીના બચાવમાં કામ નહી કરવાનું જણાવ્‍યું હતું તેમજ અમરેલી  જિલ્‍લા સહિત રાજયના અન્‍ય કોઈપણ વકીલ આરોપીની તરફેણમાં કામનો કરે તેવો અનુરોધ પણ બાબરા તાલુકા વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્‍યો છે.
વકીલ મંડળના પ્રમુખ રમેશભાઈ મીઠાપરા દ્વારા જણાવયું છે કે બાબરા પ્રથમવાર આવો બનાવ બન્‍યો છે. ત્‍યારે આરોપીને અન્‍ય ક્રિમિનલ લોકોને સબક મળે તે માટે આ ઠરાવ કરવામાં આવ્‍યો છે.

અમરેલીના એસપીએ બાળકીને બચાવનાર ખેડૂતનું કર્યુ સન્‍માન

બાબરામાંથી ર શખ્‍સોએ કિશોરીનું અપહરણ કરવાનો કર્યો હતો પ્રયાશ
અમરેલીના એસપીએ બાળકીને બચાવનાર ખેડૂતનું કર્યુ સન્‍માન
ઘણા મહિનાઓ બાદ પોલીસ વિભાગનાં ઉચ્‍ચ અધિકારીએ આમ આદમીનું કર્યુ સન્‍માન
નવનિયુકત એસપી નિર્લિપ્‍તરાયની કામગીરીની સમગ્ર જિલ્‍લામાં પ્રશંસા થઈ રહી છે
અમરેલી, તા.
બાબરામાંથી ગત તા.13ના સાંજના સમયે તારા પપ્‍પા પેટ્રોલ પંપ ઉપર તારી રાહ જોવે છે તેમ કહી 11 વર્ષની બાળકીને અપહરણ કરવાનાં ઈરાદે ડબલ સવારી મોટર સાયકલવાળાએ તેમને વચ્‍ચે બેસાડી લઈ જતાં હતા ત્‍યારે રસ્‍તામાં બબરાનાં અમરાપરા ગામે રહેતાં લાભુભાઈ મોહનભાઈ પાંભર મળી જતાં અને આ બાળકી રડતા જોઈ જતાં આ ડબલ સવારી મોટર સાયકલવાળાને રોકી પુછતાં આ મોટર સાયકલવાળા જુઠુ બોલી અને લાભુભાઈને જણાવેલ કે, આ અમારી બહેન છે અને તેમને ભાગ નહી લઈ આપતાં તે રડે છે તેમ જણાવેલ. તે દરમિયાન આ બાળકીએ પણ હિંમત કરી અપહરણકર્તાનાં મોટર સાયકલ ઉપરથી નીચે ઉતરી અને લાભુભાઈનાં મોટર સાયકલ ઉપર બેસી જઈ કાકા મને બચાવી લો તેમ કહેતા આ મોં ઉપર રૂમાલ બાંધેલા શખ્‍સો નાશી ગયા હતા. અને આ 11 વર્ષની બાળકીને અપહરણકર્તા પાસેથી જીવનાં જોખમે બચાવવા માટે હિંમત કરનારા લાભુભાઈ મોહનભાઈ પાંભરને  જિલ્‍લા પોલીસઅધિક્ષક નિર્લિપ્‍તરાયે એક પ્રશંસાપત્ર આપી સન્‍માન કર્યુ હતું.
આ બનાવ બાદ લાભુભાઈ બાળકીને લઈ તેમના પિતા પાસે ગયા અને સઘળી વાત કરી હતી. આ અંગે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ બાબરા પોલીસે પણ પલનો વિલંબ કર્યા સિવાય આ કિશોરીને મોબાઈલ ફોનમાં શંકાસ્‍પદ આરોપીનાં ફોટા બતાવતાં આ બે પૈકી એક આરોપી બાબરાનાં અમરપરા ગામનો હસુ રમેશભાઈ મેણીયા હોવાનું જણવા મળતાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના મુજબ એક આરોપીને દબોચી લીધો હતો અને આ આરોપીની પુછપરછ કરતાં બીજનો આરોપી પણ ઝડપાઈ જતાં બાબરા પાોલીસે ગણતરીની કલાકોમાં બન્‍ને આરોપીને ઝડપી લીધા હતા.
આ બન્‍ને આરોપી પૈકી 1 આરોપી સગીર વયનો હતો. જયારે બીજો આરોપી કલ્‍પેશ ધીરૂભાઈ મકવાણા જે ગઢડા તાલુકાનાં મેઘવાણીય ગામનો હતો.
આ બન્‍ને આરોપીએ પોલીસ સમક્ષ્ કબુલત કરતાં જણાવ્‍યું હતું કે, તેમને લગ્ન કરવ હોય અને રૂપિયા 1 લાખની જરૂરીયાત હતી જેથી છેલ્‍લા ત્રણ-ચર દિવસથી રેકી કરતાં હતા. ત્‍યારે તેમને મોકો મળી જતાં આ અપહરણનાં બનાવને અંજામ અપ્‍યો હતો.
આ બન્‍ને અપહરણકર્તા પાસેથી જીવનાં જોખમે આ બાળકીને બચાવવા માટે હિંમત કરનારા લાભુભાઈ મોહનભાઈ પાંભરને આજે જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍તરાયે એક પ્રશંસાપત્ર આપી સન્‍માનકર્યુ હતું. અ અંગે નિર્લિપ્‍ત રયે જણાવ્‍યું હતું કે, તમોએ સાહસ, ધૈર્ય અને નૈતિક હિંમત દાખવી નાની બાળાની જીંદગી બરબાદ થતી બચાવી સમાજને એક પ્રેરણાદાયી દાખલો બેસાડેલ છે. આપનું સમયસરનું પગલું બિરદાવવા લાયક છે. આપના આ કર્યથી સમાજમાં જાગૃતતા આવશે અને અન્‍ય નાગરિક પણ આપની જેમ આગળ આવશે. ભવિષ્‍યમાં આપના ઘ્‍વારા આવી સમાજ ઉપયોગી ઉમદા કામગીરી થતી રહેશે તેમ અંતમાં જણાવ્‍યું હતું.

પાલિકાનાં પ્રમુખે ‘અમરેલી એકસપ્રેસ’ શરૂ કરાવી

અમરેલી શહેર નગરપાલિકા દ્વારા નાના બાળકોને મનોરંજન પુરૂ પાડવાના ઉદેશથી રૂા. 10 લાખના ખર્ચે અને 1ર0 મીટર લંબાઈ ધરાવતો રેલ્‍વે ટ્રેક તૈયાર કરી અને આ ટ્રેક ઉપર અમરેલી એકસપ્રેસ બેબી ટ્રેનનો શુભારંભ આજે નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ જેન્‍તીભાઈ રાણવા અને ઉપપ્રમુખ શકિલભાઈ સૈયદના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે પાલિકાના ચૂંટાયેલા સદસ્‍યો, શહેરીજનો, પાલિકાના કર્મચારીઓ વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. આ બેબી ટ્રેનનો શહેરીજનો વિનામૂલ્‍યે લાભ લઈ શકે તે માટે ચીફ ઓફિસર વસાવાએ અપીલ કરી હતી.

અમરેલી પાલિકાનાં નવનિયુકત પ્રમુખ/ઉપપ્રમુખે ચાર્જ સંભાળી લીધો

અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ તરીકે જયંતિભાઈ રાણવા તથા ઉપપ્રમુખ તરીકે શકીલભાઈ સૈયદ ગુરૂવારે ચૂંટાઈ આવ્‍યા હતા. ત્‍યારે અજે શુક્રવારે તેઓએ પોતાના હોદાનો ચર્જ સંભાળ્‍યો હતો. પોતાની પ્રમુખ તરીકેની મુદત પુરી થતાં નિવૃત થતાં અલ્‍કાબેન ગોંડલીયએ નવા પાલિકા પ્રમુખને તેમની કેબિનમાં દોરી ગયા હતા અને પ્રમુખ તરીકેનો વિધિવત ચર્જ સોંપી આપ્‍યો હતો. આ સમયે નિવૃત્ત થતાં ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા, નવનિયુકત ઉપપ્રમુખ શકીલભાઈ સૈયદ, પાલિકાના સદસ્‍યો જયશ્રીબેન ડાબસરા, હિરેન સોજીત્રા, મૌલીક ઉપાઘ્‍યાય, અમીનભાઈ હોત તથા કોંગ્રેસનં આગેવાનો કે.કે. વળા, અરવિંદભાઈ સીતાપરા, નરેશભાઈ અઘ્‍યારૂ, બી.બી. રાણવા, પ્રકાશ ભડકણ, નવચેતનભાઈ પરમાર, રાહુલ રાણવા, જીતેન્‍દ્ર પ્રિયદર્શીવિગેરે ઉપસ્‍થિત રહૃાા હતા.

લાઠીનાં દુધાળામાં 100 વિઘા જમીનમાં સરોવરનું નિર્માણ

રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અમલમાં મુકી ગામે ગામ નદી, તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવાનું અભિયાન હાથ ધરી જળ સંગ્રહ શકિત વધારવા પુરતા પ્રયાસો હાથ ધરેલ તેના ભાગરૂપે લાઠી તાલુકાના દુધાળાખાતે તા.1ર/પના રોજ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમના કાફલા સાથે આવી નારાણ સરોવરનું ખાતમુર્હુત કરેલ. આ સરોવરની જવાબદારી આ વિસ્‍તારમાં રીવર મેન તરીકે ઓળખાતા હરિકૃષ્‍ણ એક્ષ્પોર્ટના માલીક સવજીભાઈ ધોળકીયાને સોંપેલ જે સવજીભાઈ ધોળકીયાએ પોતાની નૈતિક જવાબદારી સમજી રાત-દિવસ સતત 30 દિવસ એકસો વિઘા જમીનમાં સરોવર બનાવવા કમર કસી. નારાણ સરોવર ર મીટર ઉંડુ ઉતારી ર0 હજાર ટ્રક માટી કાઢી જળ સંગ્રહ શકિત વધારવાની ઉમદા કામગીરી કરી ખરા અર્થમાં સુજલામ સુફલામ યોજના સાર્થક કરેલ છે. આ કામગીરીમાં લાઠી, અકાળા, દુધાળા સહિતના ગામોના લોકો સેવા યજ્ઞમાં જોડાયા હતા. સમગ્ર પંથકમાં સવજીભાઈ ધોળકીયાની કામગીરીની સરાહના થઈ રહી છે.

લાયન્‍સ કલબ રોયલ ર્ેારા દાડમા અને ગિરિયામાં નોટબુક વિતરણ

તા. 14/6/18 નાં રોજ લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલ ર્ેારા દાડમા અને ગિરિયા ગામની પ્રાથમિક શાળાનાંવિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ નોટબૂક આપવામાં આવી હતી. શાળા દીઠ 1પ00થી વધુ નોટબૂક ભેટમાં આપવામાં આવી હતી. ગિરિયા ગામમાં નોટબૂક વિતરણનાં આર્થિક સહયોગી તરીકેની જવાબદારી લાયન્‍સ સદસ્‍ય રમેશભાઈ કાબરીયાએ નિભાવી હતી. જયારે દાડમા ગામનાં વિદ્યાર્થીઓને નોટબુક વિનામૂલ્‍યે આપવાનું સરાહનીય કાર્ય લાયન્‍સ સદસ્‍ય શૈલેષભાઈ ધાનાણીએ કર્યુ હતું. ગિરિયા ગામમાં આ પ્રસંગે લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલનાં પ્રમુખ વસંત મોવલિયા, મુકેશ કોરાટ, દિનેશ કાબરિયા, અરુણ ડેર, કિશોરભાઈ નાકરાણી, રાકેશ નાકરાણી સહિત શાળાનાં આચાર્ય જાગૃતિબેન રાવલ, ભરતભાઈ બાવીસી, રાજેશભાઈ હિંગુ, સરપંચ મહેન્‍દ્રભાઈ ચાવડા, ઉપસરપંચ સમજુબેન અને શાળાનાં શિક્ષકો સહિત ગ્રામજનો હાજર રહૃાાં હતા. જયારે દાડમાં ગામમાં લાયન્‍સ ટીમ સાથે લાલજીભાઈ ધાનાણી, પ્રવીણભાઈ, ભરતભાઈ, ગોવિંદભાઈ કાકડીયા, રમણિકભાઈ દેસાઈ, આચાર્ય જયેશભાઈ સહિત શાળાનાં શિક્ષકો હાજર રહૃાા હતા. આ કાર્યક્રમમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ વર્ષિલ મોવલિયા, પ્રતિક લુણાગરિયા અને મનન વાઘેલાએ ગ્રામીણ ક્ષેત્રના પ્રોજેકટ અંતર્ગત સહ ભાગીદારી નોંધાવી હતી.

ડેડાણમાં પીવાનાં પાણીની તંગીને લઈને મહિલાઓમાં નારાજગી

ખાંભા, તા. 1પ
ડેડાણ ગ્રામ પંચાયત ર્ેારા પાણી વિતરણમાં વ્‍હાલા દવલાની નીતિથી ત્રસ્‍ત ગ્રામજનોમાં વ્‍યાપેલા રોષનાં કારણે સરપંચના ઘર સામે મહિલાઓએ છાજીયા લીધા.
ડેડાણ ગામે મહી પરીએજ યોજનાની પાઈપ લંબાવી પાણી આપતા સમયે દર ચાર દિવસે પાણી આપવાનું પાણી પૂરવઠા બોર્ડ નક્કી કરાયા બાદ એક વર્ષથી ડેડાણને મહી યોજનાનું પાણી નીયમીત મળતું હોવા છતાં સત્તાધીશોની વ્‍હાલા દવલાની નીતિ અને પાણી પુરવઠાનાં કર્મચારીઓની ડાંડાઈના કારણે લઘુમતીની બહુમતી ધરાવતા વોર્ડ નં. 4/પ/6માં છેલ્‍લા એક મહિનાથી છતાં પાણીએ પાણી ન અપાતા ત્રણ દિવસ પહેલા રાજુલા-ખાંભાનાં ધારાસભ્‍યેપાણી બાબતે ડેડાણ દોડી જાવું પડેલ અને ગ્રામજનોની રજૂઆત સાંભળી પાણી પુરવઠાનાં અધિકારીઓને નિયમીત પાણી આપવા તાકીદ કરેલ. છતાં ડેડાણ ગ્રામ પંચાયતનાં મનના તરંગ પ્રમાણે વહીવટ કરનારાઓએ પાણી ન આપતા જનઆક્રોશ ફાટી નીકળતા વોર્ડ નં. 4/પ/6ની મહિલાઓએ ડેડાણ ગામમાં રેલી સ્‍વરૂપે ડેડાણ ગ્રામ પંચાયતનો ઘેરાવ કરવા જતાં ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી કેજવાબદાર પદાધિકારીની ગેરહાજરીમાં ગ્રામ પંચાયતનું તાળુ મારેલ જોઈ મહિલાઓ સરપંચના નિવાસે મહિલા સરપંચને રજૂઆત કરતાં અશોભનીય જવાબ આપતાં મહિલાઓમાં આક્રોશ ફેલાતા મહિલાઓએ મહિલા સરપંચ અને મહિલા સરપંચના પતિના નામના બે કલાક છાજીયા લેતા ખાંભા પોલીસે ડેડાણ પહોંચી મામલો થાળે પાડેલ. અને સરપંચ તથા ગ્રામજનો અને પદાધિકારીઓ ડેડાણનાં પાણી પ્રશ્‍ને તાત્‍કાલીક ઉકેલ લાવે તેવું સત્તાધીશોને જણાવેલ.

બાબરામાં ‘માં મોગલ’ વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણીનાં વિરોધમાં રોષ

બાબરાના ચારણ, ગઢવી, કાઠી ક્ષત્રિય, માલધારી સમાજ સહિતના સમાજના આગેવાનો દ્વારા માં મોગલ વિરૂઘ્‍ધ અભદ્ર ટિપ્‍પણી કરનાર શખ્‍સો સામે કડક પગલાની માંગને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.


16-06-2018