Main Menu

Friday, June 15th, 2018

 

જામબરવાળા હાઈસ્‍કૂલમાં શાળા પ્રવેશ ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી

બાબરા તાલુકામાં શાળા પ્રવેશ ઉત્‍સવનો પ્રારંભ કરાવતા માઘ્‍યમિક શિક્ષણ વિભાગના નાયબ નિયામક ડી.એસ. પટેલના વરદ હસ્‍તે બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. બાબરા તાલુકાના નાનીકુંડળ અને જામબરવાળા હાઈસ્‍કૂલના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. આ તકે શાળાની બાળાઓ દ્વારાસાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. માઘ્‍યમિક શિક્ષણ વિભાગના નાયબ નિયામક ડી.એસ. પટેલ દ્વારા આંગણવાડી, પ્રાથમિક શાળા અને માાઘ્‍યમિક શાળાના બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રશાંતભાઈ મહેતા, ડામોરભાાઈ, પુનિતભાઈ પલસાણા, મનસુખભાઈ પલસાણા, જગદીશભાઈ નાકરાણી, બાવાલાલ હિરપરા, ગામના સ્‍થાનિક આગેવાાનો શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ બહોળી સંખ્‍યામાં ગામજનો ઉપસ્‍થિત રહયા હતા. આંગણવાડી, પ્રાથમિક શાળા અને માઘ્‍યમિક શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. અહીં જામબરવાળા હાઈસ્‍કૂલ ખાતે કુલ 1પ0 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં વાજતે ગાજતે પ્રવેશ કરાવ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્‍યું હતું. જયારે કાર્યક્રમને સફળ બનાવવા પી.પી. જોષી સહિતના શિક્ષકો દ્વારા ભાારે જહેમત ઉઠાવી હતી.

લ્‍યો બોલો : લીલીયા મોટામાં માત્ર 3 દિવસ માટે જ ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવશે

3 મહિનાની કામગીરી 3 દિવસમાં કેવી રીતે થઈ શકશે ?
અમરેલી,તા.14
લીલીયા મોટાના ગામજનો છેલ્‍લા પાંચ વર્ષથી ભૂગર્ભ ગટરને લઈને ગંદકીની સમસ્‍યાનો સામનો કરી રહયા છે અને શાસકો માત્ર લોલીપોપ આપી રહયાા છે. સ્‍થાનિક આગેવાનો પણ રજૂઆતો અને આંદોલન કરીને થાકી ગયા છે.
તાજેતરમાં ગામજનોએ પુનઃ આંદોલનની ચીમકી આપતાં શાસકોએ રાબેતા મુજબ વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરી આપી. જેમાં સાવરકુંડલા પાલિકાના જેડીંગ મશીનને 3 દિવસ માટે જ લીલીયા મોટાની ગટરની સફાઈ કરવા માાટે ધકેલી દઈને જવાબદારી નિભાવ્‍યાનું નાટક કરવામાં આવતાં ગામજનોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે. 3 મહિના સુધી સફાઈની કામગીરી કરવામાં આવે તો જ સમસ્‍યા દૂર થાય તેમ છે. 3 દિવસમાં તો કોઈપણ સંજોગોમાં ગટરની ગંદકી દૂર થાય તેમ નથી. શાસકો નાટકબાજી બંધ કરીને સમસ્‍યાને જડમૂળમાંથી દૂર કરે તેવી માંગ ગામજનો કરી રહયા છે.

ખાંભાની હાઈસ્‍કૂલમાં શાળા પ્રવેશોત્‍સવની ઉજવણી

ખાંભાની જે. એન. મહેતા હાઈસ્‍કૂલમાં કન્‍યા કેળવણી ર018 અંતર્ગત શાળા પ્રવેત્‍શોત્‍સવનાં સામુહીક પ્રવેશ આપવાના કાર્યક્રમ અંતર્ગત ખાંભા કુમારશાળા, કન્‍યાશાળા, નવી વસાહત શાળા તેમજ જુનુગામ પ્રાથમિક શાળાનાં ધો.1નાં 1ર8 વિદ્યાર્થીઓ તેમજ જે. એન. મહેતા હાઈસ્‍કૂલમાં ધો.9ના 190 વિદ્યાર્થીઓ તથા આંગણવાડીનાં 4પ બાળકોને સમૂહ પ્રવેશ આપવામાં આવેલ. પ્રવેશ પામતા તમામ બાળકોને ભગવત ગીતાનું પૂસ્‍તક તથા ચોપડા તથા આંગનવાડીનાં બાળકોને રમકડા આપી સુખડીથી મોં મીઠા કરવા કંકુતીલ કરાવી સમુહ પ્રવેશ આપવામાં આવેલ. આ અવસરે શાળાની વિદ્યાર્થીનીઓએ દેશભકિતનાં ગીતો તથા સ્‍વાગત ગીત રજૂ કરેલ. ધો.9ની વિદ્યાર્થીનીઓ સોલંકી મીસીતા તથા ગડા નીકીતાએ બેટી બચાવો બેટી પઢાઓ વકતવ્‍ય આપેલ. કેળવણી નીરીક્ષક બારડની અઘ્‍યક્ષતામાં આયોજીત સમૂહ શાળાપ્રવેત્‍શોવ અવસરે જી.પં. સભ્‍ય નીરૂભા બી.આર.સી. જાંજમેરા ખાંભાના સરપંચ અમરીશભાઈ જોષી – દક્ષાબહેન આચાર્ય સોલંકી, તથા ભીખુભાઈ બાટાવાળા 700 વિદ્યાર્થીની- વિદ્યાર્થીઓ, ગ્રામજનો તમામ શાળાઓનો સ્‍ટાફ તમામ આંગનવાડી વર્કરો તથા બહેનોએ વિશાળ સંખ્‍યામાં હાજરી આપેલ. બી.આર.સી.જાંજમેરા, સોલંકી આચાર્ય તથા નીરૂભા રાઠોડ સરપંચ અમરીશ જોષી તથા કે.ની. બારડએ પ્રસંગોચીત ઉદ્યબોધન કરેલ. આ    શાળા પ્રવેશ અવસરે 69માં વન મહોત્‍સવ અન્‍વયે મહેમાનોનાં વરદહસ્‍તે હાઈસ્‍કૂલનાં પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ. સામુહીક શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમનું સંચાલન ધો.10ની વિદ્યાર્થીની શેખ સાફીયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રીન્‍સીપાલ સોલંકી તથા તમામ સ્‍ટાફઅને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમના અંતે ધો.10ના વિદ્યાર્થીઓએ યોગાસન કરી બતાવી તમમને મંત્ર મુગ્‍ધ કરેલા. ખાંભાનાં બોરાળા, ચક્રાવા- ચક્રાવા પરા તથા બાબરપરા ગામોમાં મામલતદાર નાધેરાની અઘ્‍યક્ષતામાં 100 બાળકોને ધો.1 માં તથા પ0 બાળકોને આંગનવાડીમાં પ્રવેશ આપવામાં આવેલ.

સાવરકુંડલાનાં યુવકની જામીન અરજી નામંજૂર કરતી એડી. સેશન્‍સ કોર્ટ

સામુહીક દુષ્‍કર્મનાં આરોપમાં ઝડપાયેલ
સાવરકુંડલાનાં યુવકની જામીન અરજી નામંજૂર કરતી એડી. સેશન્‍સ કોર્ટ
પુત્રીની બીમારી સબબ વચગાળાનાં જામીન ઉપર છુટવા અરજી કરી હતી
અમરેલી, તા.14
સાવરકુંડલા ગામે એક સગીરા ઉપર સામુહીક દુષ્‍કર્મ કરવાના આરોપસર ઝડપાયેલ સાવરકુંડલા ગામે રહેતો અને હાલ જેલમાં રહેતો મહમદ મહેબુબભાઈ ચૌહાણે પોતાની પુત્રીને ડેન્‍ગ્‍યુની બીમારી સબબ સારવાર કરવા માટે થઈ જવા માટે અત્રેની સેશન્‍સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી. આ અંગેની અરજી અમરેલીની એડી. સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા અધિક સત્ર ન્‍યાયધીશ શ્રી એન.પી. ચૌધરીએ અરજદારની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી હતી.

અરજણસુખ ગામે જુગાર રમતાં 6 બાજીગરો ઝડપાયા

અમરેલી, તા.14
વડીયા તાલુકાના અરજણસુખ ગામે રહેતા જયદેવ ધીરૂભાઈ મુંજાળીયા, મુકેશ લવાભાઈ રાઠોડ, કિશોર નારણભાઈ રાખસીયા, મયાાભાઈ ઓઘડભાઈ ટોળીયા, મેઘાભાઈ મસાભાઈ ટોળીયા, રણજીત જસમતભાઈ રાઠોડ વિગેરે ગઈકાલે અરજણસુખ ગામે જાહેરમાં કુંડાળુ વળી પૈસા-પાના વડે જુગાર રમતા હોય, વડીયા પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. ર840 તથા મોબાઈલ ફોન-3 કિંમત રૂા. 1પ00 મળી કુલ રૂપિયા 4340ની મતા સાથે ઝડપી લઈ આગળની તપાસ એ.એસ.આઈ. ડી.પી. અમરેલીયા ચલાવે છે.

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયના આદેશથી એસઓજીનો સપાટ્ટો

અમરેલી જિલ્‍લામાં ખનીજ માફીયાઓ વિરૂઘ્‍ધ લાલ આંખ
પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયના આદેશથી એસઓજીનો સપાટ્ટો
અમરેલી, તા.14
રાજુલા તાલુકાના રામપરા-ર ગામની સીમમાં આવેલ ધાતરવડી નદીના પટ્ટમાંથી રેતી આશરે – 4 ટન કિં.રૂા. ર000 તથા ટ્રેકટર – ટ્રોલી સહિત 3 કિ.રૂા. 11,પ0,000 રેતી સહિત કિ.રૂા. 11,પર, 000 (અગીયાર લાખ બાવન હજાર)નાં મુદામાલ સથે ચોરી કરતાં ટ્રેકટર ટ્રોલી સહિત 3 ના મુદામાલ સાથે ઝડપી લઈ આરોપી ટ્રેકટરના ડ્રાઈવર 1) સુખાભાઈ ટીડાભાઈ પટાટ, (ઉ.વ.રપ) ધંધો – રેતી, રહે. હીંડોરણા, ગામ તા. રાજુલા (ર) બુધાભાઈ આતાભાઈ વાઘ (ઉ.વ.ર9) ધંધો – ખેતી, રહે. રામપરા -ર, તા. રાજુલાવાળાઓને તા. 14/6/18 ના કલાક 17:30 વાગ્‍યે ધોરણસર અટક કરેલ છે. તેમજ હાજર નહી મળી આવેલ આરોપીઓ (3) ચીથરભાઈ વાઘ, રહે. રામપરા-ર તથા તેના ટ્રેકટરનો ચાલકવાળો વિરૂઘ્‍ધ રેતી ચોરી અંગેના ગુન્‍હો પીપાવાવ – મરીન પો.સ્‍ટે. દાખલ કરાવેલ છે. અને આગળની વધુ તપાસ પીપાવાવ -મરીન પોલીસને સોપવામાં             આવેલ છે.
ઉપરોકત કામગરી એસ.ઓ.જીના પોલીસ સબ ઈન્‍સ. આર.કે.કરમટાતથા સ્‍ટાફના પ્રકાશભાઈ જોષી, ભાસ્‍કરભાઈ નાંદવા, સુભાષભાઈ ધોધારી, ગંભીરસિંહ ચાવડા, સંજયભાઈ પરમાર, રાહુલભાઈ ચાવડા, દેવરાજભાઈ કળોતરા, દશરથસિંહ સરવૈયા, પિયુષભાઈ ઠાકર, ગોકુળભાઈ કળોતરા, જયસુખભાઈ આસલીયા, હરેશભાઈ વાણીયા, તથા ડ્રાઈવર જેસીંગભાઈ કોચરાનાઓએ કરેલ છે.

વાવડી રોડ પાસે કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત

અમરેલી, તા.14
ગોંડલ ગામે ભગવતપરામાં રહેતા રાજેશભાઈ વિઠ્ઠલભાઈ સોરઠીયા નામના કાર ચાલક પોતાના હવાલાવાળી કાર નંબર જી.જે.3 ઈ.આર. પ849 વાળી લઈ અને વડીયા તાલુકાના કુંકાવાવ નજીક આવેલ વાવડી રોડ ગામ પાસેથી પસાર થતા હતા ત્‍યારે કોઈ કારણોસર તેમના હવાલાવાળી કાર ઝાડ સાથે અથડાવી દેતા તેમનું ગંભીર ઈજા થવાના કારણે મોત થતા આ અંગે વડીયા પોલીસમાં હરેશભાઈ વિઠ્ઠલભાઈ રહે. ગોંડલ વાળાએ જાહેર કર્યું છે.

બાબરાનાં અમરાપરામાંથી સમી સાંજે કિશોરીને બાઈક પર ઉઠાવી જવાનાં પ્રયાશથી ચકચાર

જિલ્‍લામાં પોલીસ વિભાગ માટે નવતર ગુન્‍હો સામે આવ્‍યો
બાબરાનાં અમરાપરામાંથી સમી સાંજે કિશોરીને બાઈક પર ઉઠાવી જવાનાં પ્રયાશથી ચકચાર
માર્ગ પર સામે મળેલ જાગૃત્ત વ્‍યકિતથી કિશોરી બચી ગઈ
અમરેલી, તા. 14
બાબરા ગામે રહેતાં એક 11 વર્ષની દિકરી ગઈકાલે સાંજના સમયે પોતાની સાયકલ લઈ સ્‍વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયેલી અને ત્‍યાંથી પરત આવતી હતી ત્‍યારે એક મોટર સાયકલ ઉપર ડબલ સવારીવાળા ઈસમોએ આ કિશોરીને વચ્‍ચે બેસાડીને લઈ જતાં હતા ત્‍યારે રસ્‍તામાં તેણી રડતી હોય, ત્‍યારે સામેથી આવી રહેલ, લાભુભાઈ નામનાં સજજને જોઈ જતાં મોટરસાયકલ ઉભુ રખાવતાં આ કિશોરી આરોપીનાં મોટર સાયકલ ઉપરથી ઉતરી અને આ સજજનનાં મોટર સાયકલમાં બેસી જતાં આ અપહરણકર્તાઓએ પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધેલા હોય તેમની પુછપરછ કરતાં તેઓ ભાગી ગયા હતા.
આ બનાવ અંગે આ સજજને તેમનાં પિતાને જાણ કરતાં આ કિશોરીનું અપહરણ કરી લઈ જતાંનું ઘ્‍યાને આવતા આ બેઉ એક આરોપી બાબરાનાં અમરાપરામાં રહેતાં હસુ રમેશભાઈ મેણીયા હતો જયારે બીજો આરોપી અજાણ્‍યો હોય, આ અંગે આ કિશોરીનાં પિતાએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધખોળ આદરી છે.

આલેલે : લાઠીનાં આંબરડી ગામે મોબાઈલ પર જુગાર રમતાં 11 શખ્‍સોને ઝડપી લેવાયા

જુગારીઓ જુગાર માટે આધુનિક ટેકનોલોજીનો લાભ લે છે
આલેલે : લાઠીનાં આંબરડી ગામે મોબાઈલ પર જુગાર રમતાં 11 શખ્‍સોને ઝડપી લેવાયા
84મોબાઈલ સહિત રૂપિયા 1.14 લાખનો મુદ્યામાલ કબ્‍જે
અમરેલી, તા. 14
લાઠી તાલુકાનાં આંબરડી ગામે આજે વહેલી સવારે વિક્રમભાઈ ધીરૂભાઈ વાછાણીનાં રહેણાંક મકાનમાં વિનુભાઈ લાલજીભાઈ, હરેશ લાલજીભાઈ, ભાવેશ લાલજીભાઈ, મિલન ઘનશ્‍યામભાઈ સહિત 1ર ઈસમો પોતાનાં મોબાઈલ ફોન ઉપર તીનપત્તીનો જુગાર રમતાં હોય, આ અંગે દામનગર પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.4100 તથા મોબાઈલ ફોન નંગ-84 કિંમત રૂા. 1,07,000      મળી કુલ રૂા. 1,14,100 નાં મુદ્યામાલ સાથે કુલ 11 ઈસમોને ઝડપી લીધા હતા. જયારે એક ઈસમ નાશી છૂટેલ હોય, તેમને પણ ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરીયા ગામની સીમમાં જીંદગીથી કંટાળી યુવકે આપઘાત કર્યો

ઘરમાં પૈસા બાબતે માથાકૂટ કરી પગલું ભર્યુ
અમરેલી, તા. 14
ખાંભા તાલુકાનાં ઉમરીયા ગામે રહેતાં અને ખેતિકામ કરતાં વિક્રમ લખુભાઈ જાજંડા નામનાં રર વર્ષિય યુવકે ગઈકાલે ઘરમાં પૈસા બાબતે માથાકૂટ કરી વાડીએ જઈ અને ઝેરી ટીકડા પી લેતાં તેમનું મોત થયાનું ખાંભા પોલીસમાં જગુભાઈ ટીકાભાઈ જાજંડાએ જાહેર કર્યુ હતું.

અમરેલી પાલિકામાં ભાજપનાં સમર્થનથી કોંગી બળવાખોરોનું શાસન

કોંગ્રેસનાં 1પ નગરસેવકોએ ભાજપ અને અપક્ષનું મેળવ્‍યું સમર્થન
અમરેલી પાલિકામાં ભાજપનાં સમર્થનથી કોંગી બળવાખોરોનું શાસન
પ્રમુખ પદે જયંતિભાઈ રાણવા અને ઉપપ્રમુખ પદે શકીલભાઈ સૈયદ નો વિજય થયો
અમરેલી, તા. 14
અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની મુદત પુરી થતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની આજે અમરેલી પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં ચૂંટણી રૂક્ષ્મણીબેન બાલમંદિરમાં યોજાતા કોંગ્રેસમાં વોર્ડ નં. ર માંથી ચૂંટાયેલા જયંતિભાઈ રાણવા પ્રમુખ તરીકે અને શકિલભાઈ સૈયદ ઉપપ્રમુખ તરીકે ચૂંટાય આવ્‍યા હતા. આ બંને સહિત કુલ 1પ કોંગ્રેસનાં સદસ્‍યોએ કોંગ્રેસનાં વ્‍હીપનો અનાદર કરી વિજેતા થયા હતા.
અમરેલી નગરપાલિકામાં અઢી વર્ષ પહેલા યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં કોંગ્રેસનાં 3પ સભ્‍યો જયારે ભજપનાં પ તથા અપક્ષના 4 મળી કુલ 44 સદસ્‍યો વિજયી થયા હતા. પ્રથમ અઢી વર્ષ સુધી કોંગ્રેસનાં પ્રમુખ તરીકે અલ્‍કાબેન ગોંડલીયા તથા ઉપપ્રમુખ તરીકે નટુભાઈ સોજીત્રાએ અમરેલી પાલિકની ધૂરા સંભાળી હતી.
આ પ્રથમ અઢી વર્ષની મુદત પુરી થતાં નવા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં કોંગ્રેસમાં બળવો થવાનાં એંધાણ થયા હતા. જેને લઈ કોંગ્રેસનું એક જુથ ભુગર્ભમાં ઉતરી ગયું હતું. તો સામાપક્ષે કોંગ્રેસ ઘ્‍વારા બળવો ખાળવા પ્રયત્‍નો કર્યાહતા પરંતુ આખરે કોઈ સમાધાન નહી થતાં આખરે કોંગ્રેસપક્ષ ઘ્‍વારા આજે ચૂંટણી સમયે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્‍થિતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુંમરે કોંગીનાં ચૂંટાયેલા તમામ સદસ્‍યોને પક્ષનો વ્‍હીપ આપવા આવી પહોંચ્‍યા હતા. પરંતુ કોંગ્રેસ પક્ષમાં બળવો કરનારા 1પ જેટલા સદસ્‍યોએ પક્ષનો વ્‍હીપ સ્‍વીકારવાનો ઈન્‍કાર કરી દીધો હતો.
આખરે પ્રાંત અધિકારી, નગરપાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવા આવી પહોંચ્‍યા હતા અને પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરી હતી.
આ ચૂંટણી પ્રક્રિયામાં કોંગીનાં બાલુબેન પરમારે પ્રમુખ તરીકે ઉમેદવારો નોંધાવી હતી તો તેમની સામે પ્રમુખ તરીકે જયંતિભાઈ રાણવાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. આમ બંને ઉમેદવારો કોંગ્રેસપક્ષનાએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી અધિકારીએ ચૂંટણી યોજતાં અને મતદાન કરાવતાં જયંતિભાઈ રાણવાન ર4 મત મળ્‍યા હતા. જયારે સામે પક્ષે કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર બાલુબેન પરમારને ર0 મત મળતાં જયંતિભાઈ રાણવાને વિજેતા જાહેર કર્યા હતા.
તેવી જ રીતે કોંગ્રેસ પક્ષનાં સત્તાવાર ઉમેદવાર સંદિપ ધાનાણીએ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી તો સામા પક્ષે સકિલભઈ સૈયદે પણ ઉમેદવરી નોંધાવતા તેમાં પણ કોંગ્રેસનાં સત્તવાર ઉમેદવારને ર0 મત મળ્‍યા હતા જયારેસકિલભઈ કાદરીને ર4 મત મળતાં અમરેલી નગરપાલિકાનાં ઉપપ્રમુખ તરીકે સકિલભાઈ કાદરીને વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા.
અમ વિપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીનાં મત ક્ષ્ેત્રમાં જ કોંગ્રેસમાં બળવો થયો હતો અને અઢી વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ચૂંટયેલા પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 1પ સદસ્‍યોએ બળવો કરતાં તેમને ભાજપનાં પ તથા અપક્ષનાં 4 સદસ્‍યોનો ટેકો મળી ગયો હતો.
આમ આગામી અઢી વર્ષ માટે સત્તાની ધૂરા સંભાળી લીધી હતી.
જો કે કોંગ્રેસ પક્ષનાં ચૂંટાયેલા સદસ્‍યો ઘ્‍વરા પક્ષનાં વ્‍હીપનો અનાદર કરવા સબબ કોઈ કાર્યવાહી કરે છે કેમ તે સામે પણ રાજકીય ગણતરીઓનાં મંડાણ શરૂ થયા છે.

બગસરા પાલિકામાં ભાજપની સાડાસાતી પુરી : પાલિકામાં કમળ ખીલી ઉઠયું

સાડા સાત વર્ષ બાદ પાલિકામાં કમળ ખીલી ઉઠયું
બગસરા પાલિકામાં ભાજપની સાડાસાતી પુરી
પ્રમુખ તરીકે ચંપાબેન બઢીયા અને ઉપપ્રમુખ પદે નિતીષ ડોડીયા વિજેતા થયા
બગસરા, તા. 14
બગસરા નગરપાલિકાની પ્રમુખપદની આજની ચૂંટણીમાં 13 વિરૂઘ્‍ધ 14 મતે ભાજપે – કોંગ્રેસ પાસેથી સત્તા ઝુંટવી લેતા 7-1/ર વર્ષે બાદ ભાજપને સત્તા મળવાથી કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.
વિગત અનુસાર ર8 સભ્‍યો ધરાવતી બગસરા નગર પાલિકામાં છેલ્‍લા 7-1/ર વર્ષથી કોંગ્રેસ સતા ભોગવી રહયું હતું.
પરંતુ આજની પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસને શિકસત આપી ભાજપે સતા છીનવી લીધી હતી.
ભાજપે પ્રમુખપદ માટે ચંપાબેન બઢીયા તથા ઉપપ્રમુખ માટે નિતિષ ડોડીયાની વ્‍હીપ આપેલ જયારે કોંગ્રેસ પ્રમુખ માટે મંજુલાબેન મેર તથા ઉપ પ્રમુખ માટે અશોક અગ્રાવત વ્‍હીપ આપેલ. પરંતુ અણીનાં સમયે મંજુલાબેને દાવેદારીની સહમતી ન આપતા કોંગ્રેસે ભાજપમાં રેખાબેન પરમારનું ફોર્મ ભરેલ જે કે ખુદ રેખાબેને જ પોતાનો મત ચંપાબેન બઢીયા ને આપી પક્ષ પ્રત્‍યે વફાદારી દાખવતા 13 વિરૂઘ્‍ધ 14 મતે ભાજપનો વિજય થયોહતો.
આજની બેઠકમાં કોંગ્રેસના સદસ્‍યા મુકતાબેન નલીયાધરા ગેર હાજર રહેલ જયારે કોંગ્રેસમાંથી વોર્ડ નં.3ના ભાવનાબેન કટેશીયા તથા વોર્ડ નં.4 દિલીપ મકવાણા ભાજપમાં જોડાયેલ.
જયારે ભજપમાંથી વોર્ડ નં.6 ના ફરજાનાબેન બીલખીયા તથા વોર્ડ નં.ર નર્મદાબેન રડીમલ કોંગ્રેસમાં જોડાયેલા બન્‍ને પક્ષો તરફથી ઉપરોકત સદસ્‍યો વિરૂઘ્‍ધ પક્ષાંતર ધારો લાગુ કરી સભ્‍યપદ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવેલ.
ડી.વાય.એલ.પી. સહિત ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર તથા પાલિકા હેડ કલાર્ક ચુંટણી પ્રકિયા સંભાળેલ અને ચંપાબેન બઢીયાને પ્રમુખ તરીકે તથા નિતિષ ડોડીયાને ઉપ પ્રમુખ તરીકે ધોસિત કરવામાં આવેલ.

સાવરકુંડલામાં કોંગી બળવાખોર પાલિકાનાં પ્રમુખબન્‍યા

ભાજપનાં 1પ નગરસેવકોએ કોંગ્રેસનાં 4 બળવાખોરને સમર્થન આપ્‍યું
સાવરકુંડલામાં કોંગી બળવાખોર પાલિકાનાં પ્રમુખબન્‍યા
બાગી નગરસેવકે સૌથી નાની વયે પાલિકા પ્રમુખ બનીને ઈતિહાસ સર્જી દીધો
સાવરકુંડલા, તા. 14
સાવરકુંડલા નગર પાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની આજે હાઈ વોલ્‍ટેજ ડ્રામા સાથે ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસનાં ર0 અને ભાજપનાં 16 સભ્‍યો હતો. જેમાં 4 કોંગ્રેસનાં સભ્‍યો બળવો કરી ભાજપ સાથે ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જેથી ભાજપ ર0 સભ્‍યોની બહુમતી સાથે સાવરકુંડલા પાલિકામાં સત્તા સ્‍થાને બેસી ગયું.
સાવરકુંડલા નગરપાલિકા કચેરી-દરબારગઢ ખાતે ચુસ્‍ત પોલીસ ગોઠવાઈ હતી. માત્ર સદસ્‍યો સિવાય કોઈને એન્‍ટ્રી અપાઈ નહોતી. પત્રકારોને પણ આવવા દેવાયા નહોતા. ત્‍યારે આ હાઈવોલ્‍ટેજ ડ્રામાંમાં ધારાસભ્‍ય અને પોલીસ વચ્‍ચે એન્‍ટ્રી બાબતે સામાન્‍ય ચકમક પણ ઝરી હતી. આ માહોલમાં પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, ઉપપ્રમુખ રવુભાઈ ખુમાણ સહિતના ભાજપના વિશાળ કાર્યકરો, હોદેદારો નવોદીત પ્રમુખને વધાવ્‍યા હતા અને દરબારગઢથી જ વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવ્‍યું હતું.
ભાજપ સત્તા સ્‍થાને બેઠુ અને કોંગ્રેસનાં હાથમાંથી બાજી પલટી જતાં આ અંગે આ વિસ્‍તારનાં કોંગી ધારાસભ્‍યએ પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે, અમારા 4 સભ્‍યોને ભાજપે બાર-બાર લાખ રૂપિયા આપી ખરીદી લીધા છે. પરિણામે ભાજપ ફાવ્‍યું છે પરંતુ એ સત્તાકાયમી ટકશે નહી.
ત્‍યારે સાવરકુંડલા પાલિકામાં કોળી ઠાકોર સમાજને અત્‍યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત જ તક મળી છે અને સૌથી નાની વયનાં પ્રમુખ બન્‍યા છે. ત્‍યારે હવે આ જ સભ્‍યોએ કોંગ્રેસ પર માની ન શકાય તેવા બજેટમાં રજુ કરાયેલ ખર્ચ સામે બળવો કર્યો હતો. તો હવે એ જોવાનું રહે છે કે આ ભ્રષ્‍ટાચાર ખુલ્‍લો કરશે ? શહેરનો વિકાસ કરશે કે પોતાનો ? જેવા અનેક સવાલો જનતામાંથી ઉઠવા પામ્‍યા છે.

બાબરામાંથી રૂપિયા 4 લાખનો બાયો ડીઝલનો જથ્‍થો ઝડપાયો

જુદા-જુદા સ્‍થળેથી જથ્‍થો કબ્‍જે કર્યો
અમરેલી, તા.14
અમરેલી એલ.સી.બી. ટીમ બાબરા પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે બાબરામાં જી.આઈ.ડી.સી.-1 વિસ્‍તારમાં શિવધારા કપાસીયા ખોળ ઈન્‍ડસ્‍ટ્રીઝ સામે આવેલ ગોડાઉનમાં રાજેશકુમાર વેલજીભાઈ ગોહિલ, રહે. દેરડી કુંભાજી, તા. ગોંડલ વાળો ગે.કા. અનધિકૃત રીતે બાયો ડીઝલનો સ્‍ટોક કરી કોઈ પણ જાતના લાઈસન્‍સ કે પાસ-પરમીટ વગર બાયો-ડીઝલનું વેચાણ કરે છે. અને વાહનોમાં બાયો-ડીઝલ પુરી આપે છે. તેવી ચોકકસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં ગોડાઉન પરથી બીલ કે આધાર પુરાવા વગરનું બાયો-ડીઝલ લીટર 7000, કિંમત રૂા. 3,પ0,000 તથા બાયો-ડીઝલ ભરવા માટેનો મોટોલોખંડનો ટાંકો કિંમત રૂપિયા 80,000 તથા બાયો-ડીઝલ પુરવા માટેનો ફીલીંગ પંપ કિંમત રૂા. 40,000 તથા સપ્‍લાય ટેંક, કિંમત રૂપિયા 4,000 તથા ઈલેકટ્રીક મોટર, પાઈપ-લાઈન સહિત કિંમત રૂપિયા 6,000 વિગેરે મળી કુલ કિંમત રૂપિયા 4,80,1પ0નો મુદામાલ મળી આવતાં અને આ બાયો-ડીઝલનું વેચાણ કરવા માટે રાજેશકુમાર વેલજીભાઈ ગોહિલ પાસે કોઈ લાઈસન્‍સ કે પરમીટ ન હોય જેથી ઉપરોકત તમામ મુદામાલ કબ્‍જે કરી અને હાજર મળેલ શખ્‍સ રાજેશકુમાર વેલજીભાઈ ગોહિલ વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.
આવી જ રીતે મળેલ હકીકત આધારે બાબરા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ રાજહંસ કોમ્‍પ્‍લેક્ષમાં આવેલ ભરતભાઈ ધીરજલાલ મસરાણી રહે. બાબરા વાળાની દુકાને રેઈડ કરતાં બીલ કે આધાાર પુરાવા વગરનું બાયો-ડીઝલ લીટર 11ર0, કિંમત રૂપિયા પ6,000 તથા બાયો-ડીઝલ ભરવા માટેના મોટા પ્‍લાસ્‍ટિકના ટાંકા પ000 લીટરની કેપેસીટી વાળા નંગ-ર કિંમત રૂપિયા 40,000 તથા લોખંડના બેરલ નંગ-6 કિંમત રૂપિયા 3,000 તથા ઈલેકટ્રીક મોટર, પાઈપ લાઈન સહિત કિંમત રૂા. ર,000 વિગેરે મળી કુલ કિંમત રૂપિયા 1,01,400નો મુદામાલ મળી આવતાં અને આ બાયો-ડીઝલનું વેચાણ કરવા માટે ભરતભાઈ ધીરજલાલ મસરાણી પાસે કોઈ લાઈસન્‍સ કે પરમીટ ન હોય જેથી ઉપરોકતતમામ મુદામાલ કબ્‍જે કરી અને હાજર મળેલ શખ્‍સ ભરતભાઈ ધીરજલાલ મસરાણી વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.

અમરેલી ખાતે કેન્‍દ્રીય મંત્રી રૂપાલાની ઉપસ્‍થિતિમાં ‘સંપર્ક ફોર સમર્થન’

ભાજપના સુશાશનના ચાર વર્ષના શાસનકાળના પ્રજા કલ્‍યાણકારી નિર્ણયો અને કામગીરી સૌએ નિહાળી છે, અનેક પડકારો વચ્‍ચે ભારતીય જનતા પક્ષની કેન્‍દ્ર સરકારે વણથંભી વિકાસયાત્રા આદરી છે જેને પ્રજા સમક્ષ મૂકવા અને માહિતગાર કરવા ભભસંપર્ક ફોર સમર્થનભભ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્‍લા ખાતે કાર્યક્રમ યોજાયેલ જેમા જિલ્‍લાના પ્રબુઘ્‍ધ નાગરિકો, મહાનુભાવો, સામાજીક-શૈક્ષણિક આગેવાનો સંતો-મહંતો અનેરક્ષા કાર્ય સાથે સંકળાયેલા અગ્રણીઓની મૂલાકાત યોજાયેલ. કેન્‍દ્ર સરકારની 4 વર્ષની સિઘ્‍ધિઓ અને સુશાનન અંગેની વિસ્‍તૃત ચર્ચાઓ અગ્રણીઓ સાથે કરેલ જેમા દેશના સીમાડાના રક્ષણની જવાબદારી વહન કરી ચુકેલ નિવૃત એરમાર્શલ કુમાર જનકકુમાર સીંહજી,  વસંતભાઈ પરિખ, વિસામણભાઈ વાળા સહિત અનેક લોકો સાથે વિચારગોષ્ઠિ યોજાયેલ, જનસમુહ તરફથી પણ કેન્‍દ્ર સરકારની  સારી અને સંતોષકારી કામગીરી રહી હોવાનો પ્રભિાવ સાપડયો હતો. કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાની આગેવાનીમા કૌશિકભાઈ વેકરીયા, અશ્‍વિનભાઈ સાવલીયા, રાજેશભાઈ કાબરીયા, દિપકભાઈ વધાસીયા, મયુરભાઈ હિરપરા, રાજુભાઈ ભુવા, ભરતભાઈ વેકરીયા, ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, ભરતભાઈ પાડા, રિતેશભાઈ મહેતા, દિલીપભાઈ રંગપરા, મયુરભાઈ માંજરીયા અને રણજીતભાઈ વાળા સહિત વિશાળ સંખ્‍યામા લોકો કાર્યક્રમમા જોડાયા હતા તેમ જિલ્‍લા ભાજપ મહામંત્રીની અખબારી યાદીમા જણાવાયેલ છે.

ભૂમાફીયાઓ વિરૂદ્ધ પીપાવાવધામથી રાજુલા સુધી પદયાત્રા યોજાઈ

રાજુલા તાલુકાનાં પીપાવાવ ધામનાં સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા પ1 દિવસથી જીએચસીએલ કંપની અને ભૂમાફિયાઓના કબત્રમાથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે છતાં પણ આ નિર્દય અને નિર્લજજ સરકારને સામાન્‍ય લોકોની કાંઈ પરવા જ ન હોય તેમ આઆંદોલનકારીઓની વાત પણ સરકારે સાંભળી નથી. આથી આંદોલનકારીમાં સરકાર સામે રોષ વ્‍યકત કર્યો હતો તે સવારમાં પીપાવાવ ધામથી રાજુલા પ્રાંત કચેરી સુધી 14 કિલોમીટરની પદયાત્રામાં ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેરએ હાજરી આપી હતી તેમજ આંદોલનકારી અશોકભાઈ ભાલિયા, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણિયા, મધુભાઈ સાંખટ સહિત રપ0થી 300 જેટલા લોકો જોડાયા હતા. 14 કિલોમીટરની પદયાત્રામાં આંદોલનકારીઓએ મોદી સરકાર અને રૂપાણી સરકાર વિરુદ્ધ નારા લગાવ્‍યા હતા અને પોતાનો રોષ વ્‍યકત કર્યો હતો. પદયાત્રા દરમિયાન રાજુલા આરામ ગૃહ સામે અશોકભાઈ ભાલિયાની તબિયત લથડી અને છાવણીમાં બાંભણિયા વેલાભાઈ ઓધડભાઈ નામના વૃઘ્‍ધાની તબિયત લથડતા બંને એમ્‍બ્‍યુલન્‍સમારફતે રાજુલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા.

15-06-2018