Main Menu

Thursday, June 14th, 2018

 

અમરેલી જિલ્‍લામાં શાળા પ્રવેશોત્‍સવની ઉજવણી 14,ર44 બાળકોનું નામાંકન થશે

અમરેલી તા.13
રાજય સરકાર ખોલી રહી છે ઉજળા ભાવિની દિશા… શિક્ષણમાં કેટલાક ક્રાંતિકારી પરિવર્તન અને રચનાત્‍મક પરિમાણો ઉમેરવામાં ગુજરાત રાજય એ એક દ્રષ્ટાંત પૂરૂં પાડયું છે. રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્‍સવ અનેકન્‍યા કેળવણી મહોત્‍સવ યોજવામાં આવે છે. રાજયની તમામ સરકારી પ્રાથમિક અને ગ્રાન્‍ટેડ પ્રાથમિક શાળાઓ ઉપરાંત માઘ્‍યમિક વિભાગમાં સરકારી તેમજ ગ્રાન્‍ટેડ માઘ્‍યમિક શાળાઓને આવરી લેવામાં આવશે. બાળક શાળાએ અભ્‍યાસ માટે આવે તે તેના માટે જીવનભરનું સંભારણું બની રહે છે. રાજય સરકાર દ્વારા તા.14 થી તા.1પ જૂન – ર018 ગ્રામ્‍ય અને તા.રર થી તા.ર3 જૂન – ર018 દરમિયાન શહેરી વિસ્‍તારમાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
અમરેલી જિલ્‍લામાં થયેલ એક સર્વે મુજબ ચાલુ વર્ષે ગ્રામ્‍ય વિસ્‍તારમાં 6,40પ કુમાર, પ,939 કન્‍યાઓ એમ કુલ 1ર,344 બાળકો અને શહેરી વિસ્‍તારમાં 967 કુમાર અને  933 કન્‍યાઓ એમ કુલ 1,900 બાળકો સહિત જિલ્‍લામાં કુલ 14,ર44 બાળકો પ્રવેશપાત્ર છે.
આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાની સાથો-સાથ માઘ્‍યમિક      શાળાઓમાં ધો.9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સન્‍માનિત કરી ઉજ્જવળ ભાવિની શુભેચ્‍છા પાઠવવામાં આવશે.
અમરેલી જિલ્‍લામાં માઘ્‍યમિક શાળાના 36 અને પ્રાથમિક શાળાના 79 રૂટ સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં કુલ 11પ અને શહેરીકક્ષાના 11 રૂટ ગોઠવવામાં આવેલ છે. ગ્રામ્‍યકક્ષાએ ર,ર1ર અને શહેરીકક્ષાએ રર8 વિદ્યાલક્ષ્મી બોન્‍ડ આપવામાં આવશે.  શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં રાજય તથા જિલ્‍લાકક્ષાનાપદાધિકારીઓ, અધિકારીઓ, સાંસદ, ધારાસભ્‍યઓ તથા અન્‍ય મહાનુભાવો જોડાઇને પ્રવેશોત્‍સવની સાથે શાળાનું શૈક્ષણિક મૂલ્‍યાંશકન કરશે.

અમરેલી જિલ્‍લાનાં ખનીજ માફીયાઓ સામે પોલીસની લાલ આંખ

નવનિયુકત એસપી નિર્લિપ્‍ત રાયનાં આદેશ બાદ કાર્યવાહી શરૂ
અમરેલી, તા.13
પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયએ અમરેલી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પૈકી જે નદીઓનો ઇકોઝોનમાં સમાવેશ થયેલ છે, તેવી નદીઓમાંથી કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમજ કુદરતી સંપતિ પર તમામનો સમાન અધિકાર હોય પરંતુ અમુક ભૂ-માફીયાઓ આવી કુદરતી સંપિત પર ગે.કા. કબ્‍જો જમાવી બેસેલ હોય અને અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ વ્‍યાપક  હોય અને આવા ખનીજ ચોરી કરતાં ઇસમો રોયલ્‍ટીની ચોરી કરી સરકારી આવકને નુકશાન પહોંચાડી તેમજ તેમજ પર્યાવરણને પણ નુકશાન કરી સમગ્ર જીવસૃષ્ટિને ખતરામાં મુકેલ હોય, આવી કુદરતી સંપતિની ચોરીઓ અમરેલી જીલ્લામાં સદંતર બંધ કરાવવા ઝૂંબેશના સ્‍વરૂપે કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયેબી.એમ. દેસાઇ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્‍સ. આર.કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ ખાંભા પો.સ્‍ટે. વિસ્‍તારમાંથી નીચેની વિગતે રેતી ચોરી કરતાં ઇસમોને ઝડપી પાડેલ છે. આ રેતી ચોરીમાં ગામનાં સરપંચ એક ટ્રેકટર દીઠ રૂા.ર00/-મેળવી તે પણ સામેલ હોય ટ્રેકટર ડ્રાઇવરો, માલીકો સાથે સરપંચની પણ ઘરપકડ કરેલ છે.
ખાંભા તાલુકાના ગોરાણા ગામની રાયડી નદીનાં પટૃમાંથી રેતી ચોરી કરતાં ટ્રેકટર-ર ટ્રોલી સહીત રેતી ભરેલ કુલ કિ. રૂા. 6,78,000/- (છ લાખઅઠીયોતેર હજાર) ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપી ટ્રેકટરના ડ્રાઇવર લાલાભાઇ માણસુરભાઇ લાખણોત્રા,રહે. હિંડોરણા, ખીમાભાઇ બચુભાઇ ગોહિલ રહે. ગોરાણા તથા ટ્રેકટરના માલીક ભગવાનભાઇ બીજલભાઇ પટાટ, રહે. હિંડોરણા, તા.રાજુલા, જીવાભાઇ સામતભાઇ પટાટ, રહે. હિંડોરણા, તા.રાજુલા તથા ગોરાણા ગામનાં સરપંચ મુળુભાઇ જેઠાભાઇ વાઘ, રહે. ગોરાણા, તા. ખાંભા વિરૂઘ્‍ઘ રેતી ચોરી અંગેના ગુન્‍હો દાખલ કરાવી તમામની ઘરપકડ કરેલ છે અને આગળની વધુ તપાસ ખાંભા પોલીસને સોપવામાં આવેલ છે.
આમ, અમરેલી જિલ્લામાં ખાંભા વિસ્‍તારમાં રેતી ચોરી કરતાં ટ્રેકટરો-ર સહિત કુલ રૂા. 6,78,000/- (છલાખ અઠીયોતેર હજાર પુરા)નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે. આકામગીરી ઝૂંબેશનાં સ્‍વરૂપે સતત ચાલુ રહેવાની હોય તેમજ એક કરતાં વધુ વખત રેતી ચોરી કરતાં ઇસમો વિરૂઘ્‍ધ આકરા કાયદેસરનાં પગલાં લેવાની ગતિવિધી ચાલુ કરેલ છે.
ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્‍સ. આર.કે. કરમટા તથા સ્‍ટાફના પ્રકાશભાઇ જોષી, ભાસ્‍કરભાઇ નાંદવા, સુભાષભાઇ ધોધારી, ગંભીરસિંહ ચાવડા, સંજયભાઇ પરમાર, રાહુલભાઇ ચાવડા, દેવરાજભાઇ કળોતરા, દશરથસિંહ સરવૈયા, પિષુયભાઇ ઠાકર, ગોકુળભાઇ કળોતરા, જયસુખભાઇ આસલીયા, હરેશભાઇ વાણીયા તથા ડ્રાઇવર જેસીંગભાઇ કોચરાએ કરેલ છે.

દામનગર પંથકમાં કોઈ પણ સંજોગોમાં લુખ્‍ખાગીરી નહી ચાલે

નવનિયુકત પીએસઆઈનો નિર્ધાર
દામનગર, તા. 13
અમરેલીમાં નવા એસ.પી. એ આવતાની સાથે જ જીલ્‍લા પોલીસ બેડામાં અરસપરસબદલીમાં દામનગર પોલીસ સ્‍ટેશનમાં પ્રથમ પોસ્‍ટીંગ સાથે હાજર થતાં પી.એસ.આઈ. ઘનશ્‍યામસિંહ મોરીએ બોલાવેલ મીટીંગમાં હાજરી આપતા આગેવાનોએ આવકારી કાયદો વ્‍યવસ્‍થા અને શાંતિ માટે સંકલન અને સહકારથી પોલીસનાં મિત્ર બની સહકારની ખાત્રી આપતા આગેવાનો.
ગઈકાલે દામનગર પોલીસ સ્‍ટેશનમાં પોસ્‍ટીંગ સાથે હાજર થયેલ પી.એસ.આઈ. ઘનશ્‍યામસિંહ મોરીએ કાયદો વ્‍યવસ્‍થા કડક રીતે ચલાવવા અને કોઈ પણ જાતની ગેરકાનુની પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહિં આવે તેવી ખાત્રી આપી હતી. અસામાજીક તત્‍વોએ પોતાની માયાજાળ સંકેલી લીધેલ હોવાનું જાણવા મળે છે.
દાઉદી બ્‍હોરા સમાજની અને મુસ્‍લીમ સમાજનો પર્વ ઈદ આવતી હોય શાંતિપૂર્વક કોમી ભાઈચારાથી સંપન્‍ન થાય તે માટે બંદોબસ્‍ત ગોઠવાશે.

પ્રધાનમંત્રીએ ગરીબી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્‍યા દુર કરવાની ચેલેન્‍જ સ્‍વીકારવી જોઈએ

અમદાવાદ, તા. 13
મોદીજીએ લગભગ આ ચેલેન્‍જ ઉપાડે એકાદ મહિનો પુરો થવા આવ્‍યો ત્‍યારે શુટીંગ પુરૂ કરી મોદીજીએ પરસેવો પણ ના પડે તેવી કસરતની ડોકયુમેન્‍ટરી રીલીઝ કરી છે. સુપર ડુપર ફીલ્‍મનો પ્રચાર કરી થર્ડ ગ્રેડની ફીલ્‍મ માથે મારનાર કોઈ પ્રોડયુસરે મોદીજીની ફીટનેસની વીડીયો ફીલ્‍મ બનાવી હોયતેવું લાગે છે. પ્રાથમિક શાળામાં થતા વ્‍યાયામ જેવો વીડીયો બનાવી મોદીજી આખરે સાબિત શું કરવા માંગે છે તે સમજાતું નથી.
નરેન્‍દ્ર મોદીને ગીમીકસ અને પબ્‍લીસીટીનું જાણે વળગણ છે. વિરાટ કોહલીએ તેની કસરત કરતો વીડીયો મુકી ઈન્‍ડિયાને ફીટ રહેવાનો સંદેશ આપ્‍યો કે તરત જ મોદીજી ઉત્તેજિત થઈ ગયા અને ટવીટ કરી દીધી પરંતુ આ અગાઉથી ફિકસ થયેલી મેચ હોય તેવું લાગે છે જેથી દેશની જનતાનું ઘ્‍યાન મોંઘવારીથી હટાવી શકાય.
કાશ્‍મીર ભડકે બળી રહ્યું છે. સરકારની માનસિક ફીટનેસના અભાવે એકતરફી આતંકનો ભોગ બની રહ્યું છે તે માટે મોદીજી પાસે ટાઈમ નથી પણ કોહલીની ટવીટ પર રીએકટ કરવા સિવાય બીજું દેશ માટે કઈ કામ ના હોય તેવી નવરાશ દેખાય છે. મોદીજી જાણે છે કે વિરાટ કોહલીનો ચાહક વર્ગ કરોડોમાં છે અને માટે જ એને વટાવી ખાવા મોદીજીએ ટવીટ કરી દીધી. હવે આને કેટલાક ભક્‍તિતરોગથી ગ્રસ્‍ત લોકો મોદીજીએ વિરાટની ચેલેન્‍જ ઉપાડી લીધી એમ કહી પોરસાઈ રહ્યા છે.
સંઘની શાખાઓમાં સૌથી વધુ રમાતી રમત કબ્‍બડી છે. કબ્‍બડીમાં મૂળ ટાંટીયાખેંચમાં જે હોંશીયાર હોય તે જીતે. મોદીજીએ તેમા નિપુણતા હાંસલ કરી છે. કબ્‍બડીને શાખામાંથી રાજકીય મેદાનમાં લઇ આવવાનો શ્રેય મોદીજીને જાય. શંકરસિંહજી, કેશુભાઈ, સંજય જોષી, અડવાણી, જોશી,યશવંતસિંહાથી લઈ અરૂણ શેરી સુધીના કંઈકના ટાંટીયાખેંચી મોદીએ ધોબી પછાડ આપી છે તે સૌ જાણે છે. પરંતુ દેશ કે સંસદ સંઘનો અખાડો નથી એ સમજવાની વડાપ્રધાને જરૂર છે. સંઘની શાખાઓમા સૌથી વધુ રમાતી રમત કબ્‍બડી છે. કબ્‍બડીમાં મૂળ ટાંટીયાખેંચમાં જે હોંશીયાર હોય તે જીતે. મોદીજી એ તેમા નિપુણતા હાંસલ કરી છે.
મોદીજીએ ચેલેન્‍જ ઉપાડવી જ હતી તો ગુજરાતના ચોટીલા પર્વત પર ગણત્રીની મીનીટસમાં દર્શન કરી ઉતરી જનાર રાહુલ ગાંધી સામે ઉપાડવી જોઈતી હતી. મોદીજી રાહુલજીની પાછળ પાછળ ચોટીલા તો ગયા પણ ડુંગર ચઢવાની હિંમત ના કરી શકયા.
દેશના વડાપ્રધાન તરીકે મોદીજી તમારી સામે ઉપાડવા માટે બીજી ઘણી વિરાટ ચેલેન્‍જીસ છે. દેશવાસીઓને વચન મુજબ પંદર લાખ ચુકવવાના બાકી છે, બે કરોડ બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવાની બાકી છે, પાકીસ્‍તાનથી દસ માથાં ઉતારી લાવવાના છે, પાકીસ્‍તાનને એની ભાષામાં શીખ આપવાની અને ચીનને દોકલામમાંથી હાંકી કાઢવાની ચેલેન્‍જ મોઢું ફાડીને મોદીજી તમારી સામે ઉભી છે. ત્‍યારે વિરાટ કોહલીથી આકર્ષાઈ એક સગીર કિશોરની જેમ ઉત્તેજીત થવું એક વડાપ્રધાન તરીકે આપને શોભતુ નથી.
ડોલર સામે ગગડતો રૂપિયા તમારી આબરૂ ગગડાવી રહ્યો છે ત્‍યારે રહી સહી આબરુ બચાવવાની સૌથી મોટી ચેલેન્‍જ તરફ આપ બેઘ્‍યાન છો. રોજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ તમારા વચનની કિંમત પાઈની કરી રહ્યા છે ત્‍યારે ચેલેન્‍જ પાઈ ના થઈ જતાં તમારા રાજકીય ચરિત્રને બચાવવાની છે. અરે તમારી ડીગ્રી જાહેર કરવાની એક સરળ ચેલેન્‍જ ઉપાડતા તમારો પરસેવો છુટી જાય છે ત્‍યારે આ નેટંકી નો કોઈ અર્થ ખરો ?
લાહોરી કેક અને જબાની ફેંકમફેંકથી મોદીજીનું રાજકીય આરોગ્‍ય સારૂ થતું હશે દેશનું આરોગ્‍ય બગડી રહ્યુ છે. આજે પણ દેશમાં કુપોષણ એક પ્રમુખ સમસ્‍યા છે. ત્‍યારે કુપોષીતોની ફીટનેસની ચિંતા કરવાનો માનવીય અભિગમ છોડી પબ્‍લીસીટી કરવા સ્‍ટંટમેનની ભુમિકાની ભાવવાની મોદીજીની તત્‍પરતા શરમજનક છે.
આપના રાષ્ટ્રીય અઘ્‍યક્ષ સહિત આપનું અડધુ મંત્રીમંડળ જ શારીરિક જે ફીટનેસ માંગે છે એ વાત ખરી પણ સૌથી પહેલા આપની પ્રાથમિકતા દેશનું લોકતંત્ર અને સંવિધાન તંદુરસ્‍ત રહે તે હોવી જોઈએ. મોદી આપને માઈક ટાયસન સામે કુસ્‍તી લડવા દેશની જનતાએ સત્તા નથી સોંપી દેશની સુખાકારી માટે સુકાન સોંપ્‍યું છે એ યાદ રહે એ જરૂરી છે.

ભૈ વાહ : અંતે વન વિભાગની ખાલી જગ્‍યાઓ ભરાઈ

ગેરકાયદેસર લાયન શો તેમજ વન્‍ય પ્રાણીની સુરક્ષાને લઈને મીડિયામાં ધમાસાણ શરૂ થતાં સરકાર જાગી
ભૈ વાહ : અંતે વન વિભાગની ખાલી જગ્‍યાઓ ભરાઈ
વન અને વન્‍યપ્રાણીઓની સુરક્ષા અર્થે સરકારનું ઉમદા કાર્ય
ખાંભા, તા.13
ગીર અભ્‍યારણ્‍ય અને તેની આસપાસ સિંહોની સ્‍થિતિ વિશે માઘ્‍યમોમાં પ્રકાશિત થતા અહેવાલો બાદ સરકાર જાગી છે અને ગીર અભ્‍યારણ્‍યમાં ખાલી પડેલ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર (આરએફઓ) અને આસિસ્‍ટન્‍ટ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ (એસીએફ)ની મહત્‍વની જગ્‍યાઓ પર તાત્‍કાલિક અસરથી નિમણૂંકો કરી દીધી છે. ગીર અને સિંહોના સંરક્ષણ માટે આ એક સારૂ પગલુ ગણાશે. કેમ કે, ગીરમાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટની ખાલી પડેલી જગ્‍યાઓ પર નિમણૂંકો કરવા માટે ઘણા લાંબા સમયથી જૂનાગઢ વન્‍ય પ્રાણી વર્તુળ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે ગીર અભ્‍યારણ્‍યમાં છ ખાલી જગ્‍યાઓ પર નવા ચાર રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરોની નિમણૂંક કરી છે.ત્‍યારે હજુ બે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરની જગ્‍યા ખાલી રહી છે. જેમાં ગીર પશ્ચિમ સીડવડી રેન્‍જ અને ગીર પૂર્વમાં દલખાણીયા રેન્‍જ હજુ ખાલી રહી છે. ત્‍યારે જે રેન્‍જમાં નવી નિમણૂંક કરવામાં આવી છે. તેમાં ડેડકડી રેન્‍જ (ગીર પશ્ચિમ), દેવળીયા રેન્‍જ (ગીર પશ્ચિમ), હડાળા રેન્‍જ (ગીર પૂર્વ) અને સાસણ રેન્‍જ (ગીર પશ્ચિમ)નો સમાવેશ થાય છે. આ તમામ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરોને સૂચના આપવામાં આવી છે કે, તેઓએ હાલની જગ્‍યાએથી છુટા થઈ તાત્‍કાલિક નવી બદલી વાળી જગ્‍યાએ ચાર્જ સંભાળી લેવો.
આ સિવાય આસિસ્‍ટન્‍ટ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ (એસીએફ)ની ગીરમાં ખાલી પડેલી જગ્‍યાઓ પર નવી નિમણૂંકો કરવામાં આવી છે. જેમાં પોરબંદર ખાતે ફરજ બજાવતા એસીએફ ડી.જે. પંડયાને બદલીને વિસાવદર (ગીર, પશ્ચિમ) ખાતે નિમણૂંક કરવામાં આવી છે. મરીન નેશનલ પાર્ક (જામનગર)ના એસીએફ એચ.જે. ઠકકરને ધારી (ગીર, પૂર્વ)ના એસીએફ તરીકે મૂકવામાં આવ્‍યા છે. એ જ રીતે ખંભાળીયા ખાતે એસીએફ તરીકે ફરજ બજાવતા નિકુંજસિંહ પરમારને ઉના (ગીર, પૂર્વ)ના એસીએફ તરીકે મૂકવામાં આવ્‍યા છે.
ગીર અભ્‍યારણ્‍યમાં ખાલી પડેલ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરમાંથી ચાર નવા રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરો અને ત્રણ સહાયક વન સંરક્ષકોની ખાલી જગ્‍યા ભરાતા સ્‍થાનિક વન વિભાગની કામગીરી સારીરીતે આગળ વધી શકશે. થોડા દિવસો પહેલા અગ્ર મુખ્‍ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્‍ટ ફોર્સીસ જી.કે. સિન્‍હા, વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારી ગીર દોડી ગયા હતા અને વણસતી પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો.
આ સમયે વન અધિકારીઓએ સ્‍થાનિક લોકો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના લોકો, વન્‍યપ્રેમી લોકોને સાંભળ્‍યા હતા અને સિંહોના સંરક્ષણ મામલે સરકાર ગંભીર છે એમ જણાવ્‍યું હતું. ગીર અભ્‍યારણ્‍યની આસપાસ રેવન્‍યુ વિસ્‍તારમાં ગેરકાયદે લાયન શોના કિસ્‍સાઓથી વન્‍યપ્રેમીઓ ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને, બાબરીયા રેન્‍જમાંથી પકડાયેલા આરોપીઓ પાસેથી જે વીડિયો કલીપ્‍સ મળી તેનાથી લોકો સ્‍તબ્‍ધ થઈ            ગયા છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, ગીરમાં સિંહોના વધી રહેલા અકુદરતી મૃત્‍યુને લઈને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે પણ ચિંતા વ્‍યકત કરી છે અને થોડા દિવસો પહેલા જ સુઓમોટો પિટીશન દાાખલ કરી છે. છેલ્‍લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્‍યુ પામ્‍યા છે. 184 સિંહોના મૃત્‍યુમાંથી 3ર સિંહોના મૃત્‍યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્‍નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્‍યુનો સ્‍વીકાર કર્યો છે. ર01પમાં થયેલી સિંહોની ગણતરી મુજબ ગીરમાં કુલ પર3 સિંહો છે.

વિજયાનગરની સીમમાં આવેલ વાડીમાંથી રૂા. 11રપ0નાં મુદ્યામાલની ચોરી

ઝટકા મશીન, બેટરી, સોલાર પ્‍લેટ વિગેરે વસ્‍તુ ચોરાઈ ગઈ
અમરેલી, તા. 13
સાવરકુંડલા તાલુકાનાં વિજયાનગર ગામે રહેતાં પરશોતમભાઈ ઉર્ફે દાસભાઈ પોપટભાઈ પડસાળાની મોટા જીંજુડા જવાના રસ્‍તે આવેલ વાડીમાંથી કોઈ અજાણ્‍યા ઈસમો વાડીની ઓરડીનો દરવાજો ખોલી તેમાં રાખેલ ઝટકા મશીન, બેટરી, સોલારપ્‍લેટ, કિંમત રૂા. 10 હજાર, તથા ઓરડીની બહાર સુતેલા પોપટભાઈનાં ઓશીકા નિચે રાખેલ મોબાઈલ ફોન, કિંમત રૂા.1 હજારનો, તથા ચાયનાની બેટરી કિંમત રૂા.રપ0ની મળી કુલ રૂા.11રપ0નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.

વંડા ગામની સીમમાં છુપાવવામાં આવેલ વિદેશી દારૂ ઝડપાયો

અમરેલી, તા.13
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા અને મેવાસા જવાના રસ્‍તે વાડી ખેતર ધરાવતા ધીરૂભાઈ ભાણભાઈ ખુમાણની વાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-ર1 કિંમત રૂા. 6300ની બાતમીના આધારે પોલીસે ઝડપી લીધી હતી. જયારે આ કામે ઘનશ્‍યામ ધીરૂભાઈ ખુમાણ વાડીએ હાજર નહીં મળી આવતા તેમની શોધખોળ આદરી છે.

બગસરામાં ભરડીયામાં રહેલ વિદેશી દારૂની 16 બોટલ ઝડપાઈ

અમરેલી, તા. 13,
બગસરા ગામે પોસ્‍ટ ઓફિસ સામે રહેતા દીનદાર ઉર્ફે દિનેશ સદરૂદીનભાઈ નામના શખ્‍સે પોતાના ઈન્‍ડિયા કવોરી ભરડીયામાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-16 કિંમત રૂા. 4800ની અમરેલી એલ.સી.બી. ને બાતમી મળતા ઝડપી લીધી હતી. જયારે આરોપીઓ હાજર નહીં મળી આવતા તેમની શોધખોળ આદરી છે.

લ્‍યો બોલો : બગસરાનાં એસ.ટી. ડેપોમાં તીનપત્તીનો જુગાર રમાતો હતો

અમરેલી, તા.13
બગસરા ગામે અમરાપરા વિસ્‍તારમાં રહેતા જયસુખ પુનાભાઈ, કિરીટ કિશનભાઈ તથા હિતેશ રમેશભાઈ બોરીચા ગઈકાલે સાંજના સમયે બગસરા ગામે આવેલ એસ.ટી. ડેપોમાં જાહેરમાં પૈસા પાના વડે જુગાર રમતાં હોય, બગસરાના પોલીસે દરોડો કરી ર ઈસમોને રોકડ રકમ રૂા. 1ર10ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે 1 શખ્‍સ નાશી જતાં તેમની શોધખોળ આદરીછે.

વીરડી ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

પોલીસે પટ્ટમાંથી રોકડ રકમ રૂા.1130ની મત્તા કબ્‍જે લીધી
અમરેલી, તા. 13
સાવરકુંડલા તાલુકાનાં વિરડી ગામે રહેતાં કનુભાઈ રાયમલભાઈ વાઘેલા, સુરેશ જેરામભાઈ વાઘેલા, કાંતીભાઈ કાળુભાઈ ડાભી, દેવા કાળુભાઈ ડાભી વિગેરે 7 ઈસમો જાહેરમાં પૈસા વડે તીનપત્તીનો જુગાર રમતાં હોય, વંડા પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.1130ની મતા સાથે ઝડપી લીધા હતા જયારે દરોડા દરમિયાન તે જ ગામે રહેતાં જાદવ પાંચાભાઈ રાજાસરા, જગદિશ પોપટભાઈ ગોહિલ તથા મુન્‍ના વેલજીભાઈ રાજાસરા નાશી ગયા હતા.

બાબરાનાં ત્રંબોડા ગામે જુગટુ ખેલતાં 6 ખેલંદાઓને પોલીસે ઝડપી લીધા

1 બાજીગર નાશી જતાં શોધખોળ શરૂ કરાઈ
અમરેલી, તા. 13
બાબરા તાલુકાનાં ત્રંબોડા ગામે રહેતાં વિશાલ સંજયભાઈ સોલંકી, ધનુ હરેશભાઈ સોલંકી, મુન્‍ના મુળુભાઈ સોલંકી, મેહુલ ધીરૂભાઈ, હરેશ વીહાભાઈ તથા વિક્રમ ભનુભાઈ વિગેરે આજે બપોરે ત્રંબોડા ગામે પાના-પૈસા વડે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોય, બાબરા પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.પ180 તથા મોબાઈલ ફોન નંગ-પકિંમત રૂા.રપ00 મળી કુલ 7680 સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જયારે જયેશ વલ્‍લભભાઈ નામનો ઈસમ નાશી ગયો હતો.

અમરેલીમાંથી 8 વર્ષથી નાશતા ફરતા આરોપીને દબોચી લેવાયો

અમરેલી, તા.13
એલ.સી.બી. ટીમ અમરેલી ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્‍યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી બસ સ્‍ટેન્‍ડની સામે સિવિલ હોસ્‍પિટલ પાસે એક શકમંદ ઈસમ આટાફેરા કરતો હોય, જેને બોલાવી પુછપરછ કરતા પોતે ગલ્‍લા-તલ્‍લા કરવા લાગેલ, વધુમાં પુછતા પોતે પોતાનું નામ સંજયભાઈ ઉર્ફે બાલો વાલજીભઈ રૂડાણી (ઉ.વ.3પ) રહે. તોરી, તા. વડિયા વાળો હોવાનુંજણાવેલ અને જે બાબતે ઉંડાણપુર્વક તપાસ કરતા પોતે સા.કુંડલા તાલુકા પોલીસ સ્‍ટેશનના આઈ.પી.સી. કલમ-363, 366 ના ગુન્‍હામાં છેલ્‍લા અઠેક વર્ષથી નાસતો ફરતો આરોપી હોય જેને પકડી પાડી તેના વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન હવાલે કરવામાં      આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે. ગૌસ્‍વામી, પો.સ.ઈ. એ.વી. સરવૈય તથા એલ.સી.બી. સ્‍ટાફના પ્રફુલભાઈ જાની, ભરતબાપુ ગૌસ્‍વામી, કે.સી. રેવર, હિંગરાજસિંહ ગોહિલ, કિશનભાઈ હાડગરડા, સંજયભાઈ મકવાણા, મયુરભાઈ ગોહિલ, ભગવાનભાઈ ભીલ, જીતભુાઈ બગડા, તુષારભાઈ પાંચાણી, અજયભાઈ સોલંકી વિગેરેએ કરેલ છે.

આલેલે : અમરેલીનાં મોટા આંકડીયાનાં તલાટી મંત્રી અઠવાડીયામાં ર દિવસ ફરજ બજાવે છે

આલેલે : અમરેલીનાં મોટા આંકડીયાનાં તલાટી મંત્રી અઠવાડીયામાં ર દિવસ ફરજ બજાવે છે
સરપંચે તલાટી મંત્રીની ગેરહાજરી સામે આંદોલનની ચીમકી આપી
અમરેલી, તા. 13
મોટા આંકડીયા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી એચ. ડી. વાજા રાજકોટથી મોટા આંકડીયા મુકામે અપડાઉન કરે છે. તેમજ અઠવાડીયામાં માત્ર બે દિવસ બપોરનાં 3 થી પ સુધી જ ગ્રામ પંચાયત કચેરી ખોલે છે. મોટા આંકડીયા ગામ અમરેલી તાલુકાનું બીજા નુબરનું વસ્‍તી અને વિસ્‍તારની દ્રષ્‍ટિએ મોટું ગામ હોય હાલ પાક ધિરાણ તેમજ વિદ્યાર્થીઓને નવા શાળાકીય સત્રનો પ્રારંભ થતો હોય અરજદારો તથા વિદ્યાર્થીઓને ખુબ પરેશાન થવુ પડે છે. આ બાબતે ગ્રામ પંચાયતની ગવર્નીગ બોડીએ અવાર-નવાર આવા ઉઘ્‍ધત/પેધી ગયેલ તલાટી મંત્રીને બદલી કરી આપવા જીલ્‍લા વિકાસ અધિકારીને રજૂઆત કરેલ છતાં કોઈપણ પગલા લેવામાં આવતા ન હોય આ તલાટી મંત્રીની બદલી કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં મોટા આંકડીયા ગામ ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની તૈયારીમાં છે તેવું સરપંચ રમેશભાઈ બાવીશીની યાદીમાં જણાવેલ છે.

અમરેલીની મહિલાનું ઈલેકટ્રીક શોર્ટ લાગવાથી કમકમાટીભર્યુ મોત

અમરેલી, તા. 13
અમરેલીનાં ચોરાપા વિસ્‍તારમાં રહેતાં સરોજબેન અશોકભાઈ સેદાણી નામનાં પર વર્ષિય મહિલા આજે સવારે પોતાના ઘરે હતા અને ભીના હાથે તથા ભીના કપડા હોય, ત્‍યારે વજનકાંટાની ઈલેકટીંક પીન કાઢવા જતાં તેમને અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતા તેમનું ગંભીર ઈજા થવાથી મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા  પામેલ છે.

રાજુલાની દાંતરડી ગામની યુવતીએ સુરત જવાની મંજુરી ન મળતાં ગળાફાંસો ખાઈ લીધો

અમરેલી, તા. 13
રાજુલા તાલુકાનાં દાંતરડી ગામે રહેતી મનિષાબેન ગાંડાભાઈ ભીલ નામની 18 વર્ષિય યુવતીને સુરત જવું હોય, પરંતુ તેણીનાં પિતાએ સુરત જવાની ના પાડતાં તેણીને લાગી આવતા ગઈકાલે સવારે પોતાના ઘરે પ્‍લાસ્‍ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ગાંડાભાઈ ભગવાનભાઈ ભીલે ડુંગર પોલીસમાં જાહેર કર્યુ છે.

જસવંતગઢ ગામ પંચાયતમાં લાખો રૂપિયાનું કૌભાંડ ?

મોબાઈલ ટાવરનાં રૂપિયા પાંચ લાખ જેવી રકમ ઘરભેગી કરી દીધી
જસવંતગઢ ગામ પંચાયતમાં લાખો રૂપિયાનું કૌભાંડ ?
તાલુકા પંચાયતનાં પૂર્વ સદસ્‍ય બાબુભાઈ માંગરોળીયાએ ટીડીઓને ફરિયાદ કરી
અમરેલી, તા. 13
અમરેલી તાલુકાનાં ટીંબા-જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્‍ય ર્ેારા જસવંતગઢ ગામે વોડાફોન કંનીનો મોબાઈલ ટાવર આવેલ છે. જે ટાવરનાં ઈન્‍સ્‍ટોલેશન/ ટેક્ષની રકમનો ચેક રૂા. 4,9પ,000 ગ્રામ પંચાયત કચેરી ટીંબા-જસવંતગઢના નામનો ચેક અપાયેલ હતો. જે ચેક સરપંચ તથા અન્‍ય સભ્‍ય ર્ેારા અમરેલી ખાતેની એચ.ડી.એફ.સી. બેંકમાં ટીંબા-જસવંતગઢ ગ્રામ પંચાયતના નામનું ડમી એકાઉન્‍ટ ખાતા નં. પ0100રર9ર06પ41 નું ડમી એકાઉન્‍ટ ખોલી આ આવેલ રકમ બારોબાર વિવિધ પાર્ટીનાં નામે તથા સેલ્‍ફથી ઉપાડેલ છે. જે મને મળેલ માહિતી અધિકાર અન્‍વયે માંગવામાં આવેલ માહિતી તપાસતા ગ્રામ પંચાયતનું આવું કોઈ ખાતું છેલ્‍લા એક વર્ષમાં ખુલેલ નથી. તેમજ છેલ્‍લા છ માસનાં આવકનાં પત્રકો તપાસતા આવી કોઈ રકમ છેલ્‍લા છ માસમાં ગ્રામ પંચાયતમાં જમા થઈનથી. તેમજ એચ.ડી.એફ.સી. બેંક ર્ેારા સભ્‍યને અપાયેલ બેંક સ્‍ટેટમેન્‍ટની નકલ જોતા આ કામમાં આ પંચાયતમાં સરપંચ તથા સદસ્‍ય ર્ેારા ઉચાપત થયેલ હોય તેવું માહિતી અધિકાર માહિતી પરથી સ્‍પષ્‍ટ પણે પુરવાર થતુ હોય આ અંગે તાત્‍કાલીક આપની કક્ષાએથી ઘટીત તપાસ કરાવી કસુરવારો સામે પોલીસ ફરિયાદ તેમજ હોદ્યેદાર ઉપરથી દૂર કરવાનીકાર્યવાહી કરવા વિનંતી કરેલ છે.
વધુમાં જણાવવાનું કે પ્રવર્તમાન સરકારના નોટીફિકેશન/ પંચાયત ધારાની જોગવાઈમાં ફેરફાર કરી સેક્રેટરી (ત.ક.મ.)ની સહિ ફરજીયાત તેમજ સરપંચ/સદસ્‍ય બે પૈકી એકની સહિથી નાણાકિય વ્‍યવહાર કરવા ગુજરાત સરકાર ર્ેારા નોટીફિકેશન બહાર પાડેલ છે. જેનો પણ આ કામમાં ભંગ કરેલ છે. તેમજ ગ્રામ પંચાયતનું બેંક એકાઉન્‍ટ ખોલતા પૂર્વે ગ્રામ પંચાયતનો ઠરાવ અને તે ઠરાવ ઉપર તાલુકા વિકાસ અધિકારી ર્ેારા પ્રતિ સહિ કરી ખાતુ ખોલવામાં આવતુ હોય છે. જે તમામ નીતિ નિયમોનો ભંગ કરી બેંક એકાઉન્‍ટ ખોલી આ આવેલ રકમની ઉચાપત કરવામાં આવેલ છે. તેમજ આ ગ્રામ પંચાયતનું ખાસ સ્‍પેશ્‍યલ ઓડીટ નિમવામાં આવે તો અન્‍ય કેટલાય ભ્રષ્‍ટાચારના પુરાવાઓ મળી શકે તેમ છે. તો આ અંગે તુરંતમાં તપાસની કાર્યવાહીકરવા તાલુકા પંચાયતનાં પૂર્વ સદસ્‍ય બાબુભાઈ માંગરોળીયાએ ટીડીઓને પત્ર પાઠવીને માંગ કરીછે.

ડેડાણમાં પીવાના પાણીની સમસ્‍યાને લઈને મહિલાઓમાં નારાજગીનો માહોલ

ડેડાણ, તા.13
ખાંભા નજીક આવેલ ડેડાણમાં ભરઉનાળે પીવાના પાણીની સમસ્‍યાને લઈને મહિલાઓમાં નારાજગીનો માહોલ ઉભો થયોછે.
ગામની મહિલાઓએ રોષભેર ગામ પંચાયતમાં હલ્‍લાબોલ કરતાં અને બનાવની જાણ થતાં ધારાસભ્‍ય અંબરીશ ડેર દોડી ગયા હતા અને તાત્‍કાલિક પાણીની સમસ્‍યા દૂર કરવા જરૂરી આદેશો કર્યા હતા.

‘‘માઁ મોગલ” વિરૂઘ્‍ધ અભદ્ર ટિપ્‍પણી કરનાર સામે રોષ

ચારણ-ગઢવી-આહીર-માલધારી-ક્ષત્રિય સહિત અઢારેય વર્ણનાં પૂજનીય
‘‘માઁ મોગલ” વિરૂઘ્‍ધ અભદ્ર ટિપ્‍પણી કરનાર સામે રોષ
અમરેલી, લાઠી સહિતનાં શહેરોમાં રોષભેર આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યા
અમરેલી, તા. 13
જયારથી સોશ્‍યલ મીડિયા સક્રીય બન્‍યુ છે. ત્‍યારથી, અમુક લેભાગુ શખ્‍સો પુજનીય વ્‍યકિત કે દેવી-દેવતાઓ વિરૂઘ્‍ધ અભદ્ર ટિપ્‍પણી કરીને સમાજમાં અરાજકતાનો માહોલ ઉભો કરવાનો હીનપ્રયાશ કરી રહૃાાં હોય તે બાબતે અતી ગંભીર છે.
દરમિયાન કોઈ શખ્‍સોએ અઢારેય વર્ણનાં પુજનીય ભભમાઁ મોગલભભ વિષે અભદ્ર ટિપ્‍પણી કરતાં ઠેક-ઠેકાણે રોષનો માહોલ ઉભો થયો છે. અમરેલી, લાઠી, સહિતના શહેરોમાં રોષભેર આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે, ગયા સપ્‍તાહમાં ફેસબુક પર અમુક ટીખ્‍ખળખોર શખ્‍સો દ્વારા ચારણ ગઢવી, આહીર, માલધરી, ક્ષત્રિય સમાજ, મોગલ છોરૂં, તથા અઢારેય વર્ણના પરમ પુજનીય આઈશ્રી મોગલ માઁ વિશે એલફેલ અભદ્ર ટિપ્‍પણીઓ ફેસબુકના માઘ્‍યમથી ચલાવતું ગૃ્રપ ભભઆપના અડ્ડાભભમાં કરવામાં આવી હતી. જેમા 1) મનીશ મંજુલબેન ભારતીય, ર) સદામ માલિક, 3) રાહુલ રાવન, 4) રવિન્‍દ્ર ભારતીય, પ) કૃણાલ પરમાર, 6) અલ્‍પેશ મોઝીલા, 7) અમાનુષ વર્મા, 8) દિનેશ બોદ્વ, 9) મિતલ મરવાણા, 10) વિજય પરમાર, 11) અરૂણ પટેલ, 1ર) રૂશાંગબોરીસા, 13) સુનિલ… વિગેરે નામના શખ્‍સો દ્વારા સમસ્‍ત હિન્‍દુ સમાજના ઘણી કોમ જ્ઞાતીના લોકો આઈ શ્રી મોગલ માઁ ને પુજે છે. આ આવા તત્‍વોએ પોતાની સસ્‍તી પ્રસિદ્ધી માટે તમામની ધાર્મિક આસ્‍થા અને લાગણી દુભાવી છે. તેમણે આવું કરીને બે કોમ સમાજ વચ્‍ચે વૈયમનસ્‍ય અને ખટરાગ પૈદા કરી કાયદાનું ઉલ્‍લંઘન કરેલ છે. કે જેમાં આઈ.ટી.એકટ અને પીનલ કોડ મુજબના ગુના આચરેલ છે.
વધુમાં જણાવેલ છે કે, આવા અસામાજીક તત્‍વો દ્વારા બે સમાજમાં અંદરો-અંદર ઝઘડા કરાવવા અને વર્ગવિગ્રહ ઉભો કરવાના પ્રયત્‍નો કરવામાં આવે છે. જો આવા તત્‍વોને અત્‍યારથી નહીં રોકવામાં આવે તો ભવિષ્‍યની પેઢીને નુકશાન કરી શકે છે. ગુજરત રાજયની હાલની પરિસ્‍થિતિ જોતા તાત્‍કાલીક અસરથી ગુનેગારોને ઝડપી કડક કયદા પ્રમાણે સજા કરી સમાજમાં દાખલો બેસાડવા, જો આ બાબતે દિવસ – 7માં કોઈ નક્કર પગલા નહી ભરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા પ્રેરાશું જેની  સઘળી જવાબદારી સરકારને રહેશે. કોઈ પુરાવા રજુ કરવાની આવશ્‍યકતા નથી. તેમ જણાવવામાં આવેલ છે.

ખારાની ખોડીયારે પૂ. મોરારિબાપુનીપધરામણી

વરસડા-કેરીયા વચ્‍ચે જંગલમાં મંગલ ‘માં ખોડીયાર’ જયાં બેહણા છે એવા અનેક પરચા આપનાર ‘ખારાવાળી ખોડીયાર’ રાજબાઈમાનાં આંગણે વિશ્‍વપ્રસિઘ્‍ધ સંત શિરોમણી રામાયણ જ્ઞાતા પ.પૂ. મોરારિબાપુ સાચા અર્થમાં અતિથિ બની રાજબાઈમા અને સોનલમા સાથે ધર્મ ચર્ચા કરી ભારે પ્રસન્‍નતા દાખવી. આવા મહાન બાપુ જંગલમાં ચારણ્‍ય માની ક્ષેમકુશળ પૂછવા આવતા માં વિહવળ બની ગયા. અમરેલી એકસપ્રેસના વાચકોને ખારાવાળી ખોડીયાર વિષે અમે વિસ્‍તૃત માહિતી આપેલ. 1ર0 વર્ષના માં યાત્રાળુઓને હાથે બનાવેલ લાપસીનો પ્રસાદ હરખે અર્પણ કરે છે. બ્રાહ્મણ પરિવાર તરફથી કોઈ દાન-ભેટ સ્‍વીકારતા નથી. તેમના ભત્રીજા લોક સાહિત્‍યકાર ભાણકુભાઈ ગઢવી પરિવાર સાથે માની સેવારત છે. પૂજય બાપુ આવા કલાકારને ભારે પ્રોત્‍સાહિત કરી પોતાની વિદેશની કથાઓમાં પણ નિમંત્રીત કરે છે. આ મિલન પ્રસંગે ભાણકુભાઈ ગઢવી તેના હોનહાર પુત્ર કલાકાર રણવીર ગઢવીએ પૂજય બાપુ સમક્ષ લોકસાહિત્‍ય રજૂ કરી પૂજય બાપુની શાબાશી મેળવી. આ કાર્યક્રમ યુ ટયૂબ ઉપર જોઈ શકાશે. છેવાડાના કે જંગલમાં નિવાસ કરનાર કોઈપણ વ્‍યકિતના ખબર અંતર પૂછી તેની મુશ્‍કેલીની વાત જાણવી તે પૂજય બાપુનો કરૂણ સ્‍વભાવ છે.

દેવરાજીયામાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા વિનામૂલ્‍યે નોટબુક વિતરણ

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) નું નામ હવે અમરેલીના નગરજનો માટે અજાણ્‍યું નથી. આ નમ સાથે લોકોનો વિશ્‍વાસનો નાતો જોડાયો છે. અમરેલી જિલ્‍લામાં રાહત દરેવિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી નોટબુક મળી રહે તે માટે લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા દોઢ લાખથી વધુ નોટબુક તૈયાર કરવામાં આવી હતી. દોઢ લાખ નોટબુકનું રાહરતદરે વિતરણ કર્યા બાદ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) ના સદસ્‍યો અને શિક્ષણપ્રેમી દાતાઓએ પ્રાથમિક શાળાઓની પસંદગી કરીને વિનામૂલ્‍યે નોટબુક વિતરણ કરવાનું બીડુ ઝડપ્‍યું છે. વિનામૂલ્‍યે નોટબુક વિતરણ કાર્યક્રમનો શુભારંભ અમરેલી જિલ્‍લાના દેવરાજીયા ગામમાંથી કરવામાં આવ્‍યો હતો. આ નોટબુક વિતરણના આર્થિક સહયોગી તરીકેની જવાબદરી લાયન્‍સ સદસ્‍ય કૌશિકભાઈ વેકરીયાએ લીધી હતી. આજરોજ તા.13/6 ના રોજ દેવરાજિયા પ્રાથમિક શાળામાં દરેક વિદ્યાર્થીને ધોરણ અનુસાર જરૂરીયાત મુજબ નોટબુક આપવામાં આવી હતી. આ શાળામાં 1પ00થી વધુ નોટબુક ભેટમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોવલિયા, કૌશિકભાઈ વેકરીયા, દિનેશભાઈ કાબરિયા, રિતેષભાઈ સોની, સહજાનંદભાઈ સરખેલિયા, શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત ગ્રામજનો હાજર રહયાં હતા.

અમરેલીનાં સાંસદ દ્વારા ‘સંપર્ક સે સમર્થન’ કાર્યક્રમ યોજાયો

કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્‍દ્ર સરકારે યશસ્‍વી 4 વર્ષ પુરા કર્યા. જેના અનુસંધાને કેન્‍દ્ર સરકારે કરેલ કામગીરીની વાત વિવિધ ક્ષેત્રના બૌઘ્‍ધિકો અને પ્રબુઘ્‍ધ નાગરીકો સુધી પહોંચાડવાનું એક અભિયાન સમગ્ર દેશમાં ભાજપે આરંભ્‍યું છે. આ અભિયાનના ભાગ રૂપે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ અમરેલીના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની રૂબરૂ મળી મુલાકાત કરી હતી. નારણભાઈની સાથે આ મુલાકાતમાં પુર્વ જિલ્‍લાભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ અગ્રણી ર્ડા. ભરતભાઈ કાનાબાર જોડાયા હતા. આ અભિયાનના ભાગ રૂપે સાંસદ નારણભાઈએ કમાણી સાયન્‍સ કોલેજના પૂર્વ પ્રિન્‍સીપાલ એચ.એલ. પટેલ, અગ્રણી શિક્ષણ શાસ્‍ત્રી કિશોરભાઈ મહેતા, અમરેલીના સીનીયર ફિઝીશ્‍યન, ર્ડા. એન.એન. દેસાઈ, પ્રખ્‍યાત બાળ રોગ નિષ્‍ણાંત, ર્ડા. એસ.આર. દવે, સીનીયર ધારાશાસ્‍ત્રી બિહારીભાઈ ગાંધી તથા અમરેલીના કલાર્મ ગણાતા એવા મોમેન્‍ટો કીંગ વિઠલભાઈ બાંભરોલીયાની મુલાકાત લીધી હતી. અભિયાનના બીજા દીવસે સાંસદ નારણભાઈ કાછડીયા અને ર્ડા. કાનાબારે અમરેલીના દૈનિકોના તંત્રીઓ અમરેલી એકસપ્રેસના મનોજભાઈ રૂપારેલ તથા મિલાપભાઈ રૂપારેલ અને સંજોગ દૈનિકના સુરેશભાઈ દેસાઈની મુલાકાત લઈ તેમને કેન્‍દ્ર સરકારની 4 વર્ષની કામગીરી વિશે માહિતગાર કર્યા અને જરૂરી સાહિત્‍ય પણ આપેલ.

રાજુલામાં ભૂમાફીયાઓ વિરૂદ્ધ ચાલતા આંદોલનનાં પ0 દિવસ પૂર્ણ

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા પ0 દિવસથી જીએચસીએલ કંપની અને ભૂમાફીયાઓના કબ્‍જામાંથી મુકત કરવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહયા છે. લોકો ભૂખ્‍યા અને તરસ્‍યા ન્‍યાય માટે ઝઝુમી રહયા છે છતાં પણ સરકારને લોકોની કોઈ ચિંતા જ ના હોય તેમ કાંઈ પગલા નથી લઈ રહી. બહેનોએ તેમના ભાઈ નરેન્‍દ્ર મોદીને ર000 જેટલા પોસ્‍ટ કાર્ડ લખ્‍યા છે. હવે જોવાનું એ રહયું કે વડાપ્રધાન તેમની બહેનોને ન્‍યાય અપાવવા ગુજરાત આવે છે કે પછી ફકત ચૂંટણી સમયે જ આવે છે ? તેવી લોક ચર્ચા થઈરહી છે ? તેમજ આંદોલનકારીઓ પીપાવાવ ધામથી રાજુલા પ્રાંત કચેરી સુધી પદયાત્રા કરી સરકાર સામે રોષ વ્‍યકત કરશે. 14 કિલોમીટરની પદયાત્રા કરશે. પીપાવાવ ધામના ગામજનોને ન્‍યાય મળે તે માટે ગુજરાત જન ચેતના પાર્ટી દ્વારા મનુભાઈ ચાવડાની આગેવાનીમાં દાહોદ જિલ્‍લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્‍યું હતું. આંદોલન છાવણીની મુલાકાત લેતા ગારિયાધારના સામાજિક કાર્યકર્તા રાજુભાઈ બારૈયા, માલકનેશના ઉપસરપંચ હસમુખભાઈ શિયાળ, કનુભાઈ, અશોકભાઈ ભાલીયા, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા, મધુભાઈ સાંખટ સહિતના લોકોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા અને દિવસના અંતે આંદોલનકારીઓ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

બાબરામાં ‘‘મેહુલ સેલ્‍સ એન્‍ડ સર્વિસ”નો દ્વિતીય ગ્રાહક સ્‍નેહમિલન સમારોહ યોજાયો

બાબરામાં મેહુલ સેલ્‍સ એન્‍ડ સર્વિસનો દ્વિતીય ગ્રાહક સ્‍નેહ મિલન સમારોહનું ભવ્‍ય આયોજન શોરૂમના માલિક ગાંડુભાઈ રાતડીયા અને મેહુલભાઈ રાતડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. પૂજય ઘનશ્‍યામદાસ બાપુની નિશ્રામાં અને તેમના આશિર્વચનની સાથે અહીં જલારામ બાપાના મંદિરે ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમરેલી, રાજકોટના વિવિધ કંપનીના ડિસ્‍ટ્રીબ્‍યુટર, માર્કેટીંગ એકજયુટિવ તેમજ સ્‍થાનિકઆગેવાનો અને બહોળી સંખ્‍યામાં મેહુલ સેલ્‍સના ગ્રાહકો ઉપસ્‍થિત રહયા હતા. મેહુલ સેલ્‍સ એન્‍ડ સર્વિસ દ્વારા આ બીજા ગ્રાહક સ્‍નેહમિલનના અવસરે શહેરની વિવિધ સેવાકીય સંસ્‍થાઓને સન્‍માનીત કરી પ્રોત્‍સાહિત કર્યા હતા. જેમાં પક્ષી બચાવ સમિતિ, જીવદયા પરિવાર, માનવસેવા ગૃપ, વોલયન્‍ટીયર ગૃપ, ગોરક્ષા ગૃપ સહિત બાબરા શહેરની વ્‍યકિત પ્રતિભાનું પણ આ તકે રાતડીયા પરિવાર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં બેંજો વાદક હિતેશગીરી, તબલા ઉસ્‍તાદ નયન અગ્રાવત, નફિસમીર, ડો. સાકીર વ્‍હોરા, હેતલ હાટગરડા, દીપકભાઈ દવે સહિતની વ્‍યકિત પ્રતિભાઓનું પુષ્‍પહાર, સાલ અને સન્‍માનપત્ર આપી રાતડીયા પરિવાર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ખોડાભાઈ રાતડીયા, વિરમભાઈ, લીંબાભાઈ, બાબુભાઈ કારેટીયા, શોકતભાઈ ગાંગાણી સહિતના સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પ્રકાશભાઈ દવે દ્વારા કરવામાં આવ્‍યું હતું.

14-06-2018