Main Menu

Wednesday, June 13th, 2018

 

અમરેલી જિલ્‍લાની દીકરીઓને ભણવું છે પણ બસની વ્‍યવસ્‍થા નથી

રાજય સરકારે એસ.ટી.ની સુવિધા વધારવી જરૂરી
અમરેલી, તા.1ર
ગુજરાત સરકાર શિક્ષણ ઉપર ખાસ ભાર આપી રહી છે. ખખડધજ હાલતમાં દોડતી એસ.ટી.બસો ત્રાસદાયક છે. કિ.મી. પુરા થઈ ગયેલી બસ દોડાવાઈ  રહી છે. ત્‍યારે સરકારમાં બેઠેલા લોકોને પગાર વધારવામાં જ રસ છે. પ્રજા હિતનાં નિર્ણયો લેવાય છે. પણ અમલ કરાતો નથી તે દુઃખદ છે.
એસ.ટી.ની સામે ખનગી બસો સમયસર અને મુસાફરો કહે ત્‍યાં ઉભી રાખે છે. સરકારની દાનત સફ નથી. જેમ કે રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં કોઈ લક્ષ્યાંક હોતો નથી. જયારે ખાનગી બેંકોમાં લક્ષ્યાંકને ઘ્‍યાનમાં રાખીને પ્રગતિ સાથે નફો કરતી હોય છે.
ગુજરાતના ગામડાઓ એસ.ટી.સેવાથી વંચીત છે ને સરકાર ડંફાશ જીકે છે. ગામડાઓની દિકરીઓને અભ્‍યાસ કરવો છે. એસ.ટી.પાસ હોય છે. પણ બસ નથી શું આ છે. ગુજરાત સરકારની સિઘ્‍ધિ !!! વાહન વ્‍યવહાર મંત્રીને ગામડાઓ ભાંગે તેમા રસ છે તેવું લોકોમાં ચર્ચાઈ રહહયું છે.
ત્‍યારે મુખ્‍યમંત્રીએ દરેક ગામડાઓને એસ.ટી.સેવા મળે તેવા કડક નિર્દેશ આપવા જોઈએ તેવી રજુઆત પણ સરકારમાં કરવામાં આવી છે.

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો નીલગાયનાં ત્રાસથી ત્રાહીમામ

લોહીપાણી એક કરીને તૈયાર થતાં પાકને ખુંદી નાખે છે
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો નીલગાયનાં ત્રાસથી ત્રાહીમામ
ખેડૂત વન્‍ય પ્રાણીની હત્‍યા કરે તો તેને આકરી સજા અને વન્‍ય પ્રાણીથી ખેડૂત આત્‍મહત્‍યા કરે તો જવાબદારી કોની
અમરેલી, તા. 1ર
ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીએ રાજય સરકારને નીલગાયની સમસ્‍યાથી મુકત કરાવવા માંગ કરી છે.
તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, દુબળા ને બે જેઠ મહિના હોઈ એવી કાઠિયાવાડમાં કહેવત છે જે ખરેખર મારા જેવા અસંખ્‍ય ખેડૂતો સરકારની સિસ્‍ટમનો ભોગ બન્‍યા છે. ગુજરાતના અમરેલી જિલ્‍લામાં રોજ અને ભૂંડનો એટલો બધો ત્રાસ છે કે ખેડૂત પોતાની વ્‍યથા કોઈને કહી શકતો નથી અને ખેડૂત જો પોતાના જીવને બચાવવા અને પોતાનાને આત્‍મહત્‍યા કરવાનો કોઈ વારો ન આવે એટલા માટે કોઈ હકારાત્‍મક પગલાં લેશે તો વનવિભાગવાળા અને સરકાર બન્‍ને થઈને ખેડૂતોને જીવવા દેતા નથી. એક બાજુ રોજડા અને બીજી બાજુ રોજડા સરકારના પાલતું વનવિભાગની વચ્‍ચે આજ ખેડૂતોને આત્‍મહત્‍યા કરવા સિવાય કોઈ રસ્‍તો રહેતો જ નથી. આ ર0 વીઘાના મલેશિયમ નિમ ગયા વર્ષે રોપણી કરી હતી જે પહેલી વખત પીજીવીસીએલનાં ધાંધીયાના હિસાબે બળીને ખાખ થઈ ગયા.ત્‍યારબાદ ફરી વખત પ હજાર રોપની રોપણી કરી રહૃાા ત્‍યાં સરકારે જીજીઆરસીમાં જીએસટી નાખ્‍યું. એટલે કંપનીવાળાઓએ ડીપ આપી નહી અને બીજી વખત પ હજાર રોપની પથારી ફરી ગઈ અને હિંમત હાર્યા વગર ત્રીજી વખત રોપણી કરી અને રાત-દિવસ એક કરીને જેમ છોકરાની માવજત કરીએ એમ માવત કરીને ઉછેર કર્યો. ત્‍યાં આ છેલ્‍લા પંદર દિવસમાં રોજડાના 40-પ0 નાં ટોળા રૂપી બગીચામાં ધનોત પનોત કરીને મલેશિયમ નિમની પથારી ફેરવી નાખી છે.
હવે તમે જ કહો કે આ રોજડાનું શું કરવું ?, શું આ નુકશાની કોઈ વનવિભાગ અથવા સરકાર ભોગવવા તૈયાર થશે ?, ખેડૂત કોઈ વન્‍યપ્રાણીને મારે છે તો વનવિભાગ અને સરકાર બન્‍ને ખેડૂતોને ઢોર માર મારીને ઉપરથી રિમાન્‍ડ પણ મંજુર કરાવે છે તો આ વન્‍યપ્રાણીએ મને આત્‍મહત્‍યા કરવા મજબુર કર્યો છે તો શું મારા પરિવારની તમામ જવાબદારી સરકાર ઉપાડવા તૈયાર થશે ?, શું સરકાર આ 1પ હજાર રોપાની કિંમત ખેડૂતોને આપશે ?, બસ હવે તો સરકારને પોતાના રાજના રત્‍નો રાખવા હોય તો પોતાના વિસ્‍તાર એવા વિધાનસભામાં રાખે અહીયા અમારા ખેતરમાં આવીને અમારા પાકનો નાશ કરશે તો તેનો પણ વિનાશ થઈ જશે.
અમારે કોઈ સલમાન ખાનની જેમ શિકાર કરવા નથી નીકળવું પણ અમારે તો અમારી ખેતીની સંભાળ માટે તેનો નાશ કરી નાખીશું તેવીચીમકી અંતમાં આપેલ છે.

દામનગરમાં બળદનું વેચાણ કરવા આવેલ મહિલા પર હુમલો

1 મહિલા સહિત 4 સામે ફરિયાદ
અમરેલી, તા. 1ર
ગઢડા તાલુકાનાં ગાળા ગામનાં વતની અને હાલ દામનગર ગામે રહેતાં બાસુબેન દાનુભાઈ વાઘેલા નામની 40 વર્ષિય મહિલા ગઈકાલે સાંજે દામનગરગામે બળદ લઈ વેંચવા માટે આવેલ ત્‍યારે તે વાતનું મનદુઃખ રાખી દામનગર ગામે રહેતાં નારૂભાઈ લલ્‍લુભાઈ, ડગાભાઈ લલ્‍લુભાઈ, રાજુ તળશીભાઈ તથા ગૌરીબેન લલ્‍લુભાઈએ આ મહિલાને ગાળો આપી લાકડી વડે માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ   અંગે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

જુના ઝાંઝરીયા ગામે પરિવારનાં સભ્‍યોને આડેધડ માર મારી ઈજા

મહિલાનાં બાવડા પકડી વાળ ખેંચી ધમકી આપી
અમરેલી, તા. 1ર
બગસરા તાલુકાનાં જુના ઝાંઝરીયા ગામે રહેતાં પોપટભાઈ ચનાભાઈ મકવાણાનાં દીકરા ગામમાં પાન માવો ખાવા ગયેલ ત્‍યારે તે જ ગામે રહેતાં સુભાષ શંભુભાઈ સતાસીયા સહિતનાં લોકોએ તેમને અહીંયા પાન-માવો ખાવા આવવું નહી તેમ કહેલ અને બાદમાં આ સુભાષભાઈ, નયન સુભાષભાઈ સતાસીયા, હરેશ કાંતીભાઈ સહિત 6 ઈસમો મોટર સાયકલ ઉપર પોપટભાઈનાં ઘરે આવી તેમને તથા મહિલાઓને બાવડા પકડી, વાળ ખેંચી ઓસરીમાં ખેંચી લાકડી, પાળપ વતી આડેધડ માર મારી, જાનથી મારી નાંખવા ધમકી આપી, જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરતા આ અંગે બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અમરેલી પાલિકાને 40 એપ્રેન્‍ટીસ કર્મચારીનું પગાર ચૂકવવાનું થતાં તિજોરીમાં ગાબડુ

પાલિકા કાયમી કર્મચારીઓનું વેતન પણ ચૂકવી શકતી નથી
અમરેલી પાલિકાને 40 એપ્રેન્‍ટીસ કર્મચારીનું પગાર ચૂકવવાનું થતાં તિજોરીમાં ગાબડુ
કેન્‍દ્ર સરકારે જ એપ્રેન્‍ટીસનું વેતન ચૂકવવા માંગ થઈ
અમરેલી, તા.1ર
મહેકમ ખર્ચના કાળા કાયદા તળે અમરેલી જિલ્‍લાની નગરપાલિકાના કર્મચારીઓ ચોથા-પાંચમાં પગાર પંચમાં શોષણકારી જિંદગી વ્‍યતિત કરી રહેલ છે. તેમાં સરકારે બેરોજગારોને રોજગારી આપવાના બણગા ફુંકી અમરેલી નગરપાલિકા ઉપર 40 જેટલા એપ્રેન્‍ટીસોનું ભારણ લાદી દઈ મહેકમ ખર્ચ વધારી દેવાના નિર્ણય સામે કર્મચારી મંડળમાં વિરોધનો વંટોળ ઉઠતા સરકારે આવી બેવડી નીતિ બંધ કરી એપ્રેન્‍ટીસોનું સ્‍ટાઈપેન્‍ડ સરકાર દ્વારા જ ચૂકવવા માંગણી કરેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ કેન્‍દ્ર સરકાર દ્વારા બેરોજગારોને રોજગારી આપવાનું એક ઉતમ કાર્ય કરેલ છે. પરંતુ બેરોજગારોને એપ્રેન્‍ટીસનાં નામે દરરોજના રૂા. 3ર9ની રકમ સરકારે ચૂકવવાના બદલે ખોટના ખાડામાં ડૂબેલી અમરેલી જિલ્‍લાની નગરપાલિકાઓ ઉપર ભારણ લાદી દેવામાં આવતા ચોથા-પાંચમાં પગાર પંચમાં જીવન ગુજારી રહેલા કર્મચારીઓ આ નવા ભરતી કરાયેલા એપ્રેન્‍ટીસના કારણે છઠ્ઠા-સાતમાં પગાર પંચની આશા ઉપર પાણીઢોળ થઈ જશે. સરકારે બેરોજગારોને રોજગારી આપવી હોય તો તમામ એપ્રેન્‍ટીસોના પગારની ગ્રાંટ પણ સરકારે જ ફાળવવી જોઈએ. અમરેલી નગરપાલિકામાં બહોળો સ્‍ટાફ હોવા છતાં પણ સરકારે 40 એપ્રેન્‍ટીસોની નિમણૂંક કરવામાંઆવતા દર માસે રેગ્‍યુલર કર્મચારીઓમાં પગાર કરવા પાલિકાને ફાફા પડે છે. તેમાં સરકારના આદેશ મુજબ 40 એપ્રેન્‍ટીસની ભરતી કરવામાં આવતા પાલિકા ઉપર મોટુ ભારણ આવતા કર્મચારી મંડળના પ્રમુખ દિપક ગળથીયાએ સરકારને રજૂઆત કરી માંગણી કરેલ છે કે સરકાર ચોથા-પાંચમાં પગાર પંચની મોંઘવારી પણ છેલ્‍લા 3 વર્ષથી આપતી નથી. તેમજ છઠ્ઠા-સાતમાં પગારપંચની મંજૂરી ભભમહેકમ ખર્ચનાભભ કાળા કાયદા હેઠળ આપવામાં આવતી નથી ત્‍યારે પ્રજાની સેવાનું કામ કરતી પાલિકા પાસે એવો આવકનો પણ સ્‍ત્રોત નથી કે 40 એપ્રેન્‍ટીસોની નિભાવણી કરી શકે. નગરપાલિકા એક સ્‍વાયત સંસ્‍થા છે. આવક ઉભી કરી નફો કરતી કોઈ સંસ્‍થા નથી. તેમ છતાં સરકારે ભરેલ પગલામાં એપ્રેન્‍ટીસોનું સ્‍ટાઈપેન્‍ડની તમામ રકમની ગ્રાંટ ફાળવવા માંગણી          કરેલ છે.
સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તા.ર3/4/18ના રોજ પરિપત્ર મુજબ કરવામાં આવેલ 40 એપ્રેન્‍ટીસોની પાલિકામાં કોઈ જરૂરત ન હોવા છતાં પણ ભરતી કરવામાં આવેલ છે. એક તરફ સરકાર પાલિકાના મહેકમ ખર્ચ ઘટાડવા આદેશ કરી રહેલ છે. બીજી તરફ સરકાર ખુદ એપ્રેન્‍ટીસોની ભરતી કરવા આદેશ કરે છે. સરકારના આવા બેવડા ધોરણથી કર્મચારીઓને છઠ્ઠા-સાતમાં પગાર પંચની મોંઘવારી રેગ્‍યુલર રીલજ કરી આપે છે. પરંતુ એથીપાંચમું પગાર પંચ મેળવતા કર્મચારીઓને છેલ્‍લા 3 વર્ષથી મોંઘવારી રીલીજ કરવામાં ન આવતા આવા કર્મચારીઓ ફિકસ પગારમાં જીવન વ્‍યતિત કરી રહેલ છે. તેથી સરકારે આવા કર્મચારીઓની મોંઘવારી ત્‍વરિત રીલીજ કરવા પણ માંગણી કરવામાં આવેલ છે. અમરેલી જિલ્‍લાની નગર પાલિકા બીજા- ત્રીજા વર્ગના કર્મચારીઓનો પગાર રાજય સરકારના પટાવાળા જેટલો પણ નથી.

મગફળીકાંડ એ ભાજપનો મળતીયાઓને ફાયદો કરવા માટેનું કાવતરૂ : પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીની સટાસટી
મગફળીકાંડ એ ભાજપનો મળતીયાઓને ફાયદો કરવા માટેનું કાવતરૂ : પરેશ ધાનાણી
નબળી ગુણવત્તાની મગફળી મળતીયાઓની મિલોમાં પીલાવવાનું નકકી કરાયું
ગાંધીનગર, તા. 1ર
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્‍યું હતું કે, ખેત ઉત્‍પાદનના પોષણક્ષમ ભાવને લઈને સમગ્ર દેશમાં ખેડૂતો છેલ્‍લા 10 દિવસથી આંદોલન ચલાવી રહ્યા હતા. ગુજરાતમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે, ખેડૂતોમાં ભારે મોટી નિરાશા છે. ખેડૂત પોતાના અધિકાર માટે વારંવાર માંગણીઓ કરી રહ્યો છે પરંતુ તેને સસ્‍તી, પૂરતી કે નિયમિતવીજળી મળતી નથી, નર્મદાનું સિંચાઈનું પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્‍ફળ નીવડી છે. ખેડૂતોને ખેત ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોના ખેત ઉત્‍પાદન પર પ% કરવેરો નાંખવાનું પાપ આ ભાજપ સરકારે કર્યું છે. ખેડૂતોની જમીન સેટેલાઈટથી માપવામાં હદ નિશાન અને ક્ષેત્રફળની વિસંગતતાના કારણે ઘરેઘર કુટુંબમાં વર્ગવિગ્રહ ફાટે તેવી સ્‍થિતિનો સામનો સમગ્ર ગુજરાત કરી રહ્યું છે. કરવેરાઓમાં વધારાના કારણે ખેડૂતોના ઉત્‍પાદન ખર્ચમાં સતત બોજ વધી રહ્યો છે. ખેત ઓજારો, ખાતર, બિયારણ, વીજબિલમાં જીએસટી વેરો વસુલીને સરકારે ખેડૂતો પર ભારણ વધાર્યું છે. આવી વિવિધ સમસ્‍યાઓને લઈને સતત સંઘર્ષ કરતો ખેડૂત આજે દેવાના બોજ હેઠળ ડૂબીને આત્‍મહત્‍યા કરવા તરફ આગળ વધી રહ્યો છે.
ભાજપ સરકારે ચૂંટણી સમયે રાજકીય રોટલા શેકવા અને ખેડૂત વર્ગને ભોળવવા માટે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજકીય તરકટ કર્યું હતું. ગુજરાતમાં 33 લાખ ટન જેટલી મબલખ મગફળી પાકતી હોવા છતાં અંદાજિત 7.પ લાખ ટન મગફળી ચૂંટણી પહેલાંના સમય દરમ્‍યાન ખરીદી. જેવી ચૂંટણી પૂરી થઈ એટલે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી અને જે મગફળી ખરીદવામાં આવી હતી તે પણ વહાલા-દવલાની નીતિ સાથે ખાનગી ધોરણે મણે રૂા. પ0નું કમિશન લઈભાજપના મળતિયાઓ પાસેથી નબળી ગુણવત્તાની મગફળીની ખરીદી કરી હતી. કોંગ્રેસ પક્ષે વિધાનસભાના ફલોર પર રાજયપાલને, મુખ્‍યમંત્રીને, કૃષિમંત્રીને વારંવાર રજૂઆત કરી હતી કે, આ મગફળીકાંડમાં ભારે મોટો ગોટાળો થયો છે. ગુજરાતની પ્રજાની પરસેવાની કમાણીથી ભરાયેલ તિજોરીમાંથી રૂા. 3,પ00 કરોડનું રોકાણ કરીને અંદાજિત 7.પ લાખ ટન મગફળી ખરીદવામાં આવી, તે પૈકી પ.પ લાખ ટન મગફળી ગુજકોટ નામની સંસ્‍થા દ્વારા ખરીદવામાં આવી, આ સંસ્‍થા પાસે અનુભવી અને પૂરતો સ્‍ટાફ નહોતો, માલ સંગ્રહ કરવા માટે ગોડાઉન નહોતું કે માલની ખરીદી કરવા માટેનું કોઈ નેટવર્ક નહોતું. ચૂંટણી ટાણે ખેડૂતોને ભોળવવા માટે અને ભાજપના મળતિયાઓને કમાવવા માટે         મગફળીકાંડ સર્જવામાં આવ્‍યું.
નબળી ગુણવત્તાની મગફળી ખરીદયા પછી તે મગફળી ભાજપના મળતિયાઓની મિલોમાં પહોંચાડી, પીલાણ કરાવી, સીંગતેલના ડબ્‍બા બારોબર વેંચીને ભાજપે નવી સરકાર બનાવી. ખાનગી માલિકો પાસેથી વચેટીયાઓ દ્વારા ભાડે રખાયેલા ગોડાઉનોની અંદર આવી ખરીદેલી મગફળીનો સ્‍ટોક રાખવામાં આવ્‍યો છે. આ મગફળીના સ્‍ટોકમાં મગફળીની જગ્‍યાએ માટી, પથ્‍થર અને ઢેફાના તોડા ભરી કોથળાઓ સરકારી ગોડાઉનોમાં રાખ્‍યા હતા તે ગોડાઉનોની સલામતીમાં સરકારે ભારે નિષ્‍ક્રીયતા દાખવી છે. આગોડાઉનોમાં સીસીટીવી ન રાખવામાં આવ્‍યા, પોલીસ પહેરો ન રાખવામાં આવ્‍યો, આવી નિષ્‍ફળતાઓ અને ભ્રષ્ટાચારને ઢાંકવા માટે સરકારની મીઠી નજર તળે પહેલાં ગાંધીધામનું ગોડાઉન, ત્‍યારબાદ ગોંડલ, હાપા, રાજકોટનું ગોડાઉન સળગ્‍યું અને છેલ્‍લે શાપરના ગોડાઉનમાં પણ ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવી. સમગ્ર ગુજરાતના ખેડૂતોએ જયારે આના માટે અવાજ ઉઠાવ્‍યો ત્‍યારે સમગ્ર ઘટનાની તપાસ સીઆઈડીને સોંપી હતી, તેમાં પણ આગના સમાન કારણો બતાવ્‍યા, જે સામાન્‍ય માણસના મનમાં શંકાની સોય ઉભી કરે છે. સરકાર આ નિષ્‍ફળતાઓ અને ભ્રષ્ટાચારને છૂપાવવા માટે હવે મગફળી ઉતાવળે બજારમાં વેચી દેવા માટે પ્રયાસ કરી રહી છે.
આજે પણ પ્રતિ દિવસ 60 હજાર કોથળા મગફળીની આવક છે અને અંદાજીત પથી 6 લાખ ટન મગફળી હજુ ખેડૂતોના ઘરમાં પડી છે. ચૂંટણી પહેલાં મગફળીનો ભાવ રૂા. પ00થી પપ0 પ્રતિ મણ હતો, ચૂંટણી વખતે રૂા. 900નો ટેકાનો ભાવ આપ્‍યો, સરકાર બનાવ્‍યા પછી ખેડૂતોને ભગવાન ભરોસે છોડયા એટલે આજે પણ મગફળી રૂા. પ00થી 600 પ્રતિ મણના ભાવે પીટાઈ રહી છે, પાણીના ભાવે વેચાઈ રહી છે અને એમાંય સરકારી ગોડાઉનોમાંથી મગફળી વેચવાની સરકારે જાહેરાત કરી છે, જેથી ખેડૂતોના ઘરમાં પડેલ મગફળીના હવે કોઈ ધણી નહીં થાય, કોઈ ખરીદદાર નહીં થાય અનેખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડે તેવી સ્‍થિતિ નિર્માણ થઈ છે. આ મગફળી ખરીદવા માટે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીએશનના બધા જ વેપારીઓને સરકારે મીટીંગ કરીને ફરજ પાડી. વેપારીઓએ સાથે મળીને સરકારી ગોડાઉનોમાં માલની ગુણવત્તા ચકાસવા માટે સરકારને વિનંતી કરી અને આવા ગોડાઉનોની અંદર માલની ચકાસણી કરવા વેપારીઓ ગયા ત્‍યારે કોઈએ ઉતારેલ વીડીયો સમગ્ર ગુજરાતની જનતાએ જોયો. મગફળી ચકાસવા માટે એક કોથળાનું તળીયું તોડવામાં આવ્‍યું ત્‍યારે તેમાંથી મગફળીની જગ્‍યાએ માટી, પથ્‍થર અને તોડા બહાર નીકળ્‍યા. જેથી કોંગ્રેસ પક્ષે વારંવાર જે મુદ્‌ે શંકા ઉપસ્‍થિત કરી હતી તે વાત સાચી ઠરી છે અને આવી મગફળીના નામે જે માટીના કોથળા છે તેને સળગાવવાનું સરકારની મીઠી નજર હેઠળ ષડયંત્ર થયું હતું તે સાબિત થાય છે. આ ભ્રષ્ટાચારને છૂપાવવા માટે સરકારે મગફળી વેચવા કાઢી છે, સરકારના દબાણ પછી પણ વેપારીઓ આવી નબળી ગુણવત્તાની મગફળી અને મગફળીના નામે માટી ખરીદવા તૈયાર નથી ત્‍યારે હવે સરકાર આવી      મગફળી ઓઈલ મિલોમાં પીલી, તે તેલ સરકારી દુકાનેથી વિતરણ કરવાનું મગફળીકાંડ-રનું ષડયંત્ર લઈને બજારમાં આવી રહી છે.
વિપક્ષી નેતાએ શંકા વ્‍યક્‍તત કરતાં જણાવ્‍યું હતું કે, સરકારના રૂપિયા, સરકારની મગફળી, ભાજપનામળતિયાઓની ઓઈલ મિલોમાં મગફળી પીલાશે અને સીંગતેલના ડબ્‍બા ભરાઈને ખાનગી બજારમાં વેચાઈ જશે અને સરકારી ગોડાઉનોમાં મગફળીના તેલના નામે હલકી ગુણવત્તાના પામોલીન અને ડાલડા તેલ ભરાય અને સામાન્‍ય માણસના ઘરમાં રાહતદરે વેચાશે એટલે સ્‍પષ્ટપણે કહેવું છે કે, મગફળીકાંડ એ ભાજપની મીઠી નજરતળે મળતિયાઓનો ફાયદો કરાવવા માટે પૂર્વ નિયોજીત કાવતરું-ષડયંત્ર હતું, જે આજે સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ ખુલ્‍લું પડયું છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, નાફેડના ચેરમેને ભૂતકાળમાં પણ રાજય સરકાર ઉપર આરોપ લગાવ્‍યો હતો અને આજે પણ એમણે આરોપ લગાવ્‍યો છે કે, આ મગફળીકાંડમાં સરકારની નિષ્‍ફળતા છે. મગફળી જે ગોડાઉનોમાં રાખવામાં આવી હતી તે ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશન મારફત ખાનગી ગોડાઉનો ભાડે રાખીને ગુજકોટે તેમાં માલ ભર્યો હતો. રાજય સરકારની કસ્‍ટડીમાં મગફળી ભરેલી હતી અને સુરક્ષાના અભાવે આવી મગફળીને સળગાવવા માટે સરકારે સેફ સ્‍પેસ આપ્‍યો હોય તેવો કોંગ્રેસ પક્ષનો દાવો હતો, જેને નાફેડના ચેરમેને આજે સમર્થન આપ્‍યું છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, મગફળીકાંડમાં રાજય સરકાર નોડલ એજન્‍સી તરીકે સમગ્ર ગુજરાતમાંથી ટેકાના ભાવે મગફળી ખરીદી રહી હતી. મગફળીકાંડમાં ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે ગોડાઉનોનેપૂરતી સુરક્ષા ન આપીને અસામાજીક તત્‍વોને ગોડાઉનો સળગાવવા માટેનું મોકળું મેદાન આપ્‍યું હતું ત્‍યારે ભાજપ સરકારનો આ ષડયંત્રમાં સીધો હાથ છે. ભાજપ સરકાર હવે તેમાંથી છટકી શકે તેમ નથી ત્‍યારે રાજયની ભાજપ સરકાર કેન્‍દ્ર સરકારના નિગમ નાફેડ ઉપર આરોપો લગાવી રહી છે.
ટેકાના ભાવે ખરીદી દરમ્‍યાન નબળી ગુણવત્તાની મગફળી ખરીદાય છે તેવો અહેવાલ નાફેડના અધિકારીઓએ તત્‍કાલીન ઉપલી કચેરીને આપ્‍યો હતો અને તે રિપોર્ટના આધારે મગફળી ખરીદીના કાર્યક્રમમાં બ્રેક આવ્‍યો હતો. કોંગ્રેસની માંગને લઈને દબાણવશ પુનઃ મગફળી ખરીદવા માટે રાજય સરકારે મંજૂરી મેળવી 1 લાખ ટન મગફળી સમયમર્યાદામાં ખરીદવા માટેની જાહેરાત કરવી પડી હતી. રાજય સરકારે નાફેડનો તત્‍કાલીન અહેવાલ લોકો સમક્ષ રજૂ કરવો જોઈએ અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પક્ષે મુખ્‍યમંત્રીને અને રાજયપાલને આવેદન આપીને તેની તટસ્‍થ તપાસ થાય તે માટે ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં મગફળીકાંડના લેખા-જોખા થાય, તેની તટસ્‍થ તપાસ થાય તેવી માંગણીને આજે પણ દોહરાવીએ છીએ.

અમરેલી જિલ્‍લા બાળ સુરક્ષા વિભાગે કિશોરીનું વાલી સાથેમિલન કરાવ્‍યું

3 મહિના પહેલા દિલ્‍હીમાંથી ગુમ થયા બાદ
અમરેલી જિલ્‍લા બાળ સુરક્ષા વિભાગે કિશોરીનું વાલી સાથેમિલન કરાવ્‍યું
અમરેલી, તા.1ર
જિલ્‍લા બાળ સુરક્ષા અમરેલીમાં 3 માસ પહેલ કિશોર વયની બાળા રાજુલા પીપાવાવ પોર્ટ ખાતેથી 181 ની સેવા દ્વારા મળી આવતા બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાં જાણ કરેલ જે અન્‍વયે અમરેલી સ્‍થિત મહિલા વિકાસ મંડળ ખાતે બાળ કલ્‍યાણ સમિતિ અને સમાજ સુરક્ષા અધિકારી પી.જે.ત્રિવેદીના આદેશથી બાળ સુરક્ષા અધિકારી, વી.યુ.જોષી અને સુરક્ષા અધિકારી (સંસ્‍થાકીય સંભાળ) બી.ડી.ભાડ દ્વારા સારસંભાળ અને દેખરેખ હેઠળ સંસ્‍થામાં રાખી તેના માતા પિતાની શોધ શરૂ કરવામાં આવી. બાળ સુરક્ષા ટીમ દ્વારા દિલ્‍હી બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરી સતત સંકલનમાં રહિ 3 માસના અંતે સફળતા મળેલ અને બાળાના માતા પિતાની ઓળખ થઈ હતી. અને ત્‍યારબાદ બાળ કલ્‍યાણ સમિતિ અને અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષકને મળી એસકોર્ટ માટે બાળ સુરક્ષા ટીમ મળવા જઈ પોલીસ અધિક્ષક દ્વારા 3 પોલીસ સ્‍ટાફની ફાળવણી એસકોર્ટ માટે મંજુરી આપી આ સમય દરમ્‍યાન બાળાને એકલુના લાગે તે માટે સંસ્‍થા દ્વારા સતત તેમની માતા સાથે વાતચિત કરાવી સરકારી પ્રોસેસ પુણૃ કરી, બાળાને ઉતમ વાતાવરણ પુરૂ પાડવામાં સમગ્ર અમરેલી જિલ્‍લા આઈસીપીએસ સ્‍ટાફની સફળ કામગીરી બજાવેલ.
ત્‍યારબાદ તા.પ/6 ના રોજ રેલ્‍વે વોરન્‍ટ મળતા બાળાને દિલ્‍હી ખાતે મુકવા જવામાં આવી. જયાદિલ્‍હી ખાતે સુરક્ષા એકમ દ્વારા સરહનીય સહકાર મળેલ. બાળ કલ્‍યાણ સમિતિ દિલ્‍હી દ્વારા બાળાને પરિવારના મિલન ઝડપથી થાય તે માટે બધી જ કમિટિ સ્‍ટેન્‍ડબાય રાખી અને સાથો સાથ બાળાના પરિવારને પણ ત્‍યાં જ હાજર રાખેલ. અને આ રીતે સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બાળ સુરક્ષા ટીમ અમરેલી, બાળ કલ્‍યાણ સમિતિ, અમરેલી, બાળ સુરક્ષા એકમ, દિલ્‍હી, બાળ કલ્‍યાણ સમિતી, દિલ્‍હી, આમ બધી જ કચેરીના સતત સંકલનથી બાળાને પોતાના માતા-પિતા સાથે પરિવારમાં પુનઃ સ્‍થાપન કરવામાં આવ્‍યું.

કોર સિસ્‍ટમ ઈન્‍ટીગ્રેટર કરવાની હોવાથી અમરેલી જિલ્‍લાની પોસ્‍ટ ઓફિસ 16 જૂનથી 18 જૂન બંધ રહેશે

અમરેલી, તા.1ર
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રાહકોને ઝડપી અને વધુ સારી સેવા પુરી પાડવા માટે અમરેલી જિલ્‍લાની તમામ પોસ્‍ટ ઓફિસો કોર સિસ્‍ટમ ઈન્‍ટીગ્રેટર ડિજીટલ કરવાનું હોય જેથી અમરેલીની તમામ પોસ્‍ટ ઓફિસોમાં તા.16/6 થી તા.18/6 સુધી ડિજીટલાઈઝેશન કરવાાની કામગીરી હાથ ધરાશે. જેથી આ સમયગાળા દરમિયાન અમરેલી જિલ્‍લાની સઘળી પોસ્‍ટ ઓફિસોમાં કોઈ પણ પ્રકારની કામગીરી તેમજ નાણાકીય લેવડ-દેવડ બંધ રહેશે. તથા તા.13/6 થી કોઈ પણ પ્રકારના ચેકની પણ લેવડ-દેવડ કરવામાં આવશે નહીં.
જો કે સઘળી પોસ્‍ટ ઓફિસમાં કામકાજ તા.19/6થી રાબેતા મુજબ ચાલુ થશે. જેની      સઘળા માનવંતા ગ્રાહકોએ નોંધ લેવી. તેવી અખબારી યાદી અમરેલી ડિવીઝનના અધિક્ષક ડાકઘર અમરેલી વિભાગ અમરલીની યાદીમાંજણાવવામાં    આવે છે.

વાવેરામાં ઉઘરાણીનાં પ્રશ્‍ને પાંચ શખ્‍સોએ બોલાવી બઘડાટી

અમરેલી, તા. 1ર
રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રહેતાં જૈવીનભાઈ હીંમતભાઈ કામળીયાએ તે જ ગામે રહેતાં ફીરોજ ઉર્ફે ઉકો મહેબુબભાઈ બેલીમ પાસે અગાઉનાં રૂા.600 બાકી હોય તે માંગતાં તેમને સારૂ નહી લાગતાં તે વાતનું મનદુઃખ રાખી ગત તા.10ના રોજ રાત્રીનાં સમયે ફીરોજ તથા વિજય વિનુભાઈ કોટડીયા, વલ્‍લભ વેલજીભાઈ કોટડીયા, સહિત પાંચ ઈસમોએ હથીયારો ધારણ કરી જૈવીનભાઈની દુકાને જઈ તેમની ઉપર લોખંડના પાઈપ વડે માથાનાં ભાગે તથા અન્‍ય શખ્‍સોએ લાકડી, પાઈપ વડે તેમને આડેધડ માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજુલાનાં માંડણ ગામે આધેડને પાઈપ મારી રૂા. ર900 ખીસ્‍સામાંથી કાઢી લીધા

મૈત્રી કરાર કરવાનાં મનદુઃખે
રાજુલાનાં માંડણ ગામે આધેડને પાઈપ મારી રૂા. ર900 ખીસ્‍સામાંથી કાઢી લીધા
તે જ ગામનાં પ શખ્‍સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
અમરેલી, તા. 1ર
રાજુલા તાલુકાનાં માંડણ ગામે રહેતાં અને મજુરીકામ કરતાં વાલજીભાઈ આતુભાઈ વાળા નામનાં પ6 વર્ષિય આધેડનાં દિકરાએ તે જ ગામે રહેતાં સોમાભાઈ રાજાભાઈ રાઠોડનાં કુટુંબી ભાઈની દીકરી સાથે મૈત્રી કરાર કરેલ હોય, જે વાતનું મનદુઃખ રાખી ગત તા.10 નાં રોજ વહેલી સવારે પ્રેમજીભાઈ સોમાભાઈ રાઠોડ, સોમાભાઈ રાજાભાઈ રાઠોડ વિગેરે પ ઈસમોએ લોખંડના પાઈપ, ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી તથા પ્રકાશભાઈ ગોવિંદભાઈ પાછળથી આવી આ આધેડનાં ખીસ્‍સામાંથી રોકડા રૂા.ર900 કાઢી લીધા હતા અને ઝપાઝપી દરમિયાન સોનાનો ચેઈન પડી ગયાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાવી છે.

અમરેલી જિલ્‍લામાં અસામાજિક પ્રવૃત્તિ સામે થશે કાર્યવાહી

રાજયનાં મુખ્‍યમંત્રીનાં આદેશને લઈને પોલીસ વિભાગ કડક બનશે
અમરેલી જિલ્‍લામાં અસામાજિક પ્રવૃત્તિ સામે થશે કાર્યવાહી
દારૂ-જુગારનાં અડ્ડાઓ તેમજ રેતીચોરી, વ્‍યાજખોરી, રોમિયોગીરી કરનાર સામે થશે લાલ આંખ
અમરેલી, તા. 1ર
અમરેલી જિલ્‍લામાં નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઈમાનદાર હોવાથી છેલ્‍લા 4 દિવસમાં કાયદો-વ્‍યવસ્‍થા બાબતે પરિસ્‍થિતિ ઝડપથી સુધરી રહી છે અને આગામી દિવસોમાં જિલ્‍લામાં દારૂ-જુગારનાં અડ્ડાઓ પર હલ્‍લાબોલ થવાની પુરી શકયતાઓ જોવા મળી રહી છે.
દરમિયાનમાં ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે સિંઘમની ભૂમિકામાં પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝ આવ્‍યા છે. ગુનાખોરીના મુળમાં દારૂ-જુગારની બદી બદાવદાર છે તેવું પ્રસ્‍થાપિત થયું છે. તો આવી પ્રવૃત્તિમાં ખાખીનો કયાંકને કયાંક હાથ હોવાનાં પરિણામે ખાખીનો ખોફ ગુનેગારો ગુમાવી ચૂકયા છે. પ્રથમ તો પોલીસના યુનિફોર્મ બાદ પરેડ ત્‍યારબાદ મીડિયા બ્રિફિંગને લઈને નિયમો આપી દીધા છે. આજથી રાજયવ્‍યાપી દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવવાના આદેશ ગઈકાલે મોડી સાંજે કરી દીધા છે. રાજયના તમામ શહેર-જિલ્‍લા ખાતે વિશેષ ડ્રાઈવનું એલાન આપી દીધું છે. જેમાં સિનિયર અધિકારી એસીપી, ડીસીપી અને જેસીપી અને જિલ્‍લાના ડીવાયએસપીને માર્ગદર્શન હેઠળઆગળ વધવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન પકડાયેલા લોકો મુદામાલ અને આ અડ્ડાની વિગતો દરરોજ સવારે 11 વાગ્‍યે અપલોડ કરવાની સીધી સુચનાથી પોલીસ બેડામાં ફફડાટ વ્‍યાપી ગયો છે.
આ ડ્રાઈવ દરમિયાન લિસ્‍ટેડ બુટલેગર જાણીતા જુગારીને ચેક કરવા ભૂતકાળની પ્રવૃત્તિ અને સ્‍થળોની તપાસ કરવાની સાથે નજીકના સમયસરે ચાલતા આવા અડ્ડાઓ પર તપાસ કરવાના આદેશ છૂટયા છે. તેમજ આ રેડ વ્‍યૂહાત્‍મક રીતે પૂર્ણ કરવા ઉચ્‍ચ અધિકારીઓને અગાઉની વીસીમાં સૂચના આપવામાં આવી છે.
જિલ્‍લામાં એલસીબી રેન્‍જ કક્ષા આરઆર સેલ તથા પીસીબી જેવી એજન્‍સીઓને આ ડ્રાઈવમાં જોડવાના રહેશે. અંગત દેખરેખ તેમજ શંકાશિલ જગ્‍યાઓ પર રેડ સુનિશ્ચિત કરવાના આદેશ કરવામાં આવ્‍યા છે.
શહેર રેન્‍જ કક્ષાએ આ ડ્રાઈવ માત્ર કાગળ પર ન રહે તે જોવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ડ્રાઈવ દરમિયાન નીલ રેઈડ થયેલી હોય તેવા સ્‍થળો વિશે પર રિપોર્ટ-સમરી ભરવાની રહેશે. આ રિપોર્ટ દરરોજ સવારે 11 કલાકે રાજયના સ્‍ટેટ કન્‍ટ્રોલ રૂમ ફેકસ તથા ઈ-મેઈલ પર મોકલવાના આદેશ થયા છે. દારૂ-જુગારના ચાલતા અડ્ડાઓમાં પોલીસના મેળા-પીપળા હોય તેવા સ્‍થળો પર અચુક રેડ કરવાના આદેશ થયા છે. આ અંગેનો અહેવાલ દૈનિક પકડાયેલા દરૂ, પકડાયેલા ઈશમ, જુગારીઓ અને દારૂના ધંધાર્થીઓનેઝબ્‍બે કરવાના આદેશ થયા છે.

હમ નહી સુધરેંગે : વડીયાની સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની સેવા દિનપ્રતિદિન કથળી રહી છે

અમરેલી, તા.1ર
વડિયા તાલુકામાં આંગણવાડી વર્કર અને હેલ્‍પર બહેનોએજણાવ્‍યું કે અમો સવારના અહી એસ.બી.આઈ.માં ખાતુ ખોલાવવા માટે હેરાન પરેશાન થાય છે. મોદી સરકાર મોટા મોટા બણગાં ફુંકે છે. કે મારી બહેનો મારી બહેનો પણ કયારે એ જાણ્‍યું નથી કે બહેનોને સરકારી ઓફિસોમાં પડતી હાલકી અને તોછડાઈ ભર્યા વર્તનોથી પરેશાન કરવામાં આવે છે. મોદી સરકાર મારી બહેનો મારી બહેનો કહીને કોંગ્રેસને આંખનું કણું બનાવી દીધી છે. ત્‍યારે કોઈ કર્મચારીઓ દ્વારા છઆ બહેનોને હેરાન કરવામાં આવે છે. અને સરકારી ઓફિસોમાં ધકકા ખવડાવ્‍યા કરે છે. આવુ જ વડિયાની એસ.બી.આઈ.બેન્‍કમાં બન્‍યું હોઈ તેવું આંગણવાડી વર્કરો અને હેલ્‍પરો દ્વારા મનોવેદનામાંથી જાણવા મળ્‍યું છે. અને સવારથી સાંજ સુધી હેરાન પરેશાન કરવામાં આવ્‍યા હોય તેવુ વર્કર અને હેલ્‍પર બહેનોએ જણાવ્‍યું છે કે એક હેલ્‍પર અને વર્કરનું જોઈન્‍ટ ખાતુ ખોલવામાં 10 દિવસે થશે અને જો ફોર્મ રિજેકટ થશે તો પાછી પ્રોસેસ નવેસરથી કરવાની રહેશે અને વર્કર અને હેલ્‍પર બહેનોના જણાવ્‍યા મુજબ પગાર બિલ ર4 તારીખનો ડ્રાફટ નખાઈ ગયો હોવા છતાં આ બેન્‍કની અંદર આજ સુધી પગાર જમા થયો નથી. તો કોઈ બહેનોને આ પગાર પર પોતાી દવા કે પછી બાળકોનું ભણતર અને ગુજરાન ચાલતું હોય અને પગાર મોડા થવાના લીધે લોકોને પડતી હાલાકીનો સામનો કરવો પડે છે.આ એસ.બી.આઈ. અગાઉ પણ ચેમ્‍પર ઓફ કોમર્સ દ્વારા ફરિયાદો ઉઠી છે. અવાર-નવાર એ.જી.એમ.ને ફરીયાદ કરવી પડે છે. અને તે વાતને હજુ 10 દિવસ નથી થયા તેમજ કોઈ પગલા નથી લેવાયા ત્‍યાં  પાછી એસ.બી.આઈ. હેલ્‍પર અને વર્કર બહેનો સાથે આવી હરકતમાં હવે જોવાનુંએ રહયું તે તંત્ર ઘ્‍યાન આપશે કે નહી, કે પછી આમ જ દે ધનાધન….

અમરેલીના ગાંધીબાગમાં અમરેલી એકસપ્રેસ ટ્રેન શરૂ

અમરેલી નગરપાલિકા ઘ્‍વારા અત્રેનાં ગાંધીબાગમાં શહેરીજનો અને બાળકો માટે એક અનોખું નજરાણું “અમરેલી એકસપ્રેસ” ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ ભભઅમરેલી એકસપ્રેસભભ ટ્રેનમાં બાળકોને બેસવા માટે ત્રણ ડબ્‍બાઓ રાખવામાં આવયા છે. આમ પાલિકાએ અમરેલી શહેરને “અમરેલી એકસપ્રેસ” નામનું નવલું નજરાણું અર્પણ કરેલ છે. આમ શહેરમાં સતત વિકાસ કામ કરતી પાલિકાએ બાળકોને ટ્રેનમાં બેસવા માટેનો અનોખો અહેસાસ કરવા માટે જહેમત ઉઠાવી હતી.

અમરેલીનાં નામચીન શખ્‍સ પર જીવલેણ હુમલો કરનાર આરોપીને નિહાળવા જનમેદની ઉમટી

બનાવનાં સ્‍થળે પોલીસે આરોપીને હાથ જોડાવ્‍યા
અમરેલીનાં નામચીન શખ્‍સ પર જીવલેણ હુમલો કરનાર આરોપીને નિહાળવા જનમેદની ઉમટી
નવનિયુકત એસપી નિર્લિપ્‍ત રાયની કામગીરી પ્રશંસાપાત્ર બની
અમરેલી, તા. 1ર
અમરેલીનાં ટાવર ચોક પાસે આવેલ એક દુકાનમાં થોડા દિવસ પહેલા નામચીન ઈરફાન ઉર્ફે ટાલકીને સમાધાન કરવાનાં બહાને બોલાવી અને તેમની ઉપર અસ્‍ત્રા વડે જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દઈ આ ચારેય ઈસમો વસંત મનુભાઈ બારોટ, દિપક રમેશભાઈ સોલંકી, ચિરાગ ગીજુભાઈ ઠાકર તથા વિશાલ નાશી ગયા બાદ પોલીસે આ ચારેય ઈસમોને ઝડપી લીધા હતા ત્‍યારે આજે સાંજના સમયે સીટી પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસે આરોપી વસંત મનુભાઈ બારોટને બનાવ સ્‍થળે ડેમોસ્‍ટ્રેશન કરવા માટે ટાવર ચોકમાં લાવતાં તમાશો જોવા માટે લોકોનાં ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે બનાવ સ્‍થળની દુકાનમાં આરોપી પાસે કેવી રીતે હુમલો કરાયો તે અંગેનું ડેમોસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું.

અમરેલીનાં માણેકપરામાં મહિલાઓ દ્વારા પવિત્ર પરશોતમ મહિનાની ઉજવણી

અમરેલી શહેરમાં માણેકપરા શેરી નં.13 માં ચાલતું ગોપી મહિલા મંડળ ઘણા સમયથી દરેક ધાર્મિક તહેવારો મંડળની બૈરાઓ દ્વારા ઉજવી રહૃાા હોય તેમાં અત્‍યારે ચાલતાં પવિત્ર પુરૂષોતમ માસમાં પણ દરેક ગોપી મહિલા મંડળની બહેનો રોજ સવારે પુરૂષોતમ માસની પૂજા-અર્ચના કરે છે. જેમાં શ્રી પુરૂષોતમ ભગવાનને છપ્‍પનભોગ ધરાવીને વિશેષ ભોગ-પૂજા-અર્ચના કરી શ્રઘ્‍ધાપૂર્વક પવિત્ર પુરૂષોતમ માસ ઉજવેલ છે.

હું તો કાગળીયા લખી લખી થાકી ભાજપ તારા મનમાં નથી

પીપાવાવની આંદોલનકારી મહિલાઓએ પ્રધાનમંત્રીને પોસ્‍ટકાર્ડ મોકલ્‍યા
હું તો કાગળીયા લખી લખી થાકી ભાજપ તારા મનમાં નથી
આંદોલનકારી બહેનોએ તેમના પ્રધાનમંત્રી ભાઈને ચૂંટણી વચનની યાદ અપાવી
રાજુલા, તા.1ર
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 49 દિવસથી ગુજરાતી હેવી કેમિકલ્‍સ લિમિટેડ અને ભૂમાફીયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહયા છે. ગુજરાત સરકારને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ સરકાર દ્વારા ગામજનોને ન્‍યાય મળે તે ગામજનો સરકારના કોઈ પ્રતિનિધિ મળવા પણ નથી આવ્‍યા.આથી ગુજરાત સરકારથી નારાજ થઈ આજરોજ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને આંદોલનકારીઓ દ્વારા પોસ્‍ટ કાર્ડ લખ્‍યા હતા. કારણ કે મોદી દિલ્‍હી જતા સમયે ગુજરાતની બહેનો કહેલું કે જયારે પણ જરૂર પડે ત્‍યારે મને એક પોસ્‍ટ કાર્ડ લખજો હું તમારો ભાઈ દિલ્‍હીમાં બેઠો છું. આથી પીપાવાવ ધામની બહેનો તથા આંદોલનકારીઓ દ્વારા પોસ્‍ટ કાર્ડ લખ્‍યા હતા. આ તકે રાજુલા તાલુકાના મહિલા પ્રમુખ ભાવનાબેન બાંભણીયા પણ ઉપસ્‍થિત રહયા હતા અને તેમણે પણ વડાપ્રધાનને પોસ્‍ટ કાર્ડ લખ્‍યું હતું. આંદોલન છાવણીની મુલાકાત લેતા અમરેલીના સામાજિક કાર્યકર્તા જગદીશભાઈ ચૌહાણ, અમરેલી જિલ્‍લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના ચેરમેન નારાયણભાઈ મકવાણા, વીકટરના યુવા અગ્રણી અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા, મધુભાઈ સાંખટ સહિતના લોકો બહોળી સંખ્‍યામાં હાજર રહયા હતા અને દિવસના અંતે આંદોલનકારીઓ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

ડુંગરમાં ગામ પંચાયતની બેદરકારીથી ગટરના ગંધાતા પાણી માર્ગ પર ફરી વળતા રોષ

રમજાનનાંપવિત્ર મહિનામાં મુસ્‍લિમ બિરાદરો પરેશાન
ડુંગરમાં ગામ પંચાયતની બેદરકારીથી ગટરના ગંધાતા પાણી માર્ગ પર ફરી વળતા રોષ
ડુંગર, તા.1ર
રાજુલાના ડુંગર ગામે રમજાન માસ હોવા છતાં લોકોએ ગટરોના પાણીમાંથી પસાર થવું પડે છે. ડુંગરની મેઈન બજાર, ખેરપરા શેરી, બારપરા શેરી, જમાદાર શેરી, નેરડી વિસ્‍તાર વિગેરે વિસ્‍તારોમાં ગટરોના પાણી ફરી વળે છે. લોકોએ ભર    ઉનાળે ચોમાસા જેવો માહોલ હોય તેવું જણાઈ રહયું છે. ગ્રામજનોના જણાવ્‍યા મુજબ અનેક વખત ગ્રામપંચાયતને રજૂઆત કરવા છતાં કંઈ સાંભળવામાં આવતું નથી. આવી ગટરો ઉભરાતા ગામમાં રોગચાળો ફેલાઈ જવાની દહેશત ઉભી થઈ છે. ડુંગર ગામે ગત વર્ષે પણ સ્‍વાઈન ફલૂના બનાવો બનવા પામેલ છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. આમ ડુંગર ગામે સ્‍વચ્‍છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા  મળી રહયા છે.
આ બાબતે તંત્રની આંખ ખૂલે અને ગામમાં ચોમાસાના વરસાદ પહેલા ગટરો તેમજ ઉકરડાઓની સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અમરેલીમાં ચોરીના ખરીદાયેલ ર બુલેટને કબ્‍જે કરતી એસઓજી

રાજકોટમાંથી બુલેટની ચોરી થઈ હતી
અમરેલીમાં ચોરીના ખરીદાયેલ ર બુલેટને કબ્‍જે કરતી એસઓજી
બુલેટ ખરીદનાર અને વેચનારની અટકાયત
અમરેલી, તા.1ર
અમરેલીમાં મીની કસ્‍બાવાડ વિસ્‍તારમાં રહેતો સમીરશા સુલતાનશા પઠાણે ત્રણેક માસ પહેલા શાસ્‍ત્રી મેદાન પાસે આવેલ એક હોટલની બાજુમાં પાર્ક કરેલ બુલેટ મોટર સાયકલ તથા 1 બુલેટ મોટર સાયકલ 1 માસ પહેલા રાજકોટ રીંગ રોડ ઉપરથી ચોરી કરેલ હતા.
આ બન્‍ને બુલેટ મોટર સાયકલ પૈકી 1 મોટર સાયકલ અમરેલીમાં રહેતા અલ્‍પેશ અમૃતલાલ મહેતાને તથા બીજુ મોટર સાયકલ રાંઢીયા ગામે રહેતા સાહિલ અબ્‍બાસ યુસુફ શેખ નામનાને વેચી નાખેલ. ત્‍યારે અમરેલી એસ.ઓ.જી.નેબાતમી મળતા તપાસ હાથ ધરી આ બન્‍ને મોટર સાયકલ ખરીદનારને પૂછપરછ કરતા તેઓએ આ બુલેટ સમીરશા સુલતાનશા પઠાણ પાસે ખરીદ્યાનું જણાવતા અમરેલી એસ.ઓ.જી.એ આ ત્રણેય ઈસમોને બન્‍ને બુલેટ મોટર સાયકલ કિંમત રૂા. ર લાખના મુદામાલ સાથે અટકાયત કરી કલમ 41(1)ડી મુજબ કબ્‍જે લઈ સીટી પોલીસને હવાલે કરવામાં આવેલ છે. સીટી પોલીસે આ બનાવ રાજકોટ એ ડિવીઝન પોલીસને જાણ કરતાં આ ચોરીનાં બનાવ અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ પોલીસને હવાલે કરવામાં આવનાર છે.

13-06-2018