Main Menu

Tuesday, June 12th, 2018

 

અમરેલી પાલિકાનાં 1પ કોંગી નગરસેવકો સહેલગાહે

આગામી ગુરૂવારે પાલિકા પ્રમુખની ચૂંટણીને લઈને રવાના
અમરેલી પાલિકાનાં 1પ કોંગી નગરસેવકો સહેલગાહે
સહેલગાહે ગયેલ સવા ડઝન નગરસેવકો પક્ષનાં વ્‍હીપનો અનાદર કરીને બળવો કરે તેવા એંધાણ
વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં હોમ ટાઉનમાં પણ બળવાનાં એંધાણથી રાજકીય ગરમાવો
અમરેલી, તા. 11
અમરેલી પાલિકાનાં કોંગ્રેસનાં 1પ નગરસેવકો આજે એકી સાથે સહેલગાહે ઉપડી જતાં ભારે ચકચાર મચી ગઈ છે અને તમામ નગરસેવકો કોંગ્રેસપક્ષમાં બળવો કરે તેવા એંધાણ જોવા મળી રહૃાા છે.
આગામી ગુરૂવારે પાલિકાનાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સર્વસમંતિ સધાતી નથી. 1પ જેટલા નગરસેવકો પ્રમુખપદે નગરસેવક જયંતિભાઈ રાણવાની પસંદગી કરી રહૃાા છે અને કોંગ્રેસપક્ષ તેમના નામ પર સમંત ન હોવાની આશંકાથી જયંતિભાઈ રાણવાનાં સમર્થક તમામ નગરસેવકો આજે સહેલગાહે રવાના થયા છે અને સીધા જ ચૂંટણીનાં સ્‍થળે હાજર થાય તેવું લાગી રહૃાું છે.
અમરેલી પાલિકામાં 44 બેઠકો છે અને બહુમતી માટે ર3 નગરસેવકોનું સમર્થન જરૂરી છે. 1પ બળવાખોર નગરસેવકો ભાજપનાં 6 અને અપક્ષ 3 મળી કુલ 9 નગરસેવકોનું સમર્થન મેળવીને પાલિકાનું સુકાન સંભાળી શકે તેમ લાગી રહૃાું છે.
વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાંહોમ ટાઉનમાં જ બળવાની આગ ફુંફાડા મારી રહી હોય રાજકીય ગરમાવો આવી ગયો છે. અને તેનાં ઘેરા પ્રત્‍યાઘાતો દુરોગામી પડી શકે તેમ છે.
જો કે કોંગી ધારાસભ્‍ય પરેશ ધાનાણી પણ મકકમ છે તેઓ પાલિકામાં શાસન જતું હોય તો ભલે જાય પરંતુ સિઘ્‍ધાંત અને શિસ્‍ત વિરૂઘ્‍ધ ઝુંકવા તૈયાર નથી અને કોઈ ગણતરી રાખીને જ તેઓ બળવાખોરોને મચક આપતાં નથી તે પણ હકીકત છે.

સાવરકુંડલાની યુવતિએ મોબાઈલ ફોન નહી મળતા અંતિમવાટ પકડી

અમરેલી, તા. 11
સાવરકુંડલા ગામે ભુવા રોડ ઉપર રહેતી રૂષાલીબેન જગદીશભાઈ જયાણી નામની ર0 વર્ષિય યુવતિને આઈ ફોન કંપનીનો મોબાઈલ ફોન લેવો હોય, પરંતુ તેણીને મોબાઈલ ફોન નહી અપાવતાં તેણીને લાગી આવતાં ગત તા.7 ના રોજ સાંજના 4 વાગ્‍યાનાં સમયે તેણીએ પોતાની મેળે ઝેરી દવા પી લેતાં પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અત્રેનાં ખાનગી દવાખાને ખસેડાતાં તેણીનું સારવાર દરમીયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા  પામેલ છે.

અમરેલીમાં નામચીન શખ્‍સ ઉપર હુમલો કરનાર 3 શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

મહુવાના આસરવા બસ સ્‍ટેન્‍ડ નજીકથી દબોચી લેવાયા
અમરેલી, તા. 11
અમરેલીનાં ટાવર ચોક પાસે થોડા દિવસ પહેલા અમરેલીનાં નામચીન ઈરફાન ઉર્ફે ટાલકી નામનાં ઈસમનેસમાધાનનાં બહાને બોલાવી ચાર ઈસમોએ અસ્‍ત્રા વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દીધા બાદ આ ચારેય શખ્‍સો નાશી ગયા હતા. ત્‍યારે પોલીસે 1 ઈસમને ઝડપી લીધા બાદ ગઈકાલે બાકી રહેલા ત્રણેય ઈસમોને પણ ઝડપી લીધા હતા.
આ બનાવમાં પોલીસે અગાઉ વિશાલ વાણંદને ઝડપી લીધા બાદ બાકી રહેતાં વસંત મનુભાઈ મકવાણા, ચિરાગ ગીજુભાઈ ઠાકર તથા દિપક રમેશભાઈ સોલંકી નાશતા ફરતા હતા. ત્‍યારે મહુવા તાલુકાના મોટા ખુંટવડા પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ મુકેશભાઈ ગોહિલ તથા સ્‍ટાફને હકીકત મળતાં તેઓએ આસરવા બસ સ્‍ટેન્‍ડથી આ ત્રણેય ઈસમો ભાગવાની તૈયાર કરતા હોય અમરેલી સીટી પોલીસને જાણ કરતાં પીઆઈ બી.આર. ચૌધરી, હેડ કોન્‍સ્‍ટેબલ ગંભીરસિંહ ચાવડા, હરેશસિંહ પરમાર, કપીલભાઈ બગડા, હિતેશભઈ તથા ડ્રાઈવર ભરતભાઈ વિગેરેએ મારતી મોટરે પહોંચી જઈ આ ત્રણેય ઈસમોને ખૂંટવડા પોલીસ સ્‍ટાફને સાથે રાખી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વેર હાઉસીંગનાં અધિકારીઓને પાપે સરકાર બદનામ થાય છે

સાવરકુંડલા તાલુકા સંઘનાં પ્રમુખ દિપક માલાણીનો ચોંકાવનારો આક્ષેપ
વેર હાઉસીંગનાં અધિકારીઓને પાપે સરકાર બદનામ થાય છે
ખેતીપાકો ખરીદનાર સંસ્‍થા ટેબલ નીચેથી નાણા આપે તો જ ગોડાઉનમાં જગ્‍યા આપવામાં આવે છે
રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુને ધગધગતો પત્ર પાઠવવામાંઆવ્‍યો
અમરેલી, તા. 11
સાવરકુંડલા તાલુકા સંઘના પ્રમુખ દિપક માલાણીએ રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, સરકાર તરફથી મગફળી, ચણા, તુવેર વિગેરે ટેકાના ભાવથી ખરીદીના કારણે ખેડૂતોમાં સંતોષ અને લાભર્થીની લાગણી થવાના બદલે સરકાર પ્રત્‍યે ખેડૂતો રોષ અને અંસંતોષ અનુભવે સાથે રાજકીય ટીકાઓ અને નિવેદનોનો સામનો કરવો પડે તેવી સ્‍થિતિ સરકાર માટે થાય છે. તેને માટે જવાબદાર કોઈ હોય તો રાજયનાા વેરહાઉસ કોર્પોરેશનના સત્તાવાળાઓ તેનો બદઈરાદાવાળો અને શંકાસ્‍પદ કાળા કારોબાર. આ કારણે ખેડૂતો પરેશાન થાય છે અને સરકારને અપયશ મળે છે. આ વેરહાઉસ કોર્પોરેશનના ટોપથી બોટમ સુધીની ચેનલના પૂર્વ આયોજીત કાળા કારોબારને કારણે ખરીદનાર સ્‍થાનિક સંસ્‍થા આ અધિકારીઓ સાથે અપ્રમાણિક વ્‍યવહારો કરે તો જ ટેકાના ભાવથી ખરીદાયેલ પાકને ગોડાઉનમાં પ્‍લેસ આપવામાં આવે છે નહીં તો ફોન પર રવાનગી કરવાની હા પાડવામાં આવતી નથીઅને મોકલતા નહીં અહીયા જગ્‍યા નથી વિગેરે બહાના આપે છે. જેનું ઉદાહરણ સાવરકુંડલા તાલુકા સંઘ ઘ્‍વારા ખરીદાયેલ ચણાનો જથ્‍થો કે લાંબા સમયથી યાર્ડમાં છે તેની રવાનગી કરવા દીધેલ નથી.
વધુમાં જણાવેલ છે કે, આ રીતે બ્‍લેક મેઈલીંગ કરી ખરીદનાર સંસ્‍થાપાસેથી અપ્રમાણીક વ્‍યવહારો કરવા ફરજ પાડવાનો બીજો કારસો એવી રીતે કરે છે કે, ટેકાના ભાવથી ખરીદેલ મગફળી કે ચણાના સ્‍ટોરેજ માટે જે તે ગોડાઉને પહોચે એટલે કોઈને કોઈ ખામી બતાવીને રીજેકટ કરે છે. પછી સંબંધીત સંસ્‍થાનો પ્રતિનિધિ જો રૂબરૂ ાય અને શરતો મુજબ અપ્રમાણીક વ્‍યવહારથી કારોબાર કરી નાખે તો આજ ટ્રકો પાછી મંગાવીને અનલોડ કરી દેવામાં આવે છે. આ બધા કારોબારના પુરાવા મળવા અસંભવ છે પણ પઘ્‍ધતિસર આ બધુ ચાલે છે.
વધુમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લાના પીઠવડી ગામે હજારો મેગા ટન સંગ્રહ થઈ શકે તેવું બધી રીતે વાયેબલ ગોડાઉન અવેઈલેબલ છે. જિલ્‍લાનાં મંજુર થયેલ કેન્‍દ્રો પર ખરીદી બંધ છે તે બધા કેન્‍દ્રો પર ખરીદી શરૂ કરી શકાય તેમ છે અને બધો માલ સંગ્રહ થઈ શકે તેટલી ગોડાઉનની કેપેસીટી છે. સરકારને ટ્રાન્‍સપોર્ટેશનનો ઓછામાં ઓછો ખર્ચ ચડે છે તો પણ અપ્રમાણીક વ્‍યવહારના અભાવે આ તંત્ર આ ગોડાઉન ફાઈનલાઈઝ કરતું નથી તે પણ એક ઉદાહરણ છે.
તેવી જ રીતે અગાઉ માર્ચ મહિનામાં સાવરકુંડલા કેન્‍દ્રમાંથી ખરીદેલ મગફળીની ઘણી ટ્રકો રીજેકટ કરેલી ત્‍યારબાદ કાળા કારોબાર મુજબ જરૂરી પુરૂ પાડી દીધું એટલે ગુણવત્તા સુધરી ગઈ અને ટ્રકો અનલોડ કરી દીધેલ.
વધુમાં જણાવેલ છે કે, ખરીદનાર સંસ્‍થા પાસેથી કાળા કારોબારનીપ્રેકટીસ કરવાના ઈરાદે વ્‍યવસ્‍થામાં કૃત્રિમ અવ્‍યવસ્‍થા ઉભી કરી લાભાર્થીઓ અને સરકાર વચ્‍ચે અવરોધ ઉભો કરવાનું વ્‍યવસ્‍થિત ષડયંત્ર રાજયના વેરહાઉસ કોર્પોરેશનના એમ.ડી.થી માંડી મેનેજર રેન્‍કની મીલીભગતથી કારસ્‍તાન ચાલે છે. જેના કારણે અનેક કેન્‍દ્રોમાં દિવસોથી ચણાની ખરીદી થઈ શકતી નથી. સરકારને બદનામી મળે છે. હજારો ખેડૂતો સરકારની યોજનાથી વંચિત રહે છે.
ભુતકાળમાં જે તે કેન્‍દ્રમાં ટેકાના ભાવથી ખરીદાયેલ જણસને કયાં ગોડાઉનમાં મોકલવી તે નકકી કરવાનો અધિકાર રા.વેર હાઉસ કો. પાસે ન હતો પણ રાજયની ગુજકોમાસોલ કે જે કોઈ ફર્સ્‍ટ એજન્‍સી હોય તે ગોડાઉન નકકી કરતા. માટે કયાં કેન્‍દ્રનો માલ કયાં ગોડાઉનમાં ઉતારવો તેના અધિકાર તાત્‍કાલીક અસરથી સ્‍ટેટ વેરહાઉસ કોર્પોરેશન પાસેથી લઈ લેવા જોઈએ. તો જ યોજના વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચશે અને સરકારને બદનામી મળતી અટકશે.
વધુમાં જણાવેલ છે કે, આ બધી હકીકતો ઉપરાંત અન્‍ય ન લખી શકાય, ન પુરાવા મળે તેવી હકીકતો સાંભળતા એજું પણ માલુમ પડે છે કે, ગોંડલ-શાપર વિગેરે સ્‍થળોએ સરકાર હસ્‍તકની મગફળીની આગના જે બનાવો બન્‍યા છે તે બનાવમાં એમ.ડી. સહિત તેના તાબા નીચેના જવાબદાર અધિકારીઓનો સહઆરોપી તરીકે સંડોવણી કરી શકાય તેવો ડાયરેક અને ઈન્‍ડાયરેક રોલ હોવાનુંમાનવા કારણ છે.એટલે તપાસનીશ એજન્‍સીએ આ બાબતે આ તંત્રના એમ.ડી. સહિત જવાબદાર સત્તાવાળઓનું સખ્‍તાઈથી ઈન્‍ટ્રોગેશન કરવું જોઈએ.
આમ ઉપરોકત મુદાઓની ગંભીર નોંધ લઈ તે બાબતે તપાસ કરાવવા અને આ રજુઆતોમાં તથ્‍ય માલુમ પડે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવા અને ખેડૂતોના હિતમાં આદેશો થવા અંતમાં માંગણી કરેલ છે.

રાજુલામાં માર્કેટયાર્ડ નજીકની દુકાનમાંથી રૂપિયા 1.14 લાખની ચોરી

સ્‍થાનિક પોલીસે તસ્‍કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
રાજુલા, તા. 11
રાજુલા માર્કેટીંગ યાર્ડનાં ગેઈટની બાજુમાં માર્કેટીંગ યાર્ડની પહેલા માળે આવેલી દુકાન જે નિલકંઠ સ્‍ટુડીયોનાં નામે ચાલે છે. જે હરેશભાઈ તેરૈયાની દુકાનમાં ગઈકાલે રાત્રીનાં સમયે 1 લાખ 14 હજાર રોકડા તેમજ પૂંજામાં મુકેલા છ ચાંદીનાં સીક્કા સહિતનાની ચોરી થયેલ છે. આ અંગેની ફરિયાદ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં થતા આ અંગેની તપાસ પી.આઈ. જાડેજા ચલાવી રહૃાા છે. જેમાં આજુબાજુનાં સી.સી.ટી.વી.નાં ફુટેજ પણ ચકાસી રહૃાા છે. નિલકંઠ સ્‍ટુડીયોની બાજુમાં જ આવેલ ગોપાલ એડવાઈઝર નામની દુકાનનાં પણ તાળા તોડેલ હતા. પરંતુ ગોપાલ એડવાઈઝર રાજુભાઈ પરમારની દુકાનમાંથી કશું ચોરાયેલ નથી.
રાજુલામાં અવારનવાર ચોરીનાં બનાવો બનતા રહે છે. જેમાંથીમોટાભાગની ડીટેકટ થયેલ નથી.

ઈંગોરાળા ગામની યુવતિએ હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત  કર્યો

અમરેલી, તા. 11
બાબરા તાલુકાનાં ઈંગોરાળા ગામે રહેતાં નયનાબેન દામજીભાઈ કરકર નામની મહિલાનાં શરીરે તથા મોં ઉપર કાળા ડાઘ હોય, જેનાં કારણે તેણીને વિચાર આવેલ કે મારૂ ભવિષ્‍યમાં શું થશે તેમ લાગતાં તેણીએ આજે સવારે પોતાની મેળે પોતાના ઘરે સ્‍લેબનાં હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું દામજીભાઈ કલ્‍યાણભાઈ કરકરે બાબરા પોલીસમાં જાહેર કર્યુ છે.

ઉલ્‍ટી ગંગા : પત્‍નિનાં બેહદ ત્રાસથી પતિએ ઝેરી દવા પી લીધી

સાવરકુંડલા શહેરમાં બની ઘટના
અમરેલી, તા. 11
સાવરકુંડલા ગામે રહેતાં અશોકભાઈ મનુભાઈ બગડા નામનાં 3પ વર્ષિય યુવકનાં પત્‍નિ વિલાસબેન ચારેભક દિવસ પહેલાં કહૃાાં વગર માવતરે જતી રહેલ અને તેણી સાથે બોલાચાલી થતાં અને તેણીનાં માવતર પણ માથાભારે હોય, જેનાથી કંટાળી જઈ પોતાની મેળે ઘરમાં પડેલ ઉંદર મારવાની દવાપી લેતાં યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ છે.

હીમખીમડી પરામાંથી વિદેશી દારૂની ર7 બોટલ પોલીસે ઝડપી લીધી

અમરેલી, તા. 11,
ધારી નજીક આવેલ હીમખીમડી પરા વિસ્‍તારમાં ગઈકાલે રાત્રે ધારી પોલીસ તપાસ કરીરહી હતી ત્‍યારે કોઈ અજાણ્‍યા ઈસમે ત્‍યાં વિદેશી દારૂની બોટલ નંગ-રર કિંમત રૂા. 11 હજારની લઈ નીકળતા પોલીસને જોઈ વિદેશી દારૂ છોડીને નાશી જતાં પોલીસે મુદામાલ કબ્‍જે લઈ અજાણ્‍યા ઈસમની શોધખોળ આદરી છે.
ધારી નજીક આવેલ હીમખીમડીપરામાંથી  વિદેશી દારૂનો જથ્‍થો પકડી પાડયા બાદ આજે વહેલી સવારે ધારી પોલીસે બાતમીનાં આધારે તે વિસ્‍તારમાં રહેતાં હનીફ કાદરભાઈ બ્‍લોચનાં કબજામાં વિદેશી દારૂની બોટલ નંગ-પ કિંમત રૂા.રપ00 સાથે ઝડપી લેતાં ધારી પોલીસની લાલ આંખથી બુટલેગરો તથા દારૂની હેરફેર કરતાં ઈસમોમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો છે.

ઉંટવડ ગામ પાસે ઈરાદપૂર્વક બાઈક સાથે કાર અથડાવી ઈજા કરી

અગાઉનાં મનદુઃખનાં કારણે માર મારી ધમકી આપતા ફરિયાદ
અમરેલી, તા. 11
જસદણ તાલુકાનાં ઉંટવડ ગામે રહેતાં ભુપતભાઈ પોપટભાઈ સોરઠીયા ગત તા. 9નાં બપોરે થોભણભાઈ ઘેલાભાઈ તથા શૈલેષભાઈ કડવાભાઈ સાથે મોટર સાયકલ ઉપર જતાં હતાં ત્‍યારે ઉંટવડ-બાબરા માર્ગમાં આવેલ બધિકા આશ્રમ પાસે પહોંચતા અગાઉનાં મનદુઃખનાં કારણે તેજ ગામે રહેતા અને કાર ચલાવતાં કરણ ધુઘાભાઈએ ચાલુ કારે તેમને ગાળો આપવા લાગેલ અને આગળથી કાર પાછી વાળી મોટર સાયકલ સાથે અથડાવી દેતા આ ત્રણેયને ઈજા કરી તથા આ કરણ સાથે રહેલા રઘુ છનાભાઈ,મુન્‍ના વેળાભાઈ, અશોક રઘુભાઈએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવા અંગે ધમકી આપતાં આ અંગે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

લાઠીમાં ત્રણ શખ્‍સોએ ગેરકાયદેસર રીતે એક યુવકને ગોંધી રાખી ધમકી આપી

રૂા. 4.70 લાખ બળજબરીથી કઢાવવા કોશિષ કરતા ફરિયાદ
અમરેલી, તા.11
લાઠી ગામે રહેતા બીલકીશબેન યુસુફભાઈ દલ નામની 60 વર્ષીય વૃઘ્‍ધાના નાના દીકરાએ ત્રણેક વર્ષ પહેલા તે જ ગામે રહેતા તેજાભાઈના મોટા દીકરા મહમદભાઈ પાસેથી રૂા. 4.70 લાખ વ્‍યાજે લીધા હતા. જે પૈસા તેમણે ચુકતે કરી શકે તેમ ન હોય, જેથી તે લાઠી ગામ મુકીને જતો રહેલ હતો. જેથી આ પૈસાની ઉઘરાણી કરવા માટે થઈ મહમદભાઈ, તેમના ભાઈ અહેમદભાઈ તથા સાહિલ આદમભાઈ સેતા બીલકીશબેનના મોટા દીકરા પાસે અવાર-નવાર માંગણી કરી સતામણી કરતા હોય, અને ગત તા.7/6ના રોજ આ ત્રણેય ઈસમોએ વૃઘ્‍ધાના મોટા દીકરાને બજારમાંથી પકડી લઈ જઈ એક રૂમમાં ગોંધી રાખી ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી, જાનથી મારી નાખવા ધમકી આપી રૂા. 4.70 લાખ બળજબરીથી કઢાવવાની કોશિશ કરવાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવતા પી.એસ.આઈ. જેતપરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

બાબરાનાં ધારપરામાં આધેડને બે શખ્‍સોએ પાઈપ વડે ઈજા કરી

પત્‍નિને ભગાડી જવા અંગે વાતચીત કરતાં બન્‍યો બનાવ
અમરેલી, તા. 11
બાબરા ગામે ધારપરામાં રહેતાં ધીરૂભાઈ ઘોહાભાઈ કરકર નામનાં 4પ વર્ષીય આધેડનાં પત્‍નિ ગત તા. 8નાં રોજ સાંજે 7 વાગ્‍યાનાં સમયે ઘરેથી કોઈને કહૃાાં વગર જતાં રહેલ. જેથી તેમને તેજ ગામે રહેતા કાળુભાઈ ગોરધનભાઈકારેટીયા સાથે ભાગી ગયેલ કે ભગાડી ગયાની શંકા જતાં જેથી આધેડે તેમની સાથે તે બાબતે વાત કરતાં આ કાળુભાઈ તથા તેમનો પુત્ર દિપક કાળુભાઈ કારેટીયાએ ઉશ્‍કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે આડેધડ ઘા મારી ડાબા હાથે ફેકચર જેવી ઈજા કરી દીધાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાવી છે.

વીકટરમાં જુગટુ ખેલતા પ શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.11
રાજુલા તાલુકાના વિકટર ગામે રહેતા સોમભાઈ કરશનભાઈ શિયાળ, મોહનભાઈ ડાયાભાઈ બારૈયા, સોમાતભાઈ સનાભાઈ બારૈયા, ભુપતભાઈ નથુભાઈ ઠાપા તથા પીપાવાવ ધામ ગામે રહેતા ડાયા બિજલભાઈ શિયાળ વિગેરે ગઈકાલે સવારે વિકટર ગામે જાહેરમાં પૈસા-પાના વડે જુગાર રમતા હોય, પીપાવાવ મરીન પોલીસે બાતમીના આધારે દરોડો કરી રોકડ રકમ રૂપિયા 6ર7પ તથા મોબાઈલ ફોન-પ કિંમત રૂા. ર100 મળી કુલ રૂા. 833પના મુદામાલ સાથે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લ્‍યો બોલો : જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્‍યા ખાલી

જિલ્‍લામાં હજારો બાળકોનાં શિક્ષણની જવાબદારી નિભાવનાર કોઈ નથી
લ્‍યો બોલો : જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્‍યા ખાલી
પ્રાથમિક શિક્ષણ જેવા અતિ મહત્‍વનાં વિભાગનાં અધિકારીની ખાલી જગ્‍યાથી આશ્ચર્ય ઉભું થઈ રહૃાું છે
આગામી દિવસોમાં પ્રવેશોત્‍સવ, કન્‍યા કેળવણી જેવા ઉત્‍સવો થવાનાં હોય તેનો કોઈ મત્તલબ રહેતો નથી
અમરેલી, તા. 11
અમરેલી જિલ્‍લામાં પ્રાથમિક શિક્ષણની હાલત અતિ         કથળી રહી છે. અને જયાં પ્રાથમિકશિક્ષણનું સ્‍તર કથળી રહયું હોય ત્‍યાં ભવિષ્‍ય ઉજજવળ બનશે તે આશા રાખવી નકામી છે.
અમરેલી જિલ્‍લામાં 700 ઉપરાંતની સરકારી શાળાઓ અને તેમાં પ હજાર કરતા પણ વધારે શિક્ષકો ફરજ બજાવે છે. જિલ્‍લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની હાલત દયનીય બની છે. તેવા જ સમયે અમરેલીમાં  જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધીકારી જોવા મહત્‍વનાં અધિકારીની જગ્‍યા ધણા મહિનાઓથી ખાલી છે. અને માઘ્‍યમિક શિક્ષણાધીકારીને વધારાની જવાબદારી સોંપવમાં આવી છે.
આગામી દિવસોમાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી જેવા કાર્યક્રમો યોજાશે. અને તેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ શિક્ષણની ચિંતા કરવાનું નાટક કરશે. પરંતુ, પાયાની જરૂરીયાત પુરી કરવાનું કોઈને સુઝતું નથી. અને જયારે, પ્રાથમિક શિક્ષણની હાલત કથળતી હોય તો ભવિષ્‍ય કેવી ઉજજવળ બનશે તેવો વેધક પ્રશ્‍ન શિક્ષણવિદમાં ઉભો થઈ રહયો છે.

વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટી લેવલે ભરાવાની શકયતા હોય અસરગ્રસ્‍ત

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજુલા-જાફરાબાદ તાલુકાના
વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટી લેવલે ભરાવાની શકયતા હોય અસરગ્રસ્‍ત  વિસ્‍તારના લોકોએ સલામત સ્‍થળે ખસી જવું
બંધારા-જળાશય યોજના અંતર્ગત ઓળખ પ્રસ્‍થાપિત વિસ્‍તારમાં પ્રવેશ કરવો નહિ
અમરેલી તા.11
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજુલા-જાફરાબાદ તાલુકાના વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટીએભરાવાની શકયતાઓને ઘ્‍યાને લઇ કાર્યપાલક ઇજનેર-ક્ષાર અંકુશ વિભાગ ભાવનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
જેમાં વિસલીયા બંધારા જળાશય યોજનામાં ભરપૂર સપાટી લેવલ (4 મીટર એફએસએલ), મોભીયાણા પુનઃપ્રભારણ જળાશય યોજનામાં ભરપૂર સપાટી લેવલ (47 મીટર એફએસએલ), પટવા ગામે સમઢીયાળા બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (3.8ર મીટર એફએસએલ), કડીયાળી બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (3.80 મીટર એફએસએલ), ભેરાઇ ગામે ભેરાઇ બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (3.40 મીટર એફએસએલ) ભરાવાની શક્‍યતા છે.
આથી જળાશય વિસ્‍તારના ઉપરવાસમાં ખેતી અને અન્‍ય કોઇ પ્રવૃત્તિ ન કરવા, ઢોરઢાંખરને દૂર રાખવા ઉપરાંત રાજુલા – જાફરાબાદ તાલુકાના વિસલીયા, કથીરવદર, દાનશી, મોભીયાણા / જીજકા, સમઢીયાળા, પટવા, પઢીયારકા, ડોળીયા,         કડીયાળી, ભેરાઇ, કડીયાળી, તથા પીપાવાવ ગામના નીચાણવાળા વિસ્‍તારમાં રહેતા તેમજ સમઢીયાળા બંધારા યોજનાના ઉપરવાસના ગામના લોકોને ભારે પૂર વખતે સલામત સ્‍થળે ખસી જવા જણાવવામાં આવે છે.
વિસલીયા બંધારા અંતર્ગત 18પ હેક્‍ટર, મોભીયાણા પુનઃ પ્રભારણ જળાશય યોજના અંતર્ગત પ.00 હેક્‍ટર, સમઢીયાળા બંધારા યોજના અંતર્ગત રપ8 હેક્‍ટર,  કડીયાળી બંધારા યોજના અંતર્ગત 3.8રહેક્‍ટર, ભેરાઇ બંધારા અંતર્ગત ર4.07 હેક્‍ટર, ઉપરવાસના ઓળખ પ્રસ્‍થાપિત વિસ્‍તારમાં પ્રવેશ કરવા મનાઇ ફરમાવેલ છે.

મોટા મુંજીયાસર ગામે તરૂણી પર નિર્લજજ હુમલો

તરૂણીનાં પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમરેલી, તા. 11,
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રહેતી એક તરૂણીને ગત તા.9ના રોજ રાત્રે તે જ ગામે રહેતા રોહિત કાંતિભાઈ રાઠોડ નામના ઈસમે તરૂણીનું બાવડુ પકડી, બિભત્‍સ ચેનચાળા કરી નિર્લજજ હુમલો કર્યો હતો. જયારે કાંતિભાઈ રાઠોડ, વિલાસબેન રાઠોડ, ખોડા આલાભાઈ રાઠોડે આ બનાવ બાદ તરૂણીના પિતાને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.

સાવરકુંડલા પાલિકામાં આગામી અઢી વર્ષ માટે ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે ઘમાસાણ

સાવરકુંડલા, તા. 11
સાવરકુંડલા નગર પાલિકામાં હાલ કોંગ્રેસની બહુમતી છે. ત્‍યારે આવનારા અઢી વર્ષ માટે કોની બોડી શાસન કરશે તે માટે નગરપાલિકા અને શહેરમાં વાયુવેગે ચર્ચા ચાલું થઈ છે. ત્‍યારે બન્‍ને પક્ષો ર્ેારા તેમનાં સભ્‍યોનો બોલી લાગે તે પહેલા તેઓને અચોક્કસ મુદ્યત માટે શહેરથી બહાર મોકલી દેવામાં આવ્‍યા છે. ત્‍યારે બન્‍ને પક્ષોમાંથી કોંગી સભ્‍યોનાં નારાજ થયેલ ચાર સભ્‍યો ભાજપ તરફ વળે તેવી ચર્ચા ચાલી છે. જો આવું બનશે તો આવનારા સમયમાં સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપ શાસન કરશે તેવી ભાજપનાં કાર્યકર્તા અને સભ્‍યોની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત ભાજપ ર્ેારા કોંગી સભ્‍યો અને બોડી ર્ેારા જે કાર્યો થયા નથી તેવા વિકાસનાં કામો જો ભાજપ સરકારની બોડી આપશે તો કરશે તેવી ખાત્રી આપવામાં આવી છે. ઉપરાંત ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ચૂંટીને બેસાડનારલોકોએ પણ ભાજપનું શાસન આવશે તો રાહતનો અનુભવ થશે તેવી લોકચર્ચા ચાલી છે.

અમરેલી જિલ્‍લાના પોલીસ વિભાગમાં 13 પીએસઆઈ ને 4 પીઆઈની અરસ-પરસ બદલી

નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય દ્વારા
અમરેલી જિલ્‍લાના પોલીસ વિભાગમાં 13 પીએસઆઈ ને 4 પીઆઈની અરસ-પરસ બદલી
અમરેલી, તા.11
અમરેલીના નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે વહીવટી સરળતા ખાતર 4 પી.આઈ. અને 13 પી.એસ.આઈ.ની અસર-પરસ બદલી કરી હોવાનું જાણવા મળેલ છે.
જેમાં બાબરાના સી.પી.આઈ., વી.આર. ચૌધરીને બાબરા સી.પી.અઈ.માંથી અમરેલી સીટીમાં, બગસરાના પી.આઈ., આઈ.વી. રબારીને બાબરાનાં સી.પી.આઈ. અમરેલીનાં સી.પી.આઈ.  પી.પી. ચૌધરીને ધારીનાં સી.પી.આઈ. અને ધારીનાં સી.પી.આઈ., પી.વી. જાડેજાને સાવરકુંડલાના પી.આઈ.ની જવાબદારી સોંપવામાં આવી છે.
જયારે, પી.એસ.આઈ. પી.એન. મોરીને બાબરા, ડી.એ.તુવરને લાઠી, એ.વી. સરવૈયાને લીવ રીઝર્વ, એમ.એ. મોરીને બગસરા, એ.ડી. સાંબડને લીલીયા, જી.જે. મોરીને દામનગર, એન.એમ. જેતપરીયાને અમરેલી સીટી, કેડી ગોહિલને ધારી, સુ.જી.ડી.આહીરને જાફરાબાદ મરીન, જી.જી.જાડેજાને રીઝર્વ, એન.જી. ગોસાઈને અમરેલી સીટી, કે.ટી. બગડાને રીઝર્વ અને એમ.એચ. પરાડીયાને અમરેલી સીટીની જવાબદારી સોંપવામાં આવી છે.

ચલાલામાં સ્‍ટેટ બેન્‍કઈન્‍ડિયાનું એટીએમ શોભાનાં ગાંઠીયા સમાન

ચલાલા, તા.11
ચલાલા શહેર અને આજુબાજુના વીસેક જેટલા ગામડાના લોકો માટે ચલાલા શહેરમાં એસ.બી.આઈ. દ્વારા એ.ટી.એમ.ની સુવિધા પ્રાપ્‍ત થયેલ છે. આ એ.ટી.એમ.માં માત્ર પૈસા ઉપાડી શકાય છે. તેમાં પૈસા જમા કરવા સાથે બુક એન્‍ટ્રી મશીનની સુવિધા વધે તે માટે ચલાલા શહેર ભાજપના યુવાન, ઉત્‍સાહી પ્રમુખ કેતન સરવૈયાએ તેમની ટીમ સાથે ચલાલા એસ.બી.આઈ.ના મેનેજરને અને જિલ્‍લા સાંસદને લેખીત અને મૌખિક ધારદાર રજૂઆત કરવામાં આવેલ છે. યુવા ભાજપ કેતન સરવૈયાએ જણાવેલ છે કે, જો એસ.બી.આઈ. દ્વારા એ.ટી.એમ.માં પૈસા જમા કરાવવાની અને બુક એન્‍ટ્રીની સુવિધા પ્રાપ્‍ત કરવામાં આવે તો વેપારી મિત્રો અને આમ જનતાને બેંકની લાઈનમાં ઉભા રહી તેમના ટાઈમનો વેડફાટ ન થાય અને સહેલાઈથી બેંકીંગ કામ કરી શકે. યુવા ભાજપની આ રજૂઆતથી વેપારી મિત્રોમાં આનંદની લાગણી પ્રસરી છે. અને યુવા ભાજપની રજૂઆતને બિરદાવેલ છે.

વીકટરમાં ગટરની જરૂર છે ત્‍યાં ગ્રામ પંચાયત પાઈપલાઈન નાખી રહી છે

રાજુલા તાલુકાનું વિકટર ગામ અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલું છે. આ અંગે અવારનવાર અખબારોમાં સમાચાર પ્રસિઘ્‍ધ થતા હોય છે. ગામમાં સ્‍મશાનની સમસ્‍યા હોય કે પછી પ્રાથમિક શાળામાં શિષ્‍યવૃતિ કૌભાંડ કે પછી રોડ-રસ્‍તા ગટરની સમસ્‍યા હોય કે પછી દારૂબંધી, જુગાર હોય આવા અનેક પ્રશ્‍નો વિકટર ગામમાં છે. છતાં પણ ગ્રામ પંચાયત પ્રશ્‍નોનું નિરાકરણ લાવવામાં નિષ્‍ફળ નીવડી છે. વિકટરના નેસડા વિસ્‍તારની શેરી નં.-1માં આઝાદીથી આજદિન સુધી ગટર કે રોડ બનાવવામાં જ આવ્‍યા નથી. કારણ કે ગ્રામપંચાયત આ વિસ્‍તાર પ્રત્‍યે ભેદભાવ ભર્યું વર્તન કરે છે. તેવું સ્‍થાનિક લોકોનું કહેવું છે. આ વિસ્‍તારના લોકોએ વારંવાર રજૂઆતો કરવામાં આવી. ત્‍યાર બાદ નાયબ કલેકટર આ વિસ્‍તારની મુલાકાત લીધી હતી અને કહયું હતું કે એટીવીટીનું આયોજન થાય ત્‍યારે આ વિસ્‍તારને ગટરની ફાળવણી કરવામાં આવશે. કલેકટરે આપેલી આ બાંહેધરી પ્રમાણે વિકટર ગામને 300 મીટર ગટરની ફાળવણી પણ કરવામાં આવીપરંતુ જે વિસ્‍તારમાં ગટરની સમસ્‍યા હતી ત્‍યાં ગ્રામ પંચાયતને ગટર બનાવવામાં રસ જ નથી ત્‍યાં ગ્રામ પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખી રહયા છે. તે પાઈપલાઈન ઉંડી પણ નાખવામાં આવી નથી. આ વિસ્‍તારના લોકોની એને એ જ હાલત રહી છે. તો ગટરની મંજૂરી મળી ગઈ છતાં પણ આવા પાઈપલાઈનનો ખર્ચો કરવાની શું જરૂર ? કે પછી ગ્રામ પંચાયત આ વિસ્‍તારમાં ગટર બનાવવા જ ના માંગતી હોય તેવું સ્‍થાનિક લોકોનું કહેવું છે.

બાબરાનાં અમરાપરા અને નાની કુંડળમાંથી જુગારીઓ ઝડપાયા

બાબરા, તા. 11
અમરાપરા ગામમાં ડાયાભાઈ મનુભાઈ ટોટા, રહે. અમરાપરાવાળા પોતાના મકાનમાં નાળ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડતાની ચોક્કસ હકીકત મળતા ના.પો. અધિ. અમરેલી વિભાગનાઓ પાસેથી વોરંટ મેળવી રેઈડ કરતા (1) ભરતભાઈ હસુભાઈ સરવૈયા, (ર) રવિભાઈ પરશોત્તમભાઈ કુકડિયા, ક3) આશિફભાઈ રહિમભાઈ મેતર, (4) અજયભાઈ દિનેશભાઈ તન્‍ના, (પ) રામજીભાઈ નાથાભાઈ માંડાણી, (6) મયુરભાઈ પરશોત્તમભાઈ અજાણી, (7) હકાભાઈ બાલાભાઈ ભરવાડ, રહે. તમામ અમરાપરા તા. બાબરાવાળાને ગે.કા. રીતે તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂા.19,990 સાથે રેઈડ દરમ્‍યાન પકડી પાડેલ છે.
તેમજ ગત તા. 9/6/ર018 ના રોજ ખાનગી બાતમીદારની હકીકત આધારે નાનીકુંડળ ગામે જાહેરમાં જુગાર રમતા (1) માવજી મેરામ (ર) દેવચંદ છગનભાઈ (3) મોતી મેરામ (4) રામજી નારણ (પ) પ્રવિણ વેલજી (6) સીતરો વાલજી રહે. તમામ નાનીકુંડળ તા. બાબરાવાળા ઉપર રેઈડ કરતાં ચાર ઈસમ નાશી ગયેલ અને બે ઈસમો રોકડા રૂા.3040 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાંઆવેલ છે.

અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ સીમાબેન સાંગાણીને શોકોઝ નોટીસ

રાજય સરકાર સામે આંદોલન કરવા બદલ
અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ સીમાબેન સાંગાણીને શોકોઝ નોટીસ
પંચાયત કચેરીનાં પટાંગણનો થયો દુરૂપયોગ
અમરેલી, તા. 11
અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખસીમાબેન સાંગાણીએ તાલુકા પંચાયત કચેરીનાં પટાંગણનો ઉપયોગ રાજય સરકાર સામે આંદોલન કરવા માટે કરતાં ઉચ્‍ચ કક્ષાએથી તેણીને શો-કોઝ નોટીસ પાઠવામાં આવતાં રાજકીય ઘર્ષણની શકયતાઓ જોવા મળી રહી છે.

સફળતા સુશાસનનાં 4 વર્ષ

કેન્‍દ્રની નરેન્‍દ્ર મોદીનાં નેતૃત્‍વવાળીએનડીએ સરકારે 4 વર્ષનો સમય પસાર કર્યો હોય 4 વર્ષ દરમિયાન દેશમાં કરેલ વિકાસકાર્યોની માહિતી પુસ્‍તિકા અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયા અને ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબારે ભભઅમરેલી એકસપ્રેસભભ નાં તંત્રી શ્રી મનોજભાઈ રૂપારેલને અર્પણ કરીને સરકારની વિવિધ સિઘ્‍ધીઓનું વર્ણન કર્યુ હતું.

વડીયામાં આંદોલન કરનાર વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અટકાયત

અમરેલીના વડીયામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વડીયાના જાહેર માર્ગો પર રેલી કાઢી ક્ષણિક રસ્‍તો બ્‍લોક કર્યો હતો. રોડ રસ્‍તા પર પલોઠી વાળીને સરકાર વિરૂઘ્‍ધ સૂત્રોચ્‍ચાર કરીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સતત ત્રીજા દિવસે પણ વિપક્ષના નેતાએ કરી હતી. પોલીસ કાફલો ઉપસ્‍થિત રહયો હતો. પોલીસે વિપક્ષના નેતાની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ત્‍યારે વિપક્ષ નેતાએ સરકાર સામું ખેડૂતોની વ્‍યથાઓ જણાવતા કહયું હતું કે ખેડૂતોને શાકભાજી, દૂધ,કઠોળ સહિતની ચીજ વસ્‍તુઓના ભાવ મળતા નથી ત્‍યારે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી સરકારની આંખો ખોલવાના પ્રયત્‍નો કરેલ. જેમાં વડીયા પોલીસે પરેશ ધાનાણી સહિત કુલ 6ર કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરેલ અને સુલેહ શાંતિને અમન રાખેલ. (

અમરેલી નાગરિક જિલ્‍લા સહકારી સંઘનાં સંયુકત ઉપક્રમે સહકારી બેંકીંગ સેમિનાર યોજાયો

????????????????????????????????????

ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી નાગરિક સહકારી બેંક લી. તથા અમરેલી જીલ્‍લા સહકારી સંઘના સંયુકત ઉપક્રમે અમરેલી નાગરિક સહકારી બેંક લી. અને સાવરકુંડલા નાગરિક સહકારી બેંકલી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ કર્મચારીઓ માટેનો નાગરિક બેંક શૈક્ષણિક સેમિનાર તારીખ 09/06ના રોજ હોટલ એન્‍જલ ખાતે યોજવામાં આવ્‍યો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી ઉદ્‌ઘાટન નાફસ્‍કોબ અને ગુજકોમાશોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન પી. પી. સોજીત્રા, અમરેલી નાગરિક સહકારી બેંકના ચેરમેન ભાવિનભાઈ સોજીત્રા, વાઈસ ચેરમેન મુજજફરહુસેન સૈયદ તથા મેનેજીંગ ડિરેકટર જયેશભાઈ નાકરાણી, અમરડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા વગેરે મહાનુભાવોના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ ઉપસ્‍થિત તમામ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં ખાસ તજજ્ઞ પ્રવર્ચનકાર તરીકે ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદના ટ્રેનીંગ ડાયરેકટર જે. જે. શાહ તેમજ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના જનરલ મેનેજર પુરૂષોતમભાઈ પીપળીયા તથા ડેપ્‍યુટી જનરલ મેનેજર પ્રકાશભાઈ શંખાવાલાએ બેંકીંગ ક્ષેત્રના અગત્‍યના વિષયો ઉપર દિવસ દરમ્‍યાન સવિસ્‍તાર સમજ પુરી પાડેલ. ઉદ્‌ઘાટક પી. પી. સોજીત્રાએ જણાવ્‍યુ કે આવા સેમિનારો ર્ેારા ડિરેકટરો અને કર્મચારીઓમાં અદ્યતન માહિતી મળી રહે છે અને બેંકના પ્રોફેશ્‍નલ મેનેજમેન્‍ટમાં મદદ મળે છે જેથી સૌએ આનો પુરતો લાભ લેવો જોઈએ. જિલ્‍લા બેંકનાવાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ તેમજ અમરડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, રાજય સંઘના ડિરેકટર મનિષભાઈ સંઘાણીએ પ્રેરણાત્‍મક પ્રાસંગોચિત વકત્‍વયો આપ્‍યા. અઘ્‍યક્ષસ્‍થાનેથી બોલતા દિલીપભાઈ સંઘાણીએ નાફસ્‍કોબના ટ્રેનીંગ કાર્યક્રમમાં પોતાના બેંગલોર ખાતેના સ્‍મરણો વાગોળ્‍યા હતા તેમજ સહકારીતાના હાલના સારા નરસા પાસાઓની વિસ્‍તૃત ચર્ચા કરી હતી તેમજ કર્મચારીઓને સેમિનારનો પુરતો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. રાજયના રીટાયર્ડ જોઈન્‍ટ રજીસ્‍ટ્રાર તેમજ રાજય સંઘના ટ્રેનીંગ ડાયરેકટર જે. જે. શાહ તેમજ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના જનરલ મેનેજર પુરૂષોતમભાઈ પીપળીયા તથા ડેપ્‍યુટી જનરલ મેનેજર પ્રકાશભાઈ શંખાવાલાએ પોતાની આગવી શૈલીમાં જનરલ બેંકીંગ, રીકવરી, ડોકયુમેન્‍ટેશન ઈન અર્બન બેંકસ, આર.બી.આઈ. ઈન્‍સ્‍પેકશન વખતે ઘ્‍યાનમાં રાખવાના મુદા અને કો-ઓપરેટીવ કાયદાની અગત્‍યની કલમો વગેરે વિષયો પર વિસ્‍તુત માહિતીસભર પ્રવચનો આપ્‍યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી નાગરિક સહકારી બેંક લી. જનરલ મેનેજર આવિષ્‍કારભાઈ ચૌહાણ, જિલ્‍લા સંઘના એકઝીકયુટીવ ઓફીસર ભરતભાઈ પટેલ, સી.ઈ.આઈ. એસ. પી. ઠાકર તેમજ નાગરિક બેંકના સમગ્ર સ્‍ટાફે ખુબ જ જહેમત ઉઠાવી. આ કાર્યક્રમમાં 70 જેટલાડિરેકટરો તેમજ કર્મચારીઓ ભાગ લીધો હતો. અંતે કાર્યક્રમની આભાર વિધી જીલ્‍લા સંઘના સી.ઈ.આઈ. એસ. પી. ઠાકરે કરેલ હતી તેવુ અત્રેની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.


સ્‍કૂલ ચલે હમ : બાબરામાં વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં ધમધમાટ

બાબરા, તા.11
સમગ્ર રાજયમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા આજથી રાબેતા મુજબ દરેક શાળાઓ ધમધમવા લાગશે. અને વિદ્યાર્થીઓ પણ સ્‍કૂલ યુનિફોર્મમાં શાળાએ જતા જોવા મળી રહયા હતા.
બાબરા પંથકમાં આવેલ સરકારી અને ખાનગી શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા તમામ શાળાઓ સવારથી ખુલી ગઈ હતી. સ્‍કૂલ વાહનમાં અને માતા પિતા સાથે વિદ્યાર્થીઓ શાળાએ આવતા જોવા મળી રહયા હતા.
આજથી શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે.

અમરેલીમાંગટરનાં ગંધાતા પાણી માર્ગ પર ફરી વળતા નારાજગી

અમરેલીના ઘાંચીવાડમાં છેલ્‍લા ચાર દિવસથી ગટર બ્‍લોક થતા ગટર ઉભરાઈ તેનું પાણી રસ્‍તા ઉપરથી પસાર થઈ રહૃાું છે. જેના કારણે ઘાંચીવાડમાંથી પસાર થવું ત્‍યાંના રહેવાસીઓ માટે મુશ્‍કેલ થયું છે. હાલમાં રમજાન મહિનો પણ ચાલુ હોઈ મસ્‍જીદે નમાજ પઢવા જતા નમાજીઓને આ રસ્‍તેથી પસાર થવું પડે છે. અને ગંદા પાણીના છાંટા ઉડવાના કારણે અપવિત્ર (નાપાક) થઈ જતા નમાજીઓની નમાજ પણ થતી નથી. નગરપાલિકા ર્ેારા સ્‍વચ્‍છતા અભિયાન માત્ર સાફ અને સ્‍વચ્‍છ રસ્‍તા ઉપર ચલાવી ડિંડક કરી રહૃાા છે. ખરેખર જો સ્‍વચ્‍છ શહેર રાખવું હોઈ તો નગરપાલિકાનાં કર્મચારીઓએ ઉભરાતી ગટરો પણ સાફ કરી સ્‍વચ્‍છ અભિયાનને સાર્થક કરવું જોઈએ. માત્ર કાગળ અને પબ્‍લિસિટી મર્યાદિત સ્‍વચ્‍છતા અભિયાન કરી શહેરની પ્રજાને ઉલ્‍લુ રમાડવામાં આવે છે. ઘાંચીવાડના રહેવાસીઓ ર્ેારા નગરપાલિકાનાં કર્મચારીઓને ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં હજુ સુધી ઉભરાયેલ ગટર સફાઈ કરવા કોઈ સફાઈ કર્મચારીઓ ડોકાયા નથી. હાલ રમજાન માસ શરૂ છે અને ચાર દિવસ બાદ ઈદનો મોટો તહેવાર પણ આવી રહૃાો છે ત્‍યારે પછાત અને લઘુમતી સમાજના વિસ્‍તારમાં ભેદભાવ રાખતી નગરપાલિકાએ સફાઈ પ્રત્‍યે ખેવના રાખવા અહીંના રહીશોએ માંગ કરેલ છે.

અવસાન નોંધ

લીલીયા : ઓસમાણભાઈ વલીમામદભાઈ દલ (ઉ.વ.8પ)નું તા.10/6ને રવિવારના રોજ અવસાન થયેલ છે. લીલીયાના એડવોકેટ દિનમહંમદભાઈ દલ તેમજ મર્હુમ રાજનભાઈ દલ પી.ડબલ્‍યુ.ડી તેમજ જુબેરભાઈ તેમજ શબ્‍બીરભાઈના બાપુજી અને બાવદિનભાઈ અબ્‍દુલભાઈ દલના સસરાનું અવસાન થયેલ છે. તેમની જીયારત તા.1ર/6ને મંગળવારના રોજ સાંજના અસરની નમાઝ બાદ જુમ્‍મા મસ્‍જિદમાં રાખેલ છે. ઔરતો માટે અમારા નિવાસ સ્‍થાને રાખેલ છે. મોતીવાલા બિલ્‍ડીંગ, નાવલી બજાર, લીલીયા મોટા, જિ. અમરેલી.
ધારી : ધારી તાલુકાનાં ઢોલરવા ગામનાં માજી સરપંચ દિલુભાઈ કામળિયા જે ભયલુભાઈ કામળિયાનાં ભાઈ તેમજ દાદાભાઈ કામળિયાનાં પુત્રનું આજરોજ અવસાન થયેલ છે.
વડિયા : માંડોદરા (માણાવદર) જયેશભારથી દેવાભારથી ગોસ્‍વામીનીપુત્રી સાક્ષી (ઉ.વ. ર) (બે) તા.11/6 ને સોમવારનાં કૈલાશવાસ થયેલ છે. તેમનું શંખઢોળ વીધી ત્‍થા શકિતપૂજન તા. 1પ/6 ને શુક્રવારનાં રોજ રાખેલ છે.

લાઠીમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખેડૂતોની વિવિધ માંગને લઈને દેખાવો કરાયા

રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્‍નોને લઈને આજે દેખાવો કરવામાં આવી રહયા છે. ત્‍યારે આજે લાઠીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા લાઠીના ભવાની સર્કલ ખાતે ખેડૂતોના દેવા માફ કરો નહીંતર ભાજપને સાફ કરો જેવા સૂત્રોચ્‍ચાર સાથે 10 થી 1ર કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્‍યા હતા અને ભાજપ સરકાર વિરોધી નારો લગાવવામાં આવ્‍યા હતા. આ દેખાવો કરી રહેલા કાર્યકરોની લાઠી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત કરાયેલા તમામ કોંગી કાર્યકરોને લાઠી પોલીસ સ્‍ટેશને લઈ જવામાં આવ્‍યા હતા.

12-06-2018