Main Menu

Sunday, June 10th, 2018

 

અમરેલીમાં જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રનું લાખો રૂપિયાનું સબસીડી કૌભાંડ?

એક જ ફોર-પી મશીન પર રૂપિયા ર કરોડની સબસીડી આપી દીધી
અમરેલીમાં જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રનું લાખો રૂપિયાનું સબસીડી કૌભાંડ?
ઉદ્યોગ કેન્‍દ્ર ઉપરાંત બેન્‍કનાં અધિકારીઓની પણ મિલીભગત હોવાનો આક્ષેપ
જિલ્‍લા ડાયમંડ એસોસીએશનનાં પ્રમુખ લલિત ઠુંમરે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસની કરી માંગ
અમરેલી, તા. 9
ભાજપનાં શાસનમાં ભ્રષ્‍ટાચાર સોળે કળાએ ખીલી ઉઠયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહૃાું છે. દિભ ઉગેને કોઈને કોઈ ભ્રષ્‍ટાચારની વિગતો બહાર આવી રહી છે.
દરમિયાનમાં અમરેલી જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર ઘ્‍વારા રૂપિયા ર કરોડથી વધારેનું કૌભાંડ કરાયાનો આક્ષેપ જિલ્‍લા ડાયમંડ એસોસીએશનનાં પ્રમુખ લલિત ઠુંમરે કરતાં ખળભળાટ મચી ગયો છે.
તેઓએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર ઘ્‍વારા હીરાની પોલીસીંગ માટેના ફોર-પી અને સરીન મશીન જેની કિંમત રૂપિયા 1ર લાખ છે તેના પર પચાશ ટકા એટલે કે રૂપિયા 6 લાખની સબસીડી સરકાર આપે છે.
વધુમાં જણાવેલ છે કે, આ પ્રકારે અમરેલી જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર ઘ્‍વારા 40 વધારે લાભાર્થીઓને માત્ર કાગળ પર લોન અને સબસીડી આપીને રૂપિયા ર કરોડથી વધારે રકમ એક જ મશીન પર સબસીડીરૂપે ખાયકી કરવામાં આવી છે અને આ મહાકાય કૌભાંડમાં બેન્‍કનાંઅધિકારીઓ પણ સંડોવાયેલ છે.
વધુમાં જણાવેલ છે કે, આ અંગેની વિગતો માહિતી અધિકાર અધિનિયમ મુજબ માંગવામાં આવી હોવા છતાં પણ ઉદ્યોગ કેન્‍દ્ર ઘ્‍વારા માહિતી આપવામાં આવતી નથી અને સમગ્ર પ્રકરણ ભીનું સંકેલવા માટે ભ્રષ્‍ટ બાબુઓ દબાણ કરી રહૃાાં છે.
અંતમાં આ મહાકાય કૌભાંડની નિષ્ઠાવાન અધિકારીઓ ઘ્‍વારા તટસ્‍થ તપાસ કરીને જે કોઈ દોષિત હોય તેમને જેલભેગા કરવાની માંગ કરેલ છે.

આલે લે : જિલ્‍લા પંચાયતના પ્રમુખની સરકારી ગાડી લઈને કોંગી ધારાસભ્‍ય ઠુંમર સુરત પહોંચી ગયા

પંચાયતન પ્રમુખ વિદેશ પ્રવાસથી સુરત પરત ફરી રહૃાાં હોય
આલે લે : જિલ્‍લા પંચાયતના પ્રમુખની સરકારી ગાડી લઈને કોંગી ધારાસભ્‍ય ઠુંમર સુરત પહોંચી ગયા
સરકારી ગાડીનો ઉપયોગ અંગત કામે થતાં ભારે ચકચાર મચી
અમરેલી, તા.9
અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખની સરકારી કાર લઈને કોંગી ધારસભ્‍ય વિરજી ઠુંમર સુરતની બજારોમાં ફરી રહયા હોય તેને લઈને રાજકારણ ગરમાયું છે અને ભાજપીઓએ આ ઘટનાને વખોડી   કાઢી હતી.
વિગત એવા પ્રકારની છે કે જિલ્‍લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર વિદેશ પ્રવાસેથી સુરત ફરી રહયા હોય આજે તેમનાં લતા અને કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમર જિલ્‍લા પંચાયતની સરકારી ગાડી લઈને સુરત તેઓને તેડવા જતાં ભાજપીઓએ જબ્‍બરા શાબ્‍દિક પ્રહારો કર્યા છે.
જિલ્‍લા પંચાયતના પ્રમુખ કોઈ સરકારી કે જનતાના કામઅર્થે વિદેશમાં ગયા ન હતા. તેઓ અંગત પ્રવાસે ગયા હોય તેઓને સુરત તેડવા જવા માટે જિલ્‍લા પંચાયતની ગાડીનો નિયમાનુસાર ઉપયોગ કરી ન શકાય.
કોંગી ધારાસભ્‍ય ઠુંમર વિવિધ ભ્રષ્‍ટાચાર પ્રશ્‍ને ભાજપ પર છાશવારે પ્રહાર કરી રહયા હોય અને તેઓ જ સરકારી ગાડીનો દુરૂપયોગ કરી રહયા હોય જિલ્‍લાભરમાં ભારે ચકચાર મચી છે.

અમરેલીની નવજીવન જનરલ હોસ્‍પિટલ ર્ેારા દાંતરોગનાં દર્દીઓ માટે મોટી રાહત

જિલ્‍લા ભરનાં દર્દીનારાયણ માટે રાહતનાં સમાચાર
અમરેલીની નવજીવન જનરલ હોસ્‍પિટલ ર્ેારા દાંતરોગનાં દર્દીઓ માટે મોટી રાહત
દાંતરોગીઓનીસારવાર અને નિદાન મફતમાં કરાશે
અમરેલી, તા. 9
અમરેલી નાગરીક ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત નવજીવન જનરલ હોસ્‍પિટલ ર્ેારા દાંતરોગનાં દર્દીઓ માટે મોટી રાહત આપવામાં આવી છે. જેમાં, દાંત-પેઢાનો દુઃખાવો, દાંત-પેઢામાંથી લોહી, રસી નીકળવું, દાંત સફેદ કરવા, દાઢ કે દાંત કઢાવવી, નવા દાંત બેસાડવા વગેરે તમામ પ્રકારનાં રોગોનું નિદાન તથા સારવાર વિનામૂલ્‍યે (મફત) આપવામાં આવશે. જેમાં દાંતરોગનાં નિષ્‍ણાંત લેડીઝ ડોકટર, ડો. ડીપલ પટેલ તથા ડો. રિન્‍કી  પોતાની સેવા આપશે. તો અમરેલી જીલ્‍લાનાં વધુમાં વધુ લોકોને આ સેવાયજ્ઞનો મહતમ લાભ પ્રાપ્‍ત થાય તેવો અનુરોધ વ્‍યકત કરવામાં આવ્‍યો છે. દર્દીની સુયોગ્‍ય સારવાર તથા સુવિધા માટે ફોન પર પહેલેથી નામ નોંધાવવું. નોંધાવવા માટે (0ર79ર) રરરરર3, 9978ર ર3000 પર નામ નોંધાવી શકાશે.

પ્રેમપરા વિસ્‍તારમાં ટ્રેકટર રાખવાના મુદ્યે યુવક પર મારી નાખવાના ઈરાદે હુમલો

તે જ વિસ્‍તારનાં 3 શખ્‍સો સામે પોલીસ ફરિયાદ
અમરેલી, તા. 9
ધારી નજીક આવેલ પ્રેમપરા વિસ્‍તારમાં રહેતાં અને મજુરી કામ કરતાં જયસુખભાઈ ઉર્ફે જલો રાજાભાઈ પાટડીયા નામનાં 3પ વર્ષિય યુવક ગત તા.7 નાં રાત્રીનાં 8 વાગ્‍યાનાં સમયે પોતાનું ટે્રકટર પોતાના રહેણાંક મકાન સામે રાખતા તે જ વિસ્‍તારમાંરહેતાં જીતુ ચનાભાઈ ડુગરીયા, વિશાલ હીંમતભાઈ તથા વીરૂ હીંમતભાઈએ અહી ટ્રેકટર રાખતો નહી તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ યુવકને માથામાં લાકડી વડે મારી નાંખવાનાં ઈરાદે ઘા મારી તથા પગમાં લાકડી વડે ઈજા કરી ગાળો આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.

નવનિયુકત એસપીનાં આદેશથી સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપનો સપાટો

અમરેલી જિલ્‍લાનાં ખનીજ માફીયાઓ સામે લાલ આંખ
હાઈકોર્ટનાં મનાઈ હુકમનું ઉલ્‍લંઘન કરનાર શખ્‍સોનાં લાખો રૂપિયાનાં વાહનો કબ્‍જે કરાયા
છેલ્‍લા 4 વર્ષથી ખુલ્‍લેઆમ થતી ખનીજ ચોરી સામે સૌપ્રથમ કડક કાર્યવાહી થઈ
અમરેલી, તા. 9
નિર્લિપ્‍ત રાય પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્‍લા શેત્રુંજી તથા અન્‍ય નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં ઈકો ઝોનના હિસાબે કોઈ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઈ હુકમ હોય તેમ છતાં અમરેલી જિલ્‍લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્‍વો રોયલ્‍ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્‍વયે બી.એમ.દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર.કે.કરમટા તથા ટીમે રેતી ચોરી કરતાં ઈસમોને ઝડપી પાડેલ છે.
(1) સા.કુંડલા તાલુકાના ધાંડલા ગામે ઉજવળી નદીમાં રેતી ચોરી કરતા બે ટ્રેકટર – ટ્રોલી સહીત રેતી ભરેલ કુલ કિ.રૂા. 6,33,000 (છ લાખ ત્તેત્રીસ હજાર) ના મુદમાલ સાથે ઝડપી લઈ આરોપી ટ્રેકટરના ડ્રાઈવર (1) ઘનશ્‍યામભાઈ હરીભાઈ ચાવડા (ર)અતુલ ઉર્ફે મુન્‍નો સુરેશભાઈ રણોલીયા રહે.બન્‍ને વીજપડી તથા ટ્રેટકરના માલીક (1) ગોવિંદભાઈ લીંબાભાઈ ખેરાળા (ર) મધુભાઈ પતાભાઈ જોગરાણા, રહે.વીજપડી તથા ભયલુભાઈ દોહલભાઈ ચાંદુ, રહે. ધાંડલા વાળાઓ વિરૂઘ્‍ધ રેતી ચોરી અંગેના ગુન્‍હાઓ દાખલ કરાવેલ છે. આગળની વધુ તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવામાં આવેલ છે.
(ર) અમરેલી ગોખરવાળા પુલ પાસે શેત્રુંજી નદીમાં રેતીનું ખનન કરતું લોડર -1 તથા રેતી ચોરી કરતા ડમ્‍પર -3 મળી કુલ કિ.રૂા.વીસ લાખ દસ હજારના મુદામાલ સથે આરોપી (1) કાંતીભાઈ રામસીંગભાઈ સંગોર (ઉ.વ.રર) ધંધો-ડ્રાઈવીંગ રહે. અમરેલી સા.કુંડલા ચોકડી મુળ વતન-કાલાપાન, તા.રાણાપુર, જિ. જાબવા, મઘ્‍યપ્રદેશ થાણું રણાપુર (ર) ઘનશ્‍યામભાઈ જીણાભાઈ સાથળા (ઉ.વ.રપ) ધંધો-ડ્રાઈવીંગ, રહે. ચાંદગઢ, તા.જી અમરેલી (3) અમરદિપભાઈ વલકુભાઈ વાળા (ઉ.વ.ર3) ધંધો-ડ્રાઈવીંગ, રહે. વરસડા, તા.જી.અમરેલી, (4) દાઉદસા લલુસા પઠાણ, રહે. અમરેલી (પ) અજયભાઈ કનુભાઈ તળાવીયા (ઉ.વ.ર3) ધંધો- ડ્રાઈવીંગ, રહે. પુષ્‍કરધામ સોસાયટી, લાઠી રોડ વાળાએ વિરૂઘ્‍ધ રેતી ચોરી અંગેના ગુન્‍હાઓ દાખલ કરાવેલ છે. આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આમ, અમરેલી જિલ્‍લામાં રેતી ચોરી કરતાં ટ્રેકટરો,લોડર, ડમ્‍પર સહિત કુલ રૂા. ર6,43,000 (છવ્‍વીસ લાખ તેતાલીસ હજાર પુરા)નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી એસઓજીના પોલીસ સબ ઈન્‍સ. આર.કે. કરમટા તથા સ્‍ટાફના પ્રકાશભાઈ જોષી, તથા ભાષ્‍કરભાઈ નાંદવા, તથા સુભાષભાઈ ધોધારી તથા રાહુલભાઈ ચાવડા તથા દેવરાજભાઈ કળોતરા તથા દશરથસિંહ સરવૈયા તથા પિયુષભાઈ ઠાકર, તથા જયસુખભાઈ આસલીયા તથા હરેશભાઈ વાણીયા, તથા જેસીંગભાઈ કોચરાનાઓએ કરેલ છે.

બાબરા શહેરમાં કોંગી આગેવાનો દ્વારા ભાજપવિરૂઘ્‍ધ ઘંટરાવ કાર્યક્રમ યોજાયો

બાબરા, તા.9
રાજયમાં ખેડૂતોના દેવામાફી માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજયમાં ભારે દેખાવો ધરણા અને પ્રદર્શન કરવામાં આવી રહયા છે. પ્રદેશ પ્રમુખ અમિતકુમાર ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્‍વમાં સમગ્ર રાજયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
ત્‍યારે બાબરામાં પ્રદેશ કોંગ્રેસની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળની આગેવાની હેઠળ અહીંના નાગરીક બેન્‍ક ચોકમાં શહેર કોંગ્રેસ દ્વારા ઘંટરાવ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યો તેમજ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા.
જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળના જણાવ્‍યા અનુસાર રાજયમાં કારમી મોંધવારીના કારણે રાજયનો ખેડૂત દેવાદાર બન્‍યો છે. ખેતી ડૂબમાં જય રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોચ્‍યા છે. શાકભાજીના ભાવમાં પણ ભારે ઉંછાળો થઈ રહયો છે. ત્‍યારે રાજય અને કેન્‍દ્રની ભાજપની સરકાર મુંગી અને આંધળી બની તમાશો જોઈ રહી છે.
ત્‍યારે કોંગ્રેસ દ્વારા થાળી વેલણ વગાડી સરકારમાં બેઠેલ ભાજપના આગેવાનો જગાડવાનો નવતર કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.

પ્રધાનમંત્રી મુન્‍દ્રા લોન યોજના હેઠળ દેશના 14 કરોડ લોકોને સ્‍વનિર્ભર થવા નાના ઉદ્યોગો માટે લોન અપાઈ : સાંસદ કાછડીયા

અમરેલી, તા. 9
મોદી સરકાના 4 વર્ષ પુર્ણઙ્ઘથતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, આદરણીય નરેન્‍દ્રભાઈ મોદીએ જયારથી દેશના પ્રધાનમંત્રી તરીકેનો કાયસ્‍ભાર સંભાળ્‍યો છે ત્‍યારથી દેશના વિકાસ માટે તથા ગરીબો, કિસાનો અને યુવાનો માટે અઢળક યોજનાઓ અમલમાં મુકેલ છે. જે પૈકી મોદી ઘ્‍વારા મુન્‍દ્રા (માઈક્રો યુનિટસ ડેવલપમેન્‍ટ રિફાયનાન્‍સ એજન્‍સી) બેંકની સ્‍થાપના કરીને દેશના યુવાનોના સર્વગ્રાહી વિકાસ માટે પ્રધાનમંત્રી મુન્‍દ્રા લોન યોજનાની તા. 7 એપ્રીલ, ર01પના રોજ શરૂઆત કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત બેંક અથવા નાણાકીય સંસ્‍થાઓ ઘ્‍વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અનેબિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂા. 10 લાખ સુધીની લોન માટેની જોગવાઈ કરવામાં આવેલ છે. નરેન્‍દ્રભાઈ ઘ્‍વારા ઉત્‍પાદન, સેવા, નાના વ્‍યવસાય અને વેપાર હેઠળ આવનાર નાની બીઝનેસ પ્રવૃતિઓને લોન પ્રદાન કરવા માટેના હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. સદરહુ યોજના અંતર્ગત (1) શિશુ લોન (પ0 હજાર સુધીની લોન) (ર) કિશોર લોન (પ0 હજારથી પ લાખ સુધીની લોન) અને (3) તરૂણ લોન (પ થી 10 લાખ સુધીની લોન) એમ ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે.
સાંસદે વધુમાં જણાવેલ છે કે, આ યોજનામાં મહિલાઓ ઘ્‍વારા આયોજિત યોજનાઓને 0.રપ ટકા ઓછુ વ્‍યાજ ચુકવવુ પડશે તથા જમીન સિવાય લોનની સુવિધા ઉપલબ્‍ધ છે તથા ભારતનો કોઈપણ નાગરીક વાહન વ્‍યવહાર પ્રવૃતિ માટે, સામુહિક, સામાજિક અને વ્‍યકિતગત સેવા પ્રવૃતિ માટે અને ફુડ પ્રોડકટસ પ્રવૃતિ માટે કોઈપણ બેંકમાંથી લોન લઈ શકે છે. મુન્‍દ્રા લોન યોજના અંતર્ગત આજ સુધીમાં દેશના 14 કરોડ લોકોને લોન આપવામાં આવેલ છે અને ગુજરાતમાં છેલ્‍લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ ર01પ-16 થી ર017-18 સુધીમાં 36 લાખ 8ર હજાર યુવા ઉદ્યોગ સાહસિકોને રપ હજાર કરોડ તથા અમરેલી સંસદીય વિસ્‍તારમાં 4પ કરોડ રૂપિયાથી પણ વધુ લોનની સહાય આપવામાં આવી છે.

કરીયાણા રોડ ઉપર યુવકે દારૂ પીવાની ના પાડતાં 3યુવાનોએ માર મારી ઈજા કરી

અમરેલી, તા. 9
બાબરા ગામે આવેલ કરીયાણા રોડ ઉપર રહેતાં દિલીપભાઈ કાનજીભાઈ મકવાણા નામનાં 30 વર્ષિય યુવકને તે જ ગામે રહેતાં મનહર નામનાં ઈસમે દારૂ પીવાનું કહેતાં આ યુવકે દારૂ પીવાની ના પાડતાં તેથી આ શખ્‍સે ઉશ્‍કેરાઈ જઈ દલસુખ વેલજીભાઈ જીલીયા તથા અશોક વેલશીભાઈને બોલાવી લાકડી, તથા બડીયા વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.

તાતણીયા ગામે સામાન્‍ય ઝગડામાં છૂટો પથ્‍થરનો ઘા મારી ઈજા કરી

અમરેલી, તા. 9
ખાંભા તાલુકાનાં તાતણીયા ગામે રહેતાં મગનભાઈ ઠાકરશીભાઈનો દીકરો ઋત્‍વિક સાથે તે જ ગામે રહેતાં ધીરૂ મણીભાઈ, સાગર મણીભાઈ ઝગડો કરતાં હોય, જેથી આ મગનભાઈ વચ્‍ચે પડતાં સામાવાળાએ ઉશ્‍કેરાઈ જઈ પથ્‍થરનો છૂટો ઘા મારી માથાનાં ભાગે તથા કપાળનાં ભાગે ઈજા કર્યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાવી છે.

અમરેલીનાં મોટા માચીયાળા ગામનાં યુવાનને કોર્ટ બહાર ઢીકાપાટુ માર્યા

અમરેલી, તા. 9
અમરેલી તાલુકાનાં મોટા માચીયાળા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં સિઘ્‍ધરાજભાઈ કનુભાઈ ધાધલ નામનાં 37 વર્ષિય યુવક ઉપર અગાઉ એટ્રોસીટી કેસ થયેલો હોય, બાદમાં જામીન ઉપર છૂટતાં તેમના જામીન રદ કરાવવાનાં ઈરાદે ગઈકાલે અમરેલી ન્‍યાયાલયનાં દરવાજાબહાર લલીત નાનજીભાઈ ચાવડા, હીતેશ લખમણભાઈ, લખમણભાઈ મુળજીભાઈએ યુવકને એકલો જોઈ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

સાવરકુંડલામાં સોની વેપારીની દુકાનમાં ગઠીયાઓનું કારસ્‍તાન

ચોરને ચાર આંખ હોય તે સાબિત થયુ
સાવરકુંડલામાં સોની વેપારીની દુકાનમાં ગઠીયાઓનું કારસ્‍તાન
સાવરકુંડલા, તા.9
સાવરકુંડલાની હવેલી શેરીમાં આવેલ સોની બજારમાં વેપારીની નજર ચુકવી રોકડ રકમ રૂા.1ર હજારની તફડંચી કરી નાસી જતા વેપારીઓમાં ભારે ફફડાટ વપરાયેલ છે. ઘટનાં અંગે પોલીસ ફરીયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરાયેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ આજે સાંજના પાંચેક વાગ્‍યાના સુમારે રાહદારીઓ – ખરીદારોથી સતત ધમધમાતા રહેતી હવેલી શેરીમાં સોની બજારમાં આવેલ હિરવા જવેલર્સ નામની સોના-ચાંદીની દુકાનમાં બે અજાણ્‍યા શખ્‍સોએ આવી વેપારીને દાગીના ખરીદવની વાતમાં પરોવી નજર ચુકવી ગલ્‍લામાં રહેલા રૂા.1ર હજારની રોકડ રકમની તફડંચી કરી નાસી ગયાની ઘટનાથી વેપારીઓમાં હલચલ મચી ગયેલ હતી. આ બને શખ્‍સો બાજુમા આવેલ સોના-ચાંદીની દુકાનમાં સોનાની બુટી ખરીદવા માટે ગયેલા અને ત્‍યાં હાથ અજમાવવાની તક નહી મળત બાજુની દુકાનમાં કળા કરી ગયેલ હતા. ઘટના અંગે પોલીસ ફરીયાદ નોંધાવા કાર્યવાહી હાથ ધરાયેલ છે.સાવરકુંડલામાં દર શનિવારે ભરાતી બજારમાં આવા તસ્‍કરો ખાબકતા હોવા અંગે પોલીસે બંદોબસ્‍ત મુકવા માંગણી ઉઠેલ છે.

આસોદરમાં ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી રૂા. 19પ00નાં મુદ્યામાલની ચોરી

અમરેલી, તા. 9
લાઠી તાલુકાનાં આસોદર ગામે રહેતાં અને ખેતિકામ કરતાં નરેશભાઈ ઘોહાભાઈ બવાણીયા નામનાં ખેડૂતનાં રહેણાંક મકાનમાં ગત રાત્રીનાં સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મકાનનાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી મકાનમાં પડેલ સોનાની બુટ્ટી, સોનાની સર, સોનાની ચૂંક વિગેરે મળી કુલ રૂા.19પ00ની મતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.

દામનગરનાં પોસ્‍ટકર્મીએ ટૂંકા ગાળામાં 3 હજાર ખાતા ખોલ્‍યા

ખરા અર્થમાં કર્મયોગી સાબિત થયા
દામનગરનાં પોસ્‍ટકર્મીએ ટૂંકા ગાળામાં 3 હજાર ખાતા ખોલ્‍યા
દામનગર, તા.9
સરાકડીયા (તા. ખાંભા)થી દામનગર પોસ્‍ટ સેવામાં અનેક કામગીરીથી ખુશ ગ્રાહકો અને લોકોમાં અનેરૂ સ્‍થાન અંકિત કરનાર પરેશભાઈ મનસુખભાઈ મહેતા (રાજગોર બ્રાહ્મણ)એ સૌ પ્રથમ સરાકડીયામાં ગ્રામીણ ડાક સેવક તરીકે જોડાયા અને તેર વર્ષ ફરજ બજાવી ર013માં પોસ્‍ટમેનની પરીક્ષા પાસ કરી બદલી સાથે બઢતીમળતા દામનગર પોસ્‍ટ ઓફિસમાં પોસ્‍ટીંગ થયું.
અમરેલી જિલ્‍લા, રાજય અને રાષ્‍ટ્રીય કક્ષાએ યુનિયનમાં આપી અમરેલી જિલ્‍લાના પોસ્‍ટલ યુનિયન સાથે સેક્રેટરી તરીકે બે વર્ષ સેવા આપી.
રાઈટ ટુ ઈન્‍ફોર્મેશન એકટના કોઈપણ વ્‍યકિતને વિના મૂલ્‍યે અરજી લખી આપતા પરેશભાઈએ લાઠી સબ ડિવીઝનમાં 3 વર્ષની અંદર લક્ષ્યાંકના પ000 ખાતા ખોલવામાં મદદ કરી. ટૂંકા ગાળામાં નામના કરતા સેવા કરવામાં માનતા પરેશભાઈએ નોટબંધીના સમયમાં નવા ખાતા ખોલાવવામાં સતત 1ર-1ર કલાક કામ કરી ગ્રાહકોમાં સંતોષની લાગણી થઈ હતી. પોસ્‍ટ વિભાગમાં કોઈપણ કર્મચારીને અન્‍યાય થતો હોય આરટીઆઈ મુજબ લડત કરી ન્‍યાય માટે સંઘર્ષ કરી કેસને સફળતા તરફ લઈ જાય છે.
પોસ્‍ટની તમામ યોજનાઓની લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી સરળતાથી સમજણ આપવામાં માહેર પરેશભાઈએ ગ્રાહકોની સુરક્ષા માટે સાયકલ લઈને ફરી કોઈપણ વ્‍યકિત અવાજ કરે એટલે તુરંત ઉભા રહીને સંતોષકારક જવાબ આપી પોસ્‍ટ વિભાગનું નામ રોશન કરતા આ કર્મચારીએ પ્રિન્‍ટ મીડિયામાં પણ સેવા આપી છે.
સ્‍થાનિક લેવલના પ્રશ્‍નોની ઉચ્‍ચસ્‍તરે રજૂઆત કરી નિરાકરણ લાવવામાં યોગદાન કરતા પરેશ મહેતાને દામનગરની જનતા અભિનંદન પાઠવે છે.

વડીયામાં આવતીકાલે ખુંખાર ડાકુ પંચમસિંહ જીવનક્રાંતિનાં વિચારો રજૂ કરશે

વડીયા, તા.9
વડીયા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્‍વરીય વિશ્‍વ વિદ્યાલય દ્વારા આયોજિત કાર્યક્રમ તા.11/6ને સોમવારે રાત્રે 8:30 કલાકે ભવાની ચોક લેઉવા પટેલ સમાજમાં ચંબલની ખીણમાં પપ0 સાગરીતોનો ખુંખાર ડાકુ પંચમસિંહ જે કીડી મકોડાની જેમ હત્‍યાઓ કરતો પરંતું તેના જીવનમાં આઘ્‍યાત્‍મિક જયોતિ પ્રગટી અને વાલીયા લૂંટારામાંથી વાલ્‍મીકિ બનવા જેવી સત્‍ય ઘટના બની. તો આવા ખુંખાર ડાકુને મળવા તેના પ્રચંડ વિચારોને સાંભળવાનો લ્‍હાવો લેવા જાહેર જનતાને બ્રહ્માકુમારી મંજુબેન આમંત્રણ આપે છે. સાથો સાથ આ કાર્યક્રમમાં રાજયોગથી પ્રાપ્‍ત મનોબળના આધારે દાંતથી ટ્રક ખેંચવાનો કાર્યક્રમ રાખેલ છે. રાજયોગી બ્રહ્માકુમાર આશિષભાઈ જેઓ રર વર્ષથી રાજયોગનો અભ્‍યાસ કરી રહેલ છે. આશિષભાઈ મનોબળના આધારે પોતાના દાંતથી બસ, ટ્રક જેવા મોટા વાહનો ખેંચી શકે છે ત્‍યારેવડીયામાં પણ આવો કાર્યક્રમ યોજાશે.

લીલીયા મોટાનો ભુગર્ભ ગટરનો પ્રશ્‍ન ઉકેલાતો જ નથી

સ્‍થાનિક આગેવાને એક અઠવાડીયાની શાસકોને મહેતલ આપી
લીલીયા મોટાનો ભુગર્ભ ગટરનો પ્રશ્‍ન ઉકેલાતો જ નથી
8 દિવસમાં સફાઈ કરવામાં નહી આવે તો રસીકભાઈ વંડ્રાએ આત્‍મવિલોપનની ચીમકી આપી
અગાઉ સતત 3 દિવસ સુધી ગામ બંધ રહૃાા બાદ ગટરની મામુલી સફાઈ કરવામાં આવી
લીલીયા, તા. 9
લીલીયા મોટામાં છેલ્‍લા સાડા ત્રણેક વર્ષથી ભુગર્ભ ગટરની કામગીરી થયા બાદ મહા મહનેતે નવા આરસીસી માર્ગ બનાવવામાં આવેલ છે. હવે ભુગર્ભ ગટરોનીસાફ-સફાઈ નિયમીત રીતે થતી ન હોવાથી ગટર ઉભરાવાથી આમ જનતા ફરીવાર ત્રાહિમામ પોકારી ચુકી છે અને સ્‍થાનિક શાસકો જન સુવિધા પુરી કરી શકતા ન હોય અને આ સમસ્‍યાનું કાયમી નિરાકરણ કરવામાં સદંતર નિષ્‍ફળ ગયેલ હોય. જાગૃત્ત નાગરિક રસીકભાઈ વંડ્રાએ આ અંગે અંતે ગુજરાત હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરેલ જે હાઈકોર્ટ ઘ્‍વારા ગ્રાહૃા રખવામાં આવેલ અને હાઈકોર્ટના આદેશ હોવાથી જવાબદાર તંત્ર ઘ્‍વારા એકવાર અડધ ભાગની ભુગર્ભ ગટર સાફ કરવમાં આવેલ અને ત્‍યારબાદ સમસ્‍યા ભજેસે થેભ ની સ્‍થિતિએ આવી ગયેલ છે. અને સરકારના સ્‍વચ્‍છત અભિયાન અંતર્ગત ગત તા. પ/6/18નાં રોજ તમામ જવાબદાર અધિકારી લીલીયા મોટા હાજર હોવાથી તમામ અધિકારી આ પરિસ્‍થિતિથી વાકેફ છે.
આ બાબતે ભુતકાળમાં સમસ્‍ત લીલીયા ગામના લોકોએ સતત ત્રણ દિવસ સુધી ગામ બંધ રાખેલ હતું અને રસીકભાઈ વંડ્રાએ આત્‍મવિલોપનની ચિમકી પણ આપેલ હતી. ત્‍યારે જે તે સમયે જવાબદાર અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપેલ કે હવે પછી ભુગર્ભ ગટર નિયમીત રીતે સાફ સફાઈ થશે. પરંતુ ત્‍યારબાદ આજદિન સુધી આ વહીવટીતંત્ર તથા તેના સત્તાધિશો ઘ્‍વારા આ બાબતે કોઈ નકકર કામગીરી કરેલ નથી અને લીલીયામાં મોટાભાગનાં વિસ્‍તારમાં ભુગર્ભ ગટર ઉભરાયેલ છે અને ગંદકીરાજના કારણે લોકોના આરોગ્‍યજોખમાયેલ છે.
હવે ચોમાસાની ઋતુ નજીકમાં હોય વરસાદના કારણે વરસાદી પાણી તથા ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે ગંદકી થાય અને મચ્‍છરના ઉપદ્રવના કારણે લોકોને મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચીકનગુનીયા વિગેરે જેવા રોગો થવાની પુરેપુરી શકયતા છેઅને લોકોનું આરોગ્‍ય જોખમાય તેમ છે. તેથી જો આ બાબતે વહીવટીતંત્ર ઘ્‍વારા તાત્‍કાલીક ધોરણે ગટરની સાફ-સફાઈ કરવામાં નહી આવે તો ગ્રામજનોએ ફરીવાર ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની જરૂરીયાત ઉપસ્‍થિત થશે. અને આજથી દિન-8માં આ સફાઈ કામ શરૂ કરવામાં નહી આવે તો રસીકભાઈ વંડ્રા ફરીવાર સરકારી કચેરીમાં આત્‍મવિલોપન કરશે અને તે અંગેની તમામ જવાબદારી સરકાર તથા વહીવટીતંત્ર તથા જવાબદાર અધિકારી/સત્તાધિકારીની રહેશે તેવું જણાવેલ છે.

અમરેલી જિલ્‍લાનાં મોટા ભાગનાં ચેકડેમો બિસ્‍માર હાલતમાં

જળસિંચન અભિયાનમાં ચેકડેમોની મરામત કરાવવાની જરૂર હતી
અમરેલી જિલ્‍લાનાં મોટા ભાગનાં ચેકડેમો બિસ્‍માર હાલતમાં
કોંગી ધારાસભ્‍ય કાકડીયાએ સરકારી બાબુઓ ચેકડેમ પ્રશ્‍ને બેઘ્‍યાન હોવાનો આક્ષેપ કર્યો
અમરેલી, તા. 9
સુજલામ સુફલામ હેઠળ જળસંચયનાની કામગીરી રાજયભરમાં એક માસ સુધી ચાલીને પૂર્ણાહુતી પણ થઈ ગઈ છે ત્‍યારે અમરેલી જીલ્‍લાની ખાંભા ગીર વિસ્‍તારોનાં ગામડાઓમાં બે ચાર વર્ષ પહેલાં જ બનાવેલા ચેકડેમો તૂટીને બેહાલ થઈ ગયા છે. જળસંચય તો ઠીક પણ ચેકડેમો તૂટેલા હોવાને કારણે મરામતનાં અભાવે પાણી સંગ્રહ કરવાનીકામગીરી પણ ખાંભા ગીરનાં ગામડાઓમાં નહી થવાની ભીતિથી ગીરનાં ગામડાઓમાં પાણી સંગ્રહની સરકારની વાતો પોકળ સાબિત થઈ રહી છે.
અમરેલી જીલ્‍લાનાં ખાંભા ગીર વિસ્‍તારના તાતણીયા, પીપળવા, ધાવડિયા, ગીદરડીનાં ગામડાઓમાં બે ચાર વર્ષ પહેલા જ બનાવેલા ચેકડેમો તૂટી ગયા છે. એક માસનાં જળસંચયના સુજલામ સુફલામનાં કામો પણ થયાની સરાર મસમોટી જાહેરાતો કરે છે, ત્‍યારે ખાંભા ગીરનાં આ ગામડાઓનાં તૂટેલા ડેમો સરકારની ગુલબાંગોની ચાડી ખાઈ રહૃાા છે. સરકાર ર્ેારા દર વર્ષે ચેકડેમો, તળાવડા બનાવવામાં લાખો કરોડોનાં ખર્ચા કરી રહી છે. પણ નબળી ગુણવત્તાનાં થતા કામોને કારણે આ ચેકડેમો તૂટીને બેહાલ બની ગયા છે તે વાસ્‍તવિકતા હોવાનું સ્‍પષ્‍ટ દેખાઈ છે. સરકાર સુજલામ સુફલામ અંતર્ગત જળ સંચયનાં કામો કરી રહી છે. પણ ગીર વિસ્‍તારનાં પીપળવા, તાતણીયા, ધાવડિયા, ઉમેરીયા, નાનુડી, પાતળા સહિતનાં ગામોનાં ચેકડેમો તૂટી ગયા છે. જે અંગે સ્‍થાનિકે જણાવ્‍યું હતું કે ગીદરડી ગામનો ચેકડેમ હજી 10 વર્ષ પહેલા બન્‍યો છે પણ હાલ તૂટીને બેહાલ બન્‍યો છે. સરકારે મસમોટી જાહેરાતો કરી છે, પણ ખાંભા પંથકમાં જયાં સુજલામ સુફલામનાં જળસંચયનાં કામો કરવાનાં હતા તેના બદલે ચેકડેમો રીપેરીંગ કરાવવાની જરૂર હતી તે મુકીને લોકોનેઉપયોગીકાર્યો સરકાર ર્ેારા થતુ ન હોવાનાં આક્ષેપો ખાંભાનાં સ્‍થાનિક કરી રહૃાા છે. ત્‍યારે આ તૂટેલા ચેકડેમોની હાલત પણ સરકારી બાબુઓએ કયારેય લીધી નથી તેવા પણ આક્ષેપો થઈ રહૃાા છે ત્‍યારે સરકારે કરેલ સુજલામ સુફલામનાં જળ સંચયનાં કામો અમરેલી જીલ્‍લામાં તૂટેલા ચેકડેમો રીપેરીંગ કરાવે તો પણ જળસંચયની યોગ્‍ય કામગીરી સરકારે કરી કહેવાઈ પણ જળ સંચયનાં નામે ધન સંચયનો ઘાટ રાજયભરમાં ઘડાયો હોય તેમ સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં સરકારે પૈસાનો વેડફાટ કર્યો હોવાની પ્રતીતિ જોવા મળી રહી હતી. અમરેલી જીલ્‍લાનાં ચેકડેમોની વાત કરીએ તો અમરેલી જીલ્‍લાનાં 11 તાલુકા મથકો પર 384 ચેકડેમો નાની સિંચાઈ યોજનાનાં બનાવવામાં આવ્‍યા છે. જેમાં અમરેલી ર0 ચેકડેમો, કુંકાવાવ 37 ચેકડેમો, ધારી 6પ ચેકડેમો, ખાંભા 87 ચેકડેમો, સાવરકુંડલા 4ર ચેકડેમો, લીલીયા 17 ચેકડેમો, લાઠી 30 ચેકડેમો, બાબરા 30 ચેકડેમો, રાજુલા રપ ચેકડેમો અને જાફરાબાદમાં 14 ચેકડેમો છે. જયારે નાની સિંચાઈ યોજનાનાં ઈન્‍ચાર્જ કાર્યપાલક ઈજનેર એ.બી. રાઠોડનાં જણાવ્‍યાનુસાર ખાંભા પંથકના 1પ ચેકડેમો અંગે રજૂઆત આવી છે. જેમાંથી પ ચેકડેમો રીપેરીંગ કાર્ય છે પ ચેકડેમોનાં કામો પ્રગતિમાં છે અને 4 ચેકડેમો અંગે ઉપર લેવલે મંજુરી માટેની પ્રક્રિયાહાથ ધરી છે ત્‍યારે ધારીનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ ધારી,ખાંભા, બગસરા વિસ્‍તારોમાં મોટાભાગનાં ચેકડેમોની હાલત અતિ ખરાબ છે. જે અંગે સંકલનમાં પણ પ્રશ્‍ન ઉઠાવ્‍યો છે, પણ સરકારી બાબુઓ ચેકડેમો અંગે બેઘ્‍યાન હોવાનો આક્ષેપ કર્યો હતો ત્‍યારે જળસંચયનાં નામે સરકાર નાટક કરતી હોવાનો ધારાસભ્‍ય જે.વી. કાકડિયાએ આક્ષેપ કર્યો હતો. વરસાદ હવે સાવ ઢુંકડો છે ત્‍યારે જળ સંચયના ખાડા ખાબોચિયા બનાવવા કરતા જીલ્‍લાનાં 384 ચેકડેમો પર સરકારે નજર નાખી હોત તો આજે જળસંચયની સાચી કામગીરી થાત. પણ આ તો સુજલામ સુફલામ જળ સંચયનાં નામે ભાજપનાં આગેવાનોએ ઘર ભરી અભિયાન આદર્યુ હોવાની પ્રતીતિ ગામડે ગામડે જોવા મળી હોવાનું સ્‍પષ્‍ટ જણાતું હોવાનો ગ્રામજનો માંથી સુર ઉઠવા પામ્‍યો હતો.

અમરેલીમાં કોંગ્રેસે ભાજપ સરકારને જગાડવા શંખનાદ કર્યો

અમરેલીમાં ગઈકાલે કોંગી ધારાસભ્‍યો અને આગેવાનોએ ખેડૂતોનાં વિવિધ પ્રશ્‍ને ધરણા કર્યા બાદ આજે ડો. જીવરાજ મહેતા ચોકમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગીજનોએ ભાજપ સરકારને જગાડવા માટે શંખનાદ કાર્યક્રમ કરતાં શહેરીજનો મોટી સંખ્‍યામાં ટોળે વળ્‍યા હતા.

આનંદો : ધારાસભ્‍ય ધાનાણીએ માર્ગનું કાર્ય શરૂ કરાવ્‍યું

વડીયાથી બાંટવા દેવળી વચ્‍ચેનો માર્ગ હવે નવો બનશે
આનંદો : ધારાસભ્‍ય ધાનાણીએ માર્ગનું કાર્ય શરૂ કરાવ્‍યું
સમગ્રપંથકની જનતામાં માર્ગની મરામતને લઈને આનંદની લાગણી ઉભી થઈ
અમરેલી, તા. 9
અમરેલીનાં યુવા ધારાસભ્‍ય અને વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર દરમિયાન વડીયા-બાંટવા દેવળી માર્ગની સમસ્‍યા દુર કરવાની ખાત્રી આપી હતી. જેનું તેઓએ પાલન કરતાં સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી જોવા મળી           રહી છે.
વડીયા-બાંટવા દેવળી માર્ગની મરામત માટે યુઘ્‍ધનાં ધોરણે મોટી રકમ મંજુર કરાવી દેતા આજે માર્ગની મરામત થઈ ચુકી છે. અને માર્ગને નવો બનાવવા માટે માર્ગ-મકાન વિભાગનાં ઉચ્‍ચ અધિકારી સમક્ષ ધગધગતી રજુઆત કરીને મસમોટી રકમ મંજુર કરાવી હોય આગામી    દીવાળી પછી માર્ગને નવો બનાવી દેવામાં આવશે. આથી સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી જોવા    મળી રહી છે.

જશવંતગઢ-ટીંબા ગ્રામ પંચાયતના બિલ્‍ડીંગનું સાંસદના હસ્‍તે લોકાર્પણ

ચિત્તલ ગામ માંથી અલગ પડેલ જશવંતગઢ-ટીંબા ગામને દોઢ વર્ષ થયુ ગ્રામ પંચાયતનું બિલ્‍ડીંગની સુવિધા ન હોઈ રાજય સરકારમાં અવાર નવાર રજૂઆત કરવાથી તુરંત રૂા.1પ લાખની માતબર રકમ મંજુર થતા જશવંતગઢ-ટીંબાનાં સરપંચ અને તમામ સદસ્‍યોની સતત મહેનત અને દેખરેખ નીચે માત્ર પાંચ માસનાં ટુંકા ગાળામાં નમુના રૂપ બિલ્‍ડીંગ ઉભુથયુ તું. જેનું આજે અમરેલીનાં સાંસદ નારણભાઈકાછડીયાનાં શુભ હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ જેમાં અમરડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા તથા અમરેલી જીલ્‍લા ભાજપ મંત્રી કૌશીકભાઈ વેકરીયા તથા તાલુકા ભાજપ ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા તથા રણજીતભાઈ વાળા તથા વિઠલભાઈ ગજેરા સહીત ટીમ હાજર રહૃાાં. આ પ્રસંગે જશવંતગઢ-ટીંબા ગામના સર્વ મનુબાપા દેસાઈ (અઘ્‍યક્ષ ખોડલધામ) ભાજપ સરપંચ અશોકભાઈ માંગરોળીયા, ઉપસરપંચ જે.બી. દેસાઈ, વિજયભાઈ દેસાઈ, મોતીભાઈ કાનાણી, લક્ષમણભાઈ સોરઠીયા, મધુભાઈ ગેડીયા, વિનુભાઈ હિરપરા, લાલભાઈ દેસાઈ, જુતુભાઈ ખાતરા, જયંતીભાઈ દેસાઈ, મનસુખભાઈ નડોદા, મધુભાઈ ભાલાળા, પ્રાગજીભાઈ માંગરોળીયા, નાથાભાઈ મેશીયા, ભીખાભાઈ ધાનાણી, અરવીંદભાઈ દેસાઈ સહીતના ગ્રામ જનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા. આ પ્રસંગે ચિત્તલ-જશવંતગઢ શહેર ભાજપનાં આગેવાન વિજયભાઈ દેસાઈ, અશોકભાઈ માંગરોળીયા, જુતુભાઈ ખાતરા, લક્ષ્મણભાઈ સોરઠીયા, મોતીભાઈ કાનાણી, લાલભાઈ દેસાઈ, જયંતીભાઈ દેસાઈ, મનસુખભાઈ નડોદા, આગેવાનોની રજૂઆતથી સાંસદે રોડ રસ્‍તાનાં કામ માટે રૂા.8 લાખની માતબર ગ્રાન્‍ટ ફાળવતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

વૃક્ષને ગળાટુંપો દેવામાં આવ્‍યો

ખાંભા તાલુકા મથકની પોસ્‍ટ ઓફીસમાં વૃક્ષોને ગળે ટુપો દેવાયો, ગુજરાત અને કેન્‍દ્ર સરકાર દ્વારા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોની લાખો રૂપિયાની જાહેરાત અને વન મહોત્‍સવના તાયફાઓ કરવામાં આવે છે. ત્‍યારે ખાંભા તાલુકા મંથકની પોસ્‍ટ ઓફીસન રીનોવેશન બાદ ગ્રાઉન્‍ડમાં પાથરવામાં આવેલ બ્‍લોકથી વરસો જુના વૃક્ષોની ગળે ટુપો આપવામાં આવે તેવા વૃક્ષો ફરતે ત્રણ ફુટના પરીઘનું ખામણું રાખવાના બદલે વૃક્ષોના થડમાં જ બ્‍લોક ફીટ કરવાથી વૃક્ષો પાણી વગરના મરે તેવી હાલત કરાય છે. સરકારની તમામ ઓફીસોના ગ્રાઉન્‍ડમાં ઉગેલા વૃક્ષો આસપાસસી.સી.રોડ કે બ્‍લોક પેવર પાથરવામાં આવે તેવો વણ લેખ્‍યો નિયમનો ખાંભા પોસ્‍ટ ઓફિસ કોન્‍ટ્રાકટર દ્વારા ઉલાળી કરી વૃક્ષોના ગળે ફાસી અપાયો હોય, વરસો જુના વૃક્ષો ફરતા ત્રણ ફુટના પરીઘમાં ખામણા કરવામાં અવે તેવું પર્યાવરણ પ્રેમીઓ ઈચ્‍છી રહયા છે.

બાંકડામાં કરોડો રૂપિયા બગાડનાર સાંસદને ઘરભેગા કરાશે : ધારાસભ્‍ય  ઠુંમર

ચમારડીમાં કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે ભાજપને આડેહાથ લીધું
બાંકડામાં કરોડો રૂપિયા બગાડનાર સાંસદને ઘરભેગા કરાશે : ધારાસભ્‍ય  ઠુંમર
સ્‍થાનિકભાજપીઓ વિરજી ઠુંમર તો દુર તેમનાપુતળાને પણ સાચવી શકવા સક્ષમ નથી
બાબરા, તા. 9
બાબરા તાલુકાના ચમારડી ગામે યોજેલ કાર્યક્રમ નિમિતે બાબરા વિસ્‍તારમાં ધારાસભ્‍ય બન્‍યા પછી પ્રથમવાર ચમારડી ગામે પધારતા વિરજીભાઈ ઠુંમર દ્વારા ગામ લોકોની ઉપસ્‍થિતી વચ્‍ચે સંબોધતા જણાવ્‍યું હતું કે અમરેલી જિલ્‍લાના પ્રભારી અને કૃષિમંત્રી આર.સી.ફળદુ વારંવાર ચમારડી મુકામે ખાલી જમવા માટે પધારે છે. અને તેવોને અમરેલી જિલ્‍લાના ખેડૂતોની ચિંતા પણ નથી તેવું શાબ્‍દીક પ્રવચન ધારાસભ્‍ય ઠુંમરે કર્યુ હતું. ત્‍યારે વધુમાં જણાવતા હાલમાં ભાજપ સરકાર દ્વારા તળાવો નદીઓ ઉંડી ઉતારવા માટે અને સ્‍વચ્‍છતા અભિયાન માટે સુજલામ-સુફલામ યોજના હતી જે ખાલી એક પ્રકારનું ઘતિંગ હતું. અને આવી યોજનામાં ખાલી ફોટા પડાવી નાટક કરી ખેડૂતોનું મન રાજી રાખવાની યોજના હતી.
ત્‍યારે વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું કે થોડા સમય પહેલા મારા વિરૂઘ્‍ધ અમરેલી જિલ્‍લામાં અભદ્ર ટીપ્‍પણીનું જે વાવાઝોડુ ચાલ્‍યું હતું જેમા બાબરામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહનનો જે કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં કાર્યકર્તાઓ દ્વારા પૂતળા દહનનો જે કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. તેમા કાર્યકર્તાઓ પુતળુ પણ સાચવિ ન શકયા હતા. જેવા અનેક મુદ્‌ાઓને ઘ્‍યાનમાં લઈને ધારાસભ્‍યઠુંમર દ્વારા ગોપાલ શેઠના વતનમાં જઈને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા.
ત્‍યારે આગામી લોકસભા ચુંટણી નજીક આવતી હોય ત્‍યારે અમરેલી જિલ્‍લાના પાંચ ધારાસભ્‍ય દ્વારા લોકસભા ચુંટણીમાં ખાલી બાકડા આપનાર સાંસદને પણ ઘર ભેગા કરી દેવાના મુડમાં વિરજીભાઈ ઠુંમરે લલકાર કર્યો હતો.

રાજુલામાં ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ અવિરત રીતે ચાલે છે આંદોલન

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામનાં સરપંચ તથા રપ0થી 300 ગ્રામજનો છેલ્‍લા 46 દિવસથી જીએચસીએલ કંપની અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ પાંચ વ્‍યકિતઓ છેલ્‍લા 34 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે તેમાંના બે વ્‍યકિત મધુભાઈ સાંખટ અને બાબુભાઈ સાંખટની તબિયત નાદુરસ્‍ત છે, શાંતુબેન ચોથુભાઈ સાંખટ ફૂલીબેન નથુભાઈ ગુજરીયા બન્‍ને મહિલા સહીત તમામ 4 દિવસથી રાજુલા સરકારી હોસ્‍પિટલમાં દાખલ છે. આ આંદોલનમાં અગાઉએક મહિલા ઉપવાસીએ જીવ ગુમાવ્‍યો છે ત્‍યારે જે રીતે ગામજનોને ન્‍યાય કરવામાં નિષ્‍ક્રિયતાને જોતાં હજુ સરકાર બીજા ઉપવાસીઓનાં જીવ લેવાની રાહમાં હોય તેવું લાગી રહૃાું છે. પીપાવાવ ધામના ગામજનોને વહેલી તકે ન્‍યાય મળે તે માટે અખિલ ભારતીય યુવા કોળી/કોરી સમાજ ર્ેારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આંદોલનને સુરતથી કેટલો વહેલો ન્‍યાય મળે એ જોવું રહૃાું.

10-06-2018