Main Menu

Saturday, June 9th, 2018

 

તાતણીયા ગામે પાણી ભરવા બાબતે બડીયા વડે માર માર્યો

અમરેલી, તા. 8,
ખાંભા તાલુકાનાં તાતણીયા ગામે રહેતાં ગંગાબેન ભગાભાઈ બાંભણીયા નામનાં પપ વર્ષિય મહિલા ગઈકાલે સવારે પાણી ભરવા માટેગયેલા ત્‍યારે તે જ ગામે રહેતાં શાન્‍તુબેન ભનાભાઈ પરમાર સાથે બોલાચાલી થયેલ તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે સાંજે આ શાન્‍તુબેન તથા તેણીનાં પતિ ભનાભાઈએ ગંગાબેનનાં ઘર પાસે આવી ગાળો બોલી, તેણીની દિકરીને બડીયાનો ઘા મારી પગમાં ઈજા કર્યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાવી છે.

મેઘા પીપરીયા ગામે ખેતરમાંથી રૂા. રપ00ની કિંમતનાં ઈલેકટ્રીક વાયરની ચોરી

અમરેલી, તા. 8
વડિયા તાલુકાનાં મેઘા પીપરીયા ગામે રહેતાં અને ખેતિકામ કરતાં કનુભાઈ નારણભાઈ ડાંગર નામનાં યુવકની માલીકીનાં ખેતરમાં ગત તા. 17/પ રાત્રીનાં સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ ખેતરમાં પ્રવેશ કરી ઈલેકટ્રીક વાયર રપ0 ફૂટ કિંમત રૂા.રપ00 નાં વાયરની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડિયાનાં સુરગપરાનાં વેપારીને બે શખ્‍સોએ મારી નાંખવાની ધમકી આપી

અમરેલી, તા. 8
વડિયાનાં સુરગપરામાં રહેતાં અને વેપાર કરતાં ભરતભાઈ નારણભાઈ ચુડાસમાએ તે જ ગામે રહેતાં જોરૂભાઈ જીલુભાઈ કહોર તથા રાજાભાઈ સોમલાલભાઈ કહોર નામનાં બે ઈસમો વડિયા ગામે ગુલજાર હોટલ પાસે બેસવાનાં સીમેન્‍ટનાં બાકડા નંગ-4ને નૂકશાન કરતાં હોય, જેથી આ વેપારીએ નૂકશાન કરવાની ના પાડતાં આ બન્‍ને ઈસમોને સારૂ નહી લાગતાં વેપારીને મારી નાંખવાની ધમકી આપી રૂા.4 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાવી છે.

અમરેલીમાં બહારપરામાં જુગાર રમતાં 6 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. 8
અમરેલીમાં રહેતાં મનુ બધાભાઈ ચાવડા, કાળુ બાબુભાઈ માલનીયા, હીંમત કાળુભાઈ જરવલીયા, અમૃત ભીખાભાઈ મકવાણા, જગદિશ પુંજાભાઈ પરમાર તથા મનોજ ઉર્ફે મુન્‍નો રવજીભાઈ ચારોલી વિગેરે આજે બપોરે 1-30 કલાકે બહારપરા મંગળાબેન બાલમંદિર પાસે ખુલ્‍લી જગ્‍યામાં જાહેરમાં પૈસા-પાના વડેજુગાર રમતાં હોય, સીટી પોલીસ સ્‍ટેશનનાં ગંભીરસિંહ એમ. ચાવડાને બાતમી મળતાં સ્‍ટાફ સાથે જઈ દરોડો કરી રોકડ રકમ રૂા.રપ80નીમતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી કોર્ટ લોબીમાં પ શખ્‍સોએ યુવકને મારી નાંખવાની ધમકી આપી

અમરેલી, તા. 8
અમરેલીમાં રહેતાં લલીતભાઈ નાનજીભાઈ ચાવડા નામનાં ર6 વર્ષિય યુવક આજે સવારે કોર્ટ મુદ્યતમાં કોર્ટમાં આવેલ ત્‍યારે કોર્ટની લોબીમાં મોટા માચીયાળા ગામે રહેતાં દેવેન ધાધલ સહિત પ ઈસમોએ ગેરકાયદે મંડળી રચી તેમનાં વિઘ્‍ધ અગાઉ થયેલ ફરિયાદમાં આ યુવક પંચમાં હોય, કોર્ટ મુદ્યતમાં હાજર નહી રહેવા બાબતનાં મનદુઃખે જ્ઞાતિ અંગે હડધુત કરી ગાળો આપી ધમકી આપ્‍યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાતા વિભાગીય પોલીસ વડાએ આગળની તપાસ હાથ ધરી છે.

વડિયાનાં સુરગપરાનાં વેપારીને બે શખ્‍સોએ મારી નાંખવાની ધમકી આપી

અમરેલી, તા. 8
વડિયાનાં સુરગપરામાં રહેતાં અને વેપાર કરતાં ભરતભાઈ નારણભાઈ ચુડાસમાએ તે જ ગામે રહેતાં જોરૂભાઈ જીલુભાઈ કહોર તથા રાજાભાઈ સોમલાલભાઈ કહોર નામનાં બે ઈસમો વડિયા ગામે ગુલજાર હોટલ પાસે બેસવાનાંસીમેન્‍ટનાં બાકડા નંગ-4ને નૂકશાન કરતાં હોય, જેથી આ વેપારીએ નૂકશાન કરવાની ના પાડતાં આ બન્‍ને ઈસમોને સારૂ નહી લાગતાં વેપારીને મારી નાંખવાની ધમકી આપી રૂા.4 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાવી છે.

લાઠીનાં કૃષ્‍ણગઢ ગામે વૃઘ્‍ધને લાકડી વડે માર મારી હાથ ભાંગી નાખ્‍યા

અમરેલી, તા. 8
લાઠી તાલુકાનાં કૃષ્‍ણગઢ ગામે રહેતાં રામજીભાઈ જશાભાઈ બગડા નામનાં 6પ વર્ષિય વૃઘ્‍ધનો પુત્ર મંદબુઘ્‍ધીનો હોય, જેને તે જ ગામે રહેતાં રણછોડભાઈ રણજીતભાઈ રાજકોટીયા તેમને ખીજવતાં હોય જેથી વૃઘ્‍ધે આવું નહીં કરવાનું કહેતાં તેઓએ ઉશ્‍કેરાઈ જઈ સાહેદને લાકડી વડે મુંઢમાર મારી ડાબા હાથે ફેકચર કરી દઈ તથા બીજા દિવસે રણછોડભાઈએ વૃઘ્‍ધનાં મકાને આવી બહારનાં ભાગે ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરતાં આ અંગે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં વિભાગીય પોલીસ વડા એસ.બી. મોતણપરાએ વધુ તપાસ હાથ ધરી છે.

ચલાલામાં યુવકે અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લીધી

અમરેલી, તા. 8,
મુળ પાટણ જિલ્‍લાનાં વતની અને હાલમાં ચલાલા ગામે રહેતાં દિલીપ વેરસીંગભાઈ સમેતીયા નામનાં 19 વર્ષિયયુવકે ગઈકાલે પોતાના પિતાએ ભાગવી રાખેલ વાડીમાં કોઈ અગમ્‍ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કરેલ હતા.

અમરેલી એસઓજીએ હત્‍યા કેસમાં નાશતા-ફરતા શખ્‍સને ઝડપી લીધો

અમરેલી, તા.
પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય દ્વારા અમરેલી જિલ્‍લા શરીર સંબંધી તેમજ મિલ્‍કત સબંધી ગુન્‍હાઓમાં જેલમાંથી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપવામાં આવેલ જે અન્‍વયે બી.એમ.દેસાઈ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન નીચે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર.કેકરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ ખાંભા પોલીસ સ્‍ટેશનના અંટાળા ગામે થયેલ હત્‍યાનો આરોપી બાબાભાઈ દેવકુભાઈ ખુમાણ રહે. પીપળીયા, તા.રાજુલા વાળા ગઈ તા.30/10/1પ થી અમરેલી જિલ્‍લા જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ હતા. અને મજકુર આરોપી છેલ્‍લા અઢી વર્ષથી નાસતો – ફરતો હતો જે અન્‍વયે આજ રોજ તા.8/6/ર018 ના રોજ એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી આધારે મજકુર આરોપી બાબભાઈ દેવકુભાઈ ખુમાણ રહે. પીપળીયા તા.રાજુલા વાળાને અમરેલી શહેરમાંથી ઝડપી પાડેલ છે. જિલ્‍લા જેલ ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

બગસરાનાં નગરસેવકોનો ભાવ આસમાને પહોંચ્‍યો

કુલ ર8માંથી 14 ભાજપનાં, 13 કોંગ્રેસનાં અને 1 અપક્ષ
બગસરાનાં નગરસેવકોનો ભાવ આસમાને પહોંચ્‍યો
હાલ બન્‍નેપક્ષે 14-14 નગરસેવકો હોવાથી પ્રમુખપદ માટે કાંટે કી ટકકર
જો એકાદ નગરસેવક પણ પક્ષ બદલે તો સમગ્ર ચિત્ર પલટી જવાનું તે નકકી
અમરેલી, તા.
કોંગ્રેસ શાસિત બગસરા નગરપાલિકાની હાલમાં પ્રમુખ ટર્મ આગામી તા. 14નાં પુરી થઈ રહી છે. બન્‍ને (ભાજપ-કોંગ્રેસ) પક્ષે 14-14 સભ્‍યોનાં લીધે પ્રમુખ માટે કાંટે કી ટકકર જોવા મળી રહી છે. બન્‍ને પક્ષનાં આગેવાનો સદસ્‍યને પોતાના તરફ બનાવવા રીતસરની હોડ લાગી છે અને સમય પારખી સદસ્‍યોએ પણ પોતાનાં ભાવ વધારી દીધાનું ચર્ચાઈ રહૃાું છે.
વિગત અનુસાર ર8 સભ્‍ય સંખ્‍યાનું બળ ધરાવતી બગસરા નગરપાલિકામાં હાલમાં કોંગ્રેસ 13, અપક્ષ 1 તથા ભાજપનની 14 બેઠક છે. તેમ છતાં ભાજપને મહાત કરી એક અપક્ષનાં ટેકાથી છેલ્‍લા અઢી વર્ષથી કોંગ્રેસ રાજ કરી રહી છે. હવે જયારે તા. 14નાં પ્રમુખની ટર્મ પુરી થઈ રહી છે ત્‍યારે બન્‍ને પક્ષે પાસે 14-14 સભ્‍યો છે. જેથી બન્‍ને પક્ષનાં ધુરંધરો તોડ-જોડની વેતરણમાં લાગી ગયા છે.
અમુક સદસ્‍યો દેવાનાં ડુંગર તળે દબાઈ ગયા હોય તેવા સભ્‍યોને પોતાના તરફ કરી લેવા કવાયત હાથ ધરી છે.
બે દિવસ પૂર્વે કોંગ્રેસનાં એક વરિષ્ઠ સદસ્‍ય સુરત મુકામે ભાજપનાં એક સભ્‍ય જેઓ લેણદારનાં દબાણથી સુરત ઉપડી ગયા છે તેમને તેમનું તમામ ઋણ ચુકવી દેવાની પ્રપોજલ કરેલ. પરંતુહાલમાં તો આવા સદસ્‍ય તેલ જુઓ તેલની ધાર જુવો જેવો રૂખ અપનાવી રહૃાાં છે.
જયારે વોર્ડ નં. 1નાં સદસ્‍ય જે પણ લેણદારોનાં ડરથી અમદાવાદ ઉપડી ગયા છે. તેમણે પણ ચોગઠી દબાવી હોવાનું ચર્ચાઈ રહૃાું છે.
આગામી પ્રમુખ મહિલા અનામત હોય કોંગ્રેસ તરફથી પાંચ મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં મંજુલાબેન, મુકતાબેન  નળીયાધરા, જયોતિબેન ઠુંમર, મુકતાબેન કરાણીયા તથા ફરજાનાબેન સરવૈયાનાં નામ રજુ કર્ય છે.
જયારે ભાજપમાંથી ત્રણ મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં રેખાબેન પરમાર, ચંપાબેન          બઢીયા તથા ફરજાનાબેન બીલખીયાએ પોતાના નામ રજુ કર્યા છે.
આમ હાલમાં બન્‍ને રાજકીય પક્ષો શામ-દામની ફોર્મ્‍યુલા કરી દોડી રહૃાા છે. હવે પ્રમુખનો તાજ કોના પર ઢોળાશે તે તો સમય જ કહેશે. અને જો બન્‍ને પક્ષોમાંથી કોઈપણ પશ તોડ-જોડ ન કરી શકે તો આખરે ચીઠી નાખીને પ્રમુખની વરણી કરવાની રહેશે.

અમરેલીમાં ખેડૂતોનાં પ્રશ્‍ને કોંગી ધારાસભ્‍યનાં ધરણા

કલેકટર મારફત મુખ્‍યમંત્રીને ધગધગતું આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું
અમરેલીમાં ખેડૂતોનાં પ્રશ્‍ને કોંગી ધારાસભ્‍યનાં ધરણા
ડો. જીવરાજ મહેતા ચોકમાં શાકભાજીનાં ભાવ દર્શાવીને અનેરો વિરોધ પ્રદર્શન કર્યુ
દેશનાં અનેક રાજયોમાં ખેડૂત સંગઠનો વિવિધ માંગને લઈને આંદોલન કરતાં હોય કોંગ્રેસનું સમર્થન
અમરેલી, તા.   (ફોટા ઈમેલમાં છે.)
અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં ગઈકાલે જિલ્‍લાનાં તમામ પાંચેય ધારાસભ્‍યો અને કોંગીજનોએ ખેડૂતોનાં સમર્થનમાં પ્રતિક ધરણા કરીને અને ખેડૂતોનું થતું શોષણ અંગે આક્રોશ વ્‍યકત કર્યો હતો. અને બાદમાં કલેકટર મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, કોંગ્રેસની યુપીએ સરકારની જેમ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો, ખેડૂતોને કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવ આપો, ખેતીના ઓજારો ઉપર કરવેરા નાબૂદ કરો, ખેડૂતો ઉપર અત્‍યાચારી પોલીસ દમન બંધ કરો, કૃષિ પાકવીમાનું પ્રિમીયમ મરજીયાત બનાવો, ખેતીની જણસો ઉપરના કરવેરા નાબુદ કરો, ખેડૂતો સાથે આભડછેટ જેવું વર્તન બંધ કરો, કૃષિ કલ્‍યાણ યોજનાના બજેટમાં વધારો કરો, નર્મદાનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડો, ખેડૂતોને વિના વ્‍યાજે સરળતાથી ધિરાણ આપો, ખેડૂતોને સસ્‍તી-પુરતી અને નિયમિત વીજળીઆપો, સેટેલાઈટથી જમીન માપણીમાં થયેલ વિસંગતતા દૂર કરો, રોજ-ભૂંડની રંજાડથી ઉભા પાક વાવેતરની નુકસાનીનું વળતર આપો, ખેડૂતોને ખાતર, બિયારણ અને જંતુનાશક દવામાં સબસીડી આપો, અભણ ખેડૂતો ઉપરથી પાણીપત્રક નોંધણીની જવાબદારી હટાવો, ખેતીલાયક જમીનના સંપાદન કાયદામાં છેડછાડ બંધ કરો, ગૌચર વિહોણા ગામડાના પશુધનને બચાવવાની વ્‍યવસ્‍થા કરો, પ્રધાનમંત્રી કૃષિ પાકવીમા યોજનામાંથી ખાનગી કંપનીઓને દૂર કરો, ખાનગી કંપનીના મળતીયાઓને કૃષિ સબસીડી લૂંટાવવાનું બંધ કરો, નાના અને સીમાંત ખેડૂતોને બીપીએલ યોજનાઓનો લાભ આપો, અતિવૃષ્‍ટિથી અસરગ્રસ્‍તોને જમીન અને પાક નુકસાનીનું વળતર આપો, નાના અને સીમાંત ખેડૂતોને વૃઘ્‍ધાવસ્‍થા પેન્‍શન યોજનાનો લાભ આપો, મગફળીકાંડમાં મલાઈ તારવી જનારા મળતીયાઓને બચાવવાનું બંધ કરો.
ખેડૂતોના ઉપરોકત પ્રશ્‍નોનું જો સત્‍વરે નિરાકરણ નહીં થાય તો ખેડૂતોના પ્રશ્‍ને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેમાં આવતીકાલે તા. 9 જૂનના રોજ ઘંટારવ અને તા. 10 જૂનના રોજ રસ્‍તા રોકો અને જેલ ભરો આંદોલન જેવા કાર્યક્રમો આપવામાં આવશે. તેમ અંતમાં જણાવેલ હતું.

કવોરી ઉદ્યોગનાં પ્રશ્‍નો અંગે સાંસદ કાછડીયાએ સીએમને રજૂઆત કરી

dav

અમરેલી, તા. 8

ગુજરાત રાજય બ્‍લેક ટ્રેપ કવોરી એસોશીએસન ર્ેારા સમગ્ર ગુજરાત રાજયમાં કવોરી ઉદ્યોગનાં વર્ષોથી વણ ઉકેલાયેલ પ્રશ્‍નોનું કાયમી ધોરણે નિરાકરણ લાવવાનાં બાબતે અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરેલ હતી. જેના અનુસંધાને સાંસદએતુરંત જ રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીજીને કવોરી ઉદ્યોગનાંપડતર પ્રશ્‍નો બાબતે સત્‍વરે નિર્ણય લેવા રજૂઆત કરેલ છે.
કવોરી એસોશીએશન ર્ેારા સાંસદને કરાયેલ રજૂઆત મુજબ ગુજરાત રાજયમાં વર્ષોથી ચાલી આવેલ કવોરી ઉદ્યોગ હાલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ઈન્‍ડસ્‍ટ્રીઝનાં વિકાસની કરોડરજજુ સમાન છે. આ ઉદ્યોગને લીધે રાજયના આંતરીક વિસ્‍તારોમાં રોજગારીની તકો ઉપલબ્‍ધ થાય છે તથા આ ઉદ્યોગ સાથે સિમેન્‍ટ, સ્‍ટીલ અને ટ્રાન્‍સપોર્ટ જેવા અન્‍ય ઉદ્યોગોનો પણ વિકાસ થયેલ છે. એસોશીએસન ર્ેારા કવોરી ઉદ્યોગને લગત નીચે મુજબનાં પડતર પ્રશ્‍નો બાબતે રજૂઆત કરેલ છે.
(1) લીઝ ઘારકોને તેમના એટીઆર બંધ કરવા પહેલા એક માસની મુદતની કારણ દર્શક નોટીસ આપવાની હોય, જો નોટીસની લીઝ ઘારક ર્ેારા પૂર્તિ કરવામાં ન આવે તો જ એટીઆર બંધ કરવામાં આવે. (ર) કચેરીમાં કામ કરતા સાધનો આરટીઓમાં રજીસ્‍ટ્રેશન થયેલ હોય છે તેથી કવોરીમાં માલ ભરવા જતા અન્‍યની માલીકીના વ્‍હીકલનું રજીસ્‍ટે્રશન લીઝ ઘારક કેવી રીતે કરી શકે, તેથી તે નિર્ણયપાછો ખેંચવો. (3) ચાલુ લીઝોની રીન્‍યુઅલની પ્રક્રિયા ઝડપથી થાય તે માટેની કાર્યવાહી કરવી તથા બ્‍લેક ટ્રેપ ગૌણ ખનીજ કેટેગરીમાં આવતુ હોય, તેથી તેને મુખ્‍ય ખનીજનાં નિયમો ન લાગુ પડવા જોઈએ. (4) સામાન્‍ય પણે કવોરી એક જ વિસ્‍તારમાં વિકસેલી હોય છે, માટે તેના વિકાસ માટે અને સુરક્ષા માટેઅલગથી કવોરી ઝોન જાહેર કરવું. (પ) કવોરી લીઝ-ક્રશર પ્‍લાન્‍ટ વિસ્‍તારમાં એક્ષપ્‍લોઝીવ મટીરીયલ સ્‍ટોર કરવામાં આવેલ હોય છે તેથી ત્‍યાં કોઈ ઘુસણખોરી ન કરે તે માટે સુરક્ષા માટેની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવી. (6) લીઝ વિસ્‍તારની જીપીએસ કો-ઓર્ડીનેટ લઈ તેને કોઈપણ દંડ ગટર રેગ્‍યુલાઈઝ કરવા માટે સર્વે તથા કાર્યવાહી કરવી. (7) જે લીઝ વિસ્‍તારમાં મિનરલ પ્રોસેસિંગ તથા સ્‍ટોક કરવામાં આવતુ હોઈ તે સર્વે લાગુ નંબરોને એક પ્રિમાઈસ તરીકે માન્‍યતા આપવી અને પ્રિમાઈસ બહાર અન્‍ય કોઈ જગ્‍યાએ સ્‍ટોક કરવામાં આવતો હોય તો તે વિસ્‍તારનું સ્‍ટોક રજીસ્‍ટ્રેશન થાય તેવી જોગવાઈ કરવી. (8) ડી.એમ.એફ. વિશે લીઝ ઘારકોને ખૂબ જ મોડી જાણકારી મળેલ હોવાથી તે પહેલાનું ડીએમએફ રદ કરવામાં આવે. (10) હોલમાર્ક પેપરની સીસ્‍ટમ રદ કરી સાદા પેપર પર કયુઆર કોડ યુકત રોયલ્‍ટી પ્રિન્‍ટ થાય તો ખોટી રોયલ્‍ટી બનવાની પ્રક્રિયા ઉપર અંકુશ આવી શકે. (11) લીઝ વિસ્‍તારમાં ખનન દરમ્‍યાન નીકળતુ ઓવર બર્ડન મટીરીયલ્‍સ (એટલે કે માટી, મોરૂમ, કવોરી સ્‍પોઈલ વગેરે)નું વહન બ્‍લેક ટ્રેપ રોયલ્‍ટીથીકરવામાં આવે તો તેમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થાય તેવી જોગવાઈ કરવી. (1ર) નવી ટેકનોલોજીનોવિસકા થતા નદીની કુદરતી રેતીનાં વિકલ્‍પ સ્‍વરૂપે સ્‍ટોન ડસ્‍ટ માંથી પ્રોસેસ કરી મેન્‍યુફેકચરસેન્‍ડનું નિર્માણ કરી શકાય છે.જેનાથી પર્યાવરણને ખુબ જ લાભ થશે. તેથી મેન્‍યુફેકચર સેન્‍ડને સરકારી કામોમાં ફરજીયાત કરવામાં આવે. (13) સરકાર તરફથી લેવાતા નીતિ વિષયક નિર્ણયોમાં કવોરી એસોશીએશન પ્રતિનિધિને સામેલ કરવા બાબતે જોગવાઈ કરવી. ગુજરાત રાજય બ્‍લેક ટ્રેપ કવોરી એશોસીએશન ર્ેારા કરાયેલ રજૂઆતના અનુસંધાને તરત જ સાંસદએ રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીજીને સદરહુ બાબતે યોગ્‍ય નિર્ણયો લેવા રજૂઆત કરી લીઝ ઘારકોની માંગને વાચા આપેલ છે.

મોટી કુંકાવાવ સોશ્‍યલ ગૃપ-સુરત દ્વારા સ્‍નેહમિલન સમારોહ યોજાયો

મોટી કુંકાવાવ સોશ્‍યલ ગૃપ દક્ષિણ ગુજરાત સુરત દ્વારા તા.3/6ના રોજ સ્‍નેહમિલન સાથે વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ દાતા તેમજ શિક્ષણ તેમજ સામાજિકક્ષેત્રમાં આગવી રીતે કામ કરીને વતનને મદદરૂપ એવા મહાનુભાવોને સન્‍માનીત કરવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વતન દૂર સુરત ખાતે વસતા કુંકાવાવના પરિવારોનો એક માળો બનાવીને ગૃપ બનાવનાર જગદીશભાઈ કુનડીયાની અવિરત સેવા અને સંગઠન તેમજ વિવિધ ક્ષેત્ર તેમજ કુંકાવાવના પરિવારોને મદદરૂપ થાય તેવા સુંદર ઉદેશ સાથે ચાલુ કરવામાં આવેલ આ ગૃપને આજે 1પ વર્ષ જેવો લાંબો સમય સુધી ચાલુ રાખીને વટવૃક્ષ બનાવનાર એવા વતનના રતન એવા જગદીશભાઈની કામગીરીની નોંધ લઈને વિવિધ આગેવાનો તેમજ સુરત વસતા પરિવારો દ્વારા આગવું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જયારે આ 1પમાં સ્‍નેહ મિલન સમારોહમાં અમેરિકા સ્‍થિત અને કુંકાવાવનું નામ પડતા જ હરહંમેશ મદદ કરનાર એવા સામાજિક તેમજ ધાર્મિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સેવા તેમજ જરૂરી દાન આપનાર એવા મનસુખભાઈ પાઘડાળ તેમજ ઉદ્યોગપતિ એવા કિશોરભાઈ વોરા જેમણે પણ કુંકાવાવના કોઈપણ કામ માટે કયારેય પાછીપાની કરી નથી અને વિવિધ આયોજનો, કાર્યક્રમોમાં ઉદાર હાથે દાન આપનાર એવા વોરાનું પણ વિવિધ આગેવાનોએ સોશ્‍યલ ગૃપ દ્વારા આવા કુંકાવાવથી રતનનું સન્‍માન કરવામાં આવ્‍યું. શિલ્‍ડ, મોમેન્‍ટો અર્પણ કરવામાં આવ્‍યા હતા. જયારે વતનના સ્‍નેહમિલન સમારોહમાં સહભાગી થવા માટે કુંકાવાવનાઆગેવાનોમાં સરપંચ સુભાષભાઈ ભગત, જિલ્‍લા પંચાયતના સદસ્‍યા સાધનાબેન દોંગા, તાલુકા પંચાયતના સદસ્‍યા જયાબેન ગોંડલીયા, બગસરા યાર્ડના વાઈસ ચેરમેન પરસોતમભાઈ કુનડીયા, ઉપસરપંચ સંગીતાબેન લાખાણી તેમજ મનસુખભાઈ ભગત, અરવિંદભાઈ દોંગા, મનસુખભાઈ ગોંડલીયા, ભગવાનભાઈ કુનડીયા, ચુનીભાઈ લાખાણી સહિતના આગેવાનોને આ અવસરે સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા અને વતન દૂર પણ એક કુંકાવાવ વસે છે તેવો માહોલ જોવા મળ્‍યો હતો. આમ તમામ રીતે વતન દૂર સુરતમાં વસતા પરિવારોને એકજુટ કરીને દર વર્ષે સ્‍નેહમિલન સમારોહ આ સોશ્‍યલ ગૃપ દ્વારા યોજવામાં આવે છે. અને તેમાં શિક્ષણમાં નોંધપાત્ર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ સન્‍માનીત કરીને શિક્ષણને લગતું સાહિત્‍ય આપવામાં આવે છે. આમ આવા અનેકવિધ કાર્યક્રમો સાથે સુરત ખાતે વસતા આ ગૃપના આયોજકો દ્વારા રંગારંગ કાર્યક્રમ સાથે સ્‍નેહમિલન સમારોહનું સુંદર આયોજન કરીને સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

બાબરામાં જીવદયા પરિવારે નિરાધાર પશુઓને રેડિયમ પટ્ટી લગાડી સેવાનું કાર્ય કર્યુ

બાબરા, તા.8
બાબરામાં નિરાધાર પશુઓ રાત્રિ વખતના રોડ પર બેસતા હોય છે. જેના કારણે ગંભીર અકસ્‍માત સર્જાય છે. જેમાં પશુઓને ગંભીર ઈજાઓ થાય છે. અને મૃત્‍યુ પામે છે. તેમજ વાહન ચાલકોનેગંભીર ઈજાઓ થાય છે.
ત્‍યારે આ પ્રકારના અકસ્‍માતનો સર્જાય અને રોડ પર બેસતા નિરાધાર પશુઓ વાહન ચાલકોને નજરે ચડે તે માટે બાબરા  જીવદયા પરિવારના સભ્‍યો દ્વારા ગાયમાતા સહિતના પશુધનના શીંગડા પર રેડિયમ લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જીવદયા પરિવારના સભ્‍ય મૌલિક તેરૈયાના જણાવ્‍યા અનુસાર આગામી ત્રણ દિવસમાં શહેરમાં આવેલ તમામ નિરાધાર પશુધનને રેડિયમ લગાડી સુરક્ષિત કરવામાં આવશે. દરરોજ રાત્રીના દસ જેટલા સભ્‍યો શહેરના અલગ અલગ વિસ્‍તારમાં વસવાટ કરતા નિરાધાર પશુઓને રેડિયમ લગાડવાની કામગીરી કરી રહયા છે.
આગામી દિવસોમાં ચોમાસાની સીઝનનો પ્રારંભ થશે અને ત્‍યારે મોટા પ્રમાણમાં પશુઓ રોડ વચ્‍ચે બેસી જાય છે. અને અકસ્‍માતનો ભોગ બને છે. એક અંદાજ મુજબ બાબરામાં વર્ષ દરમિયાન અકસ્‍માતના કારણે ચાલીસથી પચાસ જેટલ પશુઓ મૃત્‍યું પામે છે.
ત્‍યારે શહેરની નિરાધાર પશુ અકસ્‍માતનો ભોગ ન બને તે માટે બાબરા જીવદયા પરિવારના સભ્‍યો દ્વારા શિંગ પર રેડિયમ લગાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજુલામાં ભુમાફીયાઓ સામે ચાલતા આંદોલનમાં બાળકો જોડાયા

રાજુલા તાલુકાનાં દશિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામનાં સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 4પ દિવસથી ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ-વિકટર તથા ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ પાંચ લોકો છેલ્‍લા 33 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. તેમજ આમરણાંત ઉપવાસી મધુભાઈ સાંખટ સાદુળભાઈ શિયાળ બાબુભાઈ સાંખટ છેલ્‍લા 3 દિવસ તબિયત નાદુરસ્‍ત હોવાથી રાજુલા સરકારી હોસ્‍ટિલમાં દાખલ છે તેમજ આજે ફુલીબેન નથુભાઈ ગુજરીયા નામની મહિલાની તબિયત લથડતાં એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. રોજ રોજ લોકો બિમાર પડી રહૃાા છે છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયાએ લેખિત રજૂઆત કરી હતી કે જમીન માપણી સમયેગામજનોને સાથે રાખવામાં આવે છતાં પણ અધિકારીઓએ ગામ લોકોને જાણ કર્યા વગર જ જમીન માપણી કરી રહૃાા છે. જો જમીન માપણી સમયે અરજદાર સાથે ના જ હોય તો આ માપણી કરવાનો હેતુ શું ? એવી લોક ચર્ચા થઈ રહી છે. આવી રીતે માપણી કરી અધિકારીઓ ભૂમાફિયાઓ તથા કંપનીને બચાવવાનાં પ્રયત્‍નો કરી રહી છે તેવું લાગી રહૃાું છે. આ ગામનાં બાળકો ર્ેારા કાલે અર્ધ નગ્ન અવસ્‍થામાં આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. છતાં પણ આ સરકારી બાબુઓને કુમળા બાળકો પર પણ દયા આવતી નથી દેશનું ભવિષ્‍ય કહેવાતા બાળકોએ કપડાં ઉતારી પોતાના ગામ માટે હક્ક અધિકાર માગીયા છતાં આ સરકારને કશું ફેર નથી પડતો એવું લાગી રહૃાું છે. પીપાવાવ ધામનાં ગામજનો વહેલી તકે ન્‍યાય આપવા માટે સુરતમાં કોળી સમાજ ર્ેારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દિવસના અંતે આંદોલનકારી પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ગુજરીયા ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણિયા, સંતોષભાઈ ગુજરીયા, ભાવેશભાઈ ગુજરીયા, સોડાભાઈ ચાવડા, ધીરુભાઈ મકવાણા સહિતનાં લોકોએ નાયબ કલેકટરને 4પમી વખત આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું છતાં પણ હજી સુધી દબાણ દૂર કરી શકયા નથી એક લોક વાયકા છે કે માણસ હોય તેને એક કહેવાય કે પછીઅધિકારીઓ આંદોલનકારીઓને માણસ ના સમજતા હોય ?

અમરેલીમાં “પ્‍લાસ્‍ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન” હેઠળ થેલી અપાઈ

સમગ્ર દેશભરમાં હાલ વિશ્‍વ પર્યાવરણ સપ્‍તાહ ઉજવણી અભિયાન ચાલી રહયું છે. જે અંતર્ગત શહેરની લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) તથા ડાયનેમિક ગૃપ અમરેલીના સંયુકત ઉપક્રમે “પ્‍લાસ્‍ટિક હટાવો, પર્યાવરણ બચાવો” ઝુંબેશનો પ્રારંભ વેપારીઓ તથા નગરના લોકોને વિનામૂલ્‍યે કાપડની થેલીનું વિતરણ કરીને કરવામાં આવેલ “પ્‍લાસિટક હટાવો” અભિયાનના શુભારંભ સમારોહમાં અઘ્‍યક્ષ તથા દાતા લાયન્‍સ કલબ ઓફ અમરેલીના પ્રમુખ લા.વસંતભાઈ મોવલીયા તથા પ્રેરક સ્‍થાને ડાયનેમિક ગૃપ, અમરેલીના પ્રમુખ હરેશ બાવીશી, નગરપાલિકાના ચીફ ઓફિસર વસાવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, લાયન્‍સ મેઈનના પ્રમુખ લા.કાંતીભાઈ વઘાસિયા, પટેલ સંકુલના કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, ભરતભાઈ ચકસણી, અગ્રણી યુવા ઉદ્યોગપતિ હિરેનભાઈ બાંભરોલીયા, લા. રમેશભાઈ કાબરીયા, મુકેશભાઈ કોરાટ, લાયન્‍સ કલબ રોયલ તથા ડાયનેમિક ગૃપના તમામ હોદેદારો, વહીવટીતંત્રના અધિકારીઓ, સભ્‍યઓ વિ.એ પોતાના વરદહસ્‍તે શહેરની શાકમાર્કેટ તથા વેપારીઓ, ગ્રાહકો વિ.ને કપડાની 7000 (સાત હજાર) થેલીનું વિનામૂલ્‍યે વિતરણકરીને લોકો તથા વેપારીઓને પ્‍લાસ્‍ટિકના વપરાશ ન કરવા અપીલ કરીને ઉતમ પ્રેરણા આપી હતી. આ તકે લાયન્‍સ કલબ રોયલના પ્રમુખ લા.વસંતભાઈ મોવલીયાએ લોકોને પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કદીએ ન કરવા અપીલ કરીને રાષ્‍ટ્રીય અભિયાનને સફળ બનાવવા આહવાન કર્યુ હતું. જયારે ડાયનેમિક ગૃપ, અમરેલીના પ્રમુખ હરેશ બાવશીએ જણાવ્‍યું હતું કે હાલ ભારતદેશ હવા, પ્‍લાસ્‍ટિક તથ પાણીના પ્રદુષણમાં વિશ્‍વમાં ચોથા સ્‍થાન પર છે. ત્‍યારે જો પર્યાવરણ બાબતે આપણે સૌ જાગૃત ન બનીએ તો વર્ષ ર0રપ સુધીમાં પ્રદુષણનો અતિગંભીર પ્રશ્‍ન બનશે તેવું ન બને તે આશયે અમારા દ્વારા આ અભિયાન ધરાયું છે. ત્‍યારે અમાર અભિયાનના સહભાગીઓનો આભાર.

09-06-2018