Main Menu

Friday, June 8th, 2018

 

અમરેલીનાં નામચીન શખ્‍સ ઈરફાન ઉર્ફે ટાલકી પર ટાવર નજીક જીવલેણ હુમલો

અમરેલી, તા.7
અમરેલીમાં રહેતા ઈરફાન મમદભાઈ ખીમાણી ઉર્ફે ટાલકી 37 વર્ષીય યુવક સાંજના સમયે ટાવર પાસેના વિસ્‍તારમાં હતો ત્‍યારે કોઈ કારણોસર તેમની ઉપર અજાણ્‍યા શખ્‍સોએ તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે પ્રથમ અમરેલી દવાખાને અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયેલ છે.
આ બનાવમાં ઘવાયેલ યુવાનને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ કાંઈ બોલી શકે તેવી સ્‍થિતિમાં ન હોવાથી પોલીસ ફરિયાદ આ લખાય છે ત્‍યારે નોંધાઈ નથી.
આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો તથા લોકોના ટોળા ટાવરે એકઠા થયાહતા.

અમરેલીનાં ઈશ્‍વરીયા ગામની સીમમાં અકસ્‍માતે કુવામાં પડી જતાં વૃદ્ધનું મોત

અમરેલી, તા. 7
અમરેલી તાલુકાનાં ઈશ્‍વરીયા ગામે રહેતાં નાનજીભાઈ નથુભાઈ વામજા નામનાં 70 વર્ષિય વૃઘ્‍ધ આજે વહેલી સવારે પોતાની વાડીએ ગયા હતા ત્‍યારે બાજુમાં આવેલ વાડીનાં કુવામાં પાણી જોવા જતાં અકસ્‍માતે કુવામાં પડી જતાં તેમનું મૃત્‍યુ થયાનું તારણ જાહેર કરનારે પોલીસમાં જણાવ્‍યું છે.

સાવરકુંડલા પાલિકાનાં કોંગી સદસ્‍યો બળવાનાં મિજાજમાં ?

ભાજપનાં કદાવર નેતાઓ પાલિકામાં કમળ ખિલાવવા તૈયાર થયા
સાવરકુંડલા પાલિકાનાં કોંગી સદસ્‍યો બળવાનાં મિજાજમાં ?
કોંગ્રેસનાં 4 નગરસેવકો ભુગર્ભમાં ઉતરી જતાં કોંગીજનોમાં ચિંતાનો માહોલ
સાવરકુંડલા, તા. 7
અમરેલી જીલ્‍લાના સાવરકુંડલા નગરપાલિકાના અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ પદની ચુંટણી આગામી 14 જુને થનારી છે ત્‍યારે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ર0 કોંગ્રેસ અને 16 ભાજપના સદસ્‍યો હોવા છતાં પાલિકા પ્રમુખના પદ માટે કોંગ્રેસનો આંતરિક વિખવાદનો ફાયદો મેળવવા ભાજપ કાવાદાવા કરીને સત્તા સ્‍થાને બેસવાના પ્રયત્‍નો થતાં નવાજુનીના એંધાણો સાકાર થઇરહ્યા છે.
સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ પદ માટે આગામી 14 જુનના દિવસે પાલિકા પ્રમુખની ચુંટણી જાહેર થતાં જ રાજકારણ ગરમાઈ ગયું છે. સાવરકુંડલા નગરપાલિકામાં ગત માર્ચ મહિનામાં પાલિકાની બજેટ બેઠકમાં કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે બજેટ બેઠકનો ઉલાળીયો કોંગી સદસ્‍યોએ કર્યો હતો બાદમાં ઘી ના ઠામમાં ઘી પડયું હતું. પણ ર019 ની ચુંટણી નજીક હોવાથી ભાજપ પણ અંદરખાને સત્તા મેળવવા કારસા કરી રહૃાાં હોવાની વિગતો મળી રહી છે. ત્‍યારે સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા સ્‍પષ્ટ બહુમતી ન હોવાની વાતો કરવામાં આવી રહી છે પણ અંદરખાને નારાજ કોંગી સદસ્‍યો સાથે ગોઠવણ કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. ત્‍યારે શહેર ભાજપ પ્રમુખ મયુર ઠાકરે વિપક્ષમાં બેસવાનો વ્‍હીપ આપવાનું કહી રહ્યા છે. હાલ કોંગ્રેસ પાસે પાલિકાની સત્તા છે અઢી વર્ષ માટે આગામી 14 જુને ભાજપ વિપક્ષનો મેન્‍ડેડ આપશે પણ માર્ચ ર018ની બજેટ બેઠક વખતે કોંગી નારાજ સદસ્‍યોના સંગાથે ભાજપ સત્તા મેળવવાનો લાભ મળી શકે છે. ત્‍યારે હાલના સાવરકુંડલાના કોંગીજનો કોંગ્રેસના મોભીઓ સાથે મંત્રણા કરીને અઢી વર્ષ માટે નારાજ કોંગ્રેસ સદસ્‍યોને મનાવીને ફરી સત્તા કોંગ્રેસ પાસે જ રાખવાની શાખ દાવ પર લાગી છે. ત્‍યારે અઢી વર્ષ માટે ઓ.બી.સી. પ્રમુખ પદ હોવાથી ઓ.બી.સી.માંકોંગે્રસી સદસ્‍ય એવા પાલિકાના પ્રમુખ પદના ઈચ્‍છુક દાવેદારોમાં હાલના પાલિકાના ઉપપ્રમુખ નાસીર ચૌહાણ પાલિકાના પ્રમુખ પદ માટે દાવેદાર છે. તો અશોકભાઈ ખુમાણે પ્રમુખ પદની દાવેદારી કરી છે. ભરવાડ સમાજમાંથી બીજલભાઈ બતાડાએ પ્રમુખ પદ માટે ઈચ્‍છુક છે તો સગર સમાજના ભૂપત ચુડાસમા પણ પ્રમુખ પદની રેસમાં આગળ છે તો કોળી જ્ઞાતિમાં પ્રભુત્‍વ ધરાવતા વિપુલ ઉનાવાનું નામ પણ આગળ દોડી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સાથે ચંદ્રેશભાઈ રવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક, મહામંત્રી મહેશભાઈ જયાણી દ્વારા કોંગ્રેસમાંથી કોને પ્રમુખ પદે બેસાડીને શહેરનો વધુ વિકાસ કરવાની મંત્રણા ચાલી રહી છે. અને મેન્‍ડેડ પ્રદેશમાંથી જેના નામનો આવે તે પર સર્વસમંતી સધાઈ તેવા પ્રયત્‍નો થઇ રહ્યા છે. ત્‍યારે પાલિકાના ઉપપ્રમુખ પદે હિતેશ સરૈયાનું નામ આગળ ચાલે છે.

અમરેલીમાં પતિએ પત્‍નિને ઝાડું વડે માર મારી ઈજા કરતાં ફરિયાદ

અમરેલી, તા. 7,
અમરેલીમાં બટારવાડી વિસ્‍તારમાં રહેતાં સલમાબેન સૈયદ અમર અવેશી નામની મહિલાએ ગઈકાલે રાત્રે પોતાના પતિ સૈયદ અમર અવેશી પાસે મકાન ભાડા અંગેનાં પૈસા માંગતા તેઓએ ઉશ્‍કેરાઈ જઈ ઝાડું વડે આડેધડ માર મારી શરીરે નાની-મોટી ઈજાઓ કર્યાની ફરિયાદ સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.

અમરેલીનાં નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયએ વિધીવત ચાર્જ સંભાળી લીધો

અમરેલી, તા. 7
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર વર્ષથી કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. તેવા જ સમયે ગૃહવિભાગે નિષ્ઠાવાન અને કાર્યદક્ષ પોલીસ અધિકારી નિર્લિપ્‍ત રાયને જિલ્‍લા પોલીસ વડાની જવાબદારી સોંપી છે.
આજે નિર્લિપ્‍ત રાયે બપોરે વિધીવત ચાર્જ સંભાળી લીધેલ છે. અને જરૂરી આદેશો તાબાનાં અધિકારીઓને કરી દીધા છે. જો કે તેઓનાં આગમનનું સ્‍વાગત કરતાં હોય તેમ માથાભારે શખ્‍સોએ ટાવર ચોકમાં તીક્ષણ હથિયારો વડે નામચીન શખ્‍સ પર ખુની હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.

છતડીયા ગામે 3 અજાણ્‍યા શખ્‍સોએ પાઈપ વડે માર મારી ઈજા  કરી

અમરેલી, તા. 7
રાજુલા ગામે આવેલ છતડીયા રોડ ઉપર રહેતાં આણંદભાઈ નનાભાઈ હડીયાને આજે સવારે કોઈ ત્રણ અજાણ્‍યા ઈસમોએ વગર કોઈ જાતનાં કારણ વગર ત્રિપલ મોટર સાયકલ ઉપર આવી લોખંડનાં પાઈપ વડે આડેધડ માર મારી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.

ગળકોટડી નજીક બાઈક સવારનું આકસ્‍મીક મૃત્‍યુ

અમરેલી, તા.7
ગઢડા તાલુકાના વિકળીયા ગામના વતની અને હાલ રાજકોટ રહેતા જયસુખભાઈ શામજીભાઈ રાઠોડ ગત તા.પના રોજ બપોરે પોતાના વતનવિકળીયાથી રાજકોટ મોટર સાયકલ ઉપર જતા હતા ત્‍યારે બાબરા તાલુકાના ગળકોટડી ગામ પાસે પહોંચતા તેમનું આકસ્‍મીક મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

મોટા મોભીયાણા ગામે પાણી ભરવા બાબતે બઘડાટી બોલી


બાબરામાં તાલુકા વિકાસ અધિકારીના પ્રમુખ સ્‍થાને તલાટી મંત્રીનો વિદાય સમારંભ યોજાયો

બાબરામાંજલારામ બાપાના મંદિરે તલાટી મંત્રીનો વિદાય સમારંભ તાલુકા વિકાસ અધિકારીના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો આ તકે રાજકીય આગેવાનો અને અધિકારીઓ તેમજ તાલુકાના તલાટી મંત્રીઓ ઉપસ્‍થિત રહયા હતા. બાબરા તાલુકાના કીડી અને શિરવાણિયા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા કે.કે.મહેતા વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભનું આયોજન બાબરા તાલુકા પંચાયત, સ્‍ટાફ દ્વારા કરવામાં આવ્‍યું હતું. તાલુકા વિકાસ અધિકારી બી.જી.સોલંકીના અઘ્‍યક્ષસ્‍થાને આયોજીત આ વિદાય સમારંભમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, માજી ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, વાલજીભાઈ ખોખરીયા, જસદણના પ્રાન્‍ત અધિકારી અમિતકુમાર ચૌધરી, બીપીનભાઈ રાદડીયા, જિલ્‍લા બ્રહ્મસમાજના અગ્રણી ઉદયનભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ અશ્‍વિનભાઈ સાકરીયા, પી.ડી. કોઠીવાળ, ડેપ્‍યુટી ડી.ડી.ઓ., સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહી તલાટી મંત્રી કે.કે.મહેતાને ભાવભરી વિદાય આપી સન્‍માનિત કર્યા હતા. તલાટી મંત્રી મંડળ દ્વારા પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તમામ આગેવાનો અને અધિકારીઓ દ્વારા કે.કે.મહેતાને સાલા શ્રીફળનો પડો, મોમેન્‍ટો અને પુષ્‍પહારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

ધારી વન વિભાગનાં ‘દુધાળા-કરમદડી’માં વનકર્મીઓ ઉપર થયેલ ફાયરીંગ અને શિકાર પ્રકરણમાં સેશન્‍સ કોર્ટે પણ જામીન ફગાવ્‍યા

સાવરકુંડલા, તા. 7
પ્રાપ્‍ત વિગત અનુસાર તાજેતરમાં થયેલા ભભવનકર્મી ઉપર ફાયરીંગ અને સસલાનાં શિકાર પ્રકરણમાંભભ નામદાર સેસન્‍સ કોર્ટ રાજુલાએ બનાવનીઅતિ ગંભીરતાને ઘ્‍યાને રાખી આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન રદ કરાવવા માટે વનવિભાગનાં ઉચ અધિકારીઓએ અંગત રસ લઈ ધારદાર દલીલો કરી હતી. નામદાર સેસન્‍સ કોર્ટે રાજુલાને કહૃાું હતું કે આરોપીઓ વનગુન્‍હાઓ કરવા ટેવાયેલા છે. અગાઉ વર્ષ ર010માં આજ આરોપી રમેશ બાબુ શિશણાદા બંદુક સાથેશિકારના ગુન્‍હામાં       પકડાયેલ છે.
ગુનેગારોએ નાના-મોટા પ0(પચાસ) જેટલા પશુ-પક્ષીઓનો શિકાર કરેલ છે. જે ઘણી ગંભીર બાબત ગણાય. તાજેતરમાં શિકારની ઘટનાઓ મોટા પ્રમાણમાં વધી રહી છે. વન વિભાગનાં ઉચ્‍ચ અધિકારીએ કહૃાું હતું કે વનગુન્‍હાઓ વધી રહૃાા છે તેને ડામવા માટે એક ઉત્તમ દાખલો બેસાડવો પડે તેમ છે. આવી બધી ધારદાર દલીલો કરતાં રાજુલા સેસન્‍સ કોર્ટે વન વિભાગની દલીલો ગ્રાહૃા રાખી, વધી રહેલ શિકારની ઘટનાઓને કાબુમાં લેવા કોર્ટે યોગ્‍ય નિર્ણય લઈ શિકાર અને ફાયરીંગનીઘટનામાં સંડોવાયેલી બન્‍ને આરોપીઓનાં જામીન ફગાવી દીધા હતા.
અત્રે નોંધનીય છે કે અત્‍યાર સુધીનાં ભભગીરનાભભ ઈતિહાસમાં ભભસસલાનાં શિકારભભ અને ફાયરીંગ કેસમાં આખો મામલો છેક ગુજરાત ભહાઈકોર્ટભ સુધી પહોંચ્‍યો હોય તેવો આ પહેલો કિસ્‍સો છે.
જામીન રદ કરવા માટે નવા આવેલા આઈ.એફ.એસ. ઓફિસર વિવેકકુમાર તોડકરે પોતાની મહત્‍વનીભૂમિકા નીભાવી હતી. તેમના ડેરીંગ પાવરનો પરચો બતાવ્‍યો હતો.
વનકર્મીપર થયેલ ફાયરીંગ અને શિકાર પ્રકરણમાંસેસન્‍સ કોર્ટનું આ પગલું વન વિભાગ માટે સરાહનીય ગણાય. ધારી વન વિભાગની કડક કાર્યવાહીથી વન ગુન્‍હા કરવા ટેવાયેલા અસામાજીક તત્‍વોમાં ફફડાટ મચી જવા પામ્‍યો છે, ધારી વન વિભાગનું આ પગલું શિકારી પ્રવૃતિ અટકાવવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય.

અમરેલી પાલિકા કચેરીનું મકાન રૂપિયા ર કરોડનાં ખર્ચે બનશે

શહેરની મહત્‍વની કચેરી જુદા-જુદા સ્‍થળે કાર્યરત હોવાથી
અમરેલી પાલિકા કચેરીનું મકાન રૂપિયા ર કરોડનાં ખર્ચે બનશે
ર0ર0માં પાલિકાની સામાન્‍ય ચૂંટણી યોજાશે અને નવા શાસકો નવી કચેરીમાં બિરાજમાન થશે
અમરેલી, તા. 7
અમરેલી શહેરમાં પાણી વિતરણ, સ્‍વચ્‍છતા,સ્‍ટ્રીટ લાઈટ અને માર્ગોની સુવિધા ઉભી કરવાની કામગીરી જયાંથી થાય છે તેવી પાલિકાની કચેરીનું મકન ન હોવાથી જુદા-જુદા વિસ્‍તારમાાં હાલ કચેરીનું કામકાજ ચાલી રહૃાું હોય શહેરીજનોને આમથી તેમ ભટકવું પડે છે.
દરમિયાનમાં રાજયનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ઘ્‍વારા અમરેલી પાલિકાનાં મકાન માટે રૂપિયા ર કરોડ જેવી રકમ મંજુર કરવામાં આવી હોય આગામી રથી 3 વર્ષમાં નવું મકાન બનાવવામાં આવશે અને વર્ષ ર0ર0માં પાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં વિજેતા થનાર શાસકોને નવા મકાનમાં શાસન કરવાનું મળશે તેવું જાણવા મળેલ છે.

અમરેલી જિલ્‍લા ભાજપનાં ઉપપ્રમુખ ભરત વેકરીયા વિરૂદ્ધ સંઘાણી મંડળીએ કોર્ટમાં ફરિયાદ કરી

અમરેલી, તા. 7
સંઘાણી શરાફી મંડળીમાંથી સને 1999 માં એક લાખની લોન લીધેલી ત્‍યારબાદ ભરતભાઈ વેકરીયાએ લોનનું વ્‍યાજ કે લોનનાં હપ્‍તાઓ જમા ન કરાવતા અવારનવાર મંડળીના કર્મચારીઓ તેમને રૂબરૂ અને ફોનથી અનેક વખત જાણ કરતા તેમજ વારંવાર લોનની બાકી લ્‍હેણી રકમની ઉઘરાણી કરતા સૌરાષ્‍ટ્ર યુનિર્વસીટીના સીન્‍ડીકેટ સભ્‍ય અને ભાજપનાં ઉપપ્રમુખ કે જેમણે મંડળીને જામીનમાં એમના ચેક આપેલા જે ચેક લ્‍હેણી રકમ પેટે રૂા.ર,6પ,769 નો અને જેના ચેક નંબર 10088 ના નાગરિક સહકારીબેંકમાં નાખતા જે ચેક પાસ ન થવાથી મંડળીએ નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટનીકલમ-138 હેઠળ વકીલે ભરતભાઈ વેકરીયાને પંદર દિવસનો ટાઈમ આપેલો.
તેમ છતાં તેઓએ રકમ નહી ભરતા નાછૂટકે મંડળીએ સૌરાષ્‍ટ્ર યુનિર્વસીટીના સીન્‍ડીકેટ સભ્‍ય અને ભાજપનાં ઉપપ્રમુખ સામે મંડળીએ નેગોશીએબલ એકટની નીચે કોર્ટમાં ફરિયાદ નોંધવવાની ફરજ પડી છે. કોર્ટે ફરિયાદ દાખલ કરી તેમને કોર્ટમાં હાજર રહેવા જાણ કરેલ છે તેમ મંડળીના સેક્રેટરી ભરતભાઈ શીંગાળાની યાદીમાં જણાવેલ છે.

દામનગરમાં આસ્‍થાભેર શ્રીમદ્ય ભાગવત્‌ સપ્‍તાહનો પ્રારંભ

દામનગર ર્ેારકેશ યુવક મંડળ ર્ેારા આયોજિત શ્રીમદ્ય ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ શ્રી મદન મોહનલાલજીની હવેલી ખાતેથી પોથીયાત્રા નીકળી તા. 7/6 ને ગુરુવાર રોજ શહેર ભરનાં રાજમાર્ગો પર ફરી જામગરનાં વર્િેાન વકતા અજયભાઈ ભટ્ટનાં વ્‍યાસાસને શ્રીમદ્ય ભાગવત કથા પોથી તા. 7/6 નાં રોજ બપોરનાં 3-00 કલાકે કપિલ પ્રાગટય તા. 8/6 નાં રોજ સવારનાં 10-30 કલાકે નૂરસિંહ જન્‍મોત્‍સવ તા.9/6 રાત્રે 10-30 કલાકે ભગવાન શ્રી વામન જન્‍મોત્‍સવ તા. 10/6 નાં સાંજે પ-30 કલાકે શ્રી રામ જન્‍મોત્‍સવ તા. 10/6 ના રોજ રાત્રે 10-30 કલાકે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ તા. 10/6 ની રોજ રાત્રે 11-30 કલાકે ગોવર્ધન પૂજા રાસ તા. 11/6 નાં રાત્રે 11-00 કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ તા. 1ર/6ની રાત્રે 10-00 કલાકે કથાનાં દરેક પ્રસંગોને વેશભૂષા અને ધર્મોઉલ્‍લાસથી ઉજવશે. ર્ેારકેશ મિત્ર મંડળનુંસુંદર આયોજન કથા સત્ર રોજ સમય રોજ બપોરનાં 3-30 કલાકથી 6-30 કલાક અને રોજ રાત્રે 8-30 કલાકથી રાત્રે 11-30 કલાક સુધી કથા પ્રારંભ તા. 7/6 થી તા. 13/6 બુધવાર સાંજનાં 6-00 સુધી ચાલનાર શ્રીમદ્ય ભાગવત કથા દામનગર શહેરની મદન મોહનલાલજીની હવેલી ખાતે ર્ેારકેશ યુવક મંડળ ર્ેારાસુંદર ધર્મોત્‍સવનું આયોજન કરાયું છે.

રાજુલામાં ભૂમાફીયાઓ વિરૂદ્ધ આંદોલન કરતી ર મહિલાની તબિયત લથડી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામનાસરપંચ તથા 300 જેટલા ગામજનો છેલ્‍લા 44 દિવસથી જીએચસીએલ કંપની વિકટર તથા ભૂમાફીયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહયા છે. તેમજ જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ સહિત પાંચ લોકો છેલ્‍લા 3ર દિવસ આમરણાંત ઉપવાસ કરી રહયા છે. સરકારી તંત્રમાં માનવતા જેવું કાંઈ રહયું જ ના હોય તેવું લાગી રહયું છે. આંદોલનના એટલા દિવસોથી લોકો ભૂખ્‍યા પેટે ન્‍યાય માંગી રહયા છે. તો અધિકારીઓ હજુ પણ ભાજપના મળતીયાઓને બચાવવાના પ્રયત્‍નો કરી રહયા છે. ગામના સરપંચ તથા ગામજનોને જાણ વગર જ અધિકારીઓ જમીન માપણી કરીને રવાના થઈ ગયા. આથી પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયા દ્વારા નાયબ કલેકટર, મામલતદાર અને અમરેલી કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી કે જે તે સમયે જીએચસીએલ કંપનીની જમીન અને અન્‍ય જમીનની માપણી કરાવવામાં આવે ત્‍યારે ગામ પંચાયતને વિશ્‍વાસમાં લેવામાં આવે અને માપણી સમયે ડી.આર.એલ. તથા અન્‍ય જવાબદાર અધિકારીઓની સાથે ગામ પંચાયતના સભ્‍યો, સરપંચ તેમજ સ્‍થાનિક લોકોને રાખી જમીન માપણી કરાવવામાં આવે જેથી સચોટ અને યોગ્‍ય માપણી થાય. જેથી આંદોલનકારીઓને કોઈ શંકા ના રહે અનેજો ગામના સ્‍થાનિક લોકોની ગેરહાજરીમાં માપણી કરવામાં આવશે તો આંદોલનકારીઓ આ માપણીને માન્‍ય ગણશે નહીં તે અંગે અધિકારીઓએ નોંધ લેવી. આંદોલન દરમિયાન ધનુબેન જગાભાઈ સાંખટ, નાનુબેન નરશીભાઈ ગુજરીયાની તબિયત લથડતા એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આંદોલનકારીઓ દ્વારા જણાવાયું હતું કે અધિકારીઓ ભૂમાફીયાઓ તથા કંપનીના અધિકારીઓ કહે તેટલું જ પાણી પીવે છે. આંદોલનનો 1.પ મહિના જેટલો સમય છતાં પણ સરકારી બાબુઓને હજુ સુધી ભૂમાફીયાઓનું સાચું દબાણ દેખાણું નથી. અને આગામી દિવસોમાં જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો લોકો પોતાની જાતે જ દબાણ દૂર કરશે.

ભાવનગર-રાજુલા-વેરાવળ પર સતત 3જા દિવસે અકસ્‍માત : 3 ટ્રકો અથડાયા

ર વ્‍યકિતને ઈજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં ખસેડાયા
રાજુલા, તા.7
રાજુલા- ભાવનગર- વેરાવળ રોડ પર આવેલ ઠાકરધણી હોટલ પાસે ત્રણ ટ્રકો સામ-સામે ધડાકાભેર અથડાયા. જેમાં કુદરતનો કરીશ્‍મો કહો કે ડ્રાઈવરોનું નસીબ, આ અકસ્‍માતમાં ર જણા ગંભીર રીતે ઘાયલ થયેલા છે. જો કે આ અકસ્‍માત જોતા એવું લાગે કે કેટલાય લોકો મૃત્‍યુ પામ્‍યા હશે. આ વિચિત્ર અકસ્‍માતમાં છતડીયા અને વડ ગામના યુવાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરીને ટ્રકની અંદર ફસાયેલા ડ્રાઈવરને 108 પહોંચે તે પહેલા બહાર કાઢીને હોસ્‍પિટલે પહોંચાડતા આ ડ્રાઈવરનો બચાવ કરીને માનવતાને મહેંકાવેલ છે. આ યુવાનો દ્વારા અકસ્‍માત જોતા જ પળનો પણ વિલંબ કર્યા વગર ટીંગાટોળી કરીને હાથ લાગ્‍યા વાહનમાં રાજુલા હોસ્‍પિટલ પહોંચાડવામાં આવેલ હતા. આ અકસ્‍માતમાં ઘાયલ થયેલા ગોવિંદલાલ રામલાલ (ઉ.વ.ર0) તેમજ રાજેન્‍દ્રપ્રસાદ શાહ (ઉ.વ.રપ) જેઓ બન્‍ને મઘ્‍યપ્રદેશના રહીશ છે. આમ નાત, જાત કે પ્રદેશવાદ જોયા વગર તાત્‍કાલિક હોસ્‍પિટલે પહોંચાડતા બન્‍ને જીવ બચેલ છે. આ બન્‍ને રાજુલા હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે મહુવા રીફર કરવામાં આવેલ છે.
ઉપરોકત બનાવ રાજુલા- વેરાવળ- ભાવનગર હાઈ-વે પર સતત ત્રીજાદિવસે બનેલ છે. આમ, આ રોડ અકસ્‍માત ઝોન બનતો જાય છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્‍ય કાર્યવાહી હાથ ધરવા અને અકસ્‍માતમાં લોકોના ખપ્‍પર હોમાઈ રહયા છે તે નિવારવા માંગણી ઉઠેલ છે.

વૃક્ષનો વીજપોલમાંથી છુટકારો કરો

બગસરાનાં રહેણાંક વિસ્‍તારમાં વીજપોલ નજીક વૃક્ષ વીંટળાઈ જવાથી ગમે ત્‍યારે ચોમાસા દરમિયાન અકસ્‍માત થવાની ભીતિ રહિશો ઘ્‍વારા વ્‍યકત કરવામાં આવી છે. આ બાબતે પીજીવીસીએલને જાણ કરવા છતાં તંત્ર ઘ્‍વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. વિગત અનુસાર બગસરા ગાયત્રી મંદિર પાછળના ભાગે આવેલા વીજપોલમાં પોસ્‍ટ ઓફિસના ભાગેથી ઉગેલા વૃક્ષની ડાળીઓ વીંટળાઈ ગઈ છે. ગત વર્ષે આ જ સ્‍થળ પર ચોમાસા દરમિયાન તોફાની પવન ઉપડતા એક વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો. જો કે આ બનાવમાં સદભાગ્‍યે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ફરીથી આ જ ઘટના દોહરાવવાનીશકયતા રહિશો ઘ્‍વારા દર્શાવવામાં અવાી રહી છે. આ બાબતે આ વિસ્‍તારનાં રહિશ અતુલભાઈ જોષી ઘ્‍વારા આ બાબતે પીજીવીસીએલને જાણ કરી ફોલ્‍ટ નોંધાવ્‍યાને 1પ દિવસ વીતી ગયા તો પણ આજદિન સુધી આ ઝાડનું કટીંગ કરવા માટે પીજીવીસીએલ ઘ્‍વારા કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી. હવે ચાોસું એકદમ નજીક પહોંચી ગયું છે ત્‍યારે આ કામગીરી તુરંત કરી વિસ્‍તારના રહિશો પર ઝળુંબતુ જોખમ દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

પાલીતાણામાં દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં ખેડૂત શિબિર યોજાઈ

પાલીતાણા ખાતે તાજેતરમાં ઈન્‍ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો. ઓપરેટીવ લિમિટેડ દ્વારા સારસ્‍વત જીવન લોકાર્પણ અને ખેડૂત શિબિર યોજાઈ હતી. જેમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખમાંડવીયા અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી ખાસ ઉપસ્‍થિત રહયા હતા.

ચમારડીમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં ઠુંમર

કૃષિમંત્રી આર.સી. ફળદુ પર ખેડૂતોનાં પ્રશ્‍ને કર્યા શાબ્‍દિકપ્રહાર
ચમારડીમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં ઠુંમર
ભાજપનાં અગ્રણી ગોપાલ શેઠનાં વતનમાં જઈને ઠુંમરે ભાજપને પડકાર ફેંકયો
અમરેલી, તા. 7
બાબરાનાં ચમારડી ગામે કોંગી ધારસભ્‍ય વિરજી ઠુંમરે આજે ખેડૂતોને કરેલ સંબોધનમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ પર શાબ્‍દિક પ્રહારો કરીને ભાજપનાં અગ્રણી ગોપાલ શેઠનાં ગઢમાં ભજપને લલકાર ફેંકયો હતો.
કોંગી ધારાસભ્‍યએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વિરૂઘ્‍ધ અભદ્ર ટીપ્‍પણી કરતાં ચમારડીનાં ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાએ વિરજી ઠુંમર પર વળતો પ્રહાર કર્યો હતો. તેના જવાબમાં કોંગી ધારાસભ્‍ય ઠુંમરે ભામાશા ગોપાલ શેઠ પર પ્રહારો કર્યા હતા.
દરમિયાનમાં આજે કોંગી ધારાસભ્‍યએ ચમારડીની ધરતી પરથી ભાજપ સરકારને લલકારીને ઉપસ્‍થિત ખેડૂતોને જણાવ્‍યું હતું કે, કૃષિમંત્રી આર.સી. ફળદુ વારંવાર ચમારડીમાં આવતાં તેઓ સમક્ષ પાકવીમો, પોષણક્ષમ ભાવો સહિતની સમસ્‍યા રજુ કરવા હાંકલ કરી હતી.

ધારીનાં માલસીકા ગામે દૂધ કલેકશન કેન્‍દ્રમાં ફુડ વિભાગે દરોડો પાડતા ફફડાટ

ધારીનાં માલસીકા ગામે દૂધ કલેકશન કેન્‍દ્રમાં ફુડ વિભાગે દરોડો પાડતા ફફડાટ
અમરેલી, તા. 7
ધારી તાલુકાના માલસીકા ગામે આવેલ બી.એમ.સી. સેન્‍ટરમાં ગઈકાલે મોડી રાત્રીના સમયે અમરેલી તથા ભાવનગર ફુડ વિભાગે મામલતદાર તથા પોલીસ સ્‍ટાફ સાથે જઈ તપાસ હાથ ધરી હતી. અને આ તપાસ દરમિયાન દૂધના પ જેટલા સેમ્‍પલો લઈ પૃથ્‍થકરણ માટે મોકલવામાં આવ્‍યા હતા.
બી.એમ.સી. સેન્‍ટરમાં અમર ડેરી માટે દૂધ એકત્ર થતું હોય, અને ત્‍યાંથી દૂધ ડેરીમાં મોકલવામાં આવતું હોવાનું જાણવા મળેલ છે.

અવસાન નોંધ

અવસાન નોંધ
ભુરખીયા : શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરના પુજારી પરિવારના ગ.સ્‍વ.કાંતાબેન દલપતરામ નિમાવત (ઉ.વ.9પ) તા.6/6 ના રોજ રામચરણ પામ્‍યા છે. જે હિંમતભાઈ દલપતરામ નિમાવત, રસીલાબેન, મુકુંન્‍દભાઈ, જીતેન્‍દ્રભાઈ તથા ધીરજલાલ દલપતરામ નિમાવતના માતુશ્રી થાય તથા બાબુલાલ પ્રભુરામ નિમાવતના ભાભી થાય તેમજ જનકભાઈ, હરિપ્રસાદ, ઈશ્‍વરદાસ તથા જયકાન્‍તભાઈ મગનલાલ નિમાવતના મોટાબા થાય તથા જગદીશભાઈ, મુકેશભાઈ અને શરદભાઈ બાબુલાલના મોટાબા થાય. તેમજ મોટી વાવડી નિવાસી ધીરૂભાઈ, વસંતભાઈ, રસીકભાઈ તથા ભૂપતભાઈ બાવનદાસદેવમુરારીના ફૈબા થાય તેમના આત્‍મ કલ્‍યાણ અર્થે ભદ્રોત્‍સવ સવંત ર074ના નિજ જેઠ સુદ-3 (ત્રીજ)ને શનિવાર, તા.1પ/6/ર018ના રોજ ભુરખીયા મુકામે રાખેલ છે.
સાવરકુંડલા : ગૌ.વા. ગોરધનદાસ જીવરાજભાઈ ઉનડકટના જમાઈ નંદલાલ મકનદાસ ખીરૈયા, રાજકોટવાળા (ઉ.વ.7ર) હરિદ્વાર મુકામે અક્ષરવાસી થયેલ છે. સદગતની સાદડી તા.8/6ને શુક્રવારના રોજ સાંજે 4:30 થી 6:30 લોહાણા બોર્ડીંગ, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
અમરેલી : અમરેલી નિવાસી ભીખાભાઈ નારણભાઈ મારૂ (ઉ.વ.8ર) તે સ્‍વ. લાલજીભાઈ, ડાયાભાઈ, સ્‍વ. હરીભાઈ, મનસુખભાઈના ભાઈ તથા રમણીકભાઈ, ગુણવંતભાઈ, હર્ષદભાઈ તથા વિજયભાઈના પિતાનું તા.7/6ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.9/6ને શનિવારના રોજ સાંજે 4 થી 6 સુધી પટેલ વાડી, ગજેરાપરા, અમરેલી ખાતે રાખવામાં આવેલ છે.
બગસરા : બગસરા નિવાસી બાજ ખેડાવળ બ્રાહ્મણ નટવરલાલ પ્રભાશંકર મહેતા (ઉ.વ. 8પ) તે નરેશભાઈ તથા સ્‍વ. દિપકભાઈનાં પિતાનું તા. 6નાં અવસાન થયેલ છે. બેસણુ તા.9 શનિવાર સાંજનાં 4 થી 6 નિવાસ સ્‍થાન શેરી નં.ર ગોકુળપરા બગસરા ખાતે રાખેલ છે.

08-06-2018