Main Menu

Thursday, June 7th, 2018

 

અમરેલી પાલિકા ર્ેારા રૂપિયા રપ લાખનાં ખર્ચે જેસીંગપરામાં પૂલ બનાવાશે

અમરેલી, તા. 6
અમરેલીના ઈતિહાસમાં ન બન્‍યો હોય તેવો વિશાળ પુલ અમરેલી શહેરનાં બે ભાગોને જોડતો મંજુર થતા આનંદની લાગણી ફેલાઈ છે. જેશીંગપરાના યુવા આગેવાન સંદિપ માંગરોળીયાએ નગરપાલીકાના તળેના આ કામની શહેર વિકાસ સમિતિના અઘ્‍યક્ષ પી. પી. સોજીત્રા, પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા અને ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રાને રજૂઆત કરતા, પળવારનો વિચાર કર્યા વગર આ કામને મંજુરીની મહોર મારી દઈને વહીવટી અને તાંત્રીક મંજુરી સાથે કામગીરી શરૂ કરાવી દેતા જેશીંગપરા વિસ્‍તારમાં આનંદ ફેલાયો છે.
જેશીંગપરા અને રોકડનગરને જોડતા આપુલની ખાસ્‍સી જરૂરીયાત હતી. ચોમાસામાં આ વિસ્‍તારને ખુબજ મુશ્‍કેલી પડતી હોવાથી આ તકલીફને ઘ્‍યાને લઈ સંદિપ માંગરોળીયાએ આગેવાનો સમક્ષ રજૂઆત કરતા તેઓએ પુલની મંજુરી સાથે કામગીરી પણ શરૂ કરાવી દેતા સંદિપ માંગરોળીયાએ આભાર વ્‍યકત કરેલ છે.
જેશીંગપરા-રોકડનગર જોડતોઆ પુલ રૂા.રપ લાખ જેવી માતબર રકમમાં તૈયાર થનાર હોય, નગરપાલીકાનાં ઈતિહાસમાં મોટી રકમ સાથેનો મોટો પુલ બની રહૃાાનો પ્રથમ બનાવ હશે તેમ લોકોમાં ચર્ચા રહેલ છે.

આનંદો : અમરેલીમાં 16 દિવસથી ચાલતી ગ્રામિણ ડાક સેવકોની હડતાલ સમેટાઈ

અમરેલી, તા.6
અમરેલી હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે જિલ્‍લાભરના ગ્રામીણ ડાક સેવકો 16 દિવસથી આંદોલન ચલાવી રહયા હતા અને કમલેશચંદ્ર સમિતિનો રિપોર્ટ લાગુ કરવાની માંગ કરી રહયા છે.
આજે કેન્‍દ્ર સરકારે ડાક સેવકોની માંગનો સ્‍વીકાર કરી લેતા ગ્રામીણ ડાક સેવકોની હડતાલ સમેટાઈ ગઈ હતી. અને આંદોલનકારીઓએ સહકાર આપનાર તમામનો આભાર માન્‍યો હતો.

અમરેલી જિલ્‍લાનાં કોંગી રાજકારણમાં ઘમાસાણનાં એંધાણ

જૂન મહીનામાં પાલિકાઓ અને પંચાયતોનાં પ્રમુખની ચૂંટણી હોવાથી
અમરેલી જિલ્‍લાનાં કોંગી રાજકારણમાં ઘમાસાણનાં એંધાણ
જિલ્‍લાનાં કોંગી અગેવાનો વચ્‍ચે સર્વસંમતિ સધાતી ન હોવાથી ઘર્ષણનાં એંધાણ
અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લાનાં કોંગી રાજકારણમાં આગામી પખવાડીયામાં અસંતોષનો જવાળામૂખી ફાટવાનાં સ્‍પષ્‍ટ એંધાણ જોવા મળી રહૃાા છે.
આગામી દિવસોમાં જિલ્‍લા પંચાયત તેમજ અમરેલી, સાવરકુંડલા પાલિકા અને 10 જેટલી તાલુકા પંચાયતનાં પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોય બાકીનાં અઢી વર્ષ માટે નવા પ્રમુખની નિમણૂંક  કરવાની છે.
જેમાં જિલ્‍લા પંચાયત અને અમરેલી પાલિકા પ્રમુખપદ એસ.સી. માટે અને સાવરકુંડલા પાલિકા પ્રમુખ પદ ઓ.બી.સી. માટે અનામત તેમજ અનેક તાલુકા પંચાયતમાં પણ પ્રમુખપદ    અનામત છે.
પ્રમુખપદની ખુરશી એક અને દાવેદારની સંખ્‍યા એકથી વધારે હોવાથી પ્રમુખપદ મેળવવા માટે ચૂંટાયેલ સદસ્‍ય ર્ેારા ભારે લોબિંગ શરૂ કરવામાં આવ્‍યું છે, અને પ્રમુખપદ ન મળે એટલે સ્‍વાભાવિક રીતેનારાજગી ઉભી થશે અને તેનો ફાયદો લેવા માટે ભાજપ પણ સજીધજીને તૈયાર હોય તે પણ સમજી શકાય તેમ છે.

સાવરકુંડલાનાં વંડા ગામે પત્‍નિએ પ્રેમી સાથે મળીને પતિને મરી જવા મજબૂર કર્યા

પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ફરિયાદ
અમરેલી, તા.6
સાવરકુંડલા તાલુકાનાં વંડા ગામે રહેતાં વજુભાઈ શામજીભાઈ પનારા પત્‍નિ શોભાબેનને તે જ ગામે રહેતાં સોમાભાઈ મધુભાઈ બેરાણી સાથે આડા સંબંધ હોય, જેથી પતિએ આ સંબંધ નહી રાખવાનું કહેતાં તે અંગેનું મનદુઃખ રાખી મરણ જનાર વજુભાઈ સાથે ઝગડો કરી ત્રાસ આપી તેમને મરી જવા મજબુર કરતાં વજુભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ફરિયાદ વંડા પોલીસમાં ધીરૂભાઈ શામજીભાઈ પનારાએ નોંધાવી છે.

વિઠ્ઠલપુર ગામે મકાન પચાવી પાડવાના ઈરાદે વૃદ્ધને બેફામ માર મારી ઈજા

1 મહિલા સહિત 3 સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ
અમરેલી, તા.6
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા મધુભાઈ ખીમજીભાઈ કાનપરીયા પોતાના દીકરાના નામે આવેલ મકાનમાં રહેતા હોય, આ મકાન તે જ ગામે રહેતા ધનજી મધુભાઈ, ગોપાલ ધનજીભાઈ તથા શોભાબેન ધનજીભાઈએ ગત તા.4ના રાત્રે પડાવી લેવાના ઈરાદે ઘરમાં આવી વૃઘ્‍ધને ગાળો આપી લાકડી વડે આડેધડમાર મારી આંગળી ભાંગી નાખ્‍યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં   નોંધાવી છે.

ચાવંડમાં તળાવનું ખોદકામ બંધ કરાવવા બાબતે ધમકી આપી

કોમ્‍પ્‍યુટરનાં કી બોર્ડ તોડી નાખી કાગળો ફેંકી દીધા
અમરેલી, તા.6
અમરેલીની ડી.આર.ડી. એ. કચેરીમાં કોન્‍ટ્રાકટર બેઈઝના કામ કરતા કલ્‍પેશભાઈ એ. કુબાવત ગઈકાલે પોતાની ઓફિસમાં કામ કરતા હતા ત્‍યારે ચાવંડ ગામે રહેતા કિરીટ સોરઠીયા તથા એક અજાણ્‍યો ઈસમ ઓફિસમાં આવી અને ચાવંડ ગામે તળાવમાં ચાલતા ખોદકામ બંધ કરાવી દેવાનું કહી ઉશ્‍કેરાઈ જઈ ઓફિસમાં કાગળો વેરવિખેર કરી કી બોર્ડ ઉપર ધોકો મારી તોડી નાખી અને જો આ કામ બંધ નહીં થાય તો જાનથી મારી નાખવા ધમકી આપ્‍યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

ભાવરડીનાં ભીમભાઈ દેસાઈ નામનાં આધેડનું માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુ

અમરેલી, તા. 6,
ભાવરડી ગામે રહેતાં ભીમભાઈ રામભાઈ દેસાઈ નામનાં 4પ વર્ષિય આધેડ આજે સવારે પોતાનાં હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.1 ઈ.એમ.976ર લઈ ચતુરી-પીપળવા વચ્‍ચેથી પસાર થતાં હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા ફોરવ્‍હીલ ચાલકે તેમનાં મોટર સાયકલને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી વાહન સાથે નાશી જતાં આ અંગેમૃતકનાં પુત્ર જોરૂભાઈએ ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલાનાં દાતરડી નજીક ત્રિપલ સવારી બાઈક બંધ ટ્રક સાથે અથડાતા 1નું મોત

અમરેલી, તા. 6
રાજુલા તાલુકાનાં ખેરા ગામે રહેતાં બુધાભાઈ સુખાભાઈ બારૈયા પોતાના હવાલાવાળા મોટરસાયકલ નંબર 3પ99માં ત્રિપલ સવારીમાં દાતરડી ગામ પાસેથી પસાર થતાં હતા ત્‍યારે રોડ ઉપર બંધ ટોરસ ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દેતાં ત્રણેયને નાની-મોટી ઈજાઓ થતાં તથા પોતાને ગંભીર ઈજા થતાં મોતથયાનું ડુંગર પોલીસમાં જાહેર થવા પામેલ છે.

જાફરાબાદનાં દુધાળા ગામનાં યુવકે ગરમીથી કંટાળીને ભૂલમાં ઝેરી દવા પીધી

અમરેલી, તા. 6
જાફરાબાદ તાલુકાનાં દુધાળા ગામે રહેતાં જયદિપ પથુભાઈ વરૂ નામનાં ર1 વર્ષિય યુવાન ગઈકાલે બપોરે પોતાનાં ઘરે એકલા હોય, અને ગરમીનાં કારણે ખૂબ જ અકળામણ થતાં તેઓએ ભૂલથી અનાજમાં નાંખવાના ટીકડા પી જતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાતાં  તેમનું સારવાર દરમિયાન મોત  થયાનું નાગેશ્રી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

વિકટરની મહિલાઓ દારૂનાં દુષણથી ત્રાહીમામ થઈને પોલીસ મથક સુધી દોડી ગઈ

જિલ્‍લામાં બુટલેગરો, વ્‍યાજખોરો અને માથાભારે શખ્‍સો હદ વટાવી રહૃાા હોય
વિકટરની મહિલાઓ દારૂનાં દુષણથી ત્રાહીમામ થઈને પોલીસ મથક સુધી દોડી ગઈ
જનતા જનાર્દન કહે છે : દેર નાં હો જાયે કહી દેર ના હો જાયે
અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લામાં રાજકીય આગેવાનોની મીઠ્ઠી નજર તળે માથાભરે શખ્‍સો બેખૌફ બન્‍યા હોય આમ આદમીમાં ભયનો માહોલ ઉભલ થયો હોય તેવા જ સમયે ગૃહવિભાગે નિષ્ઠાવાન એસપી નિર્લિપ્‍ત રાયને જિલ્‍લાની જવાબદારી સોંપી હોય તેઓ ઝડપથી ફરજ પર હાજર થઈને જિલ્‍લાને ભયમુકત બનાવે તેવી ઈચ્‍છા જનતા જનાર્દન દર્શાવી રહી છે.
જિલ્‍લામાં દેશી-વિદેશી દારૂનું વેચાણ, વ્‍યાજખોરી, રેતી ચોરી, જમીન પર દબાણ, રોમિયોગીરી, બેફમ ટ્રાફીક સમસ્‍ય, જુગાર, ચોરી, લુંટ જેવીઘટનાઓ અવિરત વધી રહી હોય જનતામાં ભયનો માહોલ છે.
દરમિયાનમાં આજે વિકટરની મહિલઓએ સ્‍થાનિક પોલીસને આવેદનપત્ર પાઠવીને 10 દિવસમાં દારૂનું દુષણ બંધ કરવાની ચીમકી આપી છે. નહી તો જનતા રેડ કરવાની પણ તૈયારી દર્શાવી છે.
જનતા જનાર્દન ઈચ્‍છી રહી છે કે, નિર્લિપ્‍ત રાય જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની કથળેલી પરિસ્‍થિતિને ઝડપથી સુધારે નહી તો હવે જિલ્‍લામાંથી સ્‍થાળંતર કરવાની ફરજ પડશે તેટલી હદે માહોલ કથળી રહૃાો છે.

ખાંભાનાં વાગધ્રામાં બાઈક અને રૂપિયા 80 હજાર સળગાવી દીધા

અમરેલી, તા. 6
ઉનાનાં સાણાવાંકીયા ગામનાંયુવક સાથે અગાઉનાં પ્રશ્‍ને બોલાચાલી કરીને વાગધ્રાનાં ર શખ્‍સોએ યુવકનું બાઈક અને બાઈકની ડેકીમાં રહેલ રૂપિયા 80 હજાર સળગાવી દીધાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાયેલ છે.
વિગત એવા પ્રકારની છે કે સાણાવાંકીયાનાં રામભાઈ લાખણોત્રા વાગધ્રા ગામેથી પસાર થઈ રહૃાા હતા ત્‍યારે, તે જ ગામનાં ભાણાભાઈ અને ભરતભાઈ વાવડીયાએ તેની સાથે અગાઉનાં મનદુઃખથી બોલાચાલી કરીને તે યુવકનું બાઈક અને રૂપિયા સળગાવી દેતા ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગેની ફરિયાદ નોંધીને ખાંભા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

હવે, 108 આંગળીના ટેરવે

હવે, 108 આંગળીના ટેરવે
અમરેલી, તા. 6
વર્ષ ર007થી શરૂ થયેલી 108ની સેવામાં એક નવું સોપાન ઉમેરાયું છે. તાજેતરમાં મુખ્‍યમંત્રીએ 108 ગુજરાત મોબાઈલ એપ લોન્‍ચ કરી છે. આ એપમાં માત્ર એક કલીક કરવાથી 108ને કોલ થશે અને કોલ કરનારની સંપૂર્ણ વિગતો તંત્ર સુધી પહોંચશે. જયારે કોઈ 108 નીકળી છે તેનો વાહન નંબર, ઈએમટીનો નંબર, રૂટ, પહોંચવાનો સમય સુધીની તમામ જાણકારી મોબાઈલમાં જ મળી રહેશે.
અમરેલી જીલ્‍લામાં મે-ર008થી શરૂ થયેલી 108 સેવાનો અત્‍યાર સુધીમાં ર.પ લાખ (અઢી લાખ)થી વધુ લોકોએ લાભ લીધો છે. ત્‍યારે રાજય સરકારની 108 સેવામાં વધુ એક કલગી ઉમેરાઈ છે. તાજેતરમાં રાજયનાં મુખ્‍યમંત્રીએ 108ની મોબાઈલ એપ લોંચ કરી છે. અત્‍યાર સુધી લોકોને 108માં કરવો પડતો હતો અને બનાવ સ્‍થળે પહોંચતા 108ને સામેથી અનેક ફોન કરવા પડતા હતા. પરંતુ નવી એપમાં ફોન નહી પરંતુ માત્ર એક ટચ કરવાથી કોલ થઈ જશે અને કોલ કરનાર વ્‍યકિતનું જીપીએસના માઘ્‍યમથી 108નેલોકેશન પણ મળી જશે. ઘણીવાર અકસ્‍માતસમયે કોલ કરનાર વ્‍યકિત ત્‍યાંથી દૂર જતા રહૃાા બાદ પણ ફોન આવતા હતા. પરંતુ હવે ટચ સમયે જ મોબાઈલનું લોકેશન ઘ્‍યાને લઈને 108 રવાના કરાશે. આ ઉપરાંત કોલ કરનારનું નામ, મોબાઈલ નંબર, બ્‍લડગ્રુપ સહિતની માહિતી 108ને મળી રહેશે. આ અંગે અમરેલી જીલ્‍લા 108નાં કોર્ડીનેટર યોગેશભાઈ જાનીએ જણાવ્‍યું કે, 108 ગુજરાત મોબાઈલ એપ જીલ્‍લા કલેકટર આયુષ ઓક, જીલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે ડાઉન લોડ કરીને માહિતી મેળવી છે. જિલ્‍લાનાં લોકો વધુમાં વધુ આ એપને ડાઉનલોડ કરીને ઈમરજન્‍સી કે અકસ્‍માત સમયે તાત્‍કાલીક સુવિધા મેળવે તેવો આશય સરકારનો છે.
કંઈ રીતે એપ કરશો ડાઉન લોડ :- એન્‍ડ્રોઈડ અને આઈઓએસ ફોનમાં પ્‍લે સ્‍ટોરમાં 108 ગુજરાત લખી એપને ડાઉનલોડ કરવાની રહેશે. ત્‍યારબાદ મોબાઈલ યુઝરનું નામ, મોબાઈલ નંબર, બ્‍લડ ગ્રુપ જેવી માહિતી તેમાં આપવાની રહેશે. જેમાં લાલ કલરનાં રાઉન્‍ડ 108ના સીમ્‍બોલ પર ટચ કરવાથી જ કોલ થઈ જશે.
અમરેલી જીલ્‍લામાં મે-ર008થી શરૂ થયેલી 108 સેવાનો અત્‍યાર સુધીમાં ર.પ લાખ (અઢીલાખ)થી વધુ લોકોએ લાભ લીધો છે.
અમરેલી જીલ્‍લામાં મે-ર008થી શરૂ થયેલી 108 સેવાનો અત્‍યાર સુધીમાં 131388 સગર્ભા બહેનોએ લાભ લીધેલ છે. તથા ર3618 અકસ્‍માતમાં લોકોએ 108 સેવાનો લાભ લીધેલ છે.
અમરેલીજીલ્‍લામાં 108 ઈમરજન્‍સી સેવાનાં સ્‍ટાફે સ્‍થળ પર તથા એમ્‍બ્‍યુલન્‍સમાં 4ર91 ડીલીવરી કરવી માતા તથા નવજાત શીશુનો જીવ બચાવેલ છે.
અમરેલી જીલ્‍લામાં મે-ર008થી શરૂ થયેલી 108 સેવાનાં લીધે ર330પ લોકોનો જીવ બચેલ છે.

અમરેલીમાં કાલે વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું હલ્‍લાબોલ

ડો. જીવરાજ મહેતા ચોકમાં ખેડૂતોની માંગ સાથે કરશે પ્રતિક ધરણા
અમરેલીમાં કાલે વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું હલ્‍લાબોલ
બપોર બાદ વિશાળ રેલી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે
શનિવારે સંઘ્‍યાટાણે જિલ્‍લાનાં ગામડે-ગામડે ભાજપ સરકારને જગાડવા ઘંટનાદ કરાશે
અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લા સહિત ગુજરાત અને દેશભરનાં ખેડૂતો પોષણક્ષમ ભાવો, દેવામાફી, પાકવીમો, જમીન માપણી સહિતનાં પ્રશ્‍નો અંગે આંદોલન ચલાવી રહૃાા છે તેવા જ સમયે વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં શુક્રવરથી રવિવાર સુધી ખેડૂતોનાં પ્રશ્‍ને ભાજપ સરકાર સમે હલ્‍લબોલ કરવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં જિલ્‍લભરનાં ખેડૂત પરિવારો, ખેડૂત સંગઠનો સાથે વિપક્ષ્ી નેતા પરેશ ધાનાણી પ્રતિક ધરણા કરીને સંજનાં 4 કલાકે વિશાળ રેલી સ્‍વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવશે.
શનિવારે સાંજે જિલ્‍લાભરનાં મંદિરોમાં સંઘ્‍યા ટાણે ઘંટનાદ કરીને ભાજપની બહેરી સરકારનાં કાન ખોલવાનો પ્રયાશ કરશે અને છેલ્‍લે રવિવારે        રસ્‍તા રોકો અને જેલભરો આંદોલન કરશે.

સુરતનાં લેઉવા પટેલ સમાજનાં લાભુબેન ઢોલરીયાનું મૃત્‍યુ થતાં વિવિધ અંગોનું દાન કરાયું

મુળ લાઠીનાં અકાળા ગામનાં વતની અને
સુરતનાં લેઉવા પટેલ સમાજનાં લાભુબેન ઢોલરીયાનું મૃત્‍યુ થતાં વિવિધ અંગોનું દાન કરાયું
કિડની, લીવરઅને ચક્ષુઓનું દાન કરી 4 વ્‍યક્‍તિતને નવજીવન અપાયું
સુરત, તા.6
સુરતનાં લાભુબેનને છેલ્‍લા દશ-બાર દિવસથી માથામાં દુઃખાવાની ફરિયાદ હતી. તા.ર8 મેના રોજ લાભુબેન ને માથામાં તેમજ છાતીમાં દુઃખાવાની ફરિયાદને કારણે શ્રી ગોપાલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા. નિદાન માટે ોઈચઈયઈ એન્‍જયો, હત સ્‍કેન કરાવતાં તેમાં મગજની નસો ફાટી જવાને કારણે લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે ર જુનના રોજ મહાવીર ટ્રોમાં હોસ્‍પિટલમાં ન્‍યુરોસર્જન ડો.હસમુખ સોજીત્રાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્‍યાં.
મગળવાર તા.પ જુનના રોજ ન્‍યુરોસર્જન ડો.હસમુખ સોજીત્રા અને ન્‍યુરોફીજીશ્‍યન ડો.પાર્થીવ દેસાઈએ લાભુબેનને બ્રેનડેડ જાહેર કર્યા.
રામકૃષ્‍ણ એકસપોર્ટના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને ડો.હસમુખ સોજીત્રાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી લાભુબેનના બ્રેડડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમ હોસ્‍પિટલ પહોંચી લાભુબેનના પતિ મેઘજીભાઈ, પુત્રો  બિપીનભાઈ, મુકેશભાઈ, શૈલેષભાઈ અને પરિવારના અન્‍ય સભ્‍યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્‍વ સમજાવ્‍યું.
પરિવારના સૌ સભ્‍યોએ જણાવ્‍યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં ઓર્ગનડોનેશન અંગેના સમાચારો વાંચતા હતા. આજે જયારે અમારા સ્‍વજન બ્રેનડેડ છે. ત્‍યારે તેમનાં અંગો બળીને રાખ થઈ જાય એના કરતાં તેના કરતા તેના દાન થકી ઓર્ગન નિષ્‍ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદ ના ડો.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્‍યું.
અમદાવાદના ડો.પ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્‍વીકાર્યુ. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્‍ટિ ચક્ષુબેંકના ડો.પ્રફુલ શિરોયાએ સ્‍વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી કિડની બોરસદ, આણંદના રહેવાસી જયકૃષ્‍ણ ફુલાભાઈ પટેલ (ઉ.વ.41)માં જયારે લીવર અંજારના રહેવાસી રાજેશ દવે (ઉ.વ.પપ)માં અમદાવાદમાં ડો. પ્રાંથલ મોદી અને તેમની ટીમ દ્વારા ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવામાં આવ્‍યું છે.
અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં લાભુબેનના પતિ મેઘજીભાઈ, પુત્રો બીપીનભાઈ, મુકેશભાઈ, શૈલેષભાઈ અને પરિવારના અન્‍ય સભ્‍યો, ન્‍યુરોસર્જન ડો. હસમુખસોજીત્રા, ન્‍યૂરોફીજીશિયન ડો. પાર્થીવ દેસાઈ, ઈન્‍ટેન્‍ટસીવીસ્‍ટ ડો.હાર્દિક પટેલ, રામકૃષ્‍ણ એકસપોર્ટના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા, મહાવીર હોસ્‍પિટલના સંચાલકો અને સ્‍ટાફ તથા ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલા, ટ્રસ્‍ટી હેમંત દેસાઈ, સુભાષ જોધાણી અને યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડયો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્‍યાર સુધી બે્રનડેડ વ્‍યકિતઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા રપ4 કિડની, 103 લીવર, 6 પેન્‍ક્રીઆસ, 17 હૃદય અને ર18 ચક્ષુઓના દાન મેળવીને પ9પ વ્‍યકિતઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

ધારીમાં અન્‍નજળનો ત્‍યાગ કરતા પોલીસે ન્‍યાયની ખાત્રી આપી

આંદોલનકારીએ ખાત્રી બાદ કર્યા પારણા
ધારી, તા.6
ધારી પોલીસ સ્‍ટેશનના ગુના રજી. નં. આઈ-રર/17, તા.8/3/17ના ગુનાના કામના આરોપીઓએ કરેલ કરતુતોને છુપાવવા અને પુરાવાનો નાશ કરવા બોરડી ગામનાપાંચ નિર્દોષ મુસ્‍લિમ યુવાનોને પોતાની સરકારી બોલેરો નીચે કચડી નાખીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ. તે બનાવમાં આજે 14-14 માસે નિર્દોષો જેલમાં અને તહોમતદારો મહેલમાં તે ઘટનામાં જવાબદાર ફોરેસ્‍ટ અધિકારીઓની ધરપકડ કરાવવા તા.4/6/18ના રોજ જૂનાગઢ જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી વી.ટી. સીડાએ પીડિતોના પરિવારને સાથે રાખી ધારી પોલીસ સ્‍ટેશન સામે પૂજય મહાત્‍મા ગાંધી ચિંઘ્‍યા માર્ગે અન્‍ન અને જળનો ત્‍યાગ કરેલ તે ઉપવાસના ર4 કલાક બાદ ડોકટરે ગંભીર પ્રકારનો રિપોર્ટ આપતા વી.ટી. સીડાએ સારવાર લેવાનો ઈન્‍કાર કરીને ડોકટરને લેખિત બાંહેધરી આપી કે, ભમને કાંઈ થાય તો તમારી જવાબદારી નહીંભ તે રિપોર્ટના આધારે ધારી પોલીસના પગતળે રેલો આવતા ધારી પોલીસે આરોપી ફોરેસ્‍ટ અધિકારીઓને 10 દિવસમાં પકડીને જેલ ભેગા કરીશું તેવી પોલીસ દ્વારા ખાત્રી મળતા વી.ટી. સીડાએ તેમના સિનિયર આગેવાનોની સમજાવટથી ઉપવાસ આંદોલન સમેટવાની સહમતી દર્શાવેલ. ત્‍યારે સમગ્ર મામલાનો તા.પ/6/18ના રોજ સાંજના 4 વાગ્‍યે નિરાકરણ આવતા મુસ્‍લિમ ધર્મના લોકોનું પવિત્ર રમઝાન માસ ચાલુ હોય જેના કારણે આંદોલનકારી વી.ટી. સીડાએ પારણા કરવાનો સમય પોલીસને સાંજના 7:3રનો આપેલ ત્‍યારે 7:3ર કલાકે ધારી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ.એ વી.ટી.સીડાને લીંબુ શરબત પીવડાવીને પારણા કરાવેલ ત્‍યારે વી.ટી. સીડાએ જણાવેલ કે, ભજો 10 દિવસમાં ધરપકડ નહીં થાય તો હું એ જ છું 11માં દિવસે ફરી ઉપવાસ આંદોલન ચાલુ કરીશભ તેમ કહી આંદોલન સમેટેલ. ત્‍યારે પીડિતોના પરિવારજનોએ વી.ટી. સીડાનો આભાર માનીને ખૂબ ખૂબ દુઆ અને આશિર્વાદ આપેલ.

સાવરકુંડલામાં દરબારગઢનો માર્ગ અતિ બિસ્‍માર બન્‍યો

સાવરકુંડલા શહેરની મઘ્‍યમાં આવેલ વિશાળ દરબારગઢ ખાતે હાલ સાવરકુંડલા નગરપાલિકા કચેરી, સીટી સર્વે ઓફિસ, એસ.બી.આઈ. બેંક, દેના બેંક, અને ઐતિહાસિક જશોનાથ મહાદેવ મંદિર આવેલ છે. આ તમામ ઓફિસો ખાતે દરરોજ અસંખ્‍ય લોકો પોતાના કામકાજ માટે અવર-જવર કરે છે. સાવરકુંડલા નગરપાલિકા કચેરી દરબારગઢમાં આવેલ હોવાથી પાલિકાના 36 ચૂંટાયેલા સદસ્‍યો તથા ચીફ ઓફિસર, આજ રસ્‍તા પર દરરોજ ઓફિસે જતા હોવા છતાં આ રોડ બનાવેલ નથી. જયારે પાલિકાના અમુક કાઉન્‍સિલરોના ઘર સુધીના રોડ બની ગયા છે. છતાં આ રોડ બનાવવા માટે પાલિકાના સદસ્‍યો કયારેમુહૂર્ત જોશે તે જોવનું રહયું. દરબારગઢનો આ મુખ્‍ય રોડ તાત્‍કાલીક બનાવવામાં આવે તે ખાસ જરૂરી છે. હાલ આ રસ્‍તા ઉપર ચડાણ અને મોટા મોટા ખાડાઓ પડવાથી દરરોજ એક બે વ્‍યકિતઓ પડી જવાના બનાવો બની રહયા છે.

રાજુલામાં ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ લડત ચલાવતાં આંદોલનકારીઓની તબિયત લથડી

રાજુલાનાં તાલુકાનાં પીપાવાવ ધામમાં પ/6 નાં રોજ ગ્રામપંચાયત ર્ેારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું પરંતુ પીપાવાવ ધામનાં ગામજનો છેલ્‍લા 43 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ પાંચ લોકો છેલ્‍લા 31 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. સરકાર ર્ેારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આંદોલનકારીઓ રોષે ભરાયા હતા અને પીપાવાવ ધામ ગ્રામ પંચાયત ર્ેારા યોજાયેલી ગ્રામસભાનો વિરોધ કર્યો હતો. આંદોલનકારીઓને ન્‍યાય આપોનાં નારા સાથે વિરોધ નોંધાવ્‍યો હતો પરંતુ ત્‍યારબાદ ગામનાં તલાટી મંત્રી નિતિનભાઈ ભટ્ટ અને ઉપસ્‍થિત આગેવાનોએ આંદોલનકારીઓનેસમજાવ્‍યા હતા કે ગ્રામસભા ગામના હિત માટે હોય છે. આથી સુલેહ સમજણ બાદ ગ્રામસભા યોજાયી ગામના વિકાસ માટે ઠરાવો પસાર કર્યા હતા 31 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા બાબુભાઈ સાંખટ અને સાદુળભાઈ શિયાળની તબિયત લથડતા એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

ડુંગરમાં 100 વર્ષ પુરાણા પીપળાની અનેરી પૂજા

ડુંગર ગામે 100 વર્ષ પહેલાનો એક પીપળો છે. આ પ્રાચીન પીપળો ધરમીયા પીપળા તરીકે ઓળખાય છે. ડુંગર ગામમાં અનેક પ્રાચીન સ્‍થળોનાં ઈતિહાસ છે. જેમાંનો આ એક છે. વર્ષોથી અધીક માસમાં આ પીપળાની પૂજા કરવામાં આવે છે. ડુંગર ગામે ગોપી મંડળ છે. જેમાં પ1 ગોપી(મહીલા) સભ્‍યો છે. આ મંડળની બહેનો દર અધીક માસે અહિયા સવારનાં 7 થી 9 કલાક સુધી ભકિતમાં લીન થઈ જાય છે. જેમાં ભાગવત કથાકાર હર્ષદભાઈ ઓઝા દરરોજ સવારનાં એક કલાક અહિંયા પૂજા કરાવે છે. જેમાં મહિલા ગોપીઓમાં ઈચ્‍છા બા ઓઝા, જયાબેન ભટ્ટ, પ્રવીણાબેન, મધુબેન, તથા જસુબેન ઓઝા, દુધીમાં, કાન્‍તામાં તેમજ બાધુમાં ખુબજ ધામધુમથી ધુન અને રાસ ગરબા લે છે.

07-06-2018