Main Menu

Wednesday, June 6th, 2018

 

ધારીનાં ખીસરી ગામે યુવકને લોખંડનો પાઈપ મારી ઈજા

અમરેલી, તા. પ
ધારી તાલુકાનાં ખીસરી ગામે રહેતાં જયસુખભાઈ ધનજીભાઈ સોલંકી નામનાં ર3 વર્ષિય યુવકને તે જ ગામે રહેતાં શંભુ ભાણાભાઈ માલણીયા નામનાં ઈસમે ગામમાં પાવર ચોરીમાં પકડાવી દેવાની શંકા રાખી ગત તા.ર નાં રોજ સાંજે ઉશ્‍કેરાઈ જઈ હાથ વડે ઘુસતાં મારી તથા પાછળ લોખંડનાં પાઈપનો છૂટ્ટો ઘા મારી ઈજા કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.

ફફડાટ : વડીયા પંથકમાાં પીજીવીસીએલની જુદી-જુદી ર0 ટીમ દ્વારા વીજચોરી સામે લાલ આંખ

વડીયા, તા. પ
વડીયા અને તાલુકનાં અનેક ગામોમાં ર0 ટીમોનાં કાફલા સાથે ચેકીંગ કરવામાં આવેલ. અલગ-અલગ ર0 ગાડીઓ અને ર0 ટુકડીઓ ઘ્‍વારા વડીયા તેમજ વડીયા તાલુકાનાં મોરવાડા, સુલતાનપુર, દેવળા, હનુમાન ખીજડીયા, ચારણીયા સહિતના ગામોમાં વીજ દરોડા પડયા. વડીયા પોલીસને સાથે રાખી 1પ0 કનેકશનમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં પ4 કનેકશનમાં વીજચોરી પકડાઈ છે તેમાં પ લખ જેવો દંડ ફટકારવામાં આવેલ છે.
આ તકેવડીય તેમજ આસપાસના ગમોમાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે. આ અંગે વડીયાનાં નાયબ ઈજનેર સાંગાણીએ જણાવેલ કે, આજે વહેલી સવારથી અલગ અલગ ર0 જેટલી ટીમો બનાવી અલગ અલગ ગામોમં વીજ ચેકીંગ હાથ ધરેલ. જેમાં અનેક વીજચોરીની ઘટનાઓ સામે આવેલ.

ચિત્તલમાં નહેરૂ યુવા કેન્‍દ્ર ર્ેારા ‘‘સ્‍વચ્‍છ ભારત” કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્‍દ્ર-અમરેલી ર્ેારા આ યોજીત અને વિશ્‍વાસ યુવક મંડળ ર્ેારા સંચાલીત અમરેલી તાલુકાનાં ચિત્તલ ગામે સ્‍વચ્‍છ ભારત સમર ઈન્‍ટર્નશિપ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્‍વહસ્‍તાક્ષર, શપથવિધી તેમજ સ્‍વચ્‍છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં મુખ્‍ય મહેમાન ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા સંગઠન- ગાંધીનગરથી સ્‍ટેટડાયરેકટર અનિલકુમાર કૌશિકજી તાલુકા પંચાયત સદસ્‍ય સુરેશભાઈ, ચિત્તલ ગ્રામ પંચાયત ઉપસરપંચ રઘુવિરસિંહ, તલાટી મંત્રી એસ. કે. મહેતા, તાલુકા પંચાયત કો.ઓર્ડીનેટર મહેન્‍દ્રભાઈ ધાધલ ઉપસ્‍થિત રહૃાાં હતા. જયારે રવજીભાઈ લીંબાસીયા ર્ેારા ચિત્તલ ગ્રામ પંચાયત ર્ેારા સ્‍વચ્‍છતા અંગે માહિતી આપવામાં આવી હતી અને સ્‍ટેટ ડાયરેકટર અનિલકુમાર કૌશિકજી ર્ેારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ગામલોકોને અનુરોધ કરવામાં આવ્‍યો હતો કે, સૌપ્રથમ ઘરથી શરૂઆત કરીએ અને ચિત્તલ ગામને સ્‍વચ્‍છ બનાવીએ જેના માટે બધાં જ ગ્રામજનો અને યુવાઓ સહભાગી બને અને સહયોગ આપવા માટે આહવાન કરવામાં આવ્‍યું હતુ. ત્‍યારબાદ યુવાઓ, યુથ મંડળો અને ગ્રામજનોને સ્‍વચ્‍છતાની શપથ અનિલકુમાર કૌશિકજી ર્ેારા લેવડાવવામાં આવી હતી. અને ગ્રામજનો સાથે સમૂહમાં ચિત્તલ ગામની શેરી, મહોલ્‍લામાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. તેમજ સ્‍વહસ્‍તાક્ષરનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેહરૂ યુવા કેન્‍દ્રનો સ્‍ટાફ તથા ભાર્ગવ ત્રિવેદી, પ્રવિણ જેઠવા તેમજ યુવા મંડળો જયદિપ જાદવ, ધવલ જોષી, જયંતિભાઈ ચાવડા તેમજ વિશ્‍વાસ યુવક મંડળના યુવાઓ ર્ેારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અરેરાટી : રાજુલાનાં કડીયાળી ગામ નજીક ર બાઈક સામસામે અથડાતા ર યુવકનાં મોત

અન્‍ય ર યુવકોને ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયા
વીકટર,તા. પ
ભાવનગર ઉના નેશનલ હાઈવે બિસ્‍માર હોવાના કારણે અવાર-નવાર અહીં નાના-મોટા અકસ્‍માતો સર્જાયા કરે છે. ત્‍યારે આજે ફરી એક વાર અહીં કડીયાળી ગામ પાસે બે બાઈક સામસામા ધડાકાભેર અથડાતા બે યુવકોના ઘટના સ્‍થળે મોત નિપજયા હતા. જયારે અન્‍ય બે યુવકોને ગંભીર ઈજાઓ થતાં 108ની મદદ વડે સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્‍ત વિગતો અનુસાર રાજુલા મહુવા રોડ પર આવેલ  કડીયાળી ગામ પાસે આવેલ ટી.ટી. કોટન નજીક બની હતી. અહીં હાઈવે પર જી.જે.01સી.કયુ. 344 બોકસર બાઈક અને જી.જે.01 ડી.સી. 1399 હોન્‍ડા બાઈક બપોરના 1 વાગ્‍યાના સુમારે સામસામા અથડાયા હતા. બંને બાઈક ડબલ સવારીમાં જતા હોવાથી બોકસર ચાલક સંજયભાઈ ભરતભાઈ સોલંકી રહે. રાજુલા (ઉ.વ.આ. 30) બીજા            કાળુભાઈ ચંદુભાઈ પરમાર રહે. રાજુલા (ઉ.વ.આ. ર8) આ બંનેના ઘટના સ્‍થળે મોત નિપજયા હતા. જયારે સામી બાઈકના ચાલક ચાંચ બંદર હોવાનું જાણવા મળી રહયું હતું. તેનું ઘટના સ્‍થળે જ માથાના ભાગે ગંભીર ઈજાઓથી ઘટના સ્‍થળે જ બંનેના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે સામે કુમારભાઈ ભાનુભાઈ ધુંધળવા રહે. ચાંચ બંદર (ઉ.વ.રપ) અને તેના જ સગા ભાઈ મુકેશભાઈ ભાનુભાઈ ધુંધળવા (ઉ.વ.30) બંને યુવકો ફંગોળાઈજતા ગંભીર રીતે ઘવાયા હતા. ત્‍યારે તેઓને વિકટરના યુવકો યોગેશભાઈ વોરા, રાકેશભાઈ ઓજા, ભાણાભાઈ આહીર, કલ્‍પેશભાઈ ઓજા સહિતનાએ મદદરૂપ થઈને 108ને જાણ કરતા 108 ઈએમટી દક્ષાબેન ચૌહાણ અને પાયલોટ મહાવીરભાઈ તાત્‍કાલિક જઈને સારવારમાં રાજુલા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
મૃતકો અને ઈજાગ્રસ્‍ત પૈકી ત્રણ કોળી સમાજના યુવકો હોવાનું જાણવા મળતા કોળી સમાજના આગેવાન હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતા. જયારે એક મૃતક દેવીપૂજક હોવાનું જાણવા મળ્‍યું હતું. ઈજાગ્રસ્‍તને વધુ સારવાર અર્થે મહુવા અને ભાવનગર ખસેડવામાં આવ્‍યા છે. બનાવની જાણ થતાં જ મરીન પોલીસના કમલેશભાઈ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે.

કુંકાવાવ જકાતનાકા પાસે બાઈક અને રીક્ષા વચ્‍ચે અકસ્‍માત થતાં ર ને ઈજા

અમરેલી, તા. પ
અમરેલી તાલુકાનાં મોટા આંકડીયા ગામે રહેતાં ભાનુબેન પરબતભાઈ માતરીયા તથા તેમનો પુત્ર ગઈકાલે પોતાના મોટર સાયકલમાં અમરેલી આવેલા અને સાંજનાં કામ પુરૂ થયા બાદ પરત જતાં હતા ત્‍યારે અમરેલીનાં કુંકાવાવ જકાતનાકાનો પુલ ઉતરતાં સામેથી આવી રહેલ રીક્ષા નંબર જી.જે.4 યુ.6344નાં ચાલક ભીખુભાઈ હરજીભાઈ માધડે રીક્ષા ભટકાવી દઈ બન્‍નેને ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં બહારપરામાં જુગાર રમતાં 3 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. પ
અમરેલીમાં બહારપરા વિસ્‍તારમાં આવેલ કોળી વાડ વિસ્‍તારમાં ગઈકાલે મોડી રાત્રીનાં સમયે તે જ વિસ્‍તારમાં રહેતાં જયદિપ રસીકભાઈ વસાવડા, સિરાજ ઉર્ફે ભોપો ગનીભાઈ તથા અફજલ હનીફભાઈ કાલવા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોય, સીટી પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.144પ0ની મત્તા સાથે ત્રણેય ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીનાં ગ્રામિણ ડાક સેવકો આજથી ભુખ હડતાલ શરૂ કરશે

1પ દિવસથી આંદોલન ચલાવતા
અમરેલીનાં ગ્રામિણ ડાક સેવકો આજથી ભુખ હડતાલ શરૂ કરશે
અમરેલી, તા.પ
ગ્રામિણ ડાક સેવકોની હડતાલ આજે પંદર દિવસ પુરા થતાં યથાવત રહી છે. તેમ છતાં સરકાર તરફથી કોઈ જ પ્રતિસાદ ન મળતા તા.6/6/18ના પ્રતિક ભૂખ હડતાલ રાખે છે. આજરોજ સાંસદ નારણભાઈ કાછડીયાને આવેદન પત્ર આપવામાંઆવેલ છે. આગળ ઉપર જો કોઈ નિરાકરણ નહી આવે તો જલ્‍લદ કાર્યક્રમ આપવામાં આવશે.

અમરેલીની પાંચ મહિલાઓએ લોનની રકમ ન ભરતા કોર્ટમાં ફરિયાદ

લોન લઈ ન ભરવામાં હવે મહિલાઓ પણ અગ્રેસર
અમરેલીની પાંચ મહિલાઓએ લોનની રકમ ન ભરતા કોર્ટમાં ફરિયાદ
અમરેલી, તા.પ
સરકાર દ્વારા મહિલાઓ સમાજમાં પુરૂષ સમોવડી બને તે માટે સહયોગ આપવામાં આવે છે. પરંતુ કેટલીક મહિલાઓના લીધે તમામ મહિલા સમાજને અંતરાયરૂપ પ્રશ્‍નો ઉભા થઈ રહેલા છે. તેવો કિસ્‍સો અમરેલીમાં બજવા પામેલછે.
અમરેલી શહેરમાં આવેલ શુભલક્ષ્મી મહિલા શરાફી સહકારી મંડળી લી.એ સ્‍ત્રીઓને ધિરાણ આપતી સંસ્‍થા છે. પરંતુ આ મંડળી પાસેથી મોટી રકમનું ધિરાણ લઈને પોબારાભણી જતાં મંડળીએ વસુલાતની કાર્યવાહી કરતાં ક્રિષ્‍ના ઉર્ફે આરતી દિલીપસિંહ પરમાર રૂા. 19,પ96નો ચેક, ધર્મિષ્ઠા કિરીટભાઈ ત્રિવેદી રૂા. 30,301નો ચેક, જલ્‍પા સુરેશભાઈ વાળા રૂા. 40,140નો ચેક, રેખા ત્રિકમલાલ ભટ્ટ રૂા. ર4,86પનો ચેક, સુંદરીબેન ભાવનદાસ સુખવાણી રૂા. 49,660નો આપેલ ચેક પરત ફરતા તમામ સામે અમરેલી કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરવામાં આવેલ છે. અને કોર્ટે તમામ મહિલાઓને સમન્‍સ પાઠવી તેડુ મોકલેલ છે. જે પૈકી કેટલીક મહિલાઓને જેલ ભેગી કરવા પોલીસને પકડ વોરંટ પણ મોકલવામાં આવેલ હોવાનું મંડળીના મેનેજર જીજ્ઞાબેન જોષીની યાદીમાં જણાવવામાં આવેલ છે. મંડળીના વકીલ તરીકે એ.સી. વરીયા કાનૂની કાર્યવાહી કરી રહેલા છે.

અમરેલીનાં નવનિયુકત એસપી  સામેકાયદો-વ્‍યવસ્‍થાનાં અનેક પડકાર

જિલ્‍લામાં બુટલેગરો, ભુમાફીયાઓ, ખનીજ માફીયાઓ બેફામ બન્‍યા હોય
અમરેલીનાં નવનિયુકત એસપી  સામેકાયદો-વ્‍યવસ્‍થાનાં અનેક પડકાર
જો કે નિર્લિપ્‍ત રાય કાર્યદક્ષ અને નિષ્ઠાવાન હોવાથી બેનંબરનાં ધંધાઓ બંધ થવાનું શરૂ
અમરેલી, તા. પ
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર વર્ષથી કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ એટલી હદે કથળી હતી કે, રાજય સરકારે હવે નિષ્ઠાવાન અને કડક મિજાજી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયને જવાબદારી સોંપવી પડી છે.
અમરેલીનાં તત્‍કાલીન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ પણ તેના કારનામાને લઈને જેલવાસ ભોગવી રહૃાાં છે. જિલ્‍લામાં પોલીસની ધાક ઓસરી જતાં માથાભારે શખ્‍સો બેલગામ બની ગયા હતા. ચોરી, લુંટ, ધાકધમકી, વ્‍યાજખોરી, ખનીજ ચોરી, દારૂ, જુગાર, રોમિયોગીરએ માઝા  મુકી છે
જો કે છેલ્‍લા ર મહિનાથી ઈન્‍ચાર્જ એસપી બી.એમ. દેસાઈએ કાયદો-વ્‍યવસ્‍થા સુધારવા ભારે જહેમત ઉઠાવી હતી પણ તેઓ ચાર્જમાં હોવથી તેઓની અમુક મર્યાદા હોય એ સ્‍વાભાવિક છે.
પરંતુ હવે ગૃહવિભાગે કડક મિજાજી નિર્લિપ્‍ત રાયની નિમણૂંક કરતાં જ આજથી બેનંબરનાં અનેક ધંધાઓનાં શટર બંધ થવાની શરૂઆત થઈ ચુકી છે. અને જિલ્‍લાની જનતા માટે હવે અચ્‍છે દિનની શરૂઆત થઈ ચુકી છે.
નવનિયુકત એસપી નિર્લિપ્‍ત રાય ર010માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા તે પહેલા તેઓ ઈન્‍ડિયન રેવેન્‍યુ સર્વિસનાં અધિકારી હતા. મુળ તો તેઓ દિલ્‍હી યુનિવર્સિટીમાં પ્રાઘ્‍યાપકહતા. પોલીસ સેવામાં જોડાયા પછી તેમનો પ્રોબેશનલકાળ હિંમતનગર રહૃાો હતો.
તેઓનું પ્રોબશનલ પુરૂ થતાં તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચમાં એસપી તરીકે મુકવામાં આવ્‍યા હતા. બાદમાં એક વર્ષમાં બઢતી મેળવીને અમદાવાદ ઝોન-7માં ડીસીપી બન્‍ય હતા. આ વખતે તેમને અમદાવાદનાં સી.પી. શિવાનંદ ઝા એ બુટલેગર કમલેશ ભૈયાને ત્‍યાં ક્રોસ રેડ કરવાનો આદેશ કર્યો હતો. ત્‍યાં તેઓ ઉપર હુમલો થયો હતો. બાદમાં તેઓને અમદાવાદ રૂરલનાં એસપી બનાવાયા હતા.
બાદમાં તેઓને વલસાડનાં એસપી બનાવાયા જયાં તેઓએ દારૂનાં ધંધાર્થીને ભોંભીતર કરી દીધા હતા. બાદમાં આઈબીમાં અને હવે ખાસ કિસ્‍સામાં અમરેલી મુકવામાં આવ્‍યા છે.
તેઓ સામાન્‍ય અરજદારને સીધી જ મુલાકાત આપતાં હોવાનું પણ ચર્ચાઈ રહૃાું છે. તેઓ અમરેલી જિલ્‍લાની જનતાને ભયમુકત વાતાવરણ પુરૂ પાડશે તેવો આશાવાદ જોવા મળી રહૃાો છે.

આલે લે : વડીયાની એસબીઆઈમાં કામ અર્થે જવું હોય તો બપોરનું જમવાનું ટીફીન લઈને જવું પડે છે

વડીયા, તા.પ
એસ.બી.આઈ.માં પુરતા સ્‍ટાફને અભાવે ખેડૂતો અને વેપારીઓને પડી રહી છે. હાલાકી તંત્રને કેશિયર બારી બીજી ખોલવા માટે અવાર-નવાર બે -બે વર્ષથી રજુઆત કરવામાં આવી રહી છે. છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં છે સ્‍ટાફમાં વધારો નથી થતો કે નથી કેશિયર બારી બીજી ખુલતી જેના લીધે ગ્રાહકોનેપડતી હાલાકીનો સામનો કરવો પડે છે. કામ-ધંધા છોડીને લોકોને કલાકો સુધી ઉભુ રહેવું પડે છે. લાંબી કતારોમાં કોઈ જાતની ગ્રાહકોને પડતી મુશ્‍કેલી વિશે તંત્રને પડી ના હોઈ તેવું વાતાવરણ અને જવાબો મળે છે. અભણ ગ્રાહકોને આઠ-દસ દિવસ સુધી ટલ્‍લે ચડાવીને મદમસ્‍ત બેઘ્‍યાન તંત્ર ઉંઘમાં રહે છે. લોકમુખે ચર્ચાઈ રહયું છે કે વચેટિયાઓ મારફતે ફટાફટ કામો થાય છે. તો શું બેંકોમાં એ વચેટિયાઓનું સામ્રાજય આવી પહોંચ્‍યું જો આવુને આવું ચાલ્‍યા કરશે તો ચેમ્‍બર ઓફ કોમર્સ ગાંધી ચીંઘ્‍યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેની સંપુર્ણ જવાબદારી એસ.બી.આઈ. બેન્‍કની રહેશે.
અભણ ગ્રાહકને પાસબુકની એન્‍ટ્રી પાડવા માટે કામધંધો છોડીને ગામડેથી ધક્કા ખાવા પડે છે. જો પાસબુકમાં એન્‍ટ્રીમાં વાર લાગે તો કેટલાયે લોકોના એકઉન્‍ટમાંથી ફ્રોડ લોકો દ્વારા રકમો ઉપડી જવાના કેસોની વાતો જાણવા મળે છે. માટે બેન્‍ક તંત્રને એલર્ટ અને સ્‍ટાફમાં વધારો કરવો જોઈએ અને કેશિયર બારી બીજી ખોલવી જોઈએ જેથી ગ્રાહકોને હાલાકીનો સામનોના કરવો પડે અને કામધંધો રજડે નહીં તેવું ગ્રાહકો અને ચેમ્‍બર ઓફ કોમર્સ પ્રમુખ દ્વારા જણાવ્‍યું છે.

લ્‍યો બોલો : અમરેલીની ભાગોળે સૂર્યનારાયણની ઉપસ્‍થિતિમાં વરસાદ

મેઘરાજા શરૂઆતથી  જ રમતે ચડયા
લ્‍યો બોલો : અમરેલીની ભાગોળે સૂર્યનારાયણની ઉપસ્‍થિતિમાં વરસાદ
અમરેલી, તા. પ
અમરેલી શહેર તથા જિલ્‍લામાં ગત શનિવારે શરૂ થયેલ મેઘ સવારી આજે પણ ધીમી ધીમી ચાલે શરૂ રહેવા પામી હતી. ત્‍યારે સાંજના સમયે અમરેલી નજીક આવેલ લાઠી બાયપાસ રોડ તથા લાઠી રોડ તડકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.
વાતાવરણમાં ભારેઉકળાટ થવા પામ્‍યો છે ત્‍યારે લોકો હવે જોરદાર વરસાદ પડે તેવી આશાઓ બાંધીને બેઠા છે. ત્‍યારે અમરેલીમાં આજે પણ ઝાપટું પડી જતાં બાયપાસ રોડ ઉપર પાણી નિકળી ગયા હતા.

સાવરકુંડલાની મામલતદાર કચેરીને ઘેરાવ કરતા ખેડૂતો

લીખાળા ગામનાં ખેડૂત પિતા-પુત્રની વનવિભાગે ધરપકડ કરતાં
સાવરકુંડલાની મામલતદાર કચેરીને ઘેરાવ કરતા ખેડૂતો
કિસાન સંઘની આગેવાનીમાં 1 હજાર જેટલા ખેડૂતોએ કર્યો હલ્‍લાબોલ
સાવરકુંડલા, તા. પ
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે પાંચેક દિવસ પહેલા જયસુખભાઈ સુહાગીયાની વાડીનાં ખુલ્‍લા ભાડીયા કુવામાં એક સિંહ અને 10 નીલગાયનાં મૃતદેહો હોવાની જાણકારી મળતાં વનવિભાગની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ડોગ સ્‍કોર્ડ અને એફએસએલની મદદથી ગુનો ઉકેલવાની તજવીજ હાથ ધરી હતી અને વાડી માલિક જયસુખભાઈ અને તેના પિતા નનુભાઈની ધરપકડ કરી કોર્ટમાંથી રીમાન્‍ડ તા. પ/6/18 સુધીનાા મેળવ્‍યા હતા.
ત્‍યારે આ ઘટનામાં વનવિભાગે નીલગાયનાં મોત યુરીયાવાળુ પાણી પીવાથી અને સિંહનું મોત વીજ કરંટથી થયાનો અહેવાલ આપ્‍યો હતો. ત્‍યારે આજે આ પિતા-પુત્રના સમર્થનમાં સમગ્ર લીખાળા ગામ અને કિસાન સંઘ વહારે આવી વનવિભાગ સામે મોરચો માંડયો હતો. સવારે 11 કલાકે ટ્રેકટરો ભરીને સુત્રોચ્‍ચાર સાથે શહેરમાં ફરી રસ્‍તાઓ ચકકાજામ કરી માર્કેટીંગ યાર્ડમાં એક જાહેરસભા યોજી ઉગ્ર પ્રત્‍યાઘાતો રજુ કરાયા હતા. અને નિર્દોષ ખેડૂતોને જયાં સુધી છોડવામાં નહી આવે ત્‍યાં સુધી ઉગ્ર વિરોધ કરવાની વાત કરી હતી. અને સભા બાદ મામલતદાર કચેરીનો ઘેરાવ કરીકચેરીને બાનમાં લીધી, ઘેરો કરી હજારો મહિલાઓ, ખેડૂતોએ કચેરીમાં જ નીચે બેસી ગયા હતા. ત્‍યારે ઘટના ઉગ્ર સ્‍વરૂપ ધારણ ન કરે એ માટે પોલીસનો પુરતો બંદોબસ્‍ત રખવામાં આવ્‍યો હતો.

ખેડૂતોનું દેવુ માફ કરો નહી તો ભાજપ સરકારને સાફ કરો : પરેશ ધાનાણી

વિધાનસભાવિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી લાલઘુમ થયા
ખેડૂતોનું દેવુ માફ કરો નહી તો ભાજપ સરકારને સાફ કરો : પરેશ ધાનાણી
ખેડૂતોનાં પ્રશ્‍ને આગામી 8મી જુનથી 10મી જુન સુધી જેલભરો આંદોલનની જાહેરાત
ગાંધીનગર, તા. પ
ગુજરાતમાં ભાજપની સરકાર દ્રારા છેલ્લા બે દાયકામાં ખેડુતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિમેળાના નાટકો ભજવાઈ રહ્યા છે. પરંતુ ખેડુતોના મુળભુત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને ખેડુતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્‍ફળ ગયેલી છે. ખેડુતોના આત્‍મહત્‍યાના બનાવો સતત બનતા રહે છે પરંતુ સરકારની આંખ ઉઘડતી નથી. રાજયની ભાજપ સરકાર વિભાગનું નામ બદલવાથી ખેડૂતોનું કલ્‍યાણ થશે તેવા ભ્રમમાં છે. ‘ખેડૂતોનું દેવું માફ કરો, નહીં તો ભાજપની સરકારને દેશમાંથી સાફ કરો’ આ સુત્ર સાથે સમગ્ર દેશમાં ચાલતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ, પાક વિમાનું ચુકવણું, પાક રક્ષણ અને વળતર, ખેડૂતોની દેવા માફી સહિતના મુદ્‌ાઓને અમો સમર્થન માટે તા. 8 મી જૂન ર018ના રોજ તાલુકા સ્‍તરે ખેડૂતોની માંગને ઘ્‍યાને રાખી ધરણાં અને આવેદનપત્ર તા. 9મી જૂન ર018ના રોજ ખેડૂતોની માંગને સમર્થન, ધરણાં અને ઘંટારવનો કાર્યક્રમ અને તા. 10મી જૂન ર018ના રોજ ઉપવાસ આંદોલન, રસ્‍તારોકો આંદોલન અને જેલ ભરો આંદોલન સાથે ગામડાઓથી લઈ ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષના આગેવાનો, ખેડૂત આગેવાનો, સામાજીક આગેવાનો, સ્‍વૈચ્‍છીક સંગઠનોને આમંત્રણ આપી ખેડૂતોની માંગ પ્રત્‍યે ઉતરશું અને ભાજપની આંધળી, મુંગી અને બહેરી સરકારને જગાડવા ઘંટારવ કાર્યક્રમની જાહેરાત કરીશું. દરેક વ્‍યકિત પોતાના ઘરમાંથી થાળી, વાટકો અને ચમચી લઈ તા. 9મી જૂન ર018ના સાંજના પ.00 કલાકે પોતાના ગામે, તાલુકા અને જીલ્‍લાના વડા મથકે જયાં જે લોકોને અનુકૂળતા હોય અને જગતના તાત પ્રત્‍યે સહાનુભૂતિ હોય તેવા તમામ લોકોને ખુલ્‍લું આમંત્રણ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આપ્‍યું છે. ભાજપને જો ખરેખર જ ખેડૂતોની ચિંતા હોય તો કોંગ્રેસની યુપીએ સરકારે જેમ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તે રીતે ભાજપની કેન્‍દ્ર અને રાજય સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.
199પમાં ભાજપનું શાસન રાજયમાં આવ્‍યું તે પહેલાં ર1પ મોટા અને મઘ્‍યમ કક્ષાના ડેમ બનેલ હતા, ભાજપે ર3 વર્ષના શાસનમાં નવા માત્ર 18 ડેમો જ બનાવ્‍યા છે. બોરીબંધ અને ખેત તલાવડીઓ બનાવવામાં ભ્રષ્‍ટાચાર કરી ખેડૂતોને છેતર્યા છે. આજે પણ નર્મદાની કેનાલ નેટવર્કનું હજારો કિ.મી.નું કામ બાકી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. સિંચાઈ માટે ખેડૂતોનીસ્‍થિતિ આજે દયનીય છે. આજે પણ રાજયમાં 7પ,1ર,97ર હેકટર જમીનને સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવતું નથી. ખેડૂતોને કુદરતી વરસાદના ભરોસે અથવા ભુગર્ભમાંથી જળ ખેંચી ખેતી કરવી પડે છે.
ખેડૂતોના ઉભા પાકને રોઝ-ભુંડ જેવા જંગલી જાનવરો ખુબ નુકશાન પહોંચાડે છે. પાક રક્ષણ માટે તારની વાડ બનાવવા સહાય મેળવવા માટેની લાખો અરજીઓ પડતર છે. ત્‍યારે બે વર્ષમાં સરકારે માત્ર 1,ર36 અરજીઓ જ મંજુર કરી ખેડૂતોની મજાક કરી છે. ખેડૂતો આધુનિક રીતે ખેતી કરી શકે તે માટે ટ્રેકટર સબસીડીની 11,000 કરતાં વધુ અરજીઓ પડતર છે. જયારે બે વર્ષમાં 40,000 જેટલી અરજીઓ નામંજુર કરી દીધી છે.
બે વર્ષમાં ખેતી માટે વિજ કનેકશનો મેળવવા 1,પ3,883 ખેડૂતોએ કરેલ અરજીઓ પૈકી માત્ર 18,989ને જ વીજ કનેકશન આપવામાં આવ્‍યા છે, જયારે બે વર્ષની 1,ર7,613 અરજીઓ અને તે પહેલાની લાખો અરજીઓ પડતર છે. સરકારી વિજ મથકોને કેન્‍દ્ર સરકાર દ્વારા કોલસાની ફાળવણી ન કરીને ઈરાદાપુર્વક ઉત્‍પાદન ઘટાડવામાં આવે છે અને અદાણી-એસ્‍સાર જેવી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવામાં આવે છે અથવા વીજળી ખરીદયા વગર ફીકસ કોસ્‍ટ પેટે કરોડો રૂપિયા ચુકવવામાં આવે છે. મોંઘા ભાવે ખરીદેલ વીજળી અન્‍ય રાજયોમાં વેંચવામાં આવે છે જયારે ખેડૂતોનેવીજ કનેકશન આપવા ભાજપ સરકાર પાસે પુરતી વીજળી નથી.
ભારત સરકારના સેન્‍ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટીના રિપોર્ટ મુજબ પોંડીચેરી, કેરાલા, ગોવામાં ખેતી માટે વીજળીની કોઈ મર્યાદા નથી, જયારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મઘ્‍યપ્રદેશ જેવા રાજયમાં ખેડૂતોને 18 કલાકથી લઈને ર4 કલાક વીજળી પુરી પાડવામાં આવે છે. ખેડૂતોને વીજળી પુરી પાડવામાં ગુજરાત 16મા નંબરે આવે છે. ગુજરાતમાં ખેડૂતોને 8 કલાક સતત વીજળી પુરી પાડવામાં આવતી નથી. રાત-દિવસના રોટેશન મુજબ અપાતી વીજળીમાં પણ અનેક વખત લાઈન ટ્રીપ થાય છે. ટાટાને સાણંદમાં નેનો માટે રાતોરાત ડબલ સરકીટવાળા ફીડરથી રર0 કેવીએનો વીજ પુરવઠો પુરો પાડવા, વીજળી કર ભરવામાંથી મુકિત આપવા સહિત ડાર્ક ઝોનમાં પાણી ખેંચવાની મંજૂરી પણ આપવામાં આવે છે. સાણંદ તાલુકામાં ખેતી પર નભતા ખેડૂતોને ડાર્કઝોનના બહાને ભૂગર્ભમાંથી પાણી ખેંચવા નવા વીજ કનેકશનો આપવામાં આવતા નથી. રાજયમાં ખેડૂતો સમયસર વીજ બિલ ભરી ન શકે તો વીજ કનેકશન કાપી નાંખવામાં આવે છે અને ચોરીના બહાને લાખો રૂપિયાના દંડ ફટકારવામાં આવે છે અને ખેતી વિષયક વીજ બિલમાં 18 ટકા જીએસટી વસુલવામાં આવે છે. જયારે ચાર હજાર કરતાં વધુ ઔદ્યોગિક એકમો પાસેથી રૂપિયા 1700 કરોડજેટલી માતબર રકમ વસુલવાની તસ્‍દી ભાજપ સરકાર લેતી નથી.
સરકારની મિલીભગતથી રાજયમાં નકલી દવાઓનો વેપાર ખુબ મોટા પ્રમાણમાં ચાલે છે, જેના કારણે ખેડૂતો પાક બચાવવા મોંઘા ભાવની જંતુનાશક દવાઓ ખરીદી છંટકાવ કરે છે પણ પાક બચાવી શકતા નથી. રાજયના ખેડૂતોને તેમની ખેત પેદાશો જેવી કે મગફળી, કપાસ, અન્‍ય પાકોના ટેકાના ભાવો વધારવા માટે કેન્‍દ્રમાં ભાજપની સરકાર આવ્‍યા પછી રાજય સરકારે કોઈ પ્રયાસ કર્યો નથી. આજે ખેડૂતોના પાક ઉત્‍પાદનના ભાવો ઉત્‍પાદન ખર્ચ જેટલા પણ મળતા નથી ત્‍યારે ખેડૂતોએ રાત-દિવસ ટાઢ-તાપમાં મહેનત કરીને પકવેલ પાકના પોષણક્ષમ ભાવો ન મળતા રસ્‍તાઓ પર ઠાલવી દેવા પડે છે અથવા પાકની       હોળીઓ કરવી પડે તેવી વરવી પરિસ્‍થિતિ આજે રાજયના ખેડૂતોની છે.
આજે રાજયમાં ખેડૂતોની સંખ્‍યામાં 3.પ0 લાખનો ઘટાડો, ખેતમજૂરોની સંખ્‍યામાં 17 લાખનો વધારો અને ખેતીની જમીન દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે. રાજયમાં 49.6ટકા રોજગારી આપતા કૃષિક્ષેત્ર સાથે આભડછેટ જેવું સરકારનું વલણ છે. કૃષિ ઉત્‍પાદનો, કૃષિ ઓજારો, ખાતર, જંતુનાશક દવા અને બિયારણ ઉપર જીએસટીનો બોજ નાંખવામાં આવ્‍યો છે. રાજયમાં ખેડૂતો માટે યોગ્‍ય બજાર વ્‍યવસ્‍થાના અભાવે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી અને સસ્‍તા અને સરળ ધિરાણનો અભાવ છે.કૃષિ બજેટ અને સબસીડીમાં ભાજપ સરકાર દ્વારા સતત કાપ મુકવામાં આવે છે. રાજયના વર્ષ ર017-18ના બજેટની સામે ર018-19માં 1144.37 કરોડ રૂપિયાની ઘટ સાથે 1ર.67 ટકાનો કાપ મુકયો છે.
સેટેલાઈટ દ્વારા થયેલ જમીન રીસર્વેમાં મોટા પ્રમાણમાં છબરડાઓ બહાર આવ્‍યા છે. ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીનો ઝુંટવી લેવા માટે જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. અભણ ખેડૂત ઉપર પાણી પત્રકની નોંધણીનો બોજ નાંખવામાં આવ્‍યો છે તે હટાવવામાં આવે, પાક વીમાનું પ્રિમિયમ ફરજીયાત બનાવીને કૃષિ સબસીડીના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી વીમા કંપનીઓને રળાવી આપવા કૃષિ ફસલ વીમા યોજનાના નામે ભાજપ સરકારે ષડયંત્ર રચ્‍યું છે. ખેડૂતો માટે 0 ટકા ધિરાણની જાહેરાત પછી કૃષિ લોન ઉપર 7 ટકા વ્‍યાજ વસુલીને ભાજપ સરકાર દ્વારા ગરીબ ખેડૂતોને લુંટવામાં આવે છે. ફરજીયાત બનાવેલ પાક વીમો મરજીયાત કરવાની માંગ કરી છે, છેલ્‍લાં પાંચ વર્ષમાં ખેડૂતોનું વધતુ જતુ આત્‍મહત્‍યાનું પ્રમાણ અટકાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્‍ફળ રહી છે. ખેડૂતોની આત્‍મહત્‍યાના બનાવોને ભાજપ સરકાર દ્વારા અપમૃત્‍યુમાં ખપાવીને આત્‍મહત્‍યાના સાચા આંકડાઓ છુપાવવામાં આવે છે. ગત ચોમાસામાં આવેલ ભયંકર પુરના કારણે અતિવૃષ્‍ટિથી પીડીત ખેડૂતોને વળતરસહાય ચુકવવામાં સરકાર નિષ્‍ફળ રહી છે. પશુધનની સરખામણીએ ર800 જેટલા ગામો બિલકુલ ગૌચર વિહોણા અને હજારો ગામડાઓમાં ગૌચરની ઘટ છે. ખેત વિહોણા ખેડૂતો છે ત્‍યાં પશુધનના ચરીયાણ માટે ગૌચરની વ્‍યવસ્‍થા થાય, જરૂરીયાત મુજબ ગૌચર ઉભું થાય અને જયાં ગૌચરની જમીન વેચાણી છે એવી ગૌચરની જમીનો વેચનારાઓ ઉપર ગૌચર આવે તે માટે સરકાર પાસે માંગણી કરી છે. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને જીવન નિર્વાહ મતમજૂરોને સાંથણીની જમીન પાંચ હેકટર સુધી આપવાની જોગવાઈ છે. ખેડૂત સમાજમાંથી માંગ આવી છે. નાના અને સીમાંત ખેડૂતો છે તેવા ખેડૂતોને બીપીએલ યોજના અંતર્ગત લાભ આપવા માંગ કરી છે.           મગફળીકાંડમાં ભાજપના મળતીયાઓનો સરકાર સીધો બચાવ કરી રહી છે. પોતાના અધિકાર માટે આંદોલન કરતાં ખેડૂતો ઉપર સરકાર દમન ગુજારી રહી છે તેમ અંતમાં પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું.

હનુમાનગાળા વન વિસ્‍તારમાંથી શ્રમજીવીઓને ખસેડવા જરૂરી

સિંહ-દીપડા-ઝરખ જેવા હિંસક પ્રાણી ધરાવતા હનુમાનગાળા જંગલથી એકાદ કી.મી. દૂર ખુલ્‍લા પટમાં કોઈપણ જાતની સુરક્ષા વગર કપડા-પ્‍લાસ્‍ટિકના તંબુઓમાં 4-પ મજુર પરિવારો છેલ્‍લા છએક માસથી વસવાટ કરી રહૃાા છે. સુરક્ષા વગર બીન પરવાનગીએ વનપ્રાણી આવાસ વિસ્‍તાર નજીક આવેલવાડીઓમાં હિંસક વન્‍ય પ્રાણીઓ શીકાર અને પાણીની શોધમાં ફરતા હોય, મજુર પરિવારો કે અન્‍યો ર્ેારા સિંહ-દીપડાની પજવણી થાય અને હિંસક પ્રાણીઓ મજુરો ઉપર ગુસ્‍સામાં હુમલો કરી બેઠે ત્‍યારે કારણ વગર સિંહ દીપડાઓને આજીવન કારાવાસ ભોગવવા સાથે બદનામી  મળે તે પહેલા આ અસુરક્ષીત મજુરોને સ્‍થળ ઉપરથી ખદેડવા જરૂરી છે. તુલસીશ્‍યામ રેન્‍જનાં આર.એફ.ઓ. અને અન્‍ય કર્મચારીઓ આ રોડ ઉપરથી કાયમ પસાર થાય છે. છતાં તેઓને વન્‍યપ્રાણીની સુરક્ષાનાં બદલે કોન્‍ટ્રાકટરો સાથેનાં વહીવટ કારણોસર મજુરોને ખસેડવામાં ન આવતા હોય લાયન નેચર ફાઉન્‍ડેશન ર્ેારા શ્રમજીવીઓને ખસેડવા માંગ થયેલ છે.

એન.ડી.ડી.બી. ડેરી ઈનોવેશન એવોર્ડ સમારંભ યોજાયો

દૂધ ઉત્‍પાદન ક્ષેત્રે સર્વશ્રેષ્ઠકામગીરી કરતી મંડળીઓ દ્વારા પ્રશંસાપાત્ર કામગીરી અને મહિલા સશકિતકરણ અંતર્ગત આણંદ મુકામે ભારત સરકારના કૃષિ રાજયમંત્રી પરશોતમભાઈ રૂપાલાના હસ્‍તે એન.ડી.ડી.બી.ડેરી ઈનોવેશન એવોર્ડ સમારંભ યોજાયેલ. પશુ આહાર, પોષણ, ઘાસચારો અને પશુઓની તંદુરસ્‍તીની જાળવણી પ્રત્‍યે જાગૃતિ સાથો સાથ દૂધ ઉત્‍પાદનમાં મંડળીઓની પ્રશંસાપાત્ર કામગીરી અને મહિલા સશકિતકરણ દ્વારા મહિલાઓને એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવેલ સમગ્ર રાજયમાંથી પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લાના પ્રતિનિધિ તરીકે ભાવનાબહેન ગોંડલીયા ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમ ટી.કે.પટેલ ઓડીટોરીયમ- આણંદ ખાતે યોજાયેલ હતો.

અમરેલીમાં પર્યાવરણ સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ

આજે વિશ્‍વ પર્યાવરણ દિવસ અંતર્ગત સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહની ઉજવણી પ્રસંગે અમરેલી નગર સેવા સદન, જીલ્‍લા વહીવટીતંત્ર તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનાં સહયોગથી વહીવટી તંત્ર તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનાં સહયોગથી સીનીયર સીટીઝન પાર્કથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ હતો. પર્યાવરણ બચાવવા સાથે એક સપ્‍તાહ સુધી સફાઈ સહિતનાં અવનવા કાર્યક્રમ હાથ ધરાશે. આજે પમી જુલાઈ પર્યાવરણ દિવસે સરકાર ર્ેારા હાથ ધરાયેલ ભભપર્યાવરણ અન્‍તે સ્‍વચ્‍છતાં અભિયાનભભ સપ્‍તાહની ઉજવણી અંતર્ગતજીલ્‍લા કલેકટર  સંજીવ ઓક, પ્રાંત ઓફિસર સતાણી, મામલતદાર જાદવ, ચિફ ઓફિસર જે.યુ.વસાવા સહિતનાં અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ગઈ કાલે એક સપ્‍તાહ સુધી યોજાનારા જુદાં-જુદા્ર કાર્ય કરવાની રૂપરેખાની સમજણ આયોજન બાદ આજે સવારે 9:30 કલાકે અમરેલીનાં સીનીયર સીટીઝન પાર્ક ખાતે અભિયાનનો શુભારંભ કરવામાં આવેલ હતો. આજના કાર્યક્રમનાં પ્રારંભે પ્રાંત અધિકારી સતાણી, મામલતદાર જાદવ, પ્રમુખ અલકાબેન ગોંડલીયા, ચિફ ઓફિસર જે.યુ. વસાવા, લાઈન્‍સ કલબનાં ચેરમેન વસંતભાઈ મોવલીયાની ટીમ પાલિકાનાં કર્મચારીઓ, સફાઈ કામદારો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ભભપર્યાવરણ બચાવો  – સ્‍વચ્‍છતા જાળવોભભનાં શપથ લીધા બાદ ડો. એસ.આર.દવે, ડો. જી.જે. ગજેરા, જીતુભાઈ ડેર તેમજ પાલિકાનાં સદસ્‍યો ર્ેારા લીલી ઝંડી આપી સફાઈ અભિયાનનો પ્રાંરભ કરાવવામાં આવેલ હતો. સફાઈ કાર્યમાં નગરપાલિકાનાં પ્રમુખ તેમજ લાયન્‍સ કલબની ટીમ, ડોકટરો, નગરપાલિકા અધિકારીઓ, કર્મચારીઓ, સદસ્‍યો જોડાયા હતા. સીનીયર સીટીઝન પાર્ક સામેનાં સર્કલથી સફાઈ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ હતો. જે હરીરામ બાપા ચોક, નાગનાથ મંદિર સર્કલથી ડો. જીવરાજ મહેતા ચોક સુધી સફાઈ કાર્ય હાથ ધરવામાં આવેલ હતું. આગામી તા. 11 સુધી આયોજીત કાર્યક્રમમાં આવતી કાલે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક મુકતશહેર બનાવવાં સવારે 11:00 વાગ્‍યે સંઘાણી સાંસ્‍કૃતિક હોલ ખાતે વેપારીઓને પ્‍લાસ્‍ટીક ન વાપરવા – વેચવાં સમજણ – સેમીનાર યોજાશે. તેમ છતાં પણ શહેરમાં પ્‍લાસ્‍ટીકનું વેચાણ ઉપયોગ થશે તો પ્‍લાસ્‍ટીક ઝપ્‍તી ટીમ ર્ેારા દંડનાત્‍મક કાર્યવાહી હાથ ધરાશે. સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ ર્ેારા ડો. જીવરાજ મહેતા ચોકમાં પક્ષીઓનાં માળાનું વિતરણ કરવામાં આવશે તેમજ શહેરનાં પછાત-ઓજી વિસ્‍તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. ત્રીજા દિવસે ઓફિસ સફાઈ, ચોથા દિવસે પાલિકાનાં પદાધિકારીઓ, અધિકારીઓ ર્ેારા શહેરમાં ચા ની કીટલી, ફરસાણ, પાર્લર, પાન- માવાનાં વેપારીઓને ડોર-ટુ-ડોર પ્‍લાસ્‍ટીક ન વાપરવાં સમજણ અપાશે ત્‍યાર બાદ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ ર્ેારા સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. સાતમાં દિવસે પ્‍લાસ્‍ટીકને તિલાંજલી આપનારા વેપારીઓ -ફેરીયાઓનું તેમજ સુંદર સફાઈ કામગીરી કરનારા સુપરવાઈઝર, સફાઈ કામદારોનું સન્‍માન કરવામાં આવશે. ત્‍યાર બાદ વૃક્ષારોપણ અને પ્‍લાસ્‍ટીક ઝપ્‍તી ઝુંબેશ હાથ ધરાશે. શહેરને પ્‍લાસ્‍ટીક મુકત બનાવવા કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે.

કુંકાવાવમાં ડીડીઓની ઉપસ્‍થિતિમાં ‘સ્‍વચ્‍છતા અભિયાન’નો પ્રારંભ

કુંકાવાવમાં આજે વિશ્‍વ પર્યાવરણ દિન નિમિતે જિલ્‍લા વિકાસ અધિકારી નિરગુડેના અઘ્‍યક્ષ સ્‍થાને સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું.જેમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના કર્મચારીઓ તેમજ તાલુકાના પદાધિકારી આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારીએ જાતે ગંદકી, કચરો સાફ કર્યો હતો અને તમામ લોકોને આ અભિયાનમાં જોડયા હતા. ત્‍યારે બસ સ્‍ટેન્‍ડ પાસેના અતિ ગંદકીવાળા વિસ્‍તારની સ્‍વચ્‍છતા અભિયાન માટે સ્‍થળની પસંદગી કરવામાં આવી હતી. આમ તમામ કર્મચારીઓ, આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ જાતે કચરાનો નિકાલ કરીને પર્યાવરણ દિન નિમિતે સ્‍વચ્‍છતા અભિયાનમાં શ્રમદાન કરીને સહયોગ આપ્‍યો હતો. ત્‍યારે નિરગુડે, ઉપસ્‍થિત આગેવાનોને પર્યાવરણની જાળવણી તેમજ ઉપયોગીતા અંગે જરૂરી સંદેશા સાથે માર્ગદર્શન આપ્‍યું હતું. ત્‍યારે ખરા અર્થમાં જે અધિકારી જાતે આવા અભિયાનમાં નિષ્ઠાપૂર્વક કામ કરે તો બીજાને પણ પ્રેરણા મળે તેવું જાતે સફાઈ કરીને અભિયાન સફળ બનાવ્‍યું હતું. જયારે આ અભિયાનમાં તાલુકા પંચાયતની ટીમ તેમજ ગ્રામ પંચાયતની ટીમ જોડાઈ હતી. જયારે આગેવાનો, અધિકારીઓ પણ સફાઈ અભિયાનમાં ઉત્‍સાહભેર જોડાયા હતા અને બે કલાક જેવો સમય ફાળવ્‍યો હતો. એ શ્રમદાન કરીને વિશ્‍વ પર્યાવરણ દિનની ઉજવણીમાં સહભાગી થયા હતા. ત્‍યારે જિલ્‍લા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતને સફાઈ અંગે જરૂરી માર્ગદર્શન સાથે ગંદકીનીમાહિતી મેળવી હતી અને જરૂરી સુચના આપીને સ્‍વચ્‍છતા અભિયાનને સાર્થક બનાવવા માટે સફાઈ કામ ચાલુ રહે તે માટે કાર્યવાહી કરવા સુચના આપી હતી. જયારે આ પ્રસંગે તાલુકા પંચાયત, જિલ્‍લા પંચાયતના હોદેદારો, ગામના આગેવાનો, વેપારી મંડળના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને વિશ્‍વ પર્યાવરણ દિનની ઉજવણી કરીને સ્‍વચ્‍છતાનો સંદેશ અને પ્રકૃતિનું જતન સૌ કોઈ કરે અને આવતા ચોમાસામાં સૌ કોઈ પાંચ વૃક્ષો વાવે તેવી ભાવના વ્‍યકત કરીને પર્યાવરણના જતનની ખાતરી અધિકારીઓને આપી વિશ્‍વ પર્યાવરણ દિનની ઉજવણી સફળ બનાવી હતી.

06-06-2018