Main Menu

Tuesday, June 5th, 2018

 

અમરેલી નાગરિક સહકારી બેન્‍ક દ્વારા લોન ડીફોલ્‍ટરો સામે કોર્ટમાં ફરિયાદ

અમરેલી, તા.4
અમરેલી નાગરિક સહકારી બેંક લી. અમરેલી દ્વારા બેંકની લોનના હપ્‍તા કે વ્‍યાજનિયમિત નહીં ભરનાર કે સી.સી. નિયત સમયમાં રીન્‍યુ નહીં કરનાર શ્‍યામ ડેરીના પાર્ટનર રંજનબેન અશ્‍વિનભાઈ સાવલીયા ઠે. પ્રતાપપરા, અમરેલી તથા નરેન્‍દ્રભાઈ વિરજીભાઈ ધાનાણી ઠે. પ્રતાપપરાનો રૂા. 10,પ0, 000નો ચેક, દિનેશભાઈ ઈન્‍દ્રસિંહ જનવાર ઠે. ભભનાથ આશિષભભ, બ્‍લોક નં.-ર4/બી, ગુરૂકૃપાનગર, ચિતલ રોડ અમરેલીનો રૂા. 30,000નો ચેક રીટર્ન થતા ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા અન્‍ય હપ્‍તા કે વ્‍યાજ ભરવા કે સી.સી. રીન્‍યુ કરવામાં ઠાગાઠૈયા કરનાર લોક બાકીદારોમાં ફફડાટ વ્‍યાપી જવા પામેલ છે.
બેંકની રીકવરીની કામગીરી અંગે દેખરેખ રાખનાર ડિરેકટર પી.પી. સોજીત્રાની યાદી જણાવે છે કે હજુ પણ ટૂંક સમયમાં એવા સી.સી. ધારકો કે જેઓ લાંબા સમયથી સી.સી. રીન્‍યુ કરાવતા ન હોય કે વ્‍યાજ અને સ્‍ટોકપત્રક નિયમિત આપતા ન હોય તેઓની સામે કોઈપણની શેહશરમ વગર વસુલાત અંગેના સખ્‍ત પગલા ભરવામાં આવશે જેની લોન બાકીદારો, ડીફોલ્‍ટરોએ નોંધ લેવી તેમ જણાવવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લામાં જન આરોગ્‍ય સાથે ખૂલ્‍લેઆમ ચેડા કરનાર ભેળસેળીયા તત્‍વોને જેલ ભેગા કરો

પુરવઠા, ફુડ અને તોલમાપ સહિતનાં વિભાગોની નિષ્‍ક્રીયતા
અમરેલી જિલ્‍લામાં જન આરોગ્‍ય સાથે ખૂલ્‍લેઆમ ચેડા કરનાર ભેળસેળીયા તત્‍વોને જેલ ભેગા કરો
દામનગર, તા. 4
ઉનાળો વિદાય લઈ રહૃાો છે, ચોમાસુ બેસી ગયાનાં સંકેતો છૂટા છવાયા વરસાદથી થઈ ગયા છે. ઋતુ ઋતુનું કામ કરતી હોય છે. ત્‍યારે અમરેલી જીલ્‍લાનું વહીવટી તંત્ર બીલકુલ નિષ્‍ક્રીય છે. જયાં જુઓ ત્‍યાં ભ્રષ્‍ટાચાર, ગેરરીતિ, ભુમાફીયાઓ બેફામ, આડેધડ વૃક્ષોનું છેદન થઈ રહૃાું છે. રજકીય પક્ષો સામસામા આક્ષેપબાજી કરી કાદવ ઉછાળી રહૃાા છે. જનતાનાં શું હાલ છે તે જાણવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી.
જીલ્‍લામાં અખાદ્ય ચીજવસ્‍તુઓનો મોટો વેપાર છે. પ્રજા સાથે છેતરપીંડી થઈ રહી છે.આરોગ્‍ય સાથે ચેડા થઈ રહૃાા છે. હાલ ઉનાળાનાં દિવસોમાં કેરીનું વેચાણ (કાર્બાઈડ) થઈ રહૃાું છે.
60 થી 70 રૂા. કિલો વેચાતાં કેરીનાં રસમાં સેક્રીન હોય છે. પુરવઠા વિભાગ ઉંધી નથી રહૃાું તેમને પગારમાં રસ છે.
બજારમાં વેચાણું તૈયાર ફરસાણ ભેળસેળીયા તેલથી બનેલું લોકો ખરીદીને ખાતા હોય છે. અથાણાની સીઝનમાં ભેળસેળવાળા મરી મસાલા, તેલથી ગંભીર બિમારીમાં સપડાઈ જાય છે. નકલી દૂધનો વહીવટ સરકારી તંત્રની મીલીભગતથી પુરજોશમાં થાય છે.
અધિકારીઓ કે કર્મચારીઓ મીઠાઈ, ડેરી, ફરસાણ, કરીયાણાની દુકાનોમાંથી સેમ્‍પલો લઈને લેબોરેટરીમાં મોકલે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. પુરવઠા વિભાગ પોતાની ફરજ બજાવેઅને ભેળસેળીયા વેપારીઓ ઉપર તૂટી પડે તેવી માંગ છે.

બાઢડા નજીક આવેલ ગોડાઉનમાંથી રૂા. ર.પ0 લાખની તુવેરની ચોરી

ગોડાઉનનાં મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
અમરેલી, તા.4
સાવરકુંડલા મહુવા રોડ ઉપર આવેલ બાઢડા ગામ પાસે ભહાર્દિક મશરૂભ નામના ગોડાઉન ભાડે રાખી તે ગોડાઉનમાં હરેશભાઈ ભીમજીભાઈ ગોહિલ નામના 61 વર્ષીય વૃઘ્‍ધે પોતાની કંપની દ્વારા ખરીદ કરાયેલ તુવેર ગુણી નંગ-90 વજન આશરે 4પ00 કિલોગ્રામ જેનીકિંમત રૂા. ર,49,97પની કોઈ અજાણ્‍યા ઈસમ ગઈકાલે રાત્રીના સમય દરમિયાન ચોરી કરી લઈ જતા આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ. એમ.યુ. સોલંકીએ ચોરીનો ભેદ ઉકેલવા વધુ તપાસ હાથ ધરી છે.

લાઠીમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.4
લાઠી ગામે આવેલ મહાવીરનગર વિસ્‍તારમાં રહેતા મયુર પ્રહલાદભાઈ કાનાણી, પ્રકાશ નાથાભાઈ કાનાણી તથા ઉમેશ પ્રહલાદભાઈ કાનાણી ગઈ કાલે બપોરે મહાવીરનગર વિસ્‍તારમાં જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય, લાઠી પોલીસે દરોડો કરી ત્રણેય ઈસમોને રોકડ રકમ રૂા. ર110ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીનાં સરંભડા ગામની સીમમાં વૃદ્ધ ખેડૂતને ધારીયુ મારી કરી ઈજા

અમરેલી,તા.4
અમરેલી તાલુકાના સરંભડા ગામે રહેતા અને ખેતી કામ કરતા રવજીભાઈ રામભાઈ દુધાત નામના 6ર વર્ષીય ખેડૂત અગાઉ તે જ ગામે રહેતા મનુભાઈ રામભાઈ દુધાતને ઠપકો આપેલ તે વાતનું મનદુઃખ રાખી ગત તા.ર ના રોજ સાંજના સમયે આ મનુભાઈએ વૃઘ્‍ધ ખેડૂત ઉપર લોખંડના ધારીયા વડે હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

રોહીસામાં જુગાર રમતાં પ શખ્‍સો રૂા. 11 હજારની મત્તા સાથે ઝડપાયા

અમરેલી, તા. 4
જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશન હેઠળનાં રોહીસા ગામે આજે વહેલી સવારે રોહીસા ગામે રહેતાં સંજય હસુભાઈ રાણા, ધીરૂ કડવાભાઈ બાંભણીયા સહિત પ ઈસમો જાહેરમાં જુગાર રમતાં હોય, પી.એસ.આઈ. એસ.આર. વરૂ તથા સ્‍ટાફનાં ભીખુભાઈ ચોવટીયા, દિપકભાઈ સહિતનાં સ્‍ટાફે ધસી જઈ દરોડો કરી રોકડ રકમ રૂપિયા 10,700ની મતા સાથે તમામને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

10 નીલગાયનું ઝેરયુકત પાણી પીવાથી અને સિંહનું ઈલેકટ્રીક શોર્ટથીમૃત્‍યુ થયું હતું

વન વિભાગે વાડી માલીકની અટકાયત કરી લીધી
અમરેલી, તા.4
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતા નનુભાઈ મુળજીભાઈ સુહાગીયા નામના 7પ વર્ષીય વૃઘ્‍ધ ખેડૂતની વાડીમાં આવેલા કૂવામાં થોડા દિવસ પહેલા 1 સિંહ તથા 10 જેટલી નીલગાયના મૃતદેહો મળી આવતાં સિંહ તથા 10 જેટલી નીલગાયના મૃતદેહો મળી આવતા આ બનાવમાં વન વિભાગ, પી.જી.વી.સી.એલ. તથા પોલીસ દ્વારા સંયુકત તપાસ હાથ ધરી અને બનાવ સ્‍થળ નજીક જ આ વન્‍ય પશુઓને કૂવામાંથી બહાર કાઢી અને પોસ્‍ટમોર્ટમ કરાયા બાદ વાડી માલીક પિતા પુત્રની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવમાં સિંહ તથા 10 નીલગાયના મૃતદેહનું પ્રાથમિક તપાસ કરવામાં આવતા તમામ નીલગાય (રોઝ) કોઈ કેમીકલયુકત પાણી પીવાથી અને સિંહનું મૃત્‍યુ ઈલેકટ્રીક શોકના કારણે થયાનું જણાય આવતા આ બનાવમાં એફ.એસ.એલ. ડોગ સ્‍કવોર્ડ તથા અન્‍ય એજન્‍સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્‍યારે આ બનાવમાં શરૂઆતથી શંકાના દાયરામાં રહેલા આ વાડીના માલીક નનુભાઈ મુળજીભાઈ સુહાગીયા તથા તેમના પુત્ર અરવિંદભાઈને વન વિભાગે ગઈકાલે અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બન્‍ને પિતા પુત્રને આગામી તા.6 સવાર સુધીના રિમાન્‍ડ ઉપર સોંપેલ છે.

બ્રોડગેજ આવતી નથી અને મીટરગેજનાં ઠેકાણા નથી

ભાજપ સરકારનું અમરેલી જિલ્‍લાએ શું બગાડયું છે તે સમજાતુ નથી
બ્રોડગેજ આવતી નથી અને મીટરગેજનાં ઠેકાણા નથી
સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદનાં આગેવાનોએ ભાજપ સરકાર સામે નારાજગી વ્‍યકત કરી
અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લાને હંમેશા અન્‍યાય સહન કરવાનો જ રહૃાો છે. જિલ્‍લાની જનતા એટલી બધી સહિષ્‍ણુતાનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે કે આ જિલ્‍લાની જનતા ગમે તેટલી અસુવિધા યોગ્‍ય કરો તો પણ કોઈ રાજકીય નેતાનો વિરોધ નહી કરે. કારણ તેમને પ્રેસનોટ અને છાપામાં ફોટા સાથે અમે આમ કર્યુ તેવા દાવાઓ કરી પ્રજાને ઉંધા ચશ્‍મા પહેરાવે છે. અમરેલીનાં બ્રોડગેજનો પ્રશ્‍ન કેટલો જુનો છે ? તમામ જગ્‍યાએ કામ ચાલું છે અમરેલીમાં ભઈ થાશે પણ તેઓ જાણે અરે જે સુવિધા હતી તે પણ સમય ફેરફાર કરી ઝૂંટવી લીધી. અમરેલીથી જુનાગઢ મીટરગેજ રેલ્‍વે ચાલું છે. પહેલા તેનો સમય સવારે 6 કલાકે ઉપડવાનો હતો જુનાગઢથી ઉપડવાનો સમય સાંજે 6 કલાકનો હતો જેથી ઘણા કર્મચારી ચલાલા, ધારી,વિસાવદર, ભાડેર અપડાઉન કરતા તે પણ છીનવી લીધું. અરે અમરેલીથી વેરાવળ સોમનાથ મહાદેવના દર્શન કરી પરત સાંજે અમરેલી ફરી શકતા તે પણ બંધ થઈ ગયું અને આખે આખી ટ્રેન ખાલીખમ ધકકો ખાઈ પાછી વળે છે. કારણ અમરેલીથી જુનાગઢ સવારે 7 વાગે ઉપડે છે અને જુનાગઢથી બપોરે 13-30 ઉપડે છે આમા કયાં પેસેન્‍જરોનો મેળ બેસે.  અને પાછી અહી પડી રહે છે. આ ટ્રેક પર બીજી ગાડી દોડતી નથી તેમજ કોઈ ક્રોસીંગ કે અન્‍ય મુશ્‍કેલી રેલ્‍વેને પડતી નથી. આ અંગે સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ ઘ્‍વારા આકરી ટીકા કરી રજુઆત કરવામાં આવી છે.
પવિત્ર માસમાં અસંખ્‍ય યાત્રિકો સોમનાથ ભગવાનના દર્શને જશે તેમજ અન્‍ય લોકો પણ વનભોજન જેવા કાર્યક્રમો ગોઠવશે. માટે જે અમરેલીથી વિસાવદર જુનાગઢની ટ્રેનનો જે સમય પહેલા હતો તે પૂર્વવત ચાલુ રાખવા રજુઆત કરે છે. સમય ફેરફાર કરી સમગ્ર અમરેલીની જનતાની લાગણીને ઠેસ પહોંચાડેલ છે. તમામ રાજકીય નેતાઓને પણ વિનંતિ કે આ બાબતે યોગ્‍ય રજુઆત કરી પ્રજાને ફરી સુવિધા અપાવે તેવી સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદનાં જિલ્‍લા પ્રમુખ ભીખુભાઈ અગ્રાવત, સંયોજક મુકેશભાઈ જાની તથા પ્રદેશ આગેવાન દિલશાદભાઈ શેખની માંગણી અને રજુઆત કરેલ છે.

તુલસીશ્‍યામમાં ભોળાદાસબાપુની પૂણ્‍યતિથી અને ધર્મોત્‍સવ ઉજવાયો

ગીર જંગલમાં બાબરીયાવાડના પુરાણ પ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્‍યામ-શ્‍યામધામમાં આજે શનિવારે ધર્મોત્‍સવ યોજાયેલ જેમાં શ્‍યામ પરિવાર અને યાત્રાળુઓની બહોળી ઉપસ્‍થિતિ રહી હતી. તુલસીશ્‍યામ તિર્થધામનાં મહંત પૂ. ભોળાદાસબાપુની વિદાયને ચાર વર્ષ પૂર્ણ થતા તા. ર જૂનનાં રોજ પૂ. દિવંગત મહંતની ચોથી પૂણ્‍યતિથી ભાવભેર ઉજવાઈ હતી. આ પ્રસંગે તેમને પુષ્‍પાંજલી અર્પી વંદના કરવામાં આવેલ સાથે સત્‍યનારાયણ ભગવાનની કથા તથા શ્‍યામ યુવક મંડળ – વડ ગામ, પ્રતાપભાઈ વરૂ- માજી ધારાસભ્‍ય, નાગેશ્રી અને ગભરૂભાઈ જેઠુરભાઈ વરૂ – મોણા માણસા ર્ેારા શ્‍યામસુંદર ભગવાનને થાળ – રાજભોગ ધરાવવામાં આવેલ. આ ધર્મોત્‍સવમાં ટ્રસ્‍ટીઓ, શ્‍યામ પરિવાર તથા ભકતજનો અને યાત્રાળુઓ બહોળી સંખ્‍યામાં સામેલ થયા હતા. આ પ્રસંગે સુરજદેવળના મહંત પૂ. શાંતી બાપુ, રૂખડ ભગતની વાવડી મહંત પૂ. બાબભાઈ બાપુ, મમાઈ માતાજી જગ્‍યાના મહંત પૂ. લક્ષ્મણદાસ બાપુ, લંગાળાના અમરદાસબાપુ સહિતનાં સંતો મહંતો ઉપસ્‍થિત રહૃાા હતા. ડાયરામાં કલાકારો મેરાણ ગઢવી, નાથુદાન ગઢવી સહિતનાં કલાકારોએ સંતના સંભારણા સાથે શ્‍યામ ગુણગાન અને ભોળાદાસબાપુને વંદના કરેલ. સાજીંદામાં હાજી રમકડું અને તેની ટીમે કલા પીરસેલ. તુલસીશ્‍યામ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી પ્રતાપભાઈ વરૂએ સૌ મહેમાનોને આવકારેલ. ટ્રસ્‍ટી ભીમબાપુ બોરીચા- વડ ખાસ ઉપસ્‍થિત રહેલ. રાજુલા નગરપાલિકાનાં ઈન્‍ચાર્જ પ્રમુખ સતુભાઈ ધાખડા, શિક્ષણ સમિતિનાં ચેરમેન દિપકભાઈ માલાણી, તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ પટેલ તથા પૂર્વ પ્રમુખો સર્વ ગૌતમભાઈ વરૂ, હનુભાઈ ધાખડા, જાદવભાઈ સોલંકી, નાજભાઈ બાંભણીયા, મનુભાઈ વાઝા તથા ખડીયા દરબાર અને બાબરીયાવાડ આગેવાનો, શ્‍યામ પરિવાર મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. આ પ્રસંગે ઉપસ્‍થિત સુરજદેવળ મંદિર ટ્રસ્‍ટનાં પ્રમુખ ભરતભાઈ ધાધલનું તેમજ જૂનાગઢ કરણી સેનાનાં પ્રમુખ સુરાભાઈ વિકમાળ (રૂપાવટી વાળા) તથા બોટાદ જિલ્‍લા કરણી સેનાનાંપ્રમુખ પ્રતાપભાઈ (પાલ્‍ટી)નું સન્‍માન કરાયું હતું. સાજીંદા રાજુભાઈના દિકરીનાં લગ્ન પ્રસંગે તુલસીશ્‍યામ ટ્રસ્‍ટ, પ્રતાપભાઈ એસ. વરૂ, ધીરૂભાઈ ખુમાણ, ગૌતમભાઈ વરૂ અને ભોળાભાઈ વરૂ તરફથી રૂા.પ1 હજાર રોકડની ભેટ આ તકે અપાઈ હતી. સમગ્ર ધર્મોત્‍સવને સફળ બનાવવા પ્રતાપભાઈ વરૂ (માજી ધારાસભ્‍ય) સહિતના ટ્રસ્‍ટીઓનાં માર્ગદર્શન તળે તુલસીશ્‍યામ ટ્રસ્‍ટનાં મેનેજર રણજીતભાઈ વરૂ અને અશોકભાઈ ગઢવી તથા મંદિરનાં સ્‍વયં સેવકોએ જહેમત ઉઠાવેલ.

અમરેલીનાં વરસડા ગામની સીમમાં અજાણી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્‍યો

અમરેલી, તા. 4
અમરેલી નજીક આવેલ વરસડા ગામ નજીક માચીયાળા જવાનાં માર્ગ ઉપર ભંડારી નામની સીમમાંથી ગઈકાલે સરકારી જમીન ઉંડી ખીણમાંથી એક અજાણી આશરે 6પ થી 70 વર્ષની વૃઘ્‍ધાનો મૃતદેહ મળી આવતાં અમરેલી તાલુકા પોલીસ બનાવ સ્‍થળે દોડી ગઈ હતી અને આ વૃઘ્‍ધાનાં મૃતદેહને પ્રથમ અમરેલી અને પોસ્‍ટમોર્ટમ માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ છે. આ મૃતક વૃઘ્‍ધા છેલ્‍લા 8 દિવસથી ખેતરવિસ્‍તારમાં રખડતી જોવા મળી હોવાનું પણ પોલીસમાં જાહેર થતાં પોલીસે વૃઘ્‍ધાનાં સગાની ભાળ મેળવવા તપાસ હાથ ધરેલ છે.

ધારી નજીકનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સમી સાંજે વરસાદી ઝાપટા

અમરેલી, તા.4
શનિ-રવિવારે અમરેલી શહેર સહિતના વિસ્‍તારોમાં વરસાદ શરૂ થયા બાદ આજે સવારથી જ વાતાવરણમાં ભારે બફારો શરૂ થયો છે. મોડી સાંજે મળતા અહેવાલ મુજબ ધારી તાલુકાના ગીર વિસ્‍તારનાં દલખાણીયા, સેમરડી,કોટડા ગ્રામ્‍ય વિસ્‍તારમાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા.
જો કે આજે સાંજે અમરેલી ફલડ કંટ્રોલ ખાતે આજે કોઈપણ જગ્‍યા વરસાદ નહીં પડયાનું ઈન્‍ચાર્જે જણાવ્‍યું હતું.

સાવરકુંડલાનાં કરજાળા ગામનાં આધેડ ઉપર ફોર વ્‍હીલ ચડાવી દઈ હત્‍યાનો કરાયો પ્રયાસ

ગામની નદીમાંથી રેતી ભરવાની ના પાડતા
સાવરકુંડલાનાં કરજાળા ગામનાં આધેડ ઉપર ફોર વ્‍હીલ ચડાવી દઈ હત્‍યાનો કરાયો પ્રયાસ
બેઝ બોલનાં ધોકા, પાઈપ વડે માર મારી આધેડને તળાવમાં ફેંકી દીધા
અમરેલી, તા.4
અમરેલી જિલ્‍લામાં ખનીજ ચોરીએ માજા મુકી છે. અને આ ખનીજ ચોરી જો કોઈ અટકાવવાનો પ્રયાસ કરે તો યેનકેન પ્રકારે હેરાન-પરેશાન કરાય છે. ત્‍યારે સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે નદીમાંથી રેતી ભરી અને વેંચવાની ના પાડનાર કરજાળા ગામના એક આધેડ કોન્‍ટ્રાકટર ઉપર જીવલેણ હુમલો કરી, બેઝ બોલના ધોકા તથા પાઈપ વડે માર મારી બાજુના તળાવમાં ફેંકી દેતા આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે રહેતા અને કોન્‍ટ્રાકટરનો વ્‍યવસાય કરતા વિઠ્ઠલભાઈ રવજીભાઈ વાડદોરીયા નામના પ0વર્ષીય આધેડે કરજાળા ગામની નદીમાં ચલાલા ગામે રહેતા પદુભાઈ ભગત નામના ઈસમ રેતી ભરવા આવતા હોય, અને તે રીતે વેંચી નાખતા હોય જેથી આ વિઠ્ઠલભાઈએ તેમને રેતી ભરવાની ના પાડતા આ અંગેનું મનદુઃખ રાખી ચલાલાના પદુ ભગત તથા ત્રણ અજાણ્‍યા ઈસમોએ ગત તા.ર/6ના રોજ બપોરે ઓળીયા ગામથી કરજાળા જવાના રોડ ઉપર પુલ પાસે આધેડનું મોટર સાયકલને પાછળથી ભટકાવી દઈ અને આ આધેડ કોન્‍ટ્રાકટર પડી જતા આ ચારેય ઈસમોએ પોતાના હવાલાવાળી ફોરવ્‍હીલ તેમની ઉપર ચડાવી દઈ બન્‍ને પગમાં ફેકચર કરી તથા શરીરે નાની-મોટી ઈજાઓ કરી, જાનથી મારી નાખવાના ઈરાદે બેઝબોલ તથા પાઈપ વડે આડેધડ માર મારી અને તળાવમાં ફેંકી દીધા હતા.
આ અંગે વિઠ્ઠલભાઈ વાડદોરીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ સ્‍ટેશનમાં 4 ઈસમો સામે આઈ.પી.સી. કલમ 307, 3ર3,3રપ, 114 તથા જી.સી.એ. 13પ મુજબ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. ડી.કે. સરવૈયાએ વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલીનાં પોલીસ અધિક્ષક તરીકેનિર્લીપ્‍ત રાયની નિમણૂંક

લાંબા સમયથી એસ.પી.ની નિમણૂંક કરવા રજૂઆત થતી હતી
અમરેલી, તા.4
અમરેલી જિલ્‍લા બીટકોઈન મામલામાં તત્‍કાલીન પોલીસ વડા જગદીશ પટેલનું નામ આવતા સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ધરપકડ થયેલ ત્‍યારે અમરેલીમાં જિલ્‍લા પોલીસ વડાની જગ્‍યા ખાલી હતી અને લોકો દ્વારા નવા કડક અધિકારીની નિમણૂંક કરવા અનેક વખત રજૂઆતો કરવામાં આવતા આજે સાંજે મોડી સાંજે ગાંધીનગર ખાતેના ઈન્‍ટેલીજન્‍સ વિભાગમાં એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રી નિર્લીપ્‍ત રાય આઈ.પી.એસ.ને અમરેલીના એસ.પી. તરીકે નિમણૂંક આપવામાં આવતાં આગામી દિવસોમાં તેઓ પોતાનો ચાર્જ    સંભાળી લેશે.

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં સરકાર સામે નારાજગી

આંબરડીનાં ખેડૂતોએ શાકભાજી, દૂધ માર્ગ પર ફેંકી દીધા
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં સરકાર સામે નારાજગી
જગતાત ગણાતાં ખેડૂતોની નારાજગી લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે
અમરેલી, તા. 4
દેશનાં અનેક રાજયોનાં ખેડૂતો પોષણક્ષમ ભાવો, દેવામાફી, પાકવીમો સહિતનાં પ્રશ્‍ને કેન્‍દ્ર સરકાર સામે આંદોલન ચલાવી રહૃાા હોય જેના સમર્થનમાં અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો પણ જોડાતાં રાજકીય ધમાસાણનાં એંધાણ જોવા મળી રહૃાા છે.
ખેડૂતો કેન્‍દ્ર સરકાર સામે 1થી 10 સુધી આંદોલન કરી રહૃાા છે જેનો પડઘો અમરેલી જીલ્‍લાનાં સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામે પડયો છે. અમરેલી જીલ્‍લાનાં આંબરડી ગામે ખેડૂતોએ રસ્‍તા પર શાકભાજી અને દૂધ, છાશ વગેરે ઢોળી સરકારનો વિરોધ કર્યો છે અને સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કરીને વિરોધમાં સુર  પુરાવ્‍યો છે.
દેશવ્‍યાપી ચાલતાં આંદોલનના પડઘા અમરેલી જીલ્‍લાનાં આંબરડીમાં પડયા હતા. મોટી સંખ્‍યામાં ખેડૂતોએ આંબરડીની બજારોમાં આવીને માર્કેટીંગ યાર્ડમં વેંચવા જતાં શાકભાજી અને દૂધ, છાશને જાહેર રસ્‍તાઓ પર મુકીને સરકાર સામે સુત્રોચ્‍ચાર કર્યા હતા. શાકભાજી અને ડેરી પ્રોડકટ રસ્‍તા પર ઢોળી ખેડૂતોએ વિરોધ કર્યો હતો. દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહૃાા છે ત્‍યારે પ્રથમવાર અમરેલીનાં આંબરડીથી મહેશચોડવડીયાની આગેવાનીમાં કેન્‍દ્ર સરકાર સામે સુત્રોચ્‍ચાર કરીને પોતાના શાકભાજી અને દૂધ રોડ-રસ્‍તા પર ઢોળીને સરકાર સામે આંદોલનનો અઘ્‍યાય આરંભ થયો હતો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, દેશવ્‍યાપી ચાલતા આંદોલનને ટેકો આપવા આ આંદોલનનો આરંભ આંબરડીનાં ખેડૂતોએ આરંભ્‍યો હતો.

આંદોલનકારી ર મહિલાઓની તબિયત લથડતા સારવારમાં ખસેડવામાં આવી

આંદોલનકારીઓએ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી
ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ કડક કાર્યવાહી કરવા માંગ
આંદોલનકારી ર મહિલાઓની તબિયત લથડતા સારવારમાં ખસેડવામાં આવી
રાજુલા, તા. 4
રાજુલા તાલુકાનાં દરિયકાંઠા વિસ્‍તારના પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્‍લા 41 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તથા જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ, સાર્દુળભાઈ શિયાળ સહિત પાંચ લોકો છેલ્‍લા ર9 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. જીલ્‍લા કલેકટર ઘ્‍વારા શરતભંગની નોટિસોમાં ચાંચ જીલ્‍લા પંચાયતનાં ભાજપના સદસ્‍ય રેખાબેન કમલેશભાઈ મકવાણા તથા તેમના પરિવારના સભ્‍યોનાં નામ આવ્‍યા બાદ તંત્ર કેટલા દિવસમાં કાર્યવાહી કરે છે તે જોવાનું રહૃાું. તેમજ 40 દિવસ બાદ ભાજપના નેતાઓના નામ બહાર આવ્‍યા અત્‍યાર સુધી સરકારી તંત્ર આ નેતાઓને છાવરી રહી હતી અને ગામના ગરબ લોકોને નિશાને બનાવી રહી હતી.
આંદોલનકારી અશોકભાઈ ભાલીયા, ભાણાભાઈ ગુજરીયા અજયભાઈ શિયાળ, ગાંગાભાઈ હડિયા ઘ્‍વારા જીલ્‍લા કલેકટરનેરજુઆત કરવામાં આવી હતી કે, જે રાજકીય માથાઓના નામો શરતભંગમાં બહાર આવ્‍યા છે તેના ઘ્‍વારા પેશકદમી પણ કરવામાં આવી છે. આ અંગે થર્ડ પાર્ટી સર્વે કરવામાં અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામ લોકોને વહેલતકે ન્‍યાય આપવામાં આવે તેમજ ગામનાં લોકોની આર્થિક પરિસ્‍થિતિ અતિ દયનીય હોય ટંકનું લાવી ટંકનું ખાતા હોય આવી પરિસ્‍થિતિમાં પણ લોકો ન્‍યાય માટે ઝઝુમી રહૃાા છે. સરકાર ઘ્‍વારા આવા પરિવારોને સરકારી નિયમો મુજબ રોજગારી ચુકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
ઉપવાસ આંદોલન દરમિયાન ઉપવાસી મહિલા સોમલબેન ગુજરીયા અને મંગુબેન ધાપાની તબીયત લથડતા એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

અમરેલીની મહિલાઓ નેશનલ કાઉન્‍સિલ ઓફ કો-ઓપરેટીવ ટ્રેનિંગ અર્થે રવાના

અમરેલી, તા.4
સહકારી ક્ષેત્રે દેશમાં મહિલાઓ અગ્રેસર ભૂમીકા ભજવી રહેલ છે. જેને કારણે આ પ્રવૃતિ ગામડાઓ સુધી વિસ્‍તરી છે. મહિલા સંગઠન પણ સહકારી મંડળીઓ અને પ્રવૃતિમાં સામેલ થઈને સુઝબુજ દ્વારા આગળ વધુ રહી છે. સહકારી ક્ષેત્ર પણ મહિલાઓને આ અંગેની સમજણ અને તાલીમ આપવા તાલીમી કાર્યક્રમો યોજે છે. જેમાં મહિલાઓ હોશભેર જોડાય છે. કૌશલ્‍ય વિકાસ માટેની મહત્‍વપુર્ણ તાલીમ એવી એન.સી.સી.ટી. તાલીમમાં ભાગ લેવા ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીની બહેનો રવાના થતા તાલીમ કાર્યક્રમમાં મહિલાઓની જાગૃતિ જોવા મળી રહી છે.
સહકારી પ્રવૃતિની સફળતા, વિશેષતાઓ, ઉપયોગિતાઓ, સમસ્‍યાઓ, સિઘ્‍ધીઓ વિચારો અને અનુભવોતાલીમાર્થી બહેનોને જાણવા અંગેની તાલીમ એન.સી.સી.ટી.મહત્‍વપૂર્ણ તાલીમ છે જે તાલીમ મેળવવા સંસ્‍થાના મહિલા આગેવાનો ભાવનાબહેન ગોંડલીયા, અરૂણાબેન માલાણી, રેખાબેન માવદીયા તથા તરૂલતાબહેન વ્‍યાસ વિગેરે રવાના થયાનું અખબારી યાદીમાં જણાવાયેલ છે.

વીકટરમાં પાઈપલાઈન તૂટી જતાં પાણીનો વેડફાટ

રાજુલા તાલુકાના વિકટર ગામના નેસડા વિસ્‍તારની શેરી નં.-1 પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ થતા દરરોજ હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહયો છે. આ અંગે આ વિસ્‍તારના રહીશો દ્વારા ગ્રામપંચાયતનેજાણ કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી પાણીની પાઈપલાઈન રિપેર કરવામાં આવી નથી. પાણી લીકેજ થતાં રસ્‍તા પર ભરાણા છે તેમજ આ વિસ્‍તારના ગટરના પાણીના નિકાલ માટે પણ કોઈ વ્‍યવસ્‍થા ના હોવાના કારણે ગટરના પાણી તથા લીકેજ થતું પાણી રસ્‍તા પર ભરાણા છે. ગટરના પાણી ભરાતા દુર્ગંધ આવે છે. તેના કારણે રહીશો પણ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ અંગે તંત્ર કયારે જાગશે અને પાણીની કિંમત કયારે સમજે એ હવે આગામી દિવસોમાં ખબર પડશે ??

ચલાલા ગાયત્રી પરિવાર ર્ેારા બહેનોને કેરી ખવડાવાઈ

ચલાલામાં શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અનેક સેવાનાં કાર્યો થતા રહૃાા છે. જેમાંનું એક નવુ કાર્ય એટલે મંગળવારનાં દિવસે વિઠલદાદાની વાડીએ સત્‍સંગની સાથે કેરી ખવરાવવામાં આવી હતી જેમાં બે ટ્રેકટર ભરી વિધવા બહેનો તથા વૃઘ્‍ધાશ્રમમાં રહેતા વૃઘ્‍ધોને કેરીનાં પેકેટ તૈયાર કરી આપવામાં આવ્‍યા હતા. સાથે ટ્રેકટરની સેવા આપનાર મનસુખભાઈ વાઘાણી, હિંમતભાઈ સાસકીયા અનેકેશુભાઈ દોંગાનું મંત્ર પટ્ટો તથા દેવ સ્‍થાપનનો ફોટો અર્પણ કરી રતિદાદા ર્ેારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રતિદાદાએ બધા બહેનોને આનંદીત રહેવાનુ અને બધાને યાત્રા પ્રવાસમાં લઈ જવા માટેની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના વડા રતિદાદા, મનસુખભાઈ વાઘાણી, કેશુભાઈ દોંગા, મેહુલભાઈ તથા મંજુબાએ જહેમત ઉઠાવી હતી.

અવસાન નોંધ

અવસાન નોંધ
અમરેલી : બાજ ખેડાવાળ બ્રાહ્મણ નીતાબેન (ઉ.વ.49) તે નરેશભાઈ બાબુભાઈ મહેતાના ધર્મપત્‍ની તથા દેવજ અને જયદીપના માતુશ્રી અને જગદીશભાઈ અને હર્ષાબેનના ભાભીનું તા.ર/6ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.7/6ને ગુરૂવારના રોજ સંઘવી ધર્મશાળા,ક્રિષ્‍ના પેટ્રોલપંપ પાસે, સ્‍ટેશન રોડ, અમરેલી ખાતે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.
સાવરકુંડલા : બાઢડા ગોસ્‍વામી સમાજના શારદાબેન શિવગીરી ગોસ્‍વામી (ઉ.વ.90) તેઓ કૈલાસગીરી (ટીસી), કાશીગીરી, કૈલાસવાસી ભોળાગીરી તથા રમેશગીરીના માતુશ્રીનું તા.ર8/પના રોજ કૈલાસવાસ પામેલ છે. તેમનું શકિત પૂજન ભંડારો તા.7/6ને ગુરૂવારના રોજ સાંજના બાઢડા મુકામે રાખેલ છે.
અમરેલી : નીતાબેન (ઉ.વ.49) તે નરેશભાઈ બાબુભાઈ મહેતાના ધર્મપત્‍નિ તથા દેવજ અને જયદીપના માતુશ્રી અને જગદીશભાઈ, હર્ષાબેનના ભાભીનું તા.ર/6 ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.7/6 ને ગુરૂવારના રોજ સંઘવી ધર્મશાળા, ક્રિષ્‍ના પેટ્રોલપંપ પાસે, સ્‍ટેશન રોડ, અમરેલી ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

વાઘણીયા ગામે શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂણ્‍યતીથિએ શહીદને વીરાંજલી અપાઈ

બગસરા તાલુકાનાં નવા વાઘણીયા ગામનાં વતની વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીની નવમી પૂણ્‍યતિથિ ઉજવણી નિમિત્તે ઋષિકેશ રામાણી મેમોરીયલ ટ્રસ્‍ટ ર્ેારા મેન.ટ્રસ્‍ટી વલ્‍લભભાઈ રામાણીનાં માર્ગદર્શન હેઠળ વાઘણીયા ગામ સમસ્‍ત શોભાયાત્રા, સર્વરોગ નિદાન કેમ્‍પ, રકતદાન શિબિર, સુપ્રસિઘ્‍ધ લોકસાહિત્‍ય કલાકાર ઘનશ્‍યામભાઈ લાખાણીનાં ભવ્‍ય લોકડાયરો, મેજર શહીદ ઋષિકેશ રામાણીની પ્રતિમાને પુષ્‍પાંજલી તથા વીરાંજલીનાં અવિસ્‍મરણીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમારોહનાં પ્રારંભે શબ્‍દોથી સ્‍વાગત ગામનાં સરપંચ દક્ષાબેન બાબરીયાએ કર્યુ હતું તથા મેમોરિયલ ટ્રસ્‍ટની સેવા પ્રવૃતિમાં યોગદાન આપનાર દાતાનું ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, વલ્‍લભભાઈ રામાણી, અનિલભાઈ રાદડીયા, ભાવિક પેથાણી, જલ્‍પેશ બાંભરોલીયા, ધ્રુવ તોગડીયા તથા આમંત્રિત મહેમાનોનું સન્‍માનકરવામાં આવ્‍યું હતું. તથા ખોડલધામ સમિતિ-અમરેલી, સુરત સમિતિ, ઋષિકેશ રામાણી ટ્રસ્‍ટ આયોજક યુવા સમિતિ ર્ેારા મેને. ટ્રસ્‍ટી વલ્‍લભભાઈ રામાણીનંું સેવા પ્રવૃતિ બદલ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તથા ધારાસભ્‍ય જે. વી. કાકડીયા ર્ેારા લાઈબ્રેરી હોલ માટે રૂા.પાંચ લાખ તથા બગસરા તાલુકા પંચાયત ર્ેારા રૂા.પચીસ હજારની ગ્રાંટ જાહેર કરવામાં આવેલ હતી, મેજર શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂણ્‍યતિથિ નિમિતે ઉપસ્‍થિત લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલનાં પ્રમુખ લા. વસંતભાઈ મોવલીયા, રીટાયર્ડ લેફ. મેજર ગજેરા, વલ્‍લભભાઈ રામાણી વિ. મહાનુભાવોએ દીપ પ્રજવલ્‍લિત કરીને પુષ્‍પાંજલી કરીને શ્રઘ્‍ધાંજલી અર્પણ કરીને રાષ્‍ટ્રજોગ સંદેશો પ્રાસંગિક પ્રવચનમાં આપ્‍યો હતો. આ તકે અમદાવાદ, સુરત, નવસારી, વડોદરા, મુંબઈનાં ઔદ્યોગિક રત્‍નો, સહકારી આગેવાનો રૂા.પચીસ હજારનાં દાતા યાર્ડનાં ચેરમેન, ડાયરેકટરો, રાજસ્‍વી રત્‍નો તથા જિલ્‍લાભરના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા. હરેશ બાવીશીએ કર્યુ હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત વાઘણીયા ગામનાં ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

05-06-2018