Main Menu

Sunday, June 3rd, 2018

 

ટોડા ગામે પશુ બાંધવાની ગમાણમાંથી વિદેશી દારૂ ઝડપાયો

અમરેલી, તા.ર
લાઠી તાલુકાના ટોડા ગામે આવેલબસસ્‍ટેન્‍ડ પાસે રહેતા વિજય ઉર્ફે લાલો કાથડભાઈ બંધીયા નામના 3ર વર્ષીય ઈસમે પોતાના રહેણાંક મકાનમાં પશુઓને બાંધવા માટેની ગમાણમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલ નંગ-પપ કિંમત રૂપિયા ર0,300ની છુપાવેલ હોય, આ અંગે લાઠી પોલીસને બાતમી મળતાં પોલીસે ગઈકાલે રાત્રે દરોડો કરી વિદેશી દારૂ સાથે આરોપીને પણ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નારાયણગઢ ગામે હારજીતનો જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.ર
લાઠી તાલુકાના નારાયણગઢ ગામે રહેતા રાજુભાઈ ધીરૂભાઈ મેર, રાજુ લઘરાભાઈ ધોળકીયા, સગરા બધાભાઈ તથા જીતુ ગોવિંદભાઈ મેર વિગેરે ગઈકાલે બપોરે નારાયણગઢ ગામે જાહેરમાં પૈસા પાનાથી હાર-જીતનો જુગાર રમતા હોય, દામનગર પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. રર80ની મતા કબ્‍જે લઈ તમામને ઝડપી લીધા હતા.

છેલણાં ગામે ટ્રક અને એસ.ટી. બસ વચ્‍ચે થયો અકસ્‍માત


અભ્‍યાસ છોડી ખેતીકાર્ય કરનાર વિદ્યાર્થીનીએ પુનઃ અભ્‍યાસ શરૂ કર્યો

ધો. 1રમાં 94 પી.આર. મેળવી ગૌરવ વધાર્યુ
ધારી, તા. ર
ધો. 1રના રીઝલ્‍ટમાં જે વિદ્યાર્થીનીને ધોરણ-10 પછી ન ભણવાનું નકકી કરેલ. ધોરણ-11માં ન આવતા શાળાન આચાર્ય દવેએ તપાસ કરતા ન ભણવાનું જાણવા મળ્‍યું. થોડા દિવસ થતા તેમના વાલી જીતેન્‍દ્રભાઈ મળતા તેમણે કહયું સાહેબ તમે આવીને સમજાવો એક દિવસ મારી સ્‍કૂલની સામેજ તેમની વાડી છે. તે વિદ્યાર્થીની નૂતન જોટાણીયા વાડીમાં કામ કરતી હતી. મેં ત્‍યાં જઇ એટલું જ કહયું કે, બેટા તું તો ભણવામાં હોંશિયાર છો. બેટી પઢાવો અભિયાનને આગળ વધારવું છે ત્‍યાં તો નૂતન તુરંત જ ભણવા તૈયાર થઇ ગઇ અને વાડીએ એજ કહયું સાહેબ, તમારો વાડીનો ધકકો એળે નહીં જવા દવ કાલથી જ સ્‍કૂલે આવીશ. આમ તે મન લગાવી ભણવા લાગી આજે ધોરણ-1રનું રીઝલ્‍ટ આવતા તેમણે ગુજરાત સરકારના અભિયાનને શાળાના આચાર્ય દવેને અને માતા પિતા અને પુરા તાલુકાને અનોખી ભેટઆપી, તે વિદ્યાર્થીની નૂતન જોટાણીયાએ 94% પી.આર. મેળવી ખુબ જ ગૌરવ અપાવ્‍યું અને બેટી પઢાવો અભિયાનમાં પણ સાંકળ બની.

અમરેલીમાં સતત 1રમાં દિવસે ગ્રામીણ ડાક સેવકોની હડતાલ યથાવત

ધારાસભ્‍યો કે સાંસદ મુલાકાત લેતા નથી
અમરેલી, તા. ર
ગ્રામિણ ડાક સેવકોની હડતાલ આજે 1રમાં દિવસે પણ સજજડ બંધ રહી છે. કેન્‍દ્ર સરકાર ઈન્‍ડિયાને ડીઝીટલ ઈન્‍ડિયા કરવા માંગે છે, તથા ડિઝીટલ ઈન્‍ડિયા કરવા માટે ગ્રામિણ ડાક સેવકો પાયાનાં કર્મચારી છે. ડીપાર્ટમેન્‍ટ તથા સરકાર જાણે છે. તેમ છતાં ગ્રામિણ ડાક સેવકોનું શોષણ કરવામાં આવે છે. ગામડાનાં વિકાસની વાતો કરવામાં આવે છે, જયાં સુધી ગ્રામ્‍ય કક્ષાએ કામ કરતા નાના કર્મચારી તરફ અન્‍યાય કરવામાં આવે છે. ત્‍યાં સુધી ગ્રામ્‍ય કક્ષાએ વિકાસ શકય નથી. ટારગેટનાં નામે ગ્રામિણ ડાક સેવકોને ખાતા ખોલવા વિગેરે કામો રાત-દિવસ કરવા છતાં તેમનો જશ મોટા અધિકારીઓ લઈ જાય છે. વાસ્‍તવમાં ગામડામાં ગ્રામિણ ડાક સેવકો નવા ખાતા ખોલવા – આર.પી.એલ.આઈ. વિમો લેવો આર.ડી. ટીડી સુકન્‍યા યોજના, અટલ પેન્‍શન યોજના જેવાં અનેક ખાતાઓ ખોલે છે. આમગ્રામિણ ડાક સેવકો ખૂબજ ખંચ અને વફાદારી પૂર્વક ફરજ બજાવતા હોવા છતાં કમલેશચંદ્ર કમિટીનો રીપોર્ટ લાગુ કરવા ઠાગાઠૈયા કરે છે. 1ર દિવસ થવા છતાં સ્‍થાનિક સંસદસભ્‍ય કે, ધારાસભ્‍ય પણ નાના કર્મચારીની છાવણીની મુલાકાત પણ લેતા નથી તે ખૂબજ દુઃખદ કહેવાય.

રામપુર (તોરી) ગામે તેલનાં ઘાણાનાં પાર્ટસની ચોરી થતાં ફરિયાદ

અમરેલી, તા. ર
વડીયા તાલુકાનાં રામપુર (તોરી) ગામે રહેતાંસુધીરભાઈ ભીમાભાઈ કણસાગરા નામનાં યુવકનાં ઘાણા પાસે ગઈકાલે રાત્રીનાં સમયે રાખેલ અલગ અલગ પાર્ટસ તથા ઈલેકટીક મોટર નંગ-1 મળી કુલ રૂા.18 હજારનાં મુદ્યામાલની કોઈ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હનુમાન-ખીજડીયા પાસે ખાનગી કાર ચાલકને માર મારી ઈજા

અમરેલી, તા. ર
અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર રહેતાં વિપુલભાઈ દશરથભાઈ પડસાળા નામનાં ર7 વર્ષિય યુવક ગઈકાલે સવારે પોતાની કાર લઈ અમરેલી જેટકોનાં અધિકારી જે.એચ. આહીરને લઈ અને હનુમાન ખીજડીયા ગામે ગયા હતા ત્‍યારે આ અધિકારી ત્‍યાં ચાલતાં 66 કે.વી.નાં બાંધકામ તપાસવા ગયા ત્‍યારે પાછળથી જુનાગઢ ગામે રહેતાં અને કોન્‍ટ્રાકટરનું કામ કરતાં જયેશ સોલંકીએ આ કાર ચાલક વિપુલભાઈને કહેલ કે તું સાહેબને શા માટે અહીં લાવેલ છો ? તેમ કહી વાળ પકડી આડેધડ ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ પોલીસમાં       નોંધાવી છે.

પલંગ ઢાળવા બાબતે દેરાણી સાથે બોલાચાલી થતાં જેઠાણીએ ફીનાઈલ પીધું

અમરેલી, તા. ર
અમરેલીનાં બહારપરા વિસ્‍તારમાં રહેતાં શાંતાબેન છગનભાઈ બગડા નામનાં 4પ વર્ષિય મહિલાને ગઈકાલે રાત્રે પોતાની દેરાણી લીલાબેન સાથે સળંગ ઓસરીમાં પલંગ ઢાળવા જેવી સામાન્‍યબાબતે બોલાચાલી થતાં તેણીને લાગી આવતાં ફીનાઈલ પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ હતા.

પચપચીયા ગામની તરૂણીએ અગમ્‍ય કારણોસર દવા ગટગટાવી

અમરેલી, તા. ર,
ખાંભા તાલુકાનાં પચપચીયા ગામે રહેતી જયોતિબેન નામની 17 વર્ષિય તરૂણીએ ગઈકાલે સવારે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે ખાંભા સરકારી દવાખાને ખસેડવામાં આવતાં ફરજ પરનાં તબીબે તેણીને મૃત જાહેર કર્યાનું તેણીનાં ભાઈએ પોલીસમાં જાહેરકર્યુ છે.

બાબરાનાં કરીયાણા માર્ગ ઉપર રહેણાંક મકાનમાં ઘુસીને પ શખ્‍સોએ કરી લૂંટ

અમરેલી, તા. ર
બાબરા ગામે કરીયાણા રોડ ઉપર રહેતાં ગોવાભાઈ કાળાભાઈ મારૂ નામનાં 83 વર્ષિય વૃઘ્‍ધનાં મકાનમાં ગઈકાલે સવારે બાબરા ગામે રહેતાં વિનુભાઈ માલાભાઈ મારૂ, નાનજીભાઈ માલાભાઈ મારૂ, લાલજીભાઈમાલાભાઈ મારૂ, સુરેશ નાનજીભાઈ મારૂ તથા જયુભાઈ ભુપતભાઈ મારૂ વિગેરેએ અગાઉનાં મનદુઃખનાં કારણે એક સંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી વૃઘ્‍ધ તથા પરિવારનાં લોકોને ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી રોકડ રકમ રૂા.8 હજાર તથા સોનાનાં ચેઈનની લૂંટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યા અંગેની ફરિયાદ બાબરા પોલીસમાં ગોવાભાઈ મારૂએ નોંધાવી છે.

અમરેલી પાલિકા અને પુરવઠા વિભાગનાં કૌભાંડની તપાસ શરૂ

આરટીઆઈ એકટીવીસ્‍ટની રજુઆત બાદ મુખ્‍યમંત્રીએ કર્યો આદેશ
અમરેલી પાલિકા અને પુરવઠા વિભાગનાં કૌભાંડની તપાસ શરૂ
આગામી દિવસોમાં યોજાનારા સ્‍વાગત કાર્યક્રમમાં પ્રશ્‍નો સામેલ કરવા કરાયો આદેશ
અમરેલી, તા. ર
અમરેલી રેશનીંગ કૌભાંડ ભીનું સંકેલવાના અને અમરેલી નગરપાલિકાની ગ્રાન્‍ટો અંગત હિતાર્થે તેમજ અમરેલી ઓજી વિસ્‍તારની ગ્રાન્‍ટ નેતાઓના ખેતર સુધી સી.સી. રોડ બનાવવા માટે વાપરી પ્રજા સાથે છેતરપીંડી કરી અંગત લાભો લઈ કૌભાંડ આચરેલ બાબતે તપાસ અંગેગુજરાત મુખ્‍યમંત્રીનો આદેશ.
અમરેલી જીલ્‍લામાં વર્ષોથી પેધી ગયેલ રેશનીંગ માફિયા ઘ્‍વારા દર મહિને કરોડોનું કૌભાંડ રેગ્‍યુલર આચરતા હોઈ તે બાબતે અમરેલીના જાગૃત્ત નાગરિક આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયા તેમજ હિતેશ સેંજલીયા ઘ્‍વારા સંપૂર્ણ આધાર પુરાવા સાથે રેશનીંગ કૌભાંડને ખુલ્‍લુ કરવામાં આવેલ અને તે અંગેની લેખીત ફરિયાદો જે તે વિભાગ અને મુખ્‍યમંત્રીને કરવામાં આવેલી કે સુરત અને અમરેલી બંને ગુજરાતના શહેરો હોવા છતાં એક જ સમયગાળામાં બંને જગ્‍યાએ રેશનીંગ બાબતની એક જ પ્રકારની અને એક સરખી કાયદાકીય કલમો હોવા છતાં સુરતમાં રેશનીંગ માફીયાઓને આજદિન સુધી રેગ્‍યુલર જામીન પણ મળેલ નથી અને અમરેલીમાં આગોતરા જામીન આસાનીથી અને ઝડપથી મળી ગયેલ હોય. તો એક જ રાજયમાં અલગ-અલગ કાયદો પ્રવર્તે છે કે કેમ તે અંગેની ફરિયાદો કરવામાં આવેલ. તેના જવાબરૂપે મુખ્‍યમંત્રી કાર્યાલય ઘ્‍વારા કલેકટર અમરેલીને જુન માસમાં યોજાનાર જીલ્‍લા સ્‍વાગત કાર્યક્રમમાં પ્રશ્‍નો સામેલ કરી નિકાલ કરવા અને થયેલ કાર્યવાહીની ઓનલાઈન ડેટા એન્‍ટ્રી કરી જવાબ મુખ્‍યમંત્રીની કાર્યાલયને પહોંચતો કરવા આદેશ કરેલો છે.
અને આવી જ રીતે અમરેલી નગરપાલિકા ઘ્‍વારા રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની વિવિધ ગ્રાન્‍ટો અંગત હિતાર્થે વાપરીભ્રષ્‍ટાચાર આચરી કૌભાંડો અંગેના આધાર પુરાવા સાથે મુખ્‍યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરેલી. તે બાબતે મુખ્‍યમંત્રી ઘ્‍વારા જુના-ર018નાં સ્‍વાગત કાર્યક્રમમાં પ્રશ્‍નોનો નિકાલ કરવા અને થયેલ કાર્યક્રમની ઓનલાઈન એન્‍ટ્રી કરવા મુખ્‍યમંત્રીની કાર્યાલય ઘ્‍વારા કલેકટર અમરેલીને આદેશ કરવામાં આવેલ છે.

અમરેલીમાં પિયરગૃહે રહેલી ગઢડાની પરિણીતાએ આત્‍મહત્‍યા કરી

સાસરીયાઓનાં બેહદ ત્રાસથી
અમરેલીમાં પિયરગૃહે રહેલી ગઢડાની પરિણીતાએ આત્‍મહત્‍યા કરી
અમરેલી, તા. ર
ગઢડા ગામે રહેતાં લાભુબેન મધુભાઈ જમોડની પુત્રી કૈલાસબેનનાં લગ્ન અમરેલી ખાતે થયા બાદ થોડા દિવસો પછી તેણીનાં પતિ રોહિત જગદિશભાઈ મકવાણા, સાસુ, સસરા, નણંદ વિગેરે પરિણીતાનાં દાગીના ઉતારી લઈ પિયરમાંથી પૈસાની માંગણી કરી પરિણીતાને મરી જવા મજબુર કરતાં તેણીએ સળગી જઈ આપઘાત કરી લેતાં તેણીનાં સાસરીયા વાળા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અચ્‍છે દિન : લીલીયા પંથકમાં અસહૃા ગરમી બાદ ધોધમાર ર ઈંચ વરસાદ

લીલીયા, તા. ર
લીલીયા શહેર સહીત સમગ્ર પંથકમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો. બપોરની અસહૃા ગરમી બાદ ધુળની ડમરીઓ અને ગાજવીજ સાથે ધમાકેદાર મૌસમનાં પ્રથમ વરસાદે એન્‍ટ્રી કરી ર ઈંચ જેટલો વરસાદ પડી જતાં જન જીવન સાથે બૃહદગીર વિસ્‍તારનાં વાઘણીયા, ટીબડી, ભોરીંગડા, કુતાણા, ક્રાંકચ, નાનાલીલીયા સહીતમાં ધોધમાર વરસાદ પડતા સિંહો સહીતનાં વન્‍ય પ્રાણીઓએ પણ ગરમીથી છૂટકારો મેળવ્‍યો હતો. શહેરની મેઈન બઝાર નાવલી બઝારમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સૌએ વરસાદનો આનંદ લીધો હતો.

મેઘા રે મેઘા : ભારે ગરમીમાં રાહત આપતાં મેઘરાજા

અમરેલી જિલ્‍લામાં મોંઘેરા મહેમાન મેઘરાજાનું આગમન
મેઘા રે મેઘા : ભારે ગરમીમાં રાહત આપતાં મેઘરાજા
ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશયી થયા અને છાપરા પણ ઉડી ગયા
વરસાદનો પ્રારંભ થતાં જ પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્‍યો
અમરેલી, તા. ર
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લાની જનતા છેલ્‍લા કેટલાય દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહી હતી. ત્‍યારે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ સતત 1 કલાક સુધી ભારે પવન ફુંકાયા બાદ અમરેલી જિલ્‍લાનાં ગ્રામ્‍ય વિસ્‍તારો સાવરકુંડલા, લીલીયા તથા લાઠી પંથકમાં વરસાદી ઝાપટા પડયા હતા અને અષાઢી માહોલ છવાયો હતો.
અમરેલી જિલ્‍લામાં બપોરે 3 વાગ્‍યા બાદ ભારે પવન ફુંકાયો હતો. કંઈક લોકોના ઘરના છાપરા અને  નળીયા ઉડયા હતા. ઝાડની ડાળીઓ પણ તુટી અને રોડ ઉપર પડી હતી તો ભારે પવનનાં કારણે શહેરનાં માર્ગો ઉપર કચરાનાં ઢગ છવાયા હતા.
અમરેલી શહેરનાં વરસડા રોડ બાયપાસ ઉપર પણ ધીમી ધારે વરસાદ પડી રહૃાો છે. તો અમરેલી-સાવરકુંડલા રોડ પર આવેલ ગોખરવાળાથી સાવરકુંડલા સુધી ભારે વરસાદ પડયાનાં અહેવાલો મળી     રહૃાા છે.
લીલીયા તથા આજુબાજુનાં વિસ્‍તારોમાં પણ કેટલીક જગ્‍યાએ વરસાદ પડી રહૃાાનાં અહેવાલો મળી રહૃાાં છે.
અમરેલીશહેરમાં પણ સાંજના સાડા પાંચ વાગ્‍યાનાં સમયે ધીમી ધારે વરસાદ પડી રહૃાો છે. થોડા વરસાદે કીચડ વધુ અને લોકો ગરમીથી રાહત મળે તેવો વરસાદ પડે તેવું ઈચ્‍છી રહૃાું છે.

ધારીમાં કડાકા-ભડાકા સાથે મેઘાની પધરામણીથી ઠંડક પ્રસરી

ગીર કાંઠાનાં વિસ્‍તારમાં વાતાવરણ મસ્‍ત બન્‍યું
ધારી, તા.ર
ધારી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠેર ઠેર વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી હતી.
પ્રાપ્‍ત વિગતો મુજબ ધારી સહિત તાલુકાના અનેક ગામોમાં સાંજે કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી જતાં ભારે ગરમી અનુભવાતા લોકોને રાહત થવા પામી હતી. ધારીના ફતેગઢ, ગઢીયા, વિરપુર વગેરેમાં પણ વરસાદ વરસ્‍યો હતો.
ધારીમાં અડધો કલાક વરસેલા વરસાદે રોડ પર પાણી ફરી વળ્‍યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સાવરકુંડલામાં પ્રથમ વરસાદે જળાશય ભરાઈ ગયું

નાવલી નદીમાં પુર આવતાં શહેરીજનો ટોળે વળ્‍યાં
સાવરકુંડલામાં પ્રથમ વરસાદે જળાશય ભરાઈ ગયું
મારૂતીવાન પાણીમાં તણાઈ ગયું તો એક ગાયનું પણ મૃત્‍યુ થયું
સાવરકુંડલા, તા. ર
પ્રથમ વરસાદે ગાયત્રી મંદિર પાસેનો ડેમ ભરાઈ જતા તેને જોવા લોકો ઉમટી પડેલ અને નાવલી નદીમાં પાણી આવતાં શાક માર્કેટ સાફ થઈ ગયેલ છે.
નાવલી નદીમાં એક જ વરસાદથી ગંદકી સાફ થઈ ગયેલ છે. નાવલી નદીમાં કેબીનમાં ધંધો કરતાં વેપારીઓને ભારે નુકશાન થયેલ છે. પોતાની કેબીનમાં માલ ફેરવવાનો પણ સમય ન મળતાં વેપારીઓનો માલ પલળી જવા પામેલ અને પત્રા, વાસ, કંતાન,  માલસામાન તણાઈ જવા પામેલ.
મેઈનબજારમાં ર ફૂટ જેટલું પાણી વહી જતાં નીચાણ વાળી દુકાનમાં પાણી ભરાઈ ગયેલ. અંદાજે 100 જેટલા વેપારીઓને ભારે નુકશાન થવા પામેલ છે. વેપારીઓનો માલ- સામાન -કેબીનો નાવલી નદીમાંતણાઈ જવા પામેલ છે. લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે. તેમજ એક ગાય પણ તણાઈ જવા પામેલ. જીવદયા પ્રેમીઓએ બચાવવા મહેનત કરેલ પણ પાણી સામે હીંમત હારી જતા ગાયનું મૃત્‍યુ થયેલ.
સાવરકુંડલામાં પ્રથમ વરસાદ ઈશાન ખુણામાંથી અને શુભ ચોઘડીયે પડતાં ચોમાસાનાં સારા સંકેત આપેલ છે.
નગરપાલીકાએ તેમની બચાવ ટીમ તૈનાત રાખેલ છે. મામલતદાર જાલાવડીયાભાઈ તથા હીરપરાભાઈએ પણ અપીલ બહાર પાડી નીચાણવાળા વિસ્‍તારો ખાલી કરવાની જાહેરાત કરેલ છે.

ચલાલામાં પવનની ડમરી સાથે એક ઈંચ વરસાદ ખાબકયો

ચલાલા, તા.ર
ચલાલામાં સાંજના પાંચ વાગ્‍યા સુધી ધીમે ધકતો તડકો અને બફાટા વચ્‍ચે એકાએક વાતાવરણમાં બદલાવ આવતા જોરદાર પવનની ડમરી સાથે વિજળીના કડાકા અને ભડાકા વચ્‍ચે ભારે વરસાદ વરસવાનું ચાલુ થતા એક કલાકમાં અંદાજે એકઈચ વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંકક ફેલાયેલ હતી. શહેરમાં પહેલો જ વરસાદ પડતા અને જોરદાર પવનની ડમરી ચાલુ થતા થોડો ટાઈમ અફડા – તફડીનો માહોલ જોવા મળેલ હતો. ભારે પવનથી શહેરમાં એક પીપરનું ઝાડ ધરાશયી થયું હતું. અને લીંમડાની ડાળીઓ પડી ગયેલ હતી. નિચાણવાળા અનેક વિસ્‍તારમાં પાણી ભરાયાની ફરિયાદ જોવા મળી હતી. ભારે પવન અને વરસાદ થતા બે કલાક વીજળી પુરવઠો ખોરવાઈ ગયોહતો. એકદંરે વાતાવરણમાં ઠંડક થઈ જતા શહેરીજનોમાં આનંદ જોવા મળેલ હતો. નિચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા – પાણીના નિકાલ માટે નગરપાલીકાની ટીમ, ચિફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્‍યો જે તે વિસ્‍તારમાં જેસીબી, ટ્રેકટર સાથે જઈ પાણીના નિકાલની વ્‍યવસ્‍થા કરી હતી.

અમરેલી જિલ્‍લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વ્‍યાપક પ્રમાણમાં નુકશાન

અમરેલી, તા. ર
અમરેલીમાં બપોર બાદ ભારે પવન ફુંકાતા ઝાડ અને વીજપોલ તથા વીજવાયરને ભારે નુકશાન થવા પામ્‍યું છે. અમરેલી તથા આજુબાજુનાં વિસ્‍તારોમાં અનેક વીજપોલ ધરાશયી થવા પામ્‍યાછે. જેને લઈ અમરેલી સહિતનાં વિસ્‍તારોમાં સલામતી માટે થઈ પાવર બંધ કરી દેવામાં આવ્‍યો છે.
અમરેલી જિલ્‍લામાં આજે ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક વૃક્ષો ધરાશયી થવા પામ્‍યા છે. જેને લઈ વીજ કંપનીને પણ નુકશાન થવા પામ્‍યું છે. વીજ અધિકારીનાં જણાવ્‍યા અનુસાર હાલમાં અમરેલી જિલ્‍લાનાં ર1 પેટા વિભાગોમાં નાની-મોટી નુકશાની પવનનાં કારણે થતાં સલામતીનાં કારણે વીજ પુરવઠો બંધ કરાયો છે. અને જયાં પણ જરૂરીયાત જણાય ત્‍યાં યુઘ્‍ધનાં ધોરણે સમારકામની પણ કામગીરી શરૂ કરી દેવા આદેશો અપાયા છે.
અમરેલી શહેર નજીક આવેલ માંગવાપાળ તથા મોટા આંકડીયા રોડ ઉપર વૃક્ષોને કારણે વીજ વાયરને નુકશાન થયાનું જાણવા મળી રહૃાું છે. અમરેલી શહેર સહિત સમગ્ર વિસ્‍તારમાં લાઈટની કામગીરી અને વીજ પુરવઠો પૂર્વવ્રત થાય તે માટે કામગીરી શરૂ કરી દેવાયાનું પણ જાણવા મળી રહૃાું છે.

03-06-2018