Main Menu

Saturday, June 2nd, 2018

 

અંટાળીયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં 1નું મોત

અમરેલી, તા.1
લીલીયા તાલુકાના અંટાળીયા ગામે રહેતા અને સીમમાં વાડી ધરાવતા ધીરૂભાઈ ડાયાભાઈ કિકાણી ગઈકાલે સાંજના સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર પોતાના ઘર તરફ આવતા હતા ત્‍યારે ફોર વ્‍હીલ નંબર જી.જે.પ સી.ઈ. 3881ના ચાલકે મોટર સાયકલને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરતાં ધીરૂભાઈને સારવાર માટે દવાખાને ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત થયાની ફરિયાદ લીલીયા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ છે.

બાબરા ગામે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી પ શખ્‍સોએ છરી બતાવી લૂંટ ચલાવી

બાબરા, તા. 1
બાબરા ગામે રહેતાં વિનુભાઈ માલાભાઈ મારૂ નામનાં 4ર વર્ષિય વેપારીને અગાઉનાં મનદુઃખનાં કારણે શંકા રાખી આજે સવારે બાબરા ગામે ગોવાભાઈ કાળાભાઈ મારૂ, ભરતભાઈ ગોવાભાઈ મારૂ, હીતેશભાઈ ગોવાભાઈ મારૂ, ખીમજીભાઈ ગોવાભાઈ મારૂ તથા યુનિકભાઈ ખીમજીભાઈ મારૂ વિગેરેએ આજે સવારે 8 વાગ્‍યાનાં સમયે વિનુભાઈનાં મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી છરી વડે ઈજા પહોંચાડી તથા ખીમજીભાઈએ રીવોલ્‍વરથી ભડાકે દેવાની ધમકી આપી ખીસ્‍સામાંથી રૂા.રપ હજાર રોકડા તથા સોનાનાં ચેઈનની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ બાબરા પોલીસમાંનોંધાવી છે.

છેલણા ગામે જુગાર રમતાં 4 શખ્‍સો રૂા. 104ર0ની મત્તા સાથે ઝડપાયા

અમરેલી, તા. 1
જાફરાબાદ તાલુકાનાં છેલણા ગામે રહેતાં ઉકાભાઈ લાખાભાઈ મકવાણા, રણછોડભાઈ ભીખાભાઈ જેઠવા તથા લોર ગામે રહેતાં મનુભાઈ ભીખાભાઈ ચાવડા તથા ચીથરભાઈ ગોવિંદભાઈ કલસરીયા વિગેરે છેલણા ગામે ગઈકાલે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.104ર0ની મતા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો હડતાલમાં ન જોડાયા

દૂધ, શાકભાજી, અનાજ અને કઠોળનું વેચાણ યથાવત
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો હડતાલમાં ન જોડાયા
અમરેલી, તા. 1
આજે દેશનાં અનેક રાજયોમાં ખેડૂતોએ દૂધ, શાકભાજી, અનાજ અને કઠોળનું વેચાણ બંધ કરીને આગામી 10 જુન સુધી હડતાલ શરૂ કરી છે. જો કે ગુજરાતમાં તેની કોઈ અસર જોવા મળી નથી.
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને દૂધ, શાકભાજીનાં જથ્‍થાનું વેચાણ ન કરવાં ખેડૂત સમાજે ગઈકાલે અનુરોધ કર્યો હતો. જેની અસર જોવા મળી ન હોય આજે પુનઃ ખેડૂત સમાજે ખેડૂતો જોગ નિવેદન આપેલ છે.
જેમાં જણાવેલ છે કે, ગુજરાતના ખેડૂત ભાઈઓ જાગો, જાણો અને સ્‍વૈચ્‍છાએ આજના ભારતભરના ગામડા બંધના આંદોલનમાં જોડાઈને આપણે આપણી તાકાતનો પરચો બતાવી દઈએ. 1 જૂનથી 10 જૂન હરિયાણા, રાજસ્‍થાન,ઉત્તરપ્રદેશ, મહારાષ્‍ટ્ર, મઘ્‍યપ્રદેશનાં ખેડૂતો દૂધ અને શાકભાજી નહી વેંચવાની હડતાલ પાડવાના છે. એમના જે મુદાઓ છે એ જ આપણી પણ માંગણીઓ છે. એમને તો એમની સરકાર બહાર નીકળીને બોલવા દે છે પણ આપણને આપણી સરકાર તો આપનો હકક માંગવા માટે નીકળવા જ નથી દેતી. નીકળીએ તો પોલીસને આગળ કરીને પોલીસ પાસે ધોકા મરાવે છે. દેશનાં આટલા રાજયો હડતાલ પાડતા હોય તો આપણેય જોડાવું જોઈએ એવો મારો મત છે. આ આંદોલનનાના નેતા તમે પોતે જ છો અને આંદોલનને સ્‍વયંભુ ચલાવીને આપણે આપણા હકકની માંગણી કરીએ.
આપણી માંગણીઓ આ મુજબની છે કે, કૃતિ નીતિ બને, ગુજરાતના ખેડૂતોનું નાનુ-મોટુ, લાંબા-ટૂંકા ગાળાનું તમામ દેવું માફ કરે, ટેકાના ભાવ ખેડૂતો સાથે ચર્ચા કરીને નકકી કરે ઉઠા ના ભણાવે, કર્ણાટક અને રાજસ્‍થાનની જેમ દૂધ ઉપર લિટરે પ રૂપિયા સબસીડી આપે, ખેતી માટે 16 કલાક વીજળી આપે, ખરીદી માટે કાયમી વ્‍યવસ્‍થા ઉભી કરે, રોકડા પૈસા ચૂકવે, સહકારી માળખાને મજબૂત કરે, પાકવીમાના પૈસા તરત ચુકવવાની વ્‍યવસ્‍થા કરે, સરકાર પોતે પાક વીમો લે કંપનીઓ નહી, જમીનના રીસર્વેમાં થયેલી ભુલો તરત સુધારી આપે, ઉદ્યોગોને બદલે જમીન વગરના અને ટૂંકી જમીનવાળા નાના ખેડૂતોને જમીન આપે, સૌરાષ્‍ટ્રની અંદર જેજંગલ ખાતાઓ ખેડૂતો સામે લુખ્‍ખાગીરી કરી રહૃાા છે તેમની તપાસ કરીને કાયદાકીય પગલા ભરવા.
આપણે આપણી માંગણીઓ લઈને આ આંદોલનમાં જોડાઈશું તો સૌની સાથે આપણું ભલું થશે. એટલે તમે પણ આંદોલનમાં જોડાઓ અને બીજા ભાઈઓને આ આંદોલનની માહિતી આપીને આંદોલનને સફળ બનાવીએ. ઘર બહાર જવાનું નથી ઘરની વસ્‍તુ ઘરે વાપરીશુ તો ખોટ તો નહી જાય બાળકો ખાશે. જોડાવું છે ? જોડાશો ? અને જોડાજો તેમ અંતમાં જણાવેલ છે.

જમીન અંગેનાં મનદુઃખનાં કારણે યુવકને મારી નાંખવાનાં ઈરાદે દવા પીવડાવી દીધી

અમરેલી, તા. 1
બાબરા તાલુકાનાં કરીયાણા ગામે રહેતાં વિપુલભાઈ સોમાભાઈ ડાભી નામનાં 30 વર્ષિય યુવકે અનુ.જાતી મંડળીની જમીન કરીયાણા ગામનાં લાલજીભાઈએ જમીન વાવવા રાખેલ હતી. આ જમીન કરીયાણા ગામનાં લાલજીભાઈ જયરામભાઈ વાટુકીયા પાસેથી આ યુવકે અરધા ભાગે જમીન વાવવા રાખેલ હતી. જેથી આ યુવક તે વાડીએસરસામાન રાખી રહેતાં હોય, ત્‍યારે આ લાલજીભાઈએ જમીન વાવવાની ના પાડી યુવકનો સામાન બાબરા ગામે રહેતાં મુકાભાઈનાં ટ્રેકટરમાં ભરીને આ યુવકને માર મારી, મારી નાંખવાનાં ઈરાદે નાનજીભાઈ મારૂ તથા મુકાભાઈએ હાથ પકડી રાખી અને લાલજીભાઈએ પરાણે ઝેરી દવા પીવડાવી યુવકને મારી નાંખવાનીકોશીષ કર્યાની ફરિયાદ બાબરા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.

બારપટોળી ગામે ભટકાવવા જેવી સામાન્‍ય બાબતે આડેધડ માર માર્યો

અમરેલી, તા. 1,
રાજુલા તાલુકાનાં કાનજીભાઈ અમરાભાઈ જીતીયા ગઈકાલે સાંજનાં બાપા સીતારામનાં ઓટલે ઉભા હતા ત્‍યારે અલ્‍તાફભાઈ યુનુસભાઈ નાગરીયા સાથે ભટકાય જતાં જે બાબતે કાનજીભાઈએ પૂછતાં અલ્‍તાફભાઈ તથા હુસેનભાઈ રહીમભાઈ નાગરીયાએ ઉશ્‍કેરાઈ જઈ અને તેમને ગાળો આપી આડેધડ માર મારી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્‍દો બોલી, ઈજા કર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતાં વિભાગીય પોલીસ વડા આર.એલ. માવાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલીનાં બહારપરામાં બંધ મકાનમાંથી 6 વાછરડા બચાવી લેવાયા

અમરેલી, તા.1
અમરેલીના બહારપરા ખાટકીવાડમાં રહેતા હાજી ઈસ્‍માઈલભાઈ સોલંકી નામના 6ર વર્ષીય વૃઘ્‍ધના મકાનમાં ગેરકાયદેસર અને ઘાસચારા કે પાણીની વ્‍યવસ્‍થા વગર ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા અને કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલા ગૌવંશના વાછરડા જીવ નંગ-6ને પોલીસે દરોડો કરી બચાવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સીટી પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ ગંભીરસિંહએ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વહીવટીતંત્રમાં થઈ રહેશે, જોઈશું અને કરીશુંનો માહોલ

અપૂરતા કર્મચારીઓ અને અધિકારીઓથી સમગ્ર તંત્ર ઠપ્‍પ થયું
વહીવટીતંત્રમાં થઈ રહેશે, જોઈશું અને કરીશુંનો માહોલ
જનતા જનાર્દનને સામાન્‍ય કામ કરાવવામાં પણ મહિનાઓ સુધી ધક્કા ખાવા પડે છે
અમરેલી, તા. 1
અમરેલી જિલ્‍લાનાં વહીવટી તંત્રમાં ભભસાપ સુંઘી ગયો હોયભભ તેમ નિરાશા અને નિષ્‍ક્રીયતાનો માહોલ જોવા મળી રહૃાો છે. મોટાભાગનાં અધિકારીઓ થઈ રહેશે, જોઈશું, કરીશું, વિચારીશું, સરકારમાં પૂછી લઈશું જેવો શબ્‍દ પ્રયોગ કરી રહૃાાનું જાણવા મળેલ છે.
અમરેલી જિલ્‍લાનાં મહેસુલ, પોલીસ, પંચાયત, આરટીઓ, એસ.ટી., પાલિકા સહિતની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની ખાલી જગ્‍યા હોવાથી એક કર્મચારી કે અધિકારી પાસે 3 થી 4 ટેબલનાં ચાર્જ હોવાથી તેઓ પર કામનું ભારણ વધી જાય છે. અને આથી, તેઓ કયું કામ કરવું તેની ચિંતામાં એક પણ કામ કરી શકતા નથી અને જનતા જનાર્દન પરેશાન થઈ રહી છે.
કોઈ અરજદાર અરજી કરે તો મહિનાઓ સુધી જવાબ આપવામાં આવતો ન હોવાની ફરિયાદ પણ ઉભી થઈ રહી છે. અને સામાન્‍ય કામ માટે મહિનાઓ સુધી ભટકવું પડે છે.
જિલ્‍લાનાં નેતાઓ વિકાસ કાર્યોમાં વ્‍યસ્‍ત હોવાથી સરકારી બાબુઓને કોઈ પૂછવાવાળુ નથીતે પણ હકીકત છે.

પીપાવાવ પોર્ટની જેટી ઉપર બસ અટકાવી મજૂરોને ટાંટીયા ભાંગી નાંખવા ધમકી

અમરેલી, તા. 1
રાજુલા તાલુકાનાં પીપાવાવ ગામે આવેલ જાફરાબાદનાં મોટા ઉંચાણીયા ગામે રહેતાં ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ શીયાળ નામનાં 33 વર્ષિય યુવકનું કામ જેટી ઉપર ચાલતું હોય, તેકામ અટકાવવા માટે થઈ રાકેશભાઈ ગરણીયા, આતાભાઈ રામપરા, ગામનાં બે અજાણ્‍યા માણસોએ ગત તા.30 નાં રાત્રે સફેદ ફોરવ્‍હીલમાં આવી લોજીપાર્ક પાસે આ યુવકની બસ અટકાવી મજૂરોને ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપતાં આ અંગે પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલીનાં નવા ખીજડીયા ગામે સામાન્‍ય બાબતે માથાકુટ થતાં સામસામી ફરિયાદ

અમરેલી, તા. 1
અમરેલી તાલુકાનાં નવા ખીજડીયા ગામે રહેતાં નિકુલભાઈ રમેશભાઈ માંડણકા નામનાં ર8 વર્ષિય યુવક તે જ ગામે રહેતાં મગનભાઈ મનજીભાઈ માંડણકાએ જેસીબી મશીનથી નવા ખીજડીયા ગ્રામ પંચાયતનાં પાણીના સંપની ઈલેકટ્રીક મોટરનો વાયર તોડી નાંખતાં નુકશાન કરેલ હોય જેથી ઠપકો આપવા જતાં આ મગનભાઈને સારૂ નહી લાગતાં તેમણે આ યુવકને ગાળો આપી પાઈપ મારવા જતાં મોટર સાયકલ આડુ ધરી દેતાં મોટર સાયકલને નુકશાન થતાં તથા ઈલેકટ્રીક મોટરનાં વાયરને રૂા.ર00નું નૂકશાન કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવી છે.
તો સામાપક્ષે મગનભાઈ રમેશભાઈ માંડણકાએ પણ ભાવેશભાઈ ગોરધનભાઈ, નિકુલભાઈ રમેશભાઈ જીવનભાઈ ગોરધનભાઈ સામે ધોકા તથા લાકડી વડે આડેધડ માર માર્યાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની સામી ફરિયાદ નોંધાવીછે.

બગસરા એસ.ટી. ડેપોમાં બેસવાની સુવિધામાં વધારો કરો

બગસરા, તા. 1
હાલ બગસરા એસ.ટી. ડેપો જે જુનો હતો તે ઘ્‍વંશ કરી નવો ડેપો બનાાવવાની કામગીરી ચાલું છે. પરંતુ હાલ મુસાફરોને બેસવા માટે 1 પ્‍લેટફોર્મ જેટલી જગ્‍યા ધરાવતું વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા માટે માત્ર 1 પતરાનું છાપરૂ બનાવેલ છે. આ છાપરામાં પુછપરછ ઓફીસ પણ આવી જાય છે. જેથી કરીને મુસાફરોને બેસવા માટે જગ્‍યા ટુંકી પડે છે. તે ઉપરાંત ખુરશીઓ પણ સાવ ભાંગેલ તુટેલ છે. આ 4પ ડીગ્રી ગરમીમાં છાપરામાં તડકો સામે આવે છે. તેથી મુસાફરો વધુ અકળાઈને હેરાન થાય છે. પુરતી સગવડતા ન હોવાથી મુસાફરોને ઉભું રહેવું પડે છે. આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થતાં વરસાદની સીઝનમાં વધારેમુશ્‍કેલી થશે. આ માટે 1 વધુ વ્‍યવસ્‍થિત છાપરૂ નવું ઉભું કરવા માંગણી છે.
તદઉપરાંત લાંબ રૂટની બસો ચાલું કરવી તથા નદીપરા બસ સ્‍ટોપથી દરેક બસમાં મુસાફરોને લેવા-ઉતારવા તેમજ બગસરા- જુનાગઢ તથા અમરેલી-જુનાગઢ (વાયા ભેંસાણ) ને વડાલ સ્‍ટોપ કરવા સબંધિત માંગણી વિગેરે પ્રશ્‍નો માટે રજુઆત કરવા માટે રૂબરૂ અમરેલી એસ.ટી. ડીવીઝનનાં વડા મેત્રોજાને કરેલ તે સાથે પેસેન્‍જર્સ એસો. તથા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારો અરવિંદભાઈ જે. ગોહેલ તથા પ્રકાશભાઈ રાણીંગા, વિનુભાઈ ભરખડા વિગેરેનું પ્રતિનિધિ મંડળે રજુઆત કરેલ. આ સબંધિત માંગણીઓ સંદર્ભેનાં પ્રશ્‍નો માટે યોગ્‍ય કરવા મેત્રોજાએ સકારાત્‍મક જવાબ આપેલ.
તેમજ આ બાબતે વાહન વ્‍યવહારમંત્રી આર.સી. ફળદુ તથા ડો. ભરતભાઈ કાનાબારને ઉપરોકત બાબતે જાણ કરવામાં આવેલ છે.

ચલાલાનાં મીઠાપુર(ડું) ગામનાં ખેડૂતને પીજીવીસીએલથી પરેશાની

ગેરકાયદેસર વૃક્ષનું છેદન થયાની ફરિયાદ
ચલાલાનાં મીઠાપુર(ડું) ગામનાં ખેડૂતને પીજીવીસીએલથી પરેશાની
ચલાલા, તા. 1
ચલાલાનાં મીઠાપુર(ડું) ગામનાં ખેડૂત ગભરૂભાઈ માંજરીયાએ મામલતદારને પત્ર પાઠવીને પીજીવીસીએલનાં કર્મીએ ગેરકાયદેસર વૃક્ષછેદન કર્યુ હોય તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, અમારી વાડીના પશ્ચિમ શેઢે આવેલ લીમડાનાં ઝાડ પૈકી એક ઝાડને પીજીવીસીએલના કર્મચારીઓ ર્ેારા અમારી રજા, સંમતિ વગરઈલેકટ્રીક શોર્ટ આપીને સંપૂર્ણપણે બાળી નાખવામાં આવેલ છે. ખૂબજ જુનુ લીમડાનું ઝાડ બિલ્‍કુલ બળી જવા પામેલ છે. જે ઝાડને ઈલે.અર્થીંગ આપીને ઈરાદાપૂર્વક બાળી નાખવામાં આવેલ છે. જે તમામ પુરાવા હાલમાં સ્‍થળ પર મોજુદ છે.
આ બાબતે અમોએ સબ ડીવીજન કચેરી ચલાલાનાં જવાબદાર અધિકારીને રૂબરૂ ફરિયાદ કરતા અમોને કોઈજ સંતોષકારક જવાબ     મળેલ નહી અને અમોને થાય તે કરી લેવા અને ગામે ત્‍યાં અરજી કરી શકો છો તેવો ઉડાઉ જવાબ મળેલ હોય યોગ્‍ય કરવા માંગ કરેલ છે.

અમરેલીમાં ગ્રામીણ ડાક સેવકોની 11માં દિવસે પણ હડતાલ યથાવત

અમરેલી, તા.1
ગ્રામિણ ડાક સેવકોની હડતાલ દેશભરમાં ચાલી રહેલ છે. તેમની સાથે જોડાયેલા અમરેલી ડિવિઝનના તમામ 600 જી.ડી.એસ. અગીયારમેં દિવસે પણ સજજડ બંધ પાળી સરકારને મેસેજ આપવા માંગે છે. આજે વર્ષોથી ગ્રામિણ ડાક સેવકોનું સતત શોષણ થતું આવ્‍યું છે. ત્રીસથી ચાલીસ વર્ષથી ગ્રામિણ ડાક સેવકની સર્વિસ થવા છતાં આજે 6 થી 8 હજાર જેવો પગાર મળે છે. તે ખુબજ આ કારમી મોંધવારીમાં સામાન્‍યગણાય. લાંબા સમયથી નોકરી કરવા છતાં પેન્‍શન-ગે્રજયુટી મકાનભાડું – વિમો- મેડિકલ જેવાં લાભો પણ આપવામાં આવતા નથી. કમલેષ ચંપા કમિટીનો રીપોર્ટ સરકારને સોંપવા છતાં પણ 18 માસ જેવી સમય થયો છતાં અમલ કરવામાં સરકાર ઠાગાં-ઠૈયા કરે છે. આમ સરકારના જ નાના કર્મચારી હોવા છતા તેમનું શોષણ કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટ તથા કેટન ચુકાદા ગ્રામિણ ડાક સેવકોના તરફી આવેલ છે. છતાં સરકારી નજર અંદાજ કરી રહી છે. જો ટુંક સમયમાં જો સરકાર ઘ્‍યાન નહિ આપે તો આવતા સમયમાં આત્‍મ વિલોપન જેવા કાર્યક્રમો કરવાની ફરજ પડશે.

એક સિંહ અને 10 નીલગાયનાં મૃતદેહ કુવામાંથી મળી આવ્‍યા

સાવરકુંડલાનાં લીખાળા ગામ નજીકનો બનાવ
એક સિંહ અને 10 નીલગાયનાં મૃતદેહ કુવામાંથી મળી આવ્‍યા
તમામ પ્રાણીઓ અકસ્‍માતે નહી બલ્‍કે શોર્ટ સરકીટથી મોતને ભેટયાનું પ્રાથમિક તારણ
સાવરકુંડલા, તા. 1
સાવરકુંડલાનાં લીખાળા ગામે આવેલ જયસુખ નનુભાઈ સુહાગીયાનાં ભાડીયા કુવામાં 1 સિંહ અને 10 નીલગાયનાં મૃતદેહોની માહિતી મળતાં વનવિભાગ ઘટના સ્‍થળે પહોંચી તપાસ આરંભી હતી. પ્રાથમિક અનુમાન મુજબ વાડી ફરતે 110 વિધાનાં વિસ્‍તારમાં તાર ફેન્‍સીંગ કરેલ હોય નીલગાયોનાં ટોળા પાછળ સિંહે શિકાર કરવા દોટ મુકી હોય તાર ફેન્‍સીંગમાં વીજશોક મુકલ હોય તમામને વીજશોક લાગતાં મોતને ભેયા હશે. અને આ વન્‍ય પ્રાણીઓના તમામ મૃતદેહોને વાડીએ ખુલ્‍લા કુવામાં ફેંકી દીધા હશે.
આ બાબતે વનવિભાગ સાવરકુંડલાની ટીમે એફએસએલ ટીમ અને ડોગ સ્‍કોર્ડને જાણ કરી હોય બન્‍ને ટીમોએ આવી તપાસ હાથ ધરી હતી. આ તપાસ આખો દિવસ ચાલી હતી. આ ઘટના બે દિવસ પહેલાની હોવાનું વનવિભાગે જણાવ્‍યું છે.
ત્‍યારે સાવરકુંડલા આરએફઓ કપીલ ભાટીયાએ માહિતી આપી હતી કે આ ઘટનાથી સિંહપ્રેમઓમાં ભારોભાર રોષ વ્‍યાપી ગયો છે અને રોજ-ભૂંડના ત્રાસથી ખેડૂતોએ કદાચ તાર ફેન્‍સીંગમાં વીજશોક મુકયો હશે. તો એ હળવો અને ઝટકા પઘ્‍ધતિવાળો પ્રવાહમુકયો હોત તો સિંહ બચાવી શકાયો હોત. હાલમાં વાડી માલિક જયસુખ નનુભાઈ સુહાગીયા અને નન્‍નુભાઈ મુળજીભાઈ સુહાગીયા એમ પિતા-પુત્રની પુછપરછ કરવા અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે. સિંહનાં મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે વનવિભાગે તજવીજ હાથ ધરી છે.

સાવરકુંડલાનાં કાંટા ઉદ્યોગને જીઆઈડીસીનો અભાવ નડે છે

સ્‍કીલ ઈન્‍ડિયા અને મેક ઈન ઈન્‍ડિયાનાં માહોલમાં
સાવરકુંડલાનાં કાંટા ઉદ્યોગને જીઆઈડીસીનો અભાવ નડે છે
ચૂંટણીમાં હથેળીમાં ચાંદ બતાવીને રાજકીય આગેવાનો બાદમાં કોઈ જ મદદ કરતાં નથીનો આક્ષેપ
સરકારી નોકરી આપી ન શકો તો કાંઈ નહી પણ લઘુઉદ્યોગને મદદ થાય તો રોજગારી વધે તેમ છે
અમરેલી, તા. 1
દેશનાં એકમાત્ર કાંટા ઉદ્યોગને છેલ્‍લા 7 વર્ષ જીઆઈડીસીનાં લોલીપોપ સરકાર આપી રહી છે. જેના કારણે કાંટા ઉદ્યોગ મૃતપાય અવસ્‍થામાં આવી ગયો છે. સાવરકુંડલા કાંટા શત્રનું હબ ગણાય છે. હજારો કારીગરોને રોજગારી પુરી પાડતા ઉદ્યોગ પર જીઆઈડીસીના લોલીપોપનું ગ્રહણ લાગી ગયું છે.
સાવરકુંડલા એટલે કાંટા ઉદ્યોગ. દેશભરમાં વજન કાંટા માટે એકમાત્ર સાવરકુંડલામાં જ પ્રખ્‍યાતછે. કાંટાને કારણે ર0 હજાર લોકોને રોજગારી મળે છે. 300 ઉપરાંતના કાંટાના કારખાનાઓ સાવરકુંડલામાં છે પણ છેલ્‍લા 7 વર્ષથી દેશના એકમાત્ર કાંટા ઉદ્યોગ પ્રત્‍યે સરકારની ઉદાસીનતાને કારણે જીઆઈડીસી આપવાનું વચન હજુ વચનનું જ લોલીપોપ રહી ગયું છે. જેના કારણે કાંટા ઉદ્યોગ પડી ભાંગ્‍યો છે. જે નાના કાંટાના કારખાનામાં ર0થી રપ મજુરોને રોજગારી મળતા તેવા નાના કાંટા ઉદ્યોગ તો બંધ થવાની અણી પર ઉભા છે અને મજુરો હેરાન પરેશાન થયા છે. ત્‍યારે ર01રમાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ ચૂંટણીસભામાં આવીને સાવરકુંડલાવાસીઓને ખુશ કરી દીધા હતા. બાદમાં ર017ની ચૂંટણી વખતે નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જીઆઈડીસી મંજુર કર્યાની વાત કરી હતી જે હજુ વચન વચન જ રહેતા કાુટા ઉદ્યોગકારોમાં નારાજગી છે.
પ્રધાનમંત્રી બાદ નાયબ મુખ્‍યમંત્રીએ વચનો પાળ્‍યા નથી. સાત સાત વર્ષથી સાવરકુંડલાને જીઆઈડીસીની લોલીપોપ સરકાર આપી રહી છે. ર017માં સાવરકુંડલા સાથે લાઠી, બાબરાને પણ જીઆઈડીસીની વાત કર્યા બાદ વિધાનસભાની ચૂંટણીને 6 મહિના ઉપરનો સમય થવા છતાં કાંટા ઉદ્યોગ જીઆઈડીસીના અભાવે વેરાન થઈ ગયો છે. કારીગરોને કાંટામાં રોજગારી નથી મળતી, કારખાનાઓ ખાલી થઈ રહૃાાા છે, કાંટાના નાના સ્‍પેરપાર્ટસથી લઈને કલર પેકીંગ સહિતનાહજારો કારીગરોને રોજગારી પુરી પાડતા ઉદ્યોગને ગ્રહણ લાગ્‍યું હોય.
ત્‍યારે બીજા કાંટા ઉદ્યોગકારે જણાવ્‍યું હતું કે, દરરોજ હજારો કારીગરો સાથે 300થી 3પ0 જેટલા કાંટાના કારખાનાઓ દિવસ- રાત ધમધમતા હતા તેના પર હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ આવેલ છે. રહેણાંકી વિસ્‍તારમાંથી જીઆઈડીસીમાં કાંટા ઉદ્યોગ ફેરવવા કોર્ટ પણ કહી રહી છે. ત્‍યારે સાવરકુંડલાનો કાંટાનો રોજગાર મૃતપાય અવસ્‍થામાં આવીને ઉભો છે તેવી કડવી વાસ્‍તવિકતા સાવરકુંડલાનાં કાંટા ઉદ્યોગની હાલ થઈ છે. દેશનાં એકમાત્ર કાંટા ઉદ્યોગ પર જીઆઈડીસીનું ગ્રહણ દુર થાય તો હજારોની રોજગારી અકબંધ રહે તેવી આશાઓ સામે સરકાર લોલીપોપમાંથી જીઆઈડીસીનું સપનું સાકાર કયારે કરશે તે તો સમય જ કહેશે.

અમરેલી તાલુકા પંચાયતનું મકાન અતિ બિસ્‍માર

અરજદારો અને કર્મચારીઓ પર સતત ભયનો માહોલ
અમરેલી તાલુકા પંચાયતનું મકાન અતિ બિસ્‍માર
ગ્રામ્‍ય જનતા પણ નાછુટકે કામ હોય તો જ પંચાયત કચેરીમાં જવાની હિંમત કરે છે
અમરેલી, તા. 1
અમરેલી જીલ્‍લામાં હજુ પણ રજવાડાની ઈમારતોમાં સરકારી કચેરીઓ ધમધમી રહી છે પણ આ રજવાડા સમયની મિલ્‍કતો સાવ ખખડધજ હાલતમાં હોય અને કચેરીમાં કામ કરતાં કર્મીઓ ભયના ઓથાર તળે કામગીરી કરતા હોય છે. અમરેલીની તાલુકા પંચાયત કચેરી રજવાડાનાં સમયની ઈમારતનાં કાંગરા હવે પડુ પડુ થઈ રહૃાાં છે છતાં તાલુકા પંચાયત કચેરી જુના મકાનમાંથી આજની આધુનિક કચેરીમાં કયારે ફેરવાશે તે કહેવું તો બહુ મુશ્‍કેલ જણાય છે.
અમરેલીનાં 80 ગામડાઓ સાથે સંકળાયેલી તાલુકા પંચાયત કચેરી જુનવાણી સમયના રજવાડાની મિલ્‍કતમાં બેસી રહી છે. બહારથી જોતા તો આ ઈમારત જુનવાણી રજવાડાની યાદ અપાવે છે. પણ અંદરની હાલત ભૂતિયા મહેલ જેવી થઈ ગઈ છે. ચારે બાજુ દિવાલો ખવાઈ ગઈ છે. બીજા માળે જવાની સીડીના દાદર તો તુટી ગયા છે છતાં ઉપરના માળે કચેરીની અમુક શાખાઓ કાર્યરત હાલમાં છે. તાલુકા પંચાયતના સરકારી સાહિત્‍ય સાચવવાના કાગળો માટેના કબાટો ભાંગી ગયા છે તો છત પણ પડવાનાં વાંકે ઉભી દેખાઈ રહી છે. ત્‍યારે તાલુકા પંચાયતમાંકામ સબબ આવતા અરજદારો પણ ભયજનક જણાતી આ તાલુકા પંચાયત અંગે જણાવી છે કે, પંચાયત કચેરીમાં આવકનો દાખલ કાઢવા આવતા અરજદારોને રજવાડા સમયના આ મકાનમાં બીક લાગી રહી છે. છત પરથી પોપડા પડી રહૃાાં છે. પંચાયતના કર્મીઓ પણ ભયના ઓથાર તળે કામગીરી કરી રહૃાાનું અનુભુતિ અરજદારો મહેસુસ કરી રહૃાા છે. ત્‍યારે અતિ જર્જરીત હાલતમાં બિલ્‍ડીંગ પડવાના વાંકે ઉભી હોવાનું જણાઈ છે.
ત્‍યારે અમરેલીનાં સ્‍થાનિકે જણાવ્‍યું હતું કે, પંચાયતની સ્‍થાપના થઈ ત્‍યારથી તાલુકા પંચાયત કચેરીઓ રજવાડાનાં સમયથી બેસી રહી છે. તાલુકા પંચાયતના અધિકારી કે પદાધિકારીઓએ કયારેય આ જર્જરીત બિલ્‍ડીંગ અંગે રજુઆતો કરી ન હોવાનો આક્ષેપ કરી રહૃાા છે. ત્‍યારે બિલ્‍ડીંગમાં સીડી પણ તતુટીને બેહાલ થઈ ગઈ છે. હાલ જીલ્‍લા પંચાયત, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ સહિત આધુનિક બિલ્‍ડીંગો સરકારી કચેરી માટે બની રહૃાાં હોય ત્‍યારે ફકત અમરેલીની તાલુકા પંચાયત સાથે જ ઓરમાયું વર્તન સરકાર દાખવતી હોવાનો સુર ઉઠયો છે.
તાલુકા પંચાયતના પ્રમુખ પણ સ્‍વીકારી રહૃાા છે કે, રાજાશાહી વખતનું બિલ્‍ડીંગ છે. કર્મીઓ ભયના ઓથાર તળે કામગીરી કરી રહૃાા છે પણ એક વર્ષથી વિકાસ કમિશનરમાં નવા બિલ્‍ડીંગ માટેનો પ્રશ્‍ન પેન્‍ડીંગ પડયો હોવાથી નવા બિલ્‍ડીંગની મંજુરી મળતીનથી. ચોમાસામાં સાહિત્‍ય પણ પલળી જતું હોવાનો સ્‍વીકાર કરતાની સાથે સરકાર દરમિયાનગીરી કરે તો નવા બિલ્‍ડીંગની મંજુરી મળવાની વાત તાલુકા પંચાયતનાં પ્રમુખે કરી હતી.
ત્‍યારે તાલુકા પંચાયતના ટીડીઓએ જણાવ્‍યું હતું કે, વિકાસ કમિશનરમાં દરખાસ્‍ત પેન્‍ડીંગ હોવાનો તાલુકા વિકાસ અધિકારીએ સ્‍વીકાર કર્યો છે પણ અધિકારી-પદાધિકારીઓની રજુઆતો તંત્રના બહેરા કાને અથડાઈ રહી છે. છતાં એક વર્ષથી પેન્‍ડીંગ દરખાસ્‍ત મંજુર થવામાં વિલંબ થઈ રહૃાો છે.

અચ્‍છે દિન : અમરેલી-શિરડી અને અમરેલી છોટાઉદેપુર સ્‍લીપીંગ કોચ સેવા શરૂ કરાઈ

ઘણા મહિનાઓ બાદ એસ.ટી.એ નવા રૂટ શરૂ કર્યા
અચ્‍છે દિન : અમરેલી-શિરડી અને અમરેલી છોટાઉદેપુર સ્‍લીપીંગ કોચ સેવા શરૂ કરાઈ
જિલ્‍લાની ધાર્મિક જનતાને લાભ લેવા ડેપો મેનેજરે અનુરોધ કર્યો
અમરેલી, તા.1
અમરેલી વિભાગના અમરેલી ડેપો દ્વારા તા. 1/6/18 ના રોજથી અમરેલી-શિરડી રૂટની સ્‍લીપર કોચ બસ સર્વિસ ચાલુ કરવામાં આવેલ છે. આ રૂટ અમરેલીથી બપોરે રઃ1પ કલાકે ઉપડી વાયા ગઢડા- બોટાદ, ધુંધકા, વડોદરા, સુરત, સાપુતારા, નાસિક થઈ શિરડી પહોંચશે. જયારે શિરડીથી સવારે 11 કલાકે અમરેલી પરત આવવા ઉપડશે. ઉપરાંત અમરેલી-છોટાઉદેપુર રૂટની બસ પણ શરૂ કરવામાં આવેલ છે. જે રૂટ અમરેલીથી સાંજે પ કલાકે ઉપડી વાયા ગઢડા, બોટાદ, વડોદરા, નસવાડી, કવાંટ થઈ છોટાઉદેપુર પહોંચશે. જયારે છોટાઉદેપુરથી બપોરે ર કલાકે અમરેલી પરત આવવા માટે ઉપડશે.
આથી અમરેલી જિલ્‍લાની તમામ ધર્મપ્રિય જનતાને આ રૂટનો લાભ લેવા ડેપો મેનેજરે અપીલ કરેલછે.

ભૂમાફીયાઓ વિરૂદ્ધ સતત 38માં દિવસથી ચાલે છે આંદોલન

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોનાલોકો છેલ્‍લા 38 દિવસથી લોકો ન્‍યાય માટે ઝઝુમી રહયા છે. લોકો પોતાની મજુરી છોડીને ભુખ્‍યા પેટે દરરોજ ન્‍યાય માટે બેસે છે. આંદોલન છાવણીમાં બાળકો, વૃઘ્‍ધા સહિતના 300 જેટલા લોકો ન્‍યાય માટે આંદોલન કરી રહયા છે. લોકોમાં કરવામાં આવતા તમામ પ્રકારના નુસખા આંદોલનકારીઓ દ્વારા અપનાવવામાં આવ્‍યા છતાં પણ આ સરકારને કાંઈ જ ફર્ક પડતો નથી. સરકાર ન્‍યાય નહીં આપવાનું નકકી કર્યું જ હોય તેવું લાગી રહયું છે. જો આગામી દિવસોમાં ગામજનોને ન્‍યાય નહીં મળે તો છેલ્‍લે ઈચ્‍છા મૃત્‍યુની અરજી કરવાની ફરજ પડશે તેવું આંદોલન કારીઓએ જણાવ્‍યું હતું કારણ કે ગામ રોજીરોટી જ રહી નથી તો જીવીને પણ શું કરવું ? હવે સરકાર કયારે હરકતમાં આવે તે જોવાનું રહયું ? દિવસના અંતે આંદોલનકારી અશોકભાઈ ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા, સંતોષભાઈ ગુજરીયા સહિતના લોકોએ બહોળી સંખ્‍યામાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

અવસાન નોંધ

અવસાન નોંધ
સાવરકુંડલા : (લોહાણા મરણ) સાવરકુંડલા નિવાસી જીતુભાઈ મનસુખભાઈ સૂચક (ઉ.વ.પ1) નું તા.30/પ ને બુધવારના રોજ સુરત મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તે જયંતીભાઈ હરિલાલ સૂચક રાધેશ્‍યામના ભત્રીજા તથા પ્રફુલભાઈ મનસુખભાઈ સૂચકના ભાઈ થાય છે. તેમની સાદડી તા.ર/6 ને શનિવારે લોહાણા વિદ્યાર્થી ભવન સાવરકુંડલા ખાતે રાખેલ છે.
બાબાપુર : તરવડા નિવાસી દાનસિંહભાઈ રવિસિંહભાઈ પરમાર (ઉ.વ. 79) તે સુરસિંહભાઈ, રણજીતસિંહભાઈનાં પિતાજી તથા રૂષીરાજ તથા ધ્રુવદિપનાં દાદાનું તા. 30/પ નાં રોજ અવસાન થયેલ છે.
ચલાલા : ચલાલાનાં વતની હાલ સુરત રહેતાં જયસુખલાલ લાલજીભાઈમકદાણી, (ઉ.વ. 69) (ચલાલાવાળા) તે સ્‍વ. શાંતીલાલ લાલજીભાઈ મકદાણી અને ગુણવંતરાય લાલજીભાઈ મકદાણીનાં ભાઈ તેમજ હેંમાશુભાઈ, પિન્‍ટુભાઈ અને જીગ્નેશભાઈનાં પિતાશ્રીનું અવસાન તા. 1/6 નાં સુરત મુકામે થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા. ર/6 નાં રોજ શનિવારે સાંજે 4 થી 6 એસ.એમ.સી. કોમ્‍યુનીટી હોલ, રામેશ્‍વરમાં રેશીડન્‍સીની બાજુમાં, સીએનજી પંપની પાછળ, એલ.પી.સવાણી સ્‍કૂલ પાસે, પાલ, અડાજણ સુરત ખાતે રાખેલ છે.
લીલીયા : નટવરલાલ દુર્લભજી પંડયા, રે. જંગર (કોલડા) (ઉ.વ. 8પ) તે શાસ્‍ત્રી જયેશભાઈ પંડયાનાં પિતાશ્રી તથા સ્‍વ. કાન્‍તીલાલ દુર્લભજી પંડયા જેતપુરવાળાનાં નાનાભાઈનું તા. 1/6 ના રોજ અવસાન થયેલ છે. તેમની દશા તા.11/6 અને (ઉત્તરક્રિયા) તા.1ર/6 નાં રોજ રાખેલ છે.

02-06-2018