Main Menu

Friday, June 1st, 2018

 

નવા ખીજડીયા ગામે બોલેરો કારે બાઈક ચાલકને હડફેટે લઈ ઈજાકરી

અમરેલી, તા.31
અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામે રહેતા ગીતાબેન પ્રકાશભાઈ ગોહિલ ગઈકાલે સવારે પોતાના પતિ પ્રકાશભાઈ સાથે મોટર સાયકલ ઉપર બેસી અને ઘરે જતા હતા ત્‍યારે સામેથી તે જ ગામે રહેતા કરશનભાઈ રામજીભાઈ પાથર તથા કાળુભાઈ બાલાભાઈ પાથર બોલેરો કાર લઈ આવી આ પતિ-પત્‍નિના મોટર સાયકલ સાથે ભટકાવી દઈ ઈજા કરી બાદમાં કારમાંથી નીચે આવી તેણીના પતિને ઢીકાપાટુનો માર મારી તથા મરજી વગર લગ્ન કરેલ છે જેથી અહીંથી ગામ મુકીને જતા રહેવા બંનેને ધમકી આપતાં આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલીમાં પાલિકાનાં શાસકોએ સ્‍વચ્‍છતા જાગૃત્તિ અભિયાન શરૂ કર્યુ

સુજલામ સુફલામ જળ અભિયાન-ર018 અંતર્ગત આજે અમરેલી નગરપાલિકાનાં ચિફ ઓફિસર, અધિકારીઓ તેમજ તમામ કર્મચારીની ટીમ ર્ેારા શહેરમાં ડોર ટુ ડોર શહેરીજનો-વેપારીઓની મુલાકાત લઈ પાણી બચાવવાં તેમજ ભુગર્ભ ગટર યોજનાની જાણકારી આપી સ્‍વચ્‍છતા અંગે ઉજાગર કરવામાં આવેલ હતા. સરકાર ર્ેારા સુજલામ-સુફલામ જળ અભિયાન-ર018 નાં ભગીરથ જળસંગ્રહ જળ બચાવવાનું મહાન અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ ભગીરથ કાર્યને વધુમાં વધુ ઉજાગર કરવા આજે અમરેલી નગરપાલિકાનાં ચિફ ઓફિસર, જે.યુ.વસાવા, એન્‍જિ. એચ.પી. ખોરાસીયા, એસ.આઈ. એચ. જે. દેસાઈની આગેવાની હેઠળ નગરપાલિકાની તમામશાખાઓનાં કર્મચારીઓની ટીમ ર્ેારા શહેરમાં ઘર-ઘરની તેમજ મુખ્‍ય બજારોની મુલાકાત લઈ ભભજળ એ જ જીવનભભ તેમજ ભભપાણીને બચાવો પાણી તમને બચાવશેભભ નાં સુત્ર મુજબ શહેરીજનો-વેપારીઓને જાહેરાતનાં પેમ્‍પલેટ આપી પાણી બચાવવાની, ભુગર્ભ ગટર યોજના તેમજ શહેરમાં સ્‍વચ્‍છતાં જાળવવાની સમજણ આપવામાં આવેલ હતી. પાણીનો ઓછામાં ઓછો બગાડ થાય તે માટે ખાસ તકેદારી રાખવા ગૃહિણીઓને સમજણ આપવામાં આવેલ હતી. ચિફ ઓફિસર જે.યુ. વસાવા એ જણાવેલ હતું કે જયાં સુધી શહેરીજનોમાં સ્‍વયં જાગૃતતાં નહી આવે ત્‍યાં સુધી પાણીનો બગાડ, સ્‍વચ્‍છતાં અભિયાન સાર્થક કરવું એકલા તંત્ર માટે ઘણું કઠીન છે. સરકારનાં આ મહાન અભિયાન અંગે નગરજનોએ સ્‍વયં ઉજાગર બની આપણા શહેરને સ્‍વચ્‍છ રાખવું. આપણી નૈતિક ફરજમાંની પાણી બચાવ અને સ્‍વચ્‍છતાનાં અભિયાનને ખરેખર સાર્થક કરવા સૌનો સાથ-સહકાર જરૂરી છે. સાથ-સહકાર થકી જ અમરેલી એક સ્‍વચ્‍છ-સુઘડ શહેર જરૂર બની શકશે. સાથો-સાથ શહેરીજનો તેમજ ગૃહિણીઓએ ઘરનો કચરો જાહેરમાં કે અન્‍ય જગ્‍યાએ ફેંકવાના બદલે ડોર-ટુ-ડોર કચરો લેવા માટે આવતી રીક્ષામાં કચરો નાંખી, સ્‍વચ્‍છતામાં સહભાગી બનવું તે સર્વે શહેરીજનોની નૈતિક ફરજ છે.

જાળીયાનાં વૃદ્ધને હડફેટે લઈ ઈજા કરી

અમરેલી, તા. 31
અમરેલી તાલુકાનાં જાળીયા ગામે રહેતાં રવજીભાઈ વિઠ્ઠલભાઈ વાળા નામનાં 70 વર્ષિય વૃદ્ધ જાળીયા ગામે કામે જતાં હતા ત્‍યારે પાછળ આવી રહેલાં તે જ ગામે રહેતાં બકુલ મધુભાઈ પરમાર નામનાં મોટર સાયકલ ચાલકે તેમને હડફેટે લઈ ડાબા હાથે ફેકચર કરી નાશી ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં માં વાત્‍સલ્‍ય કાર્ડની કોઈ કિંમત નથી

જનસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટનો આક્ષેપ
અમરેલી, તા.31
હાલમાં સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ, માં વાત્‍સલ્‍ય કાર્ડની યોજના વાળા ગરીબ વ્‍યકિતઓને સરકાર દ્વારા મેડિકલ સહાય આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે પરંતુ અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં આ અંગે સરકારના નીતિ નિયમોને નેવે મુકી પોતાની રીતે આ માં અમૃતમ કાર્ડ, માં વાત્‍સલ્‍ય કાર્ડની સહાય આપવામાં આવતી નથી કે ચલાવવામાં આવતું નથી અને ઉલટાનું ખાનગી હોસ્‍પિટલ વાળા અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે આ અંગે અમોની પાસે એવો કોઈ પરિપત્ર નથી કે આ કાર્ડ અમોની હોસ્‍પિટલમાં ચાલી શકે.
અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં આ કાર્ડનો પરિપત્ર જાહેર કરી ગરીબ લોકોને તે સહાયનોલાભ મળે તેવું કરી આપવા જનસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ વાળાએ માંગ         કરી છે.

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોએ દૂધ, શાકભાજીનું વેચાણ બંધ કરવુ :  કેતન કસવાળા

ખેડૂત સમાજનાં કેતન કસવાળાનો અનુરોધ
અમરેલી, તા. 31
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને 1 જૂનથી 10 જૂન સુધી દૂધ, શાકભાજી, કઠોળ કે અનાજનું વેચાણ બંધ કરવાનો અનુરોધ ખેડૂત સમાજનાં કેતન કસવાળાએ કર્યો છે.
છેલ્‍લા 18-18 વર્ષથી ગુજરાત સરકારની કૃષિ વિરોધી નીતિનાં કારણે નાના અને સીમાંત ખેડૂત દેવદાર બનીગયેલ છે અને ઘણા ખેડૂતો આત્‍મહત્‍યા કરી જીંદગી ટુંકાવી નાખે છે. એટલે ખેડૂતોનાં પ્રાણ પ્રશ્‍નો માટે થઈને 10 દિવસ ભારત બંધનું ખેડૂત સમાજ તરફથી એલાન કરવામાં આવ્‍યું હોય, અમરેલી જિલ્‍લાનાં દરેક ખેડૂત આ 10 દિવસ દરમ્‍યાન પોતાની ખેત જણસ અને દૂધ, શાકભાજીનું વેચાણ બંધ રાખી ખેડૂત સમાજનાં આંદોલનને તનમનથી ટેકો આપી પોતાના પ્રશ્‍નોને વાચા આપવા અંતમાં જણાવેલ છે.

રાજુલામાં જુગાર રમતાં 1ર ઈસમો 1.પર લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા

અમરેલી, તા.31
રાજુલા ગામે રહેતા સંજય રાણાભાઈ વરૂ, ભાવિક ધનજીભાઈ સાંખટ, અના ઉકાભાઈ ધાખડા, જયરાજ જોરૂભાઈ ધાખડા, જીતુ પરશોતમભાઈ સોલંકી, હેરી પચાભાઈ સોલંકી, ભરત ભીમાભાઈ આહીર, રણજીત ધીરૂભાઈ ધાખડા, નરેન્‍દ્ર ચંપુભાઈ કોટીલા, જયરાજ લખુભાઈ બોરીચા તથા રાજપર ગામે રહેતા વિજય ગીરીશભાઈ ચૌહાણ વિગેરે જાહેરમાં જુગાર રમતા હોય પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. પ16ર0 તથા મોટર સાયકલ નંગ-4 કિંમત રૂા. 1 લાખ મળી કુલ રૂા. 1,પ1,6ર0ના મુદામાલ સાથેઝડપી લીધા હતા. જયારે રાજુલાના ભાવેશ સીસાભાઈ નાશી છુટયા હતા.

માંડણ ગામે ખૂંટીયાએ હડફેટે લેતાં વૃદ્ધા સારવારમાં

અમરેલી, તા. 31
રાજુલા તાલુકાનાં માંડણ ગામે રહેતાં દેવુબેન કાનાભાઈ જેઠવા નામનાં 6પ વર્ષિય વૃદ્ધા ગત તા.ર8 નાં રોજ સાંજે ગામનાં ચોકમાંથી પસાર થતાં હતા ત્‍યારે એક ખૂંટીયાએ તેમને હડફેટે લઈ પછાડી દેતાં રોડ આર.સી.સી.નો હોય જેથી માથાનાં ભાગે ઈજા થતાં લોહી લુહાણ હાલતમાં પ્રથમ મહુવા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ છે.

વનકર્મીઓ ઉપર થયેલ ફાયરીંગ અને શિકાર પ્રકરણમાં જામીન નામંજૂર

સાવરકુંડલા, તા. 31
પ્રાપ્‍ત વિગત અનુસાર તાજેતરમાં થયેલાં ભભવનકર્મી ઉપર થયેલ ફાયરીંગ અને સસલાનાં શિકાર પ્રકરણમાંભભ નામદાર ધારી કોર્ટે બનાવની ગંભીરતાને ઘ્‍યાને રાખી આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. વનવિભાગનાં ઉચ્‍ચ અધિકારીઓએ જામીન રદ થાય તે માટે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી હતી ને કહૃાું હતું કે આરોપીઓ વનગુન્‍હાઓ કરવા ટેવાયેલા છે. અગાઉ વર્ષ ર010માં પણ આજ તહોમતદાર રમેશ બાબુ શિશણાદા બંદુક સાથે શિકારનાં ગુન્‍હામાં પકડાયેલ છે.  ગુનેગારોએ નાની-મોટી પ0 (પચા) જેટલા પશુ પક્ષીઓનો શિકાર કરેલો છે. જે ઘણી ગંભીર બાબત ગણાય. આવી બધી ધારદાર દલીલો કરતાં વનવિભાગની દલિલો ગ્રાહૃા રાખી કોર્ટે જામીન ફગાવી દીધી હતી.
અત્રે નોંધનીય છે કે વનકર્મીઓ શિકાર જેવી ગંભીર પ્રકારનાં ગુન્‍હાઓ પોતાનાં જીવનાં જાખમે પકડવા જતા હોય છે, તેમાં વનકર્મી ઉપર ફાયરીંગ જેવી ઘટનાઓ બને છે ત્‍યારે આ પ્રકારનું કોર્ટનું વલણ, વન વિભાગ માટે આવકાર્ય ગણાય, સરાહનીય ગણાય.
વનકર્મી પર થયેલ ફાયરીંગ અને શિકારનાંપ્રકરણમાં વનવિભાગે કરેલ કડક કાર્યવાહીથી વનગુન્‍હા કરવા ટેવાયેલા અસામાજીક તત્‍વોમાં ફફડાટ મચી જવા પામ્‍યો છે અને આ પગલુ વનવિભાગનું ઉત્તમ પગલું ગણાવી શકાય.

લાઠીનાં દેરડી ગામ નજીકથી પોલીસે રેશનીંગનાં ઘઉંનો શંકાસ્‍પદ જથ્‍થો ઝડપી લીધો

રૂપિયા ર.37 લાખનો મુદ્યામાલ કબ્‍જે કરી તપાસ શરૂ
અમરેલી, તા.31
ભાવનગર રેન્‍જ આઈ.જી.પી. અમિતકુમાર વિશ્‍વકર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્‍લામાં દારૂ તથા જુગારની પ્રવૃતિ તથા ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્‍તનાબુદ કરવા તેમજ સતત પેટ્રોલીંગ કરવા સુચના મુજબ ભાવનગર આર.આર. સેલના એસ.આઈ. વી.ડી. ગોહિલ તથા હેડ કોન્‍સ. કિરણભાઈ સોલંકી વિગેરે સ્‍ટાફના લાઠી ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન હેડ કોન્‍સ. કિરણભાઈ સોલંકીને મળેલ બાતમી આધારે હકીકત મળેલ કે સત્‍યેન્‍દ્રસિંહ ઉર્ફે લાલો ઉદયસિંહ ડાભી રહે. લાઠી સત્‍યા ટ્રાન્‍સપોર્ટ વાળો પોતાના કબ્‍જા હવાલા વાળા આઈસર નંબર જી.જે.10 એકસ. 6રપ8માં ગેરકાયદેસર રેશનીંગનો જથ્‍થો ઘઉં તથા ચોખા ભરી ઢસા તરફ જાય છે. એવી હકીકત આધારે મજકુર ઈસમનું વાહન દેરડી ગામ પાસે રોકી ચેક કરતા મજકુરના વાહનમાં ઘઉંના કટા નંગ-70 આશરે 3,પ00 કિલો કિંમત રૂા. 4ર,000 તથા ચોખાના કટા નંગ-6પ આશરે 3,રપ0 કિલો કિંમત રૂપિયા 4પ,પ00 તથા આઈસરમાં રાખેલ ખાલી કાથીના કોથળા નંગ-131 જેની કિંમત રૂપિયા 131 તથા ટાટા આઈસર જી.જે.10 એકસ. 6રપ8ની કિંમત રૂા. 1,પ0,000 ગણી કુલ રૂપિયા ર,37,631નોમુદામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી. કલમ 10ર મુજબ કબ્‍જે કરી તેમજ સી.આર.પી.સી. 41(1)ડી મુજબ ધોરણસર અટક કરી લાઠી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.