Main Menu

June, 2018

 

અમરેલી જિલ્‍લામાં પ્‍લાસ્‍ટીકનો ઉપયોગ ભયજનક રીતે વધી રહૃાો હોય છે.

અમરેલી જિલ્‍લામાં પ્‍લાસ્‍ટીકનો ઉપયોગ ભયજનક રીતે વધી રહૃાો હોય છે. કોઈને ચિંતા નથી
શિક્ષણ, આરોગ્‍ય, પર્યાવરણ સહિત મામલે અંધાધુંધીનો માહોલ
દામનગર, તા. ર9
દેશમાં લોકશાહીશબ્‍દોની મજાક ઉડાવાઈ રહી છે. આઝાદી અપાવનાર મહાત્‍મા ગાંધી બાપુ એટલા બધા સીધાસાદા, સરળ અને પારદર્શક હતા કે તેનું વર્ણન કરવું અઘરૂ છે. દુનિયાનાં લોકો ગાંધી બાપુએ આપેલા સંદેશાઓનો અભ્‍યાસ કરવા સંશોધન કરી રહૃાા છે.
જયારે આપણા આ બધા નેતાઓમાં પ્રજાભીમુખ કેટલા છે ? તે ગણવા બેસીએ તો માત્ર ર થી પ ટકા હોઈ શકે ! દેશની પ્રજામાં સાક્ષરતા કેટલી છે, શું જરૂરીયાત છે, પીડીતોની સંખ્‍યા કેટલી છે, પશુધન – પર્યાવરણનાં જતન માટે યોજનાઓની ગ્રાંટ ઉપર નેતાઓની બુરી દાનત હોય છે.
છેલ્‍લા થોડા સમયથી ગરીબી, રોજગારી, પર્યાવરણ અને સુરક્ષાનાં મુદ્યાઓ કેન્‍દ્રમાં છે. આ બાબતોની ટીવી ન્‍યુઝ ચેનલોમાં મહા ડીબેટમાં થતી ચર્ચાઓમાં આંકડાઓની માયાજાળમાં ભોળી પ્રજાને ઉંધા ચશ્‍મા પહેરાવી દેતા સ્‍વાર્થી નેતાઓ કોઈ પણ પક્ષનાં હોય સત્તામાં ટકી રહેવા માટે કે સત્તા મેળવવા માટે એકબીજા ઉપર એટલો બધો કાદવ ફેંકતા હોય છે કે પ્રજાનો સમય બગાડી જાણે કે મોટો ઉપકાર કરતા હોય તેમ સારા દેખાવાનો પ્રયાસ કરતા હોય છે.
દેશમાં સ્‍વચ્‍છતાને અગ્રતા આપવા માટે થઈ રહેલા પ્રયાસોમાં 10 થી 1પ ટકા કામગીરી થાય છે. બાકી બધું લુટીલ્‍યો ભાઈ લુંટી લ્‍યો તક મળી છે.
પશુધન, પર્યાવરણ અને માનવસમાજને ઝેર સમાન ઝબલાઓનો વપરાશ બેરોકટોકવધી રહૃાો છે. તેમાંય ખાસ કરીને અમરેલી જીલ્‍લામાં તો બેહદે ઉપયોગ થતો હોય તંત્રનાં વિભાગો પ્રતિબંધ લાદવા તુરંત જાહેરનામું બહાર પાડીસ્‍વયં જાગૃતિ આવે તે માટે અમલ કરાવે તેવી માંગ અતુલ શુકલે કરી છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપ સવજીભાઈ ધોળકીયાને મેદાનમાં ઉતારશે ?

દુધાળામાં હરિકૃષ્‍ણ સરોવર બનાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યુ હોય
લોકસભા ચૂંટણીમાં ભાજપ સવજીભાઈ ધોળકીયાને મેદાનમાં ઉતારશે ?
જો કે હજુ સવજીભાઈ ધોળકીયાએ ચૂંટણી અંગે કશું જકહૃાું નથી
અમરેલી, તા. ર9
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને 10 મહિના પહેલાં જ ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષોએ બેઠક દીઠ સંભવિત ઉમેદવારની શોધખોળ શરૂ કરી છે.
દરમિયાનમાં અમરેલી બેઠકનાં વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયાને ઉમેદવાર બનાવવા માટે ભાજપ ગંભીર નથી. કારણ કે વિધાનસભાની તમામ પાંચ બેઠકો ભાજપે ગુમાવી દેતાં ભાજપ હાઈકમાન્‍ડ પાટીદારોની ગઢ સમાન ગણાતી અમરેલી બેઠક પર પાટીદાર સમાજનાં સર્વમાન્‍ય આગેવાન અને પર્યાવરણપ્રેમી અને લાઠીનાં દુધાળામાં ઐતિહાસિક હરિકૃષ્‍ણ સરોવર બનાવનાર સવજીભાઈ ધોળકીયાને છેલ્‍લી ઘડીએ ઉમેદવાર બનાવે તેવી ચર્ચાએ જોર પકડેલ છે.
સવજીભાઈ ધોળકીયાની કામગીરીથી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી પણ માહિતગાર છે. અને તેઓનો વ્‍યકિતગત પરિચય પણ હોવાથી ઉમેદવાર બની શકે તેમ છે.
જો કે સવજીભાઈ ધોળકીયા આમ તો રાજકારણમાં સક્રીય નથી અને તેઓ પણ ચૂંટણી લડવા ઈચ્‍છુક નથી. પણ પ્રધાનમંત્રી આગ્રહ કરે તો તેઓ ચોકકસ ચૂંટણીજંગમાં ઉતરશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

ઓળીયા ગામે પતિને જમવા બોલાવવા જતાં પત્‍નિને માર મારી ધમકી આપી

અમરેલી, તા. ર9
સાવરકુંડલા તાલુકાનાં ઓળીયા ગામે રહેતા કંચનબેન લાખાભાઈ બગડા ગત તા.ર7નાં રોજ રાત્રે તેમના પતિ લાખાભાઈને જમવા માટે તે જ ગામે રહેતાં કાળુભાઈનાં ઘરેથી બોલાવવા જતાં પતિને સારૂ નહી લાગતાંતેમની પાસે રહેલ લાકડી વડે તેણીને શરીરે મુંઢ માર મારી જતી રહેવાનું કહી નહીતર જીવતી સળગાવીદઈશ તેમ ધમકી આપ્‍યાની ફરિયાદસાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.

અમરાપરામાં ક્રિકેટ રમતા શખ્‍સને ઘ્‍યાન રાખીરમવાનું કહેતાં મહિલાને બેટ માર્યુ

અમરેલી, તા. ર9,
બાબરાનાં અમરાપરા વિસ્‍તારમાં રહેતાં મનિષાબેન હરેશભાઈ વાઘેલાનાં ઘર પાસે ગત તા.રપનાં રોજ બપોરે મેદાનમાં છોકરા ક્રિકેટ રમતાં હોય, તે વખતે દડો તેણીનાં ઘરમાં જતાં તે વિસ્‍તારમાં રહેતાં રવિ પસાભાઈ નામનો શખ્‍સ તેણીનાં ઘરમાં દડો લેવા જતાં, તેણીએ ઘરમાં નાના છોકરા હોય, ઘ્‍યાન રાખી ક્રિકેટ રમવાનું કહેતા આ શખ્‍સે ઉશ્‍કેરાઈ જઈ તેણીને ગાળો આપી બેટ વડે માર માર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.

લીલીયાનાં વિપ્ર યુવકનું અપહરણ અને હત્‍યા કરીને પેરોલ પર નીકળીને નાશતો ફરતો આરોપી ઝડપાયો

અમરેલી, તા. ર9
ગઈ તા. 1/10/ર013નાં રોજ મોટા લીલીયા ગામના કિકાણી પ્‍લોટમાં રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ (ઉ.વ. 17)ને કોઈ અજાણ્‍યા શખ્‍સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઈ ગયેલ અને તેને છોડાવા રૂષિકેશનાપિતા પાસે રૂા. 3પ લાખની માંગણી કરેલ હતી. સદરહું બનાવની ગંભીરતાને ઘ્‍યાને લઈ તત્‍કાલીન એલસીબી ટીમ ઘ્‍વારા રૂષિકેશનાં મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્‍દ્ર ઘનશ્‍યામભાઈ ભટ્ટ રે. લીલીયા, હાલ રે. સુરત તથા તેના મિત્ર વિજય શામજીભાઈ ધામત રહે. સુરતવાળાઓને ટેકલ કરતાં જાણવા મળેલ કે રવિન્‍દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનો પ્‍લાન કર્યો હતો. બનાવના દિવસે રવિન્‍દ્ર અને વિજયને તેમની એપોલો કારમાં લીલીયા મુકામે ગૌશાળા નજીકથી રૂષિકેશનું અપહરણ કરેલ અને રૂષિનાં મમ્‍મીનો રૂષિના ફોનમાં ફોન આવતા રવિન્‍દ્રએ ફોન રિસીવ કરેલ અને રૂષિને મુકત કરવાના બદલામાં રૂા. 3પ લાખની માંગણી કરેલ. રૂષિએ તેના મમ્‍મીને તેનું ડીકનેપીંગ થયાની વાત કરેલી. રોહીશાળા ગામ પાસેથી ગઢડા તરફના રસ્‍તે ગાડી જવા દઈ અને બે ગામ ગયા પછી એક દરગાહ આવે છે તેની પાસે એક તળાવ આવેલ હોય તે તળાવ પાસે ગાડી ઉભી રાખી રૂષિને ડેકીમાંથી બહાર કાઢી બાવળની ઝાડીમાં લઈ જઈ રૂષિને વિજયે પકડી રાખેલ અને રવિન્‍દ્રએ પોતાની પાસેની છરીના ચાર પાંચ ઘા છાતીમાં તથા વાસાના ભાગે મારી રૂષિકેશની હત્‍યા કરેલ હોવાનું જાણવા મળતાં આ અંગે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં. 14/ર013, ઈપીકો કલમ 364(ક),30ર, 1ર0(બી) મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો. જે ગુન્‍હાના કામે આરોપીઓ (1) રવિ ઘનશ્‍યામભાઈ ભટ્ટ (ર) વિજય શામજીભાઈ ધામત (3) જગદીશ શામજીભાઈ ધામત અને (4) કિશન ઉર્ફે કાનો સુરેશભાઈ દવે એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આ ચારેય આરોપીઓ વિરૂઘ્‍ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું. અને આ ચારેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે અમરેલી જીલ્‍લા જેલમાં હતા. આ કામે અમરેલી સેશન્‍સ કોર્ટ ખાતે કેસ ચાલું હોય તે દરમ્‍યાન આરોપીઓ વિરૂઘ્‍ધ સજજડ પુરાવાઓ હોય અને આરોપીઓને સજા પડે તેમ હોય જેથી ઉપરોકત પૈકીના આરોપી વિજય શામજીભાઈ ધામતને ગુજરાત હાઈકોર્ટમાંથી દિન-1પની પેરોલ રજા મળતાં તે પેરોલ રજા ઉપર મુકત થયા બાદ તા. 1ર/ર/16નાં રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ જેલમાં હાજર થયેલ નહી અને છેલ્‍લા બે-અઢી વર્ષથી નાશતો ફરતો હતો.
આ પેરોલ રજા પરથી નાશતા ફરતા આરોપી વિજય શામજીભાઈ ધામત (ઉ.વ. ર1) રહે. મુળ મોટા લીલીયા, હાલ સુરત, મોટા વરાછા, સીટી પેલેસ એપાર્ટમેન્‍ટ, ડી-ર01 વાળાને સુરત કામરેજ ચાર રસ્‍તા મુકામેથી ચોકકસ બાતમી આધારે ઝડપી લઈ બે-અઢી વર્ષથી પેરોલ જમ્‍પ આરોપીને પકડી પાડવામાં અમરેલી એલસીબીએ સફળતા મેળવેલ છે.

સનાળા ગામમાં વિકાસકાર્યો કરવામાં ભ્રષ્‍ટાચાર ?

સરપંચની કાર્યશૈલી સામે ઉપસરપંચનાં ગંભીર આક્ષેપો
સનાળા ગામમાં વિકાસકાર્યો કરવામાં ભ્રષ્‍ટાચાર ?
ઉપસરપંચે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને તપાસ કરવા માંગ કરી
અમરેલી, તા. ર9
કુંકાવાવ તાલુકાનાં સનાળી ગામે સરપંચ ઘ્‍વારા વિકાસકાર્યોમાં ભ્રષ્‍ટાચાર કરવામાં આવ્‍યો હોવાનાં આક્ષેપ સાથે ઉપસરપંચ વલ્‍લભભાઈ પડશાલાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, સનાળા ગામે મહિલા સરપંચ શારદાબેન કિકાણી અને તેના પતિ ધવારા મોટાપાયે ભ્રષ્‍ટાચાર કરેલ છે. સનાળા ગામમાં નવી બનેલ આંગણવાડી જે પાંચ લાખની બજેટની છે. તો તે આંગણવાડીનું કામ સાવ બોગસ કરેલ છે. તેમાં વચલી દિવાલ સ્‍લેબથી જુદી પડી નમી ગયેલ છે. તેમાં આરપાર જોઈ શકાય તેવી અઢી ઈંચની તીરાડ છે. તે દિવાલ ગમે ત્‍યારે પડે એમ છે. આંગણવાડીએ બાળકો પણ આવતા નથી અને આવે તો તેને બજારમાંબેસાડવામાં આવે છે અને લાદી પણ સાવ ઉપર બેસાડી દીધેલ છે. બીજું કામ સુરેશભાઈ બાવાજીનાં ઘર પાસેથી નરસિંહભાઈ રૂપાવટીયાનાં ઘર સુધી બનાવેલ બ્‍લોક રોડમાં પણ એસ્‍ટીમેટમાં કામ કરેલ નથી અને ત્રીજુ કામ મંગળદાસબાપુ બાવાજીનાં ઘર પાસેથી પુનાભાઈ સગરનાં ઘર સુધી જે ભુગર્ભ ગટરનું કામ કરેલ છે તેમાં 8 ઈંચનાં મોટા પાઈપનાં બદલે 6 ઈંચના નાના અને નિમ્‍નકક્ષાનાં પાઈપ નાખેલ છે. અને તેમાં આવતી કુંડીમાં નવની દિવાલને બદલે સીંગલ ઈંટનું પાટેશન કરી ગેરરીતિ આચરેલ છે અને પંચાયતની મોટર કયાંય પણ ચાલતી ન હોવા છતાં મોટર રિપેર કરવાનાં ખોટા બિલ મુકી ભ્રષ્‍ટાચાર આચરવામાં આવેલ છે.
જો સરપંચ ઉપર કંઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરવાની ફરજ પડશે. તો સ્‍થળ તપાસ કરી આ સરપંચને તાત્‍કાલીક ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવે એવી માંગ ઉપસરપંચે કરી છે.

રાજુલામાં વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને પર્જન્‍ય યજ્ઞનું કર્યું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે વરસાદની પ્રાર્થના કરી
રાજુલા, તા.ર9
રાજુલામાં છેલ્‍લા 7પ વર્ષથી પરંપરા મુજબ વરૂણ દેવને મનાવવા ગામ સમસ્‍ત રાજુલાના પૌરાણિક મંદિર કુંભનાથ-સુખનાથ મહાદેવ મંદિરે વૈદિક વિધિથી આસ્‍થાભેર પર્જન્‍ય યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજુલા શહેરના વિદ્વાન ભૂદેવો બળવંતભાઈ ઉપાઘ્‍યાય, નાથાભાઈ વ્‍યાસ, નિલકંથભાઈ, સંજયભાઈ પંડયા, ચેતનભાઈ ભટ્ટ, મનોજભાઈ, કિરણદાદા, કેતનભાઈ દવે, કિરીટભાઈ ઉપાઘ્‍યાય દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે હવનમાં આહુતિઓ આપેલ હતી.આ પર્જન્‍ય યજ્ઞ ઉપરાંત હોમાત્‍મક લઘુરૂદ્રનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજુલાના વેપારીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર દર વર્ષની માફક બંધ રાખીને યજ્ઞના દર્શન કરેલ હતા.  જેમાં સુરેશભાઈ તારપરા તેમજ વેપારી મંડળના અન્‍ય આગેવાનો દ્વારા આ યજ્ઞને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

અમરેલીની બેન્‍ક ઓફ ઈન્‍ડિયા સાથે ર મહિલા સહિત 3 વ્‍યકિતએ કરી છેતરપીંડી

બનાવટી દસ્‍તાવેજોનાં આધારે લોન લીધી
અમરેલી, તા. ર9
અમરેલીમાં રહેતાં દિનેશભાઈ  મથુરભાઈ ગઢીયા, વર્ષાબેન દિનેશભાઈ ગઢીયા તથા મંગળાબેન ચંદ્રકાંતભાઈ રાવળે અમરેલી ખાતે આવેલ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાનીશાખામાંથી પેન્‍શનર લોન લેવા માટે પોતે જાણતા હોવા છતાં ખોટા અને બનાવટી દસ્‍તાવેજો બનાવી બેન્‍કમાં રજુ કરી બેન્‍કમાંથી રૂા.40 હજારની લોન લઈ બેંક સાથે છેતરપીંડી, વિશ્‍વાસઘાત કર્યાની ફરિયાદ બેન્‍કનાં અધિકારી ગૌરવ એલ. ચાવલાએ અમરેલી સીટી પોલીસમાં નોંધાવતા પી.આઈ. આર. વી. દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલા, બાબરા ગામેથી વિદેશી દારૂની બોટલ પોલીસે ઝડપી લીધી

બે આરોપીને રૂા. 13પ0નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા
અમરેલી, તા.ર9
સાવરકુંડલા ગામે રહેતા અલ્‍પેશ ઉર્ફે આલ્‍કુ ઉનાવાના રહેણાંક મકાનમાં ગઈકાલે સાવરકુંડલા પોલીસે દરોડો કરી વિદેશી દારૂની બોટલ નંગ-3 કિંમત રૂા. 900ની ઝડપી લીધી હતી. આ બનાવમાં આરોપી ઘરે હાજર મળી આવેલ ન હતો.
જયારે બાબરા ગામે રહેતા સંજય કનાભાઈ ચારોલીયા પોતાના કબ્‍જામાં વિદેશી દારૂની બોટલ નંગ-1 કિંમત રૂા. 4પ0 લઈ નીકળતા પોલીસે તેમને ઝડપી લઈ પૂછપરછ કરતાં તે વિદેશી દારૂ બાબરા ગામે રહેતા સંજય મનસુખભાઈ વાઘેલાએ મદદગારી કર્યાનું પોલીસમાં જણાવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીનાં સર્વોદય સોસાયટીમાંરહેતી  યુવતિની છેડતી કરી, મારી નાંખવાની ધમકી આપી

શહેરમાં છેલ્‍લાં ઘણા જ સમયથી રોમિયોગીરીએ ઉપાડો લીધો છે
અમરેલી, તા. ર9
અમરેલી શહેરમાં આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતી એક યુવતિને છેલ્‍લા 6 માસથી તે જ વિસ્‍તારમાં રહેતો સુરજ દાનસિંહ પરમાર નામનો શખ્‍સ તેણી ઘરમાં એકલી હોય, ત્‍યારે ઘરમાં ઘુસી જઈ ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી છેડતી કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાતા સીટી પી.એસ.આઈ. જેતપરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલામાં સહારા કંપની સામે રૂપિયા ર0 લાખની ફરિયાદ

39 ખાતા ધારકોની રકમ પરત ન કરતા
સાવરકુંડલામાં સહારા કંપની સામે રૂપિયા ર0 લાખની ફરિયાદ
અમરેલી, તા.ર9
અમરેલીના ચિતલ રોડ ઉપર રહેતા અને હાલ સાવરકુંડલા ગામે રહેતા કમલેશભાઈ નાનાલાલ મહેતા નામના વેપારીએ પાંચ વર્ષ પહેલા સહારા કંપનીમાં ફિકસ ડીપોઝીટમાં નાણાં રોકડા હતા અને તે ફિકસ ડીપોઝીટની મુદત પુરી થતા તેઓ કંપનીની ઓફિસમાં પૈસા લેવા ગયેલા ત્‍યારે કંપનીમાં કામ કરતા અલ્‍પેશભાઈ એ. અમલાણી તથા અધિકારીઓએ પૈસા નહીં ચુકવી તેમની સાથે તથા તેમના જેવા કુલ 39 ખાતાધારકોના કુલ રૂા.ર0,09,પપ0ની રકમની છેતરપીંડી કર્યાની ફરિયાદ સાવરકુંડલા પોલીસમાં નોંધાવતા પી.એસ.આઈ. પી.બી. ખીમસુરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

કુંકાવાવ પંથકમાં અર્ધો ઈંચ વરસાદથી ખેડૂતોમાં હાશકારો

કુંકાવાવ,તા.ર9
કુંકાવાવ અને આસપાસના ગામડામાં આજે સમી સાંજે ભારે ગરમી અને બફારા વચ્‍ચે મેઘરાજાએ ધીમી ગતીથી પધરામણી કરતા વાતાવરણમાં ઠંડી પ્રસરી છે. જયારે ધીમી ગતીથી અડધો ઈંચ જેટલો વરસાદ વરસતા ખેતીના મુરજાતા પાકને જીવતદાન  મળેલ છે. જેની ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. જયારે અમુક ગામડામાં વાવણી લાયક વરસાદ વરસ્‍યાના સમાચાર મળી રહયા છે. ત્‍યારે કાગડોળે વરસાદની વાટ જોતા સૌ કોઈમાં આનંદ છવાયો છે.

અમરેલી જિલ્‍લામાંભાજપનાં રાજમાં વહીવટીતંત્ર ખાડે ગયું

મોટાભાગની કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓની જગ્‍યા ખાલી
અમરેલી જિલ્‍લામાંભાજપનાં રાજમાં વહીવટીતંત્ર ખાડે ગયું
એક કર્મચારી કે અધિકારી પાસે બેથી વધારે ટેબલનો ચાર્જ હોય ભારે પરેશાની
અમરેલી, તા. ર9
અમરેલી જિલ્‍લામાં વર્ગ-1થી લઈને વર્ગ-4 સુધીનાં કર્મચારીઓની મોટાભાગની જગ્‍યાઓ સરકારી કચેરીઓમાં ખાલી હોવાથી જનતા જનાર્દનનાં રોજબરોજનાં કામોનો દિવસો સુધી નિકાલ થતો ન હોય જનતા જનાર્દન કહે છે કે ભાજપનાં રાજમાં વહીવટીતંત્ર ખાડે ગયું છે.
જિલ્‍લાનાં પોલીસ, પંચાયત, મહેસુલ, શિક્ષણ સહિતનાં વિભાગોમાં મોટાભાગનાં કર્મચારીઓ અને અધિકારીઓની જગ્‍યા ખાલી જોવા મળી રહી છે.
જિલ્‍લામાં 11 તાલુકા વિકાસ અધિકારીમાંથી 9થી 10 જગ્‍યા ખાલી જોવા મળે છે. તો તલાટી મંત્રીની પણ સેંકડો જગ્‍યા ખાલી છે. જિલ્‍લા પંચાયતમાં વર્ગ-1 અને વર્ગ-રનાં અધિકારીઓની રપથી વધારે જગ્‍યાઓ ખાલી છે.
જિલ્‍લાનાં શિક્ષણ વિભાગ માટે અતિ મહત્‍વની ગણાતી પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્‍યા પણ ખાલી જોવા મળે છે.
પાણી-પુરવઠા વિભાગમાં કાર્યપાલક ઈજનેરની જગ્‍યા પણ ખાલી છે. તો માર્ગ-મકાન વિભાગમાં નાયબ ઈજનેરની પણ અનેક જગ્‍યાઓ ખાલી જોવા મળે છે.
મુખ્‍યમંત્રી રૂપાણીએ વર્ષ ર0રપને ઘ્‍યાને લઈને ભરતી મેળો શરૂ કરીને સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓની ખાલી જગ્‍યા ભરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહીછે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, એક તરફ લાખો યુવાનો બેરોજગાર બનીને ભટકી રહૃાા અને બીજી તરફ સરકારી કચેરીઓમાં ખાલી જગ્‍યાઓ જોવા મળે છે.

દરિયાકાંઠે ભૂમાફીયાઓ અને ખનીજ માફીયાઓ બેખૌફ

માટી, રેતી, પથ્‍થરની ખુલ્‍લેઆમ લૂંટ થઈ રહી છે
દરિયાકાંઠે ભૂમાફીયાઓ અને ખનીજ માફીયાઓ બેખૌફ
નેશનલ હાઈવે બનાવવામાં પણ મનફાવે તે રીતે માટીની લૂંટ કરવામાં આવી રહી છે
અમરેલી, તા. ર9
અમરેલી જિલ્‍લાનાં રાજુલા પંથકમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહૃાો હોય તેની સાથે માફીયાઓનો પણ વિકાસ થઈ રહૃાો હોય આ પ્રકારનો વિરોધાભાસ ચિંતા ઉપજાવે તેવો છે.
રાજુલા-જાફરાબાદ પંથકમાં ભૂમાફીયાઓ અને ખનીજ માફીયાઓને બેઈમાની કરવામાં કોઈનો ડર જ રહૃાો નથી. કોઈ એકલ-દોકલ અધિારી માથુ ઉંચકે તો તુરત જશામ, દામ, દંડ અને ભેદની રીતરસમ અપનાવીને તેને દબાવી દેવામાં         આવે છે.
નેશનલ હાઈવે બનાવવામાં જયાં ત્‍યાંથી માટીની લૂંટ ચલાવવામાં આવી રહી છે. રેતી, માટી, પથ્‍થર મનફાવે ત્‍યાંથી ઉપાડી લઈને પર્યાવરણની ઘોર ખોદવામાં આવી રહી હોય છતાં પણ જવાબદાર વિભાગ કશી જ કાર્યવાહી કરે નહીં આનાથી વધુ કરૂણાજનક બાબત શું કહી શકાય.
રાજુલા-જાફરાબાદ પંથકમાં ગેરકાયદેસર રીતે ભરડીયાનો પણ ધમધમાટ જોવા મળી રહૃાો છે. રાજુલા શહેરમાં પણ ભરડીયો કોઈ પણ મંજુરી વગર ચાલી રહૃાાનું ચર્ચાઈ       રહૃાું છે.
અમરેલી જિલ્‍લામાં આજે પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીની જનતા જનાર્દનમાં ભારે પ્રશંસા થઈ રહી છે. જેમાંથી અન્‍ય વિભાગનાં ઉચ્‍ચ અધિકારીઓએ પ્રેરણા લેવાની જરૂર છે.