Main Menu

Thursday, May 31st, 2018

 

અમરેલી પાલિકાએ ચોમાસાને લઈને તૈયારીઓ શરૂ કરી

બિસ્‍માર મકાનો અને હોર્ડીગ્‍ઝ હટાવી લેવા તાકીદ કરી
અમરેલી પાલિકાએ ચોમાસાને લઈને તૈયારીઓ શરૂ કરી
શહેરમાં ભયજનક હોર્ડીગ્‍ઝ બબ્‍બે વર્ષથી કયારેય દુર કરવામાં આવ્‍યા નથી
અમરેલી, તા. 30
અમરેલી શહેરમાં આગામી પખવાડીયામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ રહૃાો હોય પાલિકાએ શહેરમાં બિસ્‍માર બનેલ મકાનો તેમજ બિનઅધિકૃત હોર્ડિંગ્‍ઝ હટાવી લેવા અને ખાનગી ખુલ્‍લા પ્‍લોટમાંથી ગંદકી અને ઉકરડા હટાવી લેવા શહેરીજનોને તાકીદ કરી છે.
પાલિકાનાં શાસકોએ જણાવેલ છે કે, અમરેલી શહેર વિસ્‍તારમાં કોઈપણ વ્‍યકિત કે સમુહો મારફત જાહેરાતો માટેના હોર્ડિગ્‍ઝ બોર્ડ મુકવામાં આવેલ છે તે તમામ ઈસમોએ આ જાહેર નોટીસ પ્રસિઘ્‍ધ થયેથી દિન-રમાં ઉતારી લેવા અગર તો નિયમસરનાં ધારાધોરણ મુજબની ડીઝાઈન સરકાર માન્‍ય સ્‍ટ્રકચરલ એન્‍જીનીયર પાસે તૈયાર કરાવી મજબુત સ્‍થિતિમાં કરાવી આપી આ કચેરીને લેખિત જાણ કરવી. આમ કરવામાં કસુર થયેથી કોઈપણ પ્રકારે આકસ્‍મીક બનાવ બનશે તે માટે જે તે વ્‍યકિતનાં બોર્ડ જાહેરાત હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુમાં જણાવેલ છે કે, અમરેલી શહેરમાં ખુલ્‍લા પ્‍લોટ, જમીનો ધરાવે છે તે પ્‍લોટ જમીનોમાં કચરો, ગંદકી અને ઉકરડા થાય છે તે તમામ પ્રકારનાં પ્‍લોટ, જમીનો પર આ જાહેરનોટીસ પ્રસિઘ્‍ધ થયેથી દિન-રમાં ગંદકી, કચરો, ઉકરડા દુર કરી યોગ્‍ય રીતે નિકાલ કરી જગ્‍યાને સુરક્ષિત કરવાની રહેશે અન્‍યથા આ પ્રકારની ગંદકી, ઉકરડા જે કોઈ જમીન કે પ્‍લોટ ઉપર ઘ્‍યાન પર આવશે તે તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને જમીન મહેસુલ કાયદાની જોગવાઈ અનુસાર જમીનનાં કબ્‍જા ખાલસા કરવા, જમીન અંગેના હકક સમાપ્‍ત કરવા અંગેની દરખાસ્‍ત સરકારમાં કરવામાં આવશે.
વધુમાં જણાવેલ છે કે, અગામી ચોમાસાની ઋતુ શરૂ થતી હોય વાવાઝોડુ, અતિવૃષ્‍ટિ વિગેરેને કારણે જર્જરીત થયેલ મિલ્‍કતો/મકાનો પડવાની સંભાવના હોય તેવી જર્જરીત થયેલ મિલ્‍કતો અન્‍ય કોઈનાં હકક-હિત તેમજ જાનમાલને નુકશાન ન થાય તે રીતે સલામત રીતે ઉતારી લેવા તેમજ જરૂરી મરામત કરવા દિવસ-7 માં કાર્યવાહી કરવી. તેમજ આવા જર્જરીત મકાનોમાં રહેતા લોકોએ પોતાના માલ-સામાન સાથે અન્‍યત્ર ખસી જવા જણાવવામાં આવે છે. અન્‍યથા આવી કોઈ મિલ્‍કતો/મકાનો પડવાથી જો કોઈ જાનમાલને નુકશાની થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે મિલ્‍કત માલિક અને કબ્‍જેદારની અંગત રહેશે જેની લાગતા વળગતા તમામ લોકોએ ગંભીરતાથી નોંધ લેવા જણાવેલ છે.

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એક પૈસાનો ઘટાડો

કોણ કહે છે કે એનડીએ સરકાર ભાવ ઘટાડો કરવાનું જાણતી નથી
અચ્‍છે દિનનો શુભારંભ : પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એક પૈસાનો ઘટાડોઅચ્‍છે દિનનો શુભારંભ : પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એક પૈસાનો ઘટાડો
અમરેલી, તા. 30
દેશભરમાં છેલ્‍લા 1પ દિવસથી દરરોજ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થતો હતો અને આ ભાવ વધારો કયાં જઈને અટકશે તેને લઈને જનતા જનાર્દનમાં ચિંતાનો માહોલ હતો. તેવા જ સમયે આજે એનડીએ સરકારનાં ઈશારે પેટ્રોલીયમ કંપનીએ પેટ્રોલ- ડીઝલનાં ભાવમાં પ્રતિ લીટર એક પૈસાનો ઘટાડો કરીને પરાક્રમ કર્યુ છે.
આજથી 4 વર્ષ પહેલા દેશમાંથી બુરે દિન નાબુદ કરીને અચ્‍છે દિનની સ્‍થાપના કરવાનાં વચન સાથે નરેન્‍દ્ર મોદી પ્રધાનમંત્રી બની ગયા બાદ હવે તેઓ દેશમાં અચ્‍છે દિન લાવવા સક્રીય થયા હોય તેવું લાગી રહૃાું છે.
પેટ્રોલ-ડીઝલનો સતત ભાવ વધારો થતો હતો ત્‍યારે કોંગી અઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ નરેન્‍દ્ર મોદીને ભાવ ઘટાડો કરવાની ચેલેન્‍જ આપી હતી. જેનો સ્‍વીકાર નરેન્‍દ્રમોદીએ કર્યો હોય તેવું 1 પૈસાનાં ભાવ ઘટાડાથી લાગી રહૃાું છે.
એનડીએ સરકાર અને પેટ્રોલીયમ કંપનીની દાનત જ નથી ભાવ ઘટાડાની તેવો આક્ષેપ વિપક્ષો કરી રહૃાા હતા. તેને પણ આજે જડબાતોડ જવાબ મળી ગયો છે.
જો કે 1 પૈસાનાં ઘટાડાને લઈને દેશભરમાં રાાજકરણ ગરમાયું છે અને વિપક્ષો એનડીએ સરકાર પર તુટી પડયા છે. જો કે દેશની જનતા આજે પણ નરેન્‍દ્ર મોદીનાં સમર્થનમાં હોવાનું વિવિધ નામી-અનામી સર્વે એજન્‍સી કહી રહી હોય વિપક્ષોને કોઈ ફાયદો મળશે તેવું લાગતું નથી.

ફૂવાને સાળાનાં પુત્રએ લોખંડના પાઈપ વડે માર્યો માર

અમરેલી, તા. 30,
અમરેલીમાં રહેતાં હિંમતભાઈ વિરજીભાઈ વાળા નામના 38 વર્ષીય યુવકને પોતાની પત્‍નિ અરૂણાબેન સાથે ઝગડો થતાં તેણી ઘરેથી ચાલી જતાં આ યુવક લીલીયા તાલુકાનાં દાડમાં ગામે તેમના સસરાને ત્‍યાં પુછવા ગયેલા ત્‍યારે તેમના સાળાનાં પુત્ર હસમુખ મુળજીભાઈ પરમારને પુછતાં તેઓએ ઉશ્‍કેરાઈ જઈ પોતાના ફૂવાને લોખંડનાં પાઈપ વડે આડેધડ માર મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

નાના ઝીંઝુડા ગામે રસોડામાં પડી જતાં ખેડૂતનું મૃત્‍યુ

પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ
અમરેલી, તા.30
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામે રહેતા અને ખેતી કામ કરતાં ધીરૂભાઈ મનજીભાઈ પદમાણી નામના પ8 વર્ષીય ખેડૂત આજે સવારે પોતાના ઘરે રસોડામાં જતા કોઈ કારણોસર પડી જતાં અને રસોડામાં છાસ બનાવવા માટેનું વલોણા યંત્ર શરૂ હોય તેમની બાજુમાં પડેલા હોય, તેમને તાત્‍કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ હતા. તેમના મૃત્‍યુનું કારણ જાણવા માટે પી.એમ. રિપોર્ટની રાહ જોવાઈ         રહી છે.

ગઢીયા ગામની સીમમાં બાઈક સ્‍લીપ થતાં વૃઘ્‍ધનું મોત

અમરેલી, તા. 30,
ધારી તાલુકાનાં વીરપુર ગામે રહેતાં દેવશીભાઈ કાળુભાઈ પાટડીયા નામનાં 70 વર્ષીય વૃઘ્‍ધ ગઈકાલે બપોરે 3 વાગે પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર સરાણીયા અમરશીભાઈ સાથે ગઢીયા ગામની સીમમાં કોઈ કામસર જતાં હતા ત્‍યારે મોટર સાયકલ ઉપરથીપડી જતાં માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામતા તેમને અમરેલી દવાખાને ખસેડાયેલ. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની કાર્યવાહી થતી હતી ત્‍યાં જ તેમનું મૃત્‍યું થયાનું પોલીસમાં મૃતકનાં પુત્ર વિરજીભાઈ દેવશીભાઈ પાટડીયાએ જાહેર કર્યુ હતું

જગુ પુલ ઉપરથી પસાર થતી ખાનગી લકઝરી બસ ત્રાંસી થઈ

સુરત જતી બસમાં મુસાફરોની જાનહાની ટળી
અમરેલી,તા. 30
અમરેલી નજીક વરૂડી જવાનાં માર્ગ ઉપર આવેલ જગુ પુલ ઉપરથી અમરેલીથી સુરત રૂટમાં ચાલતી એક ખાનગી બસ કોઈ કારણોસર પુલ ઉપરથી અર્ધી નિચે ઉતરી જતાં બસ ત્રાંસી થઈ જવા પામી હતી.
આ બસમાં અનેક મુસાફરો હોવા છતાં બસ ચાલકે બસની              પલટી મારતાં અટકાવી અને મુસાફરોનાં જીવ બચાવી લેતાં મોટી જાનહાની  ટળી હતી. આ બનાવનાં પગલે  ભારે અફડાતફડી મચી જવા પામી    હતી.

અમરેલી જિલ્‍લામાં રાષ્‍ટ્રીયકૃત બેન્‍કોનાં કર્મચારીઓએ હડતાલ કરીને સૂત્રોચ્‍ચાર કર્યા

અમરેલી, તા. 30
અમરેલી શહેરની તમામ રાષ્‍ટ્રીયકૃત બેન્‍કનાં કર્મચારીઓ ર્ેારા આજથી બે દિવસ સુધી તેમની પડતર માંગણીઓને લઈ હડતાલ ઉપર ગયા છે. ત્‍યારે આજે સવારે 11 કલાકે અત્રેની સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની મુખ્‍ય શાખાએ અમરેલીની તમામ રાષ્‍ટ્રીયકૃત બેન્‍કનાં કર્મચારીઓ એકઠા થયા હતા અને પોતાની માંગણી અંગે સુત્રોચ્‍ચાર કર્યા હતા.
બાબરામાં રાષ્‍ટ્રીય કૃત બેંકોના કારણે બેન્‍ક વહીવટ ઠપ્‍પ થતા ગ્રાહકો મુશ્‍કેલીમાં મુકાય ગયા હતા બેન્‍ક હડતાલની સૌથી મોટી અસર અહીંના જિનમાલિકો અને યાર્ડનાં વેપારીઓને થઈ હતી. બેન્‍કમાં નાણાંકીય વહીવટ અટકી જતા વેપારમાં મુશ્‍કેલીઓ ઉભી થઈ હતી.
એસબીઆઈ, બેન્‍ક ઓફ બરોડા,દેનાબેન્‍ક, સહિતની રાષ્‍ટ્રીય બેંકોના કર્મચારીઓ કેન્‍દ્ર સરકાર સામે વિવિધ માંગણીઓનાં મુદ્યે બે દિવસ સુધી હડતાલ પર ઉતરી જતા બેકિંગ કામકાજ ઠપ્‍પ થઈ ગયું હતું.
ત્‍યારે બાબરામાં આવેલ એસબીઆઈ બેન્‍ક, દેના બેન્‍ક, બેન્‍ક ઓફ બરોડાની શાખાઓ પણ બંધ રહેતા અહીં બેંકમાં આવતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહૃાાો છે.
ત્‍યારે અહીં આવેલ માર્કેટીંગયાર્ડમાં ખેડૂત પાસેથી કપાસ, ચણા સહિતની ખેત જણસોની ખરીદી કરતા વેપારીઓને નાણાંની ચૂકવણી કરવામાં ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો તેમજ કોટન જિનનાં માલિકોને પણ કપાસની ગાડીઓનું પેમેન્‍ટ કરવામાં ભારે અવરોધ ઉભો થયો હતો.
તેમજ હાલ પેંશનરોની હયાતીની ખરાઈ બેંકોમાં થતી હોય છે, ત્‍યારે બેંકોમાં હયાતીમાં ખરાઈ કરવા આવતા પેંશનરોને પણ નાહકનો ધક્કો થયો હતો. આમ બાબરામાં બેન્‍ક હડતાલનાં કારણે કરોડો રૂપિયાનાં વહીવટ ખોરવાઈ ગયા હતા.

અમરેલીની હેડ પોસ્‍ટ ઓફીસ સામે ગ્રામીણ ડાક સેવકોએ મહાસભા યોજી

અમરેલી, તા. 30
દેશવ્‍યાપી ગ્રામીણ ડાક સેવા આપતા કર્મીઓની હડતાલ અમરેલી જીલ્‍લામાં પણ ચાલુ છે. છેલ્‍લા આઠ દિવસથી અમરેલીની મેઈન પોસ્‍ટ ઓફીસ કચેરીની બહાર ધરણા કરતા ગ્રામીણ ડાક સેવકોએ બેનરો સાથે સુત્રોચ્‍ચાર કરીને સરકાર સામે બંડ પોકારીને સાતમાં પગારપંચની માંગણી બુલંદ કરી છે.
અમરેલીની હેડ પોસ્‍ટ ઓફીસ બહાર મંડપ નાખીને પોસ્‍ટ કર્મીઓ છેલ્‍લા આઠ દિવસથી ગાંધી ચિંઘ્‍યા માર્ગે હડતાલ આંદોલન કરીને સરકાર પાસે સાતમાં પગારપંચની માંગણી કરી રહૃાાં છે. અમરેલી જીલ્‍લાની 300 આસપાસની ગ્રામીણ પોસ્‍ટ કચેરીઓનાં કર્મીઓ હેડ પોસ્‍ટ ઓફીસ બહાર હડતાલ કરી રહૃાા છે. ગ્રામીણ પોસ્‍ટ કર્મીઓને કાયમી કર્મીઓ કરતા સાવ નિમ્‍ન વેતન મળતું હોવાથી ગ્રામીણ પોસ્‍ટ કર્મીઓએહડતાલનું શસ્‍ત્ર ઉગામ્‍યું છે.
આજે ડાક યુનિયન ર્ેારા મહાસભાનું નામ આપીને ગ્રામ્‍ય કક્ષાનાં પોસ્‍ટ કર્મીઓ હડતાલમાં બેનરો લઈને જોડાયા હતા. સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કરીને 31પ બ્રાન્‍ચોનાં કર્મીઓએ કમલેશચંદ્રા કમિટીનો રિપોર્ટ 18 માસ જેટલો સમય વીતવા છતાં સરકાર લાગુ કરતી ના હોવાથી સીટી લેવલના કર્મીઓને ર વર્ષથી સાતમું પગાર પંચ લાગુ થઈ ગયું છે ત્‍યારે ગ્રામીણ પોસ્‍ટ કર્મીઓ સાથે ઓરમાયું વર્તન દાખવતી હોવાની પોસ્‍ટ કર્મીઓ જણાવી રહૃાા છે. ત્‍યારે હેડ પોસ્‍ટ ઓફીસ સાથે સબ સેન્‍ટરો પર ટપાલોના ઢગલા થઈ ગયા છે અને અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે.
ગ્રામ્‍ય કક્ષાનાં 600 કર્મીઓ હડતાલમાં જોડાતા તાર, ટપાલ, રજીસ્‍ટર, પાર્સલ, વીમા, સહિતના કામગીરી ઠપ્‍પ થઈ ગઈ છે ત્‍યારે એક અઠવાડિયાથી ગ્રામીણ પોસ્‍ટ હડતાલનો અંત કયારે આવે તે કહેવું મુશ્‍કેલ છે પણ ગ્રામ્‍ય કક્ષામાં પોસ્‍ટની હડતાલની અસર વધુ પડી રહી હોય ત્‍યારે ત્‍વરિત નિરાકરણ આવશે કે કેમ તે તો સમય જ કહેશે.

જાફરાબાદના વઢેરામાં રર હજાર માનવ દિન ઉત્‍પન્‍ન થયા : રૂા.રર લાખની મજૂરી ચૂકવવાનો અંદાજ

અમરેલી તા.30
મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા કોઈ પણ કુટુંબ કે જેના પુખ્‍તવયના સભ્‍યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્‍છુક હોય તેમને રોજગારી આપવામાં આવે છે. બિનકુશળ શ્રમ કરવા ઈચ્‍છુક કુટુંબને રોજગારી આપવાનો હેતુ મનરેગા યોજનાનો છે.
મનરેગા યોજના થકી રોજગારી પૂરી પાડી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નિવાસ કરતા જરૂરિયાતમંદ કુટુંબોને આજીવિકાનો અવસર સાંપડે છે. તેમને રોજગારી આપી આર્થિક ઉપાર્જન કરવામાં મદદરૂપ થતા સામાજિક સુરક્ષા પણ તેમને મળી રહે છે.
આજીવિકા સુરક્ષા સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ટકાઉ અસ્‍કયામતોનું નિર્માણ, જળ સુરક્ષાની સ્‍થિતિમાં સુધાર અને જમીનની ઉત્‍પાદકતામાં વધારો ગ્રામ્‍ય વિસ્‍તારમાં દુષ્‍કાળ નિવારણ અને પૂર નિયંત્રણ સહિતનીકામગીરી આ યોજના તળેકરવામાં આવે છે.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે મનરેગા યોજના તળે કામગીરી હાથ ધરી રોજગારીનું સર્જન કરવામાં   આવ્‍યું છે.
વઢેરા ખાતે મનરેગા યોજના તળે તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામ માટે રૂ.ર3,99,ર00ની તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે.
મનરેગા તળેની આ કામગીરી તા.19 મે-ર018થી શરૂ કરવામાં આવી હતી જેના ભાગરૂપે પ્રથમ ભાગનું કામ તા.ર8 મે- ર018ના રોજ પૂર્ણ થયેલ છે. આ અઠવાડિયા દરમિયાન ર,000 શ્રમિકો કામ કરતા ર0 હજાર માનવદિન ઉત્‍પન્‍ન થયેલ છે. જેમાં રૂ.રર લાખ મજૂરી ખર્ચ થવાનો અંદાજ છે. અંદાજે 7પ0 કુંટુંબોને રોજગારી પ્રાપ્‍ત થયેલ છે. વઢેરા ખાતેના તળાવમાં 9 હજાર ઘનમીટર માટીનો પાળો બનાવવામાં આવેલ છે અને આ તળાવ ઉંડું કરવામાં     આવેલ છે.

અમરેલીમાં મંત્ર એનેગ્રો કંપની દ્વારા હર્બલ આયુર્વેદ દવાનું લોચીંગ

નતનવી બિમારીઓ વહન કરી રહેલ સમાજ માટે આયુર્વેદ અકસીર પુરવાર થઇ રહેલ છે તેવા સમયે અમરેલી જિલ્‍લામાં પ્રથમ ફાર્મા કંપની ભભમંત્ર એનેગ્રો પ્રાઇવેટ લી.ભભ દ્વારા દર્દીનારાયણની સેવામાં ભભશાંતિ હર્બલ આયુર્વેદ દવાભભ ચલાલાની પ્રસિઘ્‍ધ દાન મહારાજની ધર્મ જગ્‍યાના મહંત પૂ.વલકુબાપુના હસ્‍તે દર્દીનારાયણની સેવા-સારવાર માટે લોચીંગ કરવામાં આવતા આનંદ છવાયો છે. મહંતે જણાવેલ કે, તંદુરસ્‍ત જીવન માટે આયુર્વેદ અકસીર પુરવાર થયા છે. તેવા સમયે ભભશાંતિ હર્બલ આયુર્વેદ પ્રોડકટભભ લોકોને રાહતરૂપ નિવડશે. કાર્યક્રમમાં ઉપસ્‍થિત પૂર્વ કેબીનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, આયુર્વેદ આપણી ઋષિ પરંપરામાં દર્શાવેલ હાથવગી સરળ સારવાર છે. ફાર્મા કંપની મંત્ર એનેગ્રો પણ સેવાકાર્યમાં આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી. કંપની ચેરમેન મુકેશ સંઘાણીએ સ્‍વાગત પ્રવચનમાં જણાવેલ કે, મંત્રી એનેગ્રો દ્વારા નિર્મીત દવાઓ આગામી દિવસોમાં તમામ આયુર્વેદ મેડીકલ સ્‍ટોર અને ડોકટરો પાસે ઉપલબ્‍ધ બની રહેશે તેમજ પ્રોડકટ વિશે વિશેષ માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમની આભાર વિધીમાં કંપની ડીરેકટર ડો. સાપરીયાએ જણાવેલ કે, તૈયાર થતી પ્રોડકટ નફો રળવા નહિં પરંતુ ગરીબ અને મઘ્‍યમ વર્ગને પરવડે તેવી સેવાભાવના ઉદ્‌ેશ સાથે તૈયાર કરવામાં આવી છે. કાર્યક્રમમાં અશ્‍વિનભાઇ સાવલીયા, કૌશિક વેકરીયા સહિત નામાંકિત ડોકટરો, શુભેચ્‍છકો, પરિવારજનો ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન ડીરેકટર જયદીપ કાબરીયાએ કરેલ હતુ. તેમ મંત્ર એનેગ્રો પ્રા.લી.ની અખબારી યાદીમાંજણાવાયેલ છે.

31-05-2018