Main Menu

Wednesday, May 30th, 2018

 

મોંઘવારી, મહિલા અત્‍યાચાર વિગેરેમાં નિષ્‍ફળતા છુપાવવા ભાજપ સરકાર અવનવા ગતકડા કરે છે : ધાનાણી

અમરેલી, તા.ર9
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આજે પત્રકાર પરિષદમાં પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ એ એક વિચારધારા છે. રાજયમાં આજે લોકશાહીને બચાવવી ખૂબ જરૂરી છે. આજે પાટીદાર સમાજ, દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લધુમતી સમાજના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, કાયદો અને વ્‍યવસ્‍થાનીકથળતી જતી પરિસ્‍થિતિના પ્રશ્નો જેવા ગંભીર પ્રશ્નો રાજયમાં ઉપસ્‍થિત થયા છે, ત્‍યારે આ તમામ મુદ્‌ે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા કોંગ્રેસ પક્ષ માંગણી કરશે.
ઉપસ્‍થિત કરાયેલ પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્‍યું હતું કે, હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્‍યાય પંચાયતમાં ઉપસ્‍થિત રહેવા મને નિમંત્રણ મળ્‍યું હતું, પરંતુ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોના કારણે હું આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી શકેલ નહીં અને ઉપસ્‍થિત ન રહેવા અંગેની જાણ પણ તેઓને કરેલ હતી. પાટીદાર ન્‍યાય પંચાયતમાં કોંગ્રેસ પક્ષના અન્‍ય પાટીદાર ધારાસભ્‍યો અને આગેવાનોને પણ નિમંત્રણ પાઠવવામાં આવેલ અને તેને માન આપીને પાટીદાર ધારાસભ્‍યોએ અને આગેવાનોએ ઉપસ્‍થિત રહીને પાટીદાર ન્‍યાય પંચાયતમાં રજૂ થયેલા વિવિધ મુદ્‌ાઓ, સમાજના પ્રશ્નો, સમાજની લાગણીઓ અને માંગણીઓ અંગે ચર્ચામાં ભાગ લીધેલ. પાટીદાર ન્‍યાય પંચાયતમાં ભાજપ દ્વારા પાટીદાર સમાજ પર થયેલ દમન અને રર હજાર જેટલા કેસો પરત ખેંચવા ભાજપ દ્વારા ચૂંટણી પહેલાં અપાયેલ વચનો અને ચૂંટણી બાદ ભૂલાઈ ગયેલ તે વચન અંગે વિસ્‍તૃત ચર્ચા થઈ હતી અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યો અને આગેવાનોએ તેમાં ભાગ પણ લીધો હતો. કોંગ્રેસ પક્ષની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સહિત અન્‍ય ધારાસભ્‍યોને પણ આમંત્રણ અપાયા હતા. પરંતુ તેઓ શા માટે હાજરરહ્યા નહીં તેનો જવાબ તો તેઓ જ આપી શકશે.
કોંગ્રેસે પોતાની ફરજ નિભાવી છે. સમાજો-સંગઠનો પોતાની વેદના-પ્રશ્નો સાંભળવા કે સરકારે આપેલ વચનો ન નિભાવવામાં આવતા હોય તેવા પ્રશ્નો અંગે પણ કોંગ્રેસ પક્ષે સમાજો- સંગઠનોની લાગણી – માંગણી સમજી વિધાનસભાના ફલોર ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્‍યો છે અને ઉઠાવતો રહેશે. પરંતુ ભાજપની કરણી- કથનીમાં ફેર છે. ચૂંટણી જીતવા ગમે તેવા વચનો આપી દેવા અને ચૂંટણી બાદ આપેલ વચનો ભૂલી જવા તે ભાજપનું કામ છે. ભાજપ એ ભૂલી જાય છે કે ‘પોદળા પડયા પછી ઉખાડીએ તો ધુળ લઈને જ આવે’ તેમ ભાજપ વચનો આપીને ફરી જાય છે, પરંતુ પ્રજા તે ભુલી નથી અને સમય આવ્‍યે પ્રજા ભાજપને જડબાતોડ જવાબ આપશેજ.
વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપના શાસનમાં વધી રહેલ મોંધવારી, પેટ્રોલ-ડીઝલના ઐતિહાસિક ઊંચા ભાવ, મહિલાઓ ઉપર થતા અત્‍યાચાર અને બળાત્‍કારના બનાવો વગેરે બનાવોથી ગુજરાતની પ્રજાનું અન્‍યત્ર ઘ્‍યાન ખેંચવા અને આવા પ્રશ્નોથી બચવા માટે ભાજપ સરકાર ‘મા’ નામના શબ્‍દને આગળ ધરીને સમગ્ર નારી શક્‍તિનું અપમાન કરી રહી છે. રાજયમાં છેલ્લા બે વર્ષમાં 13,પ74 મહિલાઓ ગુમ થઈ છે તેમજ 1887 મહિલાઓ      બળાત્‍કારનો ભોગ બની છે. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સૂત્રો આપવામાં શૂરી ભાજપ સરકારમહિલાઓને સલામતી આપવાની માત્રને માત્ર વાતો જ કરે છે, પરંતુ મહિલાઓને સલામતી બક્ષી શકતી નથી.
વધુમાં જણાવ્‍યું હતું કે, પાટીદાર પંચાયતમાં ઉભા થયેલા પ્રશ્નો અંગે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગણી કરાશે. આજે સિનિયર સભ્‍ય વિરજીભાઈ ઠુંમર તરફતી પાટીદારો ઉપર થયેલા ખોટા કેસ અને બહેનોની કરેલી બેઈજ્જતી માટે માલવણ ખાતે પાટીદાર ન્‍યાય પંચાયતમાં લેવાયેલ નિર્ણય મુજબ તેમજ ન્‍યાય પંચાયતમાં થયેલ ઠરાવો મુજબ પાટીદાર બહેન-દીકરીઓ ઉપર થયેલા અમાનુષી અત્‍યાચાર અને પાટીદાર યુવાનો પર થયેલ રર હજાર જેટલા ખોટા કેસ, હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહના તથા અન્‍ય ગુનાઓ દાખલ થયેલ છે, તે અંગે બંને પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ કેસો પાછા ખેંચવા માટે પાટીદાર યુવાનોને હાર્દિક પટેલના નેતૃત્‍વમાં ખાતરી આપી હતી. હાલ ભાજપની સરકાર હોઈ અન્‍યાય સામે ન્‍યાય મેળવવા માટે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવા હાજર રહેલ કોંગેસ પક્ષના 1ર ધારાસભ્‍યો તરફથી થયેલ સૂચન સહિતનો પત્ર મળ્‍યો છે.
પાટીદાર સમાજની લાગણી -માંગણી પહોંચાડવા કોઈ વ્‍યક્‍તિત સમાજની વેદના વિરોધપક્ષ સમક્ષ વ્‍યક્‍તત કરે તે સમસ્‍યાના નિવારવા માટે વિરોધપક્ષ રજૂઆતો કરે, સમસ્‍યાને વાચા આપે તે કામ વિરોધપક્ષનાં છે. આ સમસ્‍યાઓનું નિવારણ કરવાનું કામ સત્તાપક્ષનું છે.સરકાર સુધી પ્રજા વતી જે પ્રશ્નો વિરોધપક્ષ દ્વારા સરકારને મળ્‍યા હોય તેની ખુલ્લા મને ચર્ચા કરવા સરકારે વિશેષ સત્ર બોલાવવું જોઈએ. આજે પાટીદાર સમાજ, દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લધુમતી સમાજના પ્રશ્નો, ખેડૂતોના પોષણક્ષમ ભાવ સહિત પાક વીમાના પ્રશ્નો, યુવાનોના રોજગારીના પ્રશ્નો અને રાજયમાં    કથળતી જતી કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિના પ્રશ્નો ઉભા થયા છે, જે વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવશે.
ભાજપ પ્રમુખ જીતુભાઈ વાધાણીને જયારે પાટીદાર ન્‍યાય પંચાયતનું આમંત્રણ આપવા પાટીદારો ગયા ત્‍યારે ‘હાર્દિક પટેલ તોકોંગ્રેસનું પીઠ્ઠુ છે’ તેવું નિવેદન તેમણે કર્યું હતું. વિધાનસભાની ગત ચૂંટણી પહેલાં પાસ તથા પાટીદારના યુવાનો પર થયેલા રર હજાર કેસ પરત ખેંચવાનું ભાજપ સરકારે વચન આપ્‍યું હતું, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ભાજપે પોતાના વચનનું પાલન કરેલ નથી. પાટીદારોની નસેનસમાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાનું લોહી વહે છે. આ એ જ સરદાર પટેલ છે કે જેમણે હૈદ્રાબાદના નવાબ હોય કે જૂનાગઢના નવાબ હોય, તેમને દેશની તરફેણમાં ઝુકાવીને આ વિસ્‍તાર ભારતમાં સામેલ કર્યા હતા, આવા સરદાર પટેલના વંશજો કોઈ પક્ષના પીઠ્ઠુ હોઈ શકે નહીં. ભાજપ સરકારથી નારાજ થઈને પાટીદારો દ્વારા પાટીદાર ન્‍યાય પંચાયત બોલાવવામાં આવેલ, જેમાં કોંગ્રેસ પક્ષપાટીદાર ધારાસભ્‍યોએ પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને પાટીદારોની વેદના સાંભળી હતી.

અમરેલી શહેરનાં એપીએલ કાર્ડ ધારકોને 1લી ડીસેમ્‍બરથી રાહતદરનું કેરોસીન નહી મળે

મામલતદાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી
અમરેલી, તા.ર9
અમરેલી શહેરના તમામ એ.પી.એલ. કેરોસીન રેશનકાર્ડ ધારકોને આ નોટીસથી જણાવવામાં આવે છે કે, સરકારના અન્‍ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગાંધીનગરના તા. 10/પ/ર018ના પરિપત્ર ક્રમાંક : કસન/10ર018/ર64481/બની સુચના મુજબ એ.પી.એલ. કેટેગરીના કેરોસીન મેળવતારેશનકાર્ડ ધારકોએ તા. 30 નવેમ્‍બર-ર018 સુધીમાં સ્‍વખર્ચે પી.એન.જી./એલ.પી.જી. જોડાણ મેળવી લેવાનું રહે છે. તેમજ તા.1 ડિસેમ્‍બર-ર018 થી અમરેલી શહેરના વિસ્‍તારોમાં એ.પી.એલ. કેરોસીન રેશનકાર્ડ ધારકોને પીડીએસ કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે તેમ ઠરાવવામાં આવેલ છે.
સબબ, અમરેલી શહેરના તમામ એપીએલ કેટેગરીના કેરોસીન રેશનકાર્ડ ધારકોને આ નોટીસથી અવગત કરવામાં આવે છે કે, સરકારની સુચનાનુસાર તા.1 ડિસેમ્‍બર- ર018થી અમરેલી શહેરના વિસ્‍તારોમાં એ.પી.એલ. કેરોસીન રેશનકાર્ડ ધારકોને પીડીએસ કેરોસીન આપવાનું બંધ કરવામાં આવનાર હોય તેઓએ તા.30 નવેમ્‍બર-ર018 સુધીમાં સ્‍વખર્ચે એલપીજી અથવા પીએનજી જોડાણ મેળવી લેવા અમરેલીનાં મામલતદારની યાદીમાં જણાવેલ છે.

અમરેલી જિલ્‍લામાં ગ્રામીણ ડાક સેવકોની હડતાલ યથાવત

અમરેલી, તા. ર9
દેશભરનાં ગ્રામીણ ડાક સેવકોની હડતાલ આઠમે દિવસે પણ સજજડ બંધ છે. તેમની સાથે અમરેલી ડિવિઝનનાં તમામ જીડીએસ ભાઈઓ જોડાયેલા છે. બધા જ જીડીએસ યુનિયનોની સંયુકત હડતાલ દેશભરમાં ચાલી રહી છે. હડતાલને કારણે રજીસ્‍ટર, પાર્સલ, તથા બચત સેવાને ખૂબજ ભારે અસર થઈ છે. ગામડાનાં સામાન્‍ય જીડીએસ તરફ સરકારનું ઓરમાયું વર્તન છે. જોસરકાર તરફથી રીપોર્ટ તાત્‍કાલિક લાગુ કરવામાં નહિ આવે તો યુનિયન ર્ેારા ઉગ્ર-દેખાવો કરવામાં આવશે.
વિશેષમાં તમામ યુનિયનનાં કલાસ-3 તથા કલાસ-4નાં કર્મચારી હડતાલને સમર્થન આપી ટેકો જાહેર કરેલ છે. આવતીકાલે કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે.

અમરેલી એસ.ટી.નાં ટ્રાફીક કન્‍ટ્રોલની પ્રશંસનીયકામગીરી

બસમાં કિંમતી સામાન ભુલી જનાર માટે
અમરેલી એસ.ટી.નાં ટ્રાફીક કન્‍ટ્રોલની પ્રશંસનીયકામગીરી
અમરેલી, તા.ર9
આજના કળીયુગનાં દિવસોમાં માર્ગ પર અન્‍ય સ્‍થળોએથી કોઈને કિંમતી ચીજવસ્‍તુઓ મળે તો ઘરભેગી કરવામાં આવી રહી છે. તેવા જ સમયે અમરેલી એસ.ટી.નાં ટ્રાફીક કન્‍ટ્રોલર નિલેશ સોલંકી બસમાં કોઈ મુસાફર કિંમતી સામાન ભુલી જાય તો ગમે તેમ કરીને શોધીને મુળ માલીકને સુપ્રત કરવાની ઉમદા કામગીરી કરી રહયા છે.
ગત્‌ તા.રર એપ્રિલનાં રોજ અમરેલી – વડોદરા રૂટની બસમાં એક મુસાફર લેપટોપ અને અગત્‍યનાં કાગળ ભુલી જતાં તેને પરત અપાવી દીધા હતા. તો 7 મે નાં રોજ જેતપુર-અમરેલી – રાજકોટ રૂટની બસમાં દેરડી કુંભાજીનાં મહિલા મુસાફર સોનાના દાગીના અને રોકડ રકમ ભુલી જતાં તે પણ પરત કરાવ્‍યા હતા.
તેવી જ રીતે 16 મે નાં રોજ અમરેલી – મહુવા રૂટની બસમાં એક બહેનું લેપટોપ એક મુસાફરે સેરવી લેતા તે પણ પરત અપાવ્‍યું હતું. અને 17 મે નાં રોજ ઢસાના મુસાફર અમરેલી ડેપોમાં મોબાઈલ ભુલી જતાં તે પણ પરત કરાવ્‍યો હતો.  આમ, અમરેલીનાં ટી.સી. નિલેશભાઈ સોલંકી (મો.99094 831ર1) નો સંપર્ક કરવાથી મુસાફરને બસમાં ભુલી જવાની ચીજવસ્‍તુઓ પરત મળી જાય છે.

કુબડામાં જુગાર રમતાં 7 શખ્‍સોને ઝડપી લેવાયા

અમરેલી, તા. ર9
ધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતાં પ્રવિણ પટોળીયા, વિનોદ પટોળીયા તેમજ ધારીનાં પ્રેમપરા વિસ્‍તારમાં રહેતાં ભદ્રેશ સરવૈયા તથા વિરલ વ્‍યાસ વિગેરે ગઈકાલે 1.30 કલાકે કુબડા ગામે સ્‍ટ્રીટ લાઈટનાં અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોય, ધારી પોલીસને બાતમી મળતાં તમામને રોકડ રકમ રૂા.68870ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીહતી.

મોટા ભમોદ્રા ગામે જુગટું ખેલતાં 6 ખેલંદાઓ ઝડપાયા

અમરેલી, તા. ર9
સાવરકુંડલા તાલુકાનાં મોટા ભમોદ્રા ગામે રહેતાં નરેશ મધુભાઈ જાદવ, ઘોહા પુંજાભાઈ ખુમાણ, જેતુ રામભાઈ ખુમાણ, રમેશ ઉર્ફે મુન્‍નો સડથાભાઈ રાઠોડ, પ્રવિણ શામજીભાઈ મકવાણા, ફીરોજ નથુભાઈ સાંઈ વિગેરે ગઈકાલે મોટા ભમોદ્રા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોય, વંડા પપોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.8370ની મતા સાથે ઝડપી લીધા હતા જયારે મોટા ભમોદ્રા ગામે રહેતાં વિનુ પાંચાભાઈ, હીપાવડલી ગામનાં વિનુ ઉર્ફે ટાર્જન જોગી, દિલીપ પટેલ તથા વિનુ મનજીભાઈ વિગેરે નાશી ગયા હતા જેમની પોલીસે શોધખોળ        આદરી છે.

અરેરાટી : અમરેલીનાં જશોદાનગરમાં આધેડે ગળાફાંસો ખાઈ લીધો

અમરેલી, તા. ર9
અમરેલીનાં જશોદાનગર વિસ્‍તારમાં રહેતાં રમેશભાઈ દેવાયતભાઈ ગોહિલ નામનાં પ8 વર્ષિય આધેડે ગઈકાલે સાંજે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે ઘરમાં પંખાની બાજુમાં આવેલહુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

દામનગરમાં તીનપત્તીનો જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. ર9
દામનગર ગામે રહેતાં મનસુખભાઈ ઘુઘાભાઈ મકવાણા, બુધાભાઈ જગદીશભાઈ શીરવાડીયા, પ્રકાશ ઉર્ફે ગોપાલ વલ્‍લભભાઈરાંધનપરા તથા રાહુલ બચુભાઈ કડેવાલ વિગેરે ગઈકાલે રાત્રે દામનગર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોય, પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.1910ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધારીનાં આંબરડી ગામે પિતા-પુત્રને કુહાડીનાં હાથા વડે માર મારી ઈજા

જાનથી મારી નાંખવા ધમકી પણ આપતાં સામસામી ફરિયાદ
અમરેલી, તા. ર9
ધારી તાલુકાનાં આંબરડી ગામે રહેતાં ભીમભાઈ લાખાભાઈ બાંભણીયા નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધનાં પુત્રને તે જ ગામે રહેતાં બહાદુરભાઈ અનુભાઈના ટ્રેકટર સામ સામે આવી જતાં અને એકબીજાને સાઈડ આપવા બાબતે મનદુઃખ થતાં બહાદુરભાઈ તથા જસમતભાઈ અનુભાઈએ ઉશ્‍કેરાઈ જઈ આ વૃઘ્‍ધ પિતા તથા તેમનાં પુત્રને ગાળો આપી, કુહાડીનાં હાથા વડે મુંઢ ઈજા કરી, જાનથી મારી નાંખવા અંગે ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.
તો સામાપક્ષે બહાદુરભાઈએ પણ હરેશ ભીમાભાઈ, ભીખાભાઈ લાખાભાઈ, બાબુભાઈ લાખાભાઈ સામે માર મારવા સબબની ફરિયાદ નોંધાઈ છે.

રાજુલાનાં આંબલીયાળા ગામે બીમારીથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાધો

અમરેલી, તા. ર9
રાજુલા તાલુકાનાં આંબલીયાળા ગામે રહેતાંકંચનબેન કિશોરભાઈ વાળા નામનાં 40 વર્ષિય પરિણીતાને માનસિક બિમારી હોય, જેથી કંટાળી જઈ ગત તા.ર7 નાં રોજ પોતાની મેળે ઓસરીની ઢીંગલી સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલા શિવાજીનગરમાં વૃદ્ધનાં બંધ મકાનમાંથી રૂા. 83 હજારનાં મુદ્યામાલની ચોરી

અમરેલી, તા. ર9
સાવરકુંડલા ગામે આવેલ શિવાજીનગરમાં રહેતાં ધનજીભાઈ બાબુભાઈ સોનીગરા નામનાં 69 વર્ષિય વૃઘ્‍ધ ગત તા.1પનાં રાત્રીનાં સમયે પોતાનાં રહેણાંક મકાનને તાળા મારી બહાર ગયા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મકાનનાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પડેલા સોના-ચાંદીનાં અલગ અલગ પ્રકારનાં દાગીના કિંમત રૂા.83 હજારનાં ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાબરામાં યોજાયેલ કૃષિ શિબિરમાં હોબાળો

કૃષિકારોને હવે સલાહની નહી સહકારની જરૂર છે
બાબરામાં યોજાયેલ કૃષિ શિબિરમાં હોબાળો
કૃષિ શિબિરમાં આંગળીનાં વેઢે ગણી શકાય તેટલી સંખ્‍યામાં જ ખેડૂતો હાજર રહૃાાં
બાબરા, તા. ર9
બાબરામાં માર્કેટીંગયાર્ડ ખાતે તાલુકા કિસાન સંઘ ઘ્‍વારા આયોજીત કૃષિ શિબિરમાં પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ, કિસાન સંઘના પ્રદેશ અગ્રણી પ્રફુલભાઈ સેંજલીયા, તાલુકા કિસાન સંઘનાં પ્રમુખ લાલજીભાઈ વસ્‍તરપરા, બીપીનભાઈ રાદડીયા, અલ્‍તાફભાઈ નથવાણી, મનુભાઈ શેલીયા, ભરતભાઈ શેલીયા સહિતના ભાજપ અને સહકારી અગ્રણીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.
ત્‍યારે કૃષિ શિબિરનો પ્રારંભ થતાં માર્કેટીંગયાર્ડનાં પૂર્વ ચેરમેન અને તાલુકાના સહકારી અગ્રણી પુનિતભાઈ પલસાણા ચાલું કાર્યક્રમમાં આવીને હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્‍યું હતું. પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ સહિતનાં આગેવાનો ઘ્‍વારા મામલો થાળે પાડવાનો પ્રયત્‍ન કરવામાં આવતા પણ પૂર્વ ચેરમેન બળાપો ાઢી રવાના થયા હતા. બાબરા તાલુકા કિસાન સંઘનાં પ્રમુખ લાલજીભાઈ વસ્‍તરપરાએ પુનિતભાઈ પલસાણાના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી પુનિતભાઈ યાર્ડમાં ચેરમેન હતા ત્‍યારે શું ખેડૂતલક્ષી કામો કર્યા.
જયારે પુનિતભાઈ પલસાણાએ જણાવ્‍યું હતું કે, કિસાન સંઘ માત્ર વાતો કરે છેખેડૂતલક્ષી કોઈ નકકર કામગીરી કરતું નથી. કૃષિ શિબિરના નામે નાટકો કરી તાયફાઓ કરે છે.
વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, ખેડૂતની જમીન જતી રહે છે, પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી, ખેડૂત આત્‍મહત્‍યા કરી રહૃાો છે ત્‍યારે કિસાન સંઘ શું કરતું હતું. આવા આકરા પ્રહારો કૃષિ શિબિરમાં પૂર્વ ચેરમેન ઘ્‍વારા કરવામાં આવતા ઉપસ્‍થિત આગેવાનો અને ખેડૂતોમાં સોંપો પડી ગયો હતો.
બાબરા માર્કેટીંગ યાર્ડમાં કિસાન સંઘ ઘ્‍વારા આયોજીત કૃષિ શિબિરમાં પૂર્વ ચેરમેન ઘ્‍વારા હોબાળો મચાવી બળાપો કાઢતા તાલુકાના રાજકારણમાં ભારે ચર્ચાઓ થવા લાગી હતી.

ખાંભા પંથકમાં ર0 બાળસિંહનો જન્‍મ થયો

8 સિંહણેર0 બચ્‍ચાને જન્‍મ આપતાં સિંહપ્રેમીઓ ખુશખુશાલ
ખાંભા પંથકમાં ર0 બાળસિંહનો જન્‍મ થયો
અમરેલી, તા. ર9
ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ અને ખાંભા રેવન્‍યુમાં સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર હોય એમ અલગ-અલગ એમ આઠ જેટલી સિંહણએ ર0 જેટલા સિંહ          બાળને જન્‍મ આપ્‍યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે સમગ્ર ગુજરાતમાં સિંહની વસ્‍તી ગણતરીમાં હમેશા ખાંભા મોખરે ગણાય છે તેવું વન વિભાગ પાસે જાણવા મળી રહ્યું છે. ત્‍યારે આ વર્ષ વધુ ર0 સિંહની સંખ્‍યામાં વધારો થયો છે  સાથો-સાથ બે સિંહ બાળના એક જ માસમાં મોત થઈ ચુક્‍તયા છે જેમાં એક સિંહ બાળનું મોત થયું હતું અને બે દિવસ પહેલા જ ભાણીયા રાઉન્‍ડમાં ઇનફાઈટમાં એક સિંહ બાળનું મોત થયું હતું.
ખાંભા તેમજ ગીર જંગલ જાણે સિંહનું રહેઠાણ બની ગયું છે ત્‍યારે ખાંભા તેમજ આસ – પાસના વિસ્‍તારમાં 180 થી ર00 જેટલા સિંહની વસ્‍તી હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે ગત સિંહ ગણતરીમાં ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં  100 થી વધારે સિંહ ગણતરી થયેલ હોવાનું વન વિભાગએ જણાવ્‍યું હતું ત્‍યારે આ વર્ષ ખાંભા તેમજ આસ-પાસના વિસ્‍તારમાં આઠ જેટલી સિંહણોએ 18 જેટલા સિંહ બાળને જન્‍મ આપ્‍યો છે જેમાં ખાંભા નજીક હાથીયા ડુંગરમાં એક સિંહણ એ ર0 દિવસ પહેલાત્રણ સિંહ બાળને જન્‍મ આપ્‍યો છે અને આજ વિસ્‍તારમાં અન્‍ય એક સિંહણે એક સિંહ બાળને જન્‍મ આપ્‍યો છે જે એક માસનું સિંહ બાળ છે તેમજ ભાડ રેવન્‍યુમાં સિંહણે બે સિંહ બાળને જન્‍મ આપ્‍યો છે તેમજ ખાંભાના પીપાવવા રાઉન્‍ડમાં ત્રણ સિંહણ અને આઠ સિંહ બાળનું ગ્રુપ છે તેમજ સરાકડીયા ડેમ વિસ્‍તારમાં એક સિંહણએ ત્રણ સિંહ બાળને જન્‍મ આપ્‍યો છે જે સિંહબાળની ઉમર એક થી દોઢ માસ હોવાનું જાણવા મળેલ છે તેમજ કોઠારીયા રાઉન્‍ડમાં એક સિંહણ અને બે સિંહ બાળનું ગ્રુપ છે. વાંકીયા અને મિતિયાળા અભ્‍યારણની બોર્ડર વિસ્‍તારમાં એક કોલર આઈડી સિંહણે એક સિંહ બાળને જન્‍મ આપ્‍યો હોવાનું જાણવા મળેલ હતું. જેની સામે એક માસમાં બે સિંહ બાળના મોત થય ચુક્‍યા છે જેમાંથી 1પ દિવસ પહેલા જ એક સિંહ બાળનું તેમનીમાં સિંહણથી અલગ પડી જવાથી ભૂખ્‍યું અને તરસથી મોત થયું હતું અને બે દિવસ પહેલા ભાણીયા રાઉન્‍ડમાં  ઇનફાઈટ એક સિંહ બાળનું મોત થયેલ હતું ત્‍યારે જોવાનુંએ રહ્યું કે વન વિભાગ આ ર0 જેટલા સિંહ બાળ માટે શું કાળજી લે છે ? અને જો વન વિભાગ તમામ સિંહબાળ માટે પૂરતી કાળજી લે તો સિંહ બાળ નો ચોક્કસ પણે ઉછેર થાય તેમ છે તેવું સિંહ પ્રેમીઓ પાસે જાણવા મળેલ હતું.
ખાંભા તેમજ ગીર જંગલમાં સિંહોની વસ્‍તી ખુબજ છે ત્‍યારે આ વર્ષર0 જેટલા સિંહબાળનો જન્‍મ થયો છે ત્‍યારે વન વિભાગ આ સિંહ બાળની કાળજી લે તો સિંહબાળનો ઝડપ થી ઉછેર થાય તેમ છે વન વિભાગ દ્વારા સિંહણ અને સિંહ બાળને મારણ મળી રહે જેથી કરી સિંહણ કે સિંહ બાળ ભૂખ્‍યા ન રહે તેમજ પાણીની પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવે તેમજ આ તમામ સિંહણ અને સિંહ બાળ કોઈ ખલેલ ન પોહચાડે જેવી કાળજી વન વિભાગ લે તો સિંહબાળનો ઉછેર થશે અને સિંહ ની સંખ્‍યામાં ચોક્કસ વધારો થશે.પણ વન વિભાગ સિંહ બાળની કાળજી લે છે કે તે જોવાનું રહ્યું.
ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના આર.એ.ફો. પરિમલ પટેલએ જણાવ્‍યું હતું કે ખાંભા તેમજ રેવન્‍યુ વિસ્‍તારમાં સિંહોની સંખ્‍યા ખુબજ છે અને આ વર્ષ ખાંભા રેન્‍જ અને જંગલ વિસ્‍તારમાં સિંહણેએ  ર0 કરતા વધારે સિંહ બાળને જન્‍મ આપ્‍યો છે અને તમામ સિંહ પરિવારનું દરરોજ લોકેશન મેળવવામાં આવે છે અને વન વિભાગ અને તમામ સિંહો અને સિંહબાળની પુરેપરી કાળજી લે છે અને સિંહોને પાણી તકલીફ ના રહે તે માટે જંગલમાં ટેન્‍કર દ્વારા પાણીના પોઇન્‍ટ ભરવા માં આવે છે અને સિંહો અને સિંહ બાળ કોઈ પરેશાન કરશે તો ચોક્કસ પગલાં ભરવામાં આવશે તેમ ખાંભા આરએફ ઓએ જણાવ્‍યું હતું.

વિવિધ પ્રકારની માંગને લઈને અમરેલી જિલ્‍લામાં સ્‍ટોન ક્રશરની હડતાલ શરૂ થઈ

બાબરા, તા. ર9
ગુજરાત કવોરી એસોસીએશન ર્ેારા વિવિધ માંગણીઓ મુદ્યે અચોક્કસ સુધી હડતાલ પડતા બાબરા સહિત અમરેલી જિલ્‍લાની કવોરી બંધ જોવા મળી રહી છે. જિલ્‍લાનાં કુલ સિત્તેર જેટલા ભરડીયા હડતાલમાં જોડાતા હજારો મજૂરોની રોજી રોટી પર આફત આવી પડી છે.
અમરેલી જિલ્‍લા કવોરી એસોસીએશનનાં પ્રમુખ મહેશભાઈ ભાયાણીએ જણાવ્‍યું હતું કે બાબરા સહિત અમરેલી જિલ્‍લાનાં કવોરી માલિકો વિવિધ પ્રશ્‍નોને લઈ રાજય વ્‍યાપી કવોરી બંધ એલાનમાં જોડાયું છે. વધુમાં જણાવ્‍યું છે કે, રાજય સરકાર ર્ેારા છેલ્‍લા 8 વર્ષથી નવી લીઝ આપવાનું બંધ કરેલ છે, વાહનોનું અસહૃા ડિપોજીટ ભરી રજિસ્‍ટેશન કરાવવા બાબત તેમજ વાહનોનું આર.ટી.ઓ. સાથે લિંક કરેલ હોવાથી પાસિંગ કરતા ઓછી રોયલ્‍ટી નિકળે છે તેને જેટલો માલ ભરે એટલી રોયલ્‍ટી નિકળે એવી માંગણી છે. અન્‍વયર કલીયરન્‍સ અને માઈનીંગ પ્‍લાન સરકાર ર્ેારા મળતા હોવાથી રોયલ્‍ટી બંધ કરવામાં આવે છે. ઓવરલોડ વાહનોમાં અસહૃા દંડ, ખાડા માપી કરોડોનાં ખોટા દંડ કરેલ છે તે રદ કરવા, જુદા જુદા 1પ થી વધુ વિભાગો ર્ેારા વાહનો રોકી ખોટા દંડ કરવાની ધમકી આપી મોટા તોડ કરવામાં આવે છે તે એક જ ખાણ ખનિજવિભાગને સત્તા આપવા બાબત જેવા 1પ મુદ્યાનાં નિરાકરણ માટે મુખ્‍યમંત્રીને અગાઉ આવેદન પણ આપેલ છે. તેમ છતાં નિકાલ નહિ આવતા હડતાલનું છત્ર ઉગામવાની ફરજ પડી છે.
બાબરા તાલુકામાં તેર જેટલી કવોરી આવેલી છે અને અમરેલી જિલ્‍લામાં કુલ સિત્તેર જેટલી કવોરી આવેલી છે દિવસ રાત કપચી રેતીમાં ધમધમતી કવોરી(ભરડીયા) આજે સુમસાન ભાસી રહૃાા છે. ભરડીયાની હડતાલની સૌથી મોટી અસર અહીં કામ કરતા મજૂરોને પડી રહી છે. કારણ કે ટૂંકી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર માટે તો આ હડતાલ આભ ફાટયા બરાબર છે, ત્‍યારે રાજયની સરકાર ભરડીયાના માલિકોની વ્‍યાજબી માંગ સ્‍વીકારે અને હડતાલ ખતમ થાય તેવી માંગ ભરડીયાનાં માલિકોની સાથે મજૂરો પણ કરી રહૃાા છે.

ગળકોટડીમાં અકસ્‍માત નિવારણ અર્થે ગામજનો ર્ેારા શાંતિ યજ્ઞ યોજાયો

બાબરા તાલુકાનાં ગળકોટડી ગામમાં સ્‍ટેટ હાઈવે રોડ પર સતત બનતા અકસ્‍માતોનાં નિવારણ અર્થે તેમજ ગંભીર અકસ્‍માતોમાં મૃત્‍યુ પામનાર લોકોનાં આત્‍મ કલ્‍યાણ અર્થે ગામ સમસ્‍ત ર્ેારા ભવ્‍ય શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મોટી સંખ્‍યામાં ગ્રામજનો જોડાયા હતા. બાબરા તાલુકાના ગળકોટડી ગામ ભાવનગર રાજકોટ સ્‍ટેટ હાઈવે રોડ પર વસેલું ગામ છે. પણ અહીં વર્ષ દરમિયાનમાં અનેકવખત અકસ્‍માતો બને છે. વળી ગામ પાસે દુર્ઘટના સર્જાય છે, જેના કારણે ગ્રામજનો પણ ભારે વ્‍યથિત છે. અહીં સ્‍ટેટ હાઈવે રોડ અને ગામ નજીક બનતા અકસ્‍માતોમાં ઘણા લોકો કાળનો કોળિયો બન્‍યા છે તેમજ ગળકોટડી ગામનાં લોકો પણ અનેકવાર અકસ્‍માતનો ભોગ બન્‍યા છે. ત્‍યારે ગામનાં સરપંચ વાસુરભાઈ ચૌહાણનાં જણાવ્‍યા અનુસાર અહીં ગામ લોકોની મરજી અને ઈચ્‍છા અનુસાર શાંતિ યજ્ઞ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. યજ્ઞ કરવાનો આશય કે રોડ પર થતી દુર્ઘટના ને ટળે અને અકસ્‍માતમાં ભોગ બનનાર વ્‍યકિતનાં આત્‍માને શાંતિ    મળે તે માટે ગામ સમસ્‍ત ર્ેારા ભવ્‍ય શાન્‍તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. અત્રે ઉલ્‍લેખનિય છે કે બાબરામાંભાવનગર રાજકોટ સ્‍ટેટ હાઈવે રોડ ફોરલાઈન બન્‍યો તોપણ અકસ્‍માતો બનતા રહે છે. જેના કારણે લોકો પણ આ રોડને ગોઝારો માર્ગ તરીકે ઓળખે છે. ત્‍યારે ગળકોટડીનાં ગ્રામજનો ર્ેારા યજ્ઞનું આયોજન કરી કોઈ અકસ્‍માત નો સર્જાય તેના માટે પ્રાર્થના કરી રહૃાા છે. ગામલોકો ર્ેારા શાસ્‍ત્રોકત વિધિ અનુસાર યજ્ઞ કરી ગામનાં સીમાડા અને રોડ પર પવિત્ર જળની ધાર પણ કરવામાં આવી છે.

બાબરાનાં વોર્ડ-1 માં ગંદકીનાં માહોલથી સ્‍થાનિકોમાં રોષ

બાબરામાં નગરપાલિકા ર્ેારા વોર્ડ વિસ્‍તારોમાં યોગ્‍ય સફાઈ ન થતા ભારે ગંદકી જોવા મળી રહી છે. અહીં મોટાભાગનાં વિસ્‍તારોમાં સફાઈ કર્મીની બેદરકારીનાં કારણે ઠેરઠેર ઉકરડા ગટર ઉભરાતી, અને કચરાનાં ગજ નજરે ચડી રહૃાા છે. વિસ્‍તારોમાં ભારે ગંદકીનાં કારણેલોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્‍યારે વિસ્‍તારમાં યોગ્‍ય સફાઈ કરવામા સ્‍થાનિકો ર્ેારા નગરસેવકોને રજૂઆત કરતા ઉડાઉ જવાબ   મળી રહૃાો છે જેના કારણે નગરજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્‍યારે બાબરામાં વોર્ડ-1 ને જીવનપરા વિસ્‍તાર યોગ્‍ય સફાઈનાં અભાવે અહીં નર્કાગાર જેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. અહીં કચરાના ઢગલા, ગટર ઉભરાય રહી છે તેમજ ભયંકર ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે તેમ છતાં નગરપાલિકાનાં સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. અહીં જીવનપરા વિસ્‍તારમાં છેલ્‍લા એક પખવાડિયાથી નિયમિત સફાઈનાં અભાવે લોકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. અહીં સ્‍થાનિક રહીશો ર્ેારા રજૂઆત કરવા જાય તો ઉડાવ જવાબ આપી રહીશોનું અપમાન કરવામાં આવે છે. ત્‍યારે અહીં જીવનપરા વિસ્‍તારમાં યોગ્‍ય સફાઈ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા કચેરીનો ઘેરાવ પાલિકા સભ્‍યનો ઘેરાવ સહિતનાં કાર્યક્રમ યોજવામાં આવશે તેવું સ્‍થાનિક લોકો ર્ેારા જણાવ્‍યું છે.

કુંકાવાવની વ્રજ વિદ્યાલયનો ધોરણ-10ની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ દેખાવ

એસ.એસ.સી. પરીક્ષામાં વ્રજ વિદ્યાલય કુંકાવાવે જિલ્‍લામાં પ્રથમ ક્રમે સ્‍થાન મેળવતા ટ્રસ્‍ટી વસંત મોવલીયાના અઘ્‍યક્ષ સ્‍થાને જવલંત સિઘ્‍ધિ મેળવેલ વિદ્યાર્થીઓને સન્‍માનવાનો કાર્યક્રમ વિદ્યાલય ખાતે યોજાઈ ગયો. કાર્યક્રમમાં જિલ્‍લા આચાર્ય સંઘના પ્રમુખ અજીતસિંહ ગોહિલ, પૂર્વ મહામંત્રી રમણભાઈ વિસાવળીયા, નવનિયુકત મહામંત્રી સી.પી. ગોંડલીયા, તા.પં. પ્રમુખ કાનજીભાઈ વસાણીની ઉષ્‍માભરી ઉપસ્‍થિતિ વચ્‍ચે તમામને સન્‍માનીત કરી પુસ્‍તકો તથા ચોપડાના સેટની ભેટ આપી હતી. તમામમહાનુભાવોએ શાળાની આ વિક્રમી સિઘ્‍ધિને બિરદાવી શાળા આચાર્ય સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા ગણિતના તજજ્ઞ વિસાવળીયાએ શાળાના 3 બાળકોએ ગણિતમાં મેળવેલ 99 ગુણ માટે ખૂબ ખુશી વ્‍યકત કરી આ બાળકોને બિરદાવ્‍યા હતા. સી.પી. ગોંડલીયાએ શાળાની આ સિઘ્‍ધિ માટે ટ્રસ્‍ટી વસંત મોવલીયાના સફળ નેતૃત્‍વને આભારી હોવાનું જણાવી એનસીઈઆરટીના નવા અભ્‍યાસક્રમ મુજબના પડકારો ઝીલવા સજજ થવા જણાવ્‍યું હતું. શાળાના કુલ ર9 વિદ્યાર્થીઓ પૈકી એ-વન ગ્રેડમાં પ વિદ્યાર્થીઓએ તથા 9પ પીઆર કરતા વધુ 11 વિદ્યાર્થીઓ અને 90 પીઆર થી વધુ 16 વિદ્યાર્થીઓએ જવલંત સફળતા મેળવી હતી. ગેરહાજર વિદ્યાર્થીને બાદ કરતા 100% પરિણામ સાથે જિલ્‍લામાં અવ્‍વલ નંબર મેળવી શાળાએ એક આગવી ગરિમા પ્રસ્‍થાપિત કરી હતી. આ સિઘ્‍ધિ માટે વાલીઓ, જિલ્‍લાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મિત્ર મંડળે ટ્રસ્‍ટી વસંત મોવલીયા ઉપર અભિનંદનની વર્ષા કરી હતી. સિઘ્‍ધિ મેળવેલ વિદ્યાર્થીઓને તેમના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા તમામ માર્ગદર્શન મળી રહે તેવી વ્‍યવસ્‍થા પણ ટ્રસ્‍ટીએ કરી હતી. કાર્યક્રમના અંતે સૌને અલ્‍પાહાર સાથે મીઠુ મોં કરાવી ખુશીની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન, સંચાલન કેમ્‍પસ ડાયરેકટર ઉદયભાઈ દેસાઈએ તથા આચાર્યહિતેષ આગોલાએ કર્યું હતું. વસંતભાઈના પિતા બાવાલાલ મોવલીયા તથા મોટા બાપુજી ગોવિંદભાઈ અને મિત્ર મંડળે આ સિઘ્‍ધિ માટે ખુશી વ્‍યકત કરી આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્‍યા હતા.

અવસાન નોંધ

અવસાન નોંધ
બગસરા : ડેરી પીપરીયા નિવાસી ગુર્જર સુથાર ભવદીપ (ઉ.વ.14) તે ચંદુભાઈ મનુભાઈ પાટણવાડીયાના પુત્ર તેમજ હરેશભાઈના ભત્રીજા તથા મનુભાઈના પૌત્રનું તા.ર9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.31ને ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્‍થાન ડેરી પીપરીયા,તા. બગસરા ખાતે રાખેલ છે.
રાજુલા : નાગેશ્રી નિવાસી સ્‍વ. મણીલાલ હરજીવનદાસ સંઘવીના ધર્મપત્‍નિ શારદાલક્ષ્મીબેન (ઉ.વ.81) તે ભાદ્રોડ વાળા સ્‍વ. નાથાલાલ પારેખના દીકરી તથા રાજુભાઈ, પ્રકાશભાઈ, અશોકભાઈ, મનોજભાઈ તથા મમતાબેનના માતુશ્રીનું તા.ર8ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.31/પને ગુરૂવારના રોજ સાંજે 4:30 થી 6:30 સુધી દેલવાડીયા મહાજન વાડી, રાજુલા ખાતે રાખેલ છે.
ચલાલા : ચલાલા નિવાસી ચુનીલાલ જીવરાજભાઈ ઉનડકટ (ઉ.વ.86)નું દુઃખદ અવસાન તા.ર9/પને મંગળવારના રોજ થયેલ છે. તેઓ દિલીપભાઈ (રાજુભાઈ તથા દિનેશભાઈ હાલ કાંદીવલી) બોમ્‍બે તેમજ હિરાબેન (વસઈ) રેખાબેન મસરાણી (કલ્‍યાણ) વાળાના મોટાભાઈ તેમજ સ્‍વ. ગોરધનદાસ મીઠાભાઈ ચલાલા વાળાના જમાઈનું ઉઠમણું તા.31/પને ગુરૂવારના રોજ ચલાલા લોહાણા મહાજન વાડીમાં સાંજના 4 થી પ રાખેલ છે.
વડીયા : વડીયા કાઠી સમાજના અગ્રણી તથા વડીયાના માજી સરપંચ સ્‍વ. ભીખુભાઈ નાગભાઈના પુત્ર હસુભાઈ કહોર (ઉ.વ.41) તે જયપાલભાઈના પિતાનું અવસાન તા.ર9/પને મંગળવારના રોજ થયેલ છે.
રાજુલા : રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) ઉમેશભાઈ માવજીભાઈ દવે(ઉ.વ. 68) તે કમલેશભાઈ તથા શૈલેષભાઈનાં પિતાશ્રી, તેમજ હરગોવિંદભાઈ તથા નાનજીભાઈનાં નાનાભાઈ તેમજ મહેશભાઈ,હરેશભાઈ, હિતેષભાઈ (એડવોકેટ/નોટરી) મનીષભાઈ, નિલેષભાઈનાં કાકા તેમજ વી.ડી.મહેતા (એડવોકેટ)નાં મામાનું તા.ર9/પ નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.31/પ ને ગુરૂવાર સાંજે 4 થી 6 રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી મહેતા ચોક રાજુલા ખાતે રાખેલ છે.
રાજુલા : ગંગાબહેન નાથુભાઈ સોરઠીયા (ઉ.વ. 6ર) તે રાજુલા સીંગ-દાળીયનાં અગ્રણી વેપારી અને આર.એસ.એસ.નાં વર્ષો જુના સ્‍વયં સેવક નાથુભાઈ જેઠાલાલ સોરઠીયાનાં ધર્મપત્‍ની અને કલ્‍યાણભાઈ (ઉત્તમ બેકરી) કિશનભાઈના ભાભી અને વસંતભાઈ સોરઠીયાનાં કાકી તથા ઘનશ્‍યામ, તુલસી, ભાવેશનાં માતૃશ્રીનું તા. ર8/પ સોમવારનાં રોજ અવસાન થયેલ છે.

30-05-2018