Main Menu

Saturday, May 26th, 2018

 

બગસરાના જુની હળિયાદ ખાતે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ

વિકાસ વણથંભી યાત્રામાં જળસંગ્રહને અગ્રતા આપીને રાજય સરકારે જળ અભિયાન શરૂ કર્યુ છે
બગસરાના જુની હળિયાદ ખાતે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ
અમરેલી, તા. (ફોટા ઈમેલમાં છે.)
કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લાના પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ, બગસરાના જુની હળિયાદ ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
મંત્રી આર.સી. ફળદુએ કહ્યું કે,  વિકાસની વણથંભી યાત્રામાં જળસંગ્રહને અગ્રતાઆપીને રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યું છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા સર્વાંગી ફાયદો થશે.
રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. રાજયમાં ચાલતા આ જળ અભિયાનને ઠેર – ઠેર પ્રતિસાદ મળી રહ્યાનું મંત્રીએ જણાવ્‍યું હતુ. આ જળ અભિયાન અંતર્ગત રાજયના 13 હજારથી વધુ તળાવો ઉંડા કરવા આયોજન હતુ તેમાં હવે ઉમેરો કરી અન્‍ય ત્રણેક હજાર તળાવો – નદીઓને પણ આવરી લેવામાં આવેલ છે. મંત્રીએ જળ અભિયાન બાદ સઘન વૃક્ષ વાવેતર – ઉછેર ઝૂંબેશ શરૂ કરી પર્યાવરણ જાળવણીની દિશામાં દાતાઓને સહયોગ આપવા અપીલ કરી હતી.
સાસંદ નારણભાઇ કાછડીયાએ જળ અભિયાનમાં આર્થિક સહયોગ અને શ્રમદાન કરનાર દાતાઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍તત કરતા કહ્યું કે, આરોગ્‍ય અને શિક્ષણની સાથો – સાથ આવનારા સમયમાં જળમંદિરની આવશ્‍યકતા છે. ગ્રામ્‍ય વિસ્‍તારને સઘ્‍ધર બનાવવામાં સુજલામ સુફલામ જળ અભિયાન થકી થયેલા જળસંગ્રહના કામોની ભૂમિકા મહત્‍વની રહેશે.
જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ કહ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના કાર્યો હાથ ધરી જમીનમાં પાણીનું સ્‍તર ઉંચું લાવવામાં સફળતા મળશે. પીવાના પાણી – સિંચાઇ માટેના પાણીના પ્રશ્‍નોનું નિવારણ થશે.
આ પ્રસંગે સુજલામસુફલામ જળ અભિયાન અંતર્ગત આર્થિક અને શ્રમદાન થકી સહયોગ આપનાર દાતાઓને મંત્રી તથા મહાનુભાવોના હસ્‍તે શાલ ઓઢાડી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
જુની હળિયાદ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રશાંત ભીંડીએ શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતુ.  કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, પ્રાંત અધિકારી આર.કે. ઓઝા, નાયબ પશુપાલન નિયામક નરોડીયા, મદદનીશ બાગાયત નિયામક વાળા, સુરતના પૂર્વ ધારાસભ્‍ય પ્રફુલ્‍લભાઇ પાનસેરીયા, અગ્રણી સર્વ કમલેશભાઇ કાનાણી, કૌશિકભાઇ વેકરીયા, રામભાઇ સાનેપરા, ધીરૂભાઇ માયાણી, રમેશભાઇ સતાસીયા,  દેવરાજભાઇ ભુવા, દેવચંદભાઇ સાવલીયા, તલાટી મંત્રી અવનિબેન સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

નવી દિલ્‍હીમાં ઈફકોની સાધારણ સભા યોજાઈ


સાવરકુંડલામાં વૃદ્ધનાં ઘરમાં ઘુસીને ફોર વ્‍હીલનાં કાચ તોડી નાંખ્‍યા

યુવતિનાં અપહરણની શંકા રાખી
સાવરકુંડલામાં વૃદ્ધનાં ઘરમાં ઘુસીને ફોર વ્‍હીલનાં કાચ તોડી નાંખ્‍યા
તે જ ગામનાં શખ્‍સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
અમરેલી, તા.
સાવરકુંડલાગામે રહેતાં કે.કે. હોસ્‍પીટલ સામે હરીભુવનમાં રહેતાં મહેન્‍દ્રભાઈ ભગવાનજીભાઈ સુચક નામનાં 6પ વર્ષિયવૃઘ્‍ધનાં ઘરમાં ગત તા.રર નાં રોજ તે જ ગામે રહેતાં સાગર વાઘ નામનાં શખ્‍સે પોતાની ભાણેજનું કોઈકે અપહરણ કરેલ હોય, જે બાબતમાં આ વૃઘ્‍ધનાં દિકરાનું નામ આપેલ તે વાતનું મનદુઃખ રાખી વૃઘ્‍ધનાં ઘરમાં પ્રવેશ કરી, ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપીઅને બે ફોરવ્‍હીલનાં કાચ તોડી નાંખી નુકશાન કર્યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાવી છે.

કેરીયા ગામ નજીક દવાનો જથ્‍થો મળી આવતા ફરિયાદ

આરોગ્‍ય વિભાગનાં કર્મીની બેદરકારી
કેરીયા ગામ નજીક દવાનો જથ્‍થો મળી આવતા ફરિયાદ
પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી
અમરેલી, તા.
લાઠી તાલુકાના કેરીયા ગામે આવેલ ખારામાં કોઇ અજાણ્‍યા મેડીકલ લાઇનનાં સરકારી કર્મચારી ગત તા. ર3નાં રોજ માણસની જિંદગીને જોખમરૂપ રોગ, ચેપ ફેલાય તેવી એકસપારીડેટ દવાઓ ઉપયોગમાં ન લઇ શકાય તેવી રીતે બેદરકારીથી દવાઓ તથા મેડીકલ સરસામાનથી હવા તથા પાણી પ્રદુશીત થાય તે રીતે નાખી દેતા આ અંગે અમરેલીમાં રહેતા રતિલાલ રામજીભાઇ મકવાણાએ લાઠી પોલીસમાં આઇપીસી કલમ 166, ર69, ર78, ર84 નીચે ફરિયાદ નોંધાવી છે.

અમરેલીનાં દબંગોને કાયદાનાં પાઠ ભણાવો : ધાનાણી

ચોરી, રોમિયોગીરી, ધાકધમકી આપનાર શખ્‍સો સામે લાલ આંખ કરો
અમરેલીનાં દબંગોને કાયદાનાં પાઠ ભણાવો : ધાનાણી
મહિલાઓની અવરજવર ધરાવતાં માર્ગો પર ચાંપતી નજર રાખવાની પણ જરૂર
અમરેલી, તા.
અમરેલી શહેરમાં જેશીંગપરા તથા અન્‍ય વિસ્‍તારોમાં ચોરીના બનાવો ખુબ જ બન્‍યા હતા, જેમાં અમુક ચોર પકડાયેલ છે, જેની સામે કડકમાં કડક સજા મળે અને ચોરીનાં દુષણો બંધ થાય એમ કડક હાથે કાર્યવાહી કરવા અને બીજા ચોરોને સ્‍પેશીયેલ ફોજ બનાવી ચોરોને પકડી તેમની સામે કડક પગલા ભરવાની માંગ થઈ છે.
અમરેલી શહેરમાં દિન પ્રતિદિન ચોરીનું પ્રમાણ વધતુ જાય છે, અને લોકોને જાન-માલનું કોઈ રક્ષણ નથી અને લોકો ચોરને પકડવા માટે આખી રાત ઉજાગરા કરે છે, અને પોલીસખાતું નિષ્‍ક્રીય રહે છે, આ બાબતે અવાર-નવાર જાણ કરવા છતાં કોઈપણ જાતનું પોલીસ પેટ્રોલીંગ કે ઘોડેશ્‍વર પેટ્રોલીંગ કરવામાં આવતું નથી અને જયા વિસ્‍તારમાં ચોરીનાં પ્રમાણ વધુ હોય ત્‍યાં પોલીસ ચોકી ખોલી ચોરીનું દુષણ નષ્‍ટ કરવા અને બનાવો અટકાવવાતાત્‍કાલીક પગલા લેવાની કાર્યવાહી કરવાની માંગ કરતા અમરેલીનાં લોક લાડીલા ધારાસભ્‍ય અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી.
અમરેલી શહેરમાં ટાવરરોડ, દાણા બજાર કન્‍યાશાળા નાકા, હરીરોડ, લાયબ્રેરી રોડ આ વિસ્‍તારમાં અસામાજિક તત્‍વો, લુખ્‍ખાગીરી, દબંગગીરી અને રોમીયોગીરી કરતા હોય જે અટકાવવા અને તેમની સામે કડક પગલા ભરવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ માંગ ઉઠાવી છે.

ભેરાઈ નજીક બાઈક સવારને છરી બતાવી રૂપિયા પડાવી લીધા

અમરેલી, તા.
રાજુલાના ડોળીના પટમાં રહેતા અફજલભાઈ નુરૂદીનભાઈ જાખરા નામના 19 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે ભેરાઈ ગામ પાસેથી પોતાના મોટર સાયકલ ઉપર પસાર થતો હતો ત્‍યારે દેવપરા ગામે રહેતા દુડી નામના ઈસમે તેમને રોકી ખીસ્‍સામાં રહેલમોબાઈલ ફોન તથા રોકડ રૂા. 3ર00નું પાકીટ લઈ છરી બતાવી જતો રહેવાનું કહેલ અને આરોપીએ પોતાના મોટર સાયકલમાંથી પાઈપ કાઢી યુવકના મોટર સાયકલને નુકશાન કર્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

અમરેલીનાં કિશોરનું સુખપુર ગામે ઝેરી જનાવરે દંશ મારતા મૃત્‍યુ થયું

અમરેલી, તા.
અમરેલીનાં રોકડીયાપરા વિસ્‍તારમાં રહેતા સુરેશભાઈ બચુભાઈ મકવાણાના સાળી ધારી તાલુકાનાં સુખપુર ગામે રહેતી માસીને ત્‍યાં પુત્રનો જન્‍મ થતાં આ સુરેશભાઈના પત્‍નિ તથા 11 વર્ષીય કિશોર સુજલ સુખપુર ગામે ગયા હતા. ત્‍યારે રાત્રીના સમયે આ કિશોર જમીન ઉપર સુતો હતો ત્‍યારે તેમને કોઈ ઝેરી જનાવરે દંશ મારતા પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાતા તેમનું મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

26-05-2018