Main Menu

Friday, May 25th, 2018

 

ખેડૂતોનાં પ્રશ્‍નો દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી

ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું
ખેડૂતોનાં પ્રશ્‍નો દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી
લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી હોય ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂ કર્યા પ્રશ્‍નો
અમરેલી, તા.ર4
અમરેલી જિલ્‍લા ભારતીય કિસાન સંઘે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના પ્રશ્‍નો દૂર કરવા માંગ કરીછે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, પાકના ભાવ ઘણા સમયથી અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ખેડૂતોએ પકવેલા પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. જુલાઈ ઓગસ્‍ટમાં વાવણી થઈ ગયા પછી તુરત જ સરકાર મારફત ખેડૂતોએ વાવેલ પાકનું સર્વે કરી આયાત-નિકાસ ઉપર ઘ્‍યાન દેવામાં આવે તો જ ખેડૂતોએ તેમના પકવેલા  માલનો યોગ્‍ય ભાવ    મળે.
વધુમાં જણાવેલ છે કે, તાજેતરમાં ગામડેથી એ.પી.એમ.સી. દ્વારા ખેડૂતના વેચેલ માલની માર્કેટ શેષ લેવામાં આવે છે. તે બિલકુલ ગેરવ્‍યાજબી છે. દક્ષિણ ગુજરાતમાં ગામડેથી ખેડૂતોએ વેચેલ માલની માર્કેટ શેષ લેવામાં આવતી નથી. તેમજ ગુજરાતમાં આશરે 60થી વધારે એ.પી.એમ.સી. માર્કેટ બંધ હોય તેવા માર્કેટયાર્ડ દ્વારા પણ ખેડૂત પાસેથી ગામડે શેષ ઉઘરાવવામાં આવે છે. લાઠી, લીલીયા યાર્ડ બંધ હોય છતાં શેષ ઉઘરાવવામાં આવે છે. ગામડેથી માર્કેટ શેષ ઉઘરાવવાનું બંધ કરાવવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, રાસાયણિક ખાતર ડી.એ.પી. યુરિયા વગેરેમાં વજન ઘટાડો કરવામાં આવેલ અને ભાવ વધારો કરવામાં આવેલ છે. તો દરેક રાસાયણિક ખાતરમાં જે વજન હતું એ કરવામાં આવે અને ભાવ ઘટાડો કરવાની સાથે જી.એસ.ટી. કરમુકિત કરવામાં આવે. ખેડૂતોએ જે પાક ધીરાણ લીધેલ છે તે સરકારે ખેડૂતોનેધીરાણ ઝીરો ટકાથી આપવાનું નકકી કરેલ હોય, જે ખેડુતો પાસેથી વ્‍યાજ વસુલવામાં આવેલ છે. નાબાર્ડની વ્‍યાજ સહાયની રકમ તુરંત ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. દરેક સહકારી તેમજ સરકારી બેંકને વ્‍યાજ માટેનો પરિપત્ર તાત્‍કાલીક દરેક બેંકને જારી કરી ખેડૂતોના ખાતામાં વ્‍યાજની રકમ જમા કરવામાં આવે. વધુમાં જણાવેલ છે કે, હાલ ગુજરાતમાં સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉંડા કરવાના કામ શરૂ છે. તો આવા યજ્ઞ સમાન ભગીરથ કાર્યમાં દરેક તાલુકા અધિકારી તેમજ લાગતા વળગતા જિલ્‍લા અધિકારીઓ પુરતું ઘ્‍યાન આપે તેમજ ઘણી જગ્‍યાએ પીજીવીસીએલના પોલ તેમજ વાયર હટાવવાની જરૂરત હોય તે ઘણી જગ્‍યાએ રજૂઆત પણ કરેલ હોય તો તાત્‍કાલિક ઘટતું કરે તેમજ ઘણા આવા કામમાં આવારા તત્‍વો અવરોધો ઉભા કરતા હોય, તેને પોલીસ મારફતે રોકવામાં આવે.
સરકારની યોજના મુજબ ઘણી જગ્‍યાએ સામુહિક તેમજ વ્‍યકિતગત તાર ફેન્‍સીંગનું કામ શરૂ હોય તેમજ પુરા થઈ ગયેલ હોય તો શરૂ કરવા ગ્રાન્‍ટ સમયને હિસાબે પરત થયેલ હોય તો નવેસરથી સરકારમાંથી નવી ગ્રાંટ લાવો, અધુરા કામ પુરા કરવા તેમજ નવા કામ શરૂ કરવા ખેડૂતોને ગ્રાંટ ન હોવાથી જંગલ ખાતા તરફથી ઘણા બધા અવરોધો ઉભા થયેલ હોય તેનું તાત્‍કાલિક નિરાકરણ લાવવું. ભારતીય કિસાન સંઘખેડૂતોનું આંતરરાષ્‍ટ્રીય સંગઠન હોય, ભારતીય કિસાન સંઘ મારફત હાલ તેમજ ભુતકાળમાં ખેડૂતોના ઘણા જ જટિલ પ્રશ્‍નોનું સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવેલ હોય તો દર બે માસે દરેક તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, એસ.પી. તેમજ દર ત્રણ માસે કલેકટર, પી.જી.વી.સી.એલ. અધિક્ષક તેમજ જંગલ ખાતાના અધિકારી તેમજ રેગ્‍યુલર મળતી સંકલનની બેઠકમાં ભારતીય કિસાન સંઘના જિલ્‍લાના પ્રતિનિધિને આમંત્રણ આપી દરેક ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓને હાજર રાખી ભારતીય કિસાન સંઘ સાથે બેઠક કરી ખેડૂતોના હાલના પ્રશ્‍નોને સાંભળવામાં આવે હાલ અમરેલી જિલ્‍લાનો કાયદો વ્‍યવસ્‍થા સાવ કથળી ગયેલ હોય, ચોરી, લૂંટફાટ જેવા અનેક પ્રશ્‍નો ઉપસ્‍થિત થયેલ હોય, હાલ એસ.પી.ની જગ્‍યા ખાલી હોય તો એસ.પી.ની નિમણૂંક કરવામાં આવે.
વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોને ખેતીમાં ખાસ કરીને ડિઝલ એન્‍જીન તેમજ ટ્રેકટર, મોટર સાયકલ વગેરે ઉપયોગમાં લેવાતા હોય તો હાલ દર અઠવાડિયે પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ ખૂબ જ વધી રહેલ હોય સીધા જ ખેડૂતને ડિઝલ પેટ્રોલના ભાવ બોજ પડતો હોય તે પેટ્રોલ, ડિઝલમાંથી વેટ કાઢી, ભાવ ઘટાડો કરવામાં આવે. અન્‍ય રાજયમાં પેટ્રોલ ડિઝલના ભાવ સમકક્ષ જો ગુજરાતમાં ભાવ રાખવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય. ભૂતકાળમાં જે તે સરકારેટ્રેકટરને તેમજ ટ્રોલીને આધુનિક ગાડા તરીકે ટેક્ષ મુકત કરેલ હોય તો આ સરકારે ટ્રેકટર ટ્રોલીમાંથી ફરીવાર ટેક્ષ લાગુ કરેલ હોય, તો ટ્રેકટર ટ્રોલીમાંથી ટેક્ષ માફી આપવી. એક બાજુ સરકાર ખેડૂતોના માલના ભાવ બમણા કરવાની વાત કરે છે. એક બાજુ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, પેટ્રોલ, ડિઝલ,   વીજળી યુનિટમાં ભાવ વધારો કરવામાં આવે છે. તો આવી નીતિ સરકારની રહેશે તો ખેડૂતને આત્‍મહત્‍યા કરવા સિવાય કોઈ રસ્‍તો રહેશે નહીં. વધુમાં જણાવેલ છે કે, તાજેતરમાં સરકાર તરફથી ખેડૂતોની જમીન સેટેલાઈટ દુરબીન મારફત રીસર્વે કરવામાં આવે છે અને ખેડૂતોને નકશા આપવામાં આવેલ છે. તે બીલકુલ 7/1ર અને માપ મુજબ નથી જયારે ભાઈઓ ભાગ પડે છે તેમજ જમીન વેચાણ કરવામાં આવે છે ત્‍યારે માલુમ પડે છે કે જમીનનું કરેલ રીસર્વે બિલકુલ ખોટુ અને ગેરવ્‍યાજબી છે. માત્રને માત્રને માત્ર શેઢા પાડોશી અને સગા ભાઈઓને ઝઘડો કરાવવાનું કામ કરેલ છે. આ રીસર્વે ખેડૂતોને બિલકુલ માન્‍ય નથી માટે આ રીસર્વે રદ કરવું. વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોએ વાવેલ પાકનું સર્વે કરી અલગથી જ સરકારે વાવેલ પાકના ટેકાના ભાવ નકકી કરવા તેમજ શીંગ, કપાસ, ચણા, ઘઉં, તુવેર વગેરે પાકના ટેકાના ભાવના દરેક તાલુકા મથકે કેન્‍દ્રો ખોલવા, અગાઉ ટેકાના ભાવખરીદીમાં ખુબ જ ગેરરીતિ અને ભ્રષ્‍ટાચાર થયેલ હોઈ તેમાં ઘ્‍યાન આપવું તેમજ માલ વેચાણ થઈ ગયા પછી દિવસ-1પમાં ખેડૂતોના ખાતામાં પૈસા નાખવામાં આવે તેવી વ્‍યવસ્‍થા કરવી. અગાઉ સરકારે જાહેર કરેલ કે સૌરાષ્‍ટ્રની 11પ નદીમાં નર્મદાનું પાણી નાખી પુનઃજીવીત કરવાની જાહેરાત કરેલ તેમજ લાગુ ડેમો તેમજ તળાવો ભરવાની વાત કરેલ. તે હજુ સુધી નર્મદાનું પાણી પહોંચાડેલ નથી. તેમજ જે નર્મદાની પાઈપનું નહેરનું કામ ચાલે છે તે એકદમ ગોકળ ગતિએ ચાલે છે. તેમજ સૌરાષ્‍ટ્રની આજીવીકા માત્ર ખેતી છે અને ખેતીમાં પાણી ન હોઈ તો ખેડૂતોની દશા ખરાબ થાય. અમરેલી જિલ્‍લામાં રાજુલા બાદ કરતા એક પણ ઉદ્યોગ નથી.
ઉપરના મુદામાં ઘ્‍યાન દેવામાં નહીં આવે તો આવતા સમયમાં કિસાન સંઘના માઘ્‍યમથી દરેક જિલ્‍લા મથકે આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.

લ્‍યો બોલો : ધારીમાં એક મહિલા સહિત 4 વ્‍યકિતએ જુગાર માંડયો

અમરેલી, તા. ર4
ધારી ગામે રહેતા અકરમ કરીમભાઈ પઠાણ, મજીદ અબ્‍દુલભાઈ બ્‍લોચ, રજાકશાં કાળુશા શાહમદાર તથા મિતાબેન ઉર્ફે ગુડીબેન ભુપતભાઈ મકવાણા વિગેરે ગઈકાલે રાત્રે ધારી ખાતે આવેલ નવી વસાહતમાં જાહેરમાં જુગાર રમતાં હોય, પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.ર0પ0ની મતા સાથે 3ને ઝડપી લીધા હતા જયારે મહિલા નાશી જતાં તેમની શોધખોળ આદરી છે.

ચલાલા બસ સ્‍ટેન્‍ડ પાસે ખાનગી બસનાં ચાલક-કલીનરે મુસાફરને માર માર્યો

રૂા. 4.રપ લાખનાં દાગીના પણ લઈ લીધા
અમરેલી, તા. ર4,
ચલાલાના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા ચિંતનભાઈ અશોકભાઈ ઠકકર નામના યુવક ગઈકાલે સવારે કનૈયા ટ્રાવેલ્‍સ બસમાં ચલાલા આવતા હોય ત્‍યારે રસ્‍તામાં બસ ઉભી રાખવાનું કહેતા ખાનગી બસના મહેતાજી પ્રદિપભાઈ માલા, ચાલક ઘનશ્‍યામભાઈ તથા કલીનર રાજુભાઈ તથા બે અજાણ્‍યા ઈસમોએ લાકડી વડે માર મારી, 100 ગ્રામ સોનાની લકકી કિંમત રૂા. 3.30 લાખ, સોનાનો ચેઈન 30 ગ્રામ કિંમત રૂા. 9પ હજાર મળી કુલ રૂા. 4.રપ લાખનાં દાગીના લઈ ગયાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાવી છે.

સાવરકુંડલામાં ગૌ-માતાની તસ્‍કરી મામલે રોષનોમાહોલ

સાવરકુંડલા શહેર રઘુવંશી પરામાં થયેલ ગાયની તસ્‍કરી બાબતે આજરોજ બહોળી સંખ્‍યામાં ગૌ-રક્ષકો તથા હિન્‍દુ યુવા સેના દ્વારા મોટી સંખ્‍યામાં સાવરકુંડલા શહેર પોલીસ સ્‍ટેશનમાં આવેદન પત્ર દેવામાં આવ્‍યું. આ તકે ભાજપ અગ્રણીઓ તેમજ હિન્‍દુ સમાજના આગેવાનો, યુવાનો ઉપસ્‍થિત રહયા હતા. આવનારા સમયમાં જો આવું જ ચાલુ રહેશે તો કાયદો કાનૂન હાથમાં લેવો પડશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

લાઠીનાં દુધાળા ગામે ખાનગી કંપનીનાં કર્મીને જાનથી મારી નાંખવા ધમકી

અમરેલી, તા. ર4
સુરત ગામે રહેતાં અને હાલમાં લાઠીનાં દુધાળા ગામે હરીકૃષ્‍ણ સરોવર ખાતે કામ કરતાં કનકભાઈ ઘનશ્‍યામભાઈ પટેલ નામનાં 31 વર્ષિય યુવકને ગઈકાલે સાંજે તે જ ગામે રહેતાં બાલાભાઈ પોપટભાઈ  સાટીયા તથા બતાભાઈ જીણાભાઈ સાટીયાએ આ તળાવ ઉંડું કરવાનું કામ નહીં કરવાનું કહી ખાનગી કંપનીનાં કર્મીને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં દેવળીયા ગામનાં યુવક ઉપર હુમલો કરી મોબાઈલ ફોન આંચકી લીધો

અમરેલી, તા.ર4
અમરેલી તાલુકાના  દેવળીયા (ચકકરગઢ) ગામે રહેતા ભીખુભાઈ ઉર્ફે રામજીભાઈ માધડ નામના 34 વર્ષીય યુવક ગઈકાલે સવારે સાવરકુંડલા રોડ બાયપાસ ચોકડી પાસે પહોંચતા અમરેલીમાં રહેતા જગુભાઈ વાલાભાઈ વાળા તથા મંગળુભાઈ વાલાભાઈએ તેમને રોકી અગાઉના મનદુઃખના કારણે ગાળો આપી ઢીકાપાટુનો માર મારી, ધારીયા વતી ઈજા કરી મોબાઈલ કિંમત રૂા. 9 હજાર આંચકી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં      નોંધાવી છે.

સાવરકુંડલામાંથી પોલીસે વિદેશી દારૂની 46 બોટલ ઝડપી લીધી

સાવરકુંડલા, તા. ર4
પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.એલ. માવાણીનાં માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનનાં ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.એન. જોષી તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર અમ.એ. મોરી તથા પોલીસ સ્‍ટાફના માણસો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન હેઠ કોન્‍સ્‍ટેબલ હિંગરાજસિંહ ગોહિલ તથા હેડ કોન્‍સ્‍ટેબલ કેતનભાઈ રાઠોડ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ અજયસિંહ ગોહિલને સંયુકત બાતમી મળેલ.સાવરકુંડલા મોચી શેરી, જલારામ મંદિર પાછળ રહેતો ધર્મેશ ઉર્ફે ધમો ભુપતભાઈ વાઘેલા પોતાના રહેણાંક મકાને પરપ્રાંત ઈંગ્‍લીશ વેચાણ માટે લાવેલ છે. જેથી સદરહું રહેણાંક મકાને રેઈડ કરતા મકાનમાંથી પરપ્રાંત બનાવટની અલગ અલગ બ્રાન્‍ડની ઈંગ્‍લીશ દારૂની 46 બોટલ કિંમત રૂા. 13800ની મળી આવતા આરોપીને દારૂ સાથે પકડી પાડી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્‍હો દાખલ કરેલ છે.

ડિસ્‍ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અમરેલીમાં રવિવારે જયહિન્‍દ ટ્રોફીનાં ખેલાડીઓની પસંદગી થશે

ડિસ્‍ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા
અમરેલીમાં રવિવારે જયહિન્‍દ ટ્રોફીનાં ખેલાડીઓની પસંદગી થશે
સવારે 7 કલાકે અખાડાનાં મેદાનમાં પહોંચી જાઓ
અમરેલી, તા.ર4
અમરેલી ડિસ્‍ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ અર્જુનભાઈ સોજીત્રાની અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર જયહિન્‍દ ટ્રોફીનું સિલેકશન કરવાનું હોય તો અમરેલી જિલ્‍લાનાં રસ ધરાવતા ખેલાડીઓ તા.ર6/પના રોજ સવારના 7:30 કલાકે પોતાની કીટ બેગ તથા અમરેલી જિલ્‍લાના હોય તેઓ જન્‍મ તારીખના દાખલા સાથે સમર્થ વ્‍યાયામ મંદિર (અખાડાનું ગ્રાઉન્‍ડ), સરકીટ હાઉસ સામે, અમરેલી ખાતે ઉપસ્‍થિત રહેવું.

ભાયાવદરમાં શોર્ટસરકીટથી મોતને ભેટેલ શ્રમજીવીઓનાં પરિવારજનો નિઃસહાય

રાજય સરકારે આર્થિક મદદ કરવી જરૂરી
ભાયાવદરમાં શોર્ટસરકીટથી મોતને ભેટેલ શ્રમજીવીઓનાં પરિવારજનો નિઃસહાય
પીજીવીસીએલ દ્વારા રૂપિયા પ0 હજારની સહાય થઈ છે
કુંકાવાવ, તા.ર4
કુંકાવાવ પાસેના ચોકી ભાયાવદરના મકન બાપા સેવા ધામ ખાતે થોડા દિવસ પહેલા વીજ શોકથી પાંચ યુવાનો મોતને ભેટયા હતા. તેજ દિવસે ભાવનગર પાસે અકસ્‍માતમાં 19 લોકોના મોત થયા હતા. તે 19ને રાજય સરકારે 4 લાખની સહાય જાહેર કરેલ છે. ત્‍યારે આજ દિવસે પંચમહાલ જિલ્‍લાના મજુર પરિવારના પાંચ યુવાનો વીજ શોક લાગવાથી મોતને ભેટયા છે. તેમાં પી.જી.વી.સી. એલ. દ્વારા તમામ મૃતકને પ0 હજારની સહાય જાહેર કરેલ છે. ત્‍યારે મુખ્‍યમંત્રી તેમના ફંડમાંથી આ પરિવારને સહાય જાહેર કરે તે માટે રાજકીય આગેવાનો માંગ કરે તેવી લાગણી ઉભી થઈ છે. ત્‍યારે રાજય સરકાર અમરેલી જિલ્‍લા માટે મન મોટુ રાખીને મજુર પરિવારના જુવાન જોધ દીકરા ગુમાવનાર પરિવારને સહાય જાહેર કરે તેવી સૌ કોઈ લાગણી વ્‍યકત કરી રહયાછે.

અમરેલીનાં વરસડા ગામે વાડીમાં જુગાર રમતાં 8 શખ્‍સો ઝડપાયા રૂપિયા 1.પ લાખનો મુદ્યામાલ કબ્‍જે થયો

અમરેલી, તા. ર4
અમરેલી એલ.સી.બી.ને બાતમી રાહે હકીકત મળેલ કે તાલુકા વિસ્‍તારનાં વરસડા ગામની સીમ વિસ્‍તારમાં ચંપુભાઈ વાળા પોતાની માલીકીની વાડીમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. જે જગ્‍યાએ રેઈડ કરતાં ઈમરાન સીદીભાઈ ગાગદાણી રહે. લાઠી વિ. 07 જુગાર રમતાં રોકડા રૂા.76,1પ0 તથા મોટર સાઈકલ નંગ-3, કિં.રૂા.60,000 તથા મોબાઈલ ફોન નંગ-8, કિં.રૂા.14,પ00 વિ. મળી કુલ રૂા.1,પ0,6પ0 ના મુદ્યામાલ સાથે પકડાઈ ગયેલ તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલઈસમોને અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.
આ કામગીરી અમરેલી ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. સી.જે. ગોસ્‍વામી, પો.સ.ઈ. કે.ડી. ગોહિલ તથા એલ.સી.બી. સ્‍ટાફનાં ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી. રેવર, કિશનભાઈ હાડગરડા, મનિષભાઈ જોષી, ભગવાનભાઈ ભીલ, મયુરભાઈ ગોહિલ, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, તુષારભાઈ પાંચાણી, રાજુભાઈ ચૌધરી વિ.એ કરેલ છે.

બગસરામાં નદી-નાળા ઉંડા ઉતારવા સુજલામ્‌ સુફલામ્‌ યોજના અંતર્ગત રપ લાખ ફાળવ્‍યા

કોંગ્રેસ શાસિત પાલિકાને થતો અન્‍યાય આખરે દૂર થયો
બગસરા, તા.ર4
બગસરામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અર્થે નદી-નાળા ઉંડા ઉતારવા સરકાર દ્વારા રપ લાખ ફાળવી આજથી કામગીરી શરૂ કરતા લોકોમાં હર્ષની લહેર વ્‍યાપી ગઈ છે.
વિગત અનુસાર સરકાર દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ પાણી સ્‍તર ઉંચે લાવવા સુજલામ સુફલામ યોજના હેઠળ ગુજરાત ભરમાં જુદા-જુદા શહેરો તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નદી, નાળા, તળાવો ઉંડા ઉતારવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ત્‍યારે બગસરાને આજ દિન સુધી એક પાઈ પણ ન ફાળવતા લોક રોષ દેખાઈ રહયો હતો.
પરંતુ આખરે મોડે મોડે પણ સરકાર જાગી અનેબગસરાની સાતલડી નદી તેમજ નદી પર આવેલા ચાર જેટલા ચેક ડેમોને ઉંડા ઉતારવાની કામગીરી માટે સુજલામ સુફલામ યોજના હેઠળ રપ લાખ ફાળવી આજથી કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આજે ત્રણ જે.સી.બી., એક હિટાચી સહિત પાલિકા તેમજ અનેક ખાનગી ટ્રેકટરો જોડાતા લોકોમાં આનંદની લાગણી વ્‍યાપી ગઈ છે.
પરંતુ લોકોને પ્રશ્‍ન સતાવી રહયો છે આ યોજના ફકત 31/પ સુધીની જ છે પરંતુ બગસરાને મોડે મોડે ગ્રાન્‍ટ ફાળવતા વરસાદ થાય ત્‍યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી લોક માંગણી છે.

સરંભડા ગામનાં વૃદ્ધે બાબાપુર પાસે ઝેરી દવા પી કર્યો આપઘાત

અમરેલી, તા. ર4
અમરેલી તાલુકાનાં સરંભડા ગામે રહેતાં ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધને છેલ્‍લા 10 વર્ષથી સૌર્યાસીસની બિમારી હોય, અને આ બિમારી અંગે દવા લેવા છતાં સારૂ નહી થતાં તેઓએ કંટાળી જઈ પોતાની મેળે બાબાપુર ગામ નજીક સાવલી નદીનાં પટ્ટમાં કોઈ ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ખાંભા નજીક બાઈક સ્‍લીપ થતાં વૃદ્ધ ચાલકનું ગંભીર ઈજાથી મોત

અમરેલી, તા. ર4
સાવરકુંડલા ગામે રહેતા મહેબુબખાન મહમદખાન પઠાણ નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધ ગઈકાલે સાંજનાં સમયે પોતાના હવાલાવાળા મોટરસાયકલ નંબર જી.જે.14 એ.બી.86ર4 લઈ ખાંભાથી પોતાના ગામ સાવરકુંડલા જવા નીકળ્‍યા ત્‍યારે ખાંભા ગામ નજીક રીલાયન્‍સ પેટ્રોલ પંપ પાસે પહોંચતાં મોટરસાયકલ સ્‍લીપ થઈ જતાં તેમને ગંભીર ઈજાઓ થવા પામતાંસારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં આ અંગે ઈમરાનખાન પઠાણે પોલીસમાં જાહેર કર્યુ હતું.

ફફડાટ : કેરીનાં બગીચામાં કામ કરતી કિશોરી પર દીપડાએ કર્યો હુમલો

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાં બન્‍યો બનાવ
ખાંભા, તા. ર4,
ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડમાં આવેલ કેરીનાં બગીચામાં કામ કરતી કિશોરી અસ્‍મિતા સુખાભાઈ ડાભી પર દીપડાએ હુમલો કરતાં કીશોરીને ગળા અને કમરનાં ભાગે ઈજા થતાં સારવાર અર્થે ઉના ખસેડવામાં આવેલ છે. બનાવની જાણ થતાં આર.એફ.ઓ. પરિમલ પટેલની સૂચનાથી ફોરેસ્‍ટર સહિતનાં સ્‍ટાફે દીપડાને પકડવા પાંજરૂ મુકી દીધાનું જાણવા મળેલ છે.

અમરેલી જિલ્‍લામાં જળસિંચનરૂપી હવન કાર્યમાં કોંગ્રેસીઓ નિવેદનરૂપી હાડકા નાખવાનું બંધ કરે : શરદ લાખાણી

ભાજપનાં પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી
અમરેલી, તા.ર4
ગુજરાતની ભાજપ પક્ષની વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વવાળી સરકાર સમગ્ર ગુજરાતમાં પક્ષા-પક્ષીથી દુર તેમજ કોઈપણ પ્રકારના પ્રાંતવાદ વગર માનવજીવન જ નહી, જીવમાત્રની કલ્‍યાણકારી યોજના ભભસુજલામ સુફલામભભ જળ યોજના દરેક જીલ્‍લામાં જુના તળાવમાંથી માટી કે કાપ ખેડુતો લઈ જાય અને નવા ખેત તલાવડી બનાવવાની યોજના લોકભાગીદારીથી ચાલુ કરી છે.
અમરેલી જિલ્‍લાના 11 તાલુકામાં 300 ઉપરાંત ચેકડેમ- બંધારા ઉકેરાશે અથવા નવા બનશે અને તેમાં રાજય સરકારનું આર્થીક યોગદાન તેમજ જિલ્‍લામાં તેમજ બહાર વસ્‍તા દાતાઓની સખાવતથી આ અભિયાન પરીણામ લક્ષ તરફ જઈ રહયુ છે.
અમરેલી જિલ્‍લાના પ્રભારી મંત્રી આર.સી. ફળદુ, મ્‍યુનીસીપાલટી ફાઈનાન્‍સબોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ પક્ષ તરફથીનિમણુંક પામેલ મહેશભાઈ કસવાલા અને પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરાના નેતૃત્‍વવાળી સમગ્ર ભાજપના કાર્યકર્તાઓ અને સાંસદ નારણભાઈ તેમજ જળસિંચાઈ યોજનાના હજારો સમર્થક સૈનીકો આ 4પ ડી.ગ્રી. તાપમાં જિલ્‍લાના તમામ તાલુકાના ગામડાની મુલાકાત કરીને કાર્યકર્તાઓ તેમજ દાતાઓ, અધિકારીઓને સુજલામ સુફલામ જળ યોજનાને સફળ બનાવવા માટે પ્રોત્‍સાહન અને માર્ગદર્શન આપી રહયા છે ત્‍યારે, અમરેલી જિલ્‍લાના કોંગ્રેસીઓએ આ જીવ માત્રની કલ્‍યાણકારી યોજનામાં સહકાર આપીને જોડાય જાવાના બદલે ગામડે ગામડે આ કામ ન થાય તે માટે ખોટે-ખોટા આક્ષેપો કરીને ગમે તેમ કરીને પાણીનો રોકાય તેવા પ્રયત્‍નો કરી રહી છે. માત્ર ને માત્ર ભાજપ સરકાર આ કામ કરી રહી છે. તે માટે આપ સૌ કોંગ્રેસીઓ આ ભાજપનો વીરોધ કરો છો કે જિલ્‍લામાં થઈ રહેલા વિકાસના કામોનો વિરોધ કરો છો ? કયારેક તો જનતાની હીતની યોજનામાં જોડાવ. આટલા બધા કાર્યકર્તાઓ છો તો કોંગ્રેસ પણ જિલ્‍લામાં માત્ર એક જ તળાવ કે ચેક ડેમ બનાવીને જિલ્‍લાની જનતાને ઉપયોગી થવાનું કાર્ય કરે તેવી મારી જાહેર અપીલ છે.
કોઈપણ જનતાના હીતની વાત હોય લુચા શિયાળની જેમ સતાનો ચકકો કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના નેતાઓના ઈસારે વીરોધ કરવા દોડી જતા કોંગ્રેસકાર્યકર મિત્રોને ફરી વિનંતી કરૂ છુ કે આપની ટીમ દ્રારા એક તળાવ બનાવો તેમાં ભાજપના કાર્યકર્તાઓ પણ શ્રમદાન કરવા જોડાશે. માટે વીરોધમાં નહી જોડાવ તેવી મારી ફરી વખત પ્રાર્થના કરૂ છુ.તેમ શરદભાઈ લાખાણીની અખબારી યાદી જણાવે છે.

પુંજાપાદર ગામે રેલ્‍વે કર્મચારીને માર મારી ફરજમાં રૂકાવટ કરતાં ફરિયાદ

અમરેલી, તા. ર4
લીલીયા ગામે રહેતાં અને રેલ્‍વેમાં નોકરી કરતાં અનિલકુમાર રિછપાલ શર્મા નામનાં 31 વર્ષિય કર્મી ગઈકાલે સવારે પુંજાપાદર ગામે આવેલ રેલ્‍વેફાટક ઉપર પોતાની ફરજમાં હતા ત્‍યારે તે ફાટક ઉપરથી માલગાડી પસાર થવાની હોય, જેથી રેલ્‍વે ફાટક બંધકરી દેતાં પુંજાપાદર ગામે રહેતાં સંજય ઉર્ફે ભલો નાથાભાઈ જાંસલીયા નામનાં ઈસમે આ રેલ્‍વે કર્મીને કહેલ કે આ ફાટક ખોલી નાંખ મારે જવું છે તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી, માથામાં ઈજા કરી ફરજમાં રૂકાવટ કરતાં આ અંગે લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

1 મહિના પહેલા બનાવમાં સારવાર દરમિયાન થયું મોત

હરીપુર ગામે અમદાવાદનાં આધેડનું બાઈક સ્‍લીપ થઈ જતાં મોત
1 મહિના પહેલા બનાવમાં સારવાર દરમિયાન થયું મોત
અમરેલી, તા.ર4
અમદાવાદ ગામે રહેતા બટુકભાઈ કરશનભાઈ ત્રાપસીયા નામના 49 વર્ષીય આધેડ ગત તા.1ર/4ના રોજ સાંજે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.પ એફ.જે. 107ર લઈ અમરેલી તાલુકાના હરીપુર ગામેથી પસાર થતા હતા ત્‍યારે અકસ્‍માતે મોટર સાયકલ સ્‍લીપ થઈ જતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા  પામેલ છે.

રાજુલામાં આજે પાટીદાર યુવા નેતાં હાર્દિક પટેલની જાહેરસભા યોજાશે

ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ ચાલતા આંદોલનનાં સમર્થનમાં
રાજુલામાં આજે પાટીદાર યુવા નેતાં હાર્દિક પટેલની જાહેરસભા યોજાશે
રાજુલા, તા.ર4
રાજુલાની પ્રાંત કચેરી સામે ભ્રુમાફીયાઓ વિરૂઘ્‍ધ એક મહિલાથી ચાલતા આંદોલનાં સમર્થનમાં આવતીકાલે શુક્રવારે સાંજે પ કલાકેમાર્કેટયાર્ડ સામે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલની જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે. રાજુલા તાલુકાના પીપાવાવ ધામ સહિત આજુબાજુના ગામોની ક્ષારયુકત પડતર ગામના સર્વે નંબરની જમીનો જીએચસીએલ કંપનીને લીઝ પર ફાળવેલ જેની લીઝ સને ર011 માં પુરી થઈ ગઈ હોવા છતાં, બે રોક ટોક મીઠું પકવવાનું છેલ્‍લા 8 વર્ષથી ચાલું છે. ગામની અન્‍ય જમીનો સાથણીથી મીઠા ઉદ્યોગ માટે મેળવનાર ભુમાફિયાઓની લીઝ સને ર016માં પુર્ણ થવા છતાં કબજો ધરાવે છે. અને બીજી પડતર જમીનો પર ગેરકાયદેસર દબાણો કરી ગામના લોકોને આ જમીન પર પગ મુકવા ના દે એવી દાદાગીરી કરી રહયાં છે. તંત્ર પણ તેના ગેરકાયદેસર દબાણને ખુલ્‍લુ કરવાના બદલે ભુમાફિયાઓને છાવરે છે. સને. ર000 સુધી જીએચસીએલ કંપનીમાં 3000 જેટલા ગામજનો રોજી-રોટી રળતા હતા. આજે એ ગામજનોને પોતાના નાના- નાના બાળકોને લઈ દહેજ સુધી મજુરી કરવા જવું પડે છે. બાળકોનું પ્રાથમિક શિક્ષણ બરબાદ થાય છે. ભવિષ્‍ય રોળાઈ રહયું છે.
ગામજનોને ન્‍યાય અપાવવા ગામની જમીન ગામનાં જરૂરીયાત મંદ ગરીબ લોકોને જમીન ફાળવી ગામમાં જ રોટી રળી શકે તેવું કરવાની નૈતિક જવાબદારી નિભાવવા ગામનાં સરપંચ અને ગામનાં 300 થી વધુ લોકો પ્રાંત કચેરી રાજુલા ખાતે તા.રપ/4 થી પ્રતિક ધરણાઉપવાસ આંદોલન કરી રહયા છે. પીપાવાવને ન્‍યાય અપાવવા કડીયાળીના આગેવાન જીલુભાઈ બારૈયા, ભાકોદરના અગ્રણી મધુભાઈ સાંખટ, વીસળીયાના ખેડૂત આતુભાઈ શીયાળ અને પીપાવાવના મજુરો બાબુભાઈ સાંખટ તથા સાર્દુળભાઈ શીયાળ આમરણ ઉપવાસ કરી રહયા છે.

વિપક્ષનાં નેતાને પણ પાકવીમાને લગત માહિતી મળતી ન હોય તો ખેડૂતોને કોણ જવાબ આપશે

રાજય સરકારે માહિતી રક્ષિત હોવાથી આપી ન શકાય તેવો જવાબ આપી દીધો
વિપક્ષી નેતાને પાકવીમાની માહિતી આપવાનો નનૈયો
વિપક્ષનાં નેતાને પણ પાકવીમાને લગત માહિતી મળતી ન હોય તો ખેડૂતોને કોણ જવાબ આપશે
અમરેલી, તા. ર4
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં પાકવીમાને લઈને અન્‍યાયની લાગણી ઉભી થઈ હોય ધારાસભ્‍ય અને વિપક્ષી નેતાએ પાકવીમા અંગેની સઘળી વિગતો કલેકટર સમક્ષ માંગેલ જેના જવાબમાં ખેતીવાડી અધિકારીએ સરકારની સુચના મુજબ માહિતી રક્ષિત હોવાથી આપી શકાય તેમ નથી તેવું જણાવતાં ભારે આશ્ચર્ય ઉભું થયું છે.
વિગત એવા પ્રકારની છે કે, ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ ગત તા. ર3 એપ્રિલ ર018નાં રોજ કલેકટરને પત્ર પાઠવીને અમરેલી જીલ્‍લામાં પાકવીમા યોજના અમલમાં છે તે માટે જીલ્‍લા લેવલની કમીટીમાં જે ઠરાવો/નિર્ણય થયા હોય તે પ્રોસીડીંગ નકલો વર્ષ ર01પ-16, ર016- 17, ર017-18ના વર્ષની નકલો તેમજ પાકવીમા કલેઈમ માટે દરેક તાલુકા અગર ગામવાર જે નીતિ- નિયમો નકકી કરવામાં આવેલ હોય તેની માહિતી સરકારના નીતિ-નિયમોને આધિન તેમજ પાકવીમો મંજુર કરવાના કયાં ધોરણો છે તેની નકલો તેમજ ઉપરોકત ત્રણ વર્ષની પાકવીમા યોજનાની પોલીસીની નકલો આપશો. તેમજ અમરેલી જીલ્‍લાના દરેક તાલુકાના ક્રોપકટીંગના નમુના જે તે સર્વેનંબરના લેવાયેલ તે ગામનું નામ, ખેડૂતનું નામ, ક્રોપકટીંગમાં જે પંચરોજકામ કરેલ હોય તે પંચરોજકામની નકલો તેમજ ક્રોપકટીંગ કરવા માટે સમિતિ હોય તે સમિતિનો અહેવાલ તેમજ સમિતિના સદસ્‍યોના નામ અને મોબાઈલ નંબર તેમજ હોદાની સંપૂર્ણ માહિતી ત્‍વરીત દિન-0પમાં પહોંચાડવા જણાવેલ.
જેના જવાબમાં ખેતીવાડી અધિકારીએ ખેતી નિયામકનું માર્ગદર્શન માંગેલ અને સાથે કૃષિ સચિવનો તા. 1પ/9/ર01પનો પત્ર પણ મોકલેલ. જેમાં કૃષિ સચિવે પાક કાપણી અખતરા સંબધી માહિતી રક્ષિત હોઈ માહિતી ન આપવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું જણાવેલ હોય. જે સંદર્ભે અમરેલીનાં ખેતીવાડી અધિકારીએ પાકવીમાની માહિતી આપી શકાય તેમ નથી તેવું જણાવતાં વિપક્ષી નેતા અને ખેડૂતોમાં પણ આશ્ચર્ય ઉભું થયું છે.
હવે પ્રશ્‍ન એ ઉપસ્‍થિત છે કે, પાકવીમાની માહિતી આપવાથી શું જોખમ ઉભું થઈ શકે છે અને માહિતી આપવાથી શું ખાટું-મોળુ થઈ જશે તેવો પ્રશ્‍ન ખેડૂતોમાં ઉભો થઈ રહૃાો છે.

‘‘અમરેલી એકસપ્રેસ”નાં અહેવાલની અસરથી અંતે સાવરકુંડલામાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ

સમગ્ર પંથકનાં ખેડૂતોએ અમરેલી એકસપ્રેસ પ્રત્‍યે અહોભાવની લાગણી વ્‍યકત કરી
સાવરકુંડલા, તા. ર4
સાવરકુંડલામાં ટેકાના ભાવનું ચણાનું કેન્‍દ્ર ગોડાઉનના અભાવે શરૂ ન થતા ખેડૂતો ઓછી કિંમતે એ.પી.એમ.સી.માં ચણા વેંચીને મજબુર બન્‍યા હતા ત્‍યારે અમરેલી એકસપ્રેસમાં અહેવાલ બાદ જાગેલ તંત્રએ આજથી ટેકાના ભાવના ચણા લેવાનું શરૂ થતાં ખેડૂતોએ અમરેલી એકસપ્રેસનો આભાર માન્‍યો હતો.
સરકાર દ્વારા ગુજકોમાસોલ દ્વારા ટેકાનાભાવે ચણાની ખરીદીનું કેન્‍દ્ર સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘને            ફાળવ્‍યું હતું પણ સાવરકુંડલાના ખેડૂતોની કરમની કઠણાઈ હતી કે ટેકાના ભાવનું કેન્‍દ્ર ફાળવવા છતાં ર0-ર0 દિવસ સુધી ગોડાઉનના અભાવે ખરીદ વેચાણ સંઘ ટેકાના ભાવની ખરીદી શરૂ ન કરતા ખેડૂતોને 6પ0 થી 700 ના ભાવે એ.પી.એમ.સી.માં વેપારીઓને વેચવા મજબૂરીવશ વેચવા પડતા હતા. ત્‍યારે અમરેલી એકસપ્રેસે ખેડૂતોની વ્‍યથા અંગે અહેવાલ બાદ ગુજકોમસોલના દ્વારા સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘે આજથી ટેકાના ભાવનું કેન્‍દ્ર શરૂ કરતાં વ્‍યથિત ખેડૂતોએ હાશકારો અનુભવ્‍યો હતો.
મેંકડાના ખેડૂતે પોતાની અને ભાગવી રાખેલ વાડીમાં 100 વિઘામાં ચણાનું વાવેતર કર્યું હતું ત્‍યારે એ.પી.એમ.સી.માં ચણાના ભાવ ઓછા મળતા આજથી શરૂ થયેલ ટેકાના ભાવનું કેન્‍દ્ર પર પ00 મણ ચણા ઓનલાઈનમાં વેચ્‍યા હતા. તો હજુ ત્રણ દિવસ પહેલા 6પ0 ના ભાવે મજબૂરીવશ વેચેલ ચણા પકવતા ખેડૂતે અમરેલી એકસપ્રેસનો આભાર માનતા જણાવ્‍યું હતું કે, 6પ0ના ભાવના ચણા હજુ ત્રણ દિવસ પહેલા જ વેચેલ વિજય રાઠોડે અમરેલી એકસપ્રેસનો આભાર માન્‍યો હતો અને આજે 880 રૂપિયા ટેકાના ભાવના 40 મણ ચણા વેચ્‍યા હતા. તો ખરીદ વેચાણ સંઘના મેનેજર રાજુ માલાણી પણ ખેડૂતોના ઓનલાઇન કામે ખુદ લાગી ગયા હતા અનેટેકાના ભાવનું કેન્‍દ્ર ગોડાઉન વિના હાલ ખેડૂતોને મુશ્‍કેલી ન પડે તે માટે કામગીરી શરૂ કરતાં જણાવ્‍યું હતું, હાલ ઓફલાઇનમાં રપ00 ખેડૂતોએ ટેકાના ભાવ માટે નોંધણી કરાવી છે. તો ઓનલાઇન હજુ પ0 ખેડૂતોની એન્‍ટ્રી થઈ છે. જયારે ટેકાના ભાવના ખરીદાયેલા ચણા હાલ એ.પી.એમ.સી.ખાતે જ રાખવામાં આવી રહ્યા છે. ત્‍યારે ખેડુતોના પ્રાણ પ્રશ્નોના અહેવાલની સીધી અસરથી ખેડૂતોને ઓછા ભાવે ચણા વેચવાની મજબૂરીમાંથી છુટકારો થયો હતો.

બાબરાનાં તત્‍કાલીન મામલતદાર વૈષ્‍ણવ બાઈક સાથે લેહ, લડાખ પહોંચ્‍યા

બાબરામાં મામલતદાર તરીકે સારી કામગીરી કરીને તાલુકા તેમજ શહેરની જનતાના દિલ જીતનાર ચિંતન વૈષ્‍ણવ તેમજ ફોરેસ્‍ટ ખાતામાં નોકરી કરતા પરેશભાઈ મોરડીયા, વિપુલભાઈ ડોબરીયા, કલ્‍પેશભાઈ પટેલ, ભરતભાઈ સહિત પાંચેય યુવાનો પોતપોતાના બાઈકો લઈને એક સાહસિક ટુર પર નીકળ્‍યા છે. જેમાં આ યુવાનો અમદાવાદથી રાજસ્‍થાનથી દિલ્‍હી, શ્રીનગર, સોનમર્ગ, જોજીલાપાસ, કારગીલ અને ત્‍યાંથી પહોંચ્‍યા લેહ. લેહ પહોંચ્‍યા પહેલા આ યુવાનોએ અનેક તોફાનો, વાવાઝોડા, વરસાદ અને ઠંડીનો સામનો કરવો પડયો હતો. જયારે જોજીલાપાસ પસાર કરીને કારગીલ જવાનું હતું તે પણ અઘરૂં હતું. આ જોજીલાપાસનો રસ્‍તો એટલો ભયંકર જેમાં મોટા પહાડો ચારે બાજુ બરફનીચાદરો ફુલ વરસાદ સાથે ફુલ ઠંડી અને કયારે પહાડો પરથી મોટા પથ્‍થરો નીચે પડે અને રસ્‍તાઓ જામ થાય અને કેટલી કલાકો રોકાવું પડે તે નકકી નહીં. આવા ભયાનક રસ્‍તાઓ આ યુવાનોએ પાર કરી લીધા અને કારગીલ થઈને લેહ પહોંચી ગયા. પણ જે જોજીલાપાસથી પણ ભયંકર જે લેહ ઉપર આવેલ ખારડુગળા જે ભારતમાં ઉંચો પર્વત છે અને છેક કાર ચડી જાય છે તેની ઉંચાઈ 18000 ફીટ કરતા ઉંચી છે. આ બાબતે મામલતદાર ચિંતન સાથે ટેલિફોનીક વાત કરતા તેઓએ જણાવ્‍યું હતું કે લેહ શહેર છે તે શહેર પણ 1100 ફીટ ઉંચુ શહેર છે. જેના હિસાબે આ શહેરમાં ઓકિસજનની કમીને હિસાબે શ્‍વાસ લેવામાં તકલીફ પડે છે. તેમજ વાતાવરણ પણ કુલ હોય છે. જયારે ખાર ડુંગરા વિશે જણાવ્‍યું હતું કે પહેલા હું અને મારી ટીમ આપણા આર્મી જવાનોને સલામ કરીએ છીએ કે માઈનસ પાંચ ડિગ્રીમાં દેશની સેવા માટે ખડે પગે ઉભા હોય તે માટે ચારેય બાજુ બરફ બરફ અને બરફ જ જોવા મળે અને સાથે ઠંડી અઘરો અનુભવ થયાથી પેગોગલેક પણ એક જોવા જેવું સુંદર રળિયામણું તળાવ છે. આ તળાવ ભારતમાં પણ છે અને છેક ચીન સુધી આવેલું છે. તેવું મામલતદાર ચિંતન વૈષ્‍ણવે જણાવ્‍યું હતું અને આ સાહસિક ટુર કોઈ દિવસ નહીં ભૂલીશું નહીં. તેવા સારા અને ખરાબ અનુભવો થયા હતા. હવે આસાહસિકો લેહથી રોહતાગપાસ થઈને મનાલી, સીમલા, દિલ્‍હી થઈને પરત પાછા માદરે વતન આવશે. આ ટુર 3400/3પ00 કિ.મી. જેવી યાત્રા થાશે અને તે પણ બાઈકમાં એટલે સાહસિક કહેવાય. 1પ/ર0 દિવસમાં આ સાહસિકો આ ટુર પુરી કરી પોતાના ગામ પહોંચશે.

અમરેલી જિલ્‍લામાં ગ્રામીણ ડાક સેવાનાં કર્મચારીઓમાં રોષ

વડીયામાં પોસ્‍ટ વિભાગના કર્મચારીઓ અચોકકસ મુદત માટે હડતાલ પર ઉતર્યા છે. ઓલ ઈન્‍ડિયા ગ્રામીણ ડાક સેવા એમ્‍પ્‍લોઝ યુનિયન તેમજ નેશનલ ગ્રામીણ ડાક સેવા એમ્‍પ્‍લોઝ યુનિયન તથા નવી દિલ્‍હીના આદેશથી અમરેલી જિલ્‍લાના વડીયા ડાક સેવા તા.રર /પ ને મંગળવારના દિવસથી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. અમરેલી પોસ્‍ટ ઓફિસ હેઠળ આવતી ગ્રામ્‍ય વિસ્‍તારની તમામ બ્રાંચ પોસ્‍ટ ઓફિસના કર્મચારી તા.રર/પથી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. જે તમામ કર્મચારીઓ સાતમાં પગાર પંચની માંગણીની તેમજ આઠ કલાકનીનોકરી આપવી વગેરે પ્રશ્‍નો સાથે તમામ જી.ડી.એસ. કર્મચારી હડતાલ ઉપર હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારોનો ટપાલ વ્‍યવહાર ઠપ્‍પ થઈ ગયો છે. અમરેલી જિલ્‍લામાં જે ડાક વિભાગો પ્રભાવિત થયા છે તે અમરેલી જિલ્‍લામાં અમરેલી, બગસરા, વડીયા, સાવરકુંડલા, ધારી, લાઠી સહિતના વિસ્‍તારોમાં કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે અને આ કર્મચારીઓ દ્વારા સરકાર વિરૂઘ્‍ધ હાય.. હાય..ના નારા લાગ્‍યા છે. સરકાર દ્વારા અમારી માંગણીઓ ન સ્‍વીકારાય ત્‍યાં સુધી અચોકકસ મુદતની હડતાલ ઉપર અને ત્‍યાં સુધી કામગીરીથી અમો દૂર રહીશું અને જયાં સુધી માંગણીઓ મંજૂર કરવામાં નહીં આવે ત્‍યાં સુધી અમારા યુનિયનના આદેશ મુજબ કાયમ રહીશું.

અમરેલી પાલિકાનાં પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાને આંગણે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

અમરેલી નગર પાલિકાનાં પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા તથા કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ ગોંડલીયા ર્ેારા અત્રેનાં એસ.ટી. ડેપો સામે આવેલ જીમખાના મેદાનમાં ગત તા. ર1/પ થી શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. જેમાં આવતીકાલ તા. રપ શુક્રવારનાં રોજ સવારે  11 કલાકે શ્રીરામવિવાહ પ્રસંગ યોજાશે. આ કથામાં અમરેલીનાં શહેરીજનો રાજકીય આગેવાનો તથા ધર્મપ્રેમી ભાઈ- બહેનો આ કથાનો લાભ લઈ રહૃાાં છે. આ રામકથાની પૂર્ણાહુતી આગામી તા.ર9/પ મંગળવારનાં રોજ સાંજે પ કલાકે યોજાશે. આ કથા દરમિયાન આવતી કાલ શુક્રવારે રાત્રે રાજભા ગઢવી, જાગૃતિબેન દવે તથા વિજયદાન ગઢવીનો કસુંબલ ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તો કથામાં સહભાગી થવા માટે ગોંડલીયા પરિવાર ર્ેારા નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ છે.

અવસાન નોંધ

અવસાન નોંધ
વીજપડી : કાંતિલાલ ઓધવજીભાઈ નગદીયા (ઉ.વ.83) તે દિપકભાઇ, નરેશભાઈ, ભદ્રેશભાઇ તથા સ્‍વ. ઉષાબેન રશ્‍મીકાંત સેજપાલ તથા કુમુદબેન મહેશકુમાર જોબનપુત્રાના પિતા તેમજ સ્‍વ. શાંતિભાઇ વડેરા, કાંતિભાઇ વડેરા, હસુભાઇ વડેરા તથા વિનુભાઈ વડેરાના બનેવીનું તારીખ ર1/પ/18ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા શ્‍વસુર પક્ષની સાદડી સંયુકત તા. ર4/પ/18ને ગુરૂવાર સાંજે 4 થી પ સુધી શ્રી લોહાણા મહાજનવાડી, વીજપડી મુકામે રાખેલ છે.
અમરેલી : જામનગર નિવાસી હાલ નાસીક ગામે રહેતાં સુશીલાબેન ચીમનભાઈ પંડયા (ઉ.વ. 8ર) તે સ્‍વ. ચિમનભાઈ હરગોવિંદદાસ પંડયાનાં પુત્રી, તથા સ્‍વ. નટવરલાલ, પ્રવિણભાઈ, સ્‍વ. રમેશભાઈ તથા દિનકરરાયનાં ભત્રીજીનું અવસાન થયેલ છે. સદગતની સાદડી તા. રપ/પ શુક્રવારનાં રોજ સાંજે 4 થી 7 સુધી મોહનનગર, હનુમાનપરા રોડ, ડો.બાવળીયાની સામે અમરેલી ખાતે રાખવામાં આવેલ છે.
બગસરા : જોડીયા નિવાસી મોહનલાલ ચત્રભુજભાઈ મહેતાનાં દિકરી મંજુલાબેન તે સ્‍વ. જયંતીભાઈ, સ્‍વ. જસવંતભાઈ કિશોરભાઈ સ્‍વ. સવિતાબેન દોશી (બગસરા) તથા સ્‍વ. દિનાબેન મોદી રાજકોટ તથા સ્‍વ. સરોજબેન ગોસલીયા (રાજકોટ)નાં બહેનનું તા.ર3નાં બગસરા મુકામે અવસાન થયેલ છે. ઉઠમણું તા.રપ શુક્રવાર સાંજનાં પ કલાકે જૈન ઉપાશ્રય બગસરા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : (મુસ્‍લિમ મરણ) મહેબુબખાન, મહમદખાન પઠાણ (ઉ.વ.પ8) નિવૃત એસ.ટી.કર્મચારી) તા.ર4/પ ના રોજ અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયેલ  છે. તે નાશીરખાન મહમદખાન પઠાણ, ઈનુસખાન ફિરોજખાન, અશરફખાન દિલાવર ખાનના ભાઈ થાય. ઈમરાનખાન તથા સલીમખાનનાં વાલીદ થાય. તથા ભીખાભાઈ રેમાનભાઈ ડોડીયા, મુસ્‍તાકભાઈ રેમાનભાઈ ડોડીયાના બનેવી થાય. તેમની જિયારત, તા.ર6/પ ને શનિવારે અસરની નમાજ બાદ મસ્‍જીદે અબુબકર જીકરિયા મણીનગર સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : (મુસ્‍લિમ મરણ) ઝાખરા અલારખભાઈ નુરૂભાઈ (દાદાભાઈ) (ઉ.વ.6ર) નું તા.ર4/પ, ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. મર્હુમની  જીયારત તા.ર6/પ, ને શનિવારના રોજ અસરની નમાજ બાદ સાંજે પઃ30 કલાકે મસ્‍જીદે ફરાહ, સંઘી ચોક ખાતે રાખેલ છે. ઔરતોની જીયારત તેમના ઘરે મારૂતિનગર,અમરેલી રોડ ખાતે રાખેલ છે.

અમરેલી વિદ્યાસભા સ્‍પોર્ટસ સંકુલની મુલાકાત લેતાં સ્‍પોર્ટસ સચિવ કાપડીયા

????????????????????????????????????

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત વિદ્યાસભા કેમ્‍પસમાં નવા શૈક્ષણિક વર્ષ- ર018 – 19માં જિલ્‍લા કક્ષા સ્‍પોર્ટસ સ્‍કૂલની માન્‍યતા પ્રાપ્‍ત થાય છે. અને થોડા જ દિવસોમાં શરૂ થવા જાય રહી છે. ત્‍યારે અચાનક સચિવ કાપડીયા વિદ્યાસભા સ્‍પોર્ટસ સ્‍કૂલની મુલાકાતે આવેલ. અમરેલી વિદ્યાસભા જિલ્‍લાકક્ષા સ્‍પોર્ટસ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓને સરકાર તરફથી જે શિક્ષણ સાથે સ્‍પોટર્સ ટે્રનિંગ આપવામાં આવશે તેની વિશેષતાઓ અને સુવિદ્યાઓનું નિરીક્ષણ કરતા નજરે પડેલ અને આ વિદ્યાસભાના આધુનિક ટેકલોજી અને વિશાળ ઈન્‍ફાસ્‍ટ્રકચર સાથે સરકારશ્રી જે વિદ્યાર્થીઓને અભ્‍યાસ અર્થે મુકેલ છે. તેઓને શ્રેષ્ઠ તાલીમ અને શિક્ષણ મળે તે માટે મેનેજમેન્‍ટ હાલ પ્‍લે ગ્રાઉન્‍ડ અને ટેકનોલોજીનો વધારો કરવા જાય રહયું છે. જે કામગીરી હાલ શરૂ હોય, સ્‍કૂલ, હોસ્‍ટેલ, ભોજનાલય અને પ્‍લે ગ્રાઉન્‍ડનું નિરીક્ષણ કરી સંસ્‍થામાં કરવામાં આવેલ વ્‍યવસ્‍થાથી તેઓ અભિભૂત થયા હતા. અને વિદ્યાસભા જિલ્‍લાકક્ષા સ્‍પોટર્સ સ્‍કૂલને ગુજરાત રાજયની મોડેલ સ્‍પોટર્સ સ્‍કૂલ ગણાવી હતી અને વધુમાં આ બધુ નિહાળી ખરેખર સચિવએ જણાવ્‍યું હતું કે અમોએ આપેલ કામગીરી વસંતભાઈ ગજેરાના માર્ગદર્શનથી ચાલતી સંસ્‍થા દ્વારાખુબજ સારી રીતે કરવામાં આવશે. અને આ આપવામાં આવતી સુવિદ્યાઓ વાલીઓને માટે વરદાનરૂપ હોય ત્‍યારે આ સંસ્‍થામાં ઉતરોતર વિદ્યાર્થીઓની સંસ્‍થામાં વધારો થતો જશે તેવી આશા વ્‍યકત કરી હતી. હાલ સંસ્‍થામાં જિલ્‍લાકક્ષા સ્‍પોટર્સ સ્‍કૂલમાં પાંચ ગેમ્‍સ આપેલ હોય જેની પ્‍લે ગ્રાઉન્‍ડ અને જરૂરી કામગીરીને આખરી ઓપ અપાઈ રહયો છે. ત્‍યારે સચિવની મુલાકાત અતિ મહત્‍વની બની રહી હતી તેમ મેનેજમેન્‍ટ દ્વારા જણાવ્‍યું હતું. સંસ્‍થાના કેમ્‍પસ ડિરેકટર હસમુખભાઈ પટેલ, ટ્રસ્‍ટી અને પ્રિન્‍સિપાલ તેમજ સુપર વાઈઝરઓએ સચિવનું અમરેલીમાં વિદ્યાસભા સંસ્‍થામાં સ્‍વાગત કરી સંસ્‍થા વિશે અવગત કરાવેલ હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.


ધરાઈ બાલમુકુંદજીનાં દર્શન કરતાં પ્રભારીમંત્રી આર.સી. ફળદુ

બાબરા તાલુકાના ધરાઈ ગામે આવેલ વૈષ્‍ણવ પરિવારની શિરમોર આસ્‍થા પ્રતીકસમા બાલમુકુંદજીની હવેલી ખાતે અમરેલી જિલ્‍લાના પ્રભારી અને પૂર્વ મંત્રી આર.સી. ફળદુ દ્વારા હવેલીમાં અન્‍નકુટના દર્શન કર્યા હતા.

25-05-2018