Main Menu

Thursday, May 24th, 2018

 

પાલિકાઓ અને પંચાયતોનાં પ્રમુખોને લઈને ઘમાસાણ

આગામી મહિને અઢી વર્ષની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી હોય
પાલિકાઓ અને પંચાયતોનાં પ્રમુખોને લઈને ઘમાસાણ
પ્રમુખપદ મેળવવા માટે કોંગી નેતાઓ સમક્ષ લોબિંગ શરૂ કરવામાં આવ્‍યું
અમરેલી, તા. ર3
અમરેલી જિલ્‍લાની અમરેલી અને સાવરકુંડલા પાલિકા, જિલ્‍લા પંચાયત અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લાઠી, લીલીયા, બાબરા સહિતની તાલુકા પંચાયતોનાં પ્રમુખપદની અઢી વર્ષની ટર્મ આગામી મહિને પૂર્ણ થતી હોય નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને ભારે ચર્ચાઓ       જાગી છે.
અમરેલી જિલ્‍લાની મોટાભાગની સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં કોંગ્રેસનું શાસન હોવાથી કોંગી આગેવાનો માટે પ્રમુખની પસંદગી કરવામાં ફુંકી ફુંકીને પગલા ભરવા પડશે. નહીં તો લોકસભાની ચૂંટણીમાં નુકશાની થવાની     શકયતાઓ છે.
પ્રમુખપદ માટે એકથી વધારે દાવેદારો હોવાથી કોંગી આગેવાનો તેમાં પણ વિપક્ષી નેતા પરેશ ધાનાણી પર વિશેષ જવાબદારી હોવાથી તેઓએ પ્રમુખપદની પસંદગી કરવામાં વધારે કાળજી લેવી પડશે.
બીજી તરફ વિપક્ષમાં રહેલ ભાજપનાં આગેવાનો પણ ભભતેલ જુઓ તેલની ધાર જુઓભભની સ્‍થિતિમાં જોવા મળી રહૃાા છે. જો કોંગી સદસ્‍યો બળવો કરે તેને કેસરીયા કરાવવા માટે પણ ભાજપ ર્ેારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
આગામી 1પ દિવસ બાદ જિલ્‍લાનાં સ્‍થાનિક સ્‍વરાજયનાંરાજકારણમાં ઘમાસાણનાં એંધાણ જોવા મળી રહૃાાં છે.

ધામેલમાં તીનપત્તીનો જુગાર રમતાં 3 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.ર3
લાઠી તાલુકાનાં ધામેલ ગામે રહેતા અરવિંદ કાળુભાઈ વાઘેલા, ભોળા પરમાર તથા હિંમત રાજકોટીયા વિગેરે ગઈકાલે સાંજના જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોય, દામનગર પોલીસે બાતમીના આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.1190 સાથે ત્રણેયને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી બહારપરામાંથી તરૂણીને માંગરોળ પંથકનો શખ્‍સ ભગાડી ગયો

અમરેલી, તા.ર3
અમરેલીના બહારપરા વિસ્‍તારમાં રહેતી એક 17 વર્ષીય તરૂણીને ગત તા.4/પના રોજ માંગરોળ તાલુકાના કંકાસ ગામે રહેતો રામજી ઉર્ફે રામ નાનજીભાઈ પરમાર લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાવી છે.

સાવરકુંડલા શહેરમાંથી તસ્‍કરોએ રૂપિયા 1પ00નાં વાયરની ઉઠાંતરી કરી

અમરેલી, તા.ર3
સાવરકુંડલા ગામે આવેલ કેવડાપરા ગૌશાળાની વાડી પાછળ જગદીશભાઈ કનૈયાલાલ શિરોયાની વાડીમાંથી ગત તા.ર0ના રાત્રીના સમયે કોઈ અજાણ્‍યો ઈસમ વાડીમાં પ્રવેશ કરી રૂા. 1પ00ની કિંમતના વાયર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાવી છે.

બગસરાનાં જામકા જાપે યુવકને બે શખ્‍સોએ પાઈપ વડે માર્યો માર

ઉનાળાની ગરમીમાં સામાન્‍ય બાબતે બઘડાટી
બગસરાનાં જામકા જાપે યુવકને બે શખ્‍સોએ પાઈપ વડે માર્યો માર
સવાલ કર્યો તો પડયો માર :ફરિયાદ નોંધાઈ
અમરેલી, તા.ર3
બગસરામાં આવેલ જામકાનો જાપો પાસે રહેતા પ્રકાશભાઈ વશરામભાઈ ધંધુકીયા નામના 36 વર્ષીય યુવકે ગત તા.ર1ના રાત્રીના સમયે તે જ ગામે રહેતા હિતેશ લાભુભાઈ મીટાળીયા તથા અલ્‍પેશ લાભુભાઈ મીટાળીયાને ઉભા રાખી પ્રશ્‍ન કરેલ કે તમે પાઈપ લઈને મારા ઘરે શા માટે ગયેલા તે બાબતે આ બન્‍નેએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી પાઈપ વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીમાં આધેડે પત્‍નિ રીસામણે જતી રહેતા ફીનાઈલ પીધી

પત્‍નિએ છુટાછેડા લેવાનું કહેતા
અમરેલીમાં આધેડે પત્‍નિ રીસામણે જતી રહેતા ફીનાઈલ પીધી
અમરેલી, તા.ર3
અમરેલીના માણેકપરા વિસ્‍તારમાં રહેતા અને મજુરી કામ કરતાં સંજયભાઈ રજનીકાંત માંડલીયા નામના 49 વર્ષીય આધેડે પોતાની બહેનને ધાણાજીરૂ તૈયાર કરીને મોકલતાં તેમની પત્‍નિને તે નહીં ગમતાં પત્‍નિ રાજકોટ ખાતે રીસામણે ચાલી ગયા બાદ તેણીએ છુટાછેડા જોઈએ છે તેમ ફોન કરીને જાણ કરતાં આ યુવકને લાગી આવતાં પોતાની મેળે ફીનાઈલ પી લેતાં સારવાર માટે દવાખાને ખસેડાયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલાની યુવતિ દાજી જતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું

1પ દિવસ પહેલા બનેલ બનાવ જાહેર થયો
અમરેલી, તા.ર3
સાવરકુંડલાનાં હાથસણી રોડ ઉપર આવેલ હુડકો સોસાયટીમાં રહેતી ભાવિકાબેન ભરતભાઈ ડાભી નામની 19 વર્ષીય યુવતિ ગત તા.4/પના રોજ સાંજના સમયે પોતાના ઘરે ગેસના ચુલા ઉપર રસોઈ બનાવતી હોય, ગોખલામાં રહેલ તપેલી લેવા જતાં તેણીએપહેરેલ ડ્રેસની ચૂંદડી સળગતા ચુલામાં અડી જતા તેણી આખા શરીરે દાજી જતાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણી પૂર્વ સાંસદનાં કૌભાંડની તપાસ કરાવે

અમરેલીનાં સાંસદ કાછડીયાએ વિપક્ષી નેતા પર કર્યા શાબ્‍દિક પ્રહારો
વિપક્ષી નેતા પરેશ ધાનાણી પૂર્વ સાંસદનાં કૌભાંડની તપાસ કરાવે
વિપક્ષીનેતાએ માત્ર નિવેદનબાજી કરીને ખેડૂતોનાં હિતેચ્‍છુ હોવાનો ભ્રમ ઉભો ન કરવો જોઈએ
અમરેલી, તા. ર3
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સમર્પિત સંસ્‍થાઓ, સહકારી મંડળીઓએ મગફળી ખરીદીમાં રૂા. 3પ00 કરોડનું  મગફળી કૌભાંડ આચર્યા હોવાનું વિવિધ સમાચારપત્રોમાં અખબારી નિવેદન કરેલ છે. પરેશ ધાનાણી દ્વારા કરાયેલ ખોટા આક્ષેપોને વખોડી કાઢતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, આવુ નિવેદન કરીને  ધાનાણીએ ભભચીભડા કરતા બી મોટુભભ જેવી ટેકાના ભાવની મગફળી બાબતે તેઓને કોઈ ગતાગમ જ નથી અને આખી સિસ્‍ટમ શું છે તે જાણ્‍યા વગર અધકચરી માહિતીના આધારે કર્યુ હોય તેવું થયુ છે. આમ કરીને તેઓનું ખેડુતો માની લેશે તેમ માની બેઠા હોય તેમ લાગે છે.
વધુમાં જણાવેલ છે કે, વિરોધ પક્ષના નેતાને એ ખ્‍યાલ રાખવો જોઈએ કે સરકાર સતત બે  વર્ષથી મગફળીમાં વિપુલ ઉત્‍પાદન સાથે સાથે નિકાસ માંગ ઘટવા વિ. બજારૂ વિપરીત પરીબળોને કારણે મગફળીના ભાવો સતત નીચા જતા સરકારે ગત વર્ષ અને આ વર્ષ ટેકાના ભાવથી મગફળી ખરીદી શરૂ કરેલ. ગયા વર્ષે પણ નાફેડ મારફતેર લાખ ર1 હજાર મેટ્રીક ટન મગફળી ગુજરાતમાંથી ટેકાના ભાવે ખરીદી કરેલ અને આ વર્ષ પણ નાફેડ મારફત 8 લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરેલ. એટલુ જ નહી ખરીદી નવેમ્‍બરથી માર્ચ મહિના સુધી લાંબામાં લાંબા સમય સુધી ચાલુ રાખેલ છે જે ભુતકાળમાં કોંગ્રેસ પક્ષની સરકારે કદી કરેલ નથી. ચાલુ વર્ષે રૂા. 3700 કરોડ જેટલી રકમની ખરીદી વિવિધ કેન્‍દ્રોમાંથી નાફેડ મારફત કરેલ છે. ખેડુત પાસેથી જમીનના 7/1ર, તલાટીનો દાખલો, આધારકાર્ડ, બેન્‍ક એકાઉન્‍ટ નંબર વિગેરે પુરતા પુરાવા લઈ ઓનલાઈન રજીસ્‍ટે્રશન કર્યા બાદ મગફળી ખરીદવામાં આવેલ. પછી ટેકાના ભાવથી મગફળી વેચનાર લાભાર્થી ખેડુતના ખાતામાં આરટીજીએસથી ડાયરેકટ નાણાં જમા થાય છે. આ ઉપરાંત કુલ ખરીદીમાંથી ટ્રાન્‍સર્પોટેશન, બારદાન, મજુરી, કમીશન, ગોડાઉન ભાડુ વિગેરે વ્‍યવસ્‍થા સેવા ખર્ચ થાય છે. કોઈ નાણાંકીય વ્‍યવહારો રોકડમાં થતા નથી. ત્‍યારે સરકારના આંકડા મુજબ કુલ 3700 કરોડની ખરીદીમાંથી ભાજપ સમર્પિત સંસ્‍થાઓ, સહકારી મંડળીઓએ મગફળી ખરીદીમાં રૂા. 3પ00 કરોડનું મગફળી કૌભાંડ આચર્યુ હોવાનું અખબારી નિવેદનથી આક્ષેપ કરવો તે વિરોધપક્ષના નેતાની અજ્ઞાનતા અને અપરિપકવતા સાબીત કરે છે. એટલુ જ નહી પણ ભપારકે બાજરે માવજીભાઈ કાંધાળાભ ની જેમ સહાય કરેસરકાર અને જાતે ખેડુતોના ઉઘ્‍ઘારક છે તેવુ બતાવવાનો પ્રયાસ છે. પણ ખેડુતો અને જનતા આવી અધકચરી માહિતીવાળા અને અપરીપકવ નિવેદનથી ખેડુતોને અને જનતા ગેરમાર્ગે દોરવાશે એવુ ધાનાણી માનતા હોય, તો તે તેનો ભ્રમ છે. આમ ખેડુતોનું કલ્‍યાણ કે સેવા ન થાય. મગફળીના સ્‍ટોરેજ કરેલ ગોડાઉનમાં લાગેલ આગના બનાવો એ સર્વથા નિંદનીય અને વખોડવા પાત્ર બનાવો છે. જેને માટે જવાબદાર દુરાચારીઓને શોધી કાઢી સજા પણ થવી જોઈએ. તે બાબતે સરકાર કે કોઈ રાજકીય પક્ષમાં બેમત જ હોય શકે, અને તે માટે સરકાર પ્રયત્‍નશીલ અને ગંભીર હોય જ અને તેના અપરાધિઓ સુધી સરકાર પહોંચશે અને તે માટે જે કોઈ પાસે સજજડ પુરાવા કે માહિતી હોય તો તપાસનીશ એજન્‍સી સુધી પહોંચાડી તપાસમાં મદદરૂપ સૌએ બનવું જોઈએ. પછી તે કોઈપણ રાજકીય પક્ષનો આગેવાન હોય કે સામાન્‍ય ખેડુત અને તો જ આવા ગુનાહીત કૃત્‍યો અટકે. ઈવન ધાનાણી પાસે સજજડ માહિતી હોય તો નામ સાથે બહાર આવવું જોઈએ અને તપાસ એજન્‍સી સુધી લઈ જવું જોઈએ. આવા મભમ નિવેદનોથી આરોપીઓ પકડાશે નહી કે ખેતી કે ખેડુતોનુ કલ્‍યાણ થશે નહી.
વધુમાં ધાનાણી કે અન્‍ય કોઈએ મગફળી કે ગોડાઉનમાં થતા આગના બનાવોને હાઈલાઈટ કરવાની નેગેટીવ અને બિન કલ્‍યાણકારી હકીકતો હાઈલાઈટ કરવાનીસાથે સાથે બીજી સાઈડ જે ખેડુતોને લાભકર્તા છે. જેવી કે સરકારે ટેકાનાં ભાવથી મગફળી ખરીદવાથી લાખો ખેડુતોને મણદીઠ રૂા. રપ0 થી 300 જેટલો ફાયદો થયો છે. આ સરકારે ભુતકાળની કોઈ સરકારે ન કર્યો હોય એટલો લાંબો પીરીયડ ખરીદી શરૂ કરેલ છે. કૃષિ ધીરાણના વ્‍યાજ સહાય કરીને ખેડુતોને કરોડો રૂપિયાની સહાય કરી છે. ખેડુતલક્ષી ફાયદાની સાઈડો પણ હાઈલાઈટ કરવી જોઈએ. તેમજ પોતાના જ પક્ષના એ વખતના સાંસદે સૌરાષ્‍ટ્ર કિસાન વિકાસ ટ્રસ્‍ટ નામનું ફેમેલી ટ્રસ્‍ટ બનાવીને ભુગર્ભ ટાંકા, તાડપત્રીઓ, જમીન લેવલીંગના કામોમાં પ0% સહાયનું હનીટ્રેપીંગ ગોઠવીને હજારો ખેડુતો પાસેથી કરોડો રૂપિયાની છેતરપીંડી કરેલ તેના પોલીસ કેસ પણ હજી આ માજી સાંસદ ઉપર છે. આવા કેસો દાખલ કરાવવામાં કોઈ ભાજપવાળા નહી પણ કોંગેસ પક્ષના જ માજી મંત્રી કે માજી સાંસદ કક્ષાના સિનીયર આગેવાનોએ ભાગ લઈ ખેડુતોને મદદ કરેલ. ઉપરાંત તે વખતે કોંગેસના જ જિલ્‍લા મહામંત્રી રાજકમલ ચોકમાં ઉપવાસ ઉપર બેઠેલા અને જી.પી.સી.સી.માંથી સિનીયર આગેવાનો પારણા કરાવવા આવીને ખેડુતોને નાણા પરત અપાવવાની શરતે પારણા કરેલા. તો પણ હજી સંખ્‍યાબઘ્‍ધ ખેડુતોના કરોડો રૂપિયા આ માજી સાંસદના હનીટે્રપીંગમાંથી આવ્‍યા નથી તેની પણ ચિંતા અને ઝુંબેશ કરવી જોઈએ. આ ખેડુતોબાબતે આટલા વર્ષો પછી પણ ધાનાણીએ આવી કોઈ કાળજી કે ઝુંબેશ કરેલ નથી.
વિરોધપક્ષના નેતાનું પદ એ ખુબજ મહત્‍વનું અને ગૌરવવંતુ પદ છે. ત્‍યાંથી નિવેદન કરનાર કે બેસનાર વ્‍યકિત પાસે પરીપકવતા અને સજજડ માહિતીની લોકો અપેક્ષા રાખતા હોય છે. ત્‍યારે વિરોધપક્ષના નેતા તરીકે ધાનાણી  રૂા. 3700 કરોડની ખરીદીમાંથી રૂા. 3પ00 કરોડનું કૌભાંડ આચર્યા હોવાનું નિવેદન કરીને ભચીભડા કરતા બી મોટુભ જેવો ઘાટ કયો છે. જે તેમને શોભતો નથી અને આ પદની ગૌરવતા અને ગરીમા લાજે છે. ખેડુતોનું ભલુ આ રીતે કોઈપણ યોજનાની માત્ર નબળી સાઈડ હાઈલાઈટ કરવાથી કે ખેડુતોને બહેકાવવાથી કે ખેડુતોની મુસીબતોને નામે નકલી રૂદન કરવાથી થઈ શકતુ નથી. જો ખેડુતો માટે શુઘ્‍ધ ઈરાદો હોય તો કોઈપણ આગેવાને સરકારની કે યોજનાને લગતી ખેડુતો માટેની લાભાકારી અને નબળી બન્‍ને સાઈડો અને સજજડ સાચી માહિતીની આપ-લે કરીને ખેડુતો અને જનતા ગેરમાર્ગે ન દોરવાય તેની કાળજી રાખવી જોઈએ.

સાવરકુંડલાના વન વિભાગે વૃક્ષોનું છેદન કરનાર સામે કરી લાલ આંખ

લેભાગુ શખ્‍સોનાં કારસ્‍તાનનો થયો પર્દાફાશ
સાવરકુંડલાના વન વિભાગે વૃક્ષોનું છેદન કરનાર સામે કરી લાલ આંખ
લાકડા ભરેલ રીક્ષા સાથે ર ને ઝડપી લીધા
સા.કુંડલા, તા.ર3
વૃક્ષોના છેદન કરનાર તત્‍વો સામે સાવરકુંડલા વન તંત્રે લાલ આંખ કરીને મીતીયાળા અભયારણ નજીકથી લાકડા ભરેલી ભારવાહક રીક્ષા સહીત ર શખ્‍સોને પકડી પાડીને 8 હજારનો દંડ ફટકાર્યો હતો.
એક તરફ ગ્‍લોબલ વોર્મીંની અસરથી અસહૃા તાપથી જનજીવન અકળાઈ ઉઠયું છે. ત્‍યારે સરકાર વૃક્ષો વાવીને માનવ જતન કરવાના પ્રયત્‍નો કરી રહી છે. પણ અમુકલેભાગુ તત્‍વો વૃક્ષોના છેદન કરીને પર્યાવરણને ગંભીર નુકશાન કરી રહયું હોવાથી સાવરકુંડલા વન તંત્ર પણ રાઉન્‍ડ ધ કલોક પેટ્રોલિંગ આદરીને સિંહોની સુરક્ષા સાથે વન્‍ય સંપદાને નુકશાન ન થાય તેની પણ ભારે સતર્કતા રાખી રહયું છે. આજે સાવરકુંડલા વનવિભાગને પેટ્રોલિંગ દરમ્‍યાન      મળેલી બાતમીના આધારે ફોરેસ્‍ટર પ્રતાપભાઈ ચાંદુ, વી.ડી.પુરોહિત, પી.સી. થળેસા, હિમાંશુભાઈ, ભીમજીભાઈ સહિતના વનકર્મીઓએ મીતીયાળા અભ્‍યારણ નજીક અભરામપરા-ઉજવડી રેવેન્‍યુ વિસ્‍તારમાંથી પાસપરમીટ વિના ગેરકાયદેસર મહામુલા વૃક્ષોનું છેદન કરીને ભાર રીક્ષા ભરતા નાગજી મોલડીયા અને ગુલાબભાઈ નામના ઈસમને ખચોખચ લાકડાથી ભરેલી રીક્ષા સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વૃક્ષ છેદન કરનારાને 8 હજારનો દંડ ફટકારીને ગેરકાયદેસર વૃક્ષ કટીંગ કરનારા સામે સાવરકુંડલા વન વિભાગે કડકાઈ ભરી કામગીરી કરી હતી. અને ભાર રીક્ષા પણ પકડીને વન વિભાગે કાયદેસર પ્રોસીંજર કરતા ધારી વન તંત્રના અધિકારીઓએ વન કર્મીઓની કામગીરને બિરદાવી હતી.

અમરેલી અને મહુવા પંથકમાં ચોરી કરનાર ગેન્‍ગ ઝડપાઈ

આગવી ઢબે પુછપરછ કરાતા ભેદ ખુલી ગયા
અમરેલી, તા. ર3
છેલ્લા ધણા સમયથી મહુવા તેમજ આજુબાજુના વિસ્‍તારમાં ધરફોડ ચોરીના બનેલ બનાવોઅનુંસંધાને  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક માલ  તથા મહુવા વિભાગના અધિક પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સીધી સુચના તથા મહુવા પો.સ્‍ટેના પો.ઇન્‍સ. એસ.એમ.વારોતરીયા ના માર્ગદર્શન હેઠળ મહુવા પો.સ્‍ટે થયેલ ચોરીની ફરીયાદો દાખલ થતા તેમજ અન્‍ય સોસાયટી વિસ્‍તાર અક્ષરવિલા એપાર્ટમેન્‍ટ, શ્રીજી હાઇટસ એપાર્ટમેન્‍ટ, જગજીવન સોસાયટી, ગોકુલઘામ સોસાયટી, શીવનગર વિગેરે વિસ્‍તારમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીનો તરખાટ મચાવતી ગેંગ સક્રિય થયેલ હોય જે અનુંસધાને ચોરી કરતી ગેંગને પકડી પાડવા મહુવા અધિક પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજાની સીધી સુચનાથી નાઇટ રાઉન્‍ડ ની ફરજો અસરકારક કરેલ જેથી મહુવા ડિ. સ્‍ટાફના હેડ.કોન્‍સ જીવણભાઇ આહિર તથા પી.આર. ગોહિલ તથા બી.બી. ગુજજર તથા ઓમદેવસિંહ ઝાલા તથા બનેસંગભાઇ મોરી તથા નરેશભાઇ બારૈયા તથા બનેસંગભાઇ મકવાણા તથા હામુભાઇ ભાદરકા તથા રધુવીરસિંહ ગોહિલ તથા નાનુભાઇ ચેલાણા તથા વિરૂભાઇ પરમાર તથા મહેશભાઇ બારોટ  તથા પાતાભાઇ ગઢવી અને મહુવા પોલીસ સ્‍ટાફ તેમજ હોમગાર્ડ જવાનો તેમજ ગ્રામ રક્ષક દળ (જી.આર.ડી) તેમજ એસ.આર.ડી (સાગર રક્ષક દળ) ને ખાસ સધન નાઇટ પેટ્રોલીંગ ફરવા માટે સુચના આપેલ જે અન્‍વયે પો. ઇન્‍સ સ્‍ટાફ સાથે  નાઇટ રાઉન્‍ડમાં હતા દરમ્‍યાન સોસાયટી વિસ્‍તારમાંથી શકદાર પકડી પાડેલ જે પૈકીનં(1) વિકમસિંહ સરનસિંહ રાવત રહે. ગામ ભીમ પીપલી તા. ભીમ જી. રાજસમત રાજય રાજસ્‍થાનવાળો તથા નં(ર) સતપાલસિંગ સતનામસિંગ ટાંક રહે. બાબરા જી. અમરેલીવાળો હોવાનું જણાવેલ જેને આગવી ઢબે પુછપરછ કરતા તેણે પુછપરછ દરમ્‍યાન જુદા જુદા સમય સ્‍થળે તેઓના સાગરીતો સાથે મળી ગુન્‍હાઓની કબુલાત કરેલ.
આ કામે  પકડાયેલ આરોપીઓએ નીચે મુજબ ધરફોડ ચોરીઓ કરેલાની કબુલાત આપેલ છે. મહુવા શીવનગર તથા જગજીવન સોસાયટી તથા હાઇવે રોડ પરશ્રીજી હાઇટસ એપાર્ટમેન્‍ટમાં ધરફોડ ચોરી કબુલાત કરેલ.
મહુવા જે.કે.નગર તથા મહાદેવનગરમાંથી જુદા-જુદા સમય સ્‍થળેથી બે મોટર સાયકલ ચોરીની પણ કબુલાત કરેલ.મહુવા પો.સ્‍ટે વિસ્‍તારમાં બે મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
               અમરેલી શહેરમાં કરેલ ધરફોડ ચોરીઓની કબુલાત  આજથી આશરે એક મહિનો પંદર દિવસ પહેલા અમરેલીની બહારની સોસાયટીમાં ત્રણ ઘર તુટેલ એક ઘરમાં એક સોનાનું પેન્‍ડલ તથા થોડા રૂપિયા અને બીજા ઘરમાંથી રોકડ રૂપિયા ર0,000/-ની ચોરી કરેલ. નં-1ના બનાવના બે દિવસ પછી અમરેલી કોલેજ પાસેના વાડી રોડ ઉપર કોલેજની આજુબાજુ સોસાયટીમાં જુદાજુદા ચાર ઘરના તાળા તોડેલ જેમાંથી (1) ઘરમાંથી આશરે 4000/-રોકડા બીજા ઘરમાંથી 3000/-રોકડા અને ચોથાઘરમાંથી સ્‍ત્રીના પગના જાંજર અને રૂ.પ000/- રોકડા રૂપિયા ચોરી કરેલ. નં-ર ના ત્રણ દિવસ પછી રધુનાથ સોસાયટી અમરેલીમાં ચાર મકાનના તાળા તોડેલ. જેમાંથી (1) ઘરમાંથી સોનાના બીસ્‍કીટ અને રોકડ રૂપિયા 300/-તથા નં(ર) ઘરમાંથી રોકડ રૂપિયા પ000/-અને ચોથા ઘરમાંથી ર0,000/- રોકડા રૂપિયા ચોરી કરેલ. નં-3 પછી બે-ત્રણ દિવસ પછી અમરેલીમાં જેસીંગ પરાની પાછળ શેરીમાં એક નળીયાવાળુ મકાન જેમાંથી સોનાની બુટી, પગના જાંજર રોકડ રૂપિયા 1ર000/-અને એક તાળા વગરના મકાનમાંથી ચાંદીનું બેસલેટ અને ચાંદીના જાંજર, રોકડ રૂપિયા 4000/- રોકડા રૂપિયા ચોરી કરેલ આમ  અમરેલી જીલ્લામાં કુલ 14 ઘરડોફ ચોરીની કબુલાત આપેલ.
       આમ મહુવા તથા અમેરલીમાં ઘરફોડ ચોરી કરતી ગેંગેને  પકડી પાડવામાં સફળતા મળેલ છે.આ ગુન્‍હાની વધુ તપાસ પોલીસ ઇન્‍સપેકટર મહુવા સંભાળી રહેલ છે.

અમરેલીમાં ફરી 44 ડિગ્રી તાપમાન થતાં શહેરીજનો થયા ત્રાહીમામ

અમરેલી બન્‍યું આગનો ગોળો
અમરેલી, તા.ર3
અમરેલીમાં આજે ફરી 44 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતાં બપોરના સમયે અમરેલી શહેર અગન ગોળો બની જતાં લોકો આકરા તાપમાનથી બચવા માટે લોકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરતા હોય, શહેરમાં બપોરના સમયે માર્ગો સુમસામ ભાસે છે. જયારે પશુ પક્ષીઓ પણ બપોરના સમયે છાંયડો શોધી ઝંપી જાય છે.
અમરેલી ખાતે આજે મહત્તમતાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. બપોરના સમયે ગરમ હવાના કારણે લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળતા જોવા મળી રહયા છે.
લોકો ગરમીમાં રાહત મેળવવા માટે એ.સી., એરકુલરનો સહારો લઈ રહયા છે. જયારે પશુ, પક્ષીઓ પણ આકરા તાપમાનના કારણે વૃક્ષોનો છાંયડો શોધી બપોરના સમયે શાંતિથી બેસી રહે છે.
અગાઉ ચાર દિવસ પહેલા પણ અમરેલીનું તાપમાન 44.7 ડિગ્રી સુધી પહોંચી ગયા બાદ આજે ફરી 44 ડિગ્રી તાપમાન થઈ જવા પામેલ છે.

અમરેલીનાં પટેલ શૈક્ષણિક સંકુલને સરકારે રૂપિયા ર.6ર કરોડની ફી પરત કરી

સતત વીસવર્ષથી શિક્ષણ, સંસ્‍કાર અને સુરક્ષાનાં પ્રતિક સમા પટેલ સંકુલ-અમરેલી વિદ્યાર્થીનીઓ તથા વાલીઓનાં વિશ્‍વાસનું સંપાદન કરવામાં સફળ રહૃાું છે. ત્‍યારે શૈક્ષણિક વર્ષ ર014-ર01પથી આજદિન સુધી ધો.9 તથા ધો.10માં વાર્ષિક માત્ર રૂા.ર00માં, વિનામૂલ્‍યે ટયુશન કોમ્‍પ્‍યુટર લેબ, પ્રેકિટકલ ઈ લર્નિંગ, ડેઈલી ટેસ્‍ટ, રીપીટેડલી ટેસ્‍ટ, રીડીંગ-રાઈટીંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સરકારની યોજનાથી વર્ષ ર014થી અત્‍યાર સુધી પટેલ સંકુલ-અમરેલીને સરકાર તરફથી અવિરત બોર્ડનાં ઉચ્‍ચ પરિણામનાં કારણે ર,6ર,84,4રપ (બે કરોડ, બાંસઠ લાખ ચોર્યાસી હજાર ચારસો પચ્‍ચીસ) જેવી રકમ ધો.9 તથા 10ની ફી પેટે મળેલ છે. જે સંપૂર્ણ રકમ પટેલ સંકુલ તરફથી વિદ્યાર્થીનીઓના બેંક એકાઉન્‍ટમાં પરત કરીને વાર્ષિક માત્ર રૂા.ર00માં ધો.9 તથા 10નું ઉત્તમ શિક્ષણ પુરુ પાડીને ઉચ્‍ચ પરિણામથી પટેલ સંકુલે સમગ્ર ગુજરાતમાં ગૌરવ વધાર્યુ છે, પટેલ સંકુલ સંચાલિત બી.એન.વી., એલ.પી.ટી., એસ.એમ. વઘાસિયા માઘ્‍યમિક શાળામાં ગુજરાતી તથા અંગ્રેજી માઘ્‍યમમાં ધો.9 તથા 10માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસેથી લીધેલ ડીપોઝીટ અગેઈન્‍સ્‍ટ ફી સરકાર તરફથી આપવામાં આવેલ અત્‍યાર સુધી બે કરોડ બાંસઠ લાખ ચોર્યાસી હજાર ચારસો પચીસ (ર,6ર,84,4રપ) પરત કરીને માઘ્‍યમિકશિક્ષણમાં પટેલ સંકુલ અવલ્‍લનંબર રહૃાું છે, ત્‍યારે અમરેલીનાં ઔદ્યોગિક રત્‍ન તથા કેળવણીકાર તથા ગજેરા સંકુલનાં સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉ.પ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયા, નિયામક મનસુખભાઈ ધાનાણી, કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ, વલ્‍લભભાઈ રામાણી વિ.એ સરકારનો આભાર માનીને ઉચ્‍ચ પરિણામો બદલ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્‍યા હતા.

સાવરકુંડલાનાં વોર્ડ-8માં માર્ગમાં દે ધનાધન કરાતા રોષ

સાવરકુંડલા શહેરનાં વોર્ડ-8નાં ખાદી કાર્યાલય, મોમાઈપરા, જૂનો ગાધકડા રોડ, પાવરહાઉસ પાસેના રોડ ર્ેારા તાજેતરમાં જ બનાવવામાં આવતા આ વિસ્‍તારનાં રહીશોમાં પાલિકાનાં સત્તાધીશો તથા કોન્‍ટ્રાકટરોની મિલીભગત સામે રોષ જોવા મળ્‍યો હતો તથા આ વિસ્‍તારનાં જાગૃત અને યુવા અગ્રણી હરિ ભરવાડ, નીતિન હેલૈયા તથા રહીશો ર્ેારા રોડ રસ્‍તાના અત્‍યંત નબળું કામ કરવામાં આવતું હોવાથી કામ અટકાવવામાં આવ્‍યું હતું અને કોન્‍ટ્રાકટર પાસે ફરીવાર સારૂ નિયમ મુજબ રોડનું કામ શરૂ કરાવામાં આવ્‍યું હતું.

અમરેલીમાં તૈયાર થયેલ સરકીટ હાઉસનું વિપક્ષીનેતા કરશે લોકાર્પણ ?

ભાજપ સરકારે કરોડો રૂપિયાનાં ખર્ચે નવું બનાવેલ
અમરેલીમાં તૈયાર થયેલ સરકીટ હાઉસનું વિપક્ષીનેતા કરશે લોકાર્પણ ?
ઘણા મહિનાઓથી લોકાર્પણની રાહ જોતા સરકીટ હાઉસનો ઉપયોગ શરૂ થઈ જશે
અમરેલી, તા. ર3
અમરેલીનાં સરદાર સર્કલ નજીક આવેલ જુના સરકીટ હાઉસની બગલમાં કરોડો રૂપિયાનાં ખર્ચે અતિ આધુનિક સુવિધા સાથે ભાજપ સરકારનાં માર્ગ-મકાન વિભાગનાં માર્ગદર્શનતળે તૈયાર થયેલ સરકીટ હાઉસનું આગામી દિવસોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં હસ્‍તે લોકાર્પણ કરવામાં આવે તેવું લાગી રહૃાું છે.
સત્તાધારી પક્ષનાં આગેવાનો જળ સિંચન સહિતનાં અન્‍ય વિકાસ કાર્યોમાં વ્‍યસ્‍ત હોવાથી તેઓને સરકીટ હાઉસને કાર્યરત કરવાની ઉતાવળ ન હોવાથી વિપક્ષી આગેવાનોએ સરકીટ હાઉસને કાર્યરત કરવા માટે તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળેલ છે.

વાયબ્રન્‍ટ ગુજરાતમાં સાવરકુંડલા પાલિકા કચેરીનું મકાન પણ વાયબ્રન્‍ટ બન્‍યું છે : 

કર્મચારીઓ જાનનાં જોખમે ફરજ બજાવી રહૃાા છે
સાવરકુંડલા પાલિકા કચેરીનું મકાન અતિ બિસ્‍માર
ર દિવસ પહેલા એક કર્મચારીને ઈજા થતાં સારવારમાં ખસેડાયા
સાવરકુંડલા, તા. ર3
રાજાશાહી વખતના દરબારગઢની અંદર એક જુનવાણી મકાનમાં બેસે છે સાવરકુંડલાની નગરપાલિકા કચેરી. રજવાડા સમયનાં જુનવાણી જર્જરીત થઈ ગયેલા મકાનની હાલત અત્‍યારે સાવ નાજુક સ્‍થિતિમાં જોવા મળી રહી છે. દિવાલોમાંથી પોપડા ખરી રહૃાા છે તો છત પરથી પ્‍લાસ્‍ટરનાં પોપડા નીચે કામ કરતા કર્મીઓની પર કયારે પડે તે કહેવું મુશ્‍કેલ છે પણ પાલિકાનાં કર્મીઓ જીવની પરવાહ કર્યા વિના કરી રહૃાા છે પાલિકામાં નોકરી.
વ્‍યવસાય વેરા, સેનીટેશન, પાણી પુરવઠા કચેરી, હાઉસ ટેકસ શાખા, બાંધકામ શાખા સહિતનીનગરપાલિકાની તમામ શાખાઓ આ જુનવાણી મકાનમાં બેસીને કરે છે કામગીરી. અમુક આ રાજાશાહી મકાનમાં કર્મીઓ જયાં કામ કરે છે ત્‍યાં તો દીવાલોમાંથી વૃક્ષાના મુળીયા બહાર નીકળી ગયા છે તો જર્જરીત થયેલા પાલિકાના બિલ્‍ડીંગની દીવાલો પડવાના વાંકે ઉભી હોય તેવા ઘાટ વચ્‍ચે કર્મીઓ ના છુટકે પોતાની ફરજ બજાવી           રહૃાા છે.
હજુ બે દિવસ પહેલા જ પાલિકાના કર્મી પર છત પરથી પોપડો માથા પર પડતા હોસ્‍પીટલલાઈજ કરવામાં આવેલ હોવાનું પાલિકાના અધિકારી જણાવે છે. ત્‍યારે નગરપાલિકાની સ્‍થાપનાથી આ નગરપાલિકા આ દરબારગઢમાં બેસે છે. પહેલા આ દરબારગઢમાં ન્‍યાય કચેરી, મામલતદાર કચેરી, ટેલીફોન કચેરી બેસતી હતી પણ માલિકીની જગ્‍યા પર મોટાભાગની કચેરી સ્‍થળાંતર થઈ ગઈ છે. બચી છે હવે નગરપાલિકા કચેરી. ચોમાસાના આગમન પહેલા પાલિકાના આ રજવાડી મકાનમાં ભયના ઓથારથી કર્મીઓ જીવના જોખમે કામગીરી કરે છે છતાં કોંગ્રેસ શાષિત પાલિકાના સત્તાધીશોને પોતાના કર્મચારીની પરવાહ નથી તેવી વાસ્‍તવિકતા દેખાય છે.
ત્‍યારે સત્તાધીશ પાલિકાના ઉપપ્રમુખ નાસીર ચૌહાણે જણાવ્‍યું હતું કે, પાલિકાના સત્તાધીશો પણ પાલિકા જર્જરીત હોય અને પાલિકાના કર્મીઓ ભયના ઓથાર તળે કામગીરી કરતા હોવાનો એકરાર કરી રહૃાા છે. તો 100 વર્ષના ભાડાપટ્ટેઆપેલી ર8 હજાર ચોરસ મીટરની ખુલ્‍લી જગ્‍યા પાલિકા પાસે એમ જ ફાજલ પડી છે. સરકારમાં રજૂઆત કરીને નવા બિલ્‍ડીંગ અંગેની કાર્યવાહી તેજ કરી હોવાના આશ્‍વાસન આપી રહૃાા છે. ત્‍યારે પાલિકા કચેરીનાં ચીફ ઓફીસરે પણ ચોમાસા દરમિયાન કર્મીઓની હાલત વધુ કપરી સાબિત થવાનો ભય પણ સ્‍વીકાર્યો છે.
રાજાશાહી વખતથી બેસતી નગરપાલિકા કચેરી પાસે પહેલા જગ્‍યા ન હતી પણ હવે પાલિકા પાસે ખુલ્‍લી જગ્‍યા પણ છે જે અંગે ચીફ ઓફીસર હુણે આશાવાદ વ્‍યકત કર્યો છે કે, નવા બિલ્‍ડીંગની મંજુરી મળે તો આ રજવાડાના મકાનમાંથી ટ્રાન્‍સફર કરી શકીએ. પણ જયાં સુધી મંજુરીની મહોર સરકારી તંત્ર ન આપે ત્‍યાં સુધી પાલિકાના કર્મીઓને રોજ જી પડીકે બાંધીને જ નોકરી કરવી પડે છે તે વાસ્‍તવિકતામાંથી કયારે આ સરકારી તંત્ર છુટકારો આપશે તે તો સમય જ કહેશે.

સાવરકુંડલા પંથકમાં લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય કેન્‍દ્ર ર્ેારા હરતું ફરતું દવાખાનું શરૂ

‘શ્રી વિદ્યાગુરુ ફાઉન્‍ડેશન’ સંચાલિત ભશ્રી લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરભ (નિઃશુલ્‍ક હોસ્‍પિટલ) અમરેલી જિલ્‍લાનાં સાવરકુંડલા ખાતે છેલ્‍લા સાડા ત્રણ વર્ષથી કાર્યરત છે. પૂ. મોરારિબાપુના આશીર્વાદથી હાલ જનરલ ઓ.પી.ડી.,ગાયનેક, ડાયાલીસીસ સેન્‍ટર, પેથોલોજી વિભાગ, ફિઝિયોથેરાપી, હોલિસ્‍ટીક હેલ્‍થ કેર સેન્‍ટર, ડેન્‍ટલ, પીડિયાટ્રીક, રેડિયોલોજી, સર્જીકલ, આઈસીયુ, ભોજનશાળા, દવાનો વિભાગ જેવા વિભાગો સંતોષજનક રીતે કાર્યરત છે. દરેક વિભાગમાં દર્દીઓને તદ્યન નિઃશુલ્‍ક(મફત) ધોરણે સારવાર આપવામાં આવે છે. આજ સુધી અંદાજીત 4 લાખથી વધુ દર્દીઓએ આ સેવાનો લાભ પ્રાપ્‍ત કરેલ છે. આ 100% નિઃશુલ્‍ક હોસ્‍પિટલ દર્દીનારાયણને વધુમાં વધુ સારી આરોગ્‍ય સેવા આપવા માટે તત્‍પર છે. હાલમાં જ પૂ.બાપુની પ્રસન્‍નતા સાથે હોસ્‍પિટલનાં સેવાકીય પ્રકલ્‍પમાં એક સેવા-સુવિધાનો વધારો કરવામાં આવ્‍યો છે. સાવરકુંડલા આસપાસનાં અંતરિયાળ ગામો કે જેમાં પ્રાથમિક આરોગ્‍ય સેવાની કોઈ સુવિધા ઉપલબ્‍ધ નથી. આવા ગામોમાં દર્દીઓ માટે મોબાઈલ ડીસ્‍પેન્‍સરી (હરતું-ફરતું દવાખાનું) શરૂ કરવામાં આવ્‍યું. ડોકટર સહીતની આ મોબાઈલ ડિસ્‍પેન્‍સરી અઠવાડિયાનાં 4 દિવસ અલગ અલગ ગામોની મુલાકાત લે છે. ત્‍યાંનાદર્દીઓને દવા સહીતની પ્રાથમિક સારવાર સાથે રહેલા આરોગ્‍ય મંદિરનાં મેડીકલ ઓફિસર ર્ેારા આપવામાં આવે છે. હજી વધુને વધુ અંતરિયાળ ગામોનાં દર્દીઓને પ્રાથમિક આરોગ્‍ય સારવાર આપવી તેવી આરોગ્‍ય મંદિર પરિવારની નેમ છે. તેવું ફાઉન્‍ડેશનનાં સ્‍થાનિક ટ્રસ્‍ટી ભરતભાઈ જોષીની યાદીમાં જણાવાયું હતું.

ગોપાલગ્રામનાં સ્‍મશાનના દરવાજા માટે ધકાણ બંધુઓએ 1 લાખ રૂપિયાનું દાન અર્પણ કર્યુ

ગામજનો અને સરપંચ દ્વારા કરાયું સન્‍માન
ગોપાલગ્રામનાં સ્‍મશાનના દરવાજા માટે ધકાણ બંધુઓએ 1 લાખ રૂપિયાનું દાન અર્પણ કર્યુ
અરવિંદભાઇ ધકાણ દ્વારા રકમ અર્પણ કરાઇ
ગોપાલગ્રામ, તા. ર3
ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામમાં સ્‍મશાનનો દરવાજો બનાવવા માટે ચંપકભાઇ અને અરવિંદભાઈ ધકાણે રૂપિયા 1 લાખની રકમ દાનમાં આપતા ગામજનો અને સરપંચ દ્વારા બંને ભાઈઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.
ગોપાલગ્રામમાં વિકાસઅર્થે તેમજ જરૂરીયાતમંદો માટે હંમેશા અર્ધીરાતનો હોંકારો બનનાર અરવિંદભાઇ ધકાણને સૌ ભામાશાનાં હુલામણા નામે બોલાવી રહયા છે.

જિલ્‍લાનાં દરિયાકાંઠે કાર્યરત મહાકાય ઉદ્યોગોથી ગરીબો અને ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી

અધિકારીઓ અનેપદાધિકારીઓને ઘી-કેળા ને સ્‍થાનિકોને પરેશાની
અલ્‍ટ્રાટેક અને પિપાવાવપોર્ટથી શાસકોને જ ફાયદો
જિલ્‍લાનાં દરિયાકાંઠે કાર્યરત મહાકાય ઉદ્યોગોથી ગરીબો અને ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી
અમરેલી, તા. ર3
અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આજ ર0-રપ વર્ષ પહેલા પિપાવાવપોર્ટ, અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની જેવા મહાકાય ઉદ્યોગોનું સ્‍થાપન થયા બાદ સ્‍થાનિક રહેવાસીઓનાં અનેક પ્રશ્‍નોનું નિરાકરણ થશે તેવી આશા પર પાણીઢોળ થયું છે. ઉદ્યોગોથી રાજકીય આગેવાનો અને અધિકારીઓ તેમજ શકિતશાળી વ્‍યકિતઓની આર્થિક હાલત સઘ્‍ધર બની છે.
મહાકાય ઉદ્યોગોએ હજારો એકર જમીન ખેડૂત પાસેથી ખરીદ કરીને રોજગારી આપવાનું વચન આપેલ. તેમજ અનેક ગામોને દતક લઈને તેમાં માર્ગો, પાણી, શિક્ષણ, આરોગ્‍ય, વીજળી સહિતની સમસ્‍યા દુર કરવાની પણ ખાત્રી આપી હતી અને તે માટે બન્‍ને કંપની દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ પણ કાગળ પર કરી રહી છે.
ઉદ્યોગગૃહોનાં સંચાલકો પર રાજકીય આગેવાનો કે અધિકારીઓ દબાણ વધારે એટલે સંચાલકો વિવિધ કોન્‍ટ્રાકટ આપી દે છે. તો કંપની ઘ્‍વારા જમીન દબાણ સહિતની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય અધિકારીઓ પણ દબાણ વધારે એટલે તેને પણ રાજી કરવામાં આવી રહૃાા છે.
અધિકારીઓ અને પદાધિકારીઓની મહેમાનગતિ પણ અનેરી કરવામાંઆવે છે. પાણી માંગે તો દુધ પીરસવામાં આવે છે. જો કંપની નિયમ મુજબ જ ચાલતી હોય તો અધિકારીઓ અને પદાધિકારીઓની સેવા કરવાની શી જરૂર છે તેવો વેધક પ્રશ્‍ન પણ ઉપસ્‍થિત થઈ રહૃાો છે.
કંપનીના સંચાલકો એમ સમજે છે મુઠ્ઠીભર અધિકારીઓ કે પદાધિકારીઓને સાચવી લઈશું એટલે કાળા કારનામા બહાર નહી આવે પરંતુ એ ભુલી જાય છે કે, કોઈ ગરીબની હાય લાગે તો કોઈ બચાવશે નહી. અને મીડિયાજગત પણ કંપનીમાં ચાલતી તમામ ગતિવિધિ પર નજર રાખી રહૃાું છે. જયારે પણ કોઈ બનાવ કે ગેરરીતિ બહાર આવશે ત્‍યારે કંપનીનાં સંચાલકોને જવાબ દેવાનું ભારે પડશે અને અધિકારીઓ અને પદાધિકારીઓ પણ કોઈ મદદ કરશે નહી તે હકીકત છે.

બાબરા પંથકમાં તસ્‍કરોએ એકી સાથે 4 દુકાનોમાં ખાખાખોળા કરતાં ફફડાટ

સીસી ટીવીમાં તસ્‍કરો કળા કરતાં કેદ થયા
બાબરા, તા. ર3
બાબરા પંથકમાં જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે દિવસ-રાત ચોરીના બનાવો બનતા રહે છે. બાબરા શહેર તેમજગામડાઓમાં વધતા જતાં ચોરીનાં બનાવોથી તાલુકાની પ્રજામાં ભયનું મોજુ જોવા મળી રહૃાું છે. તયારે પ્રજાની જાન અને માલનાં રક્ષણ માટે બાબરા પોલીસ ઘ્‍વારા પુરતું પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બાબરા શહેરમાં ગત મોડી રાત્રે ભાવનગર રોડ પાસે આવેલ ગણેશ સ્‍ટીલ નામની દુકાનના તાળા તોડી શટર ઉચકાવી રૂા. ર હજારની મત્તાની ચોરી થયેલ છે. અહીં દુકાનદાર ઘ્‍વારા મુકવામાં આવેલ સીસી ટીવી કેમેરામાં તસ્‍કરો કેદ થયા છે. કુલ ચાર જેટલા તસ્‍કરો કેમેરામાં કેદ થયા છે.
બીજા બનાવમાં અહી માર્કેટીંગયાર્ડ ખાતે આવેલ વે બ્રીજના તાળા તોડી સામાન્‍ય રકમની ચોરી તસ્‍કરો ઘ્‍વારા કરવામાં આવેલ છે. તેમજ અહીં યાર્ડની અંદર આવેલ કમિશન એજન્‍ટની બે દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરેલ છે. દુકાનો તેમજ યાર્ડના વે બ્રીજમાં ચોરી થતાં દુકાનદારો અને યાર્ડના સેક્રેટરી ઘ્‍વારા બાબરા પોલીસને જાણ કરવામાં આવતા બાબરા પીએસઆઈ પરડીયા સહિત પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા તસ્‍કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અહી સ્‍ટીલની દુકાન અને યાર્ડના સીસી ટીવી કેમેરાની કુટેજ      મેળવી બાબરા પોલીસ ઘ્‍વારા આગળની તપાસ હાથ ધરી છે. જો કે અહી તમામ દુકાનોમાં સામાન્‍ય રોકડ રકમસિવાય વધુ ચોરી થયેલ નથી.

24-05-2018