Main Menu

Wednesday, May 23rd, 2018

 

જનતા જનાર્દનને કોન્‍ટ્રાકટરને હવાલે કરી દેવાઈ

આધારકાર્ડ, મા વાત્‍સલ્‍ય કાર્ડ સહિતની કામગીરી રામભરોસે
જનતા જનાર્દનને કોન્‍ટ્રાકટરને હવાલે કરી દેવાઈ
સરકારે તમામ કોન્‍ટ્રાકટ રદ કરીને કાયમી કર્મચારીઓની નિમણુંક કરી જવાબદારી સોંપવી જોઈએ
અમરેલી, તા. રર
જનતાજનાર્દનને ચૂંટણીનાં દિવસોમાં સુખ-સુવિધા આપવાનું વચન આપીને સરકાર બનાવ્‍યા બાદ ભભકોણ તુ અને કોણ હુંભભ જેવો ઘાટ રાજકીય પક્ષો દર્શાવી રહૃાા છે.
ભાજપ સરકારને સરકારી વિભાગોમાં કર્મચારીઓની કાયમી નિમણુંક કરવામાં જરાપણ રસ નથી. આધારકાર્ડ, માં વાત્‍સલ્‍ય કાર્ડ, 7/1ર, મનરેગા સહિતની કામગીરીનો કોન્‍ટ્રાકટ ખાનગી એજન્‍સીઓને હવાલે કરી દીધો છે.
ખાનગી એજન્‍સીઓનાં બેજવાબદાર કર્મચારીઓ જનતા જનાર્દનની સેવા કરવાને બદલે તેની સાથે તોછડાયપૂર્વકનું વર્તન કરી રહૃાાની ફરિયાદો વારંવાર ઉભી થઈ રહી છે અને સરકાર અચ્‍છે દિનની ગુલબાંગો ફેંકવામાં નવરી પડતી નથી.
ભાજપ સરકારે લોકસભામાં જનતાનાં મત મેળવવા હોય તો હવે જનતાને સુખ, સુવિધા આપવા પડશે નહી તો રોષનો સામનો કરવો પડશે.

ધો. 10ની પરીક્ષાનું પરિણામ આગામી સોમવારે જાહેર થશે

અમરેલી, તા.રર
ગુજરાત માઘ્‍યમિક અને ઉચ્‍ચત્તર માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ (પરીક્ષા વિભાગ), વડોદરાની અખબારી યાદી જણાવે છે કે, એસ.એસ.સી.માર્ચ-ર018ની માર્કશીટ / પ્રમાણપત્રનું વિતરણ જિલ્‍લા વિતરણ સ્‍થળો ઉપર તા.ર8/પ, ના રોજ સવારે 11 કલાકથી 14 કલાક દરમ્‍યાન વિતરણ થનાર છે. તો રાજયની નોંધાયેલી માઘ્‍યમિક શાળાના આચાર્યઓને વિનંતી કે પોતાની શાળાની માર્કશીટ / પ્રમાણપત્ર મુખત્‍યાર પત્ર રજુ કરી મેળવી લેવાની રહેશે.
વધુમાં જણાવવાનું કે, એસ.એસ.સી.માર્ચ-ર018નું પરિણામ તા.ર8/પ, ના રોજ સવારના 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે, જેની વાલીઓએ / વિદ્યાર્થીઓએ / શાળાઓએ નોંધ લેવી. વેબસાઈટ  પરથી સવારના 8 કલાકથી ઉમેદવારો પોતાનું પરિણામ જોઈશકશે.

શહેરીજનો આકરા તાપથી ત્રાહીમામ પોકારી ગયા

બપોરનાં 1રથી સાંજના પ સુધી કુદરતી કફર્યુનો માહોલ
શહેરીજનો આકરા તાપથી ત્રાહીમામ પોકારી ગયા
આગામી અઠવાડીયે તાપમાનનો પારો નીચે આવે તેવી આગાહી કરવામાં આવી
અમરેલી, તા. રર
એક તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવો ભડકે બળી રહૃાા છે તો બીજી તરફ સુર્યનારાયણ પણ અગ્નિ વર્ષા કરી રહૃાા હોય સમગ્ર પંથકની જનતા અકળાઈ ઉઠી છે. અમરેલી પંથકમાં તાપમાનનો પારો 44 ડીગ્રી આસપાસ યથાવત રહેતાં બપોરનાં સમયે રાજમાર્ગો સુમસામ જોવા મળી રહૃાા છે.
અમરેલી પંથકની ભૌગોલિક સ્‍થિતિ જ એવી છે કે, સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં સૌથી વધુ ગરમી અને ઠંડી પડી રહી છે તો ગરમીનાં પ્રમાણમાં વરસાદ ઓછા પ્રમાણમાં પડી રહૃાો છે.
અમરેલી પંથકમાં છેલ્‍લા 10 દિવસથી તાપમાનનો પારો 43થી 4પ ડીગ્રી વચ્‍ચે જ રહેતા પશુ-પક્ષીઓ સહિત સૌ કોઈ અકળાઈ ઉઠયું છે.
શહેરનાં ટ્રાફીકથી ધમધમતા વિસ્‍તારોમાં બપોરનાં 1રથી પ સુધી કુદરતી કફર્યુનો માહોલ જોવા મળે છે. શહેરીજનો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહૃાાં છે.
સાંજના 7થી રાત્રીનાં 1 વાગ્‍યા સુધી શહેરીજનો બજારમાં નીકળી પડે છે અને આઈસ્‍ક્રીમ, ગોલા, ઠંડાપીણા, શેરડીનો રસ પીને ગરમીમાં ઠંડક મેળવી રહૃાા હોય ઠંડા પીણાનાં વેપારીઓને મોજે મોજ થઈ પડીછે.
આગામી અઠવાડીયે ગરમીમાં થોડી રાહત થવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે. તો હવામાન વિભાગે 1પ જુન સુધીમાં વરસાદની શકયતાઓ દર્શાવી હોય જનતા જનાર્દન માટે રાહતનાં સમાચાર છે.

બગસરાનાં વ્‍હોરા પરિવારની જગ્‍યામાં પાલિકાની પેશકદમી સામે આત્‍મવિલોપનની ચીમકીથી તંત્રમાં દોડધામ

છેલ્‍લા એક વર્ષથી ચાલતી લડત બાદ પણ ન્‍યાય ન મળતાં
બગસરાનાં વ્‍હોરા પરિવારની જગ્‍યામાં પાલિકાની પેશકદમી સામે આત્‍મવિલોપનની ચીમકીથી તંત્રમાં દોડધામ
બગસરા, તા.રર
બગસરાના કોલેજ રોડ પર આવેલ એક વ્‍હોરા પરિવારના કોમર્શીયલ બિલ્‍ડીંગની ખુલ્‍લી જગ્‍યામાં પાલિકા દ્વારા ગેરકાયદે કરેલ પેશકદમી દૂર કરવા છેલ્‍લા એક વર્ષથી રજૂઆતો કરી રહયા છે. તેમ છતાં ન્‍યાય ન મળતા તા.4ની અરજીમાં પંદર દિવસમાં યોગ્‍ય નિર્ણય નહીં થાય તો આગામી તા.રરના રોજ આત્‍મ વિલોપનની ચીમકી આપેલ. જે અનુસંધાને આજે સવારથી જ અધિકારીઓ તેમજ પોલીસના ધાડે ધાડા ઉતરી પડયા હતા.
વિગત અનુસાર બગસરાના કોલેજ રોડ પર વિજય ચોક પાસે બાબજી કોમ્‍પ્‍લેક્ષના માલીક આશીફભાઈ લોખંડવાલાની માલીકીની જગ્‍યામાં આજથી એક વર્ષ પૂર્વે પાલિકાએ ભૂગર્ભ ગટર, પાણીની પાઈપ લાઈનનું તેમજ સીસી રોડ બનાવી નાખેલા જે જગ્‍યા ખુલ્‍લી કરવા આશીફભાઈએ પુરાવા સાથે છેલ્‍લા એક વર્ષથી લડત ચલાવી રહેલ છે. તેમ છતાં નિંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આખરે તા.4ની અરજીમાં જણાવેલ કે જોપંદર દિવસમાં ન્‍યાય નહીં મળે તો તા.રર ના સહ પરિવાર પાલિકાના પટાંગણમાં જ આત્‍મ વિલોપન કરશે અને જો પોલીસ બળ પ્રયોગ કરશે તો અન્‍ન-જળ ત્‍યાગ કરી મોતને મીઠુ કરીશું તેવી ચીમકી આપતા તંત્ર હરકતમાં આવેલ અને પ્રાંત અધિકારીએ બે-ત્રણ દિવસમાં જ સ્‍થળ તપાસ કરી નિર્ણય લેવામાં આવશે તેમ જણાવેલ પરંતુ બે-ત્રણ દિવસના બદલે પંદર દિવસ વિતવા છતાં કોઈ નિર્ણય ન થતા અગાઉ જણાવેલ તારીખ મુજબ આજે પાલિકાએ આશીફ લોખંડવાલા સહ પરિવાર જઈ ચડેલ પરંતુ આત્‍મ વિલોપન કરે તે પૂર્વે પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, ડી.વાય.એસ.પી., પી.આઈ., પોલીસ સ્‍ટાફ તેમજ ફાયર બ્રિગેડ સ્‍ટાફ ખડે પગે રહેલ અને આશીફભાઈ સાથે પ્રાંત અધિકારીએ વાટાઘાટો કરી દસ દિવસમાં જ સ્‍થળ તપાસ કરી નિર્ણય કરવાની ખાત્રી આપતા અને ઘીના ઠામમાં ઘી પડી જતા તંત્રએ હાશકારો લીધો હતો.

અમરેલીમાં રખડતા રોમિયોની જાહેરમાં સરભરા કરવા માંગ

ઈન્‍ચાર્જ એસ.પી.એ રોમિયોગીરીનું દુષણ ડામવા કડક પગલા ભરવા જરૂરી
અમરેલીમાં રખડતા રોમિયોની જાહેરમાં સરભરા કરવા માંગ
બાપકમાઈની બાઈક લઈને સીનસપાટાનું પ્રમાણ વધી રહૃાું છે
અમરેલી, તા.રર
અમરેલી શહેરમાં પોલીસની ધાક ઓસરી રહી છે. અને બીજી તરફ રોમિયોગીરીએ હદ વટાવી દીધી છે. એકલ-દોકલ મહિલાને બહાર નીકળવું મુશ્‍કેલ બની ગયું હોય ઈન્‍ચાર્જ એસ.પી.એ. એન્‍ટી રોમિયો સ્‍કવોર્ડની રચના કરીને તેમાં મહિલા પી.એસ.આઈ.ની નિમણુંક કરવાની જરૂર છે.
શહેરના નાગનાથ સર્કલ, લાયબ્રેરી માર્ગ, સરદાર સર્કલ, ચિતલ માર્ગ, બસ સ્‍ટેન્‍ડ ચોક, હરિ રોડ સહિતના વિસ્‍તારોમાં બાપકમાઈની બાઈક લઈને અવનવી વિચિત્ર વેશભુષામાં સીનસપાટા કરતા રોમિયોને ઝડપી લઈને જાહેરમાં સરભરા કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.
તદ્‌ઉપરાંત મહિલાઓની અવર-જવર વાળા માર્ગો પર સી.સી.ટીવી કેમેરા પણ લગાવવામાં આવે તો રોમિયોગીરીનાં દુષણ પર અંકુશ આવી શકે તેમછે.

પીપાવાવનાં આંદોલનકારીની મદદમાં હાર્દિક પટેલની જાહેરસભા

આગામી તા.રપના રોજ
પીપાવાવનાં આંદોલનકારીની મદદમાં હાર્દિક પટેલની જાહેરસભા
રાજુલા, તા. રર
થોડા દિવસો પહેલા જ ભાવનગરના બાડી ગામના ખેડૂતો સાથેના અન્‍યાયને લઇને પાટીદાર અનામત આંદોલનના કન્‍વીનર હાર્દિક પટેલે એક મહાસભા કર્યા બાદ હવે મહુવાના મેથળાનો બંધારો અને રાજુલા પીપાવાવના જમીનના ભુમાફીયા વિરૂઘ્‍ધ અને જીએચસીએલ કંપની વિરૂઘ્‍ધ ચાલતા આંદોલનનાર8 દિવસથી ખેડૂતો પ્રતિક ઉપવાસ કરી રહયા છે અને આ ઉપવાસ આંદોલનમાં એક આંદોલનકારીએ પોતાનો જીવ પણ ગુમાવ્‍યો છે.
જાન આપીશું પણ જમીન નહીં આપીએ. તેવા સૂત્રને સાર્થક કરવામાં સરકારનો પણ મહત્‍વનો રોલ હોઇ એમ હજી સુધી સરકારના પેટનું પાણી હલતુ નથી. ત્‍યારે રપ તારીખને શુક્રવારના રોજ મેથળાના બંધારે સવારે 10 કલાકે ભાવનગર અને અમરેલીના ખેડૂત સમાજના પ્રમુખ ભરતસિંહ વાળા અને નરેશ વિરાણીએ હાર્દિક પટેલને આમંત્રણ આપીને બંને જગ્‍યાએ જબરદસ્‍ત સભાનું આયોજન કર્યુ છે.
અને ત્‍યાર બાદ બપોરે 4 કલાકે રાજુલાના પીપાવાવ ધામે જે જીએચસીએલ કંપની અને ભૂમાફિયાઓએ ખેડૂતોની જમીન ઉપર કબ્‍જો જમાવ્‍યો છે. ત્‍યાં જઇને ઉપવાસ છાવણીમાં જીલુભાઇ બારૈયા, ભાણાભઇ ગુજરીયા, અશોકભાઇ ભાલિયા અને અજય શિયાળ તેમજ તમામ આંદોલનકારીઓને મળીને, શહિદ આંદોલનકારી એવા ભાણીબેનને શ્રઘ્‍ધાંજલિ આપીને સભાનું આયોજન છે.
આ સભામાં હાર્દિક પટેલની સાથે તેમના સિદસરના ડાંખરા બંધુ, ખેડૂત સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જયેશભાઇ પટેલ, જયેશભાઈ દેલાડ, સાગરભાઇ રબારી અને રમેશભાઈ વિરાણી તેમજ બંને જિલ્‍લાના ખેડૂત સમાજના પ્રમુખો નરેશ વિરાણી, ભરતસિંહ વાળા, કેતનભાઇ કસવાળા, ભરતભાઇ ગજેરા અને મહેશ ચોડવડીયા હાજર રહેશે.

ઈશ્‍વરીયા ગામની તરૂણીને પરપ્રાંતીય શખ્‍સ ભગાડી ગયો

અમરેલી, તા.રર
બાબરા તાલુકાના ઈશ્‍વરીયા ગામે રહેતી એક તરૂણીને ગત તા. 1પ/પના રોજ મુળ મઘ્‍યપ્રદેશનો વતની એવો અંકિત યાદવ નામનો ઈસમ તેણીન લલચાવી ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.

ચિત્તલ ગામનાં રત્‍ન કલાકાર ઉપર 4 શખ્‍સોએ કર્યો હુમલો

1 મહિલા સહિત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
અમરેલી, તા.રર
અમરેલી તાલુકાના ચિતલ ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા મનસુખભાઈ માવજીભાઈ સાડમીયા નામનો રપ વર્ષીય યુવક પોતાના હવાલા વાળા મોટર સાયકલ ઉપર જતા હોય, ત્‍યારે તે જ ગામે રહેતા પરેશ દાદુભાઈ નામનો ઈસમ પાણીના ટાંકા પાસે ઉભો હોયતેમણે રત્‍ન કલાકારને પાણી ઉડાડતા તેમને ઠપકો આપવા જતા આ પરેશ, સુરેશ દાદુભાઈ, દાદુભાઈ નરસીભાઈ તથા લાભુબેન વિગેરેએ ઉશ્‍કેરાઈ જઈ કુહાડી, લોખંડના પાઈપ, લાકડી તથા લાફાવાળી કરી, ગાળો આપ્‍યા અંગેની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવી છે.

બગસરા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હામાં 7 વર્ષથી નાશતો આરોપી ઝડપાયો

ભાવનગરની આર.આર. સેલનો સપાટો
બગસરા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હામાં 7 વર્ષથી નાશતો આરોપી ઝડપાયો
અમરેલી, તા. રર
ભાવનગર રેન્‍જ આઈજીપી અમિતકુમાર વિશ્‍વકર્માની સુચના અને માર્ગદર્શન મુજબ આર.આર. સેલ સ્‍ટાફનાં માણસોને નાશતા-ફરતા આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર આર.આર. સેલ સ્‍ટાફનાં એએસઆઈ વી.ડી. ગોહિલ તથા હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ સોલંકી અમરેલી ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એએસઆઈ વી.ડી. ગોહિલને બાતમી મળેલ કે બગસરા પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુ.ર.નં. 30/ર01ર ઈપીકો કલમ 363, 366 મુજબના ગુન્‍હાનાં કામે નાશતા-ફરતાં આરોપી ભાવેશ ખોડાભાઈ કાલાણી રે. બોરાળા, તા. સાવરકુંડલા, જી. અમરેલી વાળો બોરાળા ગામે પ્‍લોટ વિસ્‍તારમાં બેઠો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્‍યાએ આવતા ભાવેશભાઈ ખોડાભાઈ કાલાણી (ઉ.વ. 3ર) ધંધો મજૂરી રે. બોરાળા, તા. સાવરકુંડલા, જી. અમરેલીવાળો મળી આવતા તેના વિરૂઘ્‍ધ કાયદેસર કાર્યવાહી કરી તેને બગસરા પોલીસ સ્‍ટેશનમાં સોંપીઆપવામાં આવેલ છે.
આમ બગસરા પોલીસ સ્‍ટેશનનાં ગુન્‍હામાં છેલ્‍લા સાત વર્ષથી નાશતા-ફરતા આરોપીને ઝડપી લેવામાં ભાવનગર આર.આર. સેલ ટીમને સફળતા મળેલ છે.

બાબરાની મહિલાએ કોઈ અગમ્‍યકારણોસર ઝેરી દવા પી લેતાં મૃત્‍યુ

અમરેલી, તા. રર
બાબરા ગામે રહેતા નયનાબેન રસીકભાઈ મકવાણા નામના 3પ વર્ષીય મહિલાએ આજે વહેલી સવારે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે કોઈ ઝેરી દવા પી લેતા તેણીને પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે અત્રેના ખાનગી દવાખાને ખસેડવામાં આવેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા  પામેલ છે.

જાળીયામાં જુગાર રમતા 3 શખ્‍સો રૂા. 17પ0 સાથે ઝડપાયા

અમરેલી, તા.રર
અમરેલી તાલુકાના   જાળીયા ગામે રહેતા ધીરૂ સોમાભાઈ રાઠોડ, મંગા રામભાઈ પરમાર તથા હકા સાર્દુળભાઈ વાઘેલા નામના ત્રણેય ઈસમો ગઈકાલ સાંજના સમયે જુગાર રમતા હોય, અમરેલી તાલુકા પોલીસને બાતમી મળતા દરોડો કરી ત્રણેય ઈસમોને રોકડ રકમ રૂા. 17પ0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પેટ્રોલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરવો જરૂરી

જનતા જનાર્દન મોંઘવારીમાં સપડાઈ ચુકી હોય
પેટ્રોલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરવો જરૂરી
પેટ્રોલ-ડીઝલ મોજશોખની નહી બલ્‍કે જીવનજરૂરી ચીજવસ્‍તુ બની છે
અમરેલી, તા. રર
પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વર્ષ ર014માં યોજાયેલ લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન દેશની જનતાને ભભઅચ્‍છે દિનભભ આવશે તેવું વચન આપેલ. પરંતુ તે વચન આજે ભુલી જવાયું છે. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્‍ટાચારે અજગર ભરડો          લીધો છે.
કર્ણાટકની ચૂંટણી દરમિયાન 19 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ન થયો અને ચૂંટણી પુર્ણ થયા બાદ છેલ્‍લા અઠવાડીયાથી સતત પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો થઈ રહૃાો હોય પરિણામે મોંઘવારીએ હદ વટાવી દીધી છે.
સમગ્ર દેશમાં જીએસટીનાં ગુણગાન ગાવામાં આવી રહૃાા છે અને એક ટેક્ષ એક નેશન જેવું રૂપાળુ નામ તો આપવામાં આવ્‍યું પરંતુ તેમાં પેટ્રોલ-ડીઝલનો સમાવેશ કરવામાં આવ્‍યો ન હોય આશ્ચર્ય ફેલાયું છે.
જો નરેન્‍દ્ર મોદી પેટ્રોલ-ડીઝલનો સમાવેશ જીએસટીમાં કરે તો પેટ્રોલ-ડીઝલનાં ભાવ રૂપિયા પ0થી નીચે જઈ શકે તેમ છે. પેટ્રોલ-ડીઝલ મોજશોખની નહી બલ્‍કે જીવનજરૂરી ચીજવસ્‍તુ છે તે સરકારે ભુલવું ન જોઈએ.

પીપાવાવધામનાં આંદોલનકારીઓની વેદના સાંભળવામાં સરકાર નિષ્‍ફળ

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્‍લા રપ દિવસથી રાજુલા પ્રાંત કચેરીસામે પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ, સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ છેલ્‍લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. આંદોલનનાં સાતમાં દિવસે ભાણીબેન પુનાભાઈ સાંખટની તબિયત લથડી હતી તેમનું ગઈકાલે અમદાવાદ સારવાર દરમિયાન મોત થયું આજે ભાણીબેનનાં સાસરિયા પક્ષ ર્ેારા મહુવા ખાતે અગ્નિ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. ભાવનગર અમદાવાદ હાઈવે  પર ગોઝારા ટ્રક અકસ્‍માતમાં તળાજાના સરતાનપર ગામનાં 19 લોકોનાં મૃત્‍યુ થયા હતા તેમના આત્‍માની શાંતિ માટે પીપાવાવ ધામ જમીન મૂકિત આંદોલન સમિતિ ર્ેારા આંદોલન છાવણીમાં શ્રઘ્‍ધાંજલિ આપવામાં આવી હતી. આમરણાંત ઉપવાસી મધુભાઈ સાંખટ અને જીલુભાઈ બારૈયાનીતબિયત લથડતાં એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. ઉપવાસી જીલુભાઈ બારૈયાએ જણાવ્‍યું હતું ભભજયાં સુધી જાન છે ત્‍યાં સુધી લડીશું જાન દેગે જમીન નહીં દેગેભભ સારવાર બાદ બન્‍ને ભાઈઓએ આંદોલન છાવણીમાં બેસીને આમરણાંતઉપવાસ ચાલુરાખવાની વાત કરી હતી. આંદોલન છાવણીમાં હાજર રહેતા ભાજપનાં તાલુકા પંચાયતનાં સદસ્‍ય નાજાભઈ પંજર, વડલી તાલુકા પંચાયતનાં સદસ્‍ય કાળુભાઈ બારૈયા, બાબરકોટનાં સરપંચ અનકભાઈ સાંખટ, કુંડલિયાછાળાનાં સરપંચ ગાંગાભાઈ હડિયા, ભાણાભાઈ ગુજરીયા, રણછોડભાઈ બાંભણિયા, અજયભાઈ શિયાળ,હિતેશભાઈ વાળા, સંતોષ ગુજરીયા સહિતનાં લોકો બહોળી સંખ્‍યામાં હાજર રહૃાાં હતા.

અમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ

અમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના સ્‍થાપક મોભી અમેરિકા સ્‍થિત, અનુપમ આશિષ વરસાવતા, દાતા, લોકસાહિત્‍યના જ્ઞાતો પરમ વિદ્ધાન ડો.પ્રતાપભાઈ પંડયાની વતનની ઉમદા અને અનોખી લાગણીથી અમરેલીના પનોતાપુત્ર કવિશ્રી રમેશ પારેખની પૂણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવા કલાગુરૂ નવલકાંત જોષી સ્‍મૃતિ મંદિરના પુજય અરવિંદ અને માતાજીના પાવન પરિચરમાં આયોજન કરવામાં આવ્‍યું. રમેશ પારેખનીરચનાઓમાં લોકઢાળમાં લખાયેલ ગીતો અને ભજનમાંથી શ્રેષ્ઠ રચનાઓનું ગાન લોકસાહિત્‍ય સેતુનાં ગરવા ગળાના ગાયકો દ્ધારા કરવામાં આવ્‍યું મુર્ધન્‍ય કવિશ્રી હર્ષદ ચંદારાણાની કાવ્‍યમય ઉપસ્‍થિતિ જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના મંત્રી ઉમેશભાઈ જોષીની તેજોમય ઉપસ્‍થિતિમાં યોજાયેલ ભાવમય સમારંભનાં પ્રારંભમાં લોકસાહિત્‍ય સેતુના પ્રમુખ મહેન્‍દ્રભાઈ જોષીએ પોતાની આગવી શૈલીમાં આવકાર આપ્‍યો.  ગાયક કલાકારો સર્વ ડો.ભારતીબેન બોરડ, ગૌરીબેન પરમાર, પ્રભાબેન પરમાર, સુરેશભાઈ શેખા, સંગીત સમ્રાટ બંસરી વાદક સંજયભાઈ ધારૈયાએ રમેશ પારેખની લોકઢાળની રચનાઓ રજુ કરી વાતાવરણ નિર્માણ કર્યૂ તમામ કાર્યક્રમમાં અર્વ પ્રફુલ્‍લ્‍ભાઈ ઠાકર (તબલા) ઉમેશભાઈ કાબરીયા (હર્મોનિયમ) અને મનિષભાઈ ત્રિવેદી, (કી બોર્ડ) ઉપર કૌશલ્‍ય યુકત સંગત આપી વિશાળ સંખ્‍યાના ભાવકોની દાદા મેળવી, હર્ષદ ચંદારાણા અને ઉમેશ જોષીએ પ્રાસંગિક ઉદબોધનથી શ્રઘ્‍ધાંજલિ આપી આવા સુંદર નયન રમ્‍ય પાવન સ્‍થળની વ્‍યવસ્‍થા સ્‍વાતિબેન જોષીએ ગૌરવયુકત પોતાના વિદ્યાર્થીએ મેળવેલ ઉમદા મેરીટ બદલ દબદબાભેર પુરસ્‍કાર આપી સન્‍માન કર્યુ. સમગ્ર કાર્યક્રમ પોતાની (આગવીશૈલીથી જાણીતા કવિ, લેખક અને જિલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવાર સંસ્‍થાના વિદ્ધાન મંત્રી પરેશભાઈ મહેતાએ ઉદ્‌ઘોષિત કરી સભામાં જમાવટ કરી. તમામ કલાકારોનું મહાનુભાવોના હસ્‍તે ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું. આભાર દર્શન સંવાદ સંસ્‍થાના પરમ વિદ્ધાન પંકજભાઈ જોષીએ પોતાની આગવી શૈલીમાં કર્યુ. કાર્યક્રમને અંતે મિષ્‍ટ, ભરપેટ અલ્‍પાહાર લઈ સહુ છુટા પડયા. આ ગૌરવવંતા પ્રસંગે અમરેલી જિલ્‍લાના કવિઓ, લેખકો ભાવકો સંમેત બાલભવનના નારણભાઈ ડોબરિયા, રસીકભાઈ શાહ, રમેશ પારેખના સુપુત્ર મીરજભાઈ પારેખ, ગોરધનભાઈ સુરાણી, હસુભાઈ જોષી, રજનીભાઈ ભટ્ટ, ચંદ્રકાંતભાઈ બારોટ, સુરેશભાઈ વેકરિયા, ગોવિંદભાઈ ગોંડલિયા, સ્‍નેહી પરમાર, હરેશ વડાવીયા ખાસ સાક્ષી ભાવે ઉપસ્‍થિત રહી કલાકારોને ભાવથી બીરદાવ્‍યા.

અવસાન નોંધ

વીજપડી : કાંતીલાલ ઓઘવજીભાઈ નગદીયા (ઉ.વ.83) તે દીપકભાઈ, નરેશભાઈ, ભદ્રેશભાઈ તથા સ્‍વ. ઉષાબેન રશ્‍મીકાંત સેજપાલ તથા કુમુદબેન મહેશકુમાર જોબનપુત્રાના પિતાજી તેમજ સ્‍વ. શાંતિભાઈ વડેરા, કાંતીભાઈ વડેરા, હસુભાઈ વડેરા તથા વિનુભાઈ વડેરાના બનેવીનું તા.ર1/પને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા શ્‍વસુર પક્ષની સાદડી સંયુકત તા.ર4/પને ગુરૂવારના રોજ સાંજે 4 થી પ સુધી લોહાણા મહાજન વાડી,વીજપડી મુકામે રાખેલ છે.
બાબાપુર : નાથાભાઈ વલ્‍લભભાઈ ગોંડલીયા (ઉ.વ. 68) તે વિપુલભાઈ સરપંચ અને વિશાલભાઈનાં  પિતાશ્રી તા. રર/પ નાં રોજ રામચરણ પામેલ છે.

અમરેલીમાં ‘‘સોલ્‍જર ડે” નિમીત્તે સૈનિક ફંડ એકત્ર કરાયું

આજનો દિવસ એટલે જે લોકો આપણા માટે જાનની બાજી લગાવીને ટાઢ, તાપ વેઠીને રાતદિવસ તેમજ ઘરના સંબંધોની પરવાહ કર્યા વગર આપણા સીમાડાની જે જવાન વીરો આપણી રક્ષા કરી રહૃાાછે તે જાબાંઝ વિરોનો દિવસ એટલે ભભસોલ્‍જર ડેભભ. આ સપૂતોની સેવા કાજે આજના દિવસે ડી.જી મહેતા ઉર્ફ પેઈન્‍ટર ડી.જી. ઓ.કે. સ્‍ટુડિઓ આજનાં દિવસે અમરેલીની મેઈન બજાર ખાતે દુકાને દુકાને ફરી પોતાનાં શ્રમયજ્ઞથી સૈનિકોનાં ફંડ માટે ફુલ નહિં તો ફુલની પાંખડી રૂપે ન્‍યોછાવર અંકિત ભારતીય મુદ્રા એકત્રિત કરી રહૃાા છે. આવા વ્‍યકિતત્‍વથી અન્‍યને પ્રેરણા મળે તેવી સુંદર સેવાભાવીનો વિષય બની ગયો છે.

અમરેલીમાં પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીની પૂણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલી અર્પણ

ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની સુચનાનુસાર અમરેલી જીલ્‍લા કોંગ્રેસ તથા એન.આઈ.સી. યુ.આઈ. દ્રારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવજી ગાંધીની પૂર્ણ્‍યતિથી નિમિતે યુવાનોને એકત્રિત કરી અને સ્‍વ. રાજીવજીના કદી નભુલી શકાય તેવા કાર્યોની યાદો  યુવા પેઢીને આપતા પંકજભાઈ કાનાબારે જણાવેલ છે. આ દેશના યુવાનોને 18 વર્ષ મતધિકાર તથા ભારતને ર1મી સદીમાં લઈ જવા કોમ્‍પ્‍યુટર યુગ તથા ટેકનોલોજી યુગનો પ્રારંભ રાજીવજીએ કરાવેલ અને આજે યુવાનો મોબાઈલ અને ઈન્‍ટરનેટ અને સારા બાઈક અને ગાડીઓ વાપરે છે, જે રાજીવગાંધીની વિચારક્ષેત્રમાં જોડાવા યુવાનોને આહવન કરતા વિરોધપક્ષના નેતાના લઘુબંધુ શરદભાઈ ધાનાણી, સમીરભાઈ કુરેશી, ફેજલભાઈ ચોૈહાણની આગેવાનીમાં પ0 જેટલા 18 વર્ષના નવ યુવા મતદારો કોગ્રેસમાં સભ્‍ય બની જોડાયા હતા. આ તકે એન.આઈ.સી.યુ.આઈ. દીલીપ સોલંકી, રૂદ્રાસગીરી ગોસાઈ, નીરજભાઈ ચાવડા, રાજેશ ગોંડલીયા (ગાંધી), અભિ દુધાત, વીપુલભાઈ અબાસના, પ્રતિકભાઈ ડોબરીયા, ઈશાન માલવીયા, મનન ચોૈહાણ, ઉમેશ ચાવડા, ભાવેશ ચુડાસમા તથા 18 વર્ષના નવયુવાનો હાજર રહેલ હતા.  જે સર્વોને વિરોધપક્ષના નેતા પરેશધાઈ ધાનાણીએ આવકાર સાથે અભિનંદન આપેલ.

23-05-2018